Gujarat Board GSEB Class 8 Social Science Important Question Chapter 11 ખેતી Important Questions and Answers.
GSEB Class 8 Social Science Important Questions Chapter 11 ખેતી
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો:
પ્રશ્ન 1.
વિશ્વના આશરે કેટલા ટકા લોકો ખેતી પ્રવૃત્તિઓમાં રોકાયેલા
છે?
A. 75 %
B. 60 %
C. 50 %
D. 45 %
ઉત્તર:
B. 60 %
પ્રશ્ન 2.
ભારતની અર્થવ્યવસ્થા મુખ્યત્વે કોની પર આધારિત છે?
A. શિક્ષણ
B. ખેતી
C. પરિવહન
D. ઉદ્યોગો
ઉત્તર:
B. ખેતી
પ્રશ્ન ૩.
કૃષિમંત્રનાં અગત્યનાં રોકાણોમાં કયા એક રોકાણનો સમાવેશ થતો નથી?
A. પશુઓ
B. બિયારણો
C. ખાતરો
D. મશીનરી
ઉત્તર:
A. પશુઓ
પ્રશ્ન 4.
ગુજરાતમાં લગભગ 50 % કરતાં વધુ વિસ્તારમાં કઈ
જમીનો જોવા મળે છે?
A. કાળી
B. રણપ્રકારની
C. પડખાઉ
D. કાંપની
ઉત્તર:
D. કાંપની
પ્રશ્ન 5.
ભારતની કયા પ્રકારની જમીનમાં ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયાં વગેરે પાક લેવાય છે?
A. રાતી
B. કાંપની
C. પર્વતીય
D. લેટેરાઇટ
ઉત્તર:
B. કાંપની
પ્રશ્ન 6.
કયા પ્રકારની જમીનની ભેજ-સંગ્રહણશક્તિ ઘણી વધુ હોય છે?
A. કાળી
B. કાંપની
C. રાતી
D. પર્વતીય
ઉત્તર:
A. કાળી
પ્રશ્ન 7.
કયા પ્રકારની જમીનને કપાસની જમીન’ પણ કહે છે?
A. કાંપની
B. રાતી
C. દલદલ કે પીટ પ્રકારની
D. કાળી
ઉત્તર:
D. કાળી
પ્રશ્ન 8.
ભારતની કયા પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ,
મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાક લેવામાં આવે છે?
A. રાતી
B. કાંપની
C. કાળી
D. પડખાઉ
ઉત્તર:
C. કાળી
પ્રશ્ન 9.
ક્યા પ્રકારની જમીન કપાસના પાક માટે વધુ અનુકૂળ છે?
A. કાળી
B. રાતી
C. કાંપની
D. પર્વતીય
ઉત્તર:
A. કાળી
પ્રશ્ન 10.
કયા પ્રકારની જમીન “રેગુર’ નામે પણ ઓળખાય છે?
A. કાંપની
B. કાળી
C. રાતી
D. પડખાઉ
ઉત્તર:
B. કાળી
પ્રશ્ન 11.
ભારતના આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં કયા પ્રકારની જમીન આવેલી છે?
A. કાંપની
B. કાળી
C. રાતી
D. પડખાઉ
ઉત્તર:
C. રાતી
પ્રશ્ન 12.
ભારતમાં કયા પ્રકારની જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે?
A. રાતી
B. કાંપની
C. કાળી
D. રણપ્રકારની
ઉત્તર:
A. રાતી
પ્રશ્ન 13.
ભારતમાં કયા પ્રકારની જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાક લેવાય છે?
A. કાંપની
B. પડખાઉ
C. કાળી
D. રાતી
ઉત્તર:
D. રાતી
પ્રશ્ન 14.
ભારતમાં વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણનાં ક્ષેત્રોમાં કયા
પ્રકારની જમીન તૈયાર થાય છે?
A. કાંપની
B. પડખાઉ
C. રાતી
D. કાળી
ઉત્તર:
B. પડખાઉ
પ્રશ્ન 15.
પડખાઉ જમીનનું બીજું નામ શું છે?
A. કાંપની જમીન
B. લેટેરાઇટ જમીન
C. કાળી જમીન
D. રાતી જમીન
ઉત્તર:
પ્રશ્ન 16.
ભારતમાં કયા પ્રકારની જમીનમાં ખાતરો નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કૉફી, કાજુ વગેરે પાક લેવાય છે?
A. રાતી
B. કાળી
C. કાંપની
D. પડખાઉ
ઉત્તર:
D. પડખાઉ
પ્રશ્ન 17.
ભારતમાં પર્વતીય જમીન કયા પ્રકારના પર્વતના વિસ્તારમાં જોવા મળે છે?
A. સહ્યાદ્રિ
B. વિંધ્ય
C. હિમાલય
D. અરવલ્લી
ઉત્તર:
C. હિમાલય
પ્રશ્ન 18.
ભારતની કયા પ્રકારની જમીનનો સ્તર પાતળો અને અપરિપક્વ હોય છે?
A. પર્વતીય
B. કાંપની
C. રણપ્રકારની
D. પડખાઉ
ઉત્તર:
A. પર્વતીય
પ્રશ્ન 19.
ભારતમાં કયા પ્રકારની જમીન સૂકી અને અર્ધસૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે?
A. પડખાઉ
B. રણપ્રકારની
C. જંગલ પ્રકારની
D. દલદલ કે પીટ પ્રકારની
ઉત્તર:
B. રણપ્રકારની
પ્રશ્ન 20.
ભારતમાં કયા પ્રકારની જમીનમાં સિંચાઈ વડે બાજરી અને જુવારનો પાક લેવાય છે?
A. રણપ્રકારની
B. પર્વતીય
C. જંગલ પ્રકારની
D. પડખાઉ
ઉત્તરઃ
A. રણપ્રકારની
પ્રશ્ન 21.
ભારતમાં રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબમાં કયા પ્રકારની જમીન જોવા મળે છે?
A. પડખાઉ
B. પર્વતીય
C. કાંપની
D. રણપ્રકારની
ઉત્તર:
D. રણપ્રકારની
પ્રશ્ન 22.
ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કયા પ્રકારની જમીન આવેલી છે?
A. કાળી
B. રાતી
C. રણપ્રકારની
D. પડખાઉ
ઉત્તર:
C. રણપ્રકારની
પ્રશ્ન 23.
વૃક્ષોનાં ખરેલાં પાંદડાંથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે અને તે પાંદડાં સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે, તો તે જમીન કઈ?
A. જંગલ પ્રકારની
B. રણપ્રકારની
C. દલદલ કે પીટ પ્રકારની
D. પડખાઉ
ઉત્તર:
A. જંગલ પ્રકારની
પ્રશ્ન 24.
જે જમીન-તળમાં નીચેની તરફ જતાં ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે, તો તે જમીન કઈ?
A. દલદલ કે પીટ પ્રકારની
B. પડખાઉ
C. કાળી
D. જંગલ પ્રકારની
ઉત્તર:
D. જંગલ પ્રકારની
પ્રશ્ન 25.
કયા પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંગ્રહથી બને છે?
A. રણપ્રકારની
B. દલદલ કે પીટ પ્રકારની
C. પર્વતીય
D. જંગલ પ્રકારની
ઉત્તર:
B. દલદલ કે પીટ પ્રકારની
પ્રશ્ન 26.
કઈ જમીન વર્ષાઋતુ દરમિયાન પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરતાં તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે?
A. પડખાઉ
B. જંગલ પ્રકારની
C. પર્વતીય
D. દલદલ કે પીટ પ્રકારની
ઉત્તર:
D. દલદલ કે પીટ પ્રકારની
પ્રશ્ન 27.
કઈ ખેતીને “ઝૂમ ખેતી પણ કહે છે?
A. જીવનનિર્વાહ ખેતીને
B. સૂકી ખેતીને
C. સ્થળાંતરિત ખેતીને
D. બાગાયતી ખેતીને
ઉત્તર:
C. સ્થળાંતરિત ખેતીને
પ્રશ્ન 28.
કઈ ખેતી ભારતનાં પૂર્વોત્તર રાજ્યોમાં હાલ અલ્પ પ્રમાણમાં જોવા મળે છે?
A. સ્થળાંતરિત ખેતી
B. જીવનનિર્વાહ ખેતી
C. સૂકી ખેતી
D. આદ્ર ખેતી
ઉત્તર:
A. સ્થળાંતરિત ખેતી
પ્રશ્ન 29.
નીચેનામાંથી કઈ ખેતપદ્ધતિ આધુનિક ખેત પદ્ધતિ છે?
A. જીવનનિર્વાહ ખેતી
B. આદ્ર ખેતી
C. બાગાયતી ખેતી
D. સઘન ખેતી
ઉત્તર:
D. સઘન ખેતી
પ્રશ્ન 30.
કઈ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરવામાં આવે છે?
A. સ્થળાંતરિત ખેતીમાં
B. સઘન ખેતીમાં
C. આદ્ર ખેતીમાં
D. જીવનનિર્વાહ ખેતીમાં
ઉત્તર:
B. સઘન ખેતીમાં
પ્રશ્ન 31.
કઈ ખેતીને વ્યાપારી ખેતી પણ કહે છે?
A. આદ્ર ખેતીને
B. સઘન ખેતીને
C. બાગાયતી ખેતીને
D. સ્થળાંતરિત ખેતીને
ઉત્તર:
B. સઘન ખેતીને
પ્રશ્ન 32.
કઈ ખેતીમાં આર્થિક વળતરને વધુ મહત્ત્વ આપવામાં આવે છે?
A. આદ્ર ખેતીમાં
B. બાગાયતી ખેતીમાં
C. જીવનનિર્વાહ ખેતીમાં
D. સઘન ખેતીમાં
ઉત્તર:
D. સઘન ખેતીમાં
પ્રશ્ન 33.
ગુજરાતમાં સુરત, વલસાડ, આણંદ વગેરે જિલ્લાઓમાં કયા પ્રકારની ખેતી થાય છે?
A. સઘન ખેતી
B. સૂકી ખેતી
C. સ્થળાંતરિત ખેતી
D. આર્ટ્ઝ ખેતી
ઉત્તર:
A. સઘન ખેતી
પ્રશ્ન 34.
કયા પ્રકારની ખેતીમાં જુવાર, બાજરી અને કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય છે?
A. આદ્ર ખેતીમાં
B. બાગાયતી ખેતીમાં
C. સૂકી ખેતીમાં
D. સ્થળાંતરિત ખેતીમાં
ઉત્તર:
C. સૂકી ખેતીમાં
પ્રશ્ન 35.
ગુજરાતનો કયો પ્રદેશ ઘઉંના ઉત્પાદન માટે જાણીતો છે?
A. કાનમ
B. ભાલ
C. ચરોતર
D. નળકાંઠા
ઉત્તર:
B. ભાલ
પ્રશ્ન 36.
નીચેનામાંથી ક્યો પાક બાગાયતી પાક નથી?
A. કૉફી
B. રબર
C. ચા
D. શણ
ઉત્તર:
D. શણ
પ્રશ્ન 37.
ચા, કૉફી, કોકો, રબર વગેરે કયા પ્રકારની ખેતીના
પાકો છે?
A. સઘન ખેતીના
B. બાગાયતી ખેતીના
C. આદ્ર ખેતીના
D. સ્થળાંતરિત ખેતીના
ઉત્તર:
B. બાગાયતી ખેતીના
પ્રશ્ન 38.
ભારતમાં ખેતીની પ્રચલિત પદ્ધતિઓમાં નીચેની કઈ એક પદ્ધતિનો સમાવેશ થતો નથી?
A. સઘન ખેતીનો
B. સૂકી ખેતીનો
C. જીવનનિર્વાહ ખેતીનો
D. પોષણક્ષમ ખેતીનો
ઉત્તર:
D. પોષણક્ષમ ખેતીનો
પ્રશ્ન 39.
વિશ્વમાં અને ભારતમાં અનાજનો સૌથી વધુ મહત્ત્વનો અને
મુખ્ય પાક કયો છે?
A. ડાંગર
B. ઘઉં
C. જુવાર
D. બાજરી
ઉત્તર:
A. ડાંગર
પ્રશ્ન 40.
નીચેનામાંથી કયો પાક મુખ્યત્વે પાણીથી ભરાયેલાં ખેતરોમાં
થાય છે?
A. કપાસ
B. દિવેલા
C. ડાંગર
D. ઘઉં
ઉત્તર:
C. ડાંગર
પ્રશ્ન 41.
કયા પાકની ખેતી માટે વધુ માણસોની જરૂર પડે છે?
A. ઘઉંની
B. ડાંગરની
C. કપાસની
D. મગફળીની
ઉત્તર:
B. ડાંગરની
પ્રશ્ન 42.
ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને કયો દેશ છે?
A. યૂ.એસ.એ.
B. ભારત
C. જાપાન
D. ચીન
ઉત્તર:
D. ચીન
પ્રશ્ન 43.
ગુજરાતમાં ડાંગર પકવતા જિલ્લાઓમાં કયા એક જિલ્લાનો છે સમાવેશ થતો નથી?
A. બનાસકાંઠાનો
B ખેડાનો
C. અમદાવાદનો
D. સુરતનો
ઉત્તર:
C. અમદાવાદનો
પ્રશ્ન 44.
વિશ્વમાં ડાંગરના ઉત્પાદક દેશોમાં કયા એક દેશનો સમાવેશ થતો નથી?
A. ભારતનો
B. જાપાનનો
C. રશિયાનો
D. શ્રીલંકાનો
ઉત્તર:
C. રશિયાનો
પ્રશ્ન 45.
ડાંગર પછી આપણા દેશની મહત્ત્વનો ધાન્ય પાક કયો છે?
A. ઘઉં
B. બાજરી
C. જુવાર
D. મકાઈ
ઉત્તર:
A. ઘઉં
પ્રશ્ન 46.
ભારતના કયા રાજ્યમાં ઘઉંનું મબલખ ઉત્પાદન થાય છે?
A. મધ્ય પ્રદેશમાં
B. મહારાષ્ટ્રમાં
C. પંજાબમાં
D. ગુજરાતમાં
ઉત્તર:
C. પંજાબમાં
પ્રશ્ન 47.
ગુજરાતના અમદાવાદ, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં કયા પાકની ખેતી સારી થાય છે?
A. જુવારની
B. ઘઉંની
C. મકાઈની
D. બાજરીની
ઉત્તર:
B. ઘઉંની
પ્રશ્ન 48.
ભારતના કયા રાજ્યમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે?
A. તમિલનાડુમાં
B. ઓડિશામાં
C. રાજસ્થાનમાં
D. ગુજરાતમાં
ઉત્તર:
C. રાજસ્થાનમાં
પ્રશ્ન 49.
તેલીબિયાંના પાકોમાં કયો પાક મહત્ત્વનું સ્થાન ધરાવે છે?
A. સરસવ
B. મગફળી
C. તલ
D. દિવેલા
ઉત્તર:
B. મગફળી
પ્રશ્ન 50.
મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ ક્રમે છે?
A. શ્રીલંકા
B. ભારત
C. ચીન
D. યૂ.એસ.એ.
ઉત્તર:
C. ચીન
પ્રશ્ન 51.
મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ દ્વિતીય ક્રમે છે?
A. ભારત
B. ચીન
C. શ્રીલંકા
D. રશિયા
ઉત્તર:
A. ભારત
પ્રશ્ન 52.
મગફળીના ઉત્પાદનમાં ભારતનું કયું રાજ્ય પ્રથમ ક્રમે છે?
A. મહારાષ્ટ્ર
B. ગુજરાત
C. ઉત્તર પ્રદેશ
D. પંજાબ
ઉત્તર:
B. ગુજરાત
પ્રશ્ન 53.
ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે?
A. રાજકોટમાં
B. પાટણમાં
C. સુરેન્દ્રનગરમાં
D. જૂનાગઢમાં
ઉત્તર:
D. જૂનાગઢમાં
પ્રશ્ન 54.
નીચેના પૈકી ક્યા પાકને તૈયાર થતાં 6થી 8 મહિના જેટલો સમય લાગે છે?
A. કપાસને
B. ડાંગરને
C. ઘઉંને
D. બાજરીને
ઉત્તર:
A. કપાસને
પ્રશ્ન 55.
દિવેલાના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ દ્વિતીય ક્રમે છે?
A. યુ.એસ.એ.
B. ભારત
C. ચીન
D. બ્રાઝિલ
ઉત્તર:
C. ચીન
પ્રશ્ન 56.
ભારતના ક્યા રાજ્યમાં દિવેલાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે?
A. રાજસ્થાનમાં
B. ગુજરાતમાં
C. બિહારમાં
D. હરિયાણામાં
ઉત્તર:
B. ગુજરાતમાં
પ્રશ્ન 57.
ગુજરાતમાં દિવેલા પકવતા જિલ્લાઓમાં કયા એક જિલ્લાનો સમાવેશ થતો નથી?
A. જૂનાગઢ
B. અમરેલી
C. કચ્છ
D. બનાસકાંઠા
ઉત્તર:
C. કચ્છ
પ્રશ્ન 58.
કપાસના અગ્રણી ઉત્પાદક દેશોમાં કયા એક દેશનો સમાવેશ થતો નથી?
A. ચીન
B. યુ.એસ.એ.
C. ભારત
D. જાપાન
ઉત્તર:
D. જાપાન
પ્રશ્ન 59.
ભારતમાં કપાસનાં મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં ક્યા એક રાજ્યનો સમાવેશ થતો નથી?
A. ઉત્તર પ્રદેશનો
B. ગુજરાતનો
C. મહારાષ્ટ્રનો
D. કર્ણાટકનો
ઉત્તર:
A. ઉત્તર પ્રદેશનો
પ્રશ્ન 60.
ભારતમાં કપાસના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ સ્થાન ધરાવે છે?
A. હરિયાણા
B. કર્ણાટક
C. ગુજરાત
D. આંધ્ર પ્રદેશ
ઉત્તર:
C. ગુજરાત
પ્રશ્ન 61.
ભારતમાં કપાસના ઉત્પાદનમાં ગુજરાત કેટલામું સ્થાન ધરાવે છે?
A. પ્રથમ
B. દ્વિતીય
C. ત્રીજું
D. ચોથું
ઉત્તર:
A. પ્રથમ
પ્રશ્ન 62.
ગુજરાતનો ભરૂચ પાસે આવેલ કાનમ પ્રદેશ કયા પાકના ઉત્પાદન માટે જાણીતો છે?
A. ડાંગરના
B. દિવેલાના
C. મગફળીના
D. કપાસના
ઉત્તર:
D. કપાસના
પ્રશ્ન 63.
કઈ પદ્ધતિથી બાગાયતી પાકો માટે મુખ્યત્વે રોપા તૈયાર કરવામાં આવે છે?
A. જેવિક
B. રાસાયણિક
C. બાયોટેનિક
D. વાનસ્પતિક
ઉત્તર:
C. બાયોટેનિક
પ્રશ્ન 64.
ખેતીમાં બે હરોળ વચ્ચે જગ્યા ધરાવતા પાકોમાં કઈ સિંચાઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે?
A. કૂવા-નીક સિંચાઈ પદ્ધતિ
B. ફુવારા પિયત પદ્ધતિ
C. નહેર-નીક સિંચાઈ પદ્ધતિ
D. ટપક પિયત પદ્ધતિ
ઉત્તર:
D. ટપક પિયત પદ્ધતિ
પ્રશ્ન 65.
ખેતીમાં નીચેના પૈકી કઈ સિંચાઈ પદ્ધતિ સૌથી શ્રેષ્ઠ સિંચાઈ છે પદ્ધતિ છે?
A. ફુવારા પિયત પદ્ધતિ
B. નહેર-નીક સિંચાઈ પદ્ધતિ
C. ટપક સિંચાઈ પદ્ધતિ
D. કૂવા-નીક સિંચાઈ પદ્ધતિ
ઉત્તર:
C. ટપક સિંચાઈ પદ્ધતિ
પ્રશ્ન 66.
ટપક પિયત પદ્ધતિ દ્વારા કેટલા ટકા સુધી પાણીની બચત કરી શકાય છે?
A. 40 %થી 60 %
B. 20 %થી 30 %
C. 30 %થી 40 %
D. 25 %થી 35 %
ઉત્તર:
A. 40 %થી 60 %
પ્રશ્ન 67.
ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા કેટલા ટકા સુધી ખાતરની બચત થાય છે?
A. 20 %થી 25 %
B. 25 %થી 30 %
C. 30 %થી 40 %
D. 35 %થી 45 %
ઉત્તર:
B. 25 %થી 30 %
પ્રશ્ન 68.
ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા આશરે કેટલા ટકા સુધી વીજળીની બચત થાય છે?
A. 30 %થી 35 %
B. 35 %થી 40 %.
C. 40 %થી 45 %
D. 45 %થી 50 %
ઉત્તર:
A. 30 %થી 35 %
યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો:
1. આપણો દેશ …………………………. દેશ છે.
ઉત્તરઃ
ખેતીપ્રધાન
2. ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ……………………………… પર આધારિત છે.
ઉત્તરઃ
ખેતી
૩. કાંપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા ………………………………. કાંપને લીધે થયેલ છે.
ઉત્તરઃ
નિક્ષેપિત
4. ગુજરાતમાં લગભગ …………………………….. % કરતાં વધુ વિસ્તારોમાં કાંપની જમીનો જોવા મળે છે.
ઉત્તરઃ
50
5. …………………………….. જમીનની ભેજ-સંગ્રહણશક્તિ વધારે હોય છે.
ઉત્તરઃ
કાળી
6. કાળી જમીન ……………………………….. ના પાક માટે વધુ અનુકૂળ છે.
ઉત્તરઃ
કપાસ
7. ભારતમાં આગ્નેય અને રૂપાંતરિત ક્ષેત્રોમાં …………………………………. જમીન આવેલી છે.
ઉત્તરઃ
રાતી
8. વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણનાં ક્ષેત્રોમાં …………………………………… જમીન તૈયાર થાય છે.
ઉત્તરઃ
પડખાઉ
9. ……………………………… જમીનનો લાલ રંગ લોહ ઑક્સાઇડને કારણે હોય છે.
ઉત્તરઃ
પડખાઉ કે લેટેરાઇટ
10. ……………………………….. જમીનને ‘લેટેરાઇટ જમીન’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઉત્તરઃ
પડખાઉ
11. ……………………………. જમીનનો સ્તર પાતળો અને અપરિપક્વ હોય છે.
ઉત્તર :
પર્વતીય
12. ………………………… જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે.
ઉત્તર :
રણપ્રકારની
13. ……………………………….. જમીનમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે.
ઉત્તર :
રણપ્રકારની
14. ………………………….. જમીન જૈવિક પદાર્થોના સંગ્રહથી બનેલી હોય છે.
ઉત્તર :
રણપ્રકારની
15. દલદલ પ્રકારની જમીનનું બીજું નામ ………………………………… પ્રકારની જમીન છે.
ઉત્તર :
પીટ
16. ……………………………… ખેતીમાં મુખ્યત્વે ધાન્ય પાકો ઉગાડાય છે.
ઉત્તર :
જીવનનિર્વાહ
17. સ્થળાંતરિત ખેતીને ‘………………………………….’ખેતી પણ કહે છે.
ઉત્તર :
ઝૂમ
18. ……………………………. ખેતીમાં ઉત્પાદન ખૂબ ઓછું થાય છે.
ઉત્તર :
સ્થળાંતરિત કે ઝૂમ
19. ……………………………………… ખેતી એ આધુનિક ખેત પદ્ધતિ છે.
ઉત્તર :
સઘન
20. ……………………….. ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરાય છે.
ઉત્તર :
સઘન
21. ગુજરાતના ભાલપ્રદેશમાં ………………………………….. ખેતી કરવામાં આવે છે.
ઉત્તર :
સૂકી
22. …………………………………………… વિશ્વનો અને ભારતનો મહત્ત્વનો અને મુખ્ય ખાદ્ય પાક છે.
ઉત્તર :
ડાંગર
23. ………………………………… ની ખેતી માટે વધારે માણસોની જરૂર પડે છે.
ઉત્તર :
ડાંગર
24. ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ……………………………………….. પ્રથમ સ્થાને છે.
ઉત્તર :
ચીન
25. ડાંગર પછી ……………………………………. એ ભારતનો બીજા ક્રમનો મહત્ત્વનો પાક છે.
ઉત્તર:
ઘઉં
26. ………………………………………… ને ઘઉંનો કોઠાર’ કહેવામાં આવે છે.
ઉત્તર:
પંજાબ
27. ભારતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન …………………………….. રાજ્યમાં થાય છે.
ઉત્તર:
રાજસ્થાન
28. ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન …………………………… જિલ્લામાં થાય છે.
ઉત્તર:
બનાસકાંઠા
29. ……………………………. એ તેલીબિયાં પાકોમાં મહત્ત્વનું સ્થાન ધરાવે
ઉત્તર:
મગફળી
30. ભારતમાં મગફળીમાંથી …………………………… પ્રાપ્ત કરવામાં આવે છે.
ઉત્તર:
ખાદ્યતેલ
31. મગફળીના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાતનો ક્રમ ……………………………… છે.
ઉત્તર:
પ્રથમ
32. દિવેલાના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત …………………………………… ક્રમે છે.
ઉત્તર:
પ્રથમ
33. ભારતમાં દિવેલાનું સૌથી વધુ ઉત્પાદન ……………………………………………. રાજ્યમાં થાય છે.
ઉત્તર:
ગુજરાત
34. કપાસના પાક માટે …………………………………… જમીન સૌથી વધુ ઉપયોગી છે.
ઉત્તર:
કાળી
35. કપાસ ………………………………… ઉદ્યોગ માટે એક મહત્ત્વપૂર્ણ કાચો માલ છે.
ઉત્તર:
કાપડ
36. ગુજરાતનો ભરૂચ પાસે આવેલ ………………………… લાંબા તારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે.
ઉત્તર:
કાનમ પ્રદેશ
37. વિશ્વમાં મોટી સંખ્યામાં વધુ વસ્તી ધરાવતા ……………………………… દેશો મોટા ભાગે સઘન ખેતી કરે છે.
ઉત્તર:
વિકાસશીલ
38. ખેતીના વિકાસનું અંતિમ લક્ષ્ય ………………………………. ની સુરક્ષામાં વધારો કરવાનું છે.
ઉત્તર:
ખોરાક
39. ખેતપેદાશોનો સંગ્રહ કરવા માટે દેશના જુદા જુદા ભાગોમાં …………………………………. ની સગવડ કરવામાં આવી છે.
ઉત્તર:
ગોદામો
40. ગુજરાતમાં ………………………………….. દ્વારા ખેડૂતોને ખેતીની અદ્યતન માહિતી અને માર્ગદર્શન આપવામાં આવે છે.
ઉત્તર:
કૃષિમેળાઓ
41. બાગાયતી પાકો માટે ……………………………………………. પદ્ધતિથી ખાસ કરીને રોપા તૈયાર કરવામાં આવે છે.
ઉત્તર:
બાયોટેકનિક
42. ખેતી પાકોમાં જીવાત-નિયંત્રણ માટે બિજાણુ ઉત્પન્ન કરતા ………………………….. નો ઉપયોગ થાય છે.
ઉત્તર:
જીવાણુઓ
43. જીવાણુઓમાં ………………………………………. જાતિનાં જીવાણુઓ મોખરે છે.
ઉત્તર:
બેસીલસ
44. જીવાણુ આધારિત જૈવિક કીટનાશક એ એક પ્રકારનું …………………………………………. છે.
ઉત્તર:
જઠરવિષ
45. રાસાયણિક કીટનાશકોથી થતી આડઅસરોમાંથી બચવા માટે તેની જગ્યાએ ……………………………… કિટનાશકોનો ઉપયોગ કરવો જોઈએ.
ઉત્તર:
વનસ્પતિજન્ય
46. ગુજરાતમાં ……………………………. સરોવર જેવી અન્ય મહત્ત્વની સિંચાઈ યોજનાઓ કાર્યરત છે.
ઉત્તર:
સરદાર
47. …………………………….. ખેતરમાં ઢોળાવવાળી જમીનના શેઢાઓ પર બનાવવામાં આવે છે.
ઉત્તર:
ખેત તલાવડી
48. …………………………….. બાંધવાથી કૂવા અને પાતાળ કૂવા(બોર)નાં તળ ઊંચાં આવે છે.
ઉત્તર:
ચેકડેમ
49. ………………………………… સિંચાઈ એ સૂક્ષ્મ પિયત પદ્ધતિનો એક પ્રકાર છે.
ઉત્તર:
ટપક
50. ટપક સિંચાઈ પદ્ધતિને કેટલીક વખત ………………………………… સિંચાઈ કહેવામાં આવે છે.
ઉત્તર:
ટ્રિકલ
51. બે હરોળ વચ્ચે જગ્યા ધરાવતા પાકોમાં સિંચાઈ ……………………………………. (પિયત) પદ્ધતિ વધુ ઉપયોગી છે.
ઉત્તર:
ટપક
52. …………………………………. સિંચાઈ પદ્ધતિ દ્વારા પાણીની 40 %થી 60 % સુધીની બચત કરી શકાય છે.
ઉત્તર:
ટપક
53. ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવાથી ………………………………. ની 25 %થી 30 % સુધીની બચત થાય છે.
ઉત્તર:
ખાતર
54. ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવાથી ………………………………………….. ની આશરે 30 %થી 35 % સુધીની બચત થાય છે.
ઉત્તર:
વીજળી
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
પ્રશ્ન 1.
ભારત ઉદ્યોગપ્રધાન દેશ છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 2.
ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી પર આધારિત છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન ૩.
કાંપની જમીન ચીકણી અને લાલ રંગની હોય છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 4.
ગુજરાતમાં લગભગ 75 % કરતાં વધુ વિસ્તારોમાં કાંપની જમીન જોવા મળે છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 5.
કાળી જમીન ચીકણી અને કસવાળી હોય છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 6.
રાતી જમીન કપાસના પાક માટે વધુ અનુકૂળ છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 7.
કાળી જમીન “રેગુર’ નામે પણ ઓળખાય છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 8.
રાતી જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ચીકણી હોય છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 9.
પડખાઉ જમીન લેટેરાઇટ જમીન પણ કહેવાય છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 10.
પર્વતીય જમીનનો સ્તર પાતળો અને અપરિપક્વ હોય છે.
ઉત્તર :
ખરું
પ્રશ્ન 11.
જંગલ પ્રકારની જમીનમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે છે હોય છે.
ઉત્તર :
ખોટું
પ્રશ્ન 12.
રણપ્રકારની જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 13.
જંગલ પ્રકારની જમીન રાસાયણિક પદાર્થોના સંગ્રહથી બને છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 14.
જીવનનિર્વાહ ખેતીમાં મુખ્યત્વે રોકડિયા પાકો વાવવામાં આવે છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 15.
સ્થળાંતરિત ખેતીને ‘ઝૂમ ખેતી પણ કહે છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 16.
સૂકી ખેતી એક આધુનિક ખેત પદ્ધતિ છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 17.
સઘન ખેતીને ‘વ્યાપારી ખેતી’ પણ કહે છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 18.
આદ્ર ખેતીમાં જુવાર, બાજરી અને કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 19.
બગીચાની પદ્ધતિએ સારસંભાળ લઈને કરવામાં આવતી ખેતી બાગાયતી ખેતી’ કહેવાય છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 20.
ઘઉંનો પાક મુખ્યત્વે પાણીથી ભરાયેલાં ખેતરોમાં થાય છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 21.
ગુજરાતમાં ડાંગરનું ઉત્પાદન ખેડા, અમદાવાદ, સુરત વગેરે જિલ્લાઓમાં થાય છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 22.
ગુજરાતને “ઘઉંનો કોઠાર’ કહેવામાં આવે છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 23.
અમદાવાદ જિલ્લાનો ભાલપ્રદેશ ભાલિયા ચોખા માટે પ્રખ્યાત છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 24.
ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન સુરેન્દ્રનગર જિલ્લામાં થાય છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 25.
દિવેલા(એરંડા)ના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત પ્રથમ ક્રમે છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 26.
ભારતમાં દિવેલા(એરંડા)ના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ ક્રમે છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 27.
ભારતમાં કપાસના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ સ્થાન ધરાવે છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 28.
વિશ્વમાં વધુ વસ્તી ધરાવતા વિકાસશીલ દેશો આ ખેતી કરે છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 29.
ગુજરાતમાં કૃષિમેળાઓ દ્વારા ખેડૂતોને ખેતીની અદ્યતન માહિતી અને માર્ગદર્શન અપાય છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 30.
જીવાણુ આધારિત જૈવિક કીટનાશક એ એક પ્રકારનું જૈવિક વિષ છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 31.
ખેત-તલાવડીમાં નહેરના પાણીનો સંગ્રહ કરવામાં આવે છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 32.
ચેકડેમ બાંધવાથી ગામના કૂવાનાં તળ નીચાં જાય છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 33.
ટપક સિંચાઈ પદ્ધતિમાં પાણીની બચત થાય છે તેમજ પોષક તત્ત્વો (દ્રવ્યો) ધીમે ધીમે છોડના મૂળ સુધી પહોંચે છે.
ઉત્તર:
ખરું
34. ટપક સિંચાઈ પદ્ધતિમાં વાલ્વ, પાઇપ, ફુવારા અને ઉત્સર્જકોનો સહિયારો ઉપયોગ કરી પાણી સિંચવામાં આવે છે.
ઉત્તર:
ખોટું
35. ટપક સિંચાઈને કેટલીક વખત ‘ડ્રિપર સિંચાઈ કહેવામાં આવે છે.
ઉત્તર:
ખોટું
36. ટપક સિંચાઈ પદ્ધતિમાં પિયત આપવા માટેની મજૂરીમાં વધારો થાય છે.
ઉત્તર:
ખોટું
37. ફુવારા સિંચાઈનો ઉપયોગ મુખ્યત્વે રહેણાંક વિસ્તારો, ઔદ્યોગિક એકમો અને કૃષિક્ષેત્રે થાય છે.
ઉત્તર:
ખરું
બંધબેસતાં જોડકાં જોડો:
1.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) કાંપની જમીન | (1) ચીકણી અને ભેજ-સંગ્રાહક |
(2) કાળી જમીન | (2) તીવ્ર ધોવાણનાં ક્ષેત્રો |
(3) રાતી જમીન | (3) આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતાં ક્ષેત્રો |
(4) પડખાઉ જમીન | (4) ચીકણી અને ઘેરા રંગની |
(5) છિદ્રાળુ અને ઉપજાઉ |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) કાંપની જમીન | (4) ચીકણી અને ઘેરા રંગની |
(2) કાળી જમીન | (1) ચીકણી અને ભેજ-સંગ્રાહક |
(3) રાતી જમીન | (5) છિદ્રાળુ અને ઉપજાઉ |
(4) પડખાઉ જમીન | (2) તીવ્ર ધોવાણનાં ક્ષેત્રો |
2.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) કાંપની જમીન | (1) ઉપરનો ભાગ કાળો |
(2) કાળી જમીન | (2) તેનો સ્તર પાતળો અને અપરિપક્વ |
(3) પડખાઉ જમીન | (3) ઘણી જ ઉપજાઉ |
(4) પર્વતીય જમીન | (4) લેટેરાઇટ જમીન |
(5) કપાસના પાક માટે વધુ અનુકૂળ |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) કાંપની જમીન | (3) ઘણી જ ઉપજાઉ |
(2) કાળી જમીન | (5) કપાસના પાક માટે વધુ અનુકૂળ |
(3) પડખાઉ જમીન | (4) લેટેરાઇટ જમીન |
(4) પર્વતીય જમીન | (2) તેનો સ્તર પાતળો અને અપરિપક્વ |
3.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) પડખાઉ જમીન | (1) રેગુર |
(2) રણપ્રકારની જમીન | (2) ઉપરનો ભાગ કાળો |
(3) જંગલ પ્રકારની જમીન | (3) જૈવિક પદાર્થોના સંગ્રહથી બનેલી |
(4) દલદલ પ્રકારની જમીન | (4) દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે |
(5) લાલ રંગ લોહ ઑક્સાઈડને કારણે |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) પડખાઉ જમીન | (5) લાલ રંગ લોહ ઑક્સાઈડને કારણે |
(2) રણપ્રકારની જમીન | (4) દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે |
(3) જંગલ પ્રકારની જમીન | (2) ઉપરનો ભાગ કાળો |
(4) દલદલ પ્રકારની જમીન | (3) જૈવિક પદાર્થોના સંગ્રહથી બનેલી |
4.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) કાળી જમીન | (1) ગુજરાતના ભાલપ્રદેશમાં થતી ખેતી |
(2) જીવનનિર્વાહ ખેતી | (2) રેગુર |
(3) સ્થળાંતરિત ખેતી | (3) નિક્ષેપિત કાંપને લીધે નિર્માણ |
(4) સૂકી ખેતી | (4) મુખ્યત્વે ધાન્ય પાકોનું વાવેતર |
(5) ઝૂમ ખેતી |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) કાળી જમીન | (2) રેગુર |
(2) જીવનનિર્વાહ ખેતી | (4) મુખ્યત્વે ધાન્ય પાકોનું વાવેતર |
(3) સ્થળાંતરિત ખેતી | (5) ઝૂમ ખેતી |
(4) સૂકી ખેતી | (1) ગુજરાતના ભાલપ્રદેશમાં થતી ખેતી |
5.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) સ્થળાંતરિત ખેતી | (1) ડાંગર, શેરડી, કપાસ, ઘઉં વગેરેની ખેતી |
(2) સઘન ખેતી | (2) રબર, ચા, કૉફી, કોકો વગેરેની ખેતી |
(3) આર્ટ ખેતી | (3) ઉત્પાદન ખૂબ ઓછું |
(4) બાગાયતી ખેતી | (4) પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે થતી ખેતી |
(5) આધુનિક ખેત પદ્ધતિ |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) સ્થળાંતરિત ખેતી | (3) ઉત્પાદન ખૂબ ઓછું |
(2) સઘન ખેતી | (5) આધુનિક ખેત પદ્ધતિ |
(3) આર્ટ ખેતી | (1) ડાંગર, શેરડી, કપાસ, ઘઉં વગેરેની ખેતી |
(4) બાગાયતી ખેતી | (2) રબર, ચા, કૉફી, કોકો વગેરેની ખેતી |
6.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) સઘન ખેતી | (1) ડાંગર |
(2) ભારતનો મુખ્ય ખાદ્ય પાક | (2) વ્યાપારી ખેતી |
(3) રાજસ્થાનમાં સૌથી વધુ ઉત્પાદન | (3) મગફળી |
(4) ગુજરાતમાં સૌથી વધુ ઉત્પાદન | (4) ઝૂમ ખેતી |
(5) બાજરી |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) સઘન ખેતી | (2) વ્યાપારી ખેતી |
(2) ભારતનો મુખ્ય ખાદ્ય પાક | (1) ડાંગર |
(3) રાજસ્થાનમાં સૌથી વધુ ઉત્પાદન | (5) બાજરી |
(4) ગુજરાતમાં સૌથી વધુ ઉત્પાદન | (3) મગફળી |
7.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ખેતી માટે વધારે માણસોની જરૂર | (1) ઉત્તર પ્રદેશ |
(2) ઘઉંનો કોઠાર | (2) બાજરી |
(3) બનાસકાંઠામાં સૌથી વધુ ઉત્પાદન | (3) મગફળી |
(4) જૂનાગઢમાં સૌથી વધુ ઉત્પાદન | (4) ડાંગર |
(5) પંજાબ |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ખેતી માટે વધારે માણસોની જરૂર | (4) ડાંગર |
(2) ઘઉંનો કોઠાર | (5) પંજાબ |
(3) બનાસકાંઠામાં સૌથી વધુ ઉત્પાદન | (2) બાજરી |
(4) જૂનાગઢમાં સૌથી વધુ ઉત્પાદન | (3) મગફળી |
8.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ખાદ્યતેલ પ્રાપ્ત થાય છે | (1) ભારત |
(2) લાંબા તારનો કપાસ | (2) મગફળી |
(3) કપાસના ઉત્પાદનમાં ભારતમાં પ્રથમ સ્થાન | (3) દિવેલા |
(4) દિવેલાના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાન | (4) ગુજરાત |
(5) કાનમ પ્રદેશ |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ખાદ્યતેલ પ્રાપ્ત થાય છે | (2) મગફળી |
(2) લાંબા તારનો કપાસ | (5) કાનમ પ્રદેશ |
(3) કપાસના ઉત્પાદનમાં ભારતમાં પ્રથમ સ્થાન | (4) ગુજરાત |
(4) દિવેલાના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાન | (1) ભારત |
9.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન અપાય છે. | (1) બેસીલસ જાતિનાં |
(2) ખેડૂતોને કૃષિ ધિરાણ આપવામાં આવે છે. | (2) ટપક સિંચાઈ પદ્ધતિ |
(3) જીવાણુઓમાં મોખરાનાં જીવાણુઓ | (3) કૃષિમેળાઓ |
(4) સૂક્ષ્મ પિયત પદ્ધતિનો એક પ્રકાર | (4) યુરેલીસ જાતિનાં |
(5) રાષ્ટ્રીયકૃત અને સહકારી બૅન્કો |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન અપાય છે. | (3) કૃષિમેળાઓ |
(2) ખેડૂતોને કૃષિ ધિરાણ આપવામાં આવે છે. | (5) રાષ્ટ્રીયકૃત અને સહકારી બૅન્કો |
(3) જીવાણુઓમાં મોખરાનાં જીવાણુઓ | (1) બેસીલસ જાતિનાં |
(4) સૂક્ષ્મ પિયત પદ્ધતિનો એક પ્રકાર | (2) ટપક સિંચાઈ પદ્ધતિ |
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:
પ્રશ્ન 1.
ખેતી એટલે શું? અથવા ખેતી કોને કહેવાય?
ઉત્તર:
ખેતી: જે પ્રવૃત્તિમાં અનાજ, તેલીબિયાં, કઠોળ, ફળો, શાકભાજી, ફૂલો વગેરેને ઉગાડવાનો તેમજ પશુપાલનનો સમાવેશ થાય છે એવી પ્રાથમિક પ્રવૃત્તિને ખેતી’ કહેવામાં આવે છે. ખેતીને ‘કૃષિ’ પણ કહેવામાં આવે છે.
પ્રશ્ન 2.
ખેતી માટે કઈ કઈ બાબતો આવશ્યક છે?
ઉત્તર:
ખેતી માટે અનુકૂળ જમીન, પાણી, બિયારણ, ખાતરો, જંતુનાશકો અને આબોહવા આવશ્યક છે.
પ્રશ્ન 3.
કૃષિમંત્રનાં અગત્યનાં રોકાણો કયાં કયાં છે?
ઉત્તર:
બીજ, ખાતરો, મશીનરી (મંત્રો), જંતુનાશકો, ગોદામો, મજૂર (શ્રમ) વગેરે કૃષિમંત્રના અગત્યનાં રોકાણો છે.
પ્રશ્ન 4.
કૃષિમંત્રની ક્રિયાઓ કઈ કઈ છે?
ઉત્તર:
ખેડ કરવી, વાવણી, સિંચાઈ, નીંદણ, કાપણી, લણણી વગેરે કૃષિમંત્રની ક્રિયાઓ છે.
પ્રશ્ન 5.
કૃષિમંત્રની ઊપજો અંતર્ગત કઈ કઈ બાબતો આવે છે?
ઉત્તરઃ
કૃષિમંત્રની ઊપજો અંતર્ગત પાક, ઊન, ડેરી અને મરઘાં-ઉછેર વગેરે બાબતો આવે છે.
પ્રશ્ન 6.
કાંપની જમીનનું નિર્માણ કોને આભારી છે?
ઉત્તર:
કાંપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાંપને આભારી છે.
પ્રશ્ન 7.
ગુજરાતમાં કાંપની જમીનો કેટલા વિસ્તારમાં આવેલી છે?
ઉત્તર:
ગુજરાતમાં કાંપની જમીનો લગભગ 50 % કરતાં વધારે વિસ્તારમાં આવેલી છે.
પ્રશ્ન 8.
કાંપની જમીનમાં મુખ્યત્વે કયા કયા પાક લેવામાં આવે છે?
ઉત્તર:
કાંપની જમીનમાં મુખ્યત્વે ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયાં વગેરે પાક લેવામાં આવે છે.
પ્રશ્ન 9.
કાળી જમીનનું મુખ્ય લક્ષણ કર્યું છે?
ઉત્તરઃ
કાળી જમીનનું મુખ્ય લક્ષણ આ છે તે ચીકણી, કસવાળી અને ફળદ્રુપ હોય છે. તેની ભેજ-સંગ્રહણશક્તિ વધારે હોય છે તેમજ ભેજ સુકાય છે ત્યારે તેમાં ફોટો કે તિરાડો પડી જાય છે.
પ્રશ્ન 10.
કાળી જમીન કઈ જમીન તરીકે ઓળખાય છે? શાથી?
ઉત્તર:
કાળી જમીન કપાસના પાક માટે ખૂબ અનુકૂળ હોવાથી તે તે કપાસની કાળી જમીન’ તરીકે ઓળખાય છે.
પ્રશ્ન 11.
કાળી જમીનમાં કયા કયા પાક લેવામાં આવે છે?
ઉત્તર:
કાળી જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ જેવા પાકો તેમજ અડદ જેવો કઠોળ વર્ગનો પાક લેવામાં આવે છે.
પ્રશ્ન 12.
ભારતમાં રાતી જમીન ક્યાં આવેલી છે?
ઉત્તર:
ભારતમાં રાતી જમીન આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતાં ક્ષેત્રોમાં આવેલી છે.
પ્રશ્ન 13.
રાતી જમીનનો રાતો રંગ કોને આભારી છે?
ઉત્તર:
રાતી જમીનનો રાતો રંગ લોહતત્ત્વ અને અન્ય સેન્દ્રિય તત્ત્વોને આભારી છે.
પ્રશ્ન 14.
રાતી જમીનમાં કયા કયા પાક લેવામાં આવે છે?
ઉત્તરઃ
રાતી જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાક લેવામાં આવે છે.
પ્રશ્ન 15.
પડખાઉ કે લેટેરાઈટ જમીન ક્યાં તૈયાર થાય છે?
ઉત્તર:
વધારે વરસાદને કારણે તીવ્ર ધોવાણના વિસ્તારોમાં પડખાઉ કે લેટેરાઇટ જમીન તૈયાર થાય છે.
પ્રશ્ન 16.
પડખાઉ કે લેટેરાઈટ જમીન ક્યારે ખેતી માટે યોગ્ય રહેતી નથી?
ઉત્તરઃ
કેટલીક જગ્યાએ પડખાઉ કે લેટેરાઇટ જમીનની ઉપરની સપાટી સુકાઈ જવાથી તે સખત બની જાય છે ત્યારે તે ખેતી માટે યોગ્ય રહેતી નથી.
પ્રશ્ન 17.
પડખાઉ કે લેટેરાઇટ જમીન ઓછી ફળદ્રુપ કેમ છે?
ઉત્તર:
પડખાઉ કે લેટેરાઇટ જમીનમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી તે ઓછી ફળદ્રુપ છે.
પ્રશ્ન 18.
પડખાઉ કે લેટેરાઈટ જમીનમાં કયા કયા પાક લેવાય છે?
ઉત્તર:
પડખાઉ કે લેટેરાઇટ જમીન ઓછી ફળદ્રુપ હોવાથી તેમાં ખાતરો નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કૉફી, કાજુ વગેરે પાક લેવાય છે.
પ્રશ્ન 19.
ભારતમાં પર્વતીય જમીન ક્યાં ક્યાં જોવા મળે છે?
ઉત્તર:
ભારતમાં પર્વતીય જમીન હિમાલયના સામાન્ય ઊંચાઈના વિસ્તારોમાં તેમજ દેવદાર, ચીડ અને પાઈનનાં વૃક્ષોના વિસ્તારમાં જોવા મળે છે.
પ્રશ્ન 20.
રણપ્રકારની જમીનનું મુખ્ય લક્ષણ કયું છે?
ઉત્તરઃ
રણપ્રકારની જમીનનું મુખ્ય લક્ષણ આ છે તે રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે તેમજ તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે.
પ્રશ્ન 21.
ભારતમાં રણપ્રકારની જમીન ક્યાં ક્યાં જોવા મળે છે?
ઉત્તર:
ભારતમાં રણપ્રકારની જમીન રાજસ્થાન, ગુજરાત, હરિયાણા અને દક્ષિણ પંજાબમાં જોવા મળે છે.
પ્રશ્ન 22.
જંગલ પ્રકારની જમીનમાં કયા કયા પાક લેવામાં આવે છે?
ઉત્તર:
જંગલ પ્રકારની જમીનમાં ચા, કૉફી, તેજાના, ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાક લેવામાં આવે છે.
પ્રશ્ન 23.
દલદલ કે પીટ પ્રકારની જમીનમાં ડાંગરની ખેતી ક્યારે કરવામાં આવે છે?
ઉત્તર:
વર્ષાઋતુ દરમિયાન દલદલ કે પીટ પ્રકારની જમીન પાણીમાં ડૂબેલી હોય છે. જ્યારે પાણી ઓસરી જતાં જમીન ખુલ્લી થાય છે ત્યારે તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે.
પ્રશ્ન 24.
કોના કોના આધારે ખેતીના પ્રકારો પાડવામાં આવે છે?
ઉત્તરઃ
ભૌગોલિક પરિસ્થિતિઓ, ઉત્પાદનની માંગ, સિંચાઈની પદ્ધતિ, ખેતપેદાશો, આર્થિક વળતર, મજૂર, તનિકનાં સ્તરો વગેરેના આધારે ખેતીના પ્રકારો પાડવામાં આવે છે.
પ્રશ્ન 25.
જીવનનિર્વાહ ખેતી કોને કહે છે?
ઉત્તર:
જે ખેતીનું ઉત્પાદન ખેડૂતના પોતાના કુટુંબના ભરણપોષણમાં જ વપરાઈ જાય છે તે ખેતીને ‘જીવનનિર્વાહ ખેતી’ કહે છે.
પ્રશ્ન 26.
સ્થળાંતરિત કે ઝૂમ ખેતી કેવી રીતે કરવામાં આવે છે?
ઉત્તર:
જંગલોનાં વૃક્ષોને કાપીને, તેને સળગાવીને જમીન સાફ કરી રાખને જમીનમાં ભેળવી એ જમીનમાં ખેતી કરવામાં આવે છે.
પ્રશ્ન 27.
સઘન ખેતી કોને કહે છે? અથવા સઘન ખેતી એટલે શું?
ઉત્તરઃ
સિંચાઈની સુવિધાઓ, ઊંચી જાતનાં બિયારણો, ખેતીની નવી ટેક્નોલૉજી, રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયાનાં યંત્રો વગેરેનો ઉપયોગ કરીને કરવામાં આવતી ખેતીને ‘સઘન ખેતી’ કહે છે.
પ્રશ્ન 28.
સઘન ખેતીને વ્યાપારી ખેતી’ પણ શા માટે કહેવામાં આવે છે?
ઉત્તરઃ
સઘન ખેતીમાં આર્થિક વળતરને વધુ મહત્ત્વ અપાય છે, તેથી તેને ‘વ્યાપારી ખેતી’ પણ કહેવામાં આવે છે.
પ્રશ્ન 29.
સૂકી ખેતી કોને કહે છે? અથવા સૂકી ખેતી એટલે શું?
ઉત્તર:
સૂકી ખેતી: જ્યાં વરસાદ ઓછો પડે છે, સિંચાઈની સગવડો પણ અલ્પ છે અને ચોમાસામાં જ્યાં પાણીનો સંગ્રહ થતો હોય એવી નીચાણવાળી જમીનમાં પાણી સુકાઈ ગયા પછી ખેતી થાય છે તેને ‘સૂકી ખેતી’ કહેવામાં આવે છે. અહીં જુવાર, બાજરી અને કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય છે.
પ્રશ્ન 30.
આર્ત ખેતી કોને કહે છે? અથવા આર્તિ ખેતી એટલે શું?
ઉત્તર:
આદ્ર ખેતી: જે વિસ્તારોમાં વધુ વરસાદ પડે છે અને સિંચાઈની પણ સગવડ છે તે વિસ્તારોમાં કરવામાં આવતી ખેતી આદ્ર ખેતી’ કહેવાય છે. આ પ્રકારની ખેતીમાં વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે. અહીં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી વગેરેની ખેતી થાય છે.
પ્રશ્ન 31.
આર્ટુ ખેતીમાં કયા કયા પાકોની ખેતી થાય છે?
ઉત્તરઃ
આદ્ર ખેતીમાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી વગેરે પાકોની ખેતી થાય છે.
પ્રશ્ન 32.
કઈ ખેતી બાગાયતી ખેતી કહેવાય છે?
અથવા
બાગાયતી ખેતી એટલે શું?
ઉત્તર:
બાગાયતી ખેતી: બગીચાની પદ્ધતિએ સારસંભાળ લઈને કરવામાં આવતી ખેતી ‘બાગાયતી ખેતી’ કહેવાય છે. બાગાયતી ખેતીમાં પાકોનું સંવર્ધન ઘણી માવજત અને ચીવટપૂર્વક કરવામાં આવે છે. આ ખેતીમાં રબર, ચા, કૉફી, કોકો, નાળિયેરી વગેરે બાગાયતી પાકો લેવામાં આવે છે. તદુપરાંત, અહીં સફરજન, કેરી, સંતરાં, દ્રાક્ષ, આંબળાં, લીંબુ, જામફળ, બોર, ખારેક (ખલેલા) વગેરે ફળોની ખેતી કરવામાં આવે છે.
પ્રશ્ન 33.
કેવા પાકો બાગાયતી પાકો કહેવાય છે?
ઉત્તર:
જે પાકોની એકવાર વાવણી કર્યા બાદ વર્ષો સુધી તે ચોક્કસ ઋતુમાં કે બારેમાસ ઉત્પાદન આપે છે એવા પાકો બાગાયતી પાકો’ કહેવાય છે.
પ્રશ્ન 34.
બાગાયતી ખેતીમાં ક્યા કયા પાકોની ખેતી કરવામાં આવે છે?
ઉત્તર:
બાગાયતી ખેતીમાં રબર, ચા, કૉફી, કોકો, નાળિયેરી ઉપરાંત સફરજન, કેરી, સંતરાં, દ્રાક્ષ, આંબળાં, લીંબુ, જામફળ, બોર, ખારેક (ખલેલા) વગેરે ફળોની ખેતી કરવામાં આવે છે.
પ્રશ્ન 35.
કયા કારણે જુદા જુદા પ્રદેશોમાં વિવિધ પાકો ઉગાડવામાં આવે છે?
ઉત્તર:
જે-તે પ્રદેશની ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, જમીનની વિવિધતા અને વરસાદના પ્રમાણમાં રહેલી ભિન્નતા વગેરે પરિબળોને કારણે જુદા જુદા પ્રદેશોમાં વિવિધ પાકો ઉગાડવામાં આવે છે.
પ્રશ્ન 36.
ભારતમાં ડાંગરના પાકનાં મુખ્ય ઉત્પાદક રાજ્યો કયાં કયાં છે?
ઉત્તર:
ભારતમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગણા, બિહાર, ઓડિશા વગેરે ડાંગરના પાકનાં મુખ્ય ઉત્પાદક રાજ્યો છે.
પ્રશ્ન 37.
ગુજરાતમાં કયા કયા જિલ્લાઓમાં ડાંગરનું ઉત્પાદન થાય છે?
ઉત્તરઃ
ગુજરાતમાં ખેડા, વડોદરા, અમદાવાદ, સુરત, તાપી, કે આણંદ, વલસાડ વગેરે જિલ્લાઓમાં ડાંગરનું ઉત્પાદન થાય છે.
પ્રશ્ન 38.
દુનિયાના કયા કયા દેશોમાં ઘઉંની ખેતી મોટા પ્રમાણમાં થાય છે?
ઉત્તરઃ
દુનિયાના યૂ.એસ.એ. કૅનેડા, આર્જેન્ટિના, રશિયા, યુક્રેઇન, ઑસ્ટ્રેલિયા, ભારત વગેરે દેશોમાં ઘઉંની ખેતી મોટા પ્રમાણમાં થાય છે.
પ્રશ્ન 39.
ભારતમાં ઘઉંની ખેતી મુખ્યત્વે કયાં ક્યાં રાજ્યોમાં થાય છે?
ઉત્તર:
ભારતમાં ઘઉંની ખેતી મુખ્યત્વે પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યોમાં થાય છે.
પ્રશ્ન 40.
પંજાબને ‘ઘઉંનો કોઠાર’ કેમ કહેવામાં આવે છે?
ઉત્તર:
પંજાબમાં ઘઉંનું વિપુલ ઉત્પાદન થાય છે, તેથી તેને ઘઉંનો કોઠાર’ કહેવામાં આવે છે.
પ્રશ્ન 41.
ગુજરાતમાં કયા કયા જિલ્લાઓમાં ઘઉંની ખેતી વધુ થાય છે?
ઉત્તરઃ
ગુજરાતમાં અમદાવાદ, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં ઘઉંની ખેતી વધુ થાય છે.
પ્રશ્ન 42.
કયા કયા દેશોમાં બાજરીનો પાક થાય છે?
ઉત્તરઃ
ભારત, નાઇજીરિયા, ચીન, નાઇજર વગેરે દેશોમાં બાજરીનો પાક થાય છે.
પ્રશ્ન 43.
ભારતમાં બાજરીના પાકનાં મુખ્ય ઉત્પાદક રાજ્યો : કયાં કયાં છે?
ઉત્તર:
ભારતમાં રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર વગેરે રાજ્યો બાજરીના પાકનાં મુખ્ય ઉત્પાદક રાજ્યો છે.
પ્રશ્ન 44.
મગફળીના પાકને કેવી જમીન અનુકૂળ આવે છે?
ઉત્તરઃ
મગફળીના પાકને કાળી, કસવાળી, ગોરાડુ અને લાવાની રેતી મિશ્રિત તેમજ પાણી ભરાઈ ન રહે તેવી જમીન અનુકૂળ આવે છે.
પ્રશ્ન 45.
ભારતમાં મગફળીના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે?
ઉત્તર:
ભારતમાં મગફળીના ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે છે.
પ્રશ્ન 46.
ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ક્યા જિલ્લામાં થાય છે?
ઉત્તર:
ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન જૂનાગઢ જિલ્લામાં થાય છે.
પ્રશ્ન 47.
દિવેલા(એરંડા)ના પાકને કેવી જમીન વધુ માફક આવે છે?
ઉત્તર:
દિવેલા(એરંડા)ના પાને મધ્યમ કાળી, સારી નિતારવાળી અને રેતાળ જમીન વધુ માફક આવે છે.
પ્રશ્ન 48.
ગુજરાતમાં ક્યા કયા જિલ્લાઓમાં દિવેલા(એરંડા)નો પાક થાય છે?
ઉત્તર:
ગુજરાતમાં જૂનાગઢ, અમરેલી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, રાજકોટ, સુરેન્દ્રનગર વગેરે જિલ્લાઓમાં દિવેલા(એરંડા)નો પાક થાય છે.
પ્રશ્ન 49.
કપાસના પાકને કયા ભૌગોલિક સંજોગો માફક આવે છે?
ઉત્તર:
કપાસના પાકને કાળી જમીન, ઓછું તાપમાન (20° થી 35° સે જેટલું તાપમાન) અને હળવો વરસાદ (30 થી 70 સેમી જેટલો વરસાદ) માફક આવે છે.
પ્રશ્ન 50.
વિશ્વમાં કપાસના ઉત્પાદનના મુખ્ય ઉત્પાદક દેશો કયા કયા છે?
ઉત્તર:
વિશ્વમાં ચીન, યૂ.એસ.એ., ભારત, પાકિસ્તાન, બ્રાઝિલ, ઇજિપ્ત વગેરે કપાસના ઉત્પાદનના મુખ્ય ઉત્પાદક દેશો છે.
પ્રશ્ન 51.
ભારતમાં કપાસના ઉત્પાદનનાં મુખ્ય ઉત્પાદક રાજ્યો કયાં કયાં છે?
ઉત્તર:
ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગણા, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, તમિલનાડુ, ઓડિશા વગેરે કપાસના ઉત્પાદનનાં મુખ્ય ઉત્પાદક રાજ્યો છે.
પ્રશ્ન 52.
ગુજરાતમાં કયા કયા જિલ્લાઓમાં કપાસનું વધુ ઉત્પાદન થાય છે?
ઉત્તર:
ગુજરાતમાં સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, બોટાદ, ભરૂચ, ખેડા, સુરત, પંચમહાલ, અમરેલી, ભાવનગર, પાટણ, જૂનાગઢ, જામનગર વગેરે જિલ્લાઓમાં કપાસનું વધુ ઉત્પાદન થાય છે.
પ્રશ્ન 53.
વિશ્વના કયા દેશો સઘન ખેતી કરે છે?
ઉત્તર:
વિશ્વના મોટી સંખ્યામાં વધુ વસ્તી ધરાવતા વિકાસશીલ દેશો સઘન ખેતી કરે છે.
પ્રશ્ન 54.
ખેતી વિકાસનું અંતિમ લક્ષ્ય કયું છે?
ઉત્તર:
ખેતી વિકાસનું અંતિમ લક્ષ્ય લોકોના ખોરાકની સુરક્ષામાં વધારો કરવાનું છે.
પ્રશ્ન 55.
ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે કોના દ્વારા કૃષિ ધિરાણ આપવામાં આવે છે?
ઉત્તર:
ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ તેમજ રાષ્ટ્રીયકૃત અને સહકારી બૅન્કો દ્વારા કૃષિ ધિરાણ આપવામાં આવે છે.
પ્રશ્ન 56.
ભારત અન્નક્ષેત્રે સ્વાવલંબી કેવી રીતે બન્યું છે?
ઉત્તર:
ખેત-ઉત્પાદન માટે સુધારેલાં બિયારણોનો ઉપયોગ કરીને ધાન્ય પાકોમાં વધારે ઉત્પાદન મેળવી ભારત અન્નક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે.
પ્રશ્ન 57.
ખેતીમાં વધુ પડતાં રાસાયણિક ખાતરોનો અવિવેકી અને આડેધડ ઉપયોગ કરવાથી શું પરિણામ આવે છે?
ઉત્તર:
ખેતીમાં વધુ પડતાં રાસાયણિક ખાતરોનો અવિવેકી અને આડેધડ ઉપયોગ કરવાથી જમીનની ગુણવત્તા ઘટે છે અને પાણીનું પ્રદૂષણ વધે છે. તદુપરાંત, ખેતપેદાશોમાં જંતુનાશકોના ઝેરી અવશેષો રહી જતાં તે મનુષ્યના આરોગ્ય પર લાંબા ગાળે ખૂબ માઠી અસરો જન્માવે છે.
પ્રશ્ન 58
સિંચાઈ કોને કહે છે?
ઉત્તર:
સામાન્ય રીતે કૂવાઓ, પાતાળ કૂવાઓ (બોર), નાનામોટા બંધોનાં જળાશયો અને તળાવોની કૃત્રિમ વ્યવસ્થા દ્વારા ખેતરોમાં પાણી પહોંચાડવામાં આવે છે, તેને સિંચાઈ’ કહે છે.
પ્રશ્ન 59.
ખેત-તલાવડી એટલે શું?
ઉત્તર:
‘ખેત-તલાવડી’ એટલે ખેતરની ઢોળાવવાળી જમીનના શેઢાઓ વચ્ચે બનાવેલી તલાવડી.
પ્રશ્ન 60.
ચેકડેમ એટલે શું?
ઉત્તરઃ
નાની નદીઓ, ઝરણાં કે વડોળાના પાણીને નકામું વહી જતું અટકાવવા માટે તેમના વહેણની વચ્ચે જે પાકો આડબંધ બાંધવામાં આવે છે, તેને ‘ચેકડેમ’ કહે છે.
પ્રશ્ન 61.
ટપક સિંચાઈ પદ્ધતિનું મુખ્ય ધ્યેય શું છે?
ઉત્તર:
ટપક સિંચાઈ પદ્ધતિનું મુખ્ય ધ્યેય બાષ્પીભવન ઓછું કરી, પોષકતત્ત્વો સાથે પાણીને છોડના છેક મૂળ સુધી પહોંચાડવાનો છે.
પ્રશ્ન 62.
ટપક સિંચાઈ પદ્ધતિમાં છોડને પાણી કેવી રીતે સિંચવામાં આવે છે?
ઉત્તરઃ
ટપક સિંચાઈ પદ્ધતિમાં વાલ્વ, પાઈપ, નળીઓ અને ઉત્સર્જકોનો સહિયારો ઉપયોગ કરીને છોડને પાણી સિંચવામાં આવે છે.
પ્રશ્ન 63.
ટપક સિંચાઈ પદ્ધતિની સફળતાનો આધાર કોની પર રહેલો છે?
ઉત્તરઃ
ટપક સિંચાઈ પદ્ધતિની સફળતાનો આધાર તેની બનાવટ, જાળવણી અને તેને કેવી રીતે કાર્યરત કરવામાં આવી છે તેની પર રહેલો છે.
પ્રશ્ન 64.
ટપક સિંચાઈ પદ્ધતિ કયા કયા પાકોને અનુકૂળ છે?
ઉત્તર:
ટપક સિંચાઈ પદ્ધતિ કપાસ, એરંડા, શેરડી અને તમાકુ જેવા પાકોને તેમજ ટામેટાં, રીંગણ, કોબીજ, ફલેવર, બટાટા, ભીંડા, મરચાં વગેરે શાકભાજીના પાકોને અને કેરી, ચીકુ, લીંબુ, નાળિયેરી, દાડમ, પપૈયા, જામફળ, બોર જેવાં ફળોના પાકોને તથા સાગ વગેરેને અનુકૂળ છે.
પ્રશ્ન 65.
ફુવારા પિયત પદ્ધતિ કઈ કઈ જગ્યાએ સિંચાઈ માટે ઉપયોગી છે?
ઉત્તર:
ફુવારા પિયત પદ્ધતિ ખેતીના પાકો, લૉન, કુદરતી ઢોળાવો (લેન્ડસ્કેપ), ગોલ્ફકૉર્સ (ગોલ્ફ રમવાનું મેદાન) વગેરે જગ્યાએ ઉપયોગી છે. તેનો ઉપયોગ ઠંડક અને ધૂળની ડમરીઓને 3 ડામવા (બેસાડવા) માટે પણ થાય છે.
પ્રશ્ન 66.
ફુવારા પિયત પદ્ધતિમાં પાણી આપવા માટે કોનો કોનો ઉપયોગ કરવામાં આવે છે?
ઉત્તર:
ફુવારા પિયત પદ્ધતિમાં પાણી આપવા માટે પંપ, વાલ્વ, પાઇપ અને ફુવારાનો સહિયારો ઉપયોગ કરવામાં આવે છે.
પ્રશ્ન 67.
ફુવારા પિયત પદ્ધતિમાં પાણીને જમીન પર કેવી રીતે પાડવામાં આવે છે?
ઉત્તર:
ફુવારા પિયત પદ્ધતિમાં નોઝલ દ્વારા હવામાં ફુવારા વડે જમીનની શોષણ-ક્ષમતાથી ઓછા પ્રમાણમાં જમીન પર વરસાદરૂપે પાડવામાં આવે છે.
પ્રશ્ન 68.
ફુવારા સિંચાઈનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે?
ઉત્તર:
ફુવારા સિંચાઈનો ઉપયોગ મુખ્યત્વે રહેઠાણના વિસ્તારો, ઔદ્યોગિક એકમો અને કૃષિક્ષેત્રે થાય છે. આ ઉપરાંત તે ઉબડખાબડ કે રેતાળ જમીનમાં તથા ટૂંકાગાળા માટે વવાતા પાકો માટે વધુ ઉપયોગી છે.
પ્રશ્ન 69.
ફુવારા પિયત પદ્ધતિ કયા કયા પાકોને અનુકૂળ રહે છે?
ઉત્તર:
ફુવારા પિયત પદ્ધતિ ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, મગફળી, શેરડી, ચણા, ડુંગળી, રજકો અને ઘાસચારાના અન્ય પાકોને તેમજ મેથી, ચોળી, ફુલેવર, કોબીજ, ભીંડા, બટાટા વગેરે પાકોને અનુકૂળ રહે છે.
પ્રશ્ન 70.
ખેતીમાં ફુવારા પિયત પદ્ધતિનો ઉપયોગ કરવાથી શો ફાયદો થાય છે?
ઉત્તરઃ
ખેતીમાં ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવાથી પાણીનો બચાવ થાય છે અને જમીનની ગુણવત્તા જાળવી વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો:
પ્રશ્ન 1.
ભારતની જમીનના મુખ્ય પ્રકારો કેટલા છે અને કયા છે કયા છે? દરેકની માહિતી આપો.
ઉત્તર:
ભારતની જમીનના મુખ્ય પ્રકારો આઠ છે:
(1) કાંપની જમીન,
(2) કાળી જમીન,
(3) રાતી જમીન,
(4) પડખાઉ કે લેટેરાઇટ જમીન,
(5) પર્વતીય જમીન,
(6) રણપ્રકારની જમીન,
(7) જંગલ પ્રકારની જમીન અને
(8) દલદલ કે પીટ પ્રકારની જમીન.
(1) કાંપની જમીનઃ કાંપની જમીન નદીઓએ પાથરેલા કાંપની બનેલી છે. તે ચીકણી અને ઘેરા રંગની હોય છે. દેશના ઘણા મોટા વિસ્તારમાં કાંપની જમીન ફેલાયેલી છે. ગુજરાતમાં લગભગ 50 % કરતાં વધુ વિસ્તારમાં કાંપની જમીનો આવેલી છે છે. તેની ફળદ્રુપતા જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી જોવા મળે છે. કાંપની જમીન ખૂબ જ ઉપજાઉ હોય છે. તેમાં ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયાં વગેરે પાક લઈ શકાય છે.
(2) કાળી જમીન: કાળી જમીન ચીકણી અને ફળદ્રુપ હોય છે. તે ભેજને ગ્રહણ કરી લાંબા સમય સુધી સંઘરી રાખવાની ક્ષમતા ધરાવે છે. ભેજ સુકાઈ જાય છે ત્યારે તેમાં ફોટો કે તિરાડો પડી જાય છે. કાળી જમીન કપાસના પાક માટે ખૂબ અનુકૂળ હોવાથી તે ‘કપાસની કાળી જમીન’ તરીકે ઓળખાય છે. તે ‘રેગુર’ નામે પણ જાણીતી છે. કાળી જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ જેવા પાકો તેમજ અડદ જેવો કઠોળ વર્ગનો પાક લેવામાં આવે છે.
(3) રાતી જમીનઃ રાતી જમીન આગ્નેય (અગ્નિકૃત) અને રૂપાંતરિત ખડકો ધરાવતા વિસ્તારોમાં આવેલી છે. લોહતત્ત્વ અને અન્ય સેન્દ્રિય તત્ત્વોને લીધે તે રાતા રંગની દેખાય છે. ઊંડાઈએ જતાં તે પીળા રંગની બની જાય છે. તે પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. તેમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાક લેવામાં આવે છે.
(4) પડખાઉ કે લેટેરાઇટ જમીનઃ વધારે વરસાદને કારણે તીવ્ર ધોવાણના વિસ્તારોમાં પડખાઉ જમીન તૈયાર થાય છે. વધુ વરસાદને લીધે જમીનના ઉપરના સ્તરમાંથી પોષકતત્ત્વો ધોવાઈને નીચેના સ્તરમાં ઊતરે છે. તેનો લાલ રંગ તેમાં રહેલા આયર્ન (લોહ) ઑક્સાઈડને આભારી છે. કેટલાક વિસ્તારોમાં તેની . ઉપલી સપાટી સુકાઈ જાય છે ત્યારે તે સખત બની જાય છે. આ પરિસ્થિતિમાં એ જમીન ખેતીલાયક રહેતી નથી. પડખાઉ જમીનમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી તે ઓછી ફળદ્રુપતા ધરાવે છે. તેમાં ખાતરો નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કૉફી, કાજુ વગેરે પાક લઈ શકાય છે.
(5) પર્વતીય જમીનઃ પર્વતીય જમીન મુખ્યત્વે હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોમાં તેમજ દેવદાર, ચીડ અને પાઈનનાં વૃક્ષોના વિસ્તારમાં આવેલી છે. તેનો સ્તર પાતળો અને અપરિપક્વ હોય છે.
(6) રણપ્રકારની જમીન રણપ્રકારની જમીન રાજસ્થાન, ગુજરાત, હરિયાણા અને દક્ષિણ પંજાબનાં શુષ્ક ક્ષેત્રોમાં આવેલી છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની જમીન આવેલી છે. આ જમીન સૂકી અને અર્ધસૂકી આબોહવાવાળા વિસ્તારમાં આવેલી છે. તે રેતાળ અને ઓછી ફળદ્રુપ છે. તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે. અહીં જે વિસ્તારોમાં સિંચાઈની સગવડો થઈ છે ત્યાં બાજરી અને જુવારનો પાક લેવામાં આવે છે.
(7) જંગલ પ્રકારની જમીનઃ આ જમીન દેશમાં મર્યાદિત ક્ષેત્રોમાં આવેલી છે. જંગલોનાં વૃક્ષોનાં ખરેલાં પાંદડાંથી અહીંની જમીન ઢંકાયેલી હોય છે. પાંદડાં સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધતાં જમીનનો ઉપરનો ભાગ કાળો પડી જાય છે. જમીન-તળમાં નીચેની તરફ જતાં આ કાળી જમીન ભૂરા કે લાલ રંગમાં બદલાઈ – જાય છે. જંગલ પ્રકારની જમીનમાં ચા, કૉફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ વગેરે પાક લેવામાં આવે છે.
(8) દલદલ કે પીટ પ્રકારની જમીનઃ આ પ્રકારની જમીન પશ્ચિમ બંગાળ, ઓડિશા અને તમિલનાડુના દરિયાકિનારાના ભાગોમાં જોવા મળે છે. આમ, તે અત્યંત મર્યાદિત ક્ષેત્રો ધરાવે છે. તે ભેજવાળા વિસ્તારોમાં જેવિક પદાર્થોના સંગ્રહથી વિકસેલી છે. તેમાં જેવિક પદાર્થો અને ક્ષારોની અધિકતા હોય છે. વર્ષાઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે. જ્યારે પાણી ઓસરી જતાં જમીન ખુલ્લી થાય છે ત્યારે તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે.
પ્રશ્ન 2.
ભારતમાં ખેતીના મુખ્ય પ્રકારો કેટલા છે અને કયા કયા છે? દરેક પર નોંધ લખો.
ઉત્તર:
ભારતમાં ખેતીના મુખ્ય છ પ્રકારો છે:
(1) જીવનનિર્વાહ ખેતી,
(2) સ્થળાંતરિત (ઝૂમ) ખેતી,
(3) સઘન ખેતી, (4) સૂકી ખેતી,
(5) આદ્ર ખેતી અને હું
(6) બાગાયતી ખેતી.
(1) જીવનનિર્વાહ ખેતી જે ખેતીનું ઉત્પાદન ખેડૂતના પોતાના કુટુંબના ભરણપોષણમાં જ વપરાઈ જાય છે, તે ખેતી ‘જીવનનિર્વાહ ખેતી’ કહેવાય છે. ખેડૂતની આર્થિક સ્થિતિ પ્રમાણમાં નબળી હોય છે. ભારતના મોટા ભાગના ખેડૂતો પાસે નાના કદનાં ખેતરો હોય છે. ગરીબીને કારણે નાના કદનાં ખેતરોમાં મોંઘાં બિયારણો, ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવો પરવડતો નથી. અનાજનું ઉત્પાદન પોતાના કુટુંબના ઉપયોગ જેટલું જ થાય છે, જે તેના કુટુંબના ભરણપોષણમાં જ વપરાઈ જાય છે. આ પ્રકારની ખેતી ખેડૂત-પરિવારની જરૂરિયાતોને પૂરી કરવા માટે કરવામાં આવે છે. આ પ્રકારની જમીનમાં મુખ્યત્વે ધાન્ય પાકો વાવવામાં આવે છે.
જીવનનિર્વાહ ખેતીનો વિસ્તાર ધીમે ધીમે ઘટતો જાય છે.
(2) સ્થળાંતરિત (ઝૂમ) ખેતી: ગીચ જંગલોના પ્રદેશમાં રહેતી જનજાતિઓ આ પ્રકારની ખેતી કરે છે. તેઓ જંગલોનાં વૃક્ષો કાપીને, તેને સળગાવીને જમીન સાફ કરી, રાખને જમીનમાં ભેળવી ત્યાં ખેતી કરે છે. બે-ત્રણ વર્ષ પછી જમીનની ફળદ્રુપતા ઘટતાં તે વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરી એ જ પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે. આ પદ્ધતિને ‘સ્થળાંતરિત’ કે ‘ઝૂમ ખેતી’ કહે છે. આ પ્રકારની ખેતીમાં મુખ્યત્વે ધાન્ય પાકો અને શાકભાજીની ખેતી થાય છે. તેમાં હેક્ટરદીઠ ઉત્પાદન ખૂબ ઓછું થાય છે.
સ્થળાંતરિત (ઝૂમ) ખેતી હાલ એમેઝોન બેસીનનાં ગહન વનક્ષેત્રો, ઉષ્ણ કટિબંધીય આફ્રિકા, દક્ષિણ-પૂર્વ એશિયા અને ભારતનાં પૂર્વોત્તર રાજ્યોમાં ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે.
(3) સઘન ખેતી: સઘન ખેતી એ આધુનિક ખેત પદ્ધતિ છે. જ્યાં સિંચાઈની સારી સગવડ છે, ત્યાંનો ખેડૂત વર્ષમાં એકથી વધુ પાક લઈને સારું કૃષિ-ઉત્પાદન કરી શકે છે. તેથી તે સિંચાઈની સુવિધાઓ, ઊંચી જાતનાં બિયારણો, ખેતીની નવી ટેકનોલૉજી, રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રો વગેરેનો વ્યાપક ઉપયોગ કરે છે અને વધુ ને વધુ ઉત્પાદન મેળવે છે. આ પ્રકારની ખેતી ‘સઘન ખેતી’ કહેવાય છે. આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર કરવામાં આવે છે. તેમાં હેક્ટરદીઠ ઉત્પાદન ખૂબ જ થાય છે, પરિણામે તેમાં ખેતી હેઠળનો વિસ્તાર વધતો જાય છે. સઘન ખેતીમાં આર્થિક વળતરને વધુ મહત્ત્વ અપાય છે, તેથી હું તેને ‘વ્યાપારી ખેતી’ પણ કહે છે.
ગુજરાતમાં સુરત, વલસાડ, આણંદ વગેરે જિલ્લાઓમાં સઘન ખેતી થાય છે.
(4) સૂકી ખેતી: જ્યાં વરસાદ ઓછો પડે છે, સિંચાઈની સગવડો પણ અલ્પ છે અને ચોમાસામાં જ્યાં પાણીનો સંગ્રહ થતો હોય એવી નીચાણવાળી જમીનમાં પાણી સુકાઈ ગયા પછી ખેતી થાય છે તેને ‘સૂકી ખેતી’ કહે છે. અહીં જુવાર, બાજરી અને કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય છે. ગુજરાતમાં ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થઈ ગયા પછી ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે.
(5) આદ્ર ખેતી: જે વિસ્તારોમાં વધુ વરસાદ પડે છે અને સિંચાઈની પણ સગવડ છે તે વિસ્તારોમાં કરવામાં આવતી ખેતી ‘આદ્ર (ભીની) ખેતી’ કહેવાય છે. આ પ્રકારની ખેતીમાં વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે. અહીં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી વગેરેની ખેતી થાય છે.
(6) બાગાયતી ખેતી: બગીચાની પદ્ધતિએ સારસંભાળ લઈને કરવામાં આવતી ખેતી ‘બાગાયતી ખેતી’ કહેવાય છે. એક વખત વાવણી કર્યા પછી વર્ષો સુધી ચોક્કસ ઋતુમાં કે બારેમાસ ઉત્પાદન આપે એવા પાકો બાગાયતી પાકો કહેવાય છે. આ ખેતીમાં રબર, – ચા, કૉફી, કોકો, નાળિયેરી વગેરે બાગાયતી પાકો લેવામાં આવે છે. આ ઉપરાંત, અહીં સફરજન, કેરી, સંતરાં, દ્રાક્ષ, આંબળાં, : લીંબુ, જામફળ, બોર, ખારેક (ખલેલા) વગેરે ફળોની ખેતી કરવામાં
આવે છે. બાગાયતી ખેતીમાં પાકોનું સંવર્ધન ઘણી માવજત અને ચીવટપૂર્વક કરવામાં આવે છે.
નીચેના પાકોની માહિતી આપોઃ
(1) ઘઉં (Wheat)
(2) બાજરી (Millet)
(૩) મગફળી : Groundnut)
(4) દિવેલા (Castor)
(5) કપાસ (Cotton)
1. ઘઉં (wheat): ભારતમાં ડાંગર પછીનો મહત્ત્વનો પાક – ઘઉં છે. ભેજ સંગ્રહી શકે તેવી કાળી ચીકણી જમીનમ ઘઉંનું ઉત્પાદન વધારે થાય છે. ઘઉંના પાકના વિકાસ માટે મધ્યમ તાપમાન, 75 સેમી જેટલો વરસાદ અને લણણી સમયે તડકાની જરૂર હોય છે.
દુનિયામાં ઘઉંની ખેતી યુ.એસ.એ., કેનેડા, આર્જેન્ટિના, રશિયા, યુક્રેન, ઑસ્ટ્રેલિયા, ભારત વગેરે દેશોમાં મોટા પ્રમાણમાં થાય છે. ભારતમાં ઘઉંની ખેતી મુખ્યત્વે પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં થાય છે. પંજાબમાં ઘઉંનું વિપુલ ઉત્પાદન થાય છે. તેથી તેને “ઘઉંનો કોઠાર’ કહેવામાં આવે છે. ગુજરાતમાં અમદાવાદ, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં ઘઉં વધુ થાય છે. અમદાવાદનો ભાલ પ્રદેશ તેના ભાલિયા ઘઉંના ઉત્પાદન માટે પ્રખ્યાત છે. ભારતમાં ઘઉં શિયાળામાં પકવવામાં આવે છે.
2. બાજરી (Millet): બાજરીના પાકને રેતાળ અને ગોરાડુ જમીન માફક આવે છે. બાજરી માટે ઓછો વરસાદ (40થી 50 સેમી જેટલો વરસાદ), મધ્યમ તાપમાન (25થી 30° સે જેટલું તાપમાન) અને પૂરતો સૂર્યપ્રકાશ જરૂરી છે. બાજરી જાડું ધાન્ય ગણાય છે.
બાજરીનો પાક ભારત, નાઇજીરિયા, ચીન, નાઇજર વગેરે દેશોમાં થાય છે. બાજરીના ઉત્પાદનમાં રાજસ્થાન ભારતમાં પ્રથમ ક્રમે અને ગુજરાત દ્વિતીય સ્થાને છે. આ ઉપરાંત, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર પણ બાજરીનાં મુખ્ય ઉત્પાદક રાજ્યો છે.
ગુજરાતમાં બાજરીનું સૌથી વધારે ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં થાય છે.
(3) મગફળી (Groundnut): બધાં તેલીબિયામાં મગફળી સૌથી વધુ મહત્ત્વ ધરાવે છે. મગફળીના પાકને કાળી, કસવાળી, ગોરાડુ અને લાવાની રેતીમિશ્રિત તેમજ પાણી ભરાઈ ન રહે તેવી જમીન, 20થી 25° સે જેટલું તાપમાન અને 50થી 75 સેમી જેટલો વરસાદ માફક આવે છે.
વિશ્વમાં મગફળીના ઉત્પાદનમાં ભારતનું સ્થાન ચીન પછી બીજું છે. મગફળીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં પ્રથમ ક્રમે છે. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન જૂનાગઢ જિલ્લામાં થાય છે. તદુપરાંત, ગીરસોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર વગેરે જિલ્લાઓમાં પણ મગફળીનો પાક થાય છે. ગુજરાતમાં મગફળીમાંથી બનાવેલું સિંગતેલ ખાદ્યતેલ તરીકે વધારે વપરાય છે.
(4) દિવેલા (Castor): દિવેલા એટલે એરંડા. દિવેલા એ તેલીબિયાંનો પાક છે. દિવેલાના પાકને મધ્યમ કાળી, સારી નિતારવાળી અને રેતાળ જમીન વધુ માફક આવે છે.
દિવેલાના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત પ્રથમ ક્રમે છે. તે પછી અનુક્રમે ચીન અને બ્રાઝિલનો ક્રમ આવે છે. ભારતમાં દિવેલા સૌથી વધારે ગુજરાતમાં થાય છે. ગુજરાતમાં એરંડાનું ઉત્પાદન જૂનાગઢ, અમરેલી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, રાજકોટ, સુરેન્દ્રનગર વગેરે જિલ્લાઓમાં થાય છે.
(5) કપાસ (Cotton): કપાસના પાકને કાળી જમીન, ઓછું તાપમાન (20થી 30° સે જેટલું તાપમાન) અને હળવો વરસાદ (30થી 70 સેમી જેટલો વરસાદ) માફક આવે છે. કપાસ ચોમાસું (ખરીફ) પાક છે. આ પાકનો સમયગાળો 6થી 8 મહિનાનો હોય છે. કપાસનો પાક તૈયાર થાય ત્યારે આકાશ સ્વચ્છ હોવું જોઈએ. તેને હિમથી નુકસાન થાય છે.
કપાસમાંથી મળતું રૂ એ કાપડ ઉદ્યોગનો મહત્ત્વનો કાચો માલ છે. (ભારતમાં રૂ ‘સફેદ સોના’ તરીકે ઓળખાય છે.) વિશ્વમાં ચીન, યુ.એસ.એ., ભારત, પાકિસ્તાન, બ્રાઝિલ, ઇજિપ્ત વગેરે કપાસના મુખ્ય ઉત્પાદક દેશો છે. ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગણા, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, તમિલનાડુ, ઓડિશા વગેરે કપાસનાં મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. કપાસના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં પ્રથમ સ્થાન ધરાવે છે. ગુજરાતમાં ભરૂચ જિલ્લાનો ‘કાનમ પ્રદેશ’ લાંબા તારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે. ગુજરાતમાં સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, બોટાદ, ભરૂચ, ખેડા, સુરત, પંચમહાલ, અમરેલી, ભાવનગર, પાટણ, જૂનાગઢ, જામનગર વગેરે જિલ્લાઓમાં કપાસનું વધારે ઉત્પાદન થાય છે.
ટૂંક નોંધ લખો:
પ્રશ્ન 1.
ખેતીવિકાસને અસર કરતા એક પરિબળ તરીકે સુધારેલાં બિયારણો
અથવા
ખેતીવિકાસને અસર કરતા એક પરિબળ તરીકે સુધારેલાં બિયારણોનો પરિચય આપો.
ઉત્તર:
બિયારણો એ કૃષિપેદાશોની વધુ ઊપજ મેળવવા માટેનું મહત્ત્વનું પરિબળ છે. ખેતીમાંથી વધુ ઊપજ મેળવવા આજે સુધારેલાં અને પૃથક્કરણ કરેલાં બિયારણોનો ઉપયોગ થાય છે. સરકારે બિયારણ વૃદ્ધિ-કેન્દ્રો સ્થાપ્યાં છે. એ કેન્દ્રોમાં બાયોદૈનિક પદ્ધતિ દ્વારા બાગાયતી પાકો માટે મુખ્યત્વે રોપા તૈયાર કરવામાં આવે છે. એ રોપાઓનો ઉપયોગ કરીને ઓછા સમયમાં વધુ ઉત્પાદન આપતી જાતો વિકસાવવામાં આવી છે. આ રીતે કૃષિ સંશોધનો દ્વારા ઊંચો ઉતાર આપતી જાતોનાં બિયારણો શોધી કાઢવામાં આવ્યાં છે. સુધારેલાં બિયારણોને લીધે ભારત ધાન્ય પાકોની બાબતમાં વધુ ઉત્પાદન મેળવી અન્નક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે છે. દેશમાં હરિયાળી ક્રાંતિ સર્જાઈ છે.
પ્રશ્ન 2.
ખેતીવિકાસને અસર કરતા એક પરિબળ તરીકે જંતુનાશકો
અથવા
ખેતીવિકાસને અસર કરતા એક પરિબળ તરીકે જંતુનાશકોનો પરિચય આપો.
ઉત્તર:
ભારતમાં કૃષિપાકોને થતું નુકસાન અટકાવવા માટે જંતુનાશક રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. ખેતીમાં વધુ પડતા રાસાયણિક જંતુનાશકોનો અવિવેકી અને આડેધડ ઉપયોગ કરવાથી જમીનની ગુણવત્તા ઘટી છે અને પાણીનું પ્રદૂષણ વધ્યું છે. વળી, ખેતપેદાશોમાં જંતુનાશકોના ઝેરી તત્ત્વો રહી જાય છે, જેની મનુષ્યના આરોગ્ય પર લાંબા ગાળે ખૂબ માઠી અસરો થાય છે.
કૃષિપાકોને નુકસાન કરતી જીવાતોના નિયંત્રણ માટે જીવાણુઓ (બૅક્ટરિયા), વિષાણુ, ફૂગ, કૃમિ અને વનસ્પતિજન્ય આધારિત જૈવિક કીટનાશકોનો ઉપયોગ થાય છે. તેમાં જીવાણુઓ લગભગ 90 % હિસ્સો ધરાવે છે. જીવાતો પર રોગ જન્માવતા લગભગ સો જેટલા જુદા જુદા જીવાણુઓ શોધાયા છે. કૃષિપાકોમાં જીવાત નિયંત્રણ માટે બિજાણુ ઉત્પન્ન કરતા જીવાણુઓનો ઉપયોગ થાય રે છે. એ જીવાણુઓમાં બેસીલસ જાતિના જીવાણુઓ મોખરે છે.
જેવિક કીટનાશકો ઉપદ્રવી જીવાતોમાં જુદા જુદા રોગો લાગુ પાડે છે. પરિણામે એ જીવાતો નાશ પામે છે. જૈવિક કીટનાશકો બજારમાં ઉપલબ્ધ છે.
જીવાણુ આધારિત જૈવિક કીટનાશક એ એક પ્રકારનું જઠરવિષ 3 છે. તેથી તે જે કીટકને મારવાનું છે તે કીટકના જઠરમાં જવું જરૂરી ર્ છે. જ્યારે જૈવિક કીટનાશકનું પ્રવાહી પાક પર છાંટવામાં આવે છે ત્યારે સુષુપ્ત અવસ્થામાં રહેલા જીવંત જીવાણુઓ ઇયળના ખોરાક સાથે તેનાં આંતરડાંમાં પહોંચે છે. એ ઝેરી પ્રોટીન ઇયળનાં આંતરડાંમાં અને ખાસ કરીને તેના મોઢાના ભાગે લકવો પેદા કરે છે. છેવટે ઇયળ મરી જાય છે.
રાસાયણિક કીટનાશકોથી થતી આડઅસરોથી બચવા માટે તેને બદલે વનસ્પતિજન્ય કીટનાશકોનો ઉપયોગ કરવો હિતાવહ
છે. વનસ્પતિજન્ય કીટનાશકોમાં મુખ્યત્વે લીમડો, કરજ, મહુડો, તુલસી, રતનજ્યોત, ફૂદીનો, કારેલાં, તમાકુ, સેવંતી વગેરે છે, જેનો ઉપયોગ જીવાત નિયંત્રણમાં થાય છે.
પ્રશ્ન 3.
ખેતીવિકાસને અસર કરતા એક પરિબળ તરીકે સિંચાઈની ઉન્નત સગવડો
અથવા
ખેતીવિકાસને અસર કરતા એક પરિબળ તરીકે સિંચાઈની ઉન્નત સગવડોનો પરિચય આપો.
ઉત્તર:
ખેતીમાં પાકને પૂરતું પાણી મળવું આવશ્યક છે. આપણા દેશના ઘણા વિસ્તારોમાં વરસાદ અનિયમિત અને અનિશ્ચિત છે. તેથી ઓછા વરસાદવાળા વિસ્તારોમાં કૃષિપાકો માટે સિંચાઈની જુદી જુદી વ્યવસ્થા કરવામાં આવે છે. ભારતમાં સામાન્ય રીતે કૂવાઓ, પાતાળ કૂવા (બોર), નાના-મોટા બંધોનાં જળાશયો અને તળાવોની કૃત્રિમ વ્યવસ્થા દ્વારા ખેતરોમાં પાણીનું સિંચન કરવામાં આવે છે, જેને ‘સિંચાઈ કહેવામાં આવે છે.
આપણા દેશમાં સિંચાઈનાં મુખ્ય માધ્યમો નીચે પ્રમાણે છે:
1. કૂવા અને પાતાળ કૂવા (બોર) ભારતમાં કૂવા અને પાતાળ કૂવા (બોર) એ સિંચાઈનું મુખ્ય માધ્યમ છે. દેશના સમતલ મેદાની વિસ્તારોમાં કૂવાઓ અને પાતાળ કૂવા (બોર) દ્વારા સિંચાઈ કરવામાં આવે છે.
2. નહેરોઃ નદીઓ પર બંધો (ડેમ) બાંધી મોટાં જળાશયો તૈયાર કરવામાં આવે છે અને તેમાંથી નહેરો કાઢીને ખેતરો સુધી પાણી પહોંચાડવામાં આવે છે. ગુજરાતમાં સરદાર સરોવર યોજના, ઉકાઈ યોજના, ધરોઈ યોજના જેવી અન્ય બીજી કેટલીક મહત્ત્વની સિંચાઈ યોજનાઓ કાર્યરત છે. નહેરોના પાણીનો સિંચાઈ માટે સતત વધુ પડતો ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે, જેની લાંબા ગાળે પાક-ઉત્પાદક્તા પર માઠી અસર થાય છે.
૩. ખેત-તલાવડીઃ ખેત-તલાવડી ખેતરમાં ઢોળાવવાળી જમીનમાં શેઢાઓ વચ્ચે બનાવવામાં આવે છે. તેમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. વરસાદ બંધ થયા પછી પાકને પાણીની જરૂર હોય ત્યારે તેના પાણીને સિંચાઈ માટે વાપરવામાં આવે છે.
4. ચેકડેમઃ નાની નદીઓ, ઝરણાં કે વહોળાના પાણીને નકામું વહી જતું અટકાવવા માટે તેમના વહેણની વચ્ચે પાકો આડબંધ બાંધવામાં આવે છે, જેને ‘ચેકડેમ’ કહે છે.
ચેકડેમને લીધે આસપાસના કૂવા અને પાતાળ કૂવા(બોર)ના પાણીના તળ ઊંચાં આવે છે.
પ્રશ્ન 4.
ખેતીવિકાસને અસર કરતા એક પરિબળ તરીકે ફુવારા પિયત પદ્ધતિ
અથવા
ખેતીવિકાસને અસર કરતા એક પરિબળ તરીકે ફુવારા પિયત પદ્ધતિનો પરિચય આપો.
ઉત્તરઃ
ફુવારા પિયત પદ્ધતિ એ ખેતીના પાકો, લૉન, કુદરતી ઢોળાવો (લેન્ડ સ્કેપ), ગોલ્ફકોર્સ (ગોલ્ફ રમવાનું મેદાન) વગેરે સ્થળોએ સિંચાઈ માટે ઉપયોગી છે. તેનો ઉપયોગ ઠંડક અને ધૂળની ડમરીઓને ડામવા (બેસાડવા) માટે પણ થાય છે. આ સિંચાઈ પદ્ધતિથી પાણીનું સિંચન કરવું એ વરસાદથી પડતા પાણી જેવું જ છે.
ફુવારા પિયત પદ્ધતિમાં પંપ, વાલ્વ, પાઈપ અને ફુવારાનો સહિયારો ઉપયોગ કરી પાણીને વહેંચવામાં આવે છે. કાટખૂણે ગોઠવેલી પાઈપ પર ફરતી નોઝલ હોય છે. તે મુખ્ય પાઇપ સાથે ચોક્કસ અંતરે જોડાયેલી હોય છે. ફુવારા પિયત પદ્ધતિમાં નોઝલ દ્વારા હવામાં ફુવારા વડે જમીનની શોષણ-ક્ષમતાથી ઓછા પ્રમાણમાં જમીન પર વરસાદરૂપે પાડવામાં આવે છે.
ફુવારા સિંચાઈનો ઉપયોગ મુખ્યત્વે રહેઠાણના વિસ્તારો, ઔદ્યોગિક એકમો અને કૃષિક્ષેત્રે થાય છે. આ ઉપરાંત, જ્યાં ઉબડખાબડ અને રેતાળ જમીન છે ત્યાં તેમજ ઓછા સમયમાં તૈયાર થતા કૃષિપાકો માટે ફુવારા સિંચાઈનો ઉપયોગ કરવામાં આવે છે. ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, મગફળી, શેરડી, ચણા, ડુંગળી, રજકો અને ઘાસચારાના અન્ય પાક, મેથી, ચોળી, ફલેવર, કોબીજ, ભીંડા, બટાટા વગેરે પાકોને ફુવારા પિયત પદ્ધતિ અનુકૂળ રહે છે.
આમ, ખેતીમાં ફુવારા પિયત પદ્ધતિનો ઉપયોગ કરવાથી પાણીનો બચાવ થાય છે તેમજ જમીનની ગુણવત્તા જાળવી વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
નીચેના શબ્દોની સંકલ્પના સમજાવો:
પ્રશ્ન 1.
જીવનનિર્વાહ ખેતી
ઉત્તર:
જે ખેતીનું ઉત્પાદન ખેડૂતના પોતાના કુટુંબના ભરણપોષણમાં જ વપરાઈ જાય છે તે ખેતીને ‘જીવનનિર્વાહ ખેતી’ કહે છે. આર્થિક સ્થિતિ નબળી હોય અને નાના કદનાં ખેતરો ધરાવતા હોય એવા ખેડૂતો આ પ્રકારની ખેતી કરે છે. આ પ્રકારની ખેતીમાં મુખ્યત્વે ધાન્ય પાકો જ વાવવામાં આવે છે.
પ્રશ્ન 2.
સ્થળાંતરિત ખેતી
ઉત્તરઃ
સ્થળાંતરિત (ઝૂમ) ખેતી જંગલોમાં કરવામાં આવે છે. તેમાં જંગલોનાં વૃક્ષોને કાપીને, તેને સળગાવીને જમીન સાફ કરી, રાખને જમીનમાં ભેળવીને ખેતી કરવામાં આવે છે. બે-ત્રણ વર્ષ પછી જમીનની ફળદ્રુપતા ઘટતાં તે વિસ્તાર છોડી – બીજા વિસ્તારમાં સ્થળાંતર કરી એ જ પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે. સ્થળાંતરિત ખેતીમાં ઉત્પાદન ખૂબ ઓછું થાય છે. તેને ઝૂમ ખેતી’ પણ કહે છે.
પ્રશ્ન 3.
સઘન ખેતી
ઉત્તરઃ
સિંચાઈની સુવિધાઓ, ઊંચી જાતનાં બિયારણો, ખેતીની નવી ટેકનોલૉજી, રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયાનાં યંત્રો વગેરેનો ઉપયોગ કરીને કરવામાં આવતી ખેતીને સઘન ખેતી’ કહે છે. આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરવામાં આવે છે. તેમાં આર્થિક વળતરને મહત્ત્વ અપાતું હોવાથી તેને વ્યાપારી ખેતી’ પણ કહે છે.
વિચારો/પ્રશ્નોત્તર
પ્રશ્ન. ખેતી ભારતદેશની અર્થવ્યવસ્થાની જીવનરેખા કેમ ? ગણાય છે?
ઉત્તર:
ભારત કૃષિપ્રધાન દેશ છે. કૃષિ ભારતીય અર્થતંત્રનો પાયો છે. દેશના આશરે બે તૃતીયાંશ લોકો હજુ પણ ખેતી પર નિર્ભર છે. કૃષિ પ્રવૃત્તિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે. તે રાષ્ટ્રીય આવકમાં આશરે 22 % જેટલો હિસ્સો આપે છે. તે દેશના કુલ ઘરેલું પેદાશ(GDP)નો લગભગ 17 % હિસ્સો ધરાવે છે. કૃષિ દેશના નિકાસ વ્યાપાર માટે ચા, કૉફી, કપાસ, શણ, તેજાના, મસાલાઓ, તમાકુ, તેલીબિયાં, બટાટા જેવી કૃષિ પેદાશો આપે છે, જેની નિકાસથી વિદેશી કિંમતી હૂંડિયામણ મળે છે. તે દેશના કૃષિ આધારિત ઉદ્યોગોને તેમજ ખાદ્યસામગ્રી પ્રસંસ્કરણ ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે. ખેતીની સાથે પશુપાલન કરીને પૂરક આવક મેળવી શકાય છે. આમ, કૃષિ એ દેશની આર્થિક સમૃદ્ધિ અને આબાદીનો આધારસ્તંભ છે. તે દેશના અર્થતંત્રની જીવાદોરી છે. આમ, ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી પર આધારિત છે. આ બધાં કારણોસર ખેતી ભારતદેશની અર્થવ્યવસ્થાની જીવનરેખા ગણાય છે.
પ્રવૃત્તિઓ
1. તમારા ગામ કે વિસ્તારમાં કયા કયા પ્રકારની જમીન જોવા મળે છે તેની નોંધ કરો.
2. પાઠ્યપુસ્તકના પાના નં. 76 પર આપવામાં આવેલ કોષ્ટકમાં તમારા ગામમાં થતા ખેતીના પાકોનાં નામ લખો.
૩. તમારા શિક્ષકના માર્ગદર્શન મુજબ તમારા જિલ્લાના અને ગુજરાત રાજ્યના મુખ્ય પાકોની યાદી બનાવો.
4. ઘઉં અને મગફળીમાંથી બનતી વાનગીઓની યાદી તૈયાર કરો.
5. ચા અને કૉફી પણ ભારતના મહત્ત્વના પાકો ગણાય છે.
આ પાકોનું ઉત્પાદન થતું હોય તેવા વિસ્તારોનાં નામોની યાદી બનાવો.
6. તમારી નોટબુકમાં પાઠયપુસ્તકના પાના નં. 81 પર આપેલી ફુવારા પિયત પદ્ધતિનું ચિત્ર દોરો.
HOTs પ્રણોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલા માં લખો:
પ્રશ્ન 1.
બાજરીના પાક માટે ક્યા પ્રકારની જમીન વધારે અનુકૂળ હોય છે?
A. કાળી
B. રેતાળ
C. પર્વતીય
D. કાંપ
ઉત્તર:
B. રેતાળ
પ્રશ્ન 2.
ગુજરાતમાં ઘઉં-ઉત્પાદન કરતો કયો પ્રદેશ જાણીતો છે?
A. કાનમ પ્રદેશ
B. ભાલ પ્રદેશ
C. ચરોતર પ્રદેશ
D. પંજાબ પ્રદેશ
ઉત્તર:
B. ભાલ પ્રદેશ
પ્રશ્ન ૩.
કયા પ્રકારની ખેતીમાં વૃક્ષોને કાપીને તથા સળગાવીને કે જમીન સાફ કરીને ખેતી કરવામાં આવે છે?
A. સઘન ખેતી
B. સૂકી ખેતી
C. આર્ટ ખેતી
D. સ્થળાંતરિત ખેતી (ઝૂમ ખેતી)
ઉત્તર:
D. સ્થળાંતરિત ખેતી (ઝૂમ ખેતી)
પ્રશ્ન 4.
નીચેનામાંથી કયા પાક માટે ટપક સિંચાઈ પદ્ધતિ વધુ અનુકૂળ નથી?
A. ટામેટા
B. કપાસ
C. ઘઉં
D. પપૈયા
ઉત્તર:
C. ઘઉં
પ્રશ્ન 5.
નીચેનામાંથી કયું પરિબળ ખેતીના વિકાસને અસર કરતું નથી?
A. ફુવારા પિયત પદ્ધતિનો ઉપયોગ
B. સુધારેલાં બિયારણોનો ઉપયોગ
C. કૃષિમેળાઓ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન
D. સિંચાઈનો સતત અને વધુ પડતો ઉપયોગ
ઉત્તર:
D. સિંચાઈનો સતત અને વધુ પડતો ઉપયોગ
પ્રશ્ન 6.
મોટા પ્રમાણમાં વધુ વસ્તી ધરાવતા વિકાસશીલ દેશો કયા પ્રકારની ખેતી કરે છે?
A. જીવનનિર્વાહ ખેતી
B. બાગાયતી ખેતી
C. આદ્ર ખેતી
D. સઘન ખેતી
ઉત્તર:
D. સઘન ખેતી
પ્રશ્ન 7.
નીચે આપેલી સિંચાઈની પદ્ધતિઓમાં કઈ સિંચાઈ પદ્ધતિ સૌથી વધુ અસરકારક રહે છે?
A. નહેર સિંચાઈ પદ્ધતિ
B. ટપક સિંચાઈ પદ્ધતિ
C. કૂવા અને પાતાળ કૂવા (બોર) સિંચાઈ પદ્ધતિ
D. ફુવારા સિંચાઈ પદ્ધતિ
ઉત્તર:
B. ટપક સિંચાઈ પદ્ધતિ