Well-structured Std 12 Computer Textbook MCQ Answers and Std 12 Computer MCQ Answers Ch 2 કેસ્કેટિંગ સ્ટાઇલશીટ અને જાવાસ્ક્રિપ્ટ can serve as a valuable review tool before computer exams.
GSEB Std 12 Computer Chapter 2 MCQ કેસ્કેટિંગ સ્ટાઇલશીટ અને જાવાસ્ક્રિપ્ટ
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી, વિકલ્પ પાસે દર્શાવેલ વર્તુળને પેનથી પૂર્ણ ઘટ્ટ (O) કરો :
પ્રશ્ન 1.
નીચેનામાંથી કયો વિકલ્પ CSSનો ઉપયોગ દર્શાવે છે?
A. દર્શનીય ઘટકોને ગોઠવવા
B. જાવાસ્ક્રિપ્ટ તૈયાર કરવી
C. દર્શનીય ઘટકોની શૈલી નક્કી કરવી
D. આપેલ તમામ
ઉત્તર:
C. દર્શનીય ઘટકોની શૈલી નક્કી કરવી
પ્રશ્ન 2.
CSSનું સાચું પૂરું નામ કયું છે?
A. Cascading StyleSheet
B. Cascading Short Style
C. Cascading SuperSheet
D. Cascading Single Sheet
ઉત્તર:
A. Cascading StyleSheet
પ્રશ્ન 3.
HTML વેબ પેજમાં દસ્તાવેજને કેવી રીતે દર્શાવવો તેની વિગતોને શેના દ્વારા ઓળખવામાં આવે છે?
A. વર્ણન
B. સ્ટાઇલ
C. કદ
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. સ્ટાઇલ
પ્રશ્ન 4.
નીચેનામાંથી કયું CSSનું કાર્ય છે?
A. ઘટકોની વિગત દર્શાવવી.
B. ઘટકોની નકલ કરવી.
C. ઘટકોને દૂર કરવા.
D. ઘટકોની શૈલીનું વર્ણન કરવું.
ઉત્તર:
D. ઘટકોની શૈલીનું વર્ણન કરવું.
પ્રશ્ન 5.
નીચેનામાંથી કોનો ઉપયોગ વેબ સાઇટમાં દર્શનીય ઘટકો માટેની શૈલી સ્પષ્ટ કરવા માટે થાય છે?
A. Form
B. Animation
C. Web host
D. Cascading StyleSheet
ઉત્તર:
D. Cascading StyleSheet
પ્રશ્ન 6.
નીચેનામાંથી કોને CSSની વાક્યરચનામાં એક વિશિષ્ટ નિશાની તરીકે ઓળખવામાં આવે છે?
A. નિયમ (Rule)
B. પસંદગીકાર (Selector)
C. ઘોષણા (Declaration)
D. નિવેશ (Input)
ઉત્તર:
A. નિયમ (Rule)
પ્રશ્ન 7.
નીચેનામાંથી CSS નિયમના મુખ્ય બે વિભાગ કયા છે?
A. Selector, Declaration
B. Select, Declaration
C. Selector, Declare
D. Selection, Declaration
ઉત્તર:
A. Selector, Declaration
પ્રશ્ન 8.
નીચેનામાંથી કર્યો વેબ પેજમાં કેસ્કેટિંગ સ્ટાઇલશીટ(CSS)નો એક વિભાગ છે?
A. સિલેક્ટર
B. ડિક્લેરેશન
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A તથા B બંને
પ્રશ્ન 9.
CSSમાં મુખ્ય કેટલા વિભાગ હોય છે?
A. એક
B. બે
C. ત્રણ
D. ચાર
ઉત્તર:
B. બે
પ્રશ્ન 10.
HTMLમાં શેનો ઉપયોગ કરીને વેબ પેજમાં વિશિષ્ટ અક્ષરો ઉમેરી શકાય છે?
A. વર્કશીટ
B. એનિમેશન
C. A તથા B બંને
D. સ્ટાઇલશીટ
ઉત્તર:
D. સ્ટાઇલશીટ
પ્રશ્ન 11.
જેના પર શૈલી લાગુ પાડવાની છે, તેવા HTMLના ઘટકને શું કહે છે?
A. Declaration
B. Selector
C. Select
D. Declare
ઉત્તર:
B. Selector
પ્રશ્ન 12.
નીચેનામાંથી CSSની વાક્યરચના કઈ છે?
A. Select {property : value}
B. Selector {value: property}
C. Selector {property : value}
D. Selection {property : value}
ઉત્તર:
C. Selector {property : value}
પ્રશ્ન 13.
HTMLમાં જો વેબ સાઇટ વિશાળ હોય, તો ટૅગનું પુનરાવર્તન થતું અટકાવવા શેનો ઉપયોગ કરી શકાય?
A. ફૉર્મ
B. એનિમેશન
C. કૉપી
D. કેસ્કેટિંગ સ્ટાઇલશીટ (CSS)
ઉત્તર:
D. કેસ્કેટિંગ સ્ટાઇલશીટ (CSS)
પ્રશ્ન 14.
CSSની વાક્યરચનાને નીચેનામાંથી કયા કૌંસમાં લખવામાં આવે છે?
A. ચોરસ ‘[ ]’
B. ગોળ ‘( )’
C. છડિયો ‘{ }’
D. ખૂણિયો ‘< >’
ઉત્તર:
C. છડિયો ‘{ }’
પ્રશ્ન 15.
HTML વેબ પેજમાં CSS નક્કી કરતી વખતે સિલેક્ટર તરીકે કોને લેવામાં આવે છે?
A. HTML ઘટકને
B. રંગને
C. વિગતને
D. આપેલ તમામ
ઉત્તર:
A. HTML ઘટકને
પ્રશ્ન 16.
CSSમાં શૈલી (સ્ટાઇલ) કોના ઉપર લાગુ પાડી શકાય છે?
A. HTML ઘટક
B. વિગત
C. રંગ
D. આપેલ તમામ
ઉત્તર:
A. HTML ઘટક
પ્રશ્ન 17.
CSSમાં સિલેક્ટર તરીકે ઉપયોગમાં લેવામાં આવેલ HTML ઘટક સાથે સંકળાયેલ ગુણધર્મ અને તેને અનુરૂપ કિંમતનો સમાવેશ કયા વિભાગમાં કરવામાં આવે છે?
A. પસંદગીકાર (Selector)
B. ઘોષણા (Declaration)
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. ઘોષણા (Declaration)
પ્રશ્ન 18.
HTML વેબ પેજના CSS રૂલના ઘોષણા (Declaration) વિભાગમાં શેનો સમાવેશ થાય છે?
A. ઘટક સાથે સંકળાયેલ ગુણધર્મ
B. ઘટક સાથે સંકળાયેલ ગુણધર્મને અનુરૂપ કિંમતો
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A તથા B બંને
પ્રશ્ન 19.
CSSની વાક્યરચના H1{color : green}માં …………………… ઘટકનો નિર્દેશ કરે છે.
A. H1
B. color
C. green
D. આપેલ તમામ
ઉત્તર:
A. H1
પ્રશ્ન 20.
CSSની વાક્યરચના H1{color : green}માં ………………… ગુણધર્મનો નિર્દેશ કરે છે.
A. H1
B. color
C. green
D. આપેલ તમામ
ઉત્તરઃ
B. color
પ્રશ્ન 21.
CSSની વાક્યરચના H1{color : green}માં ……………….. ગુણધર્મની કિંમતનો નિર્દેશ કરે છે.
A. H1
B. color
C. green
D. આપેલ તમામ
ઉત્તર:
C. green
પ્રશ્ન 22.
કમ્પોઝર પૂર્વનિર્ધારિત રીતે ……………………. નો ઉપયોગ કરે છે.
A. HTML element
B. CSS
C. HTML attribute
D. આપેલ તમામ
ઉત્તર:
B. CSS
પ્રશ્ન 23.
કમ્પોઝર પ્રોગ્રામમાં પૂર્વનિર્ધારિત રીતે CSSનો ઉપયોગ કરે છે, તેની ખાતરી કરવા નીચેનામાંથી કયો આદેશ વપરાય છે?
A. Tools → Options
B. File → Settings
C. Edit → Options
D. Edit → Preferences
ઉત્તર:
D. Edit → Preferences
પ્રશ્ન 24.
કમ્પોઝરમાં Cascade બટન કયા ટૂલબાર પર ઉપલબ્ધ છે?
A. Edit mode Toolbar
B. Composition Toolbar
C. Format Toolbar 1
D. Format Toolbar 2
ઉત્તર:
B. Composition Toolbar
પ્રશ્ન 25.
કમ્પોઝર પ્રોગ્રામમાં CSS નક્કી કરતી વખતે બૅકગ્રાઉન્ડ તરીકે છબી (Image) ગોઠવવી હોય, તો Image વિકલ્પમાં કયા બટન પર ક્લિક કરવામાં આવે છે?
A. Insert File
B. Browse
C. Select File
D. Choose File
ઉત્તર:
D. Choose File
પ્રશ્ન 26.
HTMLનો ઉપયોગ કરી બનાવેલ વેબ પેજ કેવું હોય છે?
A. Static
B. Dynamic
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. Static
પ્રશ્ન 27.
જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરીને કેવું વેબ પેજ બનાવી શકાય છે?
A. Static
B. Dynamic
C. A અથવા B
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. Dynamic
પ્રશ્ન 28.
HTML ફૉર્મની યથાર્થતા ચકાસવા શેનો ઉપયોગ થાય છે?
A. જાવાસ્ક્રિપ્ટ
B. હાઇપરલિંક
D. આપેલ તમામ
C. એન્કર ટૅગ
ઉત્તર:
A. જાવાસ્ક્રિપ્ટ
પ્રશ્ન 29.
જાવાસ્ક્રિપ્ટ કેવી સ્ક્રિપ્ટ કહેવાય છે?
A. ક્લાયન્ટ બાજુની
B. સર્વર બાજુની
C. નેટવર્ક બાજુની
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. ક્લાયન્ટ બાજુની
પ્રશ્ન 30.
વેબ પેજમાં પ્રોગ્રામિંગનું પાસું ઉમેરવાની સુવિધા કોણ આપે છે?
A. C પ્રોગ્રામ
B. જાવાસ્ક્રિપ્ટ
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. જાવાસ્ક્રિપ્ટ
પ્રશ્ન 31.
નીચેનામાંથી કઈ સંસ્થાએ જાવાસ્ક્રિપ્ટનો વિકાસ કર્યો?
A. Yahoo
B. Google
C. Wikipedia
D. Netscape
ઉત્તર:
D. Netscape
પ્રશ્ન 32.
નીચેનામાંથી કઈ સ્ક્રિન્ટિંગ ભાષાનો ઉપયોગ વેબ પેજમાં પ્રોગ્રામિંગ ઉમેરવા માટે કરવામાં આવે છે?
A. Action Script
B. JavaScript
C. HTML
D. CSS
ઉત્તર:
B. JavaScript
પ્રશ્ન 33.
નીચેનામાંથી કઈ સરળ, હળવી પ્રોગ્રામિંગ ભાષાને સ્ક્રિસ્ટિંગ ભાષા તરીકે ઓળખવામાં આવે છે કે, જેમાં અદ્યતન પ્રોગ્રામિંગ કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો ન હોય?
A. JavaScript
B. HTML
C. ‘C’
D. Java
ઉત્તર:
A. JavaScript
પ્રશ્ન 34.
નીચેનામાંથી કયા ટંગનો ઉપયોગ HTML પાનામાં જાવાસ્ક્રિપ્ટનો કોડ ઉમેરવા માટે કરવામાં આવે છે?
A. <script>…<script>
B. <script>…</script>
C. <script>…<//script>
D. </script>…</script>
ઉત્તર:
B. <script>…</script>
પ્રશ્ન 35.
HTML વેબ પેજના ફૉર્મમાં ઉમેરેલી વિગતોને સર્વર તરફ મોકલતાં પહેલાં તેની યર્થાથતા ચકાસવા માટે શેનો ઉપયોગ થાય છે?
A. DHTML
B. ‘C’
C. ORACLE
D. JAVASCRIPT
ઉત્તર:
D. JAVASCRIPT
પ્રશ્ન 36.
જાવાસ્ક્રિપ્ટની મદદથી ફૉર્મમાં કઈ બાબત ચકાસવામાં આવે છે?
A. બે ફિલ્ડની વિગતો સમાન છે કે નહીં
B. ઉપયોગકર્તાએ જરૂરી ફિલ્ડ ખાલી છોડી દીધું છે કે નહીં
C. ઉપયોગકર્તાએ યોગ્ય સ્વરૂપમાં તારીખ દાખલ કરેલ છે કે નહીં
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 37.
HTMLમાં જાવાસ્ક્રિપ્ટના કોડ કયા વિભાગમાં ઉમેરવા સલાહભર્યા છે.
A. <head>
B. <body>
C. <form>
D. <title>
ઉત્તર:
A. <head>
પ્રશ્ન 38.
નીચેનામાંથી કઈ નિશાની દ્વારા જાવાસ્ક્રિપ્ટ બ્લૉકની શરૂઆત અને અંત દર્શાવવામાં આવે છે?
A. અર્ધવિરામ (Semicolony
B. ચોરસ કૌંસ (Square bracket)
C. છડિયા કોંસ (Curly bracket)
D. સાદા કૌંસ (Round bracket)
ઉત્તર:
C. છડિયા કોંસ (Curly bracket)
પ્રશ્ન 39.
નિશ્ચિત કાર્યને પાર પાડતા અને પુનઃઉપયોગમાં લઈ શકાય તેવા કોડના બ્લૉકને શું કહે છે?
A. પ્રોગ્રામ
B. લૂપ
C. ઍરે
D. વિધેય
ઉત્તર:
D. વિધેય
પ્રશ્ન 40.
જાવાસ્ક્રિપ્ટમાં વિધેયને કયા કી-વર્ડ વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે?
A. Define
B. Function
C. Alert
D. Document
ઉત્તર:
B. Function
પ્રશ્ન 41.
જાવાસ્ક્રિપ્ટમાં Alert( ) શેના માટે વપરાય છે?
A. લખાણ સ્વીકારવા
B. લખાણ દર્શાવવા
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A તથા B બંને
પ્રશ્ન 42.
HTML કોડમાં વિધેય કયા વિભાગમાં વ્યાખ્યાયિત કરી શકાય છે?
A. Head
B. Title
C. Body
D. A અથવા C
ઉત્તર:
D. A અથવા C
પ્રશ્ન 43.
નીચેનામાંથી કયા વિધાનની મદદથી વિધેય કિંમત પરત કરે છે?
A. Return
B. Exit
C. Close
D. Back
ઉત્તર:
A. Return
પ્રશ્ન 44.
ઉપયોગકર્તા દ્વારા કરવામાં આવતી પ્રક્રિયાઓનો પ્રતિભાવ આપે તેવા સંવાદિત વેબ પેજની રચના કરવા માટે શેનો ઉપયોગ થાય છે?
A. C પ્રોગ્રામ
B. જાવાસ્ક્રિપ્ટ
C. ઑરેકલ
D. આપેલ તમામ
ઉત્તર:
B. જાવાસ્ક્રિપ્ટ
પ્રશ્ન 45.
HTML વેબ પેજમાં કોઈ પણ ઘટના (Event) ક્યારે ઉદ્ભવે છે?
A. ઉપયોગકર્તા કિંમત આપે ત્યારે
B. ઉપયોગકર્તા કિંમત પરત મેળવે ત્યારે
C. ઉપયોગકર્તા અને વેબ પેજ વચ્ચેના સંવાદન દ્વારા
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. ઉપયોગકર્તા અને વેબ પેજ વચ્ચેના સંવાદન દ્વારા
પ્રશ્ન 46.
જાવાસ્ક્રિપ્ટમાં જ્યારે ચિત્ર દર્શાવવાનું રદ કરવામાં આવે ત્યારે કઈ ઘટના ઉદ્ભવે છે?
A. Blur
B. Load
C. Abort
D. Unload
ઉત્તર:
C. Abort
પ્રશ્ન 47.
વેબ પેજમાં રેડિયો બટન જેવો કોઈ ઘટક નિષ્ક્રિય બને ત્યારે કઈ જાવાસ્ક્રિપ્ટ ઘટના ઉદ્ભવે છે?
A. Abort
B. Blur
C. Error
D. Unload
ઉત્તર:
B. Blur
પ્રશ્ન 48.
વેબ પેજમાં દસ્તાવેજ કે ચિત્ર દર્શાવતી વખતે કોઈ ક્ષતિ ઉદ્ભવે ત્યારે જાવાસ્ક્રિપ્ટની કઈ ઘટના ઉદ્ભવે છે?
A. Abort
B. Blur
C. Error
D. Reset
ઉત્તર:
C. Error
પ્રશ્ન 49.
જાવાસ્ક્રિપ્ટમાં MouseOver ઘટના ક્યારે ઉદ્ભવે છે?
A. ઉપયોગકર્તા ફૉર્મના કોઈ ઘટક ઉપર ક્લિક કરે ત્યારે
B. દસ્તાવેજ કે ચિત્ર દર્શાવવામાં આવે ત્યારે
C. માઉસનું પૉઇન્ટર કોઈ ઘટક પરથી દૂર કરવામાં આવે ત્યારે
D. માઉસનું પૉઇન્ટર કોઈ ઘટક પર લાવવામાં આવે ત્યારે
ઉત્તર:
D. માઉસનું પૉઇન્ટર કોઈ ઘટક પર લાવવામાં આવે ત્યારે
પ્રશ્ન 50.
વેબ પેજમાં બટન જેવો કોઈ ઘટક સક્રિય બને ત્યારે નીચેનામાંથી કઈ ઘટના ઉદ્ભવે છે?
A. Select
B. Change
C. Load
D. Focus
ઉત્તર:
C. Load
પ્રશ્ન 51.
ઉપયોગકર્તા જ્યારે વેબ પેજ છોડી દે, ત્યારે કઈ ઘટના ઉદ્ભવે છે?
A. Select
B. Submit
C. Reset
D. Unload
ઉત્તર:
D. Unload
પ્રશ્ન 52.
જાવાસ્ક્રિપ્ટમાં ‘ક્લિક’ ઘટના માટેના ઇવેન્ટ હૅન્ડલરનું નામ શું છે?
A. byClick( )
B. onClick( )
C. ofClick( )
D. Clickon( )
ઉત્તર:
B. onClick( )
પ્રશ્ન 53.
જાવાસ્ક્રિપ્ટમાં ‘સમિટ’ ઘટના માટેના ઇવેન્ટ હૅન્ડલરનું નામ શું છે?
A. bySubmit( )
B. Submiton( )
C. onSubmit( )
D. ofSubmit( )
ઉત્તર:
C. onSubmit( )
પ્રશ્ન 54.
જાવાસ્ક્રિપ્ટમાં કયા કી-વર્ડનો ઉપયોગ કરી ચલની ઘોષણા કરી શકાય છે?
A. Var
B. Data
C. Define
D. Set
ઉત્તર:
A. Var
પ્રશ્ન 55.
જાવાસ્ક્રિપ્ટમાં પ્રોગ્રામનો પ્રવાહ બદલવા માટે કયા શરતી વિધાનનો ઉપયોગ થાય છે?
A. Change
B. If
C. Fi
D. While
ઉત્તર:
B. If
પ્રશ્ન 56.
વેબ બ્રાઉઝરની વિન્ડો કે વેબ પેજના નિયંત્રણ માટે જાવાસ્ક્રિપ્ટમાં કયા મૉડેલનો ઉપયોગ થાય છે?
A. ડેટા ઑબ્જેક્ટ
B. નેટવર્ક ડેટા
C. બ્રાઉઝર ઑબ્જેક્ટ
D. ડેટાબેઝ
ઉત્તર:
C. બ્રાઉઝર ઑબ્જેક્ટ
પ્રશ્ન 57.
બ્રાઉઝરને જુદા જુદા ઘટકોમાં વિભાજિત કરવામાં આવે છે, તેને શું કહે છે?
A. BOC
B. BOM
C. MOB
D. COB
ઉત્તર:
B. BOM
પ્રશ્ન 58.
ઑબ્જેક્ટ મૉડેલના કયા ઑબ્જેક્ટમાં ફૉર્મ બ્રાઉઝરનો સમાવેશ થાય છે?
A. element
B. link
C. focus
D. document
ઉત્તર:
D. document
પ્રશ્ન 59.
જાવાસ્ક્રિપ્ટમાં Window ઑબ્જેક્ટ કેવા પ્રકારનો ગણાય છે?
A. વૈશ્વિક (Global)
B. સ્થાનિક (Local)
C. A અથવા B
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. વૈશ્વિક (Global)
પ્રશ્ન 60.
વેબ બ્રાઉઝરની વિન્ડોને નિયંત્રિત કરવામાં Window ઑબ્જેક્ટમાં શેનો ઉપયોગ થાય છે?
A. પદ્ધતિઓ (Methods)
B. ગુણધર્મો (Properties)
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A તથા B બંને
પ્રશ્ન 61.
જાવાસ્ક્રિપ્ટમાં Window ઑબ્જેક્ટની પદ્ધતિઓ (Methods) અને ગુણધર્મો (Properties) દ્વારા શેને નિયંત્રિત કરવામાં આવે છે?
A. વેબ બ્રાઉઝરની વિન્ડોને
B. વેબ પેજને
C. ફૉર્મને
D. ફ્રેમને
ઉત્તર:
A. વેબ બ્રાઉઝરની વિન્ડોને
પ્રશ્ન 62.
જાવાસ્ક્રિપ્ટમાં Document ઑબ્જેક્ટની પદ્ધતિઓ (Methods) અને ગુણધર્મો (Properties) દ્વારા શેને નિયંત્રિત કરી શકાય છે?
A. વેબ બ્રાઉઝરની વિન્ડોને
B. વેબ પેજને
C. ફૉર્મને
D. ફ્રેમને
ઉત્તર:
B. વેબ પેજને
પ્રશ્ન 63.
જાવાસ્ક્રિપ્ટના બ્રાઉઝર ઑબ્જેક્ટ મૉડેલ(BOM)માં સૌથી અગત્યનો ઑબ્જેક્ટ કર્યો છે?
A. વિન્ડો
B. ફૉર્મ
C. ડૉક્યુમેન્ટ
D. ઇમેજ
ઉત્તર:
C. ડૉક્યુમેન્ટ
પ્રશ્ન 64.
વેબ બ્રાઉઝરમાં વેબ પેજ રજૂ કરવા બ્રાઉઝર ઑબ્જેક્ટ મૉડેલના ક્યા ઑબ્જેક્ટનો ઉપયોગ કરવામાં આવે છે?
A. વિન્ડો
B. ફૉર્મ
C. ડૉક્યુમેન્ટ
D. ઇમેજ
ઉત્તર:
C. ડૉક્યુમેન્ટ
પ્રશ્ન 65.
વેબ પેજમાં ઘટકો જેવા કે ફૉર્મ, ચિત્રો, લિંક વગેરે બ્રાઉઝર ઑબ્જેક્ટ મૉડેલમાં કયા ઑબ્જેક્ટની અંદર સમાવવામાં આવે છે?
A. history
B. document
C. location
D. buttons
ઉત્તર:
B. document
પ્રશ્ન 66.
બ્રાઉઝર ઑબ્જેક્ટ મૉડેલ(BOM)માં ફૉર્મના દરેક ઘટકનો સંદર્ભ મેળવવા કયા ઑબ્જેક્ટનો ઉપયોગ કરવામાં આવે છે?
A. Window
B. Document
C. Element
D. Form
ઉત્તર:
C. Element
પ્રશ્ન 67.
ફૉર્મના નિશ્ચિત ઘટક પર નિયંત્રણ લઈ જવા કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે?
A. Focus
B. Click
C. Submit
D. Load
ઉત્તર:
A. Focus
પ્રશ્ન 68.
નિશ્ચિત કાર્ય કરવા માટે પુનઃઉપયોગમાં લઈ શકાય તે પ્રકારના ઘટકને શું કહે છે?
A. Array
B. Code
C. Program
D. Function
ઉત્તર:
D. Function
પ્રશ્ન 69.
(જાવાસ્ક્રિપ્ટમાં) નીચેનામાંથી કયા વિધાનનો ઉપયોગ વિધેયમાં કિંમત પરત કરવા માટે થાય છે?
A. Return
B. Function
C. Select
D. Send
ઉત્તર:
A. Return
પ્રશ્ન 70.
ઉપયોગકર્તા અને વેબ પેજ વચ્ચેના સંવાદનથી શું બને છે?
A. વિધેય (Function)
B. પ્રતિભાવ (Response)
C. ઘટના (Event)
D. કિંમત (Value)
ઉત્તર:
C. ઘટના (Event)
પ્રશ્ન 71.
નીચેનામાંથી કોને ઘટના કહી શકાય નહીં?
A. Abort
B. MouseOver
C. Set
D. Load
ઉત્તર:
C. Set
પ્રશ્ન 72.
વિગતોનો સંગ્રહ કરવા માટેના સંગ્રાહકને શું કહે છે?
A. ચલ (Variable)
B. પૂર્ણાંક (Integer)
C. ઘટના (Event)
D. ઘટના-સંચાલક (Event-handler)
ઉત્તર:
A. ચલ (Variable)
પ્રશ્ન 73.
BOM એટલે શું?
A. Browser Of Model
B. Browser Object Model
C. Browser Object Modelling
D. Browse Object Model
ઉત્તર:
B. Browser Object Model
પ્રશ્ન 74.
બ્રાઉઝર ઑબ્જેક્ટ મૉડેલમાં સૌથી ઉપરના સ્તરે રહેલ ઑબ્જેક્ટ કયો છે?
A. Window
B. Document
C. Page
D. Location
ઉત્તર:
A. Window
પ્રશ્ન 75.
NaN એટલે શું?
A. Not a Numeric
B. Not a Number
C. Not a Noun
D. Not an Numeric
ઉત્તર:
B. Not a Number
પ્રશ્ન 76.
જો આપેલ કિંમત આંકડાકીય પ્રકારની ન હોય, તો isNaN( ) કઈ કિંમત પરત કરે છે?
A. true
B. false
C. yes
D. no
ઉત્તર:
A. true
પ્રશ્ન 77.
જો આપેલ કિંમત આંકડાકીય પ્રકારની હોય, તો isNaN( ) કઈ કિંમત પરત કરે છે?
A. true
B. false
C. 1
D. 0
ઉત્તર:
B. false
પ્રશ્ન 78.
જાવાસ્ક્રિપ્ટમાં isNaN(123) વિધેય કઈ કિંમત પરત કરશે?
A. false
B. true
C. 10
D. – 1
ઉત્તર:
A. false
પ્રશ્ન 79.
જાવાસ્ક્રિપ્ટમાં isNaN(“hello”) કઈ કિંમત પરત કરશે ?
A. hello
B. true
C. false
D. 1
ઉત્તર:
B. true
પ્રશ્ન 80.
જાવાસ્ક્રિપ્ટના document.write(“Hello”) વિધાનમાં પ્રક્રિયાનો નિર્દેશ કોણ કરે છે?
A. Document
B. Write
C. Hello
D. આપેલ તમામ
ઉત્તર:
B. Write
પ્રશ્ન 81.
જાવાસ્ક્રિપ્ટના document.write(“Hello”) વિધાનમાં ઑબ્જેક્ટનો નિર્દેશ કોણ કરે છે?
A. Document
B. Write
C. Hello
D. આપેલ તમામ
ઉત્તર:
A. Document
પ્રશ્ન 82.
જાવાસ્ક્રિપ્ટમાં Alt( ) કેવા પ્રકારનું વિધેય છે?
A. આંતરપ્રસ્થાપિત (Inbuilt)
B. બાહ્ય પ્રસ્થાપિત (Out built)
C. યુઝર ડિફાઇન્ડ
D. આપેલ તમામ
ઉત્તર:
A. આંતરપ્રસ્થાપિત (Inbuilt)
પ્રશ્ન 83.
બ્રાઉઝર ઑબ્જેક્ટ મૉડેલ(BOM)ના element ઑબ્જેક્ટ તરીકે નીચેનામાંથી કયો ઘટક હોઈ શકે?
A. રેડિયો બટન
B. ટેક્સ્ટ બૉક્સ
C. ચેક બૉક્સ
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 84.
ઇન્ટરનેટ પર કોઈ વેબ પેજમાં ફૉર્મ ભરતી વખતે કેટલાક ફિલ્ડની સામે લાલ રંગની ફૂદડી (‘*’) શેનો નિર્દેશ કરે છે?
A. આ ફિલ્ડ મરજિયાત છે.
B. આ ફિલ્ડમાં ચિત્ર ભરો.
C. આ ફિલ્ડ પાસવર્ડનું છે.
D. આ ફિલ્ડ ફરજિયાત છે.
ઉત્તર:
D. આ ફિલ્ડ ફરજિયાત છે.
પ્રશ્ન 85.
જાવાસ્ક્રિપ્ટમાં આંકડાકીય કિંમતો સાથે કામ કરવા કયા વિધેયનો ઉપયોગ થાય છે?
A. isNaN( )
B. isNo( )
C. Number( )
D. No( )
ઉત્તર:
A. isNaN( )