Computer Class 11 GSEB Solutions Chapter 2 ઍનિમેશન ટૂલ : સીગિ

Students frequently turn to Computer Class 11 GSEB Solutions and GSEB Computer Textbook Solutions Class 11 Chapter 2 ઍનિમેશન ટૂલ : સીગિ for practice and self-assessment.

GSEB Computer Textbook Solutions Class 11 Chapter 2 ઍનિમેશન ટૂલ : સીગિ

પ્રશ્ન 1.
થરિંગ ટૂલ્સ એટલે શું? જુદાં જુદાં થિરંગ ટૂલની યાદી બનાવો.
ઉત્તરઃ
મલ્ટિમીડિયાના મૂળભૂત ઘટકો જેવા કે લખાણ, ધ્વનિ, ચિત્ર, વીડિયો અને ઍનિમેશનનો ઉપયોગ કરીને કોઈ પણ વિષય ઉપર રજૂઆત તૈયાર કરવા માટે ઉપયોગી પ્રોગ્રામને ઑથરિંગ ટૂલ્સ કહે છે.

ઑથરિંગ ટૂલ્સ ત્રણ પ્રકારનાં હોય છે :

  1. કાર્ડ કે પૃષ્ઠ આધારિત,
  2. આઇકન અને ઘટના આધારિત અને
  3. સમય આધારિત.

જુદાં જુદાં ઑરિંગ ટૂલની યાદી નીચે દર્શાવેલ છે :

  1. Hyper Card, Multimedia Toolbox – કાર્ડ કે પૃષ્ઠ આધારિત
  2. Authorware, IconAuthor – આઇકન અને ઘટના આધારિત
  3. Pencil, Flash, Director, Synfig – સમય આધારિત

પ્રશ્ન 2.
ગ્રેડિયન્ટ ટૂલનો હેતુ જણાવો. આ પ્રકરણમાં આપેલા ગ્રેડિયન્ટના ચાર પ્રકાર જણાવો.
ઉત્તરઃ
કોઈ પણ ઑબ્જેક્ટમાં બે કે વધુ રંગોની એકસરખી સંક્રમિત અસર આપવા માટે ગ્રેડિયન્ટ ટૂલ વપરાય છે.

ગ્રેડિયન્ટ ટૂલના ચાર પ્રકાર છે :

  1. લિનિયર,
  2. રેડિયલ,
  3. કોનિકલ અને
  4. સ્પાઇરલ

Computer Class 11 GSEB Solutions Chapter 2 ઍનિમેશન ટૂલ : સીગિ

પ્રશ્ન 3.
ટૂલ બૉક્સ વિન્ડોની ત્રણ પૅલેટ ટૂંકમાં સમજાવો.
ઉત્તરઃ
ટૂલ બૉક્સ (Toolbox) : આકૃતિ માં
Computer Class 11 GSEB Solutions Chapter 2 ઍનિમેશન ટૂલ સીગિ 1
દર્શાવ્યા મુજબ ટૂલ બૉક્સ એ મુખ્ય વિન્ડો છે. જેમાં સિસ્ટમ મેનૂ અને ચિત્રો (Artwork) બનાવવા અને સુધારવા માટેનાં સાધનો હોય છે.

  • ટૂલ બૉક્સને બંધ કરવાથી સીન્કિંગ વિનિયોગ પણ બંધ થઈ જાય છે.
  • ટૂલ બૉક્સની મદદથી નીચેનાં કાર્યો કરી શકાય છે :
    1. નવી ફાઈલ બનાવી શકાય છે.
    2. સંગ્રહ કરેલી ફાઈલ ખોલી શકાય છે.
    3. ફાઈલનો સંગ્રહ કરી શકાય છે.
    4. ફાઈલની લાક્ષણિકતાઓ (Properties) ગોઠવી શકાય છે.
    5. Circle, Rectangle, Transform અને અન્ય ટૂલ્સની મદદથી ઑબ્જેક્ટ બનાવી તથા સુધારી શકાય છે.

ટૂલ બૉક્સ વિન્ડોની પૅલેટ : ટૂલ બૉક્સ વિન્ડો ત્રણ ક્ષેત્ર (Area) અથવા પૅલેટ(Palette)માં વહેંચાયેલી હોય છે :

    1. ઉપરની પૅલેટ,
    2. વચ્ચેની પૅલેટ અને
    3. સૌથી નીચેની પૅલેટ.
  •  ઉપ૨ની પૅલેટમાં ફાઈલ બનાવવા માટે, સંગૃહીત ફાઈલ ખોલવા માટે, વર્તમાન કે તમામ ફાઈલોનો સંગ્રહ કરવા માટે, હાલમાં કરેલ કાર્ય રદ કરવા માટે (Undo) કે ફરી કરવા માટે (Redo) તથા ગોઠવણી માટેના ડાયલૉગ બૉક્સ ખોલવા અને મદદ મેળવવા માટેનાં બટન આપેલાં હોય છે.
  • વચ્ચેની પૅલેટમાં Circle, Rectangle, Transform વગેરે જેવા ઑબ્જેક્ટની રચના કરવા તથા સુધારવા માટેનાં ટૂલ્સ આપવામાં આવ્યા હોય છે.
  • સૌથી નીચેની પૅલેટમાં નવા લેયર માટેની પૂર્વનિર્ધારિત ગોઠવણો સમાયેલી હોય છે. જેમ કે,
    1. Foreground and Background Color
    2. Brush size
    3. Blend Method
    4. Opacity
    5. Gradient
    6. Interpolation
  • અહીં Opacity લેયરની દૃશ્યતાનું નિયંત્રણ કરે છે.
    શૂન્ય (0) → લેયર અદૃશ્ય છે.
    એક (1) → લેયર દૃશ્ય છે.

પ્રશ્ન 4.
મહત્ત્વની પૅનલ અને તેની કાર્યપદ્ધતિની યાદી બનાવો.
ઉત્તર:
(3) પૅનલ (Panels) : સીન્ફિગમાં લેયર, પેરામીટર, હિસ્ટ્રી વગેરે જેવી જુદા જુદા પ્રકારની મૅનલ હોય છે.

  • યોજનાના ચોક્કસ ઘટકો માટેની માહિતી અને ટૂલ્સ પૅનલમાં આપવામાં આવે છે.
  • જો અકસ્માતે કોઈ પૅનલ બંધ થઈ જાય, તો ટૂલ બૉક્સમાંથી File → Panels વિકલ્પ દ્વારા જરૂરી પૅનલ ફરી ખોલી શકાય છે.
  • આકૃતિ તથા માં શિરોલંબ અને સમક્ષિતિજ સ્વરૂપે ગોઠવાયેલી મૅનલ દર્શાવેલ છે.

Computer Class 11 GSEB Solutions Chapter 2 ઍનિમેશન ટૂલ સીગિ 2
Computer Class 11 GSEB Solutions Chapter 2 ઍનિમેશન ટૂલ સીગિ 2

  • કેટલીક મહત્ત્વની વૅનલનાં કાર્યો નીચે મુજબ છેઃ
    1. લેયર્સ પૅનલ (Layers Panel) : તે હાલના કાર્યરત કૅનવાસનું લેયર દર્શાવે છે.
    2. પેરામ્સ પૅનલ (Params Panel) : તે વર્તમાન લેયરના પ્રાચલ (Parameter) દર્શાવે છે. જ્યારે એકથી વધુ લેયરની પસંદગી કરવામાં આવી હોય ત્યારે તમામ લેયરના સામાન્ય પ્રાચલ દર્શાવવામાં આવે છે.
    3. ટૂલ ઑપ્શન્સ પૅનલ (Tool Options Panel) : તે હાલમાં પસંદ કરવામાં આવેલા ટૂલના વિકલ્પો દર્શાવે છે.
    4. નૅવિગેટર (Navigator) : તે હાલમાં પસંદ કરેલા કૅનવાસનો દેખાવ લઘુ સ્વરૂપે (Thumbnail) દર્શાવે છે. તેનો દેખાવ વિસ્તારી (Zoom) ઇચ્છિત ભાગ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે.
    5. હિસ્ટ્રી પૅનલ (History Panel) : ફાઈલમાં સુધારા કરતી વખતે ઉપયોગમાં લેવામાં આવેલી તમામ ક્રિયાઓની નોંધ અહીં રાખવામાં આવે છે. તમામ ક્રિયાઓની યાદીમાં ગયા વગર ચેક બૉક્સ કૉલમની મદદથી પસંદગીની ક્રિયા રદ કરી શકાય છે. કોઈ ક્રિયા કે ક્રિયાના જૂથને તેના ચેક બૉક્સ પર માત્ર ક્લિક કરીને અન-ડુ (Undo) કે રી-ડુ (Redo) કરી શકાય છે.

Computer Class 11 GSEB Solutions Chapter 2 ઍનિમેશન ટૂલ : સીગિ

Computer Class 11 GSEB Notes Chapter 2 ઍનિમેશન ટૂલ : સીગિ

પરિચય (Introduction)
મલ્ટિમીડિયા રજૂઆતની રચના કરવા માટે મલ્ટિમીડિયા ઑથરિંગ ટૂલ્સ(Multimedia Authoring Tools)ના નામે ઓળખાતા વિનિયોગ પ્રોગ્રામની જરૂર પડે છે. આ ઑરિંગ વિનિયોગો લખાણ, ચિત્રો, ધ્વનિ, વીડિયો અને ઍનિમેશન જેવા મલ્ટિમીડિયા ઘટકોની ગોઠવણ કરવા માટે મહત્ત્વનું માળખું પૂરું પાડે છે.

મલ્ટિમીડિયા ઑથરિંગ ટૂલ્સ વર્ગીકરણ
સામાન્ય રીતે ઑથરિંગ ટૂલ્સને નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય છે :
(1) કાર્ડ અથવા પૃષ્ઠ આધારિત ટૂલ્સ
(2) આઇકન અને ઘટના (Event) આધારિત ટૂલ્સ
(3) સમય આધારિત ટૂલ્સ

(1) કાર્ડ અથવા પૃષ્ઠ આધારિત ટૂલ્સઃ કાર્ડ અથવા પૃષ્ઠ આધારિત ટૂલ્સમાં ઘટકોને પુસ્તકનાં પાનાં કે કાર્ડના ઢગલા સ્વરૂપે ગોઠવવામાં આવે છે. ઑરિંગ ટૂલ આ પાનાંને શ્રેણીમાં ગોઠવે છે.

  • જુદા જુદા ઘટકોને પુસ્તકનાં પાનાં સ્વરૂપે સ્વતંત્ર રીતે દર્શાવવાના હોય ત્યારે આ પ્રકારનાં ટૂલ્સ ઉપયોગી છે.
  • Hyper Card અને Multimedia Toolbox એ કાર્ડ અથવા પૃષ્ઠ આધારિત ઑરિંગ ટૂલનાં ઉદાહરણ છે.

(2) આઇકન અને ઘટના (Event) આધારિત ટૂલ્સઃ આઇકન અને ઘટના આધારિત ઑરિંગ ટૂલમાં ઘટકોને માળખાકીય ગોઠવણ અથવા પ્રક્રિયાના સ્વરૂપે ગોઠવવામાં આવે છે.

  • અહીં ઘટના (Event) અથવા કાર્યો (Task) માટે ફ્લો ચાર્ટ બનાવવામાં આવે છે અને ત્યારબાદ માળખા પ્રમાણે તેમાં ઘટકો ઉમેરવામાં આવે છે.
  • આઇકન અને ઘટના આધારિત ઑથરિંગ ટૂલ્સમાં Authorware અને IconAuthor જેવાં સૉફ્ટવેરનો સમાવેશ કરવામાં આવે છે.

(3) સમય આધારિત ટૂલ્સઃ સમય આધારિત ઑથરિંગ ટૂલ્સમાં ઘટકોને સમયરેખા (ટાઇમલાઇન) દ્વારા ગોઠવવામાં આવે છે. જે સંદેશને પ્રારંભ અને અંત હોય તેવા કિસ્સામાં આ ઉપયોગી છે.

  • ઘટના સમય અને સ્થાન મુજબ અહીં ઘટકોને દર્શાવવામાં આવે છે.
  • સમય આધારિત ઑથરિંગ ટૂલ્સ સૌથી વધુ પ્રચલિત છે.
  • Synfig, Pencil, Flash અને Director એ સમય આધારિત ઑથરિંગ ટૂલ્સનાં કેટલાંક ઉદાહરણ છે.

પેન્સિલ (Pencil)

  • ઇન્ટરનેટ પર સરળતાથી ઉપલબ્ધ એવા કેટલાક ઓપનસોર્સ ઍનિમેશન ટૂલ્સમાં ‘પેન્સિલ’ અને ‘સીન્ફિગ’નો સમાવેશ થાય છે.
  • બીટમૅપ અને સદિશ એમ બંને પ્રકારનાં ચિત્રો માટે પરંપરાગત હસ્તચિત્રિત ઍનિમેશન બનાવવા માટે પેન્સિલ નામના દ્વિ-પરિમાણીય ઍનિમેશન સૉફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે.
  • પેન્સિલ સૉફ્ટવેર http://www.pencil-animation. org પરથી નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે.
  • પેન્સિલ સૉફ્ટવેર વિન્ડોઝ, લિનક્સ અને મેક જેવી ઘણી ઑપરેટિંગ સિસ્ટમ માટે ઉપલબ્ધ છે.
  • આકૃતિ માં પેન્સિલ સૉફ્ટવેરનો કાર્યવિસ્તાર દર્શાવેલ છે.
  • પદાર્થ ચિત્ર(Object drawing)ને બદલે મુક્તહસ્ત ચિત્ર(Freehand drawing)માં પારંગત હોય તેવી વ્યક્તિ પેન્સિલ ઍનિમેશન સૉફ્ટવેરમાં સારા ઍનિમેશન તૈયાર કરી શકે છે.

Computer Class 11 GSEB Solutions Chapter 2 ઍનિમેશન ટૂલ સીગિ 4

Computer Class 11 GSEB Solutions Chapter 2 ઍનિમેશન ટૂલ : સીગિ

સીન્ફિગ સ્ટુડિયો (Synfig Studio)

  • સીન્કિંગ સ્ટુડિયો એ સમય આધારિત મલ્ટિમીડિયા ઑથિરંગ ટૂલ છે.
  • સીન્ફિગ સ્ટુડિયો એ ઓપનસોર્સ સૉફ્ટવેર છે અને તે ઇન્ટરનેટ પરથી http://www.synfig.org સાઇટ પરથી નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે.
  • સીન્ફિગ સ્ટુડિયો એ GNU GPL (General Public Licence) હેઠળ ઈ. સ. 2005માં રજૂ કરવામાં આવેલું.
  • સીન્ફિગ એક દ્વિ-પરિમાણીય સદિશ ઍનિમેશન સૉફ્ટવેર છે.
  • સીન્ફિગ લિનક્સ, વિન્ડોઝ અને MacOSX જેવી વિવિધ ઑપરેટિંગ સિસ્ટમ માટે ઉપલબ્ધ છે.
  • સીન્ફિગની આવૃત્તિ નીચે દર્શાવેલ છે :
સૌપ્રથમ 0.61.05
અદ્યતન 0.63.05
  • સીન્ફિગ, ઉબન્ટુ લિનક્સમાં પ્રસ્થાપિત કર્યા બાદ Applications મેનૂમાં Graphics વિકલ્પમાં ઉપલબ્ધ બને છે.
  • સીફિંગ ઍનિમેશનને XML (Extensible Markup Language) ફાઈલ સ્વરૂપમાં સાચવે છે અને કેટલીક વાર gzip નામના સંકોચન સૉફ્ટવેર દ્વારા સંકુચિત બનાવે છે.
  • gzip એ GNU zipનું ટૂંકું રૂપ છે.
  • સીન્ફિગ ફાઈલના એક્સ્ટેન્શન નીચે દર્શાવેલ છે :
સંકોચન રહિત (Uncompressed) સ્વરૂપમાં .sif
સંકુચિત (Compressed) સ્વરૂપમાં .sifz

પ્રારંભ (Getting Started)

  • સીન્કિંગ શરૂ કરવા માટે Applications → Graphics → Synfig મેનૂ-વિકલ્પ પસંદ કરવામાં આવે છે.
  • જ્યારે સીન્ફિગ સ્ટુડિયો શરૂ કરવામાં આવે ત્યારે તે એક જ વિન્ડો દ્વારા ન ખૂલતા ડેસ્કટૉપ પર અનેક સ્વતંત્ર વિન્ડો રજૂ કરે છે.
  • આકૃતિ માં દર્શાવ્યા મુજબ તેની વિન્ડોને પૂર્વનિર્ધારિત રચના દ્વારા ગોઠવવી હોય, તો Toolbox → File Menu → Panels Reset Windows to Original Layout વિકલ્પ પસંદ કરી શકાય છે.

Computer Class 11 GSEB Solutions Chapter 2 ઍનિમેશન ટૂલ સીગિ 5

  • આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે સીન્ફિગ કાર્યક્ષેત્રમાં

(1) ટૂલ બૉક્સ (Toolbox),
(2) કૅનવાસ (Canvas) અને
(3) પૅનલ(Panel)નો સમાવેશ થાય છે.

(2) કૅનવાસ (Canvas) : જ્યારે નવી યોજના માટે નવી ફાઈલ ખોલવામાં આવે છે ત્યારે સ્ક્રીન પર કૅનવાસ વિન્ડો દેખાય છે.

  • આકૃતિ માં દર્શાવ્યા મુજબ કૅનવાસને કાર્યક્ષેત્રનાં મધ્ય ભાગમાં ગોઠવવામાં આવે છે.

Computer Class 11 GSEB Solutions Chapter 2 ઍનિમેશન ટૂલ સીગિ 5

  • કૅનવાસમાં ઍનિમેશન બનાવવા માટેનાં ચિત્રો (Artwork) ઉમેરવામાં આવે છે.
  • આકૃતિ માં બતાવ્યા મુજબ કૅનવાસમાં રાખોડી ચોખંડાની ભાત ધરાવતો વિસ્તાર છે, તેને કાર્યવિસ્તાર કહે છે. તેમાં વિવિધ ઘટક લેયર બનાવવામાં આવે છે.
  • કૅનવાસની ઉપરના ડાબી બાજુના ખૂણા પર એક કાળું અને નાનું ત્રિકોણાકાર બટન જોવા મળે છે, જેને કૅરેટ (Caret) v તરીકે ઓળખવામાં આવે છે.
  • કૅરેટ (Caret) ઉપર ક્લિક કરવાથી કૅનવાસ મેનૂ ખૂલે છે, જેના દ્વારા સીન્ફિગની અધિકાંશ સેવાઓનો ઉપયોગ કરી શકાય છે.

Computer Class 11 GSEB Solutions Chapter 2 ઍનિમેશન ટૂલ : સીગિ

નવી ફાઈલ બનાવવી (Creating New File)

  • સીન્ફિગમાં નવી ફાઈલની રચના કરવા માટે નીચે જણાવેલાં પગલાંને અનુસરોઃ
    પગલું 1 : Toolbox→New File વિકલ્પ પસંદ કરો.
    (નોંધ :  જ્યારે સીન્ફિગ શરૂ કરવામાં આવે છે ત્યારે આપોઆપ નવી ફાઈલની રચના કરવામાં આવે છે.)
    પગલું 2 : Caret→Edit→Properties પસંદ કરો.
    આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણેનું ડાયલૉગ બૉક્સ ખૂલશે.

Computer Class 11 GSEB Solutions Chapter 2 ઍનિમેશન ટૂલ સીગિ 5

  • અહીં ફાઈલનું નામ આપી ઍનિમેશનની સમજૂતી ઉમેરી શકાય છે.
  • આ વિન્ડોમાં ત્રણ ટૅબ જોવા મળે છે :
    1. Image,
    2. Time અને
    3. Other.
      Image:આ ટૅબનો ઉપયોગ કરી ચિત્રનું કદ અને વિસ્તાર ગોઠવી શકાય છે.
      Time: આ ટૅબના ઉપયોગ દ્વારા આરંભ સમય, સમાપ્તિ સમય અને દર સેકન્ડે પસાર થતી ફ્રેમની સંખ્યા (Frame per second) નિયંત્રિત કરી શકાય છે.
  • ઉપર દર્શાવ્યા મુજબના યોગ્ય તથા જરૂરી ફેરફાર કરી OK બટન પર ક્લિક કરવાથી ફેરફારોનો સંગ્રહ કરવામાં આવશે.
  • ફાઈલની રચના કરી તેની લાક્ષણિકતાઓ ગોઠવી લીધા બાદ ચિત્ર (Artwork) અને ઍનિમેશન બનાવવાનું શરૂ કરી શકાય છે.

સીન્ફિગના વિવિધ ઉપયોગી ટૂલ્સ (Useful tools of Synfig)

  • મલ્ટિમીડિયા યોજના અંતર્ગત ચિત્રો (Artwork) અને ઍનિમેશનની રચના કરવા માટે ટૂલ્સ મદદરૂપ બને છે.
  • ઑબ્જેક્ટ બનાવવા અને તેમાં ફેરફાર કરવા માટે સીન્ફિગમાં ઘણાં બધાં ટૂલ્સ ઉપલબ્ધ છે. આકૃતિ માં આ ટૂલ્સ દર્શાવેલ છે.

Computer Class 11 GSEB Solutions Chapter 2 ઍનિમેશન ટૂલ સીગિ 9

  • દરેક ટૂલને પોતાના વિકલ્પો અને પ્રાચલોનું જૂથ હોય છે.
  • ટૂલ્સના વિકલ્પોને Tool Options પૅનલમાં દર્શાવવામાં આવે છે અને પ્રાચલોને પેરામ્સ (Params) પૅનલમાં દર્શાવાય છે.
  • જ્યારે ચોક્કસ ટૂલ પસંદ કરવામાં આવે ત્યારે તે ટૂલ માટે ઉપલબ્ધ વિકલ્પોને Tool Options પૅનલમાં દર્શાવવામાં આવે છે.
  • હવે, આપણે ઑબ્જેક્ટની રચના કરવા માટે ઉપયોગી ટૂલ્સની ચર્ચા કરીએ.

સર્કલ ટૂલ (Circle Tool)

  • વર્તુળ માટેના નવા લેયરની રચના કરવા માટે સર્કલ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે.
  • સર્કલ લેયર વર્તુળને રજૂ કરે છે.
  • વર્તુળનાં બે અગત્યનાં પ્રાચલો છેઃ
    1. કેન્દ્રબિંદુ અને
    2. ત્રિજ્યા.

Computer Class 11 GSEB Solutions Chapter 2 ઍનિમેશન ટૂલ સીગિ 10

  • વર્તુળ દોરવા માટે સર્કલ ટૂલ પસંદ કરો. પછી આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે કાર્યક્ષેત્રમાં વર્તુળના કેન્દ્ર માટે ક્લિક કરી ત્રિજ્યા પસંદ કરવા માટે માઉસને ડ્રગ કરો.
  • Tool Options પૅનલનો ઉપયોગ કરી સર્કલ લેયરનું નામ બદલી શકાય છે તથા ચેક બૉક્સનો ઉપયોગ કરી સીમારેખા (Outline) માટેનું લેયર ઉમેરી શકાય છે, જે વર્તુળ ફરતે સીમારેખા દર્શાવશે.

વર્તુળની ત્રિજ્યા વધારવી કે વર્તુળને ખસેડવું (Increasing radius of Circle or Moving Circle)
Computer Class 11 GSEB Solutions Chapter 2 ઍનિમેશન ટૂલ સીગિ 11

  • આકૃતિ માં દર્શાવ્યા મુજબ ‘ડક’ (Duck) પર ક્લિક કરી માઉસ ડ્રગ કરવાથી વર્તુળની ત્રિજ્યા બદલી શકાય છે અથવા વર્તુળને ખસેડી પણ શકાય છે.
  • જો ડક દશ્યમાન ન હોય, તો Transform ટૂલ પર ક્લિક કરવાથી ડક્સ જોઈ શકાય છે.
  • ‘ડક’ એ લેયરનાં કેટલાંક પ્રાચલોનું નિયંત્રણ કરવા માટેના હાથા (હૅન્ડલ) છે. દા. ત., વર્તુળને બે ‘ડક્સ’ હોય છે :
    1. વર્તુળના કેન્દ્રનું સ્થાન નિયંત્રિત કરવા માટેનું અને
    2. વર્તુળની ત્રિજ્યાનું નિયંત્રણ કરવા માટેનું.
  • ડક જુદા જુદા રંગોમાં દર્શાવાય છે અને દરેક રંગનો નિશ્ચિ ત અર્થ હોય છે. રંગ પ્રમાણે ડકનાં કાર્યો નીચે ટેબલમાં દર્શાવેલ છે :
ક્રમ ડકનો રંગ કાર્ય
1. લીલો ઑબ્જેક્ટનું સ્થાન બદલવાનું
2. ભૂરો વર્તુળની ત્રિજ્યા બદલવાનું
3. કેસરી શિરોબિંદુનું સ્થાન બદલવાનું
4. પીળો વક્ર બદલવાનું
5. ઘેરો ભૂરો સ્ટારમાં ખૂણો બદલવાનું

Computer Class 11 GSEB Solutions Chapter 2 ઍનિમેશન ટૂલ : સીગિ

રેટૅન્ગલ ટૂલ (Rectangle Tool)

  • રેટૅન્ગલ ટૂલ દ્વારા લંબચોરસ માટેના લેયરની રચના કરી શકાય છે.
  • આકૃતિ માં દર્શાવ્યા મુજબ લંબચોરસના એક ખૂણાની પસંદગી કરવા માટે ક્લિક કરવામાં આવે છે અને તેની સામેના ખૂણા સુધી માઉસ-પૉઇન્ટરને ડ્રગ કરવામાં આવે છે.
  • લંબચોરસમાં ફેરફાર કરવા માટે તેના ડકને પસંદ કરી ડ્રગ કરી શકાય છે.

Computer Class 11 GSEB Solutions Chapter 2 ઍનિમેશન ટૂલ સીગિ 12

સ્ટાર અને પૉલિગોન ટૂલ (Star and Polygon Tool)

  • સ્ટાર અને બહુકોણ માટેનાં લેયરની રચના કરવા માટે સ્ટાર અને પૉલિગોન ટૂલનો ઉપયોગ કરી શકાય છે.
  • પૉલિગોન ટૂલ વડે બહુકોણની રચના કરી શકાય છે.
  • બહુકોણને ગમે તેટલાં બિંદુઓનો ઉપયોગ કરી રચી શકાય છે અને છેલ્લે પ્રથમ બિંદુ પર ક્લિક કરી તેને પૂર્ણ કરી શકાય છે. (જુઓ આકૃતિ )

Computer Class 11 GSEB Solutions Chapter 2 ઍનિમેશન ટૂલ સીગિ 13

બીલાઇન ટૂલ (BLine Tool)

  • ગમે તેટલી સંખ્યાનાં બિંદુઓ અને વક્રો સાથેનો ઑબ્જેક્ટ બનાવવા માટે બીલાઇન ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે.
  • બીલાઇન ટૂલ પર ક્લિક કરી બિંદુઓ ઉમેરવાનું શરૂ કરો.
  • ઑબ્જેક્ટને પૂર્ણ કરવા માટે છેલ્લા બિંદુ પર રાઇટ ક્લિક કરવામાં આવે છે.
  • ચિત્રને ત્યારબાદ ડકની મદદથી સુધારી શકાય છે. (જુઓ આકૃતિ )

Computer Class 11 GSEB Solutions Chapter 2 ઍનિમેશન ટૂલ સીગિ 14

ડ્રૉ ટૂલ (Draw Tool)

  • ડ્રૉ ટૂલ એ ચિત્ર દોરવા માટેનું સૌથી સામાન્ય ટૂલ છે.
  • આ ટૂલનો ઉપયોગ કરી માઉસની મદદથી ચિત્ર દોરી શકાય છે. (જુઓ આકૃતિ)

Computer Class 11 GSEB Solutions Chapter 2 ઍનિમેશન ટૂલ સીગિ 15

Computer Class 11 GSEB Solutions Chapter 2 ઍનિમેશન ટૂલ : સીગિ

ફિલ ટૂલ (Fill Tool)

  • ઑબ્જેક્ટનો રંગ બદલવા માટે ફિલ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે.
  • ઑબ્જેક્ટમાં રંગ ભરવા માટે કલર પૅલેટમાંથી પસંદગી મુજબનો રંગ પસંદ કરો. ફિલ ટૂલને પસંદ કરી ઑબ્જેક્ટ પર ક્લિક કરો.
  • આ ટૂલ નીચે જણાવેલ લેયરને અસર કરે છે :
    1. વર્તુળ (Circle),
    2. લંબચોરસ (Rectangle),
    3. બહુકોણ (Polygon),
    4. સ્ટાર (Star),
    5. વિસ્તાર (Region),
    6. સીમારેખા (Outline) અને
    7. ચેકર બોર્ડ (Checker board).

આઇડ્રૉપ ટૂલ (Eyedrop Tool)

  • કાર્યક્ષેત્રમાંથી રંગ પસંદ કરવા માટેની સુવિધા આઇડ્રૉપ ટૂલ પૂરી પાડે છે.
  • આઇડ્રૉપ ટૂલ પસંદ કરી કાર્યક્ષેત્રના કોઈ પણ ભાગ પર ક્લિક કરવાથી ત્યાં આવેલ રંગને વર્તમાન ફૉરગ્રાઉન્ડ (Foreground) રંગ તરીકે પસંદ કરવામાં આવશે.

ગ્રેડિયન્ટ ટૂલ (Gradient Tool)

  • ઑબ્જેક્ટમાં બે કે વધુ રંગોને એકસરખી સંક્રમિત (Transition) અસર એકસાથે પૂરવા માટે ગ્રેડિયન્ટ ટૂલ ઉપયોગી છે.
  • જ્યારે ગ્રેડિયન્ટ ટૂલ પસંદ કરવામાં આવે ત્યારે આકૃતિ માં દર્શાવ્યા મુજબ ગ્રેડિયન્ટ પ્રકારના વિકલ્પો દર્શાવવામાં આવે છે, જેમાં ગ્રેડિયન્ટ લેયરનું નામ પણ બદલી શકાય છે.

Computer Class 11 GSEB Solutions Chapter 2 ઍનિમેશન ટૂલ સીગિ 16

  • ગ્રેડિયન્ટ ચાર પ્રકારનાં છે :

(1) લિનિયર (Linear),
(2) રેડિયલ (Radial),
(3) કોનિકલ (Conical) અને
(4) સ્પાઇરલ (Spiral).

(1) લિનિયર (Linear) ગ્રેડિયન્ટ: આ પ્રકારનું ગ્રેડિયન્ટ સીધી લીટીમાં ટ્રાન્ઝિશન દર્શાવે છે.
ફૉરગ્રાઉન્ડ અને બૅકગ્રાઉન્ડ રંગ પસંદ કરી, ગ્રેડિયન્ટ શરૂ કરવાનું હોય તે સ્થાન પર ક્લિક કરી, ગ્રેડિયન્ટ પૂરું કરવાનું હોય તે સ્થાન સુધી માઉસ ડ્રગ કરવાથી ગ્રેડિયન્ટની રચના થાય છે. (જુઓ આકૃતિ)
Computer Class 11 GSEB Solutions Chapter 2 ઍનિમેશન ટૂલ સીગિ 17
(2) રેડિયલ (Radial) ગ્રેડિયન્ટ: આ પ્રકારનું ગ્રેડિયન્ટ વર્તુળાકાર રંગો દર્શાવે છે, જેમાં આ વર્તુળોનાં કેન્દ્ર- બિંદુએ ટ્રાન્ઝિશનની અસર ગોઠવવામાં આવે છે. (જુઓ આકૃતિ)
Computer Class 11 GSEB Solutions Chapter 2 ઍનિમેશન ટૂલ સીગિ 18

(3) કોનિકલ (Conical) ગ્રેડિયન્ટ: આ પ્રકારના ગ્રેડિયન્ટને શંકુ (Cone) આકારની ટોચ પરથી નીચેની તરફ દર્શાવવામાં આવે છે.
આ ગ્રેડિયન્ટની અસર વર્તુળના વક્રભાગથી શરૂ થઈ તમામ દિશાઓમાં વિસ્તરે છે. (જુઓ આકૃતિ)
Computer Class 11 GSEB Solutions Chapter 2 ઍનિમેશન ટૂલ સીગિ 19

(4) સ્પાઇરલ (Spiral) ગ્રેડિયન્ટ: આ પ્રકાર ગૂંચળાકાર (સ્પાઇરલ) ગ્રેડિયન્ટ પ્રસ્તુત કરે છે.
અહીં સ્પાઇરલના કેન્દ્રબિંદુને ગોઠવવા ક્લિક કરી તેની સુગઠિતતા (Tightness) નક્કી કરવા માટે માઉસ ડ્રગ કરવામાં આવે છે. (જુઓ આકૃતિ)
Computer Class 11 GSEB Solutions Chapter 2 ઍનિમેશન ટૂલ સીગિ 20

Computer Class 11 GSEB Solutions Chapter 2 ઍનિમેશન ટૂલ : સીગિ

ટેક્સ્ટ ટૂલ (Text Tool)

  • ટેક્સ્ટ લેયરની રચના કરી લખાણ ઉમેરવા માટે ટેક્સ્ટ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે.
  • ટૂલ બૉક્સમાંથી ટેક્સ્ટ ટૂલના આઇકોનને પસંદ કરી કૅનવાસ પર જ્યાં ટેક્સ્ટ લેયરની રચના કરવી હોય તે સ્થાને
    ક્લિક કરો.
  • આકૃતિ માં દર્શાવ્યા મુજબ એક ડાયલૉગ બૉક્સ જોવા મળશે, જેમાં તે લેયરમાં ઉમેરવા માટેનું લખાણ ટાઇપ કરી શકાશે.

Computer Class 11 GSEB Solutions Chapter 2 ઍનિમેશન ટૂલ સીગિ 21

  • આકૃતિ નવું બનાવેલું ટેક્સ્ટ લેયર તેના ડક્સ સાથે દર્શાવે છે. પેરામીટર પૅનલનો ઉપયોગ કરી ઉમેરેલા લખાણને જરૂરિયાત મુજબ બદલી શકાય છે.

Computer Class 11 GSEB Solutions Chapter 2 ઍનિમેશન ટૂલ સીગિ 22

  • ટેક્સ્ટ લેયર માટેની ટૂલ ઑપ્શન (Tool Option) પૅનલ દ્વારા નીચેનાં કાર્યો કરી શકાય છેઃ
    1. નવા લેયર માટેનું નામ પસંદ કરવું.
    2. લખાણ ઉમેરવા એક (Single) અથવા અનેક (Multi) લીટીઓ માટેનું એડિટર પસંદ કરવું.
    3. લખાણનું સમક્ષિતિજ અને શિરોલંબ કદ નક્કી કરવું.
    4. લખાણનું અનુમાપન (Orientation) નક્કી કરવું. પૂર્વનિર્ધારિત અનુમાપન (0.5, 0.5) હોય છે.
    5. ફૉન્ટ પસંદ કરવા.

ઝૂમ ટૂલ (Zoom Tool)
કાર્યક્ષેત્રમાં કોઈ ઑબ્જેક્ટને નજીક લાવીને અથવા તો દૂર લઈ જઈને જોવા માટે ઝૂમ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે.

વિડ્થ ટૂલ (Width Tool)

  • લીટીની પહોળાઈ વધારવા કે ઘટાડવા માટે વિદ્ઘ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે.
  • ચોક્કસ લીટીની પહોળાઈ બદલવા માટે સીમારેખાનું લેયર પસંદ કરી માઉસ-પૉઇન્ટરને તે લીટી પર રાખી, માઉસનું બટન દબાવી આગળ અને પાછળ ફેરવો.
  • કર્સરને જે સ્થાને ફેરવવામાં આવશે, ત્યાં સીમારેખાની પહોળાઈ વધારવામાં આવશે.
  • કર્સર ફેરવતી વખતે “CTRL” કી દબાવી રાખવાથી સીમારેખાની પહોળાઈ ઘટાડી શકાશે.

ટ્રાન્સફૉર્મ ટૂલ (Transform Tool)
પસંદ કરેલા ઑબ્જેક્ટને ખસેડવા (Move), વર્તુળાકારે ફેરવવા (Rotate) કે કદ બદલવા માટે (Scale)ની સુવિધા ટ્રાન્સફૉર્મ ટૂલ દ્વારા પૂરી પાડવામાં આવે છે.

સ્મૂધ મૂવ ટૂલ (Smooth Move Tool)

  • સ્મૂધ મૂવ ટૂલ એ ટ્રાન્સફૉર્મ ટૂલ જેવું જ કાર્ય કરતું ટૂલ છે. સિવાય કે તેમાં એકથી વધુ ડક પસંદ કરવામાં આવે છે.
  • એકથી વધુ ડક પસંદ કરવા માટે CTRL +A કી દબાવી શકાય અથવા લંબચોરસ આકારે માઉસ-પૉઇન્ટરને ડ્રગ કરી તેના દ્વારા બનતા આભાસી લંબચોરસની વચ્ચે આવેલાં તમામ ડક્સ પસંદ કરી શકાય.
  • હવે જો કોઈ પણ ડકને ખસેડવામાં આવશે, તો પસંદ કરેલા તમામ ડક્સ પણ તેની સાથે સ્થાનાંતર પામશે.

સ્કેલ ટૂલ (Scale Tool)
સ્મૂધ મૂવ ટૂલની જેમ જ, અહીં પણ જો એકથી વધુ ડક્સ પસંદ કર્યા બાદ, કોઈ એક ડકને ડ્રગ કરવામાં આવે તો અન્ય તમામ ડક્સના સ્કેલ પસંદ કરેલા ડકના કેન્દ્રને અનુલક્ષીને બદલાય છે.

રોટેટ ટૂલ (Rotate Tool)
સ્મૂધ મૂવ ટૂલ અને સ્કેલ ટૂલની જેમ, જ્યારે અનેક ડક્સ પસંદ કરી તેમાંથી કોઈ એક ડકને ડ્રગ કરવામાં આવશે ત્યારે પસંદ કરેલા તમામ ડક્સ જૂથના કેન્દ્રબિંદુને અનુલક્ષીને વનુંબાર કરશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *