GSEB Solutions Class 11 Biology Chapter 19 ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ

Gujarat Board GSEB Textbook Solutions Class 11 Biology Chapter 19 ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ Textbook Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 11 Biology Chapter 19 ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ

GSEB Class 11 Biology ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ Text Book Questions and Answers

પ્રશ્ન 1.
રૂધિર કેશિકા ગાળણ (GFR) દરની વ્યાખ્યા આપો.
ઉત્તર:
મૂત્રપિંડ દ્વારા પ્રતિ મિનિટે ઉત્પન્ન થતા ગાળણને રૂધિરકેશિકા ગુચ્છ ગાળણ દર (GFR) કહે છે. તંદુરસ્ત વ્યક્તિમાં GPR સામાન્ય રીતે 125 ml/મિનિટ એટલે કે પ્રતિ દિન 180 લિટર છે. સરાસરી રીતે 1100 – 1200 ml રૂધિર મૂત્રપિંડ દ્વારા પ્રતિ મિનિટ ગાળણ પામે છે, જે લગભગ પ્રત્યેક ક્ષેપક દ્વારા પ્રતિ મિનિટ બહાર ધકેલાતાં રૂધિરનો 1/5 ભાગ જેટલું હોય છે.

પ્રશ્ન 2.
GFRની સ્વયં નિયંત્રિત થતી ક્રિયાવિધિ વર્ણવો.
ઉત્તર:
JGA દ્વારા GERના દરનું નિયંત્રણ થાય છે. JGA એ વિશિષ્ટ સંવેદી ભાગ છે, જે DCT ના કોષીય રૂપાંતરણ તેમજ અંતર્વાહી ધમનિકાના સંપર્ક સ્થાને આવેલ છે. GNR માં થતો ઘટાડો JG કોષોને રેનિન મુક્ત કરવા ઉત્તેજિત કરે છે, જે રૂધિરકેશિકા ગુચ્છનો રૂધિરપ્રવાહ વધારે છે અને રૂધિરપ્રવાહ સામાન્ય થાય છે.

પ્રશ્ન 3.
નીચેના વિધાનો. સાચાં છે કે ખોટાં તે જણાવો.

(a) મૂત્રનિકાલ પરાવર્તી ક્રિયા દ્વારા થાય છે.
ઉત્તર:
સાચું (T)

(b) ADH, મૂત્રને અધોસાંદ્ર બનાવી પાણીના નિકાલમાં મદદ કરે છે.
ઉત્તર:
ખોટું (F)

(c) રૂધિરરસમાંનું પ્રોટીન મુક્ત પ્રવાહી બાઉમેનની કોથળીમાં ગળાય છે.
ઉત્તર:
ખોટું (F)

(d) નિકટવર્તી ગૂંચળાકાર નલિકા (PCT)માં લૂકોઝ સક્રિય રીતે પુનઃશોષણ પામે છે.
ઉત્તર:
સાચું (T)

GSEB Solutions Class 11 Biology Chapter 19 ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ

પ્રશ્ન 4.
કાઉન્ટર કરન્ટ ક્રિયાવિધિનું ટૂંકમાં વર્ણન કરો.
ઉત્તર:
ગાળણની સાંદ્રતાની ક્રિયાવિધિ (Mechanism of Concentration of the Filtration)

સસ્તનો સાંદ્ર મૂત્ર ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. આ પ્રક્રિયામાં વાસા રેક્ટા અને હેન્સનો પાશ અગત્યનું કાર્ય કરે છે.

હેન્સેના પાશની બંને ભુજાઓમાં ગાળણનો પ્રવાહ વિરુદ્ધ દિશામાં હોય છે તેને કારણે કાઉન્ટર કરન્ટ ઉત્પન્ન થાય છે.

વાસા ૨ક્ટાની બંને ભુજાઓમાં પણ રૂધિરનો પ્રવાહ કાઉન્ટર કરન્ટ પ્રમાણે હોય છે.

હેજોનો પાશ અને વાસા રેક્ટાની નિકટતા તથા કાઉન્ટર કરન્ટ મજજક આંતરાલીય પ્રવાહીની વધતી આસૃતિ સાંદ્રતાને જાળવવામાં મદદ કરે છે.

બાહ્ય કમાંના 300 mosmo/L-1 મસ્જકની અંદરના આશરે 1200 mosmo/no/L-1 સુધી આ ઢોળાશ સવાનું મુખ્ય કારણ NaCl અને યુરિયા છે. NaClીનું પરિવહન હેન્સેના પાશની આરોહી ભુજા દ્વારા થાય છે, જે વાસી રેફ્રાની અવરોહી ભુજા સાથે ફેરબદલી થાય છે. NaCl આંતરાલીય પ્રવાહીને વાસા રાની મારોહી ભુજા દ્વારા પાછું આપે છે, તે જ રીતે યુરિયાનો ઓછો જથ્થો હેન્સેના પાશના પાતળા આરોહી ભાગમાં દાખલ થાય છે, જે સંગ્રહણ નલિકા દ્વારા પાછો. આંતરાલીય પ્રવાહીમાં પરિવહન પામે છે.

આ પદાર્થોના વહન હેન્સેના પાશ તથા વાસા રેક્ટાની ચોક્કસ વ્યવસ્થા દ્વારા સરળ બને છે, જેને કાઉન્ટર કરન્ટ ક્રિયાવિધિ કહે છે.

આના કારણે મજકના આંતરાલીય પ્રવાહીમાં સાંદ્રતા ઢોળાંશ જળવાય છે, જે સંગ્રહણ નલિકા દ્વારા પાણીના સરળ અવશોષણમાં મદદ કરે છે અને ગાળણને સૌદ્ર બનાવે છે.

માનવ મૂત્રપિંડ શરૂઆતના ગાળાની સરખામણીમાં ચાર ગણું સાંદ્ર મૂત્ર ઉત્પન્ન કરે છે.

પ્રશ્ન 5.
ફેફસાં અને ત્વચાનો ઉત્સર્જનમાં ફાળો સમજાવો.
ઉત્તર:

  1. ફેફસાં, યકૃત અને ત્વચા નકામા ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરવામાં ભાગ ભજવે છે.
  2. ફેફસાં : પ્રતિદિન ફેફસાં દ્વારા મોટા પ્રમાણમાં CO2 (200 ml/મિનિટ) અને વરાળ સ્વરૂપે મોટા પ્રમાણમાં પાણી (400 ml/દિવસ) દૂર થાય છે.
  3. યકૃત : તે પિત્તનો સ્ત્રાવ કરે છે, જેમાં બિલીરૂબીન, બીલીવર્ડન, કોલેસ્ટેરોલ, વિનૈસર્ગીકૃત સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો, વિટામીન્સ અને દવાઓ હોય છે. ઘણાં ખરાં દ્રવ્યો પાચન ઉત્સર્જિત દ્રવ્યો સાથે નિકાલ પામે છે.
  4. ત્વચા : સસ્તનની ત્વચા પણ ઉત્સર્જનમાં ફાળો આપે છે, તેમાં સ્નિગ્ધ ગ્રંથિઓ અને પ્રસ્વેદ ગ્રંથિઓ હોય છે.
  5. સ્નિગ્ધ ગ્રંથિઓ : મીણ, ફેટી ઍસિડ, સ્ટિરોત્સ, હાઇડ્રોકાર્બનનો આવ કરે છે, જે સંયુક્ત રીતે સીબમ (sebum) તરીકે ઓળખાય છે, તે વાળને સુંવાળા અને ભીનાં રાખે છે, ત્વચાને સૂકી થતી અટકાવે છે.
  6. પ્રસ્વેદ ગ્રંથિઓ : તેનો સ્ત્રાવ પાણી જેવો હોય છે. શરીરના ઉષ્ણ તાપમાન દ્વારા ઉત્તેજિત થાય છે. તેના આવમાં ક્ષાર, પાણી, મીઠું, યુરિયા, લેક્ટિક ઍસિડ અને કેટલાક એમિનો એસિડ હોય છે. ત્વચાની સપાટી દ્વારા નિકાલ પામે છે.

પ્રશ્ન 6.
સમજૂતી આપો : મૂત્રનિકાલ.
ઉત્તર:
મૂત્રનિકાલ (Micturition)

  1. ઉત્સર્ગ એકમો દ્વારા નિર્માણ પામેલું મૂત્ર, મૂત્રાશયમાં વહન પામે છે, જયાં તે મધ્યસ્થ ચેતાતંત્ર (CNS) દ્વારા ઐચ્છિક સંકેતો મળે ત્યાં સુધી સંગ્રહ પામે છે.
  2. આ સંકેતો મૂત્રાશયમાં મુત્ર ભરાઈ જતાં તેની દીવાલનાં ખેંચાણથી પ્રેરાય છે. મૂત્રાશયની દીવાલ ઉપરનાં ખેંચાણ ગ્રાહીઓના પ્રત્યુત્તરથી સંકેતો CNS માં મોકલાય છે.
  3. CNN મૂત્રાશયના સરળ સ્નાયુના સંકોચન અને મૂત્રમાર્ગના મુદ્રિકા સ્નાયુના શિથીલન માટે સમાંતર શ્રેરક સંકેતો પ્રાપ્ત કરે છે, જેને કારણે મૂત્ર મુક્ત ત્યાગ પામે છે.
  4. આ ક્રિયાને મૂત્રનિકાલ કહે છે, તેને અસર કરતી ચેતાકીય ક્રિયાવિધિને મૂત્રનિકાલ પ્રતિક્રિયા (Micturition reflet) કહે છે.

પ્રશ્ન 7.
કૉલમ – Iને કૉલમ – II સાથે યોગ્ય રીતે જોડો.

કૉલમ – I કૉલમ – II
(a) એમોનોટલિઝમ (i) પક્ષીઓ
(b) બાઉમેનની કોથળી (ii) પાણીનું પુનઃશોષણ
(c) મૂત્રનિકાલ (iii) અસ્થિમસ્ય
(d) યુરિકોટલિઝમ (iv) મૂત્રાશય
(e) ADH (v) મૂત્રપિંડ નલિકા

ઉત્તર:

કૉલમ – I કૉલમ – II
(a) એમોનોટલિઝમ (iii) અસ્થિમસ્ય
(b) બાઉમેનની કોથળી (v) મૂત્રપિંડ નલિકા
(c) મૂત્રનિકાલ (iv) મૂત્રાશય
(d) યુરિકોટલિઝમ (i) પક્ષીઓ
(e) ADH (ii) પાણીનું પુનઃશોષણ

GSEB Solutions Class 11 Biology Chapter 19 ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ

પ્રશ્ન 8.
જલનિયમન કોને કહે છે ?
ઉત્તર:
સજીવનાં શરીરમાં પાણીનું નિશ્ચિત પ્રમાણ જોવા મળે છે. સજીવો માટે આ પ્રમાણની જાળવણી જરૂરી હોય છે. જે પ્રક્રિયા દ્વારા સજીવો પાણીના પ્રમાણનું નિયમન કરે છે તેને જલનિયમન (Osmoregulation) કહે છે.

પ્રશ્ન 9.
‘સ્થલજ પ્રાણીઓ, યુરયોટેલિક અથવા યુરિકોટેલિક હોય છે, એમોનોટેલિક હોતા નથી.’ શા માટે ?
ઉત્તર:
સ્થલજ પ્રાણીઓ યુરિયા કે યુરિક ઍસિડ સ્વરૂપે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરે છે, જેના નિકાલ માટે પ્રમાણમાં ઓછા પાણીની જરૂર રહે છે. એમોનિયાને દ્રાવ્યતા માટે પુષ્કળ પાણી જોઈએ છે, જે સ્થલજ પ્રાણીઓ મેળવી શકતા નથી. માટે સ્થલજ પ્રાણીઓ એમોનોટેલિક નથી.

પ્રશ્ન 10.
મૂત્રપિંડના કાર્યોમાં જક્સ્ટા રૂધિરકેશિકા ગુચ્છ સાધન (JGA)નો શો ફાળો છે ?
ઉત્તર:
રૂધિરકેશિકા ગુચ્છ ગાળણમાં JGAનો ફાળો :

  1. મૂત્રપિંડોમાં રૂધિરકેશિકા ગુચ્છ ગાળણના નિયમન માટે ચોક્કસ બંધારણીય રચના જોવા મળે છે, જેમાંની એક કાર્યક્ષમ પદ્ધતિ JGA દ્વારા થાય છે.
  2. JGA ચોક્કસ સંવેદી વિસ્તાર ધરાવે છે, જે દૂરસ્થ ગૂંચળાકાર નલિકાના કોષીય રૂપાંતરણ અંતર્વાહી ધમનિકાના જોડાણ સ્થાને જોવા મળે છે.
  3. GFRમાં ઘટાડો થતાં JG કોષો સક્રિય થઈ રેનીનનો સ્ત્રાવ કરે છે, જે રૂધિરકેશિકા ગુચ્છમાં રૂધિર પ્રવાહને ઉત્તેજિત કરે છે. ગાળણ દર સામાન્ય થાય છે.

પ્રશ્ન 11.
નીચેનાનાં ફક્ત નામ જણાવો.

(a) મેરૂદંડી પ્રાણીઓ કે જેઓ ઉત્સર્ગ રચના તરીકે જ્યોત કોષો ધરાવે છે.
ઉત્તર:
એમ્ફિઓક્સસ.

(b) માનવ મૂત્રપિંડમાં મજ્જક પિરામીડની વચ્ચે પ્રસરેલાં બાહ્યક પ્રદેશ.
ઉત્તર:
કૉલમ ઑફ બર્ટિની.

(e) હેલેના પાશને સમાંતર પસાર થતી રૂધિરકેશિકાનો પાશ.
ઉત્તર:
વાસા રેક્ટા.

પ્રશ્ન 12.
ખાલી જગ્યા પૂરો.
(a) હેલેના પાશની આરોહી ભુજા પાણી માટે …………………… જ્યારે અવરોહી ભુજા ……………………… છે.
(b) મૂત્રપિંડ નલિકાના દૂરસ્થ ભાગ (DST) દ્વારા પાણીનું પુનઃ શોષણ ……………………. અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે.
(c) ડાયાલિસીસ પ્રવાહીમાં …………………….. પદાર્થ સિવાય રૂધિરરસના અન્ય તમામ પદાર્થો હાજર હોય છે.
(d) એક સ્વસ્થ વ્યક્તિ (આશરે) ………………………… ગ્રામ યુરિયા પ્રતિદિન ઉત્સર્જિત કરે છે.
ઉત્તર:
(a) પ્રવેશશીલ, અપ્રવેશશીલ
(b) ADH
(c) યુરિયા
(d) 25 – 30 ગ્રામ

GSEB Solutions Class 11 Biology Chapter 19 ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ

GSEB Class 11 Biology ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ NCERT Exemplar Questions and Answers

બહુવિકલ્પી પ્રશ્નો (MCQ)

પ્રશ્ન 1.
નીચે આપેલા પદાર્થો પ્રાણીઓની ઉત્સર્જન પેદાશો છે. તેમાંથી સૌથી ઓછા ઝેરી પદાર્થને પસંદ કરો.
(A) યુરિયા
(B) યુરિક ઍસિડ
(C) એમોનિયા
(D) CO2
ઉત્તર:
(B) યુરિક ઍસિડ

પ્રશ્ન 2.
……………………. માં રૂધિરનું ગાળણ થાય છે.
(A) PCT
(B) DCT
(C) સંગ્રાહણ નલિકા
(D) માલ્પિધિયન કાય
ઉત્તર:
(D) માલ્પિધિયન કાય

પ્રશ્ન 3.
નીચેના વાક્યોમાંથી કયું વિધાન અસત્ય છે ?
(A) ADH – રૂધિરમાં એન્જિઓટેન્સિનોજનને એન્જિઓટેન્સિનમાં રૂપાંતરિત થતાં અટકાવે છે.
(B) આલ્ટોસ્ટેરોન – પાણીનું પુનઃશોષણ ઉત્તેજે છે.
(C) ANE – સોડિયમનું પુનઃશોષણ પ્રેરે છે.
(D) રેનિન – રૂધિરવાહિનીઓનું સંકોચન પ્રેરે છે.
ઉત્તર:
(A) ADH – રૂધિરમાં એન્જિઓટેન્સિનોજનને એન્જિઓટેન્સિનમાં રૂપાંતરિત થતાં અટકાવે છે.

પ્રશ્ન 4.
નીચેનામાંથી કયા ઘટકો મોટા પ્રમાણમાં આપણા શરીરમાંથી ફેફસાં દ્વારા દૂર કરાય છે ?
(A) ફક્ત CO2
(B) ફક્ત H2O
(C) CO2 અને H2O
(D) એમોનિયા
ઉત્તર:
(D) એમોનિયા

પ્રશ્ન 5.
મનુષ્યનાં મૂત્રની pH લગભગ ……………………….. છે.
(A) 6.5
(B) 7
(C) 6
(D) 7.5
ઉત્તર:
(C) 6

GSEB Solutions Class 11 Biology Chapter 19 ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ

પ્રશ્ન 6.
નીચે જુદા જુદા પ્રકારનાં ઉત્સર્ગ દ્રવ્યો અને પ્રાણીઓનાં નામ આપેલા છે. તેમને યોગ્ય રીતે જોડો. આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ શોધો.

ઉત્સર્ગ રચના / અંગ પ્રાણીઓ
(a) પ્રોટોનેફિડિયા (i) ઝીંગા
(b) ઉત્સર્શિકા (ii) વંદો
(c) માલ્પિધિયન નલિકા (iii) અળસિયું
(d) હરિત ગ્રંથિ/એન્ટેનલ ગ્રંથિ (iv) ચપટા કૃમિ

(A) (a – iv), (b – iii), (c – ii), (d – i)
(B) (a – ii), (b – iii), (c – 1), (d – iv)
(C) (a – iv), (b – iii), (c – i), (d – ii)
(D) (a – i), (b – iii), (c – ii), (d – i)
ઉત્તર:
(A)

ઉત્સર્ગ રચના / અંગ પ્રાણીઓ
(a) પ્રોટોનેફિડિયા (iv) ચપટા કૃમિ
(b) ઉત્સર્શિકા (iii) અળસિયું
(c) માલ્પિધિયન નલિકા (ii) વંદો
(d) હરિત ગ્રંથિ/એન્ટેનલ ગ્રંથિ (i) ઝીંગા

પ્રશ્ન 7.
નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન અસત્ય છે ?
(A) પક્ષીઓ અને જમીન પરની ગોકળગાય યુરિકોટેલિક પ્રાણીઓ છે.
(B) સસ્તનો અને દેડકો યુરિયોટેલિક પ્રાણીઓ છે.
(C) જલજ ઉભયજીવી અને જલજ કીટકો એમોનોટેલિક પ્રાણીઓ છે.
(D) પક્ષીઓ અને સરિસૃપ યુરિયોટેલિક છે.
ઉત્તર:
(D) પક્ષીઓ અને સરિસૃપ યુરિયોટેલિક છે.

પ્રશ્ન 8.
નીચેનામાંથી કઈ જોડ અસંગત છે ?
(A) યુરિકોટેલિક – પક્ષીઓ
(B) યુરિયોટેલિક – કીટકો
(C) એમોનોટેલિક – ટેકપોલ
(D) યુરિયોટેલિક – હાથી
ઉત્તર:
(B) યુરિયોટેલિક – કીટકો

પ્રશ્ન 9.
નીચેનામાંથી અસંગત વિધાન કયું છે ?
(A) મૂત્રપિંડનો મજ્જક પ્રદેશ કેટલાંક શંકુ પ્રદેશોમાં વિભાજિત થઈ, મસ્જક પિરામીડ તરીકે કેલાઈસીસમાં ઉપસી આવે છે.
(B) મૂત્રપિંડમાં બાહ્યક પ્રદેશ, મસ્જક પિરામીડમાં મૂત્રપિંડ નિવાપ તરીકે લંબાય છે.
(C) રૂધિરકેશિકા ગુચ્છ, બાઉમેનની કોથળી સાથે મૂત્રપિંડ કણ તરીકે ઓળખાય છે.
(D) મૂત્રપિંડ કણ, નિકટવર્તી ગૂંચળાકાર નલિકા અને દૂરસ્થ ગૂંચળાકાર નલિકા મૂત્રપિંડના બાહ્ય પ્રદેશમાં આવેલા છે.
ઉત્તર:
(B) મૂત્રપિંડમાં બાહ્યક પ્રદેશ, મજ્જક પિરામીડમાં મૂત્રપિંડ નિવાપ તરીકે લંબાય છે.

પ્રશ્ન 10.
રૂધિરમાં યુરિયા એકઠું થવાની સ્થિતિને …………………………… કહે છે.
(A) રીનલ કેલક્યુલી
(B) ગ્લોમીરૂલર નેફ્રાઇટીસ
(C) યુરેમિયા
(D) કીટોન્યુરિયા
ઉત્તર:
(C) યુરેમિયા

GSEB Solutions Class 11 Biology Chapter 19 ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ

પ્રશ્ન 11.
નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ એન્ટિડાયયુરેટિક તરીકે ઓળખાય છે?
(A) ઓક્સિટોસીન
(B) વેસોપ્રેસીન
(C) એડીનાલિન
(D) કેલ્સિટોનીય
ઉત્તર:
(B) વેસોપ્રેસીન

પ્રશ્ન 12.
કૉલમ – I અને કૉલમ – IIને યોગ્ય રીતે જોડો. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

કૉલમ – I કૉલમ – II
(a) નિકટવર્તી ગૂંચળાકાર નલિકા (PCT) (i) સાંદ્ર મૂત્રનું નિર્માણ
(b) દૂરસ્થ ગૂંચળાકાર નલિકા (DCT) (ii) રૂધિરનું ગાળણ
(c) હેજોનો પાશ (iii) 70-80% ઇલેક્ટ્રોલાઇટ્સનું પુનઃશોષણ
(d) કાઉન્ટર કરન્ટ (iv) આયનિક સંતુલન ક્રિયાવિધિ
(e) માલ્પિધિયન કાય (v) મસ્જકના સાંદ્રતા ઢોળાંશની જાળવણી

(A) (a – iii), (b – v), (c – iv), (d – ii), (e – i)
(B) (a – i), (b – iii), (c – ii), (d – v), (e – iv)
(C) (a – iii), (b – iv), (c – i), (d – v), (e – ii)
(D) (a – iii), (b – i), (c – iv), (d – v), (e – ii)
ઉત્તર:
(C)

કૉલમ – I કૉલમ – II
(a) નિકટવર્તી ગૂંચળાકાર નલિકા (PCT) (iii) 70-80% ઇલેક્ટ્રોલાઇટ્સનું પુનઃશોષણ
(b) દૂરસ્થ ગૂંચળાકાર નલિકા (DCT) (iv) આયનિક સંતુલન ક્રિયાવિધિ
(c) હેજોનો પાશ (i) સાંદ્ર મૂત્રનું નિર્માણ
(d) કાઉન્ટર કરન્ટ (v) મસ્જકના સાંદ્રતા ઢોળાંશની જાળવણી
(e) માલ્પિધિયન કાય (ii) રૂધિરનું ગાળણ

પ્રશ્ન 13.
નીચેની કૉલમને યોગ્ય રીતે જોડો. આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

કૉલમ – I કૉલમ – II
(a) ગ્લાયકોસુરિયા (i) સાંધાઓમાં યુરિક ઍસિડનો ભરાવો
(b) રિનલ કેલક્યુલી (ii) રૂધિરકેશિકા ગુચ્છમાં સોજો
(c) ગ્લોમીરૂલર નેફ્રાઇટિસ (iii) મૂત્રપિંડમાં સ્ફટિકમય ક્ષારોનો ભરાવો
(d) ગાઉટ (iv) મૂત્રમાં લૂકોઝ

(A) (a – i), (b – iii), (c – ii), (d – iv)
(B) (a – iii), (b – ii), (c – iv), (d – i)
(C) (a – iv), (b – iii), (c – ii), (d – i)
(D) (a – iv), (b – ii), (c – iii), (d – i)
ઉત્તર:
(C)

કૉલમ – I કૉલમ – II
(a) ગ્લાયકોસુરિયા (iv) મૂત્રમાં લૂકોઝ
(b) રિનલ કેલક્યુલી (iii) મૂત્રપિંડમાં સ્ફટિકમય ક્ષારોનો ભરાવો
(c) ગ્લોમીરૂલર નેફ્રાઇટિસ (ii) રૂધિરકેશિકા ગુચ્છમાં સોજો
(d) ગાઉટ (i) સાંધાઓમાં યુરિક ઍસિડનો ભરાવો

પ્રશ્ન 14.
આપણે સાંદ્ર કે મંદ મૂત્ર વિશિષ્ટ ક્રિયાવિધિ દ્વારા ઉત્પન્ન કરી શકીએ
છીએ. આ ક્રિયાવિધિનું નામ જણાવો.
(A) પાણીનું PCT માં પુનઃશોષણ
(B) સંગ્રાહણ નલિકામાં પુન:શોષણ
(C) પુનઃશોષણ/સ્ત્રાવ DCT માં
(D) કાઉન્ટર કરન્ટ ક્રિયાવિધિ હેન્સેનો પાશવાસારેક્ટા
ઉત્તર:
(D) કાઉન્ટર કરન્ટ ક્રિયાવિધિ હેલેનો પાશ/વાસારેક્ટા

પ્રશ્ન 15.
ડાયલાઇઝિંગ એકમ (કૃત્રિમ મૂત્રપિંડ)માં રહેલ પ્રવાહી રૂધિરરસ જેવું જ હોય છે, સિવાય કે તેમાં ……………………….. હોય છે.
(A) લૂકોઝનું ઊંચું પ્રમાણ
(B) યુરિયામાં વધુ પ્રમાણ
(C) યુરિયા ગેરહાજર
(D) યુરિક ઍસિડ વધુ
ઉત્તર:
(C) યુરિયા ગેરહાજર

GSEB Solutions Class 11 Biology Chapter 19 ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ

અત્યંત ટૂંક જવાબી પ્રશ્નો (VSQ)

પ્રશ્ન 1.
રૂધિરકેશિકા ગુચ્છ ગાળણ (GFR)નું પસંદગીમાન પુનઃશોષણ ક્યાં થાય છે ?
ઉત્તર:

  1. GFRનું પસંદગીમાન પુનઃશોષણ નિકટવર્તી ગૂંચળાકાર નલિકા (PCS) અને દૂરસ્થ ગૂંચળાકાર નલિકા (DCT)માં થાય છે.
  2. નિકટવર્તી ગૂંચળાકાર નલિકામાં બધાં જ જરૂરી પોષકદ્રવ્યો 70-80% ઇલેક્ટ્રોલાઇટ્સ અને પાણી શોષણ પામે છે. દૂરસ્થ ગૂંચળાકાર નલિકામાં Na+ અને H2Oનું શરતી પુનઃ શોષણ થાય છે.

પ્રશ્ન 2.
સરિસૃપના મૂત્રપિંડની ઉત્સર્ગ પેદાશ કઈ છે?
ઉત્તર:
સરિસૃપ યુરિકોટેલિક પ્રાણી છે. યુરિક ઍસિડ, લુગદી કે ગોળી સ્વરૂપે મૂત્રપિંડ દ્વારા ઉત્સર્જિત કરે છે.

પ્રશ્ન 3.
પ્રસ્વેદ ગ્રંથિઓ દ્વારા સ્ત્રાવ થતાં પ્રસ્વેદનાં બંધારણમાં શું જોવા મળે છે?
ઉત્તર:
પ્રસ્વેદ ગ્રંથિઓ દ્વારા સ્ત્રાવિત પ્રસ્વેદમાં પાણી જેવું પ્રવાહી, NaCl, યુરિયા, લેક્ટિક ઍસિડ વગેરે ઉત્સર્જિત થતાં હોય છે.

પ્રશ્ન 4.
ઝીંગા (Prawn)માં ઉત્સર્જનનું કાર્ય કરતી ગ્રંથિ કઈ છે ?
ઉત્તર:
ઝીંગામાં એન્ટેનલ ગ્રંથિ / હરિત ગ્રંથિ દ્વારા એમોનિયાનું ઉત્સર્જન થાય છે.

પ્રશ્ન 5.
અમીબામાં કઈ રચના દ્વારા ઉત્સર્જન થાય છે ?
ઉત્તર:
અમીબાના કોષરસમાં આવેલ આકુંચક રસધાની ઉત્સર્જન તેમજ આસૃતિ નિયમનનું કાર્ય કરે છે.

પ્રશ્ન 6.
નીચે આપેલા શબ્દોનાં પૂર્ણ નામ જણાવો.
(a) ANE,
(b) ADH,
(c) GER,
(d) DGT.
ઉત્તર:
(a) એન્ટિનેટ્રીયુરીટીક ફેક્ટર (Antimetriuretic factor)
(b) એન્ટિબાયયુરેટિક હોર્મોન (Antidiuretic hormone)
(c) ગ્લોમ્યુટ્રલર ફિલ્ટરેશન રેઈટ (Glomerular filtration rate)
(d) slzzat slaciyes zfoya (Distal convoluted tubule)

GSEB Solutions Class 11 Biology Chapter 19 ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ

પ્રશ્ન 7.
ગ્લાયકોસુરિયા અને કિટોન્યુરિયાનો તફાવત સમજાવો..
ઉત્તર:

  1. ગ્લાયકોસુરિયામાં મૂત્રમાં લૂકોઝની હાજરી જોવા મળે છે. કિટોન્યુરિયામાં મૂત્રમાં કિટોનની હાજરી હોય છે.
  2. ગ્લાયકોસુરિયા ડાયાબિટીસ મેલિટસમાં જોવા મળે છે. કિટોન્યુરિયા લાંબા સમયના ઉપવાસને કારણે થાય છે.

પ્રશ્ન 8.
સીબમ ગ્રંથિઓનું કાર્ય શું છે ?
ઉત્તર:
સીબેસીયસ ગ્રંથિઓ કોલેસ્ટેરોલ, ટ્રાયગ્લીસરાઇડ, મીણ અને એસ્ટર જેવા પદાર્થોનો સીબમ દ્વારા ઉત્સર્જન કરે છે. તેનો સ્ત્રાવ ત્વચાને ચીકાશયુક્ત / સ્નિગ્ધ રાખે છે.

પ્રશ્ન 9.
રૂધિરકેશિકા ગુચ્છ ગાળણ (GFR) માં સક્રિય રીતે વહન પામતાં બે દ્રવ્યોનાં નામ આપો.
ઉત્તર:
વુકોઝ અને એમિનો ઍસિડ સક્રિય રીતે વહન પામતાં દ્રવ્યો છે.

પ્રશ્ન 10.
મૂત્રના પૃથ્થકરણ વડે નિદાન કરાતી બે ચયાપચયિક અનિયમિતતાઓનાં નામ આપો.
ઉત્તર:

  1. હિમેટયુરિયા – મૂત્રમાં રૂધિરનાં કોષો કે રૂધિર જોવા મળે છે.
  2. આવ્યુમીન્યુરિયા – મૂત્રમાં આવ્યુમીનની હાજરી હોય છે.

પ્રશ્ન 11.
મૂત્રનિર્માણની મુખ્ય ક્રિયાવિધિના તબક્કાઓ જણાવો.
ઉત્તર:
મૂત્રનિર્માણની ક્રિયાવિધિના ત્રણ તબક્કાઓ છે :

  1. સૂક્ષ્મ ગાળણ (Ultra filtration)
  2. પુન:શોષણ (Reabsorption)
  3. zella (Secretion)

GSEB Solutions Class 11 Biology Chapter 19 ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ

પ્રશ્ન 12.
GFRના પુનઃશોષણ દરમિયાન સક્રિય શોષણ પામતાં કે નિષ્ક્રિય રીતે પ્રસરણ પામતાં પદાર્થોનું લિસ્ટ/સૂચિ આપો. (લૂકોઝ, એમિનો ઍસિડ, નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગદ્રવ્યો, પાણી, Na+)
ઉત્તર:
સક્રિય વહન : લૂકોઝ, એમિનો ઍસિડ
નિષ્ક્રિય વહન : Na+, પાણી, નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો

પ્રશ્ન 13.
નીચેના વાક્યો પૂર્ણ કરો.
(a) મૂત્ર ઉત્સર્જન = નલિકામાં પુનઃ શોષણ + નલિકામાં સ્ત્રાવ …………………….
(b) ડાયાલાયઝિંગ પ્રવાહી = પ્લાઝમા ………………….
ઉત્તર:
(a) ગાળણ,
(b) ઉત્સર્ગ દ્રવ્યો.

પ્રશ્ન 14.
મસ્જકમાં સાંદ્રતા ઢોળાશ જાળવતાં નલિકામાંથી બહાર નીકળતાં ઉત્સર્ગ દ્રવ્યોનાં નામ જણાવો.
ઉત્તર:
નલિકામાંથી બહાર નીકળતાં દ્રવ્યો પાણી, યુરિયા અને NaCl છે, જે સાંદ્રતા ઢોળાંશની જાળવણી કરે છે.

પ્રશ્ન 15.
ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકો.
અંગ – ઉત્સર્ગ પેદાશો
(a) મૂત્રપિંડ – ……………………
(b) ફેફસાં – …………………..
(c) યકૃત – ……………………
(d) ત્વચા – ……………………..
ઉત્તર:
(a) મૂત્ર,
(b) CO2
(c) યુરિયા,
(d) ત્વચા.

ટૂંક જવાબી પ્રશ્નો (SQ)

પ્રશ્ન 1.
આકૃતિની મદદથી માલ્પિધિયન કાયની રચના દર્શાવો.
ઉત્તર:
GSEB Solutions Class 11 Biology Chapter 19 ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ 2

GSEB Solutions Class 11 Biology Chapter 19 ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ

પ્રશ્ન 2.
રેનિન એન્જિયોટેન્સીન દ્વારા મૂત્રપિંડના કાર્યનાં નિયમન માટે શું ભાગ ભજવાય છે?
ઉત્તર:
જસ્ટા ગ્લોબ્યુરૂલર એપરેટ્સ (JGA) દ્વારા રૂધિરકેશિકા ગુચ્છના રૂધિરના દબાણમાં ઘટાડો થતાં રેનિન મુક્ત થાય છે. રેનિન રૂધિરમાં એન્જિયોટેન્સીનોજેનને એન્જિયોટેન્સીનન – I અને ત્યારબાદ એન્જિયોટેન્સીન – II માં ફેરવે છે. એન્જિયોટેન્સીનના – II શક્તિશાળી વેસો કન્સ્ટીકર (નલિકા સંકોચક) છે, જેથી રૂધિરકેશિકાના રૂધિરનું દબાણ અને તેને કારણે GFRવધારે છે. એન્જિયોટેન્સીન – II, એડ્રિનલ બાહ્યકને આલ્ટોસ્ટેરોન મુક્ત કરવા પ્રેરે છે. આલ્ટોસ્ટેરોનના કારણે Na+ અને પાણીનું દૂરસ્થ નલિકાના ભાગમાં પુનઃ શોષણ થાય છે. તેના કારણે પણ રૂધિરનું દબાણ અને GPR વધે છે.

પ્રશ્ન 3.
જલજ પ્રાણીઓ સામાન્ય રીતે એમોનિયા ત્યાગી પ્રકૃતિ ધરાવે છે, જ્યારે સ્થલજ પ્રાણીઓમાં આ નથી જોવા મળતું. ટિપ્પણી કરો.
ઉત્તર:
એમોનિયા ઉત્સર્જન કરવાની ક્રિયાને એમોનોટેલિઝમ કહે છે. ઘણાં અસ્થિમસ્ય, જલજ ઉભયજીવી, જલજ કીટકો, એમોનિયા ત્યાગી પ્રકૃતિ ધરાવે છે. એમોનિયા પાણીમાં દ્રાવ્ય હોઈ પ્રસરણ પદ્ધતિ દ્વારા શરીરની સપાટી કે ઝાલર દ્વારા નિકાલ પામે છે. સ્થલજ અનુકૂલન માટે ઓછો હાનિકારક તેવા યુરિયાનું નિર્માણ જોવા મળે છે. યુરિયા પ્રમાણમાં ઓછો ઝેરી અને પાણીમાં ઓછો દ્રાવ્ય છે, જે પાણીના સંગ્રહ માટે જરૂરી છે. સસ્તન, ઘણાં સ્થલજ ઉભયજીવી અને દરિયાઈ મત્સ્ય મુખ્યત્વે યુરિયા ઉત્સર્જિત કરે છે તેમને યુરિયા ત્યાગી પ્રાણીઓ કહેવાય છે. મોટાભાગનાં કીટકો, ગોકળગાય, સરિસૃપમાં યુરિક ઍસિડનું ઉત્સર્જન થાય છે, તેમને યુરિક ઍસિડ ત્યાગી પ્રાણીઓ કહે છે. એમોનિયાનું યુરિક ઍસિડમાં રૂપાંતરણ અને નિકાલ માટે : ઓછા પાણીની જરૂર પડે છે, જે સ્થલજ પ્રાણીઓ માટે અગત્યનું છે, કારણ કે તેઓ સતત પાણી મેળવતા નથી.

પ્રશ્ન 4.
રૂધિરકેશિકા ગુચ્છ ગાળણ અને મૂત્રનું બંધારણ સરખું હોતું નથી. ટિપ્પણી કરો.
ઉત્તર:
રૂધિરકેશિકા ગુચ્છ ગાળણ અને મૂત્રનું બંધારણ સરખું હોતું નથી, કારણ કે રૂધિરકેશિકા ગુચ્છ ગાળણ મોટા પ્રમાણમાં પાણી તેમજ અન્ય દ્રાવણ પદાર્થો જેવા કે યુરિયા, યુરિક એસિડ, ક્રીએટીનીન, એમિનો ઍસિડ, સોડિયમ, લૂકોઝ, વિટામીન્સ વગેરે ધરાવે છે. બીજી બાજુ મૂત્ર પારદર્શક આછા પીળા રંગનું પ્રવાહી છે, જે પુનઃશોષણ બાદ અને ગાળણમાંથી સ્ત્રાવ પામે છે. તેમાં 95% પાણી અને 5% અન્ય કાર્બનિક અને અકાર્બનિક પદાર્થો જોવા મળે છે.

પ્રશ્ન 5.
મૂત્રપિંડની અંતિમ નિષ્ફળતાની અવસ્થામાં કયા પ્રકારની ક્રિયાવિધિ, પ્રક્રિયા સૂચવાય છે ? ટૂંકમાં અહેવાલ આપો.
ઉત્તર:
મૂત્રપિંડ પ્રત્યારોપણ એ મૂત્રપિંડની નિષ્ફળતાનો છેલ્લો ઉપાય છે. દાતાનાં શરીરમાંથી એક કાર્યક્ષમ મૂત્રપિંડ લઈ (સામાન્ય રીતે નજીકના સંબંધી) પ્રત્યારોપણ કરાય છે. આમ કરવાથી મૂત્રપિંડનો યજમાનની રોગપ્રતિકારક શક્તિ દ્વારા અસ્વીકૃતિનો પ્રશ્ન ખૂબ નજીવો રહે છે. આધુનિક ક્લિનિકલ પ્રક્રિયાઓ દ્વારા આવી જટિલ ટેકનિક દ્વારા સફળતાનો દર વધુ માત્રામાં જોવા મળે છે.

પ્રશ્ન 6.
સ્થલજ પ્રાણીઓએ પાણીના સંગ્રહ માટે કેવા પ્રકારનું અનુકૂલન મેળવ્યું છે ?
ઉત્તર:
સ્થલજ પ્રાણીઓ ઓછા ઝેરી નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો યુરિયા કે યુરિક ઍસિડ પાણીના સંગ્રહ માટે નિર્માણ કરે છે. સસ્તન અને કેટલાક પ્રાણીઓ યુરિયાનું ઉત્સર્જન કરે છે, જે યુરિયા ત્યાગી તરીકે ઓળખાય છે.

  1. ચયાપચય દરમિયાન ઉત્પન્ન થતો એમોનિયા યકૃતમાં યુરિયામાં ફેરવાય છે. રૂધિર દ્વારા મૂત્રપિંડમાં આવે છે અને ગાળણ પામી નિકાલ કરાય છે.
  2. કેટલોક યુરિયા મૂત્રપિંડમાં આસૃતિની જાળવણી માટે સંગ્રહાય છે.
  3. સરિસૃપ પક્ષીઓ, ગોકળગાય અને કીટકો યુરિક ઍસિડનું લુગદી કે ગોળી સ્વરૂપે પાણીના ખૂબ ઓછા વ્યય સાથે ઉત્સર્જન કરે છે તેને યુરિક ઍસિડ ત્યાગી કહેવાય છે.

GSEB Solutions Class 11 Biology Chapter 19 ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ

પ્રશ્ન 7.
નીચે આપેલ આકૃતિના ભાગોનું નામ-નિર્દેશન કરો.
GSEB Solutions Class 11 Biology Chapter 19 ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ 3
ઉત્તર:
GSEB Solutions Class 11 Biology Chapter 19 ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ 4

પ્રશ્ન 8.
સમજાવો : હિમોડાયાલિસીસ એકમને કૃત્રિમ મૂત્રપિંડ શા માટે કહેવાય છે ?
ઉત્તર:
આ પદ્ધતિ હજારો યુરેનિક દર્દીઓ માટે સમસ્ત દુનિયામાં આશીર્વાદ રૂપ બની છે.
GSEB Solutions Class 11 Biology Chapter 19 ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ 5

  • હિમોડાયેલાઇઝિંગ એકમ કૃત્રિમ મૂત્રપિંડ તરીકે કાર્ય કરે છે. દર્દીના રૂધિરમાંથી યુરિયા (મૂત્રપિંડ નિષ્ફળતાને કારણે) દૂર કરાય છે. આ પ્રક્રિયામાં ધમનીમાંથી રૂધિરને ડાયાલાઇઝિંગ એકમમાં પ્રવાહિત કરાય છે (તેમાં એન્ટી-કોએગ્યુટ હિપેરીન ઉમેર્યા બાદ).
  • આ એકમ ગૂંચળાદાર સેલફેન નલિકાઓ છે. ડાયાલાઇઝિંગ પ્રવાહીમાં ડૂબેલી હોય છે. તેમનું બંધારણ રૂધિરરસ જેવું જ હોય છે, સિવાય નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો. છિદ્રિષ્ઠ સેલાફેન પટલ સાંદ્રતાના ઢોળાંશને આધારિત અણુઓની આવ-જા થવા દે છે.
  • નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનો ડાયાલાઇઝિંગ પ્રવાહીમાં ગેરહાજરીને કારણે આ દ્રવ્યો સહેલાઈથી બહાર પ્રવેશે છે અને રૂધિર શુદ્ધ કરે છે.
  • અંતમાં, શુદ્ધ થયેલ રૂધિરને શિરા દ્વારા શરીરમાં એન્ટી-હિપેરીન ઉમેર્યા બાદ પાછું દાખલ કરાય છે.

પ્રશ્ન 9.
પસંદગીમાન પુનઃશોષણ માટે અંતઃસ્ત્રાવી નિયમન વિશે સમજૂતી આપો.
ઉત્તર:
મૂત્રપિંડનું કાર્ય એન્ટી-ડાયયુરેટિક અંતઃસ્ત્રાવ, JGA તેમજ ANE દ્વારા સક્ષમ રીતે નિયમન થતું હોય છે.

(a) એન્ટી-ડાયયુરેટિક અંતઃસ્ત્રાવ (ADH) અને એટ્રિયલ નેટીયુરેટિક ફેક્ટર (ANF) નલિકાના દૂરસ્થ ભાગ અને સંગ્રાહણ નલિકામાંથી પાણીના પુનઃશોષણને ઉત્તેજે છે.

(b) જક્સ્ટા ગ્લોમીરૂલર એપરેટ્સ (JGA) રેનિન એન્જિયોટેન્સીન આલ્ટોસ્ટેરોન પદ્ધતિ (RAAS) દ્વારા કાર્ય કરે છે. JGA કોષો રેનિનનો સ્ત્રાવ કરે છે, જે એન્જિયોટેન્સીનોજેનને એન્જિયોટેન્સીન – I અને એન્જિયોટેન્સીન – II માં ફેરવે છે, જે અંતઃસ્ત્રાવ તરીકે કાર્ય કરે છે.

(c) ANE રૂધિરના પ્રવાહનું વાહિનીઓના વિસ્તરણ દ્વારા નિયંત્રણ કરે છે અને રેનિન એન્જિયોટેન્સીન ક્રિયાવિધિનું નિયંત્રણ કરે છે.

દીર્ઘ જવાબી પ્રશ્નો (LQ)

પ્રશ્ન 1.
સસ્તનોમાં સાંદ્ર મૂત્ર ઉત્પન્ન કરવાની ક્રિયાવિધિ જણાવો.
ઉત્તર:
ગાળણની સાંદ્રતાની ક્રિયાવિધિ (Mechanism of Concentration of the Filtration)

સસ્તનો સાંદ્ર મૂત્ર ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. આ પ્રક્રિયામાં વાસા રેક્ટા અને હેન્સનો પાશ અગત્યનું કાર્ય કરે છે.

હેન્સેના પાશની બંને ભુજાઓમાં ગાળણનો પ્રવાહ વિરુદ્ધ દિશામાં હોય છે તેને કારણે કાઉન્ટર કરન્ટ ઉત્પન્ન થાય છે.

વાસા ૨ક્ટાની બંને ભુજાઓમાં પણ રૂધિરનો પ્રવાહ કાઉન્ટર કરન્ટ પ્રમાણે હોય છે.

હેજોનો પાશ અને વાસા રેક્ટાની નિકટતા તથા કાઉન્ટર કરન્ટ મજજક આંતરાલીય પ્રવાહીની વધતી આસૃતિ સાંદ્રતાને જાળવવામાં મદદ કરે છે.

બાહ્ય કમાંના 300 mosmo/L-1 મસ્જકની અંદરના આશરે 1200 mosmo/no/L-1 સુધી આ ઢોળાશ સવાનું મુખ્ય કારણ NaCl અને યુરિયા છે. NaClીનું પરિવહન હેન્સેના પાશની આરોહી ભુજા દ્વારા થાય છે, જે વાસી રેફ્રાની અવરોહી ભુજા સાથે ફેરબદલી થાય છે. NaCl આંતરાલીય પ્રવાહીને વાસા રાની મારોહી ભુજા દ્વારા પાછું આપે છે, તે જ રીતે યુરિયાનો ઓછો જથ્થો હેન્સેના પાશના પાતળા આરોહી ભાગમાં દાખલ થાય છે, જે સંગ્રહણ નલિકા દ્વારા પાછો. આંતરાલીય પ્રવાહીમાં પરિવહન પામે છે.

આ પદાર્થોના વહન હેન્સેના પાશ તથા વાસા રેક્ટાની ચોક્કસ વ્યવસ્થા દ્વારા સરળ બને છે, જેને કાઉન્ટર કરન્ટ ક્રિયાવિધિ કહે છે.

આના કારણે મજકના આંતરાલીય પ્રવાહીમાં સાંદ્રતા ઢોળાંશ જળવાય છે, જે સંગ્રહણ નલિકા દ્વારા પાણીના સરળ અવશોષણમાં મદદ કરે છે અને ગાળણને સૌદ્ર બનાવે છે.

માનવ મૂત્રપિંડ શરૂઆતના ગાળાની સરખામણીમાં ચાર ગણું સાંદ્ર મૂત્ર ઉત્પન્ન કરે છે.
GSEB Solutions Class 11 Biology Chapter 19 ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ 1

GSEB Solutions Class 11 Biology Chapter 19 ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ

પ્રશ્ન 2.
મૂત્રપિંડ નલિકાના વિવિધ ભાગોમાંથી કયા પદાર્થો પુનઃશોષણ કે સ્ત્રાવ પામે છે તે દર્શાવતી નામ-નિર્દેશન યુક્ત આકૃતિ દોરો.
ઉત્તર:
GSEB Solutions Class 11 Biology Chapter 19 ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ 6

પ્રશ્ન 3.
મૂત્રત્યાગ અને ઉત્સર્જન તંત્રની અનિયમિતતાઓ ટૂંકમાં વર્ણવો.
ઉત્તર:
મૂત્રનિકાલ (Micturition)

  1. ઉત્સર્ગ એકમો દ્વારા નિર્માણ પામેલું મૂત્ર, મૂત્રાશયમાં વહન પામે છે, જયાં તે મધ્યસ્થ ચેતાતંત્ર (CNS) દ્વારા ઐચ્છિક સંકેતો મળે ત્યાં સુધી સંગ્રહ પામે છે.
  2. આ સંકેતો મૂત્રાશયમાં મુત્ર ભરાઈ જતાં તેની દીવાલનાં ખેંચાણથી પ્રેરાય છે. મૂત્રાશયની દીવાલ ઉપરનાં ખેંચાણ ગ્રાહીઓના પ્રત્યુત્તરથી સંકેતો CNS માં મોકલાય છે.
  3. CNN મૂત્રાશયના સરળ સ્નાયુના સંકોચન અને મૂત્રમાર્ગના મુદ્રિકા સ્નાયુના શિથીલન માટે સમાંતર શ્રેરક સંકેતો પ્રાપ્ત કરે છે, જેને કારણે મૂત્ર મુક્ત ત્યાગ પામે છે.
  4. આ ક્રિયાને મૂત્રનિકાલ કહે છે, તેને અસર કરતી ચેતાકીય ક્રિયાવિધિને મૂત્રનિકાલ પ્રતિક્રિયા (Micturition reflet) કહે છે.

ઉત્સર્જનતંત્રની અનિયમિતતાઓ (Disorders of the Excretory System)

1. યુરેમિયા રૂધિરમાં વધુ માત્રામાં યુરિયાની હાજરી યુરેમિયા સૂચવે છે. બેક્ટરિયા દ્વારા ચેપગ્રસ્ત થતાં મૂત્રપિંડ નલિકા અથવા યાંત્રિક અવરોધને કારણે ઉત્સર્જનમાં ઘટાડો થાય છે. યુરેમિયાના કારણે મૂત્રપિંડ નિષ્ફળ થઈ શકે છે.

2. કૃત્રિમ મૂત્રપિંડ/હિમોડાયાલિસીસ : જ્યારે મૂત્રપિંડ સંપૂર્ણ રીતે નાશ પામે કે કાર્ય કરતા ન હોય ત્યારે દર્દી હિમોડાયાલિસીસ દ્વારા સારવાર મેળવે છે.

હિમોડાયાલિસીસ દ્વારા રૂધિરમાંથી ચોક્કસ પદાર્થોને પસંદગીમાન પ્રવેશશીલ પટલના ઉપયોગ દ્વારા છૂટા પાડવામાં આવે છે. પટલમાં રહેલા છિદ્રો કેટલાક પદાર્થોને પસાર થવા દે છે, જ્યારે બીજાને અવરોધે છે.
GSEB Solutions Class 11 Biology Chapter 19 ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ 5
દર્દીને નળી વડે મશીન સાથે જોડવામાં આવે છે.

આ નળી કાંડાની ધમની સાથે જોડાયેલી હોય છે. ધમનીનું રૂધિર નલિકામાં થઈ ડાયલાઈઝરમાં પસાર થાય છે. ડાયેલાઈઝર ડાયેલાઇઝિંગ પ્રવાહીથી ભરેલું હોય છે, જેમાં રૂધિરરસમાં હોય તે પ્રમાણમાં જ પોષકદ્રવ્યો અને ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે, પણ ઉત્સર્ગ દ્રવ્યોનો અભાવ હોય છે.

ડાયેલાઇઝિંગ પ્રવાહીમાં સેલોફેન નળી મૂકવામાં આવે છે. સેલોફેન નળીનું પટલ રૂધિરના કોષો અને પ્રોટીન્સ માટે અપ્રવેશશીલ પણ યુરિયા, ખનીજ આયન્સ, યુરિક ઍસિડ ક્રિએટીનાઈન માટે પ્રવેશશીલ હોય છે. તેથી આ ઉત્સર્ગ દ્રવ્યો રૂધિરમાં થઈ ડાયેલાઇઝિંગ પ્રવાહી અને સેલોફેન નળીના પટલમાંથી પ્રવેશે છે, તેથી રૂધિરમાંથી નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનો પ્રોટીન ગુમાવ્યા સિવાય નિકાલ થાય છે, જે પ્રક્રિયા દ્વારા મોટા મહાઅણુઓ કલિલોમાંથી નાના દ્રાવકોને પસંદગીમાન પ્રવેશશીલ પટલની મદદથી છૂટા કરાય છે. આ ક્રિયાને ડાયાલિસીસ કહે છે.

હવે દર્દીના શરીરમાં શિરા દ્વારા રૂધિર પાછું દાખલ કરાય છે.

સામાન્ય રીતે ડાયાલિસીસ દ્વારા દર્દીઓને નવજીવન મળે છે.

મૂત્રપિંડની નિષ્ફળતા : મૂત્રપિંડના થોડા કે સંપૂર્ણ ઉત્સર્જન માટેની અશક્તિને મૂત્રપિંડનું નિષ્ફળ થવું કહેવાય છે. તેના કારણો ઘણાં હોય છે. ચેપ, નલિકાને ઈજા થવી, વિષ ઔષધોની પ્રતિક્રિયા વગેરે.

મૂત્રપિંડમાં પથરી : યુરિક ઍસિડ અથવા ઓક્ઝલેટના ક્ષારો જમા થવાથી થાય છે, જે મૂત્રપિંડ નલિકામાં અવરોધ ઊભો કરે છે. તેના કારણે પીઠમાં સતત દુખાવો થયા કરે છે. પથરી મૂત્રાશયમાં દાખલ થાય તો તીવ્ર પીડા થાય છે. શસ્ત્રક્રિયા દ્વારા પથરી દૂર કરી શકાયછે.

નેફાઈટીસ : બેક્ટરિયાના ચેપથી મૂત્રપિંડ નિવાપ, આંતરાલીય પેશી, કેલીકસ અને રૂધિરકેશિકા ગુચ્છમાં સોજો આવે છે, બળતરા થાય છે, પીઠમાં બળતરા, દુખાવો, વારંવાર પેશાબ થાય છે, મૂત્રપિંડ

પ્રત્યારોપણ : મૂત્રપિંડની નિષ્ફળતા નિવારવાના અંતિમ ઉપાય તરીકે મૂત્રપિંડ પ્રત્યારોપણ કરાય છે, દાતાના શરીરમાંથી કાર્યશીલ મૂત્રપિંડનું દર્દીના શરીરમાં પ્રત્યારોપણ થઈ શકે છે. શરીર દ્વારા પરજાત અંગનું પ્રતિકારકતા નિવારવા માટે સામાન્ય રીતે દર્દીને તેનાં નિકટનાં સગાનું મૂત્રપિંડ આપવાની સલાહ અપાય છે, જેથી રૂધિરજૂથ એક હોય તો દર્દીના શરીરમાં નવા મૂત્રપિંડનો સરળતાથી સ્વીકાર થાય છે. દર્દીને નવજીવન મળે છે.

પ્રશ્ન 4.
દેહજળ પ્રવાહીનું આયનિક તેમજ ઍસિડ બેઈઝ સમતુલન જાળવવામાં નલિકામાં થતાં સ્ત્રાવનો શો ફાળો છે ?
ઉત્તર:
નિકટવર્તી ગૂંચળાકાર નલિકા (PCT) :

  1. PCTનું અસ્તર ઘનાકાર અધિચ્છદનું બનેલું છે, જે ગાળણની પુનઃ શોષણની સપાટીમાં વધારો કરે છે, જેથી ગાળણનું સૂક્ષ્મ રસાંકુરોયુક્ત પુનઃ શોષણ ઝડપથી થાય છે.
  2. ગાળણનું લગભગ 2/3 ભાગ પાણી અને NaCl આ ખંડમાં પુનઃશોષણ પામે છે.
  3. PCT શરીરનાં પ્રવાહીમાં pHનો આંક અચળ રાખવા H+ નો સ્ત્રાવ કરે છે અને \(\mathrm{HCO}_3^{-}\) નું પુનઃશોષણ કરે છે.
  4. ઔષધ, એમોનિયા અને બીજા ઝેરી પદાર્થોનો સ્ત્રાવ અહીં થાય છે.
  5. ગાળણ અને રૂધિર સમકેન્દ્રિત (Isotonic) બને છે.

GSEB Solutions Class 11 Biology Chapter 19 ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ

પ્રશ્ન 5.
રૂધિરકેશિકા ગુચ્છ ગાળણ હેલેના પાશના અવરોહી ભાગમાં સાંદ્ર અને આરોહી ભાગમાં મંદ થાય છે – સમજૂતી આપો.
ઉત્તર:
હેન્સેના પાશનો અવરોહી ભાગ :

– આ ભાગ પાણી માટે પ્રવેશ્યશીલ છે, પણ ક્ષારો માટે મહદ્અંશે અપ્રવેશશીલ છે. આથી ગાળણમાં NaClને સાંદ્ર થવા મદદરૂપ થાયછે.

હેન્સેના પાશનો આરોહી ભાગ :

  1. આ ખંડ પાણી માટે અપ્રવેશશીલ છે, પરંતુ ઇલેક્ટ્રોલાઈટના વહન માટે સક્રિય અથવા નિષ્ક્રિય રીતે પ્રવેશ્યશીલ છે.
  2. સાંદ્ર ગાળણ ઉપર તરફ પસાર થાય છે. ઇલેક્ટ્રોલાઈટનું મજજક પ્રવાહીમાં પ્રસરણ થતાં ગાળણ મંદ થાય છે.

દૂરસ્થ ગૂંચળામય ભાગ (DCT) :
પાણી તેમજ Na+ નું પુનઃશોષણ થાય છે. DCT પણ \(\mathrm{HCO}_3^{-}\) નું પુનઃ શોષણ કરે છે, જેમાં રૂધિરમાં pH તેમજ Na+ અને K+નું સમતોલન જળવાઈ રહે છે.

સંગ્રાહણ નલિકા (CT) :

  1. આ ખૂબ લાંબી નલિકા છે, બાહ્યકથી મસ્જકમાં પસાર થઈ નિવાપ સુધી પહોંચે છે. આ ખંડમાં મોટા પ્રમાણમાં પાણીનું પુનઃશોષણ થાય છે અને મૂત્ર ખૂબ સાંદ્ર બને છે.
  2. સંગ્રાહણ નલિકાનો નીચેનો ભાગ યુરિયા માટે પ્રવેશશીલ છે. H+ અને K+ નો આવ કરી રૂધિરની | pH અને આયનનું સમતોલન જાળવે છે.

પ્રશ્ન 6.
મનુષ્યનાં મૂત્રપિંડની રચનાની નામ-નિર્દેશન યુક્ત આકૃતિ દોરી વર્ણન કરો.
ઉત્તર:
GSEB Solutions Class 11 Biology Chapter 19 ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ 7

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *