GSEB Solutions Class 8 Science Chapter 17 તારાઓ અને સૂર્યમંડળ

Gujarat Board GSEB Solutions Class 8 Science Chapter 17 તારાઓ અને સૂર્યમંડળ Textbook Questions and Answers, Textbook Activities Pdf.

તારાઓ અને સૂર્યમંડળ Class 8 GSEB Solutions Science Chapter 17

GSEB Class 8 Science તારાઓ અને સૂર્યમંડળ Textbook Questions and Answers

પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર

પ્રશ્ન નં. 1થી ૩માં યોગ્ય ઉત્તર પસંદ કરો:

પ્રશ્ન 1.
નીચેનામાંથી કોણ સૌરમંડળનો સભ્ય નથી?
A. લઘુગ્રહ
B. ઉપગ્રહ
C. નક્ષત્ર
D. ધૂમકેતુ
ઉત્તર:
નક્ષત્ર

પ્રશ્ન 2.
નીચેનામાંથી કોણ સૂર્યનો ગ્રહ નથી?
A. વ્યાધ
B. બુધ
C. શનિ
D. પૃથ્વી
ઉત્તરઃ
વ્યાધ

GSEB Solutions Class 8 Science Chapter 17 તારાઓ અને સૂર્યમંડળ

પ્રશ્ન ૩.
ચંદ્રની કળાઓ થાય છે, કારણ કે…
A. આપણે ચંદ્રનો એ જ ભાગ જોઈ શકીએ છીએ જે આપણા તરફ પ્રકાશ પરાવર્તિત કરે છે.
B. ચંદ્રથી આપણું અંતર બદલાતું રહે છે.
C. પૃથ્વીનો પડછાયો ચંદ્રનો કેટલોક ભાગ જ આવરે છે.
D. ચંદ્રના વાતાવરણની જાડાઈ એકસરખી રહેતી નથી.
ઉત્તરઃ
આપણે ચંદ્રનો એ જ ભાગ જોઈ શકીએ છીએ જે આપણા તરફ પ્રકાશ પરાવર્તિત કરે છે.

4. ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.
સૂર્યથી સૌથી દૂરનો ગ્રહ …………………….. છે.
ઉત્તરઃ
નેપૂન

પ્રશ્ન 2.
……………………. ગ્રહ રંગમાં લાલાશ પડતો હોય છે.
ઉત્તરઃ
મંગળ

પ્રશ્ન 3.
આકાશમાં કોઈ ચોક્કસ આકાર બનાવતા તારાનાં જૂથને ……………………… કહે છે.
ઉત્તરઃ
નક્ષત્ર

પ્રશ્ન 4.
ગ્રહની આજુબાજુ પરિભ્રમણ કરતાં આકાશી પદાર્થને ………………………… કહે છે.
ઉત્તરઃ
ઉપગ્રહ

GSEB Solutions Class 8 Science Chapter 17 તારાઓ અને સૂર્યમંડળ

પ્રશ્ન 5.
ખરતા તારા હકીકતમાં ……………………… નથી.
ઉત્તરઃ
તારા

પ્રશ્ન 6.
…………………… અને …………………….. ગ્રહની કક્ષા વચ્ચે લઘુગ્રહો આવેલા હોય છે.
ઉત્તરઃ
મંગળ, ગુરુ

5. નીચેનાં વિધાનો ખરાં હોય, તો [T] અને ખોટાં હોય તો [F] (કહોઃ

પ્રશ્ન 1.
ધ્રુવનો તારો એ સૌરમંડળનો સભ્ય છે.
ઉત્તરઃ
F

પ્રશ્ન 2.
બુધ સૌરમંડળનો સૌથી નાનો ગ્રહ છે.
T

પ્રશ્ન 3.
યુરેનસ સૌરમંડળનો સૌથી દૂરનો ગ્રહ છે.
ઉત્તરઃ
F

પ્રશ્ન 4.
INSAT એક કૃત્રિમ ઉપગ્રહ છે.
ઉત્તરઃ
T

પ્રશ્ન 5.
સૌરમંડળમાં નવ ગ્રહો હોય છે.
ઉત્તરઃ
F

પ્રશ્ન 6.
મૃગશીર્ષ નક્ષત્ર ફક્ત ટેલિસ્કોપથી જ જોઈ શકાય છે.
ઉત્તરઃ
F

પ્રશ્ન 6.
કૉલમ ‘A’માં રહેલી બાબતને કૉલમ ‘B’ની એક કે વધુ બાબતો સાથે જોડોઃ
ઉત્તરઃ

કૉલમ ‘A’

કૉલમ ‘B’

(1) આંતરિક ગ્રહો (a) શનિ
(2) બાહ્ય ગ્રહો (b) ધ્રુવનો તારો
(3) નક્ષત્રો (c) ગ્રેટ બીઅર
(4) પૃથ્વીનો ઉપગ્રહ (d) ચંદ્ર
(e ) પૃથ્વી
(f) મૃગશીર્ષ
(g) મંગળ

ઉત્તરઃ
(1) → (e) અને (g), (2) → (a),
(3) → (c) અને (f), (4) → (d).

GSEB Solutions Class 8 Science Chapter 17 તારાઓ અને સૂર્યમંડળ

પ્રશ્ન 7.
જો શુક્ર સાંજના તારા તરીકે દેખાતો હોય તો આકાશના કયા ભાગમાં તમે તેને જોઈ શકશો?
ઉત્તરઃ
જો શુક્ર સાંજના તારા તરીકે દેખાતો હોય, તો આકાશના પશ્ચિમ ભાગમાં તેને જોઈ શકાશે.

પ્રશ્ન 8.
સૌરમંડળના મોટામાં મોટા ગ્રહનું નામ આપો.
ઉત્તરઃ
સૌરમંડળના મોટામાં મોટા ગ્રહનું નામ ગુરુ છે.

પ્રશ્ન 9.
નક્ષત્ર શું છે? કોઈ પણ બે નક્ષત્રનાં નામ આપો.
ઉત્તરઃ
નક્ષત્રઃ તારાઓનો સમૂહ કે જે ઓળખી શકાય તેવા કોઈ આકાર બનાવે છે તેને નક્ષત્ર કહે છે.
નક્ષત્રોનાં નામઃ (1) સપ્તર્ષિ (Ursa Major) (2) શર્મિષ્ઠ (Cassiopeia) (3) મૃગશીર્ષ (Orion).

પ્રશ્ન 10.
(a) સપ્તર્ષિ (b) મૃગશીર્ષ નક્ષત્રના અગ્રણી તારાઓનાં સંદર્ભિત સ્થાન દર્શાવતું ચિત્ર બનાવો.
ઉત્તર:
GSEB Solutions Class 8 Science Chapter 17 તારાઓ અને સૂર્યમંડળ 1

પ્રશ્ન 11.
ગ્રહો સિવાય સૌરમંડળના સભ્ય હોય તેવા બે આકાશી પદાર્થોનાં નામ આપો.
ઉત્તરઃ
ગ્રહો સિવાય સૌરમંડળના સભ્ય હોય તેવા બે આકાશી પદાર્થોનાં નામઃ (1) ધૂમકેતુ (2) લઘુગ્રહો ઉપરાંત (3) ઉપગ્રહો (4) ઉલ્કાઓ.

પ્રશ્ન 12.
સપ્તર્ષિની મદદથી તમે ધ્રુવના તારાનું સ્થાન કઈ રીતે નક્કી કરશો?
ઉત્તર:
સપ્તર્ષિના સાત તારાઓ પૈકી ચતુષ્કોણ આકૃતિ બનાવતા તારાઓના પહેલા બે તારાઓમાંથી પસાર થતી સીધી રેખાની કલ્પના કરો. આ કાલ્પનિક રેખાને ઉત્તર દિશા તરફ આગળ વધારો. (બે તારાઓ વચ્ચેના અંતરથી લગભગ 5 ગણા અંતર જેટલી) આ દિશામાં એક ચમકતો તારો દેખાશે, તે ધ્રુવનો તારો છે.
GSEB Solutions Class 8 Science Chapter 17 તારાઓ અને સૂર્યમંડળ 2

GSEB Solutions Class 8 Science Chapter 17 તારાઓ અને સૂર્યમંડળ

પ્રશ્ન 13.
શું આકાશના બધા જ તારાઓ ખસે છે? – સમજાવો.
ઉત્તરઃ
ના, આકાશમાં બધા જ તારાઓ તેમની જગ્યાએ અચળ છે. પરંતુ પૃથ્વીના પરીભ્રમણને લીધે તારાઓ આપણને ખસતા દેખાય છે. ધ્રુવનો તારો પૃથ્વીની ધરીની દિશામાં આવેલો છે, તેથી તે ખસતો દેખાતો નથી.

પ્રશ્ન 14.
શા માટે તારાઓ વચ્ચેના અંતરને પ્રકાશવર્ષમાં માપવામાં આવે છે? કોઈ તારો પૃથ્વીથી આઠ પ્રકાશવર્ષ દૂર છે. આ વિધાનથી તમે શું સમજશો?
ઉત્તરઃ
પૃથ્વીથી તારાઓ ઘણા જ દૂર છે. વળી, આકાશમાં દેખાતા કોઈ બે તારાઓ વચ્ચે પણ ઘણું મોટું અંતર હોય છે. આથી, તારાઓ વચ્ચેના અંતરને કિલોમીટરમાં દર્શાવીએ તો મોટી સંખ્યામાં દર્શાવવા પડે, જે વાંચવામાં અને લખવામાં મુશ્કેલી પડે. પ્રકાશવર્ષ એ આકાશી પદાર્થો વચ્ચેના અંતર માપવાનો ઘણો મોટો એકમ છે.

1 પ્રકાશવર્ષ = 9.46 × 1012 કિલોમીટર = 9460000000000 કિમી. 9460000000000 કિમી અંતરને બદલે 1 પ્રકાશવર્ષ અંતર લખવું સરળ પડે. કોઈ તારો પૃથ્વીથી 8 પ્રકાશવર્ષ દૂર છે એટલે પ્રકાશ 3,00,000 કિમી / સેકન્ડની ઝડપે 8 વર્ષમાં જેટલું અંતર કાપે તેટલો દૂર છે એમ કહેવાય.

પ્રશ્ન 15.
ગુરુની ત્રિજ્યા પૃથ્વી કરતાં 11 ગણી છે, તો ગુરુના કદ તથા ” પૃથ્વીના કદનો ગુણોત્તર શોધો. ગુરુમાં કેટલી પૃથ્વી સમાઈ શકે?
ઉત્તરઃ
ગુરુની ત્રિજ્યા = 11 × પૃથ્વીની ત્રિજ્યા
જો પૃથ્વીની ત્રિજ્યા = R કિમી લઈએ, તો ગુરુની ત્રિજ્યા = 11 × R કિમી થાય.
GSEB Solutions Class 8 Science Chapter 17 તારાઓ અને સૂર્યમંડળ 3
∴ ગુરુના કદ તથા પૃથ્વીના કદનો ગુણોત્તર = 1331: 1 છે. આથી ગુરુમાં 1331 પૃથ્વી સમાઈ શકે.

પ્રશ્ન 16.
બૂઝોએ સૌરમંડળનું નીચેનું ચિત્ર બનાવ્યું. (પાઠ્યપુસ્તકની આકૃતિ 17.29) શું આ ચિત્ર બરાબર છે? જો ના હોય, તો સુધારો.
GSEB Solutions Class 8 Science Chapter 17 તારાઓ અને સૂર્યમંડળ 4
ઉત્તરઃ
સૌરમંડળના આપેલા ચિત્રમાં પાંચ ભૂલો છે. (સુધારો)

  1. બીજો ગ્રહ શુક્ર છે. અહીં બીજો ગ્રહ મંગળ દર્શાવેલ છે.
  2. ચોથો ગ્રહ મંગળ છે. અહીં ચોથો ગ્રહ શુક્ર દર્શાવેલ છે.
  3. સાતમો ગ્રહ યુરેનસ છે. અહીં ને…ન દર્શાવેલ છે.
  4. આઠમો (છેલ્લો) ગ્રહ નેન છે. અહીં યુરેનસ દર્શાવેલ છે.
  5. લઘુગ્રહોનો પટ્ટો મંગળ અને ગુરુની વચ્ચે આવેલો છે. અહીં ગુરુ અને શનિની વચ્ચે દર્શાવેલ છે.
    સુધારેલી આકૃતિ નીચે મુજબ છેઃ
    GSEB Solutions Class 8 Science Chapter 17 તારાઓ અને સૂર્યમંડળ 5

GSEB Class 8 Science તારાઓ અને સૂર્યમંડળ Textbook Activities

પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ

પ્રવૃત્તિ 1:

પૂનમથી બીજી પૂનમ સુધી ચંદ્રની કળાઓનું અવલોકન કરવું.
પદ્ધતિઃ

  1. કોઈ મહિનાની એક પૂનમની રાત્રિએ ચંદ્રનું અવલોકન કરો. તેનું ચિત્ર બનાવો. દિવસ (તિથિ) નોંધો. તે ચંદ્ર આકાશના કયા ભાગમાં દેખાય છે તે નોંધો.
  2. પછીના દરેક દિવસે રાત્રિના સમયે આકાશમાં ચંદ્રના દેખાતા ભાગનું ચિત્ર દોરો. ઉપર મુજબ નોંધ કરો.
  3. આ જ રીતે પૂનમ આવે ત્યાં સુધી દરરોજ આ પ્રવૃત્તિ કરો અને ઉપર મુજબની વિગતો નોંધતા જાવ.

અવલોકનઃ

  1. પૂનમની રાત્રે ચંદ્ર સંપૂર્ણ ગોળ દેખાય છે.
  2. પૂનમ પછીથી અમાસ સુધી દરરોજ ચંદ્રની કળા ક્રમશઃ ઘટતી જાય છે.
  3. અમાસની રાત્રિએ ચંદ્ર બિલકુલ દેખાતો નથી.
  4. અમાસ પછીના દિવસથી પૂનમ સુધી દરરોજ ચંદ્રની કળા ક્રમશઃ વધતી જાય છે.

નિર્ણય:
અમાસથી પૂનમ સુધી ચંદ્રની કળાઓ ક્રમશઃ વધતી જાય છે અને પૂનમથી અમાસ સુધી ચંદ્રની કળાઓ ક્રમશઃ ઘટતી જાય છે.

GSEB Solutions Class 8 Science Chapter 17 તારાઓ અને સૂર્યમંડળ

પ્રવૃત્તિ 2:

મોટા દડાની મદદથી ચંદ્રની કળાઓમાં થતો ફેરફાર સમજવો.
GSEB Solutions Class 8 Science Chapter 17 તારાઓ અને સૂર્યમંડળ 6
પદ્ધતિઃ

  1. એક મોટો દડો લો. તેને અડધો સફેદ તથા અડધો કાળો રંગી લો.
  2. તમારા બે મિત્રોની સાથે રમતના મેદાન પર જાઓ. જમીન પર 2 મી જેટલી ત્રિજ્યાનું વર્તુળ દોરો. વર્તુળના આઠ સરખા ભાગ કરો.
  3. વર્તુળના કેન્દ્ર પર ઊભા રહો. તમારા મિત્રને વર્તુળના જુદાં જુદાં બિંદુ પર દડો પકડી રાખવાનું કહો. દડાનો સફેદ ભાગ હંમેશાં સૂર્ય તરફ રહે તે રીતે રાખવાનું કહો.
  4. જો તમે આ પ્રવૃત્તિ સવારમાં કરવાના હો તો દડાનો સફેદ ભાગ પૂર્વ તરફ રાખવાનો રહેશે. જો આ પ્રવૃત્તિ બપોર પછી કરવાના હો તો દડાનો સફેદ ભાગ પશ્ચિમ તરફ રાખવાનો રહેશે. દરેક તબક્કે સફેદ અને કાળા ભાગને જુદી પાડતી રેખાને સીધી ઊભી રાખો.
  5. વર્તુળના કેન્દ્ર પર ઊભા રહી વર્તુળના પહેલેથી નિશાન કરેલાં આઠ સ્થળે તમારો મિત્ર ઊભો રહે ત્યારે દેખાતા સફેદ ભાગનું અવલોકન કરો. તમને જેટલો સફેદ ભાગ દેખાય છે તેનું ચિત્ર દોરો. પાઠ્યપુસ્તકની આકૃતિ 17.5માં દર્શાવેલી ચંદ્રની કળાઓ સાથે તમારાં ચિત્રોને સરખાવો.

અવલોકનઃ
જુદા જુદા સ્થાને દડાનો સફેદ ભાગ ઓછો-વધુ દેખાય છે.

નિર્ણય:
ચંદ્રની કળાઓ ક્રમશઃ વધે છે અને ક્રમશઃ ઘટે છે.

પ્રવૃત્તિ ૩ :

ચંદ્ર પૃથ્વીની આસપાસ એક પરિક્રમણ કરે ત્યાં સુધીમાં પોતાની ધરી પર એક પરિભ્રમણ પૂરું કરે છે તે સમજવું.
પદ્ધતિઃ

  1. જમીન પર લગભગ એક મીટર વ્યાસનું એક વર્તુળ દોરો. તમારા કોઈ મિત્રને કેન્દ્રમાં ઊભા રહેવાનું કહો.
  2. તમે તમારા મિત્રને ફરતે એવી રીતે ભ્રમણ કરો કે તમારો ચહેરો હંમેશાં તેની તરફ રહે.
  3. શું તમારો મિત્ર તમારી પીઠ જોઈ શકશે? એક ચક્કર દરમિયાન તમે કેટલાં ભ્રમણ પૂરા કર્યા? ચંદ્ર આ જ રીતે પૃથ્વીની આસપાસ ફરે છે.

અવલોકન :
મિત્ર પીઠ જોઈ શકતો નથી, તેમ આપણે ચંદ્રનો પાછળનો ભાગ જોઈ શકતા નથી.

નિર્ણયઃ
ચંદ્ર પૃથ્વીનું એક પરિક્રમણ કરે ત્યાં સુધીમાં પોતાની ધરી પર પણ એક ભ્રમણ પૂરું કરે છે.

GSEB Solutions Class 8 Science Chapter 17 તારાઓ અને સૂર્યમંડળ

પ્રવૃત્તિ 4:

સ્થિર વસ્તુઓ આપણને આપણા પરિભ્રમણની વિરુદ્ધ દિશામાં ગતિ કરતી જણાય છે તે દર્શાવવું.
પદ્ધતિઃ

  1. મોટા ખંડની વચ્ચે ઊભા રહો અને ગોળ ગોળ ભ્રમણ કરવાની શરૂઆત કરો.
  2. રૂમમાં સ્થિર રહેલી વસ્તુઓ કઈ દિશામાં ખસતી દેખાય છે? તમે તેને તમારા ભ્રમણની વિરુદ્ધ દિશામાં ખસતી જોઈ?

અવલોકન: રૂમની સ્થિર વસ્તુઓ આપણા પરિભ્રમણની વિરુદ્ધ દિશામાં ગતિ કરતી જણાય છે.

નિર્ણયઃ
પૃથ્વી પશ્ચિમથી પૂર્વ દિશામાં પરિભ્રમણ કરે છે. તેથી તારાઓ અને અન્ય આકાશી પદાર્થો આપણને પૂર્વથી પશ્ચિમ દિશામાં ખસતા જણાય છે.

GSEB Solutions Class 8 Science Chapter 17 તારાઓ અને સૂર્યમંડળ

પ્રવૃત્તિ 5:

ધ્રુવનો તારો પોતાના સ્થાનથી ખસતો દેખાતો નથી તેનું કારણ પ્રયોગ દ્વારા સમજવું.
સાધન-સામગ્રી : છત્રી, કાગળ પર દોરેલા 10 – 15 તારા.
પદ્ધતિઃ

  1. એક છત્રી લઈને તેને ખોલો.
  2. સફેદ કાગળના લગભગ 10 – 15 તારાઓ બનાવો. એક તારાને છત્રીના વચ્ચેના સળિયાના સ્થાને લગાવો અને બાકીના તારાને કાપડ પર છત્રીના તારના છેડા તરફ લગાવો. (આકૃતિ જુઓ.)
    GSEB Solutions Class 8 Science Chapter 17 તારાઓ અને સૂર્યમંડળ 7
  3. હવે, છત્રીના વચ્ચેના, હાથાને પકડીને ગોળ ફેરવો.
  4. કોઈ એવો તારો છે જે ખસતો ન હોય તેવું લાગતું હોય? આ તારો ક્યાં આવેલો છે?

અવલોકન:
જો, પૃથ્વીના ભ્રમણની ધરી જ્યાં આકાશ સાથે મળી હોય ત્યાં કોઈ તારો આવેલો હોય, તો તે તારો પણ સ્થિર જ દેખાય.

નિર્ણયઃ
ધ્રુવનો તારો પૃથ્વીના ભ્રમણની ધરી પરની દિશામાં આવેલો હોવાથી તે આકાશમાં સ્થિર દેખાય છે (એટલે કે ખસતો નથી).

પ્રવૃત્તિ 6:

નક્ષત્રો રાત્રિ આકાશમાં પૂર્વથી પશ્ચિમ દિશામાં ખસતા જણાય છે, પરંતુ તેમના આકાર બદલાતા નથી તે દર્શાવવું.
પદ્ધતિઃ

  1. કોઈ નક્ષત્ર રાત્રિ આકાશમાં શોધો. દા. ત., સપ્તર્ષિ.
  2. તેને થોડા કલાક સુધી ધ્યાનથી જુઓ. તમને તેના આકારમાં કોઈ ફેરફાર દેખાયો? તેના સ્થાનમાં કોઈ ફેરફાર જણાયો?

અવલોકન:
નક્ષત્રના આકારમાં કોઈ ફેરફાર થતો નથી, પરંતુ તે નક્ષત્ર તેના સ્થાનેથી પશ્ચિમ દિશામાં ખસતું જણાય છે.

નિર્ણયઃ
નક્ષત્રો રાત્રિ આકાશમાં પૂર્વથી પશ્ચિમ દિશામાં ખસતા જણાય છે, પરંતુ તેમના આકાર બદલાતા નથી.

પ્રવૃત્તિ 7:

રાત્રિ આકાશમાં ધ્રુવના તારાનું સ્થાન શોધવું. આ પ્રવૃત્તિ કરવાનો સમય ઉનાળામાં ચોખ્ખા આકાશમાં ચંદ્ર ન હોય ત્યારે રાત્રે 9:00 વાગે.
પદ્ધતિ :

  1. આકાશના ઉત્તર દિશા તરફના ભાગ તરફ જોઈ સપ્તર્ષિ નક્ષત્રના આકાર પરથી તેને ઓળખી કાઢો.
  2. તેના ચતુષ્કોણ જેવા ભાગના આગળના બે તારા તરફ જુઓ. આ તારામાંથી પસાર થતી એક સીધી રેખાની કલ્પના કરો.
  3. આ કાલ્પનિક રેખાને ઉત્તર દિશા તરફ આગળ વધારો. આ રેખામાં આવતો પ્રકાશિત તારો એ ધ્રુવનો તારો છે.
    GSEB Solutions Class 8 Science Chapter 17 તારાઓ અને સૂર્યમંડળ 8
    અવલોકન :
    સપ્તર્ષિ નક્ષત્રના ચતુષ્કોણ જેવા ભાગના પ્રથમ બે તારાને જોડતી રેખાની દિશામાં ઉત્તર તરફ ધ્રુવનો તારો છે.

નિર્ણયઃ
સપ્તર્ષિ નક્ષત્રની મદદથી ધ્રુવનો તારો શોધી શકાય છે.

GSEB Solutions Class 8 Science Chapter 17 તારાઓ અને સૂર્યમંડળ

પ્રવૃત્તિ 8 :

સપ્તર્ષિ નક્ષત્ર ધ્રુવના તારાની આસપાસ ફરે છે તે દર્શાવવું.
પદ્ધતિઃ

  1. ઉનાળાની રાત્રિ દરમિયાન સપ્તર્ષિ નક્ષત્રને જુઓ.
  2. ત્યાર પછી 3 – 4 કલાકના અંતરે બેથી ત્રણ વાર સપ્તર્ષિ નક્ષત્રને જુઓ.
  3. દરેક વખતે ધ્રુવના તારાનું સ્થાન નક્કી કરો.
    GSEB Solutions Class 8 Science Chapter 17 તારાઓ અને સૂર્યમંડળ 9
    શું તે ધ્રુવના તારાની આસપાસ ફરતું દેખાય છે?
    તમારા અવલોકનની સરખામણી દર્શાવેલી આકૃતિ સાથે કરો.

અવલોકનઃ
સપ્તર્ષિ નક્ષત્ર પૂર્વથી પશ્ચિમ દિશામાં ખસતું જણાય છે. આખી રાત્રિ દરમિયાન ધ્રુવના તારાની આસપાસ અડધું ચક્ર ફરેલું જણાય છે.

નિર્ણયઃ
સપ્તર્ષિ નક્ષત્ર ધ્રુવના તારાની આસપાસ ફરે છે. સિપ્તર્ષિ નક્ષત્ર ધ્રુવ તારાની આસપાસ રાત-દિવસ થઈને એક ચક્ર પૂર્ણ કરે.]

પ્રવૃત્તિ 9:

ગ્રહો પોતપોતાની ભ્રમણકક્ષામાં ફરે છે તે સમજવું.
પદ્ધતિઃ

  1. તમારા ચાર-પાંચ મિત્રો સાથે રમતના મેદાન પર જાઓ.
  2. એક જ કેન્દ્ર રાખી જુદી જુદી ત્રિજ્યા 1 મી, 1.8 મી, 2.5 મી અને 3.8 મીવાળાં ચાર વર્તુળ દોરો.
  3. તમારા એક મિત્રને કેન્દ્રમાં ઊભા રહેવાનું કહો, જે સૂર્ય દર્શાવે છે. તમારા બીજા ચાર મિત્રો બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળને દર્શાવે છે.
  4. તમારા મિત્રોને સૂર્યની ફરતે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પોતાની જ કક્ષામાં ફરવાનું કહો. (આકૃતિ જુઓ.) શું તેઓ એકબીજા સાથે અથડાય છે?
    GSEB Solutions Class 8 Science Chapter 17 તારાઓ અને સૂર્યમંડળ 9

અવલોકન:
પરિભ્રમણ કરતા ચાર છોકરાઓ એકબીજાને અથડાતા નથી.

નિર્ણયઃ
સૂર્યની આસપાસ પોતપોતાની ભ્રમણકક્ષામાં ફરતા ગ્રહો એકબીજાને અથડાતા નથી.

GSEB Solutions Class 8 Science Chapter 17 તારાઓ અને સૂર્યમંડળ

પ્રવૃત્તિ 10 :

શુક્રના ગ્રહનું નિરીક્ષણ કરવું.
પદ્ધતિઃ

  1. કોઈ સમાચારપત્ર કે પંચાંગને આધારે શુક્રનો આકાશમાં દેખાવાનો સમય શોધી કાઢો.
  2. સૂર્યાસ્ત પછી 1થી 3 કલાકમાં રાત્રિ આકાશમાં શુક્રને જોવા પ્રયત્ન કરો. તેના તેજસ્વીપણાને લીધે શુક્રને સરળતાથી ઓળખી શકાશે.

અવલોકનઃ
આકાશમાં બહુ ઊંચો નહિ એવા સ્થાને શુક્ર દેખાય છે.

નિર્ણયઃ
આકાશમાં શુક્ર તેજસ્વી ગ્રહ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *