GSEB Std 12 Computer MCQ Answers Ch 1 કમ્પોઝરનો ઉપયોગ કરી HTML ફૉર્મની રચના in Gujarati

Well-structured Std 12 Computer Textbook MCQ Answers and Std 12 Computer MCQ Answers Ch 1 કમ્પોઝરનો ઉપયોગ કરી HTML ફૉર્મની રચના can serve as a valuable review tool before computer exams.

GSEB Std 12 Computer Chapter 1 MCQ કમ્પોઝરનો ઉપયોગ કરી HTML ફૉર્મની રચના

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી, વિકલ્પ પાસે દર્શાવેલ વર્તુળને પેનથી પૂર્ણ ઘટ્ટ (O) કરો :

પ્રશ્ન 1.
વેબ સાઇટનો મુલાકાતી પોતાની વિગતો દાખલ કરવા માટે શેનો ઉપયોગ કરે છે?
A. હાઇપરલિન્ક
B. ટેબલ
C. ફૉર્મ
D. ઇમેજ
ઉત્તર:
C. ફૉર્મ

પ્રશ્ન 2.
વેબ સાઇટમાં ……………….. મુલાકાતીની વિગતો દાખલ કરવા વિશે વધુ સંવાદન (Interactivity) અને નિયંત્રણ પૂરાં પાડે છે.
A. ટેબલ
B. ફૉર્મ
C. ઇમેજ
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. ફૉર્મ

પ્રશ્ન 3.
વેબ સાઇટમાં જરૂરી વિગતો અને માહિતીને સુવ્યવસ્થિત રીતે દાખલ કરવા માટે તૈયાર કરવામાં આવતી રચનાને શું કહે છે?
A. ટેબલ
B. ડેટાબેઝ
C. હાઇપરલિન્ક
D. ફૉર્મ
ઉત્તર:
D. ફૉર્મ

પ્રશ્ન 4.
ફૉર્મ એ એક …………………. છે, જેનો ઉપયોગ ઉપયોગકર્તા પાસેથી જુદા જુદા પ્રકારની વિગતો મેળવવા માટે કરવામાં આવે છે.
A. ટેબલ
B. ઇમેજ
C. સંગ્રાહક
D. એડિટર
ઉત્તર:
C. સંગ્રાહક

પ્રશ્ન 5.
HTML ફૉર્મ નીચેનામાંથી કયા ઘટક ધરાવી શકે છે?
A. લેબલ
B. ટેક્સ્ટ બૉક્સ
C. સમિટ બટન
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 6.
નીચેનામાંથી કયું HTMLનું સાચું પૂરું નામ છે?
A. Hyper Text Markup Language
B. Higher Text Markup Language
C. Hyper Text Making Language
D. Higher Terminal Making Language
ઉત્તર:
A. Hyper Text Markup Language

GSEB Std 12 Computer MCQ Answers Ch 1 કમ્પોઝરનો ઉપયોગ કરી HTML ફૉર્મની રચના in Gujarati

પ્રશ્ન 7.
HTML ફૉર્મમાં નીચેનામાંથી કયાં બટન ગોઠવી શકાય?
A. રેડિયો
B. સમિટ
C. રિસેટ
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 8.
ઉપયોગકર્તા પાસેથી જુદા જુદા પ્રકારના નિવેશ એકત્રિત કરવા માટે નીચેનામાંથી કયા સંગ્રાહક એકમનો ઉપયોગ કરવામાં આવે છે?
A. Form
B. Web page
C. Tex
D. Input
અથવા
HTMLમાં નીચેનામાંથી શેનો ઉપયોગ ઉપયોગકર્તા પાસેથી જુદા જુદા પ્રકારની વિગતો મેળવવા માટે કરવામાં આવે છે?
A. ફ્રેમ
B. લેબલ
C. ફૉર્મ
D. CSS
ઉત્તર:
A. Form અથવા C. ફૉર્મ

પ્રશ્ન 9.
HTML ફૉર્મની રચના કરવા માટે નીચેનામાંથી કયા ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે?
A. Textarea
B. Form
C. Select Option
D. Input
ઉત્તર:
B. Form

પ્રશ્ન 10.
ફૉર્મ ઘટક નીચેનામાંથી કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરે છે?
A. action
B. method
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A તથા B બંને

પ્રશ્ન 11.
HTML ફૉર્મ સબમિટ કરતી વખતે ફૉર્મની વિગતો કયા સ્થાને મોકલવાની છે, તેની સ્પષ્ટતા માટે નીચેનામાંથી કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં
આવે છે?
A. action
B. input
C. value
D. submit
ઉત્તર:
A. action

પ્રશ્ન 12.
ફૉર્મમાં action લાક્ષણિકતા કિંમત તરીકે શું સ્વીકારે છે?
A. પૂર્ણાંક સંખ્યા
B. અપૂર્ણાંક સંખ્યા
C. ઉપયોગકર્તાનું નામ
D. ફાઈલનું નામ
ઉત્તર:
D. ફાઈલનું નામ

GSEB Std 12 Computer MCQ Answers Ch 1 કમ્પોઝરનો ઉપયોગ કરી HTML ફૉર્મની રચના in Gujarati

પ્રશ્ન 13.
ફૉર્મમાં વિગતો ઉમેર્યા પછી ઉપયોગકર્તા ……………………… પર ક્લિક કરે છે, ત્યારે action લાક્ષણિકતા ધરાવતી ફાઈલ ખોલવામાં આવે છે.
A. રિસેટ બટન
B. સબમિટ બટન
C. સેવ બટન
D. કેન્સલ બટન
ઉત્તર:
B. સબમિટ બટન

પ્રશ્ન 14.
ફૉર્મ ઘટક કેટલી લાક્ષણિકતાઓ ધરાવે છે?
A. એક
B. બે
C. ત્રણ
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. બે

પ્રશ્ન 15.
method લાક્ષણિકતા સાથે કેટલી કિંમતોનો ઉપયોગ કરી શકાય છે?
A. બે
B. ત્રણ
C. ચાર
D. પાંચ
ઉત્તર:
A. બે

પ્રશ્ન 16.
HTML ફૉર્મમાં method લાક્ષણિકતાની પૂર્વનિર્ધારિત કિંમત કઈ હોય છે?
A. put
B. post
C. get
D. go
ઉત્તર:
C. get

પ્રશ્ન 17.
HTML ફૉર્મમાં method લાક્ષણિકતાની કઈ પદ્ધતિ ફૉર્મમાંથી વિગતો મેળવી, તેને URLના અંતમાં ઉમેરી, સર્વરને મોકલી આપે છે?
A. put
B. post
C. get
D. go
ઉત્તર:
C. get

પ્રશ્ન 18.
method લાક્ષણિકતાની કંઈ કિંમત વિગતોને વિનંતીમાં સમાવીને મોકલે છે?
A. post
B. put
C. get
D. go
ઉત્તર:
A. post

પ્રશ્ન 19.
method લાક્ષણિકતાની કઈ પદ્ધતિમાં વિગતોની લંબાઈની કોઈ મર્યાદા હોતી નથી?
A. get
B. go
C. put
D. post
ઉત્તર:
D. post

GSEB Std 12 Computer MCQ Answers Ch 1 કમ્પોઝરનો ઉપયોગ કરી HTML ફૉર્મની રચના in Gujarati

પ્રશ્ન 20.
ફૉર્મ સબમિટ કરતી વખતે ફૉર્મની વિગતો કયા સ્થાને મોકલવાની છે, તેની સ્પષ્ટતા માટે નીચેનામાંથી કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે?
A. method
B. action
C. submit
D. input
ઉત્તર:
B. action

પ્રશ્ન 21.
ફૉર્મની વિગતો મોકલતી વખતે HTTP પદ્ધતિ સ્પષ્ટ કરવા માટે નીચેનામાંથી ફૉર્મની કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે?
A. submit
B. action
C. method
D. input
ઉત્તર:
C. method

પ્રશ્ન 22.
method લાક્ષણિકતા સાથે કઈ કિંમતોનો ઉપયોગ કરી શકાય છે?
A. GET અને POST
B. GET અને SET
C. GET અને PUT
D. SET અને POST
ઉત્તર:
A. GET અને POST

પ્રશ્ન 23.
નીચેનામાંથી કઈ પદ્ધતિ એક સમયે માત્ર મર્યાદિત માહિતી મોકલવાની અનુમતિ પૂરી પાડે છે?
A. GET
B. POST
C. SET
D. PUT
ઉત્તર:
A. GET

પ્રશ્ન 24.
નીચેનામાંથી કઈ પદ્ધતિ HTTP વ્યવહાર દ્વારા વિગતોને બ્લૉક – સ્વરૂપે મોકલવાની સુવિધા પૂરી પાડે છે?
A. GET
B. SET
C. PUT
D. POST
ઉત્તર:
D. POST

પ્રશ્ન 25.
ફૉર્મ ઘટકનો અમલ કરવા માટે નીચેનામાંથી કયા ટૅગનો ઉપયોગ કરવામાં આવે છે?
A. <form> … </form>
B. <form> … <form>
C. </form> … </form>
D. <frm> … </frm>
ઉત્તર:
A. <form> … </form>

GSEB Std 12 Computer MCQ Answers Ch 1 કમ્પોઝરનો ઉપયોગ કરી HTML ફૉર્મની રચના in Gujarati

પ્રશ્ન 26.
HTML ફૉર્મમાં નિવેશ ઘટકોને અમલમાં મૂકવા કયા ટૅગનો ઉપયોગ થાય છે?
A. <table>
B. <input>
C. <font>
D. <body>
ઉત્તર:
B. <input>

પ્રશ્ન 27.
HTML ફૉર્મમાં <input> ટૅગનો ઉપયોગ કઈ લાક્ષણિકતા સાથે કરવામાં આવે છે?
A. type
B. name
C. value
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 28.
HTML ફૉર્મમાં આવેલા ફિલ્ડને નામ આપવા માટે કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે?
A. name
B. value
C. type
D. આપેલ તમામ
ઉત્તર:
A. name

પ્રશ્ન 29.
HTML ફૉર્મમાં આવેલ ફિલ્ડને નામ આપવા માટે Input ઘટક સાથે કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે?
A. type
B. name
C. value
D. આપેલ તમામ
ઉત્તર:
B. name

પ્રશ્ન 30.
HTML ફૉર્મમાં ફિલ્ડને પૂર્વનિર્ધારિત કિંમત સાથે દર્શાવવા માટે Input ઘટક સાથે કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે?
A. type
B. name
C. value
D. આપેલ તમામ
ઉત્તર:
C. value

પ્રશ્ન 31.
HTML ફૉર્મમાં લખાણ પ્રકારની વિગતો ઉમેરવા શેનો ઉપયોગ કરવામાં આવે છે?
A. રેડિયો બટન
B. ચેક બૉક્સ
C. ટેક્સ્ટ બૉક્સ
D. પાસવર્ડ
ઉત્તર:
C. ટેક્સ્ટ બૉક્સ

GSEB Std 12 Computer MCQ Answers Ch 1 કમ્પોઝરનો ઉપયોગ કરી HTML ફૉર્મની રચના in Gujarati

પ્રશ્ન 32.
HTML ફૉર્મના ટેક્સ્ટ ફિલ્ડમાં ઉપયોગકર્તા કયા પ્રકારની વિગતો ઉમેરી શકે છે?
A. આંકડાકીય
B. અક્ષર સ્વરૂપ
C. ચિહ્ન સ્વરૂપ
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 33.
નીચે આપેલા વિકલ્પોમાંથી, HTML ફૉર્મમાં ટેક્સ્ટ બૉક્સ ઉમેરવા માટેનો સાચો વિકલ્પ પસંદ કરો.
A. <INPUT type = ‘text’ name = FirstName>
B. <INPUT type = text name = FirstName>
C. <INPUT type = “textbox” name = “FirstName”>
D. <INPUT type = textbox name = FirstName>
ઉત્તર:
C. <INPUT type = “textbox” name = “FirstName”>

પ્રશ્ન 34.
HTML ફૉર્મમાં કયા ફિલ્ડમાં ઉમેરવામાં આવેલા અક્ષરો ઉપયોગકર્તાને દર્શાવવામાં આવતા નથી?
A. ટેક્સ્ટ બૉક્સ
B. પાસવર્ડ
C. ટેક્સ્ટ એરિયા
D. ડ્રૉપડાઉન મેનૂ
ઉત્તર:
B. પાસવર્ડ

પ્રશ્ન 35.
પાસવર્ડ ફિલ્ડ કયા ફિલ્ડ સાથે સામ્યતા ધરાવે છે?
A. ટેક્સ્ટ બૉક્સ
B. રેડિયો બટન
C. ચેક બૉક્સ
D. ડ્રૉપડાઉન મેનૂ
ઉત્તર:
A. ટેક્સ્ટ બૉક્સ

પ્રશ્ન 36.
સામાન્ય રીતે ફૉર્મમાં ઉપલબ્ધ અનેક વિકલ્પોના જૂથમાંથી ફક્ત એક વિકલ્પ પસંદ કરવા શેનો ઉપયોગ કરવામાં આવે છે?
A. ચેક બૉક્સ
B. રેડિયો બટન
C. A અથવા B
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. રેડિયો બટન

GSEB Std 12 Computer MCQ Answers Ch 1 કમ્પોઝરનો ઉપયોગ કરી HTML ફૉર્મની રચના in Gujarati

પ્રશ્ન 37.
ફૉર્મમાં ઉપલબ્ધ અનેક વિકલ્પોના જૂથમાંથી એકથી વધુ વિકલ્પ પસંદ કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે?
A. ચેક બૉક્સ
B. રેડિયો બટન
C. A અથવા B
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. ચેક બૉક્સ

પ્રશ્ન 38.
HTML ફૉર્મમાં કયા બટન પર ક્લિક કરવામાં આવે, ત્યારે ફૉર્મમાં દાખલ કરવામાં આવેલ વિગતો action લાક્ષણિકતાને આપવામાં આવેલ ફાઈલ તરફ મોકલવામાં આવે છે?
A. રેડિયો
B. રિસેટ
C. સમિટ
D. સેન્ડ
ઉત્તર:
C. સમિટ

પ્રશ્ન 39.
HTML ફૉર્મમાં કયા બટન પર ક્લિક કરવાથી ફૉર્મમાં દાખલ કરવામાં આવેલ વિગતો દૂર કરી ફૉર્મને પૂર્વનિર્ધારિત કિંમતો સાથે દર્શાવવામાં આવે છે?
A. રેડિયો
B. રિસેટ
C. સમિટ
D. ક્લિયર
ઉત્તર:
B. રિસેટ

પ્રશ્ન 40.
HTML ફૉર્મમાં રેડિયો બટનના જૂથમાંથી એક સમયે કેટલા રેડિયો બટન પસંદ કરી શકાય છે?
A. એક
B. બે
C. ગમે તેટલા
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. એક

પ્રશ્ન 41.
HTML ફૉર્મમાં ચેક બૉક્સના જૂથમાંથી એક સમયે કેટલા ચેક બૉક્સ પસંદ કરી શકાય છે?
A. એક
B. બે
C. ગમે તેટલા
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. ગમે તેટલા

પ્રશ્ન 42.
HTML ફૉર્મમાં રેડિયો બટનના જૂથમાંથી કોઈ ચોક્કસ રેડિયો બટનને પૂર્વનિર્ધારિત રીતે પસંદ થયેલ દર્શાવવા કઈ લાક્ષણિકતાનો ઉપયોગ થાય છે?
A. selected
B. check
C. select
D. checked
ઉત્તર:
D. checked

GSEB Std 12 Computer MCQ Answers Ch 1 કમ્પોઝરનો ઉપયોગ કરી HTML ફૉર્મની રચના in Gujarati

પ્રશ્ન 43.
HTML ફૉર્મમાં ચેક બૉક્સના જૂથમાંથી કોઈ ચોક્કસ ચેક બૉક્સને પૂર્વનિર્ધારિત રીતે પસંદ થયેલ દર્શાવવા માટે કઈ લાક્ષણિકતાનો ઉપયોગ થાય છે?
A. select
B. checked
C. selected
D. check
ઉત્તર:
B. checked

પ્રશ્ન 44.
HTML ફૉર્મમાં એક કરતાં વધુ લીટીનું લખાણ ઉમેરવા કયા ઘટકનો ઉપયોગ થાય છે?
A. પુલડાઉન મેનૂ
B. ટેક્સ્ટ બૉક્સ
C. ટેક્સ્ટ એરિયા
D. મેમો
ઉત્તર:
C. ટેક્સ્ટ એરિયા

પ્રશ્ન 45.
HTML ફૉર્મમાં ટેક્સ્ટ એરિયા ઘટકમાં વધુમાં વધુ કેટલા અક્ષરો ઉમેરી શકાય?
A. 255
B. 256
C. 35,570
D. અમર્યાદિત
ઉત્તર:
D. અમર્યાદિત

પ્રશ્ન 46.
HTML ફૉર્મમાં નોંધ (Comment), અહેવાલ (Report), લાંબી સમજૂતી (Long Description) વગેરે પ્રકારની માહિતી દાખલ કરવા કયા ઘટકનો ઉપયોગ થાય છે?
A. ટેક્સ્ટ બૉક્સ
B. ટેક્સ્ટ એરિયા
C. મેમો
D. ડ્રૉપડાઉન મેનૂ
ઉત્તર:
B. ટેક્સ્ટ એરિયા

પ્રશ્ન 47.
ડ્રૉપડાઉન મેનૂમાં વિવિધ કિંમતો ઉમેરવા શેનો ઉપયોગ થાય છે?
A. option
B. checked
C. insert
D. add
ઉત્તર:
A. option

પ્રશ્ન 48.
HTML ફૉર્મમાં ડ્રૉપડાઉન મેનૂની રચના કરવા કયા ટૅગનો ઉપયોગ થાય છે?
A. <drop>…</drop>
B. <menu>…</menu>
C. <select>…</select>
D. <dropdown>…</dropdown>
ઉત્તર:
C. <select>…</select>

પ્રશ્ન 49.
HTML ફૉર્મમાં ડ્રૉપડાઉન મેનૂના ઘટકો ઉમેરવા ક્યા ટૅગનો ઉપયોગ થાય છે?
A. <select>…</select>
B. <option>…</option>
C. <insert>…</insert>
D. <element>…</element>
ઉત્તર:
B. <option>…</option>

GSEB Std 12 Computer MCQ Answers Ch 1 કમ્પોઝરનો ઉપયોગ કરી HTML ફૉર્મની રચના in Gujarati

પ્રશ્ન 50.
નીચેનામાંથી કઈ લાક્ષણિકતા દ્વારા ફૉર્મમાં નિર્માણ કરવાના ફિલ્ડના પ્રકારનો સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવે છે?
A. Input
B. Type
C. Name
D. Value
ઉત્તરઃ
B. Type

પ્રશ્ન 51.
(HTMLમાં) નીચેનામાંથી કયો ઘટક એકથી વધુ લીટીના નિવેશ માટે અનુમતિ આપે છે?
A. <Textdata>
B. <Input>
C. <Selection>
D. <Textarea>
ઉત્તર:
D. <Textarea>

પ્રશ્ન 52.
નીચેનામાંથી કયા ઘટકનો ઉપયોગ ફૉર્મમાં ડ્રૉપડાઉન યાદી અથવા મેનૂની રચના કરવા માટે જરૂરી છે?
A. Input
B. Textarea
C. Select
D. Form
ઉત્તર:
C. Select

પ્રશ્ન 53.
IDEનું પૂરું નામ શું છે?
A. Internel Development Environment
B. International Development Environment
C. Indian Development Environment
D. Integrated Development Environment
ઉત્તર:
D. Integrated Development Environment

પ્રશ્ન 54.
IDE (Integrated Development Environment) ઉપયોગકર્તાને કઈ સુવિધા આપે છે?
A. ટેક્સ્ટ એડિટરની
B. GUI(Graphical User Interface)
C. કંપાઇલરની
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

GSEB Std 12 Computer MCQ Answers Ch 1 કમ્પોઝરનો ઉપયોગ કરી HTML ફૉર્મની રચના in Gujarati

પ્રશ્ન 55.
GUIનું પૂરું નામ શું છે?
A. Graphical Useful Information
B. Graphical User Interface
C. Graphically Used Interface
D. Graphically User Information
ઉત્તર:
B. Graphical User Interface

પ્રશ્ન 56.
નીચેનામાંથી કયું નિઃશુલ્ક, ઓપન સોર્સ વેબ વિકાસ માટેનું IDE છે?
A. HTML
B. KompoZer
C. Scite
D. Base
ઉત્તર:
B. KompoZer

પ્રશ્ન 57.
નીચેનામાંથી કયું ઓપન સોર્સ IDEનું ઉદાહરણ છે?
A. કમ્પોઝર (Kompozer)
B. જેબિલ્ડર (JBuilder)
C. નેટબિન્સ (Netbeans)
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 58.
કમ્પોઝર (Kompozer) કઈ વેબ સાઇટ પરથી નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે?
A. www.compozer.net
B. www.kompozer.net
C. www.kompozer.co.in
D. આપેલ તમામ
ઉત્તર:
B. www.kompozer.net

પ્રશ્ન 59.
WYSIWYG એટલે શું?
A. When You See Is When You Get
B. What You See Is When You Get
C. What You See Is What You Get
D. When You See Is What You Get
ઉત્તર:
C. What You See Is What You Get

પ્રશ્ન 60.
કમ્પોઝર (Kompozer) કયા પ્રકારનું સૉફ્ટવેર છે?
A. ટેક્સ્ટ એડિટર
B. ડેટાબેઝ
C. પ્રેઝન્ટેશન
D. વેબ ઑથરિંગ સિસ્ટમ
ઉત્તર:
D. વેબ ઑથરિંગ સિસ્ટમ

GSEB Std 12 Computer MCQ Answers Ch 1 કમ્પોઝરનો ઉપયોગ કરી HTML ફૉર્મની રચના in Gujarati

પ્રશ્ન 61.
કમ્પોઝર કોના દ્વારા સ્ટાઇલને સમર્થન આપે છે?
A. CSC
B. CSS
C. SCC
D. SSC
ઉત્તર:
B. CSS

પ્રશ્ન 62.
નીચેનામાંથી કયો પ્રોગ્રામ CSS સ્ટાઇલ(Style)ને સમર્થન આપે છે?
A. નોટપેડ
B. વર્ડપેડ
C. પેજ મેકર
D. કમ્પોઝર
ઉત્તર:
D. કમ્પોઝર

પ્રશ્ન 63.
કમ્પોઝરમાં જુદા જુદા ટૂલબાર અને સ્ટેટસ બાર (જો દેખાતા ન હોય, તો) દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ થાય છે?
A. View → Toolbars
B. View → Status bars
C. View → Show/Hide
D. Display → Toolbars
ઉત્તર:
C. View → Show/Hide

પ્રશ્ન 64.
કમ્પોઝરમાં મેનૂ બારની નીચે કેટલા ટૂલબાર આવેલા હોય છે?
A. બે
B. ત્રણ
C. ચાર
D. પાંચ
ઉત્તર:
B. ત્રણ

પ્રશ્ન 65.
કમ્પોઝરમાં ફૉર્મેટ ટૂલબાર કેટલા હોય છે?
A. બે
B. ત્રણ
C. ચાર
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. બે

પ્રશ્ન 66.
કમ્પોઝરમાં મેનૂ બારની નીચે કયું ટૂલબાર જોવા મળે છે?
A. Composition
B. Format Toolbar1
C. Format Toolbar2
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

GSEB Std 12 Computer MCQ Answers Ch 1 કમ્પોઝરનો ઉપયોગ કરી HTML ફૉર્મની રચના in Gujarati

પ્રશ્ન 67.
કમ્પોઝરમાં નવી ફાઈલની રચના કરવા, ફાઈલ ખોલવા, ફાઈલનો સંગ્રહ કરવા તથા વેબ સાઇટને પ્રકાશિત કરવા કયા ટૂલબારનો ઉપયોગ થાય છે?
A. કમ્પોઝિટ
B. ફૉર્મેટ ટૂલબાર1
C. ફૉર્મેટ ટૂલબાર2
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. કમ્પોઝિટ

પ્રશ્ન 68.
કમ્પોઝરમાં લખાણની ગોઠવણી કરવા, નિશાની (Bullet) અને અનુક્રમ (Number) ઉમેરવા તથા ગોઠવણીને લગતા અન્ય કાર્ય કરવા માટે કયા ટૂલબારનો ઉપયોગ થાય છે?
A. કમ્પોઝિટ
B. ફૉર્મેટ ટૂલબાર1
C. ફૉર્મેટ ટૂલબાર2
D. B તથા C બંને
ઉત્તર:
D. B તથા C બંને

પ્રશ્ન 69.
કમ્પોઝર વિન્ડોની મધ્યમાં કયો વિભાગ હોય છે?
A. સાઇટ મૅનેજર
B. ખાલી વેબ પેજ
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A તથા B બંને

પ્રશ્ન 70.
કમ્પોઝરમાં સાઇટમાં અથવા એકથી વધુ સાઇટ વચ્ચેના નેવિગેશન માટે ઉપયોગમાં લઈ શકાય તેવું સક્ષમ સાધન કયું હોય છે?
A. સાઇટ મૅનેજર
B. નેવિગેશન મૅનેજર
C. સાઇટ કન્ટ્રોલર
D. નેવિગેશન કન્ટ્રોલર
ઉત્તર:
A. સાઇટ મૅનેજર

પ્રશ્ન 71.
કમ્પોઝરમાં સાઇટ મૅનેજરને બંધ કરવા કયા બટનનો ઉપયોગ થાય છે?
A. Exit
B. Close
C. Return
D. End
ઉત્તર:
B. Close

પ્રશ્ન 72.
કમ્પોઝરમાં સાઇટ મૅનેજરને બંધ કરવા કઈ ફંક્શન કી વપરાય છે?
A. F2
B. F5
C. F7
D. F9
ઉત્તર:
D. F9

GSEB Std 12 Computer MCQ Answers Ch 1 કમ્પોઝરનો ઉપયોગ કરી HTML ફૉર્મની રચના in Gujarati

પ્રશ્ન 73.
કમ્પોઝર વિન્ડોની નીચે આવેલ જમણી બાજુના ભાગમાં Edit mode ટૂલબારમાં કેટલા મોડ હોય છે?
A. બે
B. ત્રણ
C. ચાર
D. પાંચ
ઉત્તર:
B. ત્રણ

પ્રશ્ન 74.
કમ્પોઝરના Edit mode ટૂલબારમાં નીચેનામાંથી કયો મોડ હોય છે?
A. Normal
B. HTML Tags
C. Preview
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 75.
કમ્પોઝરમાં કોષ્ટકની સીમારેખા સાથે પેજનો દેખાવ દર્શાવવા માટે Edit mode ટૂલબારનો કયો મોડ ઉપયોગી બને છે?
A. Normal
B. HTML Tags
C. Preview
D. આપેલ તમામ
ઉત્તર:
A. Normal

પ્રશ્ન 76.
………………….. મોડ બ્રાઉઝરમાં જોઈ શકાય તે પ્રકારનો પાનાનો દેખાવ દર્શાવે છે.
A. Normal
B. HTML Tags
C. Preview
D. આપેલ તમામ
ઉત્તર:
C. Preview

પ્રશ્ન 77.
કમ્પોઝરમાં નૉર્મલ વ્યૂ એ ………………… મોડ જેવો જ છે.
A. Normal
B. HTML Tags
C. Preview
D. આપેલ તમામ
ઉત્તર:
C. Preview

પ્રશ્ન 78.
જે ઉપયોગકર્તા HTML ભાષાથી પરિચિત છે, તેમના માટે કમ્પોઝરના Edit mode ટૂલબારનો કર્યો મોડ ઉપયોગી બને છે?
A. Normal
B. HTML Tags
C. Preview
D. આપેલ તમામ
ઉત્તર:
B. HTML Tags

GSEB Std 12 Computer MCQ Answers Ch 1 કમ્પોઝરનો ઉપયોગ કરી HTML ફૉર્મની રચના in Gujarati

પ્રશ્ન 79.
કમ્પોઝરમાં તમામ ટૅગની શરૂઆત દર્શાવવા માટે કયા રંગની નિશાનીનો ઉપયોગ થાય છે?
A. પીળા
B. લાલ
C. લીલા
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. પીળા

પ્રશ્ન 80.
કમ્પોઝરમાં વેબ પેજની રૂપરેખા તૈયાર કરવા માટે કયા વિભાગનો ઉપયોગ થાય છે?
A. નેવિગેશન બાર
B. સાઇટ મૅનેજર
C. ડિઝાઇન
D. એડિટ
ઉત્તર:
C. ડિઝાઇન

પ્રશ્ન 81.
કમ્પોઝરમાં ક્યો વિભાગ સોર્સ કોડને સુધારવામાં મદદરૂપ થાય છે?
A. ડિઝાઇન
B. સોર્સ
C. એડિટ
D. સ્પ્લીટ
ઉત્તર:
B. સોર્સ

પ્રશ્ન 82.
કમ્પોઝરમાં નવી ફાઈલ બનાવવા કયા મેનૂ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે?
A. File → Open
B. File → Create
C. File → Template
D. File → New
ઉત્તર:
D. File → New

પ્રશ્ન 83.
કમ્પોઝરમાં નવી ફાઈલ બનાવવા માટેનું બટન કયા ટૂલબારમાં ઉપલબ્ધ હોય છે?
A. કમ્પોઝિશન
B. ફૉર્મેટ ટૂલબાર1
C. ફૉર્મેટ ટૂલબાર2
D. આપેલ તમામ
ઉત્તર:
A. કમ્પોઝિશન

પ્રશ્ન 84.
કમ્પોઝરમાં હયાત ફાઈલ ખોલવા માટે કયા મેનૂ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે?
A. File → Open
B. File → Create
C. File → Template
D. File → New
ઉત્તર:
A. File → Open

પ્રશ્ન 85.
કમ્પોઝરમાં જે ફાઈલ હાલમાં જ ખોલી હોય તે ફાઈલ ખોલવા માટે કયા મેનૂ વિકલ્પનો ઉપયોગ થાય છે?
A. File → New
B. File — Save
C. File → Recent Pages
D. File → Current Pages
ઉત્તર:
C. File → Recent Pages

GSEB Std 12 Computer MCQ Answers Ch 1 કમ્પોઝરનો ઉપયોગ કરી HTML ફૉર્મની રચના in Gujarati

પ્રશ્ન 86.
કમ્પોઝરમાં નવા ફૉર્મની રચના કરવા માટે કયા મેનૂ વિકલ્પનો ઉપયોગ થાય છે?
A. File → New → Form
B. Insert → Form → Define Form
C. Insert → New → Form
D. Format → Add → Form
ઉત્તર:
B. Insert → Form → Define Form

પ્રશ્ન 87.
કમ્પોઝરમાં ફૉર્મમાં નવું લેબલ ઉમેરવા કયા મેનૂ વિકલ્પનો ઉપયોગ થાય છે?
A. Insert → Form → Define Label
B. Insert → Form → New Label
C. Insert → Label
D. Insert → Define Label
ઉત્તર:
A. Insert → Form → Define Label

પ્રશ્ન 88.
ફૉર્મમાં ઇનપુટ ટેક્સ્ટ ફિલ્ડ ઉમેરવા કયા મેનૂ વિકલ્પનો ઉપયોગ થાય છે?
A. Insert → Text field
B. Insert → Form → Text field
C. Insert → Form → Text box
D. Insert → Form → Form field
ઉત્તર:
D. Insert → Form → Form field

પ્રશ્ન 89.
ફૉર્મમાં સમિટ બટન ઉમેરવા કયા મેનૂ વિકલ્પનો ઉપયોગ થાય છે?
A. Insert → Submit
B. Insert → Form → Submit
C. Insert → Form → Form Field
D. Insert → Form→ Button
ઉત્તર:
C. Insert → Form → Form Field

પ્રશ્ન 90.
કમ્પોઝર ફૉર્મમાં ટેક્સ્ટ બૉક્સમાં પૂર્વનિર્ધારિત કિંમત આપવા Form Field Properties ડાયલૉગ બૉક્સમાં કયા વિકલ્પનો ઉપયોગ થાય છે?
A. Default Text
B. Initial Value
C. Initial Text
D. Default Value
ઉત્તર:
B. Initial Value

GSEB Std 12 Computer MCQ Answers Ch 1 કમ્પોઝરનો ઉપયોગ કરી HTML ફૉર્મની રચના in Gujarati

પ્રશ્ન 91.
કમ્પોઝરમાં ફાઈલનો સંગ્રહ કરવા કયા મેનૂ વિકલ્પનો ઉપયોગ થાય છે?
A. File → New
B. File → Open
C. File → Save
D. File → Export
ઉત્તર:
C. File → Save

પ્રશ્ન 92.
કમ્પોઝરમાં ફાઈલને કયું એક્સ્ટેન્શન આપવામાં આવે છે?
A. .c
B. .src
C. .html
D. .pub
ઉત્તર:
C. .html

પ્રશ્ન 93.
કમ્પોઝરમાં નવા ફૉર્મની રચના કરવા માટેનું ટૂલ બટન કયા ટૂલબાર પર હોય છે?
A. ફૉર્મેટ ટૂલબાર1
B. ફૉર્મેટ ટૂલબાર2
C. સ્ટાન્ડર્ડ ટૂલબાર
D. કમ્પોઝિશન ટૂલબાર
ઉત્તર:
D. કમ્પોઝિશન ટૂલબાર

પ્રશ્ન 94.
કમ્પોઝર ફૉર્મમાં ટેક્સ્ટ એરિયા ફિલ્ડનું બૉક્સ બનાવવા માટે કઈ કિંમત આપવામાં આવે છે?
A. Height, Width
B. X & Y co-ordinates
C. Rows, Columns
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. Rows, Columns

પ્રશ્ન 95.
ફૉર્મમાં ડ્રૉપડાઉન લિસ્ટમાં વિવિધ વિકલ્પો ઉમેરવા માટે કયા બટન પર ક્લિક કરવામાં આવે છે?
A. Add list
B. Add buttons
C. Edit
D. Add option
ઉત્તર:
D. Add option

પ્રશ્ન 96.
કમ્પોઝરમાં પૂર્વનિર્ધારિત રીતે ફૉર્મના બૅકગ્રાઉન્ડનો રંગ કયો હોય છે?
A. કાળો
B. સફેદ
C. પીળો
D. ગુલાબી
ઉત્તર:
B. સફેદ

GSEB Std 12 Computer MCQ Answers Ch 1 કમ્પોઝરનો ઉપયોગ કરી HTML ફૉર્મની રચના in Gujarati

પ્રશ્ન 97.
કમ્પોઝરમાં ફૉર્મના બૅકગ્રાઉન્ડનો રંગ બદલવા માટે કયા મેનૂ વિકલ્પનો ઉપયોગ થાય છે?
A. Tools → Background Color
B. Edit → Page Background
C. Format → Page Colors and Background
D. Edit → Page Colors
ઉત્તર:
C. Format → Page Colors and Background

પ્રશ્ન 98.
કમ્પોઝરમાં ફૉર્મની વિગતો મોકલવાની હોય તે ફાઈલનું નામ Form Properties ડાયલૉગ બૉક્સમાં કયા વિકલ્પ હેઠળ આપવામાં આવે છે?
A. Target URL
B. Action URL
C. Send URL
D. આપેલ તમામ
ઉત્તર:
B. Action URL

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *