GSEB Solutions Class 9 Science Chapter 6 પેશીઓ

Gujarat Board GSEB Solutions Class 9 Science Chapter 6 પેશીઓ Textbook Questions and Answers, Intext Questions, Textbook Activites Pdf.

પેશીઓ Class 9 GSEB Solutions Science Chapter 6

GSEB Class 9 Science પેશીઓ Textbook Questions and Answers

સ્વાધ્યાયના પ્રશ્નોત્તર

પ્રશ્ન 1.
પેશીની વ્યાખ્યા આપો.
ઉત્તર:
જુઓ પ્રશ્નોત્તર વિભાગના પ્રશ્ન 5નો ઉત્તર.

પ્રશ્ન 2.
કેટલા પ્રકારના એકમો મળીને જલવાહક પેશીનું નિર્માણ કરે છે? તેમનાં નામ આપો.
ઉત્તર:
ચાર પ્રકારના એકમો:

  • જલવાહિનિકી,
  • જલવાહિની,
  • જલવાહક મૃદૂતક અને
  • જલવાહક તંતુ (દઢોતક) મળીને જલવાહક પેશીનું નિર્માણ કરે છે.

પ્રશ્ન 3.
વનસ્પતિઓમાં સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી જ પેશી કેવી રીતે ભિન્નતા દર્શાવે છે?
ઉત્તર:
વનસ્પતિઓમાં સરળ સ્થાયી પેશીના બધા કોષો રચનાની દષ્ટિએ સમાન હોય છે અને જટિલ સ્થાયી પેશીના કોષો રચનાની દષ્ટિએ એક કરતાં વધુ પ્રકારના હોય છે.

GSEB Solutions Class 9 Science Chapter 6 પેશીઓ

પ્રશ્ન 4.
કોષદીવાલને આધારે મૃદૂતક પેશી, સ્થૂલકોણક પેશી અને દઢોતક પેશી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો.
ઉત્તર:

મૃદૂતક પેશી ચૂલકોણક પેશી દઢોતક પેશી
કોષદીવાલઃ પાતળી અને સેલ્યુલોઝની બનેલી છે. પ્રમાણમાં જાડી અને ખૂણાના ભાગે સ્થૂલન ધરાવે છે. વધારે જાડી દીવાલ પર લિગ્નિનનું સ્થૂલન ધરાવે છે.

પ્રશ્ન 5.
રંધ્ર કે વાયુરંધનું કાર્ય શું છે?
ઉત્તર:
રંધ્ર કે વાયુરંધ્રનું કાર્ય

  • બાષ્પ સ્વરૂપે પાણી ગુમાવવા(બાષ્પોત્સર્જન)નું
  • વાતાવરણના વાયુઓ(O2 – CO2)નો વિનિમય.

પ્રશ્ન 6.
ત્રણેય પ્રકારના સ્નાયુતંતુઓની આકૃતિ દોરી, તેમની વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો.
ઉત્તર:
આકૃતિ:
GSEB Solutions Class 9 Science Chapter 6 પેશીઓ 1

1. પ્રકારઃ ઐચ્છિક અનેચ્છિક અનૈચ્છિક
2. સ્થાન: હાથ અને પગના સ્નાયુ અન્નમાર્ગની દીવાલ હૃદયની દીવાલ
3. સ્નાયુતંતુની રચના: લાંબા, નળાકાર, અશાખિત અને બહુકોષકેન્દ્રી ત્રાકાકાર અને એકકોષકેન્દ્રી શાખિત અને એકકોષકેન્દ્રી

પ્રશ્ન 7.
હૃદુ સ્નાયુ પેશીનું વિશેષ કાર્ય શું છે?
ઉત્તર:
હૃદુ સ્નાયુ પેશીનું વિશેષ કાર્ય હૃદયના સ્નાયુઓ જીવનપર્યત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન કરતા રહી હૃદયના રુધિરપંપ તરીકેની કામગીરીમાં મદદરૂપ થાય છે.

પ્રશ્ન 8.
રેખિત, અરેખિત અને હૃદ્ સ્નાયુ પેશીમાં, શરીરમાં તેમની રચના અને સ્થાનના આધાર પર ભેદ સ્પષ્ટ કરો.
ઉત્તર:
આકૃતિ:
GSEB Solutions Class 9 Science Chapter 6 પેશીઓ 1

1. પ્રકારઃ ઐચ્છિક અનેચ્છિક અનૈચ્છિક
2. સ્થાન: હાથ અને પગના સ્નાયુ અન્નમાર્ગની દીવાલ હૃદયની દીવાલ
3. સ્નાયુતંતુની રચના: લાંબા, નળાકાર, અશાખિત અને બહુકોષકેન્દ્રી ત્રાકાકાર અને એકકોષકેન્દ્રી શાખિત અને એકકોષકેન્દ્રી

પ્રશ્ન 9.
ચેતાકોષના એક લક્ષણ સાથેની આકૃતિ દોરો.
ઉત્તર:
લક્ષણઃ ચેતાકોષ 1 મીટર લંબાઈનો હોઈ શકે છે.
GSEB Solutions Class 9 Science Chapter 6 પેશીઓ 3

પ્રશ્ન 10.
નીચે આપેલાનાં નામ લખોઃ
(a) પેશી કે જે મોંની અંદરના અસ્તરનું નિર્માણ કરે છે.
ઉત્તર:
લાદીસમ અધિચ્છદ

(b) પેશી કે જે મનુષ્યમાં સ્નાયુઓને અસ્થિ સાથે જોડે છે.
ઉત્તર:
સ્નાયુબંધ

(c) પેશી કે જે વનસ્પતિઓમાં ખોરાકનું સંવહન કરે છે.
ઉત્તર:
અન્નવાહક પેશી

(d) પેશી કે જે આપણા શરીરમાં ચરબીનો સંચય કરે છે.
ઉત્તર:
મેદપૂર્ણ પેશી

(e) તરલ આંતરકોષીય આધારક દ્રવ્ય સહિત સંયોજક પેશી છે.
ઉત્તર:
રુધિર

(f) મગજ કે મસ્તિષ્કમાં આવેલી પેશી.
ઉત્તર:
ચેતા પેશી

પ્રશ્ન 11.
નીચે આપેલામાં પેશીના પ્રકારને ઓળખો:
ત્વચા, વનસ્પતિની છાલ, અસ્થિ, મૂત્રપિંડનલિકાનું અસ્તર, વાહિપુલ
ઉત્તર:

  • ત્વચા – તૃત અધિચ્છદ પેશી
  • વનસ્પતિની છાલ – દ્વિતીય રક્ષણાત્મક પેશી
  • અસ્થિ – સંયોજક પેશી મૂત્રપિંડનલિકાનું
  • અસ્તર – ઘનાકાર અધિચ્છદ પેશી
  • વાહિપુલ – જટિલ સ્થાયી પેશી જલવાહક અને અન્નવાહક

GSEB Solutions Class 9 Science Chapter 6 પેશીઓ

પ્રશ્ન 12.
મૃદુતક પેશી કયા પ્રદેશમાં હોય છે?
ઉત્તર:
મૃદૂતક પેશી આધારોતક પ્રદેશમાં હોય છે.

પ્રશ્ન 13.
વનસ્પતિઓમાં અધિસ્તરની ભૂમિકા શું છે?
ઉત્તર:
વનસ્પતિઓમાં અધિસ્તરની ભૂમિકાઃ

  • તે વનસ્પતિના બધા ભાગોનું રક્ષણ કરે છે.
  • તે શોષણ, સાવ અને ઉસ્વેદનમાં મદદ કરે છે.

પ્રશ્ન 14.
છાલ કેવી રીતે રક્ષણાત્મક પેશીના રૂપમાં કાર્ય કરે છે?
ઉત્તર:
છાલના કોષો આંતરકોષીય અવકાશ વગરના ચુસ્ત ગોઠવણી ધરાવતા મૃત હોય છે. તેમની કોષદીવાલ પર સુબેરિન રસાયણ યૂલિત હોય છે. તે છાલને પાણી તેમજ વાયુઓ માટે અપ્રવેશશીલ પટલ જેવું બની રક્ષણાત્મક પેશીના રૂપમાં કાર્ય કરે છે.

પ્રશ્ન 15.
નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :
GSEB Solutions Class 9 Science Chapter 6 પેશીઓ 2
ઉત્તર:

  • a – મૃદૂતક,
  • b – દઢોતક,
  • c – અન્નવાહક

GSEB Class 9 Science પેશીઓ Intext Questions and Answers

Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 69]

પ્રશ્ન 1.
પેશી એટલે શું?
ઉત્તર :

  • શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં એક નિશ્ચિત કાર્ય કરતા
  • વિશિષ્ટ કોષસમૂહને પેશી કહે છે.

પ્રશ્ન 2.
બહુકોષીય સજીવોમાં પેશીઓની ઉપયોગિતા શું છે?
ઉત્તરઃ

  • બહુકોષીય સજીવોમાં ચોક્કસ પેશી વિશિષ્ટ કાર્ય કરે છે.
  • દા. ત., સ્નાયુકોષો સંકોચન અને શિથિલન દ્વારા હલનચલન, રુધિર શરીરમાં વિવિધ દ્રવ્યોનું વહન, વનસ્પતિમાં અન્નવાહક ખોરાકનું વહન દર્શાવે છે.
  • આમ, બહુકોષી સજીવોમાં પેશીઓની ઉપયોગિતા શ્રમવિભાજન દ્વારા કાર્યક્ષમતા વધારવાની છે.

GSEB Solutions Class 9 Science Chapter 6 પેશીઓ

Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 74]

પ્રશ્ન 1.
સરળ પેશીઓના કેટલા પ્રકારો છે?
ઉત્તર :
સરળ પેશીઓના ત્રણ પ્રકારો છે :

  • મૃદુતક,
  • સ્થૂલકોણક અને
  • દઢોતક.

પ્રશ્ન 2.
અગ્રસ્થ વર્ધનશીલ પેશી શેમાં મળી આવે છે?
ઉત્તર :
અગ્રસ્થ વર્ધનશીલ પેશી મૂળની ટોચ અને પ્રકાંડની – ટોચમાં મળી આવે છે.

પ્રશ્ન 3.
નાળિયેરના રેસાઓ કઈ પેશીના બનેલા હોય છે?
ઉત્તર :
નાળિયેરના રેસાઓ દઢોતક પેશીના બનેલા હોય છે.

પ્રશ્ન 4.
અન્નવાહકના ઘટકો કે એકમો કયા કયા છે?
ઉત્તર :
અન્નવાહક પેશીના ચાર ઘટકો કે એકમો :

  • ચાલનીનલિકા
  • સાથીકોષ
  • અન્નવાહક મૃદૂતક અને
  • અન્નવાહક તંતુઓ છે.

Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 78]

પ્રશ્ન 1.
એવી પેશીનું નામ આપો કે જે આપણા શરીરને ગતિ આપવા માટે જવાબદાર છે.
ઉત્તર :
સ્નાયુ પેશી

પ્રશ્ન 2.
ચેતાકોષ દેખાવમાં કેવો લાગે છે?
ઉત્તર :
ચેતાકોષ દેખાવમાં પૂંછડિયા તારા જેવો લાગે છે.

પ્રશ્ન 3.
હૃદુ સ્નાયુ પેશીનાં ત્રણ લક્ષણો આપો.
ઉત્તર :
હૃદ્ સ્નાયુ પેશીનાં ત્રણ લક્ષણો

  • તે અનૈચ્છિક સ્નાયુ પેશી છે.
  • સ્નાયુતંતુ નળાકાર, શાખિત અને એકકોષકેન્દ્રી છે.
  • તે જીવનપર્યત લયબદ્ધ રીતે સંકોચન-શિથિલન કરે છે.

પ્રશ્ન 4.
તંતુઘટક પેશીનાં કાર્યો કયાં છે?
ઉત્તર :
તંતુઘટક પેશીનાં કાર્યો

  • પેશીઓના સમારકામમાં મદદરૂપ થાય છે.
  • આંતરિક અંગોને આધાર આપે છે.

GSEB Class 9 Science પેશીઓ Textbook Activities

પ્રવૃત્તિ 6.1 [પા.પુ. પાના નં. 69].

→ કાચના બે બીકર (જાર) લઈ તેમાં પાણી ભરો. ડુંગળી(Onion)ના બે કંદ લઈ તેને પાણી ભરેલા બીયરમાં, આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવો, જેથી ડુંગળીના મૂળ અને પ્રકાંડ પાણીમાં ડૂબેલા રહે. બકરને A અને B લેબલ કરી તેમાં થોડા દિવસો પછી બંને બીકરમાં ડુંગળીના બંને કંદના મૂળની લંબાઈ પ્રથમ દિવસે, બીજા દિવસે, ત્રીજા દિવસે માપો.
GSEB Solutions Class 9 Science Chapter 6 પેશીઓ 4
ચોથા દિવસે બીકર 3માં ડુંગળીના કંદના મૂળની ટોચનો લગભગ સેમી ભાગ કાપી, ફરીથી બીકરમાં ગોઠવો અને તેને થોડા વધારે

દિવસ બાકરમાં રાખો. ડુંગળીના કંદોના મૂળની લંબાઈનું પાંચ દિવસ પછી અવલોકન કરી પ્રત્યેક દિવસે મૂળની વૃદ્ધિના માપની કોષ્ટકમાં નોંધ કરો. મૂળની પ્રથમ બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો લંબાઈ દિવસ દિવસ દિવસ દિવસ દિવસ દિવસ દિવસ બીકર 3
GSEB Solutions Class 9 Science Chapter 6 પેશીઓ 5

ઉપર્યુક્ત નિરીક્ષણોને અનુલક્ષીને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો :

1. કયા બીકર(જાર)માં રાખેલ ડુંગળીના કંદના મૂળની લંબાઈ વધારે છે? શા માટે?
ઉત્તર :
બીકર (જાર) Aમાં રાખેલી ડુંગળીના કંદના મૂળની લંબાઈ વધારે છે. કારણ કે, મૂળની ટોચ કપાયા વગરની હોવાથી મૂળની લંબાઈમાં વૃદ્ધિ ચાલુ રહે છે.

2. મૂળના આ ભાગને આપણે કાપી નાખ્યા પછી પણ તેની વૃદ્ધિ થઈ છે?
ઉત્તર : મૂળની ટોચના ભાગને આપણે કાપી નાખ્યા પછી બીકર (જાર) Bમાં મૂળની લંબાઈમાં વૃદ્ધિ થતી નથી.

GSEB Solutions Class 9 Science Chapter 6 પેશીઓ

3. જ્યારે આપણે બીકર (જાર) માં રાખેલ ડુંગળીના કંદના મૂળના અગ્ર ભાગને કાપી નાખીએ છીએ ત્યારે શું તે વૃદ્ધિ કરવાનું બંધ કરે છે? શા માટે?
ઉત્તર :
હા, જ્યારે આપણે બીકર (જાર) Bમાં રાખેલી ડુંગળીના કંદના મૂળના અગ્ર ભાગને કાપી નાખીએ છીએ ત્યારે મૂળની ટોચ વૃદ્ધિ કરવાનું બંધ કરે છે. કારણ કે, મૂળની ટોચને કાપતાં આ ભાગે વૃદ્ધિમાં મદદરૂપ વધુનશીલ પેશી દૂર થઈ જાય છે.

પ્રવૃત્તિ 6.2 [પા.પુ. પાના નં. 70]

→ વનસ્પતિના અંગ(પ્રકાંડ)ના છેદને અભિરંજિત કરી સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં અવલોકન કરવું.
હેતુ : વનસ્પતિના અંગના છેદમાં વિવિધ પ્રકારના કોષોની ગોઠવણીનો અભ્યાસ કરવો.

  • સાધનો : વૉચ ગ્લાસ, સ્લાઇડ, કવરસ્લિપ
  • નમૂનો : વનસ્પતિના પ્રકાંડનો ટુકડો
  • અભિરંજક : સેક્રેનિન

આસ્થાપન તૈયાર કરવાની રીત :

  • વૉચ ગ્લાસમાં સેક્રેનિન અભિરંજકનાં બે-ત્રણ ટીપાં લઈ તેમાં પાણી ઉમેરી મંદ દ્રાવણ તૈયાર કરો.
  • તમારા શિક્ષકની મદદથી વનસ્પતિના પ્રકાંડના ટુકડાના શક્ય એટલા પાતળા છેદ લો.
  • પાતળા છેદને વૉચ ગ્લાસમાં સેક્રેનિન અભિરંજકના મંદ દ્રાવણમાં અભિરંજિત કરો.
  • એક પાતળા છેદને કાચની સ્લાઇડ પર આસ્થાપિત કરી તેના પર ગ્લિસરિનનું એક ટીપું મૂકો.
  • તેના પર કવરસ્લિપ એ રીતે ઢાંકો કે જેથી હવાના પરપોટા ન રહે.
  • તૈયાર થયેલી સ્લાઇડનું સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ અવલોકન કરો.
  • અવલોકનમાં વિવિધ પ્રકારના કોષોના સ્વરૂપ, ગોઠવણીનો અભ્યાસ કરો અને આકૃતિ સાથે તુલના કરો.

આ પ્રમાણે આ જ વનસ્પતિના મૂળના છેદ તેમજ અન્ય વનસ્પતિના મૂળ અને પ્રકાંડના છેદ લઈ તેનો અભ્યાસ કરો.
GSEB Solutions Class 9 Science Chapter 6 પેશીઓ 6

1. શું બધા જ કોષોની સંરચના સમાન છે?
ઉત્તર :
ના, બધા કોષોની સંરચના સમાન નથી. કારણ કે, અવલોકનમાં વિવિધ કદ અને આકારમાં ભિન્નતા ધરાવતા કોષો જોવા મળે છે.

2. કેટલા પ્રકારના કોષો જોવા મળે છે?
ઉત્તર :
10 વિવિધ પ્રકારના કોષો સ્લાઇડમાં જોવા મળે છે.

3. શું આપણે તેનાં કારણો પર વિચારી શકીએ છીએ કે કોષોના આટલા પ્રકારો શા માટે છે?
ઉત્તર :
હા, કોષોના વિવિધ પ્રકારો વનસ્પતિના અંગમાં ચોક્કસ કાર્ય સાથે સંકળાઈને અંગમાં શ્રમવિભાજન દ્વારા કાર્યક્ષમતા વધારે છે.

GSEB Solutions Class 9 Science Chapter 6 પેશીઓ

પ્રવૃત્તિ 6.3 [પા.પુ. પાના નં. 72]

હેતુ : રીહો(ટ્રેડેસ્કેન્શિયા)ના પર્ણના આસ્થાપનમાં અધિસ્તર અને વાયુરંધ્રોનું અવલોકન કરવું.
સાધનો : પેટ્રી ડિશ, સ્લાઈડ, કવરસ્લિપ
અભિરંજક : સેક્રેનિન
નમૂનો : રીહો(ડેસ્કેન્શિયા)નાં તાજાં પર્ણ
સ્લાઇડ તૈયાર કરવાની રીતઃ રીતો(ડેસ્કેન્શિયા)નાં તાજાં પર્ણ લો.

  • પર્ણ પર દબાણ આપી એવી રીતે તોડો કે જેથી પર્ણની છાલ અલગ નીકળે.
  • અલગ કરેલી આ છાલને પાણી ભરેલી પેટી ડિશમાં મૂકો.
  • તેમાં સેક્રેનિન અભિરંજકનાં ટીપાં ઉમેરો.
  • બે-ત્રણ મિનિટ પછી છાલને સ્વચ્છ સ્લાઇડ પર મૂકો. તેના પર કલરસ્લિપ એ રીતે ઢાંકો કે જેથી હવાના પરપોટા ન રહે.

1. તૈયાર થયેલી સ્લાઇડનું સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ અવલોકન કરો.
2. અવલોકન આધારે આકૃતિ દોરી, નોંધ કરો.
GSEB Solutions Class 9 Science Chapter 6 પેશીઓ 7
અવલોકન :
આકૃતિ 6.7માં દર્શાવ્યા મુજબ છૂટાછવાયા વાયુરંધ્રો જોવા મળે છે. વાયુરંધ્રની રચના કરતા રક્ષક કોષો અને તેને ઘેરીને અધિસ્તરીય કોષો આવેલા હોય છે. રક્ષક કોષો લીલા રંગના જોવા મળે છે. રક્ષક કોષો મૂત્રપિંડ આકારના હોય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *