Solving these GSEB Std 11 Chemistry MCQ Gujarati Medium Chapter 5 દ્રવ્યની અવસ્થાઓ will make you revise all the fundamental concepts which are essential to attempt the exam.
GSEB Std 11 Chemistry MCQ Chapter 5 દ્રવ્યની અવસ્થાઓ in Gujarati
નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :
પ્રશ્ન 1.
નિયત તાપમાને, નિશ્ચિત જથ્થાનો N2 વાયુ 200 mL bar દબાણે 100 mL મિલિ કદ ધરાવતી બૉટલમાં ભર્યો છે. જો આ વાયુને 1 L કદની બૉટલમાં ભરવામાં આવે, તો વાયુનું દબાણ કેટલું થશે?
A. 200 mL bar
B. 2000 mL bar
C. 20 mL bar
D. 100 mL bar
જવાબ
C. 20 mL bar
P1V1 = P2V2 સૂત્ર વાપરો. P2 = = 20 mL bar મળે.
પ્રશ્ન 2.
એક વાયુની સમુદ્રની સપાટી ઉપર ઘનતા 2.5 mL g-1 હોય, તો 0.5 bar દબાણે આ વાયુની ઘનતા કેટલી?
A. 5.0
B. 2.5
C. 1.25
D. 0.5
જવાબ
C. 1.25
\(\frac{d_1}{d_2}=\frac{\mathrm{P}_1}{\mathrm{P}_2}\) સૂત્ર વાપરો. d2 = 1.25 mL g-1 મળે.
પ્રશ્ન 3.
400 K તાપમાને એક વાયુનું કદ 4 L છે. જો કદ અડધું કરવું હોય, તો તાપમાન કેટલું કરવું પડે?
A. -73 °C
B. +73 °C
C. -178 °C
D. +173 °C
જવાબ
A. – 73 °C
\(\frac{\mathrm{V}_1}{\mathrm{~V}_2}=\frac{\mathrm{T}_1}{\mathrm{~T}_2}\) સૂત્ર વાપરો. T2 = 200 K મળે અથવા -73 °C થાય.
પ્રશ્ન 4.
5 Lના બંધપાત્રમાં ભરેલા N2 વાયુનું 27 °C તાપમાને દબાણ 1 bar છે. જો તેનું તાપમાન 77 °C કરવામાં આવે, તો વાયુનું દબાણ કેટલું હશે?
A. 0.117 bar
B. 1.17 bar
C. 11.7 bar
D. 2.7 bar
જવાબ
B. 1.17 bar
\(\frac{\mathrm{T}_1}{\mathrm{~T}_2}=\frac{\mathrm{P}_1}{\mathrm{P}_2}\) સૂત્ર વાપરો. P2 = 1.17 bar મળે.
પ્રશ્ન 5.
400 K તાપમાને 5 L કદના બંધપાત્રમાં Cl2 વાયુનું દબાણ 4 bar છે. જો તેનું દબાણ 5 bar કરવું હોય, તો તેનું તાપમાન કેટલા °C રાખવું પડે?
A. 500
B. 227
C. 300
D. 27
જવાબ
B. 227
\(\frac{P_1}{P_2}=\frac{T_1}{T_2}\) સૂત્ર વાપરો. T2 = 500 K મળે અથવા 227 °C થાય.
પ્રશ્ન 6.
300 K તાપમાને 200 mL N2 વાયુનું દબાણ 1.75 bar છે, તો N2 વાયુનું STP એ કદ લગભગ કેટલું થશે?
A. 318.5 mL
B. 139 mL
C. 339 mL
D. 250 mL
જવાબ
A. 318.5 mL
\(\frac{P_1 V_1}{T_1}=\frac{P_2 V_2}{T_2}\) સૂત્ર વાપરો. V2 = 318.5 mL મળે.
પ્રશ્ન 7.
2 L કદના પાત્રમાં 300 K તાપમાને SO3 વાયુના 0.1 મોલ દાખલ કરવાથી પાત્રમાંના SO2નું દબાણ કેટલું થશે?
A. 2.46 bar
B. 1.23 bar
C. 1 bar
D. 2 bar
જવાબ
B. 1.23 bar
PV = nRT સૂત્ર વાપરો. P = 1.23 bar મળે.
પ્રશ્ન 8.
400 K તાપમાને નિયોન વાયુની ઘનતા 0.8 gL-1 હોય, તો તેનું દબાણ કેટલું થશે? Neનું પરમાણ્વીય દળ = 20 u છે.
A. 1.30
B. 3.10
C. 3.31
D. 1.33
જવાબ
D. 1.33
P = \(\frac{d \mathrm{RT}}{\mathrm{M}}\) સૂત્ર વાપરો. P = 1.33 bar મળે.
પ્રશ્ન 9.
તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિમાં 14g N2 અને 36 g O3 વાયુઓએ રોકેલું કદ કેટલું થાય?
A. 2VNN2 = 3VO3
B. 3VN2 = 2VO2
C. 3VN2 = 4VO2
D. 4VN2 = 3VO2
જવાબ
B. 3VN2 = 2VO2
N2ના મોલ \(\frac{14}{28}=\frac{1}{2}\) તથા O3ના મોલ = \(\frac{36}{48}=\frac{3}{4}\)
∴
∴ 3VN2 = 2VO3
પ્રશ્ન 10.
27 °C તાપમાને અને 2 bar દબાણે મિથેન(આણ્વીય દળ = 16 u)ની ઘનતા કેટલી થશે?
A. 0.13 g L-1
B. 0.26 g L-1
C. 1.3 g L-1
D. 2.6 gL-1
જવાબ
C. 1.3 g L-1
P = \(\frac{d \mathrm{RT}}{\mathrm{M}}\) સૂત્ર વાપરો. d = 1.3gL-1 મળે.
પ્રશ્ન 11.
10 Lના બંધપાત્રમાં 4 bar દબાણે રાખેલો N2 વાયુપાત્રમાં લીકેજ થાય છે. લીકેજ રિપૅર થાય ત્યાં સુધીમાં પાત્રમાં રહેલો N2 વાયુ 2.36 bar દબાણે 27 °C તાપમાને બાકી રહે છે, તો લીકેજ થયેલા N2 વાયુનું વજન કેટલું થાય?
A. 18.7 g
B. 0.67 g
C. 52.6 g
D. 10 g
જવાબ
A. 18.7 g
લીક થઈ નીકળી ગયેલા N2 વાયુનું દબાણ (P) = 4 – 2.36
= 1.64 bar
PV = \(\frac{\text { WRT }}{\text { MV }}\) માંથી W શોધો.
પ્રશ્ન 12.
25 °C તાપમાને દળથી સમાન મિથેન અને હાઇડ્રોજન વાયુનું મિશ્રણ બંધપાત્રમાં ભરેલું છે, તો H2 વાયુ દ્વારા કેટલું દબાણ ઉત્પન્ન થશે?
A. \(\frac{1}{2}\) P
B. \(\frac{8}{9}\) P
C. \(\frac{1}{9}\) P
D. \(\frac{16}{17}\) P
જવાબ
B. \(\frac{8}{9}\) P
ધારો કે, H2 અને CH4નું દળ = 16g છે. (૨કમ મુજબ)
∴ H2ના મોલ \(\frac{16}{2}\) = 8 મોલ
તથા CH4ના મોલ = \(\frac{16}{16}\) = 1 મોલ
હવે, H2ના મોલ-અંશ = = \(\frac{8}{1+8}=\frac{8}{9}\)
તેથી H2નું આંશિક દબાણ = મોલ-અંશ × કુલ દબાણ
= \(\frac{8}{9}\) × P = \(\frac{8}{}\) P
પ્રશ્ન 13.
5 L કદના એક પાત્રમાં 4 મોલ Cl2, 4 મોલ N2 અને 2 મોલ O2 વાયુને 27 °C તાપમાને ભરવાથી વાયુમિશ્રણનું કુલ દબાણ કેટલું થશે?
A. 100 bar
B. 50 bar
C. 10 bar
D. 15 bar
જવાબ
B. 50 bar
Pકુલ દબાણ = (nCl2 + nN2 + nO2) \(\frac{R T}{V}\)
= (4 + 4 + 2) \(\frac{0.082 \times 300}{5}\) = 50 bar
પ્રશ્ન 14.
H2, N2 અને O2 વાયુના સમાન દળ એક પાત્રમાં ભરવામાં આવતા નિયત તાપમાને કયા વાયુનું આંશિક દબાણ સૌથી વધારે હશે?
A. N2
B. O2
C. H2
D. H2 અને N2
જવાબ
C. H2
જેનો મોલ વધારે તેનો મોલ-અંશ વધારે. તેથી આંશિક દબાણ વધારે. અહીં H2ના મોલ વધુ હોવાથી તેનું આંશિક દબાણ વધારે.
પ્રશ્ન 15.
N2 વાયુ અને અજ્ઞાત વાયુનું એકસરખા સમયમાં પ્રસરણ કદ અનુક્રમે 50 mL અને 70 mL હોય, તો અજ્ઞાત વાયુનું આણ્વીય દળ કેટલું થશે?
A. 14.3
B. 28
C. 25
D. 18.3
જવાબ
A. 14.3
\(\frac{\mathrm{V}_{\mathrm{X}}}{\mathrm{V}_{\mathrm{N}_2}}=\sqrt{\frac{\mathrm{M}_{\mathrm{N}_2}}{\mathrm{M}_{\mathrm{X}}}}\) સૂત્ર વાપરો. Mx = 14.3 g mol-1 મળે.
પ્રશ્ન 16.
વાયુ Xની સાપેક્ષતામાં નિયત તાપમાને CH4 વાયુનો પ્રસરણ- વેગ બે ગણો છે, તો Xનું આણ્વીય દળ કેટલું થશે?
A. 64
B. 32
C. 16
D. 4
જવાબ
A. 64
\(\frac{r_{1 \mathrm{X}}}{r_2 \mathrm{CH}_4}=\sqrt{\frac{\mathrm{M}_{\mathrm{CH}_4}}{\mathrm{M}_{\mathrm{X}}}}\) જ્યાં, r2 = 2r1 લેતાં (૨કમ મુજબ)
પ્રશ્ન 17.
50 g CaCO3માં કુલ ૫૨માણુઓની સંખ્યા કેટલી?
(CaCO3નો આણ્વીય દળ 100 g moL-1)
A. 3.011 × 1023
B. 6.022 × 1023
C. 12.044 × 1023
D. 15.055 × 1023
જવાબ
D. 15.055 × 1023
CaCO3ના મોલ = \(\frac{50}{100}\) = 0.5
હવે, CaCO3ના અણુ = 0.5 × 6.022 × 1023
= 3.011 × 1023 અણુ
CaCO3માં કુલ 5 પરમાણુ હોવાથી = 5 × 3.011 × 1023
= 15.055 × 1023
પ્રશ્ન 18.
STPએ 22.4L H2 વાયુનું દળ કેટલા થશે?
A. 2.24
B. 0.2
C. 1
D. 0.1
જવાબ
B. 0.2
PV = \(\frac{\text { WRT }}{M}\) સૂત્ર વાપરો. M = 0.2 મળે.
પ્રશ્ન 19.
નીચેના પૈકી કયા વાયુના 5g દળનું કદ 298 K તાપમાને 760 mm દબાણે સૌથી ઓછું હશે?
A. HCl
B. HF
C. HBr
D. HI
જવાબ
D. HI
PV = nRTમાં nનું મૂલ્ય વધુ તો V વધુ.
∴ V = \(\frac{n R T}{P}=\frac{W R T}{M P}\) માં જેનું આણ્વીય દળ (M) વધુ તેનું કદ ઓછું.
અહીં HIનું આણ્વીય દળ વધુ હોવાથી તેનું કદ સૌથી ઓછું હશે.
પ્રશ્ન 20.
SO2 અને O2 વાયુના પ્રસરણ-દરનું પ્રમાણ કેટલું છે?
A. 1 : 1
B. 1 : 2
C. 2 : 1
D. 1 : 1.414
જવાબ
D. 1 : 1.414
\(\frac{r_{\mathrm{SO}_2}}{r_{\mathrm{O}_2}}=\sqrt{\frac{\mathrm{M}_{\mathrm{O}_2}}{\mathrm{M}_{\mathrm{SO}_2}}}=\sqrt{\frac{32}{64}}=\sqrt{0.5}\) = 0.7071
∴ rSO2 = rO2 × 0.7071
∴ rSO2 = rO2 = 1 : 1.414
પ્રશ્ન 21.
NO વાયુનું ક્રાંતિક તાપમાન અને દબાણ અનુક્રમે 177 K અને 64.5 bar છે, તો NO વાયુના વાન્ ડર વાલ્સ અચળાંકો a અને b અનુક્રમે ………………. અને ………………. થશે.
A. 0.02813 L mol-1, 1.34 L2 bar mol-2
B. 13.4 bar L2 mol-1, 0.28 L mol-1
C. 1.34 bar L2 mol-2, 0.2813 L mol-1
D. આપેલ પૈકી એક પણ નહિ
જવાબ
C. 1.34 bar L2 mol-2, 0.2813 L mol-1
α = \(\frac{27\left(\mathrm{RT}_{\mathrm{C}}\right)^2}{64 \mathrm{P}_{\mathrm{C}}}=\frac{27(0.082 \times 177)^2}{64 \times 64.5}\) = 1.34 bar L2 mol-2
તથા b = \(\frac{\mathrm{RT}_{\mathrm{C}}}{8 \mathrm{P}_{\mathrm{C}}}=\frac{0.082 \times 177}{8 \times 64.5}\) = 0.02813 L mol-1
પ્રશ્ન 22.
બે વાયુઓની ઘનતાનો ગુણોત્તર 1 : 16 છે, તો તેમના પ્રસરણનો ગુણોત્તર કેટલો હશે?
A. 16 : 1
B. 4 : 1
C. 1 : 4
D. 1 : 16
જવાબ
B. 4 : 1
\(\frac{r_1}{r_2}=\sqrt{\frac{d_2}{d_1}}=\sqrt{\frac{16}{1}}\) = 4
∴ r1 : r2 ⇒ 4 : 1
પ્રશ્ન 23.
H2 વાયુ એ વાયુ A કરતાં 6 ગણો વધારે પ્રસરણ પામે છે, તો વાયુ Aનું આણ્વીય દળ કેટલું હશે?
A. 72
B. 6
C. 24
D. 36
જવાબ
A. 72
\(\frac{r_{\mathrm{H}_2}}{r_{\mathrm{A}}}=\sqrt{\frac{\mathrm{M}_{\mathrm{A}}}{\mathrm{M}_{\mathrm{H}_2}}}\)
∴ 6 = \(\sqrt{\frac{\mathrm{M}_{\mathrm{A}}}{2}}\) ∴ MA = 72 g mol-1
પ્રશ્ન 24.
N2 અને COનું આણ્વીય દળ 28 gmol-1 છે. જો 0.5 L N2 300 K તાપમાને અને 700 mm દબાણે ‘n’ અણુ ધરાવતો હોય, તો આદર્શ પરિસ્થિતિમાં 1 L CO વાયુના અણુઓની સંખ્યા કેટલી હશે?
A. n / 2
B. n
C. 2n
D. આપેલ પૈકી એક પણ નહિ
જવાબ
C. 2n
0.5 L કદમાં N2ના n અણુઓ છે, માટે દબાણ એકસમાન હોવાથી 1 L કદમાં ‘2n’ અણુઓ હોય છે.
અહીં, CO અને N ૢનું આણ્વીય દળ સમાન હોવાથી અણુઓની સંખ્યા પણ ‘2n’ થશે.
પ્રશ્ન 25.
એક વાયુનું તાપમાન 27 °C થી વધારીને 927 °C કરવામાં આવે, તો તેનો rms વેગ કેટલો થશે?
A. શરૂઆતના વેગ જેટલો
B. અડધો
C. શરૂઆતના વેગથી બમણો
D. શરૂઆત કરતાં \(\sqrt{\frac{27}{927}}\) ગણો
જવાબ
C. શરૂઆતના વેગથી બમણો
Vrms ∝ √T મુજબ,
\(\frac{\mathrm{V}_1}{\mathrm{~V}_2}=\sqrt{\frac{\mathrm{T}_1}{\mathrm{~T}_2}}=\sqrt{\frac{300}{1200}}=\sqrt{\frac{1}{4}}=\frac{1}{2}\)
∴ V2 = 2V1
આમ, વેગ બમણો થશે.
પ્રશ્ન 26.
એક ફ્લાસ્કમાં હવા ભરેલી છે. તેને વાતાવરણમાં ખુલ્લો રાખીને 300 થી 500 K સુધી ગરમ કરવામાં આવે છે, તો કેટલા ટકા વાયુ વાતાવરણમાં મુક્ત થશે?
A. 20 %
B. 40 %
C. 60 %
D. 80 %
જવાબ
B. 40 %
P1V1 = n1RT1 અને P2V2 = n2RT2
અહીં, P, R અને V અચળ હોવાથી
n1T1 = n2T2
∴ \(\frac{n_1}{n_2}=\frac{\mathrm{T}_2}{\mathrm{~T}_1}=\frac{500}{300}=\frac{5}{3}\)
∴ n2 = \(\frac{3}{5}\) n1
∴ n2 = 1 – \(\frac{3}{5}\) n1 = \(\frac{2}{5}\) n1
∴ બહાર નીકળતો વાયુ = \(\frac{2}{5}\) × 100 = 40%
પ્રશ્ન 27.
ઓઝોનમાંથી ઑક્સિજન બનાવવા Vrms નો ગુણોત્તર 300 K તાપમાને કેટલો છે?
A. \(\sqrt{\frac{3}{5}}\)
B. \(\sqrt{\frac{4}{3}}\)
C. \(\sqrt{\frac{2}{3}}\)
D. 0.25
જવાબ
C. \(\sqrt{\frac{2}{3}}\)
\(\frac{r_{1 \mathrm{O}_3}}{r_{2 \mathrm{O}_2}}=\sqrt{\frac{\mathrm{M}_{\mathrm{O}_2}}{\mathrm{M}_{\mathrm{O}_3}}}=\sqrt{\frac{32}{48}}=\sqrt{\frac{2}{3}}\)
જ્યાં, r1 = O3નો rms; r2 = O2નો rms
પ્રશ્ન 28.
V L કદના પાત્રમાં NH3 વાયુ ભરેલો છે અને તેની ઉ૫૨ VL કદના પાત્રમાં HCl વાયુ ભરીને ઊંધો પાડેલો છે. આ સમયે બંનેના પાત્રમાંના વાયુના દબાણ અને તાપમાન પણ સમાન છે, તો થોડા સમય પછી નળાકારનું દબાણ કેટલું થશે?
A. દબાણ બમણું થશે.
B. અચળ રહેશે.
C. ગણનાપાત્ર ઘટશે.
D. મૂળ દબાણ ગણું થશે.
જવાબ
C. ગણનાપાત્ર ઘટશે.
NH3 અને HCl એકબીજા સાથે મિશ્ર થઈને NH4Cl બનાવે છે. આથી દબાણમાં ઘટાડો થશે.
પ્રશ્ન 29.
25 °C તાપમાન ધરાવતા O2 વાયુનું તાપમાન 50°C કરવામાં આવે, તો O2 વાયુનું કદ કેટલું થશે?
A. બે ગણું
B. બે ગણા કરતાં વધુ
C. અડધું
D. બે ગણા કરતાં ઓછું
જવાબ
D. બે ગણા કરતાં ઓછું
ચાર્લ્સના નિયમ મુજબ
પ્રશ્ન 30.
1 g H2 વાયુમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી હશે?
A. 6.022 × 1023
B. 3.011 × 1023
C. 6.022 × 1021
D. 3.011 × 1021
જવાબ
A. 6.022 × 1023
1 ગ્રામ H2ના મોલ =\(\frac{1}{2}\) = 0.5
H2 અણુની સંખ્યા = 0.5 × 6.022 × 1023
∴ H પરમાણુની સંખ્યા = 2 × 0.5 × 6.022 × 1023
= 6.022 × 1023 H પરમાણુ
પ્રશ્ન 31.
4g Heમાં અણુ અને પરમાણુની સંખ્યા કેટલી હશે?
A. અણુ કરતાં પરમાણુની સંખ્યા બે ગણી
B. અણુ કરતાં પરમાણુની સંખ્યા ચાર ગણી
C. અણુ અને પરમાણુની સંખ્યા સરખી
D. અણુ કરતાં પરમાણુની સંખ્યા અડધી
જવાબ
C. અણુ અને પરમાણુની સંખ્યા સરખી
MCQ 30 મુજબ
પ્રશ્ન 32.
પ્રવાહી પદાર્થ એ છે કે જે, વાતાવરણના દબાણ હેઠળ …
A. ઓરડાના તાપમાન કરતાં નીચું ઉત્કલનબિંદુ ધરાવે.
B. ઓરડાના તાપમાન કરતાં નીચું ગલનબિંદુ ધરાવે.
C. ઓરડાના તાપમાન કરતાં ઊંચું ગલનબિંદુ અને નીચું ઉત્કલનબિંદુ ધરાવે.
D. ઓરડાના તાપમાન કરતાં નીચું ગલનબિંદુ અને ઊંચું ઉત્કલનબિંદુ ધરાવે.
જવાબ
C. ઓરડાના તાપમાન કરતાં ઊંચું ગલનબિંદુ અને નીચું ઉત્કલનબિંદુ ધરાવે.
થિયરી મુજબ
પ્રશ્ન 33.
નીચે પૈકી કયાં પરિબળો દ્રવ્યની અવસ્થા નક્કી કરે છે?
A. આંતરઆણ્વીય બળો
B. આણ્વીય પારસ્પરિક ક્રિયા
C. અણુઓની ઉષ્મીય ઊર્જા
D. આપેલ તમામ
જવાબ
D. આપેલ તમામ
થિયરી મુજબ
પ્રશ્ન 34.
નીચે પૈકી કયા પદાર્થમાં વિક્ષેપન બળ(લંડન બળ)ની હાજરી જોવા મળે?
A. HCl
B. N2
C. He + HClના મિશ્રણમાં
D. આપેલ તમામ
જવાબ
B. N2
સમાન પરમાણુ વચ્ચે લંડન બળ જોવા મળે છે.
પ્રશ્ન 35.
નીચે પૈકી કયા પદાર્થના અણુઓ-અણુઓ વચ્ચે પ્રબળ દ્વિધ્રુવીય- દ્વિધ્રુવીય આકર્ષણ બળ લાગે છે?
A. HCl
B. HBr
C. HF
D. HI
જવાબ
C. HF
Fની વિદ્યુતઋણતા મહત્તમ હોવાને લીધે
પ્રશ્ન 36.
દ્રવ્યની ત્રણ અવસ્થાઓમાં આવેલા અણુઓની ઉષ્મીય ઊર્જાનો યોગ્ય ક્રમ કયો છે?
A. વાયુ > પ્રવાહી > ઘન
B. ઘન > પ્રવાહી > વાયુ
C. વાયુ > ઘન > પ્રવાહી
D. ઘન > વાયુ > પ્રવાહી
જવાબ
A. વાયુ > પ્રવાહી > ઘન
થિયરી મુજબ
પ્રશ્ન 37.
ગાણિતીય રીતે ચાર્લ્સનો નિયમ …………………. છે.
A. Vt = K · V0 · t
B. Vt = \(\frac{\mathrm{KV}_0}{t}\)
C. Vt = V0[latex]\frac{273+t}{273}[/latex]
D. Vt = V0\(\frac{273+t}{t}\)
જવાબ
C. Vt = V0[latex]\frac{273+t}{273}[/latex]
ચાર્લ્સના નિયમ મુજબ
પ્રશ્ન 38.
0°C તાપમાને 2 bar દબાણ ધરાવતાં વાયુરૂપ ઑક્સાઇડની ઘનતા તે જ તાપમાને, 5 bar દબાણ ધરાવતાં N2 વાયુ જેટલી છે. આ ઑક્સાઇડનું આણ્વીય દળ કેટલું હશે ?
A. 84 u
B. 28 u
C. 70 u
D. 54 u
જવાબ
C. 70 u
P = \(\frac{d \mathrm{RT}}{\mathrm{M}}\)
∴ d = \(\frac{\mathrm{PM}}{\mathrm{RT}}\) મુજબ, dN2 = \(\frac{5 \times 28}{\mathrm{RT}}\) થશે.
હવે, Mઅજ્ઞાત = \(\frac{d \mathrm{RT}}{\mathrm{P}}\)
પરંતુ, d = \(\frac{5 \times 28}{\mathrm{RT}}\) હોવાથી
Mઅજ્ઞાત = (\(\frac{5 \times 28}{\mathrm{RT}}\)) \(\frac{\mathrm{RT}}{2}\) = 70 u
પ્રશ્ન 39.
300 K તાપમાને અને 2 bar દબાણે વાયુની ઘનતા 5.46 g dm-3 જાણવા મળે છે. આ વાયુની STP એ ઘનતા કેટલી હશે ?
A. 3 g dm-3
B. 2.5 g dm-3
C. 3.6 g dm-3
D. 4 g dm-3
જવાબ
A. 3 g dm-3
\(\frac{d_1 \mathrm{RT}_1}{\mathrm{P}_1}=\frac{d_2 \mathrm{RT}_2}{\mathrm{P}_2}[latex] સૂત્ર વાપરો.
પ્રશ્ન 40.
290 K તાપમાને 0.184 g હાઇડ્રોજન વાયુના કદ જેટલું જ કદ 368 K તાપમાને 2.9 g અજ્ઞાત વાયુ તે જ દબાણ ધરાવે
છે. આ અજ્ઞાત વાયુનું આણ્વીય દળ …………….. છે.
A. 40 u
B. 60 u
C. 50 u
D. 30 u
જવાબ
A. 40 u
[latex]\frac{\mathrm{W}_1 \mathrm{RT}_1}{\mathrm{M}_1 \mathrm{~V}_1}=\frac{\mathrm{W}_2 \mathrm{RT}_2}{\mathrm{M}_2 \mathrm{~V}_2}\) સૂત્ર વાપરો.
પ્રશ્ન 41.
1 dm3 કદ ધરાવતાં પાત્રમાં 300 K તાપમાને 8g O2 અને 4g H2 ભરેલા છે, તો કુલ દબાણ કેટલું હશે?
A. 56.11 bar
B. 44 bar
C. 68 bar
D. 38 bar
જવાબ
A. 56.11 bar
PO2 = \(\frac{\mathrm{WRT}}{\mathrm{MV}}=\frac{8 \times 8.314 \times 10^{-2} \times 300}{32 \times 1}\) = 6.23 bar
PHsub>2 = \(\frac{\mathrm{WRT}}{\mathrm{MV}}=\frac{4 \times 8.314 \times 10^{-2} \times 300}{2 \times 1}\) = 49.88 bar
∴ કુલ મોલ (Ptotal) = PO2 + PH2
= 6.23 + 49.88 = 56.11 bar
પ્રશ્ન 42.
તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિમાં હાઇડ્રોજનનો પ્રસરણ- વેગ CnH2n – 2 સૂત્ર ધરાવતા હાઇડ્રોકાર્બનના વેગ કરતાં 3√3 ગણો છે, તો હાઇડ્રોકાર્બનના સૂત્રમાં nનું મૂલ્ય શું હશે?
A. 1
B. 3
C. 4
D. 8
જવાબ
C. 4
\(\frac{r_{\mathrm{H}_2}}{r_{\mathrm{HC}}}=\sqrt{\frac{\mathrm{M}_{\mathrm{HC}}}{\mathrm{M}_{\mathrm{H}_2}}}\)
∴ 3√3 = \(\sqrt{\frac{\mathrm{M}_{\mathrm{HC}}}{2}}\)
∴ MHC = (3√3)2 × 2 = 54
CnH2n – 2 નું = n (C) + 2n – 2 (H)
∴ 54 = 12n + 2n – 2
∴ n = 3.71
∴ n ≅ 4
પ્રશ્ન 43.
H2, SO2 અને CH4 વાયુઓ દરેકના 0.5 મોલ લઈ તેમને એક પાત્રમાં ભરવામાં આવે છે. આ પાત્રમાં એક છિદ્ર પાડવામાં આવે છે. 3 કલાક પછી પાત્રમાં આવેલા આ વાયુઓના આંશિક દબાણનો સાચો ક્રમ નીચે પૈકી કર્યો છે?
A. PSO2 > PCH4 > PH2
B. PH2 > PSO4 > PCH4
C. PCH4 > PSO2 > PH2
D. PH2 > PCH4 > PSO2
જવાબ
A. PSO2 > PCH4 > PH2
r ∝ \(\frac{1}{\sqrt{\mathrm{M}}}\)
અહીં દરેક વાયુના સમાન મોલ લઈ પ્રયોગ કરવામાં આવ્યો હોવાથી પ્રસરણ-વેગ H2 > CH4 > SO2 થશે.
તેથી અમુક સમય બાદ તેમના આંશિક દબાણનો ક્રમ
PSO2 > PCH4 > PH2 થશે.
પ્રશ્ન 44.
ઇથેન વાયુ માટે બૉઇલ્સ તાપમાનનું મૂલ્ય કેટલું થશે?
a = 5.489 dm6 bar mol-2
b = 0.0638 dm3mol-1
A. 1048 K
B. 104.8 K
C. 309.6 K
D. 290.6 K
જવાબ
A. 1048 K
Tb = \(\frac{a}{\mathrm{Rb}}=\frac{5.489}{0.082 \times 0.0638}\) = 1048 K
પ્રશ્ન 45.
વાન્ડર વાલ્સ અચળાંકો a અને bના ગુણોત્તરનો એકમ કયો છે?
A. bar mol-1
B. L mol-1
C. bar L mol-1
D. bar mol-2
જવાબ
C. bar L mol-1
a અને b અચળાંકના એકમો પરથી
પ્રશ્ન 46.
વાયુપાત્રમાંના છિદ્રમાંથી નીકળીને વિસ્તરણ પામતા વાયુથી ઠંડક નીપજે; જો તેના તાપમાનનો ફેરફાર …
A. તાપમાનના વ્યસ્ત મૂલ્યથી વધારે હોય, તો
B. તાપમાનના વ્યસ્ત મૂલ્યથી ઓછું હોય, તો
C. ક્રાંતિક તાપમાનથી મૂલ્ય ઓછું થાય, તો
D. બૉઇલ તાપમાનથી મૂલ્ય ઘટે, તો
જવાબ
B. તાપમાનના વ્યસ્ત મૂલ્યથી ઓછું હોય, તો
થિયરી મુજબ
પ્રશ્ન 47.
1500 K તાપમાને Cl2 વાયુનો વિયોજન અંશ 0.45 છે.
પ્રક્રિયા : Cl2(g) \(\rightleftharpoons\) 2Cl(g)
જો Cl2 અને C પરમાણુઓ આદર્શ વર્તણૂક દર્શાવતા હોય, તો 1.5 bar જેટલું દબાણ Cl2 + Cl પરમાણુનું હોય, ત્યારે વાયુમિશ્રણની ઘનતા કેટલી હશે?
A. 0.596 g L-1
B. 0.496 g L-1
C. 0.696 g L-1
D. 0.896 gL-1
જવાબ
D. 0.896 gL-1
પ્રશ્ન 48.
અતિ નીચા દબાણે એક મોલ વાયુ માટેનું વાન્ ડર વાલ્સ સમીકરણ ……………. .
A. PV = RT + P · b
B. PV = RT – \(\frac{a}{\mathrm{~V}}\)
C. PV = RT
D. [P + \(\frac{a}{\mathrm{~V}}\)](V- b) = RT
જવાબ
B. PV = RT – \(\frac{a}{\mathrm{~V}}\)
વાન્ ડર વાલ્સ સમીકરણ પરથી
પ્રશ્ન 49.
વાયુ માટેનું દબનીય અવયવ Zનું મૂલ્ય STP એ 1 કરતાં ઓછું છે. તેથી …
A. Vm > 22.4L
B. Vm = 22.4L
C. Vm < 22.4 L
D. Vm = 44.8 L
જવાબ
C. Vm < 22.4 L
થિયરી મુજબ
પ્રશ્ન 50.
10 dm3 કદ ધરાવતા ગોળામાં 4g આદર્શ વાયુને ચોક્કસ P દબાણે ભરવામાં આવે છે. આ ગોળાને (T + 125) K તાપમાન ધરાવતા પાત્રમાં રાખતાં, મૂળ દબાણ જાળવી રાખવા માટે 0.8g વાયુ બહાર કાઢી લેવો પડે છે, તો આ વાયુનું મૂળ તાપમાન (T) કેટલું થશે? વાયુનું આણ્વીય દળ 40 g mol-1 છે.
A. 500 K
B. 500°C
C. 773 K
D. 773°C
જવાબ
A. 500 K
અહીં, દબાણ અને કદ નિયત છે.
તેથી n1T1 = n2T2
\(\frac{\mathrm{W}_1}{\mathrm{M}}\)T1 = \(\frac{\mathrm{W}_2}{\mathrm{M}}\)T2
∴ W1T1 = W2T2
∴ 4 × T1 = 3.2 (T + 125)
∴ 4.0 T = 3.2 T + 400
∴ 0.8 T = 400
∴ T = 500 K
પ્રશ્ન 51.
બે જુદા જુદા વાયુઓ માટે rms (root mean square) ગતિનો ગુણાકાર …
A. \(\frac{\bar{V}_1}{\bar{V}_2}=\sqrt{\frac{\mathrm{M}_2}{\mathrm{M}_1}}\)
B. \(\frac{m_1}{\sqrt{\mathrm{M}_2}}=\frac{m_2}{\sqrt{\mathrm{M}_1}}\)
C. \(\frac{\alpha_1}{\sqrt{\mathrm{M}_2}}=\frac{\alpha_2}{\sqrt{\mathrm{M}_1}}\)
D. \(\frac{\sqrt{\mathrm{M}_2}}{m_1}=\frac{\sqrt{\mathrm{M}_1}}{m_2}\)
જવાબ
B. \(\frac{m_1}{\sqrt{\mathrm{M}_2}}=\frac{m_2}{\sqrt{\mathrm{M}_1}}\)
થિયરી મુજબ
પ્રશ્ન 52.
બંધ નળીમાં 380 mm Hg ના સ્તંભ જેટલું દબાણ દર્શાવતા વાયુનું દબાણ પાલમાં કેટલું થાય?
A. 5.05 × 104 Pa
B. 5.067 × 104 Pa
C. 0.505 × 103 Pa
D. 1.013 × 105 Pa
જવાબ
A. 5.05 × 104 Pa
380 mm = 380 torr = \(\frac{380}{760}\) bar
∴ \(\frac{380}{760}\) bar = 0.987 × \(\frac{380}{760}\) bar
હવે, 1 bar = 105 Pa
∴ (0.987 × \(\frac{380}{760}\) bar = \(\frac{0.987 \times 380}{760}\) × 105
= 5.05 × 104 Pa
પ્રશ્ન 53.
એક મોલ આદર્શ વાયુ માટે V → T દર્શાવેલા આલેખમાંથી કયો આલેખ એક bar દબાણે વાયુની આદર્શ વર્તણૂક દર્શાવશે?
D. આપેલ તમામ
જવાબ
અચળ દબાણે ચાર્લ્સના નિયમ પ્રમાણે,
\(\frac{\mathrm{V}_1}{\mathrm{~T}_1}=\frac{\mathrm{V}_2}{\mathrm{~T}_2}\) = K થાય છે.
∴ \(\frac{22.4}{273}\) = 0.082 ……….. (1)
∴ \(\frac{30.6}{373}\) = 0.082 ……….. (2)
(1) = (2) = K, જે અચળ છે, જે વાયુની આદર્શ વર્તણૂક દર્શાવે છે.
પ્રશ્ન 54.
1 bar દબાણે બંધપાત્રમાં ભરેલા વાયુનું તાપમાન 298 Kથી 323 K કરવાથી તેના મૂળ કદમાં કેટલો ફેરફાર થશે?
A. કદ Vથી 1.8V જેટલું વધે.
B. કદ Vથી 1.08 V જેટલું વધે.
C. કદ Vથી 1.5 V જેટલું વધે.
D. કદ Vથી 2 V જેટલું વધે.
જવાબ
B. કદ Vથી 1.08 V જેટલું વધે.
ચાર્લ્સના નિયમ પ્રમાણે,
\(\frac{\mathrm{V}_1}{\mathrm{~T}_1}=\frac{\mathrm{V}_2}{\mathrm{~T}_2}\)
∴ \(\frac{V_1}{298}=\frac{V_2}{323}\)
∴ V2 = \(\frac{323}{298}\)V1 = 1.08 V1
પ્રશ્ન 55.
20°C તાપમાને 760 torr દબાણે હવાના નમૂનામાં 20 % O2 અને 80 % N2નું મિશ્રણ છે, તો હવાની ઘનતા કેટલી થશે?
O2નું આણ્વીય દળ = 32 g mol-1
N2નું આણ્વીય દળ = 28 g mol-1
R = 0.082 bar L K l mol-1
A. 1.918 gL-1
B. 2.198 gL-1
C. 1.198 g L-1
D. 1.394 g L-1
જવાબ
C. 1.198 g L-1
પ્રશ્ન 56.
વાયુ A અને વાયુ Bના પ્રસરણ-દરનો ગુણોત્તર 1 : 4 છે. જો તેમનાં દળનો ગુણોત્તર તેમના વાયુમિશ્રણમાં 2 : 3 હોય, તો તેમના મોલ-અંશનો ગુણોત્તર કેટલો થશે?
A. 1 : 12
B. 1 : 24
C. 1 : 6
D. 4 : 3
જવાબ
B. 1 : 24
પ્રશ્ન 57.
સ્નિગ્ધતા ગુણાંકનો એકમ ………… છે.
A. N s m-2
B. 1 g · cm-1 . s-1
C. 1 kg · m-1 . s-1
D. આપેલ તમામ
જવાબ
D. આપેલ તમામ
સ્નિગ્ધતાની થિયરી મુજબ
પ્રશ્ન 58.
3.4 bar દબાણે બંધપાત્રમાં H2 અને O2 વાયુનું મિશ્રણ તો H2 વાયુનું આંશિક દબાણ એકસરખા વજનથી ભરેલા છે, કેટલું થશે?
A. 1.7 bar
B. 0.2 bar
C. 3.2 bar
D. 3.02 bar
જવાબ
C. 3.2 bar
પ્રશ્ન 59.
4.0 mol N2ની 127 °C તાપમાને ગતિજ ઊર્જા કેટલી હશે?
A. 4400 cal
B. 4800 cal
C. 3200 cal
D. 1524 cal
જવાબ
B. 4800 cal
K.E. = \(\frac{3}{2}\) = nRT = \(\frac{3}{2}\) × 4 × 2 × 400 = 4800 cal
પ્રશ્ન 60.
બાષ્પઘનતા 36 ધરાવતા N2O4માં રહેલા NO2 વાયુના ટકા ગણો.
A. 27.7 %
B. 67.7%
C. 37.7 %
D. 25.7 %
જવાબ
A. 27.7 %
બાષ્પયનતા = 36
સરેરાશ આણ્વીય દળ = 72
(∵ 2 × બાષ્પઘનતા = આણ્વીય દળ)
∴ 72 =
∴ 72 = \(\frac{46 n+92(100-n)}{100}[latex]
∴ 7200 = 46n + 9200 – 92n
∴ 46n = 2000
∴ n = 43.47 %
NO2ના મોલથી 43.47 %, N2O4ના મોલથી 56.53 %
NO2નું દળ = 43.47 × 46 = 1999.62 g
N2O4નું દળ = 56.53 × 92 = 5200.76 g
∴ % N2 (દળથી) = [latex]\frac{1999.62}{(1999.62+5200.76)}\) × 100 %
= 27.7 %
પ્રશ્ન 61.
T તાપમાને અને P દબાણે રાખેલા A અને B વાયુના મિશ્રણમાં બંને વાયુનાં સમાન V કદ મિશ્ર કરેલા છે. જો તે જ તાપમાને વાયુ-મિશ્રણ કુલ કદ V ધારણ કરે, તો મિશ્રણનું દબાણ કેટલું થશે?
A. 6P
B. P
C. \(\frac{P}{2}\)
D. 4P
જવાબ
A. 6P
પ્રશ્ન 62.
જો Ne વાયુના તાપમાનમાં વધારો 20 °Cથી વધારીને 40 °C કરવાથી સરેરાશ ગતિ-શક્તિ નીચેનામાંથી કયા ગુણક વડે નક્કી થશે?
A. \(\frac{1}{2}\)
B. 2
C. \(\frac{313}{293}\)
D. \(\sqrt{\frac{313}{293}}\)
જવાબ
C. \(\frac{313}{293}\)
KE = \(\frac{3}{2}\) RT
20 °C તાપમાને KE1 = \(\frac{3}{2}\) (293) R અને
40 °C તાપમાને KE2 = \(\frac{3}{2}\) (313 K) R
∴ KE2 = \(\frac{313}{293}\) KE1
પ્રશ્ન 63.
25 °C તાપમાને દળથી સમાન CH4 અને H2 વાયુનું મિશ્રણ બંધપાત્રમાં ભરેલું છે, તો H2 વાયુ દ્વારા કેટલું દબાણ ઉત્પન્ન થશે?
A. \(\frac{1}{2}\)
B. \(\frac{8}{9}\)
C. \(\frac{1}{9}\)
D. \(\frac{16}{17}\)
જવાબ
B. \(\frac{8}{9}\)
ધારો કે, H2 અને CH4 બંનેના 16 g વજનને બંધપાત્રમાં મિશ્ર કર્યા છે.
∴ H2નું આંશિક દબાણ = \(\frac{8}{9}\) P
તથા CH4નું આંશિક દબાણ = \(\frac{1}{9}\) P
પ્રશ્ન 64.
નીચે આપેલા આલેખ સંદર્ભે દર્શાવેલાં વિધાનોમાં સાચા માટે T અને ખોટા માટે F નક્કી કરતો સાચો વિકલ્પ શોધો.
(1) એક જ તાપમાને વાયુના જુદા જુદા અણુઓની ઝડપની વહેંચણીનો અભ્યાસ મૅક્સવેલ અને બોલ્ટ્સમૅને કર્યો હતો.
(2) આ આલેખ મૅક્સવેલનો વહેંચણી વક્ર આલેખ છે, જેમાં અણુઓની ગતિશક્તિ અને આણ્વીય વેગનો અભ્યાસ છે.
(3) ખૂબ જ ઝડપી અથવા તો ખૂબ જ ઝડપ ધરાવતા અણુઓનો અંશ વધારો હોય છે.
(4) અણુઓની ઝડપ વધારતાં આણ્વીય ઝડપનો અંશ વધે છે, મહત્તમ બનીને પછી ઘટે છે.
(5) વક્રનો ટોચનો ભાગ જે મહત્તમ અણુઓનો અંશ દર્શાવે છે, તે અણુઓની ઝડપને મહત્તમ સંભાવ્ય ઝડપ કહે છે, જેને α વડે દર્શાવાય છે.
(6) તાપમાનનો વધારો કરવાથી અણુઓ વચ્ચે સંઘાતનો દર વધતાં ઝડપમાં ઘટાડો થાય છે.
A. TTFTTF
B. TFTTFT
C. FTTFFT
D. TTTTFF
જવાબ
A. TTFTTF
ગતિજ ઊર્જા અને આણ્વીય ઝડપ થિયરી મુજબ
પ્રશ્ન 65.
નીચેના આલેખ માટે કયું પ્રાથન સાચું છે?
A. આદર્શ વાયુની સરખામણીમાં H2 વાયુ ઓછો દબનીય છે, કારણ કે Z = 3 છે.
B. CO2 વાયુ આદર્શ વાયુ કરતાં વધુ દબનીય છે, કારણ કે Z = 1.0 છે.
C. CH4 વાયુ વધારે દબનીય છે, કારણ કે Z = 1.0 છે.
D. A અને C બંને
જવાબ
D. A અને C બંને
વાયુના પ્રવાહીકરણ પર દબાણની અસર થિયરી મુજબ
પ્રશ્ન 66.
100 °C તાપમાને અને 1 bar દબાણે પાણીની ઘનતા 1.0 g cm-3 અને વરાળની ઘનતા 0.0006 g cm-3 છે. 1 L પાણી આ તાપમાને કેટલું કદ રોકશે?
A. 6 cm3
B. 60 cm3
C. 0.6 cm3
D. 0.06 cm3
જવાબ
C. 0.6 cm3
ઘનતા = સૂત્ર અનુસાર,
\(\frac{d_1}{d_2}=\frac{\mathrm{V}_1}{\mathrm{~V}_2}\)
∴ V1 = V2 · \(\frac{d_2}{d_1}\)
= (\(\frac{0.0006}{1}\)) 103cm3
= 0.6 cm3
પ્રશ્ન 67.
O2 અને CH4 વાયુઓના 32 gને 25 °C તાપમાને બંધ- પાત્રમાં ભરી દેતાં પાત્રમાં O2 વાયુ કેટલું આંશિક દબાણ દર્શાવશે?
A. \(\frac{1}{2}\)P
B. \(\frac{2}{3}\)P
C. \(\frac{1}{3}\)p × \(\frac{273}{298}\)
D. \(\frac{1}{3}\)P
જવાબ
D. \(\frac{1}{3}\)P
O2 અને CH4 બંનેનાં દળ = 32 g છે.
∴ O2ના મોલ = \(\frac{32}{32}\) = 1.0 મોલ
∴ CH4ના મોલ = \(\frac{32}{16}\) = 2.0 મોલ
કુલ મોલ 1.0 + 2.0 = 3 મોલ
∴ PO2 = \(\frac{1}{3}\) P અને pCH4
પ્રશ્ન 68.
ક્રાંતિક પરિસ્થિતિમાં TC, PC અને VCનાં મૂલ્યો અનુક્રમે કયાં છે?
A. \(\frac{8 a}{27 \mathrm{R} b}\), \(\frac{a}{27 b^2}\), 3b
B. \(\frac{a}{27 \mathrm{R} b}, \frac{8 a}{27 b^2}, \frac{3 b}{n \mathrm{~V}}\)
C. \(\frac{8 a^2}{27 \mathrm{R} b}\), \(\frac{a}{27 b^2}\), 3nb
D. \(\frac{3 a}{8 \mathrm{R} b}, \frac{8 a}{27 \mathrm{R} b}, \frac{3 b}{\mathrm{~V}^2}\)
જવાબ
A. \(\frac{8 a}{27 \mathrm{R} b}\), \(\frac{a}{27 b^2}\), 3b
થિયરી મુજબ
પ્રશ્ન 69.
નીચેનામાંથી કયું વિધાન બૉઇલના નિયમને લાગુ પડતું નથી?
A. PV = K
B. P1V1 = P2V2
C. log P + log V = log K
D. P/V = K
જવાબ
D. P/V = K
બૉઇલ નિયમ મુજબ
પ્રશ્ન 70.
87 °C તાપમાને અને 750 mm દબાણે 5 g વાયુઓ પૈકી કયા વાયુનું કદ સૌથી ઓછું હશે?
A. HF
B. HCl
C. HBr
D. HI
જવાબ
D. HI
પ્રશ્ન 71.
N2(g)ની ઘનતા મહત્તમ ક્યારે હશે?
A. 546 K, 1 bar
B. 273 K, 2 bar
C. 273°C, 1 bar
D. STP
જવાબ
B. 273 K, 2 bar
d = \(\frac{\mathrm{PM}}{\mathrm{RT}}\)
અહીં, M અને R અચળ છે. તેથી d ∝ \(\frac{P}{T}\)
પ્રશ્ન 72.
વાયુની ઘનતા = ………………. .
A. np
B. \(\frac{\mathrm{MP}}{\mathrm{RT}}\)
C. \(\frac{\mathrm{P}}{\mathrm{RT}}\)
D. \(\frac{\mathrm{M}}{\mathrm{V}}\)
જવાબ
B. \(\frac{\mathrm{MP}}{\mathrm{RT}}\)
P = \(\frac{d \mathrm{RT}}{\mathrm{M}}\) સૂત્ર મુજબ.
પ્રશ્ન 73.
27 °C તાપમાને અને 1 bar દબાણે એક વાયુ નમૂનાનું કદ 2.5 L છે. અચળ તાપમાને આ વાયુ નમૂનાનું કદ 500 mL કરવામાં આવે, તો તેના દબાણમાં કેટલા ટકાનો વધારો કરવો પડે?
A. 100 %
B. 400 %
C. 500 %
D. 80 %
જવાબ
B. 400 %
P1V1 = P2V2
∴ 1 × 2.5 = P2 × \(\frac{1}{2}\)
∴ P2 = 5 bar
% વધારો = × 100
= \(\frac{4}{1}\) × 100 = 400%
પ્રશ્ન 74.
નીચેના પૈકી કયા વાયુની ઘનતા 1.8gL-1 760 torr દબાણે અને 27 °C તાપમાને છે?
A. O2
B. CO2
C. NH3
D. SO2
જવાબ
B. CO2
PM = dRT
∴ M = \(\frac{d \mathrm{RT}}{\mathrm{P}}\)
= \(\frac{1.8 \times 0.0821 \times 300}{1}\) = 44 g mol-1
∴ આ વાયુ CO2 છે.
પ્રશ્ન 75.
એક વાયુની બાષ્પઘનતા 11.2 છે. STPએ 1 g વાયુ કેટલું કદ રોકશે?
A. 11.2 L
B. 22.4L
C. 1 L
D. 10 L
જવાબ
C. 1 L
પ્રશ્ન 76.
બે આદર્શ વાયુઓ A અને Bનું આણ્વીય દળ અનુક્રમે 100 u અને 200 u છે. 1 g વાયુ Aનું STPએ કદ VL છે, તો 1 g વાયુ Bનું STPએ કદ કેટલું હશે?
A. V/2
B. V
C. V2
D. 2V
જવાબ
A. V/2
\(\frac{\mathrm{V}_{\mathrm{A}}}{\mathrm{V}_{\mathrm{B}}}=\frac{n_{\mathrm{A}}}{n_{\mathrm{B}}}\) ∴ \(\frac{\mathrm{V}_{\mathrm{A}}}{\mathrm{V}_{\mathrm{B}}}=\frac{1 / 100}{1 / 200}\) = 2 ∴ VB = \(\frac{\mathrm{V}_{\mathrm{A}}}{2}\)
પ્રશ્ન 77.
બે વાયુઓ A અને Bનો પ્રસરણ-વેગનો ગુણોત્તર 1 : 6 છે. જો મિશ્રણમાં તેમના જથ્થાનો ગુણોત્તર 2 : 3 હોય, તો મોલ- અંશનો ગુણોત્તર કેટલો હશે?
A. \(\frac{1}{54}\)
B. \(\frac{1}{6}\)
C. \(\frac{1}{14}\)
D. \(\frac{1}{28}\)
જવાબ
A. \(\frac{1}{54}\)
પ્રશ્ન 78.
ઊંચા તાપમાને અને નીચા દબાણે વાન્ ડર વાલ્સ સમીકરણ જણાવો.
A. [P + \(\frac{a}{v^2}\)] V = RT
B. PV = RT
C. P (V – b)1 RT
D. P + \(\frac{a}{v^2}\) ](V – b) = RT
જવાબ
B. PV = RT
થિયરી મુજબ
પ્રશ્ન 79.
0.5 mol વાયુ માટે વાન્ ડર વાલ્સ સમીકરણ જણાવો.
A. [P + \(\frac{a}{4 v^2}\)][latex]\frac{V-b}{2}[/latex] = \(\frac{2 \mathrm{RT}}{2}\)
B. [P + \(\frac{a}{4 v^2}\)](2V – b) = RT
C. [P + \(\frac{a}{4 v^2}\)] (2V – 4b) = RT
D.(P + \(\frac{a}{4 v^2}\) = \(\frac{2 \mathrm{RT}}{2(\mathrm{~V}-b)}\)
જવાબ
B. [P + \(\frac{a}{4 v^2}\)](2V – b) = RT
પ્રશ્ન 80.
ઊંચા દબાણે વાન્ ડર વાલ્સ સમીકરણ કઈ રીતે રજૂ કરી શકાય?
A. PV = RT
B. PV = RT + \(\frac{a}{\mathrm{~V}}\)
C. PV = RT – \(\frac{a}{\mathrm{~V}}\)
D. PV = RT + Pb
જવાબ
D. PV = RT + Pb
(P + a · \(\frac{n^2}{v^2}\)) (V – nb) = nRT
n = 1 મોલ લેતાં,
(P + \(\frac{a}{v^2}\)) (V – b) = RT
ઊંચા દબાણે (P + \(\frac{a}{v^2}\)) ≈ P
∴ P(V – b) RT
∴ PV – Pb = RT
∴ PV = RT + Pb
પ્રશ્ન 81.
સ્ટૉપકોક વડે બે જુદા જુદા વાયુ ભરેલા બલ્બને જોડવામાં આવેલ છે. એક બલ્બનું કદ 5L, જ્યારે બીજા બલ્બનું કદ 10L છે. તેમાં આદર્શ વાયુ ભરેલા છે, જેમનું દબાણ અનુક્રમે 9bar અને 6bar છે. જો સ્ટૉપકોક ખોલી નાખવામાં આવે, તો નિયત તાપમાને અંતિમ દબાણ કેટલું હશે?
A. 7.5 bar
B. 7 bar
C. 1 bar
D. 10 bar
જવાબ
B. 7 bar
P1V1 + P2V2 = PR (V1 + V2)
∴ (9 × 5) + (6 × 10) = PR (15)
∴ PR = \(\frac{45+60}{15}=\frac{105}{15}[latex] = 7 bar
પ્રશ્ન 82.
10Lના પાત્રમાં 15 bar દબાણે 3mol SO2 વાયુ ભરેલો છે, તો આ વાયુનું તાપમાન વાન્ ડર વાલ્સ સમીકરણની મદદથી શોધો.
a = 6.71 bar L2 mol-2
b = 0.0564 L mol-1
A. 633.57 K
B. 363.57 K
C. 623.57 K
D. 236.75 K
જવાબ
C. 623.57 K
(P + [latex]\frac{a n^2}{v^2}\)) (V – nb) = nRT
∴ (15 + \(\frac{6.71 \times 9}{100}\)) (10 – 3 × 0.0564) = 3 × 0.082 × T
∴ (15.6039) (9.8308) = 3 × 0.082 × T
∴ T = 623.57 K
પ્રશ્ન 83.
1 મોલ વાન્ ડર વાલ્સ વાયુના 0°C તાપમાને અને 100bar દબાણે દબનીય અવયવનું મૂલ્ય 0.5 છે. વાયુના અણુનું કદ અવગણી શકાય તેટલું હોય તેમ ધારવામાં આવે, તો વાન્ ડર વાલ્સ અચળાંક વનું મૂલ્ય શું હશે?
A. 1.253 bar L2 mol-2
B. 1.523 bar L2 mol-2
C. 1.235 bar L2 mol-2
D. 1.253 bar-1 L-2mol2
જવાબ
A. 1.253 bar L2 mol-2
Z = \(\frac{\mathrm{PV}}{\mathrm{RT}}\)
∴ 0.5 = \(\frac{100 \times V}{0.0821 \times 273}\)
∴ V = 0.112 L
હવે, (P + \(\frac{a}{v^2}\)) (V – b) = RT (1 મોલ માટે)
∴ (100 + \(\frac{a}{(0.112)^2}\) ) (0.112)2) (0.112 – 0) = 0.0821 × 273
∴ a = 1.253 bar L2 mol-2
પ્રશ્ન 84.
27 °C તાપમાને 4.045 × 1023 O2 વાયુના અણુઓનું દબાણ 700 torr છે, તો આ વાયુ અણુઓ કેટલું કદ રોકે?
A. 17.94 dm3
B. 18.94 dm3
C. 19.74 dm3
D. 16.64 dm3
જવાબ
A. 17.94 dm3
O2(g)ના મોલ = \(\frac{4.045 \times 10^{23}}{6.022 \times 10^{23}}\) = 0.672
P = \(\frac{1}{2}\) bar
હવે, PV = nRT સૂત્રનો ઉપયોગ કરો.
પ્રશ્ન 85.
એક વાયુની ઘનતા 30 °C તાપમાને અને 2 bar દબાણે 2.07 gL-1 છે, તો NTPએ આ વાયુની ઘનતા કેટલી હશે?
A. 1.491 gL-1
B. 1.941 gL-1
C. 1.194 gL-1
D. 1.052 g L-1
જવાબ
D. 1.052 g L-1
પ્રશ્ન 86.
એક પર્વતની ટોચ પર થર્મોમીટ૨ 0°C અને બૅરોમિટર 700 mm Hg અવલોકન દર્શાવે છે. આ પર્વતની તળેટીમાં થર્મોમીટર 30 °C અને બૅરોમિટર 760 mm Hg અવલોકન દર્શાવે છે, તો વાયુની ઘનતા માટે ટોચ અને તળેટીનો ગુણોત્તર કેટલો હશે?
A. 1 : 2
B. 2 : 1.02
C. 1.02 : 4
D. 1.02 : 1
જવાબ
D. 1.02 : 1
ઘનતા એ કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
\(\frac{d_{\text {top }}}{d_{\text {bottom }}}=\frac{\mathrm{V}_{\mathrm{b}}}{\mathrm{V}_{\mathrm{t}}}=\frac{\mathrm{T}_{\mathrm{b}} \mathrm{P}_{\mathrm{t}}}{\mathrm{T}_{\mathrm{t}} \mathrm{P}_{\mathrm{b}}}=\frac{303 \times 700}{273 \times 760}=\frac{1.02}{1}\)
પ્રશ્ન 87.
સમાન તાપમાને અને દબાણે 1 L N2 અને 7/8L O2 મિશ્ર કરેલ છે, તો મિશ્રણમાં બંને વાયુના જથ્થા વચ્ચેનો સંબંધ કયો હશે?
A. WN2 = 3WO2
B. WN2 = 8WO2
C. WN2 = WO2
D. WN2 = 16WO2
જવાબ
C. WN2 = WO2
PV = \(\frac{W}{M}\) RT
P × 1 = \(\frac{\mathrm{W}_{\mathrm{N}_2}}{28}\) RT ………. (1)
P × \(\frac{7}{8}=\frac{\mathrm{W}_{\mathrm{O}_2}}{32}\) …………. (2)
સમીકરણ (1) અને (2)નો ગુણોત્તર લેતાં,
WN2 = WO2
પ્રશ્ન 88.
બે બલૂન P અને Q લેવામાં આવે છે. તેમની મહત્તમ કદ ક્ષમતા અનુક્રમે 800 mL અને 1800mL છે. બંને બલૂનને સાથે ગરમ કરવામાં આવે, તો કયો બલૂન વહેલો ફાટશે?
A. અંદરનું બલૂન P
B. બહારનું બલૂન Q
C. બંને એકસાથે
D. અનુમાન ન કરી શકાય.
જવાબ
B. બહારનું બલૂન Q
બલૂન P માટે,
\(\frac{\mathrm{V}_1}{\mathrm{~T}_1}=\frac{\mathrm{V}_2}{\mathrm{~T}_2}[latex]
∴ [latex]\frac{700}{300}=\frac{800}{T_2}[latex]
∴ T2 = 342.85 K
બલૂન Q માટે,
[latex]\frac{\mathrm{V}_1}{\mathrm{~T}_1}=\frac{\mathrm{V}_2}{\mathrm{~T}_2}[latex]
∴ [latex]\frac{1600}{300}=\frac{1800}{\mathrm{~T}_2}[latex]
∴ T2 = 337.5 K
પ્રશ્ન 89.
આદર્શ વાયુ સમીકરણ mol L-1ની અભિવ્યક્તિમાં કયા સમીકરણ વડે દર્શાવી શકાય છે?
A. [latex]\frac{\mathrm{PT}}{\mathrm{R}}\)
B. PRT
C. \(\frac{\mathrm{P}}{\mathrm{RT}}\)
D. \(\frac{\mathrm{RT}}{\mathrm{P}}\)
જવાબ
C. \(\frac{\mathrm{P}}{\mathrm{RT}}\)
PV = nRT
∴ \(\frac{n}{\mathrm{~V}}=\frac{\mathrm{P}}{\mathrm{RT}}\)
પ્રશ્ન 90.
શિમલામાં રહેતી એક વ્યક્તિએ નોંધ્યું કે, પ્રેશર કૂકરના ઉપયોગ વગર ખોરાક રાંધવામાં વધારે સમય લાગે છે. ઊંચાઈ પર આ અવલોકનનું કારણ નીચેના પૈકી કયું હશે?
A. વધુ દબાણ
B. ઓછું તાપમાન
C. ઓછું દબાણ
D. વધુ તાપમાન
જવાબ
C. ઓછું દબાણ
પ્રશ્ન 91.
નીચેના પૈકી પાણીનો કયો ગુણધર્મ વરસાદનાં ટીપાંનો બિંદુત્ આકાર સમજવા ઉપયોગી છે?
A. સ્નિગ્ધતા
B. પૃષ્ઠતાણ
C. ક્રાંતિક ઘટના
D. દબાણ
જવાબ
B. પૃષ્ઠતાણ
પ્રશ્ન 92.
વાયુ માટે અચળ દબાણે કદ (V) વિરુદ્ધ તાપમાન (T)નો આલેખ ઉગમબિંદુમાંથી પસાર થતી સીધી રેખા છે. દબાણનાં જુદાં જુદાં મૂલ્યો માટે આલેખ નીચે દર્શાવ્યો છે, તો આ વાયુ માટે નીચેના પૈકી દબાણનો સાચો ક્રમ કયો છે?
A. P1 > P2 > P3 > P4
B. P1 = P2 = P3 = P4
C. P1 < P2 < P3 < P4
D. P1 < P2 = P3 < P4
જવાબ
C. P1 < P2 < P3 < P4
પ્રશ્ન 93.
લંડન બળોની સંપર્ક-ઊર્જા, સંપર્કમાં આવતા બે કણો વચ્ચેના ……………….. અંતરના છઠ્ઠા ભાગના વ્યસ્ત ચલનમાં છે. પરંતુ તેની તીવ્રતા પર આધાર રાખે છે.
A. સંપર્કમાં આવતા કણોના વીજભાર
B. સંપર્કમાં આવતા કણોના દળ
C. સંપર્કમાં આવતા કણની ધ્રુવીયકરણ ક્ષમતા
D. કણમાં કાયમી દ્વિધ્રુવોની પ્રબળતા
જવાબ
C. સંપર્કમાં આવતા કણની ધ્રુવીયકરણ ક્ષમતા
પ્રશ્ન 94.
કાયમી દ્વિધ્રુવ ધરાવતા અણુઓ વચ્ચે દ્વિધ્રુવીય-દ્વિધ્રુવીય બળ પ્રવર્તે છે. દ્વિ-ધ્રુવના છેડાઓ આંશિક ભાર ધરાવે છે. તે આંશિક ભાર …………………. છે.
A. એકમ વીજભાર કરતાં વધુ
B. એકમ વીજભાર જેટલું
C. એકમ વીજભાર કરતાં ઓછું
D. એકમ વીજભાર કરતાં બમણું
જવાબ
C. એકમ વીજભાર કરતાં ઓછું
પ્રશ્ન 95.
ડાયહાઇડ્રોજન અને ડાયઑક્સિજનનું 1 : 4 પ્રમાણમાં મોલ મિશ્રણનું દબાણ 1 બાર છે, તો ડાયઑક્સિજનનું આંશિક દબાણ કેટલું થાય?
A. 0.8 × 105 atm
B. 0.008 N m-2
C. 8 × 104 N m-2
D. 0.25 atm
જવાબ
C. 8 × 104 N m-2
ntotal = nH2 + nO2 = 1 + 4 = 5
હવે, PO2 = XO2 · Ptotal
= \(\frac{4}{5}\) × 1
= 0.8 bar
= 0.8 × 105 N m-2
= 8.0 × 104 N m-2
પ્રશ્ન 96.
તાપમાન વધતાં અણુઓની ગતિ-ઊર્જા વધે છે. અચળ કદે તાપમાનના વધારાની દબાણ ૫૨ શું અસર થશે ?
A. વધે
B. ઘટે
C. સમાન રહે
D. અડધું થશે.
જવાબ
A. વધે
વધે
ગૅલ્યુસેકના નિયમ મુજબ P ∝ T
પ્રશ્ન 97.
વાયુઓ લાક્ષણિક ક્રાંતિક તાપમાન ધરાવે છે, જે વાયુઓના ઘટક કણો વચ્ચેનાં આંતરઆણ્વીય બળોની તીવ્રતા પર આધાર રાખે છે. નીચે કેટલાંક વાયુઓનાં ક્રાંતિક તાપમાન આપેલ છે.
ઉપરોક્ત માહિતી પરથી વાયુઓના પ્રવાહીકરણનો ક્રમ કયો છે? જે વાયુ પ્રથમ પ્રવાહી બને ત્યાંથી ક્રમ આપવાનું શરૂ કરવું.
A. H2, He, O2, N2
B. He, O2, H2, N2
C. N2, O2, He, H2
D. O2, N2, H2, Ne
જવાબ
D. O2, N2, H2, Ne
O2, N2, H2, Ne
જે વાયુનું ક્રાંતિક તાપમાન વધુ તે વાયુ પ્રથમ પ્રવાહીકરણ પામે.
પ્રશ્ન 98.
સ્નિગ્ધતા ગુણાંક (η) નો એકમ કયો છે?
A. પાસ્કલ
B. N s m-2
C. Km-2s
D. N m-2
જવાબ
B. N s m-2
પ્રશ્ન 99.
જુદાં જુદાં શહેરોમાં નોંધાયેલું વાતાવરણનું દબાણ નીચે મુજબ છે :
શહેર | દબાણ N m-2 |
શિમલા | 1.01 × 105 |
બેંગલૂરુ | 1.2 × 105 |
દિલ્લી | 1.02 × 105 |
મુંબઈ | 1.21 × 105 |
ઉપરોક્ત માહિતીના આધારે દર્શાવો કે કયા સ્થળે પ્રવાહી વહેલું ઉકળશે?
A. શિમલા
B. બેંગલૂરુ
C. દિલ્લી
D. મુંબઈ
જવાબ
A. શિમલા
જેમ દબાણ ઓછું તેમ પ્રવાહી વહેલું ઉકળે.
પ્રશ્ન 100.
નીચેના આલેખમાં કર્યો વક્ર આદર્શ વાયુનો વક્ર છે?
A. ફક્ત B
B. ફક્ત C અને D
C. ફક્ત E અને F
D. ફક્ત A અને B
જવાબ
A. ફક્ત B
PV → Pનો આલેખ આદર્શ વાયુ માટે X-અક્ષને સમાંતર મળે છે.
પ્રશ્ન 101.
ગતિ-ઊર્જામાં વધારો, આંતરઆણ્વીય બળોને જીતી શકે છે. તાપમાનનો વધારો પ્રવાહીની સ્નિગ્ધતા પર કેવી રીતે અસર કરશે?
A. વધશે
B. કોઈ અસર થશે નહીં.
C. ઘટશે.
D. કોઈ ચોક્કસ ક્રમને અનુસરશે નહીં.
જવાબ
C. ઘટશે.
ઘટશે.
તાપમાન વધે તેમ પ્રવાહીની સ્નિગ્ધતા ઘટે છે, કારણ કે ઊંચા તાપમાને અણુઓ ઊંચી ગતિજ ઊર્જા ધરાવે છે અને સ્તરો વચ્ચે એકબીજા પરથી પસાર થવામાં આંતરઆણ્વીય બળોને ઉપરવટ થઈ જાય છે.
પ્રશ્ન 102.
તાપમાનના વધારા સાથે પ્રવાહીનું પૃષ્ઠતાણ કેવી રીતે બદલાશે?
A. સમાન રહેશે.
B. ઘટે
C. વધે
D. કોઈ ચોક્કસને અનુસરશે નહિ.
જવાબ
B. ઘટે
પ્રશ્ન 103.
દ્રવ્યની વાયુ અવસ્થાના સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
A. અણુઓની સંપૂર્ણ વ્યવસ્થા
B. અણુઓની સંપૂર્ણ અવ્યવસ્થા
C. અણુઓની અનિયમિત ગતિ
D. અણુઓની નિશ્ચિત સ્થિતિ
જવાબ
B. અણુઓની સંપૂર્ણ અવ્યવસ્થા, C. અણુઓની અનિયમિત ગતિ
B અને C
વાયુ અવસ્થામાં અણુઓ સંપૂર્ણ અસ્તવ્યસ્ત અને અનિયંત્રિત ગતિ કરે છે.
પ્રશ્ન 104.
નીચેના પૈકી કયો અંક STPએ એક મોલ ડાયઑક્સિજન વાયુ દર્શાવતો નથી?
A. 16 g
B. 22.7 lit
C. 6.022 × 1023 અણુ
D. 11.2lit
જવાબ
A. 16 g, D. 11.2lit
A અને D
STPએ એક મોલ ડાયઑક્સિજન વાયુનું દળ 32 g અને કદ 22.7 lit હોય છે.
પ્રશ્ન 105.
નીચેના પૈકી કઈ બે શરતો એકસાથે લાગુ કરતાં વાયુ તેની આદર્શ વર્તણૂકથી સૌથી વધુ વિચલન પામશે?
A. નીચું દબાણ
B. ઊંચું દબાણ
C. નીચું તાપમાન
D. ઊંચું તાપમાન
જવાબ
B. ઊંચું દબાણ, C. નીચું તાપમાન
B અને C
ઊંચું દબાણ અને નીચું તાપમાન
પ્રશ્ન 106.
નીચેના પૈકી કયા ફેરફારના આધારે બંધપાત્રમાં રાખેલ પાણીના બાષ્પદબાણમાં ઘટાડો થશે?
A. પાણીનો જથ્થો ઘટાડતાં
B. પાણીમાં ક્ષાર ઉમેરતાં
C. પાત્રનું કદ અડધું કરતાં
D. પાણીનું તાપમાન ઘટાડતાં
જવાબ
B. પાણીમાં ક્ષાર ઉમેરતાં, D. પાણીનું તાપમાન ઘટાડતાં
B અને D
પાણીમાં ક્ષાર ઉમેરતાં અને પાણીનું તાપમાન ઘટાડતાં
પ્રશ્ન 107.
વાયુ અવસ્થા માટે, મહત્તમ સંભાવ્ય ઝડપ C* વડે, સરેરાશ ઝડપને \(\overline{\mathrm{C}}\) વડે અને મૂળ વર્ગ સરેરાશ ઝડપને C વડે દર્શાવીએ, તો મોટા ભાગના અણુઓની ઝડપનો ગુણોત્તર નીચે પૈકી કયો હશે?
A. C*:\(\overline{\mathrm{C}}\) : C = 1 : 1.225 : 1.128
B. C*: \(\overline{\mathrm{C}}\) : C = 1.225 : 1.126 : 1
C. C*: \(\overline{\mathrm{C}}\) : C = 1.128 : 1.225 : 1
D. C*: \(\overline{\mathrm{C}}\) : C = 1 : 1.128 : 1.225
જવાબ
D. C*: \(\overline{\mathrm{C}}\) : C = 1 : 1.128 : 1.225
C*: \(\overline{\mathrm{C}}\) : C = 1 : 1.128 : 1.225
C* = \(\sqrt{\frac{2 \mathrm{RT}}{\mathrm{M}}}\) \(\overline{\mathrm{C}}\) = \(\sqrt{\frac{8 \mathrm{RT}}{\pi \mathrm{M}}}\) C = \(\sqrt{\frac{3 \mathrm{RT}}{\mathrm{M}}}\)
∴ C* : \(\overline{\mathrm{C}}\) : C = 1 : \(\sqrt{\frac{4}{\pi}}\) : \(\sqrt{\frac{3}{2}}\) : = 1 : 1.128 : 1.225
પ્રશ્ન 108.
સ્નિગ્ધતા માટે કેટલાંક પ્રવાહીનો યોગ્ય ક્રમ જણાવો.
A. પાણી < મિથાઇલ આલ્કોહોલ < ડાયમિથાઇલ ઈથર < ગ્લિસરોલ
B. મિથાઇલ આલ્કોહોલ < ગ્લિસરોલ < પાણી < ડાયમિથાઇલ ઈથર
C. ડાયમિથાઇલ ઈથર < મિથાઇલ આલ્કોહોલ < પાણી < ગ્લિસરોલ
D. ગ્લિસરોલ < ડાયમિથાઇલ ઈથર < પાણી < મિથાઇલ આલ્કોહોલ
જવાબ
C. ડાયમિથાઇલ ઈથર < મિથાઇલ આલ્કોહોલ < પાણી < ગ્લિસરોલ
પ્રશ્ન 109.
વાયુની ગતિવાદની અભિધારણા પૈકી કઈ અભિધારણા ખોટી છે?
A. દરેક અણુની ગતિ અને ઊર્જા અચળ રહે છે.
B. વાયુના અણુઓ સતત અસ્તવ્યસ્ત ગતિ દરમિયાન પાત્રની દીવાલ સાથે અથડામણ દરમિયાન દબાણ ઉત્પન્ન કરે છે.
C. અણુના જથ્થાએ રોકેલા કદની સાપેક્ષે એક અણુનું કદ નહિવત્ હોય છે.
D. અણુઓ એકબીજા સાથે અથડામણ બાદ સીધી રેખામાં ગતિ કરે છે અને ગતિ સમાન જ રહે છે.
જવાબ
D. અણુઓ એકબીજા સાથે અથડામણ બાદ સીધી રેખામાં ગતિ કરે છે અને ગતિ સમાન જ રહે છે.
અણુઓ એકબીજા સાથે અથડામણ બાદ સીધી રેખામાં ગતિ કરે છે અને ગતિ સમાન જ રહે છે.
પ્રશ્ન 110.
જો 2 એ દબનીય અવયવ છે, તો નીચા દબાણે વાન્ ડર વાલ્સ સમીકરણ નીચેના પૈકી કયા એક વડે દર્શાવી શકાય?
A. Z = 1 – \(\frac{\mathrm{Pb}}{\mathrm{RT}}\)
B. Z = 1 + \(\frac{\mathrm{Pb}}{\mathrm{RT}}\)
C. Z = 1 + \(\frac{\mathrm{RT}}{\mathrm{Pb}}\)
D. Z = 1 – \(\frac{a}{V \mathrm{RT}}\)
જવાબ
D. Z = 1 – \(\frac{a}{V \mathrm{RT}}\)
Z = 1 – \(\frac{a}{V \mathrm{RT}}\)
એક મોલ વાયુ માટે, (P + \(\frac{a}{\mathrm{~V}^2}\)) (V – b) = RT
∴ PV = RT + Pb – \(\frac{a}{V}+\frac{a b}{v^2}\)
નીચા દબાણે Pb અને \(\frac{a b}{v^2}\) ને અવગણતાં,
PV = RT – \(\frac{a}{\mathrm{~V}}\)
∴ Z = 1 – \(\frac{a}{\text { RTV }}\)
પ્રશ્ન 111.
એક વાયુ માટે વાન્ ડર વાલ્સ સમીકરણ નીચે મુજબ છે :
P = \(\frac{n \mathrm{RT}}{\mathrm{V}-n b}[latex] – a ([latex]\frac{n}{V}[latex])
આ સમીકરણનું સ્વરૂપ આદર્શ વાયુ સમીકરણ P = [latex]\frac{n \mathrm{RT}}{\mathrm{V}}\) જેવું ક્યારે મળે?
A. ઊંચા તાપમાને અને નીચા દબાણે
B. નીચા તાપમાને અને ઊંચા દબાણે
C. ઊંચા તાપમાને અને ઊંચા દબાણે
D. નીચા તાપમાને અને નીચા દબાણે
જવાબ
A. ઊંચા તાપમાને અને નીચા દબાણે
ઊંચા તાપમાને અને નીચા દબાણે
પ્રશ્ન 112.
ઑક્સિજનની મૂળ વર્ગ સરેરાશ ઝડપ કયા તાપમાને He વાયુની મૂળ વર્ગ સરેરાશ ઝડપ કે 300 K તાપમાને રહેલી છે, તેના જેટલી થશે?
A. 300 K
B. 600 K
C. 1200 K
D. 2400 K
જવાબ
D. 2400 K
2400 K
\(\frac{3 \mathrm{RT}_{\mathrm{O}_2}}{32}=\frac{3 \mathrm{RT}_{\mathrm{He}}}{4}\)
∴ TO2 = 8 × 300 = 2400 K
પ્રશ્ન 113.
ગૅસના સિલિન્ડરમાં શરૂઆતનું કદ 750.0 mL છે. જો વાયુનું દબાણ 840 mmથી ઘટી 360 mm Hg થાય, તો અંતિમ કદ શોધો.
A. 1.75 L
B. 7.50 L
C. 3.60 L
D. 4.032 L
જવાબ
A. 1.75 L
1.75 L
P1V1 = P2V2
∴ V2 = \(\frac{840 \times 750}{360}\)
= 1750mL = 1.75L
પ્રશ્ન 114.
સલ્ફર ડાયૉક્સાઇડ અને ઑક્સિજન વાયુ એક છિદ્રાળુ પડદા દ્વારા પ્રસરણ પામે છે. 20 dm3 SO2 વાયુને પ્રસરણ માટે 60 s લાગે છે, તો 30 sમાં પ્રસરણ પામતા વાયુનું કદ શોધો.
A. 28.2
B. 14.1
C. 7.09
D. 10.0
જવાબ
B. 14.1
14.1
\(\frac{r_1}{r_2}=\sqrt{\frac{\mathrm{M}_2}{\mathrm{M}_1}}\) … \(\frac{20 / 60}{V / 30}=\sqrt{\frac{32}{64}}\)
∴ \(\frac{10}{V}=\sqrt{\frac{1}{2}}\)
∴ V = 10√2 = 14.1
પ્રશ્ન 115.
નીચે આપેલ પૈકી કઈ એક આંતરક્રિયા જે અણુઓ વચ્ચેના અંતરના પ્રતિલોમ ઘન પર આધારિત છે?
A. લંડન બળ
B. H બંધ
C. આયન-આયન આંતરક્રિયા
D. આયન દ્વિધ્રુવ આકર્ષણ બળ
જવાબ
D. આયન દ્વિધ્રુવ આકર્ષણ બળ
આયન દ્વિધ્રુવ આકર્ષણ બળ
∴ F ∝ μ \(\frac{\mathrm{de}}{\mathrm{dr}}\) .. F ∝ \(\frac{d}{d r}\left(\frac{1}{r^2}\right)\) .. F ∝ \($\frac{1}{r^3}$\)
પ્રશ્ન 116.
કોઈ પણ વાયુ ક્યારે આદર્શ વાયુની જેમ વર્તણૂક ધરાવે છે?
A. નીચા તાપમાને અને નીચા દબાણે
B. નીચા દબાણે અને ઊંચા તાપમાને
C. ઊંચા દબાણે અને નીચા તાપમાને
D. ઊંચા તાપમાને અને ઊંચા દબાણે
જવાબ
B. નીચા દબાણે અને ઊંચા તાપમાને
નીચા દબાણે અને ઊંચા તાપમાને
પ્રશ્ન 117.
સમાન કદ (V) ધરાવતા બે બંધ બલ્બો કે જેમાં એક આદર્શ વાયુ કે જેનું પ્રારંભિક દબાણ Pi અને તાપમાન T1 ધરાવે છે. એક ખૂબ સાંકડી ટ્યૂબ કે જેનું કદ નહિવત્ છે, તેના દ્વારા જોડાયેલા છે, જે નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. બલ્બોમાંથી કોઈ એકનું તાપમાન વધારીને T2 કરવામાં આવે, તો અંતિમ દબાણ Pf શોધો.
A. 2Pi(\(\frac{\mathrm{T}_1}{\mathrm{~T}_1+\mathrm{T}_2}\))
B. 2Pi(\(\frac{\mathrm{T}_2}{\mathrm{~T}_1+\mathrm{T}_2}\))
C. 2Pi(\(\frac{\mathrm{T}_1 \mathrm{~T}_2}{\mathrm{~T}_1+\mathrm{T}_2}\))
D. Pi(\(\frac{\mathrm{T}_1 \mathrm{~T}_2}{\mathrm{~T}_1+\mathrm{T}_2}\))
જવાબ
B. 2Pi(\(\frac{\mathrm{T}_2}{\mathrm{~T}_1+\mathrm{T}_2}\))
પ્રશ્ન 118.
ઊંચા દબાણે, એક મોલ વાયુ માટે દબનીય અવયવ નીચેના પૈકી કયા નિરૂપણ વડે દર્શાવી શકાય?
A. 1 + \(\frac{\mathrm{Pb}}{\mathrm{RT}}\)
B. \(\frac{\mathrm{Pb}}{\mathrm{RT}}\)
C. 1 – \(\frac{b}{\text { VRT }}\)
D. 1 – \(\frac{\mathrm{Pb}}{\mathrm{RT}}\)
જવાબ
A. 1 + \(\frac{\mathrm{Pb}}{\mathrm{RT}}\)
1 + \(\frac{\mathrm{Pb}}{\mathrm{RT}}\)
એક મોલ વાયુ માટે, વાન્ ડર વાલ્સ સમીકરણ
(P + \(\frac{a}{\mathrm{v}^2}\)) (V – b) = RT
ઊંચા દબાણે \(\frac{a}{\mathrm{v}^2}\) ને અવગણતાં,
(P) (V – b) = RT
∴ PV – Pb = RT
∴ PV = RT + Pb
∴ \(\frac{\mathrm{PV}}{\mathrm{RT}}=\frac{\mathrm{RT}}{\mathrm{RT}}+\frac{\mathrm{Pb}}{\mathrm{RT}}\)
∴ \(\frac{\mathrm{PV}}{\mathrm{RT}}\) = 1 + \(\frac{\mathrm{Pb}}{\mathrm{RT}}\)
પ્રશ્ન 119.
નિશ્ચિત તાપમાન પર, શરૂઆતમાં N2 અણુઓનો સરેરાશ વર્ગમૂળ (rms) વેગ u છે. જો આ તાપમાન બમણું ક૨વામાં આવે, તો બધા જ નાઇટ્રોજન અણુઓનું વિયોજન નાઇટ્રોજન પરમાણુઓમાં થાય, તો પછી નવું સરેરાશ વર્ગમૂળ વેગ શું થશે?
A. \(\frac{u}{2}\)
B. 2 u
C. 4 u
D. 14u
જવાબ
B. 2 u
પ્રશ્ન 120.
300 K તાપમાને 2 બાર દબાણે એક વાયુની ઘનતા 4 બાર દબાણે રહેલા N2(g) કરતાં બમણી છે, તો આ વાયુનું આણ્વીય દળ શોધો.
A. 224 u
B. 112 u
C. 56 u
D. 28 u
જવાબ
D. 28 u
28 u [PM = dRT સૂત્ર પરથી]
પ્રશ્ન 121.
આદર્શ વાયુની વર્તણૂક ધારી લઈએ, તો એ જ તાપમાને અને દબાણે NH3 અને HClની ઘનતાનો ગુણોત્તર શોધો.
A. 1.46
B. 0.46
C. 1.64
D. 0.64
જવાબ
B. 0.46
0.46 [d ∝ M]
પ્રશ્ન 122.
વાયુમિશ્રણમાં 0.5 મોલ વાયુ A તથા X મોલ વાયુ B છે. 10 m3ના પાત્રમાં 200 Pa દબાણે અને 1000 K તાપમાને આ વાયુ મિશ્રણ ભર્યું છે, તો xનું મૂલ્ય શોધો.
A. \(\frac{4-R}{2 R}\)
B. \(\frac{4+R}{2 R}\)
C. \(\frac{2-R}{2 R}\)
D. \(\frac{2}{R}\)
જવાબ
A. \(\frac{4-R}{2 R}\)
\(\frac{4-R}{2 R}\)
PV = nRT
200 × 10 = (0.5 + x) R × 1000
0.5 + x = \(\frac{2}{R}\)
∴ x = \(\frac{2}{R}\) – 0.5
∴ x = \(\frac{4-R}{2 R}\)
પ્રશ્ન 123.
વાયુ Aનો દબનીય અવયવ B કરતાં ત્રણ ગણો છે. વાયુ Aનું કદ વાયુ B કરતાં બમણું છે. બાકીનાં બધાં પરિમાણો અચળ રાખવામાં આવે, તો બંને વાયુઓ માટે દબાણનો સંબંધ જણાવો.
A. 3PA = 2PB
B. 2PA = 3PB
C. PB = 2PA
D. 3PB = PA
જવાબ
B. 2PA = 3PB
2PA = 3PB
∴ P = \(\frac{\mathrm{ZnRT}}{\mathrm{V}}\)
∴ P ∝ \(\frac{\mathrm{Z}}{\mathrm{V}}\)
∴ \(\frac{P_A}{P_B}=\frac{Z_A}{Z_B} \times \frac{V_B}{V_A}=\frac{3}{1} \times \frac{1}{2}=\frac{3}{2}\)
∴ 2PA = 3PB
પ્રશ્ન 124.
27 °C તાપમાને એક ખુલ્લા પાત્રને \(\frac{2}{5}\) જેટલી હવા ઊડી જાય ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે. ધારો કે, પાત્રનું કદ અચળ રહે છે, તો કેટલા તાપમાને પાત્રને ગરમ કરવામાં આવ્યું હશે?
A. 500 °C
B. 500 K
C. 750 K
D. 750°C
જવાબ
B. 500 K
500 K
PV = nRTમાં P અને V અચળ છે.
∴ n1T1 = n2T2
∴ n1 (300) = \(\frac{3}{5}\) n1T2
∴ T2 = \(\frac{5 \times 300}{3}\)
= 500 K
પ્રશ્ન 125.
આંતરઆયોનિક અથવા આંતરઆણ્વીય આકર્ષણ બળોની સાપેક્ષ પ્રબળતાનો ઊતરતો ક્રમ જણાવો.
A. આયન-આયન > આયન-દ્વિધ્રુવ > દ્વિધ્રુવ-દ્વિધ્રુવ
B. આયન-દ્વિધ્રુવ > દ્વિધ્રુવ-દ્વિધ્રુવ > આયન-આયન
C. આયન-દ્વિધ્રુવ > આયન-આયન > દ્વિધ્રુવ-દ્વિધ્રુવ
D. દ્વિધ્રુવ-દ્વિધ્રુવ > આયન-દ્વિધ્રુવ > આયન-આયન
જવાબ
A. આયન-આયન > આયન-દ્વિધ્રુવ > દ્વિધ્રુવ-દ્વિધ્રુવ
પ્રશ્ન 126.
નીચેના આલેખ માટે X, Y અને Z અનુક્રમે દર્શાવો.
A. X : VAV Y : Vrms Z : Vmp
B. X : Vrms Y : Vmp Z : VAV
C. X : Vmp Y : Vrms Z : VAV
D. X : Vmp Y : VAV Z : Vrms
જવાબ
D. X : Vmp Y : VAV Z : Vrms
X : Vmp Y : VAV Z : Vrms
પ્રશ્ન 127.
પ્રવાહી ઇથાઇલ એસિટેટમાં કયા પ્રકારનું આંતરઆણ્વીય આકર્ષણ બળ પ્રવર્તે છે?
A. દ્વિધ્રુવ-દ્વિધ્રુવ અને હાઇડ્રોજન બંધ
B. લંડન બળ અને દ્વિધ્રુવ-દ્વિધ્રુવ
C. હાઇડ્રોજન બંધ અને લંડન બળ
D. લંડન બળ, દ્વિધ્રુવ-દ્વિધ્રુવ અને હાઇડ્રોજન બંધ
જવાબ
B. લંડન બળ અને દ્વિધ્રુવ-દ્વિધ્રુવ
પ્રશ્ન 128.
નીચેના પૈકી કયો વાયુ આદર્શ વર્તણૂકથી મહત્તમ વિચલન દર્શાવે છે?
A. H2
B. N2
C. CH4
D. NH3
જવાબ
D. NH3
પ્રશ્ન 129.
નીચેના પૈકી શેમાં દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ ઉદ્ભવે છે?
A. H2O અને આલ્કોહોલ
B. C2 અને CCl4
C. HCl અને He પરમાણુ
D. SiF અને He પરમાણુ
જવાબ
C. HCl અને He પરમાણુ
પ્રશ્ન 130.
એક પાત્રમાં હાઇડ્રોજન અને ઑક્સિજનના સમાન મોલ ભરવામાં આવ્યા છે. જે સૂક્ષ્મ છિદ્ર દ્વારા પ્રસરણ પામી શકે છે. જો હાઇડ્રોજનના અડધા જથ્થાના પ્રસરણ માટે જે સમય લાગે છે, તેટલા સમયમાં ઑક્સિજનનો કેટલો અંશ પ્રસરણ પામશે?
A. \(\frac{1}{2}\)
B. \(\frac{1}{8}\)
C. \(\frac{1}{4}\)
D. \(\frac{3}{8}\)
જવાબ
B. \(\frac{1}{8}\)
\(\frac{1}{8}\)
ધારો કે, પ્રસરણ પામતા મોલ = x
પ્રશ્ન 131.
NH3, H2, O2 અને CO2ના વાન્ ડર વાલ્સ અચળાંક અનુક્રમે 4.17, 0.244, 1.36 અને 3.59 આપેલ છે. નીચે આપેલા વાયુઓમાંથી કયા એકનું સૌથી વધુ સરળતાથી પ્રવાહીકરણ થશે?
A. NH3
B. H2
C. CO2
D. O2
જવાબ
A. NH3
પ્રશ્ન 132.
આદર્શ વાયુ સમીકરણમાં સુધારેલ અવયવ ‘a’ નીચેના પૈકી કયા એકસાથે સંકળાયેલ છે?
A. વાયુઓની ઘનતા
B. વાયુ અણુઓનું કદ
C. વાયુ અણુઓની વચ્ચે આકર્ષણ બળ
D. વાયુ અણુઓની વચ્ચે વિદ્યુતક્ષેત્રની હાજરી
જવાબ
C. વાયુ અણુઓની વચ્ચે આકર્ષણ બળ