Class 9 Gujarati Textbook Solutions Chapter 12 તો જાણું

   

Gujarat Board GSEB Std 9 Gujarati Textbook Solutions Chapter 12 તો જાણું Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 9 Gujarati Textbook Solutions Chapter 12 તો જાણું

Class 9 Gujarati Textbook Solutions Chapter 12 તો જાણું Textbook Questions and Answers

તો જાણું સ્વાધ્યાય

1. પ્રશ્રની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો :

પ્રશ્ન 1.
શ્રીકૃપણે પહાડ ઊંચક્યો હતો તે હકીકત સ્વીકારવા ગોપી કઈ શરત રાખે છે?
(A) પર્વતારોહણની
(B) પોતાની ગાગર ઉતારવાની
(C) ફરી પહાડ ઊંચકવાની
(D) વાંસળી વગાડવાની
ઉત્તરઃ
(B) પોતાની ગાગર ઉતારવાની

Class 9 Gujarati Textbook Solutions Chapter 12 તો જાણું

પ્રશ્ન 2.
શ્રીકૃષ્ણ કઈ રીતે ગાયો ચરાવતા હતા?
(A) હાકલા-પડકારા કરીને
(B) હાથમાં લાકડી લીધા વગર
(C) ચપટી વગાડતા
(D) ડચકારા દઈ દઈને
ઉત્તરઃ
(D) ડચકારા દઈ દઈને

પ્રશ્ન 3.
ગોપી કઈ વાત ઘરે ઘરે જઈને વખાણવા માગે છે?
(A) ગાયો ચરાવવાની
(B) વાંસળી વગાડવાની
(C) પહાડ ઊંચકવાની
(D) માખણ ચોરવાની
ઉત્તરઃ
(C) પહાડ ઊંચકવાની

પ્રશ્ન 4.
ગોપી કેવા રસ્તા ઉપર ચાલીને ગાગર ભરવા જતી?
(A) કાંટાળી કેડી પર
(B) ડામરની સડક પર
(C) ગામડાની શેરીમાં
(D) ફૂલથી શણગારેલા રસ્તે.
ઉત્તરઃ
(A) કાંટાળી કેડી પર

Class 9 Gujarati Textbook Solutions Chapter 12 તો જાણું

2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
ગોપી પોતાનાં કયાં-કયાં કાર્યોની વાત કરે છે?
ઉત્તર :
ગોપી કાંટાળા રસ્તે આવ-જા કરીને જમુનાનું પાણી ભરી ગાગર માથે મૂકીને લાવે છે. તે સદા હસતી રહે છે.

પ્રશ્ન 2.
કૃષ્ણને ઉદેશી ગોપી શું કહે છે?
ઉત્તર:
કૃષ્ણને ઉદ્દેશીને ગોપી કહે છે કે મારી ગાગર ઉતારો તો જાણું કે તમે ગોવર્ધન પર્વતને ઊંચક્યો હતો. આખો દિવસ હાથમાં વાંસળી રમાડો તેમાં શી મોટી આવડત? ડચકારા દઈને ગાયો ચરાવવી એવું કામ તો અહીં નાનકડો ગોકુળનો છોરો ચપટીમાં કરી નાખે.

3. નીચેના પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર લખો :

પ્રશ્ન 1.
‘તો જાણું’ કાવ્યનું રસદર્શન કરાવો.
ઉત્તર:
“તો જાણું કાવ્ય ગોપીના કૃષ્ણપ્રેમનું દર્શન કરાવે છે; પણ જરા જુદી રીતે. ગોપી શ્રીકૃષ્ણને પડકાર આપતાં કહે છે કે તમે મારી ગાગર ઉતારો તો હું જાણું કે તમે ગોવર્ધન પર્વત ઊંચક્યો હતો! પછી હું ઘેર ઘેર જઈને વખાણ કરું કે તમે ગોવર્ધન પર્વત ઊંચક્યો હતો! તમે આખો દિવસ હાથમાં વાંસળી રમાડો એમાં શું? અમે તો કાંટાળી કેડી પર ગાગર લઈને આવીએ અને પાછા સ્મિત આપીએ! ડચકારા દઈને ગાયો ચરાવવી એવું કામ તો અમારા ગોકુળનો છોરો ચપટીમાં કરી નાખે! તમે મારી ગાગર ઉતારો તો તમે સાચા! આમ, ગાગર ઉતારવાને બહાને ગોપી શ્રીકૃષ્ણનું નેકટ્ય ઝંખે છે.

Class 9 Gujarati Textbook Solutions Chapter 12 તો જાણું

Std 9 Gujarati Textbook Solutions Chapter 12 તો જાણું Additional Important Questions and Answers

તો જાણું પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
“તો જાણું કાવ્યમાં કૃષ્ણ કયાં કયાં કાર્યો કર્યાનો ઉલ્લેખ છે?
ઉત્તર :
તો જાણું’ કાવ્યમાં કૃષ્ણ ગોવર્ધન પર્વત ઊંચક્યો હતો તેનો ઉલ્લેખ છે. વળી, તે વાંસળી વગાડતા અને ગાયો ચરાવતા તેનો પણ ઉલ્લેખ છે.

પ્રશ્ન 2.
“ફરી ફરી નહિ આવે ટાણું એમ ગોપી કેમ કહે છે?
ઉત્તરઃ
માથેથી ગાગર ઉતારવાનો પ્રસંગ આજે આવ્યો છે. આવી પ્રેમ સ્વીકારવાની તક વારંવાર આવતી નથી. તેથી ગોપી કૃષ્ણને કહે છે કે “ફરી ફરી નહિ આવે ટાણું.”

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો ?

પ્રશ્ન 1.
શ્રીકૃષ્ણ કયો પર્વત ઊંચક્યો હતો?
ઉત્તર :
શ્રીકૃષ્ણ ગોવર્ધન પર્વત ઊંચક્યો હતો.

Class 9 Gujarati Textbook Solutions Chapter 12 તો જાણું

પ્રશ્ન 2.
“તો જાણું કાવ્યમાં ગોપી કેવી છે?
ઉત્તરઃ
તો જાણું’ કાવ્યમાં ગોપી કૃષ્ણઘેલી છે.

પ્રશ્ન 3.
ગાગર ઉતારવાને બહાને ગોપી શું ઝંખે છે?
ઉત્તર :
ગાગર ઉતારવાને બહાને ગોપી કૃષ્ણપ્રેમ ઝંખે છે.

પ્રશ્ન 4.
કૃષ્ણ ગોકુળમાં શું કરતા હતા?
ઉત્તર :
કૃષ્ણ ગોકુળમાં ગાયો ચરાવવા જતા હતા.

તો જાણું વ્યાકરણ

1. સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો:

પ્રશ્ન 1.
કેડી
(અ) કીડી
(બ) પગદંડી
(ક) સીડી
ઉત્તરઃ
(બ) પગદંડી

Class 9 Gujarati Textbook Solutions Chapter 12 તો જાણું

પ્રશ્ન 2.
ટાણું
(અ) ભાણું
(બ) કાણું
(ક) અવસર
ઉત્તરઃ
(ક) અવસર

પ્રશ્ન 3.
ગાગર
(અ) સાગર
(બ) ઘડો
(ક) નાગર
ઉત્તરઃ
(બ) ઘડો

2. સાચો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો

પ્રશ્ન 1.
ઝાઝા
(અ) થોડા
(બ) અધૂરા
(ક) સુંદર
ઉત્તરઃ
(અ) થોડા

Class 9 Gujarati Textbook Solutions Chapter 12 તો જાણું

પ્રશ્ન 2.
સ્મિત
(અ) હાસ્ય
(બ) રુદન
(ક) નિંદા
ઉત્તરઃ
(બ) રુદન

પ્રશ્ન 3.
વખાણ
(અ) નિંદા
(બ) નિરાશા
(ક) નકામા
ઉત્તરઃ
(અ) નિંદા

3. આપેલા શબ્દોમાંથી સાચી જોડણી શોધીને લખો:

પ્રશ્ન 1.
(અ) વાસળી
(બ) વાંસળી
(ક) વાંસડી
ઉત્તર:
(બ) વાંસળી

Class 9 Gujarati Textbook Solutions Chapter 12 તો જાણું

પ્રશ્ન 2.
(અ) સ્મિત
(બ) સ્મીત
(ક) સ્મિથ
ઉત્તર:
(અ) સ્મિત

4. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવોઃ
ગાગર, કડી, વખાણ, સ્મિત, વાંસળી, ટાણું
ઉત્તર :
કેડી, ગાગર, ટાણું, વખાણ, વાંસળી, સ્મિત

5. લિંગ શબ્દ ઓળખાવોઃ

પ્રશ્ન 1.
પુંલ્લિંગ શબ્દ ઓળખાવો.
(અ) વાંસળી
(બ) પર્વત
(ક) ચપટી
ઉત્તર :
(બ) પર્વત

Class 9 Gujarati Textbook Solutions Chapter 12 તો જાણું

પ્રશ્ન 2.
સ્ત્રીલિંગ શબ્દ ઓળખાવો.
(અ) કેડી
(બ) ટાણું
(ક) સ્મિત
ઉત્તર :
(અ) કેડી

6. અનુગ શોધો:

પ્રશ્ન 1.
હું તો વહેતી ગંગાને અહીં લાવું.
ઉત્તરઃ
ને

પ્રશ્ન 2.
તમે આખો દિવસ વાંસળીને હાથમાં રમાડો.
ઉત્તરઃ
ને, માં

7. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપોઃ

પ્રશ્ન 1.
પોરો ખાવો
ઉત્તરઃ
થાક ખાવો, આરામ કરવો

Class 9 Gujarati Textbook Solutions Chapter 12 તો જાણું

પ્રશ્ન 2.
ચપટીમાં કામ કરવું
ઉત્તરઃ
સહેલાઈથી કામ કરવું

તો જાણું Summary in Gujarati

તો જાણું કાવ્ય-પરિચય
સુરેશ પુરુષોત્તમદાસ દલાલ (જન્મ : 11-10-1932, મૃત્યુઃ 10-08-2012)

ગોપીને શ્રીકૃષ્ણ માટે ખૂબ પ્રેમ છે. તે હંમેશાં કૃષ્ણને મળવા ઝંખે છે. આ કાવ્યમાં ગોપી કૃષ્ણને પડકાર ફેંકતાં કહે છે કે જો તમે મારા માથેથી ગાગર ઉતારો, તો હું માનું કે તમે પર્વત (ગોવર્ધન) ઊંચક્યો હતો. આ બહાને ગોપી કૃષ્ણનું નૈકટ્ય ઝંખે છે. કવિએ આ નાના મધુર કાવ્યમાં ગોકુળનું અને પ્રેમનું વાતાવરણ વ્યક્ત કર્યું છે.

(Gopi has a great love for Shri Krishna. She always wishes to have company of Krishna.

In this poem Gopi challanges Krishna saying that if he brings down the pot (gagar) from her head, she will believe that he had lifted the mountain (Govardhan). In fact, she wants his attachment. In this small sweet poem, the poet has expressed the atmosphere of Gokul and love.]

કાવ્યની સમજૂતી રાજ, મારી ગાગર (માથેથી) ઉતારો તો જાણે કે તમે પહાડને (ગોવર્ધનને) ઊંચક્યો હતો! રાજ, હું તો ઘેર ઘેર જઈને વખાણું કે તમે પહાડને (ગોવર્ધનને) ઊંચક્યો હતો!

Class 9 Gujarati Textbook Solutions Chapter 12 તો જાણું

(Raj, if you bring down the pot from my head, I will believe that you had lifted the mountain (Govardhan)! Raj, I will go house to house and praise saying that you had lifted the mountain (Govardhan)!)

કાનજી, આખો દિવસ વાંસળીને હાથમાં રમાડો (વગાડો), એમાં શું ડહાપણ? અમે તો કાંટાળી કેડી પર (માથે) ગાગર લઈને આવીએ જઈએ અને સ્મિત આપીએ (ખુશ રહીએ). હું તો વહેતી જમુનાને અહીં લાવું. (પાણી ભરું). રાજ, મારી ગાગર ઉતારો તો જાણે કે તમે પહાડને (ગોવર્ધનને) ઊંચક્યો હતો!

(Kanji, you play a flute in your hand the whole day. What is wisdom in it? We come and go on the thorny trail with pots on our head and give smile (remain happy). I bring flowing Jamuna (water) here : Raj, if you bring down the pot from my head, I will believe that you had lifted the mountain (Govardhan)!

ડચકારા દઈને ગાયો ચરાવવી અને છાંયામાં પોરો ખાઈ લેવો (સરળ છે.) આવું કામ તો અહીં ગોકુળનો નાનો છોકરો પણ ચપટીમાં કરી નાખે. ફરી ફરી ટાણું (ગાગર ઉતારવાનું) નહિ આવે. રાજ, મારી ગાગર (માથેથી) ઉતારો તો જાણે કે તમે પહાડને (ગોવર્ધનને) ઊંચક્યો હતો!

[To graze the cows with the voice dach’ and rest in shade is very easy. Here even a small boy of Gokul can do such work easily. The chance (of bringing down the pot) will not often come. Raj, if you bring down the pot from my head, I will believe that you had lifted the mountain (Govardhan)!]

Class 9 Gujarati Textbook Solutions Chapter 12 તો જાણું

તો જાણું શબ્દાર્થ (Meanings)

  • ગાગર -ઘડો, સાંકડા મોંનું પાણી ભરવાનું વાસણ; pot.
  • ઉતારવું-નીચે લાવવું; to bring down.
  • વખાણવું – પ્રશંસા કરવી; to praise.
  • પહાડ – પહાડ, પર્વત; mountain.
  • વાંસળી – બંસરી; flute.
  • વેતા – ભલીવાર, ડહાપણ, આવડત; knowledge, skill.
  • કેડી – પગદંડી, સાંકડો પગરસ્તો; trail.
  • આણવું – લાવવું; to bring.
  • ડચકારા – ‘ડી’ એવો અવાજ, ગાય one kind of voice dach’.
  • પોરો ખાવો – થાક ખાવો, આરામ કરવો; to rest.
  • ચપટીમાં કામ કરવું – સહેલાઈથી કામ કરવું; to work easily.
  • ટાણું – અવસર, તક; chance.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *