GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati

Solving these GSEB Std 12 Physics MCQ Gujarati Medium Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ will make you revise all the fundamental concepts which are essential to attempt the exam.

GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati

પ્રશ્ન 1.
A.C. પરિપથમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું સૂત્ર …………………………. છે.
(A) ZL = -jωL
(B) ZL = – \(\frac{j}{\omega \mathrm{L}}\)
(C) ZL = – \(\frac{\omega \mathrm{L}}{j}\)
(D) ZL = ωL
જવાબ
(C) ZL = – \(\frac{\omega \mathrm{L}}{j}\)
ZL = – \(\frac{\omega L}{j}=\frac{j^2 \omega L}{j}\) = jωL [∵ -1 = j2]

પ્રશ્ન 2.
A.C. પરિપથમાં કેપેસિટિવ રિએકટન્સ ………………………. થી મળે છે.
(A) ZC = jωC
(B) ZC = – \(\frac{1}{j \omega \mathrm{C}}\)
(C) ZC = \(\frac{j}{\omega \mathrm{C}}\)
(D) ZC = \(\frac{1}{j \omega C}\)
જવાબ
(D) ZC = \(\frac{1}{j \omega C}\)
ZC = – \(\frac{j}{\omega \mathrm{C}}\)
∴ ZC = \(\frac{-j^2}{j \omega \mathrm{C}}\) [∵ j વડે ગુણીને ભાગતાં]
∴ ZC = \(\frac{-1(-1)}{j \omega C}=\frac{1}{j \omega C}\)

પ્રશ્ન 3.
કૅપેસિટિવ રિએકટન્સનું મૂલ્ય …………………………….. વડે આપવામાં આવે છે.
(A) XC = – \(\frac{1}{\omega \mathrm{C}}\)
(B) XC = \(\frac{1}{\omega \mathrm{C}}\)
(C) XC = – \(\frac{j}{\omega \mathrm{C}}\)
(D) XC = \(\frac{1}{\sqrt{\omega C}}\)
જવાબ
(B) XC = \(\frac{1}{\omega \mathrm{C}}\)

પ્રશ્ન 4.
L – C – R શ્રેણી પરિપથનો ઇમ્પિડન્સ …………………. સંખ્યા છે અને તેને …………………. વડે દર્શાવાય છે.
(A) વાસ્તવિક, R + j (ZL + ZC)
(B) સંકર, R + j (XL – XC)
(C) સંકર, R + j (ZL + ZC)
(D) સંકર, \(\sqrt{\mathrm{R}^2+\left(\mathrm{X}_{\mathrm{L}}-\mathrm{X}_{\mathrm{C}}\right)^2}\)
જવાબ
(B) સંકર, R + j (XL – XC)
Z = R + ZL + ZC
= R + jωL – \(\frac{j}{\omega \mathrm{C}}\)
= R + j (ωL – \(\frac{1}{\omega C}\))
∴ Z = R + j (XL – XC) જે સંકર સંખ્યા છે.

પ્રશ્ન 5.
યાંત્રિક અને વિધુતરાશિઓની સમતુલ્યતાને ધ્યાનમાં લેતાં બળઅચળાંકને સમતુલ્ય વિધુતરાશિ ………………….. છે. (માર્ચ – 2020)
(A) અવરોધ
(B) ઇન્ડક્ટન્સ
(C) કૅપેસિટન્સ
(D) કૅપેસિટન્સનું વ્યસ્ત
જવાબ
(D) કેપેસિટન્સનું વ્યસ્ત

GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati

પ્રશ્ન 6.
ન્યૂટનના
નિયમમાં આવતા સ્થાનાંતરને સમતુલ્ય ભૌતિકરાશિ, વિદ્યુતશાસ્ત્રમાં ……………………..
(A) વિદ્યુતચાલકબળ
(B) પ્રવાહ
(C) વિદ્યુતભાર
(D) વિદ્યુતભારના ફેરફારનો દર
જવાબ
(C) વિધુતભાર
\(\frac{d^2 y}{d t^2}\) સ.આ.ગ.ના વિકલ સમી.ના પદને અનુરૂપ પદ \(\frac{d^2 \mathrm{Q}}{d t^2}\) હોવાથી સ્થાનાંતરને અનુરૂપ ભૌતિકરાશિ Q છે.

પ્રશ્ન 7.
નીચે આપેલ વિધુતરાશિ અને યાંત્રિક રાશિઓમાંથી ……………………. સમતુલ્ય છે.
(A) પ્રવાહ → વેગ
(B) પ્રવાહ → પ્રવેગ
(C) પ્રવાહ → સ્થાનાંતર
(D) ઉપરનામાંથી એક પણ નહીં
જવાબ
(A) પ્રવાહ → વેગ

પ્રશ્ન 8.
નીચે આપેલ વિધુતરાશિ અને યાંત્રિક રાશિઓમાંથી …………………… સમતુલ્ય છે.
(A) વિદ્યુતભાર → જડત્વની ચાકમાત્રા, ઇન્ડકટન્સ → ઘર્ષણાંક
(B) વિદ્યુતભાર → સ્થાનાંતર, ઇન્ડકટન્સ → દળ
(C) વિદ્યુતભાર → વેગ, ઇન્ડકટન્સ → ટૉર્ક
(D) વિદ્યુતભાર → ઘર્ષણબળ, ઇન્ડકટન્સ → વેગ
જવાબ
(B) વિધુતભાર → સ્થાનાંતર, ઇન્ડકટન્સ → દળ

પ્રશ્ન 9.
D.C. પરિપથમાં ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ …………………… છે.
(A) શૂન્ય
(B) jωL
(C) \(\frac{\mathrm{j}}{\omega \mathrm{L}}\)
(D) અનંત
જવાબ
(A) શૂન્ય
XL = ωL માં D.C. પરિપથમાં ω = 0 ∴ XL = 0

પ્રશ્ન 10.
L-C-R (AC) શ્રેણી-પરિપથમાં ઇમ્પિડન્સ ન્યૂનતમ ક્યારે બને છે ?
(A) જ્યારે અવરોધ શૂન્ય હોય ત્યારે
(B) જ્યારે ઇમ્પિડન્સનું મૂલ્ય શૂન્ય થાય ત્યારે
(C) જ્યારે વિદ્યુતપ્રવાહનું મૂલ્ય શૂન્ય થાય ત્યારે
(D) જ્યારે ઇમ્પિડન્સનો કાલ્પનિક ભાગ શૂન્ય થાય ત્યારે
જવાબ
(D) જ્યારે ઇમ્પિડન્સનો કાલ્પનિક ભાગ શૂન્ય થાય ત્યારે
Z = R + j (ωL – \(\frac{1}{\omega C}\)) માં ωL – \(\frac{1}{\omega C}\) શૂન્ય થાય ત્યારે Z = R જે ન્યૂનતમ થાય. અહીં j (ωL – \(\frac{1}{\omega C}\))એ ઇમ્પિડન્સનો કાલ્પનિક ભાગ છે.

GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati

પ્રશ્ન 11.
L-C-R (AC) શ્રેણી-પરિપથમાં Q – ફેક્ટરનું મૂલ્ય ………………………
(A) લગાડેલ AC વોલ્ટેજની આવૃત્તિ પર આધાર રાખે છે.
(B) L, R અને C એમ ત્રણેયનાં મૂલ્યો ૫૨ આધાર રાખે છે.
(C) માત્ર L અને C નાં મૂલ્યો પર આધાર રાખે છે.
(D) પાવર ફૅક્ટર પર આધાર રાખે અને ન પણ રાખે.
જવાબ
(B) L, R અને C એમ ત્રણેયનાં મૂલ્યો પર આધાર રાખે છે.
Q ફૅકટર = \(\frac{1}{\mathrm{R}} \sqrt{\frac{\mathrm{L}}{\mathrm{C}}}\) પરથી.

પ્રશ્ન 12.
તત્કાલીન AC પ્રવાહ I = 100 cos (200t + 45°)A માટે પ્રવાહનું rms મૂલ્ય કેટલું થાય ?
(A) 50√2A
(B) 100 A
(C) 100√2A
(D) શૂન્ય
જવાબ
(A) 50√2A
I = 100 cos (200t + 45°) ને I = Im cos (200t + 45°)
સાથે સરખાવતાં,
∴ Im = 100A
∴ Irms = \(\frac{\mathrm{I}_m}{\sqrt{2}}=\frac{100}{\sqrt{2}}=\frac{100 \times \sqrt{2}}{2}\) = 50√2A

પ્રશ્ન 13.
R અવરોધવાળી અને L ઇન્ડકટન્સવાળી એક કોઇલ V વોલ્ટના A.C. ઉદ્ગમ સાથે જોડી છે. જો ઉદ્ગમની કોણીય આવૃત્તિ ω rads-1 હોય, તો પરિપથમાં પ્રવાહ
………………….
(A) \(\frac{\mathrm{V}}{\mathrm{R}}\)
(B) \(\frac{\mathrm{V}}{\mathrm{L}}\)
(C) \(\frac{\mathrm{V}}{\mathrm{R}+\mathrm{L}}\)
(D) \(\frac{\mathrm{V}}{\sqrt{\mathrm{R}^2+\omega^2 \mathrm{~L}^2}}\)
જવાબ
(D) \(\frac{\mathrm{V}}{\sqrt{\mathrm{R}^2+\omega^2 \mathrm{~L}^2}}\)
I = \(\frac{\mathrm{V}}{|Z|}\) પણ | Z | = \(\sqrt{\mathrm{R}^2+\omega^2 \mathrm{~L}^2}\)
∴ I = \(\frac{\mathrm{V}}{\sqrt{\mathrm{R}^2+\omega^2 \mathrm{~L}^2}}\)

પ્રશ્ન 14.
એક ઇન્ડક્ટર (ઇન્ડકટન્સ, L henry) ને V = V0 sin@t(V) ના A.C. ઉદ્ગમ સાથે જોડેલ છે, તો
ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ I = ……………………. A.
(A) \(\frac{\mathrm{V}_0}{\omega \mathrm{L}}\)sin(ωt + \(\frac{\pi}{2}\))
(B) \(\frac{\mathrm{V}_0}{\omega \mathrm{L}}\)sin(ωt – \(\frac{\pi}{2}\))
(C) V0ωL sin(ωt – \(\frac{\pi}{2}\)
(D) \(\frac{\mathrm{V}_0}{\omega \mathrm{L}}\)sin(ωt + \(\frac{\pi}{2}\))
જવાબ
(B) \(\frac{\mathrm{V}_0}{\omega \mathrm{L}}\)sin(ωt – \(\frac{\pi}{2}\))
tanδ = \(\frac{\omega L}{R}\) માં R = 0 હોવાથી tand = અનંત
δ = \(\frac{\pi}{2}\)
તેથી I = \(\frac{\mathrm{V}}{|\mathrm{Z}|}\) sin(ωt – δ) પરથી,
I = \(\frac{\mathrm{V}_0}{\omega \mathrm{L}}\) sin (ωt – \(\frac{\pi}{2}\)) એમ્પિયર

પ્રશ્ન 15.
L-C-R પરિપથમાં A.C. પ્રાપ્તિસ્થાનની કોણીય આવૃત્તિ ઘટાડતાં કેપેસિટિવ રિએક્ટન્સ ………………….. અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ………………….
(A) વધે, ઘટે
(B) વધે, વધે
(C) ઘટે, વધે
(D) ઘટે, ઘટે
જવાબ
(A) વધે, ઘટે

પ્રશ્ન 16.
L-C-R પરિપથમાં A.C. પ્રાપ્તિસ્થાનની કોણીય આવૃત્તિ વધારતાં કેપેસિટિવ રિએક્ટન્સ ……………………… અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ……………………
(A) વધે, ઘટે
(B) વધે, વધે
(C) ઘટે, વધે
(D) ઘટે, ઘટે
જવાબ
(C) ઘટે, વધે

GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati

પ્રશ્ન 17.
ઊંચી આવૃત્તિએ ઉપયોગમાં લીધેલ કેપેસિટર માટે રિએક્ટન્સ હોય ……………………….. છે.
(A) ઊંચો
(B) શૂન્ય
(C) નીચો
(D) અનંત
જવાબ
(C) નીચો

પ્રશ્ન 18.
L-C-R એ.સી. પરિપથમાં L અને C એ.સી. પ્રવાહને જે અવરોધ આપે છે તેને ………………………. કહે છે.
(A) અવરોધ
(B) કુલ અવરોધ
(C) રિઍક્ટન્સ
(D) ઇમ્પિડન્સ
જવાબ
(D) ઇમ્પિડન્સ

પ્રશ્ન 19.
L-C-R એ.સી. શ્રેણી પરિપથમાં ઇમ્પિડન્સનું ……………………. સૂત્ર નથી.
(A) Z = R + ZL + ZC
(B) Z = R + j(ωL – \(\frac{1}{\omega \mathrm{C}}\))
(C) Z = R + j(XL – XC
(D) Z = \(\sqrt{\mathrm{R}^2\left(\omega \mathrm{L}-\frac{1}{\omega \mathrm{C}}\right)^2}\)
જવાબ
(D) Z = \(\sqrt{\mathrm{R}^2\left(\omega \mathrm{L}-\frac{1}{\omega \mathrm{C}}\right)^2}\)

પ્રશ્ન 20.
L-C-R શ્રેણી પરિપથમાં ઇમ્પિડન્સનું મૂલ્ય …………………….. છે.
(A) |Z| = \(\sqrt{\mathrm{R}^2+\left(\mathrm{X}_{\mathrm{L}}-\mathrm{X}_{\mathrm{C}}\right)^2}\)
(B) Z = R + jωL – \(\frac{\mathrm{j}}{\omega \mathrm{C}}\)
(C) Z = R + j(XL – XC)
(D) |Z| = \(\sqrt{\left(\omega \mathrm{L}-\frac{1}{\omega \mathrm{C}}\right)^2}\)
જવાબ
(A) |Z| = \(\sqrt{\mathrm{R}^2+\left(\mathrm{X}_{\mathrm{L}}-\mathrm{X}_{\mathrm{C}}\right)^2}\)

પ્રશ્ન 21.
R-L એ.સી. શ્રેણીમાં હોય તેવા પરિપથ માટે ઇમ્પિડન્સનું મૂલ્ય = …………………..
(A) \(\sqrt{\mathrm{X}_{\mathrm{L}}-\mathrm{X}_{\mathrm{C}}}\)
(B) XL – XC
(C) \(\sqrt{\mathrm{X}_{\mathrm{L}}^2-\mathrm{X}_{\mathrm{C}}^2}\)
(D) \(\sqrt{\left(\mathrm{X}_{\mathrm{L}}+\mathrm{X}_{\mathrm{C}}\right)}\)
જવાબ
(B) XL – XC

GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati

પ્રશ્ન 22.
એ.સી. વોલ્ટેજનું rms મૂલ્ય એટલે …………………
(A) એક આવર્તકાળ પરના વોલ્ટેજનું સરેરાશ મૂલ્ય.
(B) એક આવર્તકાળ પરના વોલ્ટેજના વર્ગનું સરેરાશ મૂલ્યનું વર્ગમૂળ.
(C) એક આવર્તકાળ પરના વોલ્ટેજના વર્ગનું સરેરાશ મૂલ્ય.
(D) એક સેકન્ડ દરમિયાનના વોલ્ટેજના વર્ગનું સરેરાશ મૂલ્ય.
જવાબ
(B) એક આવર્તકાળ પરના વોલ્ટેજના વગનું સરેરાશ મૂલ્યનું વર્ગમૂળ.

પ્રશ્ન 23.
એ.સી. એમીટર માપે ………………….. છે.
(A) એક આવર્તકાળ પરના પ્રવાહનું સરેરાશ મૂલ્ય
(B) એક આવર્તકાળ પરના પ્રવાહના વર્ગનું સરેરાશ મૂલ્ય
(C) એક આવર્તકાળ પરના પ્રવાહના વર્ગના સરેરાશ મૂલ્યનું વર્ગમૂળ
(D) એક સેકન્ડ દરમિયાનના પ્રવાહના વર્ગના સરેરાશનું વર્ગમૂળ
જવાબ
(C) એક આવર્તકાળ પરના પ્રવાહના વર્ગના સરેરાશ મૂલ્યનું વર્ગમૂળ

પ્રશ્ન 24.
એ.સી.ની કઈ આવૃત્તિ માટે 1 હેન્રીના ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ 1000 Ω થાય ?
(A) 2000π Hz
(B) \(\frac{500}{\pi}\)Hz
(C) 159.2 Hz
(D) 100π Hz
જવાબ
(C) 159.2 Hz

પ્રશ્ન 25.
અવરોધ R = 100 Ω અને ઇન્ડક્ટર L = 2H ના શ્રેણી જોડાણ ધરાવતા પરિપથમાંથી \(\frac {25}{11}\)Hz આવૃત્તિવાળો પ્રવાહ પસાર થાય છે, તો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત ……………………
(A) 90°
(B) 60°
(C) 45°
(D) 30°
જવાબ
(C) 45°
V અને I વચ્ચેનો કળા તફાવત 8 હોય તો,
tanδ = \(\frac{\omega \mathrm{L}}{\mathrm{R}}=\frac{2 \pi v \mathrm{~L}}{\mathrm{R}}\)
= \(\frac{2 \pi \times \frac{25}{\pi} \times 2}{100}=\frac{100}{100}\)
tanδ = 1 ∴ δ = 45°

પ્રશ્ન 26.
12 Ω અવરોધમાંથી 10 A નો rms પ્રવાહ વહેતો હોય, તો અવરોધના બે છેડા વચ્ચેના મહત્તમ વોલ્ટેજ ……………………….
(A) 20 V
(B) 90 V
(C) 169.68 V
(D) 120 V
aio
(C) 169.68 V
Im = √2 Irms
= 1.414 × 10 = 14.14 A
∴ મહત્તમ વોલ્ટેજ Vm = ImR
= 14.14 × 12 = 169.68 V

GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati

પ્રશ્ન 27.
100√2 sin(100t)V ન 1μF ના કેપેસિટર સાથે જોડેલ છે, તો ઍમીટરનું અવલોકન ………………….. mA.
(A) 10
(B) 20
(C) 40
(D) 80
જવાબ
(A) 10
ઍમિટર Irms દર્શાવે
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 1

પ્રશ્ન 28.
ωC નો એકમ ……………………
(A) H
(Β) Ω
(C) Ʊ
(D) ફેરેડે
જવાબ
(C) Ʊ
XC = \(\frac{1}{\omega C}\) માં X નો એકમ Ω
∴ ωC = \(\frac{1}{\mathrm{X}_{\mathrm{C}}}\) ∴ ωC નો એકમ = \(\frac{1}{\Omega}\) = Ʊ

પ્રશ્ન 29.
V = 220sin(100πt) ના વોલ્ટેજ સાથે 20 Ω નો અવરોધ જોડેલો છે. પ્રવાહના મહત્તમ મૂલ્યથી તેના rms મૂલ્ય સુધી ફેરફાર કરવા માટે જરૂરી સમય …………………
(A) 0.2 s
(B) 0.25 s
(C) 25 × 10-3 s
(D) 2.5 × 10-3 s
જવાબ
(D) 2.5 × 10-3 s
V = V0sin(100лt)
∴ I = I0sin(100лt) અહીં δ = 0
∴ \(\frac{\mathrm{I}_0}{\sqrt{2}}\) = I0sin(100лt), \(\frac{1}{\sqrt{2}}\) = sin(100лt)
∴ 100лt = \(\frac{\pi}{4}\)
∴ t = \(\frac {1}{400}\) = 0.0025 ∴ t = 2.5 × 10-3 s

પ્રશ્ન 30.
નીચે બે રિએક્ટિવ ઇમ્પિડન્સ X1 અને X2 તથા A.C. emf ની આવૃત્તિ v ના બે આલેખ દર્શાવલ છે, તો તેના પરથી કહી શકાય કે ………………………. ના આલેખો છે.
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 2
(A) (1) ઇન્ડક્ટર અને (2) કૅપેસિટર
(B) (1) કૅપેસિટર અને (2) ઇન્ડક્ટર
(C) (1) અવરોધ અને (2) કૅપેસિટર
(D) (1) ઇન્ડક્ટર અને (2) અવરોધ
જવાબ
(B) (1) કૅપેસિટર અને (2) ઇન્ડક્ટર
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 3

પ્રશ્ન 31.
D.C. વોલ્ટેજ માટે ગૂંચળાનો અવરોધ ઓમ એકમમાં માપી શકાય છે, તો A.C. વોલ્ટેજમાં ગૂંચળાનો અવરોધ …………………….
(A) તેનો તે જ રહેશે.
(C) ઘટશે.
(B) વધશે.
(D) શૂન્ય થશે.
જવાબ
(B) વધશે.
A.C. સપ્લાયમાં ગૂંચળાનો અવરોધ ઇન્ડક્ટિવ રિઍક્ટન્સ છે. XL તેથી ωL માં ω એ A.C. ની કોણીય આવૃત્તિ હોવાથી અવરોધ વધશે.

પ્રશ્ન 32.
1 mH આત્મપ્રેરકત્વ ધરાવતી કોઇલને A.C. પરિપથમાં જોડતાં તેનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ 1Ω મળે છે, તો A.C. ઉદ્ગમની કોણીય આવૃત્તિ કેટલા રેડિ/સેકન્ડ મળે ?
(A) 103
(B) 10
(C) 10-3
(D) 1
જવાબ
(A) 103
XL = ωL
∴ ω = \(\frac{X_L}{L}=\frac{1}{10^{-3}}\) = 103 rad/s

GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati

પ્રશ્ન 33.
8Ω રિએક્ટન્સ અને 6Ω ના અવરોધવાળા ગૂંચળાને ડી.સી. પરિપથમાં જોડતાં પરિપથનો અસરકારક અવરોધ ……………………
(A) \(\frac {24}{7}\)Ω
(B) 6Ω
(C) 8Ω
(D) 14Ω
જવાબ
(B) 6Ω
D.C. પરિપથમાં ગૂંચળાનો રિઍક્ટન્સ શૂન્ય હોય છે તેથી પરિપથનો અસરકારક અવરોધ 6Ω.

પ્રશ્ન 34.
એક \(\frac{400}{\pi}\) Hz આવૃત્તિવાળા A.C. પરિપથમાં CμF તથા કેપેસિટન્સનું રિએક્ટન્સ 25 0 હોય, તો C નું મૂલ્ય …………………
(A) 25 μF
(B) 50 μF
(C) 400 μF
(D) 100 μF
જવાબ
(B) 50 μF
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 4

પ્રશ્ન 35.
L-C-R પરિપથમાં R = √7Ω, XL = 11Ω અને XC = 8Ω હોય તો પરિપથના ઇમ્પિડન્સનું મૂલ્ય ……………………
(A) 4Ω
(B) 3Ω
(C) 9Ω
(D) 3√7Ω
જવાબ
(A) 4Ω
|Z| = \(\sqrt{\mathrm{R}^2+\left(\mathrm{X}_{\mathrm{L}}-\mathrm{X}_{\mathrm{C}}\right)^2}\)
= \(\sqrt{(\sqrt{7})^2+(11-8)^2}\)
= \(\sqrt{7+9}\)
= \(\sqrt{16}\) = 4

પ્રશ્ન 36.
200 Ω અવરોધ અને 1H આત્મપ્રેરકત્વવાળી કૉઇલને \(\frac{200}{\pi}\) Hz આવૃત્તિવાળા A.C. ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે. વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત ……………….
(A) 30°
(B) 63°
(C) 45°
(D) 75°
જવાબ
(B) 63°
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 5
= tan-1 [2]
∴ δ = 63°

પ્રશ્ન 37.
આપણા ઘરોમાં આવતાં A.C. વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય તેનાં rms મૂલ્ય કરતાં …………………….. % વધારે હોય.
(A) 1.414
(B) 4.14
(C) 14.14
(D) 41.4
જવાબ
(D) 41.4
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 6
= 41.4 %

પ્રશ્ન 38.
A.C. વોલ્ટેજનું અર્ધઆવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય અને વોલ્ટેજના rms મૂલ્યનો ગુણોત્તર ……………………….. છે.
(A) √2 : 1
(B) √2 : π
(С) 2 : π
(D) 2√2 : π
જવાબ
(D) 2√2 : π
A.C. જેટલું વોલ્ટેજનું અર્ધઆવર્તકાળ પરનું
સરેરાશ મૂલ્ય = \(\frac{2 \mathrm{~V}_0}{\pi}\) અને rms મૂલ્ય = \(\frac{V_0}{\sqrt{2}}\)
∴ ગુણોત્તર = \(\frac{\langle\mathrm{V}\rangle}{\mathrm{V}_{\mathrm{rms}}}=\frac{2 \mathrm{~V}_0}{\pi} \times \frac{\sqrt{2}}{\mathrm{~V}_0}=\frac{2 \sqrt{2}}{\pi}\)

GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati

પ્રશ્ન 39.
V = 400 sin (500ωt)V વડે અપાતો એક ઑલ્ટરનેટિંગ વોલ્ટેજ, 0.2 kΩ ના અવરોધને આપવામાં આવ્યો છે, તો પ્રવાહનું rms મૂલ્ય ……………………
(A) 14.14 A
(B) 1.414 A
(C) 0.1414 A
(D) 2 A
જવાબ
(B) 1.414 A
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 7

પ્રશ્ન 40.
50 W ના એક બલ્બને 220 V ના સપ્લાય સાથે જોડવામાં આવે છે, તો બલ્બમાંથી પસાર થતા પ્રવાહનું rms મૂલ્ય …………………….. હોય.
(A) 0.127 A
(B) 0.227 A
(D) 0.427 A
(C) 0.327 A
જવાબ
(B) 0.227 A
R = \(\frac{\mathrm{V}^2}{\mathrm{P}}=\frac{220 \times 220}{50}\) = 968 Ω
તમા Irms \(\frac{\mathrm{V}_{\mathrm{rms}}}{\mathrm{R}}=\frac{220}{968}[latex] = 0.227 A

પ્રશ્ન 41.
Irms = ………………….. Im
(A) 200%
(B) 50%
(C) 70.71%
(D) 67.8%
જવાબ
(C) 70.71%
Irms = [latex]\frac{\mathrm{I}_{\mathrm{m}}}{\sqrt{2}}\) = 0.7071 Im = 70.71 Im%

પ્રશ્ન 42.
સામાન્ય રીતે A.C. પરિપથમાં પ્રવાહ ……………………
(A) નું સરેરાશ મૂલ્ય શૂન્ય છે.
(B) નું સરેરાશ વર્ગિત મૂલ્ય શૂન્ય હોય.
(C) નો સરેરાશ પાવર શૂન્ય હોય.
(D) અને વોલ્ટેજનો કળા તફાવત શૂન્ય થાય.
જવાબ
(A) નું સરેરાશ મૂલ્ય શૂન્ય છે.

પ્રશ્ન 43.
50 Hz ની આવૃત્તિવાળા A.C. પરિપથ માટે ઈન્ડકટરનો રિએકટન્સ 10 Ω છે. તો 200 Hz આવૃત્તિ માટે તેનો રિએકટન્સ …………………………. Ω થાય.
(A) 2.5
(B) 40
(C) 20
(D) 10
જવાબ
(B) 40
ઇન્ડકટરનો રિઍક્ટન્સ = ωL
∴ 10 = 2πv1L
∴ L = \(\frac{10}{2 \times \pi \times 50}=\frac{1}{10 \pi}\)
નવો રિઍકટન્સ = 2πv2 L = 2π × 200 × \(\frac{1}{10 \pi}\) = 40 Ω

પ્રશ્ન 44.
કેપેસિટરનો રિએકટન્સ X છે. જો કેપેસિટન્સ અને આવૃત્તિનાં મૂલ્યો બમણાં કરીએ તો રિઍકટન્સ કેટલો મળે ?
(A) 4 X
(B) \(\frac{X}{2}\)
(C) \(\frac{X}{4}\)
(D) 2 X
જવાબ
(C) \(\frac{X}{4}\)
X = \(\frac{1}{2 \pi v C}\)
આવૃત્તિ અને કૅપેસિટન્સના મૂલ્યો બમણાં કરતાં,
X’ = \(\frac{1}{2 \pi(2 v)(2 C)}\)
X’ = \(\frac{1}{4(2 \pi v C)}\)
X’ = \(\frac{X}{4}\)

GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati

પ્રશ્ન 45.
શુદ્ધ કેપેસિટરને A.C. ઉદ્ગમ સાથે જોડવામાં આવે તો રિએક્ટન્સ 10 Ω મળે. જો ઉદ્ગમની આવૃત્તિ બમણી કરવામાં આવે તો રિએક્ટન્સ …………………… Ω મળે.
(A) 0.5
(B) 1.0
(C) 5.0
(D) 10
જવાબ
(C) 5.0
કૅપેસિટિવ રિઍક્ટન્સ,
XC = \(\frac{1}{2 \pi n C}\)
∴ XC ∝ \(\frac{1}{v}\)
\(\frac{X_C^{\prime}}{X_C}=\frac{v}{v^{\prime}}=\frac{1}{2}\) ∴ X’C \(\frac {10}{2}\) = 5Ω

પ્રશ્ન 46.
π√3Ω ના અવરોધ સાથે કેટલા હેન્રીનું ગૂંચળું જોડવું જોઈએ કે જેથી 50 Hz ની આવૃત્તિએ emf અને પ્રવાહની કળાનો તફાવત 30° મળે ?
(A) 0.5 H
(B) 0.03 H
(C) 0.05 H
(D) 0.01 H
જવાબ
(D) 0.01 H
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 8

પ્રશ્ન 47.
આદર્શ અવરોધ 12 Ω સાથે આદર્શ 0.02 H નું ઇન્ડક્ટર શ્રેણીમાં જોડીને તેને 130 V, 40 Hz ના A.C. સપ્લાય સાથે જોડેલ છે, તો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત ………………..
(A) શૂન્ય જવાબ
(B) 11°43′
(C) 22°43′
(D) 33° 43′
જવાબ
(C) 22° 43′
tan δ = \(\frac{\omega L}{R}=\frac{2 \pi \nu L}{R}\)
tan δ = \(\frac{2 \times 3.14 \times 40 \times 0.02}{12}\)
= \(\frac{5.024}{12}\) = 0.418666 ≈ 0.4187 ∴ δ = 22° 43′

પ્રશ્ન 48.
A.C. પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહનો કળા તફાવત \(\frac{\pi}{4}\) છે. જો આવૃત્તિ 50 Hz હોય તો આ કળા તફાવતને સમતુલ્ય સમય તફાવત ………………………. છે.
(A) 0.02 s
(B) 0.25 s
(C) 2.5 ms
(D) 25 ms
જવાબ
(C) 2.5 ms
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 9

પ્રશ્ન 49.
L-R શ્રેણી પરિપથને 12 V, 50 Hz નો A.C. સપ્લાય લાગુ પાડતાં પરિપથમાં 0.5 A પ્રવાહ વહે છે. જો પ્રવાહ અને વોલ્ટેજની કળાનો તફાવત \(\frac{\pi}{3}\) rad હોય, તો અવરોધ R નું મૂલ્ય ……………………
(A) 24 Ω
(B) 12 Ω
(C) 10 Ω
(D) 6 Ω
જવાબ
(B) 12 Ω
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 10

પ્રશ્ન 50.
50 µ F ના કેપેસિટરને 50 rad/s ની કોણીય આવૃત્તિ અને 220 V ના સપ્લાય સાથે જોડેલ છે, તો પરિપથમાં પ્રવાહના rms મૂલ્ય …………………… (DCE – 2004)
(A) 0.45 A
(B) 0.50 A
(C) 0.55 A
(D) 0.60 A
જવાબ
(C) 0.55 A
Irms = \(\frac{\mathrm{V}_{\mathrm{rms}}}{\mathrm{X}_{\mathrm{C}}}=\frac{\mathrm{V}_{\mathrm{rms}}}{1 / \omega \mathrm{C}}\) = ωCVrms
∴ Irms 50 × 50 × 10-6 × 220 = 0.55 A

GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati

પ્રશ્ન 51.
V = (8 sinωt + 6 sin2ωt) V હોય તો વોલ્ટેજનું rms મૂલ્ય …………………………… છે.
(A) O V
(B) 5.65 V
(C) 7.07 V
(D) 50 V
જવાબ
(C) 7.07 V
V = (8 sinωt + 6 sin2ωt)
∴ V2 = 64sin2ωt + 96sinωt . sin2ωt + 36sin22ωt
∴ <V2> = <64sin2ωt> + <96sinωt sin2ωt> + 36 <sin2ωt>
એક આવર્તકાળ પર સરેરાશ મૂલ્યો,
<sin2ωt> = \(\frac {1}{2}\)
<sin2ωt> = \(\frac {1}{2}\)
<sinωt . sin2ωt>= 0
∴ <V2> = 64 × \(\frac {1}{2}\) + 96 × 0 + 36 × \(\frac {1}{2}\)
∴ <V2> = 32 + 18. ∴ <V2> = 50
∴ Vrms = \(\sqrt{\left\langle\mathrm{V}^2\right\rangle}=\sqrt{50}\) = 7.07 V

પ્રશ્ન 52.
નીચેના પરિપથ માટે ફ્રેઝર ડાયાગ્રામ ……………………….. છે.
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 11
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 12
જવાબ
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 13

  • અહીં R અને C શ્રેણીમાં છે. તેથી બંનેમાં સરખો પ્રવાહ વહે અને તેમની કળા સમાન હોય. આથી I અને VRના ફેઝર X-અક્ષ પર મળે. કારણ કે જો પિથનો મહત્તમ પ્રવાહ Im હોય તો VR = ImR તથા VR અને I સમાન કળામાં છે. તેથી
    તે બંનેના ફેઝર X – અક્ષ પર મળે.
  • હવે VC = ImXC છે પણ કૅપેસિટરમાં વોલ્ટેજ, પ્રવાહ કરતાં \(\frac{\pi}{2}\) જેટલો કળામાં પાછળ છે. તેથી VC ને ઋણ Y – દિશામાં દોરવા પડે.

પ્રશ્ન 53.
આકૃતિમાં દર્શાવલ પરિપથ માટે ફેઝર ડાયાગ્રામ …………………………… છે.
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 14
જવાબ
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 15

  • L અને C શ્રેણીમાં છે, તેથી પ્રવાહ સમાન છે. તેથી પ્રવાહનો ફેઝર X – અક્ષ પર છે.
  • ઇન્ડક્ટરમાં વોલ્ટેજ VL એ પ્રવાહ I કરતાં કેળામાં \(\frac{\pi}{2}\) જેટલો આગળ છે. તેથી VL ને ધન Y – અક્ષ ૫૨ દોરેલ છે અને કૅપેસિટરમાં વોલ્ટેજ VC એ પ્રવાહ I કરતાં કળામાં \(\frac{\pi}{2}\) જેટલો પાછળ છે, તેથી VC ને ઋણ Y – અક્ષ પર દોરેલ છે.

પ્રશ્ન 54.
આપેલ પરિપથ માટે ફેઝર ડાયાગ્રામ ………………… છે.
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 16
જવાબ
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 17
અહીં R અને L સમાંતરમાં હોવાથી વોલ્ટેજ સમાન, તેથી વોલ્ટેજ V ને ધન X-અક્ષ પર લીધેલ છે.
ઇન્ડક્ટરમાં પ્રવાહ \(\frac{\pi}{2}\) જેટલો પાછળ હોય છે. તેથી તેને ઋણ Y – અક્ષ પર લેવામાં આવે છે અને અવરોધમાં પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં હોવાથી IR ને ધન X – અક્ષ પર લીધેલ છે.

પ્રશ્ન 55.
220 V A.C. સપ્લાય L – R શ્રેણી સરકીટને લાગુ પાડતા ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વિધુત સ્થિતિમાન 176V હોય તો અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન ………………..
(A) 44 V
(B) 110V
(C) 132 V
(D) 220 V
જવાબ
(C) 132 V
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 18
= 48400 – 30936 = 17424 ∴ VR = 132V

પ્રશ્ન 56.
એક L.C.R. પરિપથમાં અવરોધ ઇન્ડક્ટર અને કેપેસિટરને સમાંતર વિધુત સ્થિતિમાનનો તફાવત અનુક્રમે 70 V, 90 V અને 65 V હોય તો A.C. સપ્લાયના વોલ્ટેજ …………………
(A) 225 V
(B) 95 V
(C) 85 V
(D)74.3V
જવાબ
(D) 74.3V
VR = 70 V, VL = 90 V, VC = 65 V
V2 = \(\mathrm{V}_{\mathrm{R}}^2\) + (VL – VC)2
V = \(\sqrt{(70)^2+(90-65)^2}\)
= \(\sqrt{(70)^2+(25)^2}=\sqrt{4900+625}\) = \(\sqrt{5525}\)
= 74.3V

GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati

પ્રશ્ન 57.
R અવરોધવાળી અને L ઇન્ડક્ટન્સ ધરાવતી એક કોઇલને E વોલ્ટ ધરાવતી બેટરી સાથે જોડેલ છે. કૉઇલમાંથી પસાર થતો પ્રવાહ ……………………..
(A) \(\frac{E}{R}\)
(B) \(\frac{R}{E}\)
(C) \(\sqrt{\frac{E}{R^2+L^2}}\)
(D) \(\sqrt{\frac{E L}{R^2+L^2}}\)
જવાબ
(A) \(\frac{E}{R}\)
પરિપથમાં E વોલ્ટનું D.C. emf લાગુ પાડેલ છે, તેથી ω = 0 હોવાથી XL = ωL = 0. તેથી ઇન્ડક્ટર વાહક તરીકે વર્તે.
∴ પરિપથનો ઇન્ડક્ટન્સ |Z| = R
∴ I = \(\frac{E}{|Z|}\) ∴ I = \(\frac{E}{R}\)

પ્રશ્ન 58.
આપેલ પરિપથમાં V = 5V, VL = 3V હોય, તો VR = …………………..
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 19
(A) 0 V
(B) 2 V
(C) 3 V
(D) 4V
જવાબ
(D) 4 V
V2 = \(\mathrm{V}_{\mathrm{R}}^2+\mathrm{V}_{\mathrm{L}}^2\)
∴ \(\mathrm{v}_{\mathrm{R}}^2\) = V2 = \(\mathrm{v}_{\mathrm{L}}^2\) = (5)2 – (3)2 = 25 – 9 = 16
∴ VR = 4V

પ્રશ્ન 59.
નીચેના પરિપથમાં L-C-R, A.C. શ્રેણી પરિપથમાં V1, V2 અને V3 અનુક્રમે L, C અને R સાથે જોડેલાં વોલ્ટમીટરો છે અને પરિપથમાં એમીટર A જોડેલ હોય, તો V3 અને A નું અવલોકન ………………… હશે.
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 20
(A) 400 V, 4 A
(B) 220 V, 4 A
(C) 220 V, 2.2 A
(D) 400 V, 2.2 A
જવાબ
(C) 220 V, 2.2 A
V2 = \(\mathrm{V}_{\mathrm{R}}^2\) + (VL – VC)2 પણ L = VC = = 400 V હોવાથી,
V2 = \(\mathrm{V}_{\mathrm{R}}^2\) ∴ V = VR
∴ VR = 220V અને I = \(\frac{\mathrm{V}}{\mathrm{R}}=\frac{220}{100}\) ∴ I = 2.2 A

પ્રશ્ન 60.
એક આદર્શ અવરોધ અને આદર્શ ઇન્ડક્ટરને 100V ના A.C. સપ્લાય સાથે શ્રેણીમાં જોડેલ છે. જો વોલ્ટમીટર અવરોધ કે ઇન્ડક્ટરને સમાંતર જોડતા સમાન વોલ્ટેજ દર્શાવ
તો તેનું અવલોક્ન …………….
(A) 50 V
(B) 70.7V
(C) 88.2 V
(D) 100 V
જવાબ
(B) 70.7V
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 21
બંને ઘટકને સમાંતર વૉલ્ટમીટર જોડતાં સમાન વોલ્ટેજ દર્શાવે છે.
Vrms = 100V
∴ Vm = √2 × Vrms = 1.414 × 100 = 141.4
બંધ પરિપથ માટે કિર્ચીફના બીજા નિયમ પરથી,
Vm = V1 + V2
∴ Vm = 2V1 અથવા 2V2 [∵ V1 = V2]
∴ 141.4 = 2V1
∴ V1 = 70.7V અથવા V2 = 70.7V

બીજી રીત :
અહીં Vrms(R) = Vrms(L)
∴ \(\mathrm{V}_{\mathrm{rms}}^2=\mathrm{V}_{\mathrm{R}}^2+\mathrm{V}_{\mathrm{L}}^2\)
∴ \(\mathrm{V}_{\mathrm{rms}}^2=\mathrm{V}_{\mathrm{R}}^2+\mathrm{V}_{\mathrm{R}}^2\) [∵ VR = VL]
∴(100)2 = 2\(\mathrm{V}_{\mathrm{R}}^2\)
∴ VR = \(\frac{100}{\sqrt{2}}\) = 70.7 V = VL

પ્રશ્ન 61.
માત્ર ઇન્ડક્ટર ધરાવતા એ.સી. પરિપથ માટે I માટેનો ફેઝર ધન X દિશામાં લઈએ તો V નો ફેઝર ……………………… દિશામાં હશે.
(A) ધન X
(B) ધન Y
(C) ઋણ X
(D)ઋણ Y
જવાબ
(B) ધન Y

GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati

પ્રશ્ન 62.
આદર્શ અવરોધ R, ઇન્ડક્ટર L અને કેપેસિટર C ને શ્રેણીમાં
જોડેલાં છે તે દરેકના બે છેડા વચ્ચે અનુક્રમે વોલ્ટમીટર V1, V2 અને V3 જોડેલ છે તથા V4 વોલ્ટમીટર A.C. ઉદ્ગમ સાથે જોડેલ છે, તો અનુનાદની ઘટના સમયે નીચેનામાંથી કયું સાચું છે ?
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 22
(A) V3 નું અવલોકન = V1 નું અવલોકન
(B) V1 નું અવલોકન = V2 નું અવલોકન
(C) V2 નું અવલોકન = V3 નું અવલોકન
(D) V2 નું અવલોકન = V4 નું અવલોકન
જવાબ
(C) V2 નું અવલોકન = V3 નું અવલોકન
અનુનાદની સ્થિતિમાં,
VL = VC ∴ V2 નું અવલોકન = V3 નું અવલોકન

પ્રશ્ન 63.
નીચે આપેલ પરિપથમાં વોલ્ટમીટરનું અવલોકન ……………………
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 23
(A) 300 V
(B) 900 V
(C) 200 V
(D) 400 V
જવાબ
(C) 200 V
V = \(\sqrt{\mathrm{V}_{\mathrm{R}}^2+\left(\mathrm{V}_{\mathrm{L}}-\mathrm{V}_{\mathrm{C}}\right)^2}\)
200 = \(\sqrt{\mathrm{V}_{\mathrm{R}}^2+(100-100)^2}\)
∴ 200 = \(\sqrt{\mathrm{v}_{\mathrm{R}}^2}\) ∴ VR = 200 V

પ્રશ્ન 64.
આપેલ પરિપથમાં કેપેસિટર Cની આસપાસના વોલ્ટેજ V1 છે, તો …………………….
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 24
(A) ઉદ્ગમના વોલ્ટેજ V સાથે કળામાં હોય છે.
(B) ઉદ્ગમના વોલ્ટેજ V કરતાં 90° આગળ છે.
(C) ઉદ્ગમના વોલ્ટેજ V કરતાં 0° અને 90° જેટલો આગળ છે.
(D) ઉદ્ગમના વોલ્ટેજ V કરતાં 0° અને 90° જેટલો પાછળ છે.
જવાબ
(D) ઉદ્ગમના વોલ્ટેજ V કરતાં 0° અને 90° જેટલો પાછળ છે.
ફૅઝ ડાયાગ્રામ આકૃતિમાં દર્શાવ્યો છે :
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 25

પ્રશ્ન 65.
ફેઝરની રીતમાં દોરવામાં આવતા સદિશનું માન ………………….. જેટલું લેવામાં આવે છે.
(A) હાર્મોનિક વિધેયની કળા
(B) હાર્મોનિક વિધેયના માન
(C) હાર્મોનિક વિધેયના કંપવિસ્તાર
(D) હાર્મોનિક વિધેયની આવૃત્તિ
જવાબ
(A) હાર્મોનિક વિધેયની કળા

પ્રશ્ન 66.
ફેઝરની રીત …………………….. માટે ઉપયોગી છે.
(A) ઊંચા A.C. વોલ્ટેજ મેળવવા
(B) ઊંચી A.C. આવૃત્તિ મેળવવા
(C) હાર્મોનિક વિધેયોનો સરવાળો મેળવવા
(D) હાર્મોનિક વિધેયોનો ગુણનફળ મેળવવા
જવાબ
(C) હાર્મોનિક વિધેયોનો સરવાળો મેળવવા

પ્રશ્ન 67.
નીચેનો ફેઝર એ માત્ર ………………….. ધરાવતા A.C. પરિપથ માટેનો છે.
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 26
(A) અવરોધ
(B) ઇન્ડક્ટર
(C) કૅપેસિટર
(D) વિદ્યુતકોષ
જવાબ
(A) અવરોધ

GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati

પ્રશ્ન 68.
નીચેનો ફેઝર એ માત્ર …………………. ધરાવતા A.C. પરિપથ માટેનો છે.
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 27
(A) અવરોધ
(B) ઇન્ડક્ટર
(C) કૅપેસિટર
(D) વિદ્યુતકોષ
જવાબ
(B) ઇન્ડક્ટર

પ્રશ્ન 69.
નીચેનો ફેઝર એ માત્ર …………………. ધરાવતા A.C. પરિપથનો છે.
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 28
(A) અવરોધ
(B) ઇન્ડક્ટર
(C) કૅપેસિટર
(D) વિદ્યુતકોષ
જવાબ
(C) કૅપેસિટર

પ્રશ્ન 70.
આકૃતિમાં દર્શાવલ ફેઝર માત્ર ………………. પરિપથ માટેના છે.
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 29
(A) R = 0
(B) R < 1 (C) R > 1
(D) R = ∞
જવાબ
(A) R = 0

પ્રશ્ન 71.
નીચે દર્શાવલ આકૃતિ શક્ય છે ?
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 30
(A) હા
(B) ના
(C) કંઈ કહી શકાય નહીં.
(D) માહિતી અપૂરતી છે.
જવાબ
(A) હા
A.C. સપ્લાયમાં જો AB તારમાં અવરોધ R, BC શાખામાં કૅપેસિટર અને BD શાખામાં ઇન્ડક્ટર હોય તો પ્રશ્નમાં આપેલ આકૃતિ શક્ય છે.
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 31

પ્રશ્ન 72.
પરિપથમાંના કોઈ ઘટકને સમાંતર વિધુતસ્થિતિમાનનો તફાવત, ઉદ્ગમના emf કરતાં ………………….. માં વધારે હોઈ શકે.
(A) D.C. પરિપથમાં
(B) A.C. પરિપથમાં
(C) A.C. અને D.C. બંને પરિપથમાં
(D) બેમાંથી એકેયમાં નહીં
જવાબ
(B) A.C. પરિપથમાં
V2 = VR2 + (VL – VC)2 સૂત્ર પરથી કહી શકાય કે VC અથવા VL એ V કરતાં વધારે હોઈ શકે.

પ્રશ્ન 73.
L – C – R એ.સી. શ્રેણી પરિપથના ત્રણેય ઘટકોના બે છેડા વચ્ચેના વીજ સ્થિતિમાનના તફાવત અનુક્રમે VL, VC અને VR હોય તો A.C. પ્રાપ્તિસ્થાનનો વોલ્ટેજ ………………………… હશે.
(A) VL + VC + VR
(B) VR + VL – VC
(C) \(\sqrt{V_R^2+\left(V_L+V_C\right)^2}\)
(D) \(\sqrt{V_R^2+\left(V_L-V_C\right)^2}\)
જવાબ
(A) VL + VC + VR

GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati

પ્રશ્ન 74.
માત્ર કેપેસિટર ધરાવતા એ.સી. પરિપથમાં વોલ્ટેજ એ પ્રવાહ કરતાં ……………………
(A) δ જેટલો કળામાં આગળ હોય છે, જયાં
tanδ = (\(\frac{\omega \mathrm{L}-\frac{1}{\omega \mathrm{C}}}{\mathrm{R}}\))
(B) δ જેટલો કળામાં પાછળ હોય છે, જયાં
tanδ = (\(\frac{\omega \mathrm{L}-\frac{1}{\omega \mathrm{C}}}{\mathrm{R}}\))
(C) \(\frac{\pi}{2}\) જેટલો કળામાં પાછળ હોય છે.
(D) \(\frac{\pi}{2}\) જેટલો કળામાં આગળ હોય છે.
જવાબ
(C) \(\frac{\pi}{2}\) જેટલો કળામાં પાછળ હોય છે.

પ્રશ્ન 75.
R અને C શ્રેણીમાં હોય તેવાં એ.સી. પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કળામાં …………………..
(A) δ જેટલો આગળ હોય છે, જ્યાં δ = tan-1(\(\frac{1}{\omega \mathrm{CR}}\))
(B) δ જેટલો પાછળ હોય છે, જ્યાં δ = tan-1(\(\frac{1}{\omega \mathrm{CR}}\))
(C) δ જેટલો આગળ હોય છે, જ્યાં δ = tan-1(\(\frac{\omega \mathrm{C}}{\mathrm{R}}\))
(D) δ જેટલો પાછળ હોય છે, જ્યાં δ = tan-1(\(\frac{\omega \mathrm{C}}{\mathrm{R}}\))
જવાબ
(A) δ જેટલો આગળ હોય છે, જ્યાં δ = tan-1(\(\frac{1}{\omega \mathrm{CR}}\))

પ્રશ્ન 76.
L-C શ્રેણી, એ.સી. પરિપથમાં જો ωL > \(\frac{1}{\omega C}\) હોય તો પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કળામાં ……………………….
(A) \(\frac{\pi}{2}\) જેટલો આગળ હોય છે.
(B) \(\frac{\pi}{2}\) જેટલો પાછળ હોય છે.
(C) tan-1(\(\)) જેટલો આગળ હોય છે.
(D) tan-1(\(\)) જેટલો હોય છે.
જવાબ
(B) \(\frac{\pi}{2}\) જેટલો પાછળ હોય છે.

પ્રશ્ન 77.
L-C-R, A.C. શ્રેણી પરિપથમાં 0 ના કયા મૂલ્ય માટે પરિપથમાં પ્રવાહ મહત્તમ મળે ?
(A) \(\sqrt{\mathrm{LC}}\)
(B) \(\frac{1}{\sqrt{\mathrm{LC}}}\)
(C) \(\sqrt{\frac{\mathrm{L}}{\mathrm{C}}}\)
(D) \(\frac{1}{\mathrm{LC}}\)
જવાબ
(B) \(\frac{1}{\sqrt{\mathrm{LC}}}\)
જયારે અનુનાદ થાય ત્યારે પ્રવાહ મહત્તમ મળે અને અનુનાદની સ્થિતિમાં આવૃત્તિ ω = \(\frac{1}{\sqrt{\mathrm{LC}}}\) શુ હોય.

પ્રશ્ન 78.
L-C-R શ્રેણી A.C. પરિપથમાં અનુનાદ થાય ત્યારે ……………………….
(A) પ્રવાહ લઘુતમ હોય છે.
(B) પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત 90° હોય છે.
(C) પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત 45° હોય છે.
(D) પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત શૂન્ય હોય છે.
જવાબ
(D) પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત શૂન્ય હોય છે.

પ્રશ્ન 79.
L-C-R શ્રેણી A.C. પરિપથમાં અનુનાદની સ્થિતિમાં L, C અને R દરેકના બે છેડા વચ્ચેના વોલ્ટેજ 10V મળે છે. જો અવરોધનું મૂલ્ય અડધું કરવામાં આવે, તો L, C અને R ના બે છેડા વચ્ચે મળતાં વોલ્ટેજ અનુક્રમે ………………………
(A) 10 V, 10 V અને 5V
(B) 10V, 10V અને 10V
(C) 20 V, 20 V અને 5V
(D) 20V, 20V અને 10V
જવાબ
(D) 20V, 20V અને 10V
અનુનાદની સ્થિતિમાં પરિપથમાં માત્ર અવરોધ અસરકારક બને છે.
∴ R નું મૂલ્ય અડધું કરતાં I’ = \(\frac{\varepsilon}{\mathrm{R} / 2}\) અનુસાર પ્રવાહ બમણો થાય તેથી VL = I’XL
અને VC = I’XC અનુસાર બમણા એટલે કે 20 V, 20V ના થાય પણ VR I’R અનુસાર
2I × \(\frac{\mathrm{R}}{2}\) પરથી તેનું મૂલ્ય 10V જ રહે.

પ્રશ્ન 80.
R-L-C શ્રેણી A.C. પરિપથ નીચે દર્શાવ્યો છે. અનુનાદની સ્થિતિમાં અનુક્રમે આવૃત્તિ અને પ્રવાહનો કંપવિસ્તાર ………………
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 32
(A) 2500 rad s-1 અને 5√2 A
(B) 2500 rad s-1 અને 5 A
(C) 2500 rad s-1 અને \(\frac{5}{\sqrt{2}}\)A
(D) 250 rad s-1 અને 5√2 A
જવાબ
(A) 2500 rad s-1 અને 5√2 A
અનુનાદ આવૃત્તિ
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 33

GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati

પ્રશ્ન 81.
L-C-R પરિપથમાં …………………….. બદલીએ તો અનુનાદીય આવૃત્તિ બદલાય છે.
(A) માત્ર
(B) માત્ર L
(C) માત્ર C
(D) L અને C
જવાબ
(D) L અને C

પ્રશ્ન 82.
L-C-R- શ્રેણી પરિપથમાં અનુનાદ ઉત્પન્ન થાય ત્યારે ઇમ્પિડન્સનો રિએક્ટિવ ઘટક ………………………
(B) લઘુતમ થાય છે.
(D) એકેય નહીં.
(A) મહત્તમ થાય છે.
(C) શૂન્ય થાય છે.
જવાબ
(C) શૂન્ય થાય છે.

પ્રશ્ન 83.
L-C-R એ.સી. પરિપથમાં અનુનાદ થાય ત્યારે (Irms)max = ……………………
(A) \(\frac{V_m}{R}\)
(B) \(\frac{V_m}{R}\)
(C) \(\sqrt{2} \times \frac{V_{\mathrm{m}}}{\mathrm{R}}\)
(D) \(\frac{V_m}{2 \sqrt{R}}\)
જવાબ
(B) \(\frac{V_m}{R}\)

પ્રશ્ન 84.
અનુનાદની તીક્ષ્ણતા વધારવા માટે ………………………. નું મૂલ્ય ઘટાડવું જોઈએ.
(A) R
(B) L
(C) C
(D) L અને C
જવાબ
(A) R

પ્રશ્ન 85.
Q ફેક્ટરનું મૂલ્ય જેમ વધારે તેમ ……………………
(A) અનુનાદ વક્રની તીક્ષ્ણતા વધારે.
(B) અનુનાદ વક્રની તીક્ષ્ણતા ઓછી.
(C) Irms ઓછો.
(D) Irms વધુ
જવાબ
(A) અનુનાદ વક્રની તીક્ષ્ણતા વધારે.

પ્રશ્ન 86.
L-C-R શ્રેણી પરિપથમાં અનુનાદ વખતે ……………………
(A) ઇમ્પિડન્સનો કાલ્પનિક ભાગ શૂન્ય થાય છે.
(B) પાવર ફૅક્ટર 1 થાય છે.
(C) પ્રવાહ અને વોલ્ટેજ એક જ કળામાં હોય છે.
(D) ઉપરના બધા જ વિકલ્પો સાચાં છે.
જવાબ
(D) ઉપરના બધા જ વિકલ્પો સાચાં છે.

GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati

પ્રશ્ન 87.
L – C – R, AC શ્રેણી-પરિપથમાં અનુનાદ માટે અનુનાદ-આવૃત્તિ V0 ……………………. થાય.
(A) \(\frac{1}{2 \pi \sqrt{\mathrm{LC}}}\)
(B) \(\frac{2 \pi}{\sqrt{\mathrm{LC}}}\)
(C) \(\frac{\sqrt{\mathrm{LC}}}{2 \pi}\)
(D) \(\frac{2 \pi}{\mathrm{LC}}\)
જવાબ
(A) \(\frac{1}{2 \pi \sqrt{\mathrm{LC}}}\)
L-C-R શ્રેણી અનુનાદ માટે,
ω0 = \(\frac{1}{\sqrt{\mathrm{LC}}}\)
∴ 2πV0 = \(\frac{1}{\sqrt{\mathrm{LC}}}\) V0 = \(\frac{1}{2 \pi \sqrt{\mathrm{LC}}}\)

પ્રશ્ન 88.
L – C – R, A.C. શ્રેણી પરિપથ માટે Q – ફેક્ટર …………………….
(A) Q = R\(\sqrt{\frac{L}{C}}\)
(B) Q = \(\frac{1}{\mathrm{R}} \sqrt{\frac{\mathrm{L}}{\mathrm{C}}}\)
(C) Q =\(\frac{1}{\mathrm{R}} \sqrt{\frac{\mathrm{C}}{\mathrm{L}}}\)
(D) Q = \(\frac{1}{\mathrm{C}} \sqrt{\frac{\mathrm{R}}{\mathrm{L}}}\)
જવાબ
(B) Q = \(\frac{1}{\mathrm{R}} \sqrt{\frac{\mathrm{L}}{\mathrm{C}}}\)

પ્રશ્ન 89.
L-C-R, શ્રેણી અનુનાદ વક્રની તીક્ષ્ણતા …………………….
(A) જો Q-ફૅક્ટર નાનો હોય તો વધુ હોય છે.
(B) જો Q-ફૅક્ટર 1 હોય તો વધુ હોય છે.
(C) જો Q-ફૅક્ટર મોટો હોય તો વધુ હોય છે.
(D) અનુનાદીય આવૃત્તિ પરથી નક્કી થાય છે.
જવાબ
(C) જો Q-ફૅક્ટર મોટો હોય તો વધુ હોય છે.

પ્રશ્ન 90.
L – C – R, A.C. શ્રેણી પરિપથમાં અનુનાદ વક્રમાં અર્ધપાવર બેન્ડવીડ્થનું મૂલ્ય …………………….. પર આધારિત નથી.
(A) R
(B) L
(C) C
(D) બંને L અને R
જવાબ
(C) C
અર્ધપાવર બૅન્ડવીડ્થ Δω = \(\frac{\mathrm{R}}{\mathrm{L}}\)

પ્રશ્ન 91.
L – C – R, A.C. શ્રેણી પરિપથમાં Q – ફેક્ટર …………………….. થી વ્યાખ્યાયિત થાય છે.
(A) ω0Δω
(B) \(\frac{\omega_0}{\Delta \omega}\)
(C) \(\frac{\Delta \omega}{\omega_0}\)
(D) \(\sqrt{\omega_0 \Delta \omega}\)
જવાબ
(B) \(\frac{\omega_0}{\Delta \omega}\)

પ્રશ્ન 92.
L-C-R, AC. શ્રેણી પરિપથમાં R = 100Ω, L = 1H અને C = 1 µF હોય, તો અર્ધપાવર બેન્ડવીડ્થ ……………………. છે.
(A) 100
(B) 10
(C) 0.1
(D) 0.01
જવાબ
(A) 100
Δω = \(\frac{\mathrm{R}}{\mathrm{L}}=\frac{100}{1}\) = 100

પ્રશ્ન 93.
10Ω અવરોધ, 5 mH ઇન્ડક્ટરવાળો ઇન્ડક્ટર તથા 10µF કેપેસિટન્સવાળા કેપેસિટરને શ્રેણીમાં જોડેલ છે. આ જોડાણ સાથે v આવૃત્તિવાળું A.C. વોલ્ટેજ પ્રાપ્તિસ્થાન જોડતાં સમગ્ર પરિપથ અનુનાદની સ્થિતિમાં આવે છે. જો અવરોધનું મૂલ્ય અડધું કરવામાં આવે તો અનુનાદિત આવૃત્તિનું મૂલ્ય ……………………
(A) અડધું થશે.
(B) બમણું થશે.
(C) બદલાશે નહીં
(D) ચોથા ભાગનું થશે.
જવાબ
(C) બદલાશે નહીં
અનુનાદની સ્થિતિમાં ωL = \(\frac{1}{\omega C}\) થાય છે.
∴ ω = \(\frac{1}{\sqrt{\mathrm{LC}}}\) માં અવરોધવાળું પદ આવતું નથી. તેથી અવરોધમાં ફેરફાર કરવાથી માં કોઈ ફેરફાર થશે નહીં.

GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati

પ્રશ્ન 94.
A.C. વોલ્ટેજ R – L – C શ્રેણી પરિપથને લાગુ પાડેલ છે. આ પરિપથમાં મહત્તમ પ્રવાહ ક્યારે વહેશે ?
(A) ωL = ωC
(B) ω = \(\frac{1}{\mathrm{LC}}\)
(C) ω2LC – 1 = 0
(D) ωL = R – \(\frac{1}{\omega C}\)
જવાબ
(C) ω2LC – 1 = 0
અનુનાદની ઘટનામાં R – L – C પરિપથમાં મહત્તમ પ્રવાહ વહે છે તેથી
∴ XL = XC ∴ ωL = \(\frac{1}{\omega C}\)
∴ ω2LC – 1 = 0

પ્રશ્ન 95.
સમાન વોલ્ટેજવાળા પ્રાપ્તિસ્થાન સાથે જોડેલ એક શ્રેણી L-C-R એ.સી. પરિપથ માટે બે અનુનાદ વક્રો આકૃતિમાં બતાવ્યા છે. જો આ કિસ્સાઓ માટે ઘટકોનાં મૂલ્યો R1, L1 C1 અને R2, L2, C2 હોય તો …………………………
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 34
(A) R1 = R2
(B) R1 < R2
(C) L1C1 < L2C2
(D) L1C1 = L2C2
જવાબ
(D) L1C1 = L2C2
અનુનાદ વક્ર માટેની શરત
ωL = \(\frac{1}{\omega \mathrm{C}}\) ∴ LC = \(\frac{1}{\omega^2}\)
∴ LC = અચળ ∴ L1C1 = L2C2

પ્રશ્ન 96.
L – C – R શ્રેણી પરિપથમાં લાગુ પાડેલ વોલ્ટેજ V = 200 sin (100 πt) વોલ્ટ છે. કેપેસિટન્સ અને અવરોધનાં મૂલ્યો અનુક્રમે 1 µF અને 100 Ω છે. તો પ્રવાહનું r.m.s મૂલ્ય મહત્તમ મેળવવા માટે ઈન્ડકટન્સનું મૂલ્ય ………………………. હોવું જોઈએ.
(A) 104 H
(B) 100 πH
(C) \(\frac{100}{\pi^2}\)H
(D) 100 H
જવાબ
(C) \(\frac{100}{\pi^2}\)H
પ્રવાહનું r.m.s મૂલ્ય મહત્તમ મળે ત્યારે અનુનાદ થાય. અનુનાદીય આવૃત્તિ,
ω0 = \(\frac{1}{\sqrt{\mathrm{LC}}}\) પરથી
L = \(\frac{1}{\omega_0^2 C}=\frac{1}{(100 \pi)^2\left(10^{-6}\right)}=\frac{100}{\pi^2}\)H

પ્રશ્ન 97.
L-C-R, AC પરિપથ માટે અનુનાદ આવૃત્તિ 600 Hz અને હાફપાવર બિંદુઓએ આવૃત્તિઓ 550 Hz અને 650 Hz છે, તો Q-ફેક્ટર કેટલો હશે ?
(A) \(\frac {1}{6}\)
(B) \(\frac {1}{3}\)
(C) 6
(D) 3
જવાબ
(C) 6
Q-ફૅક્ટર Q = \(\frac{\omega_0}{\Delta \omega}=\frac{600}{650-550}=\frac{600}{100}\) = 6

પ્રશ્ન 98.
અનુનાદ વક્ર ત્યારે તીક્ષ્ણ મળે કે જ્યારે ………………. .
(A) Δω > ω0
(B) Q < 1 (C) Q > 1
(D) Δω ખૂબ જ નાનો હોય
જવાબ
(D) Δω ખૂબ જ નાનો હોય
Q ફંકટર = \(\frac{\omega_0}{\Delta \omega}\)
∴ Δω << ω0 તો Q ફૅકટર ખૂબ જ મોટું મળે અને Q ફંકટર જેમ મોટો તેમ અનુનાદ વક્ર વધુ તીક્ષ્ણ મળે.

GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati

પ્રશ્ન 99.
L-C-R શ્રેણી A.C. પરિપથમાં અનુનાદની સ્થિતિમાં Q-ફેક્ટરનું મૂલ્ય 04 છે. જો R = 2 kΩ, C = 0.1 µF હોય, તો ઇન્ડક્ટન્સનું મૂલ્ય ……………… થાય.
(A) 0.1 H
(B) 0.064H
(C) 2H
(D) 5 H
જવાબ
(B) 0.064 H
Q = \(\frac{1}{\mathrm{R}} \sqrt{\frac{\mathrm{L}}{\mathrm{C}}}\) ⇒ ∴ Q2 = \(\frac{\mathrm{L}}{\mathrm{R}^2 \mathrm{C}}\)
∴ L = Q2R2C
= (0.4)2 (2 × 103)2 × 0.1 × 10-6 = 0.064 H

પ્રશ્ન 100.
L-C-R શ્રેણી પરિપથમાં C = 10μF અને ω = 1000 rad s-1 હોય, તો L ના કયા મૂલ્ય માટે પ્રવાહ મહત્તમ મળે ?
(A) 1 mH
(B) 10 mH
(C) 100 mH
(D) R અજ્ઞાત હોય તો L ગણી ન શકાય.
જવાબ
(C) 100 mH
L-C-R શ્રેણી પરિપથમાં અનુનાદ વખતે પ્રવાહ મહત્તમ મળે છે. અનુનાદીય આવૃત્તિ,
ω = \(\frac{1}{\sqrt{\mathrm{LC}}}\)
∴ L = \(\frac{1}{\omega^2 \mathrm{C}}=\frac{1}{\left(10^3\right)^2 \times 10 \times 10^{-6}}=\frac{1}{10}\)
∴ L = 0.1 H = 100 × 10-3 H ∴L = 100 mH

પ્રશ્ન 101.
અવગણ્ય અવરોધ ધરાવતા 50 mH આત્મપ્રેરકત્વવાળા ઇન્ડક્ટર અને 500 PF કેપેસિટન્સ ધરાવતા પરિપથની અનુનાદીય આવૃત્તિ ……………………….
(A) \(\frac{10^5}{\pi}\)Hz
(B) \(\frac{1}{\pi}\)Hz
(C) \(\frac{100}{\pi}\)Hz
(D) \(\frac{1000}{\pi}\)Hz
જવાબ
(A) \(\frac{10^5}{\pi}\)Hz
L = 50 × 10-3 H, C = 500 × 10-12 F
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 35

પ્રશ્ન 102.
A.C. ટ્રાન્સમિશન લાઇનમાં વોલ્ટેજનો સપ્લાય વધારીને n ગણો કરવામાં આવે, તો ટ્રાન્સમિશનમાં પાવરનો વ્યય …………………… થાય.
(A) n ગણો વધે
(B) n ગણો ઘટે
(C) n2 ગણો વધે
(D) n2 ગણો ઘટે
જવાબ
(D) n2 ગણો ઘટે
પાવર ટ્રાન્સમિશનમાં પાવર વ્યય ઊંચા વોલ્ટેજે ઓછો હોય છે.
તેથી અહીં ઘટે,
પાવર
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 36

પ્રશ્ન 103.
આપેલ આકૃતિમાં 200 V, 60 Hz ના ઉદ્ગમ સાથે 30 Ω નું કેપેસિટિવ રિએક્ટન્સવાળું કેપેસિટર 44 Ω નો શુદ્ધ અવરોધ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ 90 Ω તથા ઓમિક અવરોધ 36 Ω વાળા ઇન્ડક્ટરને શ્રેણીમાં જોડેલા છે, તો ઇન્ડક્ટરમાં વપરાતો પાવર ……………………
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 37
(A) 320 W
(B) 176 W
(C) 144 W
(D) 0 W
જવાબ
(C) 144 W
પરિપથનો ઇમ્બિડન્સ
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 38
ઇન્ડક્ટરમાં વપરાતો પાવર
P = I2R2, = (2)2 × 36 ∴ P = 144 W

GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati

પ્રશ્ન 104.
ઇન્ડક્ટન્સ L, કેપેસિટન્સ C અને અવરોધ R ને ω કોણીય આવૃત્તિવાળા ઉદ્ગમ સાથે RC, RL અને LC સંયોજનથી જોડતાં અનુક્રમે P1, P2 અને P3 પાવર ખેંચાય છે, તો ……………………..
(A) P1 > P2 > P3
(B) P1 = P2 < P3
(C) P1 = P2 > P3
(D) P1 = P2 = P3
જવાબ
(C) P1 = P2 > P3
LC સંયોજન કોઈ પાવર ખેંચશે નહીં અને જ્યારે ωL = \(\frac{1}{\omega \mathrm{C}}\) હોય ત્યારે RC અને LR સંયોજનનો ઇમ્પિડન્સ સમાન થાય તેથી સમાન પાવર ખેંચે.
∴ P1 = P2 > P3

પ્રશ્ન 105.
એક એસી પરિપથનો રિએક્ટન્સ તેનાં અવરોધ જેટલો છે, તો પરિપથનો પાવર ફેક્ટર …………………………..
(A) 1
(B) \(\frac {1}{2}\)
(C) \(\frac{1}{\sqrt{2}}\)
(D) શૂન્ય
જવાબ
(C) \(\frac{1}{\sqrt{2}}\)
tanΦ = \(\frac{X}{R}\) = 1 [∵ X = R]
∴ Φ = 45°
∴ પાવર ફૅક્ટર cosΦ = cos45° = \(\frac{1}{\sqrt{2}}\)

પ્રશ્ન 106.
વૉટલેસ પ્રવાહ ……………………. પરિપથમાં શક્ય છે.
(A) R ધરાવતા
(B) R વગરના
(C) L-R પરિપથમાં
(D) L-C પરિપથમાં
જવાબ
(D) L-C પરિપથમાં

પ્રશ્ન 107.
LCR, A.C. શ્રેણી પરિપથમાં અવરોધ અચળ રાખીને ……………………… વધારીને પાવર ફેક્ટર વધારી શકાય.
(A) ઇન્ડક્ટન્સ
(B) કૅપેસિટન્સ
(C) (A) અને (B) બંને
(D) આમાંથી એક પણ નહીં
જવાબ
(B) કૅપેસિટન્સ
પાવર ફૅક્ટર cosδ = \(\frac{\mathrm{R}}{|\mathrm{Z}|}\)
∴ પાવર ફૅક્ટર વધા૨વા cosō વધારવું પડે અને પ્રથમ ચરણમાં તે વધતું વિધેય છે અને cosૐ વધારવા |Z| ઘટાડવું પડે.
|Z| = \(\sqrt{\mathrm{R}^2+\left(\mathrm{X}_{\mathrm{L}}-\mathrm{X}_{\mathrm{C}}\right)^2}\) હોવાથી XL – XC ઘટાડવું પડે તેથી C વધારીએ તો જ XL – XC ઘટે અને |Z| ઘટે તેથી પાવર ફૅક્ટર વધે.

પ્રશ્ન 108.
ફક્ત અવરોધ અને ફક્ત ઇન્ડક્ટર ધરાવતાં પરિપથોના પાવર ફેક્ટરનો ગુણોત્તર ………………….. જ્યાં x ∈ N
(A) 1
(B) 0
(C) અનંત
(D) x > 0
જવાબ
(C) અનંત
ફક્ત અવરોધ ધરાવતા પરિપથ માટે I અને Vનો કળા તફાવત
δ = 0° ∴ cosδ1 = 1
અને માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે I અને Vની કળા તફાવત,
δ2 = 90° ∴ cosδ2 = 0
∴ ગુણોત્તર \(\frac{\cos \delta_1}{\cos \delta_2}=\frac{1}{0}\) = અનંત.

પ્રશ્ન 109.
L-C પરિપથની સાથે સંકળાયેલ કુલ ઊર્જા xJ હોય, તો t = 0 સમયે સંપૂર્ણ ચાર્જ કેપેસિટર સાથે અને ઇન્ડક્ટર સાથે સંકળાયેલ ઊર્જા અનુક્રમે ………………… અને ……………….. હોય.
(A) x, 0
(B) \(\frac{x}{2}, \frac{x}{2}\)
(C) 0, x
(D) x, x
જવાબ
(A) x, 0
t = 0 સમયે પ્રવાહ શૂન્ય હોય તેથી ઇન્ડક્ટર સાથે સંકળાયેલ ઊર્જા શૂન્ય હોય.
LC પરિપથની કુલ ઊર્જા = {કૅપેસિટરની કુલ ઊર્જા} + {ઇન્ડક્ટરની કુલ ઊર્જા}
x = કૅપેસિટરની કુલ ઊર્જા + 0
∴ કૅપેસિટરની કુલ ઊર્જા = x
∴ x, 0

GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati

પ્રશ્ન 110.
એક LCR શ્રેણી પરિપથ A.C. ઉદ્ગમ સાથે જોડેલ છે. ઉદ્ગમની આવૃત્તિ બદલાય છે. જ્યારે આવૃત્તિ નાના મૂલ્યથી સતત વધારીએ, તો પાવર ફેક્ટર ……………………
(A) સતત વધતો જાય છે.
(B) સતત ઘટતો જાય છે.
(C) ચોક્કસ આવૃત્તિએ મહત્તમ બને છે.
(D) અચળ રહે છે.
જવાબ
(C) ચોક્કસ આવૃત્તિએ મહત્તમ બને છે.

પ્રશ્ન 111.
230V ના એ.સી. ઉદ્ગમ સાથે જોડેલ પરિપથ 28 નો પ્રવાહ ખેંચે છે અને તેમાં થતો પાવર વ્યય 100W છે. તો આ પરિપથનો પાવર ફેક્ટર ………………… થશે.
(A) 0.02
(B) 1.2
(C) 0.22
(D) 2.2
જવાબ
(C) 0.22
P = Irms Vrms cos δ
∴ 100 = 2 × 230 × cos δ
∴ cos δ = \(\frac{100}{460}\) ≈ 0.21739 ∴ cos δ ≈ 0.22

પ્રશ્ન 112.
માત્ર L ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં v આવૃત્તિવાળો A.C. પ્રવાહ પસાર થાય છે. જો વોલ્ટેજ અને પ્રવાહનાં મહત્તમ મૂલ્યો V0 અને I0 હોય તો ઇન્ડક્ટરને મળતો પાવર (સપ્લાયમાંથી)
(A) શૂન્ય
(B) 0.5 V0I0
(C) I02 2πv L
(D) V0I0 2πv L
જવાબ
(A) શૂન્ય
માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં δ = \(\frac{\pi}{2}\) હોવાથી,
પાવર P = \(\frac{\mathrm{V}_0 \mathrm{I}_0}{2}\) cosδ = 0

પ્રશ્ન 113.
R.L. પરિપથ માટે A.C. સપ્લાય જોડવામાં આવે છે, જેના વોલ્ટેજ V = 220 sin 120tV અને પ્રવાહ I = 4sin (120t – 60°)A હોય, તો પરિપથમાં વપરાતો પાવર
………………….
(A) શૂન્ય W
(B) 110W
(C) 220W
(D) 440W
જવાબ
(C) 220 W
Vm = 220 V, Im = 4 A, δ = 60°
P = \(\frac{\mathrm{V}_m \mathrm{I}_m}{2}\) cosδ
\(\frac{220 \times 4}{2}\) cos60° = \(\frac{220 \times 4}{2} \times \frac{1}{2}\) = 220W

પ્રશ્ન 114.
એક વિદ્યુતરચના સાથે A.C. સપ્લાય જોડતાં વોલ્ટેજ અને પ્રવાહ આ સમીકરણ વડે અપાય : V = 5cos ωt V; I = 2sin ωt A, તો વિધુતરચનામાં થતો પાવર વ્યય ………………..
(A) 0 (શૂન્ય)
(B) 10 W
(C) 5 W
(D) 215 W
જવાબ
(A) 0 (શૂન્ય)
Vm = 5 V, Im = 2 A, δ = \(\frac{\pi}{2}\) rad
∴ P = \(\frac{\mathrm{V}_m \mathrm{I}_m}{2}\) cos δ = \(\frac{5 \times 2}{2}\) cos\(\frac{\pi}{2}\) = 0

GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati

પ્રશ્ન 115.
L-C-R પરિપથમાં પાવર વ્યય શેના સમપ્રમાણમાં હોય છે ?
(A) |Z|
(B) R
(C) L
(D) C
જવાબ
(B) R
P = \(\frac{\mathrm{V}_m \mathrm{I}_m}{2}\) cosδ Ρ ∝ \(\frac{\mathrm{R}}{|\mathbf{Z}|}\)
∴ P ∝ cosδ ∴ P ∝ R

પ્રશ્ન 116.
A.C. પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ આ સમીકરણથી અપાય : V = 100 sin(100) V; I = 100 sin(100t) mA, તો પરિપથમાં વપરાતો પાવર ………………….
(A) 104 W
(B) 10 W
(C) 2.5 W
(D) 5 W
જવાબ
(D) 5 W
Vm = 100V, Im = 100 × 10-3 A, δ = 0
P = \(\frac{\mathrm{V}_m \mathrm{I}_m}{2}\) cos δ = \(\frac{100 \times 0.1}{2}\) = cos0°
P = 5 W

પ્રશ્ન 117.
અવગણ્ય અવરોધ ધરાવતી ચોક કોઇલને સમાંતર 220 V નો A.C. ઉદ્ગમ જોડતાં તેમાંથી વહેતો પ્રવાહ 5 mA છે, તો વપરાતો પાવર ……………………..
(A) 220 × W
(B) \(\frac{220}{5}\)W
(C) શૂન્ય
(D) 220 × 5W
જવાબ
(C) શૂન્ય
માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં A.C. માં વોલ્ટેજ અને
પ્રવાહની કળાનો તફાવત δ = \(\frac{\pi}{2}\) હોવાથી,
P = \(\frac{\mathrm{V}_m \mathrm{I}_m}{2}\) cos \(\frac{\pi}{2}\) = 0 [∵ cos\(\frac{\pi}{2}\) = 0]

પ્રશ્ન 118.
L-C-R પરિપથમાં જ્યારે અનુનાદ થાય ત્યારે પાવર ફેક્ટર ………………………….
(A) 0
(B) 0.5
(C) 1
(D) L, C, R ની કિંમતો પર આધારિત છે.
જવાબ
(C) 1
પાવર ફૅક્ટર cosδ = \(\frac{\mathrm{R}}{\sqrt{\mathrm{R}^2+\left(\omega \mathrm{L}-\frac{1}{\omega \mathrm{C}}\right)^2}}\) પરંતુ અનુનાદ
થાય ત્યારે ωL = \(\frac{1}{\omega C}\) હોવાથી,
cosδ = \(\frac{\mathrm{R}}{\mathrm{R}}\) = 1

પ્રશ્ન 119.
10 Ω અવરોધ ધરાવતી ટ્રાન્સમિશન લાઇન પર 22000 V નો 2.2 kW નો પાવર ટ્રાન્સમિશન કરાતો હોય તો,
ઉષ્માઊર્જારૂપે વ્યય થતો પાવર ………………….
(A) 0.1 W
(B) 1W
(C) 10 W
(D) 100 W
જવાબ
(A) 0.1W
P = 2.2 × 103W, V = 22000 V, R = 10Ω
P = VI
∴ I = \(\frac{\mathrm{P}}{\mathrm{V}}=\frac{2200}{22000}\) = 0.1 A
ઉષ્મા સ્વરૂપે વ્યય પામતો પાવર = I2R = 0.01 × 10
= 0.1 W

પ્રશ્ન 120.
એક AC પરિપથનો અવરોધ 5Ω અને રિએક્ટન્સ 5 Ω છે, તો આ પરિપથનો પાવર ફેક્ટર ………………………
(A) 0.5
(B) 1.0
(C) 0.707
(D) શૂન્ય
જવાબ
(A) 0.5
પાવર ફૅક્ટર cosδ = \(\frac{\mathrm{R}}{|\mathrm{Z}|}=\frac{5}{5+5}=\frac{1}{2}\) ∴ cosδ = 0.5

પ્રશ્ન 121.
એક AC પરિપથમાં 2A પ્રવાહ તથા 220 વોલ્ટ વીજસ્થિતિ-માનનો તફાવત છે. જો પરિપથમાં વપરાતો પાવર 40 હોય, તો પાવરફેક્ટર (માર્ચ – 2013, 2018 જેવો)
(A) 0.9
(B) 0.09
(C) 1.8
(D) 0.18
જવાબ
(B) 0.09
પરિપથમાં વપરાતો પાવર P = VrmsIrms cosδ
∴ 40 = 220 × 2 × cosδ
∴ cosδ = \(\frac{40}{440}\)
∴ cosδ = 0.09

GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati

પ્રશ્ન 122.
માત્ર અવરોધ અને માત્ર ઈન્ડકટર ધરાવતા પરિપથોના પાવર ફેકટરનો ગુણોત્તર શું થશે ?
(A) 1
(B) 0
(C) ∞
(D) કોઈ પણ ધન કિંમત
જવાબ
(C) ∞
અવરોધ માટે cosδ1 = 1 (∵ δ1 = 0°)
ઈન્ડકટર માટે cos2 = 0 (∵ δ2 = 90°)
∴ ગુણોત્તર \(\frac{\cos \delta_1}{\cos \delta_2}=\frac{1}{0}\) = ∞

પ્રશ્ન 123.
AC વોલ્ટેજ અને DC પ્રવાહ માટે ……………………. સમય સાથે બદલાતા નથી.
(A) માત્ર પ્રવાહ
(B) માત્ર વોલ્ટેજ
(C) માત્ર પાવર
(D) પ્રવાહ, વોલ્ટેજ અને પાવર
જવાબ
(D) પ્રવાહ, વોલ્ટેજ અને પાવર

પ્રશ્ન 124.
L-C-R પરિપથમાં પાવર ફેક્ટર-મહત્તમ હોય ત્યારે ……………………..
(A) XL = XC
(B) R = O
(C) XL = 0
(D) XC = 0
જવાબ
(A) XL = XC
પાવર ફૅક્ટર મહત્તમ એટલે 1
∴ cosδ = 1
\(\frac{\mathrm{R}}{|\mathrm{Z}|}\) = 1
∴ R = |Z|
∴ R2 = R2 + (XL – XC)2 ∴ 0 = (XL – XC)2
∴ XL – XC = 0 ∴ XL = XC

પ્રશ્ન 125.
L-C- શ્રેણી, એ.સી. પરિપથમાં પાવરનું સૂત્ર ……………………..
(A) P = VmIm
(B) P = \(\frac {1}{2}\)VmIm
(C) P = Vrms Irms
(D) P = \(\frac {1}{2}\)vm VmIm cosδ
જવાબ
(D) P = \(\frac {1}{2}\)vm VmIm cosδ

પ્રશ્ન 126.
L-C પરિપથમાંના દોલનોમાં …………………….. દોલનો હોય છે.
(A) ઇન્ડક્ટર
(B) કૅપેસિટર
(C) તરંગો
(D) વિદ્યુતભાર
જવાબ
(D) વિદ્યુતભાર

પ્રશ્ન 127.
L-C દોલનોમાં કેપેસિટર પરનો વિધુતભાર …………………… હોય છે.
(A) સતત ઘટતો
(B) સતત વધતો
(C) આવર્ત રીતે બદલાતો
(D) અચળ
જવાબ
(C) આવર્ત રીતે બદલાતો

GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati

પ્રશ્ન 128.
LC પરિપથના દોલનો દ્વારા વિદ્યુતચુંબકીય તરંગોનું ઉત્સર્જન સતત ચાલુ રાખવા માટે ………………..
(A) કૅપેસિટરનું કૅપેસિટન્સ વધારવું જોઈએ.
(B) ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ વધારવું જોઈએ.
(C) ઉત્સર્જનમાં જેટલી ઊર્જા વપરાય તેટલી જ ઊર્જા સતત LC પરિપથને પૂરી પાડતા રહેવું જોઈએ.
(D) LC પરિપથમાં ચાંદી (ઓછા અવરોધવાળા)નો તાર વાપરવો જોઈએ.
જવાબ
(C) ઉત્સર્જનમાં જેટલી ઊર્જા વપરાય તેટલી જ ઊર્જા સતત LC પરિપથને પૂરી પાડતા રહેવું જોઈએ.

પ્રશ્ન 129.
LC દોલક પરિપથમાં t = 0 સમયે ……………………… હોય છે.
(A) વિદ્યુતભારના ફેરફારનો દર મહત્તમ
(B) વિદ્યુતભારના ફેરફારનો દર શૂન્ય
(C) વિદ્યુતપ્રવાહના ફેરફારનો દર શૂન્ય
(D) વિદ્યુતપ્રવાહના ફેરફારનો દર લઘુતમ
જવાબ
(B) વિદ્યુતભારના ફેરફારનો દર શૂન્ય

પ્રશ્ન 130.
L-C દોલક પરિપથમાં, ………………………
(A) જ્યારે Q = 0 હોય ત્યારે I મહત્તમ છે.
(B) જ્યારે Q = 0 હોય ત્યારે I શૂન્ય છે.
(C) જ્યારે Q મહત્તમ છે ત્યારે I મહત્તમ છે.
(D) ઉપરનામાંથી એક પણ નહીં.
જવાબ
(A) જ્યારે Q = 0 હોય ત્યારે I મહત્તમ છે.

પ્રશ્ન 131.
L-C દોલક પરિપથમાં ઇન્ડક્ટર ……………………
(A) ઊંચો અવરોધ ધરાવે છે.
(B) શૂન્ય ઇન્ડક્ટન્સ ધરાવે છે.
(C) સૈદ્ધાંતિક રીતે શૂન્ય ઓમિક અવરોધ ધરાવે છે.
(D) ઉ૫૨નામાંથી એક પણ નહીં.
જવાબ
(C) સૈદ્ધાંતિક રીતે શૂન્ય ઓમિક અવરોધ ધરાવે છે.

પ્રશ્ન 132.
સંપૂર્ણ ચાર્જ કરેલા કેપેસિટર સાથે તૈયાર કરેલ L-C ઑસિલેટર પરિપથમાં સમય પસાર થાય છે, તેમ ……………………..
(A) ક્રમશઃ વિદ્યુતપ્રવાહ વધતો જાય છે.
(B) પરિપથની ઊર્જા વધતી જાય છે.
(C) પરિપથની ઊર્જા ઘટતી જાય છે.
(D) પરિપથ દ્વારા વિદ્યુતચુંબકીય વિકિરણનું સતત શોષણ થતું રહે છે.
જવાબ
(C) પરિપથની ઊર્જા ઘટતી જાય છે.
Q = Q0sinω0t સૂત્ર અનુસાર કૅપેસિટર પરનો વિદ્યુતભાર ઘટતો જાય તેમ તેની સાથે સંકળાયેલી વિદ્યુતઊર્જા પણ ઘટતી જાય છે.

પ્રશ્ન 133.
LC દોલનો માટે LC પરિપથમાંના ઇન્ડક્ટરનો અવરોધ ……………………… હોવો જોઈએ.
(A) ખૂબ જ મોટો
(B) મોટો
(C) નાનો
(D) ખૂબ જ નાનો (આદર્શ રીતે શૂન્ય)
જવાબ
(D) ખૂબ જ નાનો (આદર્શ રીતે શૂન્ય)

પ્રશ્ન 134.
t = 0 સમયે L-C દોલક પરિપથમાં કેપેસિટર સાથે સંકળાયેલ ઊર્જા 2.25 J હોય, તો ઇન્ડક્ટર સાથે તે સમયે સંકળાયેલ ઊર્જા ……………………
(A) 1.125J
(B) 2,25J
(C) 4.50J
(D) શૂન્ય
જવાબ
(D) શૂન્ય

પ્રશ્ન 135.
ટ્રાન્સફોર્મરની કોર સામાન્ય રીતે ……………………… બનેલી હોય છે.
(A) સ્ટીલની
(B) તાંબાની
(C) નરમ લોખંડની
(D) ઍલ્યુમિનિયમની
જવાબ
(C) નરમ લોખંડની

GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati

પ્રશ્ન 136.
ટ્રાન્સફોર્મરમાં કઈ રાશિ અચળ રહે છે ?
(A) આવૃત્તિ
(C) પ્રવાહ
(B) વોલ્ટેજ
(D) આમાંથી એક પણ નહીં
જવાબ
(A) આવૃત્તિ

પ્રશ્ન 137.
ટ્રાન્સફોર્મર ………………… ના સિદ્ધાંત પર કાર્ય કરે છે.
(A) આત્મપ્રેરણ
(B) અન્યોન્ય પ્રેરણ
(C) વિદ્યુતીય જડત્વ
(D) વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસર
જવાબ
(B) અન્યોન્ય પ્રેરણ

પ્રશ્ન 138.
સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મરમાં પ્રાથમિક ગૂંચળાના આંટા (NP) અને ગૌણ ગૂંચળાના આંટા (NS) હોય, તો તેમની વચ્ચેનો
સંબંધ …………………….
(A) NS > NP
(B) NS < NP
(C) NS = NP
(D) NP = 2NS
જવાબ
(A) NS > NP

પ્રશ્ન 139.
એક સ્ટેપ ટ્રાન્સફૉર્મરમાં આંટાઓનો ગુણોત્તર 1 : 2 છે. એક લેકલાશે કોષ (emf = 1.5) ને પ્રાથમિક ગૂંચળા સાથે જોડવામાં આવે છે, તો ગૌણ ગૂંચળા સાથે મળતા વોલ્ટેજ …………………
(A) ૩ V
(C) 0.75V
(B) 1.5 V
(D) શૂન્ય
જવાબ
(D) શૂન્ય
લેકલાન્તે કોષમાંથી D.C. વોલ્ટેજ મળે અને ટ્રાન્સફૉર્મર માત્ર A.C. વોલ્ટેજ પર જ કાર્ય કરે છે.

પ્રશ્ન 140.
240 V ના AC મેઇનમાંથી મુખ્ય લાઇનના તારમાં 0.7 A પ્રવાહ પસાર થાય છે અને એક ટ્રાન્સફોર્મરને 24 V, 140 W નો બલ્બ ચાલુ કરવા વપરાય છે, તો ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા …………………..
(A) 63.8 %
(B) 74 %
(C) 83.3 %
(D) 48 %
જવાબ
(C) 83.3 %
આઉટપુટ પાવર P0 = 140 W
ઇનપુટ પાવર Pi = Vi × i
= 240 × 0.7 = 168 W
∴ કાર્યક્ષમતા = \(\frac{\mathrm{P}_0}{\mathrm{P}_i}\) × 100 %
= \(\frac{140 \times 100}{168}\)
= 83.3 %

GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati

પ્રશ્ન 141.
જો ટ્રાન્સફોર્મરનાં ગૂંચળા જાડા વાહકતારનાં બનાવવામાં આવે તો ……………………..
(A) એડી પ્રવાહનો વ્યય વધારે થાય.
(B) ચુંબકીય ફ્લક્સ ઘટે છે.
(C) જૂલ-હીટિંગને કારણે વ્યય વધે છે.
(D) જૂલ-હીટિંગને કારણે વ્યય ઘટે છે.
જવાબ
(D) જૂલ-હીટિંગને કારણે વ્યય ઘટે છે.
તાર જેમ જાડો તેમ અવરોધ R ઓછો, તેથી It સમી. અનુસાર ઉષ્મા ઓછી ઉત્પન્ન થતા જૂલ-હીટિંગને કારણે વિદ્યુતઊર્જાનો વ્યય ઘટે છે.

પ્રશ્ન 142.
ટ્રાન્સફોર્મરનો ઉપયોગ …………………….. થાય છે.
(A) માત્ર DC પરિપથોમાં
(B) માત્ર AC પરિપથોમાં
(C) ઇન્ટિગ્રેટેડ પરિપથોમાં
(D) ઉપરના બધા પરિપથોમાં
જવાબ
(B) માત્ર AC પરિપથોમાં

પ્રશ્ન 143.
એક સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મરમાં ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર 3 : 2 છે. જો પ્રાથમિક ગૂંચળામાં વોલ્ટેજ 30 V લાગુ પાડ્યો હોય તો ગૌણ ગૂંચળામાં વોલ્ટેજ કેટલો હશે ?
(A) 15 V
(B) 45 V
(C) 90 V
(D) 300 V
જવાબ
(B) 45 V
\(\frac{\mathrm{N}_2}{\mathrm{~N}_1}=\frac{\varepsilon_2}{\varepsilon_1}\)
∴ ε2 = ε1 × \(\frac{\mathrm{N}_2}{\mathrm{~N}_1}\) 30 × \(\frac {30}{2}\)
∴ ε2 = 45 V

પ્રશ્ન 144.
સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મર 230 V અને 2 A ના લોડપ્રવાહની લાઇન પર કાર્ય કરે છે. પ્રાથમિક અને ગૌણ ગૂંચળાના આંટાનો ગુણોત્તર 1 : 25 છે, તો પ્રાથમિક ગૂંચળામાં વહેતો વિદ્યુતપ્રવાહ …………………..છે.
(A) 15 A
(B) 25 A
(C) 50 A
(D) 12.5 A
જવાબ
(C) 50 A
આદર્શ ટ્રાન્સફૉર્મર માટે \(\frac{\mathrm{N}_2}{\mathrm{~N}_1}=\frac{\mathrm{I}_1}{\mathrm{I}_2}\)
∴ I1 = I2 × \(\frac{\mathrm{N}_2}{\mathrm{~N}_1}\)
= 2 × \(\frac {25}{1}\)
∴ I1 = 50 A

પ્રશ્ન 145.
એક ટ્રાન્સફોર્મર 240V ના A.C. મેઇન્સમાંથી 140 W, 24V ના બલ્બ માટે વપરાય છે. જો A.C. મેઇન્સમાં વહેતો પ્રવાહ 0.7 A હોય તો ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા લગભગ …………………..
(A) 90%
(B) 80%
(C) 70%
(D) 60%
જવાબ
(B) 80%
ઇનપુટ પાવર P1 = VI = 240 × 0.7
∴ ઇનપુટ પાવર P1 = 168 W અને
આઉટપુટ પાવર P2 = 140 W
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 39

GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati

પ્રશ્ન 146.
એક સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મરમાં ઇનપુટ એ.સી. વોલ્ટેજ 220 V છે. જો પ્રાથમિક અને ગૌણ ગૂંચળામાં આંટાઓની સંખ્યાનો ગુણોત્તર 1 : 200 હોય તો, ગૌણ ગૂંચળામાં આઉટપુટ વોલ્ટેજ ………………
(A) 44 V
(B) 220 V
(C) \(\frac {220}{200}\) V
(D) 44 kV
જવાબ
(D) 44 kV
ε1 = 220 V, \(\frac{\mathrm{N}_1}{\mathrm{~N}_2}=\frac{1}{200}\), ε2 = ?
\(\frac{\varepsilon_1}{\varepsilon_2}=\frac{\mathrm{N}_1}{\mathrm{~N}_2}\)
∴ \(\frac{220}{\varepsilon_2}=\frac{1}{200}\)
∴ ε2 = 220 × 200 = 44000 V = 44 kV

પ્રશ્ન 147.
એક ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા 90 % છે. જ્યારે તેના પ્રાથમિક ગૂંચળાને 200 V નો સપ્લાય લાગુ પાડવામાં આવે ત્યારે તેમાંથી પસાર થતો પ્રવાહ 5A છે. જો આઉટપુટ વોલ્ટેજ 300V હોય તો ગૌણ ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ ………………..
(A) 1 A
(B) 2 A
(C) 3 A
(D) 4 A
જવાબ
(C) 3 A
કાર્યક્ષમતા η = \(\frac{\mathrm{P}_{\mathrm{S}}}{\mathrm{P}_{\mathrm{P}}}=\frac{\mathrm{V}_{\mathrm{S}} \mathrm{I}_{\mathrm{S}}}{\mathrm{V}_{\mathrm{P}} \mathrm{I}_{\mathrm{P}}}\)
∴ 0.9 = \(\frac{\mathrm{V}_{\mathrm{S}} \mathrm{I}_{\mathrm{S}}}{\mathrm{V}_{\mathrm{P}} \mathrm{I}_{\mathrm{P}}}\)
∴ IS = 0.9 × \(\frac{\mathrm{V}_{\mathrm{P}} \mathrm{I}_{\mathrm{P}}}{\mathrm{V}_{\mathrm{S}}}\) = 0.9 × \(\frac{200 \times 5}{300}\)
∴ IS = 3A

પ્રશ્ન 148.
ટ્રાન્સફોર્મરના પ્રાથમિક અને ગૌણ ગૂંચળાઓમાં અનુક્રમે 5 અને 10 આંટાઓ છે, ત્યારે તેનું અન્યોન્ય પ્રેરકત્વ 25 H અને આ બંને ગૂંચળાઓમાં અનુક્રમે આંટાઓની સંખ્યા 10 અને 5 હોય ત્યારે મળતું અન્યોન્ય પ્રેરકત્વ ……………………. H.
(A) 50
(B). 12.5
(C) 25
(D) 6.25%
જવાબ
(C) 25
અન્યોન્ય પ્રેરકત્વ M = \(\frac{\mu_0 \mathrm{~N}_1 \mathrm{~N}_2 a}{l}\) માં \(\frac{\mu_0 a}{l}\) સમાન
∴ M ∝ N1 N2
∴ \(\frac{\mathrm{M}_1}{\mathrm{M}_2}=\frac{\mathrm{N}_1 \mathrm{~N}_2}{\mathrm{~N}_1{ }^{\prime} \mathrm{N}_2{ }^{\prime}}\)
∴ \(\frac{25}{M_2}=\frac{5 \times 10}{10 \times 5}\) ∴ M2 = 25 H

પ્રશ્ન 149.
ટ્રાન્સફોર્મરની સેકન્ડરી કૉઇલમાં પ્રેરિત થતું AC વોલ્ટેજ મુખ્યત્વે ………………….
(A) બદલાતા જતા વિદ્યુતક્ષેત્રને લીધે હોય છે.
(B) બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રને લીધે હોય છે.
(C) પ્રાથમિક ગૂંચળામાં થતાં દોલનોને લીધે હોય છે.
(D) તેમાંના લોખંડના ગર્ભના કારણે હોય છે.
જવાબ
(B) બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રને લીધે હોય છે.

પ્રશ્ન 150.
આદર્શ સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મર માટે પ્રાથમિક ગૂંચળાનો પ્રવાહ IP અને ગૌણ ગૂંચળાનો પ્રવાહ IS તથા આ ગૂંચળાઓના વોલ્ટેજ અનુક્રમે VP અને VS હોય તો,
(A) ISVS = IPVP
(B) ISVS > IPVP
(C) ISVS < IPVP
(D) ISVP < IPVS
જવાબ
(A) ISVS = IPVP
આદર્શ ટ્રાન્સફૉર્મરમાં ઊર્જાનો વ્યય થતો નથી.
∴ તાત્ક્ષણિક આઉટપુટ પાવર = તાત્ક્ષણિક ઇનપુટ પાવર
∴ ISVS = IPVP [ પાવર P = VI]

GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati

પ્રશ્ન 151.
એક ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા 80% છે. જો તે 100V અને 4k W પર કાર્ય કરતું હોય અને ગૌણ ગૂંચળામાં મળતું વોલ્ટેજ 240V હોય તો, પ્રાથમિક ગૂંચળામાં વહેતો પ્રવાહ ……………… .
(A) 0.4 A
(B) 4 A
(C) 10 A
(D) 40 A
જવાબ
(D) 40 A
ટ્રાન્સફૉર્મર 100V અને I ઍમ્પિયરનો પાવર 4 × 103 W છે.
∴ P1 = V1 I1
∴ I1 = \(\frac{p_1}{v_1}\)
= \(\frac{4 \times 10^3}{100}\) = 40 A

પ્રશ્ન 152.
સ્ટેપ-અપ ટ્રાન્ફોર્મર માટે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તરનું મૂલ્ય …………………………….. હોય છે.
(A) γ > 1
(B) γ < 1 (C) r = 1 (D) r ≥ 1 જવાબ (A) γ > 1
r = \(\frac{\mathrm{N}_2}{\mathrm{~N}_1}\) અને સ્ટૅપ-અપ ટ્રાન્સફૉર્મર માટે
N2 > N1 ⇒ \(\frac{\mathrm{N}_2}{\mathrm{~N}_1}\) > 1
∴ γ > 1

પ્રશ્ન 153.
એક A.C. શ્રેણી પરિપથમાં તાત્ક્ષણિક વોલ્ટેજનું મૂલ્ય મહત્તમ હોય ત્યારે તાત્ક્ષણિક પ્રવાહનું મૂલ્ય પણ મહત્તમ મળે છે, તો વોલ્ટેજ પ્રાપ્તિસ્થાન સાથે કયા પરિપથનો ઘટક જોડેલ હશે ?
(A) માત્ર અવરોધ
(B) માત્ર ઇન્ડક્ટર
(C) માત્ર કૅપેસિટર
(D) ઇન્ડક્ટર અને કૅપેસિટરનું શ્રેણી જોડાણ
જવાબ
(A) માત્ર અવરોધ

પ્રશ્ન 154.
એક ઇન્ડક્ટર અને કેપેસિટરને શ્રેણીમાં જોડી તેમાંથી v આવૃત્તિ ધરાવતો A.C. પ્રવાહ પસાર કરતાં પરિપથમાં મહત્તમ પ્રવાહ મળે છે. જો તેમને સમાંતરમાં જોડવામાં આવે, તો આ સંયોજનમાંથી પસાર થતો પ્રવાહ લઘુતમ થવા માટે જરૂરી આવૃત્તિ ……………………… છે.
(A) v
(B) \(\frac{v}{2}\)
(C) 2v
(D) v2
જવાબ
(A) V
શ્રેણી જોડાણમાં જે આવૃત્તિ માટે પ્રવાહ મહત્તમ બને તે જ આવૃત્તિએ સમાંતર જોડાણ માટે પ્રવાહ લઘુતમ બને.

પ્રશ્ન 155.
1 V ના સપ્લાયથી 1 μF નું કેપેસિટર ચાર્જ કરેલું છે. આ કેપેસિટરને 10-3 H આત્મપ્રેરકત્વવાળા ઇન્ડક્ટર સાથે સમાંતરમાં જોડતા પરિપથમાં મળતો પ્રવાહ ……………………
(A) 1 μA
(B) 1 mA
(C) \(\sqrt{1000}\) mA
(D) 1000 mA
જવાબ
(C) \(\sqrt{1000}\)mA
ચાર્જ થયેલા કૅપેસિટર પરનો વિદ્યુતભાર,
Q0 = VC = 1 × 1 × 10-6 = 1 μC,
∴ વિદ્યુતભાર Q = Q0sinωt
I = \(\) (Q0sinωt)
∴ I = Q0ωcosωtને પ્રવાહના વ્યાપક
સમીકરણ I = I0cosωt સાથે સરખાવતાં,
I0 = Q0ω જે મહત્તમ પ્રવાહ છે અને L અને C નું જોડાણ હોવાથી,
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 40
પણ I0 = Q0ω માં કિંમત મૂકતાં,
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 41

GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati

પ્રશ્ન 156.
20 Ω ના અવરોધમાં એક A.C. પ્રવાહ 300 W ના દરથી ઉષ્મા ઉત્પન્ન કરે છે, આ પ્રવાહ ………………….. છે.
(A) 3.9 A
(B) 9.3 A
(C) 0.39 A
(D) 0.93 A
જવાબ
(A) 3.9 A
P = \(\mathrm{I}_{\mathrm{rms}}^2\) R
∴ Irms = \(\sqrt{\frac{\mathrm{P}}{\mathrm{R}}}=\sqrt{\frac{300}{20}}=\sqrt{15}\)
∴ Irms = 3.87298 A
∴ Irms ≈ 3.9 A

પ્રશ્ન 157.
25 µF ના કેપેસિટરને 300V ના A.C. થી ચાર્જ કરેલ છે. હવે તેની સાથે સમાંતરમાં 10 mH નું ઇન્ડક્ટર સમાંતરમાં જોડી L-C પરિપથ બનાવેલો છે, તો t = 0 સમયે કેપેસિટર સાથે સંકળાયેલ ઊર્જા …………………… છે.
(A) 1125,
(B) 112.5J
(C) 1.125J
(D) 11.25 J
જવાબ
(C) 1.125J
t = 0 સમયે કૅપેસિટર પરનો વિદ્યુતભાર
Q0 = CV0
= 25 × 10-6 × 300 = 7.5 × 10-3 C
∴ t = 0 સમયે કૅપેસિટરમાં સંગ્રહ પામેલી ઊર્જા,
U = \(\frac{\mathrm{Q}_0^2}{2 \mathrm{C}}=\frac{\left(7.5 \times 10^{-3}\right)^2}{2 \times 25 \times 10^{-6}}=\frac{56.25}{50}\)
∴ U = 1.125 J

પ્રશ્ન 158.
A.C. ઉદ્ગમનો વોલ્ટેજ 220V છે. A.C. ના ધન અર્ધચક્ર દરમિયાન વોલ્ટેજનું સરેરાશ મૂલ્ય કેટલું હશે ? (MH CET – 2002)
(A) 198V
(B) 386 V
(C) 256V
(D) 0V
જવાબ
(A) 198 V
સરેરાશ વોલ્ટેજ = \(\frac{2 \mathrm{~V}_{\mathrm{m}}}{\pi}=\frac{2 \times \sqrt{2} \mathrm{~V}_{\mathrm{rms}}}{\pi}\)
= \(\frac{2 \sqrt{2} \times 220 \times 7}{22}\)
≈ 198 V

(a) વિધાન અને કારણ બંને સત્ય છે અને કારણ વિધાનની સાચી સમજૂતી છે.
(b) વિધાન અને કારણ બંને સત્ય છે, પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
(c) વિધાન સાચું છે, પરંતુ કારણ ખોટું છે.
(d) વિધાન અને કારણ બંને ખોટાં છે.

પ્રશ્ન 159.
વિધાન : ઇન્ડક્ટિવ ગૂંચળું સામાન્ય રીતે જાડા તાંબાના તારનું બનેલું હોય છે.
કારણ : પ્રેરિત પ્રવાહ એ ઓછા અવરોધવાળા તારમાં વધુ હોય છે.
(A) as
(B) b
(C) c
(D) d
જવાબ
(A) a
અહીં વિધાન અને કારણ બંને સાચા છે તથા કારણ એ વિધાનને સ્પષ્ટ રીતે સમજાવે છે.

પ્રશ્ન 160.
વિધાન: D.C. માટે કેપેસિટર પ્રવાહને બ્લોક કરે અને A.C. માટે તે સરળતાથી પસાર થવા દે છે.
કારણ : કેપેસિટિવ રિએક્ટન્સ એ આવૃત્તિના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
(A) a
(B) b
(C) c
(D) d
જવાબ
(A) a
XC = \(\frac{1}{2 \pi v C}\)
તેથી D.C. માટે v = 0 માટે XC અનંત થાય. તેથી પ્રવાહ વહેવા દેશે નહીં પણ A.C. માટે XC લઘુતમ બને. તેથી તેમાંથી પ્રવાહ સરળતાથી પસાર થશે.

પ્રશ્ન 161.
વિધાન : L-C-R શ્રેણી, A.C. પરિપથમાં અનુનાદ થઈ શકે.
કારણ : ઇન્ડક્ટિવ અને કેપેસિટિવ રિએક્ટન્સ સમાન મૂલ્યના
અને પરસ્પર વિરુદ્ધ હોય તો અનુનાદ થાય.
(A) a
(B) b
(C) c
(D) d
જવાબ
(A) a
વિધાન અને કારણ બંને સાચા છે. કારણ એ વિધાનની સાચી સમજૂતી આપે છે.
XL = XC ⇒ |Z| = R લઘુતમ મળે અને પરિપથમાં મહત્તમ પ્રવાહ વહે અને અનુનાદ થાય.

GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati

પ્રશ્ન 162.
અવરોધ R અને ઇન્ડક્ટર L નું ω જેટલી કોણીય આવૃત્તિવાળા એ.સી. પરિપથમાં શ્રેણીમાં જોડતાં આ પરિપથનો પાવર ફેક્ટર …………………….. છે. (2002)
(A) 0
(B) \(\frac{R}{\sqrt{R^2+\omega^2 L^2}}\)
(C) \(\frac{\omega \mathrm{L}}{\mathrm{R}}\)
(D) \(\frac{\mathrm{R}}{\omega \mathrm{L}}\)
જવાબ
(B) \(\frac{R}{\sqrt{R^2+\omega^2 L^2}}\)
| Z | = \(\sqrt{R^2+\omega^2 L^2}\)
∴ પાવર ફૅક્ટર = \(\frac{\mathrm{R}}{|\mathrm{Z}|}=\frac{\mathrm{R}}{\sqrt{\mathrm{R}^2+\omega^2 \mathrm{~L}^2}}\)

પ્રશ્ન 163.
ટ્રાન્સફોર્મરમાં core ને laminate કરવાનું કારણ …………………. (2003)
(A) એડી પ્રવાહોના કારણે થતો ઊર્જાનો વ્યય ઘટાડવા માટે.
(B) ટ્રાન્સફૉર્મરનું વજન ઘટાડવા માટે.
(C) ટ્રાન્સફૉર્મરને મજબૂત અને ટકાઉ બનાવવા માટે.
(D) ગૌણ ગૂંચળામાં વોલ્ટેજ વધા૨વા માટે.
જવાબ
(A) એડી પ્રવાહોના કારણે થતો ઊર્જાનો વ્યય ઘટાડવા માટે.
Core ને laminate કરવાથી તાર અને લોખંડના ગર્ભનો સંપર્ક થતો નથી અને પ્રાથમિક ગૂંચળાની ઉપર ગૌણ ગૂંચળાને વીંટાળવા છતાં શૉર્ટસર્કિટ થતી નથી અને પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહને કારણે મળતી ચુંબકીય ક્ષેત્રમાંની લગભગ બધી જ ક્ષેત્રરેખાઓ ગૌણ ગૂંચળા સાથે સંકળાય છે તથા eddy પ્રવાહોનું પ્રમાણ ઘટાડી શકાય છે તેથી ઊર્જાનો વ્યય ઘટાડી શકાય છે.

પ્રશ્ન 164.
L-C દોલક પરિપથમાં કેપેસિટર પરનો મહત્તમ વિધુતભાર Q છે, જ્યારે વિધુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહ પામેલ ઊર્જા સમાન હોય ત્યારે કેપેસિટર પરનો વિધુતભાર ……………………… છે. (2003)
(A) \(\frac{Q}{\sqrt{3}}\)
(B) \(\frac{Q}{\sqrt{2}}\)
(C) \(\frac{Q}{3}\)
(D) \(\frac{Q}{2}\)
જવાબ
(B) \(\frac{Q}{\sqrt{2}}\)
કૅપેસિટર પૂર્ણ ચાર્જ હોય ત્યારે તેમાં સંગ્રહ પામેલી ઊર્જા,
U = \(\frac{\mathrm{Q}^2}{2 \mathrm{C}}\)
જ્યારે આ ઊર્જા અડધી થાય ત્યારે જો કૅપેસિટર પર વિદ્યુતભાર Q’ હોય તો,
U’ = \(\frac{\left(Q^{\prime}\right)^2}{2 C}\)
∴ U’ = \(\frac{\mathrm{U}}{2}\)
∴ \(\frac{\left(Q^{\prime}\right)^2}{2 C}=\frac{1}{2} \times \frac{Q^2}{2 C}\)
∴ Q’ = \(\frac{\mathrm{Q}}{\sqrt{2}}\)

પ્રશ્ન 165.
A.C. વિધુતપ્રવાહને D.C. ઍમીટરથી માપી શકાતો નથી, કારણ કે ……………………… (2004, 2010)
(A) A.C. પ્રવાહ, D.C. ઍમીટરમાંથી માપી શકાતો નથી.
(B) A.C. પ્રવાહ દિશા બદલે છે.
(C) વિદ્યુતપ્રવાહનું એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય શૂન્ય છે.
(D) D.C. ઍમીટરને નુકસાન થાય છે.
જવાબ
(C) વિદ્યુતપ્રવાહનું એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય શૂન્ય છે.
A.C. પ્રવાહ, sine અથવા cosine વિધેય અનુસાર બદલાય છે અને હાર્મોનિક વિધેયનું એક આવર્તકાળ (ચક્ર) પરનું સરેરાશ મૂલ્ય શૂન્ય હોય છે.

પ્રશ્ન 166.
L-C-R શ્રેણી, એ.સી. પરિપથમાં તેમના ઘટકો વચ્ચેના વોલ્ટેજ 50V હોય, તો L-C જોડાણનાં વોલ્ટેજ ………………………… થાય. (2004)
(A) 50V
(B) 50√2V
(C) 100V
(D) શૂન્ય
જવાબ
(D) શૂન્ય
અહીં VR = 50V, VL = 50V, VC = -50V
∴ L અને C જોડાણ વચ્ચેના વોલ્ટેજ = VL + VC
= 50 – 50
= શૂન્ય

GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati

પ્રશ્ન 167.
A.C. પરિપથનો અવરોધ 12Ω અને ઇડિન્સ 15Ω છે, તો પરિપથનો પાવર ફેક્ટર …………………….. થશે. (2005)
(A) 1.25
(B) 125
(C) 0.8
(D) 0.4
જવાબ
(C) 0.8
cosδ = \(\frac{\mathrm{R}}{|\mathrm{Z}|}=\frac{12}{15}=\frac{4}{5}\) = 0.8

પ્રશ્ન 168.
A.C. વોલ્ટેજ અને A.C. પ્રવાહ વચ્ચેનો કળા તફાવત \(\frac{\pi}{2}\)rad છે, તો નીચેનામાંથી કયો ઘટક પરિપથમાં નહિ હોય ?(2005)
(A) L, C
(B) માત્ર L
(C) માત્ર C
(D)R, L
જવાબ
(D) R, L

પ્રશ્ન 169.
એક ઇલેક્ટ્રિક પંખાની મોટરમાં વપરાયેલ ગૂંચળાનું આત્મપ્રેરકત્વ 10 H છે, તો 50 Hz આવૃત્તિએ મહત્તમ પાવર વિનિમય પામે તે માટે તેનું જોડાણ …………………. કેપેસિટન્સવાળા કેપેસિટર સાથે કરવું જોઈએ. (2005)
(A) 1µF
(B) 2µF
(C) 4µF
(D) 8µF
જવાબ
(A) 1µF
અનુનાદીય આવૃત્તિએ પાવર મહત્તમ વિનિમય પામે.
∴ ω = ω0
2πv = 2πv0
∴ v = v0
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 42

પ્રશ્ન 170.
L-C-R પરિપથમા શ્રેણી અનુનાદમાં અવરોધના બે છેડા વચ્ચેનું વિદ્યુતસ્થિતિમાન 100V અને અવરોધ 1 KΩ તથા C = 2 µF અને અનુનાદીય કોણીય આવૃત્તિ ω = 200 rad/s-1 છે, તો અનુનાદની સ્થિતિમાં ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત …………………… (2006)
(A) 250 V
(B) 4 × 10-3V
(C) 2.5 × 10-2 V
(D) 40 V
જવાબ
(A) 250 V

  • અનુનાદીય કોણીય આવૃત્તિ ω0 = \(\frac{1}{\sqrt{\mathrm{LC}}}\)
    ∴ L = \(\frac{1}{\omega^2 \mathrm{C}}\)
    = \(\frac{1}{(200)^2 \times 2 \times 10^{-6}}\)
    = \(\frac{100}{8}\) = 12.5 H
  • અનુનાદ સમયે |Z| = R છે.
    ∴ વિદ્યુતપ્રવાહ I = \(\frac{\mathrm{V}}{|\mathrm{Z}|}=\frac{\mathrm{V}}{\mathrm{R}}=\frac{100}{1000}\) = 0.1A
  • ∴ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનું વિદ્યુતસ્થિતિમાન,
    VL = IXL = I OL
    = 0.1 × 200 × 12.5
    ∴ VL = 250 V

પ્રશ્ન 171.
આકૃતિમાં દર્શાવલ પરિપથમાં t = 0 સમયે કળ બંધ કરવામાં આવે છે, તો બૅટરીમાંથી વહેતો પ્રવાહ ……………………. (2010)
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 43
જવાબ
(C) t = 0 સમયે \(\frac{\mathrm{V}}{\mathrm{R}_2}\) તથા t = ∞ સમયે \(\frac{V\left(R_1+R_2\right)}{R_1 R_2}\)
t = 0 સમયે (કળ બંધ હોય ત્યારે) ઇન્ડક્ટરમાંથી પ્રવાહ વહેતો નથી. તેથી પરિપથમાં માત્ર R2 અવરોધ હોય છે.
∴ પ્રવાહ I = \(\frac{\mathrm{V}}{\mathrm{R}_2}\)
અને t = ∞ સમયે ઇન્ડક્ટરને અવગણીએ તો R1 અને R2 સમાંતરમાં ગણાય તેથી પરિપથનો અવરોધ
R = \(\frac{\mathrm{R}_1 \mathrm{R}_2}{\mathrm{R}_1+\mathrm{R}_2}\)
∴ પ્રવાહ I = \(\frac{\mathrm{V}}{\mathrm{R}}=\frac{\mathrm{V}\left(\mathrm{R}_1+\mathrm{R}_2\right)}{\mathrm{R}_1 \mathrm{R}_2}\)

GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati

પ્રશ્ન 172.
પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે બિંદુ ‘C’ ને બિંદુ ‘A’ જોડીને અચળ પ્રવાહ પસાર થાય ત્યાં સુધી જોડી રાખવામાં આવે છે, ત્યારબાદ અચાનક બિંદુ ‘C’ નું બિંદુ ‘A’ સાથેનું જોડાણ દૂર કરી ‘C’ નું ‘B’ સાથે t = 0 સમયે જોડાણ કરવામાં આવે છે, તો t = \(\) સમયે અવરોધ અને ઇન્ડક્ટરને સમાંતર R વિદ્યુતસ્થિતિમાનનો ગુણોત્તર કેટલો થાય ? (JEE-2014)
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 44
(A) 1
(B) -1
(C) \(\frac{1-e}{e}\)
(D) \(\frac{e}{1-e}\)
જવાબ
(B) -1
C ને B સાથે જોડતાં,
VR + VL = 0
∴ VR = -VL ∴ \(\frac{\mathrm{V}_{\mathrm{R}}}{\mathrm{V}_{\mathrm{L}}}\) = -1

પ્રશ્ન 173.
LCR પરિપથ એ અવમંદિત દોલકને સમતુલ્ય છે. નીચે દર્શાવ્યા મુજબ સંધારકને Q0 જેટલા વિધુતભારથી વીજભારિત કરેલ છે અને ત્યારબાદ તેને L અને R સાથે જોડવામાં આવે છે.
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 45
જો વિધાર્થી, બે જુદા-જુદા L1 અને L2 (L1 > L2) મૂલ્યોના L માટે સંધારક પરના મહત્તમ વિધુતભારના વર્ગ (Q2max) વિરુદ્ધ સમય માટેના ગ્રાફ દોરે, તો નીચે આપેલામાંથી કો ગ્રાફ તેને સાચી રીતે રજૂ કરશે ? (આકૃતિ એક જ સ્કેલ પર દોરેલ નથી.) (JEE-2015)
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 46
અવમંદિત દોલકનો t સમયે કંપવિસ્તાર A = A0\(e^{-\frac{b t}{2 m}}\)
L-C દોલક માટે m જેવું જ કાર્ય ઇન્ડક્ટન્સ L ભજવે છે.
∴ A = A0\(-\frac{\mathrm{R} t}{2 \mathrm{~L}}\)
∴ L1 > L2 હોવાથી આકૃતિ (A) સાચી.

પ્રશ્ન 174.
એક આર્ક-લેમ્પને પ્રકાશિત થવા 10 A DC અને 80 V ની આવશ્યકતા છે. જો આ બલ્બને 220V (rms), 50 Hz AC સપ્લાય સાથે જોડવામાં આવે, તો તેને પ્રકાશિત કરવા જરૂરી શ્રેણી ઇન્ડક્ટરનું મૂલ્ય લગભગ ……………….. થશે. (JEE – 2016)
(A) 80 H
(B) 0.08 H
(C) 0.044 H
(D) 0.065 H
જવાબ
(D) 0.065 H
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 47
∴ L = 0.06526 ≈ H 0.065 H

પ્રશ્ન 175.
એક AC પરિપથમાં તાત્ક્ષણિક emf અને પ્રવાહ નીચે મુજબ આપી શકાય છે.
ε = 100sin30t
I = 20sin (30t – \(\frac{\pi}{4}\)
AC ના એક સાઇકલ (આવર્તન) માટે પરિપથ દ્વારા ઉપયોગમાં લીધેલ પાવર અને વૉટલેસ પ્રવાહ અનુક્રમે ………………………. થશે. (JEE Main 2018)
(A) 50, 10
(B) \(\frac{1000}{\sqrt{2}}\), 10
(C) \(\frac{50}{\sqrt{2}}\), 0
(D) 50, 0
જવાબ
(B) \(\frac{1000}{\sqrt{2}}\), 10

= \(\frac{\mathrm{V}_{\mathrm{m}} \mathrm{I}_{\mathrm{m}}}{2}\)cosδ
= \(\frac{100 \times 20}{2}\) × cos45°
= 1000 × \(\frac{1}{\sqrt{2}}\)
= \(\frac{1000}{\sqrt{2}}\) W
વૉટલેસ પ્રવાહ,
Irms sinδ
\(\frac{\mathrm{I}_{\mathrm{m}}}{\sqrt{2}}\) × sin 45°
\(\frac{20}{\sqrt{2}} \times \frac{1}{\sqrt{2}}\)
= 10 A

પ્રશ્ન 176.
એક ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ 10 mH અને અવરોધકનો અવરોધ 5 Ω છે, તેને 20V ની બેટરી સાથે જોડેલાં છે. t = ∞ અને t = 40 s સમયે વિદ્યુત પરિપથમાં વિધુતપ્રવાહનો ગુણોત્તર શોધો. (JEE Jan. – 2020)
(A) 1.06
(B) 1.48
(C) 1.15
(D) 0.84
જવાબ
(A) 1.06
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 48
= 1.06

GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati

પ્રશ્ન 177.
L-R શ્રેણી પરિપથને V વોલ્ટના emf વાળી બેટરી સાથે જોડેલી છે. જો t = 0 સમયે સ્વિચ ઑન કરવામાં આવે, તો ઇન્ડક્ટરમાં સંગ્રહ પામતી મહત્તમ ઊર્જાના \(\frac{1}{n}\) ગણી ઊર્જા સંગ્રહ પામતા લાગતો સમય ……………………. (JEE Main – 2020)
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 49
જવાબ
(A) \(\frac{L}{R} \ln \left(\frac{\sqrt{n}}{\sqrt{n}-1}\right)\)
ઇન્ડક્ટરમાં સંગ્રહ પામતી વિદ્યુતઊર્જા U = \(\frac {1}{2}\)LI2 માં L અચળ
∴ U ∝ I2
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 50

પ્રશ્ન 178.
એક ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા 90 % છે. તે 200 V તથા 3kW ના પાવર સપ્લાય પર કાર્ય કરે છે. ગૌણ ગૂંચળામાં પ્રવાહ 6A પસાર થાય છે, તો ગૌણ ગૂંચળાના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત તથા પ્રાથમિક ગૂંચળામાં વિદ્યુતપ્રવાહ અનુક્રમે ……………………… હશે.(AIPMT 2014)
(A) 300 V, 15 A
(B) 450 V, 15 A
(C) 450 V, 13.5 A
(D) 600 V, 15 A
જવાબ
(B) 450 V, 15 A
પ્રાથમિક ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ
IP = \(\frac{P}{V}=\frac{3000}{200}\) = 15 A
આઉટપુટ પાવર PS = PP ના 90 %
VS IS = VP IP × 0.9
∴ VS = \(\frac{\mathrm{V}_{\mathrm{P}} \mathrm{I}_{\mathrm{P}} \times 0.9}{\mathrm{I}_{\mathrm{S}}}\)
∴ VS = \(\frac{3000 \times 0.9}{6}\) ∴ VS = 450 V

પ્રશ્ન 179.
R-C શ્રેણી પરિપથને A.C. સપ્લાય સાથે જોડેલું છે. બે કિસ્સાઓ જુઓ.
(a) જ્યારે હવાવાળું કેપેસિટર હોય
(b) જ્યારે માઇકાના માધ્યમવાળું કેપેસિટર હોય. અવરોધમાંથી પસાર થતો પ્રવાહ i અને કેપેસિટરની આસપાસના વોલ્ટેજ V હોય, તો (AIPMT – 2015)
(A) ia > ib
(B) Va = Vb
(C) Va < Vb
(D) Va > Vb
જવાબ
(D) Va > Vb
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 51

પ્રશ્ન 180.
એક L-C-R પરિપથમાં અવરોધ, કેપેસિટન્સ અને ઇન્ડક્ટરની આસપાસ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત અનુક્રમે 80V, 40 V અને 100V છે. તો પરિપથનો પાવર ફેક્ટર કેટલો હશે ? (AIPMT JULY – 2016)
(A) 0.8
(B) 1.0
(C) 0.4
(D) 0.5
જવાબ
(A) 0.8
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 52
હવે પાવર ફૅક્ટર = cos Φ આપેલ ત્રિકોણ પરથી = \(\frac {4}{5}\) = 0.8

પ્રશ્ન 181.
એક નાનો સિગ્નલ વોલ્ટેજ V(t) = V0sinωt ને એક આદર્શ કેપેસિટર C ની આસપાસ લગાડેલ છે. (AIPMT MAY – 2016)
(A) એક પૂર્ણ ચક્ર દરમિયાન કૅપેસિટર C માં વોલ્ટેજ સ્રોતમાંથી કોઈ ઊર્જા સંગ્રહ પામતી નથી.
(B) પ્રવાહ I(t), વોલ્ટેજ V(t)ની કળામાં છે.
(C) પ્રવાહ I(t), વોલ્ટેજ V(t)થી કળામાં 180° આગળ છે.
(D) પ્રવાહ I(t), વોલ્ટેજ V(t)થી કળામાં 90° પાછળ છે.
જવાબ
(A) એક પૂર્ણ ચક્ર દરમિયાન કૅપેસિટર C માં વોલ્ટેજ સ્રોતમાંથી કોઈ ઊર્જા સંગ્રહ પામતી નથી.
પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કળામાં 90° આગળ છે.
તેથી પાવર P = Vrms Irms cosð
= Vrms Irms cos90°
= Vrms Irms × 0 ∴ P = 0

GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati

પ્રશ્ન 182.
20 mH ના ઇન્ડક્ટર, 50 μF ના કેપેસિટર અને 40 Ω ના અવરોધના શ્રેણી જોડાણને V = 10sin340t ના emf ના ઉદ્ગમ સાથે જોડવામાં આવે શોધો. છે. A.C. પરિપથમાં પાવર વ્યય (AIPMT MAY – 2016)
(A) 0.67 W
(B) 0.76 W
(C) 0.89 W
(D) 0.51 W
જવાબ
(D) 0.51 W
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 53
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 54
∴ P = 0.4646 W
∴ P ≈ 0.51 W નજીકનું મૂલ્ય.

પ્રશ્ન 183.
આકૃતિમાં દરેકના અવરોધો R 9.0 Ω હોય તેવા ત્રણ સમાન અવરોધો છે. દરેકનું ઇન્ડક્ટન્સ L = 2.0 mH હોય તેવા બે સમાન ઇન્ડક્ટરો છે અને ε = 18V ની એક આદર્શ બેટરી અનુસાર જોડેલી છે. સ્વિચ બંધ કર્યા પછી બેટરીમાંથી વહેતો પ્રવાહ i = …………………….. (NEET – 2017)
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 55
(A) 0.2 A
(B) 2 A
(C) 0 A
(D) 2 mA
જવાબ
આપેલા વિકલ્પો પૈકી એક પણ વિકલ્પ સાચો નથી.
જ્યારે સ્વિચ બંધ કરીએ (t = 0 સમયે) ઇન્ડક્ટરનો અવરોધ ઘણોજ વધારે હોય તેથી તેમાંથી પ્રવાહ વહેશે નહીં. (ઑપન પરિપથ) પણ કૅપેસિટરનો અવરોધ ઓછો હોવાથી મહત્તમ પ્રવાહથી તે ચાર્જિંગ થશે. જે નીચે પરિપથમાં દર્શાવ્યું છે :
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 56
આપેલા વિકલ્પોમાં 4A જવાબ નથી અને ખરેખર જવાબ 4 A મળે છે.

પ્રશ્ન 184.
V = 10sin314t emf ના એક ઉદ્ગમને સમાંતર 20 mH નો એક ઇન્ડક્ટર 100 μF નો એક કેપેસિટર અને 50 Ω નો એક અવરોધ શ્રેણીમાં જોડેલ છે. આ પરિપથનો
પાવર વ્યય …………………. છે. (NEET – 2018)
(A) 1.13 W
(B) 0.79 W
(C) 2.74 W
(D) 0.43 W
જવાબ
(B) 0.79 W
V = 10sin314 t ને વ્યાપક સમીકરણ V = Vmsinωt સાથે સરખાવતાં,
Vm 10 V, ω = 314 rad s-1
∴ XL = ωL = 314 × 20 × 10-3 = 6.28 Ω
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 57
= 0.79265 W ≈ 2 0.79 W

પ્રશ્ન 185.
નીચે દર્શાવેલ પરિપથમાં વોલ્ટમીટર અને ઍમીટરનું વાંચન કરો. (NEET – 2019)
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 58
(A) V2 > V1 અને i1 > i2
(B) V2 < V1 > અને i1 = i2
(C) V1 = V2 અને i1 > i2
(D) V2 = V1 અને i1 = i2
જવાબ
(D) V2 = V1 અને i1 = i2
પરિપથ માટે,
i1 = \(\frac {10}{10}\) = 1A
∴ V1 = i1 × 10 = 1 × 10 = 10V
પરિપથ-2 માં આદર્શ વોલ્ટમીટર સાથે શ્રેણીમાં 10 Ω નો અવરોધ જોડેલો છે. તે પરિપથમાં કોઈ અસર ઉત્પન્ન કરશે નહીં.
∴ i2 = \(\frac {10}{10}\) = 1A
∴ V2 = i2 × 10 = 1 × 10 = 10 V

પ્રશ્ન 186.
એક શ્રેણી LCR પરિપથને ac વોલ્ટેજ ઉદ્ગમ સાથે જોડેલ છે. જ્યારે પરિપથમાંથી Lને દૂર કરવામાં આવે છે ત્યારે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળાતફાવત \(\frac{\pi}{3}[latex] છે. જો તેના બદલે પરિપથમાંથી C ને દૂર કરવામાં આવે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળાતફાવત [latex]\frac{\pi}{3}[latex] પરિપથનો શક્તિગુણાંક (power factor) છે. (NEET – 2020)
(A) શૂન્ય
(B) 0.5
(C) 1.0
(D) – 1.0
જવાબ
(C) 1.0
જ્યારે પરિપથમાંથી L દૂર કરીએ તો,
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 59

GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati

પ્રશ્ન 187.
એક 200 V, 50 Hz ના ac સપ્લાય સાથે 40 µF નો એક કેપેસિટર જોડેલ છે. આ પરિપથમાંના પ્રવાહનું rms મૂલ્ય આશરે …………………….. છે. (NEET – 2020)
(A) 1.7A
(B) 2.05 A
(C) 2.5 A
(D) 25.1 A
જવાબ
(C) 2.5 A
∴ I = [latex]\frac{\mathrm{V}}{\mathrm{X}_{\mathrm{C}}}=\frac{\mathrm{V}}{1 / \omega \mathrm{C}}\)
∴ I = \(\frac{\mathrm{V} \times \omega \mathrm{C}}{1}\)
= 200 × 314 × 40 × 10-6
= 2512000 × 10-6
≈ 2.5 A
અહીં
C = 40 µF
= 40 × 10-6 F
V = 200 V
v = 50 Hz
ω = 2πV
∴ ω = 314 rads-1

પ્રશ્ન 188.
2uF કેપેસિટન્સવાળા કેપેસિટરને 1 kHz આવૃત્તિથી આંદોલિત થતા આંદોલકના ટેન્ક પરિપથ સાથે જોડવામાં આવે છે. જો પરિપથમાંથી પસાર થતો પ્રવાહ 2mA હોય તો કેપેસિટરના બે છેડાઓ વચ્ચેનો વોલ્ટેજ …………………………. હશે.(2003)
(A) 0.16 વોલ્ટ
(B) 0.32 વોલ્ટ
(C) 79.5 વોલ્ટ
(D) 159 વોલ્ટ
જવાબ
(A) 0.16 વોલ્ટ
XC = \(\frac{1}{\omega_{\mathrm{C}}}=\frac{1}{2 \pi f_{\mathrm{C}}}\) = \(\frac{1}{2 \times 3.14 \times 1000 \times 2 \times 10^{-6}}\)
∴ XC = \(\frac{10^3}{4 \times 3.14}\)
હવે, કૅપેસિટરના બે છેડા વચ્ચે
P.d. = IXC = \(\frac{2 \times 10^{-3} \times 10^3}{4 \times 3.14}\) = 0.16 વોલ્ટ

પ્રશ્ન 189.
આદર્શ સમાંતર LC પરિપથમાં કેપેસિટરને DC સ્રોત સાથે જોડી ચાર્જ કરવામાં આવે છે પછી છૂટું પાડી દેવામાં આવે છે, તો પરિપથમાંનો પ્રવાહ ………………….. (2003)
(A) તે જ ક્ષણે શૂન્ય બનશે.
(B) એકધારો વધે છે.
(C) એકધારો ઘટે છે.
(D) તે જ ક્ષણે આંદોલન (વધ-ઘટ) કરે છે.
જવાબ
(D) તે જ ક્ષણે આંદોલન (વધ-ઘટ) કરે છે.
DC સાથે જોડતાં ચાર્જ થશે અને છૂટા પાડતાં ડિસ્ચાર્જ થશે પરંતુ ગૂંચળા સાથે સંકળાયેલ લક્સ બદલાતાં તે ફરીથી ચાર્જ થશે. આમ ચાલ્યા જ કરશે.

પ્રશ્ન 190.
AC પરિપથમાં શ્રેણીમાં જોડેલા ઇન્ડક્ટર અને અવરોધના બે છેડા વચ્ચે વીજસ્થિતિમાનનો તફાવત અનુક્રમે 16V અને 20V છે. સ્રોતનો કુલ વીજસ્થિતિમાનનો તફાવત ………………….. થશે. (2007)
(A) 20.0 વોલ્ટ
(C) 31.9 વોલ્ટ
(B) 25.6 વોલ્ટ
(D) 53.5 વોલ્ટ
જવાબ
(B) 25.6 વોલ્ટ
V = \(\sqrt{\mathrm{V}_{\mathrm{L}}^2+\mathrm{V}_{\mathrm{R}}^2}\)
= \(\sqrt{16^2+20^2}=\sqrt{256+400}\) = 25.6 વોલ્ટ

પ્રશ્ન 191.
જો RL પરિપથની આવૃત્તિ v હોય તો પરિપથનો ઇમ્પિડન્સ …………………… થશે. (2008)
(A) \(\sqrt{\mathrm{R}^2+(2 \pi v \mathrm{~L})^2}\)
(B) R2 + (2π v 2)2
(C) \(\sqrt{\mathrm{R}^2+\mathrm{L} \pi v^2}\)
(D) R2 + (2π v)2
જવાબ
(A) \(\sqrt{\mathrm{R}^2+(2 \pi v \mathrm{~L})^2}\)
RL પરિપથ માટે,
Z = \(\sqrt{\mathrm{R}^2+\mathrm{X}_{\mathrm{L}}^2}\)
= \(\sqrt{\mathrm{R}^2+(\omega \mathrm{L})^2}=\sqrt{\mathrm{R}^2+(2 \pi v \mathrm{~L})^2}\)

GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati

પ્રશ્ન 192.
ગૂંચળાના છેડા વચ્ચે 100 V DC લગાડતાં તેમાંથી 1 A પ્રવાહ પસાર થાય છે. જ્યારે 50 Hz આવૃત્તિનો 100 V એ.સી. તે જ ગૂંચળામાં લગાડતાં માત્ર 0.5 A પ્રવાહ વહે છે, તો ગૂંચળાનું આત્મપ્રેરકત્વ ……………………… હશે. (2008)
(A) 0.55 H
(B) 5.5 mH
(C) 0.55 mH
(D) 55 mH
જવાબ
(A) 0.55 H
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 60

પ્રશ્ન 193.
LCR શ્રેણી પરિપથમાં, અવરોધ, કેપેસિટર અને ઇન્ડક્ટર દરેકના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ 10 વોલ્ટ છે. જો કેપેસિટરના બે છેડા વચ્ચે શોર્ટ સરકીટ કરતાં ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ………………..હશે. (2009)
(A) 10 વોલ્ટ
(B) 10√2 વોલ્ટ
(C) \(\frac{10}{\sqrt{2}}\) વોલ્ટ
(D) 20 વોલ્ટ
જવાબ
(C) \(\frac{10}{\sqrt{2}}\) વોલ્ટ
અહીં, VR = VL = VC તથા R = XL = XC
તેથી, Z = \(\sqrt{\mathrm{R}^2+\left(\mathrm{X}_{\mathrm{L}}-\mathrm{X}_{\mathrm{C}}\right)^2}\) પરથી,
Z = \(\sqrt{\mathrm{R}^2+\mathrm{X}_{\mathrm{L}}^2}\) (:: કૅપેસિટર શૉર્ટ કરેલ છે.)
Z = \(\sqrt{\mathrm{R}^2+\mathrm{R}^2}=\sqrt{2} \mathrm{R}\)
∴ નવો પ્રવાહ I’ = \(\frac{\mathrm{V}}{\mathrm{Z}}=\frac{10}{\mathrm{R} \sqrt{2}}\)
∴ હવે, ગૂંચળાના બે છેડા વચ્ચે વીજસ્થિતિમાનમાં ઘટાડો
= I’R = (\(\frac{10}{R \sqrt{2}}\)) (R) = \(\frac{10}{\sqrt{2}}\) વોલ્ટ

પ્રશ્ન 194.
LC પરિપથમાં સ્પ્રિંગના યાંત્રિક અચળાંકને સમાન ……………………… છે. (2011)
(A) \(\frac{1}{\mathrm{~L}}\)
(B) \(\frac{1}{\mathrm{~C}}\)
(C) \(\frac{1}{\mathrm{~C}}\)
(D) \(\frac{\mathrm{L}}{\mathrm{C}}\)
જવાબ
(B) \(\frac{1}{\mathrm{~C}}\)
જ્ઞાન આધારિત, LC પરિપથમાં ને સ્થાને \(\frac{1}{C}\) આવે.

પ્રશ્ન 34.
LCR પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત …………………… હશે. (2011)
(A) જ્યારે XL > XC હોય ત્યારે ધન
(B) જ્યારે XC > XL હોય ત્યારે ધન
(C) 90°
(D) 0°
જવાબ
(A) જ્યારે XL > XC હોય ત્યારે ધન
LCR શ્રેણી પરિપથ માટે tan Φ = \(\frac{\mathrm{X}_{\mathrm{L}}-\mathrm{X}_{\mathrm{C}}}{\mathrm{R}}\) જો XL > XC તો tanò ધન થતાં કળા તફાવત ધન થાય.

પ્રશ્ન 195.
વિધાન AC પરિપથમાં માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં કોઈ ઊર્જા વ્યય પામતી નથી.
કારણ : આ પરિપથમાં પ્રવાહ વહેતો નથી. (2007)
(A) પ્રતિજ્ઞાવાળું વિધાન અને કારણ બંને સાચાં છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
(B) પ્રતિજ્ઞાવાળું વિધાન અને કારણ બંને સાચાં છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
(C) પ્રતિજ્ઞાવાળું વિધાન સાચું છે પણ કારણવાળું વિધાન ખોટું છે.
(D) પ્રતિજ્ઞાવાળું વિધાન અને કારણ બંને ખોટાં છે.
જવાબ
(C) પ્રતિજ્ઞાવાળું વિધાન સાચું છે પણ કારણવાળું વિધાન ખોટું છે.
અહીં વિધાન સાચું છે. AC પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત \(\frac{\pi}{2}\) હોય છે. પરંતુ DC પરિપથમાં પ્રવાહ
વહેતો નથી તેથી કારણ ખોટું છે.

GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati

પ્રશ્ન 196.
વિધાનઃ ઇલેક્ટ્રિક બલ્બ ચાલુ-બંધ થાય તે દરમિયાન તેની ફિલામેન્ટ બળી જવાની શક્યતા હોય છે.
કારણ : ઇલેક્ટ્રિક બલ્બ ચાલુ-બંધ થાય તે વખતે ઇન્ડક્ટિવ અસરથી વોલ્ટેજમાં અચાનક વધારો થાય છે.(2003)
(A) પ્રતિજ્ઞાવાળું વિધાન અને કારણ બંને સાચાં છે અને કા૨ણ એ વિધાનની સાચી સમજૂતી છે.
(B) પ્રતિજ્ઞાવાળું વિધાન અને કારણ બંને સાચાં છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
(C) પ્રતિજ્ઞાવાળું વિધાન સાચું છે પણ કારણવાળું વિધાન ખોટું છે.
(D) પ્રતિજ્ઞાવાળું વિધાન અને કારણ બંને ખોટાં છે.
જવાબ
(A) પ્રતિજ્ઞાવાળું વિધાન અને કારણ બંને સાચાં છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
બલ્બના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ 220 વોલ્ટથી વધતાં બલ્બ ઊડી જાય છે. બલ્બ ચાલુ-બંધ થાય તે દરમિયાન ઇન્ડક્ટિવ અસરને કારણે વોલ્ટેજમાં અચાનક વધારો થાય છે, જે 220 વોલ્ટથી વધતાં બલ્બની ફિલામેન્ટ બળી જાય છે.
અહીં વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનની સચોટ સમજૂતી આપે છે.

પ્રશ્ન 197.
A.C. પરિપથમાં એક વિધુતગોળો તેને લાગુ પાડેલ મહત્તમ પાવરના 50% પાવર વાપરે છે, તો લાગુ પાડેલ વોલ્ટેજ અને પરિપથના પ્રવાહ વચ્ચે કળા-તફાવત કેટલો હશે ? (2014)
(A) \(\frac{\pi}{6}\) rad
(B) \(\frac{\pi}{4}\) rad
(C) \(\frac{\pi}{3}\) rad
(D) \(\frac{\pi}{2}\) rad
જવાબ
(C) \(\frac{\pi}{3}\)
P = Pm cosδ
∴ cosδ = \(\frac{\mathrm{P}}{\mathrm{P}_m}=\frac{\mathrm{P}_{\frac{\mathrm{m}}{}}^2}{\mathrm{P}_m}=\frac{1}{2}\)
∴ cosδ = \(\frac {1}{2}\)
∴ δ = \(\frac{\pi}{3}\) rad

પ્રશ્ન 198.
વ્યવહારમાં વપરાતા સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ પાવર ……………………. હોય. (2014)
(A) ઇનપુટ પાવર કરતાં વધારે હોય છે.
(B) ઇનપુટ પાવર જેટલો જ હોય છે.
(C) પાવરકટ વખતે પણ જળવાઈ રહે છે.
(D) ઇનપુટ પાવર કરતાં ઓછો હોય છે.
જવાબ
(D) ઇનપુટ પાવર કરતાં ઓછો હોય છે.
પ્રાથમિક ગૂંચળામાંની વિદ્યુતઊર્જાનો થોડોક ભાગ ગૂંચળામાં ઉષ્મારૂપે, થોડોક ભાગ કોરનું ચુંબકીયકરણ અને વિચુંબકીયકરણ કરવામાં અને eddy પ્રવાહો ઉત્પન્ન કરવામાં વપરાય છે.

પ્રશ્ન 199.
એક વિધુતપ્રવાહ 8 A ના D.C. પ્રવાહ (Component) અને I = 6sin ωt ના A.C. પ્રવાહ (Component) નો બનેલો છે, તો પરિણામી પ્રવાહનું Irms મૂલ્ય ……………………….. થાય. (2014)
(A) 9.05 A
(B) 8.05 A
(C) 11.58 A
(D) 13.58 A
જવાબ
(A) 9.05 A
t સમયે પ્રવાહ I = 8 + 6sin ωt
Irms = \(\sqrt{\langle\mathrm{II}\rangle^2}=\sqrt{\left\langle(8+6 \sin \omega t)^2\right\rangle}\)
Irms = \(\sqrt{<64>+<96 \sin \omega t>+<36 \sin ^2 \omega t>}\)
એક આવર્તકાળ પર <64> = 64
<96 sin ωt> = 0
<36 sin2 ωt> = 36 x \(\frac {1}{2}\) = 18
∴ Irms = \(\sqrt{64+0+18}=\sqrt{82}\) =9.05A

પ્રશ્ન 200.
LC ઓક્સિલેટર પરિપથમાં કેપેસિટરનું મૂલ્ય બમણું કરતાં આઉટપુટમાં મળતાં તરંગની આવૃત્તિ ……………………. ગણી થશે. (2014)
(A) \(\frac{1}{\sqrt{2}}\)
(B) \(\frac {1}{2}\)
(C) √2
(D) 2
જવાબ
(A) \(\frac{1}{\sqrt{2}}\)
f = \(\frac{1}{2 \pi \sqrt{\mathrm{LC}}}\)
∴ f ∝ \(\frac{1}{\sqrt{\mathrm{C}}}, \frac{f_2}{f_1}=\sqrt{\frac{\mathrm{C}_1}{\mathrm{C}_2}}=\sqrt{\frac{1}{2}}\) ∴ \(\frac{f_2}{f_1}=\frac{1}{\sqrt{2}}\)

GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati

પ્રશ્ન 201.
100 Ω અવરોધ અને 2 H ઇન્ડક્ટન્સના શ્રેણીજોડાણવાળા પરિપથમાં \(\frac{25}{\pi}\)Hz આવૃત્તિવાળો A.C. પ્રવાહ પસાર કરતાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત ………………. થાય. (2015)
(A) 90°
(B) 30°
(C) 60°
(D) 45°
જવાબ
(D) 45°
tanδ = \(\frac{\mathrm{WL}}{\mathrm{R}}=\frac{2 \pi f \mathrm{~L}}{\mathrm{R}}\)
tanδ = \(\frac{2 \times \pi \times \frac{25}{\pi} \times 2}{100}=\frac{100}{100}\)
tanδ = 1 ∴ tanδ = 45°

પ્રશ્ન 202.
ફક્ત કેપેસિટર ધરાવતા A.C. પરિપથમાં વિધુતપ્રવાહ ………………… હોય છે.
(A) વોલ્ટેજ કરતાં કળામાં \(\frac{\pi}{2}\) જેટલો પાછળ
(B) વોલ્ટેજ કરતાં કળામાં π જેટલો આગળ
(C) વોલ્ટેજ કરતાં કળામાં \(\frac{\pi}{2}\) જેટલો આગળ
(D) વોલ્ટેજ કરતાં કળામાં π જેટલો પાછળ
જવાબ
(C) વોલ્ટેજ કરતાં કળામાં \(\frac{\pi}{2}\) જેટલો આગળ

પ્રશ્ન 203.
V = 100√2 sin100t Volt વડે અપાતો ઑલ્ટરનેટિંગ વોલ્ટેજ 1μF ના કેપેસિટરને આપવામાં આવ્યો છે, તો પરિપથમાં જોડેલા એમીટરનું અવલોકન ………………… mA હશે. (2015)
(A) 10
(B) 40
(C) 20
(D) 80
જવાબ
(A) 10
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 61
= 100 × 10-4 = 10 × 10-3 A = 10 mA

પ્રશ્ન 204.
સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર માટે …………………… વિકલ્પ સાચો છે. (2016)
(A) આઉટપુટ વોલ્ટેજ > ઇનપુટ વોલ્ટેજ
(B) આઉટપુટ પાવર < ઇનપુટ પાવર
(C) પ્રાથમિક ગૂંચળામાં આંટાની સંખ્યા = ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા
(D) આપેલ પૈકી કોઈ નહીં
જવાબ
(B) આઉટપુટ પાવર < ઇનપુટ પાવર
પ્રાથમિક ગૂંચળામાંની વિદ્યુતઊર્જાનો થોડોક ભાગ ગૂંચળામાં ઉષ્મારૂપે અને થોડોક ભાગ કોરનું ચુંબકીયકરણ અને વિચુંબકીય કરણ કરવામાં અને eddy પ્રવાહો ઉત્પન્ન કરવામાં વપરાય છે.

પ્રશ્ન 205.
L-C-R A.C. પરિપથ માટે અનુનાદ આવૃત્તિ 5000 Hz અને હાફપાવર બિંદુઓએ આવૃત્તિઓ 4950 Hz અને 5050 Hz છે. તો Q ફેક્ટર ……………………. હશે. (2016)
(A) 100
(B) 0.02
(C) 50
(D) 0.01
જવાબ
(C) 50
Q = \(\frac{\omega_0}{\Delta \omega}=\frac{2 \pi v_0}{2 \pi\left(v_2-v_1\right)}=\frac{v_0}{v_2-v_1}\)
= \(\frac{5000}{5050-4950}=\frac{5000}{100}\) = 50

GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati

પ્રશ્ન 206.
એક A.C. L-C-R શ્રેણી પરિપથ માટે અનુનાદી આવૃત્તિ માટે નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે ? (2016)
(A) અવરોધનું મૂલ્ય શૂન્ય.
(B) L અને C ને લીધે મળતા રિઍક્ટન્સનું મૂલ્ય સમાન.
(C) L ને લીધે કળા તફાવત બરાબર C ને લીધે કળા તફાવતનું વિરુદ્ધ.
(D) ઈમ્પિડન્સ માત્ર વાસ્તવિક ભાગ ધરાવશે.
જવાબ
(A) અવરોધનું મૂલ્ય શૂન્ય.
અનુનાદીય આવૃત્તિ માટે ωL – \(\frac{1}{\omega C}\) = 0
તેથી L-C-R, A.C. પરિપથમાં ઇમ્પિડન્સનું મૂલ્ય
|z| = \(\sqrt{\mathrm{R}^2+\left(\omega \mathrm{L}-\frac{1}{\omega \mathrm{C}}\right)^2}\)
= \(\sqrt{\mathrm{R}-(0)^2}\)
∴ |z| = R

પ્રશ્ન 207.
100Ω અવરોધ અને √3H ઇન્ડક્ટન્સના શ્રેણી જોડાણવાળા પરિપથમાંથી 50/π Hz આવૃત્તિવાળો A.C. પ્રવાહ પસાર કરતા વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા-તફાવત
………………….. થાય. (2016)
(A) 30°
(B) 45°
(C) 60°
(D) 90°
જવાબ
(C) 60°
tan Φ = \(\frac{\omega \mathrm{L}}{\mathrm{R}}\) [L-R શ્રેણી પરિપથ]
= \(\frac{100 \times \sqrt{3}}{100}\)
f = \(\frac{50}{\pi}\) ⇒ 2πf = 100 .. w = 100 રેડિ/સેકન્ડ
= √3 ∴ Φ = 60°

પ્રશ્ન 208.
એક AC પરિપથમાં 3 A પ્રવાહ તથા 210 V વિધુત સ્થિતિમાનનો તફાવત છે, જો પરિપથમાં વપરાતો પાવર 63 W હોય તો પાવર ફેક્ટર …………………….. (2017)
(A) 0.09
(B) 0.10
(C) 0.08
(D) 0.11
જવાબ
(B) 0.10
P = Vrms Irms cosδ
∴ પાવર ફૅક્ટર cosδ = \(\frac{\mathrm{P}}{\mathrm{V}_{\mathrm{rms}} \mathrm{I}_{\mathrm{rms}}}\)
= \(\frac{63}{210 \times 3}=\frac{1}{10}\)
= 0.10

પ્રશ્ન 209.
આપેલ AC પ્રવાહ I = 50cos(100 t + 45°) A માટે પ્રવાહનું rms મૂલ્ય …………………. A છે. (2017)
(A) 50√2
(B) 25√2
(C) 25
(D) શૂન્ય
જવાબ
(B) 25√2
I = 50cos(100t + 45°) ને I = Imcos(ωt + Φ) સાથે સરખાવતાં,
Im = 50A
∴ Irms = \(\frac{\mathrm{I}_m}{\sqrt{2}}=\frac{50}{\sqrt{2}}=25 \sqrt{2} \mathrm{~A}\)

પ્રશ્ન 230.
3 m H ઇન્ડક્ટન્સ અને 4 Ω અવરોધ ધરાવતાં L-R શ્રેણી AC પરિપથને V = 5 cos (1000 t) V વોલ્ટેજ લાગુ પાડવામાં આવે છે. તો પરિપથમાં મહત્તમ પ્રવાહનું મૂલ્ય ………………….. A હશે. (2017)
(A) 1
(B) \(\frac{5}{\sqrt{7}}\)
(C) \(\frac {5}{7}\)
(D) 0.8
જવાબ
(A) 1
V = 5cos(1000t) V ને V =Vm cos(ωt)V સાથે સરખાવતાં
ω = 1000 rad/s, Vm = 5V
L−R શ્રેણી પરિપથના ઇમ્પિડન્સનું મૂલ્ય
|Z| = \(\sqrt{(\omega \mathrm{L})^2+\mathrm{R}^2}\)
= \(\sqrt{\left(1000 \times 3 \times 10^{-3}\right)^2+(4)^2}\)
= \(\sqrt{9+16}\)
= \(\sqrt{25}\)
= 5 Ω
∴ Im = \(\frac{V_m}{|Z|}=\frac{5}{5}\) = 1 A

પ્રશ્ન 231.
સમાન આત્મપ્રેરકત્વ L ધરાવતા બે ગૂંચળાઓને સમાંતર જોડવામાં આવે છે આ જોડાણ એક સાથે એક 5 mH આત્મપ્રેકત્ત્વ વાળા ગૂંચળાને શ્રેણીમાં જોડતા સમતૂલ્ય આત્મપ્રેત્ત્વ 15 mH મળે છે તો આત્મપ્રેરકત્ત્વ L ની કિંમત m…………………..H હશે. (2018)
(A) 10
(B) 5.0
(C) 2.5
(D) 20
જવાબ
(D) 20
સમાંતરમાં જોડેલા બે ગૂંચળાનું આત્મપ્રેરકત્વ \(\frac {1}{2}\) થાય
હવે\(\frac{\mathrm{L}}{2}\) + 5 = 15
∴ \(\frac{\mathrm{L}}{2}\) = 10
∴ L = 20 mH.

GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati

પ્રશ્ન 232.
એક કેપેસિટર C ને D.C. પ્રાપ્તિસ્થાન સાથે જોડેલ છે તો કેપેસિટરનું રિએક્ટન્સ …………………… હશે. (2018)
(A) શૂન્ય
(B) ઊંચો
(C) નીચો
(D) અનંત
જવાબ
(D) અનંત
Xc = \(\frac{1}{\omega c}=\frac{1}{0 \times c}\) = અનંત
D.C. માટે કેપેસિટરમાં ω = 0

પ્રશ્ન 233.
એક L-C-R એ.સી. શ્રેણી પરિપથ માટે L = 9H, C = 100 μF અને R = 10 Ω છે, તો પરિપથનો Q-ફેક્ટર ……………………… છે. (2019)
(A) 25
(B) 45
(C) 35
(D) 30
જવાબ
(D) 30
Q = \(\frac{1}{\mathrm{R}} \sqrt{\frac{\mathrm{L}}{\mathrm{C}}}=\frac{1}{10} \times \sqrt{\frac{9}{100 \times 10^{-6}}}=\frac{1}{10} \times \frac{3}{10^{-2}}\)
∴ Q = \(\frac{300}{10}\)

પ્રશ્ન 234.
15 μF ના કેપેસિટરને 220V અને 50 Hz આવૃત્તિવાળા. ac. જનરેટર સાથે જોડતાં કેપેસિટિવ રિએક્ટન્સ ……………………… Ω મળે છે. (2020)
(A) 424
(B) 212
(C) 106
(D) 21.2
જવાબ
(B) 212
C = 15 μF = 15 × 10-6 F
v = 50 Hz
કૅપેસિટિવ રિઍક્ટન્સ,
XC = \(\frac{1}{\omega \mathrm{C}}\)
XC = \(\frac{1}{2 \pi v C}\)
∴ XC = \(\frac{1}{2 \times 3.14 \times 50 \times 15 \times 10^{-6}}\)
∴ XC = 212Ω

પ્રશ્ન 235.
220 V સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ 100 W નું રેટિંગ ધરાવે છે. બલ્બનો અવરોધ …………………… હશે. (2020)
(A) 484 Ω
(B) 484 Ωm-1
(C) 2.2 Ω
(D) 2.2 × 10-3 Ωm-1
જવાબ
(A) 484 Ω
વિદ્યુત બલ્બનો અવરોધ R = \(\frac{\mathrm{V}^2}{\mathrm{P}}=\frac{(220)^2}{100}\) = 484 Ω

પ્રશ્ન 236.
283 V મહત્તમ મૂલ્ય અને 50 Hz આવૃત્તિવાળો sine પ્રકારનો વોલ્ટેજ LCR શ્રેણી પરિપથને લાગૂ પાડેલ છે. જેમાં R = 3Ω, L = 25.48 mH અને C = 796μF છે, તો
અનુનાદની સ્થિતિમાં પરિપથનો ઇમ્પિડન્સ ……………………. છે. (2020)
(A) 15Ω
(B) 5Ω
(C) 3Ω
(D) 4Ω
જવાબ
(C) 3Ω
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 62

પ્રશ્ન 237.
વાસ્તવિક ટ્રાન્સફોર્મર માટે શું સાચું છે ? (2020)
(A) Pi > P0
(B) Pi < P0
(C) Pi = P0
(D) બધા જ વિકલ્પો
જવાબ
(A) Pi > P0
આદર્શ ટ્રાન્સફૉર્મર માટે પાવર વ્યય ન થાય.
તેથી Pi = P0
પણ વાસ્તવિક ટ્રાન્સફૉર્મરમાં પ્રાથમિક ગૂંચળામાંની વિદ્યુતઊર્જાનો થોડોક ભાગ ગૂંચળામાં ઊષ્મા રૂપે અને થોડોક ભાગ કોરનું ચુંબકીયકરણ અને વિચુંબકીયકરણ કરવામાં તથા eddy પ્રવાહો ઉત્પન્ન કરવામાં ખર્ચાય છે તેથી Pi > P0

GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati

પ્રશ્ન 238.
L-C દોલકમાં …………………… સમયે કેપેસિટર અને ઇન્ડક્ટરમાં એક સમાન ઊર્જા હોય. (માર્ચ 2020)
(A) \(\frac{\mathrm{T}}{4}\)
(B) \(\frac{\mathrm{T}}{2}\)
(C) \(\frac{\mathrm{T}}{8}\)
(D) T
જવાબ
(C) \(\frac{\mathrm{T}}{8}\)
જ્યારે કૅપેસિટર અને ઇન્ડક્ટરમાં સમાન ઊર્જા હોય ત્યારે,
U = UE + UB
∴ U = 2UE (∵ UE = UB)
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 63

પ્રશ્ન 239.
પાવર ટ્રાન્સમિશન લાઈનમાં 2000 આંટા ધરાવતા પ્રાઇમરી કોઇલવાળા સ્ટેપડાઉન ટ્રાન્સફોર્મરને 3300V જેટલા વોલ્ટેજે ઇનપુટ પાવર પૂરો પાડવામાં આવે છે. જો આઉટપુટ વોલ્ટેજ 330V મેળવવો હોય તો ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા કેટલી રાખવી જોઈએ ? (માર્ચ 2020)
(A) 200
(B) 33
(C) 400
(D) 40
જવાબ
(A) 200
VP = 3300 V
NP = 2000
VS = 330 V
ટ્રાન્સફૉર્મેશન ગુણોત્તર,
γ = \(\frac{V_{\mathrm{S}}}{V_P}\) અને γ = \(\frac{\mathrm{N}_{\mathrm{S}}}{\mathrm{N}_{\mathrm{P}}}\)
∴ \(\frac{V_S}{V_P}=\frac{N_S}{N_P}\)
∴ NS = \(\frac{\mathrm{V}_{\mathrm{S}} \mathrm{N}_{\mathrm{P}}}{\mathrm{V}_{\mathrm{P}}}\) = 200

પ્રશ્ન 240.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્રકાશીય બલ્બ અને એક ઓપન કોઇલ ઇન્ડક્ટરને એસી સ્રોત સાથે જોડેલ છે. કળ બંધ કર્યા પછી થોડા સમય બાદ ઇન્ડક્ટરના અંદરના વિસ્તારમાં (ગર્ભ) લોખંડનો સળિયો દાખલ કરવામાં આવતાં પ્રકાશીય બલ્બની પ્રકાશિતતા …………………… . (ઑગષ્ટ 2020)
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 64
(A) વધશે
(B) કોઈ જ ફેરફાર થશે નહીં
(C) ઘટશે
(D) વધશે અને ઘટશે
જવાબ
(C) ઘટશે

પ્રશ્ન 241.
ac સપ્લાયના વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય 300V છે તેનો rms વોલ્ટેજ …………………… V થશે. (ઑગષ્ટ 2020)
(A) 423
(B) 212
(C) 173
(D) 269
જવાબ
(B) 212
Vm = 300 V
હવે Vrms = \(\frac{\mathrm{V}_{\mathrm{m}}}{\sqrt{2}}=\frac{300}{1.414}\) = 212.164
∴ Vrms ≈ 212 V

GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati

પ્રશ્ન 242.
L = 2.0 H, C = 32 µF R = 10Ω વાળા LCR શ્રેણી પરિપથનું Q મૂલ્ય …………………….. થશે. (ઑગષ્ટ 2020)
(A) 40
(B) 395
(C) 279
(D) 25
જવાબ
(D) 25
GSEB Std 12 Physics MCQ Chapter 7 પ્રત્યાવર્તી પ્રવાહ in Gujarati 65
∴ Q = 25

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *