Class 10 Gujarati Textbook Solutions Chapter 18 ભૂખથીય ભૂંડી ભીખ (First Language)

Gujarat Board GSEB Class 10 Gujarati Textbook Solutions First Language Chapter 18 ભૂખથીય ભૂંડી ભીખ Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 10 Gujarati Textbook Solutions Chapter 18 ભૂખથીય ભૂંડી ભીખ (First Language)

Class 10 Gujarati Textbook Solutions Chapter 18 ભૂખથીય ભૂંડી ભીખ Textbook Questions and Answers

ભૂખથીય ભૂંડી ભીખ સ્વાધ્યાય

1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા (✓) ની નિશાની કરો :

પ્રશ્ન 1.
કેમ ભાઈ, પટેલ, તું આ પેટિયું નથી લેતો? આ વાક્ય કોણ કોને ઉદેશીને કહે છે?
(A) શેઠ કાળને કહે છે.
(B) સિપાઈ કાળને કહે છે.
(C) રાજુ કાળને કહે છે.
(D) કાળ રાજુને કહે છે.
ઉત્તર :
(A) શેઠ કાળને કહે છે.
(B) સિપાઈ કાળને કહે છે.
(C) રાજુ કાળને કહે છે.
(D) કાળ રાજુને કહે છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 18 ભૂખથીય ભૂંડી ભીખ (First Language)

પ્રશ્ન 2.
કાળુ માને છે કે જગતમાં સૌથી ખરાબ બાબત….
(A) કીર્તિની ભૂખ છે.
(B) માનવીની જરૂરિયાત છે.
(C) માનવીની ઈર્ષ્યા છે.
(D) સ્વમાન ગુમાવી ભીખ માટે હાથ લંબાવવો તે છે.
ઉત્તર :
(A) કીર્તિની ભૂખ છે.
(B) માનવીની જરૂરિયાત છે.
(C) માનવીની ઈર્ષ્યા છે.
(D) સ્વમાન ગુમાવી ભીખ માટે હાથ લંબાવવો તે છે.

2. એક – એક વાક્યમાં ઉત્તર આપો.

પ્રશ્ન 1.
દુકાળના વખતમાં લોકોને કોણે મદદ કરી?
ઉત્તર :
દુકાળના વખતમાં લોકોને ડેગડિયાના મહાજને મદદ કરી.

પ્રશ્ન 2.
કાળ અને રાજુ ભૂંડામાં ભૂંડી બાબત કોને કહે છે?
ઉત્તર :
કાળુ અને રાજુ ભૂંડામાં ભૂંડી બાબત ભીખને કહે છે.

પ્રશ્ન 3.
સદાવ્રતમાં અનાજ લેવા કોણ – કોણ ઊભા હતા?
ઉત્તર :
સદાવ્રતમાં ઊભેલા માણસોમાં કાળુની આંખે એવા માણસો નજરે ચડ્યા, જેમણે ખળામાંથી ઊંચકાય એટલા દાણા બ્રાહ્મણોને દાન કરેલા. જેમના ઘરમાં એક સમયે પુષ્કળ ધાન હતું એવા પણ ત્યાં ઊભા હતા.

નાની સરખી લૂંટફાટને શરમ માનનારો ને ભાઈનું દીધેલું ન લેનારો પણ આજે કંગાળ બનીને કતારમાં ઊભો હતો.

3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર આપો.

પ્રશ્ન 1.
અંતે કાળુ અનાજ માટેની મદદ લેવા શા માટે તૈયાર થાય છે?
ઉત્તર :
કાળુ અનાજ લેતાં અચકાતો હતો. સુંદરજી શેઠે આ જોયું. તેને બોલાવીને કહ્યું કે કુદરત આગળ આપણે સૌ લાચાર છીએ. તને એમ લાગતું હોય કે આ ધર્માદાનું છે, તને હાથ લાંબો કરતાં સંકોચ થતો હોય તો કાલથી તું આ ઓટલા પર આવીને ઝાડુ મારી જજે અને મુખિયાજી પાસેથી ગાદી – તકિયા માગીને અહીં પાથરી દેજે.

પછી તને એમ નહિ થાય કે તું ધર્માદાનું મફતનું ખાય છે. કાળુને સુંદરજી શેઠની મોટાઈ સ્પર્શી ગઈ. આથી અંતે કાળુ અનાજ માટેની મદદ લેવા તૈયાર થાય છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 18 ભૂખથીય ભૂંડી ભીખ (First Language)

પ્રશ્ન 2.
‘બાવાનાં બેય બગડ્યાં’ એમ કાળ શા માટે કહે છે?
ઉત્તર :
“તમારું છે ને તમને આપીએ છીએ. એમાં ધર્માદા જેવું કંઈ જ નથી.” સુંદરજી શેઠના આ સૂચનથી કાળુએ દોઢ પાશેર ખીચડી પોતાના ફાટેલા ધોતિયાના છેડે બાંધી, પણ ત્યાંથી રવાના થતાં તેને હસવું આવ્યું.

તેને થયું કે આ તો “બાવાનાં બેય બગડ્યાં’ જેવો ખેલ થયો, કારણ કે કાળુ માને છે કે આમ કરવાથી ક્યારેય કોઈની પાસે કિંઈ માગવું નહિ એ ટેક પળાઈ નહિ અને ભીખ માગીને આ તો મરવા જેવું થયું, સ્વમાન ન રહ્યું.

પ્રશ્ન 3.
સુંદરજી શેઠ વિશે પાંચ વાક્યો લખો.
ઉત્તર :
સુંદરજી શેઠ દેગડિયા ગામના મહાજન હતા. તેમનો પોશાક હતો સફેદ ધોતિયું, અંગરખું, માથે સોનેરી તલાવાળી પાઘડી અને ગળે દુપટ્ટો. શેઠ સ્વભાવના ઉદાર હતા અને મોટા ગજાના હતા.

કાળુએ જ્યારે ધર્માદું અનાજ લેવાની ના પાડી ત્યારે એનું સ્વમાન સચવાય એ દષ્ટિએ ઓટલા સાફ કરવાનું તેમજ ગાદી – તકિયા પાથરવાનું કામ સોંપ્યું. ઉપરાંત કાળુને સૂચન કર્યું, “તમારું છે ને તમને આપીએ છીએ, ભાઈ. ધર્માદા જેવું એમાં કંઈ નથી.”

4. નીચેના પ્રશ્નોના સાત-આઠ લીટીમાં જવાબ આપો.

પ્રશ્ન 1.
આ વાર્તાને આધારે કાળનું પાત્રાલેખન કરો.
ઉત્તર :
“માનવીની ભવાઈ’ નવલકથાનાં મુખ્ય બે પાત્રો કાળ અને રાજુ છપ્પનિયા દુકાળની કારમી પરિસ્થિતિમાં ટકવા ડેગડિયા આવ્યાં છે. ખેડૂત કાળુ સ્વમાની અને ટેકીલો જીવ છે, પણ આ દુકાળે કાળુનાં સ્વમાન, ગુમાન અને આત્માને જાણે તહસનહસ કરી નાખ્યાં છે.

ભીખ માંગવી એ કાળુના સ્વભાવમાં નથી, આ પરિસ્થિતિમાં ડેગડિયાના મહાજને પોતાના કોઠારમાંથી ગામના સૌને ધાન આપવાનું શરૂ કર્યું, પણ કાળુને એ ધાન લેવું પસંદ નથી. એ જાણે છે કે મહાજનના કોઠારમાં અમારું જ ધાન હોય એની સામે હાથ લંબાવવાનો?

ભીખ માગવાની? રાજુ સમજાવે છે, પણ સ્વમાની તેમજ ટેકીલો કાળુ કંઈ ગણકારતો નથી.

ભીખ માટે કતારમાં ઊભેલા લોકોને જોઈ એનું હૃદય કાંપી ઊઠે છે. “દોઢ પાશેર ખીચડી માટે હાથ લંબાવવાનો! ધિક્કાર છે આ અવતારને! ધિક્કાર છે આ જીવવુંય !”

સ્વમાની કાળુને સુંદરજી શેઠ એક ઉપાય સૂચવતાં ઓટલા ઉપર ઝાડુ ફેરવવાનું તેમજ મુખિયાજીના ગાદી – તકિયા પાથરવાનું કામ સોંપે છે, જેથી મફતનું અનાજ લીધું નથી એટલો સંતોષ રહે. શેઠના માન ખાતર એણે દોઢ પાશેર ખીચડી પોતાના ધોતિયાના છેડે લીધી તો ખરી, પણ ફરી એનું સ્વમાન જાગી ઊઠ્યું.

એને થયું આ તો બાવાનાં બેય બગડ્યાં જેવો ખેલ થયો. ટેક પણ ન રહી અને મરવા જેવું થયું. આમ, કાળુની વેદના તેનાં વાણી અને વર્તનમાં સતત ટપકતી રહે છે. ચિત્તભ્રમ થતાં એ કહે છે કે “ભૂખ ભૂંડી નથી, પણ ભૂખથીય ભૂંડી ભીખ છે!”

લેખકે અંતમાં કાળુની મનઃસ્થિતિ વ્યક્ત કરતાં સાચું જ કહ્યું છે : “નથી વેઠતાં, રામ ભૂખોય નથી વેકાતી ને આ ભીખોય ! માટે ઝીંકવા માંડ! પણ મકાનનો ઓટલો ચડતાં ખુદ કાળુ જ ઝીંકાઈ પડ્યો. પછી એ તો ગરમ વિચારોને લીધે, ભૂખનો માર્યો કે ગમે તે કારણે હોય.”

Class 10 Gujarati Textbook Solutions Chapter 18 ભૂખથીય ભૂંડી ભીખ (First Language)

પ્રશ્ન 2.
આ વાર્તાને આધારે દુકાળની ભયાનકતા તમારા શબ્દોમાં આલેખો.
ઉત્તર :
દુકાળની ભીષણતાથી ગામનાં સૌ દુઃખી અને પરેશાન હતાં, પણ રાજુની મનોવ્યથામાં કરુણા અને લાચારી વિશેષ હતી.

એક તરફ સ્વમાની કાળુને સમજાવવાનો તો બીજી તરફ ગમે કે ન ગમે, બાળકોના પેટ માટે ભીખ માગવા જવાનું. એણે તો વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી, પણ “આ પરિસ્થિતિમાં ભીખ માગવામાં શરમ શાની?” એ કાળુને સમજાવવું તેને માટે મુશ્કેલ હતું. 5 એ માટે તે કાળુ પાસે કરગરે છે.

પોતાને કારણે કાળ ભૂખે મરી જાય એ એનાથી જીરવાતું નથી. આથી “મનેય તમારે મારી નાખવી છે!” એમ કહીને કાળુને પોતાની સાથે આવવા મજબૂર કરે છે. રાજુ પણ 5 જાણે છે કે દોઢ પાશેર ખીચડીથી કાંઈ વળવાનું નથી. એટલે “આજે હાથ ધરવાનો એક દોઢ પાશેર ખીચડી માટે?

ધિક પડ્યો એ અવતાર ને ધિક પડ્યું એ જીવવુંય!” તથા “આપણું કપાળેય કાણું છે ને આ ખોબોય કાણો નીકળ્યો.”

કાળુનો આ બબડાટ રાજુથી સહન થતો નથી, છતાં તે ચિડાઈને કાળુને ઠપકો આપતાં કહે છે: “ડાકણ ભૂખ નથી, પણ ડાકણ ચિંતા છે. માનવીનાં કાળજાને ખોતરી ખાય છે.” કાળુના આ શબ્દોઃ “આપણાં ગુમાન અને આતમાનેય ઓગાળી નાખે છે, પાણી કરી દે છે.” રાજુને બેચેન કરી મૂકે છે.

કાળુને ધમકાવી, તેનું બાવડું ઝાલીને હડસેલતી છાનામાના ઘરે હેંડો’ એમ કહેતી રાજુનો અવાજ ઢીલો પડી જાય ‘ છે. આમ, એક તરફ ભૂખની પીડા અને બીજી તરફ આ હાલતમાં કાળુને સાચવવાની ચિંતાથી ઘેરાયેલી રાજુની આ મનોવ્યથા ખરેખર હૃદયને વીંધી નાખે છે.

પ્રશ્ન 3.
રાજુની મનોવ્યથા તમારા શબ્દોમાં આલેખો.
ઉત્તર :
દુકાળની ભીષણતાથી ગામનાં સૌ દુઃખી અને પરેશાન હતાં, પણ રાજુની મનોવ્યથામાં કરુણા અને લાચારી વિશેષ હતી.

એક તરફ સ્વમાની કાળુને સમજાવવાનો તો બીજી તરફ ગમે કે ન ગમે, બાળકોના પેટ માટે ભીખ માગવા જવાનું. એણે તો વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી, પણ “આ પરિસ્થિતિમાં ભીખ માગવામાં શરમ શાની?” એ કાળુને સમજાવવું તેને માટે મુશ્કેલ હતું. 5 એ માટે તે કાળુ પાસે કરગરે છે.

પોતાને કારણે કાળ ભૂખે મરી જાય એ એનાથી જીરવાતું નથી. આથી “મનેય તમારે મારી નાખવી છે!” એમ કહીને કાળુને પોતાની સાથે આવવા મજબૂર કરે છે. રાજુ પણ 5 જાણે છે કે દોઢ પાશેર ખીચડીથી કાંઈ વળવાનું નથી.

એટલે “આજે હાથ ધરવાનો એક દોઢ પાશેર ખીચડી માટે? ધિક પડ્યો એ અવતાર ને ધિક પડ્યું એ જીવવુંય!” તથા “આપણું કપાળેય કાણું છે ને આ ખોબોય કાણો નીકળ્યો.”

કાળુનો આ બબડાટ રાજુથી સહન થતો નથી, છતાં તે ચિડાઈને કાળુને ઠપકો આપતાં કહે છે: “ડાકણ ભૂખ નથી, પણ ડાકણ ચિંતા છે. માનવીનાં કાળજાને ખોતરી ખાય છે.” કાળુના આ શબ્દોઃ “આપણાં ગુમાન અને આતમાનેય ઓગાળી નાખે છે, પાણી કરી દે છે.” રાજુને બેચેન કરી મૂકે છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 18 ભૂખથીય ભૂંડી ભીખ (First Language)

કાળુને ધમકાવી, તેનું બાવડું ઝાલીને હડસેલતી છાનામાના ઘરે હેંડો’ એમ કહેતી રાજુનો અવાજ ઢીલો પડી જાય ‘ છે. આમ, એક તરફ ભૂખની પીડા અને બીજી તરફ આ હાલતમાં કાળુને સાચવવાની ચિંતાથી ઘેરાયેલી રાજુની આ મનોવ્યથા ખરેખર હૃદયને વીંધી નાખે છે.

Std 10 Gujarati Textbook Solutions Chapter 18 ભૂખથીય ભૂંડી ભીખ Important Questions and Answers

ભૂખથીય ભૂંડી ભીખ પ્રશ્નોત્તર

1. નીચેના પ્રશ્નોના દસ – બાર વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો?

પ્રશ્ન 1.
“ભૂખથીય ભૂંડી ભીખ વાર્તાના આધારે દુકાળની ભયાનકતા તમારા શબ્દોમાં લખો.
ઉત્તર :
બાર – બાર માસથી વરસાદ વરસ્યો નહોતો, મેઘરાજા જાણે રૂક્યા હતા. પરિણામે ધરતી પર ચારે બાજુ વનમાં, ખેતરોમાં, બજારમાં, શેરીઓમાં જ્યાં જુઓ ત્યાં માનવીના હાડપિંજર સમા મૃતદેહો પડ્યા હતા.

તેમના સ્વજનોની આંખોમાં સ્વજન ગુમાવ્યાની ભીનાશ હતી, પણ મોટો પ્રશ્ન એ હતો કે આટલાં બધાં શબને દાટવાં ક્યાં? બાળવાં ક્યાં? ભૂખે માનવીઓનાં હાડમાંસ ગાળી નાખ્યાં હતાં.

ડેગડિયાના મહાજને કોઠારમાંથી સૌને અનાજ આપવાનું શરૂ કર્યું, પણ દરેકને ભાગે આવતી દોઢ પાશેર ખીચડીથી પેટ ક્યાંથી ભરાય? તેમ છતાં જે કાંઈ મળે તે લેવા કતારમાં ઊભેલા અર્ધનગ્ન હાડપિંજર થઈ ગયેલા માણસોની સ્થિતિ દયાજનક હતી.

આ માણસો પાસે પહેરવા પૂરતાં કપડાં નહોતાં. આ દુકાળે લોકોને બેહાલ કરી મૂક્યા હતા. આ દયનીય પરિસ્થિતિ જોઈને કાળુએ કહ્યું, “ભૂંડામાં ભૂંડી ભૂખ નહિ, પણ ભૂખથીય ભૂંડી ભીખ છે.” કાળુનું આ વિધાન તે સમયના દુકાળની ભયાનક પરિસ્થિતિનો કરુણ ચિતાર આપે છે.

પ્રશ્ન 2.
સુંદરજી શેઠ વિશે પાત્રાલેખન કરો.
ઉત્તર :
દુકાળના કારમા દિવસોમાં, “આ ભૂખ્યા ખેડૂતોનો નિસાસો પડ્યો!’ જાણી, સુંદરજી શેઠ પરદેશથી પોતાના વતન, ડેગડિયામાં આવ્યા. મહાજનોને તેમણે કહ્યું, “વરસાદ નહિ આવે તો તો આપણ – જેની જેની પાસે ધાન હશે એય નથી જીવવાનાં,

ને આવશે તો આના આ માનવી, એકનું અનેકગણું પકવી આપવાનાં છે.” આમ, સુંદરજીના બોલ સાંભળી મહાજનોએ પોતાના કોઠારનાં દ્વાર ખોલી દીધાં.

ઊંચા ઓટલાવાળી મંદિરની પરસાળ છે. આંખ મીંચાઈ જાય એવાં કપડાં – સફેદ ધોતિયું ને અંગરખું, સોનેરી તલાવાળી રાતી પાઘડી ને ગળો દુપટ્ટો પહેરીને, ગોળ તકિયાને અઢેલીને ગાદી પર સુંદરજી શેઠ બેઠા છે. આજુબાજુ મહાજનો ગોઠવાયેલા છે.

સદાવ્રત ખુલ્લું મુકાયું છે. ત્યાં ધરતીનો અન્નદાતા એવો ખેડૂત કાળુ ધર્માદું અનાજ ઇચ્છતો નથી. પત્ની રાજુ ને બે બાળકો સાથે, લાઇનમાંથી પાછો વળી જાય છે. ધાન માટે હાથ ધરતાં શરમ અનુભવતા કાળુને સુંદરજી શેઠ ગાદીતકિયા પાથરવાનું કામ સોંપે છે.

કાળુ શેઠની મોટાઈને માથે ચઢાવે છે. શેઠ કાળુનો સંકોચ દૂર કરતાં કહે છે: “હું જાણું છું જુવાન, કે તને તારા જ ધાન માટે હાથ ધરતાં શરમ આવે છે, પણ અમનેય સદાવ્રત ખોલતાં એટલી જ શરમ આવે છે ! સમસ્ત પૃથ્વીનું પાલન કરનારને અમે તે ક્યાં સુધી પાળવાના છીએ?”

આ તો મેઘરાજાને પાણી પહોંચાડવા જેવી વાત છે!

Class 10 Gujarati Textbook Solutions Chapter 18 ભૂખથીય ભૂંડી ભીખ (First Language)

આમ, જ્યારે ભૂખથીય ભૂંડી ભીખ, મનુષ્યના આત્માને હણી નાખે છે, ત્યારે સુંદરજી શેઠનો સંવેદનશીલ, માનવતાયુક્ત વ્યવહાર, કાળુ જેવાના આત્મગૌરવની રક્ષા કરવા મથે છે.

પ્રશ્ન 3.
“ભૂખથીય ભૂંડી ભીખ’ પાઠના શીર્ષકની યથાર્થતા ચર્ચો.
ઉત્તર :
“ભૂખથીય ભૂંડી ભીખ’ એ જ્ઞાનપીઠ પુરસ્કૃત “માનવીની ભવાઈ’ જેવી પન્નાલાલ પટેલની યશસ્વી નવલકથાનો કરુણાદ્ અંશ છે. નવલકથાના કેન્દ્રમાં છપ્પનિયા દુકાળની કારમી, વિષમ પરિસ્થિતિ છે. ભૂખરૂપી ડાકણ સૌના પ્રાણ હરી રહી છે.

ત્યાં સુંદરજી શેઠના નેતૃત્વમાં, મહાજનોની મદદથી સદાવ્રત ખુલ્લું મુકાયું છે. કાળુ, જે ખેડૂત છે, એને ભૂખ માટે આમ હાથ લાંબો કરવો ગમતો નથી. રાજુને એ કહે છે: “આપણું તો કપાળેય કાણું છે ને આ ખોબોય કાણો નીકળ્યો.” કાળુ લવારે ચઢ્યો છે.

રાજુ સાથે સ્વમાની કાળુનો કરુણ સંવાદ ભલભલાને, હલાવી નાખે એવો છે. કાળુ, રાજુને કહે છે: “તને ખબર છે? ભૂખથીય ભૂંડી ભીખ છે, ભૂખ તો હાડમાંસ ગાળી નાખે છે, પણ આ ભીખ તો, આપણાં ગુમાન ને આત્માનેય ઓગાળી નાખે છે, પાણી કરી દે છે.”

કાળુ તેમજ રાજુના આ દારુણ – કરુણ સંવાદ દ્વારા લેખકે ભૂખ કરતાંય ભીખને વધુ ભૂંડી કહી છે. છેલ્લે કાળુ મનમાં ને મનમાં કહે છે: “… હવે તો ઝીંકવા જ માંડ! નથી વેઠતાં રામ! ભૂખોય નથી વેકાતી ને આ ભીખય!” છેલ્લે મકાનનો ઓટલો ચડતાં કાળુ ઝીંકાઈ પડે છે.

ભૂખથીય ભૂંડી ભીખ શીર્ષકની યથાર્થતા અહીં છે. લેખકે સંવાદની ધાર કાઢીને છેલ્લે લખ્યું છે: “એ ઝીંકાઈ પડ્યો. પછી એ તો ગરમ વિચારોને લીધે, ભૂખનો માયોં કે ગમે તે કારણે હોય.’ એ વાત સ્પષ્ટ છે કે ભૂખ અસહ્ય થઈ થતી.

સ્વમાન ને આત્મગૌરવને ટકાવવા જતાં, ભીખ સામે સમાધાન ન કરતાં, ઉત્કટ સંવેદનાએ કાળુ જ ઝીંકાઈ પડ્યો.

આ “ભૂખથીય ભૂંડી ભીખ શીર્ષક, સમગ્ર કથા – અંશનો ભાવવ્યંજનાનું નિયામક બળ કે ધ્રુવબિંદુ બની રહે છે.

2. નીચેના પ્રશ્નોના ત્રણ – ચાર વાક્યોમાં ઉત્તર : લખો:

પ્રશ્ન 1.
“મોતના વરસાદને કારણે ધરતી પર શી સ્થિતિ સર્જાઈ?
ઉત્તર :
દુકાળના કારણે ધરતી પર “મોતને વરસાદ થયો. વન, બજાર, શેરી, ખેતર – જ્યાં જુઓ તો માનવીનાં મડદાં જ જોવા મળતાં હતાં. એમને ક્યાં દાટવા ને ક્યાં બાળવાં તે સમજાતું નહોતું. આ વિકટ સ્થિતિ વચ્ચે કાણ, સૂતક કે સરાવવાનું તો કોઈ મહત્ત્વ જ ન રહ્યું.

Class 10 Gujarati Textbook Solutions Chapter 18 ભૂખથીય ભૂંડી ભીખ (First Language)

પ્રશ્ન 2.
કાળુને કોની અદેખાઈ આવતી હતી? કેમ?
ઉત્તર :
રણછોડભાઈ અને શંકરદા દુષ્કાળમાં મોતને ભેટ્યા હતા. કાળુની દષ્ટિએ તેઓ દુ:ખમાંથી છૂટીને અમર થઈ ગયા. આમ, કાળુને પોતાના નસીબમાં ભૂખે ટળવળવાનું આવ્યું, તેથી કાળુને તેમની અદેખાઈ આવતી હતી.

પ્રશ્ન 3.
ડેગડિયાના મહાજનને સુંદરજી શેઠે શી સલાહ આપી?
ઉત્તર :
ડેગડિયાના મહાજનને સુંદરજી શેઠે એ સલાહ આપી કે વરસાદ નહિ આવે તો આપણામાંથી જેની જેની પાસે ધાન હશે એમ નથી જીવવાનાં. ને વરસાદ આવશે તો આના આ જ માનવી એકનું અનેકગણું પકવી આપવાના છે. આપણે કંઈ હળ હાંકવાના નથી.

પ્રશ્ન 4.
“ધિક પડ્યો એ અવતાર ને ધિક પડ્યું એ જીવવું!” આ શબ્દો કાળુના મુખેથી ક્યારે સરી પડ્યા?
ઉત્તર :
કાળુ ખેડૂત હતો. ખેડૂતને જગતનો તાત કહે છે. રાજા, મહારાજા ને શેઠિયાઓ એની આગળ હાથ લંબાવતા હતા. એ જ કાળુને કપરા કાળમાં આજે દોઢ પાશેર ખીચડી માટે હાથ લંબાવવો પડે છે. તેથી સ્વમાની કાળુના મુખેથી શબ્દો સરી પડ્યાઃ “ધિક પડ્યો એ અવતાર અને ધિક પડ્યું એ જીવવું!”

પ્રશ્ન 5.
કાળુએ સિપાઈને શું સંભળાવ્યું? કાળુના શબ્દો શું સૂચવે છે?
ઉત્તર :
કાળુએ સિપાઈને સંભળાવ્યું કે, “લાટ હોત તો લેત, પણ કણબી છું એટલે નઈ લઉં. તું તૂટી જઈશ તોય નઈ લઉં ! ચાંપી દેવો હોય તો ચાંપી દો ટોટો, આ ઊભો.” કાળુના આ શબ્દો તેનાં સ્વમાન અને ખુમારી સૂચવે છે.

પ્રશ્ન 6.
કાળુને રડતો જોઈને સુંદરજી શેઠે તેને શું કહીને આશ્વસ્ત કર્યો?
ઉત્તર :
કાળુને રડતો જોઈને સુંદરજી શેઠે એને સમજાવતાં કહ્યું, “હું જાણું છું જુવાન, કે તને તારા જ ધાન માટે હાથ ધરતાં શરમ આવે છે, પણ અમનેય સદાવ્રત ખોલતાં એટલી જ શરમ આવે છે! સમસ્ત પૃથ્વીનું પાલન કરનારને અમે ક્યાં સુધી પાળવાના છીએ?

આ તો મેઘરાજાને પાણી પહોંચાડવા જેવી વાત છે!”

પ્રશ્ન 7.
સુંદરજી શેઠના શબ્દો સાંભળ્યા પછી કાળુની શી પ્રતિક્રિયા
હતી?
ઉત્તર :
સુંદરજી શેઠના શબ્દો સાંભળ્યા પછી કાળુને સુંદરજી શેઠ કોઈ મોટા ગજાના માનવી હોય એવું લાગ્યું. તેણે આંખોથી શેઠને વંદન કર્યા. શેઠનો આભાર માનવા માટે તેને શબ્દો સૂઝતા નહોતા. તેણે સુંદરજી શેઠને “જે શ્રીકૃષ્ણ’ કહીને ચાલતી પકડી.

Class 10 Gujarati Textbook Solutions Chapter 18 ભૂખથીય ભૂંડી ભીખ (First Language)

પ્રશ્ન 8.
કાળુની “ભૂખ’ અને “ભીખની વાતોની રાજુ પર શી અસર થઈ?
ઉત્તર :
“ભૂખ’ અને ‘ભીખ’ની કઠોર, દારુણ પરિસ્થિતિ સાથે કાળુ સમાધાન કરવા તૈયાર નથી. રાજુએ કાળુને, બાળકને જેમ એક મા ધમકાવે એમ ધમકાવ્યો. દુઃખી અવાજે તેણે કહ્યું, “શું કામ ભેગાં થઈને બધાં મારો જીવ ખાઓ છો?”

સાથે એણે બે છોકરાંને પણ હડસેલી દીધાં. ‘આવી સ્થિતિમાં પોતે મરી ગઈ હોત તો સારું – એવા ઉદ્ગારો તેણે કાઢ્યા.

પ્રશ્ન 9.
ખાંડણિયામાં માથું, ને વીમો કેમ રામ’ કહેવત દ્વારા શું સૂચવાય છે?
ઉત્તર :
અતિ કારમા દુકાળમાં ભૂખથી પીડાતા અને ભીખ ન લેવાના સ્વમાનભર્યા સ્વભાવથી દાઝેલા કાળનું માથું અત્યારે ખાંડણિયામાં છે. “ખાંડણિયામાં માથું” એ વિષમ પરિસ્થિતિનો નિર્દેશ કરે છે.

ભૂખ અને ભીખનું અસહ્ય દુઃખ તો છે જ, એમાંથી મુક્તિ મેળવવી હોય, તો સાંબેલું જોરથી ઝીંકવામાં આવે તે જ ઉપાય છે. તેથી કાળુ પ્રાર્થના કરે છે: ‘ખાંડણિયામાં માથું, ને ધીમો કેમ રામ?”

3. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર : લખોઃ

પ્રશ્ન 1.
વરસાદ આઘો ઠેલાતાં, ધરતી પર શાનો વરસાદ વરસી રહ્યો?
ઉત્તર :
વરસાદ આવો ઠેલાતાં, ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો.

પ્રશ્ન 2.
રણછોડભાઈ ને શંકરદા દુઃખ અને ભૂખમાંથી છૂટી ગયા, તેથી કાળુ જેવાને શું થયું?
ઉત્તર :
રણછોડભાઈ ને શંકરદા દુઃખ અને ભૂખમાંથી છૂટી ગયા, તેથી કાળુ જેવાને અદેખાઈ આવી.

પ્રશ્ન 3.
અનાજ ખૂટ્યું ત્યારે બે મણ મેણા કોદરા, વાણિયાને શું કહીને લીધેલા?
ઉત્તર :
અનાજ ખૂટ્યું ત્યારે બે મણ મેણા કોદરા, વાણિયાને બીજું નહિ માગું શેઠ’, કહીને લીધેલા.

Class 10 Gujarati Textbook Solutions Chapter 18 ભૂખથીય ભૂંડી ભીખ (First Language)

પ્રશ્ન 4.
દુકાળમાં કાળુ સિવાય બીજાં કેટલાં માણસો ઘરમાં હતાં?
ઉત્તર :
દુકાળમાં કાળુ સિવાય બીજાં સાત માણસો ઘરમાં હતાં.

પ્રશ્ન 5.
વૈશાખ – જેઠના તડકાય આ અષાઢિયા તાપ આગળ કેવા હતા?
ઉત્તર :
વૈશાખ – જેઠના તડકાય આ અષાઢિયા તાપ આગળ તરણા જેવા તુચ્છ હતા.

પ્રશ્ન 6.
ડેગડિયાના વતની સુંદરજી શેઠ દુકાળ પડવાનું કયું કારણ માનતા હતા?
ઉત્તર :
ડેગડિયાના વતની સુંદરજી શેઠ ખેડૂતોના નિસાસાને દુકાળ પડવાનું કારણ માનતા હતા.

પ્રશ્ન 7.
ડેગડિયાના મહાજને લોકોને મદદ કરવા ધાનની કેટલી કિંમત લીધી?
ઉત્તર :
ડેગડિયાના મહાજને લોકોને મદદ કરવા ધાનની અડધી કિંમત લીધી.

પ્રશ્ન 8.
દિવસે દિવસે ધમદુ ખાનારની સંખ્યા વધી, ત્યાં ભૂખે કોને ઠોકરે ચઢાવી?
ઉત્તર :
દિવસે દિવસે ધર્માદું ખાનારની સંખ્યા વધી, ત્યાં ભૂખે ટેકને ઠોકરે ચઢાવી.

પ્રશ્ન 9.
મહાજને કોઠારમાંથી શું કાઢી આપવાનું કબૂલ કર્યું?
ઉત્તર :
મહાજને કોઠારમાંથી ધાન કાઢી આપવાનું કબૂલ કર્યું.

પ્રશ્ન 10.
ડેગડિયાના મહાજને લોકોને મદદ કરવા કેટલો ભાગ ધરમનો રાખ્યો?
ઉત્તર :
ડેગડિયાના મહાજને લોકોને મદદ કરવા અડધો ભાગ ધરમનો રાખ્યો.

Class 10 Gujarati Textbook Solutions Chapter 18 ભૂખથીય ભૂંડી ભીખ (First Language)

પ્રશ્ન 11.
દુકાળ પડવા બાબતે કાળુ શું માને છે?
ઉત્તર :
દુકાળ પડવા બાબતે કાળુ માને છે કે પૃથ્વી પર પ્રલય થવા બેઠો છે.

પ્રશ્ન 12.
ધાન લેવા ઊભેલી દરિદ્રનારાયણોની લાંબી કતારમાં ઝાઝો ભાગ કોનો હતો?
ઉત્તર :
ધાન લેવા ઊભેલી દરિદ્રનારાયણોની લાંબી કતારમાં ઝાઝો ભાગ ખેડૂતોનો હતો.

પ્રશ્ન 13.
બે છોકરાં તેમજ રાજુને ધાન લેવા ઊભાં રાખીને કાળુ શા માટે પાછો વળી ગયો?
ઉત્તર :
કાળુ ધર્માદુ ખાવાનું પસંદ કરતો નહોતો, તેથી તે બે છોકરો તેમજ રાજુને ધાન લેવા ઊભાં રાખીને પાછો વળી ગયો.

પ્રશ્ન 14.
રાજુ સાથે કાળુએ કઈ શરતે સદાવ્રતમાં જવા તૈયારી બતાવી?
ઉત્તર :
પોતે સદાવ્રતમાં આવશે પણ હાથ લાંબો કરશે નહિ, એ શરતે રાજુ સાથે કાળુએ જવા તૈયારી બતાવી.

પ્રશ્ન 15.
“ક્યાં તે મારા મુકામ પર.” એમ જ્યારે કાળુએ કહ્યું ત્યારે સિપાઈએ કાળુને કેવો કહ્યો?
ઉત્તર :
ક્યાં તે મારા મુકામ પર.” એમ જ્યારે કાળુએ કહ્યું ત્યારે સિપાઈએ કાળુને “ઝરખ’ કહ્યો.

પ્રશ્ન 16.
કાળુને પાછો વળતાં જોઈને સિપાઈએ તેનું અપમાન કરતાં શું કહ્યું?
ઉત્તર :
કાળુને પાછો વળતાં જોઈને સિપાઈએ તેનું અપમાન કરતાં કહ્યું, “એ હૂંઠિયા! ક્યાં જાય છે એમ?”

પ્રશ્ન 17.
“.. આ તો મેઘરાજાને પાણી પહોંચાડવા જેવી વાત છે સુંદરજી શેઠનું આ વાક્ય કોને ઉદ્દેશીને બોલાયેલું છે?
ઉત્તર :
“… આ તો મેઘરાજાને પાણી પહોંચાડવા જેવી વાત છે!’ સુંદરજી શેઠનું આ વાક્ય કાળુને ઉદ્દેશીને બોલાયેલું છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 18 ભૂખથીય ભૂંડી ભીખ (First Language)

પ્રશ્ન 18.
કારમા દુકાળમાં કુદરત આગળ કોણે સૌની લાચારી દર્શાવી?
ઉત્તર :
કારમાં દુકાળમાં કુદરત આગળ સુંદરજી શેઠે સૌની લાચારી દર્શાવી.

પ્રશ્ન 19.
કાળુને કોની મોટાઈ જોઈને પોતાના વિચારો બાલિશ લાગવા માંડ્યા?
ઉત્તર :
કાળુને સુંદરજી શેઠની મોટાઈ જોઈને પોતાના વિચારો બાલિશ લાગવા માંડ્યા.

પ્રશ્ન 20.
શેઠ હજો તો આવા મોટા ગજાના હજો !’ આ વાક્ય કોણ, ક્યારે, કોને સંબોધીને કહે છે?
ઉત્તર :
આ વાક્ય કાળુ, શેઠની મોટાઈ જોઈને, મનોમન શેઠને કહે છે.

પ્રશ્ન 21.
અહેસાન માનવાના શબ્દો ન સૂઝતાં સુંદરજી શેઠને કાળુ શું કરીને ચાલતો થયો?
ઉત્તર :
અહેસાન માનવાના શબ્દો ન સૂઝતાં સુંદરજી શેઠને કાળુ જે શ્રીકૃષ્ણ’ કરીને ચાલતો થયો.

પ્રશ્ન 22.
કાળુને રાજુનો ઠપકો કેવો લાગતો હતો?
ઉત્તર :
કાળુને રાજુનો ઠપકો મીઠો લાગતો હતો.

પ્રશ્ન 23.
કાળ કોને – મરચાંનો – આંખનો પાટો લાગતો હતો?
ઉત્તર :
કાળુ સિપાઈને – મરચાંનો – આંખનો પાટો લાગતો હતો.

પ્રશ્ન 24.
દોઢ પાશેર ખીચડી ફાટેલા ધોતિયાની ફડકમાં લઈને રવાના થતાં કાળુને શું થયું?
ઉત્તર :
દોઢ પાશેર ખીચડી ફાટેલા ધોતિયાની ફડકમાં લઈને રવાના થતાં કાળુને હસવું આવ્યું.

પ્રશ્ન 25.
રાજુ ચિંતાને ડાકણ કેમ કહે છે?
ઉત્તર :
ચિંતા ચિતા જેમ બાળે છે, તેથી રાજુ ચિંતાને ડાકણ કહે છે.

પ્રશ્ન 26.
કાળુની દષ્ટિએ ભીખ કોને ઓગાળી નાખે છે, પાણી કરી દે છે?
ઉત્તર :
કાળુની દષ્ટિએ ભીખ ગુમાન અને આત્માને ઓગાળી નાખે છે, પાણી કરી દે છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 18 ભૂખથીય ભૂંડી ભીખ (First Language)

પ્રશ્ન 27.
તો હેંડો છાનામાના – ‘ એમ રાજુએ કાળુને કહ્યું પછી કાળ કોની જેમ આગળ થઈ ગયો?
ઉત્તર :
તો હુંડો છાનામાના – ‘ એમ રાજુએ કાળુને કહ્યું પછી કાળુ આજ્ઞાંકિત પુત્રની જેમ આગળ થઈ ગયો.

પ્રશ્ન 28.
કાળુની આંખમાંથી ડબડબ કરતાં આંસુ કોને જોઈને સરી પડ્યાં?
ઉત્તર :
પોતાનાં બાંધવોની ભિખારીઓ જેવી હાલત જોઈને 5 કાળુની આંખમાંથી ડબડબ કરતાં આંસુ સરી પડ્યાં.

પ્રશ્ન 29.
“ભૂખથીય ભૂંડી ભીખ’ આ વાક્યમાં કોનું દર્દ છલકે છે?
ઉત્તર :
ભૂખથીય ભૂંડી ભીખ’ આ વાક્યમાં કાળુનું દર્દ છલકે છે.

પ્રશ્ન 30.
“ભૂખથીય ભૂંડી ભીખ’ કૃતિ લેખકની કઈ વિખ્યાત નવલકથાનો અંશ છે?
ઉત્તર :
“ભૂખથીય ભૂંડી ભીખ’ કૃતિ લેખકની “માનવીની ભવાઈ, જેવી વિખ્યાત નવલકથાનો અંશ છે.

પ્રશ્ન 31.
દોઢ પાશેર ખીચડી માટે કાળું શું કહેતો હતો?
ઉત્તર :
દોઢ પાશેર ખીચડી જોઈને કાળુને થયું કે બાવાનાં બેય બગડ્યાં : ટેકેય ખોઈ અને જીવ પણ ખોવાનો.

4. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા (✓) ની નિશાની કરોઃ

(1) નીચેનું વર્ણન કોને લાગુ પડે છે? આંખ મીંચાઈ જાય એવાં કપડાં – સફેદ ધોતિયું અને અંગરખું, સોનેરી તલાવાળી રાતી પાઘડી ને ગળે દુપટ્ટો – ‘.
A. સુંદરજી શેઠ
B. મહાજન
c. સિપાઈ
D. ફોજદાર?
ઉત્તર :
A. સુંદરજી શેઠ
B. મહાજન
c. સિપાઈ
D. ફોજદાર?

(4) “જો ભૂલેચૂકે ફરીથી આવ્યો તો છાતીમાં આ ટોટો જ સમજી લેજે.” આ વાક્ય કોણ કોને કહે છે?
A. ફોજદાર – કાળુને
B. સિપાઈ – દરિદ્રનારાયણને
C. સિપાઈ – શેઠિયાને
D. ફોજદાર – અનાજ લેનારને
ઉત્તર :
A. ફોજદાર – કાળુને
B. સિપાઈ – દરિદ્રનારાયણને
C. સિપાઈ – શેઠિયાને
D. ફોજદાર – અનાજ લેનારને

Class 10 Gujarati Textbook Solutions Chapter 18 ભૂખથીય ભૂંડી ભીખ (First Language)

5. નીચે આપેલાં જોડકાં યોગ્ય રીતે જોડોઃ

પ્રશ્ન 1.

“અ” (ઉક્તિ) “બ” (પાત્ર)
1. “આ બે છોકરાંય ભલે ભેગાં મરી a. શેઠ જતાં.
2. ‘તમારું છે ને તમને આપીએ છીએ. b. નાનો
3. ‘હાથ ન તો ધરવો ત્યારે હવે રોવા c. કાળુ
4. “ભગવાનને જીવતો રાખવો હશે તો મોખાનાં છોડાં એ જ’ d. મહાજન શું બેઠો છે?’
e. રાજુ

ઉત્તર :

“અ” (ઉક્તિ) “બ” (પાત્ર)
1. “આ બે છોકરાંય ભલે ભેગાં મરી e. રાજુ
2. ‘તમારું છે ને તમને આપીએ છીએ. a. શેઠ જતાં.
3. ‘હાથ ન તો ધરવો ત્યારે હવે રોવા b. નાનો
4. “ભગવાનને જીવતો રાખવો હશે તો મોખાનાં છોડાં એ જ’ c. કાળુ

Class 10 Gujarati Textbook Solutions Chapter 18 ભૂખથીય ભૂંડી ભીખ (First Language)

પ્રશ્ન 2.

“અ” (ઉક્તિ) “બ” (પાત્ર)
1. “… તમારા બે સાળાઓનો વિચાર કરો!” a. સિપાઈ
2. “જો ભૂલેચૂકે ફરીથી આવ્યો તો છાતીમાં આ ટોટો …’ b. કાળુ
3. “અરેરે ! ભૂખ જ ભૂંડી છે, નઈ? નકર વળી.’ c. મહાજન
4. “શા વિચારમાં પડી ગયો છે, ભાઈ! d. રાજુ
e. સુંદરજી શેઠ

ઉત્તરઃ

“અ” (ઉક્તિ) “બ” (પાત્ર)
1. “… તમારા બે સાળાઓનો વિચાર કરો!” c. મહાજન
2. “જો ભૂલેચૂકે ફરીથી આવ્યો તો છાતીમાં આ ટોટો …’ a. સિપાઈ
3. “અરેરે ! ભૂખ જ ભૂંડી છે, નઈ? નકર વળી.’ b. કાળુ
4. “શા વિચારમાં પડી ગયો છે, ભાઈ! e. સુંદરજી શેઠ

માગ્યા પ્રમાણે ઉત્તર લખો:
આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો:

1. નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો:

  1. નિશાસો – નિસાસો, નિશાશો, નિસાશો)
  2. ક્ષતિજ – (ક્ષીતીજ, ક્ષિતિજ, ક્ષિતીજ)
  3. ખાત્રી – (ખાતરી, ખારિ, ખાતર)
  4. હાડપીંજર – (હાડપિંજર, હાડપિંઝર, હાડપીંઝર)
  5. જબરદસ્તી – (જબરદસ્તી, જબરધતિ, જબરધાસ્તી)
  6. ગાદિ – તક્યિા – (ગાદી – તકિયા, ગાદી – તકિઆ, ગાદિ – તકીયા)
  7. ખુટવું – (ખૂટવું, ખુટવું, ખૂહૂ)
  8. ભુંડુ – (ભૂંડું, ભૂંડું, ભૂંડું)
  9. જીવાડવું – (જિવાડવું, ઝીવાડવું, ઝિવાડવું)
  10. ધોતી – (ધોતિયું, ધોતીયું, ધોતિયું)

ઉત્તરઃ

  1. નિસાસો
  2. ક્ષિતિજ
  3. ખાતરી
  4. હાડપિંજર
  5. જબરદસ્તી
  6. ગાદી – તકિયા
  7. ખૂટવું
  8. ભૂંડું
  9. જિવાડવું
  10. ધોતિયું

Class 10 Gujarati Textbook Solutions Chapter 18 ભૂખથીય ભૂંડી ભીખ (First Language)

2. નીચેના શબ્દોની સાચી સંધિ જોડોઃ

  1. પૃથુ + ઈ = (પૃથ્વિ, પૃથ્વી, મુથ્વિ)
  2. આશા + અંકિત = (આશંકિત, આજ્ઞાંકિત, આજ્ઞાતિ)

ઉત્તરઃ

  1. પૃથ્વી
  2. આજ્ઞાંકિત

3. નીચેના શબ્દોના સમાસ ઓળખાવોઃ

  1. સદ્ભાગ્ય – (કર્મધારય, દ્વિગુ, દ્વન્દ્ર)
  2. રણછોડ – (બહુવ્રીહિ, ઉપપદ, કર્મધારય)
  3. અસહ્ય – (તપુરુષ, કન્દ, બહુવ્રીહિ)
  4. મેઘરાજ – (કર્મધારય, બહુવ્રીહિ, ઉપપદ)
  5. હવાલદાર – (તપુરુષ, ઉપપદ, ધન્ડ)
  6. બારમાસ – (દ્વિગુ, કન્ન, તપુરુષ)
  7. નામનિશાન – (૬, દ્વિગુ, તપુરુષ)
  8. અર્ધનગ્ન – (કર્મધારય, ધ, ઉપપદ)
  9. પરદેશ – (કર્મધારય, બહુવ્રીહિ, તપુરુષ)
  10. પાલનહાર – (બહુવ્રીહિ, કર્મધારય, ઉપપદ)
  11. હાડપિંજર – (દ્વિગુ, તપુરુષ, ઉપપદ)
  12. પાશેર – દોઢ પાશેર – (દ્વિગુ, કર્મધારય, બહુવીહિ)

ઉત્તરઃ

  1. કર્મધારય
  2. ઉપપદ
  3. બહુવ્રીહિ
  4. કર્મધારય
  5. ઉપપદ
  6. દ્વિગુ
  7. કુન્દુ
  8. કર્મધારય
  9. કર્મધારય
  10. ઉપપદ
  11. તપુરુષ
  12. દ્વિગુ

Class 10 Gujarati Textbook Solutions Chapter 18 ભૂખથીય ભૂંડી ભીખ (First Language)

4. નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે, તે લખોઃ (પરપ્રત્યય, પૂર્વપ્રત્યય, એક પણ પ્રત્યય નહિ)

  1. અદેખાઈ
  2. પાશેર
  3. પાલનહાર
  4. આવનાર
  5. સુંદરજી
  6. વરસાદ
  7. ફોજદાર
  8. શિખામણ

ઉત્તરઃ

  1. પૂર્વપ્રત્યય પરપ્રત્યય
  2. પૂર્વપ્રત્યય
  3. પરપ્રત્યય
  4. પરપ્રત્યય
  5. પરપ્રત્યય
  6. એક પણ પ્રત્યય નહિ
  7. પરપ્રત્યય
  8. પરપ્રત્યય

5. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખોઃ

  1. અદેખાઈ = (કપટ, પ્રપંચ, ઈર્ષા)
  2. કતાર = (આમલી, હાર, મેળો)
  3. ટેક = (આધાર, ટેકો, પ્રતિજ્ઞા)
  4. સોગન = (કસમ, કરાર, કબૂલાત)
  5. આભલું = (દર્પણ, કાચ, આકાશ)
  6. રાહત = (નિરાંત, શ્વાસ, મદદ)
  7. પાધરપટ = (ખાલીખમ, વગડાઉ, લાંબો પટ)
  8. બાલિશ = (નાનું, નાદાન, ગેરવર્તન) .
  9. દેદાર = (હાલત, અણસમજ, ગરીબાઈ)

ઉત્તરઃ

  1. ઈર્ષા
  2. હાર
  3. પ્રતિજ્ઞા
  4. કસમ
  5. આકાશ
  6. નિરાંત
  7. ખાલીખમ
  8. નાદાન
  9. હાલત

Class 10 Gujarati Textbook Solutions Chapter 18 ભૂખથીય ભૂંડી ભીખ (First Language)

6. નીચેની સંજ્ઞાઓનો પ્રકાર લખો:

  1. ઠપકો – (દ્રવ્યવાચક, ભાવવાચક, વ્યક્તિવાચક)
  2. ટોળું – (ભાવવાચક, વ્યક્તિવાચક, સમૂહવાચક)
  3. ઢગલો – (વ્યક્તિવાચક, સમૂહવાચક, જાતિવાચક)
  4. કાળુ (નામ) – (સમૂહવાચક, જાતિવાચક, વ્યક્તિવાચક)
  5. વૈશાખ – (વ્યક્તિવાચક, ભાવવાચક, ક્રિયાવાચક)
  6. અનાજ – (જાતિવાચક, સમૂહવાચક, ભાવવાચક)
  7. મીઠાશ – (ભાવવાચક, વ્યક્તિવાચક, જાતિવાચક)
  8. ક્યારડો – (જાતિવાચક, વ્યક્તિવાચક, દ્રવ્યવાચક)
  9. મકાઈ – કોદરા – (દ્રવ્યવાચક, ભાવવાચક, જાતિવાચક)

ઉત્તરઃ

  1. ભાવવાચક
  2. સમૂહવાચક
  3. સમૂહવાચક
  4. વ્યક્તિવાચક
  5. વ્યક્તિવાચક
  6. જાતિવાચક
  7. ભાવવાચક
  8. જાતિવાચક
  9. દ્રવ્યવાચક

7. નીચેનાં વાક્યોમાંના અલંકારનો પ્રકાર લખોઃ

  1. આપણું તો કપાળેય કાળું છે ને આ ખોબોય કાણો નીકળ્યો. – (વ્યતિરેક, સજીવારોપણ, યમક)
  2. મનેખ જેવા મનેખનેય કપરો કાળ આવ્યો છે. – (ઉપમા, રૂપક, અનન્વય)
  3. કાળુ જાણે આંખનો પાટો અને તેય જાણે મરચાંનો હતો. – (ઉ…ક્ષા, રૂપક, યમક)
  4. ભૂખથીયે ભૂંડી ભીખ છે. – (વ્યતિરેક, યમક, શ્લેષ)
  5. ડાકણ તો ભૂખ છે. – (ઉપમા, ઉમ્બેલા, રૂપક)
  6. કાળુને તો પોતાના વિચાર જાણે બાલિશ લાગવા માંડ્યા. – (ઉપમા, ઉન્મેલા, અનન્વય)
  7. ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો. – (વ્યતિરેક, અનન્વય, સજીવારોપણ)
  8. મેઘરાજાનેય … પાણી ખૂટ્યાં કે વળતી વખતે એ વાટો લાંબી પડી? – (સજીવારોપણ, યમક, શ્લેષ)

ઉત્તરઃ

  1. યમક
  2. અનન્વય
  3. ઉદ્મક્ષા
  4. વ્યતિરેક
  5. રૂપક
  6. ઉન્મેલા
  7. વ્યતિરેક
  8. સજીવારોપણ

Class 10 Gujarati Textbook Solutions Chapter 18 ભૂખથીય ભૂંડી ભીખ (First Language)

નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો

8. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ લખો:

  • ડોકું હલાવવું – સંમતિ આપવી
  • વાટો લાંબી પડવી – (અહીં) વરસવા માટેનું વાતાવરણ ન હોવું
  • મકાન ઉઠાવવાં – ઘરબાર ખાલી કરવાં
  • રેલ પથરાવવી – રેલવેના પાટા નંખાવવા
  • નિસાસો પડવો – હૈયામાંથી હાય નીકળવી
  • ધરમમાં રાખવો – વગર પૈસે મફતમાં (ધરમના નામે) રાખવો
  • હાથ ન ધરવો – માંગવું નહિ
  • ભૂખે ટેકને ઠોકરે ચઢાવી – ભૂખને કારણે વ્રત ટેકને ન જાળવવી
  • લોચો વાળીને પડવું – (અહીં) ભૂખને લીધે ટૂંટિયું વાળીને બેસવું
  • પગ જડાઈ જવા – પગ સ્થિર થઈ જવા
  • પગ ચાલુ જ હોવા – સતત ચાલતા જ રહેવું
  • તૂટી જવું – મરી જવું
  • ખાટા કરી મૂકવું – નારાજ થઈ જવું
  • દાઝ ચઢવી – ગુસ્સો થવો
  • મહેરબાની ઊતરવી – કુપા થવી, દયા દર્શાવવી
  • ટેકો ખોવો – આબરૂ ગુમાવવી
  • ખોબો કાણો હોવો – ગરીબાઈ હોવી
  • ચિડાઈ ઊઠવું – ગુસ્સે થવું
  • આતમને ઓગાળી નાખવો – માનપાન સ્વમાન ગુમાવી દેવાં
  • પાણી કરી દેવું – બરબાદ કરી દેવું
  • અસહ્ય થઈ પડવું – સહન ન થવું
  • તરણા તોલે હોવું – તદ્દન તુચ્છ હોવું, વિસાત વિનાનું હોવું
  • પેટિયું ન લેવું – ધર્માદામાં અપાતું અનાજ ન લેવું
  • મોટાઈ માથે ચડાવવી – મહાનતાને માન આપવું
  • પાળેય કાણું હોવું – કમભાગી કે કમનસીબ હોવું
  • દમ નીકળી જવો – થાકી જવું
  • કાળજાને ખોતરી ખાવું – હૃદયને દુઃખ પહોંચાડવું
  • મેઘરાજાએ ઊંઘી જવું – વરસાદ ન થવો
  • મોતનો વરસાદ વરસી રહેવો – પુષ્કળ માણસોનાં મૃત્યુ થવા
  • પગ ઉપાડવો – ઝડપથી ચાલવું
  • આંખો ભીની થવી – આંખમાં આંસુ આવવાં
  • ડોક ફેરવવી – પાછળ વળીને જોવું
  • આગ ભરી આંખે – ક્રોધથી ધૂંઆપૂંઆ થતી આંખે
  • કઈ ન વળવું – કાંઈ ફાયદો ન થવો
  • હાથ ઉગામવો – મારવા માટે હાથ ઉપર કરવો
  • ડૂસકું નીકળી પડવું – રડતાં રડતાં અવાજ રૂંધાવો
  • જીવ ખોવો – મૃત્યુ થયું
  • હાડમાંસ ગાળી નાખવાં – શરીર તદ્દન નિર્બળ થઈ જવું
  • અવાજ ઢીલો પડવો – મનથી નિર્બળ થઈ જવું, બોલવાની શક્તિ ન હોવી
  • જીવ ખાવો – જિદ કરવી, હઠ કરવી
  • ભાનમાં આણવું – ભાનમાં લાવવું

Class 10 Gujarati Textbook Solutions Chapter 18 ભૂખથીય ભૂંડી ભીખ (First Language)

9. નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃ

  • ધર્મ તથા પુણ્ય થાય એ હેતુથી અપાયેલું દાન કે સખાવત – ધર્માદું, ધર્માદો
  • દીન ભૂખ્યાને જ્યાં રોજ અન અપાય છે તે સ્થળ – સદાવ્રત
  • છડ્યા વગરના ચોખાના આખા દાણા – શાળ, ડાંગર
  • પૃથ્વી અને આકાશની જ્યાં સંધિ દેખાતી હોય તે રેખા – ક્ષિતિજ
  • કણસલાંને ખૂંદીને કે ઝૂડીને અનાજ કાઢવાની જગ્યા – ખળું
  • સગાં – વહાલાંમાં જન્મ – મરણ પ્રસંગે પાળવામાં આવતી આભડછેટ – સૂતક
  • અનાજ ખાંડવા માટે બનાવેલું લાકડા કે પથ્થરનું પાત્ર – ખાંડણિયું
  • મરણ પાછળ રોવું, કૂટવું અથવા લૌકિક – કાણ
  • મરણ પાછળ ક્રિયા કરાવવી, શ્રાદ્ધ કરવું – સરાવવું
  • અનાજ ભરવાનો ઓરડો – વખાર, ભંડાર, કોઠાર
  • રોજી – રોટી કે પેટના માટે મજૂરી કરનારું – પેટિયું
  • પહેરેલા કપડાનો ઝૂલતો છેડો – ફડક
  • ગામના મોટા લોકોનું સેવાભાવી મંડળ – મહાજન

10. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખોઃ

  1. પાછલું
  2. લાંબું
  3. શરમ
  4. સદ્ભાગ્ય
  5. મીઠાશ
  6. સમજણ
  7. ચોખ્ખચટ
  8. સહ્ય
  9. સુંવાળું
  10. દરિદ્ર
  11. સવાલ
  12. ધરતી

ઉત્તરઃ

  1. પાછલું ✗ આગલું
  2. લાંબું ✗ ટૂંકું
  3. શરમ ✗ બેશરમ
  4. સદ્ભાગ્ય ✗ દુર્ભાગ્ય
  5. મીઠાશ ✗ કડવાશ
  6. સમજણ ✗ ગેરસમજણ
  7. ચોખ્ખચટ ✗ મેલુંદાટ
  8. સહ્ય ✗ અસહ્ય
  9. સુંવાળું ✗ બરછટ
  10. દરિદ્ર ✗ અમીર
  11. સવાલ જવાબ
  12. ધરતી ✗ આકાશ

Class 10 Gujarati Textbook Solutions Chapter 18 ભૂખથીય ભૂંડી ભીખ (First Language)

11. નીચેની કહેવતોનો સાચો અર્થ લખોઃ

  1. બાવાનાં બેય બગડવાં
  2. દેખવું નહિ ને દાઝવું ય નહિ

ઉત્તરઃ

  1. બાવાનાં બેય બગડવાં – બંને બાજુએ પરિસ્થિતિ બગડવી.
  2. દેખવું નહિ ને દાઝવું ય નહિ – જોવું પણ નહિ, ને એથી એની ચિંતા પણ ન થવી.

12. નીચેના શબ્દોના અર્થ આપો?

  1. સુતક – સૂતક
  2. આખો – આંખો
  3. ચાંપવું – ચોપવું
  4. સંકર – શંકર
  5. શાળ – સાલ

ઉત્તરઃ

  1. સુતક – સારી તક
  2. આખો – અખંડિત
    સૂતક – આભડછેટ
    આંખો – નયન
  3. ચાંપવું – દબાવવું
  4. સંકર – ભેળસેળ
    ચોપવું – રોપું,
    રોપવું શંકર – શિવ
  5. શાળ – ડાંગર
    સાલ – વર્ષ

13. નીચેના તળપદા શબ્દોનાં શિષ્ટ રૂપ આપો?

  1. અમ્મરિયા
  2. મૂ
  3. પાધર
  4. ધાન
  5. કેતાતા
  6. માજન
  7. નકર
  8. આણેલા
  9. હેડો
  10. પરથમી
  11. ભૂંડું
  12. લાગ
  13. લવારો
  14. કુણ
  15. નકુર
  16. મારાજા
  17. મોખાનાં છોડાં
  18. ટૂંઠિયો
  19. જાયો
  20. પોંચાડવા
  21. વલ્લો
  22. ક્યારડા
  23. કો’તો
  24. કે’નારે
  25. ડિલ
  26. પછતાતો
  27. વાદે

ઉત્તરઃ

  1. અમર
  2. મૃત્યુ પામ્યાં
  3. ખુલ્લું મેદાન
  4. અનાજ
  5. કહેતા હતા
  6. મહાજન
  7. નહિતર
  8. લાવેલા
  9. ચાલો
  10. પૃથ્વી
  11. ખરાબ
  12. તક, મોકો
  13. બબડાટ
  14. કોણ
  15. નક્કર
  16. મહારાજા
  17. એક જાતના છોડની છાલ (જેને પાણીમાં ઓગાળીને પીવાથી ઘેન ચઢે, નશો ચઢ)
  18. આંગળાં વિનાનો
  19. પુત્ર
  20. પહોંચાડવા
  21. વડ
  22. જેમાં પાણી ભરાઈ રહે તેવું. ડાંગ કે શાખનું ખેતર
  23. કહો તો
  24. કહેનારે
  25. શરીર
  26. પસ્તાતો
  27. લીધે

Class 10 Gujarati Textbook Solutions Chapter 18 ભૂખથીય ભૂંડી ભીખ (First Language)

14 નીચેનાં વાક્યોમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખોઃ

  1. આમ સાત – આઠ માણસને કેટલા દિવસ ચાલે?
  2. “આ દેઢ પાશેર ખીચડી જિવાડશે એમ તું માને છે?
  3. પેલાં બે છોકરાને લાઇનમાં ઊભાં રાખ્યાં.
  4. આ ભૂખ્યા ખેડૂતોનો નિસાસો પડ્યો.
  5. માનવી વિનાનાં પાધરપાટ પેલાં ખેતરો જોઈ લ્યો!

ઉત્તરઃ

  1. સાત – આઠ – સંખ્યાવાચક
  2. દોઢ પાશેર – સંખ્યાવાચક
  3. બે – સંખ્યાવાચક
  4. ભૂખ્યા – ગુણવાચક
  5. પાધરપાટ – ગુણવાચક

15. નીચેનાં વાક્યોમાંથી ક્રિયાવિશેષણ શોધીને તેનો પ્રકાર લખો:

  1. તરત જ કાળુ પાછો વળી ગયો.
  2. ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો.
  3. આ બંદૂકવાળા નાસવા માંડે ઊભી પૂંછડીએ!
  4. કાળુની આંખમાંથી ડબડબ આંસુ સરી પડ્યાં.
  5. કાળુ શો જવાબ આપે?

ઉત્તરઃ

  1. તરત – રીતિવાચક
  2. પર – સ્થાનવાચક
  3. ઊભી પૂંછડીએ – રીતિવાચક
  4. ડબડબ – માત્રાસૂચક
  5. શો – અભિગમવાચક

18. નીચેના શબ્દોના ધ્વનિઘટકો છૂટા પાડોઃ

  1. ચોખ્ખાંચટ
  2. બ્રાહ્મણ
  3. ખાંડણિયું
  4. ધર્માદા
  5. ફિક્યું

ઉત્તરઃ

  1. ચોખ્ખાંચટ – સ્ + ઓ + ખ = ખૂ + આં + સ્ + અ + ટુ
  2. બ્રાહ્મણ – ન્ + ૨ + આ + + મ્ + અ + ણું
  3. ખાંડણિયું – ન્ + આ + અ + ણ્ + + યુ + ઉં
  4. ધર્માદા – લ્ + અ + ૨ + મ્ + આ + + આ
  5. ફિક્યું – ફ + ઈ + ફ + ફ + ઉં

17. નીચેનાં જોડકાં યોગ્ય રીતે જોડો:

પ્રશ્ન 1.

“અ” “બ”
1. કર્તરિરચના 1. કાળુને હસવું આવ્યું.
2. કર્મણિરચના 2. મહાજને સુંદરજી શેઠની વાત ધ્યાનથી સાંભળી.
3. કાળથી ન બોલવાના સોગન ખવાયા હતા.

ઉત્તર:

“અ” “બ”
1. કર્તરિરચના મહાજને સુંદરજી શેઠની વાત ધ્યાનથી સાંભળી.
2. કર્મણિરચના કાળથી ન બોલવાના સોગન ખવાયા હતા.

Class 10 Gujarati Textbook Solutions Chapter 18 ભૂખથીય ભૂંડી ભીખ (First Language)

પ્રશ્ન 2.

“અ” “બ”
1. કર્તરિરચના 1. આપણું જ ધાન મારાથી ભીખમાં નહિ લેવાય.
2. કર્મણિરચના 2. જીવલો શી રીતે દેવું ભરી શકશે?
3. રાજુ કરગરતો હતો.

ઉત્તરઃ

“અ” “બ”
1. કર્તરિરચના જીવલો શી રીતે દેવું ભરી શકશે?
2. કર્મણિરચના આપણું જ ધાન મારાથી ભીખમાં નહિ લેવાય.

પ્રશ્ન 3.

“અ” “બ”
1. પ્રેરકરચના 1. જીવલાની મોટી દીકરીએ ચોખા દળ્યા.
2. ભાવેરચના 2. જીવલાએ મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા.
3. મારાથી હાથ તો નહિ જ ધરાય!

ઉત્તરઃ

“અ” “બ”
1. પ્રેરકરચના જીવલાએ મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા.
2. ભાવેરચના મારાથી હાથ તો નહિ જ ધરાય!

પ્રશ્ન 4.

“અ” “બ”
1. પ્રેરકરચના 1. કાળથી હસી જવાયું.
2. ભાવેરચના 2. મહાજન પાસે કોઠારમાંથી ધાન આપવાનું કબૂલ કરાવ્યું.
3. તું એકલી જ જા. હું તો નથી આવવાનો.

ઉત્તર :

“અ” “બ”
1. પ્રેરકરચના મહાજન પાસે કોઠારમાંથી ધાન આપવાનું કબૂલ કરાવ્યું.
2. ભાવેરચના કાબુથી હસી જવાયું.

ભૂખથીય ભૂંડી ભીખ Summary in Gujarati

ભૂખથીય ભૂંડી ભીખ પાઠ – પરિચય
Class 10 Gujarati Textbook Solutions Chapter 18 ભૂખથીય ભૂંડી ભીખ (First Language) 1
– પન્નાલાલ પટેલ [જન્મઃ 07 – 05 – 1912; મૃત્યુઃ 08 – 04 – 1989]

ભૂખથીય ભૂંડી ભીખ’ એ પન્નાલાલ પટેલની “માનવીની ભવાઈ’ નામની અતિ હૃદયદ્રાવક નવલકથામાંનો અંશ છે. શીર્ષક જ છપ્પનિયા દુકાળની કરુણાજનક પરિસ્થિતિનો નિર્દેશ કરે છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 18 ભૂખથીય ભૂંડી ભીખ (First Language)

દુકાળના ત્રાસથી બચવા આ નવલકથાનાં મુખ્ય પાત્રો કાળ અને રાજુ જ નહિ, પણ તેમના ગામના લોકો પોતાનું ગામ છોડી ડેગડિયા આવ્યા, કેમ કે ત્યાં સુંદરજી શેઠે સદાવ્રત ખોલ્યું હતું. સૌ અનાજ લેવા કતારમાં ઊભા છે, પણ કાળનું મન ડંખે છે.

પોતે ખેડૂત હોઈ તેને લાગે છે કે આ અનાજમાં તેનું પકવેલું અનાજ પણ હશે. કાળુ માને છે કે માગવા કરતાં મરવું ભલું. દુકાળની કારમી પરિસ્થિતિ અવર્ણનીય છે. ભૂખે ટળવળતા માણસોને જોઈને કાળું માને છે કે ભૂખથીય ભૂંડી ભીખ છે.

ભીખ માણસની ટેકને, સ્વમાનને, આત્માને હણી નાખે છે. આ પ્રકરણમાં કુદરતના કોપ સમાં દુષ્કાળ સામે ઝઝૂમતા લોકોની વેદના હૃદયવેધક છે.

ભૂખથીય ભૂંડી ભીખ શબ્દાર્થ

  • ભૂખ – ખાવાની ઇચ્છા.
  • ભૂંડી – ખરાબ.
  • ભીખ – ભીખી(માગી)ને મેળવેલી વસ્તુ.
  • મેહ – વરસાદ.
  • પાછલાં – પછીના.
  • પંદરોમાં – પંદર દિવસમાં, પખવાડિયામાં.
  • મડદું – લાશ, શબ.
  • કાણ – મરણ પાછળ રોવું, લૌકિકે જવું.
  • સૂતક – સગાંવહાલાંમાં
  • જન્મ – મરણ પ્રસંગે પાળવામાં આવતી આભડછેટ. સરાવવું શ્રાદ્ધ કરવું.
  • રાહત – નિરાંત.
  • કરમમાં – નસીબમાં.
  • ટળવળવું – તડપવું.
  • ખૂટવું – ઓછું થવું.
  • કોદરી – એક
  • ખડ – ધાન, અનાજ.

માત્ર માહિતી માટે
મીણા કોદરા(રી) – કોદરાનો એક પ્રકાર (માંજર અથવા મીણા કોદરા). આ કોદરા ખાવાથી મીણો (કેફ) ચઢે, ઊલટી કે જુલાબ થાય; અંધારાં આવે, ક્યારેક મરણ પણ થાય. દુકાળમાં આ કોદરા એક દિવસ પલાળીને, ધોઈને, એક – બે દિવસ સૂકવવામાં આવતા, જેથી મીણો ચઢે નહિ, પછી ખાવામાં ઉપયોગ થતો.

  • ચોખાંચટ – સ્વચ્છ.
  • પાધરપટ – ખાલીખમ.
  • ઢોર – ઢાંખર – ઢોર વગેરેનો સમૂહ.
  • અષાઢિયા – અષાડ મહિનાના.
  • ડેગડિયા – એક ગામનું નામ.
  • મહાજન – ગામના પ્રતિષ્ઠિત માણસોનું મંડળ.
  • ધરાઈને ખાવું પેટ ભરીને ખાવું.
  • આપણે કાંઈ હળ હાંકવાના ઓછા છીએ – આપણે કાંઈ હળ હાંકવાના નથી.
  • ગણે એને તો ખરી જ ને! – જે એને (માગવાને) શરમ માને એને તો લેવામાં નાનમ જ લાગે ને!
  • દોઢ પાશેર – 168\(\frac{1}{2}\) ગ્રામ: પાશેર એટલે શેરનો ચોથો ભાગ (112\(\frac{1}{2}\) ગ્રામ) એ પાશેર વત્તા અડધા પાશેર એટલે દોઢ પાશેર.
  • મરતી ઘડીએ – મરવાના સમયે, મૃત્યુની ક્ષણે.
  • થંભી જવું – ઊભા રહી જવું, રોકાઈ જવું.
  • દરિદ્રનારાયણો – ગરીબો.
  • કતાર – હાર. Class 10 Gujarati Textbook Solutions Chapter 18 ભૂખથીય ભૂંડી ભીખ (First Language)
  • હાડપિંજર – માનવશરીરનાં હાડકાંનું ખોખું.
  • સેળભેળ – મિશ્રણ, ભેળસેળવાળું.
  • કરગરવું – આજીજી કરવી.
  • પરસાળ – ઘરનો આગલો ખુલ્લો ખંડ.
  • તલાવાળી – પાઘડીમાં કસબી છેડાવાળી.
  • રાતી – લાલ દુપટ્ટો ખેસ.
  • ટોટાદાર – દારૂખાનું ફોડવાનો ટોટો.
  • તમંચો – પિસ્તોલ.
  • હવાલદાર – સિપાઈ કે પોલીસની નાની ટુકડીનો નાયક.
  • કારતૂસી – બંદૂક વગેરેમાં ભરી ફોડવાની ટોટી જેવી બનાવટ.
  • તોલાટ – અનાજ તોલનાર.
  • ચેતવણી – સાવચેતી.
  • કંગાળ – દરિદ્ર, ગરીબ.
  • ડોકાવું – ડોકિયું કરવું, (અહીં) ન આવવું.
  • ટોકવું – ટકોર કરવી.
  • મુકામ – રહેઠાણ, પડાવ, ઉતારો.
  • ઝરખ – હિંસક પશુ, ઘોરખોદિયું.
  • સુનતા નઈ હૈ? (હિં.) – સાંભળતો નથી?
  • લાટ – સાહેબ.
  • જબરદસ્તી – બળજબરી.
  • ખુદ – પોતે.
  • ગડદાપાટુ – મુક્કા મારવા અને લાતો મારવી.
  • ફિક્યું – નિસ્તેજ.
  • લાચાર – મજબૂર, પરવશ, વિવશ.
  • ઝાડુ મારવું – સાવરણીથી જગ્યા સાફ કરવી.
  • મુખિયાજી – મંદિરનો કે ગામનો વડો.
  • બાલિશ – નાદાન, નાસમજ. મોટા ગજાના દિલના ઉદાર.
  • અહેસાન – આભાર.
  • શાળ – છડ્યા વગરના ચોખાના આખા દાણા.
  • મોઢામોઢ – રૂબરૂ, પ્રત્યક્ષ.
  • ધોતિયાની ફડક – ધોતિયાનો છેડો.
  • હજમ થવું – પાચન થવું.
  • કેવી ગતિ – કેવી હાલત.
  • ડાકણ – એક જાતની ભૂતડી, મેલી વિદ્યા જાણનારી સ્ત્રી, લવારો
  • કરવો – બકવાસ કરવો.
  • તાકવું – એકી નજરે જોયા કરવું.
  • ગુમાન – ઘમંડ, અભિમાન.
  • બાવડું – ખભાથી કોણી સુધીનો ભાગ.
  • હડસેલવું – ધક્કો મારવો, ધકેલવું.
  • બળવું – (અહીં) દુઃખ થવું.
  • દેદાર – હાલત, દશા. Class 10 Gujarati Textbook Solutions Chapter 18 ભૂખથીય ભૂંડી ભીખ (First Language)
  • ઝીંકવા માંડવું – જોરથી ફેંકવું કે પછાડવું. વેઠવું સહન કરવું.
  • ઝીંકાઈ પડવો – હારી જવો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *