GSEB Class 11 Biology Important Questions Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા

Gujarat Board GSEB Class 11 Biology Important Questions Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા Important Questions and Answers.

GSEB Class 11 Biology Important Questions Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા

ટૂંકજવાબી પ્રશ્નો (SQ)

પ્રશ્ન 1.
પ્રાથમિક મૂળ કોને કહે છે ?
ઉત્તર:
ભૃણમૂળના વિકાસથી સર્જાતી પ્રાથમિક રચનાને પ્રાથમિક મૂળ કહે છે.

પ્રશ્ન 2.
વ્યાખ્યા આપો : સોટીમય મૂળતંત્ર.
ઉત્તર:
પ્રાથમિક મૂળમાંથી દ્વિતીયક અને અન્ય ક્રમોની શાખાઓ ઉત્પન્ન થાય છે. પ્રાથમિક મૂળ વધુ લાંબુ અને તેની શાખાઓ કરતાં વધુ મજબૂતપણે વિકસે ત્યારે તેને સોટીમૂળ કહે છે. તેના દ્વારા રચાતા મૂળતંત્રને સોટીમય મૂળતંત્ર કહે છે.

પ્રશ્ન 3.
કઈ વનસ્પતિમાં તંતુમય મૂળતંત્ર નિર્માણ પામે છે ?
ઉત્તર:
ઘાસ, મકાઈ જેવી એકદળી વનસ્પતિમાં તંતુમય મૂળતંત્ર નિર્માણ પામે છે.

પ્રશ્ન 4.
અસ્થાનિક મૂળ કોને કહે છે ?
ઉત્તર:
ઘાસ (તૃણ), મોન્ટેરા અને વડવૃક્ષ જેવી કેટલીક વનસ્પતિઓમાં ભૃણમૂળ સિવાયના ભાગોમાંથી મૂળ વિકાસ પામે છે, તેમને આગંતુક કે અસ્થાનિક મૂળ કહે છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા 1

GSEB Class 11 Biology Important Questions Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા 2

GSEB Class 11 Biology Important Questions Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા 3

GSEB Class 11 Biology Important Questions Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા 4

GSEB Class 11 Biology Important Questions Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા 5

GSEB Class 11 Biology Important Questions Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા 6

GSEB Class 11 Biology Important Questions Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા 7

GSEB Class 11 Biology Important Questions Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા 8

GSEB Class 11 Biology Important Questions Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા

પ્રશ્ન 5.
મૂળટોપી કોને કહે છે ?
ઉત્તર:
મૂળના ટોચના, વર્ધમાન કોષોના બનેલા વર્ધીપ્રદેશની આસપાસ ગોઠવાઈ, રક્ષણ આપતી રચનાને મૂળટોપી કહે છે.

પ્રશ્ન 6.
વર્ષનશીલપેશીના કોષોની લાક્ષણિકતા જણાવો.
ઉત્તર:

  1. વર્ધનશીલપેશીના કોષો ખૂબ જ નાના, પાતળી દીવાલ અને ઘટ્ટ જીવરસ ધરાવે છે.
  2. આ કોષો વારંવાર વિભાજન પામે છે.

પ્રશ્ન 7.
કાર્ય જણાવો : મૂળરોમ.
ઉત્તર:
મૂળરોમ જમીનમાંથી પાણી અને દ્રવ્યોનું શોષણ કરે છે.

પ્રશ્ન 8.
કયા પ્રદેશના કોષો મૂળની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે છે ?
ઉત્તર:
વિસ્તરણ પ્રદેશના કોષો કદ અને લંબાઈમાં ઝડપથી વધે છે અને મૂળની લંબાઈ તથા ઘેરાવામાં વૃદ્ધિ પ્રેરે છે.

પ્રશ્ન 9.
ખોરાકસંગ્રહી સોટીમૂળ અને ખોરાકસંગ્રહી અસ્થાનિક મૂળના ઉદાહરણ જણાવો.
ઉત્તર:

  • ખોરાકસંગ્રહી સોટીમૂળના ઉદાહરણ : ગાજર, સલગમ.
  • ખોરાકસંગ્રહી અસ્થાનિક મૂળના ઉદાહરણ : શક્કરિયું.

પ્રશ્ન 10.
કાર્ય જણાવો : મકાઈનાં અવલંબનમૂળ.
ઉત્તર:
મકાઈના અવલંબનમૂળ વનસ્પતિને વધારાનો આધાર આપવાનું કાર્ય કરે છે.

પ્રશ્ન 11.
કઈ વનસ્પતિ શ્વસનમૂળ ધરાવે છે ?
ઉત્તર:
રાઇઝોફોરા જેવી મેન્જીવ વનસ્પતિ શ્વસનમૂળ ધરાવે છે.

પ્રશ્ન 12.
લાક્ષણિક પ્રકાંડ એટલે શું ?
ઉત્તર:
વનસ્પતિ અક્ષનો હવાઈ ભાગ કે જે અંકુરિત બીજના ભૂણાઝ (આદિસ્કંધ)માંથી વિકસે છે તેમજ શાખાઓ, પર્ણો, પુષ્પ અને ફળ ધારણ કરતો અક્ષનો ઉર્ધ્વગામી ભાગ છે કે જે ઋણભૂવર્તી, ધનપ્રકાશાનુવર્તી અને ઋણજલાનુવર્તી છે, તેને લાક્ષણિક પ્રકાંડ તરીકે ઓળખાય છે.

પ્રશ્ન 13.
આંતરગાંઠ કોને કહેવાય ?
ઉત્તર:
બે ક્રમિક ગાંઠ વચ્ચેના અંતરને આંતરગાંઠ કહેવાય છે.

પ્રશ્ન 14.
પ્રકાંડના કોઈ પણ બે સામાન્ય કાર્યો વિશે જણાવો.
ઉત્તર:
પ્રકાંડના સામાન્ય કાર્યો :
તે પર્ણ, પુષ્પ અને ફળ ધરાવતી શાખાઓનો ફેલાવો કરે છે.
તે પાણી, ખનીજદ્રવ્યો અને પ્રકાશસંશ્લેષણ કરતા પદાર્થોનું વહન કરે છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા

પ્રશ્ન 15.
આરોહણ માટેના પ્રકાંડના રૂપાંતરણના કોઈ પણ ત્રણ ઉદાહરણ આપો.
ઉત્તર:
આરોહણ માટેના પ્રકાંડના રૂપાંતરણના ઉદાહરણ :

  • કાકડી (Cucumber)
  • કોળું (Pumpkins)
  • તડબૂચ (Watermelon)

પ્રશ્ન 16.
યુફોરર્બીયા વનસ્પતિ કયા કાર્ય માટે પ્રકાંડનું રૂપાંતરણ ધરાવે છે ?
ઉત્તર:
યુફોરર્બીયા વનસ્પતિ પ્રકાશસંશ્લેષણ માટેના પ્રકાંડના રૂપાંતરણ ધરાવે છે.

પ્રશ્ન 17.
કઈ જલીય વનસ્પતિ વાનસ્પતિક પ્રજનન માટેના પ્રકાંડના રૂપાંતરણ ધરાવે છે ?
ઉત્તર:
જલશૃંખલા અને જળકુંભી જેવી જલીય વનસ્પતિ વાનસ્પતિક પ્રજનન માટેના પ્રકાંડના રૂપાંતરણ (ભૂસ્તારિકા) ધરાવે છે.

પ્રશ્ન 18.
વ્યાખ્યા આપો : ગાંઠ.
ઉત્તર:
પ્રકાંડનો વિસ્તાર કે જ્યાં પણ ઉદ્ભવે છે તેને ગાંઠ કહે છે.

પ્રશ્ન 19.
વ્યાખ્યા આપો : પર્ણ.
ઉત્તર:
પ્રકાંડ કે તેની શાખા પરથી ગાંઠના ભાગ પરથી ઉદ્ભવતા લીલા, પહોળા, ચપટાં, બહિરુદભેદને પર્ણ કહે છે, (તના કક્ષમાં કલકલિકા. હોય છે, તેની વૃદ્ધિ પરિમિત હોય છે.)

પ્રશ્ન 20.
લાક્ષણિક પર્ણના ભાગ જણાવો.
ઉત્તર:
લાક્ષણિક પર્ણ મુખ્ય ત્રણ ભાગો ધરાવે છે :

  • પર્ણતલ,
  • પર્ણદંડ,
  • પર્ણલક,

પ્રશ્ન 21.
ઊપપર્ણો કોને કહે છે ?
ઉત્તર:
પર્ણ એ પર્ણતલ દ્વારા પ્રકાંડ સાથે જોડાય છે અને ઘણીવાર પર્ણતલમાંથી પાર્શ્વ, જોડિયા બહિરૂદ્દભંદ વિકસે છે, તે નાના અને પર્ણ જેવા હોય છે. તેમને ઉપપર્ણ કહે છે,

પ્રશ્ન 22.
આવક પર્ણતલ એટલે શું ?
ઉત્તર:
એ કદળી વનસ્પતિમાં પર્ણતલ આવરણમાં વિસ્તરીત થાય છે, જે પ્રકાંડને આંશિક રીતે કે સંપૂર્ણ રીતે આવરે છે, જેને આવશ્યક પર્ણતલ કહે છે.

પ્રશ્ન 23.
પર્ણવૃતતલ કોને કહે છે ?
ઉત્તર:
કેટલીક શિષ્મી વનસ્પતિઓમાં પર્ણતલ ફૂલીને મોટો બને છે, જેને પતૃતતલ કહે છે.

પ્રશ્ન 24.
વ્યાખ્યા આપો : શિરાવિન્યાસ,
ઉત્તર:
પન્નફલકમાં શિરાઓ અને શિરિકાની ગોઠવણીને શિરાવિન્યાસ ‘ કહે છે.

પ્રશ્ન 25.
શિરાવિન્યાસના મુખ્ય પ્રકાર જણાવો.
ઉત્તર:
શિરાવિન્યાસના મુખ્ય બે પ્રકાર છે :
(a) જૂલાકાર શિરાવિન્યાસ,
(b) સમાંતર શિરાવિન્યાસ,

પ્રશ્ન 26.
કઈ વનસ્પતિમાં પર્ણો સામાન્ય રીતે જાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે ?
ઉત્તર:
દ્વિદળી વનસ્પતિઓનાં પર્ણો સામાન્ય રીતે જાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે.

પ્રશ્ન 27.
શબ્દભેદ આપો : સાદું પર્ણ અને સંયુક્ત પર્ણ.
ઉત્તર:

साहु पર્ણ સંયુક્ત પર્ણ
પર્ણફલક સંપૂર્ણ (અખંડિત) હોય ત્યારે અથવા પર્ણફલક છેદિત હોય, પરંતુ મધ્યશિરા સુધી છેદન ન હોય તે પર્ણ સાદું પર્ણ કહેવાય છે. જયારે પર્ણકલકનું છેદન મધ્ય શિરા સુધી પહોંચે છે ત્યારે તે પર્ણક્લકને ઘણી પર્ણિકાઓમાં વિભાજિત કરે છે, તેવા પર્ણને સંયુક્ત પન્ન કહે છે.

પ્રશ્ન 28.
પક્ષવતુ સંયુક્ત પર્ણ અને પંજાકાર સંયુક્ત પર્ણાનું એક-એક ઉદાહરણ બોપો.
ઉત્તર:
પક્ષવતુ સંયુક્ત પર્ણનું ઉદા. લીમડો (mecm),
પંજાકાર સંયુક્ત પર્ણનું ઉદા. શીમળો (silk cotton),

પ્રશ્ન 29.
વ્યાખ્યા આપો : પર્ણવિન્યાસ.
ઉત્તર:
પ્રકાંડ કે તેની શાખાઓ પર પર્ણોની ગોઠવણીને પર્ણવિન્યાસ કહે છે.

પ્રશ્ન 30.
કયા પર્ણવિન્યાસમાં એક ગાંઠ પરથી બે કરતાં વધારે પર્ણો ચક્રાકાર રીતે વિકસે છે ? તેનું એક ઉદાહરણ જણાવો.
ઉત્તર:
ભ્રમિરૂપ પર્ણવિન્યાસ. ઉદા, સપ્તપર્ણી.

GSEB Class 11 Biology Important Questions Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા

પ્રશ્ન 31.
કઈ વનસ્પતિમાં પર્ણદંડ લીલો અને ખોરાકસંગ્રહ માટે વિસ્તરિત બને છે ?
ઉત્તર:
ઓસ્ટ્રેલિયન બાવળ.

પ્રશ્ન 32.
કીટાહારી વનસ્પતિના બે ઉદાહરણ આપો.
ઉત્તર:
કીટાહારી વનસ્પતિ. ઉદા. અર્કઝવર, મણીપાશ.

પ્રશ્ન 33.
વ્યાખ્યા આપો : પુષ્પવિન્યાસ.
ઉત્તર:
પુષ્પીય અક્ષ પર પુષ્પોની ગોઠવણીને પુષ્પવિન્યાસ કહે છે.

પ્રશ્ન 34.
પુષ્પવિન્યાસના મુખ્ય પ્રકાર જણાવો.
ઉત્તર:
પુષ્પવિન્યાસના મુખ્ય બે પ્રકાર છે :
(a) અપરિમિત પુષ્પવિન્યાસ,
(b) પરિમિત પુષ્પવિન્યાસ.

પ્રશ્ન 35.
પરિપુષ્પચક્ર કોને કહેવાય ?
ઉત્તર:
લીલી જેવી કેટલીક વનસ્પતિઓમાં વજચક્ર અને દલચક્ર જુદા જુદા નથી, તેને પરિપુષ્પચક્ર કહે છે.

પ્રશ્ન 36.
શબ્દભેદ આપો ; બ્રિલિંગી પુષ્પ અને એકલિંગી પુષ્પો
ઉત્તર:

દ્વિલિંગી પુષ્પ એકલિંગી પુષ્પો
જે પુષ્પ jકેસરચક્ર અને સ્ત્રી- કેસરચક્ર એમ બંને ચક્રો ધરાવે તેને ક્રિલિંગી પુષ્ય કહે છે. જે પુષ્પ ફક્ત પુંકેસરચક્ર અથવા સ્ત્રીકેસરચક્ર (બંનેમાંથી એક) ધરાવે તેને એકલિંગી પુષ્ય કહે છે.

પ્રશ્ન 37.
વ્યાખ્યા આપો : ઍક્ટિનોમોર્ફિક (નિયમિત પુષ્પ),
ઉત્તર:
જયારે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતી કોઈ પણ ત્રિજયામાં બે સરખા અરીય ભાગોમાં વિભાજિત થઈ શકે તેને ઍક્ટિનોમોર્ફિક (નિયમિત પુષ્પ) કહેવાય છે,

પ્રશ્ન 38.
અનિયમિત પુષ્ય અને અસમમિતિય પુષ્પના ઉદાહરણ આપો.
ઉત્તર:
અનિયમિત પુષ્પ : વાણા, ગુલમહોર, વાલ, ગલતોરો,
અસમમિતિય પુષ્પ : કેના.

પ્રશ્ન 39.
શબ્દભેદ આપો : નિપત્રી પુષ્પ અને અનિપત્રી પુષ્પ.
ઉત્તર:

નિપત્રી પુષ્પ અનિપત્રી પુષ્પ
પુષ્પની સાથે પુષ્પીયદંડના તલભાગે સંકુચિત થયેલ પર્ણ જોવા મળે તો તેને નિપત્રી પુષ્ય કહેવાય છે. પુષ્પની સાથે પુષ્પીય દંડના તલભાગે સંકુચિત થયેલ પર્ણ જોવા ન મળે તો તેને અનિપત્રી પુષ્ય કહેવાય છે.

પ્રશ્ન 40.
કઈ વનસ્પતિમાં અર્ધ અધઃસ્થ બીજાશય જોવા મળે છે ?
ઉત્તર:
ગુલાબ, જરદાળુ, આલુનું વૃક.

પ્રશ્ન 41.
અધોજાયી પુષ્પ અને ઊપરીજાયી પુષ્પનું ઉદાહરણ આપો.
ઉત્તર:
અધોજાયી પુષ્પ : રાઈ, સૂદ.
ઊપરજાયી પુષ્પ : સૂર્યમુખીના કરણપુષ્પકો, કાકડી.

પ્રશ્ન 42.
કાર્ય જણાવો : વજચક્ર.
ઉત્તર:
વજચક્ર કલિકાવસ્થામાં પુષ્પનું રક્ષણ કરે છે.

પ્રશ્ન 43.
દેશચક્રના વિવિધ આકાર જણાવો.
ઉત્તર:
દલચક નલિકાકાર, ઘંટાકાર, ગળણી આકાર કે ચક્રાકાર હોઈ શકે છે,

પ્રશ્ન 44.
વ્યાખ્યા આપો : કલિકાન્તરવિન્યાસ,
ઉત્તર:
પુષ્યમાં બીજા સભ્યોની સાપેક્ષે પુષ્પીયકલિકામાં વજપત્રો કે દલપત્રોની ગોઠવણીને કલિકાન્તરવિન્યાસ કહે છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા

પ્રશ્ન 45.
ધારાવર્તી કલિકાન્તરવિન્યાસ અને આચ્છાદિત કલિકાન્તરવિન્યાસનું ઉદાહરણ આપો.
ઉત્તર:
ધારાવર્ણી કલિકાન્તરવિન્યાસ : આંકડો, રાઈ.
આચ્છાદિત કલિકાન્તરવિન્યાસ : ગલતોરો, ગુલમહોર.

પ્રશ્ન 46.
વ્યાવૃત કલિકાન્તરવિન્યાસ કોને કહેવાય ?
ઉત્તર:
જો બહિરૂભેંદો (વજપત્રો અને દલપત્રો)ની એક જ ધાર બીજા દ્વારા આચ્છાદિત થતી હોય તો તેને વ્યાવૃત કલિકાન્તરવિન્યાસ કહે છે.

પ્રશ્ન 47.
વટાણામાં જોવા મળતો કલિકાન્તરવિન્યાસ જણાવો.
ઉત્તર:
વટાણામાં પિ૭ફલકીય કે પતંગિયાકાર કલિકાન્તરવિન્યાસ જોવા મળે છે.

પ્રશ્ન 48.
શબ્દ સમજાવો : ધ્વજ ક, પક્ષક અને નૌતલ.
ઉત્તર:
વટાણા અને વાલના પુષ્પમાં પતંગિયાકાર કલિકાન્તરવિન્યાસ જોવા મળે છે, જે પાંચ દલપત્રો ધરાવે છે.
ધ्वજ: એક સૌથી મોટું દલપત્ર છે,
પક્ષકે: બે પાર્ષીય દલપત્રો છે કે જેઓ અંદરના બંનેને આચ્છાદિત કરતા હોય છે.
નૌતલ : બે સૌથી નાના દલપત્રો છે.

પ્રશ્ન 49.
દલલગ્ન પુંકેસર કોને કહેવાય ?
ઉત્તર:
જયારે પુંકેસર દલપત્રો સાથે જોડાયેલ હોય ત્યારે તેને દલલગ્ન પુંકેસર હોય છે.

પ્રશ્ન 50.
પરિલગ્ન પુંકેસર અને દલલગ્ન પુંકેસરનું એક-એક ઉદાહરણ આપો..
ઉત્તર:
પરિલગ્ન પુંકેસરનું ઉદા, લીલી.
દલલગ્ન પુંકેસરનું ઉદા. રીંગણ,

પ્રશ્ન 51.
દ્વિગુચ્છી પુંકેસર એટલે શું ? તેનું ઉદાહરણ જણાવો.
ઉત્તર:
પુંકેસરી બે ગુચ્છમાં ગોઠવાયેલા હોય તો તેને દ્વિગુચ્છી પુંકેસર કહે છે.
ઉદા. વટાણા.

પ્રશ્ન 52.
એકગુચ્છી અને બહુગુચ્છી પુંકેસરનું એક-એક ઉદાહરણ આપો.
ઉત્તર:
એકગુચ્છી પુંકેસર : જાસૂદ. બહુગુચ્છી પુંકેસર : લીંબુ.

પ્રશ્ન 53.
કઈ વનસ્પતિઓના પુંકેસરના તંતુની લંબાઈમાં વિવિધતા હોય છે ?
ઉત્તર:
સાલ્વિયા, રાઈ.

પ્રશ્ન 54.
સ્ત્રીકેસરચક્રના ભાગો જણાવો.
ઉત્તર:
સ્ત્રીકેસરચક્ર ત્રણ ભાગ ધરાવે છે ;
(a) પરાગાસન,
(b) પરાગવાહિની,
(c) બીજાશય.

પ્રશ્ન 55.
એપોકાર્પસ એટલે શું ?
ઉત્તર:
જયારે એક કરતાં વધુ સ્ત્રીકેસરો હાજર હોય અને તેઓ મુક્ત ન હોય તો તેને એપોકાર્પસ (મુક્ત સ્ત્રીકેસરી સ્ત્રીકેસરચક્ર) કહે છે.
ઉદા. કમળ, ગુલાબ.

પ્રશ્ન 56.
વટાણામાં કયા પ્રકારનો જરાયુવિન્યાસ જોવા મળે છે ?
ઉત્તર:
ધારાવર્તી જરાયુવિન્યાસ.

GSEB Class 11 Biology Important Questions Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા

પ્રશ્ન 57.
તલસ્થ જરાયુવિન્યાસના ઉદાહરણ જણાવો.
ઉત્તર:
સૂર્યમુખી, ગલગોટા,

પ્રશ્ન 58.
વ્યાખ્યા આપો : જરાયુવિન્યાસ.
ઉત્તર:
બીજાશયની અંદર અંડકોની ગોઠવણી જરાવિન્યાસ તરીકે ઓળખાય છે.

પ્રશ્ન 59.
મુક્તકેન્દ્રસ્થ જરાયુવિન્યાસ કોને કહેવાય ? ઉદાહરણ જણાવો.
ઉત્તર:
જયારે અંડકો કેન્દ્રસ્થ ધરી (અક્ષ) પ૨ ઉદ્ભવે અને પડદો ગેરહાજર હોય તેવા જરાયુવિન્યાસને મુક્તકેન્દ્રસ્થ કહે છે,
ઉદા. ડાન્યસ, પ્રિમરોઝ.

પ્રશ્ન 60.
દારૂડીમાં ક્યાં જરાયુવિન્યાસ જોવા મળે છે ?
ઉત્તર:
ચર્મવર્તી જરાયવિન્યાસ,

પ્રશ્ન 61.
ફળ કોને કહેવાય ?
ઉત્તર:
પરિપક્વ અને ફલિત બીજાશયને ફળ કહે છે,

પ્રશ્ન 62.
અપરાગિત ફળ એટલે શું ?
ઉત્તર:
બીજાશયના ફલન વગર ફળનું નિર્માણ થાય તો તેને અપરાગિત ફળ | (parthenocarpic) કહેવાય છે.

પ્રશ્ન 63.
નાળિયેર કેવા પ્રકારનું ફળ છે ? તેની મધ્યે ફલાવરણની વિશિષ્ટતા કઈ છે ?
ઉત્તર:
નાળિયેર અદિલા ફળ છે. તેમાં મધ્ય ફલાવરણ રેસામય (તંતુમય) છે.

પ્રશ્ન 64.
નાભિ (બીજકેન્દ્ર) શું છે ?
ઉત્તર:
નાભિ (hilum) એ બીજવરણ પર ચાઠા જેવી રચના છે કે જે વિકાસ પામતા બીજનું ફળ સાથેનું જોડાણ દેશવિ છે.

પ્રશ્ન 65.
વ્યાખ્યા આપો બીજછિદ્ર,
ઉત્તર:
નાભિની ઉપર નાના છિદ્ર જેવી રચનાને બીજછિદ્ર કહે છે.

પ્રશ્ન 66.
ભૃણપોષી બીજ ધરાવતી કિદળી વનસ્પતિ કઈ છે ?
ઉત્તર:
એ ડો દ્વિદળી વનસ્પતિ છે. આ વનસ્પતિના બીજમાં બેવડી ફલનને પરિણામે ધૂણપોષનું નિર્માણ થાય છે. પરિણામે તે ભૃણપોષી બીજ ધરાવતી દ્વિદળી વનસ્પતિ છે.

પ્રશ્ન 67.
કઈ એકદળી વનસ્પતિમાં અભૃણપોષી બીજ આવેલા છે ?
ઉત્તર:
ઓર્કિડ એકદળી વનસ્પતિ છે, પરંતુ અલ્પણપોષી બીજ ધરાવે છે.

પ્રશ્ન 68.
વરૂથિકા કોને કહેવાય ?
ઉત્તર:
એકદળી વનસ્પતિમાં ભૂલ નાનો અને ભૃણપોષના એક છેડા પર સ્થિત છે, તે એક મોટું અને ઢાલાકાર બીજપત્ર ધરાવે છે, તેને વરૂથિકા તરીકે ઓળખાય છે.

પ્રશ્ન 69.
ખૂણપોષી બીજ કોને કહેવાય ?
ઉત્તર:
જો ભૂલપૌષ અલાયદા વિસ્તારમાં હોય તો તેવા બીજને ભૂણપોષી બીજ કહે છે. ઉદા. મકાઈ, એરંડો.

પ્રશ્ન 70.
પુષ્પાકૃતિ શેની માહિતી પૂરી પાડે છે ?
ઉત્તર:
પુષ્પાકૃતિ એ પુષ્પના ભાગોની સંખ્યા, તેમની ગોઠવણી અને તેઓના એકબીજા સાથેના સંબંધ વિશેની માહિતી પૂરી પાડે છે.

પ્રશ્ન 71.
પુષ્પાકૃતિમાં દર્શાવાતું સૌથી બહારનું ચક્ર અને સૌથી અંદરનું ચક્ર કયું છે ?
ઉત્તર:
પુષ્પાકૃતિમાં દર્શાવાતું સૌથી બહારનું ચક્ર વજચક્ર અને સૌથી અંદરનું ચક્ર સ્ત્રીકેસરચક્ર છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા

પ્રશ્ન 72.
GSEB Class 11 Biology Important Questions Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા 9K2+2, C4, A2+4, G(2) – આપેલ પુષ્પસૂત્ર કઈ વનસ્પતિનું છે ?
ઉત્તર:
રાઈ.

પ્રશ્ન 73.
G(2) અને P3+3 – આપેલ સંજ્ઞા શું દર્શાવે છે ?
ઉત્તર:
G(2) – ઉચ્ચસ્થ યુક્ત દ્વિસ્ત્રીકેસરી સ્ત્રીકેસર.
P3+3 – 6 પરિપુષ્પો, દરેક ચક્રમાં ત્રણ.

પ્રશ્ન 74.
ફેબેસી કુળની વનસ્પતિના પુષ્પના દલચક્રમાં કયો કલિકાન્તરવિન્યાસ જોવા મળે છે ?
ઉત્તર:
પતંગિયાકાર (પિચ્છફલકીય) કલિકાન્તરવિન્યાસ.

પ્રશ્ન 75.
‘ઢિગુચ્છી પુંકેસર” (A1+(9)) એ કયા કુળનું લક્ષણ છે ?
ઉત્તર:
ફેબેસી કુળ.

પ્રશ્ન 76.
ધારાવર્તી જરાયુવિન્યાસ ધરાવતી બે વનસ્પતિઓના નામ જણાવો.
ઉત્તર:
વાલ, વટાણા.

પ્રશ્ન 77.
‘દલલગ્ન પુંકેસર’ એ કયા કુળનું લક્ષણ છે ?
ઉત્તર:
સોલેનેસી કુળ.

પ્રશ્ન 78.
પરિપુષ્પ ધરાવતા કુળનું નામ અને બે વનસ્પતિઓ જણાવો.
ઉત્તર:
લિલિએસી કુળ. વનસ્પતિઓ : કુંવારપાઠું, શતાવરી.

Higher Order Thinking Skills (HOTS)

પ્રશ્ન 1.
શબ્દભેદ જણાવો : સરળ સાકંદમૂળ અને ગુચ્છાદાર સાકંદમૂળ.
ઉત્તર:

સરળ સાકંદમૂળ ગુચ્છાદાર સાકંદમૂળ
શક્કરિયાના વેલામાંથી ઉદ્ભવતા અસ્થાનિક તંતુમૂળમાં ખોરાકનો સંગ્રહ થાય ત્યારે તેને સાકંદમૂળ કહે છે, જ્યારે અનિયમિત આકારના એકલદોકલ સાકંદમૂળ સર્જાય ત્યારે તેને સરળ સાકંદમૂળ કહે છે. શતાવરી અને ડહાલિયા વનસ્પતિમાં આવા ખોરાકસંગ્રહી સાકંદમૂળ ગુચ્છાઓમાં સર્જાય છે, ત્યારે તેને ગુચ્છાદાર સાકંદમૂળ કહે છે.

પ્રશ્ન 2.
મકાઈ જેવી વનસ્પતિમાં શા માટે અવલંબનમૂળ ઉદ્ભવે છે ?
ઉત્તર:
મકાઈ નબળું પ્રકાંડ ધરાવતી એકદળી વનસ્પતિ છે. આ વનસ્પતિનું ભૂગર્ભીય મૂળતંત્ર છીછરું હોવાથી તેને વધારાનાં આધારની જરૂર પડે છે, માટે તેમાં યાંત્રિક આધાર આપતા અવલંબનમૂળ ઉદ્ભવે છે.

પ્રશ્ન 3.
મેન્સ્ટ્રુવ વનસ્પતિના મૂળતંત્રને પૂરતો ઑક્સિજન મળી રહે તે માટેનાં મૂળનાં રૂપાંતરણ વિશે જણાવો.
ઉત્તર:

  • દરિયા પાસેના ખાડીપ્રદેશમાં જળતરબોળ અને ખારા પાણીવાળા પ્રદેશમાં વસતી વિશિષ્ટ વનસ્પતિને ‘મેન્ગ્રેવ્ઝ’ કહે છે.
  • તિવાર અને રાઇઝોફોરા જેવી મેન્જીવ વનસ્પતિમાં ભૂગર્ભીય મૂળમાંથી ઋણભૂવર્તી, ધનપ્રકાશાનુવર્તી એવા હવાઈમૂળ ઉત્પન્ન થાય છે, જે અસંખ્ય હવાદાર છિદ્રોવાળા તથા લાંબા, પોચા, શાખિત કે અશાખિત હોય છે.
  • તેના છિદ્રોમાંથી મૂળતંત્રને પૂરતો ઑક્સિજન મળી રહે છે. વાયુવિનિમય સરળ થાય છે. આવા મૂળને શ્વસનમૂળ તરીકે ઓળખાય છે.

પ્રશ્ન 4.
શબ્દભેદ આપો : ભૂસ્તારી અને ભૂસ્તારીકા.
ઉત્તર:

ભૂતારી ભૂસ્તારીકા
ઘાસ, ઓક્ઝલિસ (અબૂટી) અને બ્રાહ્મી જેવી વનસ્પતિમાં કક્ષકલિકામાંથી પાતળી, લાંબી આંતરગાંઠ ધરાવતી અને જમીનને સમાંતર વિકસતી શાખાઓ ઉત્પન્ન થાય છે તેને ભૂસ્તારી કહે છે. તેની જમીનના સંપર્કમાં રહેલી ગાંઠ પરથી નવા છોડ ઉત્પન્ન થાય છે. જલશૃંખલા (પિસ્ટીઆ) અને જળકુંભી (આઈ કોર્નિયા) જેવી જલજ વનસ્પતિમાં કક્ષકલિકા માંથી ટૂંકી, જાડી, સમક્ષિતિજ શાખાઓ વિકસે છે. તેની ગાંઠ પરથી પણ નવા છોડ ઉત્પન્ન થાય છે. આવી શાખા ભૂસ્તારીકા કહેવાય છે.

પ્રશ્ન 5.
પ્રકાંડકંટક એટલે શું ?
ઉત્તર:
કેટલીક વનસ્પતિમાં પ્રકાંડની અગ્રકલિકા કે કલકલિકા તીક્ષ્ણ, સખત રચનામાં વિકસે છે, તેને પ્રકાંડકંટક કહે છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા

પ્રશ્ન 6.
છાલશૂળ કોને કહે છે ?
ઉત્તર:
ગુલાબ જેવી વનસ્પતિના પ્રકાંડની સપાટી પર તીક્ષ્ણ રચનાઓ સર્જાય છે, તેને છાલશૂળ કહે છે. આ પ્રકાંડનું રૂપાંતર નથી, પરંતુ સપાટી પરના બહિરૂદ્દભેદ છે.

પ્રશ્ન 7.
પ્રકાંડસૂત્ર કોને કહે છે ?
ઉત્તર:
કૃષ્ણકમળ, કોળું, કારેલાં, કાકડી, તડબૂચ વગેરે વનસ્પતિમાં કક્ષકલિકાઓ પાતળા, લાંબા સૂત્રો જેવી રચનાઓમાં રૂપાંતરિત વિકાસ છે. તેમને પ્રકાંડસૂત્ર કહે છે. તે આધારની આસપાસ વીંટળાઈને વનસ્પતિને આરોહણમાં મદદ કરે છે.

પ્રશ્ન 8.
પર્ણસદેશપ્રકાંડ કોને કહેવાય ?
ઉત્તર:
ફાફડાથોર, કલક, કેન્ટ્સ, યુફોર્નિયા વગેરે વનસ્પતિ શુષ્કપ્રદેશમાં થતી હોય છે. તે બાષ્પોત્સર્જનના નિયંત્રણ માટે પણે ખેરવે છે. તેમનું પ્રકાંડ હરિતકણયુક્ત લીલો અને ઘણુંખરું ચપટું બને છે. પ્રકાંડસંશ્લેષણ કરતાં આવા પ્રકાંડ પર્ણસદશપ્રકાંડ કહેવાય છે.

પ્રશ્ન 9.
પતલગ્રંથિ કોને કહેવાય ?
ઉત્તર:
લજામણી, ગુલમહોર, ગલતોરો અને ગરમાળા જેવી શિમ્બી કુળની વનસ્પતિઓમાં પર્ણતલ મોય, જાડા, માંસલ અને ગાદી જેવા હોય છે, જે પર્ણતલ ગ્રંથિ કે પીનાધાર તરીકે ઓળખાય છે.

પ્રશ્ન 10.
શબ્દભેદ આપો : સદંડી પર્ણ અને અદંડી પર્ણ.
ઉત્તર:

સઈ ડી પર્ણ અદંડી પણ
પર્ણદંડયુક્ત પર્ણને સદંડી પર્ણ કહે છે. પર્ણદડવિહીન પર્ણને અદંડી પર્ણ કહે છે.

પ્રશ્ન 11.
અભિસારી બહુશિરી સમાંતર શિરાવિન્યાસ એટલે શું ?
ઉત્તર:

  • પર્ણોમાં એક અથવા વધુ મુખ્ય શિરાઓ આવેલી હોય છે અને તેમાંથી ઉત્પન્ન થતી શિરાઓ મુખ્ય શિરાને અથવા એકબીજાને સમાંતર હોય છે, જેને સમાંતર શિરાવિન્યાસ કહેવાય,
  • પર્ણદંડની ટોચેથી નીકળતી મુખ્ય શિરાઓ પણગ્ર તરફ એ કબીજાની નજીક આવે છે, જેને અભિસારી બહુશિરી સમાંતર શિરાવિન્યાસ કહેવાય છે. ઉદા. ધાસ, મકાઈ, વાંસ.

પ્રશ્ન 12.
ઉપપર્ણવિહીન પર્ણ એટલે શું ? તેના ઉદાહરણ આપો.
ઉત્તર:
ઊપપર્ણ સિવાયના પર્ણ ઊપપર્ણવિહીન પર્ણ તરીકે ઓળખાય છે.
ઉદા. સોલેનેસી, લીલીએસી.

પ્રશ્ન 13.
શક્કીપર્ણ એટલે શું ?
ઉત્તર:
ખૂબ નાના, અલ્પિત, ફોતરા જેવા પર્ણને શલ્કીપર્ણ કહે છે.

પ્રશ્ન 14.
રાઈમાં જોવા મળતો પુષ્પવિન્યાસ જણાવો.
ઉત્તર:
કલગી અપરિમિત પુષ્પવિન્યાસ.

પ્રશ્ન 15.
શબ્દભેદ આપો : શૂકી અને માંસલ શૈકી પુષ્પવિન્યાસ.
ઉત્તર:

ચૂકી પુષ્પવિન્યાસ માંસલ શુકી પુષ્પવિન્યાસ
પુષ્પવિન્યાસ અક્ષ સામાન્ય રીતે લંબાયેલો હોય છે, પરંતુ અક્ષ ઉપર અદંડી પુષ્પો ગોઠવાયેલા હોય તો તે પુષ્પવિન્યાસ ચૂકી તરીકે ઓળખાય છે. ઉદા. અંધેડી, અરડૂસી. પુષ્પવિન્યાસ અક્ષ દળદાર અને માંસલ હોય છે. તેના તલભાગે એકલિંગી અદંડી પુષ્પો ગોઠવા- યેલા હોય છે. નરપુષ્પો માદા પુષ્પોની ઉપર તરફ ઉત્પન્ન થાય છે. નર અને માદાપુષ્પોની વચ્ચે ક્યારેક વંધ્ય પુષ્પોની હાજરી હોય છે. પુષ્પવિન્યાસ અક્ષ વિશાળ પર્ણસંદેશ નિપત્રથી રક્ષાયેલો હોય છે. ઉદા. અળવી, કેળ.

પ્રશ્ન 16.
નિચક્ર એટલે શું ?
ઉત્તર:
પુષ્પોના તલ ભાગે નિપત્રો એક ચક્ર કે સમૂહ સ્વરૂપે ગોઠવાયેલા હોય છે. નિપત્રોના આ સમૂહને નિચક્ર કહે છે.

પ્રશ્ન 17.
નિલમ્બસૂકી પુષ્પવિન્યાસના ઉદાહરણ આપો.
ઉત્તર:
શેતૂર, બીલાડગુચ્છ.

પ્રશ્ન 18.
પુષ્પાધાર એટલે શું ?
ઉત્તર:
સ્તબક પુષ્પવિન્યાસમાં પુષ્પવિન્યાસ અક્ષ ચપટો અને બિંબ જેવો હોય છે, તેને પુષ્પાધાર (receptacle) કહે છે.

પ્રશ્ન 19.
સ્તબક પુષ્પવિન્યાસના ઉદાહરણ આપો.
ઉત્તર:
સૂર્યમુખી, હજારીગોટા.

પ્રશ્ન 20.
શબ્દભેદ આપો : અગ્રીય એકાકી પરિમિત અને કક્ષીય એકાકી પરિમિત.
ઉત્તર:

અગ્રીય એકાકી પરિમિત કક્ષીય એકાકી પરિમિત
વનસ્પતિની અગ્રકલિકા પુષ્પ- વિન્યાસદંડ (પુષ્પવિન્યાસ અક્ષ)ની ઉત્પત્તિ કરે છે. તે પછી અક્ષની અગ્રકલિકા પુષ્પમાં પરિણમે છે.
ઉદા. ધતૂરો, દારૂડી.
વનસ્પતિની કક્ષકલિકા પુષ્પ વિન્યાસદંડની ઉત્પત્તિ કરે છે. તે પછી અક્ષની કક્ષકલિકા પુષ્પમાં પરિણમે છે.
ઉદા. જાસૂદ.

પ્રશ્ન 21.
એક્નોવિકાસી પરિમિત અને ઊભયતોવિકાસી પરિમિત પુષ્પવિન્યાસનું ઉદાહરણ જણાવો.
ઉત્તર:
એક્નોવિકાસી પરિમિત પુષ્પવિન્યાસ – હેમેલીયા.
ઊભયતોવિકાસી પરિમિત પુષ્પવિન્યાસ – હાથીસૂઢી.

GSEB Class 11 Biology Important Questions Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા

પ્રશ્ન 22.
પારિજાતક અને કેલોટ્રોપિસમાં કયો પુષ્પવિન્યાસ જોવા મળે છે ?
ઉત્તર:
પારિજાતક : દ્વિશાખી પરિમિત પુષ્પવિન્યાસ.
કેલોટ્રોપિસ (આંકડો) : બહુશાખી પરિમિત પુષ્પવિન્યાસ.

પ્રશ્ન 23.
એકસ્રીકેસરી સ્ત્રીકેસરચક્ર કોને કહેવાય ? ઉદાહરણ આપો.
ઉત્તર:
જે સ્ત્રીકેસરચક્રમાં એક જ સ્ત્રીકેસર હોય તો તેને એકત્રીકેસરી સ્ત્રીકેસરચક્ર કહે છે.
ઉદા. વટાણા.

પ્રશ્ન 24.
નિપત્રી પુષ્પ અને અનિપત્રી પુષ્પનું ઉદાહરણ આપો.
ઉત્તર:
નિપત્રી પુષ્પ : ઉદા. બોગનવેલ.
અનિપત્રી પુષ્પ : ઉદા. ગલતોરો.

પ્રશ્ન 25.
અધોજાયી પુષ્પ અને પરિજાયી પુષ્પમાં પુષ્પાસન કેવા આકારનું બને છે ?
ઉત્તર:
અધોજાયી પુષ્પમાં પુષ્પાસન શંકુ આકારનું બને છે.
પરિજાયી પુષ્પમાં પુષ્પાસન બિંબ જેવું ચપટું બને છે.

પ્રશ્ન 26.
સમિતાયારતરમાં ખોરાકસંગ્રહ કયા સ્વરૂપે થાય છે ?
ઉત્તર:
સમિતાયાસ્તરમાં પ્રોટીનના કણ ખોરાકસંગ્રહ સ્વરૂપે આવેલા છે.

પ્રશ્ન 27.
શબ્દભેદ આપો ઉપરાશ (Epicotyl) અને અધરાક્ષ (Hypocotyl).
ઉત્તર:

ઉપરાલા અધરાક્ષ
ગર્ભધરીના ખૂણામ અને બીજ- પત્રોના જોડાણ વચ્ચેના ભાગને ઉપરાસ કહે છે. બીજપત્રોના જોડાણ અને ધૂણ મૂળ વચ્ચેના ભાગને અધરાક્ષ કહે છે.

પ્રશ્ન 28.
તુષ (સંયુક્તકવચ) એટલે શું ?
ઉત્તર:
મકાઈના બીજમાં સૌથી બહારની બાજુ સંયુક્તકવચ કે તુષ આવેલું છે.
તે ફલાવરણ અને બીજવરણના જોડાવાથી બનતું કઠણ આવરણે છે,

પ્રશ્ન 29.
અનાનસ કેવા પ્રકારનું ફળ છે ? તે કયા પુષ્પવિન્યાસમાંથી નિર્માણ પામે છે ?
ઉત્તર:
અનાનસ એક સંયુક્ત ફળ છે, જે સર સાક્ષ તરીકે ઓળખાય છે.
અનાનસના ફળનું નિર્માણ ચૂકી પુષ્પવિન્યાસથી થાય છે.

પ્રશ્ન 30.
સેબિયા ફળનું ઉદાહરણ આપો.
ઉત્તર:
ઉદાહરણ ; સફરજન, નાસપતિ.

પ્રશ્ન 31.
એકસ્ફોટી ફળ અને એકસ્ફોટી સમૂહેફળનું ઉદાહરણ આપો.
ઉત્તર:
એકસ્ફટી ફળ : ઉદા. આકડો, બારમાસી.
એકસ્ફોટી સમૂહફળ : ઉદા, આંકડો.

પ્રશ્ન 32.
બેરી ફળનું અંતઃફલાવરણ કેવું હોય છે ? બેરી ફળના ઉદાહરણ માપો,
ઉત્તર:
બેરી ફળનું અંતઃફલાવરક્ષ માંસલ હોય છે,
ઉદા. ટામેટું, નારંગી.

પ્રશ્ન 33.
કયા શુષ્ક અસ્ફોટનશીલ ફળનું ફલાવરણ સખત અને મજબૂત હોય છે ? ઉદાહરણ આપો,
ઉત્તર:
કાષ્ટફળમાં ફેલાવરણ સખત અને મજબૂત હોય છે.
ઉદા. કાજુ, શિંગોડા.

GSEB Class 11 Biology Important Questions Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા

પ્રશ્ન 34.
જો ફળમાં ફલાવરણ અને બીજાવરણ છૂટાં પાડી શકાય તેવા હોય, તેને શું કહેવાય છે ? તેના ઉદાહરણ આપો. જ રોમવલય ફળ,
ઉત્તર:
ઉદા. પરદેશી ભાંગરો (tridax), સહદેવી (varionia).

પ્રશ્ન 35.
પીનાધાર પર્ણતલ ધરાવતી બે વનસ્પતિઓ અને તેમનું કુળ જણાવો.
ઉત્તર:
પીનાધાર પર્ણતલ ધરાવતી વનસ્પતિઓ : સોયાબીન, તુવેર; કુળ : ફેબસી.

પ્રશ્ન 36.
કઈ વનસ્પતિના પર્ણોમાંથી રંગકો મળે છે ?
ઉત્તર:
ઈન્ડીગોફેરા ટીન્કટોરીઆ.

પ્રશ્ન 37.
ઘાસચારા તરીકે ઉપયોગી ફેબેસી કુળની વનસ્પતિ કઈ છે?
ઉત્તર:
ફેસબેનીયા (ઈકડ).

પ્રશ્ન 38.
પુષ્પાસન પર બીજાશય ત્રાંસી રીતે ગોઠવાયેલા હોય તેવી બે વનસ્પતિઓના નામ અને તેમનું કુળ જણાવો.
ઉત્તર:
વનસ્પતિઓ : ધતૂરો, પીલુડી; કુળ : સોલેનેસી.

પ્રશ્ન 39.
સોલેનેસી કુળની ઔષધીય બે વનસ્પતિઓના નામ આપો.
ઉત્તર:
ઔષધ તરીકે ઉપયોગી વનસ્પતિ : અશ્વગંધા, બેલાડોના.

પ્રશ્ન 40.
લીલીયેસી કુળમાં આવેલી પરિમિત છત્રક (છત્રક જેવા ગુચ્છ) અને અપરિમિત માંસલકી પુષ્પવિન્યાસ ધરાવતી વનસ્પતિના એક-એક ઉદાહરણ આપો.
ઉત્તર:
પરિમિત છત્રક : ડુંગળી;
અપરિમિત માંસલઘુકી : કુંવારપાઠું.

Curiosity Questions

પ્રશ્ન 1.
સંપૂર્ણ પરોપજીવીમૂળ (ચૂષક મૂળ) અને અપૂર્ણ પરોપજીવીમૂળ (ચૂષક મૂળ)ના ઉદાહરણ આપો.
ઉત્તર:

  • પરોપજીવીમૂળ એ ચૂષક મૂળ તરીકે પણ ઓળખાય છે.
  • સંપૂર્ણ પરોપજીવીમૂળ- અમરવેલ.
  • અપૂર્ણ પરોપજીવીમૂળ – વાંદો.

પ્રશ્ન 2.
પર્ણાયમૂળ એટલે શું ? પર્ણાયમૂળ (અધિપર્ણીમૂળ)નું ઉદાહરણ આપો.
ઉત્તર:
પર્ણમાંથી ઉદ્ભવતા મૂળને પર્ણાયમૂળ કહે છે.
ઉદા. પાનફૂટી (બ્રાયોફાયલમ), બેગોનિયા (Begonia).

GSEB Class 11 Biology Important Questions Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા

પ્રશ્ન 3.
વેલામેન પેશી ધરાવતા હવાઈમૂળનું વિશિષ્ટ નામ અને ઉદાહરણ જણાવો.
ઉત્તર:
વેલામેન પેશી ધરાવતા હવાઈમૂળને ભેજગ્રાહીમૂળ (પરરોહી મૂળ) તરીકે ઓળખાય છે.
ઉદા. ઓર્કિડ.

પ્રશ્ન 4.
સલગમના ખોરાકસંગ્રહી સોટીમૂળનું વિશિષ્ટ નામ જણાવો.
ઉત્તર:
ભ્રમરાકાર મૂળ.

પ્રશ્ન 5.
બલ્બિલ એટલે શું ?
જ. કનક અને રામબાણમાં અનુક્રમે કક્ષકલિકા અને પુષ્પકલિકા સૌપ્રથમ ખોરાક સંગ્રહ કરી માંસલ બને છે. ત્યારબાદ તે પિતૃછોડથી અલગ પડી નવી વનસ્પતિનું સર્જન કરે છે. આવી રૂપાંતરિત કલિકાને બલ્બિલ (પ્રકલિકા) કહે છે.

પ્રશ્ન 6.
કરમદી અને દાડમમાં પ્રકાંડનો કયો ભાગ પ્રકાંડકંટકમાં રૂપાંતરિત થાય છે ?
ઉત્તર:
કરમદીમાં અગ્રકલિકા દ્વિશાખી, પર્ણવિહીન પ્રકાંડકંટકમાં રૂપાંતરિત થાય છે.
દાડમમાં કક્ષકલિકા પ્રકાંડકંટકમાં રૂપાંતર પામે છે. તેના પર ક્યારેક પર્ણ અને પુષ્પ પણ ઉત્પન્ન થાય છે.

પ્રશ્ન 7.
પીપરમીન્ટ અને ફુદીનામાં વાનસ્પતિક પ્રજનન માટેના પ્રકાંડના રૂપાંતરણને અનુક્રમે કયા વિશિષ્ટ નામથી ઓળખાય છે ?
ઉત્તર:
પીપરમીન્ટમાં વાનસ્પતિક પ્રજનન માટે પ્રકાંડની કક્ષકલિકા રૂપાંતરિત થાય, જેને વિરોહ તરીકે ઓળખાય.
ફુદીનામાં વાનસ્પતિક પ્રજનન માટે પ્રકાંડની કક્ષકલિકા રૂપાંતરિત થાય, જેને અધોભૂસ્તારી તરીકે ઓળખાય.

પ્રશ્ન 8.
સાંઠો કોને કહેવાય ?
ઉત્તર:
નક્કર ગાંઠ અને પોલી આંતરગાંઠ સાથે જોડાયેલું પ્રકાંડ કે જેને સાંઠો તરીકે ઓળખાય છે. ઉદા. વાંસ.

પ્રશ્ન 9.
નિપત્ર એટલે શું ?
ઉત્તર:
જે પર્ણની કક્ષમાંથી પુષ્યની ઉત્પત્તિ થાય, તે પર્ણને નિપત્ર કહે છે.
ઉદા. બોગનવેલ.

પ્રશ્ન 10.
શબ્દભેદ આપો : સંમુખ ચતુષ્ક અને સંમુખ આચ્છાદી પર્ણવિન્યાસ.
ઉત્તર:

સંમુખ ચતુક પર્ણવિન્યાસ સંમુખ આચ્છાદી પર્ણવિન્યાસ
બે ક્રમિક ગાંઠ પરના સંમુખપર્ણ એકમેકને કાટખૂણે ગોઠવાય તો તે પર્ણોવિન્યાસ સંમુખ ચતુષ્ક કહેવાય છે.
ઉદા. આંકડો, બારમાસી.
બે ક્રમિક ગાંઠ પરના સંમુખપર્ણ એક પર એક આચ્છાદી ગોઠવાય તો પર્નાવિન્યાસ સંમુખ આચ્છાદી કહેવાય છે. ઉદા. મધુમાલતી, જામફળ.

પ્રશ્ન 11.
એક પીંછાકાર અને એકપર્ણી પંજાકાર સંયુક્તપર્ણના એક-એક ઉદાહરણ આપો.
ઉત્તર:
એક પીંછાકાર સંયુક્તપર્ણ : ઉદા. લીમડો, ગુલાબ.
એકપર્ણી પંજાકાર સંયુક્તપર્ણ : ઉદા. લીંબુ, નારંગી.

પ્રશ્ન 12.
કઈ કીટાહારી વનસ્પતિમાં પર્ણ ફુગ્ગામાં ફેરવાય છે ?
ઉત્તર:
અર્કઝવર (યુટ્રીક્યુલારીઆ) કીટાહારી વનસ્પતિમાં પર્ણ ફુગ્ગામાં ફેરવાય છે.

પ્રશ્ન 13.
દાંડીપત્ર કોને કહેવાય ?
ઉત્તર:
ઑસ્ટ્રેલિયન બાવળ જેવી વનસ્પતિમાં પર્ણદંડ લીલો, પહોળો, ચપટો બની ખોરાક બનાવે છે, તેને દાંડીપત્ર કહે છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા

પ્રશ્ન 14.
સ્તંભીકપર્ણી એટલે શું ?
ઉત્તર:
પ્રકાંડની ગાંઠ પર જોવા મળતા પર્ણોને સ્તંભીકપણ કહેવાય છે.

પ્રશ્ન 15.
કઈ એકદળી વનસ્પતિ જાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે ?
ઉત્તર:
સ્માઇલેક્સ (સારસાપરિલા) એકદળી વનસ્પતિ છે. તે જાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે.

પ્રશ્ન 16.
કઈ વનસ્પતિમાં રક્ષણના કાર્ય માટે પર્ણાગ્ર કંટમય બને છે ?
ઉત્તર:
રામબાણ અને યુક્કા.

પ્રશ્ન 17.
મકાઈમાં જોવા મળતો પુષ્પવિન્યાસ જણાવો.
ઉત્તર:
મકાઈમાં શૂકીકા પુષ્પવિન્યાસ જોવા મળે છે.

પ્રશ્ન 18.
સંયુક્ત છત્રકે પુષ્પવિન્યાસના ઉદાહરણ આપો.
ઉત્તર:
ઉદા. : વરિયાળી, કોથમીર, જીરૂ.

પ્રશ્ન 19.
વડમાં જોવા મળતો પુષ્પવિન્યાસ જણાવો.
ઉત્તર:
ઉદુમ્બર (Hypanthodium).

પ્રશ્ન 20.
હિંસદની વનસ્પતિ એટલે શું ? ઉદાહરણ આપો.
ઉત્તર:
જે વનસ્પતિ પર ફક્ત નર કે માદા પુષ્પો આવેલા હોય એટલે કે નરવનસ્પતિ અને માદાવનસ્પતિ અલગ અસ્તિત્વ ધરાવતી
હોય તેને દ્વિસદની વનસ્પતિ કહે છે.
ઉદા, પપૈયા, શેતૂર, ઘિલોડી,

પ્રશ્ન 21.
એકસદની વનસ્પતિ કોને કહેવાય ? ઉદાહરણ આપો.
ઉત્તર:
એક જ વનસ્પતિ પર નરપુષ્પો તેમજ માદાપુષ્પો આવેલા હોય તેને એ કસદની વનસ્પતિ કહે છે.
ઉદા. મકાઈ,

પ્રશ્ન 22.
મુક્ત વજપત્રી અને યુક્ત વજપત્રીના ઉદાહરણ આપો.
ઉત્તર:
જે મુક્ત વજપત્રી : ઉદા. રાઈ, મૂળા.
યુક્ત વજપત્રી : ઉદા. ધતૂરો, રીંગણ, કપાસ.

પ્રશ્ન 23.
દંલગ્ન પુંકેસર અને પરિપુષ્પગ્ન પુંકેસરના ઉદાહરણ આપો.
ઉત્તર:
દલલગ્ન પુંકેસર : ઉદા. ધતૂરો, રીંગન્ન, તમાકુ, બટાટા.
પરિપુખલગ્ન પુંકેસર : ઉદા. ડુંગળી, શતાવરી, લીલી, ગુલછડી.

પ્રશ્ન 24.
હિંદીર્ષક પુંકેસર એટલે શું ?
ઉત્તર:
જે ચાર પુંકેસર હાજર હોય અને તેમાંથી બે લાંબા અને બે ટૂંકા હોય તો તેને હિદીર્ષક કહે છે.

પ્રશ્ન 25.
પોપીમાં જોવા મળતો જરાયુવિન્યાસ જણાવો.
ઉત્તર:
બહિંસ્ય જરાવિન્યાસ (superficial).

પ્રશ્ન 26.
મુક્તડોલી પુંકેસરના ઉદાહરણ આપો.
ઉત્તર:
ઉદા. ઘાસ, મકાઈ.

પ્રશ્ન 27.
મીરાબીલીસ, ટ્રાપા અને સૂર્યમુખીમાં કેવા પ્રકારના ફળ જોવા મળે છે ?
ઉત્તર:

  • મીરાબીલીસ ; ચર્મફળ.
  • ટ્રાપા (શિંગોડા) : કાષ્ટફળ.
  • સૂર્યમુખી ; રોમવલયફળ.

પ્રશ્ન 28.
પાવર ફળ અને ફૂટપટિક ફળમાં જોવા મળતો જરાયુવિન્યાસ જણાવો.
ઉત્તર:
પાવર ફળમાં અક્ષવર્તી જરાવિન્યાસ જોવા મળે છે.
ફૂપટિક ફળમાં ચર્મવર્તી જરાયુવિન્યાસ જોવા મળે છે.

પ્રશ્ન 29.
રાસબેરીના ફળનો પ્રકાર જણાવો.
જ. અખિલ સમૂહ ફળ.

GSEB Class 11 Biology Important Questions Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા

પ્રશ્ન 30.
સર્પગંધામાં જોવા મળતા ફળનો પ્રકાર જણાવો.
ઉત્તર:
શુષ્ક એ કસ્ફોટી કુળ..

પ્રશ્ન 31.
સંધિરેખા (raphe) કોને કહેવાય ?
ઉત્તર:
દ્વિદળી બીજની એક બાજુની ધાર પર બદામી રંગની પટ્ટી આવેલી છે, તેને સંધિરેખા કહે છે,

પ્રશ્ન 32.
શબ્દ સમજાવો : ભ્રષ્ટાગ્રોલ અને ભૃણમૂળચોલ
ઉત્તર:
ભણધરીના એક છેડે ભૂણા તથા તેને સુરક્ષિત રાખતું ધૂણાગ્ર – ચોલ (coleoptile) હોય છે.
ભૂણધરીના બીજે છેડે ભૃણમૂળ તથા તેને સુરક્ષિત રાખતું ભૂણમૂળ – ચોલ (coleorrhiza) હોય છે.

પ્રશ્ન 33.
લીલીએસી કુળની એકદળી વનસ્પતિ કે જે જાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે તેનું નામ જણાવો.
ઉત્તર:
સ્માઈલેક્સ (સારસાપરિલા).

પ્રશ્ન 34.
કઈ વનસ્પતિમાં ફલન બાદ પુષ્પો ભૂમિમાં પ્રવેશે છે ?
ઉત્તર:
મગફળી.

પ્રશ્ન 35.
કઈ વનસ્પતિ માંસ કરતાં વધુ પ્રોટીન ધરાવે છે ?
ઉત્તર:
સોયાબીન.

પ્રશ્ન 36.
સુશોભન માટે ઉપયોગી સોલેનેસી કુળની વનસ્પતિનું નામ જણાવો.
ઉત્તર:
પેનિયા (petunia).

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *