GSEB Std 11 Computer MCQ Answers Ch 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી in Gujarati

Well-structured Std 11 Computer Textbook MCQ Answers and Std 11 Computer MCQ Answers Ch 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી can serve as a valuable review tool before computer exams.

GSEB Std 11 Computer Chapter 11 MCQ ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી વિકલ્પ પાસે દર્શાવેલ વર્તુળને પેનથી પૂર્ણ ઘટ્ટ (O) કરો :

પ્રશ્ન 1.
ડેટાબેઝમાંથી નિશ્ચિત માહિતીના સમૂહને મેળવવા માટે બેઝ સૉફ્ટવેરમાં ………………….. નામની સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે.
A. ટેબલ
B. ક્વેરી
C. ફૉર્મ
D. રિપૉર્ટ
ઉત્તર:
B. ક્વેરી

પ્રશ્ન 2.
નીચેનામાંથી શેનો અર્થ ડેટાબેઝમાં આવેલી કોઈ માહિતી વિશે પ્રશ્નોત્તરી કરવી છે?
A. ટેબલ
B. ક્વેરી
C. ફૉર્મ
D. રિપૉર્ટ
ઉત્તર:
B. ક્વેરી

પ્રશ્ન 3.
ક્વેરીનો મૂળભૂત અર્થ શું થાય છે?
A. પૃથક્કરણ કરવું
B. પ્રશ્નો પૂછવા
C. ચકાસણી કરવી
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 4.
ક્વેરી વિઝાર્ડનું કયું પગલું ફિલ્ડ પરની શોધ માટેની શરત ઉમેરવાની સુવિધા આપે છે?
A. સર્ચિંગ કન્ડિશન્સ
B. ફિલ્ડ સિલેક્શન
C. સૉર્ટિંગ
D. આપેલ તમામ
ઉત્તર:
A. સર્ચિંગ કન્ડિશન્સ

પ્રશ્ન 5.
ડેટાબેઝમાંથી નિશ્ચિત માહિતી મેળવવા માટે બેઝની કઈ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે?
A. Table
B. Query
C. Form
D. Report
ઉત્તર:
B. Query

પ્રશ્ન 6.
બેઝમાં ક્વેરી તૈયાર કરવાની કેટલી રીત ઉપલબ્ધ છે?
A. 1
B. 2
C. 3
D. 4
ઉત્તર:
C. 3

પ્રશ્ન 7.
નીચેનામાંથી કઈ રીતની મદદથી બેઝમાં ક્વેરી બનાવી શકાય?
A. In Design View
B. Using Wizard
C. In SQL View
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

GSEB Std 11 Computer MCQ Answers Ch 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી in Gujarati

પ્રશ્ન 8.
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
A. ક્વેરીનો એક ઑબ્જેક્ટ તરીકે સંગ્રહ કરી પુનઃઉપયોગ શક્ય છે.
B. ક્વેરીને એક જ વાર લખી શકાય છે.
C. ક્વેરીની રચના વિઝાર્ડ દ્વારા કરી શકાય નહિ.
D. ક્યૂરીની રચનામાં અન્ય ક્વેરીનો ઉપયોગ કરી શકાય નહિ.
ઉત્તર:
A. ક્વેરીનો એક ઑબ્જેક્ટ તરીકે સંગ્રહ કરી પુનઃઉપયોગ શક્ય છે.

પ્રશ્ન 9.
બેઝમાં નીચેનામાંથી કઈ રીતથી ક્વેરી બનાવતી વખતે ન્યૂનતમ માર્ગદર્શન આપવામાં આવે છે?
A. In Design View
B. Using Wizard
C. In SQL View
D. આપેલ તમામ
ઉત્તર:
A. In Design View

પ્રશ્ન 10.
બેઝમાં નીચેનામાંથી કઈ રીતથી ક્વેરી બનાવતી વખતે મહત્તમ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે?
A. In Design View
B. Using Wizard
C. In SQL View
D. આપેલ તમામ
ઉત્તરઃ
B. Using Wizard

પ્રશ્ન 11.
બેઝમાં નીચેનામાંથી કઈ રીતથી ક્વેરી બનાવતી વખતે કોઈ જ પ્રકારનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવતું નથી?
A. In Design View
B. Using Wizard
C. In SQL View
D. આપેલ તમામ
ઉત્તર:
C. In SQL View

પ્રશ્ન 12.
સામાન્ય રીતે ડેટાબેઝ નિષ્ણાત નીચેનામાંથી કઈ રીતે ક્વેરી બનાવવાનું વધુ પસંદ કરે છે?
A. In Design View
B. Using Wizard
C. In SQL View
D. આપેલ તમામ
ઉત્તર:
C. In SQL View

GSEB Std 11 Computer MCQ Answers Ch 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી in Gujarati

પ્રશ્ન 13.
ક્વેરી તૈયાર થઈ ગયા બાદ કયાં ન્યૂમાં તેમાં સુધારા-વધારા કરી શકાય છે?
A. SQL View
B. Using Wizard
C. Design View
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. Design View

પ્રશ્ન 14.
વૅરી ડિઝાઇનમાં ફિલ્ડ માટેના અર્થપૂર્ણ નામ પસંદ કરવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ કરવામાં આવે છે?
A. Function
B. Criteria
C. Sort
D. Alias
ઉત્તર:
D. Alias

પ્રશ્ન 15.
વિઝાર્ડની મદદથી ક્વેરી બનાવવા માટે કુલ કેટલાં પગલાં અનુસરવા પડે છે?
A. બે
B. ચાર
C. છ
D. આઠ
ઉત્તર:
D. આઠ

પ્રશ્ન 16.
બેઝમાં વિઝાર્ડની મદદથી વૅરી તૈયાર કરતી વખતે ફિલ્ડ માટેની યોગ્ય કિંમત, શરત અને પ્રાચલ કિંમતો કયા પગલામાં પસંદ કરવામાં આવે છે?
A. પહેલા
B. બીજા
C. ત્રીજા
D. ચોથા
ઉત્તર:
C. ત્રીજા

પ્રશ્ન 17.
બેઝમાં વિઝાર્ડની મદદથી વૅરી તૈયાર કરતી વખતે કયા પગલામાં ફિલ્ડની પસંદગી કરવામાં આવે છે?
A. પહેલા
B. બીજા
C. ત્રીજા
D. ચોથા
ઉત્તર:
A. પહેલા

પ્રશ્ન 18.
બેઝમાં વિઝાર્ડની મદદથી વૅરી તૈયાર કરતી વખતે કયા પગલામાં નિશ્ચિત ફિલ્ડની વિગતોને પરિણામમાં ક્રમબદ્ધ ગોઠવવા માટેનો વિકલ્પ પૂરો પાડવામાં આવે છે?
A. પહેલા
B. બીજા
C. ત્રીજા
D. છેલ્લા
ઉત્તર:
B. બીજા

GSEB Std 11 Computer MCQ Answers Ch 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી in Gujarati

પ્રશ્ન 19.
બેઝમાં વિઝાર્ડની મદદથી વૅરી તૈયાર કરતી વખતે કયા પગલામાં પસંદ કરેલ ફિલ્ડને ઉપનામ (Alias) આપવાની અપેક્ષા રાખવામાં આવે છે?
A. પહેલા
B. પાંચમા
C. છઠ્ઠા
D. સાતમા
ઉત્તર:
D. સાતમા

પ્રશ્ન 20.
ઉપનામ (Alias) એટલે શું?
A. ક્વેરીની નકલ કરવી.
B. ક્વરીમાં પસંદ કરેલ ફિલ્ડને અર્થપૂર્ણ નામ આપવું.
C. વૅરીને પ્રિન્ટ કરવી.
D. ક્યૂરીને સંબંધિત નથી.
ઉત્તર:
B. ક્વરીમાં પસંદ કરેલ ફિલ્ડને અર્થપૂર્ણ નામ આપવું.

પ્રશ્ન 21.
ક્વેરીના પરિણામને જૂથ સ્વરૂપે દર્શાવવા શું ઉપયોગી છે?
A. Order by
B. Group by
C. Arrange by
D. Set of
ઉત્તર:
B. Group by

પ્રશ્ન 22.
બેઝમાં વૅરી તૈયાર કરતી વખતે Criteria સેલમાં લખાણને કઈ નિશાની દ્વારા આવરીને લખવું જરૂરી છે?
A. ‘ ’ સિંગલ ક્વૉટ)
B. # (હૅશ)
C. & (ઍમ્પરસન્ડ)
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. ‘ ’ સિંગલ ક્વૉટ)

પ્રશ્ન 23.
બેઝમાં ક્વેરી તૈયાર કરતી વખતે Criteria સેલમાં તારીખને કઈ નિશાની દ્વારા આવરીને લખવું જરૂરી છે?
A. ‘ ’ (સિંગલ ક્વૉટ)
B. “ “(ડબલ ક્વૉટ)
C. # (હૅશ)
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. # (હૅશ)

પ્રશ્ન 24.
ક્વેરીના માપદંડમાં લખાણને શેમાં આવરીને લખવામાં આવે છે?
A. “ ” (ડબલ ક્વૉટ)
B. ‘ ’ (સિંગલ ક્વૉટ)
C. $ (ડૉલર)
D. # (હૅશ)
ઉત્તર:
B. ‘ ’ (સિંગલ ક્વૉટ)

GSEB Std 11 Computer MCQ Answers Ch 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી in Gujarati

પ્રશ્ન 25.
ક્વેરીના માપદંડમાં આંકડાકીય વિગતોને શેમાં આવરીને લખવામાં આવે છે?
A. “ ” (ડબલ ક્વૉટ)
B. ‘ (સિંગલ ક્વૉટ)
C. $ (ડૉલર)
D. કોઈ નિશાની જરૂરી નથી.
ઉત્તર:
D. કોઈ નિશાની જરૂરી નથી.

પ્રશ્ન 26.
બેઝમાં એક કરતાં વધુ ટેબલ પર ક્વેરી તૈયાર કરવા કઈ રીતનો ઉપયોગ કરી શકાય નહિ?
A. Using Wizard
B. In Design View
C. In SQL View
D. આપેલ તમામ
ઉત્તર:
A. Using Wizard

પ્રશ્ન 27.
બેઝ ટેબલમાંથી 1 જૂન, 2011 પછી જોડાયેલ કર્મચારીઓની યાદી જોવા JoiningDate fieldના Criteria સેલમાં શું લખવું જોઈએ?
A. “>01/06/2011”
B. ‘>01/06/2011′
C. “>#01/06/2011#”
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. “>#01/06/2011#”

પ્રશ્ન 28.
બેઝ ટેબલમાંથી 1 જૂન, 2005 અને 1 નવેમ્બર, 2012 વચ્ચે જોડાયા હોય, તેવા કર્મચારીઓની વિગતો જોવા JoiningDate ફિલ્ડના Criteria સેલમાં શું લખવું જોઈએ ?
A. “<=#1/6/2005# And
>=#11/1/2012#”
B. “<=#1/6/2005#
OR
>=#11/1/2012#”
C. “>=#1/6/2005#
OR
>=#1/11/2012#”
D. “>=#1/6/2005#
And
<=#1/11/2012#”
ઉત્તર:
B. “<=#1/6/2005#
OR
>=#11/1/2012#”

પ્રશ્ન 29.
ક્વેરી ડિઝાઇનમાં ફક્ત સુરત શહેરમાં રહેતા ગ્રાહકોનું લિસ્ટ મેળવવા City ફિલ્ડના કયા સેલમાં ‘Surat’ ટાઇપ કરવામાં આવે છે?
A. Criteria
B. Sort
C. Field
D. Visible
ઉત્તર:
A. Criteria

પ્રશ્ન 30.
અમદાવાદ અને સુરત સિવાયના શહેરમાં રહેતા ગ્રાહકોની યાદી દર્શાવવા નીચેનામાંથી કઈ શરતનો ઉપયોગ થાય છે?
A. Not In (‘Ahmedabad’ & ‘Surat’)
B. Not In (‘Ahmedabad’ or ‘Surat’)
C. Not In (‘Ahmedabad’ ; ‘Surat’)
D. આપેલ તમામ
ઉત્તર:
C. Not In (‘Ahmedabad’ ; ‘Surat’)

GSEB Std 11 Computer MCQ Answers Ch 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી in Gujarati

પ્રશ્ન 31.
ટેબલના તમામ ફિલ્ડને ક્વરીમાં ઉમેરવા નીચેનામાંથી કયા ચિહ્ન ઉપર ડબલ-ક્લિક કરવામાં આવે છે?
A. #
B. %
C. @
D. *
ઉત્તર:
D. *

પ્રશ્ન 32.
બેઝ ટેબલના City ફિલ્ડની Criteria હરોળમાં IN(Ahmedabad’; ‘Patan’) ટાઇપ કરવાથી નીચેનામાંથી કયું પરિણામ મળે છે?
A. અમદાવાદ અને પાટણમાં રહેતા ગ્રાહકોની યાદી
B. અમદાવાદ અને પાટણમાં નહિ રહેતા ગ્રાહકોની યાદી
C. અમદાવાદ અથવા પાટણમાં રહેતા ગ્રાહકોની યાદી
D. અમદાવાદ અથવા પાટણમાં નહિ રહેતા ગ્રાહકોની યાદી
ઉત્તર:
C. અમદાવાદ અથવા પાટણમાં રહેતા ગ્રાહકોની યાદી

પ્રશ્ન 33.
બેઝ ટેબલના City ફિલ્ડની criteria હરોળમાં NOT IN(Ahmedabad’; ‘Patan’) ટાઇપ કરવાથી નીચેનામાંથી કયું પરિણામ મળે છે?
A. અમદાવાદ અને પાટણ સિવાયના શહેરમાં રહેતા ગ્રાહકોની યાદી
B. અમદાવાદ અથવા પાટણમાં રહેતા ગ્રાહકોની યાદી
C. અમદાવાદ અને પાટણમાં રહેતા ગ્રાહકોની યાદી
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. અમદાવાદ અને પાટણ સિવાયના શહેરમાં રહેતા ગ્રાહકોની યાદી

પ્રશ્ન 34.
બેઝમાં ટેબલ પર ક્વેરી બનાવતી વખતે જો એકથી વધુ ફિલ્ડ પર માપદંડ રાખવા હોય, તો નીચેનામાંથી કયા ઑપરેટરનો ઉપયોગ થાય છે?
A. Comparison
B. Special
C. Arithmetic
D. Logical
ઉત્તર:
D. Logical

પ્રશ્ન 35.
ક્વેરી ડિઝાઇનમાં And, Or, Not એ ક્યા પ્રકારના ઑપરેટર છે?
A. Comparison
B. Logical
C. Special
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. Logical

પ્રશ્ન 36.
ક્વેરી ડિઝાઇનમાં =, >, < વગેરે કયા પ્રકારના ઑપરેટર છે?
A. Comparison
B. Logical
C. Special
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. Comparison

GSEB Std 11 Computer MCQ Answers Ch 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી in Gujarati

પ્રશ્ન 37.
ક્વેરી ડિઝાઇનમાં Like, Is, Between, In કયા પ્રકારના ઑપરેટર છે?
A. Comparison
B. Logical
C. Special
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. Special

પ્રશ્ન 38.
બેઝમાં નીચેનામાંથી કઈ નિશાનીનો વાઇલ્ડકાર્ડ અક્ષર તરીકે ઉપયોગ કરી શકાય?
A. &
B. +
C. –
D. *
ઉત્તર:
D. *

પ્રશ્ન 39.
વાઇલ્ડકાર્ડ સાથે નીચેનામાંથી કયા ઑપરેટરનો ઉપયોગ કરી શકાય છે?
A. Like
B. IS
C. Equal
D. =
ઉત્તર:
A. Like

પ્રશ્ન 40.
બેઝ ક્યૂરીમાં માપદંડ (Criteria) સેલમાં મૂકેલ hp* માપદંડનો અર્થ શું થાય છે?
A. hp અક્ષરોથી શરૂ અને પૂરુ થતાં નામ દર્શાવાશે.
B. hp અક્ષરોથી અંત થતાં નામ દર્શાવાશે.
C. hp અક્ષરોથી શરૂ થતાં નામ દર્શાવાશે.
D. આપેલ તમામ
ઉત્તર:
C. hp અક્ષરોથી શરૂ થતાં નામ દર્શાવાશે.

પ્રશ્ન 41.
બેઝ ક્યૂરીમાં જે નામના છેલ્લા અક્ષર Sh હોય, તેવાં નામ દર્શાવવા નીચેનામાંથી કયો માપદંડ વપરાય?
A. *Sh
B. Sh*
C. *Sh*
D. $Sh
ઉત્તર:
A. *Sh

પ્રશ્ન 42.
બેઝ વૅરીમાં ગણતરી કરવા માટે કેટલા વિકલ્પ ઉપલબ્ધ છે?
A. બે
B. ચાર
C. ત્રણ
D. પાંચ
ઉત્તર:
A. બે

GSEB Std 11 Computer MCQ Answers Ch 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી in Gujarati

પ્રશ્ન 43.
નીચેનામાંથી કયા વિકલ્પ દ્વારા બેઝ ક્યૂરીમાં ગણતરી કરી શકાય છે?
A. કસ્ટમ કૅલ્ક્યુલેશન
B. પ્રિડિફાઇન્ડ કૅલ્ક્યુલેશન
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A તથા B બંને

પ્રશ્ન 44.
નીચેનામાંથી કયું એગ્રિગેટ વિધાન નથી?
A. Square root
B. Sum
C. Min
D. Max
ઉત્તર:
A. Square root

પ્રશ્ન 45.
બેઝ ટેબલમાં એક કે વધુ ફિલ્ડમાં આવેલ વિગતોનો ઉપયોગ કરી દરેક રેકૉર્ડ પર આંકડાકીય ગણતરીઓ કરવા નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે?
A. કસ્ટમ ગણતરીઓ
B. પૂર્વવ્યાખ્યાયિત ગણતરીઓ
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. કસ્ટમ ગણતરીઓ

પ્રશ્ન 46.
બેઝ ટેબલમાં જૂથ પર ગણતરી કરવા નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે?
A. કસ્ટમ ગણતરીઓ
B. પૂર્વવ્યાખ્યાયિત ગણતરીઓ
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. પૂર્વવ્યાખ્યાયિત ગણતરીઓ

પ્રશ્ન 47.
નીચેનામાંથી કઈ પૂર્વવ્યાખ્યાયિત ગણતરી બેઝ દ્વારા પૂરી પાડવામાં આવે છે?
A. સરવાળો
B. પ્રમાણિત વિચલન
C. ચલનાંક
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 48.
નીચેનામાંથી કઈ ગણતરીનું પરિણામ સંબંધિત ટેબલમાં સંગ્રહ કરવામાં આવતો નથી, ફક્ત દર્શાવવામાં જ આવે છે?
A. કસ્ટમ ગણતરી
B. પૂર્વવ્યાખ્યાયિત ગણતરી
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. પૂર્વવ્યાખ્યાયિત ગણતરી

GSEB Std 11 Computer MCQ Answers Ch 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી in Gujarati

પ્રશ્ન 49.
બેઝમાં નીચેનામાંથી કઈ ક્વેરી રન કરતી વખતે ઉપયોગકર્તા પાસેથી કિંમતો મેળવે છે?
A. કસ્ટમ
B. SQL
C. પેરામીટર
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. પેરામીટર

પ્રશ્ન 50.
માહિતી મેળવવા માટેની કિંમતની માગણી કરતું ડાયલૉગ બૉક્સ કઈ ક્વેરી રજૂ કરે છે?
A. Select Query
B. Insert Query
C. Parameter Query
D. Update Query
ઉત્તર:
C. Parameter Query

પ્રશ્ન 51.
પેરામીટર સ્ક્વૅરીમાં પેરામીટર આગળ કઈ નિશાની ઉમેરવામાં આવે છે?
A. અલ્પવિરામ
B. વિસર્ગ
C. પ્રશ્નાર્થ
D. આશ્ચર્ય ચિહ્ન
ઉત્તર:
B. વિસર્ગ

પ્રશ્ન 52.
SQL કયા પ્રકારના ડેટાબેઝમાં ક્વેરી પૂરી પાડવા ઉપયોગી છે?
A. હાયરાકિકલ
B. નેટવર્ક
C. રિલેશનલ
D. ઑબ્જેક્ટ
ઉત્તર:
C. રિલેશનલ

પ્રશ્ન 53.
રિલેશનલ ડેટાબેઝમાં ક્વેરી પૂરી પાડવા માટે કઈ ભાષાનો ઉપયોગ થાય છે?
A. C/C++
B. SQL
C. Basic
D. Cobal
ઉત્તર:
B. SQL

પ્રશ્ન 54.
ટેબલમાંથી કોઈ ચોક્કસ રેકૉર્ડ મેળવવા માટે SQLમાં કયા કી-વર્ડનો ઉપયોગ થાય છે?
A. Create
B. Display
C. Select
D. આપેલ તમામ
ઉત્તર:
C. Select

GSEB Std 11 Computer MCQ Answers Ch 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી in Gujarati

પ્રશ્ન 55.
નીચેનામાંથી કઈ SQL આદેશોની લાક્ષણિકતા છે?
A. સૌથી વધુ લવચીકતા (Flexibility)
B. નિયંત્રણ (Control)
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A તથા B બંને

પ્રશ્ન 56.
બેઝમાં કઈ રીતે ક્વેરી બનાવતા સૌથી વધુ લવચીકતા (Flexibility) અને નિયંત્રણ (Control) પ્રાપ્ત થાય છે?
A. In Design View
B. Using Wizard
C. In SQL View
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. In SQL View

પ્રશ્ન 57.
SQL એટલે શું?
A. Simple Query Language
B. Structured Query Language
C. Simple Question for Large databases
D. Structured Queries for Large databases
ઉત્તર:
B. Structured Query Language

પ્રશ્ન 58.
સિલેક્ટ ક્વેરીના પરિણામને સામાન્ય રીતે ક્યા સ્વરૂપે દર્શાવવામાં આવે છે?
A. Table
B. Query
C. Constraint
D. Relation
ઉત્તર:
A. Table

પ્રશ્ન 59.
બેઝ ટેબલને SQLની મદદથી દૂર કરવા (delete કરવા) ક્યો આદેશ વપરાય છે?
A. Delete Table
B. Cut Table
C. Remove Table
D. Drop Table
ઉત્તર:
D. Drop Table

પ્રશ્ન 60.
બેઝ ટેબલમાં રહેલ રેકૉર્ડ જોવા કયો SQL આદેશ વપરાય છે?
A. Show
B. Display
C. Select
D. આપેલ તમામ
ઉત્તર:
C. Select

GSEB Std 11 Computer MCQ Answers Ch 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી in Gujarati

પ્રશ્ન 61.
SQL વ્યૂમાં નવું ટેબલ બનાવવા કયો આદેશ વપરાય છે?
A. Select Table
B. Create Table
C. Make Table
D. Table
ઉત્તર:
B. Create Table

પ્રશ્ન 62.
Select FirstName, LastName from Employee; આદેશનું આઉટપુટ શું મળે છે?
A. Employee aanial $d FirstName અને LastName કૉલમ જ દર્શાવાશે.
B. Employee ટેબલની બધી કૉલમ દર્શાવાશે.
C. Employee Hill FirstName LastName સિવાયની બધી કૉલમ દર્શાવાશે.
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. Employee aanial $d FirstName અને LastName કૉલમ જ દર્શાવાશે.

પ્રશ્ન 63.
SQL આદેશમાં કોઈ ફિલ્ડના પરિણામને ક્રમબદ્ધ ગોઠવવા કયા કી-વર્ડનો ઉપયોગ થાય છે?
A. SORT
B. SORT BY
C. ORDER
D. ORDER BY
ઉત્તર:
D. ORDER BY

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *