Class 12 Gujarati Textbook Solutions Chapter 9 હંકારી જા

Gujarat Board GSEB Std 12 Gujarati Textbook Solutions Chapter 9 હંકારી જા Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 12 Gujarati Textbook Solutions Chapter 9 હંકારી જા

Class 12 Gujarati Textbook Solutions Chapter 9 હંકારી જા Textbook Questions and Answers

હંકારી જા સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના એક – એક વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1.
કવિ કોની વાણી જગાડવાની વાત કરે છે ?
ઉત્તરઃ
કવિ પોતાની વીણામાં વાણી જગાડવાની વાત કરે છે.

Class 12 Gujarati Textbook Solutions Chapter 9 હંકારી જા

પ્રશ્ન 2.
કવિ ઈશ્વરને કેવી રીતે પધારવાનું કહે છે ?
ઉત્તરઃ
કવિ ઈશ્વરને પવન સાથે વરસતા વરસાદરૂપે પધારવાની વાત કહે છે.

પ્રશ્ન 3.
સોનેરી સપનું ક્યારે જોઈ શકાય ?
ઉત્તરઃ
પોઢેલી પાંપણના પડદા ઉપાડવા એટલે અજ્ઞાનનો અંધકાર દૂર કરવો. જ્યારે આ અજ્ઞાન દૂર થાય ત્યારે સોનેરી સપનું જોઈ શકાય.

પ્રશ્ન 4.
‘સૂની સરિતા એટલે શું?
ઉત્તરઃ
‘સૂની સરિતા’ એટલે પ્રભુદર્શનનો ઉત્સુક ભક્ત.

પ્રશ્ન 5.
મનના માલિકને કવિ શું કહે છે?
ઉત્તરઃ
જ્યાં, જેવી રીતે ઇચ્છા થાય એમ કવિની જીવન નૈયાને હંકારી જવા વિનંતી કરે છે.

2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1.
શબરીના ઉદાહરણ દ્વારા કવિ શું સમજાવે છે ?
ઉત્તર :
શબરી રામદર્શનની ભૂખી હતી. ભગવાન રામને બોર અર્પણ કરીને તેણે પ્રભુદર્શનની ઇચ્છા પૂર્ણ કરી. પ્રભુએ દર્શનની ભૂખી શબરીના બોર આરોગીને એની પ્રભુદર્શનની ઝંખના પૂર્ણ કરી. એમ મારી પણ ઇચ્છા પૂરી કરો. હે પ્રભુ! મારે સંસારરૂપી સાગરને કિનારે બંધાવું નથી પણ સમુદ્રના મોજની સેર કરવી છે. એટલે કે પરમતત્ત્વને પામવું છે.

Class 12 Gujarati Textbook Solutions Chapter 9 હંકારી જા

પ્રશ્ન 2.
“હોડી’ અને ‘સંસારનાં પ્રતીકો સ્પષ્ટ કરો.
ઉત્તરઃ
હોડી’ એટલે માનવજીવન. કવિ મનુષ્યના જીવનને સમુદ્રમાં તરતી હોડી સાથે સરખાવે છે. “સંસાર’ એ મોહમાયાના સંબંધો છે. ભગવાનને કવિ વિનંતી કરે છે કે મારી જીવનરૂપી હોડીનો તારણહાર બનીને, માયાના બંધનમાંથી મુક્ત કરીને, સંસારરૂપી સાગરની સેર કરાવ. પરમતત્ત્વને પ્રાપ્ત કરવામાં મદદરૂપ બન. આમ કહીને પ્રભુદર્શનની તીવ્રતા કવિએ વ્યક્ત કરી છે.

3. સવિસ્તર ઉત્તર લખો.

પ્રશ્ન 1.
હંકારી જા’ કાવ્યનો કેન્દ્રવર્તીભાવ સ્પષ્ટ કરો.
ઉત્તર :
પ્રકૃતિ અને પરમતત્ત્વની આરાધના જેમની કવિતાઓમાં કેન્દ્રસ્થાને છે એવા કવિ સુંદરમ્ લિખિત “હંકારી જા’ કાવ્યમાં કવિ ઈશ્વરને મનના માલિક અને તારણહાર કહે છે.

આ કાવ્યમાં ભક્ત હૃદયની ઉત્સુક્તા અને પ્રભુદર્શનની ઝંખના અતિ લાઘવ સાથે રજૂ થઈ છે. કવિ પોતાના જીવનનું સૂનાપણું દૂર કરીને જીવનરૂપી વીણાના બે સૂર વગાડી જવા કહે છે. બે સૂર એટલે કે નામસ્મરણ અને પ્રભુભક્તિ.

ઝંઝાના ઝાંઝર પહેરીને પ્રભુદર્શનની ઇચ્છાને પૂર્ણ કરવા વિનવે છે. અભિમાનને કારણે અંધ બનેલી આંખો પરથી અજ્ઞાનનો પડદો ઉપાડીને ઈશ્વરના સાક્ષાત્કારનું સોણલું બતાવવા કહે છે. જીવનની નીરસતા અને શુષ્કતાને દૂર કરીને હૃદયને પ્રસન્ન અને મોહમાયાથી મુક્ત કરવા અરજ કરે છે.

રામદર્શનની ભૂખી શબરીના બોર આરોગીને એની પ્રભુદર્શનની ઝંખના પૂર્ણ કરી, એમ મારી પણ એ ઇચ્છા પૂરી કરો. હે પ્રભુ! મારે સંસારરૂપી સાગરને કિનારે બંધાવું નથી પણ સમુદ્રના મોજની સેર કરવી છે. એટલે કે પરમતત્ત્વને પામવું છે.

એ માટે કાવ્યના અંતમાં કવિ ઈશ્વરને મનના માલિક કહીને એમની જીવનરૂપી હોડીને ઇચ્છા અનુસાર હંકારીને પ્રભુ સમીપ લઈ જવા કહે છે.

Std 12 Gujarati Textbook Solutions Chapter 9 હંકારી જા Additional Important Questions and Answers

હંકારી જા પ્રજ્ઞોત્તર

1. નીચેના પ્રશ્નોના સવિસ્તર (આશરે 100 શબ્દોમાં) ઉત્તર લખો [4 ગુણી.

પ્રશ્ન 1.
હંકારી જા’ કાવ્યમાં વ્યક્ત થતી પ્રભુદર્શનની ઝંખના સ્પષ્ટ કરો.
અથવા હંકારી જા’ કાવ્યનું વક્તવ્ય સ્પષ્ટ કરો.
ઉત્તરઃ
સુંદરમ્ લિખિત “હંકારી જા’ પ્રાર્થનાગીતમાં કવિ ઈશ્વરદર્શનની ઝંખના વ્યક્ત કરે છે. કવિ ઈશ્વરને વિનંતી કરે છે કે, હે પ્રભુ! તું મારી જીવનરૂપી બંસીમાં તારી કરુણાના તાર જોડી દે. જીવનવીણાના સૂરને તું જગાડી જા. પવનરૂપી ઝંઝાના ઝાંઝર પહેરીને હૃદયના બંધ દ્વારને તું ખોલી જા.

Class 12 Gujarati Textbook Solutions Chapter 9 હંકારી જા

મારા હૃદયના અંધકારને દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ તું પાથરી જા. સૂના પડેલાં જીવનમાં હે પીતાંબરધારી! પ્રસન્નતા ભરી દે. જેમ ભૂખી શબરીના એંઠા બોર આરોગીને એને મોક્ષ અપાવ્યો એમ મારે પણ અહમૂનાં ઘાટે બંધાવું નથી.

અહની કાંચળી ઉતારીને સંસાર સાગરને પાર પરમતત્ત્વને પામવાની મારી ઇચ્છાને તું પૂરી કર. હે મનના માલિક! તારી ઇચ્છા પ્રમાણે મારી જીવનરૂપી હોડીને હંકારી જા. આમ, સમગ્ર કાવ્યમાં ભક્તની ભગવાનને પામવાની ઉત્કટ તાલાવેલી પ્રગટ થાય છે.

2. નીચેના પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર લખો [1 ગુણ)

પ્રશ્ન 1.
હંકારી જા’ કાવ્યના કવિ કોણ છે?
ઉત્તરઃ
‘હંકારી જા’ કાવ્યના કવિ સુંદરમ્ છે.

પ્રશ્ન 2.
હંકારી જા’ કાવ્યનો પ્રકાર જણાવો.
ઉત્તર :
હંકારી જા’ કાવ્યનો પ્રકાર પ્રાર્થનાગીત” છે.

પ્રશ્ન 3.
હંકારી જા’ કાવ્યમાં કવિ કઈ ઝંખના વ્યક્ત કરે છે?
ઉત્તરઃ
“હંકારી જા” કાવ્યમાં કવિ પ્રભુદર્શનની તીવ્ર ઝંખના વ્યક્ત કરે છે.

પ્રશ્ન 4.
શબરીના ઉદાહરણ દ્વારા કવિ શું સમજાવે છે?
ઉત્તરઃ
શબરીએ પ્રભુને બોર અર્પણ કરીને, મોહમાયાને ત્યાગીને પરમતત્ત્વ પામી એમ કવિ પણ ઈશ્વરને પામવા માગે છે.

Class 12 Gujarati Textbook Solutions Chapter 9 હંકારી જા

પ્રશ્ન 5.
કવિની નૈયા શાના દોરડાથી બંધાયેલી છે?
ઉત્તરઃ
કવિની નૈયા અહમના દોરડાથી બંધાયેલી છે.

પ્રશ્ન 6.
કવિને શાનાથી સંતોષ નથી?
ઉત્તર :
કવિને કિનારાથી સંતોષ નથી..

પ્રશ્ન 7.
“સાગરની સેરે હિલોળવું એટલે શું?
ઉત્તરઃ
“સાગરની સેરે હિલોળવું એટલે પરમતત્ત્વને પામવું.

3. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી ૬ યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો 1 ગુણો

પ્રશ્ન 1.
“હંકારી જા’ કાવ્યનો પ્રકાર જણાવો.
A. ઊર્મિકાવ્ય
B. ગઝલ
C. પ્રાર્થનાગીત
D. પદ
ઉત્તર :
A. ઊર્મિકાવ્ય

Class 12 Gujarati Textbook Solutions Chapter 9 હંકારી જા

પ્રશ્ન 2.
‘હંકારી જા’ કાવ્યમાં કવિ કઈ ઝંખના વ્યક્ત કરે છે?
A. ભક્ત પ્રેમની પરાકાષ્ઠા
B. પ્રભુદર્શનની તીવ્ર ઝંખના
C. મોહમાયાની પરાકાષ્ઠા
D. ભક્તની આસક્તિ
ઉત્તર :
B. પ્રભુદર્શનની તીવ્ર ઝંખના

પ્રશ્ન 3.
નીચેનામાંથી ક્યાં પ્રતીક “હંકારી જા’ કાવ્યનાં નથી?
A. વીણા અને વાણી
B. હોડી અને સંસાર
C. પાંપણ અને સોણલું
D. દરિદ્ર અને નારાયણ
ઉત્તર :
D. દરિદ્ર અને નારાયણ

પ્રશ્ન 4.
સુંદરમનું કયું કાવ્ય તમારા પાઠ્યપુસ્તકમાં છે?
A. આ રસ્તાઓ
B. બેટા! મને પાછી જવા
C. હંકારી જા
D. એકસરખા દિવસ સુખના
ઉત્તર :
C. હંકારી જા

Class 12 Gujarati Textbook Solutions Chapter 9 હંકારી જા

પ્રશ્ન 5.
“હંકારી જા’ કાવ્યમાં શબરીને કોની ભૂખ હતી?
A. રામદર્શન
B. પ્રભુદર્શન
C. જલદર્શન
D. શિવદર્શન
ઉત્તર :
A. રામદર્શન

પ્રશ્ન 6.
કવિની નૈયા શાના દોરડાથી બંધાયેલી છે?
A. પ્રેમ
B. અહમ્
C. નફરત
D. અનાસક્તિ
ઉત્તર :
B. અહમ્

પ્રશ્ન 7.
પવન સાથે વરસતો વરસાદ એટલે ….
A. પગના પાયલ
B. પ્રભુનો પગરવ
C. ઝંઝાના ઝાંઝર
D. વરસાદનો ધ્વનિ
ઉત્તર :
C. ઝંઝાના ઝાંઝર

Class 12 Gujarati Textbook Solutions Chapter 9 હંકારી જા

પ્રશ્ન 8.
હંકારી જા’ કાવ્યમાં કોની વાણી જગાડવાનું કહ્યું છે?
A. અંતરનો અવાજ
B. પોતાની વિણાની વાણી
C. તુંબડાના તાર
D. સંતોની વાણી
ઉત્તર :
B. પોતાની વીણાની વાણી

પ્રશ્ન 9.
ત્રિભુવનદાસ પુરુષોત્તમ લુહારનું ઉપનામ જણાવો.
A. ઉશનસ્
B. સુંદરમ્
C. વાસુકિ
D. શેષ
ઉત્તર :
B. સુંદરમ્

હંકારી જા વ્યાકરણ (Vyakaran)

1. નીચેનાં વાક્યોમાં ખોટા સંયોજકનો પ્રયોગ કર્યો છે તે સુધારી વાક્ય ફરીથી લખો:

પ્રશ્ન 1.
કવિની નૈયા અહમના દોરડાથી બંધાયેલી છે કારણે તેને મધદરિયે લઈ જવી મુશ્કેલ છે.
ઉત્તર :
કવિની નૈયા અહમના દોરડાથી બંધાયેલી છે તેથી તેને મધદરિયે લઈ જવી મુશ્કેલ છે.

Class 12 Gujarati Textbook Solutions Chapter 9 હંકારી જા

પ્રશ્ન 2.
કવિને કિનારાથી સંતોષ નથી અને તે તેને સાગરની સેર કરવી છે.
ઉત્તરઃ
કવિને કિનારાથી સંતોષ નથી કેમ કે તેને સાગરની સેર કરવી છે.

પ્રશ્ન 3.
પ્રભુએ શબરીનાં એઠાં બોર આરોગ્ય, જેથી શબરીની ભક્તિ અનન્ય હતી.
ઉત્તર :
પ્રભુએ શબરીનાં એઠાં બોર આરોગ્યાં, કારણ કે શબરીની ભક્તિ અનન્ય હતી.

2. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખોઃ
1. નીચેના સામાસિક શબ્દોના અર્થ આપોઃ

પ્રશ્ન 1.
ઝંઝા
A. સમંદરમાં ઉછળતાં મોજાં
B. વાવાઝોડું લઈને આવતો વરસાદ
C. પવન સાથે વરસતો વરસાદ
D. સંસારની મોહમાયા
ઉત્તરઃ
C. પવન સાથે વરસતો વરસાદ

પ્રશ્ન 2.
પીતાંબર
A. ભગવા રંગનું વસ્ત્ર
B. પીળા રંગનું રેશમી વસ્ત્ર
C. કાળા રંગનું વસ્ત્ર
D. પ્રભુએ ધારણ કરેલું અંગવસ્ત્ર
ઉત્તરઃ
B. પીળા રંગનું રેશમી વસ્ત્ર

Class 12 Gujarati Textbook Solutions Chapter 9 હંકારી જા

2. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધો :

પ્રશ્ન 1.
સોણલું
A. લક્ષ્ય
B. સમુદ્ર
C. સ્વપ્ન
D. ઉદધિ
ઉત્તરઃ
C. સ્વપ્ન

પ્રશ્ન 2.
સરિતા
A. તટિની
B. મઝધાર
C. કિનારો
D. સરોવર
ઉત્તરઃ
A. તટિની

3. નીચેના શબ્દોમાંથી ખોટી જોડણીવાળો શબ્દ શોધો.

પ્રશ્ન 1.
A. નિર્ઝરિણી
B. ઉદધિ
C. રત્નાકર
D. પરમતત્વ
ઉત્તરઃ
D. પરમતત્વ

હંકારી જા Summary in Gujarati

હંકારી જા કાવ્ય – પરિચય

પ્રસ્તુત ઊર્મિકાવ્યમાં પ્રભુદર્શનની તીવ્ર ઝંખના વ્યક્ત થઈ છે. ભક્તનું હૃદય ઈશ્વરકૃપાના પ્રસાદ માટે સદેવ ઉત્સુક રહે છે. રામદર્શનથી શબરી ભોગને ત્યાગીને યોગને પામી.

Class 12 Gujarati Textbook Solutions Chapter 9 હંકારી જા

એમ સંસારસાગરને ઘાટે અહથી બંધાયેલી નૌકાને કવિ કિનારાથી દૂર સાગર મોજાર લઈ જઈને સાગરની સેર કરાવવા ઝંખે છે. કાવ્યના અંતમાં કવિ પરમતત્ત્વને પામવાની ઝંખના વ્યક્ત કરે છે.

[In this prayer the intense desire of God’s darshan has been explained. The devote’s heart is always eager to get the grace of God. Shabari gained cure (yoga) and left suffering (bhog) by Ramdarshan.

The boat of life is tied with ego at the coast of the sea the world. The poet wants to take the boat in the middle of the sea and enjoy the sail. In the end of the poem the poet expresses his desire to gain moksha.]

હંકારી જા (Explanation of the Poem)

હે પ્રભુ! મારી બંસીમાં બે બોલ તું વગાડી જા, મારી વીણામાં તું સૂર જગાડી જા. પવન સાથે વરસતા વરસાદરૂપે તું પધાર પિયા. ઇચ્છારૂપી બારણાને ખોલી તું જા.

[0 god! please play some words in my flute. Please create some tune in my lute. Please come with rainy wind. Please open the door of desires.]

અજ્ઞાનના અંધકારને દૂર કરી, જ્ઞાનરૂપી સોનેરી સ્વપ્ન તું બતાડી જા, જીવનની એકલતાને દૂર કરીને, મારા હૃદયમાં પ્રસન્નતા તું ભરી દે.

[Please remove the darkness of ignorance and show me the golden dream of spiritual knowledge. Please remove on lines of my life and fill my heart with pleasure.]

ભૂખી શબરીનાં બે બોર આરોગીને. દર્શન ભૂખીની ઇચ્છા તું પૂરી કરી જા. અહમથી બંધાયેલી મારી નાવને, સાગરની સેર તું કરાવી જા.

Class 12 Gujarati Textbook Solutions Chapter 9 હંકારી જા

(Please fulfill the desire of Shabari who is hungry for your darshan, by eating her few stoned fruits. My boat is tied with ego, please sail it in the sea.]

મનના માલિક તારી ઇચ્છાના હલેસે, ફાવે ત્યાં નાવને તું હંકારી જા.

[O my God, please sail my boat where you desire with an oar of your wish.

હંકારી જા (Meanings)

  • ઉત્સુકતા (સ્ત્રી.) – ઉત્કંઠા; eagerness.
  • વાણી (સ્ત્રી.) – (અહીં) સૂર; sound, voice.
  • તીવ્ર – તીક્ષ્ણ; sharp.
  • ક્ષુધા (સ્ત્રી.) – ભૂખ; hunger.
  • ઝંઝા (સ્ત્રી.) – પવન સાથે પડતો વરસાદ; sound of wind.
  • શુદ્ર – તુચ્છ; frail. Class 12 Gujarati Textbook Solutions Chapter 9 હંકારી જા
  • ઢંઢોળવું – જગાડવું; to wake up.
  • ઝાંઝર (નવું) – પાયલ; anklets.
  • પીતાંબરી – પીળું વસ્ત્ર; yellow silk cloth.
  • આરોગવું – જમવું; to eat.
  • વછોડવું – છોડાવવું; rescue.
  • ફાવે ત્યાં – ગમે ત્યાં; everywhere.
  • પિયા – પતિ; husband.
  • કામ – ઇચ્છા; desire.
  • કમાડ (નવું) – બારણું; door.
  • સોણલું (નપુ) – સ્વપ્ન; dream.
  • સરિતા (સ્ત્રી) – નદી; river.
  • ઘાટ (નવું) – કિનારો; bank.
  • હોડી (સ્ત્રી) – નાવ; boat.
  • માલિક (૫) – ભગવાન; god.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *