Class 9 Gujarati Textbook Solutions Chapter 20 હરિ! આવોને

Gujarat Board GSEB Std 9 Gujarati Textbook Solutions Chapter 20 હરિ! આવોને Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 9 Gujarati Textbook Solutions Chapter 20 હરિ! આવોને

Class 9 Gujarati Textbook Solutions Chapter 20 હરિ! આવોને Textbook Questions and Answers

હરિ! આવોને સ્વાધ્યાય

1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો :

પ્રશ્ન 1.
ભગવાન માટે ભક્ત આંગણાને કેવી રીતે શોભાવશે?
(A) રંગોળી દોરવા માગે છે. રિવા માગે છે.
(B) ફૂલો વેરવા માગે છે.
(C) રેતી પથરાવવા માગે છે.
(D) પાંદડાં વેરવા માગે છે.
ઉત્તરઃ
(B) ફૂલો વેરવા માગે છે.

પ્રશ્ન 2.
આ લોકગીતમાં હરિને ભોજનમાં શું આપવાનું કહેવાયું છે?
(A) લાપસી
(B) ખમણ
(C) કઢિયેલા દૂધ
(D) શીરો
ઉત્તરઃ
(A) લાપસી

પ્રશ્ન 3.
આ કાવ્યમાં કઈ રમતનો ઉલ્લેખ થયો છે?
(A) કબડ્ડી
(B) ખો-ખો
(C) સોગઠાં
(D) ક્રિકેટ
ઉત્તરઃ
(C) સોગઠાં

પ્રશ્ન 4.
હરિને સૂવા-બેસવા માટે કઈ વ્યવસ્થા નીચેનામાંથી કરવામાં આવી નથી ?
(A) ઢોલિયાની
(B) હીંડોળાની
(C) ખાટની
(D) બાજઠ
ઉત્તરઃ
(D) બાજઠ

2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
હરિને ભોજનમાં શું-શું પીરસવામાં આવશે તે જણાવો.
ઉત્તર :
ભક્ત ભગવાનને ભોજનમાં લાપસી અને કઢિયેલાં દૂધ આપશે. તે મુખવાસમાં એલચી અને પાનનાં બીડાં આપશે.

પ્રશ્ન 2.
શેરીને વાળીને સજ્જ શા માટે કરવામાં આવે છે?
ઉત્તરઃ
ભક્ત ભગવાનને પોતાને ઘેર પધારવાનું નિમંત્રણ આપે છે. તે માટે તે શેરીની સફાઈ કરાવે છે અને આંગણામાં ફૂલ વેરે છે.

3. નીચેના પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર લખો :

પ્રશ્ન 1.
ભક્ત ભગવાનને શું શું આપવાની તૈયારી બતાવે છે તે ગીતના આધારે લખો.

ઉત્તરઃ
ભક્તને ભગવાન પ્રત્યે પ્રેમ છે, એટલે તે ભગવાનનો સત્કાર કરવા ખૂબ રાજી છે. તે કહે છે કે ભગવાન પોતાને ઘેર પધારે તો તે તેમની સુંદર આગતા-સ્વાગતા કરે. તે શેરી વળાવી સજાવે, આંગણામાં ફૂલ વેરે, ભગવાનને મેડીએ ઉતારો આપે. તે ભગવાનને દાડમનું દાતણ અને કરણની ચીપ આપે. તે ભગવાનને ભોજનમાં લાપસી અને કઢિયેલ દૂધ આપે; મુખવાસમાં એલચી અને પાનનાં બીડાં આપે. તે ભગવાનને રમવા માટે સોગઠાંની રમત આપે, પોઢવા માટે ઢોલિયો અને ઝૂલવા માટે હીંડોળાખાટ આપે.

આમ, ભક્ત ભગવાનના સ્વાગતમાં કોઈ કચાશ રાખશે નહિ.

Std 9 Gujarati Textbook Solutions Chapter 20 હરિ! આવોને Additional Important Questions and Answers

હરિ! આવોને પ્રશ્નોત્તર

1. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
હરિ આવોને’ કાવ્યમાં કઈ કઈ દૈનિક ક્રિયાઓ દર્શાવાઈ છે?
ઉત્તરઃ
હરિ આવોને’ કાવ્યમાં દાતણની, નાહવાની, ભોજનની તેમજ સૂવાની દૈનિક ક્રિયાઓ દર્શાવાઈ છે. મુખવાસ અને રમતગમતની ક્રિયાઓ પણ દર્શાવાઈ છે.

2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
હરિને શાનું દાતણ આપવામાં આવશે?
ઉત્તર :
હરિને દાડમનું દાતણ આપવામાં આવશે.

પ્રશ્ન 2.
ભક્ત કોને પોતાને ઘેર પધારવાનું નિમંત્રણ આપે છે?
ઉત્તરઃ
ભક્ત હરિને પોતાને ઘેર પધારવાનું નિમંત્રણ આપે છે.

પ્રશ્ન 3.
હરિને મુખવાસમાં શું આપવામાં આવશે?
ઉત્તર :
હરિને મુખવાસમાં એલચી અને પાનનાં બીડાં આપવામાં આવશે.

પ્રશ્ન 4.
ભક્ત હરિને કેવું દૂધ આપશે?
ઉત્તર :
ભક્ત હરિને કઢિયેલ દૂધ આપશે.

હરિ! આવોને વ્યાકરણ (Vyakaran)

પ્રશ્ન 1.
સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો:
(1) શેરી
(અ) ગલી
(બ) ફળિયું
(ક) ચૉક
ઉત્તરઃ
(બ) ફળિયું

પ્રશ્ન 2.
કઢિયેલ
(અ) ઉકાળેલું
(બ) ઠંડું
(ક) મીઠું
ઉત્તરઃ
(અ) ઉકાળેલું

પ્રશ્ન 3.
નીર
(અ) વીર
(બ) શિર
(ક) પાણી
ઉત્તરઃ
(ક) પાણી

2. આપેલા શબ્દોમાંથી સાચી જોડણી શોધીને લખો:

પ્રશ્ન 1.
(અ) કઢિયેલ
(બ) સેરી
(ક) મૂખવાસ
ઉત્તર :
(અ) કઢિયેલ

પ્રશ્ન 2.
(અ) ઢોલિયો
(બ) ઢોલીયો
(ક) ઢોલિયો
ઉત્તર :
(ક) ઢોલિયો

3. લિંગ શબ્દ ઓળખાવોઃ

પ્રશ્ન 1.
પુંલ્લિંગ શબ્દ ઓળખાવો.
(અ) શેરી
(બ) દાતણ
(ક) ઓરડો
ઉત્તરઃ
(ક) ઓરડો

પ્રશ્ન 2.
સ્ત્રીલિંગ શબ્દ ઓળખાવો.
(અ) ઘર
(બ) દેશ
(ક) શેરી
ઉત્તરઃ
(ક) શેરી

પ્રશ્ન 3.
નપુંસકલિંગ શબ્દ ઓળખાવો.
(અ) ફૂલ
(બ) હરિ
(ક) રમત
ઉત્તરઃ
(અ) ફૂલ

4. વચન બદલો :

પ્રશ્ન 1.
શેરી
(અ) શેરિયો
(બ) શેરીઓ
(ક) શેરીયું
ઉત્તરઃ
(બ) શેરીઓ

પ્રશ્ન 2.
નદી
(અ) નદીઓ
(બ) નદિયો
(ક) નદી
ઉત્તરઃ
(અ) નદીઓ

5. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો?

પ્રશ્ન 1.
ભોજન પછી લેવાતો પદાર્થ
(અ) વિરામ
(બ) મુખવાસ
(ક) વ્યસન
ઉત્તરઃ
(બ) મુખવાસ

પ્રશ્ન 2.
ઝૂલવાનો ખાટલા જેવો હીંચકો
(અ) હીંડોળાખાટ
(બ) પાટ
(ક) ઝૂલો
ઉત્તરઃ
(અ) હીંડોળાખાટ

હરિ! આવોને Summary in Gujarati

હર આવોને કાવ્ય-પરિચય
આ એક જાણીતું લોકગીત છે. આ લોકગીતમાં ભક્ત ભગવાનને પોતાને ઘેર પધારવા હૃદયપૂર્વક નિમંત્રણ આપે છે. તે ભગવાનનું સ્વાગત કેવી રીતે કરશે અને તે માટે શી શી તૈયારીઓ કરશે તેનું વર્ણન આ ગીતમાં કરવામાં આવ્યું છે. આ લોકગીતમાં ભક્તનો ભગવાન માટેનો પ્રેમ વ્યક્ત થયો છે. આપણને આ ગીત વારંવાર ગાવું ગમે તેવું છે.

[This is a well-known folksong. In this folksong a devotee heartily invites God to his home. How he is going to welcome God and what preparations he is going to make are described in this folksong. Great love of the devotee for God is expressed in this folksong. We like to sing it very often.]

હરિ! આવોને કાવ્યની સમજૂતી

હરિ, (હું) શેરી વળાવીને તૈયાર કરું, (તમે) ઘરે આવોને. હરિ, (હું) આંગણામાં ફૂલ વેરું, (તમે) ઘરે આવોને.

(God, I clean the street well, please, come to my home. God, I scatter flowers in my courtyard, please, come to my home.]

(હું) (તમને) રહેવા ઓરડો આપીશ, (તમે) ઘરે આવોને. મેડીનો ઓરડો જ દઈશ, હરિ, (તમે) ઘરે આવોને.

[I will give you a room to live in, please, come to my home. I will give you the room of upper storey, God, please, came to my home.]

(હું) દાડમનું દાતણ આપીશ, (તમે) ઘરે આવોને. (હું) કરેણની ચીપ દઈશ, હરિ, (તમે) ઘરે આવોને.

[I will give you a brush of pomegranate, please, come to my home.

I will give you a strip of ‘karen’ (a flower plant), God, please, come to my home.]

(હું) નાહવા માટે કૂંડી આપીશ, (તમે) ઘરે આવોને. (હું) નદીનાં પાણી દઈશ, હરિ, (તમે) ઘરે આવોને.

[I will give you ‘kundi’ (a vessel) to bathe, please, come to my home. I will give you waters of the river, God, please, come to my home.]

(હું) ભોજનમાં લાપસી આપીશ, (તમે) ઘરે આવોને. (હું) કઢિયેલાં દૂધ જ દઈશ, હરિ, (તમે) ઘરે આવોને,

[I will give you ‘lapsi’ (sweet dinner), please, come to my home. I will give you boiled milk, God, please, come to my home.]

(હું) મુખવાસમાં ઇલાયચી આપીશ, (તમે) ઘરે આવોને. (હું) પચાસ પાનનાં બીડલાં દઈશ, હરિ, (તમે) ઘરે આવોને.

[I will give you cardamom as ‘mukhvas’ (a thing after dinner), please, come to my home.

I will give you fifty bundles of ‘pan’ (leaf), God, please, come to my home.]

(હું) સોગઠાંની રમત રમવા આપીશ, (તમે) ઘરે આવોને. (હું) પાસાની જોડ જ આપીશ, હરિ, (તમે) ઘરે આવોને.

(I will give you chopat to play, please, come to my home. I will give you a pair of dice, God, please, come to my home.]

(હું) પોઢવા માટે ઢોલિયો આપીશ, (તમે) ઘરે આવોને. (હું) હીંડોળાખાટ જ દઈશ, હરિ, (તમે) ઘરે આવોને.

[I will give you a bed to sleep on, please, come to my home. I will give you a swing like cot, God, please, come to my home.]

હરિ! આવોને શબ્દાર્થ (Meanings)

  • શેરી – ફળિયું; street.
  • સજ્જ કરવું – સજીને તૈયાર કરવું; to prepare well.
  • મેડી -મેડો; upper storey.
  • નીર – પાણી; water.
  • ભોજન – જમણ; dinner
  • કઢિયેલ – કઢાયેલું, ઉકાળેલું; boiled.
  • મુખવાસ – ભોજન પછી લેવાતા પદાર્થ; things taken after dinner.
  • એલચી – ઇલાયચી, એક પ્રકારનો સુગંધી તેજાનો; cardamom.
  • હીંડોળાખાટ – ઝૂલવાનો ખાટલા જેવો હીંચકો; a swing like cot.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *