GSEB Solutions Class 11 Biology Chapter 11 વનસ્પતિઓમાં વહન

Gujarat Board GSEB Textbook Solutions Class 11 Biology Chapter 11 વનસ્પતિઓમાં વહન Textbook Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 11 Biology Chapter 11 વનસ્પતિઓમાં વહન

GSEB Class 11 Biology વનસ્પતિઓમાં વહન Text Book Questions and Answers

પ્રશ્ન 1.
પ્રસરણ દર પર અસર કરતા પરિબળો જણાવો.
ઉત્તર:
જે પરિબળો મુક્ત ઊર્જામાં ફેરફાર કરી શકે તે બધા જ પરિબળો પ્રસરણ પર અસર કરે છે. જેમ કે,

  1. દ્રવ્યના અણુઓનો સંકેન્દ્રણ ઢોળાંશ.
  2. દ્રવ્યના અણુઓ જે પટલમાંથી પસાર થાય તે પટલની પ્રવેશશીલતા પ૨.
  3. દ્રવ્યના અણુઓના કદ.
  4. દ્રવ્યના અણુઓની લિપિડમાં દ્રાવ્યતા પર.
  5. તાપમાન.
  6. દ્રવ્યના અણુઓની ઘનતા પર.
  7. દબાણ.

પ્રશ્ન 2.
પોરીન્સ શું છે ? પ્રસરણમાં તેઓ શું ભૂમિકા ભજવે છે?
ઉત્તર:
પોરીન્સ – એક પ્રકારના પ્રોટીન છે.

  1. જે રંજકદ્રવ્ય કણો, કણાભસૂત્રો અને બેક્ટરિયાની સપાટી પર મોટા કદના છિદ્રો સ્વરૂપે આવેલ હોય છે.
  2. જે પટલમાંથી નાના કદના પ્રોટીન જેટલા અણુઓને પસાર થવા

GSEB Solutions Class 11 Biology Chapter 11 વનસ્પતિઓમાં વહન

પ્રશ્ન 3.
વનસ્પતિઓમાં સક્રિય વહન દરમિયાન પ્રોટીન પંપ શું ભૂમિકા ભજવે છે? તેની વ્યાખ્યા આપો.
ઉત્તર:

  1. કોષરસસ્તરમાં આવેલ વિશિષ્ટ પ્રકારના પ્રોટીન, જે અણુઓને સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં દબાણપૂર્વક વહન કરે તેને પ્રોટીન પંપ કહે છે.
  2. પ્રોટીન પંપ : અણુઓનું ઓછા સંકેન્દ્રણથી વધુ સંકેન્દ્રણ તરફ વહન કરે છે અને આ ક્રિયામાં ATP સ્વરૂપે શક્તિનો ઉપયોગ થાય છે.

પ્રશ્ન 4.
શુદ્ધ પાણીની સૌથી વધારે જલક્ષમતા કેમ હોય છે? વર્ણન કરો.
ઉત્તર:

  1. પાક જો શુદ્ધ પાણીમાં કેટલાક દ્રવ્ય પદાર્થો ઉમેરવામાં આવે તો ઓગળેલા દ્રાવણમાં મુક્ત પાણીના અણુઓ ઓછા થઈ જાય છે. બીજા શબ્દોમાં પાણીની સાંદ્રતા ઘટી જાય છે. આથી તેની જલક્ષમતા પણ ઘટે છે.
  2. આથી બધાં જ દ્રાવણોની સરખામણીમાં શુદ્ધ પાણીની જલક્ષમતા સૌથી વધારે હોય છે.

પ્રશ્ન 5.
તફાવત આપો :
(a) પ્રસરણ અને આસૃતિ :
ઉત્તર:

પ્રસરણ આસૃતિ
બે માધ્યમ વચ્ચે અર્ધપ્રવેશશીલ પટલનો અભાવ હોય. બે માધ્યમ વચ્ચે અર્ધપ્રવેશશીલ પટલ આવેલ હોય.
દ્રવ્યના અણુઓ પોતાના વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણવાળા વિસ્તાર તરફ ગતિ કરે છે. આ ક્રિયાને પ્રસરણ કહે છે. બે ભિન્ન સાંદ્રતા ધરાવતા દ્રવ્યો વચ્ચે અર્ધપ્રવેશશીલ પટલ રાખવામાં  આવે તો દ્રાવક (પાણી)ના અણુઓ પોતાના વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ અનુસાર ગતિ કરે છે. (અર્ધ-પ્રવેશશીલ પટલમાંથી પાણીના પ્રસરણની ક્રિયાને આસૂતિ કહે છે.)
કોષના એક ભાગમાંથી બીજા ભાગમાં દ્રવ્યના અણુઓનું વહન પ્રસરણ દ્વારા થાય છે. મૂળ દ્વારા ભૂમિમાંથી પાણીનું શોષણ આકૃતિ વડે થાય છે.
આ ક્રિયા પ્રતિવર્તી નથી. પ્રતિવર્તી પ્રક્રિયા નથી.
પ્રસરણનો આધાર → દ્રવ્ય અણુઓના સંકેન્દ્રણ પર રહેલો છે. આસૂતિની ક્રિયાનો આધાર દ્રાવક અણુઓના સંકેન્દ્રણ પર રહેલ છે.

(b) બાષ્પોત્સર્જન અને બાષ્પીભવન :
ઉત્તર:

બાષ્પોત્સર્જન બાષ્પીભવન
વનસ્પતિના હવાઈ અંગોની સપાટી પરથી બાષ્પ સ્વરૂપે થતા પાણીના નિકાલને બાષ્પોત્સર્જન કહે છે. સપાટી પરથી પાણી વરાળ સ્વરૂપે ગુમાવવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે.
આ એક જૈવિક ક્રિયા છે. આ એક ભૌતિક ક્રિયા છે.
વધુ પડતા તીવ્ર પ્રકાશની હાજરીમાં બાષ્પોત્સર્જનનો દર ઘટે છે. વધુ પડતા તીવ્ર પ્રકાશની હાજરીમાં બાષ્પીભવન વધુ થાય છે.
પ્રકાશની ગેરહાજરીમાં બાષ્પોત્સર્જનનો દર ઘટે છે. પ્રકાશની ગેરહાજરીમાં કે હાજરીમાં બાષ્પીભવનની ક્રિયા પર કોઈ મોટો ફેર પડતો નથી.

(c) આવૃતિદાબ અને આસુતિક્ષમતા :
ઉત્તર:

આસૃતિદાબ આસૂતિક્ષમતા
જ્યારે કોઈપણ દ્રાવણને તેના શુદ્ધ દ્રાવકથી અર્ધપ્રવેશશીલ પટલ વડે છૂટું પાડવામાં આવે ત્યારે દ્રાવણ પર સર્જાતા દબાણને આસૃતિદાબ કહે છે. શુદ્ધ પાણીમાં દ્રાવ્ય પદાર્થો ઉમેરતા પાણીની રાસાયણિક ક્ષમતામાં ઘટાડો થાય છે, જેને તેની આસૃતિક્ષમતા કહે છે.
આસૃતિદાબ હંમેશાં ધનાત્મક હોય છે. આકૃતિક્ષમતા હંમેશાં ઋણાત્મક હોય છે.

(d) પ્રસરણ અને અંતઃચૂષણ :
ઉત્તર:

અંત:ચુષણ પ્રસરણ
ધન કલીલમય કારકોના પાણી શોષણના કારણે તેમના કદ અને સ્વરૂપમાં વધારો થાય છે. દ્રવ્યના અણુઓ પોતાના વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ પર ગતિ કરે છે. આવી ક્રિયા કોઈ આયોજન યુક્ત હોતી નથી. આ ક્રિયાને પ્રસરણ કહે છે.
આ ક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. આ ક્રિયામાં ઉષ્મા સર્જાતી નથી.
અંતઃચૂષણના કારણે અંત ચૂષણ દાબ સર્જાય છે. પ્રસરણ પામતા અણુઓ કે આયનો દ્વારા સર્જાતા દબાણને પ્રસરણ દાબ કહે છે.
અંતભૂષણ દાબના કારણે જમીન પર ખુલ્લામાં વનસ્પતિઓના બીજનું અંકુરણ શક્ય બને છે. વનસ્પતિના એક કોષમાંથી બીજા કોષમાં પાણીના અણુઓનું વહન  પ્રસરણ દ્વારા થાય છે.

(e) વનસ્પતિઓમાં પાણીના શોષણ માટે અપદ્રવ્ય પરિપથ અને સંદ્રવ્ય પરિપથ.
ઉત્તર:

અપદ્રવ્ય પથ સંદ્રવ્ય પથ
ફક્ત કોષદીવાલના માર્ગો તથા આંતર-કોષીય અવકાશોના માર્ગે થતા વહનપથને અપદ્રવ્ય પથ કહે છે. જ્યારે એક કોષમાંથી બીજા કોષમાં કોષરસ તંતુઓ દ્વારા વહન પામતા પાણીના પથને સંદ્રવ્ય પથ કહે છે.
આ પ્રકારે વહન પામતું પાણી કોઈપણ પટલ રચનાને ઓળંગતું નથી. – પાણી કોષોની અંદર કોષરસપટલના માધ્યમથી પ્રવેશ કરે છે. આથી આ પ્રકારનું વહન ધીમું છે. આ વહન પણ ક્ષમતા ઢાળને ઘટાડે છે.
અપદ્રવ્ય પથમાં પાણીની અવરજવરમાં કોઈપણ અવરોધ સર્જાતો નથી અને પાણીની અવરજવર સામૂહિક વહનના માધ્યમથી થાય છે. સંદ્રવ્ય વહન કોષોના કોષરસીય વહનના લીધે છે. કોષરસીય વહનની  ક્રિયા હાઈડ્રીલાના પર્ણ કોષોમાં જોઈ શકાય છે. તેમાં હરિતકણનું હલનચલન કોષ-રસીય પ્રવાહના કારણે સરળતાથી જોઈ શકાય છે.

(f) બિદુત્સવેદન અને બાષ્પોત્સર્જન :
ઉત્તર:

બિદુત્સવેદના બાષ્પોત્સર્જન
રાત્રિ દરમિયાન કે વહેલી સવારે જોવા મળે છે. દિવસ દરમિયાન થતી પ્રક્રિયા છે.
વનસ્પતિના હવાઈ અંગો દ્વારા પ્રવાહી સ્વરૂપે પાણી ગુમાવવાની ક્રિયાને બિદુત્સવેદન કહે છે. વનસ્પતિના હવાઈ અંગો દ્વારા બાષ્પ સ્વરૂપે પાણી ગુમાવવાની ક્રિયાને બાષ્પોત્સર્જન કહે છે.
પર્ણોની સપાટી પર આવેલ જલોત્સર્ગી ગ્રંથિ દ્વારા થાય છે. વાયુધો, હવાદાર છિદ્રો કે પર્ણની સપાટી દ્વારા થાય છે.
અનિયંત્રિત પ્રક્રિયા છે. નિયંત્રિત પ્રક્રિયા છે.

GSEB Solutions Class 11 Biology Chapter 11 વનસ્પતિઓમાં વહન

પ્રશ્ન 6.
જલક્ષમતાનું સંક્ષિપ્તમાં વર્ણન કરો. કયું પરિબળ તેને અસર પહોંચાડે છે ? જલક્ષમતા, દ્રાવ્ય પદાર્થની ક્ષમતા અને દાબક્ષમતાનાં પરસ્પર સંબંધોની વ્યાખ્યા કરો.
ઉત્તર:

  • વનસ્પતિના જલસંબંધોને સમજવા માટે કેટલાક શબ્દોને સમજવા જરૂરી છે. જેમ કે,
  • જલક્ષમતા (Ψw) પાણીના વહનની ક્રિયાને સમજાવે છે.

GSEB Solutions Class 11 Biology Chapter 11 વનસ્પતિઓમાં વહન 1

  • પાણીના અણુઓ ગતિઊર્જા ધરાવે છે. પ્રવાહી અને વાયુમય માધ્યમમાં તે અસ્તવ્યસ્ત રીતે ઝડપી અને સતત (અચળ) હોય છે.
  • જો કોઈ તંત્રમાં પાણીનું પ્રમાણ વધારે હોય તો તે તંત્રની ગતિ ઊર્જા અને જલક્ષમતા વધારે હોય છે. આથી શુદ્ધ પાણી (દ્રાવક)ની જલક્ષમતા સૌથી વધુ હોય છે.
  • પાણી ધરાવતા કોઈપણ બે તંત્ર જ્યારે સતત એકબીજાના સંપર્કમાં હોય ત્યારે પાણીના અણુઓની . અનિયમિત ગતિના કારણે પાણીની વાસ્તવિક ગતિ, વધારે ગતિઊર્જા (સંકેન્દ્રણ)વાળા ભાગથી ઓછી ગતિઊર્જા (સંકેન્દ્રણ)વાળા ભાગમાં થાય છે.
  • આમ, પાણી વધારે જલક્ષમતા ધરાવતા પાણીના વિસ્તારથી ઓછી જલક્ષમતા ધરાવતા પાણીના વિસ્તાર તરફ ગતિ કરે છે. આ પ્રકારે સંકેન્દ્રણ ઢોળાંશને અનુસરીને થતા ઘટકોના વહનને પ્રસરણ કહે છે.

GSEB Solutions Class 11 Biology Chapter 11 વનસ્પતિઓમાં વહન 2

  • જલક્ષમતાની સંજ્ઞા : ગ્રીક સંજ્ઞા Ψ (સાય) વડે દર્શાવાય.
  • જલક્ષમતાનો એકમ : દબાણના એકમ (દાબ એકમ) જેવા કે પાસ્કલ, મેગાપાસ્કલ, બાર વડે વ્યક્ત કરવામાં આવે છે.
  • કોઈપણ દબાણની ગેરહાજરીમાં ચોક્કસ નિયત તાપમાને શુદ્ધ પાણીની જલક્ષમતા શૂન્ય હોય છે.
  • જો શુદ્ધ પાણીમાં થોડાક પ્રમાણમાં દ્રાવ્ય પદાર્થો ઉમેરવામાં આવે તો દ્રાવણમાં મુક્ત પાણીના અણુઓનું પ્રમાણ ઘટે છે અને પાણીના અણુઓની સાંદ્રતા ઘટે છે, તેથી દ્રાવણની જલક્ષમતા ઘટે છે. તેથી જ બધાં જ દ્રાવણની જલક્ષમતા શુદ્ધ પાણીની સરખામણીમાં ઓછી હોય છે.
  • દ્રાવ્ય પદાર્થની દ્રાવ્યતાના કારણે દ્રાવણની જલક્ષમતા ઘટે છે, જેને દ્રાવ્યક્ષમતા (Ψs) કહે છે. Ψs નું મૂલ્ય હંમેશાં ત્રણ હોય છે, જયારે દ્રાવ્ય પદાર્થોના અણુઓ વધારે હોય ત્યારે Ψs વધુ ઋણ હોય છે.
  • ચોક્કસ વાતાવરણ દબાણે દ્રાવણની જલક્ષમતા (Ψw) નું મૂલ્ય દ્રાવ્યક્ષમતા (Ψs) જેટલું થાય.
  • વનસ્પતિ કોષોમાં પ્રસરણના કારણે જ્યારે પાણી કોષમાં પ્રવેશે ત્યારે પાણી વનસ્પતિકોષની કોષદીવાલ પર દબાણ સર્જે છે, જે કોષને આશુન બનાવે છે. તે કોષની દાબમતાને વધારી દે છે. દાબક્ષમતા મોટાભાગે ધનમૂલ્ય ધરાવે છે.
  • વનસ્પતિઓની જલવાહકપેશીઓના જલસ્તંભની ઋણ જલક્ષમતા કે ખેંચાણબળ પ્રકાંડમાં પાણીના વહનમાં અગત્યનો ભાગ ભજવે છે.
  • દાબક્ષમતાને (Ψp) વડે દર્શાવાય છે.
  • કોષની જલક્ષમતા, દ્રાવ્યક્ષમતા અને દાબક્ષમતા બંનેથી અસર પામે છે.
    ∴ Ψw = Ψs + Ψp

પ્રશ્ન 7.
જ્યારે શુદ્ધ પાણી કે દ્રાવણ પર વાતાવરણના દબાણની તુલનામાં વધારે દબાણ આપવામાં આવે તો શું થાય છે ?
ઉત્તર:
જ્યારે શુદ્ધ પાણી કે દ્રાવણ પર વાતાવરણના દબાણથી વધારે દબાણ લગાડવામાં આવે ત્યારે તેની જલક્ષમતા વધી જાય છે.

પ્રશ્ન 8.
(a) રેખાંકિત આકૃતિની મદદથી વનસ્પતિકોષમાં કોષરસના સંકોચનની ક્રિયાવિધિનું વર્ણન ઉદાહરણ સહિત કરો.
ઉત્તર:

  • રસસંકોચન એક પ્રકારની બહિરાસૃતિની ક્રિયા છે.
  • જ્યારે કોષને અધિસાંદ્ર મૂકવામાં આવે ત્યારે પાણી કોષમાંથી બહાર પ્રસરે છે અને કોષરસસ્તર સંકોચાઈને કોષદીવાલથી અલગ થઈ જાય છે. આ ક્રિયાને રસસંકોચન કહે છે.
  • સૌ પ્રથમ કોષરસમાંથી પાણી બહાર આવે છે અને ત્યારબાદ રસધાનીમાંથી પાણી બહાર આવે છે.
  • જ્યારે કોષના કોષરસસ્તરમાંથી પાણી પ્રસરણની ક્રિયા દ્વારા બાહ્યકોષીય દ્રાવણમાં આવે ત્યારે કોષરસ કોષદીવાલથી અલગ થઈ સંકોચન પામે છે. આ ઘટનાને રસસંકોચન કહે છે. આવા કોષને રસસંકોચન કોષ (Plasmolysed Cell) કહે છે.

GSEB Solutions Class 11 Biology Chapter 11 વનસ્પતિઓમાં વહન 3

  • રસસંકોચન કોષમાં કોષદીવાલ અને સંકોચન પામેલ જીવરસની વચ્ચેની જગ્યામાં બહારના માધ્યમનું દ્રાવણ આવેલ હોય છે.

(b) જો વનસ્પતિના કોષને ઊંચી જલક્ષમતાવાળા દ્રાવણમાં મૂકવામાં આવે તો શું થાય છે ?
ઉત્તર:

  • જ્યારે વનસ્પતિકોષોને ઊંચી જલક્ષમતાવાળા (કોષરસની તુલનામાં મંદ દ્રાવણ / અધોસાંદ્ર દ્રાવણ)માં મૂકવામાં આવે તો કોષમાં પાણીનું પ્રસરણ થાય છે.
  • કોષમાં પ્રવેશેલ પાણી કોષદીવાલ પર દબાણ સર્જે છે, જેના કારણે કોષ ફૂલી જાય છે. આ દબાણને આશૂનદાબ કહે છે.

પ્રશ્ન 9.
વનસ્પતિમાં પાણી તેમજ ખનીજતત્ત્વોના શોષણમાં માઇકોરાયઝાનો સંબંધ કેટલો મદદરૂપ થાય છે ?
ઉત્તર:
માયકોરાયઝા (કવકમૂળ) :

  • કેટલીક વનસ્પતિઓમાં પાણી અને ખનીજક્ષારોના શોષણ માટે કેટલીક વધારાની રચનાઓ સંકળાયેલ હોય છે.
  • કેટલીક વનસ્પતિમાં મૂળતંત્ર ફૂગ સાથે સહજીવન ગુજારે છે. આ સહજીવનને માયકો૨ાયઝા (કવકમૂળ) કહે છે.

GSEB Solutions Class 11 Biology Chapter 11 વનસ્પતિઓમાં વહન 4

  • ફૂગના તંતુઓ તરુણમૂળની આસપાસ જાળીમય રચના બનાવે છે અથવા તે મૂળના કોષોમાં દાખલ થાય છે. આ કવક તંતુઓ ખૂબ જ સપાટી વિસ્તાર ધરાવે છે. તેઓ ભૂમિમાંથી મોટા જથ્થામાં ખનીજ આયનો અને પાણીનું શોષણ કરે છે.

GSEB Solutions Class 11 Biology Chapter 11 વનસ્પતિઓમાં વહન 5

  • કેટલીક વનસ્પતિઓમાં ફરજિયાત કવકજાળના સમૂહો જોવા મળે છે.
  • દા.ત., પાઈનસના બીજ માયકોરાયઝાની હાજરી વગર અંકુરણ પામતા નથી કે સ્થાપિત થતા નથી.

પ્રશ્ન 10.
વનસ્પતિમાં પાણીના વહન માટે મૂળદાબ શું ભૂમિકા ભજવે છે ?
ઉત્તર:

  • સક્રિય વહનની ક્રિયા દ્વારા ભૂમિમાંથી ખનીજ આયનો મૂળની વાહકપેશીઓમાં વહન પામે છે, જેના કારણે આ કોષોમાં દ્રાવ્યક્ષમતા વધે છે. આથી જલક્ષમતા ઢોળાંશના આધારે પાણી જલવાહકમાં દાખલ થાય છે, જે જલવાહકની અંદર દબાણ સર્જે છે. આ ધનાત્મક દબાણને મૂળદાબ કહે છે.
  • મૂળદાબ પ્રકાંડમાં ઓછી ઊંચાઈ સુધી જ પાણીને ઉર્ધ્વ વહન કરાવવા માટે જવાબદાર છે. તે ઊંચા વૃક્ષોમાં પાણીના વહનમાં કોઈ ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવતું નથી.
  • મૂળદાબના કારણે જલવાહકમાં પાણીના અણુઓ નિરંતર કડીના રૂપમાં સ્થાપન પામે છે, પરંતુ બાષ્પોત્સર્જન દ્વારા ઉત્પન્ન થતા ખેંચાણના કારણે આ સાતત્યતા તૂટે છે.
  • આમ, વનસ્પતિમાં પાણીનું વહન કરવામાં મૂળદાબ કોઈ મોટી ભૂમિકા ભજવતું નથી.

GSEB Solutions Class 11 Biology Chapter 11 વનસ્પતિઓમાં વહન

પ્રશ્ન 11.
વનસ્પતિઓમાં પાણીના વહન માટે બાષ્પોત્સર્જન ખેંચાણ બળનું વર્ણન કરો. બાષ્પોત્સર્જન ક્રિયાને કયું પરિબળ પ્રભાવિત કરે છે ? વનસ્પતિઓ માટે કોણ ઉપયોગી છે ?
ઉત્તર:

  1. વનસ્પતિમાં પાણી ઉપરની તરફ ખેંચાતું હોય છે અને આ વહનનો પ્રવાહ પર્ણોમાં બાષ્પોત્સર્જનના લીધે ઉત્પન્ન થાય છે. પાણીના આ પ્રકારના વહન માટે સંલગ્ન-તણાવ-બાષ્પોત્સર્જન ખેંચાણ મૉડેલ રજૂ થયેલ છે.
  2. જ્યારે પાણી પર્ણો દ્વારા બાષ્પોત્સર્જન પામે છે ત્યારે તે અન્ય પાણીના અણુઓ પર ખેંચાણ સર્જે છે, જે પર્ણની જલવાહકમાં રહેલ પાણીના અણુઓ પર ખેંચાણ સર્જે છે.
  3. વાતાવરણમાં અધોરંથ્રિય કોટર અને આંતરકોષીય અવકાશની સાપેક્ષે પાણીની બાષ્પની સાંદ્રતા ઓછી હોવાથી પાણી આસપાસની હવામાં પ્રસરણ પામે છે, જે વનસ્પતિમાં ખેંચાણબળ સર્જે છે.
  4. બાષ્પોત્સર્જન દ્વારા ઉત્પન્ન થયેલું ખેંચાણબળ પાણીના સ્તંભને જલવાહકની અંદર 130 મીટરની ઊંચાઈ સુધી ખેંચવા માટે પર્યાપ્ત હોય છે.

પ્રશ્ન 12.
વનસ્પતિઓમાં જલવાહકમાં રસારોહણ માટે જવાબદાર પરિબળોની વ્યાખ્યા કરો.
ઉત્તર:
વનસ્પતિઓમાં જલવાહકમાં ૨સારોહણ માટે જવાબદાર પરિબળો તરીકે સંલગ્નબળ, અભિલગ્નબળ અને પૃષ્ઠતાણ બળનો સમાવેશ થાય છે.

  1. સંલગ્ન બળ (Cohensive Force) : “પાણીના બે અણુઓ વચ્ચે લાગતું આકર્ષણ બળ.”
  2. અભિલગ્ન બળ (Adhesive Force) : પાણીના બે ક્રમિક અણુઓનું ધ્રુવીય સપાટી તરફ સર્જાતું આકર્ષણ બળ (વાહક એકમોના પટલની સપાટી અને પાણીના અણુઓ વચ્ચે લાગતું બળ.)
  3. પૃષ્ઠતાણ બળ (Surface Tension Force) : પાણીના અણુઓ પ્રવાહી અવસ્થામાં વાયુ અવસ્થાની તુલનામાં એકબીજાને વધુ આકર્ષિત કરે છે.

પ્રશ્ન 13.
વનસ્પતિઓમાં ખનીજોના શોષણ દરમિયાન અંતઃસ્તરની આવશ્યક ભૂમિકા શું છે ?
ઉત્તર:
અંતઃસ્તરના કોષોના રસસ્તરમાં ઘણા વાહકપ્રોટીન્સ આવેલા હોય છે, જે કેટલાક પોષકદ્રવ્યોને પટલમાંથી પસાર થવા દે છે, પરંતુ બાકીનાને નહીં.

આમ, અંતઃસ્તરના કોષોમાં આવેલા વાહકપ્રોટીન્સ નિયંત્રક ઘટક તરીકે વર્તે છે, જેના દ્વારા વનસ્પતિના જલવાહક સુધી વહન પામતા દ્રવ્યોની માત્રા અને પ્રકારોનું નિયમન થાય છે.

પ્રશ્ન 14.
જલવાહકમાં વહન એકદિશીય તથા અન્નવાહકમાં વહન દ્વિદિશીય વહન કેમ થાય છે ? તેની સમજૂતી આપો.
ઉત્તર:

  • પ્રકાશસંશ્લેષણ દ્વારા સંશ્લેષણ પામેલા ખોરાક (શર્કરા)નું વહન અન્નવાહક પેશી દ્વારા મૂળ સ્રોત કે ઉદ્ભવ સ્થાનેથી જરૂરિયાતવાળા પ્રદેશ તરફ થાય છે.
  • મૂળ સ્રોત એટલે એવું સ્થળ કે જ્યાં → ખોરાકનું નિર્માણ થાય છે. દા.ત., પર્ણ.
  • સિંક એટલે એવા ભાગો કે જ્યાં → ખોરાકની જરૂરિયાત હોય અથવા જ્યાં ખોરાકનો સંગ્રહ થતો હોય. દા.ત., મૂળ, પ્રકાંડ.
  • મૂળ સ્રોત અને સિંકની દિશા એકબીજાથી વિપરીત છે, જે વનસ્પતિની જરૂરિયાત અને ઋતુ ઉપર આધારિત છે.
  • સામાન્ય પરિસ્થિતિમાં શર્કરા મૂળમાં એકત્રિત થાય છે. વસંતઋતુમાં વૃક્ષની કલિકાઓને વૃદ્ધિ અને વિકાસ પામવા તેમજ પ્રકાશસંશ્લેષણ માટેના જરૂરી ઘટકો મેળવવા માટે ખોરાકની જરૂર હોય છે ત્યારે તે સિંક તરીકે વર્તે છે.
  • આથી વનસ્પતિમાં મૂળ સ્રોત અને સિંક વચ્ચેની દિશા બદલાતી રહે છે. આ બાબત સૂચવે છે કે,
    1. અન્નવાહકમાં અન્નવાહકરસના વહનની દિશા ઉર્ધ્વ કે અધ એટલે કે દ્વિમાર્ગી હોય છે.
    2. તેની સરખામણીમાં જલવાહકમાં પાણી અને ખનીજદ્રવ્યોનું વહન એકમાર્ગી એટલે કે નીચેથી ઉપરની તરફ એક જ દિશામાં થાય છે.
  • બાષ્પોત્સર્જન દ્વારા થતું પાણીનું વહન એક દિશીય છે.
  • અન્નવાહકમાં અન્નવાહકરસનું વહન કોઈપણ દિશામાં જરૂરિયાતના આધારે થાય છે, કારણ કે શર્કરાના સ્રોત અને સિંકના સ્થાનો, શર્કરાના ઉપયોગ, સંગ્રહ અને વિનિમય માટે સક્ષમ હોય છે.
  • અન્નવાહકમાં સામાન્ય રીતે પાણી અને શર્કરાનું વહન થાય છે. આ ઉપરાંત અન્ય ઘટકો જેવા કે અન્ય કાર્બોદિત, અંતઃસ્ત્રાવો અને કેટલાક એમિનો એસિડનું સ્થાનાંતર અન્નવાહક દ્વારા થાય છે.

પ્રશ્ન 15.
વનસ્પતિઓમાં શર્કરાનું સ્થળાંતરણ દાબપ્રવાહ કે દાબવહનના અધિતર્કની સમજૂતી આપો.
ઉત્તર:

  • મૂળ સ્રોતથી સિંક (જરૂરિયાતના સ્થાન) સુધી થતા શર્કરાના સ્થળાંતરને દબાણ વહન સિદ્ધાંત (દાબ પ્રવાહની પરિકલ્પના) કે સામૂહિક વહન સિદ્ધાંત કહે છે.
  • પ્રકાશસંશ્લેષણની ક્રિયા દરમિયાન ગ્લુકોઝનું નિર્માણ થાય છે, જેનું પાછળથી સુક્રોઝમાં રૂપાંતર થાય છે.

GSEB Solutions Class 11 Biology Chapter 11 વનસ્પતિઓમાં વહન 6

  • સંશ્લેષણના સ્થાનેથી સુક્રોઝ સાથીકોષોમાં અને ત્યાંથી અન્નવાહકના જીવંત ઘટક ચાલનીનલિકામાં સક્રિય વહન દ્વારા વહન પામે છે.
  • સ્રોતના સ્થાન પર શર્કરા જેવા પદાર્થોનો ભરાવો થવાથી અન્નવાહક પેશીમાં અધિસાંદ્રતાની સ્થિતિ ઉત્પન્ન થાય છે, જેના કારણે નજીકની જલવાહકમાંથી પાણી આસૃતિ દ્વારા અન્નવાહકમાં દાખલ થાય છે.
  • આથી અન્નવાહકમાં આસૂતિદાબ વધે છે અને દ્રવ્યો ઓછા સંકેન્દ્રણવાળા વિસ્તાર તરફ (સિંક તરફ) વહન પામે છે.
  • સિંક તરફ (વપરાશના છેડે) આવૃતિદાબ ઘટે છે.
  • અન્નવાહકરસમાંથી સિંકના કોષોમાં સુક્રોઝના વહન માટે ફરીથી સક્રિય વહન થવું જરૂરી છે.
  • સિંકના કોષોમાં સુક્રોઝ (શર્કરા)નો ઉપયોગ ઊર્જા (ATP), સ્ટાર્ચ કે સેલ્યુલોઝના નિર્માણ થાય છે.
  • સિંકના સ્થાનેથી જેવી શર્કરા દૂર થાય કે તરત જ ત્યાં આસૃતિદાબ ઘટે છે અને પાણી અન્નવાહકમાંથી બહાર નીકળે છે.

GSEB Solutions Class 11 Biology Chapter 11 વનસ્પતિઓમાં વહન 7

  • ટૂંકમાં, અન્નવાહકમાં શર્કરાનું વહન સ્રોતના સ્થાનેથી શરૂ થાય છે, જ્યાં શર્કરાઓ સક્રિય વહનની ક્રિયા દ્વારા ચાલનીનલિકામાં ભરાવો થાય છે.
  • અન્નવાહકમાં શર્કરાનો ભરાવો જલક્ષમતા ઢોળાશ સર્જે છે, જે અન્નવાહકમાં સામૂહિક વહનની ક્રિયાને સરળ બનાવે છે.
  • અન્નવાહક પેશી ચાલનીનલિકાના કોષોની બનેલી છે. ચાલનીનલિકા લાંબા સ્તંભ કે નલિકા જેવી રચના છે. તેમના છેડાની દીવાલ (અનુપ્રસ્થ દીવાલ)માં અનેક છિદ્રો હોય છે, આ દીવાલને “ચાલનીપટ્ટીકા” કહે છે.
  • કોષરસીય તંતુઓ ચાલનીપટ્ટીકામાં આવેલા છિદ્રોમાં પ્રવેશ પામે છે, જેના કારણે સળંગ તંતુમય રચના સર્જાય છે.
  • અન્નવાહકની ચાલનીનલિકામાં જેવું પ્રવાહી સ્થિતિ દબાણ સર્જાય કે તરત જ દબાણ વહનની શરૂઆત થાય છે અને પ્રવાહી કે અન્નવાહકરસ અન્નવાહકમાંથી વહન પામે છે.
  • આ દરમિયાન સિંક તરફ આવતી શર્કરા સક્રિય વહન દ્વારા અન્નવાહકમાંથી જટિલ શર્કરા સ્વરૂપે બહાર નિકાલ પામે છે.
  • અન્નવાહકમાંથી દ્રાવ્ય પદાર્થોનો ઘટાડો તેમાં ઊંચી જલક્ષમતા ઉત્પન્ન કરે છે, જેના કારણે પાણી અંતે જલવાહકમાં આવે છે.

GSEB Solutions Class 11 Biology Chapter 11 વનસ્પતિઓમાં વહન

પ્રશ્ન 16.
બાષ્પોત્સર્જન દરમિયાન રક્ષકકોષો ખૂલવાની અને બંધ થવાનું કારણ શું છે ?
ઉત્તર:
GSEB Solutions Class 11 Biology Chapter 11 વનસ્પતિઓમાં વહન 8

GSEB Class 11 Biology વનસ્પતિઓમાં વહન NCERT Exemplar Questions and Answers

બહુવૈકલ્પિક પ્રશ્નો (MCQ)

પ્રશ્ન 1.
રિવર્સ આસૃતિ માટે નીચેના પૈકી કયું વિધાન અસંગત છે ?
(A) તેનો ઉપયોગ પાણીના શુદ્ધિકરણ માટે થાય.
(B) આ પદ્ધતિમાં, તંત્રમાં આસૃતિ દબાણનું મૂલ્ય દબાણ ક્ષમતાની સાપેક્ષમાં વધુ હોય છે. / આપવામાં આવે છે.
(C) તે એક પ્રકારનું નિષ્ક્રિય વહન છે.
(D) તે એક પ્રકારનું સક્રિય વહન છે.
ઉત્તર:
(D) તે એક પ્રકારનું સક્રિય વહન છે.

પ્રશ્ન 2.
નીચેના પૈકી કયું પરિબળ ઉત્સવેદન પર સીધું અસર કરતું નથી ?
(A) તાપમાન
(B) પ્રકાશ
(C) પવનની ગતિ
(D) પર્ણમાં રહેલ ક્લોરોફિલનું પ્રમાણ
ઉત્તર:
(D) પર્ણમાં રહેલ ક્લોરોફિલનું પ્રમાણ

પ્રશ્ન 3.
નીચેના પૈકી કયા પર્ણમાં અધઃસ્તરમાં વાયુરંધ્રોનું પ્રમાણ વધુ હોય છે?
(A) પૃષ્ઠવસીય પર્ણ
(B) સમદ્ધિપાર્શ્વ પર્ણ
(C) (A) અને (B) બંને
(D) આપેલ પૈકી એકપણ નહિ
ઉત્તર:
(A) પૃષ્ઠવક્ષીય પર્ણ

પ્રશ્ન 4.
અન્નવાહકમાં શર્કરા કયા સ્વરૂપે વહન પામે છે ?
(A) લૂકોઝ
(B) ક્રુક્ટોઝ
(C) સુક્રોઝ.
(D) રિબોઝ
ઉત્તર:
(C) સુક્રોઝા

પ્રશ્ન 5.
બિદુત્સવેદન ક્યારે જોવા મળે છે ?
(A) જ્યારે મૂળદાબ વધુ હોય અને ઉત્સવેદનનો દર ઓછો હોય.
(B) જ્યારે મૂળદાબ ઓછું હોય અને ઉત્સવેદનનો દર વધુ હોય.
(C) જ્યારે મૂળદાબ અને ઉત્સવેદનનો દર સમાન હોય.
(D) જ્યારે મૂળદાબ અને ઉત્સવેદનનો દર સૌથી વધુ હોય.
ઉત્તર:
(A) જ્યારે મૂળદાબ વધુ હોય અને ઉત્સવેદનનો દર ઓછો હોય.

GSEB Solutions Class 11 Biology Chapter 11 વનસ્પતિઓમાં વહન

પ્રશ્ન 6.
નીચેના પૈકી કયું અંતઃચૂષણનું ઉદાહરણ છે ?
(A) મૂળરોમ દ્વારા પાણીનું શોષણ
(B) વાયુરંધ્રોમાં વાયુઓની આપ-લે
(C) જમીનમાં બીજને વાવતાં તેના કદમાં થતો વધારો
(D) વાયુરંધ્ર ખોલ-બંધ થવાની ક્રિયા
ઉત્તર:
(C) જમીનમાં બીજને વાવતાં તેના કદમાં થતો વધારો

પ્રશ્ન 7.
જ્યારે વનસ્પતિ જીર્ણતા અનુભવે ત્યારે પોષકતત્ત્વો ……………………
(A) જમા થાય છે.
(B) કોષદીવાલ સાથે જોડાય છે.
(C) સ્થાનાંતરણ પામે છે.
(D) આપેલ પૈકી એકપણ નહિ.
ઉત્તર:
(C) સ્થાનાંતરણ પામે છે.

પ્રશ્ન 8.
ચોક્કસ તાપમાને શુદ્ધ પાણીની જલક્ષમતાનું પ્રમાણ …………………….
(A) 10
(B) 20
(C) શૂન્ય
(D) આપેલ પૈકી એકપણ નહિ
ઉત્તર:
(C) શૂન્ય

પ્રશ્ન 9.
ફૂગ અને વનસ્પતિના મૂળ વચ્ચે રચાતાં સહજીવનને માયકોરાયઝા | (કવકમૂળ) કહે છે, જે શેમાં ઉપયોગી છે ?
(a) પાણીના શોષણ
(b) ખનીજપોષણ
(c) સ્થળાંતરણ
(d) વાયુઓની આપ-લે

(A) ફક્ત (a)
(B) ફક્ત (b)
(C) (a) અને (b) બંને
(D) (b) અને (c) બંને
ઉત્તર:
(C) (a) અને (b) બંને

પ્રશ્ન 10.
આપેલ આકૃતિને અનુલક્ષીને નીચે આપેલ વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી ?
GSEB Solutions Class 11 Biology Chapter 11 વનસ્પતિઓમાં વહન 9
(A) દ્રાવકના અણુઓ ખંડ A થી B તરફ ગતિ કરે છે.
(B) દ્રાવ્ય અણુઓ ખંડ A થી B તરફ ગતિ કરે છે.
(C) આ ક્રિયા થવા માટે અર્ધપ્રવેશશીલ પટેલની હાજરી જરૂરી છે.
(D) આવૃતિની ક્રિયાનો દર અને દિશા બંને દબાણ ક્ષમતા અને સાંદ્રતા ઢોળાંશ પર આધારિત હોય છે.
ઉત્તર:
(B) દ્રાવ્ય અણુઓ ખંડ A થી B તરફ ગતિ કરે છે.

GSEB Solutions Class 11 Biology Chapter 11 વનસ્પતિઓમાં વહન

પ્રશ્ન 11.
નીચે આપેલા કૉલમ – I અને કૉલમ – Iને સંગત વિકલ્પ પસંદ કરો.

કૉલમ – I કૉલમ – II
(A) પર્ણ (i) બાષ્પોત્સર્જન અવરોધ
(B) બીજ (ii) બાષ્પોત્સર્જન
(C) મૂળ (iii) ઋણ આકૃતિ ક્ષમતા
(D) એસ્પીરીન (iv) અંતઃચૂષણ
(E) રસસંકોચિત કોષ (v) અભિશોષણ (શોષણ)

(A) (A – ii), (B – iv), (C – v), (D – i), (E – iii)
(B) (A – iii), (B – ii), (C – iv), (D – i), (E – v)
(C) (A – i), (B – ii), (C – iii), (D – iv), (E – v)
(D) (A – v), (B – iv), (C – iii), (D – ii), (E – i)
ઉત્તર:
(A)

કૉલમ – I કૉલમ – II
(A) પર્ણ (ii) બાષ્પોત્સર્જન
(B) બીજ (iv) અંતઃચૂષણ
(C) મૂળ (v) અભિશોષણ (શોષણ)
(D) એસ્પીરીન (i) બાષ્પોત્સર્જન અવરોધ
(E) રસસંકોચિત કોષ (iii) ઋણ આકૃતિ ક્ષમતા

પ્રશ્ન 12.
અસંગત જોડ ઓળખો.
(A) સ્ટાર્ચ કણ
(B) લિપિડ કણ
(C) હરિતકણ
(D) રંગકણ

(i) પ્રોટીનનો સંચય કરે
(ii) લિપિડનો સંચય કરે
(iii) હરિતદ્રવ્ય નામનું રંજકદ્રવ્ય ધરાવે
(iv) ક્લોરોફિલ સિવાયના અન્ય રંજકદ્રવ્યનો સંચય કરે
ઉત્તર:
(A) સ્ટાર્ચ કણ (i) પ્રોટીનનો સંચય કરે

અત્યંત ટૂંક જવાબી પ્રશ્નો (VSQ)

પ્રશ્ન 1.
લિપિડના નાના અણુઓ કોષરસસ્તરમાંથી ઝડપથી વહન પામે છે, પરંતુ જલઅનુરાગી અણુઓના વહન માટે સાનુકૂળતા પૂરી પાડવી પડે છે. આ દ્રવ્યો રાસાયણિક રીતે શેના બનેલા છે ?
ઉત્તર:
પ્રોટીનના બનેલા છે.

પ્રશ્ન 2.
સાનુકુલિત પ્રસરણમાં જ્યારે બે પ્રોટીન અણુઓ વાહક પ્રોટીનની મદદથી એકબીજાથી વિરૂદ્ધ દિશામાં વહન પામતાં હોય તો તે પ્રકારના વહનને શું કહે છે ?
ઉત્તર:
એન્ટિપોર્ટ.

પ્રશ્ન 3.
આસુતિ એ વિશિષ્ટ પ્રકારનું પ્રસરણ છે, જેમાં પાણીના અણુઓ કોષરસસ્તરમાંથી પસાર થાય છે. આમૃતિનો દર અને દિશાનો આધાર કઈ બાબતો પર રહેલો છે ?
ઉત્તર:
દબાણ ક્ષમતા અને સંકેન્દ્રણ ક્ષમતા.

પ્રશ્ન 4.
સપુષ્પી વનસ્પતિઓને કુંડામાં વાવીને તેમાં પાણી ઉમેરવામાં આવે છે. વનસ્પતિની વૃદ્ધિ માટે તેમાં યુરિયા ઉમેરવામાં આવે છે, પરંતુ થોડા સમયમાં જ વનસ્પતિ મૃત્યુ પામે છે. આનું કારણ શું હોઈ શકે ?
ઉત્તર:
વનસ્પતિના મૃત્યુનું કારણ “બહિરાસૃતિ” છે. વનસ્પતિના કોષો અધોસાંદ્ર હોય છે તેની સરખામણીમાં વનસ્પતિની બહાર રહેલ દ્રાવણ અધિસાંદ્ર હોય છે, જેના કારણે પાણી આસૃતિની ક્રિયા દ્વારા વનસ્પતિમાંથી યુરિયાના દ્રાવણમાં વહન પામે છે. તેથી વનસ્પતિના મૂળમાં રસસંકોચનની ક્રિયા થાય અને વનસ્પતિ મૃત્યુ પામે છે.

GSEB Solutions Class 11 Biology Chapter 11 વનસ્પતિઓમાં વહન

પ્રશ્ન 5.
જમીનમાં સૂકા બીજ દ્વારા પાણીનું શોષણ થતાં તેના ………….માં વધારો થાય છે, જે અંકુરિત બીજને જમીનમાંથી બહાર આવવામાં મદદ કરે છે.
ઉત્તર:
બીજના ઘટકો દ્વારા પાણીના શોષણના કારણે બીજ ફૂલે છે અને તેમાં – અંતઃચૂષણદાબમાં વધારો થાય છે, જે બીજને અંકુરિત થવામાં મદદ કરે છે.

પ્રશ્ન 6.
20 મીટર ઊંચાઈ ધરાવતી વનસ્પતિની ટોચે પાણી ગુરૂત્વાકર્ષણની વિરૂદ્ધ દિશામાં માત્ર બે કલાકમાં વહન પામે છે. ઉપરની તરફ પાણીનું વહન પ્રેરતી આ દેહધાર્મિક ક્રિયાને શું કહે છે ?
ઉત્તર:
રસારોહણની ક્રિયા એક એવી દેહધાર્મિક ક્રિયા છે, જેના દ્વારા પાણી 20 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિમાં પાણીના વહન માટે જવાબદાર છે.

પ્રશ્ન 7.
વનસ્પતિકોષનો કોષરસ કોષરસસ્તર અને કોષદીવાલ દ્વારા ઘેરાયેલા હોય છે. કોષરસસ્તરમાંથી મોટાભાગે ચોક્કસ દ્રવ્યના અણુઓનું વહન થાય છે, કારણ કે…….
ઉત્તર:
કોષરસસ્તર અર્ધપ્રવેશશીલ પ્રકૃતિ ધરાવે છે અને તે લિપિડના દ્વિસ્તરીય અણુઓનું બનેલ છે, જેમાં કાર્બોદિત અને પ્રોટીનના અણુઓ આવેલા છે.

  1. લિપિડમાં દ્રાવ્ય અણુઓ કોષરસસ્તરમાંથી પસાર થઈ જાય છે, જ્યારે નાના કદના અન્ય અણુઓ પ્રોટીન દ્વારા સર્જાતા આયનમાર્ગ (ઉદા. પોરીન્સ) દ્વારા વહન પામે છે.
  2. કોષદીવાલ એ નિર્જીવ રચના છે અને તે કોષરસસ્તરની બહાર આવેલ હોય છે. કોષદીવાલ કોષને આકાર, યાંત્રિક મજબૂતાઈ અને ચેપ સામે રક્ષણ આપે છે.

પ્રશ્ન 8.
CO2ના સ્થાપનના સંદર્ભમાં C4 વનસ્પતિની ઉત્પાદકતા C3 વનસ્પતિ કરતાં બમણી છે, પરંતુ આટલા જ CO2ના સ્થાપન માટે C3 વનસ્પતિ દ્વારા પાણી ગુમાવવાની ક્ષમતા ………………………. છે.
ઉત્તર:
CO2ના સ્થાપનના સંદર્ભમાં C4 વનસ્પતિની ઉત્પાદકતા C3 વનસ્પતિ કરતાં બમણી છે, પરંતુ આટલા જ CO2ઝના સ્થાપન માટે C3 વનસ્પતિ દ્વારા પાણી ગુમાવવાની ક્ષમતા “અડધી” છે.

પ્રશ્ન 9.
જલવાહકમાં ઘટકોનું વહન એકદિશીય તથા અન્નવાહકમાં વહન દ્વિદિશીય હોય છે. વર્ણન કરો.
ઉત્તર:

  • પ્રકાશસંશ્લેષણ દ્વારા સંશ્લેષણ પામેલા ખોરાક (શર્કરા)નું વહન અન્નવાહક પેશી દ્વારા મૂળ સ્રોત કે ઉદ્ભવ સ્થાનેથી જરૂરિયાતવાળા પ્રદેશ તરફ થાય છે.
  • મૂળ સ્રોત એટલે એવું સ્થળ કે જ્યાં → ખોરાકનું નિર્માણ થાય છે. દા.ત., પર્ણ.
  • સિંક એટલે એવા ભાગો કે જ્યાં → ખોરાકની જરૂરિયાત હોય અથવા જ્યાં ખોરાકનો સંગ્રહ થતો હોય. દા.ત., મૂળ, પ્રકાંડ.
  • મૂળ સ્રોત અને સિંકની દિશા એકબીજાથી વિપરીત છે, જે વનસ્પતિની જરૂરિયાત અને ઋતુ ઉપર આધારિત છે.
  • સામાન્ય પરિસ્થિતિમાં શર્કરા મૂળમાં એકત્રિત થાય છે. વસંતઋતુમાં વૃક્ષની કલિકાઓને વૃદ્ધિ અને વિકાસ પામવા તેમજ પ્રકાશસંશ્લેષણ માટેના જરૂરી ઘટકો મેળવવા માટે ખોરાકની જરૂર હોય છે ત્યારે તે સિંક તરીકે વર્તે છે.
  • આથી વનસ્પતિમાં મૂળ સ્રોત અને સિંક વચ્ચેની દિશા બદલાતી રહે છે. આ બાબત સૂચવે છે કે,
    1. અન્નવાહકમાં અન્નવાહકરસના વહનની દિશા ઉર્ધ્વ કે અધ એટલે કે દ્વિમાર્ગી હોય છે.
    2. તેની સરખામણીમાં જલવાહકમાં પાણી અને ખનીજદ્રવ્યોનું વહન એકમાર્ગી એટલે કે નીચેથી ઉપરની તરફ એક જ દિશામાં થાય છે.
  • બાષ્પોત્સર્જન દ્વારા થતું પાણીનું વહન એક દિશીય છે.
  • અન્નવાહકમાં અન્નવાહકરસનું વહન કોઈપણ દિશામાં જરૂરિયાતના આધારે થાય છે, કારણ કે શર્કરાના સ્રોત અને સિંકના સ્થાનો, શર્કરાના ઉપયોગ, સંગ્રહ અને વિનિમય માટે સક્ષમ હોય છે.
  • અન્નવાહકમાં સામાન્ય રીતે પાણી અને શર્કરાનું વહન થાય છે. આ ઉપરાંત અન્ય ઘટકો જેવા કે અન્ય કાર્બોદિત, અંતઃસ્ત્રાવો અને કેટલાક એમિનો એસિડનું સ્થાનાંતર અન્નવાહક દ્વારા થાય છે.

પ્રશ્ન 10.
આકૃતિ I, II અને IITમાં દર્શાવેલ વહનને ઓળખો.
GSEB Solutions Class 11 Biology Chapter 11 વનસ્પતિઓમાં વહન 10
ઉત્તર:
(I) : યુનિપોર્ટ
(II) : એન્ટિપોર્ટ
(III) : સીમપોર્ટ

GSEB Solutions Class 11 Biology Chapter 11 વનસ્પતિઓમાં વહન

પ્રશ્ન 11.
આપેલ કૉલમમાં ખાલી જગ્યા પૂરો. (અથવા) નીચે આપેલ કૉલમમાં ખાલી જગ્યાને અનુરૂપ જવાબ આપો.
GSEB Solutions Class 11 Biology Chapter 11 વનસ્પતિઓમાં વહન 11
ઉત્તર:
GSEB Solutions Class 11 Biology Chapter 11 વનસ્પતિઓમાં વહન 12

પ્રશ્ન 12.
વ્યાખ્યા આપો : જલક્ષમતા અને દ્રાવ્યક્ષમતા.
ઉત્તર:
જલક્ષમતા :

  1. એકમ કદના આધારે પાણીમાં રહેલ મુક્ત ઊર્જાને તેની જલક્ષમતા કહે છે.
  2. ચોક્કસ વાતાવરણ દબાણે શુદ્ધ પાણીની જલક્ષમતા શૂન્ય હોય છે.
  3. જલક્ષમતાનો એકમ : બાર કે પાસ્કલ (1 mPa = 10 બાર)

દ્રાવ્યક્ષમતા :

  1. દ્રાવ્ય પદાર્થની દ્રાવ્યતાના કારણે દ્રાવણની જલક્ષમતા ઘટે છે, જેને દ્રાવ્યક્ષમતા કહે છે.
  2. ψs નું મૂલ્ય હંમેશાં ઋણ હોય છે.
  3. શુદ્ધ પાણીની સરખામણીમાં દ્રાવણની જલક્ષમતા ઓછી હોય છે.

પ્રશ્ન 13.
શા માટે દ્રાવ્યક્ષમતા હંમેશાં ઋણ હોય છે ? વર્ણન કરો :
ψw = ψs + ψp
ઉત્તર:
જ્યારે શુદ્ધ પાણીમાં દ્રવ્યના અણુઓ ઉમેરવામાં આવે ત્યારે, દ્રાવણમાં ખૂબ જ ઓછા પાણીના મુક્ત અણુઓ રહે છે, જેના કારણે પાણીનું સંકેન્દ્રણ ઘટે છે અને તેથી જલક્ષમતા ઘટે.

  • આથી, કહી શકાય કે શુદ્ધ પાણીની સરખામણીમાં બધા જ દ્રાવણની જલક્ષમતા ઓછી હોય છે.
  • દ્રાવ્ય પદાર્થની દ્રાવ્યતાના કારણે દ્રાવણની જલક્ષમતા ઘટે છે તેને દ્રાવ્ય ક્ષમતા (ψs) કહે છે. ψs નું મૂલ્ય હંમેશાં ઋણ હોય છે.
  • જેમ દ્રવ્યના અણુઓનું સંકેન્દ્રણ વધુ તેમ દ્રાવણની દ્રાવ્યક્ષમતા ઋણ હોય.
  • કોષની જલક્ષમતા બે બાબતો પર આધારિત છે :
    1. દ્રાવ્ય ક્ષમતા
    2. દબાણ ક્ષમતા
      ∴ ψw = ψs + ψp
      જ્યાં,
      ψw = જલક્ષમતા
      ψs = દ્રાવ્યક્ષમતા
      ψp = દબાણક્ષમતા

પ્રશ્ન 14.
ડુંગળીના સ્તરને લો અને…
(a) તેને મીઠાના દ્રાવણમાં 5 મિનિટ માટે મૂકો.
(b) ત્યારબાદ તેને ડિસ્ટ્રીલ પાણીમાં મૂકો.
જ્યારે તેને માઇક્રોસ્કોપની અસર હેઠળ જોવામાં આવે ત્યારે (a) અને (b)માં શું જોવા મળે છે ?
ઉત્તર:
(a) જ્યારે ડુંગળીના સ્તરને મીઠાના દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે પાણી કોષના કોષરસમાંથી કોષની બહાર આવે છે. એટલે કે અધિસાંદ્ર દ્રાવણમાં. જેના કારણે કોષનો કોષરસ કોષના કોઈ એક ખૂણે સંકોચાયેલ જોવા મળે છે.

(b) હવે જો આવા રસસંકોચિત કોષને ડિસ્ટ્રીલ પાણી (શુદ્ધ પાણી)માં મૂકવામાં આવે તો આકૃતિની ક્રિયા દ્વારા પાણી કોષમાં પ્રવેશે છે, જેના કારણે કોષ પોતાનો આકાર પુનઃ ધા૨ણ કરે છે અને પાણીના પ્રવેશના કારણે કોષ ફૂલે છે. આમ, બહાર રહેલ માધ્યમ અધોસાંદ્ર દ્રાવણ છે.

પ્રશ્ન 15.
પાણીના વહન માટેનો સંદ્રવ્ય પથ અને અપદ્રવ્ય પથનો તફાવત આપો. આ પૈકી શેમાં સક્રિય વહનની જરૂરિયાત છે ?
ઉત્તર:
GSEB Solutions Class 11 Biology Chapter 11 વનસ્પતિઓમાં વહન 13

GSEB Solutions Class 11 Biology Chapter 11 વનસ્પતિઓમાં વહન

પ્રશ્ન 16.
મૂળમાં મોટાભાગે પાણીનું શોષણ કેવી રીતે થાય છે ?
ઉત્તર:
મૂળમાં મોટાભાગે પાણીનું શોષણ અપદ્રવ્ય પથ દ્વારા થાય છે. બાહ્યકના કોષો પ્રમાણમાં શિથિલ ગોઠવણી ધરાવતા હોવાથી આ પ્રકારના વહનમાં કોઈ અવરોધ સર્જાતો નથી. આથી સમૂહમાં પાણીનું વહન થાય છે.

સંલગ્ન બળ અને અભિલગ્ન બળના ગુણધર્મના લીધે પાણીનું સામૂહિક વહન થાય છે.

પ્રશ્ન 17.
કાર્પેરીયન પટ્ટીકાનું સ્થાન જણાવો અને પાણીના વહનમાં તેની ભૂમિકા વર્ણવો.
ઉત્તર:
અંતઃસ્તરમાં કાર્પેરીયન પટ્ટીકા આવેલ હોય છે.

અંતઃસ્તરના કોષોની અરીય દીવાલો પર પાણી માટે અપ્રવેશશીલ એવા સુબે૨ીન દ્રવ્યની જમાવટ થયેલ હોય છે, જેને કાસ્પેરીયન પટ્ટીકા કહે છે, જે અંતઃસ્તરથી આગળ પાણીના વહનને અટકાવે છે. તેથી અંતઃસ્તરની આગળ પાણીને દબાણપૂર્વક સંદ્રવ્ય પથ પ્રકારે ધકેલવામાં આવે છે અને આ રીતે પાણી જલવાહકના ઘટકો સુધી વહન પામે છે.

પ્રશ્ન 18.
તફાવત આપો : બિંદુત્સવેદન અને ઉત્સવેદન.
ઉત્તર:

બિદુત્સવેદના બાષ્પોત્સર્જન
રાત્રિ દરમિયાન કે વહેલી સવારે જોવા મળે છે. દિવસ દરમિયાન થતી પ્રક્રિયા છે.
વનસ્પતિના હવાઈ અંગો દ્વારા પ્રવાહી સ્વરૂપે પાણી ગુમાવવાની ક્રિયાને બિદુત્સવેદન કહે છે. વનસ્પતિના હવાઈ અંગો દ્વારા બાષ્પ સ્વરૂપે પાણી ગુમાવવાની ક્રિયાને બાષ્પોત્સર્જન કહે છે.
પર્ણોની સપાટી પર આવેલ જલોત્સર્ગી ગ્રંથિ દ્વારા થાય છે. વાયુધો, હવાદાર છિદ્રો કે પર્ણની સપાટી દ્વારા થાય છે.
અનિયંત્રિત પ્રક્રિયા છે. નિયંત્રિત પ્રક્રિયા છે.

પ્રશ્ન 19.
“બાષ્પોત્સર્જન એ વનસ્પતિ માટે હાનિકારક હોવા છતાં તે ક્રિયા વનસ્પતિમાં થવી જરૂરી છે.” સમજાવો.
ઉત્તર:
વનસ્પતિ સતત તેની સપાટી દ્વારા વરાળ સ્વરૂપે પાણી ગુમાવે છે, જેના કારણે પાણીનું ઉપરની તરફ ખેંચાણ બળ સર્જાય છે, જેથી વધુ ને વધુ પાણી મૂળ દ્વારા જમીનમાંથી શોષાય છે.

  1. હવે જો વનસ્પતિને જમીનમાંથી પાણી પ્રાપ્ત ના થાય, તેમજ વનસ્પતિ બાષ્પોત્સર્જન દ્વારા પાણી ગુમાવવાની ક્રિયા અટકાવે નહિ તો વનસ્પતિમાં જલતાણ સર્જાય, જેથી થોડા સમય સુધી વનસ્પતિ ભાગો
  2. કરમાઈ જાય છે. જેને દેહધાર્મિક કરમાશ કહે છે, જે પ્રતિવર્તી થતી નથી અને વનસ્પતિ મૃત્યુ પામે છે.
  3. આથી, કહી શકાય કે બાષ્પોત્સર્જન એ આવશ્યક નુકસાનકારક પ્રક્રિયા છે.

પ્રશ્ન 20.
જલવાહકમાં દ્રાવણના ઉર્ધ્વવહન માટે જવાબદાર પાણીના ત્રણ ભૌતિક લક્ષણો વર્ણવો.
ઉત્તર:
જલવાહકમાં દ્રાવણના ઉર્ધ્વવહન માટે જવાબદાર પાણીના ત્રણ ભૌતિક લક્ષણો આ મુજબ છે :

  1. સંલગ્ન બળ (Cohensive Force) : “પાણીના બે અણુઓ વચ્ચે લાગતું આકર્ષણ બળ.”
  2. અભિલગ્ન બળ (Adhesive Force) : પાણીના બે ક્રમિક · અણુઓનું ધ્રુવીય સપાટી તરફ સર્જાતું આકર્ષણ બળ (વાહક એકમોના પટલની સપાટી અને પાણીના અણુઓ વચ્ચે લાગતું બળ.)
  3. પૃષ્ઠતાણ બળ (Surface Tension Force) : પાણીના અણુઓ પ્રવાહી અવસ્થામાં વાયુ અવસ્થાની તુલનામાં એકબીજાને વધુ આકર્ષિત કરે છે.

પ્રશ્ન 21.
ઉનાળામાં માળી કુંડામાં રાખેલ છોડને પાણી નાખવાનું ભૂલી જાય, છે, તો વનસ્પતિ પર તેની શું અસર થાય છે ? શું તમે વિચારો છો કે તે એક પ્રતિવર્તી ક્રિયા છે ? જો હા, તો કેવી રીતે ?
ઉત્તર:
જો ઉનાળામાં માળી કુંડામાં રાખેલ છોડને પાણી નાખવાનું ભૂલી જાય તો છોડ કરમાઈ જાય છે. જો થોડાક જ સમયમાં છોડને પાણી આપવામાં આવે તો વનસ્પતિ સામાન્ય બને છે.

પરંતુ જો છોડને લાંબા સમય સુધી પાણી આપવામાં ન આવે તો વનસ્પતિ દેહધાર્મિક કરમાશની સ્થિતિ (Physiological Wilting Stage) સુધી પહોંચે છે. ત્યારબાદ વનસ્પતિ પોતાની મૂળ સ્થિતિ પુનઃ પ્રાપ્ત કરતી નથી અને મરી જાય છે.

GSEB Solutions Class 11 Biology Chapter 11 વનસ્પતિઓમાં વહન

પ્રશ્ન 22.
જ્યારે અણુઓનું વહન ઊંચી પસંદગીશીલતાના આધારે અને વિશિષ્ટ પટલ પ્રોટીન દ્વારા થતું હોય, પરંતુ તેમાં ઊર્જાની જરૂર ન હોય તો તે પ્રકારના વહનને શું કહે છે ?
ઉત્તર:
સાનુકૂલિત પ્રસરણમાં અણુઓનું વહન સંકેન્દ્રણ ઢોળાંશના આધારે થાય છે. તેમાં વિશિષ્ટ પ્રકારના પ્રોટીન રસસ્તરમાંથી અણુઓના વહનમાં મદદ કરે છે અને તેમાં ATP સ્વરૂપે શક્તિ વપરાતી નથી.

પ્રશ્ન 23.
નીચે આપેલ વિધાનો સુધારો.
(a) અધોસાંદ્ર દ્રાવણમાં કોષ સંકોચાય છે, જ્યારે અધિસાંદ્ર દ્રાવણમાં કોષ ફૂલે છે.
(b) અંતઃચૂષણ એક વિશિષ્ટ પ્રકારનું પ્રસરણ છે, જેમાં પાણી જીવંત કોષો દ્વારા શોષાય છે.
(c) મૂળમાં મોટાભાગનાં પાણીનું શોષણ સંદ્રવ્ય પથ દ્વારા થાય છે.
ઉત્તર:
(a) અધોસાંદ્ર દ્રાવણમાં કોષ ફૂલે છે, જ્યારે અધોસાંદ્ર દ્રાવણમાં કોષ સંકોચાય છે.
(b) અંતઃચૂષણ એક વિશિષ્ટ પ્રકારનું પ્રસરણ છે, જેમાં પાણીનું શોષણ મૃત ઘટકો દ્વારા થાય છે.
(c) મૂળમાં મોટાભાગનાં પાણીનું શોષણ અપદ્રવ્ય પથ દ્વારા થાય છે.

ટૂંક જવાબી પ્રશ્નો (SQ)

પ્રશ્ન 1.
મૂળ દ્વારા શોષાયેલા ખનીજતત્ત્વો જલવાહક દ્વારા વહન પામે છે. તેઓ તેમના જરૂરિયાતના સ્થાને કેવી રીતે પહોંચે છે? વનસ્પતિના બધા જ ભાગો સમાન માત્રામાં ખનીજતત્ત્વો મેળવે છે ?
ઉત્તર:
મૂળ દ્વારા શોષાયેલા ખનીજતત્ત્વો બાષ્પોત્સર્જન દ્વારા સર્જાતા ખેંચાણ બળ દ્વારા પ્રકાંડ અને વનસ્પતિના અન્ય ભાગો તરફ વહન પામે છે.

  1. વનસ્પતિમાં અગ્રસ્થ વર્ધનશીલ પેશી, પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી, તંદુરસ્ત પણે, વિકાસ પામતા ફળ, ફૂલ, બીજ તેમજ અન્ય સંગ્રહસ્થાનો ખનીજતત્ત્વોના સીંક સ્રોત તરીકે વર્તે છે.
  2. વનસ્પતિમાં કોષો દ્વારા ખનીજ આયનોનું વહન પ્રસરણ અને સક્રિય વહન દ્વારા થાય છે.
  3. વનસ્પતિમાં જલવાહક અકાર્બનિક પોષકતત્ત્વોના તેમજ અન્નવાહક કાર્બનિક ઘટકોના વહન સાથે સંકળાયેલ છે.
  4. વનસ્પતિના ઘરડાં કે મૃત્યુ પામતા ભાગોમાંથી ખનીજતત્ત્વોનું પુનઃ વહન તરૂણ ભાગોમાં થાય છે. ઉદાહરણ તરીકે ફોસ્ફરસ, સલ્ફર, નાઇટ્રોજન, પોટેશિયમ વગેરે.
  5. બંધારણીય ખનીજતત્ત્વોનું પુનઃ વહન થતું નથી. ઉદાહરણ તરીકે કેલ્શિયમ.

પ્રશ્ન 2.
વનસ્પતિમાં કયા ખનીજતત્ત્વો, કયા સ્વરૂપે વહન પામે છે તે ચકાસવું હોય તો તેનું પૃથ્થકરણ કરવું (ચકાસણી કરવી) કેવી રીતે શક્ય છે ?
ઉત્તર:
વનસ્પતિમાં કાર્બનિક, અકાર્બનિક ઘટકો, આયનો, શર્કરાઓ, એમિનો એસિલ્સ વગેરે દ્રવ્યો વહન પામે છે.

  1. જો આપણે તેનું રાસાયણિક પૃથ્થકરણ કરીએ તો કયા ખનીજતત્ત્વો કયા સ્વરૂપે વહન પામે છે તે જાણી શકીએ.
  2. ઉદા. નાઇટ્રોજનનું શોષણ અને વહન NO2 અને NO3 સ્વરૂપે અને સલ્ફર સલ્ફટ આયન સ્વરૂપે વહન પામે છે.

પ્રશ્ન 3.
તમારી દેહધાર્મિક જાણકારીના આધારે શું તમે વિચારી શકો છો કે કેટલીક પદ્ધતિઓ દ્વારા કેવી રીતે ફૂલદાનીમાં રાખેલ વનસ્પતિનું આયુષ્ય (આવરદા) વધારી શકાય ?
ઉત્તર:
કાપેલ વનસ્પતિને તેની વાહકપેશીઓમાં હવા (વાયુ) પ્રવેશે તે પહેલાં જો તેને પાણી ભરેલ ફૂલદાનીમાં મૂકવામાં આવે તો તેની આવરદા વધારી શકાય છે.

  1. જો આ પાણીમાં આવશ્યક ખનીજતત્ત્વો તેમની નિર્ધારીત માત્રામાં ઉમેરવામાં આવે તો વનસ્પતિનું આયુષ્ય વધારી શકાયછે.
  2. જો વનસ્પતિને સાયટોકાઈનીન (વાનસ્પતિક અંત:સ્રાવ)ના દ્રાવણમાં ડૂબાડવામાં આવે તો વનસ્પતિના જીર્ણતાના સમયને લંબાવી શકીએ છીએ.

પ્રશ્ન 4.
જો એક વિસ્તારમાં વિવિધ પ્રકારની વનસ્પતિઓને ઉછેરવામાં આવે, તો ચોક્કસ સમયમાં તેઓ દ્વારા દર્શાવાતા બાષ્પોત્સર્જનનો દર સમાન હોય? આ બાબતને યોગ્ય રીતે સમજાવો.
ઉત્તર:
બાષ્પોત્સર્જનના દરનો આધાર ઘણા બધા પરિબળો પર આધારિત છે.

જો બે વનસ્પતિઓ એકબીજા સાથે સંબંધિત હોય અને સમાન બાહ્યાકાર રચના ધરાવતી હોય તો તેઓમાં બાષ્પોત્સર્જનના દરનો આધાર બાહ્ય પરિબળો પર રહેલ હોય છે. જેવા કે પવનની ગતિ, ભેજ, તાપમાન, પ્રકાશની તીવ્રતા વગેરે.

GSEB Solutions Class 11 Biology Chapter 11 વનસ્પતિઓમાં વહન

પ્રશ્ન 5.
જીવન માટે પાણી આવશ્યક છે. પાણીની કઈ લાક્ષણિકતાઓ તેને પૃથ્વી પર થતી બધી જૈવિક ક્રિયાઓ કરવા માટે ઉપયોગી બનાવેછે?
ઉત્તર:
પાણીમાં રહેલ નીચેની લાક્ષણિકતાઓ તેને પૃથ્વી પર થતી બધી જૈવિક ક્રિયાઓ માટે ઉપયોગી બનાવે છે.

  1. મોટાભાગના દ્રવ્યો પાણીમાં દ્રાવ્ય છે, જેના કારણે ભૂમિયજળમાં રહેલ ખનીજતત્ત્વો વનસ્પતિમાં પ્રવેશે છે.
  2. પાણી એ કોષરસના બંધારણનો મુખ્ય ઘટક છે. કોષરસમાં તેનું પ્રમાણ લગભગ 90% છે.
  3. પાણી વિવિધ દ્રવ્યોના વહન માટે માધ્યમ પૂરું પાડે છે. ખનીજતત્ત્વો મૂળ દ્વારા શોષાય છે. પ્રકાશસંશ્લેષણ દરમિયાન સર્જાતો કાર્બોદિત પાણી દ્વારા એક કોષથી બીજા કોષમાં, પેશીઓમાં તેમજ અંગોમાં વહન પામે છે.
  4. વનસ્પતિમાં થતી પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં પાણી મુખ્ય પ્રક્રિયક છે. પાણીના બંધારણમાં રહેલ હાઇડ્રોજન કાર્બોદિતના નિર્માણમાં વપરાય, જ્યારે O2 વાતાવરણમાં મુક્ત થાય છે.
  5. પાણી તાપમાન નિયંત્રક તરીકે વર્તે છે. વનસ્પતિના ભાગોમાં વધતા તાપમાનનું નિયમન પાણી દ્વારા શક્ય બને છે.
  6. કેટલીક વનસ્પતિમાં પરાગનયનની ક્રિયા માટે પાણી આવશ્યક છે. ઉદા. તરીકે દ્ધિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓ. તેઓમાં ફલનની ક્રિયા માટે પણ પાણી આવશ્યક છે.

પ્રશ્ન 6.
પ્રાણીકોષોમાં બાહ્યકોષીય દ્રવ્ય કરતાં આંતરકોષીય દ્રવ્યમાં કેવી રીતે K+ આયનનું પ્રમાણ વધુ હોય છે ?
ઉત્તર:
આયનમાર્ગ ખોલ કે બંધ થઈ શકે છે.

  1. કોષરસસ્તરમાં Na+ – K+ ATPase આવેલ હોય છે, જે રસસ્તરની બંને તરફ અસંતુલિત આયનોના સંકેન્દ્રણને જાળવે છે. તે 3Na+ ને રસસ્તરની બહાર ધકેલે ત્યારે 2K+ ને અંદરની તરફ લાવે છે. રસસ્તરની આવી સ્થિતિને ધ્રુવીય સ્થિતિ કહે છે.
  2. જેમાં રસસ્તરની બહારની તરફ ધન વીજભાર અને અંદરની તરફ ઋણ વીજભાર સર્જાય છે.
  3. જેના કારણે રસસ્તરની અંદર તરફ K+ આયનોનું સંકેન્દ્રણ વધુ હોય છે.

પ્રશ્ન 7.
સમજાવો : “બીટરૂટના ટુકડાને ઠંડા પાણીમાં મૂકતાં તેમાંથી રંગનું પ્રસરણ થતું નથી, પરંતુ ગરમ પાણીમાં તેમાંથી રંગનું પ્રસરણ થાયછે.”
ઉત્તર:
બીટરૂટના ટુકડાને ઠંડા પાણીમાં મૂકતાં તેમાંથી રંગનું પ્રસરણ થતું નથી, પરંતુ જ્યારે તેને ગરમ પાણીમાં મૂકવામાં આવે ત્યારે ગરમ પાણી અને ઊંચા તાપમાનના કારણે બીટરૂટના કોષોના કોષરસસ્તર તૂટે છે અને તેમાં આવેલ રંજકદ્રવ્યો પાણીમાં ઓગળી પ્રસરણ પામે છે.

પ્રશ્ન 8.
ગિર્ડલીંગ કરેલ વનસ્પતિમાં, ગિર્ડલીંગ કરેલ ભાગની ઉપરના પર્ણો થોડોક સમય સુધી લીલા (તાજા) રહે છે, ત્યારબાદ મૂર્ઝાઈ જાય છે અને અંતે મૃત્યુ પામે છે. તે શું દર્શાવે છે ?
ઉત્તર:
ગિલીંગ કરેલ વનસ્પતિમાં, ગિડેલીંગ કરેલ ભાગની ઉપર આવેલા પણને જ્યાં સુધી પાણી પહોંચે છે ત્યાં સુધી તેઓ લીલા રહે છે. કારણ કે પર્ણો પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવે છે, પરંતુ થોડા સમય બાદ તેમને પાણી મળતું બંધ થતા તે કરમાઈ (મૂર્નાઈ) જાય છે.

સામાન્ય રીતે, જલવાહક પેશી મૂળ દ્વારા શોષાયેલ પાણીને પ્રકાંડ અને પણ સુધી પહોંચાડે છે, પરંતુ ગિર્ડલીંગ સમયે પાણીનું વહન કરતી જલવાહકને નુકસાન થવાથી પાણી ઉપરની તરફ વહન પામતું નથી, જેના કારણે વનસ્પતિ મૃત્યુ પામે છે.

પ્રશ્ન 9.
વનસ્પતિમાં ખનીજતત્ત્વોની જરૂરિયાત પૂરી કરવા માટે વિવિધ પ્રકારના વહન જરૂરી છે. શા માટે તે ફક્ત પ્રસરણ દ્વારા થતું નથી ?
ઉત્તર:
વનસ્પતિમાં વિવિધ પ્રકારના આયનો, અકાર્બનિક ઘટકો અને કાર્બનિક ઘટકોનું વહન વિવિધ પ્રકારે થાય છે.

  1. પણમાં નિર્માણ પામેલ ખોરાકનું વહન વનસ્પતિના અન્ય ભાગો જેવા કે મૂળ તેમજ પ્રકાંડ સુધી વહન પામે છે.
  2. મૂળ દ્વારા શોષાયેલ ખનીજતત્ત્વો પ્રકાંડ અને પર્ણની ટોચ સુધી વહન પામે છે.
  3. મોટા અને જટિલ સજીવોમાં અણુઓનું દૂર સુધી વહન થાય છે. ઘણી વાર તેઓમાં નિર્માણ સ્થાન કે શોષણનું સ્થાન તેમના સંગ્રહસ્થાનથી દૂર આવેલ હોય છે.
  4. પ્રસરણ એક મંદ પ્રક્રિયા છે અને તે ટૂંકા અંતરમાં જ દ્રવ્યોના વહન માટે જવાબદાર છે.
  5. આથી, મોટા અને જટિલ સજીવોમાં પાણી, ખનીજો અને ખોરાકનું દૂર સુધી વહન સામૂહિક અથવા જથ્થામય રીતે થાય છે. આમ, વનસ્પતિમાં વાહકપેશીઓ દ્વારા ઘટકોનું સામૂહિક વહન દ્વારા વહન થાય છે.

પ્રશ્ન 10.
ચયાપચિક ક્રિયાઓ બંધ કર્યા સિવાય લીલી વનસ્પતિઓ કેવી રીતે ? ઓછા પાણીમાં વૃદ્ધિ પામે છે ?
ઉત્તર:
જ્યારે વનસ્પતિને પૂરતા પ્રમાણમાં પાણી પ્રાપ્ત ન થાય ત્યારે તેઓ વાયુદ્ધોને બંધ કરીને બાષ્પોત્સર્જનનો દર ઘટાડીને પાણી ગુમાવવાની ક્રિયામાં ઘટાડો કરેછે.

પરંતુ તે જીવન માટે જરૂરી ક્રિયાઓ જેવી કે પ્રકાશસંશ્લેષણ, શ્વસન અને ખોરાકનું વહન વગેરે ચાલુ રાખે છે.

GSEB Solutions Class 11 Biology Chapter 11 વનસ્પતિઓમાં વહન

પ્રશ્ન 11.
૨સારોહણની ક્રિયા પાણીના અણુઓ વચ્ચે લાગતા સંલગ્ન બળ અને અભિલગ્ન બળ વગર શક્ય છે ? સમજાવો.
ઉત્તર:
સારોહણની ક્રિયા પાણીના અણુઓ વચ્ચે લાગતા સંલગ્ન બળ અને અભિલગ્ન બળ વગર શક્ય નથી, કારણ કે…
(1) સંલગ્ન બળના કારણે પાણીના અણુઓ એકબીજા સાથે જોડાયેલા રહે છે, જેના કારણે પાણીના અણુઓની એક સાંકળ રચાય છે.
(2) પાણીના અણુઓ અને વનસ્પતિકોષની કોષદીવાલ વચ્ચે અભિલગ્નબળ સર્જાય છે, જેના કારણે પાણીના અણુઓ સાંકળ સ્વરૂપે જળવાઈ રહે છે.
– આથી, બાષ્પોત્સર્જન દ્વારા સર્જાતા ખેંચાણ બળના કારણે પાણી એક સ્તંભ સ્વરૂપે ઉપરની તરફ એટલે કે મૂળથી પર્ણ તરફ વહન પામે છે.

પ્રશ્ન 12.
તાજાં કાપેલા ફૂલોને ખોરાકના કલરવાળા દ્રાવણમાં મૂકો. આ સ્થિતિને થોડાક સમય માટે (એક દિવસો સુધી રાખો. ત્યારબાદ પુષ્પની ડાળીના પ્રકાંડને કાપીને તેને પ્રકાશમાં જોતા તેમાં કલરના પટ્ટા જોવા મળે છે. આ પ્રયોગ પરથી વનસ્પતિની કઈ પેશી પાણીનું વહન કરે છે તે કહી શકાય ?
ઉત્તર:
આ પ્રયોગ પરથી કહી શકાય કે જલવાહક પેશી વનસ્પતિમાં પાણીના વહન માટે જવાબદાર છે.

પ્રશ્ન 13.
જ્યારે સ્પારોગાયરાના તાજાં તંતુને 10% સાંદ્રતા ધરાવતા પોટેશિયમ નાઇટ્રેટના દ્રાવણમાં મૂકતાં, તેનો કોષરસ સંકોચાયેલ જોવા મળેછે.
(a) આ ક્રિયાને શું કહે છે ?
(b) આ તંતુને ડિસ્ટ્રીલ પાણી (શુદ્ધ પાણી)માં મૂકતાં શું થશે ?
ઉત્તર:
(a) રસસંકોચન : જ્યારે સ્પાયરોગાયરાના તાજાં તંતુને 10% સાંદ્રતા ધરાવતા પોટેશિયમ નાઇટ્રેટના અધિસાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે તેના કોષરસમાંથી પાણી આવૃતિની ક્રિયા દ્વારા બહાર આવે છે, જેના કારણે કોષનો કોષરસ સંકોચાય છે.

(b) જ્યારે સ્પાયરોગાયરાના તંતુને શુદ્ધ પાણીમાં મૂકવામાં આવે ત્યારે તે પાણીનું શોષણ કરે છે અને તે પોતાનો મૂળ આકાર પુનઃ ધારણ કરે છે. આ ક્રિયાને રસનિસંકોચન કહે છે.

પ્રશ્ન 14.
સમજાવો : ખાંડ (શર્કરાના સ્ફટિકો) ઠંડા પાણીમાં સારી રીતે ઓગળતા નથી.
ઉત્તર:
સામાન્ય રૂમના તાપમાને શુદ્ધ પાણીમાં ખૂબ જ વધુ મુક્તશક્તિ હોય છે, જેને પાણીની જલક્ષમતા કહે છે, પરંતુ જ્યારે પાણીનું તાપમાન ઘટે ત્યારે તેની મુક્ત ઊર્જામાં ઘટાડો થાય છે, જેના કારણે ઠંડા પાણીમાં ખાંડ (શર્કરાના સ્ફટિકો) સરળતાથી ઓગળતા નથી.

પ્રશ્ન 15.
ટેનિસના મેદાનમાં નિંદણને દૂર કરવા માટે મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. ટેનિસના મેદાનમાં મીઠાનું દ્રાવણ કેવી રીતે ઘાસને નુકસાન કર્યા વગર નિંદણનો નાશ કરે છે ?
ઉત્તર:
મીઠાનું દ્રાવણ અધિસાંદ્ર છે, જે વનસ્પતિમાં બહિરાસૂતિની ક્રિયા પ્રેરે છે.

  1. જ્યારે 2 કપ પાણીમાં 1 કપ મીઠાને ઓગાળી, તેના દ્રાવણને નિંદણ વનસ્પતિ ઉપર છંટકાવ કરવામાં આવે ત્યારે વનસ્પતિનો નાશ થાય છે.
  2. જ્યારે મેદાનમાં નિંદણ વનસ્પતિ વધુ પ્રમાણમાં ઊગી હોય ત્યારે મીઠાની સાંદ્રતામાં વધારો કરી તેનો છંટકાવ કરવામાં આવેછે.

પ્રશ્ન 16.
જલવાહક અને અન્નવાહક રસનું રાસાયણિક બંધારણ જણાવો.
ઉત્તર:
જલવાહક રસ : મુખ્યત્વે પાણી, ખનીજક્ષારો અથવા કેટલાક દ્રાવ્ય અણુઓ.
અન્નવાહક રસઃ મુખ્યત્વે સુક્રોઝ (ડાયસેકેરાઈડ), અંતઃસ્ત્રાવો, એમિનો એસિલ્સ વગેરે.

પ્રશ્ન 17.
જ્યારે એક પાતળી અને એક પહોળી નળી (A અને B)ને પાણી ભરેલા બીકરમાં ઊંધી મૂકતાં આકૃતિમાં દર્શાવ્યા મુજબની પરિસ્થિતિ જોવા મળે છે.
GSEB Solutions Class 11 Biology Chapter 11 વનસ્પતિઓમાં વહન 14
શા માટે નળી A કરતાં નળી Bમાં પાણી વધુ ઉપર ચઢે છે ?
ઉત્તર:
કેશાકર્ષણબળના કારણે નળી A કરતાં નળી B માં પાણી વધુ ઉપર ચઢે છે.

GSEB Solutions Class 11 Biology Chapter 11 વનસ્પતિઓમાં વહન

પ્રશ્ન 18.
એક્વાડોરીન્સ એટલે શું ? એક્વાપરીન્સની હાજરી કેવી રીતે આકૃતિને અસર કરે છે ?
ઉત્તર:
એક્વાડોરીન્સ અંતર્ગત પટલીય પ્રોટીન છે, જે પટલમાં છિદ્રો કે માર્ગની રચના કરે છે.

  1. પ્રસરણની ક્રિયા કરતા આ માર્ગો દ્વારા પાણી વધુ ઝડપથી કોષમાં દાખલ થાય છે.
  2. એક્વાડોરીન્સ પ્રમાણે પસંદગીપૂર્વક કોષની અંદર અને બહાર પાણી વહન પામે છે.

પ્રશ્ન 19.
ABA (એન્સિસીક એસિડ)ને તાણ અંતઃસ્રાવ કહે છે.
(A) આ અંતઃસ્ત્રાવ તાણની સ્થિતિને કેવી રીતે દૂર કરે છે ?
(B) પર્ણમાં તેનો સ્રાવ ક્યાંથી થાય છે ?
ઉત્તર:
(A) જયારે વનસ્પતિમાં પાણીની ખેંચ સર્જાય ત્યારે ABA અંત:સ્રાવ વનસ્પતિમાં વાયુરંધ્રોને બંધ કરે છે. આમ તે પણ દ્વારા બાષ્પોત્સર્જનથી થતા પાણીના વ્યયને અટકાવે છે. આ ઉપરાંત તે વનસ્પતિને વિવિધ તાણ સામે સહનશીલતા પૂરી પાડે છે.

(B) વનસ્પતિમાં તેનું વહન પ્રકાંડના અગ્રભાગેથી પર્ણમાં થાય છે.

પ્રશ્ન 20.
આપણે જાણીએ છીએ કે વધુ પડતું પાણી વનસ્પતિને નુકસાન કરે છે, પરંતુ પૂરની સ્થિતિમાં વનસ્પતિ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. આ સ્થિતિમાં તેઓ કેવી રીતે વધારાના પાણીનું વ્યવસ્થાપન કરે છે ?
ઉત્તર:
વનસ્પતિ બાષ્પોત્સર્જનનો દર વધારીને કેટલાક પ્રમાણમાં વધારાના પાણીને ગુમાવે છે, પરંતુ જયારે વનસ્પતિના મૂળમાં વધુ સમય સુધી પાણી ભરાઈ રહે ત્યારે તેના શ્વસનમાં અવરોધ સર્જાય છે અને વનસ્પતિ મૃત્યુ પામે છે.

પ્રશ્ન 21.
તફાવત આપો : વનસ્પતિમાં થતું પ્રસરણ અને સ્થળાંતરણ.
ઉત્તર:
વનસ્પતિમાં થતા પ્રસરણ અને સ્થળાંતરણ વચ્ચેનો તફાવત આ મુજબ છે :

પ્રસરણ સ્થળાંતરણ
દ્રાવણના અણુઓનું વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફના વહનને પ્રસરણ કહે છે. વનસ્પતિમાં કાર્બનિક દ્રવ્યો, ખનીજક્ષારોનું એક સ્થાનેથી બીજા સ્થાને થતાં વહનને સ્થળાંતરણ કહે છે.
આ ક્રિયામાં શક્તિ વપરાતી નથી. આ ક્રિયામાં શક્તિ વપરાય છે.

પ્રશ્ન 22.
પ્રસરણની ક્રિયા સાનુકૂલિત પ્રસરણથી કેવી રીતે જુદી પડે છે ?
ઉત્તર:
પ્રસરણ અને સાનુકૂલિત પ્રસરણનો તફાવત અહીં દર્શાવેલ છે :

પ્રસરણ સાનુકૂલિત પ્રસરણ
અણુઓ પોતાના વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરે છે. આ ક્રિયાને પ્રસરણ કહે છે. રસસ્તરમાં આવેલ વાહક પ્રોટીનની મદદથી અણુઓ પોતાના વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ વહન પામે તેને સાનુકૂલિત પ્રસરણ કહે છે.
પ્રસરણ એ મંદ ક્રિયા છે, જે જીવંતતંત્ર ઉપર આધારિત નથી. કેટલાક બેક્ટરિયા, હરિતકણ અને કણાભસૂત્રની સપાટી પર આવેલ પોરીન્સ એ છિદ્રો જેવી રચના બનાવે છે. તે નાના કદના પ્રોટીન જેટલા અણુઓનું વહન થવા દે છે.

પ્રશ્ન 23.
અન્નવાહક પેશીમાં જોવા મળતો સામૂહિક વહન સિદ્ધાંત વર્ણવો.
ઉત્તર:
સામૂહિક વહન સિદ્ધાંત સૌ પ્રથમ અર્નસ્ટ મંચ (1930) દ્વારા આપવામાં આવ્યો. તે અન્નવાહકમાં દ્રાવ્ય અણુઓ (શર્કરા)ના વહનની ક્રિયાને સમજાવે છે.

  • મૂળ સ્રોતથી સિંક (જરૂરિયાતના સ્થાન) સુધી થતા શર્કરાના સ્થળાંતરને દબાણ વહન સિદ્ધાંત (દાબ પ્રવાહની પરિકલ્પના) કે સામૂહિક વહન સિદ્ધાંત કહે છે.
  • પ્રકાશસંશ્લેષણની ક્રિયા દરમિયાન ગ્લુકોઝનું નિર્માણ થાય છે, જેનું પાછળથી સુક્રોઝમાં રૂપાંતર થાય છે.

GSEB Solutions Class 11 Biology Chapter 11 વનસ્પતિઓમાં વહન 6

  • સંશ્લેષણના સ્થાનેથી સુક્રોઝ સાથીકોષોમાં અને ત્યાંથી અન્નવાહકના જીવંત ઘટક ચાલનીનલિકામાં સક્રિય વહન દ્વારા વહન પામે છે.
  • સ્રોતના સ્થાન પર શર્કરા જેવા પદાર્થોનો ભરાવો થવાથી અન્નવાહક પેશીમાં અધિસાંદ્રતાની સ્થિતિ ઉત્પન્ન થાય છે, જેના કારણે નજીકની જલવાહકમાંથી પાણી આસૃતિ દ્વારા અન્નવાહકમાં દાખલ થાય છે.
  • આથી અન્નવાહકમાં આસૂતિદાબ વધે છે અને દ્રવ્યો ઓછા સંકેન્દ્રણવાળા વિસ્તાર તરફ (સિંક તરફ) વહન પામે છે.
  • સિંક તરફ (વપરાશના છેડે) આવૃતિદાબ ઘટે છે.
  • અન્નવાહકરસમાંથી સિંકના કોષોમાં સુક્રોઝના વહન માટે ફરીથી સક્રિય વહન થવું જરૂરી છે.
  • સિંકના કોષોમાં સુક્રોઝ (શર્કરા)નો ઉપયોગ ઊર્જા (ATP), સ્ટાર્ચ કે સેલ્યુલોઝના નિર્માણ થાય છે.
  • સિંકના સ્થાનેથી જેવી શર્કરા દૂર થાય કે તરત જ ત્યાં આસૃતિદાબ ઘટે છે અને પાણી અન્નવાહકમાંથી બહાર નીકળે છે.

GSEB Solutions Class 11 Biology Chapter 11 વનસ્પતિઓમાં વહન 7

  • ટૂંકમાં, અન્નવાહકમાં શર્કરાનું વહન સ્રોતના સ્થાનેથી શરૂ થાય છે, જ્યાં શર્કરાઓ સક્રિય વહનની ક્રિયા દ્વારા ચાલનીનલિકામાં ભરાવો થાય છે.
  • અન્નવાહકમાં શર્કરાનો ભરાવો જલક્ષમતા ઢોળાશ સર્જે છે, જે અન્નવાહકમાં સામૂહિક વહનની ક્રિયાને સરળ બનાવે છે.
  • અન્નવાહક પેશી ચાલનીનલિકાના કોષોની બનેલી છે. ચાલનીનલિકા લાંબા સ્તંભ કે નલિકા જેવી રચના છે. તેમના છેડાની દીવાલ (અનુપ્રસ્થ દીવાલ)માં અનેક છિદ્રો હોય છે, આ દીવાલને “ચાલનીપટ્ટીકા” કહે છે.
  • કોષરસીય તંતુઓ ચાલનીપટ્ટીકામાં આવેલા છિદ્રોમાં પ્રવેશ પામે છે, જેના કારણે સળંગ તંતુમય રચના સર્જાય છે.
  • અન્નવાહકની ચાલનીનલિકામાં જેવું પ્રવાહી સ્થિતિ દબાણ સર્જાય કે તરત જ દબાણ વહનની શરૂઆત થાય છે અને પ્રવાહી કે અન્નવાહકરસ અન્નવાહકમાંથી વહન પામે છે.
  • આ દરમિયાન સિંક તરફ આવતી શર્કરા સક્રિય વહન દ્વારા અન્નવાહકમાંથી જટિલ શર્કરા સ્વરૂપે બહાર નિકાલ પામે છે.
  • અન્નવાહકમાંથી દ્રાવ્ય પદાર્થોનો ઘટાડો તેમાં ઊંચી જલક્ષમતા ઉત્પન્ન કરે છે, જેના કારણે પાણી અંતે જલવાહકમાં આવે છે.

GSEB Solutions Class 11 Biology Chapter 11 વનસ્પતિઓમાં વહન

પ્રશ્ન 24.
આકૃતિના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો.
GSEB Solutions Class 11 Biology Chapter 11 વનસ્પતિઓમાં વહન 15
(a) આ પ્રકારના રક્ષકકોષો એકદળીમાં જોવા મળે કે દ્વિદળીમાં ?
(b) (i) અને (ii) પૈકી શેમાં વધુ પ્રમાણમાં પાણી રહેલ છે ?
(c) કયું તત્ત્વ વાયુરંધ્ર ખોલ-બંધ થવાની ક્રિયામાં મદદ કરે છે ?
ઉત્તર:
(a) વાલ આકારના રક્ષકકોષો દ્વિદળીમાં જોવા મળે છે.

(b) આકૃતિ

  1. માં આવેલ રક્ષકકોષો આક્શન હોય છે, જેના કારણે આકૃતિ
  2. કરતાં આકૃતિ
  3. ના રક્ષકકોષોમાં પાણીનું પ્રમાણ વધુ છે.

(c) K+ આયન : રક્ષકકોષોમાં K+ આયનનું સંકેન્દ્રણ વાયુરંધ્ર ખોલ-બંધ થવાની ક્રિયાનું નિયમન કરે છે.

પ્રશ્ન 25.
યુનિફોર્ટ, સીમપોર્ટ અને એન્ટિપોર્ટની વ્યાખ્યા આપો. આ ક્રિયામાં ઊર્જા જરૂરી છે ?
ઉત્તર:

  • સાનુકૂલિત પ્રસરણમાં કેટલાક વાહક અથવા વહન કરતા પ્રોટીન પ્રસરણની મંજૂરી ત્યારે જ આપે છે કે જ્યારે બે પ્રકારના અણુઓ એકસાથે વહન પામતા હોય, તેને યુગ્મવહન (cotransport) કહે છે.

GSEB Solutions Class 11 Biology Chapter 11 વનસ્પતિઓમાં વહન 16

  • આ ક્રિયામાં ATP સ્વરૂપે શક્તિ વપરાતી નથી.

દીર્ઘ જવાબી પ્રશ્નો (LQ)

પ્રશ્ન 1.
જમીનમાં ખનીજતત્ત્વો પૂરતાં પ્રમાણમાં હોય છે. શું વનસ્પતિ જરૂરિયાતના આધારે જલવાહક સુધી વહન પામતાં દ્રવ્યના પ્રકારોનું નિયમન કરે છે ? કયા અણુઓ તેમાં મદદ કરે છે ? વનસ્પતિ કેવી રીતે જલવાહક સુધી વહન પામતા દ્રવ્યના અણુઓના પ્રકાર અને સંકેન્દ્રણનું નિયમન કરે છે ?
ઉત્તર:
વનસ્પતિ જલવાહક સુધી વહન પામતા દ્રવ્યના અણુઓના પ્રકાર અને સંકેન્દ્રણનું નિયમન કરે છે.

  • અંતઃસ્તરના કોષોના રસસ્તરમાં ઘણા વાહક પ્રોટીન્સ આવેલા હોય છે, જેના દ્વારા વનસ્પતિના જલવાહક સુધી વહન પામતા દ્રવ્યોની માત્રા અને પ્રકારોનું નિયમન કરે છે.
  • મૂળમાં રહેલા ખનીજોની સાપેક્ષમાં જમીનમાં રહેલા ખનીજોનું સંકેન્દ્રણ ઓછું હોય છે. મૂળરોમના કોષોના રસસ્તરમાંથી બધા જ ખનીજતત્ત્વોનું વહન નિષ્ક્રિય વહન દ્વારા થતું નથી.
  • આથી, જલવાહક સુધી ખનીજતત્ત્વોનું વહન નિષ્ક્રિય અને સક્રિય એમ બંને પ્રકારે થાય છે. જલવાહકમાંથી તેમનું ઉપરની તરફનું વહન ખેંચાણબળના કારણે સર્જાતા શોષકદાબ વડે થાય છે.
  • કેટલાંક ખનીજ આયનો જલવાહકમાં સતત વહન પામે છે. જેવા કે,
    1. વનસ્પતિમાં નાઇટ્રોજન NO2 અને NO3 સ્વરૂપે વહન પામે છે, પરંતુ મોટાભાગના નાઇટ્રોજનનું વહન એમિનો એસિડ્યું કે નાઇટ્રોજનયુક્ત કાર્બનિક ઘટકો સ્વરૂપે થાય છે.
    2. સલ્ફર અને ફોસ્ફરસનું વહન ખૂબ જ ઓછા પ્રમાણમાં કાર્બનિક સ્વરૂપે થાય છે.

પ્રશ્ન 2.
વનસ્પતિ હંગામી કરમાશ અને કાયમી કરમાશ દર્શાવે છે. બંને વચ્ચેનો તફાવત દર્શાવો. તેમાંથી કોઈપણ એક જમીનમાં પાણીની સ્થિતિનું સૂચન (નિર્દેશન) કરે છે ?
ઉત્તર:
કરમાશ એ વનસ્પતિના પર્ણો અને અન્ય વનસ્પતિના હવાઈ ભાગોમાં આશૂનતામાં થતો ઘટાડો દર્શાવે છે, જેના કારણે વનસ્પતિના પર્ણો વળી જાય છે કે નીચા પડી જાય છે.

– વનસ્પતિના મૂળ દ્વારા શોષાતા પાણીના પ્રમાણ કરતાં બાષ્પોત્સર્જનનો દર વધુ હોય ત્યારે આવી પરિસ્થિતિ જોવા મળે છે.
GSEB Solutions Class 11 Biology Chapter 11 વનસ્પતિઓમાં વહન 17

પ્રશ્ન 3.
નીચે આપેલ પૈકી કયું પટલ અર્ધપ્રવેશશીલ પટલ (SP) છે, જ્યારે કયું પટલ પસંદગીમાન પ્રવેશશીલ (SL) છે ?
(a) પ્રાણીઓનું મૂત્રાશયનું પટલ
(b) રસસ્તર
(c) રસધાની પટલ (ટોનોપ્લાસ્ટ)
(d) પાર્શમેન્ટ પેપર
(e) ઈંડાનું રસસ્તર
ઉત્તર:
(a) પ્રાણીઓના મૂત્રાશયનું પટલ – અર્ધપ્રવેશશીલ પટલ
(b) રસસ્તર – પસંદગીમાન પ્રવેશશીલ પટલ
(c) રસધાની પટલ – પસંદગીમાન પ્રવેશશીલ પટલ
(d) પાર્શમેન્ટ પેપર – અર્ધપ્રવેશશીલ પટલ
(e) ઈંડાનું રસસ્તર – અર્ધપ્રવેશશીલ પટલ

GSEB Solutions Class 11 Biology Chapter 11 વનસ્પતિઓમાં વહન

પ્રશ્ન 4.
લવણોભિદ વનસ્પતિમાં વાતાવરણના દબાણ કરતાં કોષનું પ્રોસેસ દબાણ (Precell Pressure) આશૂનતા દાબ વધુ હોય છે. આવું કેવી રીતે શક્ય છે. વર્ણવો ?
ઉત્તર:
લવણોભિદ વનસ્પતિના અધિચ્છદીય પેશીમાં ક્ષાર ગ્રંથિઓ આવેલ હોય છે. આ ગ્રંથિઓ વનસ્પતિની પેશીઓમાં રહેલ વધારાના ક્ષારનો નિકાલ કરે છે અને પોતાના અંગોની આકૃતિ અને તેના પર લાગતા વાતાવરણ દબાણનું નિયમન કરે છે.

પ્રશ્ન 5.
પ્રયોગ દરમિયાન બટાટાના છોડને જો રેડિયો એક્ટિવ કાર્બન આપવામાં આવે તો તેની ગાંઠોમાં (tabur) રેડિયો એક્ટિવ કાર્બન જોવા મળે છે. રેડિયો એક્ટિવ કાર્બનના વહનની ક્રિયાને વર્ણવો.
ઉત્તર:
બટાટાનાં છોડમાં થતી પ્રકાશસંશ્લેષણની ક્રિયા દરમિયાન જો તેને રેડિયો એક્ટિવ કાર્બન (C14) આપવામાં આવે, તો C14O2 નું સ્થાપન થઈ રેડિયો એક્ટિવ પ્રકાશસંશ્લેષ્ણીય નીપજ (C614H12O6 (લૂકોઝ) પ્રાપ્ત થાય છે.

  1. આ રેડિયો એક્ટિવ લૂકોઝ સુક્રોઝમાં ફેરવાય છે, જે ત્યારબાદ અન્ય રેડિયો એક્ટિવ શર્કરાના અણુમાં ફેરવાય છે.
  2. આ રેડિયો એક્ટિવ શર્કરાના અણુઓ અન્નવાહક દ્વારા વનસ્પતિના અન્ય ભાગોમાં સ્થળાંતરણ પામે છે.
  3. ઓટો રેડિયોગ્રાફી પદ્ધતિ દ્વારા વનસ્પતિમાં સ્થળાંતરણ પામતા રેડિયો એક્ટિવ કાર્બનના વહનનો માર્ગ, તેના સ્રોત અને સીંકના સ્થાન જાણી શકાય છે.

પ્રશ્ન 6.
પાણીનો અણુ ધ્રુવીય હોય છે. તેનો એક ધ્રુવીય છેડો પાણીના અન્ય અણુના વિરૂદ્ધ વીજભાર ધરાવતા છેડાથી આકર્ષાઈને તેની સાથે જોડાય છે. પાણીના આ ગુણધર્મ (લાક્ષણિકતા)ને પાણીના ઉદ્ઘવહન સાથે કેવી રીતે સાંકળી શકાય? પાણીના અણુઓ વચ્ચે રહેલા હાઇડ્રોબંધના આધારે પાણીના ઉદ્ઘવહનની ક્રિયાને સમજાવો.
ઉત્તર:
ધ્રુવીય સપાટી આગળ પાણીના અણુઓના આકર્ષણને અભિલગ્ન બળ સાથે સરખાવી શકાય છે.

  • પાણીના અણુઓ વચ્ચે લાગતા આકર્ષણ બળ ઉપરાંત તેમની વચ્ચે સંલગ્ન બળ જોવા મળે છે. આકર્ષણ બળ અને સંલગ્ન બળ જેવા બંને બળો જલવાહકમાં પાણીના ઉદ્ઘવહન માટે જવાબદાર છે.
(1) ઊંચી ખેંચાણ ક્ષમતા : જે ગુરૂત્વાકર્ષણની વિરૂદ્ધ દિશામાં પાણીને ઉપર ખેંચવામાં મદદ કરે છે (ખેંચાણ બળ સામે અવરોધનની ક્ષમતા).
(2) ઊંચી કેશાકર્ષણ ક્ષમતા : પાતળી નળી કે સ્તંભમાં પાણીના ઉપર તરફ થતા વહન માટે જવાબદાર છે. ઉદા. તરીકે જલ વાહિની કે જલવાહિની.
  • વાયુમય સ્થિતિ કરતાં પ્રવાહીમય માધ્યમમાં પાણીના અણુઓ વચ્ચે લાગતા હાઇડ્રોજનબંધનું જોડાણ વધુ મજબૂત હોય છે, જે જલવાહકમાં અભિલગ્ન બળનું નિર્માણ કરી પાણીના ઉદ્ઘવહન માટે જવાબદાર છે.

પ્રશ્ન 7.
પ્રયોગમાં દર્શાવેલ સાધનોના આધારે આપેલ પ્રશ્નોના જવાબ આપો.
GSEB Solutions Class 11 Biology Chapter 11 વનસ્પતિઓમાં વહન 18
(a) આ પ્રયોગ શેનું નિર્દેશન કરે છે ?
(b) જો પાણીના સ્તરની જોડે બ્લોવરને મૂકવામાં આવે તો શું થાય ?
(c) જો પર્ણની સપાટી પર ફિનાઈલ મરક્યુરી એસીટેટનો છંટકાવ કરવામાં આવે તો મરક્યુરીની સપાટીમાં ફેરફાર થશે? (ઉપર જશે/નીચે આવશે.)
ઉત્તર:
(a) આ પ્રયોગ સારોહણની ક્રિયાનું નિર્દેશન કરે છે.
(b) જો પાણીના સ્તરમાં સતત વાયુ પસાર કરવામાં આવે તો બાષ્પોત્સર્જનનો દર વધે છે, જેથી પાણીનું સ્તર નીચેની તરફ જાય છે.
(c) જો પર્ણ પણ ફિનાઈલ મરક્યુરી એસટેટનો છંટકાવ કરવામાં આવે તો મરક્યુરીનું સ્તર નીચું જાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *