GSEB Std 11 Computer MCQ Answers Ch 9 ડેટાબેઝ મૅનેજમેન્ટ સિસ્ટમનો પરિચય in Gujarati

Well-structured Std 11 Computer Textbook MCQ Answers and Std 11 Computer MCQ Answers Ch 9 ડેટાબેઝ મૅનેજમેન્ટ સિસ્ટમનો પરિચય can serve as a valuable review tool before computer exams.

GSEB Std 11 Computer Chapter 9 MCQ ડેટાબેઝ મૅનેજમેન્ટ સિસ્ટમનો પરિચય

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી વિકલ્પ પાસે દર્શાવેલ વર્તુળને પેનથી પૂર્ણ ઘટ્ટ (O) કરો :

પ્રશ્ન 1.
કાચા (રો) ડેટા ઉપર પ્રક્રિયા કરીને મેળવેલા પરિણામને શું કહે છે?
A. પ્રોગ્રામ
B. ઇન્ફર્મેશન
C. પ્રોસેસ
D. ડેટા
ઉત્તર:
B. ઇન્ફર્મેશન

પ્રશ્ન 2.
ડેટા કયાં સ્વરૂપે હોઈ શકે?
A. મૌખિક
B. લેખિત
C. કમ્પ્યૂટરીકરણ કરેલ કે ન કરેલ
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 3.
………………….. એ એકબીજા સાથે સંબંધિત સુવ્યવસ્થિત રીતે સંગૃહીત ડેટા-આઇટમ્સનો જથ્થો છે.
A. ડેટાબેઝ
B. સ્પ્રેડશીટ
C. ડૉક્યુમેન્ટ
D. પ્રેઝન્ટેશન
ઉત્તર:
A. ડેટાબેઝ

પ્રશ્ન 4.
‘રો (કાચી) હકીકત અથવા આંકડાઓ” કઈ પદાવલિ માટે વપરાય છે?
A. ઇન્ફર્મેશન
B. વેરિએબલ (ચલ)
C. ડેટા
D. ફિલ્ડ
ઉત્તર:
C. ડેટા

પ્રશ્ન 5.
પ્રક્રિયા કરેલ ડેટા શું છે?
A. હકીકત
B. તૈયાર કરેલ ડેટા
C. ઇન્ફર્મેશન
D. નિર્ણય
ઉત્તર:
C. ઇન્ફર્મેશન

પ્રશ્ન 6.
DBMS શું છે?
A. ડેટાબેઝ મૅનેજમેન્ટ સિસ્ટમ
B. ડેટાબેઝ માઇગ્રેશન સિસ્ટમ
C. ડેટા મૅનેજમેન્ટ સિસ્ટમ
D. ડાયરેક્ટ બેઝ મૅનેજમેન્ટ સિસ્ટમ
ઉત્તર:
A. ડેટાબેઝ મૅનેજમેન્ટ સિસ્ટમ

GSEB Std 11 Computer MCQ Answers Ch 9 ડેટાબેઝ મૅનેજમેન્ટ સિસ્ટમનો પરિચય in Gujarati

પ્રશ્ન 7.
નીચેનામાંથી કયો ડેટાબેઝનું માળખું ધરાવતા ડેટા મૉડેલનો પ્રકાર છે?
A. હાયરાકિકલ
B. નેટવર્ક
C. રિલેશનલ
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 8.
ડેટાબેઝનાં નિયંત્રણ સંબંધિત ક્રિયાઓ કરવા માટે કયું સૉફ્ટવેર વપરાય છે?
A. ઑપરેટિંગ સિસ્ટમ
B. એડિટિંગ
C. કમ્પાઇલર
D. ડેટાબેઝ મૅનેજમેન્ટ
ઉત્તર:
D. ડેટાબેઝ મૅનેજમેન્ટ

પ્રશ્ન 9.
ડેટાબેઝ મૅનેજમેન્ટ સિસ્ટમનો પરિચય’ પ્રકરણમાં કયા ડેટા મૉડેલ વિશે શીખવવામાં આવ્યું છે?
A. હાયરાકિકલ
B. નેટવર્ક
C. રિલેશનલ
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. રિલેશનલ

પ્રશ્ન 10.
ડેટાબેઝના નિયંત્રણ સંબંધિત બધી ક્રિયાઓને શું કહે છે?
A. ડેટા ઑપરેશન
B. ડેટા મેન્ટેનન્સ
C. ડેટા મૅનેજમેન્ટ
D. ડેટા કન્ટ્રોલ
ઉત્તર:
C. ડેટા મૅનેજમેન્ટ

પ્રશ્ન 11.
ડેટાબેઝના નિયંત્રણ માટે કયું સૉફ્ટવેર વપરાય છે?
A. ટેક્સ્ટ એડિટર
B. ડેટાબેઝ મૅનેજમેન્ટ સિસ્ટમ
C. પ્રેઝન્ટેશન
D. સ્પ્રેડશીટ
ઉત્તર:
B. ડેટાબેઝ મૅનેજમેન્ટ સિસ્ટમ

પ્રશ્ન 12.
ડેટાબેઝને વ્યવહારુ અને વધુ ઉપયોગી કોણ બનાવે છે?
A. ડેટાબેઝ મૅનેજમેન્ટ સિસ્ટમ
B. ડેટા મૉડેલ
C. ડેટા કન્ટ્રોલ
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. ડેટાબેઝ મૅનેજમેન્ટ સિસ્ટમ

GSEB Std 11 Computer MCQ Answers Ch 9 ડેટાબેઝ મૅનેજમેન્ટ સિસ્ટમનો પરિચય in Gujarati

પ્રશ્ન 13.
નીચેનામાંથી કયું DBMS સૉફ્ટવેરનું ઉદાહરણ છે?
A. Oracle
B. MS-Access
C. My SQL
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 14.
નીચેનામાંથી કયું DBMS સૉફ્ટવેર છે?
A. ઑરેકલ (Oracle)
B. ઇન્ગ્રેસ (Ingress)
C. એસક્યુએલ સર્વર (SQL Server)
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 15.
બેઝ એ કયા પ્રકારનું સૉફ્ટવેર છે?
A. સ્પ્રેડશીટ
B. ડેટાબેઝ મૅનેજમેન્ટ
C. ડૉક્યુમેન્ટ
D. પ્રોગ્રામિંગ
ઉત્તર:
B. ડેટાબેઝ મૅનેજમેન્ટ

પ્રશ્ન 16.
નીચેનામાંથી ક્યો ડેટાબેઝ પ્રોગ્રામ નથી?
A. માય એસક્યુએલ
B. બેઝ
C. એસક્યુએલ સર્વર
D. સ્પ્રેડશીટ
ઉત્તર:
D. સ્પ્રેડશીટ

પ્રશ્ન 17.
નીચેનામાંથી કયું ઓપનસોર્સ DBMS નથી?
A. માય એસક્યુએલ
B. ઇન્ગ્રેસ
C. બેઝ
D. ઑરેકલ
ઉત્તર:
D. ઑરેકલ

પ્રશ્ન 18.
ઓપનઑફિસ સ્યૂટના ભાગ તરીકે ઉપલબ્ધ ડેટાબેઝનું નામ શું છે?
A. OfficeDB
B. Base
C. OpenDB
D. Access
ઉત્તર:
B. Base

GSEB Std 11 Computer MCQ Answers Ch 9 ડેટાબેઝ મૅનેજમેન્ટ સિસ્ટમનો પરિચય in Gujarati

પ્રશ્ન 19.
હાલના સમયમાં કયું ડેટા મૉડેલ સૌથી સફળ છે?
A. નેટવર્ક
B. હાયરાકિકલ
C. ઑબ્જેક્ટબેઝ્ડ
D. રિલેશનલ
ઉત્તર:
D. રિલેશનલ

પ્રશ્ન 20.
રિલેશનલ મૉડેલની સફળતા માટેનું મુખ્ય કારણ નીચેનામાંથી કયું છે?
A. ડિઝાઇનની સરળતા
B. વૈવિધ્યતા
C. સરળતા
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. સરળતા

પ્રશ્ન 21.
નીચેનામાંથી કયા ડેટા મૉડેલમાં ડેટા વચ્ચેના સંબંધ કાર્ય કરવું ખૂબ સરળ છે? સમજવા અને તેના પર
A. રિલેશનલ
B. હાયરારકિકલ
C. નેટવર્ક
D. આપેલ તમામ
ઉત્તર:
A. રિલેશનલ

પ્રશ્ન 22.
RDBMSનું પૂરું નામ શું છે?
A. Ratio Database Management System
B. Ratio Database Migration System
C. Relational Database Management System
D. Relational Database Migration System
ઉત્તર:
C. Relational Database Management System

પ્રશ્ન 23.
RDBMSમાં R નીચેનામાંથી શેના માટે વપરાય છે?
A. રોટેશનલ
B. રિલેશનલ
C. રેન્ડમ
D. રિંગ
ઉત્તર:
B. રિલેશનલ

પ્રશ્ન 24.
બેઝમાં નીચેનામાંથી કયાં ડેટા ઑબ્જેક્ટ્સ બનાવવાની સગવડ આપેલી હોય છે?
A. ટેબલ
B. ક્વેરીઝ
C. રિપૉર્ટ્સ
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

GSEB Std 11 Computer MCQ Answers Ch 9 ડેટાબેઝ મૅનેજમેન્ટ સિસ્ટમનો પરિચય in Gujarati

પ્રશ્ન 25.
બેઝમાં ડેટા સંગ્રહ કહેવામાં કરવાના મૂળભૂત એકમને શું આવે છે?
A. ટેબલ
B. ક્વેરીઝ
C. રિપૉર્ટ્સ
D. આપેલ તમામ
ઉત્તર:
A. ટેબલ

પ્રશ્ન 26.
નીચેનામાંથી શું બેઝ ડેટાબેઝ ફાઈલનું ડિફૉલ્ટ અનુલંબન હોય છે?
A. .bdf
B. .odf
C. .odb
D. .dbf
ઉત્તર:
C. .odb

પ્રશ્ન 27.
નીચેનામાંથી શું બેઝમાં ઑબ્જેક્ટ તરીકે જાળવવામાં આવતું નથી?
A. ટેબલ
B. ક્વેરીઝ
C. ચાર્ટ્સ
D. ફૉર્મ્સ
ઉત્તર:
C. ચાર્ટ્સ

પ્રશ્ન 28.
બેઝ ટેબલમાં કઈ કઈ ઇન્ફર્મેશનનો સંગ્રહ કરવો અને કૉલમ ટાઇટલ્સ શું રાખવા તેનો નિર્ણય કરવા માટે ડેટાબેઝ ડિઝાઇનરે સૌપ્રથમ ડેટાબેઝની ………………….. નક્કી કરવી પડશે.
A. માહિતી
B. ઍન્ટિટી
C. ઍટ્રિબ્યુટ
D. સાઇઝ
ઉત્તર:
B. ઍન્ટિટી

પ્રશ્ન 29.
ઍન્ટિટીને વાસ્તવિક દુનિયામાં ક્યા નામે ઓળખવામાં આવે છે?
A. ટેબલ
B. રેકૉર્ડ
C. રો
D. ઑબ્જેક્ટ
ઉત્તર:
D. ઑબ્જેક્ટ

પ્રશ્ન 30.
ઍન્ટિટીના ઍટ્રિબ્યૂટને શું કહે છે?
A. ફિલ્ડ
B. રેકૉર્ડ
C. ટેબલ
D. ફૉર્મ
ઉત્તર:
A. ફિલ્ડ

GSEB Std 11 Computer MCQ Answers Ch 9 ડેટાબેઝ મૅનેજમેન્ટ સિસ્ટમનો પરિચય in Gujarati

પ્રશ્ન 31.
ટેબલમાં ફિલ્ડના સમૂહ કોની રચના કરે છે?
A. કૉલમ
B. રેકૉર્ડ
C. ઍટ્રિબ્યુટ
D. ઍન્ટિટી
ઉત્તર:
B. રેકૉર્ડ

પ્રશ્ન 32.
નીચેનામાંથી કયો વિકલ્પ ઑબ્જેક્ટનું ઉદાહરણ છે?
A. રેકૉર્ડ
B. ફિલ્ડ
C. રિપૉર્ટ
D. ફ્રેમ
ઉત્તર:
C. રિપૉર્ટ

પ્રશ્ન 33.
નીચેનામાંથી ક્યો વિકલ્પ ડેટાબેઝનાં વિવિધ ટેબલમાંથી અમુક જ ડેટાને પ્રદર્શિત કરે છે?
A. ફૉર્મ
B. મેક્રો
C. મૉડ્યુલ્સ
D. વૅરી
ઉત્તર:
D. વૅરી

પ્રશ્ન 34.
ડેટાબેઝમાં Product, Suppliers, Employees વગેરેને સંબંધિત માહિતીને શું કહે છે?
A. ઍન્ટિટી
B. ફિલ્ડ
C. રેકૉર્ડ
D. પ્રાઇમરી કી
ઉત્તર:
A. ઍન્ટિટી

પ્રશ્ન 35.
………………… એ વાસ્તવિક દુનિયાનાં ઑબ્જેક્ટ છે, જેના વિશેની માહિતી ડેટાબેઝમાં સંગ્રહ કરવામાં આવે છે.
A. ઍન્ટિટી
B. ઍટ્રિબ્યુટ
C. ટેબલ સાઇઝ
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. ઍન્ટિટી

પ્રશ્ન 36.
ઍન્ટિટીના ઍટ્રિબ્યૂટને ……………………. તરીકે ઓળખવામાં આવે છે.
A. રેકૉર્ડ
B. પ્રૉપર્ટી
C. ફિલ્ડ
D. આપેલ તમામ
ઉત્તર:
C. ફિલ્ડ

GSEB Std 11 Computer MCQ Answers Ch 9 ડેટાબેઝ મૅનેજમેન્ટ સિસ્ટમનો પરિચય in Gujarati

પ્રશ્ન 37.
બેઝમાં ક્યાં ઑબ્જેક્ટમાં, ટેબલમાં ડેટા દાખલ કરવાની અને ટેબલમાં રહેલા ડેટામાં સુધારા-વધારા અથવા કાઢી નાખવાની સગવડ આપેલ હોય છે?
A. ફૉર્મ્સ
B. રિપૉર્ટ્સ
C. ક્વેરીઝ
D. મૉડ્યુલ્સ
ઉત્તર:
A. ફૉર્મ્સ

પ્રશ્ન 38.
કોઈ ડેટાબેઝ પર્યાવરણમાં પૂછવામાં આવેલો પ્રશ્ન ……………………. તરીકે ઓળખાય છે.
A. ફૉર્મ્સ
B. રિપૉર્ટ્સ
C. ક્વેરીઝ
D. ટેબલ
ઉત્તર:
C. ક્વેરીઝ

પ્રશ્ન 39.
બેઝમાં ક્વેરીનું આઉટપુટ કયા સ્વરૂપે દર્શાવાય છે?
A. હાર
B. સ્તંભ
C. હાર અને સ્તંભ
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. હાર અને સ્તંભ

પ્રશ્ન 40.
બેઝ ટેબલમાં દાખલ કરેલ ડેટા, વપરાશકર્તાની જરૂરિયાત મુજબ એક સંગૃહીત અને વાચનીય સ્વરૂપમાં રજૂઆત કરતા ઑબ્જેક્ટને શું કહે છે?
A. ફૉર્મ્સ
B. રિપૉર્ટ્સ
C. ક્વેરીઝ
D. મૉડ્યુલ્સ
ઉત્તર:
B. રિપૉર્ટ્સ

પ્રશ્ન 41.
ડેટાબેઝમાં ગ્રાહક માટે નીચેનામાંથી શું સૌથી સારી રીતે નિર્દેશ કરે છે?
A. રિલેશનશિપ
B. ઍટ્રિબ્યુટ
C. ઍન્ટિટી
D. ડેટા
ઉત્તર:
C. ઍન્ટિટી

પ્રશ્ન 42.
બેઝમાં દરેક ફિલ્ડ માટે શું વ્યાખ્યાયિત કરવું ફરજિયાત છે?
A. ડેટા સાઇઝ
B. ફિલ્ડ પ્રૉપર્ટીઝ
C. ડિસ્ક્રિપ્શન
D. ડેટાટાઇપ
ઉત્તર:
D. ડેટાટાઇપ

GSEB Std 11 Computer MCQ Answers Ch 9 ડેટાબેઝ મૅનેજમેન્ટ સિસ્ટમનો પરિચય in Gujarati

પ્રશ્ન 43.
નીચેનામાંથી શું ફિલ્ડમાં ડેટા સંગ્રહ કરવાનું માળખું દર્શાવવાનો એક માર્ગ છે?
A. ડેટાટાઇપ
B. ડેટા સાઇઝ
C. ફિલ્ડ પ્રૉપર્ટીઝ
D. ડિસ્ક્રિપ્શન
ઉત્તર:
A. ડેટાટાઇપ

પ્રશ્ન 44.
સંખ્યાનો સંગ્રહ કરવા માટે કયો ડેટાટાઇપ વાપરી ન શકાય?
A. Decimal
B. Integer
C. Text
D. Date
ઉત્તર:
D. Date

પ્રશ્ન 45.
બેઝ ડેટાબેઝમાં ઇમેજનો સંગ્રહ કરવા માટે કયો ડેટાટાઇપ વપરાય છે?
A. બાયનરી
B. ફોટો
C. લૉંગ
D. હ્યુજ
ઉત્તર:
A. બાયનરી

પ્રશ્ન 46.
બેઝમાં ઉપલબ્ધ ડેટાટાઇપને કુલ કેટલા પ્રકારમાં વિભાજિત કરી શકાય?
A. એક
B. બે
C. ત્રણ
D. ચાર
ઉત્તર:
C. ત્રણ

પ્રશ્ન 47.
ટેબલના આંતરિક માળખામાં વપરાતા ફિલ્ડ નેમને શું કહે છે?
A. લૉજિકલ નેમ
B. ફિઝિકલ નેમ
C. ડિફૉલ્ટ નેમ
D. આપેલ તમામ
ઉત્તર:
B. ફિઝિકલ નેમ

પ્રશ્ન 48.
ડેટા મૉડેલના ડિઝાઇન સમયે ફિલ્ડનું જે નામ વપરાયું હોય તેને શું કહે છે?
A. લૉજિકલ નેમ
B. ફિઝિકલ નેમ
C. ડિફૉલ્ટ નેમ
D. આપેલ તમામ
ઉત્તર:
A. લૉજિકલ નેમ

GSEB Std 11 Computer MCQ Answers Ch 9 ડેટાબેઝ મૅનેજમેન્ટ સિસ્ટમનો પરિચય in Gujarati

પ્રશ્ન 49.
નીચેનામાંથી ક્યો વિક્લ્પ કૅમલ બૅક સંક્ત સ્વરૂપમાં છે?
A. CITYNAME
B. cityname
C. CITY nAME
D. CityName
ઉત્તર:
D. CityName

પ્રશ્ન 50.
Memo ડેટાટાઇપની મહત્તમ સંગ્રહશક્તિ કેટલી છે?
B. 1GB
A. 1KB
C. 2KB
D. 2GB
ઉત્તર:
D. 2GB

પ્રશ્ન 51.
Memo ડેટાટાઇપ કયા પ્રકારના અક્ષરો સ્વીકારે છે?
A. UTF-8
B. UTF-4
C. UTF-24
D. આપેલ તમામ
ઉત્તર:
A. UTF-8

પ્રશ્ન 52.
વિદ્યાર્થીના ગુણ, માલનો જથ્થો તથા વિદ્યાર્થીની ઉંમર પ્રકારની માહિતીનો સંગ્રહ કરવા કઈ ડેટાટાઇપનો ઉપયોગ કરવામાં આવે છે?
A. કૅરેક્ટર
B. ડેટ
C. ન્યૂમરિક
D. કૅલેન્ડર
ઉત્તર:
C. ન્યૂમરિક

પ્રશ્ન 53.
સંખ્યાના સંગ્રહ માટે સૌથી ઓછી મેમરીનો વપરાશ કરવા કઈ ડેટાટાઇપ વપરાય છે?
A. કૅરેક્ટર
B. ડેટ
C. ન્યૂમરિક
D. Yes/No (બુલિયન)
ઉત્તર:
D. Yes/No (બુલિયન)

પ્રશ્ન 54.
કૅલેન્ડર ડેટાટાઇપમાં કયા પ્રકારની માહિતીનો સંગ્રહ કરી શકાય છે?
A. વર્ષ, મહિનો, દિવસ
B. કલાક, મિનિટ, સેકન્ડ
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A તથા B બંને

પ્રશ્ન 55.
નીચેનામાંથી કઈ બેઝમાં ઉપલબ્ધ ડેટાટાઇપ છે?
A. આલ્ફાન્યૂમરિક
B. કૅલેન્ડર
C. બાયનરી
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 56.
બેઝ ટેબલમાં ટેક્સ્ટ ડેટાટાઇપ રાખેલ ફિલ્ડમાં વધુમાં વધુ કેટલા અક્ષરનો સંગ્રહ કરી શકાય?
A. 250
B. 255
C. 256
D. 300
ઉત્તર:
B. 255

GSEB Std 11 Computer MCQ Answers Ch 9 ડેટાબેઝ મૅનેજમેન્ટ સિસ્ટમનો પરિચય in Gujarati

પ્રશ્ન 57.
જો આપણે વર્ણનાત્મક ડેટાનો સંગ્રહ કરવાનો હોય કે જેમાં 255 કરતાં વધુ અક્ષર હોય, તો નીચેનામાંથી કઈ ડેટાટાઇપ રાખવી જોઈએ?
A. Numeric
B. Calendar
C. Memo
D. Text
ઉત્તર:
C. Memo

પ્રશ્ન 58.
મેમો ડેટાટાઇપમાં વધુમાં વધુ કેટલા અક્ષરોનો સંગ્રહ કરી શકાય?
A. 255
B. 6255
C. 6400
D. 6400
ઉત્તર:
D. 6400

પ્રશ્ન 59.
હા/ના (Yes/No) પ્રકારના ડેટાનો સંગ્રહ કરવા નીચેનામાંથી કઈ ડેટાટાઇપનો ઉપયોગ થાય છે?
A. બુલિયન
B. સ્મૉલ ઇન્ટિજંર
C. ઇન્ટિજર
D. ડેટ
ઉત્તર:
A. બુલિયન

પ્રશ્ન 60.
કૅલેન્ડરની માહિતી સંગ્રહવા કઈ ડેટાટાઇપ વપરાય છે?
A. કૅલેન્ડર
B. બુલિયન
C. ડેટ
D. મેમો
ઉત્તર:
C. ડેટ

પ્રશ્ન 61.
બેઝ ટેબલમાં ફોટા કે ધ્વનિનો સંગ્રહ કરવા કઈ ડેટાટાઇપ વપરાય છે?
A. બુલિયન
B. ટેક્સ્ટ
C. મેમો
D. બાયનરી
ઉત્તર:
D. બાયનરી

પ્રશ્ન 62.
બુલિયન ડેટાટાઇપ મેમરીમાં કેટલા બાઇટ જગ્યા રોકે છે?
A. 1
B. 2
C. 4
D. 8
ઉત્તર:
A. 1

GSEB Std 11 Computer MCQ Answers Ch 9 ડેટાબેઝ મૅનેજમેન્ટ સિસ્ટમનો પરિચય in Gujarati

પ્રશ્ન 63.
બેઝ જ્યારે Text ફિલ્ડની સંખ્યા સૉર્ટ કરે છે ત્યારે સંખ્યા કઈ દિશામાં વાંચે છે?
A. ડાબેથી જમણે
B. જમણેથી ડાબે
C. A અથવા B
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. ડાબેથી જમણે

પ્રશ્ન 64.
તારીખ અને સમય એમ બંને પ્રકારની માહિતી એકસાથે સંગ્રહ કરવા કઈ ડેટાટાઇપનો ઉપયોગ કરવામાં આવે છે?
A. Date[DATE]
B. Time[TIME]
C. Date[TIMESTMP]
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. Date[TIMESTMP]

પ્રશ્ન 65.
નલવૅલ્યુ એટલે શું?
A. અજ્ઞાત કિંમત
B. ન્યૂમરિક કિંમત
C. શૂન્ય
D. આપેલ તમામ
ઉત્તર:
A. અજ્ઞાત કિંમત

પ્રશ્ન 66.
કોઈ પણ ટેબલને કેટલી પ્રાઇમરી કી હોઈ શકે?
A. એક
B. બે
C. ઇચ્છીએ તેટલી
D. ત્રણ
ઉત્તર:
A. એક

પ્રશ્ન 67.
એક અથવા વધારે ફિલ્ડના જોડાણ વડે દરેક રેકૉર્ડને અજોડ રીતે ઓળખ આપે તેને શું કહે છે?
A. જૉઇન્ટ કી
B. સેકન્ડરી કી
C. પ્રાઇમરી કી
D. આપેલ તમામ
ઉત્તર:
C. પ્રાઇમરી કી

પ્રશ્ન 68.
પ્રાઇમરી કીની કિંમત નીચેનામાંથી કઈ ન હોઈ શકે?
A. આંકડાકીય
B. ડુપ્લિકેટ
C. A અથવા B
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. ડુપ્લિકેટ

GSEB Std 11 Computer MCQ Answers Ch 9 ડેટાબેઝ મૅનેજમેન્ટ સિસ્ટમનો પરિચય in Gujarati

પ્રશ્ન 69.
એક કરતાં વધુ ફિલ્ડના જોડાણથી બનતી પ્રાઇમરી કીને …………………. કહે છે.
A. જૉઇન્ટ પ્રાઇમરી કી
B. મલ્ટિપલ પ્રાઇમરી કી
C. કમ્પોઝિટ પ્રાઇમરી કી
D. આપેલ તમામ
ઉત્તર:
C. કમ્પોઝિટ પ્રાઇમરી કી

પ્રશ્ન 70.
નીચેનામાંથી કયું વાક્ય ખોટું છે?
A. પ્રાઇમરી કીમાં નલવૅલ્યુ ન હોઈ શકે.
B. પ્રાઇમરી કીમાં ડુપ્લિકેટ વૅલ્યુ ન હોઈ શકે.
C. પ્રાઇમરી કી એક કરતાં વધારે ફિલ્ડનું જોડાણ હોઈ શકે.
D. પ્રાઇમરી કી હંમેશાં ન્યૂમરિક ફિલ્ડ હોવું જોઈએ.
ઉત્તર:
D. પ્રાઇમરી કી હંમેશાં ન્યૂમરિક ફિલ્ડ હોવું જોઈએ.

પ્રશ્ન 71.
બેઝ ટેબલમાં ડેટા જે ઉમેરવાનો છે, તેના ઉપર નિયંત્રણ માટે અને યથાર્થતા ચકાસવા માટે શેનો ઉપયોગ થાય છે?
A. ફિલ્ડ નેઇમ
B. ફિલ્ડ ટાઇપ
C. ડિસ્ક્રિપ્શન
D. ફિલ્ડ પ્રૉપર્ટીઝ
ઉત્તર:
D. ફિલ્ડ પ્રૉપર્ટીઝ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *