Class 8 Gujarati Textbook Solutions Chapter 16 સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે !

Gujarat Board GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 16 સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે ! Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 8 Gujarati Textbook Solutions Chapter 16 સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે!

Class 8 Gujarati Textbook Solutions Chapter 16 સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે ! Textbook Questions and Answers

સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે ! અભ્યાસ

1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી સામેના [ ] માં દર્શાવા :

પ્રશ્ન 1.
કાવ્યમાં શાનો મહિમા થયો છે?
(ક) રાજાની પ્રજાવત્સલતાનો
(ખ) રાજા-મિત્રની મૈત્રીનો
(ગ) રાજારાણીના પ્રેમનો
(ઘ) રાજા અને ભક્તવત્સલનો
ઉત્તરઃ
(ખ) રાજા-મિત્રની મૈત્રીનો

Class 8 Gujarati Textbook Solutions Chapter 16 સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે !

પ્રશ્ન 2.
મૃદંગ શબ્દનો અર્થ દર્શાવો.
(ક) બંને બાજુ વગાડી શકાય એવું ઢોલક જેવું વાદ્ય
(ખ) તંતુવાદ્ય-વીણા
(ગ) મુખેથી વગાડવાનું વાજું
(ઘ) હાથથી વગાડવાનું વાજું
ઉત્તરઃ
A. બંને બાજુ વગાડી શકાય એવું એક વાદ્ય

પ્રશ્ન 3.
હિંડોળાખાટમાં કોણ પોઢ્યું છે?
(ક) રુકિમણી
(ખ) ભદ્રાવતી
(ગ) શ્રીકૃષ્ણ
(ઘ) શ્રીવૃંદા
ઉત્તરઃ
(ગ) શ્રીકૃષ્ણ

પ્રશ્ન 4.
શ્રીકૃષ્ણની આંખમાં પાણીની ધાર જેવાં આંસુ ક્યારે વહેવા લાગ્યાં?
(ક) નારદજીને જોઈને
(ખ) વશિષ્ઠને જોઈને
(ગ) સત્યભામાને જોઈને
(ઘ) સુદામાને જોઈને
ઉત્તરઃ
(ઘ) સુદામાને જોઈને

Class 8 Gujarati Textbook Solutions Chapter 16 સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે !

2. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં લખો :

પ્રશ્ન 1.
શ્રીકૃષ્ણને કેટલી પટરાણીઓ હતી?
ઉત્તરઃ
શ્રીકૃષ્ણને આઠ પટરાણીઓ હતી.

પ્રશ્ન 2.
સુદામાના આગમનના સમાચાર શ્રીકૃષ્ણને કોણે આપ્યા?
ઉત્તરઃ
સુદામાના આગમનના સમાચાર એક દાસીએ શ્રીકૃષ્ણને આપ્યા.

પ્રશ્ન 3.
શ્રીકૃષ્ણ કઈ રાણીને સૌથી વધારે વહાલી ગણશે?
ઉત્તરઃ
જે રાણી નીચે નમીને સુદામાનો ચરણ – સ્પર્શ કરશે એ રાણીને શ્રીકૃષ્ણ સૌથી વધારે વહાલી ગણશે.

પ્રશ્ન 4.
શ્રીકૃષ્ણ ઉલાળીને સુદામા પાસેથી શું લઈ લીધું?
ઉત્તરઃ
શ્રીકૃષ્ણ ઉલાળીને સુદામા પાસેથી તુંબીપાત્ર લઈ લીધું.

3. નીચેના પ્રશ્નોના ઉત્તરો આપો :

પ્રશ્ન 1.
શ્રીકૃષ્ણની પટરાણીઓ તેમની શી-શી સેવા કરતી હતી?
ઉત્તર :
રુક્મિણી શ્રીકૃષ્ણના પગ દબાવતી હતી, શ્રીવૃંદા તેમને પંખો નાખતી હતી, ભદ્રાવતીએ હાથમાં અરીસો પકડ્યો હતો. જાંબુવતી જળની ઝારી લઈને ઊભી હતી. સત્યા શ્રીકૃષ્ણને કેસર, ચંદન વગેરે સુગંધી પદાર્થોનો લેપ કરતી હતી.

કાલિંદી અગર દૂર કરતી હતી, લક્ષ્મણા તંબોળ (પાનનું બીડું) લાવી હતી અને સત્યભામા એ પાનનું બીડું શ્રીકૃષ્ણને ખવડાવતી હતી. આમ, શ્રીકૃષ્ણની પટરાણીઓ તેમની વિવિધ પ્રકારની સેવા કરતી હતી.

Class 8 Gujarati Textbook Solutions Chapter 16 સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે !

પ્રશ્ન 2.
સુદામાના આગમનની શ્રીકૃષ્ણ પર શી અસર થઈ?
ઉત્તરઃ
સુદામાના આગમનની જાણ થતાં જ શ્રીકૃષ્ણ ‘હું હું કરતાં સફાળા ઊઠ્યા અને દોડ્યા. પગમાં મોજડી પહેરવા પણ રોકાયા નહિ. દોડતા દોડતાં તેમનું પીતાંબર પગમાં ભરાઈ જતું હતું. તેમના હૈયામાં આનંદ માતો નહોતો. એમને દોડવાથી શ્વાસ ચડતો હતો. તેઓ હાંફી રહ્યા હતા.

ક્યારેક તેઓ જમીન પર ઢળી પડતા અને ફરીથી બેઠા થતા. સુદામા પાસે પહોંચવાની અને એમને મળવાની ઉતાવળમાં શ્રીકૃષ્ણને એક પળ જુગ જેવી લાગતી હતી.

પ્રશ્ન 3.
સત્યભામાએ સુદામાની કેવી રીતે મજાક કરી?
ઉત્તરઃ
સુદામાનો ધૂળથી ખરડાયેલો દેહ તથા ગરીબ અને કંગાળ જેવી દશા જોઈને સત્યભામા મજાક કરતાં બોલ્યાં, “આ શા ફૂટડા શ્રીકૃષ્ણના મિત્ર સુદામા ! આવા દરિદ્ર અને કદરૂપા સુદામાને મળવા શ્રીકૃષ્ણ શું જોઈને દોડી ગયા? બંનેની નાનપણની માયા ભારે કહેવાય.

બંને મિત્રોની જોડી જોવા જેવી છે. શ્રીકૃષ્ણ શરીરે સુગંધી લેપ લગાડ્યો છે, જ્યારે સુદામાએ શરીરે ભસ્મ લગાવી છે. કોઈ બાળક બહાર નીકળશે અને સુદામાના આવા રૂપને જોશે તો જરૂર ડરી જશે.”

સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે ! સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી રીતે વિચારીને લખો :

પ્રશ્ન 1.
તમને કેવો મિત્ર ગમે? શા માટે?
ઉત્તર :
જેનામાં સાચો મિત્ર પ્રેમ, વફાદારી, પ્રામાણિકતા, શિક્ષણ પ્રત્યે રુચિ, ખાનદાની જેવા ઉમદા ગુણો હોય એવો મિત્ર મને ગમે. એવો મિત્ર જ હંમેશાં મૈત્રી નિભાવી શકે છે અને સુખદુઃખમાં આપણી સાથે રહે છે. એ ક્યારેય દગો દેશે નહિ અને ભણવામાં પણ આપણને સાથ આપશે.

પ્રશ્ન 2.
તમારા ઘેર આવેલ અતિથિનું સન્માન-સ્વાગત કેવી રીતે કરવામાં આવે છે?
ઉત્તર :
મારા ઘેર આવેલ અતિથિનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવે છે. એને મીઠો આવકાર આપવામાં આવે છે. એને પ્રેમથી ચા – પાણી નાસ્તો કે ઉત્તમ અને સ્વાદિષ્ટ ભોજન જમાડવામાં આવે છે.

પ્રશ્ન 3.
શ્રીકૃષ્ણ અને સુદામાના મિલનનું દૃશ્ય તમારા શબ્દોમાં વર્ણવો.
ઉત્તરઃ
શ્રીકૃષ્ણ અને સુદામાનું મિલન ચારે વર્ણના લોકો આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. આકાશના દેવો પણ વિમાનમાં બેસીને આ દશ્ય જોઈ રહ્યા હતા. શ્રીકૃષ્ણ સુદામાને નીચે નમીને પગે લાગ્યા. સુદામાએ હાથ પકડીને શ્રીકૃષ્ણને ઊભા કર્યા. એમને હૈયા સરસા ચાંપ્યા.

એમને ગાઢ આલિંગનમાં લીધા. શ્રાવણ મહિનામાં જેમ છાપરાં પરથી વરસાદનાં પાણીની ધાર પડે તેમ એ વખતે સુદામાને જોતાં જ શ્રીકૃષ્ણની આંખમાંથી આંસુ વહેતાં હતાં. સુદામાએ શ્રીકૃષ્ણનાં આંસુ લૂછડ્યાં.

શ્રીકૃષ્ણ સુદામાના હાથમાંથી તુંબીપાત્ર લઈ લીધું અને કહ્યું, “તમે અહીં આવીને મારા ગામને પાવન કર્યું. હવે મારા મહેલને પાવન કરો.”

Class 8 Gujarati Textbook Solutions Chapter 16 સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે !

પ્રશ્ન 4.
શ્રીકૃષ્ણના વૈભવનું વર્ણન કરો.
ઉત્તરઃ
શ્રીકૃષ્ણ દ્વારિકા નગરીના રાજા છે. તેઓ રાજમહેલમાં હિંડોળાખાટ પર સૂતા છે. તેમને આઠ પટરાણીઓ છે. એ પટરાણીઓ તેમની વિવિધ પ્રકારે સેવા કરે છે. ત્યાં જાતજાતનાં વાજિંત્રો વાગે છે.

વાજિંત્રોના તાલે અન્ય મુગ્ધા બાલકિશોરી, શ્યામછબીલી, હંસગામિની, ગજગામિની, મૃગનયની રાણીઓ નાચગાન કરીને શ્રીકૃષ્ણને રીઝવે છે.

2. નીચેની પંક્તિઓનો ભાવાર્થ લખો :

(1) પિંગલ જટાને ભસ્મ …………………… સ્ત્રીએ તે વરિયો રે.
ઉત્તરઃ
કૃષ્ણની દ્વારિકાનગરીના મહેલના દરવાજે આવીને એક બ્રાહ્મણ ઊભો છે. એ ચાલીને આવ્યો હશે એટલે રસ્તાની ધૂળ ઊડતાં એના માથાની જટા ભૂખરી થઈ ગઈ છે. એણે શરીરે ભસ્મ ચોળી છે, સુદામા જાણે ભૂખરૂપી સ્ત્રીને પરણ્યા હોય એમ એમનો દેહ ભૂખથી કૃશ થઈ ગયેલો દેખાય છે.

(2) આ હું ભોગવું ………………………બ્રાહ્મણનું પુણ્ય રે.
ઉત્તરઃ
સુદામા આવ્યા છે એમ જાણીને શ્રીકૃષ્ણ પોતાના બાળમિત્રને મળવા સફાળા ઊભા થઈને દોડે છે. શ્રીકૃષ્ણ જતાં જતાં પટરાણીઓને કહેતા જાય છે કે સુદામાનો અતિથિસત્કાર કરવા માટે પૂજાથાળ તૈયાર કરો.

પટરાણીઓને પોતાના બાળમિત્રનો મહિમા સમજાવતાં શ્રીકૃષ્ણ કહે છે, “મારા આ બાળમિત્ર સુદામાના પુણ્યપ્રતાપથી જ હું આ રાજ્યસનનું સુખ ભોગવી રહ્યો છું.” એમ કહીને કવિ પ્રેમાનંદે શ્રીકૃષ્ણના સુદામા પ્રત્યેનાં મંત્રી અને પૂજ્યભાવ વ્યક્ત કર્યા છે.

3. નીચેનાં વાક્યોમાંથી દ્વિરુક્ત પ્રયોગ કે રવાનુકારી પ્રયોગો શોધી એમાં દેશ્યના, સ્પર્શના, શ્રવણના, સ્વાદના કે ગંધના કયા અનુભવ અભિવ્યક્ત થાય છે તે લખો :

પ્રશ્ન 1.
શ્રવણે સરોવરમાં ઘડો ડુબાડ્યો અને બુડબુડ અવાજ આવ્યો.
ઉત્તરઃ
બુડબડ – રવાનુકારી – શ્રવણનો અનુભવ

પ્રશ્ન 2.
વર્ગમાં બહુ ગણગણાટ થાય છે.
ઉત્તરઃ
ગણગણાટ – રવાનુકારી – શ્રવણનો અનુભવ

પ્રશ્ન 3.
મીઠાઈ હોય ત્યાં માખીઓનો બણબણાટ હોય જ.
ઉત્તરઃ
બણબણાટ – રવાનુકારી – શ્રવણનો અનુભવ

પ્રશ્ન 4.
મોગરાની માળાથી મઘમઘાટ થઈ ગયો.
ઉત્તરઃ
મઘમઘાટ – દ્વિરુક્ત – ગંધનો અનુભવ

પ્રશ્ન 5.
તપેલીમાં ખીચડી ખદખદતી હોય છે.
ઉત્તરઃ
ખદબદે – રવાનુકારી – શ્રવણનો અનુભવ

Class 8 Gujarati Textbook Solutions Chapter 16 સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે !

પ્રશ્ન 6.
જાહેર મિલકતની તોડફોડ કરવી તે રાષ્ટ્રીય સંપત્તિનું નુકસાન કરવા બરાબર છે.
ઉત્તરઃ
તોડફોડ – દ્વિરુક્ત – શ્રવણનો અનુભવ

સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે ! પ્રવૃત્તિ

પ્રશ્ન 1.
વિચારવિસ્તાર કરો :
મિત્ર એવો શોધવો, ઢાલ સરીખો હોય;
સુખમાં પાછળ પડી રહે, દુ:ખમાં આગળ હોય.
ઉત્તરઃ
ઢાલ યુદ્ધમાં લડવૈયાનું રક્ષણ કરે છે; પરંતુ લડવૈયા પર કોઈ પ્રહાર કરે ત્યારે જ ઢાલ આગળ આવે છે. એ સિવાય એ પીઠ પાછળ પડી રહે છે. મિત્રો પણ ઢાલ જેવા હોવા જોઈએ, જે સંકટ સમયે આગળ આવીને આપણું રક્ષણ કરે, આપણને મદદરૂપ થાય.

માત્ર સુખમાં સાથ આપનાર અને દુઃખ આવી પડે ત્યારે દૂર રહેનાર મિત્રો તો ઘણા મળી આવે છે. એમને સાચા મિત્રો કહી શકાય નહિ. જે દુઃખમાં સાથ આપે અને મદદ કરે એ જ સાચો મિત્ર. આમ, આ પંક્તિઓમાંથી બોધ એ મળે છે કે મિત્રની પસંદગીમાં દરેકે ખૂબ વિવેક રાખવો જોઈએ.

પ્રશ્ન 2.
પુસ્તકાલયમાંથી ‘સુદામાચરિત્ર’ મેળવીને ‘સુદામા-કૃષ્ણ’ના મિલનનો પ્રસંગ વર્ગમાં વાંચીને એ વિશે શિક્ષકની મદદથી ચર્ચા કરો.
ઉત્તરઃ
પુસ્તકાલયમાંથી “સુદામાચરિત્ર” મેળવીને “સુદામા – કૃષ્ણ’ના મિલનનો પ્રસંગ વર્ગમાં વાંચવો. વિદ્યાર્થીઓએ એ વિશે શિક્ષક સાથે ચર્ચા કરવી.

પ્રશ્ન 3.
આ કાવ્યને વાર્તાસ્વરૂપે લખો.
ઉત્તરઃ
“સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે!’ કાવ્યને વાર્તા સ્વરૂપે લખો. વિદ્યાર્થીઓએ પાન નં. 65 – 68 પરથી આપેલી કાવ્ય – સમજૂતીને આધારે આ કાવ્યને વાર્તાસ્વરૂપે લખવી.

Std 8 Gujarati Textbook Solutions Chapter 16 સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે ! Additional Important Questions and Answers

સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે ! પ્રશ્નોત્તર

1. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો:

પ્રશ્ન 1. જારે ઊભેલા દ્વિજ વિશે દાસી શ્રીકૃષ્ણને શું જણાવે છે?
ઉત્તરઃ
દાસી દોડતી શ્રીકૃષ્ણ પાસે આવે છે અને જણાવે છે, “હે સ્વામી, મહેલના દરવાજે એક બ્રાહ્મણ ઊભો છે. આજ સુધી આ મહેલમાં આવેલા ઘણા ઋષિમુનિઓને મેં જોયા છે, પણ આ દ્વિજ નથી નારદ, નથી વશિષ્ઠ કે નથી વામદેવ.

એ નથી દુર્વાસા, નથી અગમ્ય, નથી વિશ્વામિત્ર કે નથી અત્રિ ઋષિ. એના હાથમાં કોઈનો પત્ર નથી. ચહેરા પરથી એ દુઃખી અને દરિદ્ર દેખાય છે. એની પાસે ફક્ત એક તુંબીપાત્ર છે. એની જટા ભૂખરી છે અને શરીર ભસ્મ ખરડાયેલું છે.

ભૂખરૂપી સ્ત્રી એને વરી હોય એમ લાગે છે; કારણ કે એનું શરીર ભૂખને કારણે સુકાઈ ગયું છે. એને જોવા શેરીમાં થોકબંધ લોકો ટોળે વળીને ઊભા છે. એણે પ્રણામ કરીને કહેવડાવ્યું છે કે એમનું નામ સુદામા છે.”

Class 8 Gujarati Textbook Solutions Chapter 16 સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે !

2. નીચેના પ્રશ્નોના ત્રણ – ચાર વાક્યોમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
સોળ હજાર સ્ત્રીઓ શ્રીકૃષ્ણને કઈ રીતે રીઝવે છે?
ઉત્તરઃ
ચંગ, મૃદંગ અને ઉમંગ જેવાં વાજિંત્રોના તાલે ભાતભાતનાં વસ્ત્રો પહેરેલી કેટલીક સ્ત્રીઓ ગાંધર્વનૃત્ય કરી રહી છે. કેટલીક સ્ત્રીઓ શ્રીમંડળવીણાના સૂરે શ્રીકૃષ્ણના ગુણગાન ગાઈ રહી છે. કોઈ હાથનાં કંકણ ખણકાવે છે.

કોઈ ચંચળ સ્ત્રી શ્રીકૃષ્ણનું ચિત્ત ચોરી લે છે. આમ, આ બધી સ્ત્રીઓ શ્રીકૃષ્ણને પ્રસન્ન કરવા ઇચ્છે છે અને તેમનો સાથ ઝંખે છે.

પ્રશ્ન 2.
સુદામા દરિદ્ર અને કંગાળ હતા એમ તમે શા પરથી કહી શકો?
ઉત્તરઃ
સુદામા શ્રીકૃષ્ણના મહેલને દરવાજે આવી પહોંચ્યા ત્યારે તેમનો ચહેરો દુઃખી અને દરિદ્ર દેખાતો હતો. એમની પાસે એક તુંબીપાત્ર સિવાય બીજું કાંઈ નહોતું. એમની જટા રાખથી ભૂખરી થઈ ગઈ હતી. ભસ્મથી ખરડાયેલું એમનું શરીર ભૂખને લીધે સુકાઈ ગયું હતું.

જાણે તેઓ ભૂખરૂપી સ્ત્રીને પરણ્યા ન હોય !

3. નીચેના પ્રશ્નોના બે વાક્યોમાં ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
શ્રીકૃષ્ણને રીઝવતી સોળ હજાર સ્ત્રીઓની વિશેષતા શી છે?
ઉત્તર :
શ્રીકૃષ્ણને રીઝવતી સોળ હજાર સ્ત્રીઓમાંથી કોઈ મુગ્ધા બાલકિશોરી છે તો કોઈ શ્યામછબીલી યુવતી છે. કોઈની ચાલ હંસના જેવી છે તો કોઈ ગજંગામિની છે. કોઈ સ્ત્રી ચંચળ છે તો કોઈ નૃત્યકળામાં પ્રવીણ છે.

પ્રશ્ન 2.
સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે!” આખ્યાનખંડમાં કયા કયા ઋષિઓનાં નામોનો ઉલ્લેખ છે?
ઉત્તર:
“સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે!” આખ્યાનખંડમાં આ ત્રષિઓનાં નામોનો ઉલ્લેખ છે નારદજી, દુર્વાસા, અગમ્ય, વિશ્વામિત્ર, વશિષ્ઠ, અત્રિ અને વામદેવ.

4. નીચેના પ્રશ્નોના એક – એક વાક્યમાં ઉત્તર લખો?

પ્રશ્ન 1.
દાસીનાં વચન સાંભળી શ્રીકૃષ્ણ સુદામા વિશે શું કહ્યું?
ઉત્તરઃ
દાસીનાં વચન સાંભળી શ્રીકૃષ્ણે કહ્યું, “આ તો મારો બાળમિત્ર સુદામો મારા જેવા દુખિયાનો વિસામો છે.”

પ્રશ્ન 2.
દાસીના મુખેથી “સુદામો’ નામ સાંભળતાં જ જાદવરાયે કેવો ભાવ દર્શાવ્યો?
ઉત્તરઃ
દાસીના મુખેથી “સુદામો’ નામ સાંભળતાં જ જાદવરાયે “હે હું કહીને આશ્ચર્યના ભાવ દર્શાવ્યા.

Class 8 Gujarati Textbook Solutions Chapter 16 સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે !

પ્રશ્ન 3.
પૂજાની સામગ્રી લઈને ઊભેલી સોળ હજાર નારીઓ એકબીજીને શું કહે છે?
ઉત્તરઃ
પૂજાની સામગ્રી લઈને ઊભેલી સોળ હજાર નારીઓ એકબીજીને કહે છે, “આજે તો સુદામાને જોવાનો આનંદ લઈએ અને દિયરનાં દર્શન કરીએ.”

પ્રશ્ન 4.
શ્રીકૃષ્ણ સુદામાનું સ્વાગત કઈ રીતે કર્યું?
ઉત્તર:
શ્રીકૃષ્ણ સુદામાને પોતાની શય્યા પર બેસાડ્યા અને પોતે તેને પંખો નાખવા લાગ્યા.

5. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:

પ્રશ્ન 1.
‘સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે!’ આખ્યાનખંડમાં કઈ સ્ત્રીનો ઉલ્લેખ નથી?
A. હંસગતિ
B. કમલાક્ષી
C. મૃગણી
D. ગજગામા
ઉત્તરઃ
B. કમલાક્ષી

પ્રશ્ન 2.
નીચે જણાવેલાં વાજિંત્રોમાંથી કાવ્યમાં કયા વાજિંત્રનો ઉલ્લેખ નથી?
A. તબલાં
B. શ્રીમંડળવીણા
C. મૃદંગ
D. ઉપંગ
ઉત્તરઃ
A. તબલાં

પ્રશ્ન 3.
“સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે!’ આખ્યાનખંડમાં શ્રીકૃષ્ણના કયા નામનો ઉલ્લેખ નથી?
A. જાદવરાય
B. શામળિયોજી
C. શ્રી રણછોડરાય
D. નંદકિશોર
ઉત્તરઃ
D. નંદકિશોર

Class 8 Gujarati Textbook Solutions Chapter 16 સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે !

6. કૌસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરોઃ (દર્પણ, લોચન, વિસામો, કંકણ, સુધારૂપિણી)

(1) હું દુખિયાનો …………………………….. રે.
(2) ધર્યું …………………………….. ભદ્રાવતી નારી રે.
(3) ખળકાવે …………………………….. મોરી રે.
(4) …………………………….. સ્ત્રીએ તે વરિયો રે.
(5) બાઈ …………………………….. નું સુખ લીજે રે.
ઉત્તરઃ
(1) વિસામો
(2) દર્પણ
(3) કંકણ
(4) ક્ષુધારૂપિણી
(5) લોચન

7. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?

(1) સત્યભામા તંબોળને લાવે રે, લક્ષ્મણા બીડી ખવરાવે રે.
(2) દુઃખે દરિદ્ર સરખો ભાસે રે, એક તુંબીપાત્ર છે પાસે રે.
(3) ઊઠી ધાયા નંદરાય રે, ચાખડી નવ પહેરી પાય રે.
(4) આ હું ભોગવું રાજ્યસન રે, તે તો એ બ્રાહ્મણનું પૂન્ય રે.
(5) ભલી જોવા સરખી જોડી રે, હરિને સોંધો, આને રાખોડી રે.
ઉત્તરઃ
(1) ખોટું
(2) ખરું
(3) ખોટું
(4) ખરું
(5) ખરું

સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે ! વ્યાકરણ

1. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો:

 • સેજ્યા = શય્યા, પથારી
 • અંબર = વસ્ત્ર
 • મરાલ = હંસ
 • દ્વિજ છે વિપ્ર = બ્રાહ્મણ
 • ક્ષુધા = ભૂખ
 • ભસ્મ = રાખ
 • કંદર્પ = કામદેવ
 • ઉપહાર = ભેટ
 • મોજડી = પાવડી, પાકા
 • લોચન = આંખ, નયન

Class 8 Gujarati Textbook Solutions Chapter 16 સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે !

2. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો:

 • પાસે ✗ દૂર
 • ગોરી ✗ કાળી
 • પુણ્ય ✗ પાપ
 • દેવ ✗ દાનવ
 • પવિત્ર ✗ અપવિત્ર
 • સંગત ✗ અસંગત

3. નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો:

 1. રૂક્ષ્મણી
 2. હીંડોળો
 3. શિષ
 4. વસીઝ
 5. દૂરવાસા
 6. અગસ્તય
 7. બાહમણ
 8. સહસ્ત્ર
 9. ટૂંબિપાત્ર
 10. શુદામા

ઉત્તર :

 1. રુક્મિણી
 2. હિંડોળો
 3. શીર્ષ
 4. વશિષ્ઠ વસિષ્ઠ
 5. દુર્વાસા
 6. અગમ્ય
 7. બ્રાહ્મણ
 8. સહસ્ત્ર
 9. તુંબીપાત્ર
 10. સુદામા

4. નીચે આપેલા શબ્દોના સમાસ ઓળખાવોઃ

 • મેનકા – ઉર્વશી – મેનકા અને ઉર્વશી – દ્વન્દ્ર
 • પ્રેમાલિંગન – પ્રેમથી ભર્યું આલિંગન – મધ્યમપદલોપી
 • જાદવરાય – જાદવોનો (યાદવોનો) રાય (રાજા) – તપુરુષ
 • હિંડોળાખાટ – ખાટ જેવો હિંડોળો – કર્મધારય
 • હંસગતિ – હંસના જેવી જેની ગતિ છે તે – બહુવ્રીહિ
 • ગજગામા – ગજના જેવું જેનું ગમન છે તે – બહુવિહિ
 • મૃગનેણી – મૃગનાં જેવાં જેનાં નેણ છે તે – બહુદ્ધતિ
 • રણછોડ – રણ છોડી જનાર – ઉપપદ (અથવા) રણઝણ)માંથી છોડાવનાર – ઉપપદ
 • પીતાંબર – પીત (પીળું) અંબર (વસ્ત્ર) – કર્મધારય અથવા પીત છે અંબર જેનું તે – બહુવિહિ
 • વાંકાબોલી – વાંકું બોલનારી – ઉપપદ

Class 8 Gujarati Textbook Solutions Chapter 16 સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે !

5. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવોઃ

દાસત્વ, છબીલોજી, શય્યા, વાંકાબોલી, જાદવરાય, હંસગતિ, ગજગામા
ઉત્તરઃ
ગજગામા, છબીલોજી, જાદવરાય, દાસત્વ, વાંકાબોલી, શય્યા, હંસગતિ

6. (અ) નીચે આપેલા શબ્દોમાંથી દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દો શોધીને લખો?

 1. થઈથઈકાર
 2. થોકે થોક
 3. માંહોમાંહે
 4. અશરણશર્ણ
 5. અન્યોન્ય
 6. કકડો
 7. ઢીલોઢસ
 8. છાનામાના

ઉત્તર :
દ્વિરુક્ત શબ્દોઃ

 1. થોકે થોક
 2. માંહોમાંહે
 3. અશરણશર્ણ
 4. અન્યોન્ય
 5. કકડો
 6. ઢીલોઢસ
 7. છાનામાના

7. નીચે આપેલા પ્રત્યેક શબ્દસમૂહ માટે એક શબ્દ લખો:

 • કસ્તૂરી, ચંદન, રક્તચંદન, અંબર, અગર, બરાસ અને સોનાના વરખને પીસી – ઘૂંટીને તૈયાર કરેલો લેપ – યશકર્દમ
 • નાગરવેલના પાનનું બીડું – તંબોળ (તાંબૂલ)
 • હંસના જેવી ચાલવાળી – હંસગતિ
 • હાથીના જેવી ચાલવાળી – ગજગામિની
 • મૃગ(હરણ)ની આંખ જેવી આંખવાળી – મૃગનયના
 • મોંથી વગાડવાનું એક વાજિંત્ર – ચંગ
 • બંને બાજુ વગાડાય તેવું એક વાદ્ય – મૃદંગ
 • જેનો કોઈ આધાર ન હોય તેનો આધાર (ભગવાન શ્રીકૃષ્ણ) – અશરણશરણ

સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે ! Summary in Gujarati

સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે ! કાવ્યપરિચય
Class 8 Gujarati Textbook Solutions Chapter 11 વળાવી બા આવી 16 સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે ! 1
પ્રેમાનંદ (ઈ. સ. સત્તરમી સદી

ભાગવતના દશમસ્કંધમાં સુદામાની કથા આવે છે. મૂળ કથામાં થોડો ફેરફાર અને થોડું ઉમેરણ કરીને કવિ પ્રેમાનંદે રચેલું “સુદામાચરિત્ર’ જનમનરંજન અને રસનિષ્પત્તિનું સુંદર આખ્યાનકાવ્ય છે. અહીં સુદામાચરિત્ર’નું સાતમું કડવું રજૂ થયું છે.

Class 8 Gujarati Textbook Solutions Chapter 16 સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે !

દ્વારિકાના મહેલમાં શ્રીકૃષ્ણ એમની આઠ પટરાણીઓ સાથે બેઠા છે. બીજી સોળ હજાર સ્ત્રીઓ શ્રીકૃષ્ણની સેવા કરી રહી છે. એવામાં શ્રીકૃષ્ણને સુદામા આવ્યાના સમાચાર મળે છે. શ્રીકૃષ્ણ તરત જ પોતાના બાળમિત્રને મળવા દોડી જાય છે.

પોતે દ્વારિકાનગરીના રાજા છે એ ભૂલી જઈને બાળસખા સુદામાને આલિંગનમાં લે છે. પ્રસ્તુત કડવામાં શ્રીકૃષ્ણનો સુદામા પ્રત્યેનો પ્રેમ, બાળસખાને મળવાની તેમની તત્પરતા અને આતિથ્થભાવના તથા પટરાણીઓ અને અન્ય સ્ત્રીઓએ કરેલી સુદામાની હાંસી વગેરેનું કવિ પ્રેમાનંદ સુંદર ચિત્રણ કર્યું છે.

કાવ્યની સમજૂતી

અવિનાશ (શ્રીકૃષ્ણ) પથારીમાં સૂતા છે. આઠ પટરાણીઓ એમની પાસે બેઠી છે. રુક્મિણી શ્રીકૃષ્ણના પગ દબાવે છે. શ્રીવૃંદા તેમને પંખો નાખે છે.

ભદ્રાવતીએ હાથમાં અરીસો પકડ્યો છે. જાંબુવતીએ જલની ઝારી લીધી છે. સત્યા શ્રીકૃષ્ણને સુગંધી લેપ લગાડે છે. કાલિંદી અગરના લેપને દૂર કરે છે.

લક્ષ્મણા તાંબુલ (પાનનું બીડું) લઈ આવે છે અને સત્યભામાં શ્રીકૃષ્ણને એ પાનનું બીડું ખવડાવે છે. શ્રીહરિ હિંડોળાખાટમાં પોઢયા છે. એમની આસપાસ આઠ પટરાણીઓ બેઠી છે.

બીજી સોળ હજાર સ્ત્રીઓ પણ ત્યાં છે. કોઈ હિંસની ચાલવાળી તો કોઈ હાથીની ચાલવાળી છે. કોઈની આંખો હરણની આંખો જેવી છે તો કોઈ ચકોરી જેવી છે. કોઈનો વાન શ્યામ છે તો કોઈ ગોરી છે.

કોઈ મુગ્ધા બાલકિશોરી છે. કોઈ યુવતી શ્યામછબીલી છે. કોઈ હાથના કંકણ ખણકાવે છે. કોઈ ચંચળ સ્ત્રી શ્રીકૃષ્ણનું ચિત્ત ચોરી લે છે. – કોઈ ચતુરા નાચે છે અને શ્રીકૃષ્ણને પ્રસન્ન કરી તેમનો સંગ ઝંખે છે. આમ, સૌ હરિ આગળ રહીને તેમના ગુણ ગાય છે. સૌએ ભાતભાતનાં વસ્ત્રો પહેર્યા છે.

ત્યાં ચંગ, મૃદંગ, ઉપંગ જેવાં વાજિંત્રો વાગી રહ્યાં છે. શ્રીમંડળવીણા વાગી રહી છે. કોઈ સ્ત્રી ગાંધર્વ કળા કરે છે. કોઈએ “ફટક’ અવાજ સાથે હાથમાં અંબર (વસ્ત્ર) પકડ્યું છે.

ચતુર સ્ત્રી ચાલનો લય ચૂકતી નથી. તે હંસની જેમ મર્મ સાથે ચાલે છે. તે બંને મેનકા – ઉર્વશીની જોડ જેવી શોભે છે. એમને જોઈને શ્રી રણછોડરાય પ્રસન્ન થાય છે.

આ રીતે નાચગાન થઈ રહ્યાં છે. વિશ્વના આધાર એવા શ્રીકૃષ્ણ રસમગ્ન છે. એવામાં એક દાસી દોડતી આવે છે. શ્રીકૃષ્ણ તેને પાસે બોલાવે છે.

દાસી શીશ નમાવીને બોલી, “હે સ્વામી, (મહેલને) દરવાજે કોઈ બ્રાહ્મણ આવીને ઊભો છે!’ એટલું તો નક્કી છે કે એ નારદજી નથી, નથી એ વશિષ્ઠ કે નથી એ વામદેવ.

Class 8 Gujarati Textbook Solutions Chapter 16 સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે !

નથી એ દુર્વાસા કે નથી એ અગમ્ય ઋષિ. મેં આ તમામ ઋષિમુનિઓને જોયા છે. એ વિશ્વામિત્ર નથી કે અત્રિ ઋષિ પણ નથી. એ કોઈનો પત્ર પણ લાવ્યો નથી.

તે દુઃખી અને દરિદ્ર જેવો દેખાય છે. એની પાસે માત્ર એક તુંબીપાત્ર છે. એને માથે ભૂખરી જટા છે અને જટા તથા એનો દેહ રાખથી ખરડાયેલો છે. એ જાણે ભૂખરૂપી સ્ત્રીને પરણ્યો હોય એવું લાગે છે.

એને જોવા માટે શેરીમાં થોકબંધ લોકો ટોળે વળીને ઊભા છે. તેણે પ્રણામ કરીને આપને કહેવરાવ્યું છે કે “મારું નામ સુદામા છે.”

દાસીના આ શબ્દો સાંભળીને હું હું કરતા શામળિયા સફાળા ઊભા થયા. આ તો મારો બાળસ્નેહી સુદામો; એ તો મારા જેવા દુખિયાનો વિસામો છે.”

એમ કહીને જાદવરાય દોડ્યા. તેમણે પગમાં મોજડી પણ પહેરી નહિ. દોડવા જતાં પીતાંબર પગમાં ભરાય છે એટલે રુક્મિણી દોડીને તેને ઊંચું પકડી લે છે.

શ્રીકૃષ્ણના શરીરમાં આનંદ અને હૃદયમાં શ્વાસ સમાતો નથી. એ દોડતાં દોડતાં પડી જાય છે અને ફરી પાછા ઊભા થાય છે. (સુદામાને મળવા આતુર) શ્રીકૃષ્ણને એક પળ જુગ જેવી લાંબી લાગે છે.

જતાં જતાં શ્રીકૃષ્ણ સ્ત્રીઓને કહેતા ગયા, “પૂજાની સામગ્રી તૈયાર કરો. આ હું જે દ્વારિકાનું રાજ્ય ભોગવું છું એ આ બ્રાહ્મણના પુણ્ય.”

“જે આ(સુદામા)ને નીચે નમીને પગે લાગશે એ મને સૌથી વધારે વહાલી થશે.” આ સાંભળીને (શ્રીકૃષ્ણની પાછળ જતી) સ્ત્રીઓ પાછી ફરી અને પૂજાની સામગ્રી તૈયાર કરવા લાગી.

સ્ત્રીઓ અંદર અંદર પૂછે છે, “બાઈ! શ્રીકૃષ્ણના આ ભાઈ કેવા હશે? જેને શામળિયા સાથે સ્નેહ છે, એનું શરીર કરોડ કામદેવ જેવું રૂપાળું હશે.”

સોળ હજાર સ્ત્રીઓ પૂજાની સામગ્રી લઈને ઊભી રહી છે. અને વાતો કરે છે.) “બાઈ, આજે દિયરનું દર્શન કરીને આપણી આંખોને સુખ આપીએ. (આપણી આંખો ધન્ય થઈ જશે.)”

શુકદેવજી કહે છે, “હે રાજા! સાંભળ. શામળિયોજી સુદામાને મળવા ગયા. છબીલાજી ઝડપથી ચાલ્યા. (પછી) દીનદયાળે દોટ મૂકી.”

શ્રીકૃષ્ણ સુદામાને જોયા. શ્રાવણમાં છાપરાંનાં નેવાંમાંથી પાણી પડે તેમ તેમની આંખોમાંથી આંસુ વહેવા માંડ્યાં. આ જોઈને ચારે વર્ણના લોકોને આશ્ચર્ય થયું કે ક્યાં આ બ્રાહ્મણ અને ક્યાં આ અશરણ – શરણ ભગવાન!

દેવો વિમાનમાં બેસીને આ દશ્ય જોઈ રહ્યા છે. શ્રીકૃષ્ણ ઋષિ(સુદામા)ને પગે લાગ્યા. સુદામાએ હરિને હાથ પકડીને ઊભા કર્યા. શ્રીકૃષ્ણ સુદામાને હૃદય સાથે ચાંપ્યા.

Class 8 Gujarati Textbook Solutions Chapter 16 સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે !

તેમણે બંને હાથ પીઠ પાછળ લઈને પ્રેમથી દઢ આલિંગન આપ્યું. પછી તેઓ એકબીજાનું મુખ જોઈ રહ્યા. સુદામાએ હરિનાં આંસુ લૂક્યાં.

શ્રીકૃષ્ણ સુદામાના હાથમાંથી તુંબીપાત્ર ઉલાળીને લઈ લીધું. આમ દયાળુ પ્રભુએ સુદામા પ્રત્યે દાસભાવ દર્શાવ્યો. શ્રીકૃષ્ણે કહ્યું, “તમે આ ગામને પાવન કર્યું. હવે મારો મહેલ પાવન કરો.”

આ જોઈને સૌ નારીઓ ટીખળ કરતાં કહે છે, “આ કેવી સરસ ભાઈબંધી છે!” વાંકાબોલી સત્યભામા કટાક્ષમાં બોલી, “આ તે કેવા રૂપાળા મિત્ર સુદામા !”

શ્રીહરિ આમને મળવા શું જોઈને દોડ્યા હશે! નાનપણની આ માયા જબરી કહેવાય! જોવા જેવી જોડી છે આ! હરિએ સુગંધી લેપ લગાડેલો છે અને આણે ભસ્મનો લેપ કર્યો છે!

જો કોઈ બાળક બહાર નીકળશે તો આ કાકાને જોઈને જરૂર ડરી જશે.” આ સાંભળીને રાણી રુક્મિણી બોલ્યાં, “તમે શું જોઈને આવું બોલો છો?”

તમે આમ નવાઈ પામીને શું બોલો છો? તમે હરિભક્તને ઓળખતાં નથી.” શ્રીકૃષ્ણ મિત્ર સુદામાને પોતાની સેજ (પથારી) પર બેસાડ્યા અને પોતે ઊભા ઊભા એમને પંખો નાખવા લાગ્યા.

ભાષાસજતા
દ્વિરુક્તિ પ્રયોગો

દ્વિ એટલે બેવાર અને ‘ઉક્ત’ એટલે બોલાયેલું. “દ્વિરુક્ત’ એટલે શબ્દના એક જ રૂપને બે વાર બોલવું. દા. ત., દૂરદૂર, ખાણીપીણી, શાકબાક, ગામગામ, બોલાચાલી, ગાળાગાળી, આડોશીપાડોશી વગેરે.

દ્વિરુક્તિ પ્રયોગોના પ્રકારઃ
1. સંપૂર્ણ દ્વિરુક્તિ પ્રયોગો

 • ઘેરઘેર માટીના ચૂલા.
 • રાજ મારે દિનદિન દિવાળી રે.
 • માંડમાંડ ઘરે પહોંચી.

Class 8 Gujarati Textbook Solutions Chapter 16 સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે !

અહીં રેખાંક્તિ શબ્દપ્રયોગોમાં એક જ શબ્દ બે વખત બોલાય છે. આને સંપૂર્ણ દ્વિરુક્તિ કહે છે.

2. અમુક અંશના લોપવાળી દ્વિરુક્તિઃ

 • તરણેતરના મેળામાં કેટકેટલા માણસો ભેગા થયા હતા.
 • ઠેકઠેકાણે કચરાના ઢગલા પડ્યા છે.

3. આ સંયોજકવાળી દ્વિરુક્તિઃ

 • મેદાનમાં બાળકો પકડાપકડી રમતા હતા.
 • વાંદરાં ડાળી પર હૂપાહૂપ કરતા હતા.

4 એ સંયોજકવાળી દ્વિરુક્તિઃ

 • લોકોએ ચોરનાં હાડકેહાડકાં ભાંગી નાખ્યાં.
 • સાચેસાચું બોલી નાખ.

6. ઓ સંયોજકવાળી દ્વિરુક્તિઃ

 • ખૂબ વરસાદથી ગલીમાં છલોછલ પાણી ભરાઈ ગયાં.
 • બંનેનાં ઘર અડોઅડ આવેલાં છે.

6. સંયોજકવાળી દ્વિરુક્તિઃ

 • ઘરની ચાવી ન મળતાં સૌ શોધંશોધ કરવા લાગ્યા.
 • સેવાપૂજા ભારતીય સંસ્કૃતિની પરંપરા છે.

7. પ્રાસતત્ત્વવાળી દ્વિરુક્તિઃ *લાગવગ હોય તો જ નોકરી મળે.

 • ટ્રેન આવતાં જ ધક્કામુક્કી શરૂ થઈ ગઈ.

8. સ્વરભેદ કે વ્યંજનભેદવાળી દ્વિરુક્તિઃ

 • દિવાળી આવતાં જ ઘરમાં સાફસૂફી થવા માંડે.
 • હાયવોય કરવાથી શું વળે?
 • રવાનુકારી શબ્દપ્રયોગો

Class 8 Gujarati Textbook Solutions Chapter 16 સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે !

‘રવ” એટલે “અવાજ’. જે શબ્દપ્રયોગોમાં અવાજનું – ધ્વનિનું તત્ત્વ હોય તે રવાનુકારી શબ્દો.

 • બાળકો કલબલ કરે છે.
 • વાસણોનો ખડખડાટ વધી ગયો.
 • ફટાકડાનું સૂરસૂરિયું થઈ ગયું.
 • પાયલ રુમઝુમ કરતી આવી.
 • માખીનો બણબણાટ વધી ગયો.

સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે ! શબ્દાર્થ

 • સેજ્યા – સેજ, શય્યા.
 • પટરાણી – મુખ્ય રાણી.
 • તળાંસવું – ધીમે ધીમે ચંપી કરવી.
 • વાય ઢોળવો – (પંખાથી) પવન નાખવો.
 • દર્પણ – અરીસો.
 • ગ્રહી – પકડી.
 • જલધારી – પાણીની ઝારી.
 • યકર્દમ – કસ્તૂરી, કેસર, ચંદન, રક્તચંદન, અંબર, અગર, બરાસ અને સોનાના વરખને પીસીને તૈયાર કરેલો લેપ.
 • સેવવું – (અહીં) લગાવવું, ચોપડવું.
 • અગર – એક જાતનો સુગંધી પદાર્થ.
 • ઉખવવું – ઉખેડવું, કાઢી નાખવું.
 • તંબોળ – નાગરવેલના પાનનું બીડું.
 • બીડી – (અહીં) નાગરવેલના પાનનું બીડું.
 • હિંડોળાખાટ – ખાટલાનો હિંડોળો.
 • શ્યામા – સુંદરી.
 • હંસગતિ – હંસના જેવી ચાલવાળી.
 • ગજગામા – હાથી જેવી ચાલવાળી.
 • મૃગણી – મૃગ(હરણ)ની આંખ જેવી આંખવાળી.
 • ચકોરી – ચકોર.
 • છોરી – છોકરી, યુવતી.
 • ખળકાવવું – રણકારભર્યો, અવાજ કરવો.
 • કંકણ – કાંગરાવાળી ચૂડીઓ, બંગડીઓ.
 • ચપળા – ચંચળ સ્ત્રી.
 • ચતુરા – ચતુર સ્ત્રી.
 • સંગત – સાથે. Class 8 Gujarati Textbook Solutions Chapter 16 સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે !
 • રીઝવી – ખુશ કરીને.
 • જાચવું – માગવું.
 • નાના – ભાતી – વિવિધ પ્રકારનાં, ભાતભાતનાં.
 • ચંગ – મુખેથી વગાડવાનું એક વાજિંત્ર
 • મૃદંગ – બંને બાજુ વગાડી શકાય તેવું ઢોલક.
 • ઉપંગ – એક પ્રકારનું વાદ્ય.
 • શ્રીમંડળવીણા – એક પ્રકારનું તંતુવાદ્ય, વીણા.
 • ગાંધવી – ગંધર્વ સ્ત્રી.
 • કો – કોઈ.
 • ફટકે – ‘ફટક’ એવા અવાજ સાથે.
 • અંબર – વસ્ત્ર.
 • ધરતી – (અહીં) પકડતી.
 • હીંડે – ચાલે.
 • મરમે – કશાક મર્મ સાથે.
 • મરાલ – હંસ.
 • રસમગ્ન – રસમાં ડૂબેલા.
 • વિશ્વાધાર – વિશ્વના આધાર, ભગવાન શ્રીકૃષ્ણ.
 • ધાતી – દોડતી.
 • દ્વારે – દરવાજે.
 • દ્વિજ – બ્રાહ્મણ.
 • અવશ્યમેવ – નક્કી જ.
 • વામદેવ – એક ઋષિ.
 • પત્રી – પત્ર, કાગળ. Class 8 Gujarati Textbook Solutions Chapter 16 સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે !
 • તુંબીપાત્ર – તુંબડામાંથી બનાવેલું પાણી ભરવાનું પાત્ર.
 • પિંગલ – પીળા રંગની, ભૂખરી.
 • જય – લાંબા વાળનું ઝુંડ.
 • ભસ્મ – રાખ, (અહીં) ધૂળ.
 • સુધારૂપિણી – ભૂખરૂપી.
 • વરિયો – વર્યો, પરણ્યો.
 • થોકે થોક – મોટી સંખ્યા, ટોળાબંધ.
 • કહાવ્યું – કહેવરાવ્યું છે.
 • બાળસ્નેહી – બાળપણનો મિત્ર.
 • મોજાં – પગરખાં, મોજડી.
 • પાય – પગ.
 • ભોમ – ભૂમિ, જમીન.
 • સાહ્ય – પકડે, ઝાલે.
 • ફૂલી – પ્રફુલ્લિત થઈ.
 • કાય – કાયા, દેહ.
 • સાવધાન – (અહીં) તૈયાર.
 • ઝાલી – પકડી.
 • સહુ – પે – સીમાં, સૌથી વધારે.
 • તવ – ત્યારે.
 • માંહોમાંહે – અંદર અંદર.
 • શું – સાથે.
 • કંદર્પ – કામદેવ.
 • કોટિ – કરોડ.
 • ઉપહાર – ભેટ, (અહીં) પૂજાની સામગ્રી.
 • લોચન – આંખ.
 • લોચનનું સુખ – જોવાનો આનંદ.
 • રાય – રાજા.
 • છૂટ્યાં આંસુ શ્રાવણનેવ રે – શ્રાવણ માસમાં છાપરાંનાં નેવામાંથી થતી વરસાદના પાણીની ધારાની જેમ આંસુ વહેવા લાગ્યાં.
 • કૌતુક – (અહીં) વિસ્મયભર્યું દશ્ય.
 • ચારે વર્ણ – બધા લોકો (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર વર્ણ).
 • વિપ્ર – બ્રાહ્મણ.
 • અશરણશર્ણ – જેનો કોઈ આધાર ન હોય તેનો આધાર, ભગવાન શ્રીકૃષ્ણ.
 • હૈડું – હૃદય. Class 8 Gujarati Textbook Solutions Chapter 16 સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે !
 • વાંસો – પીઠ,
 • બરડો. પૂઠે – પાછળ.
 • પ્રેમઆલિંગન – પ્રેમથી આપેલું આલિંગન, પ્રેમથી ભેટવું. અન્યોઅન્ય એકબીજાનું.
 • તુંબીપાત્ર ઉલાળી લીધું – તુંબીપાત્ર ઉછાળીને હાથમાંથી લઈ લીધું.
 • દાસત્વ – સેવકપણું.
 • મમ – મારું.
 • હાસ – ઉપહાસ,
 • વાંકાબોલી – વ્યંગ – કટાક્ષ કરનારી.
 • ફૂટડું – સુંદર, રૂપાળા.
 • ધાયા – દોડ્યા.
 • સાંધો – સુગંધી લેપ.
 • રાખોડી – રાખ, (અહીં) ધૂળ,
 • છળવું – બીકથી ગભરાઈ જવું.
 • વિસ્મ – વિસ્મય.
 • શય્યા – પથારી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *