Solving these GSEB Std 11 Chemistry MCQ Gujarati Medium Chapter 9 હાઇડ્રોજન will make you revise all the fundamental concepts which are essential to attempt the exam.
GSEB Std 11 Chemistry MCQ Chapter 9 હાઇડ્રોજન in Gujarati
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો :
પ્રશ્ન 1.
હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના …………………. છે.
(A) 1S2
(B) 2P1
(C) 1S1
(D) 2d1
જવાબ
(C) 1S1
પ્રશ્ન 2.
H+ અને સામાન્ય આયનોના પરમાણ્વીય કદમાં ત્રિજ્યા અનુક્રમે ………………….. pm અને ……………… pm છે.
(A) 50 – 200, 1.5 × 10-3
(B) ~ 1.5 × 10-3, 50 – 200
(C) 10-3, 300
(D) 1.5, 400
જવાબ
(B) ~ 1.5 × 10-3, 50 – 200
પ્રશ્ન 3.
સોડિયમ હેક્ઝામેટાફોસ્ફેટનું અણુસૂત્ર ……………………….. છે.
(A) Na5P5O10
(B) Na6P6O18
(C) Na6P5O17
(D) Na6P6O17
જવાબ
(B) Na6P6O18
પ્રશ્ન 4.
ડાયહાઇડ્રોજનના સમસ્થાનિકો કયા છે ?
(A) 11H
(B) 21H
(C) 31H
(D) આપેલ તમામ
જવાબ
(D) આપેલ તમામ
પ્રશ્ન 5.
ટ્રિટિયમ કયા કણોનું ઉત્સર્જન કરે છે ?
(A) α
(B) β–
(C) β+
(D) γ
જવાબ
(B) β–
પ્રશ્ન 6.
………………….. સમૂહનાં તત્ત્વો ક્ષારીય હાઇડ્રાઇડ આપે છે.
(A) s
(B) p
(C) d
(D) f
જવાબ
(A) s
પ્રશ્ન 7.
…………………… હાઇડ્રાઇડ બિનતત્ત્વયોગમિતીય સંયોજનો છે.
(A) LaH2.87
(B) YbH2.55
(C) VH0.56
(D) આપેલ તમામ
જવાબ
(D) આપેલ તમામ
પ્રશ્ન 8.`
ધન આયન વિનિમયક રેઝિન ……………………. સમૂહ ધરાવતો કાર્બનિક અણુ છે.
(A) SO2
(B) SO3H
(C) SO3
(D) SO42-
જવાબ
(B) SO3H
પ્રશ્ન 9.
વ્યાપારી ધોરણે મળતા H2O2માં STPએ કેટલા ટકા H2O2 હોય છે ?
(A) 10%
(B) 20%
(C) 30%
(D) 40%
જવાબ
(C) 30%
પ્રશ્ન 10.
ટ્રિટિયમના કેન્દ્રમાં કેટલા ન્યુટ્રોન હોય છે ?
(A) શૂન્ય
(B) બે
(C) ત્રણ
(D) એક
જવાબ
(B) બે
પ્રશ્ન 11.
મિથેનમાંથી જળવાયુની બનાવટમાં કયો ઉદ્દીપક વપરાય છે ?
(A) Co
(B) Ni
(C) Cu2O
(D) Fe2O3
જવાબ
(B) Ni
પ્રશ્ન 12.
પાણીનો અણુ કયો આકાર ધરાવે છે ?
(A) રેખીય
(B) કોણીય
(C) ત્રિકોણીય
(D) સમતલીય
જવાબ
(B) કોણીય
પ્રશ્ન 13.
જળવાયુને આધુનિક સમયમાં કયા પ્રકારનો વાયુ કહે છે ?
(A) કુદરતી વાયુ
(B) કૃત્રિમ વાયુ
(C) સાંશ્લેષિત વાયુ
(D) ઉત્પાદક વાયુ
જવાબ
(C) સાંશ્લેષિત વાયુ
પ્રશ્ન 14.
ટ્રિટિયમનો અર્ધઆયુષ્ય – સમય કેટલો છે ?
(A) 12.33 મિનિટ
(B) 12.33 સેકન્ડ
(D) 12.33 કલાક
(C) 12.33 વર્ષ
જવાબ
(C) 12.33 વર્ષ
પ્રશ્ન 15.
બરફના સ્ફટિકમય સ્વરૂપનું શેના દ્વારા પરીક્ષણ કરવામાં આવે છે ?
(A) માઇક્રોસ્કોપ
(B) X-કિરણો
(C) ઇન્ફ્રારેડ
(D) આઈ. આર. વર્ણપટ
જવાબ
(B) X-કિરણો
પ્રશ્ન 16.
પાણીની અસ્થાયી કઠિનતા નીચેના પૈકી કયા ક્ષારોને આભારી છે ?
(A) Ca(HCO3)2
(B) Mg (HCO3)2
(C) (A) અને (B) બંને
(D) NaHCO3
જવાબ
(C) (A) અને (B) બંને
પ્રશ્ન 17.
બરફમાં કયા બંધને લીધે ત્રિ-પરિમાણીય રચના સર્જાય છે ?
(A) સહસંયોજક-બંધ
(B) હાઇડ્રોજન-બંધ
(C) આણ્વીય-બંધ
(D) ધાત્વિક-બંધ
જવાબ
(B) હાઇડ્રોજન-બંધ
પ્રશ્ન 18.
10 ક્દ પ્રબળતાથી H2O2 ની 200 મિલિ 2N KMnO4 સાથેની ઍસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરવામાં આવે તો H2O2 નું …………………. ક્દ જરૂરી બનશે.
(A) 200 mL
(B) 100 mL
(C) 224 mL
(D) 150 mL
જવાબ
(C) 224 mL
N = \(\frac{\mathrm{V}}{5.6}=\frac{10}{5.6}\) = 1.7857 N H2O2
N1V1 (H2O2) = N2V2 (KMnO4)
V1 = \(\frac{2 \times 200}{1.7857}\) = 224 mL H2O2
પ્રશ્ન 19.
CNG માં …………………. % ડાયહાઇડ્રોજન ઉમેરાય છે.
(A) 1
(B) 2
(C) 3
(D) 5
જવાબ
(D) 5
પ્રશ્ન 20.
સોડિયમ હેક્ઝામેટાફોસ્ફેટને વ્યાપારિક રીતે ……………………. કહે છે.
(A) કાલગૉન
(B) સંકીર્ણ
(C) લ્યુકો
(D) કાગલોન
જવાબ
(A) કાલગૉન
પ્રશ્ન 21.
બરફમાં O ની આજુબાજુ ચાર ઑક્સિજન પરમાણુ …………………. અંતરે આવેલા છે.
(A) 2.76 × 10-10m
(B) 2.76 Å
(C) 276 pm
(D) આપેલ તમામ
જવાબ
(D) આપેલ તમામ
1m = : 1012 pm = 1010Å
પ્રશ્ન 22.
છઠ્ઠા સમૂહની કંઈ ધાતુ હાઇડ્રાઇડ બનાવે છે ?
(A) Na
(B) Cr
(C) Mn
(D) Fe
જવાબ
(B) Cr
પ્રશ્ન 23.
પાણીની અસ્થાયી કઠિનતા દૂર કરવાની કલાર્કની પદ્ધતિમાં શું વપરાય છે ?
(A) Na2CO3
(B) સોડિયમ હેક્ઝામેટાફોસ્ફેટ
(C) Ca(OH)2
(D) ઝિયોલાઇટ
જવાબ
(C) Ca(OH)2
Ca(HCO3)2(aq) + Ca(OH)2(aq) → 2CaCO3(s)↓ + 2H2O(l)
પ્રશ્ન 24.
………….. હાઇડ્રાઇડની વિદ્યુતવાહકતા ધાતુ જેટલી નથી.
(A) CrH
(B) NaH
(C) TiH
(D) આપેલ તમામ
જવાબ
(A) CrH
પ્રશ્ન 25.
બરફનું બંધારણ …………………. પ્રકારનું છે.
(A) રેખીય
(B) દ્વિપરિમાણ્વીય
(C) ત્રિપરિમાણ્વીય
(D) ધાતુ જેવું
જવાબ
(C) ત્રિપરિમાણ્વીય
પ્રશ્ન 26)
N2(g) + 3H2(g) 2NH3(g) આ પ્રક્રિયા કયા તાપમાને શક્ય બને છે ?
(A) 327° C
(B) 620.6° F
(C) 600 K
(D) 673 K
જવાબ
(D) 673 K
પ્રશ્ન 27.
સમીકરણ પૂર્ણ કરો : 8LiH + Al2Cl6 → ?
(A) LiAlCl5 + LiCl
(B) LiAlH4 + LiCl
(C) 2LiAlH4 + 6LiCl
(D) LiAlCl3 + LiCl2
જવાબ
(C) 2LiAlH4 + 6LiCl
પ્રશ્ન 28.
99.95% ગરમ જલીય Ba (OH)2 ના દ્રાવણનું ………………….. ધ્રુવો વડે વિદ્યુતવિભાજન કરતાં ડાયહાઇડ્રોજન ઉત્પન્ન થાય.
(A) Cu
(B) Pt
(C) Ni
(D) Zn
જવાબ
(C) Ni
પ્રશ્ન 29.
ઔધોગિક ડાયહાઇડ્રોજનનું …………………….. જેટલું ઉત્પાદન કોલસામાંથી થાય છે.
(A) 77%
(B) 18%
(C) 4%
(D) 50%
જવાબ
(B) 18%
પ્રશ્ન 30.
નીચેનામાંથી …………………. નું ઑક્સિડેશન થાય છે.
Zn(s) + 2NaOH(aq) → Na2ZnO2(aq) + H2(g)
(A) Zn
(B) Na+
(C) OH–
(D) H2
જવાબ
(A) Zn
Znનો ઑક્સિડેશન આંક O માંથી +2 થાય છે.
પ્રશ્ન 31.
હાઇડ્રોજન ………………. ની જેમ દ્વિપરમાણ્વીય અણુ બનાવે છે.
(A) F
(B) Cl
(C) Br
(D) આપેલ તમામ
જવાબ
(D) આપેલ તમામ
પ્રશ્ન 32.
ન્યુક્લિયર રિએક્ટરમાં ન્યુટ્રોન મંદક તરીકે …………………… વપરાય છે.
(A) H2O
(B) H2O2
(C) D2O
(D) NH3
જવાબ
(C) D2O
પ્રશ્ન 33.
હાઇડ્રોજનના સમસ્થાનિક ટ્રિટિયમમાં કુલ મૂળભૂત કણોની સંખ્યા કેટલી હોય છે ?
(A) 4
(B) 3
(C) 5
(D) 2
જવાબ
(A) 4
પ્રશ્ન 34.
હાઇડ્રાઇડ સંયોજનો મુખ્યત્વે કેટલા પ્રકારનાં છે ?
(A) બે
(B) ત્રણ
(C) ચાર
(D) પાંચ
જવાબ
(B) ત્રણ
પ્રશ્ન 35.
હાઇડ્રોજનમાં ન્યુટ્રૉનની સંખ્યા કેટલી ?
(A) શૂન્ય
(B) એક
(C) બે
(D) ત્રણ
જવાબ
(A) શૂન્ય
પ્રશ્ન 36.
આયનીય હાઇડ્રાઇડ …………………. ગુણધર્મ ધરાવે છે.
(A) સ્ફટિકમય
(B) ધન
(C) અબાષ્પશીલ
(D) આપેલ તમામ
જવાબ
(D) આપેલ તમામ
પ્રશ્ન 37.
13H નો અર્ધઆયુષ્ય સમય …………………. અને ક્ષયઅચળાંક …………………. છે.
(A) 12.33 વર્ષ
(B) 0.5620 વર્ષ -1
(C) 0.05620 વર્ષ -1
(D) 0.05620 સેકન્ડ -1
જવાબ
(A) 12.33 વર્ષ, (C) 0.05620 વર્ષ -1
પ્રશ્ન 38.
0.01 મોલ PbS નું PbSO4 માં રૂપાંતર કરવા ‘10 ક્દ’ H2O2નું ……………… મિલિ દ્રાવણ જરૂરી છે.
(A) 11.2
(B) 22.4
(C) 33.6
(D) 44.8
જવાબ
(D) 44.8
PbS + 4H2O2 → PbSO4 + 4H2O
4H2O2 → 4H2O + 2O2
1 મોલ PbSનું PbSO4માં રૂપાંતર કરવા = 4 મોલ H2O2 જરૂરી
∴ 0.01 મોલ PbS નું PbSO4 માં રૂપાંતર કરવા = (?)
= \(\frac{0.01 \times 4}{1}\) = 0.04 મોલ H2O2 જરૂરી છે.
કદની પ્રબળતા = 10
M = \(\frac{0.01 \times 4}{1}\) = 0.8928 મોલ/લિટર H2O2
0.8928 મોલ H2O2 → 1 લિટર H2O2
∴ 0.04 H2O2 → (?)
= \(\frac{\mathrm{V}}{11.2}=\frac{10}{11.2}\)
= 0.04480 લિટર
= 44.80 મિલિ H2O2
પ્રશ્ન 39.
2.95 M H2O2 ના દ્રાવણ માટેનો ગ્રેડ કદમાં અને ટકામાં અનુક્રમે ………………….. અને ………………… થાય.
(A) 33, 10
(B) 35, 12
(C) 28, 10
(D)36, 12
જવાબ
(A) 33, 10
V = M × 11.2
= 2.95 × 11.2 = 33.04 (ક્દ)
%w/v = \(\frac{\mathrm{M} \times 34}{10}=\frac{2.95 \times 34}{10}\) = 10.03 w/v
પ્રશ્ન 40.
40 g/L H2O2 વડે STP એ કેટલા લિટર O2 વાયુ મુક્ત થાય?
(A) 22.4
(B) 11.2
(C) 33.6
(D) 13.18
જવાબ
(D) 13.18
મોલારિટી = = \(\frac{40}{34}\) = 1.176 M H2O2
V(O)2 = 11.2 × M
= 11.2 × 1.176
= 13.18 લિટર O2 મુક્ત થાય.
પ્રશ્ન 41.
500 mL H2O2 માં તેની દ્રાવ્યતા 48 gm હોય, તો તેની પ્રબળતા કદ અને %w/v માં શોધો.
(A) 34.62, 19.2
(B) 31.62, 19.2
(C) 31.62, 9.6
(D) 30.2, 9.6
જવાબ
(C) 31.62, 9.6
= \(\frac{48}{34 \times 0.5}\) = 2.82 M H2O2
%w/v = \(\frac{\mathrm{M} \times 34}{10}=\frac{2.82 \times 34}{10}\) = 9.6
V = M × 11.2 = 2.82 × 11.2 = 31.58
પ્રશ્ન 42.
6 L H2O2 ના દ્રાવણમાં 440 gm દ્રાવ્ય કરેલ હોય, તો પ્રતિ લિટર આ દ્રાવણ STP એ કેટલા લિટર O2 વાયુ ઉત્પન કરશે ?
(A) 24.16
(B) 22.8
(C) 30.16
(D) 25.8
જવાબ
(A) 24.16
= \(\frac{440}{34 \times 6}\) = 2.156 M H2O2
V(O)2 = M × 11.2
= 2.156 × 11.2
= 24.16 L O2 વાયુ
પ્રશ્ન 43.
H2O2 ના દ્રાવણના વજનથી સખતાઈ 10 કદમાં શોધો.
(A) 30.36 ગ્રામ
(B) 30 ગ્રામ
(C) 36.30 ગ્રામ
(D) 36 ગ્રામ
જવાબ
(A) 30.36 ગ્રામ
10 કદના દ્રાવણમાં H2O2 નું પ્રમાણ એટલે એક લિટર H2O2 નું પ્રમાણ 10 લિટરમાં સમાયેલું છે.
2H2O2 → 2H2O + O2
(2 × 34) = 68 ગ્રામ → 1 મોલ (22.4 લિટર O2
22.4 લિટર O2 વાયુમાંથી 68 ગ્રામ H2O2
∴ 10 લિટર O2 વાયુમાંથી (?) H2O2 = \(\frac{10 \times 68}{22.4}\)
∴ 30.36 ગ્રામ (H2O2 માંથી)
પ્રશ્ન 44.
1 લિટર 1.5 N H2O2 ના દ્રાવણમાં H2O2 ના વજનથી પ્રમાણ જણાવો.
(A) 25 ગ્રામ
(B) 25.5 ગ્રામ
(C) 30 ગ્રામ
(D) 8.0 ગ્રામ
જવાબ
(B) 25.5 ગ્રામ
H2O2 ના વજનથી પ્રમાણ
= H2O2 ની નોર્માલિટી × H2O2 નો તુલ્યભાર
= (1.5) × (17) = 25.5 ગ્રામ/લિટર
પ્રશ્ન 45.
40 કદ H2O2 ની મોલારિટી અને % w/v અનુક્રમે ………………… છે.
(A) 3.57 અને 12.14
(B) 3.57 અને 12.4
(C) 35.7 અને 1.24
(D) 35.7 અને 14.1
જવાબ
(A) 3.57 અને 12.14
M = \(\frac{\mathrm{V}}{11.2}=\frac{40}{11.2}\) = 3.57 M
M = \(\frac{10 \times \% \mathrm{w} / \mathrm{v}}{34}\) % w/v = \(\frac{34 \times 3.57}{10}\) = 12.14
પ્રશ્ન 46.
H2O2 ની એક બોટલ ઉપર ‘15 ક્દ’ લેબલ લગાવેલ છે, તો તેની પ્રબળતા ……………… થાય.
(A) 10%
(B) 40%
(C) 8%
(D) 4.55%
જવાબ
(D) 4.55%
M = \(\frac{\mathrm{V}}{11.2}=\frac{15}{11.2}\) = 1.3392
% w/v = \(\frac{\mathrm{M} \times 34}{10}=\frac{1.3392 \times 34}{10}\)
= 4.55 % w/v
પ્રશ્ન 47.
ભારે પાણીને ભારે શા માટે કહી શકાય ?
(A) તેની ઘનતા સામાન્ય પાણી કરતાં વધુ હોવાથી
(B) તે ડ્યુટેરિયમનો ઑક્સાઇડ છે.
(C) તે ખરાબ સ્વાદ ધરાવે છે.
(D) તે ઑક્સિજનનો ભારે સમઘટક છે.
જવાબ
(B) તે ફ્રુટેરિયમનો ઑક્સાઇડ છે.
પ્રશ્ન 48.
ટ્રિટિયમના (1H3) કેન્દ્રમાં ન્યુટ્રૉનની સંખ્યા કેટલી હોય છે ?
(A) 1
(B) 2
(C) 3
(D) 4
જવાબ
(B) 2
n = A – Z = 3 – 1 = 2
પ્રશ્ન 49.
સ્થાયી કઠિન પાણીમાં કયા ઘટકો હોય છે ?
(A) તેમાં Mg અને Ca ધાતુના ક્લૉરાઇડ હોય છે.
(B) તેમાં Mg અને Ca ધાતુના બાયકાર્બોનેટ હોય છે.
(C) તેમાં Mg અને K ધાતુના કાર્બોનેટ હોય છે.
(D) તેમાં Na અને K ધાતુના ફૉસ્ફેટ હોય છે.
જવાબ
(A) તેમાં Mg અને Ca ધાતુના ક્લૉરાઇડ હોય છે.
પ્રશ્ન 50.
ભારે પાણી માટે કયું યોગ્ય છે ?
(A) તે H2O18 છે.
(B) તે વારંવાર નિસ્યંદન કરીને મેળવાય છે.
(C) તે D2O છે.
(D) 4 °C તાપમાને પાણીને ગળાય છે.
જવાબ
(C) તે D2O છે.
પ્રશ્ન 51.
સામાન્ય રીતે H2O2 નું ઔદ્યોગિક ઉત્પાદન કેવી રીતે કરવામાં આવે છે ?
(A) બેરિયમની H2SO4 સાથેની પ્રક્રિયાથી
(B) NaOH ની H2SO4 સાથેની પ્રક્રિયાથી
(C) H2S2O8 ના વિદ્યુતવિભાજનથી
(D) O2 ની વધુ પ્રમાણમાં હાજરી રાખીને H2 નું દહન કરવાથી
જવાબ
(C) H2S2O8 ના વિદ્યુતવિભાજનથી
પ્રશ્ન 52.
નીચેના પૈકી કઈ ધાતુ રૂમના સામાન્ય તાપમાને પાણી સાથે પ્રક્રિયા કરશે ?
(A) Ag
(B) Fe
(C) Al
(D) Na
જવાબ
(D) Na
પ્રશ્ન 53.
નીચેનામાંથી કર્યું સંયોજન ઑક્સિડેશનકર્તા તેમજ રિડક્શનકર્તા એમ બંને તરીકે કાર્ય કરે છે ?
(A) KMnO4
(B) H2S
(C) BaO2
(D) H2O2
જવાબ
(D) H2O2
પ્રશ્ન 54.
હાઇડ્રોજનના સમસ્થાનિકોના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા કેટલી હોય છે ?
(A) 3
(B) 4
(C) 5
(D) 6
જવાબ
(D) 6
11H, 21H અને 13H માં 1 + 2 + 3 = 6
પ્રશ્ન 55.
Zn ધાતુની કોની સાથેની પ્રક્રિયાથી H2 વાયુ ઉત્પન્ન થતો નથી ?
(A) ઠંડું પાણી
(B) મંદ HCl
(C) મંદ H2SO4
(D) ગરમ NaOH (20%)
જવાબ
(A) ઠંડું પાણી
પ્રશ્ન 56.
નીચેના પૈકી કોણ પાણીની કઠિનતાને તાત્કાલિક ધોરણે દૂર હાઇડ્રોજન કયા પ્રકારની સંયોજકતા ધરાવે કરી શકે છે ?
(A) ફોડેલો ચૂનો
(B) પ્લાસ્ટર ઑફ પેરિસ
(C) ઇપ્સમ ક્ષાર
(D) પોર્ટલૅન્ડ સિમેન્ટ
જવાબ
(A) ફોડેલો ચૂનો
પ્રશ્ન 57.
(A) 0
(B) -1
(C) +1
(D) ઉપરોક્ત બધી જ
જવાબ
(D) ઉપરોક્ત બધી જ
પ્રશ્ન 58.
નીચેના પૈકી કયો હાઇડ્રાઇડ સૌથી વધુ સ્થાયી છે ?
(A) NH3
(B) PH3
(C) ASH3
(D) SbH3
જવાબ
(A) NH3
પ્રશ્ન 59.
H2O2 → 2H+ + O2 + 2e–, E° = -0.68 V ઉપરોક્ત
સમીકરણ H2O2 નો કયા પ્રકારનો ગુણધર્મ સૂચવે છે?
(A) રિડક્શનકર્તા
(B) ઑક્સિડેશનકર્તા
(C) ઍસિડિક
(D) ઉદ્દીપકીય
જવાબ
(A) રિડક્શનકર્તા
પ્રશ્ન 60.
ભારે પાણીનો ઉપયોગ કયો છે ?
(A) પીવાનાં પાણી તરીકે
(B) રોજિંદા વપરાશનાં પાણી તરીકે
(C) ડિટર્જન્ટ તરીકે
(D) રિએક્ટરમાં મંદક તરીકે
જવાબ
(D) રિએક્ટરમાં મંદક તરીકે
પ્રશ્ન 61.
ભારે પાણીનું કયા તાપમાને સ્ફટિકીકરણ થાય છે ?
(A) 0° સે
(B) 3.8° સે
(C) -3.8° સે
(D) 38° સે
જવાબ
(B) 3.8° સે
પ્રશ્ન 62.
જ્યારે ઝિઓલાઇટને સોડિયમ ઍલ્યુમિનિયમ સિલિકેટ વડે સંતૃપ્ત કરેલ હોય અને તેને કઠણ પાણી સાથે રાખતાં Na+ કયા આયન દ્વારા વિનિમય પામે છે ?
(A) H+
(B) Ca2+
(C) OH–
(D) SO42-
જવાબ
(B) Ca2+
પ્રશ્ન 63.
H2O2 નું જલીય દ્રાવણ કેવું હોય છે ?
(A) આલ્કલાઇન
(B) પ્રાકૃતિક તટસ્થ
(C) પ્રબળ ઍસિડિક
(D) નિર્બળ ઍસિડિક
જવાબ
(B) પ્રાકૃતિક તટસ્થ
પ્રશ્ન 64.
નીચેના પૈકી કયો હાઇડ્રોજનનો સમસ્થાનિક નથી ?
(A) ટ્રિટિયમ
(B) ડ્યુટેરિયમ
(C) ઓર્થો હાઇડ્રોજન
(D) ઉપરોક્ત એક પણ નહીં
જવાબ
(C) ઓર્થો હાઇડ્રોજન
પ્રશ્ન 65.
નીચે પૈકી કયા આયનોની જોડ પાણીની કઠિનતા માટે જવાબદાર છે ?
(A) Ca2+ અને K+
(B) Mg2+ અને K+
(C) Ca2+ અને Mg2+
(D) Ba2+ અને Zn2+
જવાબ
(C) Ca2+ અને Mg2+
પ્રશ્ન 66.
નીચેના પૈકી કઈ ધાતુ HCl સાથે પ્રક્રિયા કરીને H2 વાયુ ઉત્પન્ન કરે છે ?
(A) Cu
(B) P
(C) He
(D) Mg
જવાબ
(D) Mg
પ્રશ્ન 67.
નીચેના પૈકી કયો પેરોક્સાઇડ છે ?
(A) NO2
(B) MnO2
(C) BaO2
(D) SO2
જવાબ
(C) BaO2
પ્રશ્ન 68.
પાણીની સ્થાયી કઠિનતા શું ઉમેરવાથી દૂર કરી શકાય છે ?
(A) Na2CO3
(B) K
(C) Ca(OCl)Cl
(D) Cl2
જવાબ
(A) Na2CO3
જયારે કઠિન પાણી ચોક્કસ માત્રામાં ધોવાના સોડા (NaCO3) સાથે પ્રક્રિયા કરે છે, ત્યારે ક્લૉરાઇડ અને કૅલ્શિયમ તેમજ મૅગ્નેશિયમના સલ્ફેટ તેમના અનુવર્તી કાર્બોનેટમાં ફેરવાઈને અવક્ષેપન પામે છે અને આવી રીતે પાણીની કઠિનતા દૂર કરી શકાય છે.
CaSO4 + Na2CO3 → CaCO3↓ + Na2SO4
પ્રશ્ન 69.
ધાત્વીય હાઇડ્રાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી કઈ નીપજ બને છે ?
(A) H2O2
(B) H2O
(C) ઍસિડ
(D) હાઇડ્રોજન
જવાબ
(D) હાઇડ્રોજન
પ્રશ્ન 70.
D2O નો ઉપયોગ કયો છે ?
(A) ઉદ્યોગમાં
(B) ન્યુક્લિઅર રિએક્ટરમાં
(C) ઔષધોમાં
(D) જંતુનાશક તરીકે
જવાબ
(B) ન્યુક્લિઅર રિએક્ટરમાં
પ્રશ્ન 71.
નીચેના પૈકી કયું વિધાન ખરું છે ?
(A) હાઇડ્રોજનની આયનીકરણ શક્તિ (IE) આલ્કલી ધાતુ જેટલી જ છે.
(B) હાઇડ્રોજનની ઇલેક્ટ્રૉન બંધુતા હેલોજન તત્ત્વો જેટલી જ છે.
(C) હાઇડ્રોજન ઑક્સિડેશન આંક −1 અને +1 ધરાવે છે.
(D) N- વિદ્યુતવિભાજન દરમિયાન ઍનોડ ધ્રુવ પર મુક્ત થાય છે.
જવાબ
(C) હાઇડ્રોજન ઑક્સિડેશન આંક −1 અને +1 ધરાવે છે.
પ્રશ્ન 72.
પાણીના શુદ્ધીકરણ માટે કયા પ્રકારનો એલમ વપરાય છે ?
(A) ફેરિક એલમ
(B) ક્રોમ એલમ
(C) પોટાશ એલમ (ફટકડી)
(D) એમોનિયમ એલમ
જવાબ
(C) પોટાશ એલમ (ફટકડી)
પ્રશ્ન 73.
નીચેનામાંથી સૌથી વધારે દ્વિધ્રુવીય ચાકમાત્રાનું માપ કોણ ધરાવે છે ?
(A) HI
(B) H2O
(C) NH3
(D) SO3
જવાબ
(B) H2O
પ્રશ્ન 74.
નીચેનામાંથી કોણ હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકશે નહીં ?
(A) Ba
(B) Pb
(C) Hg
(D) Sn
જવાબ
(C) Hg
પ્રશ્ન 75.
પ્રવાહીમાં પાણીની હાજરી પારખવા માટેની નીચેનામાંથી સારી વૈજ્ઞાનિક પદ્ધતિ કઈ છે ?
(A) લિટમસ પેપરનો ઉપયોગ
(B) સ્વાદ (Taste)
(C) સુગંધ (Smell)
(D) સૂકા કૉપર સલ્ફેટના ઉપયોગથી
જવાબ
(D) સૂકા કૉપર સલ્ફેટના ઉપયોગથી
આથી, પ્રવાહીમાં પાણીની પરખ માટે કૉપર સલ્ફેટ પાણી સાથે ભૂરો કલર આપે છે આથી તે ચકાસી શકાય છે.
પ્રશ્ન 76.
ફેન્ટોન (Fenton’s) નો પ્રક્રિયક….
(A) FeSO4 + H2O2
(B) Zn + HCl
(C) Sn + HCl
(D) આમાંથી એક પણ નહીં
જવાબ
(A) FeSO4 + H2O2
પ્રશ્ન 77.
જ્યારે ભારે પાણી CaC2 સાથે પ્રક્રિયા કરે છે ત્યારે શું બને છે ?
(A) CaD2
(B) C2D2
(C) Ca2D2O
(D) CD2
જવાબ
(B) C2D2
CaC2 + 2D2O > Ca(OD)2 + C2D2
પ્રશ્ન 78.
પાણીનું ઉત્કલનબિંદુ પ્રમાણમાં ઊંચું છે, કારણ કે…
(A) તેમાં H અને O વચ્ચે સહસંયોજક બંધ હોવાથી
(B) પાણીનો અણુ રેખીય હોવાથી
(C) પાણીનો અણુ રેખીય ન હોવાથી
(D) પાણીના અણુઓ એકબીજા સાથે H-બંધથી જોડાયેલા રહેતા હોવાથી.
જવાબ
(D) પાણીના અણુઓ એકબીજા સાથે H-બંધથી જોડાયેલા રહેતા હોવાથી.
પ્રશ્ન 79.
જળવાયુમાં કયા ઘટકનું પ્રમાણ સૌથી વધારે હોય છે ?
(A) CH4
(B) CO2
(C) CO
(D) H2
જવાબ
(D) H2
પ્રશ્ન 80.
ઓર્થો અને પેરા હાઇડ્રોજન …………………. માં ભિન્ન પડે છે.
(A) પ્રોટોન સ્પિન
(B) ઇલેક્ટ્રૉન સ્પિન
(C) કેન્દ્રીય વીજભાર
(D) કેન્દ્રીય પ્રક્રિયા
જવાબ
(A) પ્રોટોન સ્પિન
ઓર્થો અને પેરા હાઇડ્રોજન તેમના પ્રોટોન સ્પિનથી જુદા પડે છે.
પ્રશ્ન 81.
નીચેનામાંથી કયા આયન યુગ્મ કઠિન પાણી બનાવે (રચે) છે ?
(A) Na+, \(\mathrm{SO}_4^{2-}\)
(B) K+, \(\mathrm{HCO}_3^{-}\)
(C) Ca2+, \(\mathrm{NO}_3^{-}\)
(D) \(\mathrm{NH}_4^{+}\), Cl–
જવાબ
(B) K+, \(\mathrm{HCO}_3^{-}\)
પાણીની અસ્થાયી કઠિનતાનું મુખ્ય કારણ \(\mathrm{HCO}_3^{-}\) છે.
પ્રશ્ન 82.
નીચેનામાંથી કયું ભારે પાણી માટે સાચું છે ?
(A) 4°C તાપમાને મહત્તમ ઘનતા હોય તેવું પાણી.
(B) H2O કરતાં વધારે ભારે હોય.
(C) તેની બનાવટ ભારે હાઇડ્રોજનના સમસ્થાનિક અને ઑક્સિજનની હોય
(D) ઉપરના પૈકી એક પણ નહીં
જવાબ
(C) તેની બનાવટ ભારે હાઇડ્રોજનના સમસ્થાનિક અને ઑક્સિજનની હોય
પ્રશ્ન 83.
પ્રયોગશાળામાં H2O2 ને ………………….. થી બનાવાય છે.
(A) ઠંડો H2SO4 + BaO2
(B) HCl + BaO2
(C) સાંદ્ર H2SO4 + Na2O2
(D) H2 + O2
જવાબ
(A) ઠંડો H2SO4 + BaO2
પ્રશ્ન 84.
નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં હાઇડ્રોજન બને છે ?
(A) Mg + H2O
(B) BaO2 + HCl
(C) H2S2O8 + H2O
(D) Na2O2 + 2HCl
જવાબ
(A) Mg + H2O
Mg(s) + H2O(l) → Mg(OH)2(s) + H2(g)
પ્રશ્ન 85.
નીચેનામાંથી કઈ જોડી હાઇડ્રોજનના સમસ્થાનિક દર્શાવતી નથી ?
(A) ઓર્થો અને પેરા હાઇડ્રોજન
(B) પ્રોટિયમ અને ફ્રુટેરિયમ
(C) ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ
(D) ટ્રિટિયમ અને પ્રોટિયમ
જવાબ
(A) ઓર્થો અને પેરા હાઇડ્રોજન
પ્રશ્ન 86.
ભારે પાણી ……………… છે.
(A) Fe, Cr, Mn ધરાવતું પાણી
(B) 0° સે. તાપમાને પાણી
(C) D2O
(D) H2O18
જવાબ
(C) D2O
D2O જેમાં D = 1H2 (ડ્યુટેરિયમ)
પ્રશ્ન 87.
Mg સાથેની પ્રક્રિયાથી ઘણો મંદ નાઇટ્રિક એસિડ …………… બનાવે છે.
(A) NH3
(B) નાઇટ્રસ ઑક્સાઇડ
(C) નાઇટ્રિક ઑક્સાઇડ
(D) હાઇડ્રોજન
જવાબ
(D) હાઇડ્રોજન
Mg(s) + 2HNO3(aq) → Mg(NO3)2(aq) + H2(g)
પ્રશ્ન 42.
નીચેનામાંથી કયો વાયુ પાણીમાં અદ્રાવ્ય છે ?
(A) SO2
(B) NH3
(C) H2
(D) CO2
જવાબ
(C) H2
હાઇડ્રોજન સૌથી હલકો વાયુ છે અને પાણીમાં અદ્રાવ્ય છે.
પ્રશ્ન 88.
A : H2O2 ની O – O બંધલંબાઈ O2F2 કરતાં નાની છે.
R : H2O2 એ આયોનિક સંયોજન છે.
(a) વિધાન (A) સાચું છે.
(b) વિધાન (R) સાચું છે.
(c) વિધાન (A) ની સમજૂતી વિધાન (R) છે.
(d) વિધાન (R) ખોટું છે.
(A) a
(B) b
(C) c
(D) d
જવાબ
(D) d
O2F2 એ H2O2 જેવું જ બંધારણ ધરાવે છે. પરંતુ O – O બંધ લંબાઈ O2F2 ની H2O2 કરતાં નાની છે. આનું કારણ એ છે તેની સાથે ખૂબ જ વધુ વિદ્યુતઋણ F-પરમાણુ જોડાયેલો છે.
પ્રશ્ન 89.
હાલના સમયમાં H2O2 નું ઉત્પાદન કઈ રીતે થાય છે ?
(A) H2SO4 ની BaO2 સાથેની પ્રક્રિયાથી
(B) H2SO4 ની Na2O2 સાથેની પ્રક્રિયાથી
(C) 50% H2SO4 ના વિદ્યુતવિભાજનથી
(D) વધારે O2 ની હાજરીમાં H2 ના દહનથી
જવાબ
(C) 50% H2SO4 ના વિદ્યુતવિભાજનથી
પ્રશ્ન 90.
નીચેનામાંથી કઈ ધાતુ પાણી સાથે સૌથી વધુ સક્રિય છે ?
(A) Na
(B) K
(C) Rb
(D) Cs
જવાબ
(C) R
પ્રશ્ન 91.
H2O2 માટે નીચેનામાંથી શું ખોટું છે ?
(A) તે ઑક્સિડેશન અને ડિક્શનકર્તા તરીકે વર્તે છે.
(B) તેમાં બે OH બંધ એક જ સમતલમાં આવેલા છે.
(C) તે ઓછા વાદળી રંગનું પ્રવાહી છે.
(D) તે ઓઝોન વડે ઑક્સિડેશન પામે છે.
જવાબ
(B) તેમાં બે OH બંધ એક જ સમતલમાં આવેલા છે.
પ્રશ્ન 92.
H2O2 નું વિઘટન શાના વડે અટકાવી શકાય ?
(A) KOH
(B) MnO2
(C) એસિટીનીલાઇડ
(D) ઓક્ઝેલિક ઍસિડ
જવાબ
(C) એસિટીનીલાઇડ
પ્રશ્ન 93.
પાણીમાં રહેલા Ca અને Mg નું અનુમાપન શાના વડે કરી શકાય ?
(A) EDTA
(B) ઓક્ઝેલેટ
(C) ફોસ્ફેટ
(D) ત્રણમાંથી એક પણ નહીં
જવાબ
(A) EDTA
પ્રશ્ન 94.
20 કદ H2O2 દ્રાવણની સાંદ્રતા લગભગ ……………….. છે.
(A) 30%
(B) 6%
(C) 3%
(D) 10%
જવાબ
(B) 6%
આ રીતે NTP એ 22.4 લિટર O2 = 68 ગ્રામ H2O2 માંથી મળે. પણ 20 કદ અને 100 ml (0.1 l) H2O2
= \(\frac{68 \times 0.1 \times 20}{22.4}=\frac{136}{22.4}\) = 6.071%
પ્રશ્ન 95.
પાણીમાં દ્રાવ્ય Ca2+ અને Mg2+ આયનોને બિનઅસરકારક બનાવવા કયો પદાર્થ વપરાય છે ?
(A) સોડિયમ ફોસ્ફેટ
(B) સોડિયમ બાયકાર્બોનેટ
(C) સોડિયમ પોલિ સલ્ફેટ
(D) સોડિયમ પોલિ મેટાફોસ્ફેટ
જવાબ
(D) સોડિયમ પોલિ મેટાફોસ્ફેટ
H2SO4(aq) + BaO2(s) → BaSO4(s) + H2O2(aq)
પ્રશ્ન 96.
ઓઝોન પાણીના શુદ્ધીકરણ માટે વપરાય છે, કારણ કે…
(A) તે વિયોજન પામે છે અને ઑક્સિજન મુક્ત કરે છે.
(B) ક્લોરિનના જેવી ખરાબ વાસ નથી ધરાવતો.
(C) બૅક્ટેરિયા, ‘cyst’, ફૂગને મારે છે અને જંતુનાશક (biocide) તરીકે વર્તે છે.
(D) ઉપરના બધા જ
જવાબ
(D) ઉપરના બધા જ
ઓઝોન પાણીને શુદ્ધ કરવા માટે વપરાય છે → ઓઝોન બૅક્ટેરિયા, સાયસટ્સ, ફૂગ, મૉલ્ડ, પેરાસાઇટીઝ, વાઇરસ, મલિનકર્તા (કન્ટીમીનેટસ) વગેરેને મારે છે નાશ કરે છે. તે પાણીમાંથી સૂક્ષ્મજીવાણુઓ દૂર કરવાની એક અસરકારક રીત છે.
ઓઝોન વિષાણુ, ઝેરી વાસ દૂર કરે છે. જંતુનાશકો O3 સૌથી પ્રબળ ઑક્સિડેશનકર્તા છે. (F2 પછી બીજો) તે કાર્બનિક દ્રવ્યો mold, જંતુનાશકો, વાઇરસ અને બૅક્ટેરિયાનું ક્લોરિનના કરતાં ઝડપથી નિષ્ક્રિય બનાવી ઑક્સિડેશન કરે છે. O3 ના ઉપયોગથી TMH બનતો નથી જે ખરાબ વાસ ધરાવે છે અને કૅન્સરજનક છે. O3 ઘણો જ સારો (biocide) છે. O3 વડે UV વિકિરણોનું શોષણ પણ થાય છે.
પ્રશ્ન 97.
નીચેનામાંથી કયો પદાર્થ પાણીને નરમ બનાવવા માટે વપરાય છે ?
(A) Na2 [Na4(PO3)6]
(B) Na3 [Na2(PO3)6]
(C) Na4 [Na3(PO4)5]
(D) Na4 [Na2(PO4)6]
જવાબ
(A) Na2 [Na4(PO3)6]
Na2 [Na4(PO3)6] = Na6 P3O18
સોડિયમ હેક્ઝામેટાફોસ્ફેટ
પ્રશ્ન 98.
નીચેનામાંથી કયું ઉદાહરણ આંતરાલીય હાઇડ્રાઇડનું છે ?
(A) NH3
(B) CH4
(C) ZnH2
(D) H2O
જવાબ
(C) ZnH2
d-વિભાગનાં તત્ત્વોમાં Zn નો સમાવેશ થાય છે.
પ્રશ્ન 99.
મંદ H2SO4 ની કોની સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન બનાવી શકાય ?
(A) કૉપર
(B) આયર્ન
(C) લેડ
(D) મરક્યુરી (પારો)
જવાબ
(B) આયર્ન
કૉપર અને મરક્યુરીની મંદ H2SO4 સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન બનાવી શકાય નહીં, કારણ કે આ બે ધાતુ ઍસિડમાંથી હાઇડ્રોજન વિસ્થાપિત કરી શકતી નથી. Pb ની મંદ H2SO4 સાથેની પ્રક્રિયા થોડાક સમયમાં અટકી જાય છે કારણ કે Pb ની ઉપર અદ્રાવ્ય PbSO4 નું સ્તર રચાય છે. ફક્ત આયર્ન પ્રમાણમાં ઝડપી મંદ H2SO4 ની સાથે પ્રક્રિયાથી H2 આપે છે.
પ્રશ્ન 100.
STP એ 100 cm3 H2O2 આપેલો નમૂનો 1000 ધરાવતા cm3 O2 આપે છે તો આપેલો નમૂનો કયો હશે ?
(A) 10% H2O2
(B) 90% H2O2
(C) H2O2 નું 10 કદ
(D) H2O2 નું 100 કદ
જવાબ
(C) H2O2 નું 10 કદ
અથવા STP એ 10 મિલિ O2 આપે છે.
આથી, તેનું પ્રબળતા કદ 10 થાય.
પ્રશ્ન 101.
પ્રક્રિયા : 2H2O2 → 2H2O + O2 માં
(A) H2O2 નું માત્ર ઑક્સિડેશન થાય છે.
(B) H2O2 નું માત્ર રિડક્શન થાય છે.
(C) H2O2 નું ઑક્સિડેશન અને રિડક્શન બંને થાય છે.
(D) H2O2 નું ઑક્સિડેશન કે રિડક્શન એકપણ થતું નથી.
જવાબ
(C) H2O2 નું ઑક્સિડેશન અને રિડક્શન બંને થાય છે.
પ્રશ્ન 102.
પ્રક્રિયા HO3SOOSO3H(aq) 2H2SO4 + x નીપજ x કઇ હશે ?
(A) O2
(B) SO2
(C) H2O2
(D) SO3
જવાબ
(C) H2O2
પ્રશ્ન 103.
એમોનિયા વાયુની પાણી સાથેની પ્રક્રિયાથી બનતા જલીય દ્રાવણમાં કયા ઘટકો હશે ?
(A) N2H4, \(\mathrm{NO}_3^{-}\)
(B) \(\mathrm{NH}_2^{-}\), H3O+
(C) \(\mathrm{NH}_4^{+}\), OH–
(D) \(\mathrm{NH}_4^{+}\), \(\mathrm{NO}_3^{-}\)
જવાબ
(C) \(\mathrm{NH}_3^{-}\), OH–
પ્રશ્ન 104.
ડાયહાઇડ્રોજન વાયુ કયા પ્રક્રિયકો વાપરીને મેળવાય છે ?
(A) Zn + NaOH(aq)
(B) Cl2 + NaOH(aq)
(C) CH4 + O2
(D) Zn + ZnCl2
જવાબ
(A) Zn + NaOH(aq)
Zn(s) + 2NaOH(aq) → Na2ZnO2(aq) + H2(g)
પ્રશ્ન 105.
હાઇડ્રાઇડ સંયોજનો માટે કયું જૂથ યોગ્ય છે ?
(A) s-વિભાગ – ધાત્વિક હાઇડ્રાઇડ – TiH2
(B) p-વિભાગ – આણ્વીય હાઇડ્રાઇડ – CH4
(C) d-વિભાગ – ધાત્વિક હાઇડ્રાઇડ – BeH2
(D) f-વિભાગ – ક્ષારીય હાઇડ્રાઇડ – B2H6
જવાબ
(B) p-વિભાગ – આણ્વીય હાઇડ્રાઇડ – CH4
પ્રશ્ન 106.
નીચેનામાંથી આપેલાં વિધાનો માટે સાચોં વિકલ્પ પસંદ કરો. (T = સાચું અને F = ખોટું વિધાન)
(i) હાઇડ્રોજનના ભૌતિક ગુણધર્મ ધાતુ જેવા છે.
(ii) હાઇડ્રોજનના કેટલાક રાસાયણિક ગુણધર્મ ધાતુ અને અધાતુ જેવા છે.
(iii) સમૂહ 7, 8 અને 9 ની ધાતુઓ બિન તત્ત્વ યોગમિતીય હાઇડ્રાઇડ બનાવે છે.
(iv) કુદરતી સ્રોત જેવા કે નદીઓમાં પાણીનું ટકામાં પ્રમાણ 2.04 જેટલું હોય છે.
(A) (i) – F (ii) – T, (iii) – F (iv) – T
(B) (i) – F (ii) – T, (iii) – F (iv) – F
(C) (i) – T, (ii) – T, (iii) – T, (iv) – F
(D) (i) – T, – (ii) – F (iii) – F (iv) – F
જવાબ
(B) (i) – F (ii) – T, (iii) – F (iv) – F
પ્રશ્ન 107.
વિભાગ – I ને વિભાગ – II સાથે યોગ્ય રીતે જોડી સાચો વિકલ્પ પસંદ કરો.
વિભાગ – I | વિભાગ – II |
(1) આયનીય હાઇડ્રાઇડ | (P) BeH2 |
(2) આંતરઆણ્વીય હાઇડ્રાઇડ | (Q) TiH |
(3) પૂરતા ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ | (R) CH4 |
(4) વધારે ઇલેક્ટ્રૉન ધરાવતા હાઇડ્રાઇડ | (S) H2O |
(T) B2H6 |
(A) 1P, 2Q, 3R, 4S
(B) 1T, 2Q, 3P, 4S
(C) 1Q, 2T, 3R, 4S
(D) 1P, 2Q, 3S, 4R
જવાબ
(A) 1P 2Q, 3R, 4S
પ્રશ્ન 108.
પાણી માટે કર્યું વિધાન યોગ્ય છે ?
(A) સમૂહ 16 નાં અન્ય તત્ત્વોનાં હાઇડ્રાઇડ કરતાં H2O નું કદ નાનું છે.
(B) તેનું ઘન સ્વરૂપ ચતુલકીય છે.
(C) તે 55.55M સાંદ્રતા ધરાવતું ઉભયગુણધર્મી છે.
(D) આપેલાં વિધાનો સાચાં છે.
જવાબ
(D) આપેલાં વિધાનો સાચાં છે.
પ્રશ્ન 109.
20 કદ H2O2 ના દ્રાવણની મોલારિટી અને સપ્રમાણતા કેટલી છે ?
(A) 0.892 M, 1.785 N
(B) 1.787 M, 3.57 N
(C) 3.57 M, 1.787 N
(D) 0.892 M, 3.57 N
જવાબ
(B) 1.787 M, 3.57 N
કદ પ્રબળતા = M × 11.2
∴ M = \(\frac{20}{11.2}\) = 1.784 M
N = M × બેઝિકતા
= 1.784 × 2 = 3.57 N
પ્રશ્ન 110.
PbS ની પ્રક્રિયા હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે કરતા નીપજોની કઈ જોડ મળે છે ?
(A) PbSO3 + H2O
(B) PbSO4 + H2O
(C) Pb + SO2 + H2O
(D) PbO + SO2 + H2O
જવાબ
(B) PbSO4 + H2O
PbS + 4H2O2 → PbSO4 + 4H2O
પ્રશ્ન 111.
12 કદ ધરાવતા H2O2 ના દ્રાવણની પ્રબળતા કેટલી ?
(A) 31.34
(B) 36.42
(C) 33.44
(D)31.20
જવાબ
(B) 36.42
પ્રશ્ન 112.
હાઇડ્રોજન પેરોક્સાઇડની સ્થિરતા વધારવા નીચે પૈકી કયો પદાર્થ ઉમેરવામાં આવે છે ?
(A) સફ્લ્યુરસ ઍસિડ
(B) ફૉસ્ફરસ ઍસિડ
(C) ફૉસ્ફોરિક ઍસિડ
(D) સલ્ફ્યુરિક ઍસિડ
જવાબ
(C) ફૉસ્ફોરિક ઍસિડ
પ્રશ્ન 113.
કયો પદાર્થ ‘કાલગોન’ તરીકે જાણીતો છે ? [ઑક્ટોબર-2012]
(A) Na4P4O16
(B) Na6P6O18
(C) Na6P6O16
(D) Na6P4O18
જવાબ
(B) Na6P6O18
પ્રશ્ન 114.
સૌથી વધુ હાઇડ્રોજનનું ઉત્પાદન શેમાંથી થાય છે ?
(A) કોલસામાંથી
(B) પેટ્રોકેમિકલ્સમાંથી
(C) વિદ્યુત વિભાજન દ્વારા
(D) ધાતુની ઍસિડ સાથેની પ્રક્રિયા
જવાબ
(B) પેટ્રોકેમિકલ્સમાંથી
પેટ્રોકેમિકલ્સમાંથી → 77%, કોલસામાંથી → 18%, વિદ્યુત વિભાજનમાંથી → 4%
પ્રશ્ન 115.
આયન વિનિમય પદ્ધતિમાં વિનિમય તરીકે કોનો ઉપયોગ થાય છે ?
(A) એલમ
(B) કાલગોન
(C) કળીચૂનો
(D) ઝીઓલાઇટ
જવાબ
(D) ઝીઓલાઇટ
પ્રશ્ન 116.
નીચેનામાંથી કયો હાઇડ્રોજનનો સમસ્થાનિક છે ?
(A) 1H0
(B) 1T2
(C) 3T1
(D) 1D2
જવાબ
(D) 1D2
પ્રશ્ન 117.
નીચેનામાંથી કયું તત્ત્વ હાઇડ્રાઇડ આપતું નથી ?
(A) Te
(B) Tl
(C) Th
(D) Ti
જવાબ
(B) Tl
પ્રશ્ન 118.
વ્યાપારી ધોરણે “કાલગાન” કયા પદાર્થને કહે છે ?
(A) સોડિયમ પાયો મેટાફૉસ્ફેટ
(B) સોડિયમ પોલી મેટાફૉસ્ફેટ
(C) સોડિયમ હેક્ઝા મેટાફૉસ્ફેટ
(D) સોડિયમ મેટાફૉસ્ફેટ
જવાબ
(C) સોડિયમ હેક્ઝા મેટાફૉસ્ફેટ
પ્રશ્ન 119.
…………………. હાઇડ્રાઇડને લુઇસ બંધારણ પ્રમાણે વર્ગીકૃત કરી શકાય છે.
(A) LiH
(B) NH3
(C) NbH2
(D) CaH2
જવાબ
(B) NH3
પ્રશ્ન 120.
બજારમાં વેચાણ માટેના H2O2 ની સાંદ્રતા 3.125 M હોય તો તેનો ગ્રેડ …………………. કદ ગણાય.
(A) 30
(B) 40
(C) 25
(D) 35
જવાબ
(D) 35
V = M × 11.2
= 3.125 × 11.2 = 35
પ્રશ્ન 121.
30 કદ H2O2 ના દ્રાવણની મોલારિટી અને તેની પ્રબળતા % w/v અનુક્રમે કેટલી છે ?
(A) 2.678 M, 18.22%
(B) 5.356 M, 9.11 %
(C) 5.356 M, 18.22 %
(D) 2.678 M, 9.11 %
જવાબ
(D) 2.678 M, 9.11 %
V = 30
V = M × 11.2, M = \(\frac{30}{11.2}\) = 2.6785
%w/v = \(\frac{\mathrm{M} \times 34}{10}=\frac{2.6785 \times 34}{10}[latex] = 9.107
પ્રશ્ન 122.
રેની નિક્લની હાજરીમાં 390 K તાપમાને ઇચિનની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવાથી કઈ નીપજ મળશે ?
(A) ઇથેન
(B) ઈથેન 1, 2-ડાર્યાલ
(C) ઇથેનોલ
(D) ઇથેનાલ
જવાબ
(A) ઇથેન
પ્રશ્ન 123.
CH3OH(l) CO(g) + 2H2(g) ઉપરોક્ત પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે કર્યો પદાર્થ ઉપયોગી છે ?
(A) આયર્ન ક્રોમેટ
(B) ક્યુપસ ઑક્સાઇડ
(C) નિકલ
(D) કૉપર ઑક્સાઇડ
જવાબ
(B) ક્યુપ્રસ ઑક્સાઇડ
પ્રશ્ન 124.
298 K તાપમાને પાણીમાં OH– ની સાંદ્રતા …………………….. M
(A) 55.55
(B) 10-7
(C) આપેલ તમામ વિકલ્પો
(D) 10-14
જવાબ
(B) 10-7
પ્રશ્ન 125.
જ્યારે Zn ના ટુક્ડાઓને જલીય સાંદ્ર NaOH ના દ્રાવણમાં નાંખવામાં આવે છે, ત્યારે H2(g) મળે છે અને સાથે ………………… મળે છે.
(A) Na2ZnO2
(B) Na4ZnO2
(C) Na2ZnO3
(D) Na3ZnO2
જવાબ
(A) Na2ZnO2
પ્રશ્ન 126.
પ્રક્રિયાની ક્રિયાવિધિ અને પ્રક્રિયા દરમિયાન આયનોની ફેરબદલી સમજવા માટે નીચે પૈકી કયો પદાર્થ ઉપયોગી છે ?
(A) D2O
(B) H2O2
(C) H2
(D) H2O
જવાબ
(A) D2O
પ્રશ્ન 127.
વિધાન : હાઇડ્રોજનના બે સમસ્થાનિકો ટ્રિટિયમ અને પ્રોટિયમ પરમાણુઓમાં તેનું સાપેક્ષ પ્રમાણ 1:1017 હોય છે.
કારણ : ટ્રિટિયમના ઓછા પ્રમાણ માટે તેનો બિન- વિકરણીય ગુણધર્મ જવાબદાર છે.
(A) વિધાન અને કારણ બંને સાચાં છે, કારણ વિધાનની સમજૂતી છે.
(B) વિધાન ખોટું છે, કારણ સાચું છે.
(C) વિધાન સાચું છે, કારણ ખોટું છે.
(D) વિધાન અને કારણ બંને સાચાં છે.
જવાબ
(C) વિધાન સાચું છે, કારણ ખોટું છે.
પ્રશ્ન 128.
કોલમ – I માનાં હાઇડ્રાઇડ સંયોજનોને કોલમ – II માનાં તેમના પ્રકાર સાથે યોગ્ય રીતે જોડી, સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ – I | કોલમ – II |
1. VH | p. આયનીય હાઇડ્રાઇડ |
2. HF | q. ધાત્વીય હાઇડ્રાઇડ |
3. મૅગ્નેશિયમ હાઇડ્રાઇડ | r. વધુ ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ |
4. NaH | s. શૃંખલામય રચના ધરાવતા હાઇડ્રાઇડ |
t. આણ્વીય હાઇડ્રાઇડ |
(A) (1 → t); (2 → p, q); (3 → p); (4 → q)
(B) (1 → q); (2 → r); (3 → s); (4 → p)
(C) (1 → q); (2 → t); (3 → p); (4 → t)
(D) (1 → q); (2 → r, t); (3 → p, s); (4 → p)
જવાબ
(D) (1 → q); (2 → r, t); (3 → p, s); (4 → p)
પ્રશ્ન 129.
નીચે આપેલાં વિધાનો પૈકી કયાં વિધાનો સાચાં છે ?
(i) હાઇડ્રોકાર્બનને 1270K તાપમાને H2O ની બાષ્પ સાથે Fe ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરતાં શુદ્ધ ડાયહાઇડ્રોજન (>99.5%) મળે છે.
(ii) એસિડિક માધ્યમમાં H2O2 પોટેશિયમ પરમેંગેનેટના દ્રાવણને રંગવિહીન કરે છે.
(iii) Ca2+ અને Mg2+ ની અવક્ષેપન પ્રક્રિયા કાલગોન દ્વારા થવાથી કઠિન પાણી નરમ બને છે.
(iv) 15 કદ H2O2 ના દ્રાવણની પ્રબળતા STP એ 45.54 ગ્રામ છે.
(A) (ii), (iv)
(B) (ii), (iii), (iv)
(C) (i), (iii), (iv)
(D) (i), (ii)
જવાબ
(B) (ii), (ii), (iv)
પ્રશ્ન 130.
A અને B જોડી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
A | B |
(i) આયનીય હાઇડ્રાઇડ | (p) LaH2 |
(ii) ધાત્વીય હાઇડ્રાઇડ | (q) LiH |
(iii) આણ્વીય હાઇડ્રાઇડ | (r) TiH |
(iv) આંતરાલીય હાઇડ્રાઇડ | (s) HF |
(A) (i) → q; (ii) → p; (iii) → r; (iv) → s,
(B) (i) → q; (ii) → p,r; (iii) → s; (iv) → s,q
(C) (i) → s; (ii) → r; (iii) → p; (iv) → q,
(D) (i) → q; (ii) → p,r; (iii) → s; (iv) → p,r
જવાબ
(D) (i) → q; (ii) → p,r; (iii) → s; (iv) → p,r
પ્રશ્ન 131.
H2O2ના ઘન સ્વરૂપમાં -O-O-H બંધકોણ કેટલો છે ?
(A) 94.8°
(B) 111.5°
(C) 92.2°
(D) 101.9°
જવાબ
(D) 101.9°
પ્રશ્ન 132.
CrO5 માં પેરોક્સિ વલયની સંખ્યા ………………….. છે.
(A) 2
(B) 3
(C) 4
(D) 1
જવાબ
(A) 2
પ્રશ્ન 133.
નીચેના પૈકી કયા ગુણધર્મમાં હાઇડ્રોજન આલ્કલી ધાતુઓ સાથે સામ્યતા ધરાવે છે ?
(A) બંને પ્રબળ ઑક્સિડેશનકર્તા છે.
(B) બંનેની આયનીકરણ એન્થાલ્પી નીચી છે.
(C) બંને દ્વિપરમાણ્વીય છે.
(D) બંને પ્રબળ રિડક્શનકર્તા છે.
જવાબ
(D) બંને પ્રબળ રિડક્શનકર્તા છે.
પ્રશ્ન 134.
જ્યારે કઠિન પાણી ઝીઓલાઈટ પરથી પસાર થાય છે, ત્યારે Na+ આયનનું વિસ્થાપન કયા આયન દ્વારા થાય છે ?
(A) OH–
(B) Ca2+
(C) K+
(D) H+
જવાબ
(B) Ca2+
પ્રશ્ન 135.
H2O2ના જલીય દ્રાવણમાં સ્થાયિક તરીકે …………………….. ઉમેરવામાં આવે છે.
(A) ફૉસ્ફોરિક ઍસિડ
(B) ફૉસ્ફોનિક ઍસિડ
(C) પાયરોફૉસ્ફોરિક ઍસિડ
(D) ફૉસ્ફોરિક ઍસિડ
જવાબ
(A) ફૉસ્ફોરિક ઍસિડ
પ્રશ્ન 136.
H2O2 વાયુમાં O-O-H બંધકોણ ………………….. છે.
(A) 106°
(B) 109°28′
(C) 120°
(D) 98.8°
જવાબ
(D) 98.8°
પ્રશ્ન 137.
નીચેના પૈકી કઈ પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉત્પન્ન થશે નહીં ?
(A) Fe(s) + H2SO4(aq) →
(B) Fe(s) + H2O(g) →
(C) Cu(s)(s) + HCl(aq) →
(D) Na(s) + C2H5OH(l) →
જવાબ
(C) Cu(s)(s) + HCl(aq) →
પ્રશ્ન 138.
નીચેના પૈકી …………………. રૉકેટ બળતણ તરીકે વર્તે છે.
(A) પ્રવાહી N2 + પ્રવાહી O2
(B) પ્રવાહી H2 + પ્રવાહી N2
(C) પ્રવાહી O2 + પ્રવાહી Ar
(D) પ્રવાહી H2 + પ્રવાહી O2
જવાબ
(D) પ્રવાહી H2 + પ્રવાહી O2
હાઇડ્રોજન બળતણ કોષમાં H2 અને O2 વચ્ચેની પ્રક્રિયાથી H2O ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન 139.
નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા ભારે પાણી મેળવી શકાય ?
(A) પાણીને MgCO3 વડે સંતૃપ્ત કરવાથી
(B) પાણીને CaSO4 વડે સંતૃપ્ત કરવાથી
(C) પાણીમાં Na2SO4 ને ઉમેરવાથી
(D) પાણીમાં CaCO3 ને ઉમેરવાથી
જવાબ
(B) પાણીને CaSO4 વડે સંતૃપ્ત કરવાથી
પ્રશ્ન 140.
કાયમી કઠિનતા દૂર કરવા માટે શું ઉમેરવું પડે ?
(A) Cl2
(B) Na2CO3
(C) Ca(OCl)Cl
(D) K2CO3
જવાબ
(B) Na2CO3
પ્રશ્ન 141.
ભારે પાણી (heavy water) માટે નીચે કેટલાંક વિધાનો દર્શાવ્યાં છે. આમાંથી કયું વિધાન સાચું હશે ?
(A) ભારે પાણી, ન્યુક્લિયર (કેન્દ્રીય) પ્રક્રિયાઓમાં નિયંત્રક તરીકે વપરાય છે.
(B) સામાન્ય પાણી કરતાં D2O (ભારે પાણી) માં સંયોજન શક્તિ (power of association) વધુ છે.
(C) સામાન્ય પાણી કરતાં ભારે પાણી વધુ અસરકારક છે.
(A) (A) અને (C)
(B) (A) અને (B)
(C) (A), (B) અને (C)
(D) (B) અને (C)
જવાબ
(B) (A) અને (B)
વિકલ્પ – (B) સાચો જવાબ દર્શાવે છે.
પ્રશ્ન 142.
નીચે પૈકી કઈ પ્રક્રિયામાં સૌથી વધુ શુદ્ધતા (99.9%) વાળો હાઇડ્રોજન મેળવી શકાય છે ?
(A) મિથેન અને પાણીની વરાળ વચ્ચેની પ્રક્રિયાથી.
(B) વધુ અણુભાર ધરાવતા હાઇડ્રોકાર્બન મિશ્ર કરતાં
(C) પાણીના વિદ્યુત વિભાજનથી.
(D) ક્ષાર જેવા હાઇડ્રાઇડ (સેલાઇન હાઇડ્રાઇડ)ની પાણી સાથેની
જવાબ
(D) ક્ષાર જેવા હાઇડ્રાઇડ (સેલાઇન હાઇડ્રાઇડ)ની પાણી સાથેની
પ્રશ્ન 143.
જલીય KMnO4 ની પ્રક્રિયા ઍસિડિક માધ્યમમાં H2O2 સાથે કરતાં શું મળે છે ?
(A) Mn4+ અને O2
(B) Mn2+ અને O2
(C) Mn2+ અને O3
(D) Mn4+ અને MnO2
જવાબ
(B) Mn2+ અને O2
3H2SO4 + 2KMnO4 + 5H2O2 → 5O2 + 2MnSO4 + 8H2O + K2SO4
પ્રશ્ન 144.
આયન વિનિમય માટે બજારમાં વપરાતા રેઝિનનું આણ્વીય સૂત્ર C8H7SO3Na (Mol. wt. 206) છે. જે પાણીને નરમ બનાવવા માટે ઉપયોગી છે. આ રેઝિનની Ca2+ આયન માટેની મહત્તમ અંતગ્રહણ ક્ષમતા મોલ/ગ્રામમાં નીચે આપેલા
પૈકી કઈ એક છે ?
(A) [latex]\frac{1}{103}\)
(B) \(\frac{1}{206}\)
(C) \(\frac{1}{309}\)
(D) \(\frac{1}{412}\)
જવાબ
(D) \(\frac{1}{412}\)
2 મોલ પાણીને નરમ બનાવવા માટે 1 મોલ Ca+2 વપરાય છે. તેથી C8H7SO3Na M.wt → 206 છે.
પ્રશ્ન 145.
H2O2 ના સંદર્ભમાં નીચે આપેલાં વિધાનો પૈકી એક ખોટું વિધાન શોધો.
(A) તે ફક્ત ઑક્સિડેશનકર્તા પ્રક્રિયક તરીકે વર્તે છે.
(B) તે પ્રકાશની હાજરીમાં વિઘટન પામે છે.
(C) તેને પ્લાસ્ટિકની અથવા મીણથી સ્તરીત કાચની બૉટલોમાં
અંધારામાં સંગ્રહીત કરવામાં આવે છે.
(D) તેને ધૂળથી દૂર રાખવામાં આવે છે.
જવાબ
(A) તે ફક્ત ઑક્સિડેશનકર્તા પ્રક્રિયક તરીકે વર્તે છે.
પ્રશ્ન 146.
નીચેના પૈકી કયું વિધાન હાઇડ્રોજન માટે ખોટું છે ?
(A) હાઇડ્રોજન ક્યારે પણ આયોનિક સંયોજનમાં ધનઆયન તરીકે હોતો નથી.
(B) દ્રાવણમાં H3O+ આયન મુક્ત સ્વરૂપે હોય છે.
(C) ડાયહાઇડ્રોજન ક્યારે પણ રિડક્શનકર્તા હોતો નથી.
(D) હાઇડ્રોજનના ત્રણ સમસ્થાનિક પૈકી ટ્રિટિયમ સાથી વધારે સામાન્ય છે.
જવાબ
((C) ડાયહાઇડ્રોજન ક્યારે પણ રિડક્શનકર્તા હોતો નથી., (D) હાઇડ્રોજનના ત્રણ સમસ્થાનિક પૈકી ટ્રિટિયમ સાથી વધારે સામાન્ય છે.)
પ્રશ્ન 147.
પાણીને સંબંધિત નીચે આપેલાં વિધાનોમાંથી કયું એક ખોટું છે?
(A) પ્રકાશસંશ્લેષણ દરમિયાન પાણી ઑક્સિડાઇઝ થઈને ઑક્સિજન આપે છે.
(B) પાણી, ઍસિડ અને બેઇઝ બંને રૂપમાં વર્તી શકે છે.
(C) નિસ્યંદિત (સંઘનિત) અવસ્થામાં, માત્રાત્મક આંતર- આણ્વીય હાઇડ્રોજન બંધન હોય છે.
(D) ભારે પાણી દ્વારા બનતો બરફ સામાન્ય પાણીમાં ડૂબી જાય છે.
જવાબ
(C) નિસ્યંદિત (સંઘનિત) અવસ્થામાં, માત્રાત્મક આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધન હોય છે.
પ્રશ્ન 148.
નીચે આપેલ પ્રક્રિયાઓમાં ZnO અનુક્રમે નીચેના પૈકી કયા એક તરીકે વર્તે છે તે શોધો :
(a) ZnO + Na2O → Na2ZnO2
(b) ZnO + CO2 → ZnCO3
(A) બેઇઝ અને ઍસિડ
(B) બેઇઝ અને બેઇઝ
(C) ઍસિડ અને ઍસિડ
(D) ઍસિડ અને બેઇઝ
જવાબ
(D) ઍસિડ અને બેઇઝ
પ્રશ્ન 149.
ઍસિડિક માધ્યમમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ [Fe(CN)2]4- નું [Fe(CN)6]3- માં ઑક્સિડેશન કરે છે. પણ આલ્કલાઇન માધ્યમમાં [Fe(CN)6]3- નું [Fe(CN)6]4- માં રિડક્શન કરે છે. તેની સાથે બનતી બીજી નીપજો અનુક્રમે નીચેનામાંથી શોધો.
(A) (H2O + O2) અને H2O
(B) (H2O + O2) અને (H2O + OH–)
(C) H2O અને (H2O + O2)
(D) H2O અને (H2O + OH–)
જવાબ
(C) H2O અને (H2O + O2)
[Fe(CN)6]4- + \(\frac{1}{2}\) H2O2 + H+ → [Fe(CN)6]3- + H2O [Fe(CN)6]3- \(\frac{1}{2}\) H2O2 + OH– → [Fe(CN)6]4- + H2O2 + \(\frac{1}{2}\) O2
પ્રશ્ન 150.
પાણીની અસ્થાયી કઠિનતા દૂર કરવા માટે નીચેનામાંથી કઇ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?
(A) સાંશ્લેષિત રેઝિન પદ્ધતિ
(B) કાલગોન પદ્ધતિ
(C) ક્લર્ક પદ્ધતિ
(D) આયન-વિનિમય પદ્ધતિ
જવાબ
(C) ક્લર્ક પદ્ધતિ
પાણીની અસ્થાયી કઠિનતા દૂર કરવા કલર્ક પદ્ધતિનો ઉપયોગ થાય છે.
Ca(HCO3)2 + Ca(OH)2 → 2CaCO3 + 2H2O
પ્રશ્ન 151.
હાઇડ્રોજનના સમસ્થાનિકો કયા છે ?
(A) માત્ર ટ્રિટિયમ અને પ્રોટિયમ
(B) માત્ર ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ
(C) માત્ર પ્રોટિયમ અને ડ્યુટેરિયમ
(D) પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ
જવાબ
(D) પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ
હાઇડ્રોજનના ત્રણ સમસ્થાનિકો છે :
પ્રોટિયમ : 1H1 ડ્યુટેરિયમ : 1H2; ટ્રિટિયમ : 1H3
પ્રશ્ન 152.
સ્થાયી કઠિનતા દૂર કરવા માટે ઝિઓલાઇટ પદ્ધતિ કરતાં સાંશ્લેષિત રેઝિન પદ્ધતિ કેવી રહે છે ?
(A) ઓછી ઉપયોગી કારણ કે તેમાં માત્ર ઋણઆયન દૂર કરી શકાય છે.
(B) વધારે અસરકારક કારણ કે તેમાં માત્ર ધન આયન દૂર કરી શકાય છે.
(C) ઓછી અસરકારક કારણ કે તેમાં રેઝિનનો પુનઃઉપયોગ થઈ શકતો નથી.
(D) વધારે અસરકારક કારણ કે તેના દ્વારા ધન તેમજ ઋણ આયન દૂર કરી શકાય.
જવાબ
(D) વધારે અસરકારક કારણ કે તેના દ્વારા ધન તેમજ ઋણ આયન દૂર કરી શકાય.
પ્રશ્ન 153.
નીચે આપેલાને જોડો અને સાચો વિકલ્પ ઓળખી બતાવો.
(a) CO(g) + H2(g) | (i) Mg(HCO3)2 + Ca(HCO3)2 |
(b) પાણીની અસ્થાયી કઠિનતા | (ii) ઇલેક્ટ્રૉનની અછતવાળો હાઈડ્રાઇડ |
(c) B2H6 | (iii) સંશ્લેષિત વાયુ |
(d) H2O2 | (iv) બિન-સમતલીય બંધારણ |
જવાબ
(C)
(a) CO અને H2 નું મિશ્રણ મિથેનોલ અને અનેક હાઇડ્રોકાર્બન વાયુના સંશ્લેષણમાં ઉપયોગી થાય છે. તેથી તેને સાંશ્લેષિત વાયુ અથવા સિનગૅસ કહે છે.
(b) પાણીની અસ્થાયી કઠિનતા કૅલ્શિયમ અને મૅગ્નેશિયમના હાઇડ્રોકાર્બોનેટ (Mg(HCO3)2 + Ca(HC3)2)ના હાજરીના કારણે હોય છે.
(c)
બોરોનને અષ્ટક પૂર્ણ કરવા 5e– ની જરૂર હોય છે. પરંતુ B2H6ના લુઇસ બંધારણમાં ઇલેક્ટ્રૉનની સંખ્યા અપૂરતી હોવાથી તે ઇલેક્ટ્રૉનની અછતવાળો હાઇડ્રાઇડ છે.
(d) H2O2 એ અસમતલીય બંધારણ ધરાવે છે.
પ્રશ્ન 154.
20 mL દ્રાવણમાં રહેલ 0.2g અશુદ્ધ H2O2 0.316g KMnO4 સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરે છે, તો H2O2 ની ટકાવાર શુદ્ધતા ………………… હશે. (%) (H2O2 નું આણ્વીયદળ = 34 g mol-1, KMnO4 નું આણ્વીયદળ 158 ગ્રામ મોલ-1)
જવાબ