GSEB Solutions Class 8 Social Science Chapter 7 આધુનિક ભારતમાં કલા

Gujarat Board GSEB Textbook Solutions Class 8 Social Science Chapter 7 આધુનિક ભારતમાં કલા Textbook Exercise and Answers.

આધુનિક ભારતમાં કલા Class 8 GSEB Solutions Social Science Chapter 7

GSEB Class 8 Social Science આધુનિક ભારતમાં કલા Textbook Questions and Answers

1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો:

પ્રશ્ન 1.
વડોદરામાં ‘કલાભવન’ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી?
ઉત્તર:
વડોદરામાં ‘કલાભવન’ની સ્થાપના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવી હતી.

પ્રશ્ન 2.
પાલ ચિત્રશૈલીનો વિસ્તાર ક્યાં ક્યાં થયો હતો?
ઉત્તર:
પાલ ચિત્રશૈલીનો વિસ્તાર બંગાળ, બિહાર, નેપાલ અને તિબેટમાં થયો હતો.

GSEB Solutions Class 8 Social Science Chapter 7 આધુનિક ભારતમાં કલા

પ્રશ્ન 3.
ચિત્રકલાને પ્રોત્સાહન આપનાર મુઘલ રાજવીઓમાં કોનો કોનો સમાવેશ થાય છે?
ઉત્તર:
ચિત્રકલાને પ્રોત્સાહન આપનાર મુઘલ રાજવીઓમાં બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં વગેરેનો સમાવેશ થાય છે.

પ્રશ્ન 4.
ચિત્રકલાનો પ્રસાર કરવા અવનીન્દ્રનાથે કઈ સંસ્થા સ્થાપી?
ઉત્તર:
ચિત્રકલાનો પ્રસાર કરવા કલાકાર અવનીન્દ્રનાથે ‘બંગાળ સ્કૂલ ઑફ આર્ટ’ નામની સંસ્થા સ્થાપી.

પ્રશ્ન 5.
ગુજરાતમાં કઈ શૈલીનાં ચિત્રો વિશેષ મળી આવ્યાં છે?
ઉત્તર:
ગુજરાતમાં જૈન ચિત્રશૈલીનાં ચિત્રો વિશેષ મળી આવ્યાં છે.

2. ટૂંક નોંધ લખો:

પ્રશ્ન 1.
રાજા રવિવર્મા
ઉત્તર:
GSEB Solutions Class 8 Social Science Chapter 7 આધુનિક ભારતમાં કલા 1
રાજા રવિવર્માનો જન્મ ઈ. સ. 1848માં કેરલ રાજ્યના કિલિમનુર ગામના રાજવી કુટુંબમાં થયો હતો. તેથી તેઓ રાજા રવિવર્મા તરીકે જાણીતા બન્યા. તેમના સમયમાં ચિત્રકલાના ક્ષેત્રે પાશ્ચાત્ય કલાની વિશેષ અસર જોવા મળતી હતી. રાજા રવિવર્માએ શ્રી રામાસ્વામી નાયડુ, થિયોડોર જેન્સન અને રાજવી કુટુંબમાંથી આવતા યુરોપિયન મહેમાન ચિત્રકારો પાસેથી ચિત્રકલાનું શિક્ષણ અને માર્ગદર્શન પ્રાપ્ત કરી તેમણે પોતાની આગવી ચિત્રશૈલી વિકસાવી હતી. તેમનાં ચિત્રો વાસ્તવદર્શી છે. વ્યક્તિચિત્રો બનાવવામાં તેઓ પાવરધા હતા. તેમનાં ચિત્રોમાં ભાવને બદલે દૈનિકનું સ્થાન ખૂબ જ વધારે હતું. પૌરાણિક ધર્મગ્રંથો અને સંસ્કૃત સાહિત્યમાં આલેખિત પ્રસંગો અને પાત્રોને કેન્દ્રમાં રાખીને રાજા રવિવર્માએ તૈયાર કરેલ તેલચિત્રો ખૂબ પ્રશંસા પામ્યાં છે. તેમનાં ચિત્રોમાં વિરાટનો દરબાર, ગંગા અવતરણ, ઉર્વશી, શકુંતલા, પોટ્રેટ ઑફ લેડી વગેરે મુખ્ય છે.

રાજા રવિવર્માએ ઈ. સ. 1894માં મુંબઈના ઘાટકોપરમાં લિથોગ્રાફી પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું હતું. અહીં છપાતાં હિંદુ દેવી દેવતાઓનાં ચિત્રોની કિંમત ઓછી હોવાથી સામાન્ય લોકો પણ એ ચિત્રો ખરીદી શકતા હતા. વડોદરાના સર મહારાજા સયાજીરાવ ગાયકવાડ અને ભાવનગર રાજાએ રાજા રવિવર્માને આમંત્રણ આપીને તેમની પાસે રાજકુટુંબનાં અને કેટલાંક પૌરાણિક ચિત્રો તૈયાર કરાવ્યાં હતાં. તેમનાં ચિત્રો ત્રિવેન્દ્રમના સંગ્રહાલયમાં, વડોદરાની ફતેહસિંહરાવ આર્ટ ગૅલરીમાં અને ભાવનગરના દરબાર ગૃહમાં સચવાયેલાં છે. બ્રિટિશ સરકારે રાજા રવિવર્માને કેસરે હિંદ’નો ખિતાબ આપીને તેમનું બહુમાન કર્યું હતું. રાજા રવિવર્મા કલાક્ષેત્રેના ખરેખર રાજા હતા અને દેશની અમૂલ્ય સંપત્તિરૂપ કલાકાર હતા.
રાજા રવિવર્મા ઈ. સ. 1906માં અવસાન પામ્યા હતા.

GSEB Solutions Class 8 Social Science Chapter 7 આધુનિક ભારતમાં કલા

પ્રશ્ન 2.
રાજપૂત શૈલી
ઉત્તર:
રાજસ્થાન અને મધ્ય પ્રદેશના રાજપૂત રાજાઓના આશ્રયે વિકસેલી ચિત્રશૈલી રાજપૂત શૈલીના નામે ઓળખાય છે. તે ઈસુની 10મીથી 16મી સદી દરમિયાન પ્રચલિત થઈ હતી. રાજપૂત શૈલીમાં મુખ્યત્વે લઘુચિત્રો અને ભીંતચિત્રોનો સમાવેશ થાય છે. આ સમયના રાજાઓ પરંપરાગત ચિત્રકારોને રાજ્યાશ્રય આપતા હતા. તેથી એ ચિત્રકારોનાં ચિત્રોમાં રાજપૂત રાજાઓનું જીવન, તેમના રીતરિવાજો, પહેરવેશ, ઉત્સવો વગેરે વિષયો કેન્દ્રસ્થાને રહ્યા છે.
GSEB Solutions Class 8 Social Science Chapter 7 આધુનિક ભારતમાં કલા 2
રાજસ્થાનના બુંદી, કિશનગઢ, બિકાનેર, જોધપુર વગેરે વિસ્તારોમાં રાજપૂત શૈલી વિકસી હોવાથી તે રાજસ્થાની શૈલી તરીકે પણ પ્રચલિત છે.

પ્રશ્ન 3.
કાંગડા શેલી
ઉત્તર:
કાંગડા શૈલી ભારતીય ચિત્રશૈલીઓમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. રાજસ્થાન અને મુઘલ ચિત્રકારોએ હિમાલયના પહાડી પ્રદેશોમાં આ શૈલી વિકસાવી હતી. કાંગડા, કુલ, ગઢવાલ, ચંબા અને મંડી તેનાં મુખ્ય કેન્દ્રો હતાં. મોલારામ કાંગડા ચિત્રશૈલીનો મહાન ચિત્રકાર હતો.
GSEB Solutions Class 8 Social Science Chapter 7 આધુનિક ભારતમાં કલા 3
ભગવાન શ્રીકૃષ્ણ, કૃષ્ણભક્તિ અને હિમાલયનું સૌંદર્ય એ કાંગડા ચિત્રશૈલીના મુખ્ય વિષયો છે.

3. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો:

પ્રશ્ન 1.
જલ્પ તેના તમિલનાડુના પ્રવાસ દરમિયાન નીચેનામાંથી કઈ ગુફાઓની મુલાકાતે જશે?
A. સિત્તાનાવસલની ગુફાઓની
B. બાદામીની ગુફાઓની
C. અજંતાની ગુફાઓની
D. ભીમબેટકાની ગુફાઓની
ઉત્તર:
A. સિત્તાનાવસલની ગુફાઓની

પ્રશ્ન 2.
જૈન શૈલીનાં ચિત્રો જોવા માટે તમે નીચેનામાંથી કયો ગ્રંથ ઉપયોગમાં લેશો?
A. અભિધમ્મ પિટ્ટક
B. સુત્તપિટ્ટક
C. અંગુત્તરનિકાય
D. કથાસરિતસાગર
ઉત્તર:
D. કથાસરિતસાગર

GSEB Solutions Class 8 Social Science Chapter 7 આધુનિક ભારતમાં કલા

પ્રશ્ન 3.
ચિત્ર-પ્રદર્શન દરમિયાન ગુજરાતના ચિત્રકારનું ચિત્ર જોઈ હેતાંશે તે ખરીદી લીધું. તેણે કયા ચિત્રકારનું ચિત્ર ખરીદ્યું હશે?
A. અવનીન્દ્રનાથ ટાગોરનું
B. પીરાજી સાગરાનું
C. જેમિની રાયનું
D. અંજલી મેનનનું
ઉત્તર:
B. પીરાજી સાગરાનું

પ્રશ્ન 4.
એક ચિત્ર જોઈને તમે મૂંઝવણમાં મુકાઈ જાવ છો. તે ચિત્ર જોઈ નક્કી નથી કરી શકતા કે તે રાજપૂત શૈલીનું છે કે કાંગડા શૈલીનું? તે ચિત્રનો વિષય કયો હશે?
A. રાજસ્થાની લોકનૃત્ય
B. હિમાલયનું કુદરતી સૌંદર્ય
C. કૃષ્ણભક્તિ
D. યુદ્ધનાં દશ્યો
ઉત્તર:
B. હિમાલયનું કુદરતી સૌંદર્ય

4. જોડકાં જોડો:

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) જહાંગીર (A) બુંદી, કિશનગઢ, બિકાનેરમાં શૈલીનો વિકાસ
(2) પાલ શૈલી (B) મદ્રાસ સ્કૂલ ઑફ આર્ટની સ્થાપના
(3) મુઘલ શૈલી (C) ચિત્રકલાના ભીષ્મપિતામહ
(4) દેવીપ્રસાદ રૉય ચોધરી (D) જાતક કથાઓ અને બોધિસત્ત્વનાં ચિત્રો
(E) પશુ-પંખીઓ અને પ્રાણીઓની સાઠમારીનાં ચિત્રો
(F) ચિત્રશાળાની સ્થાપના

 ઉત્તર:

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) જહાંગીર (F) ચિત્રશાળાની સ્થાપના
(2) પાલ શૈલી (D) જાતક કથાઓ અને બોધિસત્ત્વનાં ચિત્રો
(3) મુઘલ શૈલી (E) પશુ-પંખીઓ અને પ્રાણીઓની સાઠમારીનાં ચિત્રો
(4) દેવીપ્રસાદ રૉય ચોધરી (B) મદ્રાસ સ્કૂલ ઑફ આર્ટની સ્થાપના

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *