Class 8 Gujarati Textbook Solutions પુનરાવર્તન 3

   

Gujarat Board GSEB Class 8 Gujarati Textbook Solutions પુનરાવર્તન 3 (પાઠ 11થી 16) Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 8 Gujarati Textbook Solutions પુનરાવર્તન 3 (પાઠ 11થી 16)

Class 8 Gujarati Textbook Solutions પુનરાવર્તન 3 (પાઠ 11થી 16) Textbook Questions and Answers

1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :

પ્રશ્ન 1.
બાના હૃદયના સ્નેહનું તમારા શબ્દોમાં વર્ણન કરો.
ઉત્તર :
માટે જુઓ પૃષ્ઠ 5 પ્રશ્ન 1ના પેટાપ્રશ્ન (1)નો ઉત્તર.

Class 8 Gujarati Textbook Solutions પુનરાવર્તન 3

પ્રશ્ન 2.
નવા વર્ષના સંકલ્પોમાં લેખકે માનવીના મનની કઈ નબળાઈને કેન્દ્રમાં રાખીને હાસ્યલેખ સર્યો છે?
ઉત્તર :
માટે જુઓ પૃષ્ઠ 20 પ્રશ્ન 3ના પેટાપ્રશ્ન (1)નો ઉત્તર.

પ્રશ્ન 3.
હર વખત શું માત થઈ જવું દુ:ખોથી ? આ પંક્તિના જવાબમાં કવિ શું કહે છે ?
ઉત્તર :
માટે જુઓ પૃષ્ઠ 34 પ્રશ્ન 7ના પેટાપ્રશ્ન (1)નો ઉત્તર.

પ્રશ્ન 4.
શું નિખિલરાયનું અંજન પ્રત્યેનું વર્તન યોગ્ય છે ? – પાઠના આધારે લખો.
ઉત્તર :
માટે જુઓ પૃષ્ઠ 38 પ્રશ્ન 1ના પેટાપ્રશ્ન (2)નો ઉત્તર.

2. નીચે આપેલ ફકરામાંથી પ્રશ્નો બનાવો :

હિંમતે મર્દા… તો મદદે ખુદા. આ કહેવતને સાર્થક કરતી પ્રવૃત્તિ એટલે સ્કાઉટિંગ – ગાઇડિંગ પ્રવૃત્તિ – તમામ પ્રવૃત્તિઓ કરતાં ભિન્ન પ્રકારની છે. દરેક પ્રવૃત્તિમાં સ્વાર્થ અને બદલાની ભાવના હોય છે. જ્યારે આ પ્રવૃત્તિમાં બદલાની ભાવના વગર નિઃસ્વાર્થ કામ કરવાની વાત છે.

કોઈની આગળ હાથ લંબાવવાની વાત જ નથી. કામ કર્યું જાઓ જોવાવાળો જુએ જ છે. બદલો મળશે જ એ વાત નક્કી જ છે અને તે પ્રમાણે જ થાય છે.
ઉત્તરઃ

  • હિંમતે મર્દા તો મદદે ખુદા’ – આ કહેવતને સાર્થક કરતી કઈ પ્રવૃત્તિ છે?
  • આ પ્રવૃત્તિ અને અન્ય પ્રવૃત્તિ વચ્ચે શો ફરક છે?
  • કામ કરનારને કઈ બાબતની ખાતરી આપવામાં આવી છે?

Class 8 Gujarati Textbook Solutions પુનરાવર્તન 3

3. નીચેના શબ્દોના અર્થ આપો :

પ્રશ્ન અ.

  1. ઉવેખવું
  2. ફિલસૂફી
  3. હુન્નર
  4. અંતેવાસી
  5. મુદ્રાલેખ

ઉત્તરઃ

  1. ઉખેડવું
  2. તત્ત્વજ્ઞાન
  3. કસબ
  4. ચળવળ
  5. ઇચ્છા, ઈરાદો

પ્રશ્ન બ.
નીચેના શબ્દોની જોડણીમાંના દોષો દૂર કરો :

  1. પરીસ્થિતિ
  2. અઠવાડીયૂ
  3. પ્રતીદિન
  4. જાન્યુવારિ
  5. વીશ્વામીત્ર

ઉત્તરઃ

  1. પરિસ્થિતિ
  2. અઠવાડિયું
  3. પ્રતિદિન
  4. જાન્યુઆરી
  5. વિશ્વામિત્ર

Class 8 Gujarati Textbook Solutions પુનરાવર્તન 3

પ્રશ્ન ક.
કોઈ પણ બે વિચાર-પંક્તિઓ પાઠ્યપુસ્તક બહારથી શોધી બંનેના વિચારવિસ્તાર કરો.
ઉત્તરઃ
ટિપાય તો મૃમય ઘાટ થૈ શકે, દટાય તો બીજ વૃક્ષ બની શકે;
સુકાય તો બિંદુ નભે ચડી શકે, સમર્પણે માનવી દેવ થે શકે.

માટી જેમ પિસાય અને ટિપાય તેમ મુલાયમ બને અને તેમાંથી મનગમતો ઘાટ ઘડી શકાય. એ જ રીતે બીજ જમીનમાં દટાય તો જ તેમાંથી અંકુર ફૂટે અને કાળક્રમે તે ફળફૂલથી લચી પડતું વૃક્ષ બને. જળબિંદુ જો સુકાય તો જ તે મેઘ બની શકે.

કેવળ ખાઈપીને અને મોજમજા કરીને માનવી ટેવ ન બની શકે. તે દેશ માટે, સમાજ માટે અને જગતના કલ્યાણ માટે કષ્ટ સહન કરે, ત્યાગ કરે અને કંઈક ન્યોછાવર કરે તો જ તે દેવનું પદ પામી શકે.

આમ માટી, બીજ અને બિંદુના ઉદાહરણ દ્વારા અહીં કવિ માનવીને સમર્પણની ભાવના કેળવવાની શીખ આપે છે. રવિશંકર મહારાજે કહેલું: “ઘસાઈને ઊજળા થઈએ.”

પ્રશ્ન ડ.
નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો :

  1. સમર્થ ………………………
  2. અલિત ………………………
  3. ઇચ્છા ………………………
  4. સંયુક્ત ………………………
  5. પ્રવૃત્તિ ………………………

ઉત્તરઃ

  1. સમર્થ ✗ અસમર્થ
  2. અલિત ✗ અસ્મલિત
  3. ઇચ્છા ✗ અનિચ્છા
  4. સંયુક્ત ✗ વિભક્ત
  5. પ્રવૃત્તિ ✗ નિવૃત્તિ

Class 8 Gujarati Textbook Solutions પુનરાવર્તન 3

4. નીચેની કાવ્યપંક્તિઓનો ભાવાર્થ લખો :

‘હોઈએ ત્યાં હેકતું કરીએ બધુંયે, ઘર, નગર, આખું જગત રળિયાત કરીએ.’
ઉત્તર :
જ્યાં જ્યાં આપણી હાજરી હોય ત્યાં ત્યાં સઘળું આપણા ગુણોથી એવું મહેકતું કરી દઈએ કે જેથી આપણું ઘર, શહેર અને સમગ્ર વિશ્વ એ મહેકથી શોભી ઊઠે.

પ્રશ્ન 2.
પૃથ્વી ઉછંગે ઉછરેલ માનવી,
હું માનવી માનવ થાઉં તો ઘણું.
પ્રસ્તુત પંક્તિઓમાં કવિ કહે છે કે પૃથ્વીમાતાના ખોળામાં ઉછરેલો માનવી ભલે મહાસિદ્ધિ ન પામી શકે, તે માનવતાના ગુણોવાળો “માનવી’ બને તો એટલું પણ પૂરતું છે.

આપણે માનવી તરીકે જન્મ્યા છીએ તો સાચા માનવ બનીએ. મહાન સિદ્ધિ હાંસલ કરવી એ મનુષ્યના હાથની વાત નથી. બધા માનવીઓ મહાસિદ્ધિ મેળવી શકતા નથી. પરંતુ “માનવ’ થવું એ માનવીના હાથની વાત છે.

મહાસિદ્ધિ હાંસલ કરનારા માનવીમાં પણ જો દયા, પ્રેમ, ઉદારતા, પ્રામાણિકતા, સત્યનિષ્ઠા અને સેવાભાવના જેવા, સાચા માનવના ગુણો ન હોય તો તે ખરો માનવ’ નથી. મનુષ્ય ભલે દાક્તર બને, વકીલ બને, ઇજનેર બને કે વિજ્ઞાની બને, પરંતુ તે “માનવ’ ન બને તો તેની કિંમત એકડા વિનાના મીંડા જેવી છે.

Class 8 Gujarati Textbook Solutions પુનરાવર્તન 3

આપણે સાચા માનવ બનીને ધરતીમાતાનું ઋણ ચૂકવીએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *