Class 11 Gujarati Textbook Solutions Chapter 18 અણદો

   

Gujarat Board GSEB Std 11 Gujarati Textbook Solutions Chapter 18 અણદો Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 11 Gujarati Textbook Solutions Chapter 18 અણદો

Class 11 Gujarati Textbook Solutions Chapter 18 અણદો Textbook Questions and Answers

અણદો સ્વાધ્યાય

1. નીચેના દરેક પ્રશ્નનો એક-એક વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
અણદા પાસે શો કસબ હતો?
ઉત્તરઃ
અણદા પાસે મોરલી સરસ વગાડવાનો કસબ હતો.

Class 11 Gujarati Textbook Solutions Chapter 18 અણદો

પ્રશ્ન 2.
અણદો પોતાનું વાદ્ય ચબૂતરામાં શા માટે મૂકી દેતો?
ઉત્તર :
છોકરા પોતાનું વાદ્ય તોડી નાખે અને મોટા માણસો પરાણે વગાડવાનું કહે તે ભયથી અણદો પોતાનું વાદ્ય ચબૂતરામાં મૂકી દેતો.

પ્રશ્ન 3.
લેખકે કલ્પેલું અણદાનું માનસિક ચિત્ર કેવું હતું?
ઉત્તર :
લેખકે કલ્પેલું અણદાનું માનસિક ચિત્ર સૂગ ચડી જાય તેવું હતું.

2. નીચેના દરેક પ્રશ્નનો બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
અણદાના વાસ્તવિક દેખાવનું વર્ણન કરો.
ઉત્તરઃ
અણદો જાતે સ્વચ્છ હતો. એનાં કપડાં ફાટેલા – તૂટેલાં પણ સ્વચ્છ હતાં. એની હજામત વધેલી હતી પણ એમાં ધૂળ નહોતી. એના શરીર પર મેલના થર નહોતા.

પ્રશ્ન 2.
અણદા વિશેની લેખકની જિજ્ઞાસા શાથી વધી ગઈ?
ઉત્તરઃ
ગામના છોકરાઓએ લેખકને કહ્યું કે અણદો ગામની સફાઈ કરે છે, બજારની શેરીઓ વાળે છે, ભૂખ લાગે તો ભીખ માગે છે, મોરલી સરસ વગાડે છે. આથી અણદા વિશેની લેખકની જિજ્ઞાસા વધી ગઈ.

પ્રશ્ન 3.
અણદો દાનેશ્વરી હતો તેમ શાથી કહી શકાય?
ઉત્તરઃ
અણદાને કોઈ કપડાં આપતું તો એ વેચી નાખતો નહિ પરંતુ જરૂરિયાતવાળાઓને આપી દેતો. તેની પાસે તે કપડાં જોવા મળતાં નહિ. આથી કહી શકાય કે અણદો દાનેશ્વરી હતો.

Class 11 Gujarati Textbook Solutions Chapter 18 અણદો

પ્રશ્ન 4.
લેખકે અણદા પાસે કયું વચન માગ્યું હતું? શા માટે?
ઉત્તરઃ
અણદો ભીખ માગતો હતો. તેનું શરીર મહેનત કરી શકે એવું હતું. વળી મોરલી વગાડવાનો એનો કસબ હતો. આથી લેખકે અણદા પાસે “કદી ભીખ નહિ માગવાનું વચન માગ્યું.

પ્રશ્ન 5.
અણદાએ લેખકને આપેલું વચન શી રીતે પાળ્યું?
ઉત્તરઃ
“કદી ભીખ નહિ માગવાનું લેખકને વચન આપ્યા પછી અણદો મજૂરી કરતો. સમય મળે સફાઈનું કામ કરતો. મજૂરીના વધેલા પૈસામાંથી સીંગ – ચણા – મમરા લઈને સાધુ – ભિખારીઓને વહેંચી દેતો. આ રીતે અણદાએ લેખકને આપેલું વચન પાળ્યું.

3. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો :

પ્રશ્ન 1.
અણદો લેખક માટે કોયડા સમાન હતો તેમ શાથી કહી શકાય?
ઉત્તરઃ
અણદાને લેખકે કલ્પેલો એવો એનો દીદાર નહોતો. એનાં કપડાં ફાટેલા – તૂટેલાં પણ સ્વચ્છ હતાં. હજામત વધેલી હતી પણ એમાં ધૂળ નહોતી. શરીર પર મેલના થર નહોતા. એ મોરલી સરસ વગાડતો હતો.

પણ ગામલોકોને મન એ ગાંડો હતો. કુટુંબીઓએ એને ગાંડો ગણીને કાઢી મૂક્યો હતો. છોકરાઓ એની પાછળ ધૂળ ઉડાડતા, કાંકરા મારતા, બૂમો પાડતા, ગાળો દેતા પણ અણદો કદી ચિડાતો નહિ. એ જે ગામમાં જતો એ ગામની સફાઈ દિલપૂર્વક કરતો, પણ બદલામાં કશું માગતો નહિ, રોટલા ભિખારીઓને વહેંચી દેતો.

આમ, અણદો ગાંડો પણ નહોતો. આથી અણદો લેખક માટે કોયડા સમાન હતો.

Class 11 Gujarati Textbook Solutions Chapter 18 અણદો

પ્રશ્ન 2.
અણદાનું પાત્રાલેખન તમારા શબ્દોમાં કરો અથવા અણદાની વિવિધ વિશેષતાઓ જણાવો.
ઉત્તરઃ
અણદાના નામથી તે ગંદોગોબરો હશે તેવી કલ્પના થાય, પરંતુ તે એવો નથી. તે સ્વચ્છતાનો આગ્રહી છે. તેનાં કપડાં ફાટેલા – તૂટેલ પણ સ્વચ્છ છે. તેના વાળમાં ધૂળ નથી. તેનું શરીર પણ સ્વચ્છ છે.

ગામલોકોને મન એ ગાંડો હતો. કુટુંબીઓએ એને ગાંડો ગણી કાઢી મૂક્યો હતો. છોકરાઓ એની પાછળ ધૂળ ઉડાડતા, કાંકરા મારતા, બૂમો પાડતા, ગાળો દેતા પણ અણદો કદી ચિડાતો નહિ. એ જે ગામમાં જતો એ ગામની સફાઈ દિલપૂર્વક કરતો, પણ બદલામાં કશું માગતો નહિ.

અણદાને ભૂખ લાગતી ત્યારે ભીખ માગતો. વધારાના રોટલા ભિખારીઓને વહેંચી દેતો. કપડાં મળે તે પણ જરૂરિયાતવાળાને આપી દેતો. આથી જ તલાટી ગોપાલદાસે કહ્યું: “એ દાનેશ્વરી કર્ણનો અવતાર છે.’

અણદો મોરલી સરસ વગાડતો.

લેખકે અણદાને ભીખ નહિ માગવાનું વચન આપવા કહ્યું. અણદાએ લેખકને વચન આપ્યું. ત્યારપછી અણદો મજૂરી કરતો. મજૂરી કરતાં સમય મળે તો સફાઈનું કામ કરતો. મોરલીના સૂરમાં આત્માનંદ મેળવતો.

આમ, અણદો સફાઈ અને સેવાકાર્યની પ્રેરણા આપતું રેખાચિત્ર છે.

Std 11 Gujarati Textbook Solutions Chapter 8 દિલોજાન દોસ્ત : પુસ્તક Additional Important Questions and Answers

અણદો પ્રશ્નોત્તર

1. નીચેના પ્રશ્નોના બે – ત્રણ વાક્યોમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
લેખકની અણદા માટેની કલ્પના કેવી હતી?
ઉત્તરઃ
લેખકની કલ્પના પ્રમાણે અણદો મેલો – ઘેલો ચીંથરેહાલ, લટુરિયા વાળવાળો, ગંદોગોબરો, ચામડીના દર્દથી પીડાતો, કૃશકાય હતો. તે ચિડાતો, ગાળો બોલતો, જે હાથમાં આવે તેને ઉપાડતો અને ઘા કરતો હતો.

Class 11 Gujarati Textbook Solutions Chapter 18 અણદો

2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
લેખકે અણદાને પહેરવા શું આપ્યું?
ઉત્તરઃ
લેખકે અણદાને પહેરવા શર્ટ આપ્યું.

પ્રશ્ન 2.
અણદાને કોણે ઘૂંસો આપ્યો હતો?
ઉત્તરઃ
અણદાને તલાટી ગોપાલદાસે ઘૂંસો આપ્યો હતો.

પ્રશ્ન 3.
અણદો મજૂરીના પૈસામાંથી વધેલા પૈસાનું શું કરે છે?
ઉત્તરઃ
અણદો મજૂરીના પૈસામાંથી વધેલા પૈસામાંથી સીંગ – ચણામમરા લઈને સાધુ – ભિખારીઓને વહેંચે છે.

3. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :

પ્રશ્ન 1.
‘અણદો ગદ્યના લેખકનું નામ જણાવો.
(a) દિલીપ રાણપુરા
(b) રાઘવજી માધડ
(c) રમણલાલ ચી. શાહ
(d) ચંદ્રકાન્ત મહેતા
ઉત્તરઃ
(a) દિલીપ રાણપુરા

Class 11 Gujarati Textbook Solutions Chapter 18 અણદો

પ્રશ્ન 2.
‘અણદો’ કૃતિનો સાહિત્યપ્રકાર જણાવો.
(a) નવલિકા
(b) લઘુકથા
(c) ચરિત્રલેખ
(d) નાટ્યખંડ
ઉત્તરઃ
(c) ચરિત્રલેખ

પ્રશ્ન 3.
દિલીપ રાણપુરાની નવલકથાનું નામ લખો.
(a) હૃદયનાથ
(b) સૂકી ધરતી સૂકા હોઠ
(c) પાછલે બારણે
(1) કુરુક્ષેત્ર
ઉત્તરઃ
(b) સૂકી ધરતી સૂકા હોઠ

અણદો વ્યાકરણ

1. નીચેનાં વાક્યો ભાષાની દષ્ટિએ સુધારીને ફરીથી લખોઃ

(1) અચાનક ટ્રેનમાં એક વખત મળી ગઈ અણદો.
(2) ગાંડો ગણીને એને કાઢી મૂક્યો હતો કુટુંબીઓને.
(3) આ સિવાય બીજું કોઈ ધંધો તું કરે છે?
(4) તારો શરીર મહેનત કરી શકે છે એવું.
ઉત્તરઃ
(1) અચાનક એક વખત અણદો ટ્રેનમાં મળી ગયો.
(2) કુટુંબીઓએ એને ગાંડો ગણીને કાઢી મૂક્યો હતો.
(3) તું આ સિવાય બીજો કોઈ ધંધો કરે છે?
(4) મહેનત કરી શકે એવું તારું શરીર છે.

Class 11 Gujarati Textbook Solutions Chapter 18 અણદો

2. નીચેનાં વાક્યોમાંથી પ્રત્યય શોધીને લખોઃ

(1) ગામલોકોને મન એ ગાંડો હતો.
(2) ઠંડીથી એની કાયા ધ્રુજતી હતી.
(3) અણદાએ વચન પાળ્યું.
(4) બીજે અઠવાડિયે મેં અણદાને જોયો.
ઉત્તરઃ
(1) ને
(2) થી
(3) એ
(4) એ, ને

3. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી, વાક્યમાં પ્રયોગ કરોઃ
જાત ઘસી નાખવી ખૂબ મહેનત કરવી
વાક્યઃ દીકરાને ભણાવવા ભરતભાઈએ જાત ઘસી નાખી.

4. નીચે “એ” વિભાગમાં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો “બ” વિભાગમાંથી શોધીને લખો:
“અ” વિભાગ – “બ” વિભાગ
(1) ધૂન – આતુરતા, અધિરાઈ
(2) ઉત્સુક્તા – લગની, તાના
(3) દીદાર – હુન્નર, કારીગરી
(4) કસબ – ચહેરો, સ્વરૂપ
ઉત્તર :
(1) ધૂન – લગની, તાન
(2) ઉત્સુકતા – આતુરતા, અધિરાઈ
(3) દીદાર – ચહેરો, સ્વરૂપ
(4) કસબ – હુન્નર, કારીગરી

Class 11 Gujarati Textbook Solutions Chapter 18 અણદો

5. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખોઃ

(1) બેચેન
(2) રંક
(3) આડો
(4) પાછળ
ઉત્તરઃ
(1) બેચેન x ચેન
(2) રંક ૪ રાય
(૩) આડો ૪ સીધો, ઊભો
(4) પાછળ x આગળ

6. નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખોઃ

(1) કુતુહલ
(2) ચિથરેહાલ
(3) કુંટુબી
(4) ઉત્સુક્તા
ઉત્તરઃ
(1) કુતૂહલ
(2) ચીંથરેહાલ
(3) કુટુંબી
(4) ઉત્સુકતા

7. નીચેના શબ્દોની સંધિ છૂટી પાડોઃ

(1) આત્માનંદ
(2) દાનેશ્વરી
ઉત્તરઃ
(1) આત્માનંદ = આત્મ + આનંદ
(2) દાનેશ્વરી = દાન + ઈશ્વરી

Class 11 Gujarati Textbook Solutions Chapter 18 અણદો

8. નીચેના શબ્દોના સમાસ ઓળખાવોઃ

(1) આત્માનંદ – મધ્યમપદલોપી સમાસ
(2) કૃશ કાય – કર્મધારય સમાસ
(3) ગંદોગોબરો – દ્વન્દ સમાસ

અણદો Summary in Gujarati

અણદો પ્રાસ્તાવિક
દિલીપ રાણપુરા [જન્મઃ 14 – 11 – 1932]

અણદો’ રેખાચિત્ર છે. નામથી જ ગંદોગોબરો લાગતો અણદો સ્વચ્છતાનો આગ્રહી છે. ગામના છોકરાઓ તેને ગાંડો ગણી ચીડવે છે. કુટુંબીજનોએ તેને પાગલ માની ઘર બહાર કાઢી મૂક્યો છે. તે કચરો વીણી ગામને સ્વચ્છ રાખે છે.

ભૂખ લાગે ત્યારે ભીખ માગી ખાઈ લે છે ને મોજમાં આવે તો મોરલી વગાડે છે. કોઈ કપડાં આપે તો જરૂરિયાતમંદોને વહેંચી દે છે ને ભીખમાં મળેલા રોટલા ભિખારીઓને વહેંચી દે છે. લેખક તેના સંપર્કમાં આવે છે અને તેની પાસેથી ભીખ ન માગવાનું વચન લે છે.

પછી તે મજૂરી કરી પૈસા કમાય છે ને એ પૈસામાંથી સીંગ – ચણા – મમરા ખરીદી ભૂખ્યાં લોકોને વહેંચે છે.

સામાન્ય લાગતો અણદો સ્વચ્છતા અને સહકારની ભાવના વિકસાવવાનો બોધ આપે છે.

અણદો શબ્દાર્થ

  • લટુરિયા – વાળની લટ.
  • કૃશકાય – દુર્બળ શરીર.
  • વિષ્ટા – મળ.
  • સૂગ ચડવી – અણગમો થવો, ચીતરી ચડવી.
  • ઉબાવા – ઉબાવું, કોવાવું.
  • દીદાર – ચહેરો, સ્વરૂપ,
  • ધૂન – લગની, તાન.
  • ઉત્સુકતા – આતુરતા, અધીરાઈ.
  • બેચેન – અસ્વસ્થ.
  • ડોળ કરવો – ઢોંગ કરવો.
  • રાંક – ગરીબ. Class 11 Gujarati Textbook Solutions Chapter 18 અણદો
  • ધંસો – જાડો કામળો.
  • શક – સંદેહ, શંકા.
  • કસબ – હુન્નર, કળા, કારીગરી.
  • આવેશ – ગુસ્સો, જુસ્સો.
  • લીન થઈ જવું – તલ્લીન – એકાકાર થઈ જવું.
  • આત્માનંદ – આત્માનો આનંદ.
  • કોયડો – ઝટ ઊકલી ન શકે તેવો પ્રશ્ન.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *