GSEB Std 11 Chemistry MCQ Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન in Gujarati

Solving these GSEB Std 11 Chemistry MCQ Gujarati Medium Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન will make you revise all the fundamental concepts which are essential to attempt the exam.

GSEB Std 11 Chemistry MCQ Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન in Gujarati

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો :
પ્રશ્ન 1.
સામાજિક, જૈવિક, ભૌતિક અને રાસાયણિક પરિબળોના સમન્વયને ………………….. કહે છે.
(A) પર્યાવરણ
(B) વાતાવરણ
(C) (A) અને (B) બંને
(D) ક્ષોભ-આવરણ
જવાબ
(A) પર્યાવરણ

પ્રશ્ન 2.
રાસાયણિક પદાર્થોના વિશ્લેષણ માટેની જુદી જુદી પદ્ધતિઓ અને તકનીકોનો અભ્યાસ શેમાં કરવામાં આવે છે ?
(A) જીવ રસાયણવિજ્ઞાન
(B) વૈશ્લેષિક રસાયણવિજ્ઞાન
(C) અકાર્બનિક રસાયણવિજ્ઞાન
(D) ભૌતિક રસાયણવિજ્ઞાન
જવાબ
(B) વૈશ્લેષિક રસાયણવિજ્ઞાન

પ્રશ્ન 3.
નીચેનામાંથી ઝડપી વિઘટનીય પ્રદૂષક કયો છે ?
(A) કૃષિ કચરાનું કુદરતી વિઘટન
(B) પ્લાસ્ટિક પદાર્થો
(C) શાકભાજીના કચરાનું કુદરતી વિઘટન
(D) ભારે ધાતુઓ
જવાબ
(C) શાકભાજીના કચરાનું કુદરતી વિઘટન

પ્રશ્ન 4.
નીચેનામાંથી ધીમો વિઘટનીય પ્રદૂષક કયો છે ?
(A) કૃષિ કચરાનું કુદરતી વિઘટન
(B) પ્લાસ્ટિક પદાર્થો
(C) શાકભાજીના કચરાનું કુદરતી વિઘટન
(D) ભારે ધાતુઓ
જવાબ
(A) કૃષિ કચરાનું કુદરતી વિઘટન

પ્રશ્ન 5.
નીચેનામાંથી અવિઘટનીય પ્રદૂષક જણાવો.
(A) DDT
(B) રેડિયો સક્રિય કચરો
(C) ભારે ધાતુ
(D) આપેલા બધા જ
જવાબ
(D) આપેલા બધા જ

પ્રશ્ન 6.
આપણું પર્યાવરણ શાનું બનેલું છે ?
(A) મૃદાવરણ
(B) જલાવરણ
(C) વાતાવરણ
(D) આપેલા બધા જ
જવાબ
(D) આપેલા બધા જ

GSEB Std 11 Chemistry MCQ Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 7.
દરિયાની સપાટીથી 500 કિમીની ઊંચાઈ સુધીના વિસ્તારને શું કહેવાય છે ?
(A) વાતાવરણ
(B) ક્ષોભ-આવરણ
(C) સમતાપ આવરણ
(D) ઓઝોન આવરણ
જવાબ
(A) વાતાવરણ

પ્રશ્ન 8.
વાતાવરણની નીચેનો વિસ્તાર કે જ્યાં સમગ્ર જીવસૃષ્ટિ વસે છે તેને શું કહેવાય છે ?
(A) વાતાવરણ
(B) ક્ષોભ-આવરણ
(C) સમતાપ આવરણ
(D) ઓઝોન આવરણ
જવાબ
(B) ક્ષોભ-આવરણ

પ્રશ્ન 9.
ઑક્સિજન હીમોગ્લોબિન સંકીર્ણ સંયોજન કરતાં 300 ગણું વધુ સ્થાયી સંયોજન કયું છે ?
(A) ડિકાર્બોક્સિ હીમોગ્લોબિન
(B) કાર્બોક્સિ હીમોગ્લોબિન
(C) હાઇડ્રોકાર્બન.
(D) ત્રણેય
જવાબ
(B) કાર્બોક્સિ હીમોગ્લોબિન

પ્રશ્ન 10.
ક્ષોભ-આવરણમાં નીચેનામાંથી કયો ઘટક હાજર હોય છે ?
(A) CO2
(B) H2O
(C) O2
(D) બધા જ
જવાબ
(D) બધા જ

પ્રશ્ન 11.
સમતાપ આવરણમાં કયા ઘટકની હાજરી હોય છે ?
(A) O3
(B) CO2
(C) H2O
(D) Ar
જવાબ
(A) O3

પ્રશ્ન 12.
રજકણ સ્વરૂપનો પ્રદૂષક જણાવો.
(A) SOx
(B) NOx
(C) ધુમ્મસ
(D) CO2
જવાબ
(C) ધુમ્મસ

GSEB Std 11 Chemistry MCQ Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 13.
ક્ષોભ-આવરણમાં રહેલો વાયુમય પ્રદૂષક જણાવો.
(A) NOx
(B) ધૂળ
(C) ધુમ્મસ
(D) ધુમાડો
જવાબ
(A) NOx

પ્રશ્ન 14.
સલ્ફર ડાયોક્સાઇડમાંથી સલ્ફર ટ્રાયૉક્સાઈડ બનવાની પ્રક્રિયા કયા ઑક્સિડેશનકર્તાની હાજરીથી થાય છે ?
(A) રજકણો
(B) H2O2
(C) NO2
(D) આપેલ બધા જ
જવાબ
(B) H2O2

પ્રશ્ન 15.
સલ્ફર ડાયોક્સાઇડ (SO2) ના વધુ પ્રમાણથી કયા રોગો થાય છે ?
(A) અસ્થમા
(B) શ્વાસનળીમાં સોજો
(C) આંખને લગતા રોગો
(D) આપેલા બધા જ
જવાબ
(D) આપેલા બધા જ

પ્રશ્ન 16.
કયો પદાર્થ જમીનમાં પ્રવેશે છે ત્યારે ખાતર તરીકે કામ કરે છે ?
(A) \(\mathrm{NO}_3^{-}\)
(B) \(\mathrm{NO}_2^{-}\)
(C) NOx
(D) SOx
જવાબ
(A) \(\mathrm{NO}_3^{-}\)

પ્રશ્ન 17.
નીચેનામાંથી NOx નું ઉદ્ગમસ્થાન જણાવો.
(A) પ્રકાશસંશ્લેષણ પ્રક્રિયા
(B) સુપરસોનિક વિમાનનો ધુમાડો
(C) હાઇડ્રોકાર્બન સંયોજનો
(D) ડાયઑક્સિજનનું દહન
જવાબ
(B) સુપરસોનિક વિમાનનો ધુમાડો

પ્રશ્ન 18.
NO2 ના વધુ પ્રમાણથી શું થાય છે ?
(A) વનસ્પતિના પર્ણોને નુકસાન પહોંચે છે.
(B) પ્રકાશસંશ્લેષણ ધીમું થાય છે.
(C) (A) અને (B) બંને
(D) આંખને લગતા રોગો
જવાબ
(C) (A) અને (B) બંને

GSEB Std 11 Chemistry MCQ Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 19.
કેન્સરજન્ય પદાર્થ કયો છે ?
(A) CO2
(B) હાઇડ્રોકાર્બન
(C) NO2
(D) CO
જવાબ
(B) હાઇડ્રોકાર્બન

પ્રશ્ન 20.
કાર્બન મોનોક્સાઇડ વાયુ રુધિરમાંના હીમોગ્લોબિન સાથે જોડાઈને કયું સંયોજન બનાવે છે ?
(A) કાર્બોક્સિ હીમોગ્લોબિન સંકીર્ણ
(B) હેમીન સંકીર્ણ
(C) ઑક્સિ હીમોગ્લોબિન સંકીર્ણ
(D) ઍસિડિક સંકીર્ણ સંયોજન
જવાબ
(A) કાર્બોક્સિ હીમોગ્લોબિન સંકીર્ણ

પ્રશ્ન 21.
શરીરમાં કાર્બોક્સિ-હીમોગ્લોબિનનું પ્રમાણ કેટલું થાય ત્યારે રુધિરમાંના હીમોગ્લોબિનની ઑક્સિજન વહન કરવાની ક્ષમતા ઘટે છે ?
(A) 4 થી 5%
(B) 3 થી 4%
(C) 4 થી 6%
(D) 3 થી 5%
જવાબ
(B) 3 થી 4%

પ્રશ્ન 22.
સગર્ભા સ્ત્રીના રુધિરમાં COનું પ્રમાણ વધવાથી કઈ આડઅસર થવાની શક્યતા છે ?
(A) કસુવાવડ
(B) સ્વયંભૂ ગર્ભપાત
(C) બાળકમાં વિકૃતિ
(D) આપેલા બધા જ
જવાબ
(D) આપેલા બધા જ

પ્રશ્ન 23.
વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ (CO2) નું પ્રમાણ જણાવો.
(A) 0.3%
(B) 33%
(C) 0.03%
(D) 3.3%
જવાબ
(C) 0.03%

પ્રશ્ન 24.
વાતાવરણમાંના CO2 નું પ્રમાણ કોણ ઘટાડે છે ?
(A) વનસ્પતિ
(B) પ્રાણીઓ
(C) દહનપ્રક્રિયા
(D) શ્વાસોશ્વાસ
જવાબ
(A) વનસ્પતિ

GSEB Std 11 Chemistry MCQ Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 25.
પૃથ્વીને હૂંફાળી રાખતી ઘટના કયા નામે ઓળખાય છે ?
(A) ગ્રીન હાઉસ અસર
(B) ગ્લોબલ વૉર્મિંગ
(C) (A) અને (B) બંને
(D) ઓઝોન સ્તર
જવાબ
(C) (A) અને (B) બંને

પ્રશ્ન 26.
ગ્રીન હાઉસ વાયુ કયો છે ?
(A) CH4
(B) O3
(C) CFC
(D) આપેલ બધા જ
જવાબ
(D) આપેલ બધા જ

પ્રશ્ન 27.
નીચેનામાંથી ક્લોરોફ્લોરોકાર્બન વાયુ શેમાં વપરાય છે ?
(A) ફ્રોમ પ્લાસ્ટિક કપ
(B) વીજાણુ સર્કિટના સર્જનમાં
(C) ઑઇલ પેઇન્ટમાં
(D) આપેલ બધા જ
જવાબ
(D) આપેલ બધા જ

પ્રશ્ન 28.
નાઇટ્સ ઑક્સાઈડ(N2O) વાતાવરણમાં કઈ પ્રક્રિયા દ્વારા ભળે છે ?
(A) કોલસાના દહનથી
(B) પેટ્રોલિયમ પદાર્થોમાંથી
(C) નાઇટ્રોજનયુક્ત ખાતરોના ઉપયોગથી
(D) આપેલા ત્રણેય કારણો દ્વારા
જવાબ
(D) આપેલા ત્રણેય કારણો દ્વારા

પ્રશ્ન 29.
પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયાને કારણે પ્રતિવર્ષ કેટલો CO2 વાતાવરણમાંથી દૂર થાય છે ?
(A) 2200 કરોડ ટન
(B) 1600 કરોડ ટન
(C) 200 કરોડ ટન
(D) 2000 કરોડ ટન
જવાબ
(A) 2200 કરોડ ટન

પ્રશ્ન 30.
પૃથ્વીના સરેરાશ તાપમાનમાં થતા વધારાથી કયો રોગ ફેલાવાની શક્યતા છે ?
(A) અસ્થમા
(B) પીળો તાવ
(C) કમળો
(D) ઝાડા-ઊલટી
જવાબ
(B) પીળો તાવ

GSEB Std 11 Chemistry MCQ Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 31.
વરસાદી પાણીની pH …………….. ની આસપાસ હોય છે.
(A) 6.5
(B) 7.0
(C) 5.6
(D) 4.6
જવાબ
(C) 5.6

પ્રશ્ન 32.
વરસાદી પાણી વાતાવરણના CO2 સાથે પ્રક્રિયા કરી કો ઍસિડ બનાવે છે ?
(A) કાર્બોનિક ઍસિડ (H2CO3)
(B) સર્ફ્યુરસ ઍસિડ (H2SO3)
(C) ફૉસ્ફોરસ ઍસિડ (H3PO3)
(D) નાઇટ્રિક ઍસિડ (HNO3)
જવાબ
(A) કાર્બોનિક ઍસિડ (H2CO3)

પ્રશ્ન 33.
2SO2(g) + O2(g) + 2H2O(l) પ્રક્રિયાની નીપજ જણાવો.
(A) 2H2SO3
(B) 2H2SO4
(C) 4H2SO4
(D) H2SO4
જવાબ
(B) 2H2SO4

પ્રશ્ન 34.
જીવ સહિતનો રકણ પ્રદૂષણ કયો છે ?
(A) શેવાળ કે લીલ
(B) ધુમાડો
(C) ધૂળ
(D) શેવાળ
જવાબ
(A) શેવાળ કે લીલ

પ્રશ્ન 35.
જીવરહિતનો રજકણ પ્રદૂષક જણાવો.
(A) ધુમ્મસ
(B) જીવાણુ
(C) ફૂગ
(D) ધૂમ
જવાબ
(A) ધુમ્મસ

પ્રશ્ન 36.
પ્રવર્તમાન સમયમાં પાણી શુદ્ધીકરણ યંત્ર (Water Purification Device) નો વિશેષ ઉપયોગ ક્યાં થાય છે ?
(A) ઘર
(B) શાળા
(C) જાહેર સ્થળો
(D) આપેલા ત્રણેય
જવાબ
(D) આપેલા ત્રણેય

GSEB Std 11 Chemistry MCQ Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 37.
હવામાંની વરાળની ઠારણ પ્રક્રિયાથી ઉત્પન્ન થતા પ્રવાહીના કુદરતી છંટકાવને શું કહેવાય છે ?
(A) ધુમાડો
(B) ધૂમ
(C) ધુમ્મસ
(D) ધૂળ
જવાબ
(C) ધુમ્મસ

પ્રશ્ન 38.
ધુમાડો અને હવામાંનો ભેજ મિશ્ર થઈ કેવા પ્રકારનું પ્રદૂષણ ફેલાવે છે ?
(A) ધૂમ
(B) ધૂમ-ધુમ્મસ
(C) મૂળ
(D) આપેલ બધા જ
જવાબ
(B) ધૂમ-ધુમ્મસ

પ્રશ્ન 39.
પારંપરિક ધૂમ્ર-ધુમ્મસ બીજા કયા નામે ઓળખાય છે ?
(A) રિડક્શનકર્તા ધૂમ્ર-ધુમ્મસ
(B) લંડન ધૂમ્ર-ધુમ્મસ
(C) (A) અને (B) બંને
(D) લોસ એન્જેલીસ ધૂમ્ર-ધુમ્મસ
જવાબ
(C) (A) અને (B) બંને

પ્રશ્ન 40.
સમતાપ આવરણના ઉપરના ભાગમાં કયા વાયુનું સ્તર આવેલું છે ?
(A) O3
(B) CFC
(C) CO2
(D) CO
જવાબ
(A) O3

પ્રશ્ન 41.
પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસ બીજા કયા નામે ઓળખાય છે ?
(A) લંડન ધૂમ, ધુમ્મસ
(B) ઑક્સિડેશનકર્તા ધૂમ, ધુમ્મસ
(C) લોસ એન્જેલીસ ધૂમ, ધુમ્મસ
(D) (B) અને (C) બંને
જવાબ
(D) (B) અને (C) બંને

પ્રશ્ન 42.
NO2 અને O3 બંને હવામાં દહન ન પામેલા હાઈડ્રોકાર્બન સાથે પ્રક્રિયા કરી ………………….. બનાવે છે.
(A) ફૉર્માલ્ડિહાઇડ
(B) ઍક્રોલિન
(C) PAN
(D) ત્રણેય
જવાબ
(D) ત્રણેય

GSEB Std 11 Chemistry MCQ Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 43.
ઓઝોન સ્તર જીવસૃષ્ટિને શેનાથી બચાવે છે ?
(A) કાર્બન ડાયૉક્સાઇડની હાનિકારક અસરથી
(B) સૂર્યપ્રકાશમાંથી આવતાં પારજાંબલી કિરણોની હાનિકારક અસરથી
(C) હાઇડ્રોકાર્બન વાયુઓના દહન દ્વારા ઝેરી વાયુઓની અસરથી
(D) આપેલા ત્રણેય પરિબળોથી
જવાબ
(B) સૂર્યપ્રકાશમાંથી આવતાં પારજાંબલી કિરણોની હાનિકારક અસરથી

પ્રશ્ન 44.
ઓઝોન વાયુના સ્તરને પાતળું બનાવતા કે નુકસાન કરતા પદાર્થોને ટૂંકમાં ……………….. તરીકે ઓળખવામાં આવે છે.
(A) TDS
(B) GWP
(C) ODS
(D) BOD
જવાબ
(C) ODS

પ્રશ્ન 45.
ODS તરીકે પ્રચલિત કોણ છે ?
(A) ક્લોરોફ્લોરોકાર્બન
(B) બ્રોમોલોરો કાર્બન
(C) (A) અને (B) બંને
(D) ઑક્સિક્લોરો કાર્બન
જવાબ
(C) (A) અને (B) બંને

પ્રશ્ન 46.
ODS નો ઉપયોગ શેમાં થાય છે ?
(A) રેફ્રિજરેટર
(B) વૉટર કુલર
(C) ઍરકન્ડિશનર
(D) આપેલ બધા જ
જવાબ
(D) આપેલ બધા જ

પ્રશ્ન 47.
થર્મલ પાવરઉધોગના કારખાનાઓમાંથી કયો કચરો નીકળે છે ?
(A) ફ્લાય અંશ
(B) કાર્બનિક પદાર્થો
(C) ભારે ધાતુઓ
(D) આપેલા બધા જ
જવાબ
(D) આપેલા બધા જ

પ્રશ્ન 48.
સૂર્યમાંથી આવતાં પારજાંબલી કિરણોને કારણે કેવા ફેરફારો થાય છે ?
(A) મનુષ્યમાં ચામડીનું કૅન્સર
(B) કોષોમાં જનીનિક પરિવર્તન
(C) જમીનમાં ભેજનો ઘટાડો
(D) આપેલા બધા જ
જવાબ
(D) આપેલા બધા જ

GSEB Std 11 Chemistry MCQ Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 49.
ઓઝોન સ્તરનું ક્ષયન અટકાવવાનો ઉપાય કયો છે ?
(A) CFCના ઉત્પાદનમાં 50% ઘટાડો કરવાથી
(B) ODSનો ઉપયોગ ટાળવાથી
(C) (A) અને (B) બંને
(D) વધુ CO2 મુક્ત કરવાથી
જવાબ
(C) (A) અને (B) બંને

પ્રશ્ન 50.
નીચેનામાંથી જલપ્રદૂષક જણાવો.
(A) સૂક્ષ્મ જીવાણુઓ
(B) કિરણોત્સર્ગી પદાર્થો
(C) વનસ્પતિનાં પોષકતત્ત્વો
(D) આપેલા બધા જ
જવાબ
(D) આપેલા બધા જ

પ્રશ્ન 51.
ઉદ્યોગોમાં શીતક તરીકે વપરાતા પાણીમાંથી કયો જલપ્રદૂષક ઉત્પન્ન થાય છે ?
(A) કિરણોત્સર્ગી પદાર્થો
(B) વનસ્પતિનાં પોષકતત્ત્વો
(C) સૂક્ષ્મ જીવાણુઓ
(D) ઉષ્મીય
જવાબ
(D) ઉષ્મીય

પ્રશ્ન 52.
……………… pH ધરાવતું પાણી ક્લોરિનેશનની અસર ઘટાડે છે.
(A) 5.8
(B) 8.5
(C) 6.5
(D) 5.6
જવાબ
(B) 8.5

પ્રશ્ન 53.
પાણીમાંથી ક્લોરાઈડ દૂર કરવા માટે કયું રસાયણ વપરાય છે ?
(A) મૅગ્નેશિયમ ક્લોરાઇડ
(B) કૅલ્શિયમ ક્લોરાઇડ
(C) બેરિયમ ક્લોરાઇડ
(D) સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ
જવાબ
(B) કૅલ્શિયમ ક્લોરાઇડ

પ્રશ્ન 54.
પાણીની ડહોળાશ અને તેમાંના દ્રાવ્ય ક્ષારોને દૂર કરવા માટે કઈ પદ્ધતિ ઉપયોગી છે ?
(A) પ્રતિપરાસરણ
(B) આયન-વિનિમય
(C) (A) અને (B) બંને
(D) રાસાયણિક પદ્ધતિ
જવાબ
(C) (A) અને (B) બંને

GSEB Std 11 Chemistry MCQ Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 55.
આયન વિનિમય પદ્ધતિમાં શેનો ઉપયોગ કરવામાં આવે છે ?
(A) ધન આયન વિનિમય રેઝિન
(B) ઋણ આયન વિનિમય રેઝિન
(C) (A) અને (B) બંને
(D) ક્લોરિન જળ
જવાબ
(C) (A) અને (B) બંને

પ્રશ્ન 56.
આયન વિનિમય પદ્ધતિ દ્વારા કઠિન પાણીમાં રહેલા કયા-કયા ધન આયનો દૂર કરી શકાય છે ?
(A) કૅલ્શિયમ અને મૅગ્નેશિયમ
(B) પોટૅશિયમ અને સોડિયમ
(C) બેરેલિયમ અને ઍલ્યુમિનિયમ
(D) યુરેનિયમ અને રેડિયમ
જવાબ
(A) કૅલ્શિયમ અને મૅગ્નેશિયમ

પ્રશ્ન 57.
પીવાના પાણીને જીવાણુમુક્ત કરવા માટેની સૌથી સરળ, સુરક્ષિત અને વિશ્વસનીય પદ્ધતિ કઈ છે ?
(A) ક્લોરિન વાયુ પસાર કરીને
(B) પારજાંબલી કિરણો પસાર કરીને
(C) પાણીને ઉકાળવાની
(D) પાણી શુદ્ધીકરણ યંત્ર દ્વારા
જવાબ
(C) પાણીને ઉકાળવાની

પ્રશ્ન 58.
પાણીને જીવાણુમુક્ત કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે ?
(A) ક્લોરિન વાયુ પસાર કરવાની
(B) બ્લીચિંગ પાઉડરનો ઉપયોગ કરવાની
(C) પારજાંબલી કિરણોના ઉપયોગની
(D) આપેલી બધી જ
જવાબ
(D) આપેલી બધી જ

પ્રશ્ન 59.
પાણીના ક્લોરિનેશન માટે 1000 લિટર પાણીમાં કેટલો બ્લીચિંગ પાઉડર ઉમેરવો જરૂરી છે ?
(A) 5 ગ્રામ
(B) 5 કિલોગ્રામ
(C) 50 ગ્રામ
(D) 0.5 ગ્રામ
જવાબ
(A) 5 ગ્રામ

પ્રશ્ન 60.
પાણીને ઝડપી તથા વધુ અસરકારક રીતે જીવાણુમુક્ત કરવા માટે કઈ પદ્ધતિ યોગ્ય ગણાય છે ?
(A) ક્લોરિન વાયુ પસાર કરવાની
(B) ઓઝોન વાયુ પસાર કરવાની
(C) પારજાંબલી કિરણોના ઉપયોગની
(D) પાણીને ઉકાળવાની
જવાબ
(B) ઓઝોન વાયુ પસાર કરવાની

GSEB Std 11 Chemistry MCQ Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 61.
નીચેનામાંથી ઓઝોન કયો વાતાવરણનો વિસ્તાર ધરાવે છે ?
(A) ક્ષોભ-આવરણ
(B) સમતાપ આવરણ
(C) મૃદાવરણ
(D) જલાવરણ
જવાબ
(B) સમતાપ આવરણ

પ્રશ્ન 62.
વનસ્પતિ અને પ્રાણીઓના નકામા પદાર્થોના કોહવાટથી જમીનનો કર્યો ભાગ બને છે ?
(A) કાર્બનિક ભાગ
(B) અકાર્બનિક ભાગ
(C) (A) અને (B) બંને
(D) ખડકોનું સ્તર
જવાબ
(A) કાર્બનિક ભાગ

પ્રશ્ન 63.
જમીનના પ્રદૂષણ માટેનું મુખ્ય કારણ જણાવો.
(A) કીટનાશકોનો અવિવેકી ઉપયોગ
(B) ઘન કચરાને જમીનમાં દાટવો
(C) જંગલોનો નાશ
(D) આપેલા બધા જ
જવાબ
(D) આપેલા બધા જ

પ્રશ્ન 64.
કૃત્રિમ ખાતરમાં અશુદ્ધિ તરીકે કયા તત્ત્વની હાજરી હોય છે ?
(A) AS
(B) Pb
(C) Cd
(D) આપેલ તમામ
જવાબ
(D) આપેલ તમામ

પ્રશ્ન 65.
NPK જેવા કૃત્રિમ ખાતરના ઉપયોગથી જમીનમાં કઈ આડઅસર જોવા મળે છે ?
(A) પાક અને શાકભાજીનું ઉત્પાદન ઘટે છે.
(B) જમીન કઠણ બને છે.
(C) પાણી શોષવાની ક્ષમતામાં ઘટાડો
(D) આપેલી ત્રણેય
જવાબ
(A) પાક અને શાકભાજીનું ઉત્પાદન ઘટે છે.

પ્રશ્ન 66.
નીચેનામાંથી કીટનાશક જણાવો.
(A) જંતુનાશકો
(B) ફૂગનાશકો
(C) નીંદામણનાશકો
(D) આપેલા બધા જ
જવાબ
(D) આપેલા બધા જ

GSEB Std 11 Chemistry MCQ Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 67.
………………. નીંદામણનાશક સસ્તન વર્ગનાં પ્રાણીઓ માટે ઝેરી અસર દર્શાવ છે.
(A) સોડિયમ ક્લોરેટ
(B) સોડિયમ આર્સેનાઇટ
(C) (A) અને (B) બંને
(D) મરક્યુરીના સંયોજનો
જવાબ
(C) (A) અને (B) બંને

પ્રશ્ન 68.
કયું ફૂગનાશક જમીનમાં વિઘટન પામીને હાનિકારક નીપજો બનાવે છે ?
(A) મરક્યુરીનાં સંયોજનો
(B) DDT
(D) સોડિયમ આર્સેનાઇટ
(C) સોડિયમ ક્લોરેટ
જવાબ
(A) મરક્યુરીનાં સંયોજનો

પ્રશ્ન 69.
જૈવવિઘટનીય પદાર્થ નીચેના પૈકી કયો છે ?
(A) નકામા ખાદ્યપદાર્થો
(B) કાગળ
(C) પૂઠાં
(D) આપેલા બધા જ
જવાબ
(D) આપેલા બધા જ

પ્રશ્ન 70.
નીચેના પૈકી જૈવઅવિઘટનીય પદાર્થ જણાવો.
(A) જૂના બાંધકામનો કાટમાળ
(B) પ્લાસ્ટિક
(C) (A) અને (B) બંને
(D) કાગળ
જવાબ
(C) (A) અને (B) બંને

પ્રશ્ન 71.
પુનઃચક્રણ કરી શકાય તેવો ઘન કચરો કયો છે ?
(A) પ્લાસ્ટિક
(B) કાચ
(C) કાગળ
(D) આપેલા બધા જ
જવાબ
(D) આપેલા બધા જ

પ્રશ્ન 72.
ઉદ્યોગો દ્વારા નિકાલ થતા કચરામાં કર્યો જૈવઅવિઘટનીય પદાર્થ હોય છે ?
(A) ભારે ધાતુઓ
(B) પ્લાસ્ટિક
(C) કાચ
(D) આપેલા બધા જ
જવાબ
(A) ભારે ધાતુઓ

GSEB Std 11 Chemistry MCQ Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 73.
જંગલોનો નાશ થવાનું મુખ્ય કારણ કયું છે ?
(A) શહેરીકરણ
(B) ઔદ્યોગિક વિકાસ
(C) વસ્તીવધારો
(D) આપેલા બધા જ
જવાબ
(D) આપેલા બધા જ

પ્રશ્ન 74.
નીચેનામાંથી કુદરતી ખાતર કયું છે ?
(A) રાઇઝોબિયમ
(B) કૉમ્પોસ્ટ ખાતર
(C) એઝેટોબૅક્ટર
(D) આગલ
જવાબ
(B) કૉમ્પોસ્ટ ખાતર

પ્રશ્ન 75.
નીચેનામાંથી જૈવિક ખાતર કયું છે ?
(A) રાઇઝોબિયમ
(B) એઝેટોબૅક્ટર
(C) (A) અને (B) બંને
(D) છાણીયું ખાતર
જવાબ
(C) (A) અને (B) બંને

પ્રશ્ન 76.
કઈ વનસ્પતિના પાંદડાનો અર્ક જંતુનાશક તરીકે વર્તે છે ?
(A) લીમડો
(B) આકડો
(C) ધતૂરો
(D) બધી જ
જવાબ
(D) બધી જ

પ્રશ્ન 77.
જંતુનાશક તરીકે જાણીતી ફૂગ કઈ છે ?
(A) ટ્રાઈકોડરમા
(B) બેટ્રેકોસ્પર્મમ
(C) ઓસિલોટેરિયા
(D) ટ્રાઇડાઇમાઇટ
જવાબ
(A) ટ્રાઈકોડરમા

પ્રશ્ન 78.
ફિનોલિક પદાર્થો મુખ્યત્વે કયા ઉદ્યોગના કચરા તરીકે ઉત્પન્ન થાય છે ?
(A) ખાંડ ઉદ્યોગ
(B) પેટ્રોલિયમ ઉદ્યોગ
(C) ડિટરજન્ટ ઉદ્યોગ
(D) કીટનાશક ઉદ્યોગ
જવાબ
(B) પેટ્રોલિયમ ઉદ્યોગ

GSEB Std 11 Chemistry MCQ Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 79.
એરોમેટિક કાર્બનિક પદાર્થો મુખ્યત્વે કયા ઉદ્યોગના કચરા તરીકે ઉત્પન્ન થાય છે ?
(A) ડેરી ઉદ્યોગ
(B) થર્મલ પાવર ઉદ્યોગ
(C) કીટનાશક ઉદ્યોગ
(D) ખાતર ઉદ્યોગ
જવાબ
(C) કીટનાશક ઉદ્યોગ

પ્રશ્ન 80.
ખાંડ ઉધોગમાંથી નીકળતું નકામું પાણી કાળા રંગનું બનીને શાથી ખરાબ વાસ ફેલાવે છે ?
(A) H2S વાયુ ઉત્પન્ન થતો હોવાથી
(B) તેનું વિઘટન શક્ય ન હોવાથી
(C) CO2 વાયુ ઉત્પન્ન થતો હોવાથી
(D) ફિનોલિક પદાર્થો બનવાથી
જવાબ
(A) H2S વાયુ ઉત્પન્ન થતો હોવાથી

પ્રશ્ન 81.
ઇલેક્ટ્રોપ્લેટિંગ અને ધાતુ શુદ્ધીકરણ ઉધોગમાંથી નીકળતા કચરામાં કો ધાતુ આયન હોય છે ?
(A) નિકલ
(B) ક્રોમિયમ
(C) મરક્યુરી
(D)બધા જ
જવાબ
(D) બધા જ

પ્રશ્ન 82.
પ્રદૂષિત પાણીમાં રહેલા જીવાણુઓનો ખોરાક તેમાં રહેલા ……………… પદાર્થો હોય છે.
(A) અકાર્બનિક પદાર્થો
(B) કાર્બનિક પદાર્થો
(C) રાસાયણિક પદાર્થો
(D) દ્રાવ્યક્ષારો
જવાબ
(B) કાર્બનિક પદાર્થો

પ્રશ્ન 83.
BODના માપન માટે પ્રવાહી કચરાના નમૂનાને 5 દિવસ સુધી ………………… તાપમાને રાખવામાં આવે છે.
(A) 293 K
(B) 273 K
(C) 298 K
(D) 239 K
જવાબ
(A) 293 K

પ્રશ્ન 84.
પ્રવાહી કચરામાં રહેલા બધા જ કાર્બનિક પદાર્થોના ઑક્સિડેશન માટે જેટલી માત્રામાં દ્રાવ્ય ઑક્સિજનની જરૂર પડે છે તેને શું કહેવાય છે ?.
(A) રાસાયણિક ઑક્સિજન જરૂરિયાત
(B) જૈવરાસાયણિક ઑક્સિજન જરૂરિયાત
(C) પર્યાવરણીય ઑક્સિજન જરૂરિયાત
(D) ભૌતિક ઑક્સિજન જરૂરિયાત
જવાબ
(A) રાસાયણિક ઑક્સિજન જરૂરિયાત

GSEB Std 11 Chemistry MCQ Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 85.
જૈવવિઘટનીય પદાર્થોના એકત્રીકરણ માટે કયા રંગનું પાત્ર રખાય છે ?
(A) પીળા
(B) લાલ
(C) લીલા
(D) કાળા
જવાબ
(C) લીલા

પ્રશ્ન 86.
પર્યાવરણીય હિતકારી રાસાયણિક સંશ્લેષણ માટેનું વિજ્ઞાન એટલે ……………..
(A) જીવ રસાયણવિજ્ઞાન
(B) હરિયાળું રસાયણવિજ્ઞાન
(C) પર્યાવરણીય રસાયણવિજ્ઞાન
(D) વૈશ્લેષિક રસાયણવિજ્ઞાન
જવાબ
(B) હરિયાળું રસાયણવિજ્ઞાન

પ્રશ્ન 87.
હરિયાળું રસાયણવિજ્ઞાન માટે પાયાના ………………. સિદ્ધાંતો રચવામાં આવ્યા છે.
(A) બાર
(B) ચાર
(C) તેર
(D) સાત
જવાબ
(A) બાર

પ્રશ્ન 88.
હરિયાળું રસાયણવિજ્ઞાનના પાયાના સિદ્ધાંતોને અનુરૂપ નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
(A) શક્ય હોય ત્યાં સુધી ઉદ્દીપકનો ઉપયોગ ટાળવો જોઈએ.
(B) નકામા પદાર્થો કે આડપેદાશો બનતી અટકાવવી જોઈએ.
(C) શક્ય હોય ત્યાં સુધી રક્ષક સમૂહનો ઉપયોગ કરવો.
(D) જોખમી રસાયણોના ઉત્પાદનને વેગ આપવો.
જવાબ
(B) નકામા પદાર્થો કે આડપેદાશો બનતી અટકાવવી જોઈએ.

પ્રશ્ન 89.
હાલના સમયમાં કપડાં ધોવામાં બ્લીચિંગ એજન્ટ તરીકે કો પદાર્થ ઉપયોગી છે ?
(A) ટેટ્રાક્લોરો ઇથિન
(B) પ્રવાહીકૃત કાર્બન ડાયૉક્સાઇડ
(C) હાઇડ્રોજન પેરૉક્સાઇડ
(D) હાઇડ્રોજન સલ્ફાઇડ
જવાબ
(C) હાઇડ્રોજન પેરૉક્સાઇડ

પ્રશ્ન 90.
કાગળના વિરંજન માટે ક્લોરિન વાયુના વિકલ્પરૂપે હાલમાં કયો પદાર્થ ઉપયોગી છે ?
(A) હાઇડ્રોજન પેરૉક્સાઇડ
(B) ટેટ્રાક્લોરો ઇથિન
(C) ડાયનાઇટ્રોન ટેટ્રોકસાઇડ
(D) પ્રવાહીકૃત કાર્બન ડાયૉક્સાઇડ
જવાબ
(A) હાઇડ્રોજન પેરૉક્સાઇડ

GSEB Std 11 Chemistry MCQ Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 91.
ઓઝોનનું વિઘટન શેના કારણે થાય છે ?
(A) CFC
(B) O2
(C) COC
(D) FCC
જવાબ
(A) CFC

પ્રશ્ન 92.
નીચેના પૈકી કયું વિધાન ઓઝોન સ્તર માટે સાચું છે ?
(A) તે ખૂબ જ નુકસાનકારક છે, કારણ કે તે જીવસૃષ્ટિ માટે ગંભીર સમસ્યારૂપ છે.
(B) તે ફાયદાકારક છે, કારણ કે ઑક્સિડેશનની પ્રક્રિયા તેની હાજરીમાં ખૂબ ઝડપી થાય છે.
(C) તે ફાયદાકારક છે, કારણ કે તે સૂર્યપ્રકાશમાંથી આવતાં પારજાંબલી કિરણોને રોકે છે.
(D) તે નુકસાનકારક છે, કારણ કે તે સૂર્યપ્રકાશમાંથી આવતાં અગત્યનાં કિરણોને રોકી દે છે કે જે પ્રકાશસંશ્લેષણમાં જરૂરી હોય છે.
જવાબ
(C) તે ફાયદાકારક છે, કારણ કે તે સૂર્યપ્રકાશમાંથી આવતાં પારજાંબલી કિરણોને રોકે છે.

પ્રશ્ન 93.
નીચે પૈકી કોણ વાતાવરણમાં રહેલી હવાનો મુખ્ય પ્રદૂષક છે ?
(A) O2
(B) CO2
(C) CO
(D) H2
જવાબ
(C) CO

પ્રશ્ન 94.
સમતાપ આવરણમાં ઓઝોન એક ખૂબ જ અગત્યનો ઘટક ગણવામાં આવે છે, કારણ કે…
(A) તે ધુમ્મસને થતું અટકાવે છે.
(B) વાતાવરણમાં રહેલા ઝેરી વાયુઓ સાથે પ્રક્રિયા કરીને તેમને દૂર કરે છે.
(C) તે બૅક્ટેરિયાનો નાશ કરે છે જે માનવ માટે નુકસાનકારક હોય છે.
(D) પારજાંબલી કિરણોને શોષે છે જે માનવશરીર માટે નુકસાનકારક હોય છે.
જવાબ
(D) પારજાંબલી કિરણોને શોષે છે જે માનવશરીર માટે નુકસાનકારક હોય છે.

પ્રશ્ન 95.
વાતાવરણમાં ઓઝોનની ઉત્પત્તિ ઑક્સિજનની કોની સાથેની પ્રક્રિયાથી થાય છે ?
(A) પારજાંબલી કિરણો
(B) કૉસ્મિક કિરણો
(C) નાઇટ્રોજનના ઑક્સાઇડ
(D) મુક્ત મૂલક
જવાબ
(A) પારજાંબલી કિરણો

પ્રશ્ન 96.
સમતાપ આવરણમાં ઓઝોનનો ક્ષય …………… થી થાય છે.
(A) C6F6
(B) C6H6Cl6
(C) CF2Cl2
(D) C7F16
જવાબ
(C) CF2Cl2

GSEB Std 11 Chemistry MCQ Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 97.
ઓઝોન સ્તરનું ધીમેથી ક્ષયન કરતો વાયુ સુપરસોનિક જેટ વિમાનોના વાયુમાંથી છૂટો પડે છે, તે વાયુ ………………. છે.
(A) SO2
(B) HF
(C) O2
(D) CO
(E) NO
જવાબ
(E) NO

પ્રશ્ન 98.
પરમાણુ શક્તિના ઉત્પાદનમાં યુરેનિયમનો કયો સમસ્થાનિક ઉપયોગી છે ?
(A) \({ }_{92}^{238} \mathrm{U}\)
(B) \({ }_{92}^{235} \mathrm{U}\)
(C) \({ }_{92}^{236} \mathrm{U}\)
(D) \({ }_{92}^{233} \mathrm{U}\)
જવાબ
\({ }_{92}^{235} \mathrm{U}\)

પ્રશ્ન 99.
કયા વાયુમય પ્રદૂષક વડે પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા ધીમી પડે છે ?
(A) NO
(B) NO2
(C) SO3
(D) SO2
જવાબ
(B) NO2

પ્રશ્ન 100.
નીચેના પૈકી ક્યો પદાર્થ જૈવ-વિઘટનીય નથી ?
(A) કાચ
(B) નકામા ખાદ્ય પદાર્થો
(C) સડેલાં શાકભાજી
(D) કાગળ
જવાબ
(A) કાચ

પ્રશ્ન 101.
COD માપનનો સામાન્ય એકમ ……………….
(A) મોલ લિટર-1
(B) ગ્રામ લિટર-1
(C) મોલ મિલીલિટર-1
(D) મિલીગ્રામ લિટર-1
જવાબ
(D) મિલીગ્રામ લિટર-1

પ્રશ્ન 102.
ગ્લોબલ વૉર્મિંગમાં કયા વાયુનો ફાળો 8% હોય છે ?
(A) N2O
(B) O3
(C) H2O
(D) CFC
જવાબ
(B) O3

GSEB Std 11 Chemistry MCQ Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 103.
એસિડ વર્ષ માટે કયો વાયુ જવાબદાર છે ?
(A) CO2
(B) NH3
(C) CH4
(D) NO2
જવાબ
(D) NO2

  • જયારે વરસાદના પાણીની pH 5.6 કરતાં ઓછી હોય તેવા વરસાદને ઍસિડવર્ષા કહે છે.
  • પેટ્રોલિયમ કોલસા જેવા અશ્મિગત બળતણના દહનથી અને વાહનોમાં પેટ્રોલ – ડીઝલના દહનથી ઉત્પન્ન થતા SO2 અને NO2 હવામાંના ભેજની સાથે સંયોજાઈને H2SO4 અને HNO3 બનાવે છે.
    2SO2(g) + O2(g) + 2H2O(l) → 2H2SO4(aq)
    2H2O(l) + 4NO2(g) + O2(g) → 4HNO3(aq)
  • આવાં ઍસિડમય વાદળો પવનના પ્રવાહની સાથે ઢસડાઈ જાય છે અને જ્યાં અનુકૂળ પરિસ્થિતિ હોય ત્યાં વરસાદ તરીકે વરસે છે.

પ્રશ્ન 104.
ફ્લોરોસિસ રોગથી થતી અસર જણાવો.
(A) જઠરમાં બળતરા થાય.
(B) હ્રદયરોગ થાય.
(C) દાંત અને હાડકાં નબળાં પડે છે.
(D) દૃષ્ટિ નબળી પડે છે.
જવાબ
(C) દાંત અને હાડકાં નબળાં પડે છે.
જો પીવાના પાણીમાં ફ્લોરાઇડનું પ્રમાણ 10 ppm કરતાં વધુ હોય તો ફ્લોરોસિસ નામનો રોગ થાય છે, જેમાં વ્યક્તિનાં દાંત અને હાડકાં નબળાં પડે છે.

પ્રશ્ન 105.
CF2Cl2(g) \(\stackrel{\mathrm{A}}{\longrightarrow}\) B + CF2Cl(g) સમીકરણ માટે A અને B અનુક્રમે ……………….. છે.
(A) uv, \(\)\dot{\mathrm{C}}\(\)l
(B) hv, Cl+
(C) hv, Cl
(D) uv, Cl
જવાબ
(A) uv, \(\)\dot{\mathrm{C}}\(\)l

પ્રશ્ન 106.
પ્રકાશરાસાયણિક ધુમ્મસનું બીજું નામ શું છે ?
(A) રિડક્શનકર્તા ધુમ્મસ
(B) પારંપરિક ધુમ્મસ
(C) લોસ એન્જેલીસ ધુમ્મસ
(D) લંડન ધુમ્મસ
જવાબ
(C) લોસ એન્જેલીસ ધુમ્મસ

પ્રશ્ન 107.
જો પાણીની pH 6.5 કરતાં ઓછી હોય, તો તેની કઈ નુકસાનકારક અસર છે ?
(A) Na, Mg જેવી હાનિકારક ધાતુ છૂટી પડે છે.
(B) પાણીનો સ્વાદ બદલાઈ જાય છે.
(C) તે ક્લોરિનેશનની અસર ઘટાડે છે.
(D) પાણીનું વહન કરતી નળીનું ક્ષારણ થાય છે.
જવાબ
(D) પાણીનું વહન કરતી નળીનું ક્ષારણ થાય છે.

પ્રશ્ન 108.
કાગળના વિરંજન માટે ક્લોરિન વાયુનો ઉપયોગ હિતાવહ નથી. કારણ કે –
(A) તે H2O2 સાથે પ્રક્રિયા કરી કૅન્સરપ્રેરક પદાર્થ બનાવે છે.
(B) તેનાથી કાગળનું વિરંજન થઈ શકતું નથી.
(C) લિગ્નીનની સાથે પ્રક્રિયા કરી ડાય-ઑક્સિન નામનો કૅન્સરકારક પદાર્થ બનાવે છે.
(D) તે લિગ્નીન સાથે પ્રક્રિયા કરી ડાયઑક્સિજન નામનો કૅન્સરપ્રેરક પદાર્થ બનાવે છે.
જવાબ
(C) લિગ્નીનની સાથે પ્રક્રિયા કરી ડાય-ઑક્સિન નામનો કૅન્સરકારક પદાર્થ બનાવે છે.

GSEB Std 11 Chemistry MCQ Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 109.
જમીનના પ્રદૂષણ નિવારણ માટે નીચેનામાંથી કયો ઉપાય સાચો છે ?
(A) નકામા પ્લાસ્ટિકને જમીનમાં દાટી દેવા.
(B) પાકને બચાવવા રાસાયણિક જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો.
(C) ખેતરમાં રાસાયણિક ખાતરોનો જ ઉપયોગ કરવો.
(D) કીટકોના નિયંત્રણ માટે લીમડા, આકડા, ધતૂરાના પાંદડાનો અર્ક વાપરવો.
જવાબ
(D) કીટકોના નિયંત્રણ માટે લીમડા, આકડા, ધતૂરાના પાંદડાનો અર્ક વાપરવો.

પ્રશ્ન 110.
(smog) ધૂમ્ર-ધુમ્મસ મુખ્યત્વે નીચેનામાંથી કયા કારણે થાય છે ?
(A) સલ્ફર અને નાઇટ્રોજનના ઑક્સાઇડો
(B) O2 અને N2
(C) O3 અને N2
(D) O2 અને O3
જવાબ
(A) સલ્ફર અને નાઇટ્રોજનના ઑક્સાઇડો

પ્રશ્ન 111.
વાતાવરણના ઉપલા સ્તરમાં ઓઝોન સ્તરના ક્ષયન માટે નીચેનામાંથી કયું પરિબળ જવાબદાર છે ?
(A) પોલિહેલોજન્સ
(B) ફ્રીઓન
(C) ફેરોસીન
(D) ફુલેરીન
જવાબ
(C) ફેરોસીન

પ્રશ્ન 112.
નીચેનામાંથી અસત્ય વિધાનો ઓળખો.
(A) ‘ગ્લોબલ વૉર્મિંગ’ માટે ગ્રીન હાઉસ અસર જવાબદાર છે.
(B) ઓઝોન વાયુનું સ્તર ઇન્ફ્રારેડ (IR) (પા૨૨ક્ત) કિરણોને પૃથ્વી પર આવતાં રોકે છે.
(C) ઍસિડ વર્ષા (અમ્લ વર્ષા) એ મોટાભાગે નાઇટ્રોજન તથા સલ્ફરના ઑક્સાઇડને કારણે થાય છે.
(D) ક્લોરોફ્લોરોકાર્બન મોટેભાગે ઓઝોન વાયુના સ્તરમાં
ગાબડું પડવા માટે જવાબદાર છે.
જવાબ
(B) ઓઝોન વાયુનું સ્તર ઇન્ફ્રારેડ (IR) (પા૨૨ક્ત) કિરણોને પૃથ્વી પર આવતાં રોકે છે.

પ્રશ્ન 113.
હરિયાળું રસાયણ એટલે કે જે પ્રક્રિયાઓ જેમાં ….
(A) પ્રક્રિયાઓ દરમિયાન રંગ ઉત્પન્ન કરવા.
(B) નુકસાનકારક રસાયણોનું ઉત્પાદન અને ઉપયોગ ઓછો કરવો.
(C) ઓઝોન આવરણને ઘટાડવા સાથે સંબંધિત છે.
(D) છોડોની પ્રક્રિયાનો અભ્યાસ કરવો.
જવાબ
(B) નુકસાનકારક રસાયણોનું ઉત્પાદન અને ઉપયોગ ઓછો કરવો.
હરિયાળા રસાયણને નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકાય. નવી રાસાયણિક નીપજો અને રાસાયણિક પદ્ધતિઓનો વિકાસ કરવાનો અને જૂના અસ્તિત્વ ધરાવતા સંયોજનમાં અને પદ્ધતિઓમાં સુધારણા કરવાની કે જેથી માનવ તંદુરસ્તી વધે અને પર્યાવરણ ઓછું હાનિકારક બને. તેનો અર્થ એમ થાય કે નુકસાનકારક રસાયણોનો ઉપયોગ અને તેમનું ઉત્પાદન ઓછું કરવું.

પ્રશ્ન 114.
નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી ?
(A) પીવાના પાણીનું pH મૂલ્ય 5.5 થી 9.5 વચ્ચે હોવું જોઈએ.
(B) DO (Dissolved Oxygen)ની સાંદ્રતા 6 ppm કરતાં ઓછી હોય તો માછલીની ઉત્પાદકતા વધે છે.
(C) સ્વચ્છ પાણીનું BOD (Biochemical Oxygen Demand) મૂલ્ય 5ppm કરતાં ઓછું હોવું જરૂરી છે.
(D) સલ્ફ૨, નાઇટ્રોજન અને કાર્બનના ઑક્સાઇડ વગેરે વાયુપ્રદૂષકો સર્વત્ર ફેલાયેલાં છે.
જવાબ
(B) DO (Dissolved Oxygen)ની સાંદ્રતા 6 ppm કરતાં ઓછી હોય તો માછલીની ઉત્પાદકતા વધે છે.
DO (Dissolved Oxygen)નું મત્સ્ય ઉદ્યોગની ઉત્પાદન ક્ષમતા માટે જરૂરી મૂલ્ય 8mg છે. (7mg આદર્શ) જો ઓગળેલા ઑક્સિજનનું મૂલ્ય આના કરતાં નીચું હોય તો માછલીઓ રોગનો ભોગ ઝડપથી બને છે. 2 mg અથવા તેનાથી નીચું પ્રમાણ હોય તો માછલીઓ જીવી શકતી નથી અને મૃત્યુ પામે છે.

GSEB Std 11 Chemistry MCQ Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 115.
પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસ માટે નીચેનામાંથી કયું સાચું નથી ?
(A) પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસ બનવામાં કાર્બન મોનૉક્સાઇડ કોઈ જ ભાગ ભજવતો નથી.
(B) પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસ તે ઑક્સિડેશનકર્તા તરીકેની લાક્ષણિકતા ધરાવે છે.
(C) સૂર્યઊર્જાથી પ્રકાશરાસાયણિક પ્રક્રિયાઓ થવાના કારણે પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસ રચાય છે.
(D) પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસ આંખો અને ગળામાં બળતરા કરતો નથી.
જવાબ
(D) પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસ આંખો અને ગળામાં બળતરા કરતો નથી.

પ્રશ્ન 116.
નીચેનામાંથી DDT શું છે ?
(A) ખાતર
(B) ગ્રીન હાઉસ વાયુ
(C) બાયોવિઘટનીય પ્રદૂષણકર્તા
(D) બિનવિઘટનીય પ્રદૂષણકર્તા
જવાબ
(D) બિનવિઘટનીય પ્રદૂષણકર્તા

પ્રશ્ન 117.
ભૂમિગત તળાવમાંથી મળેલ પાણીના નમૂનામાં ફ્લોરાઇડ, લેડ, નાઇટ્રેટ અને આયર્નની સાંદ્રતા અનુક્રમે 1000 ppm, 40 ppm, 100 ppm અને 0.2 ppm છે. આ પાણી આપેલામાંથી કઈ ઊંચી સાંદ્રતાને કારણે પીવા યોગ્ય નથી ?
(A) ફ્લોરાઇડ
(B) લૅંડ
(C) નાઇટ્રેટ
(D) આયર્ન
જવાબ
(C) નાઇટ્રેટ

  • પદાર્થો – મહત્તમ મર્યાદા
    ફ્લોરાઇડ – 2 ppm or 2000 ppb
    લૅંડ – 0.05 ppm or 50 ppb
    નાઇટ્રેટ – 50 ppm
    આયર્ન – 0.2
  • આપેલ પાણીના નમૂનામાં નાઇટ્રેટની સાંદ્રતા નિર્ધારિત મહત્તમ મર્યાદા કરતાં વધારે હોવાથી આ પાણી પીવા યોગ્ય નથી.

પ્રશ્ન 118.
એક રૂપરેખાના નિર્દેશન મુજબ પીવાના પાણીમાં ફ્લોરાઇડ આયનની સાંદ્રતા 1 ppm સુધી હોય છે. દાંતના એનેમલ (આવરણ)ને સખત બનાવવા માટે ફ્લોરાઇડ આયનની આવશ્યકતા હોય છે જે [3Ca(PO4)2 · Ca(OH)2]ને નીચેનામાં રૂપાંતર કરે છે જે શોધો.
(A) [CaF2]
(B) [3(CaF2) • Ca(OH)2]
(C) [3Ca3(PO4)2 • CaF2]
(D) [3{Ca(OH)2} • CaF2]
જવાબ
(C) [3Ca3(PO4)2 • CaF2]
દાંતના ઇનેમલને સખત બનાવવા માટે F જરૂરી છે.
જે [3Ca3(PO4)2 • Ca(OH)2] નું [3Ca3(PO4)2 • CaF2] રૂપાંતરથી શક્ય બને છે.

પ્રશ્ન 119.
વાયુમંડળમાં કુદરતી અને માનવીય પ્રવૃત્તિ બંનેને કારણે નાઈટ્રોજનના કયા ઑક્સાઇડને વાતાવરણમાં સામાન્ય પ્રદૂષક તરીકે સામેલ કરવામાં આવતો નથી ?
(A) NO
(B) N2O5
(C) N2O
(D) NO2
જવાબ
(B) N2O5

પ્રશ્ન 120.
નીચે આપેલામાંથી કોઈ એક ગ્રીનહાઉસ વાયુ નથી. જે શોધો.
(A) સલ્ફર ડાયૉક્સાઇડ
(B) નાઇટ્રસ ઑક્સાઇડ
(C) મિથેન
(D) ઓઝોન
જવાબ
(A) સલ્ફર ડાયૉક્સાઇડ
કાર્બન ડાયૉક્સાઇડ સિવાય અન્ય ગ્રીનહાઉસ વાયુઓ મિથેન, ઓઝોન, CFC (ફ્રિઓન), નાઇટ્રસ ઑક્સાઇડ અને પાણીની બાષ્પ છે. સલ્ફર ડાયૉક્સાઇડનો તેમાં સમાવેશ થતો નથી.

GSEB Std 11 Chemistry MCQ Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 121.
સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોન સ્તર ક્ષયનમાં કઈ પ્રક્રિયા થતી નથી ?
(A) CF2Cl2(g) GSEB Std 11 Chemistry MCQ Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન in Gujarati 1 Cl(g) + CF2Cl2(g)
(B) CH4 + 2O3 → 3CH2 = O + 3H2O
(C) HOCl(g) GSEB Std 11 Chemistry MCQ Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન in Gujarati 2 OH(g) + Cl(g)
(D) CO(g) + O(g) → Cl(g) + O2(g)2(g)
જવાબ
(B) CH4 + 2O3 → 3CH2 = O + 3H2O

પ્રશ્ન 122.
પીવાના પાણીના એક નમૂનામાં નીચે આપેલ ધાતુનું પ્રમાણ ppm માં છે. Fe = 0.2, Mn = 5.0, Cu = 3.0 અને Zn = 5.0 તો કઈ ધાતુનું પ્રમાણ પાણીને પીવાલાયક રહેવા દેતું નથી ?
(A) Cu
(B) Mn
(C) Zn
(D) Fe
જવાબ
(B) Mn
Mn નું પીવાના પાણીમાં પ્રમાણ 0.5 ppm જેટલું જ હોવું જોઈએ. અહીં 5 ppm આવેલું હોવાથી Mn ના કારણે પાણી પીવાલાયક રહેતું નથી.

પ્રશ્ન 123.
વાતાવરણમાં વધારે પડતા CO2 છોડવામાં આવતાં શું થાય છે ?
(A) ધ્રુવીય વમળ
(B) ઓઝોનસ્તરનું ક્ષયન
(C) ધુમ્મસ બનવું
(D) ગ્લોબલ વૉર્મિંગ
જવાબ
(D) ગ્લોબલ વૉર્મિંગ
વાતાવરણમાં વધારે પડતા CO2 ના કારણે ગ્લોબલ વૉર્મિંગ જેવી સમસ્યા થાય છે.

પ્રશ્ન 124.
(i) થી (v) ક્રમના વાયુઓમાં કયા વાયુઓ ગ્રીનહાઉસ અસરમાં ભાગ ભજવે છે ?
(i) CO2
(ii) H2O
(iii) CFC
(iv) O2
(v) O3
(A) i, ii, iii અને iv
(B) i, iii, iv અને v
(C) i અને iv
(D) i, ii, iii અને v
જવાબ
(D) i, ii, iii અને v
CO2, O3, H2O, અને CFC ગ્રીનહાઉસ વાયુઓ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *