Class 12 Gujarati Textbook Solutions Chapter 8 અખાનો સંસારત્યાગ

Gujarat Board GSEB Std 12 Gujarati Textbook Solutions Chapter 8 અખાનો સંસારત્યાગ Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 12 Gujarati Textbook Solutions Chapter 8 અખાનો સંસારત્યાગ

Class 12 Gujarati Textbook Solutions Chapter 8 અખાનો સંસારત્યાગ Textbook Questions and Answers

અખાનો સંસારત્યાગ સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1.
અખાએ જમનાને શા માટે કંઠી ઘડી આપી?
ઉત્તર :
જમનાબેનના અખા પાસે ત્રણસો રૂપિયા પડ્યા હતા. જમનાબેનની કંઠી પહેરવાની ઇચ્છા હતી માટે અખાએ તેને કંઠી ઘડી આપી.

Class 12 Gujarati Textbook Solutions Chapter 8 અખાનો સંસારત્યાગ

પ્રશ્ન 2.
ટંકશાળના કામ અંગે અખા પર કયું આળ આવ્યું?
ઉત્તરઃ
સોના-ચાંદીના સિક્કામાં બીજી ધાતુનું મિશ્રણ કર્યું છે એવું આળ અખા પર મૂકવામાં આવ્યું.

2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ટૂંકમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1.
જમનાને અખા પર શો અવિશ્વાસ આવ્યો?
ઉત્તર :
જમનાબેન અખાના પાડોશમાં રહેતા હતા. અખો તેમને ધર્મની બહેન માનતો હતો. જમનાબેનનું બીજું કોઈ સગું હતું નહીં. અખો એક ભાઈ તરીકેની બધી જ જવાબદારીઓ નિભાવતો. જમનાબેનના અખા પાસે ત્રણસો રૂપિયા જમા પડ્યાં હતા. આ સંબંધ લોકોની આંખમાં ખૂંચ્યો.

લોકોની કાનભંભેરણીને કારણે જમનાબેનને અખા પર અવિશ્વાસ આવ્યો અને તેને લાગ્યું કે અખો તેના પૈસા પાછા નહિ આપે. તેથી જમનાબેને કંઠી પહેરવાનું બહાનું કર્યું.

પ્રશ્ન 2.
બાદશાહના ફરમાનથી કચેરીમાં જતી વખતે આખો શા માટે નિર્ભય છે?
ઉત્તર :
અખા પર સોના-ચાંદીના સિક્કામાં હલકી ધાતુ મેળવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. માટે બાદશાહના સિપાઈઓ અખાને કચેરી લઈ જવા આવ્યા હતા, પણ અખો નિર્ભય હતો કેમ કે એણે કોઈ ખોટું કામ કર્યું ન હતું. એમને ખાતરી હતી કે આખરે સત્યનો જ જય થશે.

3. સવિસ્તર ઉત્તર લખો.

પ્રશ્ન 1.
અખો શા માટે સંસારત્યાગ કરે છે? એની મનઃસ્થિતિ જણાવો.
ઉત્તરઃ
આપણાં સુપ્રસિદ્ધ મધ્યકાલીન જ્ઞાની કવિ અખાના જીવન વિશે પ્રચલિત દંતકથાને આધારે લેખક ચંદ્રવદન મહેતાએ “અખાનો સંસારત્યાગ’ ચરિત્રનાટક લખ્યું છે. એમાં અખાના ઉદાત્ત વ્યક્તિત્વને સુપેરે ચિત્રિત કર્યું છે.

Class 12 Gujarati Textbook Solutions Chapter 8 અખાનો સંસારત્યાગ

અખા જેવા સજ્જન વ્યક્તિને સમાજની રૂઢિગત ઢબને કારણે ઘણી મુસીબતો અને અપમાનનો સામનો કરવો પડે છે. અખાના પાડોશમાં રહેતા જમનાબેન જેમને અખો ધર્મભગિની માનતો હતો. ભાઈ તરીકેની બધી જ જવાબદારી નિભાવતો હતો.

જમનાબેન પણ અખાને પોતાનો સગો ભાઈ માનતી હતી. આ સંબંધની લોકોને ઈર્ષ્યા થતી હતી. તેથી આસપાસના લોકોએ અખા વિરુદ્ધ જમનાબેનને ઉશ્કેર્યા.

જમનાબેને અખા પાસે જમા કરેલા રૂપિયા કઢાવવા કંઠી પહેરવાનું કહીને કંઠી બનાવડાવી. કંઠી બની ગયા પછી અખા પરના અવિશ્વાસને કારણે ચોકસી પાસે તેની ખરાઈ કરાવવા લઈ ગયા. આ વાતની જાણ થતાં અખાને જગતની મોહમાયાની નિરર્થકતા સમજાઈ ગઈ.

પાખંડથી ભરેલી આ દુનિયામાં માણસ તો પામર છે. તે ભરમાઈ જાય છે. માટીના માળખામાં આટલો બધો પ્રપંચ. માનવમાત્રને માયાના બંધન છે. મારી બેન જેવી બેનને પણ મારા પર વિશ્વાસ નથી. પાંચ-પાંચ વર્ષ આટલી નિમકહલાલ સેવા બજાવી તોય સૂબેદારના મનમાં મારે માટે અવિશ્વાસ આવ્યો. માનવજીવન કેટલું સહેલું છે? માયાના આવરણ કેવા લાલ-પીળા રંગ દેખાડે છે? માયાની ઈન્દ્રજાળથી કોઈ બચી શકતું નથી.

માયા જુદા જુદા વેશ, ચિત્ર-વિચિત્ર પ્રપંચ લીલા, કૂવા પરના ચક્કર જેવી ગતિ માયાનું ચંચળ ચાતુર્ય વગેરે દ્વારા એ માણસને મર્કટની જેમ નચાવે છે. સોનું ઘડ્યું ત્યારે આળ આવ્યું ને? હવે મારે સોનીનો ધંધો જ નથી કરવો. આ સંસાર અસાર છે. આમ, અખાને સંસાર પર વિરક્તિ આવી.

પ્રશ્ન 2.
અખો અને જમવાનું ચરિત્ર ચિત્રણ કરો.
ઉત્તરઃ
અખો આપણાં સુપ્રસિદ્ધ મધ્યકાલીન જ્ઞાની કવિ અખાના જીવન વિશે પ્રચલિત દંતકથાને આધારે લેખક ચંદ્રવદન મહેતાએ અખાનો સંસારત્યાગ ચરિત્રનાટક લખ્યું છે. અખાના જીવનના વળાંકરૂપ સંસારત્યાગના પ્રસંગને આબેહુબ આલેખ્યો છે. એમાં અખાના ઉદાત્ત વ્યક્તિત્વને સુપેરે ચિત્રિત કર્યું છે.

Class 12 Gujarati Textbook Solutions Chapter 8 અખાનો સંસારત્યાગ

અખો ચલણી સિક્કા બનાવવાની રાજ્યની ટંકશાળમાં ઉપરી અધિકારી તરીકે કામ કરતો હતો. પાંચ-પાંચ વર્ષ સુધી ઈમાનદારીથી કામ કરવા છતાં સોના-ચાંદીના સિક્કામાં બીજી ધાતુ મેળવવાનો આરોપ તેના પર આવ્યો.

અખો પાડોશમાં રહેતા જમનાબેનને ધર્મભગિની માનીને ભાઈ તરીકેની બધી ફરજ બજાવતો હતો. પણ લોકોની કાનભંભેરણીને કારણે જમનાબેનને અખા પર અવિશ્વાસ આવ્યો. પોતાના ત્રણસો રૂપિયા પાછા મેળવવા કંઠી પહેરવાનું બહાનું કાઢ્યું. કંઠી બની ગયા પછી એની ખરાઈ ચોકસી પાસે કરાવી. અખાને આ વાતની જાણ થતાં અખાનું મન સંસાર પરથી ઊઠી ગયું.

માનવજીવન કેટલું સહેલું છે? માયાના આવરણ કેવા લાલપીળા રંગ દેખાડે છે? માયાની ઇન્દ્રજાળથી કોઈ બચી શકતું નથી. માયા જુદા જુદા વેશ, ચિત્ર-વિચિત્ર પ્રપંચ લીલા, કૂવા પરના ચક્કર જેવી ગતિ માયાનું ચંચળ ચાતુર્ય વગેરે દ્વારા એ માણસને મર્કટની જેમ નચાવે છે.

સોનું ઘડ્યું ત્યારે આળ આવ્યું ને? હવે મારે સોનીનો ધંધો જ નથી કરવો. આ સંસાર અસાર છે. આમ, અખાને સંસાર પર વિરક્તિ આવી.

જમનાબેન જમનાબેન અખાના પાડોશમાં રહેતા હતા. અખો તેમને ધર્મની બહેન માનતો હતો. જમનાબેનનું બીજું કોઈ સગું હતું નહીં. અખો એક ભાઈ તરીકેની બધી જ જવાબદારીઓ નિભાવતો. જમનાબેન કરકસર કરીને થોડા પૈસા બચાવીને અખા પાસે જમા કરાવતી.

જમનાબેનના અખા પાસે ત્રણસો રૂપિયા જમા થયા હતા. અખો પણ પોતાની બહેન માટે વધારે મહેનત કરતો. પણ આ સંબંધ લોકોની આંખમાં ખૂઓ. લોકોની કાનભંભેરણીને કારણે જમનાબેનને અખા પર અવિશ્વાસ આવ્યો અને તેને લાગ્યું કે અખો તેના પૈસા પાછા નહિ આપે.

Class 12 Gujarati Textbook Solutions Chapter 8 અખાનો સંસારત્યાગ

એ માટે કંઠી પહેરવાનું બહાનું કાઢ્યું. અખાએ પોતાની બેનને કંઠી પહેરવી છે એ જાણી ખૂબ જ કાળજીપૂર્વક થોડું સોનું વધારે ઉમેરીને કંઠી બનાવી. કંઠી બની ગયા પછી એની ખરાઈ ચોકસી પાસે કરાવી. અખાને આ વાતની જાણ થતાં અખાનું મન સંસાર પરથી ઊઠી ગયું.

જમનાબેનને પોતાની ભૂલ સમજાઈ. તેને એવું લાગે છે કે તેના પાપને કારણે અખા પર આરોપ આવ્યો. તેણે અખાની માફી માગી પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. અખો સંસાર ત્યાગીને સાચા ગુરુની શોધમાં નીકળી ગયો હતો.

Std 12 Gujarati Textbook Solutions Chapter 8 અખાનો સંસારત્યાગ Additional Important Questions and Answers

અખાનો સંસારત્યાગ પ્રશ્નોત્તર

1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો 1 ગુણ)

પ્રશ્ન 1.
“અખાનો સંસારત્યાગ પાઠના લેખકનું નામ જણાવો.
ઉત્તરઃ
“અખાનો સંસારત્યાગ’ પાઠના લેખકનું નામ ચંદ્રવદન મહેતા છે.

પ્રશ્ન 2.
“અખાનો સંસારત્યાગ’ પાઠનો પ્રકાર જણાવો.
ઉત્તરઃ
“અખાનો સંસારત્યાગ’ પાઠનો પ્રકાર ચરિત્રનાટક છે.

પ્રશ્ન 3.
“અખાનો સંસારત્યાગ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે?
ઉત્તરઃ
“અખાનો સંસારત્યાગ’ “અખો, વરવહુ અને બીજાં { નાટકોમાંથી લેવામાં આવ્યો છે.

પ્રશ્ન 4.
અખાએ શા માટે સંસારનો ત્યાગ કર્યો?
ઉત્તરઃ
અખાએ પાંચ-પાંચ વર્ષ નિમકહલાલ સેવા બજાવી તોપણ સોના-ચાંદીના સિક્કામાં હલકી ધાતુ મેળવવાનો આરોપ મૂક્યો.

Class 12 Gujarati Textbook Solutions Chapter 8 અખાનો સંસારત્યાગ

તેમની ધર્મની બહેન જમનાબેને તેના પર અવિશ્વાસ કર્યો. તેથી અખાએ સંસારનો ત્યાગ કર્યો.

2. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો [1 ગુણ).

પ્રશ્ન 1.
“અખાનો સંસારત્યાગ’ કૃતિનો સાહિત્યપ્રકાર જણાવો.
A. આખ્યાન
B. નાટક
C. પદ્યનાટક
D. ભવાઈ
ઉત્તરઃ
B. નાટક

પ્રશ્ન 2.
“અખાનો સંસારત્યાગ’ પાઠના લેખકનું નામ જણાવો.
A. ગાંધીજી
B. ઈશ્વર પેટલીકર
C. વેણીભાઈ પુરોહિત
D. ચંદ્રવદન મહેતા
ઉત્તરઃ
D. ચંદ્રવદન મહેતા

પ્રશ્ન ૩.
“અખાનો સંસારત્યાગ’ નાટક કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે?
A. અખો, વરવહુ અને બીજાં નાટકો
B. ઈલાનાં કાવ્યો
C. બાંધ ગઠરિયા
D. સફર ગઠરિયા
ઉત્તરઃ
A. અખો, વરવહુ અને બીજાં નાટકો

Class 12 Gujarati Textbook Solutions Chapter 8 અખાનો સંસારત્યાગ

પ્રશ્ન 4.
અખાને મતે બાદશાહની ટંકશાળ એટલે …
A. અનુભવ અને દીર્ધદષ્ટિ
B. પ્રામાણિકતા અને લોભલાલચ
C. પ્રામાણિકતાને ચોકસાઈ
D. ચોકસાઈ અને મોહમાયા
ઉત્તરઃ
C. પ્રામાણિકતાને ચોકસાઈ

પ્રશ્ન 5.
“પણ આવડી ધાડ શી? આવ્યાં શું ને ચાલ્યાં શું?” આ વાક્ય કોણ, કોને કહે છે?
A. અખો – લાલદાસ
B. જમનાબેન – અખો
C. લાલદાસ – અખો
D. અખો – જમનાબેન
ઉત્તરઃ
D. અખો – જમનાબેન

પ્રશ્ન 6.
જમનાબેને અખાએ બનાવેલી કંઠીની ચોકસી પાસે ખરાઈ કરાવી, કારણ કે …
A. જમનાબેનનાં મનમાં શંકાનાં બીજ રોપાયાં હતાં.
B. જમનાબેનને ચોકસી પર વિશ્વાસ હતો.
C. જમનાબેન ચોકસીની બહેન હતા.
D. ચોકસીએ જમનાબેનના કાન ભંભેર્યા હતા.
ઉત્તરઃ
A. જમનાબેનનાં મનમાં શંકાનાં બીજ રોપાયાં હતાં.

Class 12 Gujarati Textbook Solutions Chapter 8 અખાનો સંસારત્યાગ

પ્રશ્ન 7.
માટીના માળખામાં આટલો બધો પ્રપંચ એમ? આ વાક્ય કોણ બોલે છે?
A. જમનાબેન
B. લાલદાસ
C. અખો
D. સિપાહી
ઉત્તરઃ
C. અખો

અખાનો સંસારત્યાગ વ્યાકરણ

1. નીચેનાં વાક્યોમાંથી સંયુક્ત વાક્ય ઓળખાવોઃ

પ્રશ્ન 1.
A. જમનાબેન અખાની ધરમની બહેન હતી.
B. લાલદાસ અખા પાસે સોનાના દાગીના લેવા આવ્યા હતા.
C. અખો ઈમાનદાર હતો તે છતાં રાજાના સિપાહીઓ તેમને પકડી ગયા.
D. જ્યારે અખાને ખબર પડી ત્યારે તેણે સંસાર છોડી દીધો.
ઉત્તરઃ
C. અખો ઈમાનદાર હતો તે છતાં રાજાના સિપાહીઓ તેમને પકડી ગયા.

પ્રશ્ન 2.
A. ગામલોકોએ જમનાબેનના કાન ભંભેર્યા તેથી તેમને અખા પર અવિશ્વાસ આવ્યો.
B. અખાએ જમનાબેન માટે સોનાની કંઠી બનાવી.
C. અખાને સંસાર અસાર લાગ્યો.
D. લાલદાસ અખાને સાંત્વન આપે છે.
ઉત્તરઃ
A. ગામલોકોએ જમનાબેનના કાન ભંભેર્યા તેથી તેમને અખા પર અવિશ્વાસ આવ્યો.

Class 12 Gujarati Textbook Solutions Chapter 8 અખાનો સંસારત્યાગ

પ્રશ્ન 3.
A. જમનાબેને ચોકસી પાસે કંઠીની ખરાઈ કરાવી માટે અખાને ખૂબ ખરાબ લાગ્યું.
B. સંસારની માયાનો અખાએ ત્યાગ કર્યો.
C. આખરે જમનાબેનને ખૂબ પશ્ચાત્તાપ થયો.
D. જ્યારે રાજાને અખાની વાત સાચી લાગી ત્યારે તેને નિર્દોષ છોડી મૂક્યો.
ઉત્તરઃ
A. જમનાબેને ચોકસી પાસે કંઠીની ખરાઈ કરાવી માટે અખાને ખૂબ ખરાબ લાગ્યું.

2. નીચેનાં વાક્યોમાંથી સંકુલ વાક્ય ઓળખાવોઃ

પ્રશ્ન 1.
A. જેવું જગત દેખાય છે તેવું નથી.
B. જમનાબેન અખાને સગો ભાઈ માનતા હતા.
C. લાલદાસે અખાને રોકવાનો ખૂબ પ્રયત્નો કર્યા.
D. અખા પર ચલણી સિક્કામાં હલકી ધાતુ મેળવવાનો આરોપ મૂક્યો.
ઉત્તરઃ
A. જેવું જગત દેખાય છે તેવું નથી.

પ્રશ્ન 2.
A. રામના સિપાઈઓ અખાના ઘરે આવ્યા.
B. જો જગતની માયા મિથ્યા છે તો તેનો ત્યાગ જ કરવો.
C. માયાના આવરણમાંથી બહાર નીકળવું અશક્ય છે.
D. અખાએ સંસારનો ત્યાગ કર્યો.
ઉત્તરઃ
B જો જગતની માયા મિથ્યા છે તો તેનો ત્યાગ જ કરવો.

Class 12 Gujarati Textbook Solutions Chapter 8 અખાનો સંસારત્યાગ

પ્રશ્ન 3.
A. લોકોને જમનાબેન અને અખાની ઈર્ષા થઈ.
B. અખો જીવનભર સોનીનો ધંધો કરીને ગુજરાન ચલાવતો હતો.
C. જ્યારે સત્યના માર્ગ પર ચાલીએ ત્યારે મુશ્કેલીઓ તો આવે જ.
D. સમય અને સંજોગો વિપરીત હતા.
ઉત્તરઃ
C. જ્યારે સત્યના માર્ગ પર ચાલીએ ત્યારે મુશ્કેલીઓ તો આવે જ.

૩. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:

પ્રશ્ન 1.
નીચેના રૂઢિપ્રયોગોનો સાચો અર્થ શોધોઃ
1. દિલમાં મેલ રાખવો
A. મન સાફ રાખવું
B. મનમાં કપટ રાખવું
C. દિલ દુઃખી થવું
D. મનમાં મૂંઝવણ થવી
ઉત્તર :
B. મનમાં કપટ રાખવું

પ્રશ્ન 2.
આળ ચડાવવું
A. સજા કરવી
B. સરપાવ આપવો
C. આરોપ મૂકવો
D. શિક્ષા ન કરવી
ઉત્તર :
C. આરોપ મૂકવો

Class 12 Gujarati Textbook Solutions Chapter 8 અખાનો સંસારત્યાગ

પ્રશ્ન 3.
આંચ ન આવવી
A. કંઈ અસર ન થવી
B. ભલાઈ કરવી
C. પરોપકાર કરવો
D. મોહમાયા છોડવી
ઉત્તર :
A. કંઈ અસર ન થવી

પ્રશ્ન 4.
બદલો વાળવો
A. બદલાવી લેવું
B વળતર ચૂકવવું
C. બદનામી થવી
D. બળજબરી કરવી
ઉત્તર :
B. વળતર ચૂકવવું

પ્રશ્ન 5.
કાન ભંભેરવા
A. આળ ચડાવવું
B. નિંદા કરવી
C. આદેશ આપવો
D. ઉશ્કેરણી કરવી
ઉત્તર :
D. ઉશ્કેરણી કરવી

Class 12 Gujarati Textbook Solutions Chapter 8 અખાનો સંસારત્યાગ

2. નીચેના સામાસિક શબ્દોના અર્થ આપો :

પ્રશ્ન 1.
ટંકશાળ
A. ચલણમાં વપરાતું નાણું
B. બપોરની શાળા
C. ચલણી સિક્કા બનાવવાનું કારખાનું
D. રાજાના સોનાના સિક્કા બનાવવાનું કારખાનું
ઉત્તર :
C. ચલણી સિક્કા બનાવવાનું કારખાનું

પ્રશ્ન 2.
સૂબેદાર
A. સિપાહીઓની નાની ટુકડીનો અમલદાર
B. પોલીસનો વડો
C. હવાઈદળનો અધિકારી
D. વાયુદળનો અધિકારી
ઉત્તર :
A. સિપાહીઓની નાની ટુકડીનો અમલદાર

પ્રશ્ન 3.
ખરીતો
A. મકાનનો દસ્તાવેજ
B. એક પ્રકારની હૂંડી
C. સરકારી કાગળવાળું પરબીડિયું
D. સરકારી આદેશ
ઉત્તર :
C. સરકારી કાગળવાળું પરબીડિયું

Class 12 Gujarati Textbook Solutions Chapter 8 અખાનો સંસારત્યાગ

પ્રશ્ન 4.
ધર્મભગિની
A. ધર્મની બહેન
B. ધર્મના ગુરુ
C. ધર્મની પ્રજા
D. ધર્મનો બંધુ
ઉત્તર :
A. ધર્મની બહેન

3. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધો:

પ્રશ્ન 1.
ફરમાન
A. ફરજ
B. આદેશ
C. હક
D. વિનંતી
ઉત્તર :
B. આદેશ

પ્રશ્ન 2.
આળ
A. અધિકાર
B. આકાંક્ષા
C. મનોરથ
D. આરોપ
ઉત્તર :
D. આરોપ

Class 12 Gujarati Textbook Solutions Chapter 8 અખાનો સંસારત્યાગ

પ્રશ્ન 3.
બુદ્ધિ
A. મતિ
B. સત્ય
C. ઇચ્છા
D. પાણિ
ઉત્તર :
A. મતિ

4. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ શોધોઃ

પ્રશ્ન 1.
ચિંતિત
A. ચિંતાતુર
B. નિશ્ચિત
C. મૂંઝવણ
D. સ્વાર્થ
ઉત્તર :
B. નિશ્ચિત

પ્રશ્ન 2.
નિંદા
A. ટીકા
B. ઈર્ષા
C. પ્રશંસા
D. તથા
ઉત્તર :
C. પ્રશંસા

Class 12 Gujarati Textbook Solutions Chapter 8 અખાનો સંસારત્યાગ

5. નીચેના શબ્દોમાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો.

પ્રશ્ન 1.
A. વિધ્યાર્થી
B. પરીક્ષા
C. અનૂસ્વાર
D. નગરપાલીકા
ઉત્તર :
B. પરીક્ષા

6. નીચેનાં કહેવત-જોડકાંમાંથી સમાન અર્થવાળું જોડકું શોધો.

પ્રશ્ન 1.
A. અધૂરો ઘડો છલકાય ઘણો – ઝાઝા હાથ રળિયામણા
B. ચળકે એટલું સોનું નહિ – ઊજળું એટલું દૂધ નહિ
C. વાવે તેવું લણે – સોબત તેવી અસર
D. પૂછતો નર પંડિત થાય – નાચવું નહિ ને આંગણું વાંકું
ઉત્તર :
B. ચળકે એટલું સોનું નહિ – ઊજળું એટલું દૂધ નહિ

અખાનો સંસારત્યાગ Summary in Gujarati

અખાનો સંસારત્યાગ પાઠ-પરિચય

મધ્યકાલીન કવિ અખાના સંસારત્યાગની ઘટનાને લેખકે ચરિત્રનાટક સ્વરૂપે આલેખી છે. ધર્મની બહેન જમનાબેને અખા પર અવિશ્વાસ કર્યો અને ચોકસી પાસે કંઠીની ખરાઈ કરાવી.

અખાએ પાંચ-પાંચ વરસ નિમકહલાલ સેવા કરી એવા સૂબેદારે તેના પર સિક્કામાં હલકી ધાતુ મેળવવાનો આરોપ મૂક્યો. આ ઘટનાથી વિચલિત થયેલા અખાએ આ અસાર સંસારનો ત્યાગ કર્યો.

Class 12 Gujarati Textbook Solutions Chapter 8 અખાનો સંસારત્યાગ

અહીં અખાના જીવનના વળાંકરૂપ પ્રસંગને આલેખીને અખાના વ્યક્તિત્વનું ઉદાત્ત અને હૃદયસ્પર્શી ચિત્રાંકન દ્વારા નાટકને ચિરંજીવ બનાવ્યું છે.

[The writer has written the incident of the poet of the middle age Akha’s leaving the worldly life in the form of a play. The religious sister Jamanaben untrusted on him and tested her gold chain by the goldsmith which was made by Akha.

Akha served selflessly for five years and the subedar accused him of mixing inferior quality metal in coins. Shocked by this incident Akha left the worthless worldly life.

By expressing the incident of turning point of Akha’s life, here the writer has made the play immortal and heart-touching.)

અખાનો સંસારત્યાગ (Meanings)

  • ધ્યાન (નવું) – લક્ષ્ય; purpose.
  • કાળજી (સ્ત્રી.) – પરવા; care.
  • ટંકશાળ (સ્ત્રી.) – ચલણી સિક્કા પાડવાનું કારખાનું; mint.
  • ગુનેગાર (૬) – દોષી, અપરાધી; criminal.
  • મશ્કરી (સ્ત્રી.) – ટીખળ; Joke.
  • પ્રામાણિક – ઈમાનદાર; honest.
  • પ્રપંચ (નવું) – કપટ; fraud.
  • ચડતી (સ્ત્રી.) – પ્રગતિ; prosperity.
  • ખાવું- સહન થવું; to suffer.
  • છાનું (નવું) – ગુપ્ત; secret,
  • નિંદા (સ્ત્રી.) – ટીકા; estimate.
  • વાયદો (૫) – મુદત; any fixed future time.
  • નસીબદાર – ભાગ્યશાળી; lucky.
  • આપીકી – પોતાની; one’s own.
  • ધાડ મારવી -મોટું પરાક્રમ કરવું; feat.
  • ફરમાન (નવું) – આદેશ; a command.
  • ખરીતો – સરકારી કાગળિયાનું પરબીડિયું; envelope.
  • મેલ (મું) – પાપ; a sin. Class 12 Gujarati Textbook Solutions Chapter 8 અખાનો સંસારત્યાગ
  • ડંખ (૫) – વસવસો; sting
  • આંચ ન આવવી – કોઈ તકલીફ ન પડવી; not get scratched.
  • તોલો – દસ ગ્રામથી સહેજ વધુ; unit of weight.
  • અદેખા – ઈર્ષાળું; jealous.
  • ઉકલવું – વાંચી શકવું to read.
  • કારસ્તાન (નપું) – પરાક્રમ; bravery.
  • કાનભંભેરણી (સ્ત્રી.) – ઉશ્કેરણી; instigation.
  • બુદ્ધિ (સ્ત્રી.) – મતિ, પ્રજ્ઞા; intelligence,
  • મનસૂબો (૫) – હેતુ; motive.
  • જૂઠું – ખોટું; false.
  • વેઠવું – સહન કરવું; to suffer
  • ગેરલાભ (૫) – નુકસાન; harm, loss.
  • પસ્તાવો (૫) – પશ્ચાત્તાપ; repentance.
  • સૂબેદાર (૫) – અમલદાર; officer.
  • ઈન્દ્રજાળ (સ્ત્રી) – છેતરપિંડી કરનારી વિદ્યા; magic.
  • કરસણી (સ્ત્રી) – ઉગાડે; grow.
  • નિમકહલાલી (સ્ત્રી) – ઈમાનદારી; honesty.
  • આવરણ (નવું) – પડ; cover.
  • સઘળાં – બધાં; all.
  • મર્કટ (૫) – વાંદરો; monkey.
  • રળ્યા – કમાયા; earn. Class 12 Gujarati Textbook Solutions Chapter 8 અખાનો સંસારત્યાગ
  • ઔષધ (સ્ત્રી.) – દવા; medicine.
  • અકળવકળ – વ્યાકુળ; agitated.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *