Well-structured Std 12 Computer Textbook MCQ Answers and Std 12 Computer MCQ Answers Ch 10 જાવામાં અપવાદરૂપ પરિસ્થિતિનું વ્યવસ્થાપન can serve as a valuable review tool before computer exams.
GSEB Std 12 Computer Chapter 10 MCQ જાવામાં અપવાદરૂપ પરિસ્થિતિનું વ્યવસ્થાપન
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી, વિકલ્પ પાસે દર્શાવેલ વર્તુળને પેનથી પૂર્ણ ઘટ્ટ (O) કરો :
પ્રશ્ન 1.
ઑબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ પરિભાષામાં નીચેના પૈકી કઈ ભૂલની સ્થિતિ (Error Condition) ગણાય છે?
A. વિસંગતતા (Anomaly)
B. ટૂંકાણ (Abbreviation)
C. અપવાદ (Exception)
D. ચલન (Deviation)
ઉત્તર:
C. અપવાદ (Exception)
પ્રશ્ન 2.
તમામ જાવા અપવાદો માટે નીચેનામાંથી કયો શબ્દ સાચો છે?
A. ભૂલ (Errors)
B. અમલ દરમિયાનના અપવાદ (Run-time exceptions)
C. બહાર પાડી શકાય તેવા (Throwables)
D. છોડી દઈ શકાય તેવા (Omissions)
ઉત્તર:
B. અમલ દરમિયાનના અપવાદ (Run-time exceptions)
પ્રશ્ન 3.
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
A. અપવાદો એ ભૂલ કરતાં વધુ ગંભીર છે.
B. ભૂલ એ અપવાદો કરતાં વધુ ગંભીર છે.
C. અપવાદો અને ભૂલ બંને એકસરખા ગંભીર છે.
D. અપવાદો અને ભૂલ એક જ બાબત છે.
ઉત્તર:
D. અપવાદો અને ભૂલ એક જ બાબત છે.
પ્રશ્ન 4.
ઑબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ પરિભાષામાં અપવાદ એટલે શું?
A. બીજા પ્રોગ્રામમાં ન હોય તે
B. પ્રોગ્રામના અમલ દરમિયાન ઉદ્ભવતી સમસ્યાનો સંકેત
C. ક્ષતિ રહિત પ્રોગ્રામ
D. આપેલ તમામ
ઉત્તર:
B. પ્રોગ્રામના અમલ દરમિયાન ઉદ્ભવતી સમસ્યાનો સંકેત
પ્રશ્ન 5.
અપવાદ બાબતે નીચે આપેલ વિકલ્પોમાંથી કયો વિકલ્પ સાચો છે?
A. તે પ્રોગ્રામના અમલ દરમિયાન ઉદ્ભવતી સમસ્યાનો સંકેત છે.
B. તે મોટે ભાગે ભૂલસંદેશ દર્શાવે છે.
C. તે જવલ્લે જ ઉદ્ભવે છે.
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 6.
જાવા પ્રોગ્રામમાં ઉદ્ભવતી ભૂલોને કેટલા પ્રકારમાં વિભાજિત કરી શકાય છે?
A. બે
B. ચાર
C. છ
D. આઠ
ઉત્તર:
A. બે
પ્રશ્ન 7.
જો જાવા પ્રોગ્રામમાં કોઈ જોડણીની ભૂલ (Syntax error) હશે, તો કમ્પાઇલેશન વખતે શું થશે?
A. ભૂલ દર્શાવવામાં આવશે
B. .class ફાઈલ નહીં બને
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
C. A તથા B બંને
પ્રશ્ન 8.
જાવા પ્રોગ્રામને કમ્પાઇલ કરતાં “.class” ફાઈલ ક્યારે ન બને?
A. પ્રોગ્રામમાં જો કોઈ જોડણીની ભૂલ (Syntax error) હશે, તો
B. પ્રોગ્રામમાં અવ્યાખ્યાયિત ચલનો ઉપયોગ કરેલ હોય, તો
C. ચાવીરૂપ શબ્દ(Keyword)ની જોડણી ખોટી હોય, તો
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 9.
નીચેનામાંથી કોણ જાવા પ્રોગ્રામમાં ઉદ્ભવતી ભૂલનો પ્રકાર દર્શાવે છે?
A. કમ્પાઇલ કરતી વખતે ઉદ્ભવતી ભૂલ (Compile- time error)
B. અમલ દરમિયાન ઉદ્ભવતી ભૂલ (Run-time error)
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A તથા B બંને
પ્રશ્ન 10.
જાવા પ્રોગ્રામમાં જો ઊઘડતા કૌંસની સંખ્યાના પ્રમાણમાં બંધ થતા કૌંસની સંખ્યામાં વધારો કે ઘટાડો થાય તો કયા પ્રકારની ભૂલ ઉદ્ભવે છે?
A. કમ્પાઇલ કરતી વખતે ઉદ્ભવતી ભૂલ
B. અમલ દરમિયાન ઉદ્ભવતી ભૂલ
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. કમ્પાઇલ કરતી વખતે ઉદ્ભવતી ભૂલ
પ્રશ્ન 11.
કમ્પ્યૂટર વિજ્ઞાનના ક્ષેત્રે, કોઈ પણ આદેશ કે પ્રોગ્રામનો સફળતાપૂર્વક અમલ થયો છે કે નહીં તેનો નિર્દેશ કોણ કરે છે?
A. Return code
B. Exit code
C. Exit status
D. B અથવા C
ઉત્તર:
D. B અથવા C
પ્રશ્ન 12.
જાવામાં નીચેનામાંથી કઈ સંજ્ઞા પ્રોગ્રામમાં આદેશનો અમલ સફળતાપૂર્વક થયાનો નિર્દેશ કરે છે?
A. 1
B. 0
C. – 1
D. err
ઉત્તર:
B. 0
પ્રશ્ન 13.
નીચેનામાંથી કઈ કિંમત દર્શાવે છે કે જાવા પ્રોગ્રામમાં આદેશોના અમલ કરતી વખતે સમસ્યા ઉદ્ભવી છે. તથા આદેશ સફળતાપૂર્વક અમલમાં મુકાયો નથી?
A. 0
B. 1
C. 2
D. – 1
ઉત્તર:
B. 1
પ્રશ્ન 14.
જાવા પ્રોગ્રામની “.class” ફાઈલ ક્યારે બને?
A. જાવા પ્રોગ્રામ Run કરીએ ત્યારે
B. જાવા પ્રોગ્રામ કમ્પાઇલ કરીએ ત્યારે
C. જાવા સોર્સ કોડ સેવ કરીએ ત્યારે
D. આપેલ તમામ
ઉત્તર:
B. જાવા પ્રોગ્રામ કમ્પાઇલ કરીએ ત્યારે
પ્રશ્ન 15.
જાવામાં નીચેનામાંથી ક્યું પૅકેજ વિવિધ અપવાદો સાથે કામ કરતા ક્લાસ ધરાવે છે?
A. java.lang
B. java.io
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A તથા B બંને
પ્રશ્ન 16.
જાવા પ્રોગ્રામમાં ઍરેના એલિમેન્ટ તરીકે ઍની મર્યાદાની બહારની હોય તેવી કિંમતનો ઉપયોગ કરવામાં આવે, તો નીચેનામાંથી કયો અપવાદ ઉદ્ભવે છે?
A. ArithmeticException
B. ArrayIndexOutOfBoundsException
C. ArrayOutOfRange
D. ArrayNotDeclared
ઉત્તર:
B. ArrayIndexOutOfBoundsException
પ્રશ્ન 17.
જાવામાં જ્યારે કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ભાગવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે કયા ઍક્સેપ્શન ક્લાસનો ઉપયોગ થાય છે?
A. ArrayIndexOutOf BoundsException
B. ArithmeticException
C. NumberFormatException
D. NullPointerException
ઉત્તર:
B. ArithmeticException
પ્રશ્ન 18.
જાવા પ્રોગ્રામમાં અસ્તિત્વમાં ન હોય તેવી ફાઈલનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરવામાં આવે, તો નીચેનામાંથી કયો અપવાદ ઉદ્ભવે છે?
A. NullPointerException
B. ArithmeticException
C. FileNotFoundException
D. NoFileException
ઉત્તર:
C. FileNotFoundException
પ્રશ્ન 19.
જાવા પ્રોગ્રામમાં કોઈ શબ્દમાળા(String)ને સાંખ્યિક રૂપમાં ફેરવવાનો પ્રયત્ન કરવામાં આવે, તો નીચેનામાંથી કયો અપવાદ ઉદ્ભવે છે?
A. NullPointerException
B. ArithmeticException
C. StringException
D. NumberFormatException
ઉત્તર:
D. NumberFormatException
પ્રશ્ન 20.
નીચે દર્શાવેલ જાવા કોર્ડિંગમાં અપવાદ માટેનું કયું ઍક્સેપ્શન ક્લાસ લાગુ પડશે?
int a[ ] = new int[4];
a[13] = 99;
A. ArithmeticException
B. ArrayIndexOutOfBoundsException
C. NullPointerException
D. NumberFormatException
ઉત્તર:
B. ArrayIndexOutOfBoundsException
પ્રશ્ન 21.
int a = 50/0; જાવા કોડિંગમાં અપવાદ માટેનું કયું ઍક્સેપ્શન ક્લાસ લાગુ પડશે?
A. ArithmeticException
B. ArrayIndexOutOfBoundsException
C. NullPointerException
D. NumberFormatException
ઉત્તર:
A. ArithmeticException
પ્રશ્ન 22.
String S = null;
System.out.println(s.length( ));
ઉપર દર્શાવેલ જાવા કોડિંગમાં અપવાદ માટેનું કર્યું ઍક્સેપ્શન ક્લાસ લાગુ પડશે?
A. ArithmeticException
B. NullPointerException
C. NumberFormatException
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. NullPointerException
પ્રશ્ન 23.
Strings = “XYZ”;
int i = Integer.parseInt(s);
ઉપર દર્શાવેલ જાવા કોર્ડિંગમાં અપવાદ માટેનું કયું ઍક્સેપ્શન ક્લાસ લાગુ પડશે?
A. ArithmeticException
B. NullPointerException
C. NumberFormatException
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
C. NumberFormatException
પ્રશ્ન 24.
જાવા પ્રોગ્રામમાં અપવાદરૂપ પરિસ્થિતિઓનું વ્યવસ્થાપન કરતી વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવામાં આવે છે?
A. અણધારી રીતે પ્રોગ્રામ ચાલુ થઈ જાય તે
B. અણધારી રીતે પ્રોગ્રામનો અંત આવી ન જાય તે
C. પ્રોગ્રામ લૂપમાં જતો ન રહે તે
D. આપેલ તમામ
ઉત્તર:
B. અણધારી રીતે પ્રોગ્રામનો અંત આવી ન જાય તે
પ્રશ્ન 25.
જાવામાં અપવાદ (Exception) પરિસ્થિતિના ઉકેલ માટેનો પ્રોગ્રામ લખવા માટે નીચેનામાંથી કયા કી-વર્ડનો ઉપયોગ થાય છે?
A. catch
B. try
C. finally
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 26.
જાવામાં એક કે તેથી વધુ અપવાદોના ઉદ્ભવની સૂચનાઓ કયા વિભાગમાં સમાવવામાં આવે છે?
A. catch
B. try
C. finally
D. throw
ઉત્તર:
B. try
પ્રશ્ન 27.
જાવા પ્રોગ્રામમાં નીચેનામાંથી કયા વિભાગમાં ચોક્કસ પ્રકારના અપવાદોની સંભાળ લેવા માટેની સૂચનાઓ લખવામાં આવે છે?
A. throw
B. try
C. catch
D. finally
ઉત્તર:
C. catch
પ્રશ્ન 28.
જાવા પ્રોગ્રામમાં finally વિભાગનો અમલ હંમેશાં ક્યાં કરવામાં આવે છે?
A. પ્રોગ્રામનો અંત આવે તે પહેલા
B. પ્રોગ્રામનો અંત આવ્યા પછી
C. પ્રોગ્રામની શરૂઆતમાં
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. પ્રોગ્રામનો અંત આવે તે પહેલા
પ્રશ્ન 29.
જાવા પ્રોગ્રામના અમલ દરમિયાન ભૂલો સર્જાવાની શક્યતા ધરાવતી સૂચનાઓના ભાગને કયા વિભાગમાં લખવામાં આવે છે?
A. try
B. catch
C. throw
D. finally
ઉત્તર:
A. try
પ્રશ્ન 30.
જાવા પ્રોગ્રામમાં try વિભાગ પછી કયો વિભાગ હોવો જરૂરી છે?
A. catch
B. throw
C. finally
D. A અથવા C
ઉત્તર:
D. A અથવા C
પ્રશ્ન 31.
જાવામાં નીચેનામાંથી કર્યો વિભાગ અપવાદ હૅન્ડલર છે?
A. try
B. catch
C. finally
D. આપેલ તમામ
ઉત્તર:
B. catch
પ્રશ્ન 32.
જાવા પ્રોગ્રામમાં ‘eobj” ઑબ્જેક્ટનું સર્જન કયો વિભાગ કરે છે?
A. try
B. catch
C. finally
D. આપેલ તમામ
ઉત્તર:
A. try
પ્રશ્ન 33.
જાવા પ્રોગ્રામમાં catch વિભાગનું કાર્ય નીચેનામાંથી કયું છે?
A. અપવાદોનું વ્યવસ્થાપન કરવાનું
B. અનપેક્ષિત રીતે પ્રોગ્રામનો અંત આવતો અટકાવવાનું
C. પ્રોગ્રામનો અંત લાવવામાં મદદરૂપ થવાનું
D. A તથા B બંને
ઉત્તર:
D. A તથા B બંને
પ્રશ્ન 34.
જાવામાં અપવાદ સર્જાવવાની શક્યતા ધરાવતી સૂચનાઓ કયા વિભાગમાં લખવી જોઈએ?
A. throw
B. try
C. catch
D. finally
ઉત્તર:
B. try
પ્રશ્ન 35.
જાવા પ્રોગ્રામમાં અપવાદોને થ્રો (Throw) કયો વિભાગ કરે છે?
A. finally
B. catch
C. try
D. આપેલ તમામ
ઉત્તર:
C. try
પ્રશ્ન 36.
જાવા પ્રોગ્રામમાં finally વિભાગનું કાર્ય જણાવો.
A. કોઈ ચોક્કસ સૂચનાઓનો અમલ કરવાનો છે તેની ખાતરી માટે
B. try વિભાગનો અમલ થયા બાદ અંતે clean upનું કાર્ય કરવા માટે
C. પ્રોગ્રામને પૂરો કરવા માટે
D. A તથા B બંને
ઉત્તર:
D. A તથા B બંને
પ્રશ્ન 37.
નીચેનામાંથી કયું તત્ત્વ try વિભાગમાં સમાવવામાં આવતું નથી ?
A. કી-વર્ડ try
B. કી-વર્ડ catch
C. છગડિયો કોસ
D. ક્યારેક અપવાદ સર્જતાં વિધાનો
ઉત્તર:
B. કી-વર્ડ catch
પ્રશ્ન 38.
અપવાદ સર્જાય ત્યારે નીચેનામાંથી કયો વિભાગ વ્યવસ્થાપન કરે છે કે યોગ્ય ક્રિયા હાથ ધરે છે?
A. try
B. catch
C. throws
D. handles
ઉત્તર:
B. catch
પ્રશ્ન 39.
નીચેનામાંથી કયું catch વિભાગની અંદર હોવું જોઈએ ?
A. finally વિભાગ
B. અપવાદનું વ્યવસ્થાપન કરતું એક વિધાન
C. અપવાદનું વ્યવસ્થાપન કરવા જરૂરી બધાં વિધાન
D. throws કી-વર્ડ
ઉત્તર:
C. અપવાદનું વ્યવસ્થાપન કરવા જરૂરી બધાં વિધાન
પ્રશ્ન 40.
જ્યારે try વિભાગ કોઈ અપવાદ નહીં સર્જે અને તમે અનેક catch વિભાગ બનાવ્યા હશે ત્યારે શું થશે?
A. તમામનો અમલ થશે.
B. માત્ર બંધબેસતું પ્રથમ અમલમાં આવશે.
C. એક પણ catch વિભાગ અમલમાં આવશે નહીં.
D. માત્ર પ્રથમ catch વિભાગ અમલમાં આવશે.
ઉત્તર:
C. એક પણ catch વિભાગ અમલમાં આવશે નહીં.
પ્રશ્ન 41.
નીચેનામાંથી try … catch વિભાગનો ઉપયોગ કરવાનો ફાયદો કયો છે?
A. અપવાદરૂપ ઘટના દૂર કરવામાં આવે છે.
B. અપવાદરૂપ ઘટના ઓછી કરવામાં આવે છે.
C. અપવાદરૂપ ઘટનાઓને નિયમિત ઘટનાઓ સાથે સાંકળવામાં આવે છે.
D. અપવાદરૂપ ઘટનાઓને, નિયમિત ઘટનાઓથી અલિપ્ત કરવામાં આવે છે.
ઉત્તર:
C. અપવાદરૂપ ઘટનાઓને નિયમિત ઘટનાઓ સાથે સાંકળવામાં આવે છે.
પ્રશ્ન 42.
નીચેના પૈકી કઈ પદ્ધતિ (Method) અપવાદને થ્રો કરી શકે?
A. throws ઉપવિધાન સાથેની પદ્ધતિ
B. catch વિભાગ સાથેની પદ્ધતિ
C. try વિભાગ સાથેની પદ્ધતિ
D. finally વિભાગ સાથેની પદ્ધતિ
ઉત્તર:
C. try વિભાગ સાથેની પદ્ધતિ
પ્રશ્ન 43.
કોઈ મેથડનો પૂર્ણ રીતે ઉપયોગ શક્ય છે કે કેમ તે જાણવા માટે નીચેના પૈકી કયું ઓછું અગત્યનું છે?
A. મેથડના પરિણામનો પ્રકાર
B. મેથડને જરૂરી આર્ગ્યુમેન્ટનો પ્રકાર
C. મેથડમાં રહેલ વિધાનોની સંખ્યા
D. મેથડ દ્વારા થ્રો (Throw) કરવામાં આવતા અપવાદોનો પ્રકાર
ઉત્તર:
D. મેથડ દ્વારા થ્રો (Throw) કરવામાં આવતા અપવાદોનો પ્રકાર
પ્રશ્ન 44.
જાવામાં અપવાદના ઑબ્જેક્ટને નિશ્ચિતરૂપે થ્રો કરવા માટે કયા કી-વર્ડનો ઉપયોગ કરવામાં આવે છે?
A. try
B. catch
C. finally
D. throw
ઉત્તર:
D. throw
પ્રશ્ન 45.
ગાણિતિક અપવાદ (Arithmetic Exception) ધરાવતા ઑબ્જેક્ટને કોના દ્વારા થ્રો કરવામાં આવે છે?
A. throw કી-વર્ડ
B. try કી-વર્ડ
C. JVM
D. throw object
ઉત્તર:
C. JVM
પ્રશ્ન 46.
જાવા પ્રોગ્રામમાં throw કી-વર્ડ વડે થ્રો કરવામાં આવતો ઑબ્જેક્ટ કયા પ્રકારનો હોવો જોઈએ?
A. java.lang.int
B. java.lang.string
C. java.lang.throw
D. java.lang.throwable
ઉત્તર:
D. java.lang.throwable
પ્રશ્ન 47.
Throw કી-વર્ડ દ્વારા નિશ્ચિતપણે થ્રો કરવામાં આવતા અપવાદ ઑબ્જેક્ટને સંભાળવા નીચેનામાંથી કયો વિભાગ ઉમેરવામાં આવે છે?
A. finally
B. catch
C. try
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. catch
પ્રશ્ન 48.
જાવા પ્રોગ્રામમાં method દ્વારા throw કરી શકાતા દરેક પ્રકારના અપવાદને methodમાં કયા સ્થાને દર્શાવવામાં આવે છે?
A. headerમાં
B. footerમાં
C. પ્રોગ્રામની બહાર
D. પ્રોગ્રામ અમલ દરમિયાન
ઉત્તર:
A. headerમાં
પ્રશ્ન 49.
જાવા પ્રોગ્રામમાં કી-બોર્ડ પરથી ઇનપુટ સ્વીકારવા નીચેનામાંથી કયા ક્લાસનો ઉપયોગ થાય છે?
A. java.util
B. java.lang.scanner
C. java.input
D. java.lang.util
ઉત્તર:
B. java.lang.scanner
પ્રશ્ન 50.
જાવા પ્રોગ્રામમાં કૉન્સોલ પરથી પૂર્ણાંક સંખ્યા વાંચવા Scanner ક્લાસની કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?
A. readInt( )
B. next Number ( )
C. nextInt( )
D. આપેલ તમામ
ઉત્તર:
C. nextInt( )
પ્રશ્ન 51.
જાવામાં એક try વિભાગ માટે કેટલા catch વિભાગ હોઈ શકે?
A. એક
B. બે
C. ત્રણ
D. એક કે તેથી વધુ
ઉત્તર:
D. એક કે તેથી વધુ
પ્રશ્ન 52.
જાવા પ્રોગ્રામમાં અપવાદ સર્જાવવાની શક્યતા ધરાવતી સૂચનાઓ નીચેનામાંથી કયા વિભાગમાં લખવામાં આવે છે?
A. try
B. catch
C. throw
D. finally
ઉત્તર:
A. try