GSEB Solutions Class 10 Social Science Chapter 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ

Gujarat Board GSEB Textbook Solutions Class 10 Social Science Chapter 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ Textbook Exercise and Answers.

આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ Class 10 GSEB Solutions Social Science Chapter 16

GSEB Class 10 Social Science આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ Textbook Questions and Answers

1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો :

પ્રશ્ન 1.
ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને તેવા : આર્થિક સુધારાઓમાંથી ઉદારીકરણ એટલે શું? તેના લાભ અને ગેરલાભ જણાવો.
(March 20)
અથવા
(આર્થિક) ઉદારીકરણનો અર્થ આપી, તેના લાભ જણાવો. –
અથવા
ભારતમાં આર્થિક ઉદારીકરણની નીતિના લાભ જણાવો.
ઉત્તરઃ
સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો : અને નિયંત્રણોમાં ક્રમશઃ ઘટાડો કરે અને વિકાસને પ્રોત્સાહિત કરે તેને : ઉદારીકરણની નીતિ કહેવામાં આવે છે.
આર્થિક ઉદારીકરણના લાભઃ ભારતમાં આર્થિક ઉદારીકરણની : નીતિ અમલમાં આવતાં નીચે મુજબ લાભ થયા છે:

 • ઉદારીકરણને લીધે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ, જેથી દેશના ઉત્પાદનવૃદ્ધિના દરમાં વધારો થયો છે.
 • વિદેશ વ્યાપારને ઉત્તેજન મળવાથી વિદેશ વ્યાપારમાં વધારો થયો.
 • વિદેશ વ્યાપારમાં વધારો થવાથી દેશમાં વિદેશી હૂંડિયામણની અનામતોના પ્રમાણમાં વધારો થયો છે.
 • દેશની આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો છે.
 • આંતરરાષ્ટ્રીય બજારો સાથે સ્પર્ધા કરવાની ભારતના ઉદ્યોગોની ક્ષમતા વધી છે.
 • ભારતમાં વિદેશી મૂડીરોકાણ વધ્યું છે.

આર્થિક ઉદારીકરણના ગેરલાભઃ ભારતમાં આર્થિક ઉદારીકરણની નીતિ અમલમાં આવતાં નીચે મુજબના ગેરલાભ થયા છેઃ

 • ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટવા છતાં ઇજારાશાહીનાં વલણોમાં ઘટાડો થઈ શક્યો નહિ.
 • માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પર જ ધ્યાન આપવાથી ભારત કૃષિક્ષેત્રે પછાત રહી ગયું.
 • આર્થિક અસમાનતા વધી છે.
 • આયાતો વધવાથી અને નિકાસો ઓછી થવાથી સરકારના વિદેશી દેવામાં વધારો થયો છે.

પ્રશ્ન 2.
ખાનગીકરણના લાભો જણાવો.
ઉત્તર:
ખાનગીકરણના લાભો નીચે પ્રમાણે છે:

 • દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદનના એકમોની સંખ્યામાં વધારો થયો છે.
 • મૂડીલક્ષી અને વપરાશી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો છે.
 • જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી એ એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો છે.
 • આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું છે, જેનાથી ઇજારાશાહીને વેગ મળ્યો છે.
 • નાના ઉદ્યોગો અને ગૃહઉદ્યોગોનો યોગ્ય વિકાસ થઈ શકતો નથી, માત્ર મોટા ઉદ્યોગોને જ વિકાસનો લાભ મળ્યો છે.
 • ભાવો અંકુશમાં રહ્યા નહિ, તેથી દેશમાં ભાવવધારાની સમસ્યા સર્જાઈ છે.

પ્રશ્ન 3.
પર્યાવરણની સુરક્ષા માટેનાં પગલાંઓ જણાવો.
અથવા
ભારતમાં પર્યાવરણની સુરક્ષા માટે કયાં કયાં પગલાં લેવામાં : આવ્યાં છે?
અથવા
ટૂંક નોંધ લખોઃ ભારતમાં પર્યાવરણની સુરક્ષા માટે લેવાયેલાં : પગલાં
ઉત્તરઃ
પર્યાવરણની સુરક્ષા અંગે ચર્ચા-વિચારણા કરવા માટે ઈ. સ. 1972માં સ્વિડનના સ્ટોકહોમ શહેરમાં પ્રથમ વખત પૃથ્વી પરિષદ યોજાઈ. ત્યારપછી વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે વિચારણા – કરવા અનેક વાર સંમેલનો અને શિબિરો યોજાયાં. તેમાં પર્યાવરણની સુરક્ષા માટે વિવિધ પગલાં લેવાનું નક્કી થયું.

ભારતમાં પર્યાવરણની સુરક્ષા માટે નીચે દર્શાવેલાં પગલાં ભરવામાં આવ્યાં છેઃ

 • દેશના મુખ્ય શહેરોના પ્રદૂષણની માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.
 • પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારોએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરી છે.
 • પ્રદૂષણ નિવારણ અને પર્યાવરણની જાળવણી માટે વિશ્વભરમાં 5 જૂનના દિવસને પર્યાવરણદિન’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ભારતમાં આ દિવસને પર્યાવરણદિન તરીકે ઊજવવામાં આવે છે.
 • ઈ. સ. 1981માં ભારત સરકારે “વાયુ-પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો છે.
 • વાતાવરણમાં ઓઝોન વાયુના સ્તરનું ગાબડું, પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટે થયેલી વૈશ્વિક સમજૂતીઓનું પાલન કરવામાં આવે છે.
 • દેશના લોકોમાં પર્યાવરણની જાળવણી માટે જાગૃતિ વધારવાના પ્રયત્નો કરવામાં આવે છે.

પ્રશ્ન 4.
ટકાઉ વિકાસની વ્યુહરચના સમજાવો.
અથવા
પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ અને સંવર્ધન માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ?
અથવા
ટકાઉ વિકાસનો ખ્યાલ આપી, તેની વ્યુહરચના જણાવો. અથવા ટૂંક નોંધ લખોઃ ટકાઉ વિકાસ માટેની વ્યુહરચના
ઉત્તરઃ
ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી. ટકાઉ વિકાસમાં પર્યાવરણનાં સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે.
પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ અને સંવર્ધન માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએઃ (અથવા ટકાઉ વિકાસની વ્યુહરચના ગોઠવવા નીચેની બાબતો પર ભાર મૂકવામાં આવ્યો:)

 • ખેતીલાયક જમીન, જંગલો, જળસંપત્તિ વગેરે ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવાં પ્રાકૃતિક સાધનોની ગુણવત્તા જળવાઈ રહે એ રીતે તેમનો ઉપયોગ કરવો.
 • કોલસો, પેટ્રોલિયમ પેદાશો વગેરે એક જ વખત ઉપયોગમાં લઈ શકાય તેવાં સાધનો છે. તેથી તેમનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો.
 • વાહનવ્યવહારનું ખર્ચ ઓછામાં ઓછું થાય એ રીતે ઉદ્યોગોની સ્થાપના માટેનું સ્થળ નક્કી કરવું. વાહનો અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેક્નોલોજીનો ઉપયોગ વધે તેવા પ્રયાસો કરવા.
 • અનેક ઉપયોગો ધરાવતાં સાધનોને બધા જ ઉપયોગમાં લેવાં. જેમ કે ભારતમાં દામોદર વેલી યોજનાને સિંચાઈ, વિદ્યુત-ઉત્પાદન, પૂરનિયંત્રણ, વાહનવ્યવહાર વગેરે ઉપયોગમાં લેવાય છે.
 • આર્થિક વિકાસની આડઅસરો જેવી કે પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ, જંગલોનો મોટા પાયા પર વિનાશ, ઔદ્યોગિક કચરાનો બિનઆયોજિત નિકાલ, ઝેરી રસાયણો, કેમિકલ્સયુક્ત ગંદુ પાણી, ગંદા વસવાટો વગેરે પર કાયદાકીય નિયંત્રણો મૂકવાં.
 • ઉત્પાદનનાં તમામ ક્ષેત્રોમાં સૌરઊર્જા અને પવન-ઊર્જા જેવાં બિનપરંપરાગત ઊર્જા-સાધનોનો ઉપયોગ વધારવા પર ભાર મૂકવો.
 • પર્યાવરણીય સમતુલા જળવાઈ રહે તે રીતે પ્રાકૃતિક સાધનોનો ઉપયોગ કરવો.
 • પ્રાકૃતિક સાધનોનો ઓછામાં ઓછો બગાડ થાય એ રીતે તેમનો ઉપયોગ કરવો. એ માટે આડપેદાશોનો ઉપયોગ, ટેક્નોલૉજીનો વિકાસ વગેરે પર ભાર મૂકવો.

2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદાસર લખો :

પ્રશ્ન 1.
વૈશ્વિકીકરણના લાભો જણાવો.
ઉત્તર : વૈશ્વિકીકરણના મુખ્ય લાભો નીચે પ્રમાણે છે:
વૈશ્વિકીકરણના પરિણામે

 • દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે.
 • વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી ચીજવસ્તુઓ સરળતાથી મળી શકે છે.
 • ભારત જેવા વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટકી રહેવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે.

પ્રશ્ન 2.
વિશ્વ-વ્યાપાર સંગઠનનાં ધ્યેયો લખો.
અથવા.
વિશ્વવ્યાપાર સંગઠન એટલે શું? તેનાં ધ્યેયો જણાવો. (March 20)
અથવા
વિશ્વ-વ્યાપાર સંગઠનનાં ધ્યેયો ક્યાં ક્યાં છે? એ ધ્યેયો સિદ્ધ કરવા તે કયાં કયાં કાર્યો હાથ ધરી રહ્યું છે?
અથવા
ટૂંક નોંધ લખો: વિશ્વ-વ્યાપાર સંગઠન
ઉત્તર:
સંયુક્ત રાષ્ટ્રો(યુ.એન.)ના સભ્ય-દેશોએ 1 જાન્યુઆરી, . 1995ના રોજ વિશ્વ-વ્યાપાર સંગઠન(WTO – World Trade Organisation)ની સ્થાપના કરી હતી. આ સંસ્થાનું વડું મથક સ્વિટ્ઝરલૅન્ડના જિનીવા શહેરમાં આવેલું છે.
વિશ્વ-વ્યાપાર સંગઠનનાં મુખ્ય ધ્યેયો નીચે પ્રમાણે છે:

 • આંતરરાષ્ટ્રીય વ્યાપાર પરના અવરોધો દૂર કરવા.
 • વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું.
 • વૈશ્વિક વ્યાપાર નીતિ અને દેશની આર્થિક નીતિઓ
 • બંને વચ્ચે સંકલન સાધવું.
 • વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાઓનું નિરાકરણ લાવવું.

વિશ્વવ્યાપાર સંગઠન ઉપર્યુક્ત ધ્યેયો સિદ્ધ કરવા નીચે પ્રમાણેનાં કાર્યો હાથ ધરી રહ્યું છે:

 • બહુરાષ્ટ્રીય વ્યાપાર અંગેના કરારો માટે જરૂરી માળખાની રચના કરી તેમનો અમલ કરાવવો.
 • તે બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે થયેલ ચર્ચા-વિચારણા અને વાટાઘાટો માટે “ફોરમ’ (ચર્ચા માટેનું સ્થાન) તરીકેની કામગીરી બજાવવી.
 • તે ભેદભાવહીન આંતરરાષ્ટ્રીય વ્યાપારને ઉત્તેજન આપે છે. પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય એવા બધા સભ્ય-દેશોના વ્યાપારનું તે અવલોકન કરે છે અને તેમાં જરૂરી સુધારા-વધારા સૂચવે છે.

પ્રશ્ન 3.
ખાનગીકરણના લાભો જણાવો.
ઉત્તર:
ખાનગીકરણના લાભો નીચે પ્રમાણે છે:

 • દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદનના એકમોની સંખ્યામાં વધારો થયો છે.
 • મૂડીલક્ષી અને વપરાશી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો છે.
 • જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી એ એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો છે.

3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો:

પ્રશ્ન 1.
વૈશ્વિકીકરણની સંકલ્પના સમજાવો.
ઉત્તરઃ
વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા કે જેના પરિણામે ચીજવસ્તુઓ, સેવાઓ, ટેક્નોલૉજી અને શ્રમનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થઈ શકે.

પ્રશ્ન 2.
ભારતમાં આર્થિક સુધારાઓનો અમલ ક્યારે થયો?
ઉત્તર:
ભારતમાં આર્થિક સુધારાઓનો અમલ ઈ. સ. 1991માં થયો.

પ્રશ્ન 3.
વિશ્વ-વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ?
ઉત્તરઃ
વિશ્વ-વ્યાપાર સંગઠનની સ્થાપના 1 જાન્યુઆરી, 1995ના રોજ થઈ.

પ્રશ્ન 4.
ટકાઉ વિકાસની સંકલ્પના સમજાવો.
ઉત્તર:
ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી. ટકાઉ વિકાસમાં પર્યાવરણનાં સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે.

4. નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો:

પ્રશ્ન 1.
વિશ્વ-વ્યાપાર સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે?
A. સ્ટૉકહોમમાં
B. જિનીવામાં
C. લંડનમાં
D. કોલકાતામાં
ઉત્તરઃ
B. જિનીવામાં

પ્રશ્ન 2.
પર્યાવરણની જાગૃતિ અંગે પ્રથમ “પૃથ્વી પરિષદ કઈ સાલમાં યોજવામાં આવી?
A. ઈ. સ. 1972માં
B. ઈ. સ. 1951માં
C. ઈ. સ. 1992માં
D. ઈ. સ. 2014માં
ઉત્તરઃ
A. ઈ. સ. 1972માં

પ્રશ્ન 3.
વિશ્વમાં કયા દિવસને “વિશ્વ પર્યાવરણદિન’ તરીકે ઊજવવામાં આવે છે?
A. 8 માર્ચના દિવસને
B. 11 જૂનના દિવસને
C. 5 જૂનના દિવસને
D. 12 માર્ચના દિવસને
અથવા
વિશ્વ પર્યાવરણદિન’ ક્યા દિવસે ઉજવાય છે?
A. 29 ડિસેમ્બરે
B: 4 ઑક્ટોબરે
C. 5 જૂને
D. 21 માર્ચે
ઉત્તરઃ
C. 5 જૂનના દિવસને
અથવા
C. 5 જૂને

પ્રશ્ન 4.
દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે …
A. ખાનગીકરણ
B. વૈશ્વિકીકરણ
C. આર્થિક ઉદારીકરણ
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તરઃ
B. વૈશ્વિકીકરણ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *