GSEB Std 11 Chemistry MCQ Chapter 11 p-વિભાગના તત્ત્વો in Gujarati

Solving these GSEB Std 11 Chemistry MCQ Gujarati Medium Chapter 11 p-વિભાગના તત્ત્વો will make you revise all the fundamental concepts which are essential to attempt the exam.

GSEB Std 11 Chemistry MCQ Chapter 11 p-વિભાગના તત્ત્વો in Gujarati

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો :
પ્રશ્ન 1.
બોરેક્સનું જલીય દ્રાવણ ………………… હોય છે.
(A) તટસ્થ
(B) ઉભયધર્મી
(C) બેઝિક
(D) ઍસિડિક
જવાબ
(C) બેઝિક

પ્રશ્ન 2.
બોરિક ઍસિડ પૉલિમર હોવાનું કારણ…
(A) તેનો ઍસિડિક સ્વભાવ
(B) હાઇડ્રોજન બંધની હાજરી
(C) તેનો એક બેઝિક સ્વભાવ
(D) તેની ભૂમિતિ
જવાબ
(B) હાઇડ્રોજન બંધની હાજરી

પ્રશ્ન 3.
ડાયબોરેનમાં બોરેનના સંકરણનો પ્રકાર કયો છે ?
(A) Sp
(B) sp2
(C) sp3
(D) dsp2
જવાબ
(C) sp3

પ્રશ્ન 4.
ઉષ્મા ગતિશાસ્ત્ર મુજબ કાર્બનનું કયું સ્વરૂપ સૌથી વધુ સ્થાયી છે ?
(A) હીરો
(B) ગ્રેફાઇટ
(C) ફુલેરિન
(D) કોલસો
જવાબ
(B) શૅફાઇટ

પ્રશ્ન 5.
સમૂહ 14 નાં તત્ત્વો –
(A) માત્ર +4 ઑક્સિડેશન અવસ્થા દર્શાવે છે.
(B) +2 અને +4 ઑક્સિડેશન અવસ્થા દર્શાવે છે.
(C) M2- અને M4+ આયનો બનાવે છે.
(D) M2+ અને M4+ આયનો બનાવે છે.
જવાબ
(B) +2 અને +4 ઑક્સિડેશન અવસ્થા દર્શાવે છે.

પ્રશ્ન 6.
p-વિભાગનાં તત્ત્વોની સંયોજકતા કક્ષકની ઈલેક્ટ્રોનીય રચના કઈ છે ?
(A) ns2 np1
(B) ns2 np6
(C) ns2 np1 – 6
(D) ns2 np1 – 5
જવાબ
(C) ns2 np1 – 6

GSEB Std 11 Chemistry MCQ Chapter 11 p-વિભાગના તત્ત્વો in Gujarati

પ્રશ્ન 7.
સમૂહ-13નાં તત્ત્વોની આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ ક્યો છે ?
(A) B > Al > Ga > In > Tl
(B) B < Al < Ga < In < Tl (C) B > Al < Ga > In < Tl (D) B > Al > Ga < In < Tl જવાબ (C) B > Al < Ga > In < Tl

પ્રશ્ન 8.
કયું સંયોજન અકાર્બનિક બેન્ઝિન તરીકે ઓળખાય છે ?
(A) બોરોન
(B) ડાયબોરેન
(C) હેક્ઝા બોરેન
(D) બોરેઝિન
જવાબ
(D) બોરેઝિન

પ્રશ્ન 9.
પૃથ્વીના પોપડામાં કયા તત્ત્વની પ્રાપ્તિની પ્રચુરતા વજનથી બીજા ક્રમે છે ?
(A) કાર્બન
(B) જર્મેનિયમ
(C) સિલિકોન
(D) ઍલ્યુમિનિયમ
જવાબ
(C) સિલિકોન

પ્રશ્ન 10.
કયું મિશ્રણ ઉત્પાદક વાયુ તરીકે જાણીતું છે ?
(A) CO + N2
(B) CO + H2
(C) CO + H2O
(D) O2 + N2
જવાબ
(A) CO + N2

પ્રશ્ન 11.
ZSM-5 નો ઉપયોગ કયો છે ?
(A) પેટ્રોરસાયણમાં સમઘટકીકરણ
(B) હાઇડ્રોકાર્બનનું વિભંજન
(C) આલ્કોહોલમાંથી સીધું ગેસોલીન
(D) બધા જ
જવાબ
(C) આલ્કોહોલમાંથી સીધું ગેસોલીન

પ્રશ્ન 12.
પૃથ્વીના પોપડામાંથી મળતાં તત્ત્વોમાં કેલ્શિયમ કયા ક્રમે આવે છે ?
(A) 4
(B) 6
(C) 3
(D) 5
જવાબ
(D) 5

GSEB Std 11 Chemistry MCQ Chapter 11 p-વિભાગના તત્ત્વો in Gujarati

પ્રશ્ન 13.
Al નિષ્ક્રિય છે, કારણ કે…
(A) તેની વિદ્યુત ધનમયતા વધુ છે.
(B) સપાટી ઉપર Al2O3 નું સખત પડ બનાવે છે.
(C) પ્રબળ રિડક્શનકર્તા છે
(D) કૉપર સાથે મિશ્રધાતુ બનાવે છે.
જવાબ
(B) સપાટી ઉપર Al2O3 નું સખત પડ બનાવે છે.

પ્રશ્ન 14.
બોરેક્સનું અણુસૂત્ર કયું છે ?
(A) Na2B4O7 · 4H2O
(B) Na2B4O10 · 10H2O
(C) Na B4O7 · 10H2O
(D) Na2B4O7 · 10H2O
જવાબ
(D) Na2B4O7 · 10H2O

પ્રશ્ન 15.
લેડનું મુખ્ય ખનિજ જણાવો.
(A) ઝિંક બ્લેન્ડ
(B) એંગ્લેસાઇટ
(C) ગેલીના
(D) સેરૂસાઇટ
જવાબ
(C) ગેલીના

પ્રશ્ન 16.
સમૂહ-14નાં તત્ત્વો માટે આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ જણાવો.
(A) C < Si < Ge < Sn
(B) C > Si < Ge < Sn
(C) C > Si > Ge > Sn
(D) C < Si > Ge > Sn
જવાબ
(C) C > Si > Ge > Sn

પ્રશ્ન 17.
પાંચ સવકિ ધરાવતું સંયોજન આ તત્ત્વ બનાવી શકતું નથી.
(A) Si
(B) Pb
(C) C
(D) બધા જ
જવાબ
(C) C

પ્રશ્ન 18.
કેટેનેશનનો ગુણધર્મ આ તત્ત્વોમાં સરખો જોવા મળે છે.
(A) C, Si
(B) Si Sn
(C) Sn Pb
(D) Ge, Sn
જવાબ
(D) Ge, Sn

પ્રશ્ન 19.
SiO2 નું બહુરૂપ જણાવો.
(A) ક્વાર્ટ્ઝ
(B) ક્રિસ્ટોબેલાઇટ
(C) ટ્રાયડાયમાઇટ
(D) બધા જ
જવાબ
(D) બધા જ

પ્રશ્ન 20.
ઍસિડિક ઑક્સાઈડને ઓળખાવો.
(A) SiO2
(B) GeO2
(C) SnO2
(D) PbO2
જવાબ
(A) SiO22

પ્રશ્ન 21.
બેઝિક ઑક્સાઈડને ઓળખો.
(A) SiO2
(B) GeO2
(C) SnO2
(D) PbO2
જવાબ
(D) PbO2

પ્રશ્ન 22.
કો ઓકસાઈડ ઉભયગુણી તરીકે વર્તે છે ?
(A) SiO2
(B) GeO2
(C) SnO2
(D) PbO2
જવાબ
(B) GeO2 અને (C) SnO2 બંને

પ્રશ્ન 23.
કાર્બન પરમાણુ પાસે આ ગુણ જોવા મળતો નથી.
(A) 4 સહસંયોજક બંધ બનાવે છે.
(B) ચક્રીય રચના ધરાવતાં સંયોજન બનાવે છે.
(C) Pπ – Pπ બંધ બનાવે છે.
(D) dπ – Pπ બંધ બનાવે છે.
જવાબ
(D) dπ – Pπ બંધ બનાવે છે.

પ્રશ્ન 24.
કાર્બનમાં બંધ ઊર્જા વધુ હોવાને કારણે તેમાં આ ગુણ જોવા મળતો નથી.
(A) C સરળ શૃંખલા બનાવી શકે છે.
(B) C ચક્રીય શૃંખલા બનાવી શકે છે.
(C) 4 થી વધુ સવર્ગ આંક ધરાવી શકે છે.
(D) કૅટેનેશનનો ગુણ ધરાવી શકે છે.
જવાબ
(C) 4 થી વધુ સવર્ગ આંક ધરાવી શકે છે.

GSEB Std 11 Chemistry MCQ Chapter 11 p-વિભાગના તત્ત્વો in Gujarati

પ્રશ્ન 25.
C70 ફુલેરિન, ટોલ્યુઈન દ્રાવકમાં ક્યા રંગનું દ્રાવણ આપે છે ?
(A) જાંબલી
(B) નારંગીલાલ
(C) લાલ
(D) પીળો
જવાબ
(B) નારંગીલાલ

પ્રશ્ન 26.
બોરિક એસિડનું અણુસૂત્ર કયું છે ?
(A) B(OH)3
(B) HBO3
(C) B2O3
(D) H2BO3
જવાબ
(A) B(OH)3

પ્રશ્ન 27.
બોરોનનું કયું સંયોજન HBO2 સૂત્ર ધરાવે છે ?
(A) બોરિક ઍસિડ
(B) ડાઇબોરિક ઍસિડ
(C) મેટાબોરિક ઍસિડ
(D) હાઇડ્રોજન બોરેટ
જવાબ
(C) મેટાબોરિક ઍસિડ

પ્રશ્ન 28.
નીચેનામાંથી બોરેન’ સંયોજનો કયાં ?
(A) બોરોન હેલાઇડ
(B) બોરોન હાઇડ્રાઇડ
(C) બોરોન ઑક્સાઇડ
(D) બોરોન હાઇડ્રોક્સાઇડ
જવાબ
(B) બોરોન હાઇડ્રાઇડ

પ્રશ્ન 29.
બોરેઝિનની બનાવટમાં ડાઈબોરેનને કયા પદાર્થ સાથે ગરમ કરવામાં આવે છે ?
(A) NH3
(B) H2
(C) O2
(D) H2O
જવાબ
(A) NH3

પ્રશ્ન 30.
B3N3H6 કયા પદાર્થનું અણુસૂત્ર છે ?
(A) બોરિક ઍસિડ
(B) બોરોન નાઇટ્રોજન હાઇડ્રાઇડ
(C) બોરોઝિન
(D) બોરોન નાઇટ્રાઇડ
જવાબ
(C) બોરોઝિન

GSEB Std 11 Chemistry MCQ Chapter 11 p-વિભાગના તત્ત્વો in Gujarati

પ્રશ્ન 31.
કાર્બનનું સ્ફટિકમય સ્વરૂપ કયું છે ?
(A) કોલસો
(B) ચારકોલ
(C) કૉક
(D) ફુલેરિન
જવાબ
(D) ફુલેરિન

પ્રશ્ન 32.
ગ્રેફાઇટમાં કાર્બન પરમાણુઓ કયા પ્રકારની સંરચના ધરાવે છે ?
(A) સમચતુલકીય
(B) સમચોરસ
(C) ષટ્કોણીય
(D) અષ્ટફલકીય
જવાબ
(C) ષટ્કોણીય

પ્રશ્ન 33.
હીરામાં કાર્બન પરમાણુઓ કયું સંકરણ ધરાવે છે ?
(A) sp
(B) sp2
(C) sp3
(D) dsp2
જવાબ
(C) sp3

પ્રશ્ન 34.
ગ્રેફાઇટમાં સંકરણનો પ્રકાર જણાવો.
(A) Sp
(B) sp2
(C) sp3
(D) dsp2
જવાબ
(B) sp2

પ્રશ્ન 35.
ગ્રેફાઇટમાં બે નજીકના સ્તરના કાર્બન પરમાણુઓ વચ્ચે કેટલું અંતર છે ?
(A) 1.42A°
(B) 1.35A°
(C) 3.4A°
(D)3.42A°
જવાબ
(C) 3.4A°

પ્રશ્ન 36.
C60 ફુલેરિનનો આકાર કોના જેવો છે ?
(A) ટેનિસબૉલ
(B) બકીબૉલ
(C) ફૂટબૉલ
(D) વૉલીબૉલ
જવાબ
(B) બકીબૉલ

GSEB Std 11 Chemistry MCQ Chapter 11 p-વિભાગના તત્ત્વો in Gujarati

પ્રશ્ન 37.
કાર્બનનું અસ્ફટિકમય સ્વરૂપ કયું ?
(A) કૉક
(B) હીરો
(C) ગ્રેફાઇટ
(D) લેરિન
જવાબ
(A) કૉક

પ્રશ્ન 38.
જલવાયુ (વૉટરગૅસ) કોને કહેવાય ?
(A) CO + N2
(B) CO2 + H2
(C) CO + H2
(D) CO + O2
જવાબ
(C) CO + H2

પ્રશ્ન 39.
ઓર્થોસિલિકેટમાં ઋણ આયન એકમ ક્યો છે ?
(A) SiO4-4
(B) SiO7-6
(C) Si3O7-6
(D) (SiO3)n-3
જવાબ
(A) SiO4-4

પ્રશ્ન 40.
13 મા સમૂહની પરમાણ્વીય ત્રિજ્યામાં અપવાદરૂપ કયું તત્ત્વ છે ?
(A) ગેલિયમ
(B) ઇન્ડિયમ
(C) બોરોન
(D) થેલિયમ
જવાબ
(A) ગેલિયમ

પ્રશ્ન 41.
14 સમૂહનાં કયા તત્ત્વોમાં કેટેનેશનનો ગુણધર્મ સૌથી વધારે છે ?
(A) કાર્બન
(B) Si
(C) Ge
(D) Pb
જવાબ
(A) કાર્બન

પ્રશ્ન 42.
B2O3 કયો ગુણધર્મ ધરાવે છે ?
(A) ઍસિડિક
(B) બેઝિક
(C) ઉભયગુણી
(D) કોઈ નહિ
જવાબ
(A) ઍસિડિક

GSEB Std 11 Chemistry MCQ Chapter 11 p-વિભાગના તત્ત્વો in Gujarati

પ્રશ્ન 43.
નીચેનામાંથી કયું તત્ત્વ સૌથી વધુ સ્થાયી +1 ઑક્સિડેશન અવસ્થા ધરાવે છે ?
(A) Al
(B) Ga
(C) Tl
(D) In
જવાબ
(C) Tl

પ્રશ્ન 44.
AlCl3 અણુ કયા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે ?
(A) ડાઇમર
(B) પૉલિમર
(C) મોનોમર
(D) એક પણ નહિ
જવાબ
(A) ડાઇમર

પ્રશ્ન 45.
14મા સમૂહનાં તત્ત્વો નીચેનામાંથી કઈ ઑક્સિડેશન અવસ્થા ધરાવે છે ?
(A) + 4
(B) +4 અને +2
(C) M-2 અને M+2 આયન
(D) M-4 અને M+4 આયન
જવાબ
(B) +4 અને +2

પ્રશ્ન 46.
H3BO3 નો ગુણ જણાવો.
(A) મોનોબેઝિક અને પ્રબળ લૂઇસ ઍસિડ
(B) મોનોબેઝિક અને નિર્બળ લૉરી બ્રૉન્સ્ટેડ બેઇઝ
(C) મોનોબેઝિક અને નિર્બળ લૂઇસ ઍસિડ
(D) ટ્રાયબેઝિક અને નિર્બળ લૂઇસ ઍસિડ
જવાબ
(C) મોનોબેઝિક અને નિર્બળ લૂઇસ ઍસિડ

પ્રશ્ન 47.
Al2O3 અને Al(OH)3 ના સંદર્ભમાં ……………….. વિધાન સાચું છે.
(A) બંને ઍસિડિક છે.
(B) બંને બેઝિક છે.
(C) બંને ઉભયગુણધર્મો છે.
(D) Al2O3 ઍસિડિક છે, જ્યારે Al(OH)3 બેઝિક છે.
જવાબ
(C) બંને ઉભયગુણધર્મી છે.

પ્રશ્ન 48.
પોતાના જ પરમાણુઓ pπ – pπ બંધ બનાવવાની ક્ષમતા C થી Pb તરફ જતાં ……………..
(A) ઘટે છે.
(B) વધે છે.
(C) વધે છે અથવા ઘટે છે.
(D) અચળ રહે છે.
જવાબ
(A) ઘટે છે.

GSEB Std 11 Chemistry MCQ Chapter 11 p-વિભાગના તત્ત્વો in Gujarati

પ્રશ્ન 49.
સમૂહ-14 નાં તત્ત્વોના ટેટ્રાહેલાઇડ …………………. આકાર ધરાવે છે.
(A) સમતલીય ચોરસ
(B) અષ્ટલકીય
(C) ત્રિકોણીય દ્વિપિરામિડ
(D) ચતુલકીય
જવાબ
(D) ચતુલકીય

પ્રશ્ન 50.
સિલિકોન્સ ……………………. તરીકે ઉપયોગી છે.
(A) સીલ
(B) ઇલેક્ટ્રિકલ વીજરોધક
(C) ગ્રીઝ
(D) ઉપરોક્ત બધા જ
જવાબ
(D) ઉપરોક્ત બધા જ

પ્રશ્ન 51.
જિપ્સમ અને પ્લાસ્ટર ઓફ પેરિસમાં પાણીના અણુઓની સંખ્યા અનુક્રમે કેટલી છે ?
(A) 5 અને 2
(B) 2 અને \(\frac{1}{2}\)
(C) 7 અને 2
(D) 2 અને 1
જવાબ
(B) 2 અને \(\frac{1}{2}\)
જિપ્સમ : CaSO4 · 2H2O
પ્લાસ્ટર ઑફ પૅરિસ : CaSO4 \(\frac{1}{2}\) H2O
CaSO4 · 2HO \(\stackrel{120^{\circ} \mathrm{C}}{\longrightarrow}\) CaSO4 · \(\frac{1}{2}\) H2O + \(\frac{3}{2}\) H2O

પ્રશ્ન 52.
પાયરોફોસ્ફોરિક ઍસિડમાં ફૉસ્ફરસનો ઑક્સિડેશન આંક અને ઍસિડની બેઝિકતા અનુક્રમે કેટલી છે ?
(A) +4 અને ત્રણ
(B) +1 અને ચાર
(C) +5 અને ચાર
(D) +3 અને એક
જવાબ
(C) +5 અને ચાર
પાયરોફૉસ્ફોરિક ઍસિડ : H4P2O7
ધારો કે P નો ઑક્સિડેશનઆંક x હોય તો,
4 × (+1) + 2x + 7 × (-2) = 0
4 + 2x – 14 = 0
x = +5
GSEB Std 11 Chemistry MCQ Chapter 11 p-વિભાગના તત્ત્વો in Gujarati 1 ઍસિડની બેઝિકતા ચાર છે.

પ્રશ્ન 53.
ડાયબોરેનમાં નજીકના બે H – B – H બંધ….
(A) 60°, 120°
(B) 95°, 120°
(C) 95°, 150°
(D) 120°, 180°
જવાબ
(B) 95°, 120°

  • વૈજ્ઞાનિક ડાઇલ્યેએ (Dilthey) 1921માં ડાયબોરેનનું પુલ સ્વરૂપ (Birdge) નું બંધારણ રજૂ કર્યું.
  • ચાર હાઇડ્રોજન પરમાણુમાંથી બે ડાબી બાજુ અને બે જમણી બાજુ હોય જે ટર્મિનલ હાઇડ્રોજન કહેવાય છે. જ્યારે બે બોરોન પરમાણુઓ સમાન (એક જ) સમતલમાં રહેલા હોય છે.
  • બે હાઇડ્રોજન પરમાણુઓ પુલ બનાવે છે એક ઉપર અને એક નીચે જે બીજા પરમાણુઓને સમાંતર હોય છે.

GSEB Std 11 Chemistry MCQ Chapter 11 p-વિભાગના તત્ત્વો in Gujarati 2

પ્રશ્ન 54.
જ્યારે પાણીમાં CO2 પસાર કરવામાં આવે ત્યારે તેમાં નીચેનામાંથી શું હાજર હોય છે ?
(A) H2CO3, CO2
(B) CO2, CO32-
(C) HCO3, CO32-
(D) CO2, H2CO3, HCO3, CO32-
જવાબ
(D) CO2, H2CO3, HCO3, CO32-
CO2ની પાણીમાં દ્રાવ્યતા ઓછી છે પણ પાણીમાં CO2 પસાર કરવાથી સોડાવૉટર (કાર્બોનિક ઍસિડ) બને છે. કાર્બોનિક ઍસિડ (H2CO3) દ્વિબેઝિક છે, જલીય દ્રાવણમાં તેનું નીચે પ્રમાણેનાં સંતુલનો ધરાવે છે.

(1) CO2(aq) + H2O(l) \(\rightleftharpoons\) H2CO3(aq)
(2) H2CO3(aq) + H2O(l) \(\rightleftharpoons\) H3O+(aq) + HCO3(aq)
(3) HCO3(aq) + H2O(l) \(\rightleftharpoons\) H3O+(aq) + CO3O2-(aq)
આ રીતે ઉપરનાં ત્રણેય સંતુલનો CO2ને પાણીમાં પસાર કરવાથી થાય છે. જેથી દ્રાવણમાં H2CO3, CO2, CO32- અને HCO3 હાજર હોય છે.

GSEB Std 11 Chemistry MCQ Chapter 11 p-વિભાગના તત્ત્વો in Gujarati

પ્રશ્ન 55.
બોરેક્સ એ સફાઇકર્તા તરીકે ઉપયોગી છે, કારણ કે તે પાણીમાં ઓગળીને આપે છે.
(A) આલ્કલાઇન દ્રાવણ
(B) ઍસિડિક દ્રાવણ
(C) બ્લીચિંગ દ્રાવણ
(D) બેઝિક દ્રાવણ
જવાબ
(A) આલ્કલાઇન દ્રાવણ

  • બોરેક્સ એ પાણીમાં ઓગળીને આલ્કલાઇન દ્રાવણ આપે છે.

GSEB Std 11 Chemistry MCQ Chapter 11 p-વિભાગના તત્ત્વો in Gujarati 3

  • આથી બોરેક્સ એ પાણીને પાતળું બનાવવા અને સફાઈકર્તા તરીકે ઉપયોગી છે.

પ્રશ્ન 56.
લેડની મુખ્ય ખનીજનું સ્વરૂપ …………………
(A) નાઇટ્રેટ
(B) ઑક્સાઇડ
(C) સલ્ફાઇટ
(D) સલ્ફાઇડ
જવાબ
(D) સલ્ફાઇડ

પ્રશ્ન 57.
બેરિલ ખનીજમાં રહેલા સિલિકેટ ઋણઆયનમાં પ્રતિ SiO4 ચતુલક દ્વારા કેટલા 0 પરમાણુની ભાગીદારી થાય છે ?
(A) 4
(B) 3
(C) 2
(D) 1
જવાબ
(C) 2

પ્રશ્ન 58.
નીચેનામાંથી કઈ ખનિજ Al માટેની નથી ?
(A) ઓર્થોલેઝ
(B) બેરિલ
(C) માઇકા
(D) એંગ્લેસાઇટ
જવાબ
(D) એંગ્લેસાઇટ

પ્રશ્ન 59.
નીચે પૈકી કયું તત્ત્વ p-બ્લોકનું નથી ?
(A) Sr
(B) Po
(C) AS
(D) Ga
જવાબ
(A) Sr

પ્રશ્ન 60.
બેરિલ તે કયા પ્રકારનું સિલિકેટ સંયોજન છે ?
(A) ડાયસિલિકેટ
(B) સ્તરીય સિલિકેટ
(C) ચક્રીય સિલિકેટ
(D) શૃંખલા સિલિકેટ
જવાબ
(C) ચક્રીય સિલિકેટ

GSEB Std 11 Chemistry MCQ Chapter 11 p-વિભાગના તત્ત્વો in Gujarati

પ્રશ્ન 61.
નીચેનામાંથી કયો પદાર્થ પ્રોટોન પ્રત્યે સૌથી વધુ આકર્ષણ ધરાવે છે ?
(A) NH3
(B) PH3
(C) AsH3
(D) SbH3
જવાબ
(A) NH3

પ્રશ્ન 62.
ફેલ્ડપાર અને ઝિયોલાઇટમાં કેટલાંક Si4+ આયનોનું કયા આયન દ્વારા વિસ્થાપન થયેલું હોય છે ?
(A) ઑક્સાઇડ આયન
(B) હાઇડ્રોક્સાઇડ આયન
(C) ઍલ્યુમિનિયમ આયન
(D) પોટૅશિયમ આયન
જવાબ
(C) ઍલ્યુમિનિયમ આયન

પ્રશ્ન 63.
B(OH)3 ……………….. છે.
(A) લૂઇસ ઍસિડ
(B) લૂઇસ બેઇઝ
(C) બ્રૉફ્ટેડ ઍસિડ
(D) બ્રૉન્સ્ટેડ બેઇઝ
(E) તટસ્થ સંયોજન
જવાબ
(A) લૂઇસ ઍસિડ
કારણ કે તેમાં B ઉપર ખાલી કક્ષક હોવાથી ઇલેક્ટ્રૉન યુગ્મ સ્વીકારીને લૂઇસ ઍસિડ બને છે.

પ્રશ્ન 64.
ડાયબોરેન અને એમોનિયા વચ્ચે પ્રક્રિયાથી શરૂઆતમાં શું બને છે ?
(A) B2N4H10
(B) B2H6NH3
(C) બોરેઝોલ
(D) B2H63NH3
(E) [BH2 (NH3)2+] [BH4]
જવાબ
(A) B2N4H10

પ્રશ્ન 65.
જ્યારે બ્રોમિનને ઠંડા અને મંદ જલીય NaOH ના દ્રાવણમાં ઉમેરવામાં આવે છે ત્યારે મિશ્રણ ઉકળે છે તો નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
(A) પ્રક્રિયા દરમિયાન બ્રોમિન એ ચાર જુદી-જુદી ઑક્સિડેશન અવસ્થામાં હાજર છે.
(B) બ્રોમિનની જુદી-જુદી ઑક્સિડેશન અવસ્થાઓ વચ્ચેનો વધુમાં વધુ તફાવત 5 છે.
(C) અંતિમ મિશ્રણના ઍસિડિફિકેશન દરમિયાન બ્રોમિન પ્રાપ્ત થાય છે.
(D) પ્રક્રિયા દરમિયાન બ્રોમિનનું ડિસપ્રપ્રોરેટેનેશન થાય છે.
જવાબ
(C) અંતિમ મિશ્રણના ઍસિડિફિકેશન દરમિયાન બ્રોમિન પ્રાપ્ત થાય છે.
GSEB Std 11 Chemistry MCQ Chapter 11 p-વિભાગના તત્ત્વો in Gujarati 4

  • ઍસિડિફિકેશન દરમિયાન અંતિમ મિશ્રણ બ્રોમિન આપે છે.
    5NaBrO + NaBrO3 + 6HCl → 6NaCl + 3Br2 + 3H2O
  • આથી પ્રક્રિયા દરમિયાન બ્રોમિન એ ચાર જુદી-જુદી ઑક્સિડેશન અવસ્થાઓમાં હાજર છે.
    એટલે કે Br2 → O NaBrO → +1
    NaBr → -1 NaBrO → +5
  • પરિણામે, બધી જ ઑક્સિડેશન અવસ્થાઓ વચ્ચેનો વધુમાં વધુ તફાવત 6 થશે, પરંતુ 5 નહીં.
  • અંતિમ મિશ્રણના ઍસિડિફિકેશનથી Br2 મળે છે.
  • પ્રક્રિયા દરમિયાન Br2ના ડિસપ્રપ્રોરેટેનેશનથી BrO, Br અને BrO3 આયનો આપે છે.

પ્રશ્ન 66.
આયોડિન એ સોડિયમ બોરોહાઇડ્રાઇડ સાથે ઓક્સિડેશન દ્વારા શું આપશે ?
(A) B2H6
(B) સોડિયમ હાઇડ્રાઇડ
(C) HI
(D) I3
જવાબ
(A) B2H6
આયોડિનનું સોડિયમ બોરોહાઇડ્રેટ સાથે ડાઇગ્લાઇમની હાજરીમાં ઑક્સિડેશનથી ડાયબોરેન આપે છે.
GSEB Std 11 Chemistry MCQ Chapter 11 p-વિભાગના તત્ત્વો in Gujarati 5

GSEB Std 11 Chemistry MCQ Chapter 11 p-વિભાગના તત્ત્વો in Gujarati

પ્રશ્ન 67.
ડાયબોરેનનું જળવિભાજન કરવાથી મળતી નીપજો કઈ છે ?
(A) B2O3 અને H2
(B) B2O3 અને H3BO3
(C) ફક્ત H3BO3
(D) ફક્ત B2O3
(E) H3BO3 અને H2
જવાબ
(E) H3BO3 અને H2
ડાયબોરેનનું જળવિભાજન કરવાથી બોરિક ઍસિડ બને છે અને H2 વાયુ મુક્ત થાય છે.
GSEB Std 11 Chemistry MCQ Chapter 11 p-વિભાગના તત્ત્વો in Gujarati 6

પ્રશ્ન 68.
નીચેનામાંથી કયું p-વિભાગનું તત્ત્વ કેટેનેશન દર્શાવતું નથી ?
(A) ટિન
(B) કાર્બન
(C) સિલિકોન
(D) લૅંડ
(E) જર્મેનિયમ
જવાબ
(D) લેંડ

પ્રશ્ન 69.
બેરીલ (પન્ના રત્ન)માં કયા પ્રકારનો સિલિકેટ છે ?
(A) રેખીય સિલિકેટ
(B) શૃંખલા સિલિકેટ
(C) ચક્રીય સિલિકેટ
(D) રિંગ સિલિકેટ
જવાબ
((C) ચક્રીય સિલિકેટ, (D) રિંગ સિલિકેટ)

પ્રશ્ન 70.
ટિન ઑક્સેલેટ (SnC2O4) ને ગરમ કરતાં કયા વાયુઓનું મિશ્રણ ઉત્પન્ન થશે ?
(A) CO + CO2
(B) CO2 + O2
(C) CO2 + O3
(D) CO + O2
જવાબ
(A) CO + CO2

પ્રશ્ન 71.
ઍલ્યુમિનિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ કેવું હશે ?
(A) ઉભય ગુણધર્મી
(B) તટસ્થ
(C) ઍસિડિક
(D) બેઝિક
જવાબ
(C) ઍસિડિક

પ્રશ્ન 72.
રેડિયો સક્રિય વિકિરણ અટકાવવા માટે કયો પદાર્થ વપરાય છે ?
(A) SiC
(B) WC
(C) CaC2
(D) Be4C
જવાબ
(D) Be4C

GSEB Std 11 Chemistry MCQ Chapter 11 p-વિભાગના તત્ત્વો in Gujarati

પ્રશ્ન 73.
કયું મિશ્રણ ઉત્પાદક વાયુ તરીકે જાણીતું છે ?
(A) O2 + N2
(B) CO + H2
(C) CO + H2O
(D) CO + N2
જવાબ
(D) CO + N2

પ્રશ્ન 74.
ઓજારની ધાર કાઢવા તથા દળવાની ઘંટીમાં કયો પદાર્થ વપરાય છે ?
(A) બેરિલિયમ કાર્બાઇડ
(B) ટંગસ્ટન કાર્બાઇડ
(C) કૅલ્શિયમ કાર્બાઇડ
(D) કાોરેન્ડમ
જવાબ
(D) કાર્બોરેન્ડમ

પ્રશ્ન 75.
મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ દ્વારા કઈ ધાતુનું શુદ્ધીકરણ થાય છે ?
(A) Ni
(B) Ge
(C) Sn
(D) Cu
જવાબ
(A) Ni

પ્રશ્ન 76.
ગુણાત્મક પૃથક્કરણમાં બોરેક્સ મણકા કસોટીમાં કયો આયન લીલા રંગનો મણકો દર્શાવે છે ?
(A) Cu2+
(B) Mn2+
(C) Cr3+
(D) Co2+
જવાબ
(C) Cr3+

પ્રશ્ન 77.
ડાયબોરેનને એમોનિયા સાથે 450K તાપમાને ગરમ કરતાં કયો પદાર્થ બને છે ?
(A) B3N3H6
(B) BN + H2
(C) B2N3H6
(D) B3N2H6
જવાબ
(A) B3N3H6

પ્રશ્ન 78.
સમૂહ-14 ના ડાયહેલાઇડની સ્થાયિતાનો સાચો ક્રમ ક્યો હશે ?
(A) CX2 << SiX2 << GeX2 << SnX2 << PbX2
(B) CX2 << SiX2 << GeX2 << SnX2 < PbX2
(C) CX2 << SiX2 < GeX2 << SnX2 < PbX2
(D) CX2 < SiX2 < GeX2 < SnX2 < PbX2
જવાબ
(B) CX2 << SiX2 << GeX2 << SnX2 < PbX2

GSEB Std 11 Chemistry MCQ Chapter 11 p-વિભાગના તત્ત્વો in Gujarati

પ્રશ્ન 79.
ચિનાઈ માટીમાં કયો ઋણ આયન જોવા મળે છે ?
(A) (Si4O116-)n
(B) \(\left(\mathrm{SiO}_3\right)_n^{2 n-}\)
(C) Si3O96-
(D) (Si2O52-)n
જવાબ
(D) (Si2O52-)n

પ્રશ્ન 80.
નીચેમાંથી સિલિકોન્સનું કયું બંધારણ સાચું છે ?
GSEB Std 11 Chemistry MCQ Chapter 11 p-વિભાગના તત્ત્વો in Gujarati 7
જવાબ
GSEB Std 11 Chemistry MCQ Chapter 11 p-વિભાગના તત્ત્વો in Gujarati 8

પ્રશ્ન 81.
લોહીની pH નિયંત્રિત રાખવા માટે બરફ પ્રણાલીમાં કયો વાયુ ઉપયોગી છે ?
(A) O2
(B) N2
(C) SO2
(D) CO2
જવાબ
(D) CO2

પ્રશ્ન 82.
ઓજારની બનાવટમાં નીચેના કયા પદાર્થનો ઉપયોગ થાય છે ?
(A) WC
(B) SiC
(C) CaC2
(D) Be4C
જવાબ
(D) Be4C

પ્રશ્ન 83.
નીચેનામાંથી કયાં તત્ત્વોના સંયોજનો એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે વર્તે છે ?
(A) Ga, Tl
(B) In, Tl
(C) B, Al
(D) Ga, In
જવાબ
(C) B, Al
BF3 અને AlCl3 પ્રબળ લૂઇસ ઍસિડ હોવાથી ફ્રિડલ ક્રાફ્ટની આલ્કાઇલેશન અને એસાઈલેશન પ્રક્રિયામાં તેમજ ઇલેક્ટ્રૉન અનુરાગી ઍરોમેટિક વિસ્થાપન પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે વર્તે છે.

પ્રશ્ન 84.
4H3BO3 + X \(\stackrel{\Delta}{\longrightarrow}\) Na2B4O7 + 6H2O + Y સમીકરણમાં X અને Y અનુક્રમે …………………. છે.
(A) NaBO2, CO2
(B) Na2CO3, CO2
(C) NaHCO3, NaBO2
(D) NaOH, CO2
જવાબ
(B) Na2CO3, CO2
નીચેની પ્રક્રિયા પ્રમાણે બોરિક ઍસિડ (H3BO3)નું NaCO3 (સોડિયમ કાર્બોનેટ) વડે તટસ્થીકરણ કરીને બોરેક્સ (Na2B4O7) મેળવાય છે.
GSEB Std 11 Chemistry MCQ Chapter 11 p-વિભાગના તત્ત્વો in Gujarati 9

GSEB Std 11 Chemistry MCQ Chapter 11 p-વિભાગના તત્ત્વો in Gujarati

પ્રશ્ન 85.
ફુલેરિન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
(A) ફુલેરિનમાં પાંચ કાર્બનવાળા વીસ વલયો હોય છે.
(B) ફુલેરિન આણ્વીય બંધારણ ધરાવે છે.
(C) ફુલેરિનમાં કાર્બન પરમાણુઓ spૐ સંકરણ ધરાવે છે.
(D) ફુલેરિન કાર્બનનું સાંશ્લેષિત અસ્ફટિકમય સ્વરૂપ છે.
જવાબ
(B) ફુલેરિન આણ્વીય બંધારણ ધરાવે છે.
(A) ફુલેરિનમાં 5 કાર્બનવાળા વીસ વલયો હોય છે જેથી (A) સાચું નથી.
(C) ફુલેરિનમાં દરેક કાર્બન બીજા ત્રણ કાર્બનની સાથે σ બંધથી જોડાયેલ છે અને બાકી રહેલો ઇલેક્ટ્રૉન π બંધ બનાવે છે, જેથી તેમાં કાર્બનનું sp2 સંકરણ છે, માટે (C) ખોટું છે.
(D) ફુલેરિન કાર્બનનું સ્ફટિકમય સ્વરૂપ છે, જેથી (D) ખોટું છે. (B) ફુલેરિન આણ્વીય બંધારણ ધરાવે છે, તે C2n બંધારણ ધરાવે છે.

પ્રશ્ન 86.
નીચેનામાંથી કયું સંયોજન સંકીર્ણ સંયોજનમાં લિગાન્ડ તરીકે જોડાય છે ?
(A) SnO2
(B) GeO2
(C) SiO2
(D) CO
જવાબ
(D) CO
CO, કાર્બન મોનૉક્સાઇડ તે ધાતુઓને ઇલેક્ટ્રૉન યુગ્મ આપી કાર્બોનિલ લિગાન્ડ તરીકે વર્તે છે. Ni, Fe, Cr, Co વગેરે સંક્રાંતિ ધાતુઓ સાથે CO લિગાન્ડ તરીકે જોડાઈને ધાતુકાર્બોનિલ સંકીર્ણ સંયોજનો બનાવે છે. દા.ત.
Ni + 4CO \(\stackrel{333 \mathrm{~K}-343 \mathrm{~K}}{\longrightarrow}\) [Ni (CO)4]

પ્રશ્ન 87.
[Ar] 3d10 4s2 4p1 ઈલેક્ટ્રોન રચના કયા તત્ત્વની છે ?
(A) B
(B) Al
(C) Ga
(D) In
જવાબ
(C) Ga
Ga (ગેલેનિયમ) પરમાણુક્રમાંક = 31 ની ઇલેક્ટ્રૉન રચના છે.

પ્રશ્ન 88.
નીચેનામાંથી કયું સંયોજન H – બંધ ધરાવે છે ?
(A) બોરેઝિન
(B) બોરિક ઍસિડ
(C) ડાયબોરેન
(D) બોરેક્સ
જવાબ
(B) બોરિક ઍસિડ
બોરિક ઍસિડ H3BO3 અથવા B(OH)3 માં ધ્રુવીય O – H બંધ છે. જેનું H-બંધ ધરાવતું બંધારણ નીચે પ્રમાણે છે.
GSEB Std 11 Chemistry MCQ Chapter 11 p-વિભાગના તત્ત્વો in Gujarati 10

પ્રશ્ન 89.
નીચેનામાંથી ઝારણકાર્યમાં કયું કાર્બાઈડ ઉપયોગી છે ?
(A) Be4C
(B) WC
(C) CaC2
(D) SiC
જવાબ
(C) CaC2
CaC2નો ઉપયોગ એસિટિલિન વાયુની બનાવટમાં થાય છે; અને એસિટિલિનનો ઉપયોગ ઝારણકામ (વેલ્ડિંગ)માં થાય છે.

પ્રશ્ન 90.
ચારકોલ અધિશોષણનો ગુણધર્મ ધરાવે છે, કારણ કે ……………..
(A) તે વિદ્યુત અવાહક છે.
(B) તે વિદ્યુતવાહક છે.
(C) તે છિદ્રાળુ છે.
(D) તે અસ્ફટિકમય છે.
જવાબ
(C) તે છિદ્રાળુ છે.

GSEB Std 11 Chemistry MCQ Chapter 11 p-વિભાગના તત્ત્વો in Gujarati

પ્રશ્ન 91.
ઇન્ફ્રારેડ વિંડો પ્રિઝમ તથા લેન્સ બનાવવા કયું તત્ત્વ ઉપયોગી છે ?
(A) સિલિકોન
(B) જર્મેનિયમ
(C) ટિન
(D) લેડ
જવાબ
(B) જર્મેનિયમ

પ્રશ્ન 92.
ગ્રેફાઇટમાં દરેક કાર્બનનું સંકરણ કયા પ્રકારનું છે ?
(A) dsp2
(B) sp
(C) sp2
(D) sp3
જવાબ
(C) sp2

પ્રશ્ન 93.
ZSM-5 નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ઉપયોગી છે ?
(A) બેન્ઝિનમાંથી ટૉલ્યુઇન
(B) આલ્કોહોલમાંથી પેટ્રોલ
(C) ટૉલ્યુઇનમાંથી બેન્ઝિન
(D) હેપ્ટેનમાંથી ટૉલ્યુઇન
જવાબ
(B) આલ્કોહોલમાંથી પેટ્રોલ

પ્રશ્ન 94.
આલ્કોહોલનું નિર્જલીકરણ કરી સીધું ગેસોલીનમાં રૂપાંતર કરતો ઉદ્દીપક ………………… .
(A) ZSM – 5
(B) ઝિંક સ્ટીઅરેટ
(C) ઝિંક બ્લેન્ડસ
(D) PHBV
જવાબ
(A) ZSM – 5

પ્રશ્ન 95.
હીરામાં કાર્બનના સંકરણનો પ્રકાર કયો છે ?
(A) sp2
(B) Sp
(C) sp3
(D) એક પણ નહીં
જવાબ
(C) sp3

પ્રશ્ન 96.
બેરિલ ખનીજમાં પ્રત્યેક SiO44- માંના કેટલા ઑક્સિજન પરમાણુઓ સહિયારામાં જોડાયેલા છે ?
(A) 2
(B) 3
(C) 1
(D) 4
જવાબ
(A) 2

GSEB Std 11 Chemistry MCQ Chapter 11 p-વિભાગના તત્ત્વો in Gujarati

પ્રશ્ન 97.
શંખજીરું કયા પ્રકારનો સિલિકેટ છે ?
(A) ઓથ્ય-સિલિકેટ
(B) પાયરોસિલિકેટ
(C) દ્વિ-પરિમાણાત્મક સિલિકેટ
(D) વલય સિલિકેટ
જવાબ
(C) દ્વિ-પરિમાણાત્મક સિલિકેટ

પ્રશ્ન 98.
ZSM-5 ઉદ્દીપક કયા ઉધોગમાં ઉપયોગી છે ?
(A) દવા ઉદ્યોગ
(B) પૉલિમર ઉદ્યોગ
(C) રંગ ઉદ્યોગ
(D) પેટ્રોલિયમ ઉદ્યોગ
જવાબ
(D) પેટ્રોલિયમ ઉદ્યોગ

પ્રશ્ન 99.
કાર્બનનું અન્ય પરમાણુ સાથેનું Pπ – pπ કક્ષક સંમિશ્રણ અસરકારક હોતું નથી, જ્યારે ………………. હોય છે.
(A) પરમાણ્વીય કક્ષકો સમાન હોય.
(B) પરમાણ્વીય કક્ષકોના કદ નાના હોય અને પરમાણ્વીય કક્ષકોના કદ મોટા હોય બંને.
(C) પરમાણ્વીય કક્ષકોના કદ નાના હોય.
(D) ૫૨માણ્વીય કક્ષકોના કદ મોટા હોય.
જવાબ
(D) પરમાણ્વીય કક્ષકોના કદ મોટા હોય.

પ્રશ્ન 100.
બકમિન્સ્ટર ફુલેરિનમાં …………………… ધરાવતા કાર્બન હોય છે.
(A) C40
(B) C17
(C) C70
(D) C60
જવાબ
(D) C60

પ્રશ્ન 101.
……………….. નો ઉપયોગ સિક્કા વગેરેની બનાવટના બીબાં બનાવવા માટે થાય છે.
(A) Be4C
(B) WC
(C) SiC
(D) CaC2
જવાબ
(B) WC

પ્રશ્ન 102.
કાર્બોજન ……………………. વાયુની ઝેરી અસરનો ભોગ બનેલા દર્દીને કૃત્રિમ શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા માટે વપરાય છે.
(A) CO
(B) SO2
(C) CO2
(D) NO
જવાબ
(A) CO

GSEB Std 11 Chemistry MCQ Chapter 11 p-વિભાગના તત્ત્વો in Gujarati

પ્રશ્ન 103.
SiCl4 ની જળવિભાજનની પ્રક્રિયાથી ………………….. મળે છે.
(A) સિલિકોન્સ
(B) સિલિકોન ડાયૉક્સાઇડ
(C) સિલિસિક ઍસિડ
(D) સિલિકોન ટ્રાયૉક્સાઇડ
જવાબ
(C) સિલિસિક ઍસિડ

પ્રશ્ન 104.
ઝંકના સલ્ફાઇડ ખનીજમાંથી કયું તત્ત્વ સૂક્ષ્મ માત્રામાં મળી આવે છે ?
(A) ગેલિયમ
(B) થેલિયમ
(C) ઇન્ડિયમ
(D) ઍલ્યુમિનિયમ
જવાબ
(C) ઇન્ડિયમ

પ્રશ્ન 105.
નીચેનામાંથી કયાનું બંધારણ નિયમિત ચતુર્ખલકીય છે ?
(A) XeF4
(B) [Ni(CN)4]2-
(C) SF4
(D) BF4
જવાબ
(D) BF4

પ્રશ્ન 106.
નીચેનામાં ઉભયગુણી કયો છે ?
(A) Na2O
(B) SO2
(C) B2O3
(D) ZnO
જવાબ
(D) ZnO

પ્રશ્ન 107.
ગ્રેફાઇટ મૃદુ અને લુબ્રીક્ટન્ટ છે, પણ તેને પિગાળવો ઘણો જ મુશ્કેલ છે. ગ્રેફાઇટની આ લાક્ષણિક-વિશિષ્ટ વર્તણૂકનું કારણ ……………….. છે.
(A) તે કાર્બનનો બહુરૂપ છે.
(B) તે અસ્ફટિકમય પદાર્થ છે.
(C) પૉલિમરની જેમ તે ચલિત આણ્વીય દળ ધરાવતા અણુઓ ધરાવે છે.
(D) તેમાં મજબૂત રીતે બંધાયેલા કાર્બન પરમાણુઓની ચક્રીય વિશાળ સ્તરોમાં કાર્બન પરમાણુઓ ગોઠવાયેલા હોય છે અને આ આંતરસ્તરોની વચ્ચે નિર્બળ બંધો હોય છે.
જવાબ
(D) તેમાં મજબૂત રીતે બંધાયેલા કાર્બન પરમાણુઓની ચક્રીય વિશાળ સ્તરોમાં કાર્બન પરમાણુઓ ગોઠવાયેલા હોય છે અને આ આંતરસ્તરોની વચ્ચે નિર્બળ બંધો હોય છે.
GSEB Std 11 Chemistry MCQ Chapter 11 p-વિભાગના તત્ત્વો in Gujarati 10 1

પ્રશ્ન 108.
નીચે આપેલ પ્રક્રિયામાં બ્રોમિનની વર્તણૂક બતાવતું કયું સૌથી સારું વર્ણન છે ?
H2O + Br2 → HOBr + HBr
(A) પ્રોટોન સ્વીકારનાર છે.
(B) બંને ઑક્સિડાઇઝ્ડ કે રિફ્યુઝ્ડ થાય છે.
(C) ફક્ત ઑક્સિડાઇઝ્ડ થાય છે.
(D) ફક્ત રિડ્યુસ થાય.
જવાબ
(B) બંને ઑક્સિડાઇઝ્ડ કે રિફ્યુઝ્ડ થાય છે.
GSEB Std 11 Chemistry MCQ Chapter 11 p-વિભાગના તત્ત્વો in Gujarati 11
આ રીતે Br નો ઑક્સિડેશન આંક 0 થી 1 તરફ વધે છે અને 0 થી −1 તરફ પણ ઘટે છે. તેથી ઑક્સિડાઇઝ તેમજ રિફ્યુઝ્ડ પણ થાય છે.

GSEB Std 11 Chemistry MCQ Chapter 11 p-વિભાગના તત્ત્વો in Gujarati

પ્રશ્ન 109.
એલ્યુમિનિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણને સંપૂર્ણ શુષ્ક થાય તેટલું ગરમ કરવાથી …………………… બને.
(A) Al2Cl6
(B) Al(OH)Cl2
(C) Al2O3
(D) AlCl3
જવાબ
(A) Al2Cl6

પ્રશ્ન 110.
સિલિકોન ડાયૉક્સાઇડમાં …..
(A) દરેક સિલિકોન પરમાણુ બે ઑકિસજનની સાથે અને દરેક ઑક્સિજન પરમાણુ બે સિલિકોનની સાથે બંધાયેલો છે.
(B) સિલિકોન અને ઑક્સિજન પરમાણુઓની વચ્ચે દ્વિબંધો છે.
(C) સિલિકોન પરમાણુ બે ઑક્સિજન પરમાણુઓની સાથે બંધાયેલ છે.
(D) દરેક સિલિકોન પરમાણુ ચાર ઑક્સિજન પરમાણુઓથી ઘેરાયેલો છે અને દરેક ઑક્સિજન બે સિલિકોન પરમાણુઓની સાથે બંધાયેલો છે.
જવાબ
(D) દરેક સિલિકોન પરમાણુ ચાર ઑક્સિજન પરમાણુઓથી ઘેરાયેલો છે અને દરેક ઑક્સિજન બે સિલિકોન પરમાણુઓની સાથે બંધાયેલો છે.

પ્રશ્ન 111.
સાંદ્ર HNO3 ની પ્રક્રિયા PbO2ની સાથે થાય ત્યારે વાયુ છૂટો પડે છે.
(A) NO2
(B) N2O
(C) O2
(D) N2
જવાબ
(C) O2

પ્રશ્ન 112.
ડાયબોરેન (B2H6)નું બંધારણ ………………….. ધરાવે છે.
(A) ચાર 2c – 2e બંધો અને બે 3c – 2e બંધો
(B) બે 2e – 2e બંધો અને ચાર 3c – 3e બંધો
(C) બે 2e – 2e બંધો અને ચાર 3e – 2e બંધો
(D) ચાર 2e – 2e બંધો અને ચાર 3 – 2e બંધો
જવાબ
(A) ચાર 2c – 2e બંધો 2e બંધો અને બે 3c
GSEB Std 11 Chemistry MCQ Chapter 11 p-વિભાગના તત્ત્વો in Gujarati 12
બંધારણમાં ચાર B – H બંધ છે,

  • જેથી બે પરમાણુ B અને H નાં કેન્દ્રો (center) ચાર છે.
    વળી આપેલ દરેક બંધ બે ઇલેક્ટ્રૉન ધરાવે છે.

GSEB Std 11 Chemistry MCQ Chapter 11 p-વિભાગના તત્ત્વો in Gujarati 13

  • આ બે બંધ ત્રણ કેન્દ્રો (center) B, H, B નાં છે.

GSEB Std 11 Chemistry MCQ Chapter 11 p-વિભાગના તત્ત્વો in Gujarati 14

પ્રશ્ન 113.
ઍસિડ પ્રબળતાનો સાચો ક્રમ છે.
(A) HClO4 < HClO3 < HClO2 < HClO
(B) HClO < HClO2 < HClO3 < HClO4
(C) HClO4 < HClO < HClO2 < HClO3
(D) HClO2 < HClO3 < HClO4 < HClO
જવાબ
(B) HClO < HClO2 < HClO3 < HCO4

  • ઑક્સિઍસિડમાં કેન્દ્રીય પરમાણુનો ઑક્સિડેશન આંક વધે છે તેમ શક્તિ વધે છે, તેથી ઍસિડિક શક્તિનો સાચો ક્રમ નીચે પ્રમાણે છે :
  • HClO < HClO2 < HClO3< HClO4

પ્રશ્ન 114.
નીચેનામાંથી કયો અણુ ઇલેક્ટ્રોન અપૂર્ણતા ધરાવે છે ?
(A) C2H6
(B) PH3
(C) B2H6
(D) SiH4
જવાબ
(C) B2H6

GSEB Std 11 Chemistry MCQ Chapter 11 p-વિભાગના તત્ત્વો in Gujarati

પ્રશ્ન 115.
ધાતુ M વડે +2 અને +4 સ્થિતિનાં બે કલોરાઇડો બને છે. આ કલોરાઈડો માટે સાચું વિધાન નીચેનામાંથી કયું છે ?
(A) નિર્જળ ઇથેનોલમાં MCl4 ના કરતાં MCl2વધુ સ્થાયી છે.
(B) MCl4 ના કરતાં MCl2 વધારે આયોનિક છે.
(C) MCl4 ના કરતાં MCl2 વધારે સરળતાથી જળવિભાજન પામે છે.
(D) MCl4 ના કરતાં MCl2 વધારે બાષ્પશીલ છે.
જવાબ
(B) MCl4 ના કરતાં MCl2 વધારે આયોનિક છે.
કારણ કે, જેમ ઑક્સિડેશન આંક ઓછો તેમ આયોનિક ગુણ વધારે હોય છે. MCl4 માં +4 અને MCl2 માં +2 સ્થિતિ છે.

પ્રશ્ન 116.
Al2O3 નું નિર્જળ AlCl3 માં પરિવર્તન …………………. ને ગરમ કરીને થાય.
(A) Al2O3 અને HCl વાયુને
(B) સૂકા Cl2 માં Al2O3 અને કાર્બનના મિશ્રણને
(C) Al2O3 ને Cl2 વાયુ સાથે
(D) ઘન અવસ્થામાં Al2O3ને NaCl ની સાથે
જવાબ
(B) સૂકા Cl2 માં Al2O3 અને કાર્બનના મિશ્રણને
GSEB Std 11 Chemistry MCQ Chapter 11 p-વિભાગના તત્ત્વો in Gujarati 15

પ્રશ્ન 117.
Si, Ge, Sn અને Pb ના ડાયહેલાઇડની સ્થિરતાનો વધતો ક્રમ ……………….
(A) PbX2 << SnX2 << GeX2 << SiX2
(B) GeX2 << SiX2 << SnX2 << PbX2
(C) SiX2 << GeX2 << SnX2 << PbX2
(D) SiX2 << GeX2 << PbX2 << SnX2
જવાબ
(C) SiX2 << GeX2 << SnX2 << PbX2
Si, Ge, Sn અને Pb તે એક જ સમૂહ (14માં)નાં તત્ત્વો છે. સમૂહમાં ઉપરથી નીચે જતાં દ્વિસંયોજક સ્થિતિ વધારે સ્થાયી બને છે; જેથી આ MX2 ની સ્થિરતા ક્રમશઃ વધે છે.

પ્રશ્ન 118.
શૃંખલા સિલિકેટના બંધારણમાં નીચેનામાંથી કયો એનાયન હાજર છે ?
(A) \(\left(\mathrm{SiO}_3^{2-}\right)_n[latex]
(B) [latex]\mathrm{SiO}_7^{6-}[latex]
(C) [latex]\mathrm{SiO}_4^{4-}[latex]
(D) [latex]\left(\mathrm{Si}_2 \mathrm{O}_5^{2-}\right)_n[latex]
જવાબ
(A)[latex]\left(\mathrm{SiO}_3^{2-}\right)_n[latex]

પ્રશ્ન 119.
CO, [latex]\mathrm{CO}_3^{2-}\) અને CO2 માં C – O બંધલંબાઈનો સાચો ક્રમ ……………………. છે.
(A) CO < \(\mathrm{CO}_3^{2-}\) < CO2
(B) CO2 < \(\mathrm{CO}_3^{2-}\) < CO
(C) \(\mathrm{CO}_3^{2-}\) < CO2 < CO
(D) CO < CO2 < \(\mathrm{CO}_3^{2-}\)
જવાબ
(D) CO < CO2 < \(\mathrm{CO}_3^{2-}\)

પ્રશ્ન 120.
નીચેનામાંથી સાચું શું છે ?
(A) બોરિક ઍસિડ પ્રોટોનિક ઍસિડ છે
(B) B2H6 · 2NH3 તે અકાર્બનિક બેન્ઝિન તરીકે જાણીતો છે.
(C) ઘન અવસ્થામાં બેરીલિયમ અને ઍલ્યુમિનિયમ તે બંનેના ક્લોરાઇડોનું બંધારણ પુલ ક્લોરાઇડનું છે.
(D) બેરિલિયમનો સવર્ણાંક છ છે.
જવાબ
(C) ઘન અવસ્થામાં બેરીલિયમ અને ઍલ્યુમિનિયમ તે બંનેના ક્લોરાઇડોનું બંધારણ પુલ ક્લોરાઇડનું છે.

GSEB Std 11 Chemistry MCQ Chapter 11 p-વિભાગના તત્ત્વો in Gujarati

પ્રશ્ન 121.
સરળ શૃંખલાયુક્ત પોલિમર ………………. થી બને છે.
(A) CH3SiCl3 નું જળવિભાજન અને પછી સંઘનન પ્રક્રિયાથી
(B) (CH3)4Si ના જળવિભાજન પછી યોગશીલ બહુલીકરણથી
(C) (CH3)2SiCl2 નું જળવિભાજન અને પછી સંઘનન બહુલીકરણ કરીને
(D) (CH3)3SiCl નું જળવિભાજન અને પછી સંઘનન બહુલીકરણથી
જવાબ
(C) (CH3)2SiCl‚ નું જળવિભાજન અને પછી સંઘનન બહુલીકરણ કરીને
GSEB Std 11 Chemistry MCQ Chapter 11 p-વિભાગના તત્ત્વો in Gujarati 16

પ્રશ્ન 122.
H4P2O2, H4P2O6 અને H4P2O7 માં અનુક્રમે P નું ઑક્સિડેશન સ્થાન છે.
(A) +3, +5, +4
(B) +5, +3, +4
(C) +5, +4, +3
(D) +3, +4, +5
જવાબ
(D) +3, +4, +5
GSEB Std 11 Chemistry MCQ Chapter 11 p-વિભાગના તત્ત્વો in Gujarati 17

પ્રશ્ન 123.
BF3, BCl3 અને BBr3ની લૂઇસ ઍસિડ તરીકેની ક્ષમતા નીચે દર્શાવેલ ક્રમ પ્રમાણે ઘટતી જાય છે.
(A) BCl3 > BF3 > BBr3
(B) BBr3 > BCl3 > BF3
(C) BBr3 > BF3 > BCl3
(D) BF3 > BCl3 > BBr3
જવાબ
(B) BBr3 > BCl3 > BF3
B અને F વચ્ચેનું p – p કક્ષકોનું સંમિશ્રણ મહત્તમ છે. કારણ કે બન્નેનું કદ લગભગ સરખું છે. આથી ઇલેક્ટ્રૉનની બોરોનમાં ઘટ (BF3) આંશિક રીતે તટસ્થ થાય છે અને BF3 લઘુતમ ઍસિડિક ગુણ ધરાવે છે.

પ્રશ્ન 124.
બોરોન નીચેનામાંથી કયો એનાયન બનાવી શકતો નથી ?
(A) \(\mathrm{BF}_6^{3-}\)
(B) \(\mathrm{BH}_4^{-}\)
(C) \(\mathrm{B}(\mathrm{OH})_4^{-}\)
(D) \(\mathrm{BO}_2^{-}\)
જવાબ
(A) \(\mathrm{BF}_6^{3-}\)
બોરોન બીજા આવર્તમાં છે. બીજા આવર્તમાં d-કક્ષક હોતી નથી 2s, 2px, 2py અને 2pz તેમ ચાર જ કક્ષકો હોવાથી Bની સાથે ચારથી વધુ છ બંધ અશક્ય છે તેથી.

પ્રશ્ન 125.
નીચેનામાંથી કયો ઑક્સાઇડ ઉભયધર્મી છે ?
(A) SnO2
(B) CaO
(C) SiO2
(D) CO2
જવાબ
(A) SnO2
SnO2 ઉભયધર્મી ઑક્સાઇડ છે. કારણ કે તે ઍસિડ અને બેઇઝ બંને સાથે પ્રક્રિયા કરી અનુવર્તી ક્ષારો આપે છે.
GSEB Std 11 Chemistry MCQ Chapter 11 p-વિભાગના તત્ત્વો in Gujarati 18
SnO2 + 2NaOH → Na2SnO3 + 2H2O

પ્રશ્ન 126.
BCl3, AlCl3 અને GaCl3 નાં આયોનિક પ્રકૃતિનો ચઢતો ક્રમ કયો છે ?
(A) BCl3 < GaCl3 < AlCl3
(B) AlCl3 < BCl3 < GaCl3
(C) BCl3 < AlCl3 < GaCl3
(D) GaCl3 < AlCl3 < BCl3
જવાબ
(A) BCl3 < GaCl3 < AlCl3

GSEB Std 11 Chemistry MCQ Chapter 11 p-વિભાગના તત્ત્વો in Gujarati

પ્રશ્ન 127.
નીચેનાની + 1 સ્થિતિનો ચઢતો ક્રમ …………….. .
(A) Al < Ga < In < Tl
(B) Tl < In < Ga < Al
(C) In < Tl < Ga < Al
(D) Ga < In < Al < Tl
જવાબ
(A) Al < Ga < In < Tl

પ્રશ્ન 128.
CaC2 સાથે N2 ની પ્રક્રિયા કરતાં મળતી નીપજ ………………. .
(A) CaCN
(B) CaCN3
(C) Ca2CN
(D)Ca(CN)2
જવાબ
(D) Ca(CN)2
N2 + CaC2 \(\stackrel{\Delta}{\longrightarrow}\) Ca(CN)2 + C

પ્રશ્ન 129.
બોરિક ઍસિડ એ ઍસિડ છે. કારણ કે………
(A) H2O માંથી OH સ્વીકારી H+ દૂર કરે.
(B) પાણીના અણુમાંથી H+ મેળવે.
(C) H+ આયનનું વિસ્થાપન કરે.
(D) H+ આયન આપે.
જવાબ
(A) H2O માંથી OH સ્વીકારી H+ દૂર કરે.
B(OH)3 + H2O \(\rightleftharpoons\) [B(OH)4] + H+

પ્રશ્ન 130.
AlF3 એ ફક્ત KF ની હાજરીમાં HF માં દ્રાવ્ય છે. કારણ કે…
(A) AlH3
(B) K[AlF3H]
(C) K3[AlF3H3]
(D) K3[AlF6]
જવાબ
(D) K3[AlF6]
AlF3 + 3KF → K3[AlF6]

પ્રશ્ન 131.
કાર્બન અને કાર્બન મોનોક્સાઇડની દહન ઉષ્માઓ અનુક્રમે -393.5 અને –283.5 kJ mol-1 છે. કાર્બન મોનોક્સાઇડની સર્જન ઉષ્મા (J માં) પ્રતિ મોલ શોધો.
(A) 110.5
(B) 676.5
(C) -676.5
(D) -110.5
જવાબ
(D) – 110.5
C(s) + O2(g) → CO2(g), ΔH1 = – 393.5 કિ.ફૂલ/મોલ
CO(g) + O2(g) → CO2(g), ΔH2 = – 283.5 કિ.ફૂલ/મોલ
પ્રક્રિયા પ્રમાણે,
C(s) + \(\frac{1}{2}\) O2(g) → CO(g), ΔH = (?)
સમી. (1) અને (2) પરથી
ΔH = ΔH1 – ΔH2
= – 393.5 + 283.5
= -110 kJ/mol

પ્રશ્ન 132.
નીચેના પૈકી કયું તત્ત્વ \(\mathrm{MF}_6^{-3}\) આયન બનાવી શકતું નથી ?
(A) B
(B) Al
(C) Ga
(D) In
જવાબ
(D) In

પ્રશ્ન 133.
નીચે આપેલામાંથી કયું એક વિધાન ખોટું છે ?
(A) SnF4 ની પ્રકૃતિ આયનિક છે.
(B) PbF4 ની પ્રકૃતિ સહસંયોજક છે.
(C) SiCl4 નું સરળતાથી જળવિભાજન થઈ શકે છે.
(D) GeX4(X = F, Cl, B1, I) એ GeX2 કરતાં વધુ સ્થાયી છે.
જવાબ
(B) PbF4 ની પ્રકૃતિ સહસંયોજક છે.
Pb2+ નાં મોટા કદ અને Fનાં નાના કદને કારણે PbF4માં આયોનિક બંધ રચાય છે. અન્ય વિકલ્પો સાચા છે.

GSEB Std 11 Chemistry MCQ Chapter 11 p-વિભાગના તત્ત્વો in Gujarati

પ્રશ્ન 134.
નીચે આપેલી સ્પિસીઝોમાંથી કઇ એક સ્થાયી નથી ?
(A) [SiCl6]2-
(B) [SiF6]2-
(C) [GeCl6]2-
(D) [Sn(OH)6]2-
જવાબ
(A) [SiCl6]2-
નીચેના કારણોને લીધે [SiCl6] સ્થાયી નથી.
(A) Cl અને Si+4ના અબંધકારક e યુગ્મો વચ્ચેનું આકર્ષણ પ્રબળ નથી.
(B) Clનું કદ ખૂબ જ વધુ હોવાથી તે Si+4ની આસપાસ ગોઠવણી પામી શકતો નથી.

પ્રશ્ન 135.
B2H6માં 2-કેન્દ્ર-2-ઇલેક્ટ્રોન અને 3-કેન્દ્ર-2-ઇલેક્ટ્રોન બંધ અનુક્રમે જણાવો.
(A) 2 અને 4
(B) 2 અને 2
(C) 2 અને 1
(D) 4 અને 2
જવાબ
(D) 4 અને 2
GSEB Std 11 Chemistry MCQ Chapter 11 p-વિભાગના તત્ત્વો in Gujarati 19

પ્રશ્ન 136.
સિલિકોન્સ માટે વિધાન (a) થી (d) પૈકી કયા વિધાન સાચાં છે ?
(a) તેઓ જળવિરાગી સ્વભાવ ધરાવતા પૉલિમર છે.
(b) તે જૈવસુસંગત સ્વભાવ ધરાવે છે.
(c) સામાન્ય રીતે તેઓ ઊંચી ઉષ્મીય સ્થાયિતા તથા નીચી પરાવૈધૃત પ્રબળતા ધરાવે છે.
(d) તેઓ ઑક્સિડેશન પ્રત્યે પ્રતિરોધકતા દર્શાવે છે અને ગ્રીઝની બનાવટમાં વપરાય છે.

(A) (a), (b) અને (d)
(B) (a), (b), (c) અને (d)
(C) (a), (b) અને (c)
(D) (a) અને (b)
જવાબ
(A) (a), (b) અને (d)
સિલિકોન્સ Si-O-Si બંધ ધરાવતા પૉલિમર છે અને જળવિરાગી (જળ અપાકર્ષી) સ્વભાવ ધરાવે છે. તેઓ જૈવસુસંગત સ્વભાવ ધરાવે છે. વળી તેઓ ઊંચી ઉષ્મીય સ્થાયિતા તથા ઊંચી પરાવૈધૃત પ્રબળતા ધરાવે છે. તેઓ ઑક્સિડેશન પ્રત્યે પ્રતિરોધકતા દર્શાવે છે અને ગ્રીઝની બનાવટમાં પણ વપરાય છે.

પ્રશ્ન 137.
સામાન્ય રીતે Al એ +3 ઑક્સિડેશન અવસ્થા બતાવે છે, પણ તેનાથી વિપરીત થેલિયમ એ +1 અને +3 ઑક્સિડેશન અવસ્થા આપે છે. આ વલણ કયા ગુણધર્મના કારણે જોવા મળે છે ?
(A) લેટિસ ઍન્થાલ્પી
(B) લેન્થેનાઇડ સંકોચન
(C) વિકર્ણ સંબંધ
(D) નિષ્ક્રિય યુગ્મ અસર
જવાબ
(D) નિષ્ક્રિય યુગ્મ અસર
નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે Tlની +1 ઑક્સિડેશન અવસ્થા વધારે સ્થાયી હોય છે. આમ, Tl એ +1 એ +1 અને +3 અવસ્થા દર્શાવશે.

પ્રશ્ન 138.
કાર્બનનું અપરરૂપ C60 શું ધરાવે છે ?
(A) 20 ષટ્કોણ વલય અને 12 પંચકોણ વલય
(B) 12 ષટ્કોણ વલય અને 20 પંચકોણ વલય
(C) 18 ષટ્કોણ વલય અને 14 પંચકોણ વલય
(D) 16 ષટ્કોણ વલય અને 16 પંચકોણ વલય
Ans.
(A) 20 ષટ્કોણ વલય અને 12 પંચકોણ વલય
C60 અણુમાં 20 ષટ્કોણ વલય તથા 12 પંચકોણીય વલય હોય છે.

GSEB Std 11 Chemistry MCQ Chapter 11 p-વિભાગના તત્ત્વો in Gujarati

પ્રશ્ન 139.
નીચે આપેલા વિધાનોમાંથી સાચું ઓળખી બતાવો.
(a) આઇસક્રીમ અને થીજવેલા ખોરાક માટે CO2(g)નો ઉપયોગ શીતક તરીકે (રેફ્રિજરન્ટ) થાય છે.
(b) C60 નું બંધારણ, બાર છ કાર્બન ચક્રો અને વીસ પાંચ કાર્બન ચક્રો ધરાવે છે.
(c) ZSM-5 પ્રકારના ઝિયોલાઇટનો ઉપયોગ આલ્કોહોલમાંથી ગેસોલિનમાં રૂપાંતર કરવા થાય છે.
(d) CO એ રંગવિહીન અને ગંધવિહીન વાયુ છે.

(A) ફક્ત (b) અને (c)
(B) ફક્ત (c) અને (d)
(C) ફક્ત (a), (b) અને (c)
(D) ફક્ત (a) અને (c)
જવાબ
(B) ફક્ત (c) અને (d)

  • સુધારેલું સાચું વિધાન (a) આઇસક્રીમ અને થીજવેલા ખોરાક માટે પ્રવાહીકૃત CO2નો ઉપયોગ શીતક તરીકે થાય છે.
  • સુધારેલું સાચું વિધાન (b) = C60નું બંધારણ છ કાર્બનચક્રો અને છ પાંચ કાર્બન ચક્રો ધરાવે છે.

પ્રશ્ન 140.
કાર્બન મોનોક્સાઇડના સંદર્ભમાં નીચે આપેલામાંથી કયું સાચું નથી ?
(A) ઑક્સિહિમોગ્લોબીન કરતાં કાોક્સિહિમોગ્લોબીન (હિમોગ્લોબીન સાથે જોડાયેલ CO) ઓછો સ્થિર છે.
(B) અપૂર્ણ દહનના કારણે તેનું ઉત્પાદન થાય છે.
(C) તે કાર્બોક્સિહિમોગ્લોબીન બનાવે છે.
(D) તે રુધિરમાંના ઑક્સિજન પરિવહન ક્ષમતા ઘટાડે છે.
જવાબ
(A) ઑક્સિહિમોગ્લોબીન કરતાં કાર્બોક્સિહિમોગ્લોબીન (હિમોગ્લોબીન સાથે જોડાયેલ CO) ઓછો સ્થિર છે.
કાર્બોક્સિહિમોગ્લોબીન ઑક્સિજનહિમોગ્લોબીન સંકીર્ણ કરતાં 300 ગણું વધુ સ્થાયી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *