GSEB Solutions Class 11 Biology Chapter 8 કોષ : જીવનનો એકમ

Gujarat Board GSEB Textbook Solutions Class 11 Biology Chapter 8 કોષ : જીવનનો એકમ Textbook Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 11 Biology Chapter 8 કોષ : જીવનનો એકમ

GSEB Class 11 Biology કોષ : જીવનનો એકમ Text Book Questions and Answers

પ્રશ્ન 1.
આપેલ પૈકી કયું વિધાન સાચું નથી ?
(a) કોષની શોધ રોબર્ટ બ્રાઉને કરી હતી.
(b) સ્વિડન અને શ્વાને કોષવાદ રજૂ કર્યો.
(c) વિશેંર્વેના મત અનુસાર કોષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી બને છે.
(d) એકકોષી સજીવો તેમનાં જીવનનાં કાર્યો એક જ કોષની અંદર કરે છે.
ઉત્તર:
(b) સ્વિડન અને શ્વાને કોષવાદ રજૂ કર્યો.

પ્રશ્ન 2.
નવા કોષોનું નિર્માણ થાય છે………
(a) બૅક્ટરિયાના ઉત્સુચનથી
(b) જૂના કોષોના પુનઃ નિર્માણથી
(c) પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી
(d) અજૈવિક દ્રવ્યોમાંથી
ઉત્તર:
(c) પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી

પ્રશ્ન 3.
યોગ્ય જોડકાં બનાવો.

કોલમ – I કૉલમ – II
(a) ક્રિસ્ટી (i) સ્ટ્રોમામાં આવેલ ચપટી કોથળી જેવી રચના.
(b) સિસ્ટર્ની (ii) કણાભસૂત્રમાં જોવા મળતા પ્રવર્તો.
(c) થાયલેકૉઈડ (iii) ગોલ્ગી પ્રસાધનમાં બિંબ આકારની કોથળી (નલિકા).

ઉત્તર:

કોલમ – I કૉલમ – II
(a) ક્રિસ્ટી (ii) કણાભસૂત્રમાં જોવા મળતા પ્રવર્તો.
(b) સિસ્ટર્ની (iii) ગોલ્ગી પ્રસાધનમાં બિંબ આકારની કોથળી (નલિકા).
(c) થાયલેકૉઈડ (i) સ્ટ્રોમામાં આવેલ ચપટી કોથળી જેવી રચના.

GSEB Solutions Class 11 Biology Chapter 8 કોષ : જીવનનો એકમ

પ્રશ્ન 4.
આપેલ પૈકી કયું વિધાન સાચું છે ?
(a) બધાં જ જીવંત કોષોમાં કોષકેન્દ્ર જોવા મળે છે.
(b) બંને વનસ્પતિ અને પ્રાણીકોષોમાં સ્પષ્ટ કોષદીવાલ આવેલ હોય છે.
(c) આદિકોષકેન્દ્રી કોષમાં પટલમય અંગિકાઓનો અભાવ હોય છે.
(d) નવા કોષોનું નિર્માણ અજૈવિક પદાર્થોમાંથી થાય છે.
ઉત્તર:
(c) આદિકોષકેન્દ્રી કોષમાં પટલમય અંગિકાઓનો અભાવ હોય છે.

પ્રશ્ન 5.
આદિકોષકેન્દ્રી કોષમાં આવેલ મેસોઝોમ શું છે ? તેનાં કાર્યોનું વર્ણન કરો.
ઉત્તર:
આદિકોષકેન્દ્રી કોષમાં કોષરસપટલમાંથી કોષના અંદરના પોલાણ તરફ એક ગુચ્છ જેવો પ્રવધુ ફંટાય છે, તેને મેસોઝોમ કહે છે. મેસોઝોમ ઉપર શ્વસન માટેના ઉન્સેચકો હોય છે.

પ્રશ્ન 6.
તટસ્થ દ્રવ્યોનું કોષરસપટલ દ્વારા કેવી રીતે વહન થાય છે? શું ધ્રુવીય અણુઓ પણ આ પ્રકારે વહન પામી શકે છે ? જો ના તો તે કેવી રીતે કોષરસપટલ દ્વારા વહન પામે છે ?
ઉત્તર:

  1. તટસ્થ દ્રવ્યો સામાન્ય પ્રસરણના સિદ્ધાંત અનુસાર પ્રસરણ ઢોળાંશ મુજબ વધુ સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ પટલની આરપાર વહન પામે છે. પાણીની પ્રસરણ દ્વારા થતી આ ગતિને આસૃતિ કહે છે.
  2. ધ્રુવીય અણુઓ આ પ્રકારે વહન પામી શકતા નથી.
  3. ધ્રુવીય અણુઓ વાહક પ્રોટીનની મદદથી તથા ATPનો ઉપયોગ કરી સક્રિય વહન દ્વારા વહન પામે છે.

પ્રશ્ન 7.
બે કોષીય અંગિકાઓનું નામ જણાવો કે જે બેવડા પટલથી ઘેરાયેલ હોય છે. આ બે અંગિકાઓની લાક્ષણિકતા કઈ છે ? તેનાં કાર્યો જણાવી, નામનિર્દેશિત આકૃતિ દોરો.
ઉત્તર:

  1. બેવડા પટલથી ઘેરાયેલ અંગિકાઓ કણાભસૂત્ર અને હરિત કણ છે.
  2. કણાભસૂત્ર અને હરિતકણ બંને રિબોઝોમ (70s) પ્રકારના ધરાવે છે.
  3. કણાભસૂત્રનું કાર્ય : તે જારક શ્વસન માટેનું સ્થાન છે. તે ATP સ્વરૂપે કોષીય શક્તિ ઉત્પન્ન કરે છે. આ કારણોસર કણાભસૂત્રને ‘કોષનું શક્તિવર’ કહે છે.
  4. હરિતકણનું કાર્ય : તે પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બોદિત પદાર્થોનું નિર્માણ કરે છે. આથી તેને “કોષનું રસોઈઘર’ કહે છે.
  5. આકૃતિ 8.7 અને આકૃતિ 8.8.

પ્રશ્ન 8.
આદિકોષકેન્દ્રી કોષની લાક્ષણિકતા જણાવો.
ઉત્તર:
GSEB Solutions Class 11 Biology Chapter 8 કોષ જીવનનો એકમ 1

  • બૅક્ટરિયા, નીલહરિત લીલ, માયકોપ્લાઝમા તેમજ PPLO (હુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ) ખાદિ કોષકેન્દ્રીય કોષોનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ સામાન્ય રીતે નાના હોય છે અને સુકોષકેન્દ્રીય કોષ કરતાં ઝડપથી વિભાજિત થાય છે.
  • આદિકોષકેન્દ્રીય કોષો આકાર અને કદમાં વિવિધતા ધરાવે છે.
  • બેક્ટરિયામાં મુખ્ય આકારો જેવા કે બેસિલસ (દંડાણ), કોકસ (ગોલાણ), વિબ્રિયો (અલ્પવિરામ-કોમા) અને સ્પાઇરિલીયમ (સપકાર) ધરાવે છે.
  • આદિકોષકેન્દ્રીય કોષમાં આકાર અને કાર્યની દષ્ટિએ ખૂબ વિવિધતા હોવા છતાં તેમાં સંગઠન લાક્ષશ્વિક કોષકેની કોષ મૂળભૂત રીતે સરખું હોય છે.
  • માયકોપ્લાઝમા સિવાયના આદિકૌષકેન્દ્રીય કોષમાં કોષરસપટલની ફરતે કોષદીવાલ આવેલી હોય છે.
  • કોષમાં રહેલું તરલ આધારદ્રવ્ય એ કોષરસ છે, તેમાં સ્પષ્ટ કોષકેન્દ્રનો અભાવ હોય છે. આનુવંશિક દ્રવ્ય કોષકેન્દ્રપટલથી આવરિત હોતું નથી.
  • ઘણાં બધાં બેક્ટરિયામાં આનુવંશિક DNA રિંગસૂત્રવર્તુળાકાર DNA) ઉપરાંત વધારાનું નાનું વર્તુળાકાર DNA જોવા મળે છે, જેને પ્લાઝમિડ કહે છે. પ્લાઝમિડ DNA બૅક્ટરિયામાં કેટલાક વિશિષ્ટ બાહ્યસ્વરૂપીય લક્ષણોનું નિદર્શન કરે છે. દા.ત, પ્રતિજેવિક (antibiotics) સામે પ્રતિરોષ (resistance) હોવું.
  • તમે હવે પછીના ધોરણમાં અભ્યાસ કરશો કે આ પ્લાઝમિડ બૅક્ટરિયામાં બાહ્ય (પરબત) DNA સાથે રૂપાંતરણટ્રિાન્સફોર્મેશન)ને નિયંત્રિત કરે છે.
  • સુકોષકેન્દ્રીય કોષમાં કોષકેન્દ્રપટલ જોવા મળે છે.
  • રિબોઝોમ્સ સિવાય આદિકોષકેન્દ્રીય કોષમાં સુકોષકેન્દ્રીય કોષ જેવી અંગિકાઓ જોવા મળતી નથી.
  • આદિકોષકેન્દ્રીય કોષમાં આગવી સમાવિષ્ટ રચનાઓ જોવા મળે છે.
  • કોષરસપટલમાંથી વિભૂદિત થયેલ વિશિષ્ટ રચના મેસૌઝૌમ્સ એ આદિકોષકેન્દ્રીય કોષની લાક્ષણિકતા છે.

પ્રશ્ન 9.
સમજાવો : બહુકોષી સજીવોમાં શ્રમવિભાજન.
ઉત્તર:

  1. બહુકોષી સજીવોમાં શરૂઆતમાં સરખા જણાતાં કોષોના બંધારણમાં ફેરફાર થઈ જાતજાતનાં કોષો બને છે અને પેશી સર્જાય છે.
  2. પેશી એવા કોષોનો સમૂહ છે જેમનો દરેક કોષ બીજા કોષોના સહકારથી પોતાના બંધારણને અનુરૂપ નિશ્ચિત કાર્યો કરે છે.
  3. શરીરનાં જુદાં જુદાં અંગો વિવિધ પેશીઓના સમૂહથી બનેલા હોય છે. વિવિધ અંગો જુદાં જુદાં કાર્યો કરે છે.

GSEB Solutions Class 11 Biology Chapter 8 કોષ : જીવનનો એકમ

પ્રશ્ન 10.
કોષ જીવનનો મુખ્ય એકમ છે. તેની સંક્ષિપ્તમાં ચર્ચા કરો.
ઉત્તર:

  1. દરેક સજીવો કોષોથી બનેલા છે. કેટલાંક ફક્ત એક જ કોષથી બનેલા છે, જેને એકકોષી સજીવો કહે છે. આપણા જેવા બીજા સજીવો ઘણાં બધા કોષોના બનેલા હોય છે, જેને બહુકોષી સજીવો કહે છે.
  2. કોષની સંપૂર્ણ રચના વગર કોઈ પણ જીવ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે નહીં.
  3. ણ આમ, કોષ જીવનનો મુખ્ય એકમ છે.

પ્રશ્ન 11.
કોષકેન્દ્રપટલ છિદ્રો એટલે શું? તેનાં કાર્યો જણાવો.
ઉત્તર:

  1. સુકોષકેન્દ્રીય કોષમાં કોષકેન્દ્રપટલ પર નિશ્ચિત સ્થાન પર ઘણાં સૂક્ષ્મ છિદ્રો હોય છે, જેને કોષકેન્દ્રપટલીય છિદ્રો કહે છે.
  2. કાર્યો : તેના દ્વારા RNA અને પ્રોટીન અણુ કોષકેન્દ્રમાંથી કોષરસમાં તેમજ કોષરસમાંથી કોષકેન્દ્રમાં અવરજવર પામે છે.

પ્રશ્ન 12.
લાયસોઝોમ્સ તથા રસધાની બંને અંતઃપટલતંત્રની સંરચના છે, છતાં પણ તે કાર્યોની દૃષ્ટિએ અલગ હોય છે, તેના પર ટિપ્પણી લખો.
ઉત્તર:

  • લાયસોઝોમ્સમાં બધાં જ પ્રકારના હાઇડ્રોલાયટિક ઉન્સેચકો (લાયપેઝીસ, પ્રોટીએઝીસ, કાર્બોહાઇડ્રેઝીસ, ન્યુક્લિઓઝીસ) . જોવા મળે છે. આ ઉત્સચકો લિપિલ્સ, પ્રોટીન્સ, કાર્બોદિતો અને ન્યુક્લિક ઍસિડના પાચન માટે જવાબદાર હોય છે. O2 ની ગેરહાજરીમાં લાયસોઝોમની કલા નાશ પામી ઉન્સેચકો કોષરસમાં પ્રવેશી અન્ય પદાર્થોનું વિઘટન કરે છે, જેને પરિણામે આખો કોષ નાશ પામે છે.
  • જ્યારે રસધાનીમાં પાણી, રસ, ઉત્સર્ગ પદાર્થો અને અન્ય દ્રવ્યો કે જે કોષ માટે નકામા દ્રવ્યો જોવા મળે છે. રસધાનીપટલ દ્વારા સાનુકૂલિત વહન પામે છે. પરિણામે રસધાનીમાં કોષરસની સાપેક્ષે સાંદ્રતા વધારે હોય છે.
  • આમ, બંને અંગિકા કાર્યની દૃષ્ટિએ અલગ હોય છે.

પ્રશ્ન 13.
નામનિર્દેશિત આકૃતિના આધારે નીચે આપેલ સંરચનાનું વર્ણન કરો.
(1) કોષકેન્દ્ર,
(2) તારાકાય.
ઉત્તર:
(1) કોષકેન્દ્ર :

  • સંશોધન : 1831માં રોબર્ટ બ્રાઉને કોષની અંગિકા તરીકે વર્ણવી. ત્યારબાદ ફ્લેમિંગે આલ્કલીય અભિરંજકથી અભિરંજિત થતાં કોષકેન્દ્રમાં જોવા મળતા દ્રવ્યને ક્રોમેટિન (રંગસૂત્ર દ્રવ્ય) નામ આપ્યું.
  • રચના : આંતરાવસ્થા દરમિયાન કોષકેન્દ્ર સ્પષ્ટ જોઈ શકાય છે. (આંતરાવસ્થા એટલે જયારે કોષ સક્રિય રીતે વિભાજન અવસ્થામાં ન હોય.) આ દરમિયાન કોષકેન્દ્ર પુષ્કળ માત્રામાં ફેલાયેલ અને રંગસૂત્ર દ્રવ્યથી ઓળખાતા વિસ્તૃત ન્યુક્લિઓપ્રોટીન તંતુ, કોષકેન્દ્રીય આધારક અને એક કે વધુ કોષકેન્દ્રિકા ધરાવે છે.
  • કોષકેન્દ્રપટલ : ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક અભ્યાસ પરથી સ્પષ્ટ થાય છે કે કોષકેન્દ્રપટલ બે સમાંતર પટલૌથી બનેલ હોય છે, જેની વચ્ચે 10 થી 35 mm નો અતિ સૂક્ષ્મ અવકાશ આવેલ હોય છે, જેને પરિ કોષકેન્દ્રીય અવકાશ કહે છે.
  • આ પટલ કોષકેન્દ્રમાં જોવા મળતાં દ્રવ્યો અને કોષરસમાં જોવા મળતા દ્રવ્યોને જુદા પાડવાનું કામ (barrier) કરે છે.
  • બાહ્ય કોષકેન્દ્રપટલ સામાન્ય રીતે અંતઃકોષરસ જાળથી સળંગ જોડાયેલા રહે છે, જેના પર રિબોઝોમ્સ પણ જોવા મળે છે.
  • કોષકેન્દ્રપટલ પર નિશ્ચિત સ્થાન પર કોષકેન્દ્રપટલીય છિદ્ર બનવાના કારણે કોષકેન્દ્રપટલ સળંગ રચના અવરોધરૂપ થઈ જાય છે.
  • આ છિદ્રો કોષકેન્દ્રના બંને પટેલના જોડાણથી બને છે.
  • આ છિદ્રો દ્વારા RNA અને પ્રોટીન અણુ કોષકેન્દ્રમાંથી કોષરસમાં તેમજ કોષરસમાંથી કોષકેન્દ્રમાં એવરજવરે પામે છે.
  • કોષકેન્દ્ર : સામાન્ય રીતે એક કોષમાં એક જ કોષકેન્દ્ર આવેલ હોય છે. કેટલાક કોષમાં કોષકેન્દ્રની સંખ્યા એક કરતાં વધુ જોવા મળે છે. કેટલાંક પરિપક્વ કોષોમાં કોષકેન્દ્રનો અભાવ હોય છે. દા.ત., સંતનના રક્ત કણ (ઇરિથ્રોસાઇટ્સ), વાહકપેશીધારી વનસ્પતિની ચાલનીનલિકા.
  • કોષકેન્દ્રીય ખાધારક (કોષકેન્દ્રરસ) : કૌષકેન્દ્રમાં આવેલ ગોળાકાર રચના છે, કોષકેન્દ્રિકા પટલ રહિત રચના છે. તેનું દ્રવ્ય બા કીના કોષકેન્દ્રરસના સતત સંપર્કમાં રહે છે, તે સક્રિય -RNAના સંશ્લેષણ માટેનું સ્થાન છે.
  • જે કોષો વધુ માત્રામાં સક્રિય સ્વરૂપે પ્રોટીનસંશ્લેષણ કરે છે, તેમાં મોટી અને અનેક કોષકેન્દ્રિકા જોવા મળે છે.
  • રંગસૂત્ર : માતરાવસ્થા દરમિયાન કોષકેન્દ્રમાં શિથિલ અસ્પષ્ટ ન્યુક્લિઓપ્રોટીન તંતુઓ નળી સ્વરૂપે જોવા મળે છે, જેને રંગસૂત્રદ્રવ્ય કહે છે. પરંતુ કૌષવિભાજનના વિવિધ તબક્કાઓમાં કોષોમાં કોષકેન્દ્રનાં સ્થાને રંગસૂત્રીય દ્રવ્ય રંગસૂત્ર સ્વરૂપે જોવા મળે છે.
  • રંગસૂત્રદ્રવ્ય DNA અને કેટલાંક અલ્કલીય (બેઝિક) હિસ્ટ્રેન પ્રોટીન તેમજ બિનહિસ્ટોન પ્રોટીન અને RNAનું બનેલું હોય છે.
  • મનુષ્યના એક કોષમાં લગભગ 2 મીટર લાંબો DNAનો તેનું 46 રંગસૂત્રો(23 જોડ)માં વહેંચાયેલ હોય છે. તમે રંગસૂત્રમાં DNAનું પેકેજિંગ વિશે ધોરણ-12માં અભ્યાસ કરશો.
  • રંગસૂત્ર આવશ્યક અને પ્રાથમિક ખાંચ અથવા સેન્ટ્રોમિયર ધરાવે છે. તેની બાજુમાં બિંબ કારની (Disc shaped) ૨ચના જોવા મળે છે, જેને કાઇનેટોકોર કહે છે.

GSEB Solutions Class 11 Biology Chapter 8 કોષ જીવનનો એકમ 2

(2) તારાકાય :

  • તારાકાય એ એક એવી અંગિકા છે, જે બે નળાકાર રચનાઓ ધરાવે છે, જેને તારાકેન્દ્ર કહે છે.
  • તારાકેન્દ્રની આસપાસ આવેલ જીવરસ તારાવર્તુળ કહેવાય છે. બંને તારાકેન્દ્ર તારાકાયમાં એકબીજા સાથે કાટખૂણે ગોઠવાયેલ હોય છે.
  • દરેક તારાકેન્દ્રનું આયોજન ગાડાનાં પૈડા જેવું હોય છે. તારાકેન્દ્ર પરિષીય વિસ્તારમાં સરખા અંતરે ગોઠવાયેલા છે ટ્યુબ્યુલિન સૂટ્સનલિકાની બનેલ સંરચના છે. પ્રત્યેક પરિધીય નલિકા ત્રેખડ સ્વરૂપે ગોઠવાયેલ હોય છે. પાસપાસેના ત્રેખડ એકબીજા સાથે તંતુકો વડે જોડાયેલ હોય છે.
  • તારાકેન્દ્રનો કેન્દ્રસ્થ ભાગ પ્રોટીનનો બનેલો હોય છે, જેને મધ્યધરી કહે છે. ત્રેખડની પ્રત્યેક સૂથમનલિકાઓ પ્રોટીનનાં બનેલ ત્રિજયાવર્તી તંતુક વડે મધ્યધરી સાથે જોડાયેલી રહે છે.
  • કાર્ય : તારાકેન્દ્ર પમ તથા કશાનો તલકાય બનાવે છે અને પ્રાણીકોષોના વિભાજન દરમિયાન – દ્વિધ્રુવીય ત્રાકનું સંચાલન કરે છે.

પ્રશ્ન 14.
સેન્ટ્રોમિયર એટલે શું? રંગસૂત્રોને સેન્ટ્રોમિયરના સ્થાનના આધારે કેવી રીતે વર્ગીકૃત કરી શકાય ? તમારા જવાબના આધાર આપવા માટે જુદા જુદા પ્રકારના રંગસૂત્રો પર સેન્ટ્રોમિયરની સ્થિતિ બતાવતી આકૃતિ દોરો.
ઉત્તર:
GSEB Solutions Class 11 Biology Chapter 8 કોષ જીવનનો એકમ 3

  1. ના સેન્ટ્રોમિયરના સ્થાનના આધારે રંગસૂત્રને ચાર પ્રકારમાં વહેંચી શકાય છે.
  2. મેટાસેન્ટ્રિક રંગસૂત્ર : તેમાં સેન્ટ્રોમિયર રંગસૂત્રની મધ્યમાં આવેલ હોય છે, જેનાથી રંગસૂત્રની બંને ભુજાઓની લંબાઈ એકસરખી હોય છે.
  3. સબમેટાસેન્ટ્રિક રંગસૂત્ર: તેમાં સેન્ટ્રોમિયર રંગસૂત્રની મધ્યમાંથી સહેજ દૂર આવેલ હોય છે, જેનાથી રંગસૂત્રની એક ભુજા ટૂંકી અને એક ભુજા લાંબી હોય છે.
  4. એક્રોસેન્ટ્રિક રંગસૂત્રઃ તેમાં સેન્ટ્રોમિયર રંગસૂત્રના છેડાના ભાગ નજીક હોય છે, જેથી એક ભુજા અત્યંત ટૂંકી અને એક ભુજા અત્યંત લાંબી હોય છે.
  5. ટિલોસેન્ટ્રિક રંગસૂત્રઃ તેમાં સેન્ટ્રોમિયર રંગસૂત્રના છેડે આવેલ હોય છે.
  6. કેટલાંક રંગસૂત્રો ચોક્કસ જગ્યાએ અજિત દ્વિતીયક રચનાઓ ધરાવે છે. નાનાં ખંડ જેવી દેખાતી આ રચનાઓ સેટેલાઇટ કહેવાય છે.

GSEB Solutions Class 11 Biology Chapter 8 કોષ : જીવનનો એકમ

GSEB Class 11 Biology કોષ : જીવનનો એકમ NCERT Exemplar Questions and Answers

વૈકલ્પિક પ્રશ્નો (MCQ)

પ્રશ્ન 1.
વનસ્પતિમાં ચાલનીનલિકા અને સસ્તનના રક્તકણમાં કઈ બાબતની સામ્યતા જોવા મળે છે ?
(A) કણાભસૂત્રની ગેરહાજરી
(B) કોષદિવાલની હાજરી
(C) હિમોગ્લોબિનની હાજરી
(D) કોષકેન્દ્રની ગેરહાજરી
ઉત્તર:
(D) કોષકેન્દ્રની ગેરહાજરી

પ્રશ્ન 2.
નીચેનામાંથી રીબોઝોમ માટે શું સાચું નથી ?
(A) બે એકમના બનેલા
(B) પોલિસોમ બનાવે
(C) m-RNA જોડે જોડાણ
(D) પ્રોટીનસંશ્લેષણમાં કોઈ ફાળો નથી
ઉત્તર:
(D) પ્રોટીનસંશ્લેષણમાં કોઈ ફાળો નથી

પ્રશ્ન 3.
નીચેનામાંથી શું યુકેરિયોટિક નથી ?
(A) યુગ્લિના
(B) એનાબીના
(C) સ્પાયરોગાયરા
(D) એમેરિક્સ
ઉત્તર:
B) એનાબીના

પ્રશ્ન 4.
નીચેનામાંથી કયું અભિરંજક રંગસૂત્રોને અભિરંજીત કરવા માટે
વપરાતું નથી ?
(A) બેઝિક ફ્યુસિન
(B) સેક્રેનીન
(C) મિથિલીન બ્લ્યુ
(D) કાશ્મન
ઉત્તર:.
(B) સેફેનીન

પ્રશ્ન 5.
વિવિધ કોષોના કદ જુદા જુદા હોય છે. નીચેના કોષોને કદની દૃષ્ટિએ ચઢતા ક્રમમાં ગોઠવો. નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય છે ?
(I) માયકોપ્લાઝમા
(II) શાહમૃગનું ઈંડું
(III) મનુષ્યના રક્તકણ
(IV) બૅક્ટરિયા

(A) I, IV, III, II
(B) I, II, III, IV
(C) II, I, III, IV
(D) II, II, I, IV
ઉત્તર:
(A) I, IV, III, II

પ્રશ્ન 6.
નીચેનામાંથી કયું લક્ષણ પ્રોકેરિયોટા અને મોટા ભાગનાં યુકેરિયોટામાં જોવા મળે છે ?
(A) ક્રોમેટિનની હાજરી
(B) કોષદિવાલની હાજરી
(C) કોષકેન્દ્રપટલની હાજરી
(D) પટલયુક્ત કોષીય અંગિકાઓની હાજરી
ઉત્તર:
(B) કોષદિવાલની હાજરી

GSEB Solutions Class 11 Biology Chapter 8 કોષ : જીવનનો એકમ

પ્રશ્ન 7.
કોષકેન્દ્રપટલનું ફલુઇડ-મોઝેઇક મોડેલ કોણે રજૂ કર્યું ?
(A) કેમિલો ગોલ્ગી
(B) સ્વિડન અને શ્વાન
(C) સીંગર અને નિકોલસન
(D) રોબર્ટ બ્રાઉન
ઉત્તર:
(C) સીંગર અને નિકોલસન

પ્રશ્ન 8.
સ્ત્રાવી કોષો માટે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે ?
(A) ગોલ્ગીકાય ગેરહાજર
(B) કણિકામય અંતઃકોષરસજાળ (RER) કોષમાં સ્પષ્ટ દેખાય
(C) ફક્ત કણિકાવિહીન અંતઃકોષરસજાળ હાજર
(D) કોષકેન્દ્રમાં સ્ત્રાવી કણિકાઓનું નિર્માણ
ઉત્તર:
(B) કણિકામય અંતઃકોષરસજાળ (RER) કોષમાં સ્પષ્ટ દેખાય

પ્રશ્ન 9.
ટોનોપ્લાસ્ટ શું છે ?
(A) કણાભસૂત્રનું બાહ્ય પડ
(B) હરિતકણની અંદરનું પટલ
(C) વનસ્પતિકોષમાં રસધાનીની ફરતે આવેલી દીવાલ
(D) વનસ્પતિકોષનું કોષરસપટલ
ઉત્તર:
(C) વનસ્પતિકોષમાં રસધાનીની ફરતે આવેલી દીવાલ

પ્રશ્ન 10.
નીચેનામાંથી શું યુકેરિયોટિક કોષ માટે સાચું નથી ?
(A) કોષદીવાલ પેસ્ટિડીગ્લાયકેનની બનેલી
(B) કોષરસમાં 80s પ્રકારના રિબોઝોમ હાજર
(C) કણાભસૂત્ર વર્તુળાકાર DNA ધરાવે
(D) પટલમય અંગિકાઓની હાજરી
ઉત્તર:
(A) કોષદીવાલ પેસ્ટિડીગ્લાયકેનની બનેલી

પ્રશ્ન 11.
નીચેનામાંથી કોષરસપટલ માટે કયું વાક્ય સાચું નથી?
(A) તે વનસ્પતિકોષ અને પ્રાણીકોષ બંનેમાં જોવા મળે છે.
(B) દ્વિસ્તરીય લિપિડ હાજર.
(C) દ્વિસ્તરીય લિપિડમાં પ્રોટીન ખૂંપેલા અને સપાટી પર જોડાયેલા.
(D) કાર્બોહાઈડ્રેટ્સ ક્યારેય જોવા ન મળે.
ઉત્તર:
D) કાર્બોહાઇડ્રેટ્સ ક્યારેય જોવા ન મળે.

પ્રશ્ન 12.
નીચેનામાંથી કયા લક્ષણને આધારે કણાભસૂત્ર કરતાં પ્લાસ્મિડ જુદું પડે છે, તેને દર્શાવો.
(A) બેવડા પટલની હાજરી
(B) રિબોઝોમ્સની હાજરી
(C) થાઇલેનોઇડની હાજરી
(D) DNAની હાજરી
ઉત્તર:
(C) થાઇલેનોઇડની હાજરી

GSEB Solutions Class 11 Biology Chapter 8 કોષ : જીવનનો એકમ

પ્રશ્ન 13.
નીચેનામાંથી કયું કાર્ય કોષરસકંકાલનું નથી ?
(A) કોષાંતરીય વહન
(B) કોષનો આકાર અને બંધારણ જાળવવાનું
(C) અંગિકાઓને આધાર આપવાનું
(D) કોષની જીવિતતા
ઉત્તર:
(A) કોષાંતરીય વહન

પ્રશ્ન 14.
કણાભસૂત્રને જોવા માટે વપરાતું અભિરંજક……..
(A) ફાસ્ટગ્રીન
(B) સેક્રેનીન
(C) એસિટોકારમાઇન
(D) જીનસગ્રીન
ઉત્તર:
(D) જીનસગ્રીન

અત્યંત ટૂંક જવાબી પ્રશ્નો (VSQ)

પ્રશ્ન 1.
વનસ્પતિકોષમાં જોવા મળતી રસધાનીની વિશેષતા જણાવો.
ઉત્તર:
કોષરસમાં જોવા મળતી પટલયુક્ત અવકાશને રસધાની કહે છે. તેમાં પાણી, દ્રાવણ, ઉત્સર્ગ દ્રવ્યો અને અન્ય પદાર્થો કે જે કોષ માટે હાનિકારક હોય વગેરે ધરાવે છે. વનસ્પતિમાં આશૂન કોષમાં 90% કદ રસધાની ધરાવે છે. તે કોષમાં પ્રવાહીનું પ્રમાણ જાળવી રાખવાનું અને કોષદીવાલ પર આશૂનદાબ દ્વારા આકાર જાળવી રાખવાનું કાર્ય કરે છે.

પ્રશ્ન 2.
70s અને 80s રિબોઝોમમાં ‘s’ શું દર્શાવે છે ?
ઉત્તર:
‘s’ સ્વેડબર્ગ એકમ છે, જે અવસાદન પ્રમાણ (sedimentation co-efficient) ને રજૂ કરે છે. તે સેન્દ્રિયુઝ દરમિયાન કોષની અંગિકાઓ કેટલી ઝડપથી અવસાદના પામે છે તે દર્શાવે છે. મોટું કદ ધરાવતા કોષના ઘટકો ઝડપથી અવસાદન પામે છે. s ની કિંમત 10-13 સેકન્ડ
છે. (1s = 1 × 1-13 seconds).

પ્રશ્ન 3.
હાઇડ્રોલાયટિક ઉન્સેચકો ધરાવતી એકવડી દીવાલ ધરાવતી અંગિકા વિશે જણાવો.
ઉત્તર:
લાયસોઝોમ એ ગોલ્ગીકાયમાંથી નિર્માણ પામતી એકવડી દીવાલ ધરાવતી પુટિકા છે. તેમાં બધી જ જાતનાં હાઈડ્રોલાયટિક ઉન્સેચકો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. દા.ત., હાઇડ્રોલેઝ, લાઇપેઝ, પ્રોટિએઝ, કાર્બોહાઇડ્રેઝ કે જે લિપિડ, પ્રોટીન, કાર્બોહાઇડ્રેઝ, ન્યુક્લિક ઍસિડનું એસિડિક pH એ પાચન કરે છે.

પ્રશ્ન 4.
વાયુકોષ્ઠ શું છે ? તેઓનું કાર્ય જણાવો.
ઉત્તર:
વાયુકોઇ એ ખોટી કોથળીઓ કે વાત કોથળીઓ તરીકે પણ ઓળખાય છે. વાયુકોષ્ઠ એ અતિ સૂક્ષ્મ ષટકોણીય પુટિકાઓથી બનેલી છે. પ્રોટીનના પાતળા પટલથી ઘેરાયેલ હોય છે. વાયુકોઇ ચયાપચયન દરમિયાન ઉત્પન્ન થયેલ વાયુનો સંગ્રહ કરે છે અને તારકતા જાળવી રાખવાનું કાર્ય કરે છે.

GSEB Solutions Class 11 Biology Chapter 8 કોષ : જીવનનો એકમ

પ્રશ્ન 5.
પોલિસોમનું કાર્ય જણાવો.
ઉત્તર:
રોસેટ અથવા હેલિકલ સમૂહના તંતુમય m-RNA (મેસેન્જર -RNA)ને સમાંતર આવેલા પોલિસોમ એ રિબોઝોમનો સમૂહ છે. તે જનીનસંકેતનો એક ભાગ ધરાવે છે. દરેક રિબોઝોમ ભાષાંતરમાં અને પોલિપેપ્ટાઇડની અનેક નકલ બનાવવામાં મદદ કરે છે. તે સક્રિય પ્રોટીનસંશ્લેષણની ક્રિયા દરમિયાન જોવા મળે છે.

પ્રશ્ન 6.
મેટાલેક્ટ્રિક રંગસૂત્રનું લક્ષણ જણાવો.
ઉત્તર:
મેટાલેક્ટ્રિક રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર મધ્યમાં હોય છે. એટલે કે સેન્ટ્રોમિયર રંગસૂત્રની વચ્ચે હોય છે. તેથી રંગસૂત્રની બંને ભુજાઓ સરખી બને છે.

પ્રશ્ન 7.
સેટેલાઇટ રંગસૂત્ર એટલે શું?
ઉત્તર:
રંગસૂત્રના દૂરસ્થ છેડે એક વધારાની ખાંચ કે દ્વિતીય ખાંચ ધરાવે છે, જે રંગસૂત્ર તંતુથી બનેલ છે, તેને સેટેલાઇટ રંગસૂત્ર કહે છે. આ રચના નાના ખંડ કે બહિરુદભેદ જેવું દેખાય છે. તે સેટ ક્રોમોઝોમ અથવા માર્ક્સ ક્રોમોઝોમ તરીકે પણ ઓળખાય છે. 13, 14, 15, 16, 21 અને 22મી જોડના રંગસૂત્રો એ સેટેલાઇટ રંગસૂત્ર છે.

ટૂંક જવાબી પ્રશ્નો (SQ)

પ્રશ્ન 1.
પ્રોટીનસંશ્લેષણમાં કોષકેન્દ્રિકાનો ફાળો ટૂંકમાં વર્ણવો.
ઉત્તર:
GSEB Solutions Class 11 Biology Chapter 8 કોષ જીવનનો એકમ 5

  1. કોષકેન્દ્રિકા એ રંગસૂત્રિકાના કોષકેન્દ્રીય આયોજક વિસ્તાર સાથે જોડાયેલ ગોળ, પટલવિહીન અને કંઈક અંશે અનિયમિત આકાર ધરાવતી રચના છે.
  2. કોષકેન્દ્રિકાની શોધ સૌપ્રથમ 1781માં ફીન્ટાનાએ કરી.
  3. રિબોઝોમ્સ RNA સંશ્લેષણ માટેનો મુખ્ય વિસ્તાર કોષકેન્દ્રિકા છે.
  4. તે રિબોઝોમના ઘટકોના નિર્માણનું મુખ્ય કેન્દ્ર છે.
  5. તે કોષકેન્દ્રમાં આવેલ કલિલ સંકુલ છે.
  6. તે પ્રોટીન અને r-RNAનું જોડાણ કરી રિબોઝોમલ ઉપએકમ બનાવે છે. રિબોઝોમલ ઉપએકમના નિર્માણ બાદ વહન પામી કોષરસમાં ગોઠવાય છે.
  7. તે કોષરસમાં નિર્માણ પામતાં રિબોઝોમલ પ્રોટીનને ગ્રહણ કરી સંગ્રહ કરે છે.
  8. આ રિબોઝોમલ પ્રોટીન કોષમાં પ્રોટીનસંશ્લેષણ માટેનું સ્થાન આપે છે.
  9. કોષકેન્દ્ર વિભાજન વખતે કોષકેન્દ્રિકા એ ત્રાકતંતુના નિર્માણમાં મદદ કરે છે.

પ્રશ્ન 2.
કાર્બોહાઇડ્રેટ્સનું કોષરસપટલ સાથેનું જોડાણ અને તેના ગુણધર્મો જણાવો.
ઉત્તર:
શર્કરાના અવશેષો કે કાર્બોહાઇડ્રેટ્સ સામાન્ય રીતે પ્રોટીન કે લિપિડ સાથે જોડાઈને પટલના કુલ વજનના 10% કરતાં ઓછો ભાગ બનાવે છે. ટૂંકી સાંકળવાળા, વિશિષ્ટ પ્રકારના ગુણધર્મને કારણે અલગ પ્રકારના કોષની બનાવટમાં તેઓ સંકળાયેલ છે.

  1. કોષની લાક્ષણિકતા : દા.ત., રક્તકણમાં કાબોદિતના શાખિત શૃંખલાની વિવિધ ગોઠવણીને કારણે વિવિધ રુધિરજૂથના એન્ટિજન (દા.ત., AB અને O) ધરાવે છે.
  2. અંતઃસ્ત્રાવો, દવાઓ, વાઇરસ અથવા બેક્ટરિયા સાથેની ચોક્કસ પ્રક્રિયા માટે કોષની સપાટીની વિવિધતા જવાબદાર છે.
  3. કાર્બોદિતના ઘટકોને કારણે કોષની સપાટીની વિવિધતા સંકળાયેલી છે.

પ્રશ્ન 3.
તારાકેન્દ્રની ગાડાનાં પૈડા જેવી રચના વિશે ટિપ્પણી કરો.
ઉત્તર:
GSEB Solutions Class 11 Biology Chapter 8 કોષ જીવનનો એકમ 6

  • તારાકાય એ બે નળાકાર તારાકેન્દ્રથી બનેલી રચના છે.
  • તારાકેન્દ્રની આસપાસ આવેલ જીવરસ તારાવર્તુળ કહેવાય છે. બંને તારાકેન્દ્ર તારાકાયમાં એકબીજા સાથે કાટખૂણે ગોઠવાયેલી હોય છે.
  • દરેક તારાકેન્દ્રનું આયોજન ગાડાનાં પૈડા જેવું હોય છે.
  • તારાકેન્દ્ર પરિઘીય વિસ્તારમાં સરખા અંતરે ગોઠવાયેલા 9 ટ્યુબ્યુલિન સૂક્ષ્મનલિકાની બનેલ સંરચના છે. મધ્યમાં નલિકાનો અભાવ હોય છે. તેની આવી ગોઠવણને 9 + 0 કહે છે. દરેક સૂક્ષ્મનલિકા ત્રેખડ સ્વરૂપે ગોઠવાયેલી છે, તેથી તેને ત્રેખડ નલિકા કહે છે.
  • તારાકેન્દ્ર એ પક્ષ્મ અને કશાના તલકાય બનાવે છે. પ્રાણીકોષોના વિભાજન દરમિયાન દિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરે છે. આ

પ્રશ્ન 4.
ટૂંકમાં વર્ણવો : કોષવાદ.
ઉત્તર:
* મેથીયસ સ્વિડન (1838) જર્મનીના વનસ્પતિશાસ્ત્રીએ ઘણી બધી વનસ્પતિઓના અભ્યાસ પછી જોયું કે બધી જ વનસ્પતિઓ વિવિધ કોષોની બનેલી હોય છે.

* થિયોડોર શ્વાન (1839) : બ્રિટિશ પ્રાણીશાસ્ત્રીએ જુદા જુદા પ્રાણીઓના કોષોના અભ્યાસ પરથી નોંધ્યું કે કોષની બહારની બાજુએ પાતળું પટલ આવેલું હોય છે, જેને આજે આપણે ‘કોષરસપટલ તરીકે ઓળખીએ છીએ.

  • થિયોડોર શ્વાને વનસ્પતિ પેશીઓના અભ્યાસ પરથી નક્કી કર્યું કે કોષદીવાલ એ વનસ્પતિકોષનું આગવું લક્ષણ છે.
  • આના આધારે શ્વાને પરિસંકલ્પના રજૂ કરી કે પ્રાણીઓ અને વનસ્પતિઓની શરીરરચના કોષ અને કોષની નીપજોની બનેલી છે.
  • સ્વિડન અને શ્વાને ભેગા મળી કોષવાદ રજૂ કર્યો. પરંતુ આ સિદ્ધાંત નવા કોષોનું સર્જન કેવી
    રીતે થાય છે તે સમજાવવા અસમર્થ રહ્યો.

* રૂડોલ્ફ વિશેં (1855) : સૌપ્રથમ પૂરવાર કર્યું કે કોષવિભાજન પામીને પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નવા કોષોનું સર્જન થાય છે. (Omnis cellula – e cellula / all cells arise from pre-existing cells).

  • વિશએ સ્વિડન અને શવાને રજૂ કરેલ કોષવાદની પરિસંકલ્પનામાં સુધારો કરી કોષવાદને નવા સ્વરૂપે રજૂ કર્યો.
  • આજના સમયમાં કોષવાદ એટલે…
    1. બધા જ જીવંત સજીવ કોષો અને કોષની નીપજોના બનેલા હોય છે.
    2. બધા જ કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ થાય છે.

GSEB Solutions Class 11 Biology Chapter 8 કોષ : જીવનનો એકમ

પ્રશ્ન 5.
કણિકામય અંતઃકોષરસજાળ (RER) અને કણિકાવિહીન અંતઃકોષ રસજાળ (SER) વચ્ચે તફાવત જણાવો.
ઉત્તર:

કણિકામય / ખરબચડી અંતઃકોષરસજાળ / RER કણિકાવિહીન / લીસી અંતઃકોષરસજાળ / SER
તેની સપાટી પર રિબોઝોમની કણિકા આવેલી છે. તેની સપાટી પર રિબોઝોમની કણિકા આવેલી નથી.
તે સિસ્ટર્ની અને કેટલીક નલિકાની બનેલી છે. તે મુખ્યત્વે પુટિકાઓ અને નલિકાઓની બનેલી છે.
તે પ્રોટીનસંશ્લેષણ અને ઉત્સચકોના નિર્માણમાં ભાગ લે છે. તે ગ્લાયકોજન, લિપિડ અને સ્ટિરોઇડના સંશ્લેષણમાં ભાગ લે છે.
તે અંદરની તરફ અને કોષકેન્દ્રપટલ સાથે જોડાયેલ હોય છે. તે બહારની તરફ અને કોષકેન્દ્રપટલ સાથે જોડાયેલ હોય છે.

પ્રશ્ન 6.
કોષરસપટલનું રાસાયણિક બંધારણ જણાવો. પટલમાં લિપિડ અણુઓની ગોઠવણી કેવી રીતે હોય છે ?
ઉત્તર:
GSEB Solutions Class 11 Biology Chapter 8 કોષ જીવનનો એકમ 7

  • સંશોધન : ઈ. સ. 1950માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થયા પછી કોષરસપટલની વિસ્તૃત સંરચનાનો અભ્યાસ શક્ય બન્યો.
  • આ સમયગાળામાં મનુષ્યના ૨ક્તકણના કોષરસપટલના રાસાયણિક અભ્યાસ પછી વૈજ્ઞાનિકોએ કોષરસપટલની સંભવિત સંરચના વિશે જાણકારી પ્રાપ્ત થઈ શકી.
  • રચના : અભ્યાસ દ્વારા સ્પષ્ટતા થઈ કે કોષરસપટલ લિપિડનું બનેલું હોય છે, જે લિપિડ દ્વિસ્તરમાં ગોઠવાયેલ હોય છે.
  • લિપિડ પટલમાં એવી રીતે ગોઠવાયેલ છે, જેના ધ્રુવીય શીર્ષ બહારની તરફ, જયારે જલવિતરાગી (હાઇડ્રોફોબિક) પૂંછડી અંદરની તરફ આવેલ હોય છે. આનાથી સ્પષ્ટ થાય છે કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી અશ્રુવીય પૂંછડી જલકૃત પર્યાવરણ(aqueous environment)થી રક્ષિત રહે છે.
  • મુખ્યત્વે પટલમાં જોવા મળતા લિપિડનો ઘટક ફોસ્ફોગ્લિસરાઇડ્રેસનો બનેલ હોય છે.
  • જૈવરાસાયણિક સંશોધનોથી સ્પષ્ટ થયું કે કોષરસપટલ પ્રોટીન તેમજ કાર્બોદિત પણ ધરાવે છે. જુદા જુદા કોષોમાં લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ જુદું જુદું હોય છે. મનુષ્યના રક્તકણ પટલમાં લગભગ 52% પ્રોટીન અને 40% લિપિડ આવેલ હોય છે.
  • પટલમાં આવેલ પ્રોટીનને અલગીકૃત કરવાની ક્ષમતાને આધારે અંતર્ગત અને પરિશીત પ્રોટીનમાં વર્ગીકૃત કરવામાં આવે છે.
  • પરિધીત પ્રોટીન પટેલની બાહ્ય સપાટી પર આવેલા હોય છે.
  • અંતર્ગત પ્રોટીન પટલમાં અંશતઃ કે સંપૂર્ણ રીતે ખૂંપેલા હોય છે.
  • રસસ્તર (કોષરસપટલ) અંગેનું સુધારેલ મોડલ સિંગર અને નિકોલસને 1972માં સૂચવ્યું હતું. તે લૂઇડ-મોઝેઇક મોડેલ તરીકે સર્વસ્વીકૃત પામેલ છે.
  • આ મૉડેલના અનુસંધાનમાં લિપિડની અધતરલ પ્રકૃતિના કારણે તેની દ્વિસ્તરીય ગોઠવણીમાં અંદર પ્રોટીન પાર્ષીય ગતિ કરે છે. પટલમાં તેની ગતિ કરવાની આ પામતાને તરલતાને આધારે નક્કી કરી શકાય છે.
  • કોષવૃદ્ધિ, આંતરકોષીય જોડાણ નિમણ, સ્રાવ, અંતઃભક્ષણ, કોષવિભાજન વગેરે જેવાં કાર્યો માટે પટલની તરલ પ્રકૃતિ મહત્ત્વપૂર્ણ છે.
  • કાર્ય કોષરસપટલનું સૌથી મહત્ત્વનું કાર્ય અણુઓનું તેની આરપાર વહનનું છે, આ પટલ તેની બંને બાજુએ રહેવા અણુઓ માટે પસંદગીમાન પટેલ તરીકે વર્તે છે.
  • મંદવહન (નિખિય વહન) : ઘણાં અણુઓ શક્તિની આવશ્યકતા વગર પટલની આરપાર વહન પામે છે, જેને નિષ્ક્રિય (મંદ) વહન કહે છે.
  • આસૃતિ : તટસ્થ દ્રવ્યો સામાન્ય પ્રસરણના સિદ્ધાંત અનુસાર પ્રસરણ ઢોળાંશ મુજબે વધુ સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ પલની આરપાર વહન પામે છે. પાણીની પ્રસરક્ષ દ્વારા થતી આ ગતિને આકૃતિ કહે છે.
  • સક્રિય વહન : ધ્રુવીય અગ્રુઓ અધુવીય લિપિડના વિસ્તરમાંથી પસાર થઈ શકતા નથી. આવા અણુઓને પટલમાંથી પસાર થવા માટે વાહક પ્રોટીન કે જે પટલમાં ખૂંપેલા છે, તેની પલમાંથી સાનુકૂલિત વહન માટે જરૂર પડે છે.
  • કેટલાંક પ્રાથની કે અણુઓનું વહન પટેલની આરપાર સંકેન્દ્રણ ઢોળાશની વિરુદ્ધ દિશામાં થાય છે, એટલે કે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફનું આ વહન ક્રિયાશક્તિ આધારિત છે, જેમાં ATPનો ઉપયોગ થાય છે તેને સક્રિય વહન કહેવાય છે. ઉદા, Na+/ K+ પંપ.

પ્રશ્ન 7.
પ્લાસ્મિડ એટલે શું? બૅક્ટરિયામાં તેનો ફાળો જણાવો.
ઉત્તર:
પ્લાસ્મિડ એ વર્તુળાકારે (ક્યારેક રેખીય), બેવડું DNA છે કે જે સ્વયંજનન પામી બેવડાય છે. તે બૅક્ટરિયાના કોષરસમાં જોવા મળે છે. સામાન્ય રીતે તે રંગસૂત્રથી અલગ હોય છે, પરંતુ કેટલીક વખતે તે હંગામી રીતે જોડાયેલું અને આકસ્મિક રીતે સ્વયંજનન પામતું હોય છે.

* બૅક્ટરિયામાં પ્લાસ્મિડનો ફાળો :
પ્લાસ્મિડ એ બૅક્ટરિયામાં રંગસૂત્રીય જનીનદ્રવ્ય કરતાં અલગ, વર્તુળી સ્વતંત્ર રીતે સ્વયંજનન પામતો એકમ છે.

પ્લામિડનો ઉપયોગ એક કોષમાંથી બીજા કોષમાં માહિતીની આપ લેમાં થાય છે. દા.ત., અગત્યના જનીનોની ફેરબદલી. (જેમ કે, પ્રતિજૈવિક સામે પ્રતિરોધક હોવું), સામાન્ય રીતે તે બૅક્ટરિયા પોષકદ્રવ્યોના ચયાપચય માટે અસમર્થ હોય તેમાં, બૅક્ટરિયામાં સંયુગ્મનમાં, વિવિધ પુનઃસંયોજનના પ્રયોગોમાં હાલમાં ઉપયોગી છે. વાહકોના ક્લીનીંગમાં ઉપયોગ થાય છે.

પ્રશ્ન 8.
હિસ્ટોન શું છે ? તેનાં કાર્યો જણાવો.
ઉત્તર:
હિસ્ટોન વધુ પ્રમાણમાં બેઝિક એમિનો ઍસિડ ધરાવતા વર્તુળાકાર પ્રોટીનનો બેઝિક સમૂહ છે. દા.ત., આજીનીન અને લાયસિન. યુકેરિયોટિક કોષમાં હિસ્ટોન રંગસૂત્રીય દ્રવ્યનો ભાગ બનાવે છે.

  1. હિસ્ટોન પ્રોટીનના પાંચ પ્રકાર છે : H1, H2A, H2B, H3 અને H4 તેમાં ચાર (H2A, H2B, H3 અને H4) જોડીમાં જોવા મળે છે, જે હિસ્ટોન ઓક્ટોમર બનાવે છે, જેને નુબોડી કે ન્યુક્લિઓઝોમનું કેન્દ્ર (Nubody or core of nucleosome) કહે છે.
  2. કાર્ય : હિસ્ટોન ધનભારયુક્ત છેડો ધરાવે છે, જે DNAના ઋણભાર યુક્ત છેડાને આકર્ષે છે.
  3. હિસ્ટોન DNAને વીંટળાવવા માટે માધ્યમ પૂરું પાડે છે અને તે જમીન નિયમનમાં જીવંત ભાગ ભજવે છે. કારણ કે તે જનીન નિયંત્રક તરીકે કાર્ય કરે છે. તે ક્રોમેટિન દ્રવ્ય બનાવે છે અને ગરમીથી ગંઠાઈ ન જાય તેવી ક્ષમતા પૂરી પાડે છે.

દીર્ઘજવાબી પ્રશ્નો (LQ)

પ્રશ્ન 1.
કોષ જીવિતતા માટે કઈ બંધારણીય અને ક્રિયાત્મક રચનાઓ ધરાવે છે ?
ઉત્તર:
દરેક સજીવ કોષનો બનેલો છે. ત્યારબાદ કોષમાંથી પેશી, અંગ, અંગતંત્રો બનાવે છે. જેમ ઈંટા દ્વારા મકાન બને છે તેમ કોઈ પણ સંપૂર્ણ ક્ષમતા ધરાવતો કોષ નવા સજીવના નિર્માણ માટેનો ગુણધર્મ ધરાવે છે.

બંધારણીય એકમ ઉપરાંત તે અંગ અને અંગતંત્રોના ચોક્કસ કાર્યો પણ દર્શાવે છે. આ રીતે તે કાર્યની વહેંચણી પણ દર્શાવે છે. એટલે કે કોષની અંગિકાઓ તેમના ચોક્કસ કાર્યો માટે જવાબદાર છે.
GSEB Solutions Class 11 Biology Chapter 8 કોષ જીવનનો એકમ 8

બંધારણ કાર્ય આકૃતિ
(1) કોષરસપલ : દરેક કોષ ફોસ્ફોલિપિડનું બનેલ કોપસપલ ધચવેછે. (1) કોષરસપટલ એ પસંદગીશીલ પ્રવેશશીલપટલ છે. એટલે કે તે ચોક્કસ પ્રકારના દ્રવ્યોને જ પસાર થવા દે છે. આકૃતિ: તટસ્થ દ્રવ્યો સામાન્ય પ્રસરણના સિદ્ધાંત અનુસાર પ્રસરણ ઢોળાંશ મુજબ વધુ સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ પટલની આરપાર વહન પામે છે. પાણીની પ્રસરણ દ્વારા થતી આ ગતિને આસૂતિ કહેછે.
(2) કોષરસ : તે કાર્બનિક અને અકાર્બનિક દ્રવ્યનું ચોક્કસ પ્રમાણ ધરાવતું પ્રવાહી છે. (2) તે વૃદ્ધિ અને પ્રજનન માટે જરૂરી શક્તિ અને દ્રવ્ય પૂરું પાડે છે અને ગાપચયની ક્રિયા માટેનું સ્થાને છે.
(3) કોષકેન્દ્ર : તે મુખ્યત્વે DNA, કોષકેન્દ્રરસ અને કોષકેન્દ્રિય દ્રવ્ય ધરાવે છે અથવા તે કોષકેન્દ્રિકા. અને રંગસૂત્ર દ્રવ્ય ધરાવે છે, (3) તે સંશ્લેષણ માટે જરૂરી માહિતીનું વહન અને સંગ્રહ કરે છે, તે વૃદ્ધિ અને પ્રજનન માટે જરૂરી જનીનિક માહિતીનું વહન કરે છે.
(4) ગોલ્ગી પ્રસાધન (ગોલ્ગીકાય) : તે ઘણી ચપટી તક્તી જેવી પુટિકાઓ કે 0.5 μm – 1.0 μm વ્યાસ ધરાવતી સિસ્ટર્નીની બનેલ છે. (4) તે મુખ્યત્વે કોષમાં કે કોષની બહારે ચોક્કસ જગ્યાએ સંગ્રહિત દ્રવ્યોને પહોંચાડ્યાનું કાર્ય. રચના : ગોલ્ગીકાય ઘણી બધી ચપટી બિંબ આકારની કોથળી કે સિસ્ટર્નઓની બનેલી હોય છે, જેનો વ્યાસ 0.5 μm થી 0,1 μm જેટલો હોય છે.
(5) અંતઃ કોષરસજાળ (ER) : તે સિસ્ટર્ન, નલિકાઓ અને પુષ્ટિકારનૌનું બનેલું કૌષમાં ફેલાયેલ ત્રિપરિમાણીય નલિકામય તંત્ર છે. (5) રિબોઝોમ ધરાવતી અંતઃકોષરસજાળને કણિકામય અંતઃકોષરસ-જળ કહે છે, તે પ્રોટીન સંશ્લેષણ અને આ સાથે સંકળાયેલ છે, રિબોઝોમ ન ધરાવતી અંતઃ કોષરસ જાળને કણિકાવિહીન અંતઃ કોષરસજાળ કહે છે, તે લિપિડના સંશ્લેષણ જેવા કે સ્ટિરોઇડ્યુત અંતઃસ્ત્રાવોમાં સંકળાયેલ છે. રચના : અંતઃકોષરસજાળ આંતરકોષીય અવકાશને બે ભાગમાં વિભાજિત કરે છે. એટલે કે પટલમય ERની અંદરનું દ્રવ્ય અને કોષરસપટલની અંદર (ERની બહાર તરફ) રહેલો કોષરસ.
(6) કણાભસૂત્ર : કણાભસૂત્ર એ બાહ્ય પડ અને અંતઃ પડ ધરાવતી બેવડી પટલમય રચનાથી દોરાયેલી અંગિકા છે, તે માધારકન્ને બે ભાગમાં વહેંચે છે. બાહ્ય પડ અંગિકાનું બહારનું પડ બનાવે છે અને અંતઃ પડ જાળીયુક્ત ક્રિી બનાવે છે. (6) કણાભસૂત્ર એ જરકે માસન માટેનું સ્થાન છે. તે ATP સ્વરૂપે શક્તિ ઉત્પન્ન કરે છે, માટે તેને કોષનું પાવરહાઉસ કહે છે, કાર્ય : કણાભસૂત્ર જા૨ક શ્વસન માટેનું સ્થાન છે. તે ATP સ્વરૂપે કોષીય શક્તિ ઉત્પન્ન કરે છે. આ કારણોસર કણાભસૂત્રને કોષનું શક્તિઘર (પાવરહાઉસ) કહે છે.
(7) લાયસોઝોમ ; તે પટલમય રચનાથી ધેરાલી પુટિકા છે કે જે ગોહગી પ્રસાધનથી છૂટી પડેલી ૨ચના છે. (7) તે વિવિધ પ્રકારના હાઈડ્રોસાયટિક ઉન્સેચકોથી ભરેલી હાઇલેક્સિ, લાઇપેઝ, પ્રોટીએ , હાઈડ્રેઝ) હોય છે.
(8) રસધાની : તે કોષરસમાં જોવા મળતી પટલથી ઘેરાયેલી પુટિકા છે. તેમાં પાણી, દ્રાવણ, ઉત્સર્ગ પદાર્થો અને કોષ માટે નકામા પદાર્થો હોય છે, રસધાની એ ટોનોપ્લાસ્ટ તરીકે ઓળખાતી એકવડી આવરણયુક્ત અંગિકા છે. (8) વનસ્પતિકોષમાં રસધાનીમાં સાંદ્રતાના તફાવત મુજબ વિવિધ આયનો અને અન્ય દ્રવ્યોના વહનમાં ચેનોપ્લાસ્ટ મદદરૂપ થાય છે.

ઉપરોક્ત બધા જ બંધારણીય અને ક્રિયાત્મક રચના ધરાવતી અંગિકાઓ ભેગી મળી જીવંત કોષ બને છે.

GSEB Solutions Class 11 Biology Chapter 8 કોષ : જીવનનો એકમ

પ્રશ્ન 2.
નીચેના વૈજ્ઞાનિકોનો કોષવાદમાં ફાળો ટૂંકમાં વર્ણવો.
(1) રૂડોલ્ફ વિર્શી
(2) સ્વિડન અને શ્વાન.
ઉત્તર:
* મેથીયસ સ્વિડન (1838) જર્મનીના વનસ્પતિશાસ્ત્રીએ ઘણી બધી વનસ્પતિઓના અભ્યાસ પછી જોયું કે બધી જ વનસ્પતિઓ વિવિધ કોષોની બનેલી હોય છે.

* થિયોડોર શ્વાન (1839) : બ્રિટિશ પ્રાણીશાસ્ત્રીએ જુદા જુદા પ્રાણીઓના કોષોના અભ્યાસ પરથી નોંધ્યું કે કોષની બહારની બાજુએ પાતળું પટલ આવેલું હોય છે, જેને આજે આપણે ‘કોષરસપટલ તરીકે ઓળખીએ છીએ.

  • થિયોડોર શ્વાને વનસ્પતિ પેશીઓના અભ્યાસ પરથી નક્કી કર્યું કે કોષદીવાલ એ વનસ્પતિકોષનું આગવું લક્ષણ છે.
  • આના આધારે શ્વાને પરિસંકલ્પના રજૂ કરી કે પ્રાણીઓ અને વનસ્પતિઓની શરીરરચના કોષ અને કોષની નીપજોની બનેલીછે.
  • સ્વિડન અને શ્વાને ભેગા મળી કોષવાદ રજૂ કર્યો. પરંતુ આ સિદ્ધાંત નવા કોષોનું સર્જન કેવી
    રીતે થાય છે તે સમજાવવા અસમર્થ રહ્યો.

* રૂડોલ્ફ વિશેં (1855) : સૌપ્રથમ પૂરવાર કર્યું કે કોષવિભાજન પામીને પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નવા કોષોનું સર્જન થાય છે. (Omnis cellula – e cellula / all cells arise from pre-existing cells).

  • વિશએ સ્વિડન અને શવાને રજૂ કરેલ કોષવાદની પરિસંકલ્પનામાં સુધારો કરી કોષવાદને નવા સ્વરૂપે રજૂ કર્યો.
  • આજના સમયમાં કોષવાદ એટલે…
    1. બધા જ જીવંત સજીવ કોષો અને કોષની નીપજોના બનેલા હોય છે.
    2. બધા જ કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ થાય છે.

પ્રશ્ન 3.
પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિકમાં બાહ્યકોષકેન્દ્રીય DNA જોવા મળે છે? જો હા તો તેમના સ્થાન બંનેમાં જણાવો.
ઉત્તર:
હા, બાહ્યકોષકેન્દ્રીય DNA પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક બંનેમાં જોવા મળે છે. યુકેરિયોટિકમાં બાહ્યકોષકેન્દ્રીય DNA બે અંગિકામાં જોવા મળે છે – હરિતકણ અને કણાભસૂત્રમાં.

પ્રોકેરિયોટિકમાં બાહ્યકોષકેન્દ્રીય DNA: પ્રોકેરિયોટિકમાં બાહ્યકોષ કેન્દ્રીય DNA પ્લાસ્મિડ સ્વરૂપે જોવા મળે છે. પ્લાસ્મિડ એ વર્તુળાકાર DNA અણુ છે, જે બૅક્ટરિયામાં ચોક્કસ સ્વરૂપીય લક્ષણો માટે જવાબદાર છે. તેમાંનું એક લક્ષણ એ બેક્ટરિયામાં પ્રતિજૈવિક સામે પ્રતિરોધ દર્શાવવાનું છે. પ્લાસ્મિડ એ કોષની બહારના DNA જોડેના ટ્રાન્સફોર્મેશનમાં દેખરેખ માટે ઉપયોગી છે. બૅક્ટરિયામાં લિંગી પ્રજનનમાં લક્ષણોના વહન માટેની પદ્ધતિમાં ઉપયોગી છે.

યુકેરિયોટિકમાં બાહ્યકોષકેન્દ્રીય DNA : કણાભસૂત્રીય DNA (mtDNA) એ સામાન્ય રીતે વર્તુળાકાર હોય છે. કણાભસૂત્રીય DNA 16500 ખંડોનો (બેઈઝ જોડનો) નાનો ટુકડો આખા DNAનો નાનો ભાગ છે. mt-DNA 37 જનીન ધરાવે છે. બધા જ કણાભસૂત્રના કાર્ય માટે જરૂરી છે. તેમાંના 13 જનીન ઓક્સિડેટીવ ફોસ્ફોરાયલેશનની ક્રિયામાં સંકળાયેલ ઉત્સચકની બનાવટમાં સૂચના આપે છે. મનુષ્યમાં જોવા મળતા કુલ જનીનમાંથી અંદાજિત વીસથી પચીસ હજાર કણાભસૂત્રીય જનીન જોવા મળે છે.

પ્લાસ્મિડ : મોટાભાગના વનસ્પતિકોષમાં ત્રણ પ્રકારનાં રંજકકણો જોવા મળે છે. રંગહીન કણો, લીલા સિવાયના રંજકકણો અને હરિતકણોમાં નાના કદની રચના જોવા મળે છે. તે બેવડી પટલમય રચના છે, જે વિકિરણ શોષી અને સંગ્રહ કરવામાં ઉપયોગી છે. તેઓ નાના, બેવડા વર્તુળાકાર DNAના અણુઓ અને રિબોઝોમ્સ ધરાવતા ચોક્કસ પ્રોટીનના સંશ્લેષણમાં જરૂરી છે. તેઓ બંને પ્રોટીન સંશ્લેષણ અને સ્વયંજનન પામતા હોવાથી અર્ધસ્વાયત્ત અંગિકા તરીકે ઓળખાય છે.

પ્રશ્ન 4.
‘સજીવમાં બંધારણ અને કાર્ય એકબીજા સાથે સંકળાયેલ છે.’ – કોષરસપટલના ઉદાહરણ દ્વારા તમે સમજાવી શકો ?
ઉત્તર:

  • પ્રાણીઓ અને વનસ્પતિઓમાં કોષરસપટલ એકબીજાના પૂરક છે. કોષરસપટલ પ્રોટીન, લિપિડ અને કાર્બોહાઇડ્રેટ્સ ધરાવે છે.
  • પટલમાં આવેલ પ્રોટીનના અણુઓ ક્ષારોના વહનના માર્ગ તરીકે, અંતઃસ્ત્રાવો અને કોષીય માહિતી એક કોષમાંથી બીજા કોષમાં વહન માટે મદદરૂપ થાય છે. – જ્યારે વનસ્પતિ દ્વારા ક્ષારોનું સક્રિય શોષણ થાય છે ત્યારે કોષરસપટલ પ્રોટીનયુક્ત વાહક અણુઓ ધરાવે છે.
  • કોષમાં જ્યારે હાનિકારક પદાર્થો દાખલ થાય ત્યારે પટલમાં જોડાયેલ ઓલીગોસેકેરાઈડ તેને ઓળખવામાં મદદરૂપ થાય છે.
  • વનસ્પતિ અને પ્રાણીકોષમાં લિપિડના હાઇડ્રોફિલિક ધ્રુવીય શીર્ષ બહારની તરફ અને અધ્રુવીય હાઇડ્રોફોબિક પૂંછડી અંદરની તરફ કોષરસપડમાં ગોઠવાયેલ હોય છે, જે પટલને પ્રવાહિતા આપે છે. કોષરસપટલમાં આવેલ ગ્લાયકોકેલિક્સ કોષના જોડાણમાં મદદરૂપ થાય છે.

પ્રશ્ન 5.
યુકેરિયોટિક કોષમાં જોવા મળતી અંગિકાઓ કે જે –
(a) પટલ દ્વારા આવરિત ન હોય.
(b) એકવડા પટલ દ્વારા આવરિત હોય.
(c) બેવડા પટલ દ્વારા આવરિત હોય.
આ ત્રણ વિભાગમાં કોષીય અંગિકાઓને વહેંચો.
ઉત્તર:
(a) પટલવિહીન કોષીય અંગિકાઓ યુકેરિયોટિક કોષમાં રિબોઝોમ્સ કોષરસ આધારકમાં મુક્ત કે કણિકામય અંતઃકોષરસજાળની અને કોષકેન્દ્રપટલની સપાટી પર જોડાયેલ હોય છે. રિબોઝોમ્સ કણાભસૂત્રના આધારકમાં અને હરિતકણના સ્ટ્રોમામાં જોવા મળે છે. તેને અનુક્રમે કણાભસૂત્રીય રિબોઝોમ અને હરિતકણીયા
રિબોઝોમ તરીકે ઓળખવામાં આવે છે.

(b) એકવડા પટલમય કોષીય અંગિકાઓ : લાયસોઝોમ એ લિપોપ્રોટીનની બનેલી એકવડી પટલમય નાની કોથળી જેવી અંગિકા છે. લાયસોઝોમ પ્રાણીકોષોમાં અને પ્રજીવમાં જોવા મળે છે. પ્રોકેરિયોટિક કોષમાં લાયસોઝોમનો અભાવ હોય છે.

લાયસોઝોમની સંખ્યા વિવિધ કોષોમાં જુદી જુદી હોય છે. લાયસોઝોમ ઘટ્ટ, કણિકામય પ્રવાહી ધરાવે છે, જેમાં ઍસિડ હાઇડ્રોલેસિસ તરીકે ઓળખાતા ગ્લાયકોપ્રોટીનયુક્ત હાઇડ્રોલાઈટિક (પાચક) ઉન્સેચકો હોય છે. કોષીય અંગિકાઓ ફેરોસોમ્સ અને માઈક્રોબોડીઝ (spharosome and micro bodies) પણ એકવડા પટલયુક્ત રચના ધરાવે છે.

(c) બેવડા પટલયુક્ત કોષીય અંગિકાઓ : કણાભસૂત્રમાં બાહ્ય પડ અને અંતઃ પડ ધરાવતી બેવડી પટલયુક્ત રચના છે. તે આધારકને બે સ્પષ્ટ અલગ ખંડોમાં વહેંચે છે. અંદરના ખંડને મેટ્રિક્સ કહે છે. બહારનું પડ અંગિકાની સપાટી બનાવે છે. હરિતકણ અને કોષકેન્દ્રમાં બેવડા પટલયુક્ત અંગિકાઓ છે.

GSEB Solutions Class 11 Biology Chapter 8 કોષ : જીવનનો એકમ

પ્રશ્ન 6.
કોષકેન્દ્રમાં રહેલ જનીનદ્રવ્ય આપેલ જાતિમાં બદલાતું નથી, જ્યારે બાહ્ય રંગસૂત્રીય DNA વિવિધ સજીવ જાતિમાં જુદું જુદું હોય છે. – સમજાવો.
ઉત્તર:
બેક્ટરિયામાં જનીનિક DNA ઉપરાંત કોષરસમાં નાનું વર્તુળાકાર DNA હોય છે. આ નાના અણુને પ્લામિડ કહે છે. તેઓ બેક્ટરિયામાં ક્રિયાત્મક લક્ષણો માટે જવાબદાર છે. દા.ત., એન્ટિબાયોટિક માટે પ્રતિરોધક. તે અન્ય DNA દ્વારા બેક્ટરિયામાં ટ્રાન્સફોર્મેશન માટે પણ ઉપયોગી છે. યુકેરિયોટામાં હરિતકણના સ્ટ્રોમા અને કણાભસૂત્રના મેટ્રિક્સમાં વધારાનું DNA જોવા મળે છે. આ DNAના અણુઓને કારણે તેઓ સ્વયંનિર્મિત અંગિકા તરીકે વર્તે છે. વધુ સક્રિય સજીવમાં ઓછા સક્રિય સજીવ કરતાં બાહ્ય રંગસૂત્રીય DNA વધુ જોવા મળે છે.

પ્રશ્ન 7.
‘કણાભસૂત્ર એ કોષનું પાવરહાઉસ છે.’ – સમજાવો.
ઉત્તર:
GSEB Solutions Class 11 Biology Chapter 8 કોષ જીવનનો એકમ 9

  1. કણાભસૂત્રને જ્યાં સુધી વિશિષ્ટ રીતે અભિરંજિત કરવામાં નથી આવતું ત્યાં સુધી માઇક્રોસ્કોપ દ્વારા તેને નિહાળી શકાતું નથી.
  2. પ્રત્યેક કોષમાં કણાભસૂત્રની સંખ્યા જુદી જુદી હોય છે, જેનો આધાર કોષની દેહધાર્મિક ક્રિયાશીલતા પર છે. તેના આકાર અને કદમાં પણ વિવિધતા જોવા મળે છે.
  3. રચના : તે રકાબી આકાર કે નળાકાર હોય છે.
  4. તે 0.2 થી 1.0 μm (સરેરાશ 0.5 μm) વ્યાસ અને 1.0 થી 4.1 μm લંબાઈ ધરાવે છે.
  5. કણાભસૂત્ર બેવડી પટલમય રચના ધરાવે છે. બાહ્યપટલ અને અંતઃ -પટલ તેના અવકાશને બે સ્પષ્ટ જલકૃત વિસ્તારોમાં બાહ્યકક્ષ (બાહ્ય ખંડ) અને અંતઃકક્ષ (અંતઃ ખંડ)માં વિભાજિત કરે છે.
  6. અંતઃખંડને આધારક (મેટ્રિક્સ) કહે છે.
  7. બાહ્યપટલ સળંગ અને કણાભસૂત્રની બાહ્યસીમા રચે છે.
  8. અંતઃપડ આધારક બાજુ અંતર્વલનથી અનેક પ્રવર્ધો રચે છે. આ પ્રવર્ધોને ક્રિસ્ટી કહે છે.
  9. ક્રિસ્ટી તેનાં સપાટીય ક્ષેત્રફળમાં વધારો કરે છે.
  10. કણાભસૂત્રના બંને પટલોમાં તેનાં કાર્યો સંબંધિત વિશિષ્ટ ઉલ્લેચકો જોવા મળે છે, જે કણાભસૂત્રના કાર્ય સંબંધિત હોય છે.
  11. કણાભસૂત્રના આધારકમાં એક વલયાકાર DNA, થોડા ઘણાં RNAના અણુ, રિબોઝોમ્સ (70s) અને પ્રોટીનસંશ્લેષણ માટેના આવશ્યક ઘટકો આવેલા હોય છે.
  12. કાર્ય : કણાભસૂત્ર જા૨ક શ્વસન માટેનું સ્થાન છે. તે ATP સ્વરૂપે કોષીય શક્તિ ઉત્પન્ન કરે છે. આ કારણોસર કણાભસૂત્રને કોષનું શક્તિવર (પાવરહાઉસ) કહે છે.
  13. કણાભસૂત્ર દ્વિભાજન દ્વારા વિભાજન પામે છે.

પ્રશ્ન 8.
રંજકકણોના પ્રકાર જાતિ કે વિસ્તાર આધારિત હોય છે ? તેઓ એકબીજાથી કઈ રીતે જુદા પડે છે ?
ઉત્તર:
રંજકદ્રવ્ય કણો જાતિ (સજીવ) આધારિત હોય છે અને તે દરેક વનસ્પતિ કોષમાં અને યુગ્લિનોઈસમાં જોવા મળે છે. વનસ્પતિના વિવિધ ભાગો ચોક્કસ પ્રકારના રંગ માટે જવાબદાર ચોક્કસ પ્રકારના રંજકદ્રવ્ય કણો ધરાવે છે. રંજકદ્રવ્ય કણોના પ્રકારને આધારે રંજકકણોને મુખ્ય ત્રણ પ્રકારમાં વહેંચવામાં આવે છે. રંગહીન રંજકકણો, રંગકણો અને હરિતકણો.

રંગહીનકણો : તે રંગહીન રંજકદ્રવ્યકણો ધરાવે છે કે જે ખાદ્યસંચિત પોષકદ્રવ્યો હોય છે. તેઓ ત્રણ પ્રકારના છે.

(a) સ્ટાર્ચકણો (Amytoplasts) : સ્ટાર્ચનો સંગ્રહ.
દા.ત., બટાટાની ગાંઠ, ચોખાનાં દાણા, ઘઉંના દાણા.

(b) તૈલકણો (Elaioplasts) : ચરબીનો સંગ્રહ.
દા.ત., ગુલાબ.

(c) સમીતાયાકણો (Aleuroplasts) : પ્રોટીનનો સંગ્રહ.
દા.ત., દિવેલાનું અંત:આવરણ.

રંગકણ :તેઓ પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરતા નથી, તેઓ કેરોટીનોઈડનું સંશ્લેષણ અને સંગ્રહ કરતા રંગકણો છે. તે નારંગી, લાલ કે પીળો રંગ ધરાવે છે. તે મોટેભાગે પાકા ફળો (ટામેટા, મરચાં), શક્કરિયાનાં મૂળ વગેરેમાં જોવા મળે છે.

હરિતકણ : તેઓ લીલારંગના રંજકકણો છે કે જે પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બનાવવામાં મદદરૂપ થાય છે. તે ક્લોરોફિલ અને કેરેટિનોઈડ રંજકદ્રવ્યકણ ધરાવે છે કે જે પ્રકાશશક્તિ ગ્રહણ કરે છે. દરેક હરિતકણ અંડાકાર કે ગોળાકાર બેવડી દિવાલ ધરાવતી અંગિકા છે.

અંદરના આવરણ વચ્ચે જોવા મળતી જગ્યાને સ્ટ્રોમા કહે છે. સ્ટ્રોમામાં ઘણી ચપટી કોથળીઓ જેવી ગોઠવાયેલી રચના જોવા મળે છે, જેને થાઈલેકૉઈડ કહે છે. એક ઉપર એક ગોઠવાયેલ થાઈલેકૉઈડને ગ્રાના કહે છે. જુદા જુદા ગ્રાનાના થાઈલેકૉઈડ એકબીજા સાથે નલિકા દ્વારા જોડાયેલ હોય છે તેને આંતરગ્રેનમ પટલ તરીકે ઓળખવામાં આવે છે. સ્ટ્રોમાં કાર્બોદિત અને પ્રોટીન સંશ્લેષણ માટેના ઉભેચકો ધરાવે છે.

પ્રશ્ન 9.
નીચેનાનાં કાર્યો લખો.
(a) સેન્ટ્રોમિયર
(b) કોષદીવાલ
(c) કણિકાવિહીન (લીસી) અંતઃકોષરસજાળ
(d) ગોલ્ગી પ્રસાધન
(e) તારાકેન્દ્ર
ઉત્તર:
(a) સેન્ટ્રોમિયર : તે રંગસૂત્રના ચોક્કસ વિભાજન માટે જરૂરી છે. તે બે રંગસૂત્રિકાઓને જોડે છે. તે સમવિભાજન અને અર્ધીકરણ દરમિયાન ત્રાકતંતુઓના જોડાણ માટે જરૂરી છે.

(b) કોષદીવાલ : કોષદીવાલ કોષને આકાર આપવા ઉપરાંત કોષને યાંત્રિક નુકસાન અને ચેપથી રક્ષણ આપવાનું, કોષો વચ્ચે સંપર્ક બનાવી રાખવા તથા અનિચ્છનીય મહાઅણુઓને કોષમાં પ્રવેશવા દેતી નથી.

(c) કણિકાવિહીન (લીસી) અંતઃકોષરસજાળ : તે ચરબીના સંશ્લેષણમાં, કાર્બોહાઈડ્રેટ્સના ચયાપચયમાં, કેલ્શિયમની સાંદ્રતાની જાળવણીમાં, દવાઓની ઝેરી અસર નાબૂદ કરવી, કોષરસપટલના પ્રોટીન સાથે ગ્રાહકોના જોડાણમાં મદદરૂપ થાય છે. ડ્યુકોઝ-6-ફોસ્ફટને ગ્લાયકોજનમાં રૂપાંતર કરતા ઉભેચક ગ્યુકોઝ-6-ફોસ્ફટેઝ ધરાવે છે.

(d) ગોલ્ગી પ્રસાધન : તે ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડની બનાવટની મુખ્ય જગ્યાઓ છે. તે કોષદિવાલના ઘટકોના નિર્માણ સાથે સંકળાયેલ છે. તે કોષવિભાજન વખતે તક્તી બનાવવાની ક્રિયામાં મહત્ત્વના છે.

(e) તારાકેન્દ્રઃ તે પક્ષ્મ તથા કશાના તલકાય બનાવે છે. પ્રાણીકોષમાં કોષવિભાજન વખતે ત્રાકતંતુઓ ઉત્પન્ન કરે છે. તે શુક્રકોષની પૂંછડી અને સૂક્ષ્મનલિકા બનાવવા મદદરૂપ થાય છે. તે કોષ વિભાજનમાં દ્વિધ્રુવીય ત્રાકનું સંચાલન કરે છે.

GSEB Solutions Class 11 Biology Chapter 8 કોષ : જીવનનો એકમ

પ્રશ્ન 10.
વિવિધ રંજકકણો એકબીજામાં રૂપાંતરિત થઈ શકે છે ? જો હા, તો એક પ્રકારમાંથી બીજા પ્રકારમાં રૂપાંતર થતાં રંજકકણોના ઉદાહરણ આપો.
ઉત્તર:
હા, રંજકકણો એકબીજામાં રૂપાંતર થઈ શકે છે. સામાન્ય રીતે ત્રણ પ્રકારના રંજકકણો વનસ્પતિકોષમાં જોવા મળે છે. દા.ત., રંગહીન કણો (સંગ્રહ માટે), રંગકણો (રંગીન), હરિતકણો (ખોરાક સંશ્લેષણ માટે – લીલા કણો).

પરિસ્થિતિ આધારિત એક પ્રકારના રંગકણો બીજા પ્રકારમાં રૂપાંતર થાય છે. દા.ત.,
(a) કેપ્સીકમ મરચાં), અંડકના કોષો રંગહીન કણો ધરાવે છે, જયારે અંડક ફળમાં રૂપાંતર થાય છે ત્યારે રંગહીન કણો એ હરિતકણમાં રૂપાંતર થાય છે, જ્યારે ફળ પાકે છે ત્યારે હરિતકણ એ રંગકણોમાં ફેરવાય છે.
(b) બટાટાના પ્રકાંડની કલિકાના રંગહીન કણો જ્યારે સૂર્યપ્રકાશમાં આવે છે, ત્યારે તે હરિતકણમાં ફેરવાય છે.

કેટલાંક કિસ્સામાં હરિતકણો ફળ પાકતી વખતે રૂપાંતર પામે છે. દા.ત., બટાટા, મરચાંમાં લીલામાંથી લાલ રંગમાં ફેરવાય છે. ક્લોરોફિલ અને આધારક નાશ પામવાને કારણે આવું બને છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *