Solving these GSEB Std 11 Chemistry MCQ Gujarati Medium Chapter 7 સંતાન will make you revise all the fundamental concepts which are essential to attempt the exam.
GSEB Std 11 Chemistry MCQ Chapter 7 સંતાન in Gujarati
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો :
પ્રશ્ન 1.
નાઇટ્રિક ઑક્સાઇડ, Br2 સાથે પ્રક્રિયા કરીને નાઇટ્રોસિલ બ્રોમાઇડ આપે છે.
2NO(g) + Br2(g) \rightleftharpoons 2NOBr(g)
જ્યારે અચળ તાપમાને અને દબાણે 0.087 મોલ NO અને 0.0437 મોલ Br2ને બંધપાત્રમાં મિશ્ર કરવામાં આવે છે, ત્યારે સંતુલને 0.0518 મોલ NOBr ઉદ્ભવે છે, તો સંતુલને NO અને Br2નો મોલ જથ્થો અનુક્રમે કેટલો થશે?
A. 0.0352, 0.0178
B. 0.0872, 0.0259
C. 0.0518, 0.0259
D. 0.0259, 0.0518
જવાબ
A. 0.0352, 0.0178
સંતુલને NOBrના મોલ = 0.0518
∴ 2x = 0.0518
∴ x = 0.0259
→ સંતુલને NOના મોલ = 0.087 – 2 (0.0259)
= 0.0352
→ સંતુલને Br2ના મોલ = 0.0437 – 0.0259
= 0.0178
પ્રશ્ન 2.
ભૌતિક પ્રક્રમને સમાવતી સંતુલનની સામાન્ય લાક્ષણિકતા નીચેના પૈકી કઈ નથી?
A. આપેલા તાપમાને સંતુલન બંધપાત્રમાં જ શક્ય છે.
B. પ્રણાલીના બધા જ માપી શકાય તેવા ગુણધર્મો અચળ હોય છે.
C. સંતુલને બધા જ ભૌતિક પ્રક્રમો બંધ થઈ જાય છે.
D. સ્થાયી પરિસ્થિતિમાં વિરુદ્ધ પ્રક્રમો સમાન વેગથી લાગુ પડે છે.
જવાબ
C. સંતુલને બધા જ ભૌતિક પ્રક્રમો બંધ થઈ જાય છે.
સંતુલને પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા ચાલુ જ હોય છે. કોઈ પ્રક્રમ બંધ થતો નથી.
પ્રશ્ન 3.
નીચેની પ્રક્રિયા માટે 298 K તાપમાને સંતુલન અચળાંકનું મૂલ્ય 2 × 10-50 છે. જો આ તાપમાને O2ની સાંદ્રતા 1.6 × 10-2 M હોય, તો O3ની સાંદ્રતા કેટલી થશે?
3O2(g) → 2O3(g)
A. 2 × 10-15 × (1.6 × 10-2)3
B. 2.86 × 10-28
C. (1.6 × 10-2)4
D. A અને B બંને
જવાબ
B. 2.86 × 10-28
3O2(g) \rightleftharpoons 2O3(g)
∴ Kc = \frac{\left[\mathrm{O}_3\right]^2}{\left[\mathrm{O}_2\right]^3}
∴ 2.0 × 10-50 = \frac{\left[\mathrm{O}_3\right]^2}{\left(1.6 \times 10^{-2}\right)^2}
∴ [O3]2 = 2.0 × 10-50 × (1.6 × 10-2)2
= 8.192 × 10-56
∴ [O3]= 2.86 × 10-28 M
પ્રશ્ન 4.
નિયત તાપમાને બંધપાત્રમાં 0.2 bar દબાણે HI(g) ભરી તેનું વિઘટન કરવામાં આવે છે. જો સંતુલને HI(g)નું આંશિક દબાણ 0.04 bar હોય, તો સંતુલન અચળાંક Kp નું મૂલ્ય કેટલું હશે?
A. 3
B. 4
C. 6
D. 8
જવાબ
B. 4
પ્રશ્ન 5.
હેબર વિધિમાં વપરાતો H2(g) એ ઊંચા તાપમાને કુદરતી વાયુ મિથેનની પાણીની બાષ્પ સાથેની પ્રક્રિયા દ્વારા મેળવાય છે. આ પ્રક્રિયા બે તબક્કામાં થાય છે. જેમાંના પ્રથમ તબક્કામાં CO અને H2નું ઉત્પાદન કરવામાં આવે છે, જ્યારે બીજા તબક્કામાં પ્રથમ તબક્કા દરમિયાન મેળવેલા COની વધુ પ્રમાણમાં પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. જો પ્રક્રિયા પાત્રમાં 673 K તાપમાને શરૂઆતમાં PCO = PH2O 4.0 bar હોય, તો સંતુલને PH2 કેટલું થશે? (673 K તાપમાને Kp = 10.1 છે.)
પ્રક્રિયા : CO(g) + H2O(g) \rightleftharpoons CO2(g) + H2(g)
A. 12.71
B. 3.17
C. 5.32
D. 3.04
જવાબ
D. 3.04
∴ Kp = \frac{p^2}{(4-p)^2}
∴ 10.1 = \frac{p^2}{(4-p)^2}
\sqrt{10.1}=\frac{p}{4-p}
∴ 3.17 (4 – p) = p
∴ 12.68 – 3.17 p = p
∴ p = 3.04
પ્રશ્ન 6.
899 K તાપમાને નીચેની પ્રક્રિયા માટે Kp = 0.04 bar છે, જ્યારે C2H6ને 4.0 bar દબાણે ફ્લાસ્કમાં ભરવામાં આવે, ત્યારે સંતુલને C2H6 નું આંશિક દબાણ કેટલું થશે?
C2H6(g) \rightleftharpoons C2H4(g) + H2(g)
A. 0.30
B. 3.6
C. 4.0
D. 2.8
જવાબ
B. 3.6
∴ Kp = \frac{p^2}{4-p}
∴ p2 = 0.04 (4 – p)
∴ p2 = 0.16 – 0.04
દ્વિઘાત સમીકરણ દ્વારા ઉકેલતાં,
p = 0.38
∴ PC2H6 = 4.0 – 0.38
= 3.62 atm
પ્રશ્ન 7.
PCl5(g)નું બંધપાત્રમાં વિયોજન નીચે મુજબ થાય છે :
PCl5(g) \rightleftharpoons PCl3(g) + Cl2(g)
જો સંતુલને પ્રક્રિયા મિશ્રણનું કુલ દબાણ P અને PCl5નો વિયોજન અંશ x હોય, તો PCl3નું આંશિક દબાણ કેટલું થશે?
A. (\frac{x}{x+1}) P
B. (\frac{2 x}{1-x}) P
C. (\frac{x}{x-1}) P
D. (\frac{x}{1-x}) P
જવાબ
A. (\frac{x}{x+1}) P
પ્રશ્ન 8.
800 K તાપમાને બંધપાત્રમાં સંતુલને N2, O2 અને NOની સાંદ્રતા અનુક્રમે 3 × 10-3 M, 4.2 × 10-3 M અને 2.8 × 10-3 M હોય, તો નીચેની પ્રક્રિયાઓ સંતુલન અચળાંક Kc નું મૂલ્ય કેટલું થશે ?
N2(g) + O2(g) \rightleftharpoons 2NO(g)
A. 0.622
B. 6.22
C. 0.0622
D. 0.266
જવાબ
A. 0.622
∴ Kc = \frac{[\mathrm{NO}]^2}{\left[\mathrm{~N}_2\right]\left[\mathrm{O}_2\right]}=\frac{\left(2.8 \times 10^{-3}\right)^2}{\left(3 \times 10^{-3}\right)\left(4.2 \times 10^{-3}\right)} = 0.622
પ્રશ્ન 9.
NH4COONH2(s) \rightleftharpoons 2NH3(g) + CO2(g) પ્રક્રિયાનું સંતુલને દબાણ 3.0bar હોય, તો પ્રક્રિયા માટે Kpનું મૂલ્ય કેટલું થશે?
A. 4
B. 27
C. \frac{4}{27}
D. \frac{1}{27}
જવાબ
A. 4
NH4COONH2(s) \rightleftharpoons 2NH3(g) + CO2(g)
∴ Kp = \frac{4 p^3}{27}=\frac{4(3)^3}{27} = 4
પ્રશ્ન 10.
A(g) + 3B(g) \rightleftharpoons 4C(g) પ્રક્રિયામાં A ની શરૂઆતની સાંદ્રતા Bને સમાન હોય તથા સંતુલને A ની સાંદ્રતા C ને સમાન હોય, તો Kc નું મૂલ્ય કેટલું થશે?
A. 0.08
B. 0.8
C. 8
D. \frac{1}{8}
જવાબ
C. 8
પ્રશ્ન 11.
400 K તાપમાને PCl5(g)નું દબાણ 1 bar છે. જો તેનું નીચે મુજબ વિઘટન થતું હોય તથા તેનો વિયોજન અંશ 0.4 હોય, તો સંતુલને મિશ્રણની ઘનતા કેટલી થશે?
[PCl5નું આણ્વીય દળ = 208.5]
પ્રક્રિયા : PCl5(g) \rightleftharpoons PCl3(g) + Cl2(g)
A. 45.4 gL-1
B. 4.54 gL-1
C. 55.4 g L-1
D. 3.45 g L-1
જવાબ
B. 4.54 gL-1
પ્રશ્ન 12.
0.78 M શરૂઆતની સાંદ્રતા ધરાવતા IClના વિઘટનથી ઉત્પન્ન થતા I2 અને IClની સંતુલને સાંદ્રતા અનુક્રમે કેટલી થશે?
2ICl(g) \rightleftharpoons I2(g) + Cl2(g), Kc = 0.14
A. 0.167 અને 0.446
B. 0.446 અને 0.167
C. 0.389 અને 0.104
D. 0.80 અને 0.17
જવાબ
A. 0.167 અને 0.446
∴ 0.3714 (0.78 – 2x) = x
∴ 0.2896 – 0.7428x = x
∴ 0.2896 = 1.7428x
∴ x = 0.166 M = [I2]
∴ [ICl] = 0.78 – 2 (0.166)
= 0.446 M
પ્રશ્ન 13.
1000 K તાપમાને પ્રક્રિયા નીચે મુજબ છે :
CO2(g) + C(s) \rightleftharpoons 2CO(g), Kp = 3.0 bar છે.
જો શરૂઆતમાં PCO2 = 0.48 bar અને PCO bar અને ગ્રેફાઇટ હાજર હોય, તો સંતુલને CO અને CO2ના આંશિક દબાણ અનુક્રમે કેટલા થાય?
A. 0.66 અને 0.15 bar
B. 0.15 અને 0.66 bar
C. 6.6 અને 1.5 bar
D. 0.066 અને 0.015 bar
જવાબ
A. 0.66 અને 0.15 bar
∴ 1.2 – 3x = 4x2
∴ 4x2 + 3x – 1.2 = 0 દ્વિઘાત સમીકરણ મુજબ સાદું રૂપ આપતાં
x = 0.33 થાય
∴ PCO = 2 × 0.33 = 0.66 અને PCO2 = 0.15
પ્રશ્ન 14.
ચોક્કસ તાપમાને અને 105 Pa કુલ દબાણે આયોડિનની બાષ્પ કદથી 40 % આયોડિન પરમાણુઓ ધરાવે છે, તો આપેલા સંતુલન માટે કેટલો થશે? I2(g) \rightleftharpoons 2I(g)
A. 6.72 × 104
B. 2.67 × 10-4
C. 2.67 × 104
D. 2.67 × 106
જવાબ
C. 2.67 × 104
I2(g) \rightleftharpoons 2I(g)
I પરમાણુનું આંશિક દબાણ PI = \frac{40 \times 10^5}{100}
= 0.4 × 105 Pa
I2 અણુનું આંશિક દબાણ PI2 = \frac{10^5 \times 60}{100}
= 0.6 × 105 Pa
હવે, Kp = \frac{\left(\mathrm{p}_{\mathrm{I}}\right)^2}{\left(\mathrm{p}_{\mathrm{I}_2}\right)}
= \frac{\left(0.4 \times 10^5\right)^2}{0.6 \times 10^5}
= 2.67 × 104 Pa
પ્રશ્ન 15.
0.2 bar દબાણે HI(g)ના એક નમૂનાને એક ફ્લાસ્કમાં ભરવામાં આવે છે, તો સંતુલને HI(g)નું આંશિક દબાણ 0.04 bar છે, તો આપેલી સંતુલિત પ્રક્રિયા માટે KPનું મૂલ્ય કેટલું થશે?
2HI(g) \rightleftharpoons H2(g) + I2(g)
A. 20.25
B. 0.425
C. 6.025
D. 8.050
જવાબ
A. 20.25
પ્રશ્ન 16.
નિયત તાપમાને નીચેનાં સંતુલનો માટે Kc નું મૂલ્ય અનુક્રમે કેટલું થશે?
(i) 2NOCl(g) \rightleftharpoons→ 2NO(g) + Cl2(g)
Kp 1.8 × 10-2, T = 500 K
(ii) CaCO3(s) \rightleftharpoons CaO(s) + CO2(g)
Kp = 167, T = 1073 K
A. 4.38 × 10-4, 2.89
B. 4.38 × 10-4, 1.89
C. 4.38 × 10-5, 28.9
D. 4.38 × 10-5, 18.9
જવાબ
B. 4.38 × 10-4, 1.89
(i) 2NOCl(g) \rightleftharpoons 2NO(g) + Cl2(g) માટે
Kp = Kc(RT)Δn(g)
Kc = \frac{\mathrm{K}_{\mathrm{p}}}{(\mathrm{RT})^{\Delta n_{(g)}}}
= \frac{1.8 \times 10^{-2}}{(0.082 \times 500)^1}
= 4.38 × 10-4 M
(ii) CaCO3(s) \rightleftharpoons CaO(s) + CO2(g) માટે
Kp = Kc(RT)Δn(g)
Kc = \frac{\mathrm{K}_{\mathrm{p}}}{(\mathrm{RT})^{\Delta n_{(g)}}}
= \frac{167}{(0.082 \times 1073)^1}
= 1.89 M
પ્રશ્ન 17.
450 K તાપમાને નીચેની પ્રક્રિયાનો Kp = 2 × 1010bar છે, તો આ જ તાપમાને Kc નું મૂલ્ય કેટલું થશે?
2SO2(g) + O2(g) \rightleftharpoons 2SO3(g)
A. 2.67 × 107
B. 5.24 × 1010
C. 5.41 × 108
D. 7.38 × 1011
જવાબ
D. 7.38 × 1011
Kp = Kc(RT)Δn(g)
∴ Kc = \frac{\mathrm{K}_{\mathrm{p}}}{(\mathrm{RT})^{\Delta n_{(\mathrm{g})}}}=\frac{2 \times 10^{10}}{(0.082 \times 450)^{-1}}
= 2 × 1010 × 0.082 × 450
= 7.38 × 1011
પ્રશ્ન 18.
1127 K તાપમાને અને 1 bar દબાણે CO અને CO2નું વાયુમય મિશ્રણ અને ઘન કાર્બન સાથે સંતુલને વજનથી 90.55 % CO ધરાવે છે, તો આ જ તાપમાને Kcનું મૂલ્ય કેટલું હશે?
C(s) + CO2(g) \rightleftharpoons 2CO(g)
A. 0.283
B. 0.513
C. 0.153
D. 0.365
જવાબ
C. 0.153
પ્રશ્ન 19.
CO(g) + Cl2(g) \rightleftharpoons COCl2(g) માટે \frac{\mathrm{K}_{\mathrm{p}} {\mathrm{K}_{\mathrm{c}}} નું મૂલ્ય કોને સમાન થશે?
A. \frac{1}{\mathrm{RT}}
B. RT
C. \sqrt{\mathrm{RT}}
D. 1.0
જવાબ
A. \frac{1}{\mathrm{RT}}
CO(g) + Cl2(g) \rightleftharpoons COCl2(g)
∴ Δn(g) = 1 – 2 = – 1
હવે, Kp = Kc(RT)Δn
∴ Kp = Kc(RT)-1
∴ \frac{\mathrm{K}_{\mathrm{p}}}{\mathrm{K}_{\mathrm{c}}}=\frac{1}{\mathrm{RT}}
પ્રશ્ન 20.
નીચેની પ્રક્રિયાઓ અને તેમના સંતુલન અચળાંકો વચ્ચેનો કયો સંબંધ સાચો છે?
CO(g) + H2O(g) \rightleftharpoons CO2(g) + H2(g), K1
CH4(g) + H2O(g) \rightleftharpoons CO(g) + 3H2(g), K2
CH4(g) + 2H2O(g) \rightleftharpoons CO2(g) + 4H2(g), K3
A. K1 · \sqrt{\mathrm{K}_2} = K3
B. K2 · K3 = K1
C. K3 = K1 · K2
D. K3 · K23 = K12
જવાબ
C. K3 = K1 · K2
પ્રથમ બે પ્રક્રિયાનો સરવાળો કરતાં ત્રીજી પ્રક્રિયા મળે છે.
∴ K3 = K1 · K2
પ્રશ્ન 21.
2NO2(g) \rightleftharpoons 2NO(g) +O2(g) પ્રક્રિયા માટે Kc = 1.8 × 10-6 છે.
તાપમાન 184 °C અને R = 0.0831 kJ mol-1 છે. જો Kp અને Kc ની સરખામણી કરવામાં આવે ત્યારે,
A. Kp એ Kc કરતાં મોટું, નાનું અથવા સમાન હોઈ શકે છે, જેનો આધાર વાયુના કુલ દબાણ પર રહેલો છે.
B. Kp = Kc
C. Kp < Kc
D. Kp > c
જવાબ
D. Kp > c
અહીં, Δn(g) = 3 – 2 = 1
∴ Kp > Kc
પ્રશ્ન 22.
1000 K તાપમાને C(s) + H2O(g) \rightleftharpoons CO(g) + H2O(g) માટે ΔG⊖નું મૂલ્ય – 8.1 kJ mol-1 હોય, તો સંતુલન અચળાંક કેટલો થશે?
A. 6.24
B. 3.84
C. 2.64
D. 4.64
જવાબ
C. 2.64
Δ G⊖ = – 2.303 RT log Kp
∴ – 8.1 = – 2.303 × 8.314 × 10-3 × 1000 × log Kp
∴ log Kp = \frac{8.1}{2.303 \times 8.314 \times 1000 \times 10^{-3}}
= 0.4230
∴ Kp = Antilog 0.4230
= 2.64
પ્રશ્ન 23.
298 K તાપમાને NO2 અને NOની પ્રમાણિત સર્જનમુક્ત ઊર્જા અનુક્રમે 52.0 અને 87.0 kJ mol-1 હોય, તો નીચેની પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેટલો થશે?
NO(g) + \frac{1}{2}O2(g) \rightleftharpoons NO2(g)
A. 1.362 × 106
B. 1.362 × 10-6
C. 2.287 × 10-6
D. 4.862 × 10-5
જવાબ
A. 1.362 × 106
ΔfG⊖(પ્રક્રિયા) = ΣΔfG⊖(નીપજ) – ΣΔfG⊖(પ્રક્રિયક)
= 52.0 – 87.0
= – 35 kJ mol-1
હવે, Δ G⊖ = – 2.303 RT log Kp
∴ – 35 = – 2.303 × 8.314 × 10-3 × 298 × log Kp
∴ log Kp = 6. 134
∴ Kp = 1.362 × 106
પ્રશ્ન 24.
3X(g) + Y(g) \rightleftharpoons X3Y(g) પ્રક્રિયામાં સંતુલને X3Yનો જથ્થો કોના લીધે અસર પામશે?
A. માત્ર દબાણ
B. માત્ર તાપમાન
C. તાપમાન, દબાણ અને ઉદ્દીપક
D. તાપમાન, દબાણ
જવાબ
D. તાપમાન, દબાણ
સંતુલને તાપમાન અને દબાણમાં ફેરફાર કરવાથી જથ્થો અસ૨ પામશે. (લ-શૅટેલિયરના સિદ્ધાંત મુજબ)
પ્રશ્ન 25.
અચળ કઠે, નીચેની કઈ પ્રક્રિયામાં અલ્પ પ્રમાણમાં આર્ગોન ઉમેરવાથી સંતુલન અચળાંકને અસર થશે નહિ?
A. H2(g) + I2(g) \rightleftharpoons 2HI(g)
B. PCl2(g) \rightleftharpoons PCl3(g) + Cl2(g)
C. N2(g) + 3H2(g) \rightleftharpoons 2NH3(g)
D. બધી જ પ્રક્રિયાઓ
જવાબ
D. બધી જ પ્રક્રિયાઓ
બધી જ પ્રક્રિયાઓ વાયુમય પ્રણાલી ધરાવે છે. આર્ગોન એ નિષ્ક્રિય વાયુ હોવાથી તે ઉમેરવાથી સંતુલન અચળાંક પર કોઈ અસર થશે નહિ.
પ્રશ્ન 26.
પ્રક્રિયા A \rightleftharpoons B જો અર્ધપૂર્ણ થતી હોય, તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?
A. Δ G⊖ > 0
B. Δ G⊖ < 0
C. Δ G⊖ = 0
D. Δ G⊖ = – RT log 2
જવાબ
C. Δ G⊖ = 0
Δ G⊖ = ૦ સંતુલન સ્થપાય છે.
પ્રશ્ન 27.
H2(g) + S(s) \rightleftharpoons H2S(g) પ્રક્રિયા માટે 925 K અને 1000 K તાપમાને સંતુલન અચળાંક અનુક્રમે 18.5 અને 9.25 છે, તો પ્રક્રિયાની એન્થાલ્પી કેટલી થશે?
A. 2 kJ mol-1
B. 71 kJ mol-1
C. -71 kJ mol-1
D. 57 kJ mol-1
જવાબ
C. -71 kJ mol-1
પ્રશ્ન 28.
500 K તાપમાને 20 Lના પ્રક્રિયાપાત્રમાં 1.57 મોલ N2, 1.92 મોલ H2 અને 8.13 મોલ NH3ને મિશ્ર કરવામાં આવેલા છે, તો આ તાપમાને સંતુલન અચળાંકનું મૂલ્ય 1.57 × 102m-2 તો નીચે પૈકી કયું વિધાન સાચું છે?
A. પ્રક્રિયા સંતુલને છે.
B. પ્રક્રિયા સીધેસીધી પ્રક્રિયકો બાજુ થાય છે.
C. પ્રક્રિયા સીધેસીધી નીપજો બાજુ થાય છે.
D. કંઈ કહી શકાય નહીં.
જવાબ
B. પ્રક્રિયા સીધેસીધી પ્રક્રિયકો બાજુ થાય છે.
તથા Kc = 1.57 × 102
∴ અહીં, Qc > Kc હોવાથી પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે.
પ્રશ્ન 29.
Fe(OH)3(s) \rightleftharpoons Fe3+(aq) + 3OH–(aq) પ્રક્રિયામાં સંતુલને OH– ની સાંદ્રતા \frac{1}{4} ગણી ઘટાડવામાં આવે, તો Fe3+ની સાંદ્રતા ………….. ગણી વધશે.
A. 8
B. 16
C. 64
D. 4
જવાબ
C. 64
અહીં, Kc = [Fe3+] [OH–]3
લ-શૅટેલિયરના સિદ્ધાંત મુજબ [OH–] = \frac{1}{2} ગણી ઘટાડવામાં આવે, તો Kc નું મૂલ્ય અચળ જાળવવા માટે [Fe3+] 64 ગણી વધશે.
પ્રશ્ન 30.
નીચે પૈકી કયું સંતુલન, પાત્રના કદના ફેરફાર વડે અસર પામતું નથી?
A. PCl5(g) \rightleftharpoons PCl3(g) + Cl2(g)
B. N2(g) + 3H2(g) \rightleftharpoons 2NH3(g)
C. N2(g) + O2(g) \rightleftharpoons 2NO(g)
D. SO2Cl2(g) \rightleftharpoons SO2(g) + Cl2(g)
જવાબ
C. N2(g) + O2(g) \rightleftharpoons 2NO(g)
N2(g) + O2(g) \rightleftharpoons 2NO(g) માં બંને બાજુ મોલ-સંખ્યા સમાન હોવાથી પાત્રના કદના ફેરફારની અસર થશે નહિ.
પ્રશ્ન 31.
2SO2(g) + O2(g) \rightleftharpoons 2SO3(g), ΔH⊖ = – 198 kJ આ પ્રક્રિયા માટે નીચેની કઈ પરિસ્થિતિ પુરોગામી પ્રક્રિયા માટે યોગ્ય છે?
A. તાપમાન અને દબાણમાં ઘટાડો કરવો.
B. તાપમાન અને દબાણમાં વધારો કરવો.
C. તાપમાનનો વધારો અને દબાણમાં ઘટાડો કરવો.
D. તાપમાનનો ઘટાડો અને દબાણમાં વધારો કરવો.
જવાબ
D. તાપમાનનો ઘટાડો અને દબાણમાં વધારો કરવો.
આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોવાથી તાપમાનનો ઘટાડો અનુકૂળ રહેશે તથા p ∝ n હોવાથી દબાણ વધવાથી નીપજોની મોલ સંખ્યા વધશે.
પ્રશ્ન 32.
ફિનોલના 0.05 M દ્રાવણનો આયનીકરણ અચળાંક 1 × 10-10 છે. જો સોડિયમ ફિનોલેટના દ્રાવણમાં તેની સાંદ્રતા 0.01 M હોય, તો વિયોજન અંશ કેટલો થશે?
A. 1 × 10-10
B. 1 × 10-4
C. 1 × 10-8
D. 1 × 10-6
જવાબ
B. 1 × 10-4
α = \sqrt{\frac{\mathrm{K}_{\mathrm{a}}}{\mathrm{C}_{\mathrm{o}}}}=\sqrt{\frac{1 \times 10^{-10}}{1 \times 10^{-2}}}=\sqrt{1 \times 10^{-8}}
= 1 × 10-4
પ્રશ્ન 33.
0.16 g N2H4ને પાણીમાં ઓગાળી 500 mL જલીય દ્રાવણ બનાવવામાં આવે છે. જો N2H4 માટે આયનીકરણ અચળાંક 4 × 10-6 હોય, તો N2H4નું દ્રાવણમાં કેટલા ટકા આયનીકરણ થયું હશે?
A. 12
B. 8
C. 2
D. 5
જવાબ
C. 2
પ્રશ્ન 34.
ઍસિટિક ઍસિડનો આયનીકરણ અચળાંક 1.74 × 10-5 છે, તો 0.05 Mદ્રાવણમાં CH3COOHનો વિયોજન અંશ અને pH અનુક્રમે કેટલા હશે?
A. 1.86 × 10-2, 4
B. 1.24 × 10-3, 4
C. 1.24 × 10-3, 3
D. 1.86 × 10-2, 3
જવાબ
D. 1.86 × 10-2, 3
CH3COOH + H2O \rightleftharpoons CH3COO– + H3O+
∴ Ka = \frac{\left[\mathrm{CH}_3 \mathrm{COO}^{-}\right]\left[\mathrm{H}_3 \mathrm{O}^{+}\right]}{\left[\mathrm{CH}_3 \mathrm{COOH}\right]}
∴ [H3O+] = \sqrt{\mathrm{K}_{\mathrm{a}} \cdot \mathrm{C}_{\mathrm{o}}}
= \sqrt{1.74 \times 10^{-5} \times 0.05}
= 9.33 × 10-4 M
હવે, α = \frac{\left[\mathrm{H}_3 \mathrm{O}^{+}\right]}{\mathrm{C}_{\mathrm{O}}}
= \frac{9.33 \times 10^{-4}}{0.05}
= 1.86 × 10-2
pH = – log[H3O+]
= – log (9.33 × 10-4)
= 4 log 10 – log 9.33
= 4.0000 – 0.9699
= 3.0301
પ્રશ્ન 35.
નિર્બળ બેઇઝના સંયુગ્મી ઍસિડ પ્રબળ હોય છે, તો નીચેના સંયુગ્મી બેઇઝની બેઝિક પ્રબળતાનો ઊતરતો ક્રમ કયો છે?
A. RO– > OH– > CH3COO– > Cl–
B. OH– > RO– > CH3COO– > Cl–
C. Cl– > RO– > OH > CH3COO–
D. CH3COO– > RO– > OH– > Cl–
જવાબ
A. RO– > OH– > CH3COO– > Cl–
ROH < H2O < CH3COOH < HCl ઍસિડની પ્રબળતાનો ક્રમ
પ્રશ્ન 36.
H2PO4– ને સમાવતાં ત્રણ સમીકરણો નીચે દર્શાવેલાં છે :
(i) H3PO4 + H2O \rightleftharpoons H3O+ + H2PO4–
(ii) H2PO4– + H2O \rightleftharpoons HPO42- + H3O+
(iii) H2PO4– + OH– \rightleftharpoons H2PO4 + O2-
ઉપર્યુક્તમાંથી કયા સમીકરણમાં H2PO4– ઍસિડ તરીકે વર્તશે?
A. માત્ર I
B. માત્ર III
C. I અને II
D. માત્ર II
જવાબ
D. માત્ર II
સમીકરણ (I) અને (II)માં H3O+ મુક્ત થાય છે.
પ્રશ્ન 37.
ચાર સ્પીસીઝ નીચે દર્શાવેલ છે :
(i) HCO3– (ii) H3O+ (iii) HSO4– (iv) HSO3F
ઍસિડ પ્રબળતા માટે નીચેનામાંથી કયું યોગ્ય છે?
A. (IV) < (II) < (III) < (I)
B. (II) < (III) < (I) < (IV)
C. (I) < (III) < (II) ≤ (IV)
D. (III) < (I) < (IV) < (II)
જવાબ
C. (I) < (III) < (II) ≤ (IV)
Kaના મૂલ્ય પરથી
પ્રશ્ન 38.
નીચેનામાંથી કઈ સ્પીસીઝ બ્રૉન્સ્ટેડ ઍસિડ અને બેઇઝ એમ બંને તરીકે વર્તે છે?
A. H2PO2–
B. HPO3–
C. HPO42-
D. આપેલ તમામ
જવાબ
C. HPO42-
બેઇઝ : HPO42- + H+ → H2PO4-1
ઍસિડ : HPO42- → PO43- + H+
પ્રશ્ન 39.
100 cm3 પાણી સાથે 0.023 g સોડિયમ ધાતુ પ્રક્રિયા કરે છે, તો મળતા દ્રાવણની pH કેટલી હશે?
A. 10
B. 11
C. 9
D. 12
જવાબ
D. 12
Na + H2O → NaOH + \frac{1}{2} H2
સમીકરણ પરથી કહી શકાય કે,
23 g Na, 1 મોલ NaOH ઉત્પન્ન કરે છે.
∴ 0.023 g Naમાંથી ઉત્પન્ન થતા NaOHનો મોલ
= 10-3
∴ [OH–] = \frac{10^{-3} \times 1000}{100} = 10-2
∴ pOH = 2 ∴ pH = 12
પ્રશ્ન 40.
0.1 M CH3COOHના દ્રાવણનું pKa નું મૂલ્ય 4.78 છે, તો દ્રાવણની pH કેટલી હશે?
A. 1.8991
B. 2.9281
C. 4.8991
D. 3.1919
જવાબ
B. 2.9281
pKa = 4.78
∴ pKa = – log Ka ∴ 4.78 = – log Ka
∴ log Ka = – 4.78
∴ Ka= Antilog \overline{5}.22
= 1.66 × 10-5 M
હવે, [H3O+]= \sqrt{\mathrm{K}_{\mathrm{a}} \cdot \mathrm{C}_{\mathrm{O}}}
= \sqrt{1.66 \times 10^{-5} \times 0.1}
= 1.28 × 10-3 M
pH = – log [H3O+]
= – log (1.28 × 10-3)
= 3 log 10 – log 1.28
= 3.0000 – 0.0719
= 2.9281
પ્રશ્ન 41.
[Al(H2O6)]3+નો સંયુગ્મી બેઇઝ કયો છે?
A. [Al(H2O)5]2+
B. [Al(H2O)5OH]2+
C. [Al(H2O)5OH)3+
D. શક્ય નથી.
જવાબ
B. [Al(H2O)5OH]2+
પ્રશ્ન 42.
0.004 M હાઇડ્રેઝિનના દ્રાવણની pH 9.7 છે, તો તેના માટે pનું મૂલ્ય કેટલું થશે?
A. 6.20
B. 7.20
C. 8.20
D. 9.20
જવાબ
A. 6.20
pH + pOH = 14
∴ POH = 14.0 – 9.7
= 4.3
∴ pOH = – log [OH–]
∴ log [OH–] = – 4.3
∴ log [OH–]= \overline{5}.7000
∴ [OH–] = 5.012 × 10-5 M
હવે, Kb = \frac{\left[\mathrm{OH}^{-}\right]^2}{\mathrm{C}_{\mathrm{o}}}
= \frac{\left(5.012 \times 10^{-5}\right)^2}{4 \times 10^{-3}}
= \frac{25.12 \times 10^{-10}}{4 \times 10^{-3}}
Kb = 6.28 × 10-7 M
હવે, pKb = – log Kb
= – log (6.28 × 10-7)
= 7 log 10 – log 6.28
= 7.0000 – 0.7980
= 6.202
પ્રશ્ન 43.
0.1 M બ્રોમોઍસિટિક ઍસિડના દ્રાવણનો આયનીકરણ અંશ 0.132 હોય, તો આ ઍસિડના pKaનું મૂલ્ય કેટલું થશે?
A. 2.7
B. 7.2
C. 12.3
D. 14
જવાબ
A. 2.7
Br CH2 COOH(l) + H2O(aq) \rightleftharpoons Br CH2COO–(aq) + H3O+(aq)
Ka = \frac{\mathrm{C} \alpha^2}{1-\alpha}
∴ Ka= Cα2 ( 1 – α નિર્બળ ઍસિડ હોવાથી ≅ 1)
∴ Ka = 0.1 × (0.132)2
= 0.00174
= 1.74 × 10-3
∴ pKa = – log Ka
= – log (1.74 × 10-3)
= 3 log 10 – log 1.74
= 3.0000 – 0.2405
= 2.7595
હવે, [H3O+] = Cα
= 0.1 × 0.132
= 1.32 × 10-2
∴ pH = – log (1.32 × 10-2)
= 2 log 10 – log 1.32
= 2.0000 – 0.1206
= 1.8794
પ્રશ્ન 44.
CO32- ના સંયુગ્મી ઍસિડનો વિયોજન અચળાંક કેટલો થશે? CO32-નો વિયોજન-અચળાંક 2.1 × 10-4 છે.
A. 1.47 × 10-11
B. 4.76 × 10-11
C. 8.76 × 10-8
D. 3.42 × 10-10
જવાબ
B. 4.76 × 10-11
Ka × Kb = Kw
∴ Ka = \frac{\mathrm{K}_{\mathrm{w}}}{\mathrm{K}_{\mathrm{b}}}
= \frac{1 \times 10^{-14}}{2.1 \times 10^{-4}}
= 4.76 × 10-11
પ્રશ્ન 45.
H3PO4 + H2O \rightleftharpoons H2PO4– + H2O+ પ્રક્રિયાનો Ka1 પરિસ્થિતિમાં સૌથી વધારે અસર પામશે?
A. H2PO4– આયન ઉમેરવાથી
B. H3PO4 ઉમેરવાથી
C. ઉદ્દીપક ઉમેરવાથી
D. ગરમ કરવાથી
જવાબ
D. ગરમ કરવાથી
તાપમાન વધવાથી વિયોજનનું પ્રમાણ વધશે.
પ્રશ્ન 46.
ડાયપ્રોટિક ઍસિડ H2X માટે નીચેનામાંથી કયું સાચું છે?
A. Ka2 > Ka1
B. Ka1 > Ka2
C. Ka1 = Ka2
D. Ka1 = \frac{1}{\mathrm{~K}_{\mathrm{a}_2}}
જવાબ
B. Ka1 > Ka2
પ્રથમ આયનીકરણ અચળાંકનું મૂલ્ય હંમેશાં વધુ હોય.
પ્રશ્ન 47.
pHનું 2 મૂલ્ય ધરાવતા HClના 200 mL જલીય દ્રાવણને pHનું 12 મૂલ્ય ધરાવતા NaOHના 300 mL જલીય દ્રાવણ સાથે મિશ્ર કરતાં મળતા મિશ્ર દ્રાવણની pH કેટલી થશે?
A. 2
B. 12
C. 11.3
D. 7
જવાબ
C. 11.3
H+ના મોલ = \frac{0.01 \times 200}{1000} = 2 × 10-3
OH– ના મોલ = \frac{0.01 \times 300}{1000} = 3 × 10-3
તટસ્થીકરણ બાદ બાકી રહેતા OH– ના મોલ = 1 × 10-3
∴ [OH–] = \frac{1 \times 10^{-3} \times 10^3}{500} = 2 × 10-3
∴ pOH = – log [OH–]
= – log (2 × 10-3)
3 log 10 – log 2
= 3.0000 – 0.3010
= 2.6990
∴ pH = 11.3010
પ્રશ્ન 48.
જો 0.005 M કોડેઇન(C18H21NO3)ના જલીય દ્રાવણની pH 9.95 હોય, તો તેના pKbનું મૂલ્ય કેટલું થશે?
A. 8.92
B. 3.76
C. 4.29
D. 5.81
જવાબ
D. 5.81
કોડિન(C18H21NO3) + H2O \rightleftharpoons (કોડિન)+ + OH–
pH = 9.95
∴ pOH = 4.05
∴ pOH = – log[OH–]
∴ [OH–]= \overline{5}.95 = 8.913 × 10-5
Kb = 1.588 × 10-6
∴ pKb = – log Kb
= – log (1.588 × 10-6)
= 6 log 10 – log 1.588
= 6.0000 – 0.2009
= 5.7991
પ્રશ્ન 49.
એક જલીય દ્રાવણ વજનથી 10% એમોનિયા ધરાવે છે અને તેની ઘનતા 0.99 g cm-3 છે. જો NH4+ માટે Ka નું મૂલ્ય 5 × 10-10 હોય, તો હાઇડ્રોજન આયનની સાંદ્રતા કેટલી થશે?
A. 9.27 × 10-13 M
B. 9.27 × 10-11 M
C. 9.27 × 10-10 M
D. 9.27 × 10-6 M
જવાબ
A. 9.27 × 10-13 M
100 g દ્રાવણ 10 g NH3 ધરાવે છે.
= \sqrt{\frac{\mathrm{K}_{\mathrm{w}}}{\mathrm{K}_{\mathrm{a}}} \cdot \mathrm{C}} (∵ Ka × Kb = Kw)
= \sqrt{\frac{10^{-14}}{5 \times 10^{-10}} \times 5.82}
= 1.07 × 10-2 M
[H+][OH–] = Kw પરથી,
∴ [H+] = \frac{\mathrm{K}_{\mathrm{W}}}{\left[\mathrm{OH}^{-}\right]}=\frac{10^{-14}}{1.07 \times 10^{-2}}
= 0.9268 × 10
= 9.268 × 10-13 M
પ્રશ્ન 50.
પ્રબળ ઍસિડના દ્રાવણની pH 6.0 છે, જો આપેલ દ્રાવણને 100 ગણું મંદ કરવામાં આવે, તો મંદન પછી દ્રાવણની pH કેટલી થશે?
A. 5.8
B. 6.9
C. 9.3
D. 13
જવાબ
B. 6.9
pH = 6∴ [H3O+] = 10-PH
= 10-6 M
હવે, દ્રાવણનું કદ 100 ગણું મંદ કરતાં
∴ [H+] = \frac{10^{-6}}{100}
= 10-8 M
∴ pH = 6.95
પ્રશ્ન 51.
10.65 pH ધરાવતું [Ca(OH)2]નું જલીય દ્રાવણ બનાવવા માટે 250 mL પાણીમાં તેના કેટલા મોલ ઓગાળવા પડશે? Ca(OH)2નું સંપૂર્ણ વિયોજન થાય છે.
A. 0.47 × 10-4
B. 0.48 × 10-4
C. 0.56 × 10-4
D. 0.68 × 10-4
જવાબ
C. 0.56 × 10-4
pH = 10.65 ∴ POH = = 14 – 10.65 = 3.35
∴ [OH–] = 10-РОН
= 10-3.35
[OH–] = Antilog \overline{4}.65
= 4.467 × 10-4
∴ Ca(OH)2 250 mL દ્રાવણમાં ઓગળવા માટે
જરૂરી મોલ = \frac{4.467 \times 10^{-4} \times 250}{2 \times 1000} (∵ ડાયઍસિડિક બેઇઝ છે.)
= 5.58 × 10-5
= 0.558 × 10-4
પ્રશ્ન 52.
ઍસિડ HQના 0.1 M જલીય દ્રાવણની pH 3 છે, તો આ ઍસિડનો આયનીકરણ અચળાંક કેટલો થશે?
A. 3 × 10-1
B. 1 × 10-3
C. 1 × 10-5
D. 1 × 10-7
જવાબ
C. 1 × 10-5
Ka = \frac{\left[\mathrm{H}_3 \mathrm{O}^{+}\right]^2}{\mathrm{C}_{\mathrm{o}}}=\frac{\left(10^{-3}\right)^2}{0.1}
= 1 × 10-5
પ્રશ્ન 53.
0.20 M હાઇડ્રોસાયનિક ઍસિડ માટે Kaનું મૂલ્ય 4.9 × 10-10 છે, તો તેની વિયોજનની ટકાવારી કેટલી થશે?
A. 4.95 %
B. 0.00549 %
C. 0.0495 %
D. 0.00495 %
જવાબ
D. 0.00495 %
Ka = α2.C પરથી,
α = \sqrt{\mathrm{K}_{\mathrm{a}} / \mathrm{C}_{\mathrm{o}}}=\sqrt{\frac{4.9 \times 10^{-10}}{0.2}} = 4.9497 × 10-5
∴ % વિયોજન = 4.9497 × 10-5 × 102
= 4.9497 × 10-3
= 0.00495 %
પ્રશ્ન 54.
નીચેનામાંથી કયા ઍસિડના pKa નું મૂલ્ય સૌથી ઓછું હશે?
A. CH3COOH
B. HCOOH
C. (CH3)2CHCOOH
D. CH3CH2COOH
જવાબ
C. (CH3)2CHCOOH
પ્રશ્ન 55.
પિરિડીનિયમ હાઇડ્રોક્લોરાઇડના 0.02 Mજલીય દ્રાવણની pH = 3.44 હોય, તો પિરિડીનનો આયનીકરણ અચળાંક કેટલો થશે?
A. 1.84 × 10-7
B. 2.63 × 10-9
C. 1.5 × 10-9
D. 3.62 × 10-7
જવાબ
C. 1.5 × 10-9
C6H5N+HCl– + H2O \rightleftharpoons С6H5N+HOH– + HCl
જળવિભાજનને કારણે દ્રાવણ ઍસિડિક બને છે.
∴ pH = 7 – \frac{\mathrm{pK}_{\mathrm{b}}}{2}-\frac{\log \mathrm{C}}{2}
∴ 3.44 = 7 – \frac{\mathrm{pK}_{\mathrm{b}}}{2}-\log \frac{0.02}{2}
∴ pKb = 8.82
હવે, pKb = 8.82
∴ 8.82 = – log Kb
∴ Kb Antilog \overline{9}.18 = 1.5 × 10-9
પ્રશ્ન 56.
નિર્બળ ઍસિડ HAનું pKaનું મૂલ્ય 4.80 છે. નિર્બળ બેઇઝ BOHનું pKb મૂલ્ય 4.78 છે, તો તેમાંથી મેળવાતા ક્ષાર BAના જલીય દ્રાવણની pH કેટલી થશે?
A. 9.58
B. 4.79
C. 7.01
D. 9.22
જવાબ
C. 7.01
નિર્બળ ઍસિડ અને નિર્બળ બેઇઝમાંથી બનતા ક્ષારના દ્રાવણની
pH = 70 + \frac{1}{2} [pKa – pKb]
= 7.0 + \frac{1}{2} [4.80 – 4.78]
= 7.0 + 0.01
= 7.01
પ્રશ્ન 57.
નિર્બળ બેઇઝ અને તેના ક્લોરાઇડના ક્ષારની સમાન મોલર સાંદ્રતા ધરાવતા બફર દ્રાવણનું pH મૂલ્ય કેટલું હશે? (નિર્બળ બેઇઝ માટે Kb 2 × 10-5)
A. 5
B. 9
C. 4.7
D. 9.5
જવાબ
D. 9.5
pOH = pKb + log \frac{\text { [Salt] }}{\text { [Base] }}
= 4.6990 + log \frac{1}{1}
POH = 4.6990
∴ pH = 14.000 – 4.6990
≅ 9.5
અહીં, pKb = – log Kb
= – log (2 × 10-5)
= 5 log 10 – log 2.0
= 5.000 – 0.3010
= 4.6990
પ્રશ્ન 58.
0.1 M NH4OH અને 0.1 M NH4Clના મિશ્ર દ્રાવણના pHનું મૂલ્ય 9.25 છે, તો NH4OH માટે pKbનું મૂલ્ય કેટલું થશે?
A. 9.25
B. 3.75
C. 4.75
D. 8.25
જવાબ
C. 4.75
pOH = pKb + log \frac{\left[\mathrm{NH}_4 \mathrm{Cl}\right]}{\left[\mathrm{NH}_4 \mathrm{OH}\right]}
∴ 14 – 9.25 = pKb + log \frac{0.1}{0.1}
∴ 4.75 = pKb
પ્રશ્ન 59.
જો CH3COOHના pKaનું મૂલ્ય 4.76 હોય, તો એમોનિયમ હાઇડ્રૉક્સાઇડના pKb નું મૂલ્ય કેટલું થશે? એમોનિયમ એસિટેટના દ્રાવણની pH 7.005 છે.
A. 5.35
B. 3.45
C. 2.25
D. 4.75
જવાબ
D. 4.75
pH = \frac{1}{2} (pKw + pKa – pKb)
7.005 = \frac{1}{2} = (14 + 4.76 – pKb)
∴ pKb = 4.75
પ્રશ્ન 60.
4 pH ધરાવતું દ્રાવણ બનાવવા માટે 0.1 M CH3COOHના 1 L દ્રાવણમાં કેટલાં મોલ CH3COONa ઉમેરવું પડશે?
Ka = 1.8 × 10-5
A. 1.80 × 10-2
B. 4.70 × 10-2
C. 2.86 × 10-4
D. 3.32 × 10-4
જવાબ
A. 1.80 × 10-2
પ્રશ્ન 61.
નીચેનામાંથી કયાં સંમિશ્રણો બફર દ્રાવણ બનાવશે?
(i) NH4Cl + NH3
(ii) CH3COOH + HCl
(iii) CH3COONa + CH3COOH
(iv) HCl + NaOH
A. (II) અને (III)
B. (I), (II) અને (IV)
C. (II) અને (IV)
D. (I) અને (III)
જવાબ
D. (I) અને (III)
બફર દ્રાવણની વ્યાખ્યા અનુસાર
પ્રશ્ન 62.
0.1 મોલ CH3NH2 (Kb = 5 × 10-4) અને 0.08 મોલ HClને મિશ્ર કરી 1 L મંદ દ્રાવણ બનાવવામાં આવે છે, તો દ્રાવણમાં H+ની સાંદ્રતા કેટલી થશે?
A. 8 × 10-2 M
B. 8 × 10-11 M
C. 1.6 × 10-11 M
D. 8 × 10-5 M
જવાબ
B. 8 × 10-11 M
પ્રશ્ન 63.
Al(OH)3નો દ્રાવ્યતા ગુણાકાર 2.7 × 10-11 છે, તો તેની દ્રાવ્યતા gL-1 અને દ્રાવણની pH અનુક્રમે કેટલી થશે? [Al(OH)3નું આણ્વીય દળ : 78]
A. 7.8 × 10-2, 11.5
B. 7.8 × 10-3, 9.5
C. 7.8 × 10-2, 9.5
D. 7.8 × 10-3, 11.5
જવાબ
A. 7.8 × 10-2, 11.5
Al(OH)3નો Ksp = 27 S4
∴S4 = \frac{\mathrm{K}_{\mathrm{sp}}}{27}
∴ S = \left(\frac{\mathrm{K}_{\mathrm{sp}}}{27}\right)^{\frac{1}{4}}
= \left(\frac{2.7 \times 10^{-11}}{27}\right)^{\frac{1}{4}}
[Al(OH)3] = 1 × 10-3 M ∴ [OH–] = 3 × 10-3
gL-1 = M × M.W.
= 1 × 10-3 × 78
= 7.8 × 10-2
હવે, pOH = – log [OH–]
= – log (3 × 10-3)
= 3 log 10 – log 3
= 3.000 – 0.4771
= 2.5229
∴ pH = 11.4771
પ્રશ્ન 64.
0.1 g લેડ (II) ક્લોરાઇડનું સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે કેટલું પાણી જોઈએ?
(PbCl2 માટે Ksp = 3.2 × 10-8, PbCl2 નું આણ્વીય દળ = = 278)
A. 100 mL
B. 180 mL
C. 120 mL
D. 150 mL
જવાબ
B. 180 mL
PbCl2 2 Ksp માટે Ksp = 4S3
S = \left(\frac{\mathrm{K}_{\mathrm{sp}}}{4}\right)^{\frac{1}{3}}
= 1.79 × 10-4 × 106
= 1.79 × 102
= 179 mL
≅180 mL
પ્રશ્ન 65.
25 °સે તાપમાને સંપૂર્ણ દ્રાવ્યક્ષાર AxByની પાણીમાં દ્રાવ્યતા 1.4 × 10-4M છે. જો દ્રાવ્યતા ગુણાકાર 1.1 × 10 -11હોય, તો નીચેનામાંથી કઈ શક્યતા છે?
A. x = 1, y = 2
B. x = 2, y = 2
C. x = 3, y = 1
D. x = 1, y = 3
જવાબ
A. x = 1, y = 2
વિકલ્પ નિવારણ પદ્ધતિ મુજબ,
Ax Byમાં x = 1 અને y = 2 મૂકતાં ક્ષારનું સૂત્ર = AB2 થશે.
∴ Ksp = 4S3
= 4 (1.4 × 10-4)3
= 1.1 × 10-11 M થાય.
પ્રશ્ન 66.
25° સે તાપમાને Mg(OH)2નો દ્રાવ્યતા ગુણાકાર 1.0 × 10-11 છે, તો 0.001 M Mg2+ આયનના દ્રાવણમાંથી કેટલી pH એ Mg2+ આયનો, Mg(OH)2 સ્વરૂપે અવક્ષેપન પામવાનું શરૂ કરશે?
A. 9
B. 10
C. 11
D. 8
જવાબ
B. 10
Mg(OH)2નો Ksp = [Mg2+] [OH–]2
∴ [OH–] = \sqrt{\frac{\mathrm{K}_{\mathrm{sp}}}{\left[\mathrm{Mg}^{2+}\right]}}
= \sqrt{\frac{10^{-11}}{10^{-3}}}
= 10-4
РОН = 4
pH = 10
પ્રશ્ન 67.
MX2 સામાન્ય સૂત્ર ધરાવતા ક્ષારનો દ્રાવ્યતા ગુણાકાર 4 × 10-12 છે, તો ક્ષારના જલીય દ્રાવણમાં M2+ આયનની
સાંદ્રતા કેટલી થશે ?
A. 4 × 10-10 M
B. 1.6 × 10-4 M
C. 1 × 10-4 M
D. 2 × 10-6 M
જવાબ
C. 1 × 10-4 M
MX2 માટે Ksp = [M2+] [X–]2
= 4S3
∴ S = \sqrt[\frac{1}{3}]{\frac{\mathrm{K}_{\mathrm{sp}}}{4}}
= \left(\frac{4 \times 10^{-12}}{4}\right)^{\frac{1}{3}}
= 1 × 10-4 M
પ્રશ્ન 68.
1.0 × 10-4 M Na2CO3નાં દ્રાવણમાં ઘન Ba(NO3)2ને સંપૂર્ણ ઓગાળવામાં આવે છે, તો કઈ સાંદ્રતાએ Ba2+ આયનો
અવક્ષેપન પામશે? (BaCO3 માટે Ksp = 5.1 × 10-9)
A. 4.1 × 10-5 M
B. 5.1 × 10-5 M
C. 8.1 × 10-8 M
D. 8.1 × 10-7 M
જવાબ
B. 5.1 × 10-5 M
BaCO3નો KSP = [Ba2+] [CO32-]
∴ [Ba2+] = \frac{\mathrm{K}_{\mathrm{sp}}}{\left[\mathrm{CO}_3{ }^{2-}\right]}=\frac{5.1 \times 10^{-9}}{1 \times 10^{-4}}
= 5.1 × 10-5 M
પ્રશ્ન 69.
298 K તાપમાને Sr(OH)2ના દ્રાવણની દ્રાવ્યતા 19.32 gL-1 છે, તો દ્રાવણની pH કેટલી થશે?
A. 12.60
B. 11.50
C. 13.50
D. 10.60
જવાબ
C. 13.50
∴ pH = – log [H+]
= – log (3.16 × 10-14)
= log 14.0000 – log 3.16
= 14.0000 – 0.4997
= 13.5003
પ્રશ્ન 70.
0.05 M બેરિયમ ક્લોરાઇડના દ્રાવણમાં બેરિયમ સલ્ફેટની દ્રાવ્યતા કેટલી થશે? BaSO4 માટે Ksp = 1.1 × 10-10
A. 2.2 × 10-9 M
B. 2.2 × 10-9 M
C. 4.2 × 10-9 M
D. 8.9 × 10-9 M
જવાબ
B. 2.2 × 10-9 M
BaCl2 માંથી [Ba2+] = 0.05 M
ધારો કે BaSO4માંથી [Ba2+] = x M
∴ [Ba2+] = 0.05 + x ≈ 0.05 M
∴ Ksp = [Ba2+] [SO42-]
∴ 1.1 × 10-10 = (0.05) (x)
∴ x = \frac{1.1 \times 10^{-10}}{5 \times 10^{-2}}
= 2.2 × 10-9 M
પ્રશ્ન 71.
A2X3નો દ્રાવ્યતા ગુણાકાર 1.1 × 10-23 છે. ધારો કે આ ક્ષારના કોઈ પણ પ્રકારનાં આયનો પાણી સાથે પ્રક્રિયા કરતા નથી, તો શુદ્ધ પાણીમાં A2X3ની દ્રાવ્યતા કેટલી થશે?
A. 1 × 10-5 M
B. 2.5 × 10-4 M
C. 1 × 10-6 M
D. 2.5 × 10-6 M
જવાબ
A. 1 × 10-5 M
A2 X3 માટે Ksp = 108 S5
∴ S5 = \frac{K_{s p}}{108}
∴ S = \left(\frac{\mathrm{K}_{\mathrm{sp}}}{108}\right)^{\frac{1}{5}}
= \left(\frac{1.1 \times 10^{-23}}{108}\right)^{\frac{1}{5}}
= \left(0.01 \times 10^{-23}\right)^{\frac{1}{5}}
= \left(1 \times 10^{-25}\right)^{\frac{1}{5}}
= 1 × 10-5 M
પ્રશ્ન 72.
1 L HClના દ્રાવણની pH = 1 છે. આ દ્રાવણમાં કેટલું પાણી ઉમેરવું જોઈએ કે જેથી દ્રાવણની pH = 2 થાય?
A. 0.1 L
B. 0.9 L
C. 2.0 L
D. 9.0 L
જવાબ
D. 9.0 L
pH = 1 ∴ [H3O+] = 0.1M
PH = 2 ∴ [H3O+] = 0.01M
હવે, M1V1 = M2V2
0.1 × 1 = 0.01 × V2
∴ V2 = 10 L
∴ ઉમેરવું પડતું પાણી = 9 L
પ્રશ્ન 73.
Cr(OH)3નો Ksp = 1.6 × 10-30 છે. Cr(OH)3 ની પાણીમાં મોલ૨ દ્રાવ્યતા ……………… છે.
A. \sqrt[2]{1.6 \times 10^{-30}}
B. \sqrt[4]{1.6 \times 10^{-30}}
C. \sqrt[4]{\frac{1.6 \times 10^{-30}}{27}}
D. 1.6 \times 10^{\frac{-30}{27}}
જવાબ
C. \sqrt[4]{\frac{1.6 \times 10^{-30}}{27}}
Cr(OH)3નો Ksp = 27 S4
S = \left(\frac{\mathrm{K}_{\mathrm{sp}}}{27}\right)^{\frac{1}{4}}
= \left(\frac{1.6 \times 10^{-30}}{27}\right)^{\frac{1}{4}}=\sqrt[4]{\frac{1.6 \times 10^{-30}}{27}}
પ્રશ્ન 74.
કાર્બોનિક ઍસિડનો જલીય દ્રાવણમાં આયનીકરણ અચળાંક K1 = 4.2 × 10-7 તથા K2 = 4.8 × 10-11 છે, તો કાર્બોનિક ઍસિડના 0.034 M સંતૃપ્ત દ્રાવણ માટે કયું વિધાન સાચું છે?
A. CO32- આયનની સાંદ્રતા 0.034 M છે.
B. CO32- આયનની સાંદ્રતા HCO3–ની સાંદ્રતા કરતાં વધુ છે.
C. H+ અને HCO3–ની સાંદ્રતા લગભગ સમાન છે.
D. H+ની સાંદ્રતા CO32-ની સાંદ્રતા કરતાં બમણી છે.
જવાબ
C. H+ અને HCO3–ની સાંદ્રતા લગભગ સમાન છે.
દ્રાવણ સંતૃપ્ત હોવાથી [H+] = [HCO3–]
પ્રશ્ન 75.
P4(s) + 5O2(g) \rightleftharpoons P4O10(s) પ્રક્રિયાને સંતુલન અચળાંક માટે કયું સૂત્ર સાચું છે?
A. Kc = \frac{\left[\mathrm{P}_4 \mathrm{O}_{10}\right]}{\left[\mathrm{P}_4\right]\left[\mathrm{O}_2\right]^5}
B. Kc = \frac{\left[\mathrm{P}_4 \mathrm{O}_{10}\right]}{5\left[\mathrm{P}_4\right]\left[\mathrm{O}_2\right]^5}
C. Kc = [O2]5
D. Kc = \frac{1}{\left[\mathrm{O}_2\right]^5}
જવાબ
D. Kc = \frac{1}{\left[\mathrm{O}_2\right]^5}
Kc = \frac{1}{\left[\mathrm{O}_2\right]^5} (બાકીના ઘટકો ઘન છે.)
પ્રશ્ન 76.
2.5 mL \frac{2}{5} M નિર્બળ મૉનોઍસિડિક બેઇઝ (Kb = 1 × 10-12)નું તટસ્થીકરણ \frac{2}{15} M HCl વડે કરવામાં આવે છે, તો તટસ્થીકરણ બિંદુએ H+ની સાંદ્રતા કેટલી થશે?
A. 3.7 × 10-13 M
B. 3.2 × 10-7 M
C. 3.2 × 10-2 M
D. 2.7 × 10-2 M
જવાબ
D. 2.7 × 10-2 M
મૉનોબેઝિક ઍસિડ માટે મિલિમોલ = M × VmL
= \frac{2}{5} × 2.5
= 1
તટસ્થીકરણ બાદ ક્ષાર(BCl)ના મિલિમોલ = 0.1
∴ HClના મિલિમોલ = M × VmL
= \frac{2}{15} × V = 1
∴ V = 7.5 mL
∴ કુલ કદ = 7.5 + 2.5 10 mL
∴ [BCl] = \frac{1}{10} = 0.1
પ્રશ્ન 77.
Ag+ + NH3 \rightleftharpoons [Ag(NH3)]+; K1 = 3.5 × 10-3 … (1)
[Ag(NH3)]+ + NH3 \rightleftharpoons [Ag(NH3)2]+;
K2 = 1.7 × 10-3 …….. (2)
[Ag(NH)3)2]+ બનવાની પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેટલો થશે?
A. 6.08 × 10-6
B. 6.08 × 106
C. 6.08 × 10-9
D. 6.08 × 109
જવાબ
A. 6.08 × 10-6
સમીકરણ (1) અને (2)નો સરવાળો કરતાં,
K = K1 × K2
= 3.5 × 10-3 × 1.7 × 10-3
= 5.95 × 10-6
પ્રશ્ન 78.
Kaનું 10-5 મૂલ્ય ધરાવતા નિર્બળ ઍસિડ HX, કૉસ્ટિક સોડા સાથે પ્રક્રિયા કરી 0.1 M સાંદ્રણ ધરાવતો ક્ષાર NaX બનાવે છે. NaXનો જળવિભાજન અંશ કેટલો થશે?
A. 0.01 %
B. 0.0001 %
C. 0.1 %
D. 0.5 %
જવાબ
A. 0.01 %
જળવિભાજન અંશ (Kh) = \sqrt{\frac{\mathrm{K}_{\mathrm{w}}}{\mathrm{C} \cdot \mathrm{K}_{\mathrm{a}}}}
= \sqrt{\frac{10^{-14}}{0.1 \times 10^{-5}}}
= 10-4
% જળવિભાજન અંશ = 10-4 × 100 = 0.01 %
પ્રશ્ન 79.
ApBq અલ્પદ્રાવ્ય ક્ષારનો દ્રાવ્યતા ગુણાકાર (Ls) તથા દ્રાવ્યતા (S) હોય, તો ……………… .
A. Ls Sp + q · pp · qq
B. Ls = Sp + q · pq · qp
C. Ls Spq . ppP · qq
D. Ls = Sppq . (pq)p + q
જવાબ
A. Ls Sp + q · pp · qq
પ્રશ્ન 80.
નીચેના ક્ષારોના 0.1 Mજલીય દ્રાવણોની pH કયા ક્રમમાં વધે છે?
A. NaCl < NH4Cl < NaCN < HCl
B. HCl < NH4Cl < NaCl < NaCN
C. NaCN < NH4Cl < NaCl < HCl
D. HCl < NaCl < NaCN < NH4Cl
જવાબ
B. HCl < NH4Cl < NaCl < NaCN
NaCl ⇒ (પ્રબળ ઍસિડ + પ્રબળ બેઇઝ)માંથી બનેલો ક્ષાર
∴ તટસ્થ
NH4Cl ⇒ (પ્રબળ ઍસિડ + નિર્બળ બેઇઝ)માંથી બનેલો ક્ષાર
∴ સહેજ ઍસિડિક
NaCN ⇒ (નિર્બળ ઍસિડ + પ્રબળ બેઇઝ)માંથી બનેલો ક્ષાર
∴ સહેજ બેઝિક
HCl ⇒ પ્રબળ ઍસિડિક
દ્રાવણની pHનો ક્રમ
ઍસિડિક < સહેજ ઍસિડિક < તટસ્થ < સહેજ બેઝિક
∴ HCl < NH4Cl < NaCl < NaCN
પ્રશ્ન 81.
40 mL 0.1 M એમોનિયાના દ્રાવણને 20 mL 0.1 M HClના દ્રાવણ સાથે મિશ્ર કરતાં બનતા મિશ્ર દ્રાવણની pH કેટલી થશે? (Pkb(NH3) = 4.74)
A. 4.74
B. 2.26
C. 9.26
D. 5.00
જવાબ
C. 9.26
HClના મિલિમોલ = 20 × 0.1 = 2
NH3ના મિલિમોલ 40 × 0.1 = 4
આથી NH4Clના બનતા મિલિમોલ = 2
∴ POH = 4.74 + log \frac{2}{2}
∴ POH = 4.74
∴ pH = 9.26
પ્રશ્ન 82.
HCOOH અને CH3COOHના દ્રાવણની pH સમાન છે. જો \frac{\mathrm{K}_1}{\mathrm{~K}_2} એ બે ઍસિડના આયનીકરણ અચળાંકોનો ગુણોત્તર છે અને તેનું મૂલ્ય 4.0 છે, તો તેમની મોલર સાંદ્રતાનો ગુણોત્તર ……………….થશે.
A. 2
B. 0.5
C. 4
D. 0.25
જવાબ
D. 0.25
બંને ઍસિડ માટે Kaનો ગુણોત્તર લેતાં,
પ્રશ્ન 83.
જો સમાન કદ ધરાવતા AgNO3 અને NaClનાં દ્રાવણોને મિશ્ર કરવામાં આવે, તો AgCl (K3sp = 1.81 × 10-10) અવક્ષેપિત થાય છે, તો Ag+ અને Cl– ની સાંદ્રતા અનુક્રમે ………………છે.
A. 10-3 M, 10-10 M
B. 10-5 M, 10-5 M
C. 10-6 M, 10-5 M
D. 10-4 M, 10-4 M
જવાબ
B. 10-5 M, 10-5 M
Ksp = S2 સૂત્રના આધારે
પ્રશ્ન 84.
જો M આણ્વીય દળ ધરાવતા કૅલ્શિયમ ફૉસ્ફેટની દ્રાવ્યતા 25 °C તાપમાને W g પ્રતિ 100 m છે, તો આ તાપમાને તેનો દ્રાવ્યતા ગુણાકાર …………………. થશે.
A. 109(\frac{\mathrm{W}}{\mathrm{M}})5
B. 107(\frac{\mathrm{W}}{\mathrm{M}})5
C. 105(\frac{\mathrm{W}}{\mathrm{M}})5
D. 103(\frac{\mathrm{W}}{\mathrm{M}})3
જવાબ
B. 107(\frac{\mathrm{W}}{\mathrm{M}})5
દ્રાવ્યતા (s) = \frac{1000 \times W}{M \times 100}
∴ S = \frac{10 \mathrm{~W}}{\mathrm{M}} M
હવે, Ca3(PO4)2 નો Ksp = 108 S5 થાય
= 108\frac{10 \mathrm{~W}}{\mathrm{M}}5
= 107[latex]\frac{\mathrm{W}}{\mathrm{M}}[/latex]5 (આશરે)
પ્રશ્ન 85.
નિર્બળ બેઇઝ MOHના 0.1M જલીય દ્રાવણમાં બેઇઝનું 1 % આયનીકરણ થાય છે. જો 1 L MOHના જલીય દ્રાવણમાં 0.2 Mol MCI ઉમેરવામાં આવે, તો MOHનો આયનીકરણ અચળાંક કેટલો થશે?
A. 0.02
B. 0.005
C. 5 × 10-5
D. 2 × 10-3
જવાબ
C. 5 × 10-5
α = 10-2
MOH \rightleftharpoons M+ + OH–
∴ Kb = \frac{\mathrm{C} \alpha^2}{1-\alpha} = Cα2 = 0.1 × (10-2)2 = 10-5
જ્યારે 0.2 mol MCl ઉમેરવામાં આવે, તો સમાન આયન અસરને કારણે αનું મૂલ્ય α’ થશે.
∴ α’ = \frac{\mathrm{K}_{\mathrm{b}}}{\mathrm{M}}=\frac{10^{-5}}{0.2} = 5 × 10-5 M
પ્રશ્ન 86.
પ્રક્રિયા 2AB2(g) \rightleftharpoons 2AB(g) + B2(g) માટે વિયોજન અંશ ×નું મૂલ્ય 1ની સરખામણીમાં ખૂબ ઓછું છે. વિયોજન અચળાંક (x)નો સંતુલન અચળાંક Kp અને કુલ દબાણ P સાથેનો સંબંધ દર્શાવતું ક્યું સમીકરણ છે?
A. (\left(\frac{2 K_p}{P}\right)^{\frac{1}{2}})
B. (\frac{K_p}{P})
C. (\frac{2 K_p}{P})
D. (\left(\frac{2 K_p}{P}\right)^{\frac{1}{3}})
જવાબ
D. (\left(\frac{2 K_p}{P}\right)^{\frac{1}{3}})
પ્રશ્ન 87.
A(g) + 2B(g) \rightleftharpoons 3C(g) + D(g) આ પ્રક્રિયા માટે Kp = 0.05 bar 1000 K તાપમાને Kc નું મૂલ્ય R સ્વરૂપમાં શોધો.
A. Kc = 5 × 10-5 R
B. \frac{5 \times 10^{-5}}{R}
C. 2000 R
D. 0.4 R
જવાબ
B. \frac{5 \times 10^{-5}}{R}
Kp = Kc(RT)Δn
∴ 0.05 = Kc(R × 1000)
∴ Kc = \frac{5 \times 10^{-5}}{R}
પ્રશ્ન 88.
2PQ \rightleftharpoons P2 + Q2 ; K1 = 2.5 × 10+5 …… (1)
PQ + \frac{1}{2} R2 \rightleftharpoons PQR; K2 = 5 × 10-3 ….. (2)
ઉપર્યુક્ત પ્રક્રિયાઓ પરથી નીચેની પ્રક્રિયાનો સંતુલન અચળાંક K3નું મૂલ્ય કેટલું થશે?
\frac{1}{2}P2 + \frac{1}{2}Q2 + \frac{1}{2}R2 \rightleftharpoons PQR
A. 2.5 × 10-3
B. 2.5 × 103
C. 1 × 10-5
D. 5 × 103
જવાબ
C. 1 × 10-5
સમીકરણ (1)ને ઊલટાવી 2 વડે ભાગતાં, ત્યારબાદ સમીકરણ (2) સાથે સરવાળો કરતાં,
K3 = \frac{1}{\left(\mathrm{~K}_1\right)^{\frac{1}{2}}} × K2
= \frac{5 \times 10^{-3}}{\left(25 \times 10^4\right)^{\frac{1}{2}}} = 1 × 10-5
પ્રશ્ન 89.
X \rightleftharpoons 2Y અને Z \rightleftharpoons P + Q પ્રક્રિયાનો સંતુલન અચળાંક
અનુક્રમે Kp1 અને Kp2 છે. આ સંતુલન અચળાંકનો ગુણોત્તર 1 : 9 છે. જો X અને Zનો વિયોજન અંશ સમાન હોય, તો સંતુલને તેમના કુલ દબાણનો ગુણોત્તર …………………. થશે.
A. 1 : 1
B. 1 : 3
C. 1 : 9
D. 1 : 36
જવાબ
D. 1 : 36
પ્રશ્ન 90.
2XY \rightleftharpoons X2 + Y2, ΔΗ⊖ = 50 kJ પ્રક્રિયા માટે કયું વિધાન સાચું છે?
A. K નું મૂલ્ય XYના ઉમેરાવાથી વધે છે.
B. K નું મૂલ્ય તાપમાનના વધારા સાથે વધે છે.
C. K નું મૂલ્ય તાપમાનના ઘટાડા સાથે ઘટે છે.
D. K નું મૂલ્ય તાપમાનથી સ્વતંત્ર છે.
જવાબ
C. K નું મૂલ્ય તાપમાનના ઘટાડા સાથે ઘટે છે.
ઉષ્માશોષક પ્રક્રિયા હોવાથી
પ્રશ્ન 91.
CaCO3(s) \rightleftharpoons CaO(s) + CO2(g) સંતુલિત પ્રક્રિયા માટે ΔrΗ⊖નું મૂલ્ય નીચે પૈકી કયા આલેખ પરથી નક્કી કરી શકાય છે?
જવાબ
આર્જેનિયસ સમીકરણ મુજબ,
K = A · e-ΔH/RT
∴ log Kp = log A – \frac{\Delta \mathrm{H}}{2.303 \mathrm{RT}}
∴ log pCO2 = log A – \frac{1}{T}\left[\frac{\Delta H}{2.303 R}\right]
∴ y = mx + c સાથે સરખાવતાં,
વિકલ્પ (A)
પ્રશ્ન 92.
NH4HS(s) \rightleftharpoons NH3(g) + H2S(g) પ્રક્રિયાનું સંતુલને અને 300 K તાપમાને દબાણ 100 bar છે, તો સંતુલન અચળાંકનું મૂલ્ય કેટલું થશે?
A. 2500 (bar)2
B. 50 (bar)2
C. 100 (bar)2
D. 200 (bar)2
જવાબ
A. 2500 (bar)2
Kp = \frac{p^2}{4} (bar)2
= \frac{100 \times 100}{4}
= 2500 (bar)2
પ્રશ્ન 93.
AB(g) \rightleftharpoons A(g) + B(g) પ્રક્રિયામાં AB નું 33 % વિયોજન છે. આથી કુલ દબાણ અને સંતુલન
થાય છે તથા કુલ દબાણ P અચળાંક વચ્ચે શું સંબંધ હશે?
A. P = KP
B. P = 3KP
C. P = 4KP
D. P = 8KP
જવાબ
D. P = 8KP
પ્રશ્ન 94.
500 K તાપમાને KP = 0.497 ધરાવતી પ્રક્રિયા નીચે મુજબ છે :
PCl5(g) \rightleftharpoons PCl3(g) + Cl2(g)
આ ત્રણેય વાયુઓને પાત્રમાં ભરવામાં આવ્યા છે. જો આ વાયુઓનું શરૂઆતનું દબાણ 1 bar હોય, તો નીચે પૈકી કયું વિધાન સાચું છે?
A. વધુ PCl5 બને.
B. વધુ PCl3 બને.
C. 50 % પ્રક્રિયા થાય ત્યારે સંતુલન સ્થપાશે.
D. વધુ Cl2 બને.
જવાબ
A. વધુ PCl5 બને.
પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે.
પ્રશ્ન 95.
SO2Cl2(g) \rightleftharpoons SO2(g) + Cl2(g) પ્રક્રિયાના સંતુલને બાષ્પઘનતા 50 છે. SO2Cl2(g)નું કેટલા ટકા વિયોજન થયું હશે?
A. 32
B. 35
C. 60
D. 66
જવાબ
B. 35
SO2Cl2(g) \rightleftharpoons SO2(g) + Cl2(g)
x = \frac{\mathrm{M}-m}{(n-1) m}
= \frac{135-100}{(2-1) \times 100}
x = \frac{35}{100}
∴ % x = 35
પ્રશ્ન 96.
0.1 M NaZના જલીય દ્રાવણની pH = 8.90 છે, તો HZનો Ka = …………. .
A. 6.3 × 10-11
B. 6.3 × 10-10
C. 1.6 × 10-5
D. 1.6 × 10-6
જવાબ
C. 1.6 × 10-5
pH = \frac{1}{2} (pKw + pKa + log c)
∴ 8.9 × 2 = 14 + pKa + log 0.1
∴ 17.8 = 14 + pKa – 1
∴ pKa = 4.8
∴ Ka = Antilog \overline{5}.2
= 1.585 × 10-5
પ્રશ્ન 97.
નીચે પૈકી કયા અનુમાપન માટે ફિનોલ્ફથેલિન સૂચકનો ઉપયોગ થતો નથી?
A. HCl અને NH4OH
B. Ca(OH)2 અને HCl
C. NaOH અને H2SO4
D. KOH અને CH3COOH
જવાબ
A. HCl અને NH4OH
નિર્બળ બેઇઝ અને પ્રબળ ઍસિડનું તટસ્થીકરણ હોવાથી
પ્રશ્ન 98.
નિર્બળ બેઇઝનું પ્રબળ ઍસિડ વડે તટસ્થીકરણ થાય ત્યારે, દ્રાવણની pH = 8 છે, તો બેઇઝનો Kb કેટલો થાય?
A. 1 × 10-4
B. 1 × 10-6
C. 1 × 10-8
D. 1 × 10-10
જવાબ
B. 1 × 10-6
તટસ્થીકરણ દરમિયાન [B+] = [BOH]
[Salt] = [Base]
∴ POH = PKb + log\frac{\left[\mathrm{B}^{+}\right]}{[\mathrm{BOH}]}
∴ РОН = pKb (∵ pH = 8, pOH = 6)
∴ pKb = 6
∴ Kb 1 × 10-6
પ્રશ્ન 99.
PbSO4નો Ksp = 1.8 × 10-8 અને HSO4– નો
Ka = 1.0 × 10-2 છે.
PbSO4(s) + H+(aq) \rightleftharpoons HSO4– (aq) + Pb2+(aq)નો સંતુલન અચળાંક ……………….. છે.
A. 1.8 × 10-6
B. 1.8 × 10-10
C. 2.8 × 10-10
D. 1 × 10-2
જવાબ
A. 1.8 × 10-6
PbSO4(s) \rightleftharpoons Pb2+(aq) + SO42-(aq) ….. Ksp (1)
HSO4–(s) \rightleftharpoons H+(aq) + SO42-(aq) …. Ka (2)
સમીકરણ (1)માંથી (2) બાદ કરતાં,
PbSO4 + H+(aq) \rightleftharpoons Pb2+(aq) + HSO4–(aq) Keq
∴ Keq = \frac{\mathrm{K}_{\mathrm{sp}}}{\mathrm{K}_{\mathrm{a}}}=\frac{1.8 \times 10^{-8}}{1.0 \times 10^{-2}}
= 1.8 × 10-6
પ્રશ્ન 100.
NH4Cl અને NH4OH ધરાવતા જલીય દ્રાવણમાં [OH–] = 10-6M છે. નીચે પૈકી કયા ધાતુ આયનનું 0.1 M જલીય દ્રાવણ અને ઉપર્યુક્ત દ્રાવણનું સમાન કદ મિશ્ર કરતાં ધાતુ હાઇડ્રૉક્સાઇડ અવક્ષેપિત થાય?
Mg(OH)2 (Ksp = = 3 × 10-11)
Cd(OH)2 (Ksp = 8 × 10-6)
Fe(OH)2 (Ksp = 8 × 10-16)
AgOH (Ksp = 5 × 10-3)
A. Mg2+
B. Fe2+
C. Cd2+
D. Ag2+
જવાબ
B. Fe2+
જ્યારે સમાન કદનાં દ્રાવણો ઉમેરવામાં આવે, ત્યારે કદ બમણું અને સાંદ્રતા અડધી થાય છે.
[OH–] = \frac{10^6}{2} [M+n] = \frac{0.1}{2}
M(OH)2 નો Qsp = [M+n][OH–]2
= [latex]\frac{0.1}{2}[/latex] [latex]\frac{10^6}{2}[/latex]2
= \frac{1}{8} × 10-13
= 0.125 × 10-13
= 12.5 × 10-11
Mg(OH)2 માટે Qsp > Ksp અને Fe(OH)2 માટે પણ Qsp > Ksp માટે બંને અવક્ષેપિત થશે. પરંતુ Fe(OH)2નો Ksp ઓછો હોવાથી Fe(OH)2નું અવક્ષેપન પ્રથમ થશે.
પ્રશ્ન 101.
B– અને HBના સમાન સાંદ્રતા ધરાવતા બફરના દ્રાવણમાં B– માટે Kb = 10-10 છે. આથી બફર દ્રાવણની pH = ……………… થાય.
A. 10
B. 7
C. 6
D. 4
જવાબ
D. 4
Ka × Kb = 10-14
X– નો Kb = 10-10
HX નો Ka = 10-4 .. pKa = 4
pH = pKa + log \frac{[\mathrm{X}]}{[\mathrm{HX}]}
= pKa
= 4
પ્રશ્ન 102.
3, 4 અને 5 pH ધરાવતા ત્રણ ઍસિડના જલીય દ્રાવણના સમાન કદને મિશ્ર કરતાં મળતાં દ્રાવણમાં H+(aq)ની સાંદ્રતા કેટલી હશે?
A. 3.7 × 10-3 M
B. 1.11 × 10-3 M
C. 1.11 × 10-4 M
D. 3.7 × 10-4 M
જવાબ
D. 3.7 × 10-4 M
pH = 3 [H3O+] = 10-3
pH = 4 [H3O+] = 10-4
pH = 5 [H3O+] = 10-5
હવે, મિશ્ર દ્રાવણની = \frac{\left(1 \times 10^{-3}\right)+\left(1 \times 10^{-4}\right)+\left(1 \times 10^{-5}\right)}{3}
= \frac{1 \times 10^{-3}+0.1 \times 10^{-3}+0.01 \times 10^{-3}}{3}
= \frac{1.11 \times 10^{-3}}{3}
= 0.37 × 10-3
= 3.7 × 10-4 M
પ્રશ્ન 103.
0.1 mol CH3NH2 (Kb = 5 × 10-4)ને 0.08 mol HCl સાથે મિશ્ર કરી 1 L જલીય દ્રાવણ બનાવવામાં આવે છે. H+ આયનની સાંદ્રતા કેટલી થશે?
A. 8 × 10-2 M
B. 8 × 10-11 M
C. 1.6 × 10-11 M
D. 8 × 10-5 M
જવાબ
B. 8 × 10-11 M
પ્રશ્ન 104.
ત્રણ વાયુરૂપ સંતુલન માટે સંતુલન અચળાંકનાં મૂલ્યો અનુક્રમે K1, K2 અને K3 છે :
(1) A + B \stackrel{\mathrm{K}_1}{\rightleftharpoons} C
(2) B + C \stackrel{\mathrm{K}_2}{\rightleftharpoons} P + Q
(3) A + 2B \stackrel{\mathrm{K}_3}{\rightleftharpoons} P + Q
K1, K2, K3 વચ્ચે સંબંધ શું છે?
A. K3 = \frac{\mathrm{K}_1}{\mathrm{~K}_2}
B. K3 = K1 × K2
C. K1 = K2 × K3
D. K1 × K2 × K3 = 1
જવાબ
B. K3 = K1 × K2
અહીં, (1) અને (2)નો સરવાળો કરતાં (3) મળે છે. તેથી
K1 × K2 = \frac{[\mathrm{C}]}{[\mathrm{A}][\mathrm{B}]} \times \frac{[\mathrm{P}][\mathrm{Q}]}{[\mathrm{B}][\mathrm{C}]}
= \frac{[\mathrm{P}][\mathrm{Q}]}{[\mathrm{A}][\mathrm{B}]^2} = K3
નોંધ : કોઈ પણ સંતુલનમાં રહેલી પ્રક્રિયા જો બીજી સંતુલનમાં રહેલી પ્રક્રિયાઓના બૈજિક સરવાળાથી મળતી હોય, તો તે રાસાયણિક પ્રક્રિયાના સંતુલન અચળાંકનું મૂલ્ય બીજી બે સંતુલન પ્રક્રિયાના સંતુલન અચળાંકના ગુણાકાર બરાબર થાય છે.
પ્રશ્ન 105.
્રણ વાયુરૂપ સંતુલન માટે સંતુલન અચળાંકનાં મૂલ્યો અનુક્રમે K1, K2, K3 છે.
(1) N2 + O2 \rightleftharpoons 2NO (K1)
(2) N2 + 2O2 \rightleftharpoons 2NO2 (K2)
(3) 2NO + O2 \rightleftharpoons 2NO2 (K3)
K1, K2 અને K3 વચ્ચે સંબંધ શું છે?
A. K3 = K1 × K2
B. K1 = K2 × K3
C. K2 = K1 × K3
D. K = K1 × K2 × K3
જવાબ
C. K2 = K1 × K3
અહીં, (1) અને (2)નો સરવાળો કરતાં (3) મળે છે. તેથી
K1 × K2 = \frac{[\mathrm{C}]}{[\mathrm{A}][\mathrm{B}]} \times \frac{[\mathrm{P}][\mathrm{Q}]}{[\mathrm{B}][\mathrm{C}]}
= \frac{[\mathrm{P}][\mathrm{Q}]}{[\mathrm{A}][\mathrm{B}]^2} = K3
નોંધ : કોઈ પણ સંતુલનમાં રહેલી પ્રક્રિયા જો બીજી સંતુલનમાં રહેલી પ્રક્રિયાઓના બૈજિક સરવાળાથી મળતી હોય, તો તે રાસાયણિક પ્રક્રિયાના સંતુલન અચળાંકનું મૂલ્ય બીજી બે સંતુલન પ્રક્રિયાના સંતુલન અચળાંકના ગુણાકાર બરાબર થાય છે.
પ્રશ્ન 106.
N2(g) + O2(g) \rightleftharpoons 2NO(g)
2000 K તાપમાને સંતુલન અચળાંકનું મૂલ્ય 4.4 × 10-4 છે. ઉદ્દીપકની હાજરીમાં સંતુલન 10 ગણું વહેલું સ્થપાય છે, તો 2000 K તાપમાને ઉદ્દીપકની હાજરીમાં સંતુલન અચળાંકનું મૂલ્ય શું હશે?
A. 4.4 × 10-4
B. 4.4 × 10-3
C. 4.4 × 10-5
D. ગણવું મુશ્કેલ છે.
જવાબ
A. 4.4 × 10-4
ઉદ્દીપકની હાજરીમાં સંતુલન અચળાંકની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી.
પ્રશ્ન 107.
વાયુરૂપ પ્રણાલી માટે CO(g) + \frac{1}{2}O2(g) \rightleftharpoons CO2(g) Kc/Kpનું મૂલ્ય…
A. (\mathrm{RT})^{\frac{1}{2}}
B. (\mathrm{RT})^{-\frac{1}{2}}
C. RT
D. (RT)1
જવાબ
A. (\mathrm{RT})^{\frac{1}{2}}
Kp = Kc(RT)Δn(g) મુજબ
જયાં, Δn(g) = np – nr
પ્રશ્ન 108.
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
A. H2PO4– નો સંયુગ્મ બેઇઝ H2PO4-2 છે.
B. જલીય દ્રાવણ માટે pH + pOH = 14 (298K)
C. 1 × 10-8MHCl માટે pH = 8
D. NH3 લુઇસ બેઇઝ છે.
જવાબ
C. 1 × 10-8MHCl માટે pH = 8
1 × 10-8 M HClના દ્રાવણમાં પાણીની હાજરી હોય છે. તેથી પાણીના સ્વ-આયનીકરણ દ્વારા H2O \rightleftharpoons H+ + OH– તેથી પાણીના સ્વ-આયનીકરણ દ્વારા HCIના દ્રાવણમાં H+ આયનની સાંદ્રતા વધે છે. તેથી HCIના દ્રાવણની pH ઘટે છે અને તેની કિંમત 7 કરતાં ઓછી છે.
પ્રશ્ન 109.
300 K તાપમાને N2(g) + O2(g) \rightleftharpoons 2NO(g) સંતુલનમાં રહેલી પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનું મૂલ્ય 4 × 10-4 છે, તો 300 K તાપમાને પ્રક્રિયા NO(g) \rightleftharpoons \frac{1}{2} N2(g) + O2(g) માટે સંતુલન અચળાંકનું મૂલ્ય
A. 2.5 × 102
B. 4 × 10-4
C. 0.02
D. 50
જવાબ
D. 50
N2(g) + O2(g) \rightleftharpoons 2NO(g)
Kp = \frac{\mathrm{p}_{\mathrm{NO}}^2}{\mathrm{p}_{\mathrm{NO}_2} \times \mathrm{p}_{\mathrm{O}_2}}
પ્રક્રિયા માટે,
પ્રશ્ન 110.
સંતુલનમાં રહેલી પ્રક્રિયામાં,
CO(g) + 2H2(g) \rightleftharpoons CH3OH(g)
Δ H⊖ = – 92 kJ mol-1 હાઇડ્રોજન, કાર્બન મોનૉક્સાઇડ અને મિથેનોલની સાંદ્રતાનાં મૂલ્યો સંતુલને અચળ છે. જો નિષ્ક્રિય વાયુ પ્રક્રિયામાં ઉમેરવામાં આવે, તો…
A. પ્રક્રિયા ઝડપી બનશે.
B. સંતુલન સ્થિતિ બદલાશે.
C. પ્રક્રિયા ધીમી થશે.
D. સંતુલન સ્થિતિમાં કોઈ ફેરફાર નહીં થાય.
જવાબ
D. સંતુલન સ્થિતિમાં કોઈ ફેરફાર નહીં થાય.
લ-શૅટેલિયરના સિદ્ધાંત મુજબ
પ્રશ્ન 111.
Δ G⊖, Δ G⊖ < 0 તથા Δ G⊖ = 0 હોય ત્યારે Kનું મૂલ્ય …….
A. K < 1, K > 1 તથા K = 1
B. K > 1, K < 1 તથા K = 0
C. K < 1, K > 1 તથા K = 0
D. K > 1, K < 1 તથા K = 1
જવાબ
A. K < 1, K > 1 તથા K = 1
K < 1, K > 1, K = 1
પ્રશ્ન 112.
473 K તાપમાને સંતુલનમાં રહેલી પ્રક્રિયા PCl5(g) \rightleftharpoons PCl3(g) + Cl2(g) (Δ H = 124 kJ mol-1) માટે સંતુલન અચળાંકનું મૂલ્ય 8.3 × 10-3 છે. જો
(1) PCl5 વધુ ઉમેરવામાં આવે, તો
(2) પ્રક્રિયાનું દબાણ વધારવામાં આવે, તો
(3) તાપમાન વધારવામાં આવે, તો Kcનાં મૂલ્ય પર શું અસર થશે?
A. Kc નું મૂલ્ય અચળ રહે, અચળ રહે, વધે.
B. Kc નું મૂલ્ય વધશે, વધશે, ઘટશે.
C. Kc નું મૂલ્ય અચળ રહે, વધે, અચળ રહે.
D. Kc નું મૂલ્ય ઘટશે, વધશે, અચળ રહેશે.
જવાબ
A. Kc નું મૂલ્ય અચળ રહે, અચળ રહે, વધે.
લ-શૅટેલિયરના સિદ્ધાંત મુજબ
પ્રશ્ન 113.
નિર્બળ ઍસિડ HAનો pKa = 4.80, નિર્બળ બેઇઝ, BOH માટે pKb = 4.78 છે, તો ક્ષાર BA માટે pHનું મૂલ્ય જણાવો.
A. 9.58
B. 4.79
C. 7.01
D. 9.22
જવાબ
C. 7.01
નિર્બળ ઍસિડ અને નિર્બળ બેઇઝના ક્ષાર માટે :
pH = – \frac{1}{2} [log Ka + log Kw – log Kb]
= + \frac{1}{2} pKa + \frac{1}{2} pKw – \frac{1}{2} pKb
= \frac{1}{2} × 4.8 + \frac{1}{2} × 14 – \frac{1}{2} × 4.78
= 7.01
પ્રશ્ન 114.
સંતુલને રહેલી પ્રક્રિયા SO3(g) \rightleftharpoons SO2(g) + \frac{1}{2}O2(g) માટે Kc = 4.9 × 10-2 છે. સંતુલન પ્રક્રિયા
2SO2(g) + O2(g) \rightleftharpoons 2SO3(g) માટે Kc નું મૂલ્ય કેટલું હશે?
A. 416.46
B. 9.8 × 10-2
C. 2.40 × 10-3
D. 4.9 × 10-2
જવાબ
A. 416.46
પ્રક્રિયા માટે સંતુલન અચળાંક,
SO2(g) + \frac{1}{2} O2(g) \rightleftharpoons SO3(g)
Kc = \(\frac{1}{4.9 \times 10^{-2}}[latex]
અને પ્રક્રિયા માટે 2SO2(g) + O2(g) [latex]\rightleftharpoons\) 2SO3(g)
Kc = (\frac{1}{4.9 \times 10^{-2}})2 = 416.46
પ્રશ્ન 115.
1000 K તાપમાને એક બંધપાત્રમાં CO2 વાયુનું દબાણ 0.5 bar છે. ગ્રેફાઇટ ઉમેરવાથી થોડા પ્રમાણમાં CO2 વાયુનું CO2 વાયુમાં રૂપાંતર થાય છે. જો સંતુલને કુલ દબાણ 0.8 bar હોય, તો Kp નું મૂલ્ય કેટલું હશે?
A. 3 bar
B. 0.3 bar
C. 0.18 bar
D. 1.8bar
જવાબ
D. 1.8bar
પ્રશ્ન 116.
નીચેનામાંથી કયું સંયોજન લુઇસ ઍસિડ તરીકે વર્તે છે?
A. (CH3)2O
B. (CH3)3N
C. (CH3)3P
D. (CH3)3B
જવાબ
D. (CH3)3B
(CH3)3B એ ઇલેક્ટ્રૉન-યુગ્મ સ્વીકારે છે.
પ્રશ્ન 117.
એક પ્રણાલીમાં પાણી અને બરફ સંતુલનમાં છે. જો દબાણ વધારવામાં આવે, તો…
A. વધુ બરફ બનશે.
B. પાણી અને બરફનું પ્રમાણ સમાન રહેશે.
C. બરફ વધુ પીગળશે.
D. A અને B બંને
જવાબ
C. બરફ વધુ પીગળશે.
સંતુલન પ્રણાલી પરનું દબાણ વધારતાં કદ ઘટે છે. પાણી કરતાં બરફનું કદ વધારે હોય છે. તેથી બરફ વધુ પીગળશે.
પ્રશ્ન 118.
નીચેનામાંથી કયા ફેરફારથી સંતુલિત પ્રક્રિયા 2HI \rightleftharpoons H2 + I2 Δ H > 0 પુરોગામી હશે?
A. ઉદ્દીપક
B. કદ
C. દબાણ
D. તાપમાન
જવાબ
D. તાપમાન
ઉષ્માશોષક (ΔH > 0) પ્રક્રિયા માટે તાપમાનનો ફેરફાર સંતુલન પ્રણાલી પર અસર કરે છે અને તાપમાન વધતાં પુરોગામી પ્રક્રિયા થાય છે.
પ્રશ્ન 119.
નીચેની બે પ્રક્રિયાઓ માટે અનુક્રમે K1 અને K2 સંતુલન છે.
XeF6(g) + H2O(g) \rightleftharpoons XeOF4(g) + 2HF(g) K1
XeO4(g) + XeF6(g) \rightleftharpoons XeOF4(g) + XeO3F2(g) K2
નીચેની પ્રક્રિયાઓ માટે K સંતુલન અચળાંકનું મૂલ્ય કેટલું હશે?
XeO4(g) + 2HF(g) \rightleftharpoons XeO3F2(g) + H2O(g)
A. K1 – K2
B. K2 – K1
C. K2/K1
D. K1/K2
જવાબ
C. K2/K1
પ્રશ્ન 120.
0.005M કૅલ્શિયમ એસિટેટ માટે pHનું મૂલ્ય કેટલું થશે?
CH3COOH માટે pKa = 4.74
A. 7.04
B. 9.37
C. 9.26
D. 8.37
જવાબ
D. 8.37
પ્રશ્ન 121.
પાત્રનું કદ બદલવા છતાં નીચેનામાંથી કઈ સંતુલન પ્રક્રિયા ૫૨ અસ૨ થશે નહીં?
A. PCl5(g) \rightleftharpoons PCl3(g) + Cl2(g)
B. N2(g) + 3H2(g) \rightleftharpoons 2NH3(g)
C. N2(g) + O2(g) \rightleftharpoons 2NO(g)
D. SO2Cl2(g) \rightleftharpoons SO2(g) + Cl2(g)
જવાબ
C. N2(g) + O2(g) \rightleftharpoons 2NO(g)
એકમ કદમાં થતો ફેરફાર એ મોલની સંખ્યા પર અસર કરે N2(g) + O2(g) \rightleftharpoons 2NO(g)
પ્રક્રિયક અને નીપજના મોલની સંખ્યા સમાન હોય છે. તેથી કદમાં થતો ફેરફાર સંતુલનને અસર કરતો નથી.
પ્રશ્ન 122.
સરખાં કદનાં બે દ્રાવણનાં pHનાં મૂલ્યો 3 અને 4 છે. જો તેમને મિશ્ર કરવામાં આવે, તો પરિણામી દ્રાવણનું pH મૂલ્ય કેટલું હશે?
A. 7
B. 3.5
C. 2.96
D. 3.26
જવાબ
D. 3.26
pH = 3 પરથી, [H+] = 10-3 M
pH = 4 પરથી, [H+] = 10-4 M
સમાન કદનું મિશ્રણ કરતાં,
કુલ [H+] = \frac{1 \times 10^{-3}+10^{-4} \times 1}{2}
= \frac{1 \times 10^{-3}+0.1 \times 10^{-3}}{2}
= \frac{1.1 \times 10^{-3}}{2} = 5.5 × 10-4 M
[H+] = 5.5 × 10-4 M
pH = – log [H+] = – log (5.5 × 10-4)
= 4 – 0.7404 = 3.26
પ્રશ્ન 123.
સોડિયમ એસિટેટ માટે 0.1 MCH3COOHનાં દ્રાવણમાં ઉમેરતાં (pKa = 4.5)pHનું મૂલ્ય 5.5 છે, તો સોડિયમ એસિટેટના દ્રાવણની સાંદ્રતા શોધો.
A. 1.0M
B. 0.1 M
C. 0.2M
D. 10.0M
જવાબ
A. 1.0M
pH = pKa + log \frac{\left[\mathrm{CH}_3 \mathrm{COONa}\right]}{\left[\mathrm{CH}_3 \mathrm{COOH}\right]}
∴ 5.5 = 4.5 + log \frac{\left[\mathrm{CH}_3 \mathrm{COONa}\right]}{0.1}
∴ 5.5 = 4.5 + log [CH3COONa] + 1
∴ log [CH3COONa] = 0
∴ [CH3COONa] = 1.0 M
પ્રશ્ન 124.
હાઇડ્રેઝોઇક ઍસિડનો સંયુગ્મ બેઇઝ કયો છે?
A. \mathrm{HN}_3^{-}
B. \mathrm{N}_2^{-}
C. \mathrm{N}_3^{-}
D. N-3
જવાબ
C. \mathrm{N}_3^{-}
N3H \rightleftharpoons N3– + H+
પ્રશ્ન 125.
નીચેનામાંથી કોઈ એક બ્રૉફ્ટેડ ઍસિડ છે, પરંતુ બ્રૉન્સ્ટેડ બેઇઝ નથી.
A. H2S
B. H2O
C. \mathrm{HCO}_3^{-}
D. NH3
જવાબ
A. H2S
H2S એ પ્રોટોનદાતા છે, પરંતુ પ્રોટોનગ્રાહી નથી.
પ્રશ્ન 126.
EDTA …
A. આર્હેનિયસ ઍસિડ છે.
B. બ્રૉન્સ્ટેડ બેઇઝ છે.
C. લુઇસ બેઇઝ છે.
D. આપેલ તમામ
જવાબ
D. આપેલ તમામ
EDTA આર્ટેનિયસ ઍસિડ છે. તે જલીય દ્રાવણમાં H+ આયન ઉત્પન્ન કરે છે. બ્રૉન્સ્ટેડ બેઇઝ છે, કારણ કે તે પ્રોટોન સ્વીકારે છે અને લુઇસ બેઇઝ છે, કારણ કે N અને O અબંધકારક ઇલેક્ટ્રૉન-યુગ્મનું દાન કરે છે.
પ્રશ્ન 127.
પાણીમાં એમોનિયા ઉમેરતાં, …
A. આયોનિક ગુણાકારનું મૂલ્ય વધશે.
B. આયોનિક ગુણાકારનું મૂલ્ય ઘટશે.
C. [H3O+] વધશે.
D. [H3O+] ઘટશે.
જવાબ
D. [H3O+] ઘટશે.
પાણીમાં એમોનિયાને ઓગાળતાં [OH–]ની સાંદ્રતા વધે છે.
Kw = [H3O+] [OH–] અચળ હોય છે.
માટે [H3O+]ની સાંદ્રતા ઘટે છે.
પ્રશ્ન 128.
0.01 M ગ્લાયસીનના દ્રાવણની pHનું મૂલ્ય કેટલું હશે? ગ્લાયસીન માટે Ka1 = 4.5 × 10-3 અને Ka2 = 1.7 × 10-10 (298K તાપમાન)
A. 3.0
B. 10.0
C. 6.1
D. 7.06
જવાબ
D. 7.06
ગ્લાયસીન (NH2CH2COOH) એ ઍસિડિક કરતાં બેઝિક વધુ છે.
પરિણામી આયનીકરણ અચળાંક,
K = Ka1 × Ka2
= 4.5 × 10-3 × 1.7 × 10-10
= 7.65 × 10-13
[H+] = \sqrt{\mathrm{K}_{\mathrm{a}} \cdot \mathrm{C}_{\mathrm{o}}}=\sqrt{7.65 \times 10^{-13} \times 0.01}
= 0.87 × 10-7 M
pH = – log (8.7 × 10-8) = 7.0605
પ્રશ્ન 129.
20 mL 0.05 M HCIના દ્રાવણને 30 mL 0.1 M Ba(OH)2નાં દ્રાવણમાં મિશ્ર કરતાં બનતા દ્રાવણમાં [OH–]ની સાંદ્રતાની ગણતરી કરો.
A. 0.4 M
B. 0.05 M
C. 0.12M
D. 0.1 M
જવાબ
D. 0.1 M
Ba(OH)2 + 2HCl → BaCl2 + 2H2O
2 મોલ HClનું તટસ્થીકરણ 1 મોલ Ba(OH)2 દ્વારા થાય. 1 મોલ HClનું તટસ્થીકરણ 0.5 મોલ Ba(OH)2 દ્વારા થાય.
Ba(OH)2માં કુલ મોલ = 1 + 2 = 3
બાકી રહેતા Ba(OH)2 = 3 – 0.5 = 2.5
∴ [Ba(OH)2] = = 0.05 M
અથવા [OH–] = 2 × 0.05 M = 0.1 M
પ્રશ્ન 130.
500 mL લીંબુના રસ (pH = 3)માં કેટલા H+ આયન હશે?
A. 1.506 × 1022
B. 3.102 × 1022
C. 3.012 × 1020
D. 1.506 × 1020
જવાબ
C. 3.012 × 1020
pH = 3 એટલે [H+] = 10-3 M
1000 mL જ્યુસમાં 10-3M H+ આયન
∴ H+ આયનની સંખ્યા = 10-3 × 6.022 x 1023
500 mL જ્યુસમાં H+ આયનની સંખ્યા
= \frac{10^{-3} \times 6.022 \times 10^{23}}{1000} = 3.012 × 1020
પ્રશ્ન 131.
નીચે આપેલ દ્રાવણોની મોલર સાંદ્રતા સમાન છે, તો કયા દ્રાવણનાં pHનું મૂલ્ય સૌથી વધુ હશે?
A. SrCl2
B. BaCl2
C. MgCl2
D. CaCl2
જવાબ
B. BaCl2
બધી જ આલ્કલાઇન અર્ધધાતુના ક્લોરાઇડનું જલીય દ્રાવણ ઍસિડિક હોય છે.
MCl2 + H2O \rightleftharpoons M (OH)2 + 2HCl
જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ હાઇડ્રૉક્સાઇડની બેઝિકતા વધે છે. એના પરિણામે ઍસિડિક લાક્ષણિકતા ઘટે માટે BaCl2 એ સૌથી વધુ pH ધરાવે છે.
પ્રશ્ન 132.
10dm3 દ્રાવણમાં 50 mg NaOH દ્રાવ્ય થયેલ હોય, તો pHનું મૂલ્ય કેટલું થશે?
A. 9
B. 3.9031
C. 10.0969
D. 10
જવાબ
C. 10.0969
NaOHની મોલર સાંદ્રતા
= \frac{50 \times 10^{-3} \mathrm{~g}}{40 \mathrm{~g} \mathrm{~mol}^{-1} \times 10 \mathrm{dm}^3}
= 1.25 × 10-4M
pOH = – log (1.25 × 10-4)
= 1.25 × 10-4M
= – 0.0969 +4.0 = 3.9031
pH = 14 – 3.9031 = 10.0969
પ્રશ્ન 133.
તટસ્થ પાણીના pHનું મૂલ્ય 6.8 છે, તો પાણીનું તાપમાન કેટલું હશે?
A. 25°સે
B. 25°સે કરતાં ઓછું
C. 25સે કરતાં વધુ
D. મૂલ્ય મેળવવું અશક્ય છે.
જવાબ
C. 25સે કરતાં વધુ
25 °C તાપમાને H2Oની pH = 7
∴ [H+] = 10-7 M
pH = 6.8 એટલે કે pH < 7
∴ [H+]ની સાંદ્રતા 10-7 M કરતાં વધુ થશે.
પાણીના સ્વ-આયનીકરણની પ્રક્રિયા એ ઉષ્માશોષક પ્રક્રિયા છે. જેમ તાપમાન વધે તેમ [H+] આયનની સાંદ્રતા વધે અને pH ઘટે.
પ્રશ્ન 134.
MX, MX2 અને M3X ક્ષારોના જલીય દ્રાવણ માટે T K તાપમાને દ્રાવ્યતા અચળાંકનાં મૂલ્યો અનુક્રમે 4 × 10-8, 3.2 × 10-14 અને 2.7× 10-15 છે, તો T K તાપમાને દ્રાવ્યતાનો સાચો ક્રમ કયો હશે?
A. MX > M3X > MX2
B. MX2 > M3X > MX
C. M3X > MX2 > MX
D. MX > MX2 > M3X
જવાબ
A. MX > M3X > MX2
MX માટે :
Ksp = S2
∴ S = \sqrt{\mathrm{K}_{\mathrm{sp}}}=\sqrt{4 \times 10^{-8}} = 2 × 10-4 M
MX2 માટે,
Ksp = 4S3
∴ S = \left(\frac{\mathrm{K}_{\mathrm{sp}}}{4}\right)^{\frac{1}{3}}
= \left(\frac{3.2 \times 10^{-14}}{4}\right)^{\frac{1}{3}} = 2 × 10-5 M
M3X માટે,
Ksp = 27S4
∴ S = \left(\frac{\mathrm{K}_{\mathrm{sp}}}{27}\right)^{\frac{1}{4}}
= \left(\frac{2.7 \times 10^{-15}}{27}\right)^{\frac{1}{4}} = 1 × 10-4 M
∴ 2 × 10-4 > 1 × 10-4 > 2 × 10-5
∴ MX > M3X > MX2
પ્રશ્ન 135.
50 mL 0.2MCH3COONaના દ્રાવણમાં કેટલા પ્રમાણમાં 0.1 M CH3COOH ઉમેરવામાં આવે, જેથી બફર દ્રાવણની pH 4.91 બને. CH3COOH માટે pKa = 4.76 છે.
A. 80.92 mL
B. 100 mL
C. 70.92 mL
D. 60.92 mL
જવાબ
C. 70.92 mL
પ્રશ્ન 136.
HFનો આયનીકરણ અચળાંકનું મૂલ્ય 6.8 × 10-14 છે. તેના સંયુગ્મી બેઇઝના આયનીકરણ અચળાંકનું મૂલ્ય કેટલું હશે?
A. 1.9 × 10-10
B. 1.7 × 10-10
C. 1.47 × 10-11
D. 2.9 × 10-11
જવાબ
C. 1.47 × 10-11
Kb = \frac{\mathrm{K}_{\mathrm{w}}}{\mathrm{K}_{\mathrm{a}}}=\frac{1 \times 10^{-14}}{6.8 \times 10^{-4}} = 1.47 × 10-11
પ્રશ્ન 137.
\frac{N}{80}NaCNના જલીય દ્રાવણના જલીયકરણના ટકા કેટલાં હશે? HClનો વિયોજન અચળાંક 1.3 × 10-9 અને Kw = 1 × 10-14
A. 2.48
B. 8.2
C. 5.26
D. 9.6
જવાબ
A. 2.48
Kh = \sqrt{\frac{\mathrm{K}_{\mathrm{w}}}{\mathrm{K}_{\mathrm{a}} \cdot \mathrm{C}_{\mathrm{o}}}}
= \sqrt{\frac{10^{-14}}{\left(1.3 \times 10^{-9}\right) \times \frac{1}{80}}}
= 2.48 × 10-2
% જલવિભાજન = 2.48 × 10-2 × 100
= 2.48
પ્રશ્ન 138.
પ્રક્રિયા NH4Cl(s) \rightleftharpoons NH3(g) + HCl(g) માટે Kp અને Kc વચ્ચેનો સંબંધ Kp = Kc (RT) Δn(g) દ્વારા દર્શાવી શકાય તો પ્રક્રિયા માટે Δnનું મૂલ્ય …………………… થશે.
A. 1
B. 0.5
C. 1.5
D. 2
જવાબ
D. 2
Δn(g) = np – nr
= 2 – 0 = 2
પ્રશ્ન 139.
પ્રક્રિયા H2(g) + I2(g) \rightleftharpoons 2HI(g) માટે પ્રમાણિત મુક્ત- ઊર્જાનો ફેરફાર ΔG⊖ > 0 છે, તો સંતુલન અચળાંક Kનું મૂલ્ય ……………… થશે.
A. K = 0
B. K > 1
C. K = 1
D. K < 1
જવાબ
D. K < 1
K < 1
પ્રશ્ન 140.
ભૌતિક પ્રક્રમમાં થતી સંતુલન પ્રક્રિયા માટે નીચેનામાંથી કઈ લાક્ષણિકતા યોગ્ય નથી?
A. સંતુલન અવસ્થા બંધ પ્રણાલીમાં આપેલ તાપમાને મેળવી શકાય છે.
B. માપી શકાય એવી બધી જ લાક્ષણિકતાનાં મૂલ્યો અચળ હોય છે.
C. સંતુલને બધા જ ભૌતિક ફેરફાર અટકી જાય છે.
D. પરસ્પર વિરુદ્ધ પ્રક્રિયાઓ એકસરખા વેગથી થાય છે. આથી સંતુલન ગતિશીલ હોવાથી સ્થાયી અવસ્થા ઉદ્ભવે છે.
જવાબ
C. સંતુલને બધા જ ભૌતિક ફેરફાર અટકી જાય છે.
સંતુલને બધા જ ભૌતિક ફેરફાર અટકી જાય છે.
પ્રશ્ન 141.
બંધપાત્રમાં, 500 K તાપમાને થતી નીચેની પ્રક્રિયા
PCl5(g) \rightleftharpoons PCl3(g) + Cl2(g) માટે સંતુલન અવસ્થાએ PCl5, PCl3 અને Cl2ની સાંદ્રતા અનુક્રમે 0.8 × 10-3 mol·L-1, 1.2 × 10-3 mol·L-1 અને 1.2 × 10-3 mol·L-1 અનુક્રમે છે, તો આ પ્રક્રિયા માટે Kcનું મૂલ્ય શોધો.
A. 1.8 × 103 mol·L-1
B. 1.8 × 10-3 mol·L-1
C. 1.8 × 10-3 L·mol-1
D. 0.55 × 104 mol·L-1
જવાબ
B. 1.8 × 10-3 mol·L-1
KC = \frac{\left[\mathrm{PCl}_3\right]\left[\mathrm{Cl}_2\right]}{\left[\mathrm{PCl}_5\right]}
∴ KC = \frac{\left(1.2 \times 10^{-3}\right)\left(1.2 \times 10^{-3}\right)}{0.8 \times 10^{-3}}
∴ KC = 1.8 × 10-3 mol·L-1
પ્રશ્ન 142.
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
A. હવાચુસ્ત કરેલ એક પાત્રમાં બરફ અને પાણી સંતુલન અવસ્થામાં હોય ત્યારે બરફનું વજન સમયની સાપેક્ષે બદલાતું નથી.
B. આયર્ન (III) નાઇટ્રેટ અને પોટૅશિયમ થાયોસાયનેટના દ્રાવણમાં જો ઑઝેલિક ઍસિડ ઉમેરવામાં આવે, તો લાલ રંગની તીવ્રતામાં વધારો થાય છે.
C. ઉદ્દીપકના ઉમેરવાથી સંતુલન અચળાંકના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી.
D. જે પ્રક્રિયા માટે Δ Hનું મૂલ્ય ઋણ હોય તેવી પ્રક્રિયામાં સંતુલન અવસ્થાએ તાપમાનનો વધારો કરતાં સંતુલન અચળાંકનું મૂલ્ય ઘટે છે.
જવાબ
B. આયર્ન (III) નાઇટ્રેટ અને પોટૅશિયમ થાયોસાયનેટના દ્રાવણમાં જો ઑઝેલિક ઍસિડ ઉમેરવામાં આવે, તો લાલ રંગની તીવ્રતામાં વધારો થાય છે.
આયર્ન (III) નાઇટ્રેટ અને પોટૅશિયમ થાયોસાયનેટના દ્રાવણમાં જો ઑઝેલિક ઍસિડ ઉમેરવામાં આવે, તો લાલ રંગની તીવ્રતામાં વધારો થાય છે.
પ્રશ્ન 143.
જ્યારે હાઇડ્રોક્લોરિક ઍસિડને કોબાલ્ટ નાઇટ્રેટના દ્રાવણમાં ઓરડાના તાપમાને ઉમેરવામાં આવે, તો નીચે મુજબની પ્રક્રિયા થાય છે તથા પ્રક્રિયા મિશ્રણ ભૂરા રંગનું થાય છે. પ્રક્રિયા મિશ્રણને ઠંડું પાડતાં મિશ્રણનો રંગ ગુલાબી થાય છે. નીચે મુજબની પ્રક્રિયાને આધારે સાચો જવાબ પસંદ કરો.
A. પ્રક્રિયા માટે Δ H > 0
B. પ્રક્રિયા માટે Δ H < 0
C. પ્રક્રિયા માટે Δ H = 0
D. ΔHના મૂલ્યનું ચિહ્ન આપેલ માહિતીને આધારે નક્કી કરી શકાશે નહિ.
જવાબ
A. પ્રક્રિયા માટે Δ H > 0
પ્રક્રિયા માટે Δ H > 0
પ્રશ્ન 144.
તટસ્થ પાણીની pH 25 °C તાપમાને 7 હોય છે. તાપમાન વધારવાથી પાણીના આયનીકરણમાં વધારો થાય છે, છતાં પણ H+ અને OH– ની સાંદ્રતા અચળ રહે છે, તો 60°C તાપમાને શુદ્ધ પાણીની pH કેટલી થશે?
A. 7.0
B. > 7.0
C. < 7.0
D. શૂન્ય
જવાબ
C. < 7.0
તાપમાનના વધારા સાથે Kw નું મૂલ્ય વધે છે.
[H+] [OH–] > 10-14
∴ [H+] > 10-7 હોવાથી pH < 7 થશે.
પ્રશ્ન 145.
નિર્બળ ઍસિડની ઍસિડ પ્રબળતા Ka ના મૂલ્ય દ્વારા નક્કી કરી શકાય છે. ઍસિડિક ઍસિડ, હાઇપોક્લોરસ ઍસિડ તથા ફૉર્મિક ઍસિડ માટે Kaના મૂલ્ય અનુક્રમે 1.74 × 10-5, 3.0 x 10-8 અને 1.8 × 10-4 છે, તો તેમના 0.1 \frac{\mathrm{mol}}{\mathrm{dm}^{-3}} સાંદ્રતા ધરાવતા દ્રાવણના pHના મૂલ્ય nનો સાચો ક્રમ કયો થશે?
A. ઍસિટિક ઍસિડ > હાઇપોક્લોરસ ઍસિડ > ફૉર્મિક ઍસિડ
B. હાઇપોક્લોરસ ઍસિડ > ઍસિટિક ઍસિડ > ફૉર્મિક ઍસિડ
C. ફૉર્મિક ઍસિડ > હાઇપોક્લોરસ ઍસિડ > ઍસિટિક ઍસિડ
D. ફૉર્મિક ઍસિડ > ઍસિટિક ઍસિડ > હાઇપોક્લોરસ ઍસિડ
જવાબ
D. ફૉર્મિક ઍસિડ > ઍસિટિક ઍસિડ > હાઇપોક્લોરસ ઍસિડ
ફૉર્મિક ઍસિડ > ઍસિટિક ઍસિડ > હાઇપોક્લોરસ ઍસિડ
પ્રશ્ન 146.
નીચે દર્શાવેલ પ્રક્રિયા સાથે સંકળાયેલ આયનીકરણ અચળાંકના મૂલ્ય અનુક્રમે Ka1, Ka2 અને Ka3 છે, તો તેમની વચ્ચેનો સાચો સંબંધ કર્યો થશે?
H2S \rightleftharpoons H+ + HS-1 Ka1
HS– \rightleftharpoons H+ + S2- Ka2
H2S \rightleftharpoons 2H+ + S2- Ka3
A. Ka3 = Ka1 × Ka2
B. Ka3 = Ka1 + Ka2
C. Ka3 = Ka1 – Ka2
D. Ka2 = \frac{\mathrm{K}_{\mathrm{a}_1}}{\mathrm{~K}_{\mathrm{a}_2}}
જવાબ
A. Ka3 = Ka1 × Ka2
Ka3 = Ka1 × Ka2
પ્રશ્ન 147.
BF3નો ઍસિડિક સ્વભાવ નીચેનામાંથી કઈ સંકલ્પનાને આધારે સમજાવી શકાય?
A. આર્ટેનિયસ સંકલ્પના
B. બ્રૉન્સ્ટેડ-લૉરી સંકલ્પના
C. લુઇસ સંકલ્પના
D. બ્રૉન્સ્ટેડ-લૉરી તથા લુઇસ સંકલ્પનાને આધારે
જવાબ
C. લુઇસ સંકલ્પના
લુઇસ સંકલ્પના
પ્રશ્ન 148.
સરખા કદથી નીચેનામાંથી કયાં દ્રાવણોને મિશ્ર કરવાથી બફર દ્રાવણ બનશે?
A. 0.1 \frac{\mathrm{mol}}{\mathrm{dm}^3} NH4OH + 0.1 \frac{\mathrm{mol}}{\mathrm{dm}^3} HCl
B. 0.05 \frac{\mathrm{mol}}{\mathrm{dm}^3} NH4OH + 0.1 \frac{\mathrm{mol}}{\mathrm{dm}^3} HCl
C. 0.1 \frac{\mathrm{mol}}{\mathrm{dm}^3} NH4OH + 0.05 \frac{\mathrm{mol}}{\mathrm{dm}^3} HCl
D. 0.1 \frac{\mathrm{mol}}{\mathrm{dm}^3} CH3COONa + 0.1
જવાબ
C. 0.1 \frac{\mathrm{mol}}{\mathrm{dm}^3} NH4OH + 0.05 \frac{\mathrm{mol}}{\mathrm{dm}^3} HCl
બફર દ્રાવણની વ્યાખ્યા મુજબ
પ્રશ્ન 149.
નીચેનામાંથી કયા દ્રાવણમાં સિલ્વર ક્લોરાઇડ સૌથી વધુ દ્રાવ્ય થશે?
A. 0.1 \frac{\mathrm{mol}}{\mathrm{dm}^3} AgNO3નું દ્રાવણ
B. 0.1 \frac{\mathrm{mol}}{\mathrm{dm}^3} HClનું દ્રાવણ
C. H2O
D. જલીય એમોનિયા
જવાબ
D. જલીય એમોનિયા
જલીય NH3માં AgCl દ્વારા [Ag(NH3)2] Cl જેવો દ્રાવ્ય સંકીર્ણ ક્ષાર બને છે.
પ્રશ્ન 150.
0.01 \frac{\mathrm{mol}}{\mathrm{dm}^3} CH3COOHના દ્રાવણની pH કેટલી થશે?
(Ka = 1.74 × 10-5)
A. 3.4
B. 3.6
C. 3.9
D. 3.0
જવાબ
A. 3.4
[H3O+] = \sqrt{\mathrm{Ka} \cdot \mathrm{Co}} મુજબ
પ્રશ્ન 151.
જો CH3COOH અને NH4OHના Ka અને Kbના મૂલ્ય
અનુક્રમે 1.8 × 10-5 અને 1.8 × 10-5 હોય, તો એમોનિયમ એસિટેટના દ્રાવણની pH કેટલી થશે?
A. 7.005
B. 4.75
C. 7.0
D. 6 અને 7ની વચ્ચે
જવાબ
C. 7.0
એમોનિયમ એસિટેટ નિર્બળ ઍસિડ અને નિર્બળ બેઇઝનો ક્ષાર છે. તેથી,
pH = 7 + \frac{1}{2} (pKa – pKb) = 7 + 0 = 7.0
પ્રશ્ન 152.
A \rightleftharpoons B પ્રક્રિયા જો અડધી પૂર્ણ થઈ હોય એવી વ્યવસ્થાએ
નીચેનામાંથી કયું યોગ્ય છે?
A. Δ G⊖ = 0
B. Δ G⊖ > 0
C. Δ G⊖ < 0
D. Δ G⊖ = – RT ln 2
જવાબ
A. Δ G⊖ = 0
પ્રક્રિયા અડધી પૂરી થાય ત્યારે સાંદ્રતા
[A] = [B] થતાં સંતુલન અચળાંક KC થાય અને તેથી ΔH⊖ શૂન્ય થાય.
પ્રશ્ન 153.
પ્રક્રિયા N2(g) + 3H2 \rightleftharpoons 2NH3(g) વાયુ અવસ્થામાં થતી પ્રક્રિયા માટે અચળ તાપમાને બંધપાત્રમાં થતી પ્રક્રિયા માટે જો દબાણનું મૂલ્ય વધારવામાં આવે તો પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું સાચું થશે?
A. K અચળ રહેશે
B. K ઘટશે
C. K વધશે
D. K શરૂઆતમાં વધશે ત્યારબાદ તે ઘટશે
જવાબ
A. K અચળ રહેશે
તાપમાન અચળ હોય ત્યારે સંતુલન અચળાંક KCનું મૂલ્ય બદલાતું નથી.
પ્રશ્ન 154.
30°C તાપમાને પાણી, એસિટોન અને ઈથરના બાષ્પદબાણ માટે નીચેનામાંથી કયું સાચું છે? પાણીનું ઉત્કલનબિંદુ સૌથી વધારે છે તથા ઈથરનું ઉત્કલનબિંદુ સૌથી ઓછું છે?
A. પાણી < ઈથર < એસિટોન
B. પાણી < એસિટોન < ઈથર
C. ઈથર < એસિટોન < પાણી
D. એસિટોન < ઈથર < પાણી
જવાબ
B. પાણી < એસિટોન < ઈથર
જે દ્રાવકોના ઉત્કલનબિંદુ વધારે તેમ બાષ્પદબાણ ઓછી હોય છે. તેથી બાષ્પદબાણ પાણી < એસિટોન < ઈથર
પ્રશ્ન 155.
\frac{1}{2}H2(g) + \frac{1}{2}I2(g) \rightleftharpoons HI(g) માટે 500 K તાપમાને સંતુલન અચળાંક Kc નું મૂલ્ય 5 છે, તો પ્રક્રિયા
2HI(g) \rightleftharpoons H2(g) + I2(g) માટે Kc નું મૂલ્ય આ જ તાપમાને કેટલું થશે?
A. 0.04
B. 0.4
C. 25
D. 2.5
જવાબ
A. 0.04
\frac{1}{2} H2(g) + \frac{1}{2} I2(g) \rightleftharpoons HI માટે K = 5
અને
પ્રક્રિયા 2HI(g) \rightleftharpoons H2(g) + I2(g) માટે K’ = (5)2 = 25
તેથી તેની પ્રતિગામી પ્રક્રિયાનો KC = \frac{1}{\mathrm{~K}^{\prime}}=\frac{1}{25} = 0.04
પ્રશ્ન 156.
નીચે દર્શાવેલ પ્રક્રિયામાં કઈ પ્રક્રિયામાં આર્ગોન ઉમેરવા છતાં પણ સંતુલનમાં અસર પડતી નથી?
A. H2(g) + I2(g) \rightleftharpoons 2HI(g)
B. PCl5(g) \rightleftharpoons PCl5(g) + Cl2(g)
C. N2(g) + 3H2(g) \rightleftharpoons 2NH3(g)
D. બધી જ પ્રક્રિયામાં સંતુલન પર કોઈ અસર થશે નહિ. એકથી વધુ સાચા વિકલ્પવાળા પ્રશ્નો
જવાબ
D. બધી જ પ્રક્રિયામાં સંતુલન પર કોઈ અસર થશે નહિ. એકથી વધુ સાચા વિકલ્પવાળા પ્રશ્નો
સંતુલનમાં રહેલી કોઈ પણ પ્રક્રિયામાં નિષ્ક્રિય વાયુ ઉમેરવાથી સંતુલન અચળાંક બદલાતો નથી.
પ્રશ્ન 157.
પ્રક્રિયા N2O4(g) \rightleftharpoons 2NO2 માટે 400 K તાપમાને Kનું મૂલ્ય 50 છે તથા 500 K તાપમાને Kનું મૂલ્ય 1700 છે, તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
A. પ્રક્રિયા ઉષ્માશોષક છે.
B. પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે.
C. જો 400 K તાપમાને NO2(g) અને N2O4(g) ને 20 bar અને 2 bar આંશિક દબાણે અનુક્રમે મિશ્ર કરવામાં આવે, તો વધુ N2O4 બનશે.
D. પ્રક્રમ ઍન્ટ્રોપી વધે છે.
જવાબ
A. પ્રક્રિયા ઉષ્માશોષક છે., C. જો 400 K તાપમાને NO2(g) અને N2O4(g) ને 20 bar અને 2 bar આંશિક દબાણે અનુક્રમે મિશ્ર કરવામાં આવે, તો વધુ N2O4 બનશે.
પ્રશ્ન 158.
આપેલ તાપમાને અને વાતાવરણ દબાણે એક શુદ્ધ પદાર્થની ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થા સંતુલનમાં છે, તો નીચેનામાંથી તાપમાન માટે કયો વિકલ્પ યોગ્ય છે?
A. સામાન્ય પિગલન તાપમાન
B. સંતુલન તાપમાન
C. ઉત્કલનબિંદુ
D. ગલનબિંદુ
જવાબ
A. સામાન્ય પિગલન તાપમાન, D. ગલનબિંદુ
પ્રશ્ન 159.
1 L HClના જલીય દ્રાવણની pH = 1 છે. આ જલીય દ્રાવણની pH = 2 કરવા માટે કેટલા લિટર પાણી ઉમેરવાની જરૂર પડે?
A. 9.0
B. 0.1
C. 0.9
D. 2.0
જવાબ
A. 9.0
pH = 1 ∴ [H3O+] = 10-1 M
pH = 2 ∴ [H3O+] = 10-2 M = 0.01 M
M1V1 = M2V2
0.1 × 1 = 0.01 × V2
V2 = 10 L
∴ ઉમેરવું પડતું પાણી = 10 – 1 = 9 L
પ્રશ્ન 160.
1.0 × 10-4 M Na2CO3ના દ્રાવણમાં ઘન Ba(NO3)2 ધીમે ધીમે દ્રાવ્ય થાય છે. Ba2+ની કઈ સાંદ્રતાએ BaCO3ના અવક્ષેપ મળવાની શરૂઆત થશે? (Ksp = 5.1 × 10-9 )
A. 5.1 × 10-5 M
B. 7.1 × 10-5 M
C. 4.1 × 10-5 M
D. 8.1 × 10-2 M
જવાબ
A. 5.1 × 10-5 M
[CO32-] = 1 × 10-4M
અવક્ષેપન માટે Ip ≥ Ksp
[Ba2+] [Co32-] ≥ 5. 1 × 10-9
∴ [Ba2+] ≥ \frac{5.1 \times 10^{-9}}{1 \times 10^{-4}}
≥ 5.1 × 10-5 M
પ્રશ્ન 161.
A + 2B \rightleftharpoons 2C + D પ્રક્રિયામાં Bની શરૂઆતની સાંદ્રતા Aની સાંદ્રતા કરતાં 1.5 ગણી છે, પરંતુ સંતુલને A અને Bની સાંદ્રતા સમાન થાય છે, તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક ગણો.
A. 8
B. 4
C. 12
D. 6
જવાબ
B. 4
પ્રશ્ન 162.
(1) N2(g) + 3H2(g) \rightleftharpoons 2NH3(g) … K1
(2) N2(g) + O2(g) \rightleftharpoons 2NO(g) …. K2
(3) H2(g) + \frac{1}{2} O2(g) \rightleftharpoons H2O(g) … K3 હોય, તો
2NH3(g) + \frac{5}{2}O2(g) \rightleftharpoons 2NO(g) + 3H2O(g) માટે
K4 = …………….. .
A. \frac{\mathrm{K}_1 \mathrm{~K}_2}{\mathrm{~K}_3}
B. \frac{\mathrm{K}_1 \mathrm{~K}_3^2}{\mathrm{~K}_2}
C. K1K2K3
D. \frac{\mathrm{K}_1 \mathrm{~K}_3^2}{\mathrm{~K}_2}
જવાબ
D. \frac{\mathrm{K}_1 \mathrm{~K}_3^2}{\mathrm{~K}_2}
પ્રશ્ન 163.
CO(g) + \frac{1}{2} O2(g) \rightleftharpoons CO2(g) માટે \frac{\mathrm{K}_{\mathrm{p}}}{\mathrm{K}_{\mathrm{c}}} = ………………. .
A. \frac{1}{\sqrt{\mathrm{RT}}}
B. (\mathrm{RT})^{\frac{1}{2}}
C. RT
D. 1
જવાબ
A. \frac{1}{\sqrt{\mathrm{RT}}}
પ્રશ્ન 164.
330 K તાપમાને KW = 10-13.6 હોય, તો 10-4 M OH– સાંદ્રતા ધરાવતા દ્રાવણની pH = ……………. .
A. 4
B. 9
C. 10
D. 9.6
જવાબ
D. 9.6
Kw = [H+][OH–]
∴ [H+] = \frac{\mathrm{K}_{\mathrm{w}}}{\left[\mathrm{OH}^{-}\right]}=\frac{1 \times 10^{-13.6}}{1 \times 10^{-4}} = 10-9.6
∴ pH = 9.6
પ્રશ્ન 165.
5 g CH3COOH અને 7.5g સોડિયમ એસિટેટને મિશ્ર કરી 500 mL દ્રાવણ બનાવતા બનતા દ્રાવણની pH શોધો.
(Ka = 1.75 × 10-5, PKa = 4.76)
A. 4.70
B. < 4.70
C. 4.76 < pH < 5.0
D. CH3COOHના દ્રાવણની pH જેટલી
જવાબ
C. 4.76 < pH < 5.0
[CH3COOH] = \frac{5 \times 1000}{60 \times 500} = 0.166 M
[CH3COONa] = \frac{7.5 \times 1000}{82 \times 500} = 0.183 M
pH = pKa + log \frac{[\text { Salt }]}{[\text { Acid }]}
= 4.76 + log \frac{[\text { Salt }]}{[\text { Acid }]}
= 4.76 + log (1.10)
= 4.76 + 0.042
= 4.80
∴ 4.76 < pH < 5.0
પ્રશ્ન 166.
અલ્પદ્રાવ્ય ક્ષાર Hg2Cl2, Cr2(SO4)3, BaSO4 અને CrCl3ના દ્રાવણ માટે Ksp નાં મૂલ્યોના સંદર્ભમાં દ્રાવ્યતા …………. .
જવાબ
પ્રશ્ન 167.
NaOH એ પ્રબળ બેઇઝ છે. તેના 5.0 × 10-2 M જલીય દ્રાવણની pH = ………………. .
A. 14.0
B. 13.70
C. 13.00
D. 12.70
જવાબ
D. 12.70
pOH = – log10 [OH–] = – log (5 × 10-2)
= 2 log 10 – log 5.0
= 2.0000 – 0.6990
pOH = 1.3010
pH = 12.6990 ≅ 12.7
પ્રશ્ન 168.
નીચે કેટલાંક ઍસિડ અને તેમના Kaનાં મૂલ્યો આપેલાં છે, તો બેઇઝ CN–, F– અને NO2– ની બેઝિક પ્રબળતાનો ક્રમ જણાવો.
ઍસિડ | Ka |
HCN | 6.2 × 10-10 |
HF | 7.2 × 10-4 |
HNO2 | 4.0 × 10-4 |
A. F– < CN– < NO2–
B. NO2– < CN– < F–
C. F– < NO2– < CN–
D. NO2– < F– < CN–
જવાબ
C. F– < NO2– < CN–
ઍસિડિક પ્રબળતા ∝ Ka
∴ HCN < HNO2 < HF
પ્રબળ ઍસિડનો સંયુગ્મ બેઇઝ નિર્બળ હોય છે.
∴ F–< NO2– < CN–
પ્રશ્ન 169.
હાઇડ્રેઝોઇક ઍસિડનો સંયુગ્મ બેઇઝ જણાવો.
A. HN3–
B. N3–
C. N2–
D. N3-
જવાબ
B. N3–
પ્રશ્ન 170.
નીચેનું સંતુલન ધ્યાનમાં લો :
AgCl↓ + 2NH3 \rightleftharpoons [Ag(NH3)2]+ + Cl–
નીચેના પૈકી કયું દ્રાવણ ઉમેરવાથી AgClનું અવક્ષેપન થશે?
A. NH3
B. જલીયNaCl
C. જલીય NH4Cl
D. જલીયHNO3
જવાબ
B. જલીયNaCl
પ્રશ્ન 171.
0.1 M સોડિયમ એસિટેટના જલીય દ્રાવણની pH શોધો.
(Ka = 1.0 × 10-5) (જળવિભાજન અંશ પ્રમાણમાં ઓછો છે.)
A. 5.0
B. 8.0
C. 6.0
D. 9.0
જવાબ
D. 9.0
પ્રશ્ન 172.
નિયત તાપમાને HIનું 50% વિઘટન H2 અને I2માં થાય છે, તો વિઘટનનો સંતુલન અચળાંક શોધો.
A. 3.0
B. 0.5
C. 0.25
D. 1.0
જવાબ
C. 0.25
પ્રશ્ન 173.
નિયત તાપમાને બંધપાત્રમાં NH2COONH4નું વિઘટન નીચે મુજબ થાય છે :
NH2COONH4(s) \rightleftharpoons 2NH3(g) + CO2(g)
આ પ્રક્રિયા માટે Kp = 2.9 × 10-5 atm3. જો પ્રક્રિયા 1 molથી શરૂ કરવામાં આવે, તો સંતુલને કુલ દબાણ શોધો.
A. 38.8 × 10-2 atm
B. 1.94 × 10-2 atm
C. 5.82 × 10-2 atm
D. 7.66 × 10-2 atm
જવાબ
C. 5.82 × 10-2 atm
= 1.94 × 10-2
કુલ દબાણ = 2p + p
= 5.82 × 10-2 atm
પ્રશ્ન 174.
ઝિરકોનિયમ ફૉસ્ફેટનું વિયોજન +4 વીજભાર ધરાવતા ત્રણ ઝિરકોનિયમ કેટાયનમાં તથા -3 વીજભાર ધરાવતા ચાર ફૉસ્ફેટ એનાયનમાં થાય છે. જો ઝિરકોનિયમ ફૉસ્ફેટની મોલર દ્રાવ્યતા ‘S’ દ્વારા અને દ્રાવ્યતા ગુણાકારને Ksp વડે દર્શાવવામાં આવે, તો નીચેના પૈકી કયો સંબંધ યોગ્ય છે?
જવાબ
પ્રશ્ન 175.
નિયત તાપમાને સંતુલિત પ્રણાલી બરફ \rightleftharpoons પાણી પર જો દબાણ વધારવામાં આવે, તો …
A. સંતુલન પર કોઈ અસર થશે નહિ.
B. પ્રણાલીની ઍન્ટ્રોપીમાં ઘટાડો થશે.
C. સંતુલન પ્રતિગામી દિશામાં ખસશે.
D. પ્રણાલીની મુક્ત-ઊર્જામાં વધારો થશે.
જવાબ
C. સંતુલન પ્રતિગામી દિશામાં ખસશે.
સંતુલન પ્રતિગામી દિશામાં ખસશે.
પ્રશ્ન 176.
298 K તાપમાને પ્રક્રિયા A + B = \rightleftharpoons C + Dનો સંતુલન અચળાંક 100 છે. બધા જ ચારેય સ્પીસીઝની શરૂઆતની સાંદ્રતા 1 M હોય, તો સંતુલને Dની સાંદ્રતા શું હશે? (2016)
A. 0.818
B. 1.818
C. 1.182
D. 0.182
જવાબ
B. 1.818
પ્રશ્ન 177.
એક બંધ શૂન્યાવકાશ ક૨ેલા પાત્રમાં રાખવામાં આવેલા ઘન XY વિઘટીત થઈને T તાપમાને વાયુઓનું મિશ્રણ X અને Y બને છે. આ પાત્રમાં સંતુલન દબાણ 10bar છે, તો આ પ્રક્રિયા માટે Kp શું છે?
A. 5
B. 10
C. 25
D. 100
જવાબ
C. 25
પ્રશ્ન 178.
0.1 Nડાયબેઝિક ઍસિડનું કદ શું હશે કે જે 1 g બેઇઝના તટસ્થીકરણ કરવા માટે પર્યાપ્ત હોય કે જેના જલીય દ્રાવણમાં 0.04 mol OH– આવેલા છે?
A. 200 mL
B. 400 mL
C. 600 mL
D. 800 mL
જવાબ
B. 400 mL
પ્રશ્ન 179.
એક નિર્બળ ઍસિડ (HA) અને નિર્બળ બેઇઝ (BOH)ના pKa અને pKb અનુક્રમે 3.2 અને 3.4 છે, તો તેમના ક્ષાર (AB)ના દ્રાવણની pH શોધો.
A. 7.2
B. 6.9
C. 7.0
D. 1.0
જવાબ
B. 6.9
pH = 7 + \frac{1}{2} pKa – \frac{1}{2} pKb = 7 + \frac{3.2}{2}-\frac{3.4}{2} = 6.9
પ્રશ્ન 180.
50 mL 0.2 M એમોનિયાના દ્રાવણની 25 mL 0.2 M HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. જો એમોનિયાના દ્રાવણનો pKb 4.75 હોય, તો દ્રાવણની pH કેટલી થશે?
A. 3.75
B. 4.75
C. 8.25
D. 9.25
જવાબ
D. 9.25
પ્રશ્ન 181.
નિર્બળ ઍસિડ(HA)માં સોડિયમ હાઇડ્રૉક્સાઇડ ઉમેરવાથી બનતા પરિણામી બફર દ્રાવણની pH 6 છે. જો HAનો આયોનિક અચળાંક 10-5 હોય, તો બફર દ્રાવણમાં ક્ષાર-ઍસિડની સાંદ્રતાનો ગુણોત્તર કેટલો થશે?
A. 10 : 1
B. 4 : 5
C. 5 : 4
D. 1 : 10
જવાબ
A. 10 : 1
પ્રશ્ન 182.
એક જલીય દ્રાવણ 0.10 M H2S અને 0.20 M HCl ધરાવે છે. જો H2Sમાંથી HS– બનવાનો સંતુલન અચળાંક 1.0 × 10-7 અને HS– આયનોમાંથી S2- બનવાનો સંતુલન અચળાંક 1.2 × 10-13હોય, તો જલીય દ્રાવણમાં S2- આયનોની સાંદ્રતા શોધો.
A. 5 × 10-8
B. 3 × 10-20
C. 6 × 10-21
D. 5 × 10-19
જવાબ
B. 3 × 10-20
પ્રશ્ન 183.
એક જલીય દ્રાવણમાં Ba2+ની સાંદ્રતા જાણીતી નથી, જ્યારે તેમાં 50 mL 1 M Na2SO4નું દ્રાવણ ઉમેરતાં, BaSO4ના અવક્ષેપ આવવાનું શરૂ થાય છે. અંતિમ કદ 500 mL છે. BaSO4નો દ્રાવ્યતા ગુણાકાર 1 × 10-10 છે, તો Ba2+ની પ્રારંભિક સાંદ્રતા કેટલી છે?
A. 5 × 10-9 M
B. 2 × 10-9 M
C. 1.1 × 109 M
D. 1.0 × 10-10 M
જવાબ
C. 1.1 × 109 M
પ્રશ્ન 184.
0.1 g લેડ (II) ક્લોરાઇડને ઓગાળીને સંતૃપ્ત દ્રાવણ પ્રાપ્ત કરવા · માટે પાણીનું ઓછામાં ઓછું કેટલું કદ જોઈએ? [PbCl2નો
Ksp = 3.2 × 10-8, Pbનું પરમાણ્વીય દળ = 207 u]
A. 0.36 L
B. 17.98 L
C. 0.18 L
D. 1.798 L
જવાબ
C. 0.18 L
પ્રશ્ન 185.
નીચેનામાંથી કયું લુઇસ ઍસિડ છે?
A. PH3
B. NF3
C. NaH
D. B(CH3)3
જવાબ
D. B(CH3)3
પ્રશ્ન 186.
20 mL 0.1 M H2SO4 30 mL 0.2 M NH4OHમાં ઉમેરતાં બનતા મિશ્ર દ્રાવણની pH શોધો. (NH4OHનો PKb = 4.7)
A. 9
B. 4
C. 5.2
D. 5.0
જવાબ
A. 9
હવે, pOH = pKb + log
= 4.7 + log \frac{4}{2}
= 4.5 + 0.3010
= 4.8010 ≅ 5
PH = 14.0 – 5.0 = 9.0
પ્રશ્ન 187.
A2 + B2 \rightleftharpoons 2AB માટે સંતુલન અચળાંક K1 તથા 6AB \rightleftharpoons 3A2 + 3B2 માટે સંતુલન અચળાંક K2 છે.
તો નીચેના પૈકી કયો સંબંધ સાચો છે?
A. K2 = 3K13
B. K2 = 1/K13
C. K2 = \frac{\mathrm{K}_1^3}{3}
D. K2 = \frac{3}{\mathrm{~K}_1{ }^3}
જવાબ
B. K2 = 1/K13
A2 + B2 \rightleftharpoons 2AB : K1 આ સમીકરણને 3 વડે ગુણતાં, 3A2 + 3B2 \rightleftharpoons 6AB ∴ K13
આ સમીકરણને ઉલટાવતાં,
6AB \rightleftharpoons 3A2 + 3B2
∴ K2 = \frac{1}{\mathrm{~K}_1{ }^3}
પ્રશ્ન 188.
(1) N2(g) + O2(g) \rightleftharpoons 2NO(g)
(2) N2O4(g) \rightleftharpoons 2NO2(g) તથા
(3) N2(g) + 3H2(g) \rightleftharpoons 2NH3(g) સંતુલિત પ્રક્રિયાઓ માટે, જો RT = 24.3 હોય, તો આ પ્રક્રિયાઓ માટે Kp/Kcનું મૂલ્ય અનુક્રમે જણાવો.
A. 1, 24.3, (24.3)-2
B. 24.3, 1, (24.3)-2
C. 1, (24.3)-1, (24.3)2
D. 1, (24.3)1, (24.3)2
જવાબ
A. 1, 24.3, (24.3)-2
પ્રક્રિયા 1 માટે, Δn(g) = 0 ∴ \frac{K_p}{K_c} = 1
પ્રક્રિયા 2 માટે, Δn(g) = 2 – 1 = 1 ∴ \frac{K_p}{K_c} = (24.3)2
પ્રક્રિયા ૩ માટે, Δn(g) = 2 – 4 = – 2 ∴ \frac{K_p}{K_c} = (24.3)-2
પ્રશ્ન 189.
100 મિલિમોલ Ca(OH)2માં 2.0g સોડિયમ સલ્ફેટ ઉમેરી દ્રાવણનું કદ 100 mL કરવામાં આવે છે, તો દ્રાવણમાં [OH–] અને ઉદ્ભવતા CaSO4નું વજન શોધો. [Ca(OH)2નો Ksp = 5.55 × 10-6]
A. 0.14 M, 13.6 g
B. 0.28 M, 13.6 g
C. 0.14 M, 1.9 g
D. 0.28 M, 1.9 g
જવાબ
D. 0.28 M, 1.9 g
પ્રશ્ન 190.
5.1 g NH4HSનું 30% વિઘટન થાય છે. જો V= 3L, T = 327 °C તથા R = 0.0821 L atm mol-1 K-1 હોય, તો Kp શોધો.
NH4HS(s) \rightleftharpoons NH3(g) + H2S(g)
A. 0.242
B. 2.42 × 10-4
C. 2.42 × 10-2
D. 2.42 × 10-3
જવાબ
A. 0.242
પ્રશ્ન 191.
આપેલી પ્રક્રિયા N2 + 3H2 \rightleftharpoons 2NH3 માટે સંતુલન
અચળાંક Kp છે. જો શુદ્ધ NH3 વિઘટન બાદ બાકી રહે, તો
સંતુલને NH3નું આંશિક દબાણ શોધો.
(ધારો કે, સંતુલને PNH3 << Ptotal)
A. \frac{3^{3 / 2} \mathrm{~K}_{\mathrm{p}}^{1 / 2} \mathrm{p}^2}{4}
B. \frac{3^{3 / 2} \cdot \mathrm{K}_{\mathrm{p}}^{1 / 2} \cdot \mathrm{p}^2}{16}
C. \frac{\mathrm{K}_{\mathrm{p}}^{1 / 2} \cdot \mathrm{p}^2}{16}
D. \frac{\mathrm{K}_{\mathrm{p}}^{1 / 2} \cdot \mathrm{p}^2}{4}
જવાબ
B. \frac{3^{3 / 2} \cdot \mathrm{K}_{\mathrm{p}}^{1 / 2} \cdot \mathrm{p}^2}{16}
પ્રશ્ન 192.
50 mL 0.5 M H2C2O4નું તટસ્થીકરણ 25 mL NaOH વડે કરવામાં આવે છે, તો 50 mL NaOHમાં NaOHનું વજન શોધો.
A. 10 g
B. 20 g
C. 30 g
D. 4.0 g
જવાબ
D. 4.0 g
H2C2O4 + 2NaOH → Na2C2O4 + 2H2O
H2C2O4ના મિલિમોલ = 50 × 0.5 = 25
\frac{n_{\mathrm{NaOH}}}{2}=\frac{n_{\mathrm{H}_2 \mathrm{C}_2 \mathrm{O}_4}}{1}
∴ nNaOH = 2 × nH2C2O4
∴ M × 25 = 2 × 25
∴ [NaOH] = 2 M
∴ 50 mLમાં NaOHના મોલ = \frac{50 \times 2}{1000} = 0.1
∴ NaOH + = 0.1 × 40 = = 4 g
પ્રશ્ન 193.
A + 2B \rightleftharpoons 2C + D સંતુલિત પ્રક્રિયામાં Bની શરૂઆતની સાંદ્રતા A કરતાં 1.5 ગણી છે. જો સંતુલને A અને Bની સાંદ્રતા સમાન હોય, તો સંતુલન અચળાંક (Kc) ગણો.
A. 4
B. \frac{1}{4}
C. 1
D. \frac{1}{2}
જવાબ
A. 4
પ્રશ્ન 194.
A(s) \rightleftharpoons B(g) + C(g) Kp1 = x atm2
D(s) \rightleftharpoons C(g) + E(g) Kp2 = y atm2 તો સંતુલને કુલ દબાણ શોધો.
A. \sqrt{x+y}
B. 2\sqrt{x+y}
C. x + y
D. x2 + y2
જવાબ
B. 2\sqrt{x+y}
સમીકરણ (1) અને (2)નો સરવાળો કરતાં,
x + y = (P1 + P2) (P1 + P2) = (P1 + P2)2
∴ કુલ દબાણ PT = PC+ PB + PE
= (P1 + P2) + P1 + P2
= 2 (P1 + P2)
∴ PT = 2(\sqrt{x+y})
પ્રશ્ન 195.
જો Ag2CO3નો Ksp = 8 × 10-12 છે, તો 0.1 M AgNO3ના દ્રાવણમાં Ag2CO3ની મોલર દ્રાવ્યતા શોધો.
A. 8 × 10-11 M
B. 8 × 10-10 M
C. 8 × 10-12 M
D. 8 × 10-13 M
જવાબ
B. 8 × 10-10 M
∴ Ksp = [Ag+]2 [CO32-]
∴ 8 × 10-12 = (0.1 + 2s)2 (S)
∴ 8 × 10-12 = (0.1)2 (S) (∵ 0.1 + 2s ≅ 0.1)
∴ S = 8 × 10-10
પ્રશ્ન 196.
25 mL HClનું તટસ્થીકરણ 30 mL 0.1 M Na2CO3 દ્વારા કરવામાં આવે છે, તો 30 mL 0.2 M NaOHનું તટસ્થીકરણ કરવા કેટલા mL HClની જરૂર પડે?
A. 25
B. 50
C. 75
D. 100
જવાબ
A. 25
પ્રશ્ન 197.
નીચે આપેલાં વિધાન અને કારણ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો :
વિધાન : જેમ તાપમાન વધે, તેમ પાણીની pH વધે.
કારણ : પાણીના સ્વઆયનીકરણની પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે.
A. વિધાન અને કારણ બંને ખોટાં છે.
B. વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.
C. વિધાન અને કારણ બંને સાચા છે. પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી આપતું નથી.
D. વિધાન અને કારણ બંને સાચાં છે, તથા કારણ એ વિધાનની સાચી સમજૂતી આપે છે.
જવાબ
A. વિધાન અને કારણ બંને ખોટાં છે.
વિધાન અને કારણ બંને ખોટાં છે.
પ્રશ્ન 198.
PbCl2 (s) Pb2+(aq) + 2Cl–(aq) માટે વિઘટન અચળાંક Ksp = 1.6 × 10-5
300 mL 0.134 M Pb(NO3)2 અને 100 mL 0.4 M NaCl ના મિશ્રણ માટે નીચેનાં પૈકી કયું વિધાન
સાચું છે?
A. Q < Ksp
C. Q > Ksp
B. Q = Ksp
D. અપૂર્ણ માહિતી
જવાબ
D. અપૂર્ણ માહિતી
Q > Ksp
PbCl2 \rightleftharpoons Pb2+ + 2Cl–
PbCl2 માટે Ksp = 1.6 × 10-5 = [Pb2+]eq [Cl–]2eq
Pb(NO3)2 → Pb2+ + 2NO3–
NaCl → Na+ + Cl–
[Pb2+] = \frac{300 \times 0.134}{400} ; [Cl–] = \frac{100 \times 0.4}{400} = 0.1
= 0.1005
∴ [Pb2+][Cl–]2 = 0.1005 × (0.1)2
= 1.005 × 10-3 > Ksp
Q > Ksp
પ્રશ્ન 199.
298 K તાપમાને Cr(OH)3 માટે Kspનું મૂલ્ય 6.0 × 10-31 છે, તો Cr(OH)3ના સંતૃપ્ત દ્રાવણમાં હાઇડ્રૉક્સાઇડ આયનની સાંદ્રતા શોધો.
A. (2.22 × 10-31)1/4
B. (18 × 10-31)1/2
C. (18 × 10-31)1/4
D. (4.86 × 10-29)1/4
જવાબ
C. (18 × 10-31)1/4
પ્રશ્ન 200.
નીચેની આકૃતિમાં પ્રક્રિયક A (જે ચોરસ કૌંસ વડે દર્શાવેલ છે.) કે જે નીપજ B (જે વર્તુળ વડે દર્શાવેલ છે.) સાથે સંતુલન સ્થિતિમાં છે, તો સંતુલન અચળાંક ગણો.
A. 4
B. 2
C. 8
D. 1
જવાબ
B. 2
પ્રશ્ન 201.
ક્ષારની તત્ત્વયોગમિતિ અને ક્ષારનો દ્રાવ્યતા ગુણાકાર દ્રાવ્યતા વક્રના આલેખ પરથી અનુક્રમે જણાવો.
A. X2Y, 2 × 10-9 M3
B. XY2, 4 × 10-9M3
C. XY2, 1 × 10-9 M3
D. XY, 2 × 10-6 M3
જવાબ
B. XY2, 4 × 10-9M3
XY2, 4 × 10-9 M3
આપેલ વક્ર પરથી, જો [X] = 1mM તો [Y] = 2 mM
∴ ક્ષારની તત્ત્વયોગમિતિ = XY2
∴ Ksp = [X][Y]2
= (10-3)(2 × 10-3)2 = 4 × 10-9 M3
પ્રશ્ન 202.
NaOHના જલીય દ્રાવણની પ્રબળતા નીચેના પૈકી ક્યા વધુ ચોકસાઈ ધરાવતા અનુમાપન દ્વારા કરી શકાય છે?
(અહીં યોગ્ય સૂચક ઉમેરવામાં આવ્યો છે.)
A. પિપેટમાં જલીય NaOH અને બ્યુરેટમાં જલીય ઑક્ઝેલિક ઍસિડ દ્વારા
B. બ્યુરેટમાં જલીય NaOH અને પિપેટમાં જલીય ઑક્ઝેલિક ઍસિડ દ્વારા
C. બ્યુરેટમાં જલીય NaOH અને કૉનિકલ ફ્લાસ્કમાં સાંદ્ર H2SO4 દ્વારા
D. કદમાપક ફ્લાસ્કમાં જલીય NaOH અને કૉનિકલ ફ્લાસ્કમાં સાંદ્ર H2SO4 દ્વારા
જવાબ
B. બ્યુરેટમાં જલીય NaOH અને પિપેટમાં જલીય ઑક્ઝેલિક ઍસિડ દ્વારા
બ્યુરેટમાં જલીય NaOH અને પિપેટમાં જલીય ઑક્ઝેલિક ઍસિડ દ્વારા
પ્રશ્ન 203.
નીચેના પૈકી કયો એક નિમ્નતમ લુઇસ બેઇઝ તરીકે વર્તે છે?
A. PF3
B. CO
C. F–
D. BF3
જવાબ
D. BF3
પ્રશ્ન 204.
નીચેના ક્ષારોની તેમના જલીય દ્રાવણમાં દ્રાવ્યતાનો યોગ્ય ક્રમ જણાવો.
A. Na2S > ZnS > CuS
B. CuS > ZnS > Na2S
C. ZnS > Na2S > CuS
D. Na2S > CuS > ZnS
જવાબ
A. Na2S > ZnS > CuS
Na2S > ZnS > CuS
Kspના મૂલ્ય પરથી
પ્રશ્ન 205.
નીચેનામાંથી કયો સૌથી પ્રબળ ઍસિડ છે?
A. HClO3
B. HClO4
C. H2SO3
D. H2SO4
જવાબ
B. HClO4
HClO4
ઍસિડિક પ્રબળતા ∝ ઑક્સિડેશન આંક
પ્રશ્ન 206.
નીચેના પૈકી કયા ક્ષારનું જલીય દ્રાવણ સૌથી વધુ PH ધરાવે છે?
A. KCl
B. NaCl
C. Na2CO3
D. CuSO4
જવાબ
C. Na2CO3
Na2CO3 એ પ્રબળ બેઇઝ NaOH અને નિર્બળ ઍસિડ H2CO3માંથી બનેલો ક્ષાર છે.
પ્રશ્ન 207.
Ag2CO3 2Ag+(aq) + CO32- પ્રક્રિયાનો 298 K તાપમાને Δ G⊖ = + 63.3 kJ છે, તો Ag2CO3નો જલીય દ્રાવણમાં Ksp શોધો. (R = 8.314 JK-1 · mol-1)
A. 3.2 × 10-26
B. 8.0 × 10-12
C. 2.9 × 10-3
D. 7.9 × 10-2
જવાબ
B. 8.0 × 10-12
Δ G⊖ = – 2.303 RT log Ksp
63.3 × 1000 = – 2.303 × 8.314 × 298 log Ksp
∴ log Ksp = – 11.09
Ksp = 10-11.09 = 8 × 10-12
પ્રશ્ન 208.
આપેલ ઉષ્માશોષક પ્રક્રિયા માટે Kp અને K’p એ T1 અને T2 તાપમાને સંતુલન અચળાંકો છે. જો T1 અને T2 તાપમાન વચ્ચે પ્રક્રિયા ઉષ્મા અચળ હોય, તો …
A. Kp > K’p
B. Kp < K’p
C. Kp = K’p
D. Kp = k = \frac{1}{\mathrm{~K}_{\mathrm{p}}{ }^{\prime}}
જવાબ
A. Kp > K’p
log \left(\frac{\mathrm{K}_{\mathrm{p}}^{\prime}}{\mathrm{K}_{\mathrm{p}}}\right)=\frac{-\Delta \mathrm{H}}{2.303 \mathrm{R}}\left[\frac{1}{\mathrm{~T}_2}-\frac{1}{\mathrm{~T}_1}\right]
ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે Δ H = – Ve હોય છે.
અહીં, T2 > T1 છે.
∴ [latex]\frac{1}{\mathrm{~T}_2}-\frac{1}{\mathrm{~T}_1}[/latex] = – Ve ચળે
∴ log (K’p) – log (Kp) = – Ve
∴ log (Kp) > log (K’p)
∴ Kp > K’p
પ્રશ્ન 209.
જો N2(g) + O2(g) \rightleftharpoons 2NO(g) પ્રક્રિયા માટે સંતુલન
અચળાંક K હોય, તો \frac{1}{2} N2(g) + \frac{1}{2} O2(g) \rightleftharpoons NO(g) માટે સંતુલન અચળાંક શોધો.
A. K
B. K2
C. K^{\frac{1}{2}}
D. \frac{1}{2} K
જવાબ
C. K^{\frac{1}{2}}
પ્રશ્ન 210.
નીચેના પૈકી કયું દ્રાવણ ઍસિડિક બફર દ્રાવણ નથી?(2015)
A. H2CO3 અને Na2CO3
B. H3PO4 અને Na3PO4
C. HClO4 અને NaClO4
D. CH3COOH અને CH3COONa
જવાબ
C. HClO4 અને NaClO4
HClO4 અને NaClO4
HClO4 એ પ્રબળ ઍસિડ છે.
પ્રશ્ન 211.
0.1 M NaOH અને 0.01 M HClના સમાન કદને મિશ્ર કરતાં બનતા દ્રાવણની pH કેટલી હશે?
A. 7.0
B. 1.04
C. 12.65
D. 2.0
જવાબ
C. 12.65
N1V1 – N2V2 = N.V
0.1 × 1 – 0.01 × 1 = N × 2
[OH–] = \frac{0.09}{2} = 0.045
∴ POH = – log (0.045) = 1.35
∴ pH = 12.65
પ્રશ્ન 212.
50 mL 16.9 % AgNO3ના દ્રાવણમાં 50 mL 5.8% NaClનું દ્રાવણ ઉમેરવામાં આવે, તો મળતા અવક્ષેપનું વજન શોધો.
(Ag : 107.8 u, N = 14u, 0 = 16 u, Na = 23 u, Cl = 35.5 u)
A. 7 g
B. 14 g
C. 28 g
D. 3.5 g
જવાબ
A. 7 g
100 mL AgNO3ના દ્રાવણમાં AgNO3નું વજન = 16.9 g
∴ 50 mL AgNO3ના દ્રાવણમાં AgNO3નું વજન = 8.45 g
આ જ પ્રમાણે,
પ્રશ્ન 213.
Ag2CrO4, AgCl, AgBr અને AgI માટે Kspનાં મૂલ્યો અનુક્રમે 1.1 × 10-12, 1.8 × 10-12, 5.0 × 10-13 અને 8.3 × 10-17 છે. સમાન મોલ ધરાવતું NaCl, NaBr, NaI અને Na2CrO4 ધરાવતા દ્રાવણમાં AgNO3 ઉમેરતાં નીચેના પૈકી કયો ક્ષાર સૌથી છેલ્લે અવક્ષેપિત થાય?
A. AgBr
B. Ag2CrO4
C. AgI
D. AgCl
જવાબ
B. Ag2CrO4
અહીં, Ag2CrO4ની દ્રાવ્યતા વધુ હોવાથી તે સૌથી છેલ્લે અવક્ષેપિત થશે.
પ્રશ્ન 214.
કોઈ એક પ્રક્રિયામાં સંતુલન અચળાંકનું મૂલ્ય 1.6 × 1012 છે, તો સંતુલન સમયે પ્રણાલીમાં વધુ શું મળે?
A. મોટા ભાગે પ્રક્રિયકો
B. મોટા ભાગે નીપજો
C. પ્રક્રિયકો અને નીપજોનો સમાન જથ્થો
D. બધા જ પ્રક્રિયકો
જવાબ
B. મોટા ભાગે નીપજો
મોટા ભાગે નીપજો
અહીં, Keeqનું મૂલ્ય વધુ હોવાથી નીપજો વધુ પ્રમાણમાં મળે.
પ્રશ્ન 215.
સંતુલન સમયે પ્રતિવર્તી પ્રક્રમ માટે કયો સંબંધ યોગ્ય છે?
A. Δ G = 2.30 RT log K
B. Δ G⊖ = – 2.30 RT log K
C. Δ G⊖ = 2.30 RT log K
D. Δ G⊖ = – 2.30 RT log K
જવાબ
B. Δ G⊖ = – 2.30 RT log K
Δ G⊖ = – 2.30 RT log K
પ્રશ્ન 216.
AgClનો Ksp = 1.6 × 10-10 છે, તો 0.1 M NaClના દ્રાવણમાં AgClની દ્રાવ્યતા શોધો.
A. 1.26 × 10-5 M
B. 1.6 × 10-9 M
C. 1.6 × 10-11 M
D. શૂન્ય
જવાબ
B. 1.6 × 10-9 M
S’ = \frac{\mathrm{K}_{\mathrm{sp}}}{\mathrm{C}}=\frac{1.6 \times 10^{-10}}{0.1} = 1.6 × 10-9
પ્રશ્ન 217.
નીચેના પૈકી કયું ફ્લોરાઇડ સંયોજન લુઇસ બેઇઝ તરીકે વર્તે છે?
A. BF3
B. PF3
C. CF4
D. SIF4
જવાબ
B. PF3
તે એક અબંધકા૨ક ઇલેક્ટ્રૉન-યુગ્મ ધરાવે છે.
પ્રશ્ન 218.
MY અને NY3 બે અલ્પદ્રાવ્ય ક્ષારના સામાન્ય તાપમાને Kspનું મૂલ્ય 6.2 × 10-13 ધરાવે છે જે બંને ક્ષાર માટે સમાન છે, તો નીચેના પૈકી MY અને NY3ના સંદર્ભમાં કયું વિધાન સાચું છે?
A. MYની પાણીમાં દ્રાવ્યતા NY3 કરતાં ઓછી છે.
B. MY અને NY3 ક્ષારો 0.5 M KYના દ્રાવણમાં પાણી કરતાં વધુ દ્રાવ્ય છે.
C. MY અને NY3ના દ્રાવણમાં KYનો ક્ષાર ઉમેરતાં તેની દ્રાવ્યતામાં ફેરફાર થતો નથી.
D. MY અને NY3ની પાણીમાં મોલર દ્રાવ્યતા માપી શકાય છે.
જવાબ
A. MYની પાણીમાં દ્રાવ્યતા NY3 કરતાં ઓછી છે.
MYનો Ksp = S2 = 6.2 × 10-13
∴ S = \sqrt{\mathrm{K}_{\mathrm{sp}}}
= \sqrt{62 \times 10^{-14}}
= 7.9 × 10-7 M
NY3નો Ksp = 27 S4
∴ S = [latexa]\sqrt[4]{\frac{\mathrm{K}_{\mathrm{sp}}}{27}}[/latex]
= [latexa]\sqrt[4]{\frac{62 \times 10^{-14}}{27}}[/latex]
= 10-3.5 M
આમ, MYની પાણીમાં દ્રાવ્યતા NY3 કરતાં ઓછી છે.
પ્રશ્ન 219.
0.1 M જલીય પિરિડિનિયમ દ્રાવણમાંથી પિરિડિનિયમ આયન ઉત્પન્ન થાય છે, તો પિરિડિનનું ટકાવાર પ્રમાણ શોધો.
A. 0.77 %
B. 1.6 %
C. 0.006 %
D. 0.013%
જવાબ
D. 0.013%
પિરિડિન એ નિર્બળ બેઇઝ છે.
∴ Kb = Cα2
α = \sqrt{\frac{\mathrm{K}_{\mathrm{b}}}{\mathrm{C}}}
= \sqrt{\frac{1.7 \times 10^{-9}}{0.1}}
α = 1.3 × 10-4
% α = 1.3 × 10-4 × 100
= 0.013%
પ્રશ્ન 220.
પ્રક્રિયા : CO(g) + Cl2(g) \rightleftharpoons COCl2(g) માટે નું મૂલ્ય નીચેના પૈકી કયું છે?
A. RT
B. \sqrt{\mathrm{RT}}
C. (RT)2
D. \frac{1}{\mathrm{RT}}
જવાબ
D. \frac{1}{\mathrm{RT}}
Kp = Kc (RT)Δn અહીં, Δn = 1 – 2 = – 1
Kp = Kc × (RT)-1
= \frac{\mathrm{K}_{\mathrm{p}}}{\mathrm{K}_{\mathrm{c}}}=\frac{1}{\mathrm{RT}}
પ્રશ્ન 221.
નીચે આપેલી પ્રક્રિયા ધ્યાનમાં લો. થતો ફેરફાર ધન છે. 2A(g) + B(g) \rightleftharpoons C(g) + D(g) જેમાં એન્થાલ્પીમાં નીચે આપેલામાંથી કયું એક સંતુલન પર અસર કરશે નહિ?
A. દબાણમાં થતો ફેરફાર
B. તાપમાનમાં થતો ફેરફાર
C. ઉદ્દીપકની અસર
D. પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ફેરફાર
જવાબ
C. ઉદ્દીપકની અસર
ઉદ્દીપકની અસર
પ્રશ્ન 222.
પ્રક્રિયા N2(g) + 3H2(g) \rightleftharpoons 2NH3(g)માં 298 K તાપમાને પ્રમાણિત સંતુલન અચળાંક Kp 5.8 × 105 છે. જો વાયુઓની સાંદ્રતાને mol·L-1માં દર્શાવવામાં આવે, તો પ્રમાણિત સંતુલન અચળાંકનું મૂલ્ય નીચેનામાંથી શોધો.
A. 3.84 × 107
B. 3.56 × 108
C. 3.99 × 109
D. 3.51 × 106
જવાબ
B. 3.56 × 108
Kp = Kc (RT)Δn
= Kc = \frac{\mathrm{K}_{\mathrm{p}}}{(\mathrm{RT})^{\Delta n}} = Kp × (RT)2
= 5.8 × 105 × (0.08314 × 298)2
= 3.56 × 108
પ્રશ્ન 223.
નીચેની પ્રક્રિયા માટે સંતુલન અચળાંક આપેલા છે.
N2 + 3H2 \rightleftharpoons 2NH3 : K1
N2 + O2 \rightleftharpoons 2NO: K2
H2 + \frac{1}{2}O2 \rightleftharpoons H2O : K3
તો 2NH3 + \frac{5}{2}O2 \rightleftharpoons 2NO + 3H2O પ્રક્રિયા માટે સંતુલન અચળાંક શોધો.
A. \frac{\mathrm{K}_2 \mathrm{~K}_3{ }^3}{\mathrm{~K}_1}
B. \frac{\mathrm{K}_2 \mathrm{~K}_3}{\mathrm{~K}_1}
C. \frac{\mathrm{K}_2 \mathrm{~K}_3}{\mathrm{~K}_1}
D. \frac{\mathrm{K}_1 \mathrm{~K}_3{ }^3}{\mathrm{~K}_2}
જવાબ
A. \frac{\mathrm{K}_2 \mathrm{~K}_3{ }^3}{\mathrm{~K}_1}
સમીકરણ (3)ને 3 વડે ગુણી, સમીકરણ (2) સાથે સરવાળો કરી તેમાંથી સમીકરણ (1) બાદ કરતાં,
K = \frac{\mathrm{K}_2 \mathrm{~K}_3{ }^3}{\mathrm{~K}_1}
પ્રશ્ન 224.
Ag2C2O4ના સંતૃપ્ત દ્રાવણમાં Ag+ની સાંદ્રતા 2.2 × 10-4
mol L-1 છે, તો Ag2C2O4નો દ્રાવ્યતા ગુણાકાર શોધો.
A. 2.66 × 10-12
B. 4.5 × 10-11
C. 5.3 × 10-12
D. 2.42 × 10-8
જવાબ
C. 5.3 × 10-12
Ksp = [Ag+]2 [C2O42-]
= (2.2 × 10-4)2 (1.1 × 10-4)
= 5.3 × 10-12
પ્રશ્ન 225.
400 K તાપમાને 20 Lના પાત્રમાં 0.4 bar દબાણે CO2(g) અને ઘન SrO ભરેલા છે. પાત્રમાં પિસ્ટન વડે દબાણ લગાડવામાં
આવે છે, તો કયા કદે CO2 મહત્તમ દબાણ દર્શાવે?
SrCO3(s) \rightleftharpoons SrO(s) + CO2(g) Kp = 1.6 atm
A. 10L
B. 4 L
C. 2 L
D. 5 L
જવાબ
D. 5 L
SrCO3(s) \rightleftharpoons SrO(s) + CO2(g)
Kp = PCO2 = 1.6 atm
હવે, P1V1 = P2V2
0.4 × 20 = 1.6 × V2
V2 = 5 L
પ્રશ્ન 226.
NaOH અને HClના જુદા જુદા કદનાં દ્રાવણોને મિશ્ર કરીને જુદી જુદી સાંદ્રતાવાળાં દ્રાવણ બનાવવામાં આવ્યાં.
a. 60 mL \frac{\mathrm{M}}{10} HCl + 40 mL \frac{\mathrm{M}}{10} NaOH
b. 55 mL \frac{\mathrm{M}}{10} HCl + 45 mL \frac{\mathrm{M}}{10} NaOH
c. 75 mL \frac{\mathrm{M}}{5} HCl + 25 mL \frac{\mathrm{M}}{5} NaOH
d. 100 mL \frac{\mathrm{M}}{10} HCl + 100 mL \frac{\mathrm{M}}{10} NaOH
તેઓમાંથી કયા એકની pH = 1 થશે?
A. b
B. a
C. c
D. d
જવાબ
C. c
પ્રશ્ન 227.
298 K તાપમાને BaSO4ની પાણીમાં દ્રાવ્યતા 2.42 × 10-3 gL-1 છે, તો તેનો દ્રાવ્યતા ગુણાકાર (Ksp)નું મૂલ્ય થશે? BaSO4 નું મોલર દળ 233 g mol-1
A. 1.08 × 10-10 mol2 L-2
B. 1.08 × 10-12 mol2 L-2
C. 1.08 × 10-8 mol2 L-2
D. 1.08 × 10-14 mol2 L-2
જવાબ
A. 1.08 × 10-10 mol2 L-2
મોલારિટી = \frac{2.42 \times 10^{-3}}{233} = 1.039 × 10-5
Ksp = S: = (1.039 × 10-5)2
= 1.08 × 10-10 M
પ્રશ્ન 228.
આપેલ પ્રક્રિયામાં મહત્તમ નીપજ બનવા માટે નીચે આપેલ પરિસ્થિતિઓમાંથી કઈ અનુકૂળ થશે?
A2(g) = B2(g) \rightleftharpoons X2(g) ΔrH = – X kJ
A. નીચું તાપમાન અને ઊંચું દબાણ
B. નીચું તાપમાન અને નીચું દબાણ
C. ઊંચું તાપમાન અને નીચું દબાણ
D. ઊંચું તાપમાન અને ઊંચું દબાણ
જવાબ
A. નીચું તાપમાન અને ઊંચું દબાણ
નીચું તાપમાન અને ઊંચું દબાણ