GSEB Solutions Class 7 Science Chapter 17 જંગલો : આપણી જીવાદોરી

Gujarat Board GSEB Solutions Class 7 Science Chapter 17 જંગલો : આપણી જીવાદોરી Textbook Questions and Answers, Textbook Activities Pdf.

જંગલો : આપણી જીવાદોરી Class 7 GSEB Solutions Science Chapter 17

GSEB Class 7 Science જંગલો : આપણી જીવાદોરી Textbook Questions and Answers

પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર

પ્રશ્ન 1.
જંગલમાં રહેતાં પ્રાણીઓ તેને વૃદ્ધિ અને પુનઃસર્જન માટે કેવી રીતે મદદ કરે છે?
ઉત્તરઃ
જંગલમાં રહેતાં પ્રાણીઓ જંગલની વનસ્પતિ પર સીધી કે આડક્તરી રીતે આધાર રાખે છે. તેઓ પોષણ મેળવે છે અને ઉત્સર્ગદ્રવ્યો બહાર કાઢે છે. જે વનસ્પતિને પોષક દ્રવ્યો પૂરાં પાડે છે. આ પોષક દ્રવ્યો દ્વારા જંગલની વનસ્પતિની વૃદ્ધિ થાય છે. વળી પ્રાણીઓ વનસ્પતિના પરાગનયનમાં અને બીજવિકિરણમાં મદદ કરે છે. આથી વનસ્પતિઓ નવી ઊગતી રહે છે, વૃદ્ધિ પામે છે અને પુનઃસર્જન પામે છે. આમ, જંગલમાં રહેતા પ્રાણીઓ તેને વૃદ્ધિ અને પુનઃસર્જનમાં મદદ કરે છે.

પ્રશ્ન 2.
જંગલો પૂરને કેવી રીતે રોકે છે? તે સમજાવો.
ઉત્તરઃ
જંગલોમાં વૃક્ષો મોટી સંખ્યામાં પાસપાસે હોય છે. વૃક્ષોનાં મૂળ જમીનને જકડી રાખે છે. આથી જમીનનું ધોવાણ ખૂબ ઓછું કરે છે. વૃક્ષો પવન અને વરસાદનો માર ઝીલે છે. વળી જંગલો વરસાદી પાણીના કુદરતી શોષકો છે. આથી વરસાદી પાણી જમીનમાં ઊતરે છે. જંગલોમાં જમીન પર પડેલાં પાંદડાં અને મૃત અવશેષો પાણીના પ્રવાહને રોકે છે. પરિણામે પાણીના પ્રવાહનું નિયંત્રણ થાય છે. આમ, બધો જ વરસાદ વહી જતો નથી અને પૂર આવે તેવી પરિસ્થિતિ ઊભી થતી નથી. આમ, જંગલો પૂરને અટકાવવાનું કાર્ય કરે છે.

GSEB Solutions Class 7 Science Chapter 17 જંગલો : આપણી જીવાદોરી

પ્રશ્ન ૩.
વિઘટકો શું છે? કોઈ પણ બેનાં નામ આપો. તેઓનો જંગલોમાં શું ફાળો છે?
ઉત્તરઃ
જમીનમાં રહેતા કેટલાંક સૂક્ષ્મ જીવો જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ સ્વરૂપમાં વિઘટન કરે છે. આવા વિઘટન કરતાં સજીવોને વિઘટકો કહે છે.
કેટલીક ફૂગ અને બૅક્ટરિયા વિઘટકો તરીકેની ભૂમિકા ભજવે છે. પૃથ્વી પર ત્યજાયેલાં મૃત પ્રાણીઓ તથા વનસ્પતિનાં ખરી પડેલાં પાંદડાં અને અવશેષો સડે છે અને કોહવાય છે ત્યારે વિઘટકો તેમનામાં રહેલા જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ કાર્બનિક સ્વરૂપમાં વિઘટન કરે છે. આ પદાર્થો જમીનમાં ભળી સેન્દ્રિય પદાર્થોમાં ફેરવાય છે. સેન્દ્રિય પદાર્થો વનસ્પતિને પોષક તત્ત્વો તરીકે ઉપયોગી હોઈ વનસ્પતિનાં મૂળ વાટે શોષાય છે. આ રીતે સૂક્ષ્મ જીવો જંગલમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે.

પ્રશ્ન 4.
જંગલોનો વાતાવરણમાં ઑક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડના સંતુલનમાં ફાળો જણાવો.
ઉત્તરઃ
જંગલોમાં વૃક્ષો મોટી સંખ્યામાં હોય છે. વૃક્ષો દિવસે પ્રકાશસંશ્લેષણ દ્વારા વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઈડનો ઉપયોગ કરી ખોરાક બનાવે છે અને. ઑક્સિજન વાયુ વાતાવરણમાં મુક્ત કરે છે. પ્રાણીઓ શ્વસનમાં ઑક્સિજન વાયુ લઈ કાર્બન ડાયૉક્સાઈડ વાયુ મુક્ત કરે છે. આમ, જંગલોમાં વનસ્પતિની પ્રકાશસંશ્લેષણની ક્રિયા અને પ્રાણીઓની શ્વસનની ક્રિયા દ્વારા વાતાવરણમાં ઑક્સિજન અને કાર્બન ડાયૉકસાઇડનું પ્રમાણ જળવાઈ રહેતાં સંતુલન સ્થપાય છે.

પ્રશ્ન 5.
જંગલમાં કંઈ પણ નકામું નથી. સમજાવો.
ઉત્તરઃ
જંગલમાં પ્રાણીઓ મૃત્યુ પામે તો ગીધ, કાગડા, શિયાળ વગેરે મૃતદેહના ભાગો છૂટા કરી ખાઈ જાય છે. વધેલા ભાગો છેવટે સૂક્ષ્મ જીવો અને જીવજંતુઓ સાફ કરી જાય છે. જંગલમાં વનસ્પતિના ખરી પડેલાં પાંદડાં અને અન્ય ભાગો પણ સેન્દ્રિય પદાર્થોમાં ફેરવાઈ પોષક તત્ત્વોના રૂપમાં વનસ્પતિના ઉપયોગમાં આવે છે. આમ, જંગલમાં કોઈ વસ્તુ નકામી પડી રહેતી નથી. પરંતુ કોઈને કોઈ રીતે ઉપયોગી બને છે. તેથી કહી શકાય કે જંગલમાં કંઈ પણ નકામું નથી.

પ્રશ્ન 6.
જંગલમાંથી મળતી કોઈ પણ પાંચ પેદાશોનાં નામ જણાવો.
ઉત્તરઃ
જંગલમાંથી મળતી પેદાશો નીચે મુજબ છે :

  1. લાકડું
  2. જડીબુટ્ટીઓ
  3. ગુંદર
  4. રેઝિન
  5. કાથો

પ્રશ્ન 7.
ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.
કીટકો, પતંગિયાં, મધમાખી અને પક્ષીઓ સપુષ્પી વનસ્પતિને ……… માં મદદરૂપ છે.
ઉત્તરઃ
પરાગનયન

GSEB Solutions Class 7 Science Chapter 17 જંગલો : આપણી જીવાદોરી

પ્રશ્ન 2.
જંગલ …….. અને …….. નું શુદ્ધીકરણ કરે છે.
ઉત્તરઃ
હવા, પાણી

પ્રશ્ન 3.
છોડવાઓ જંગલનું ………. સ્તર બનાવે છે.
ઉત્તરઃ
સૌથી નીચલું

પ્રશ્ન 4.
સડેલાં પાંદડાં અને પ્રાણીઓનાં મળ જંગલને ……….. થી ભરપૂર બનાવે છે.
ઉત્તરઃ
સેન્દ્રિય દ્રવ્યો

પ્રશ્ન 8.
આપણે જંગલને લગતી પરિસ્થિતિ અને સમસ્યાઓથી શા માટે ચિંતિત થવું જોઈએ?
ઉત્તરઃ
જંગલો આપણને ઘણી રીતે ઉપયોગી છે. તેથી જંગલોની આપણને ચિંતા હોવી જોઈએ. આજે જંગલો કપાતાં જાય છે, ત્યાં ઉદ્યોગો અને વસાહતો સ્થપાય છે. તેથી જંગલમાં વસતા પ્રાણીઓ અને લોકોના કુદરતી રહેઠાણ છીનવાઈ રહ્યાં છે. આપણા વિકાસ માટે જંગલોનો નાશ થઈ રહ્યો છે. જંગલો માટે આવી પરિસ્થિતિ અને સમસ્યાઓ ઊભી થઈ રહી છે, તે ખરેખર મનુષ્ય માટે વિચારવા જેવી બાબત છે. આપણા પર્યાવરણને બચાવવા જંગલોની જાળવણી કરવી જરૂરી બની રહી છે.

પ્રશ્ન 9.
જંગલમાં વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓ શા માટે જરૂરી છે? સમજાવો.
ઉત્તરઃ
વનસ્પતિની વિવિધ જાતિઓને વિકસાવવાથી જંગલો તૃણાહારીઓને ખોરાક અને રહેઠાણની બહોળી તકો પૂરી પાડે છે. આથી તૃણાહારીઓની સંખ્યા વધે છે. તૃણાહારીઓની સંખ્યા વધતા માંસાહારીઓ માટે ખોરાક પૂરતો મળી રહે છે. પરિણામે માંસાહારી પ્રાણીઓની સંખ્યા વધે છે. આથી જંગલ વનસ્પતિઓ, તૃણાહારીઓ અને માંસાહારી પ્રાણીઓથી હર્યુંભર્યું લાગે છે. આમ, વનસ્પતિ અને પ્રાણીઓની વિવિધતા જંગલના વૃદ્ધિ અને પુનર્વિકાસ માટે જરૂરી છે.

પ્રશ્ન 10.
નીચે આપેલી આકૃતિમાં ચિત્રકાર, નામનિર્દેશન અને તિર આપવાનું ભૂલી ગયેલ છે. નીચે આપેલ શબ્દો દ્વારા નામનિર્દેશન કરો અને પ્રક્રિયાની દિશા જણાવો.
વાદળો, વરસાદ, વાતાવરણ, કાર્બન ડાયૉક્સાઈડ, ઑક્સિજન, વનસ્પતિ, પ્રાણી, જમીન, મૂળ, જળસપાટી.
ઉત્તરઃ
GSEB Solutions Class 8 Science Chapter 17 જંગલો આપણી જીવાદોરી 3

પ્રશ્ન 11.
નીચે આપેલામાંથી કઈ જંગલની પેદાશ નથી?
A. ગુંદર
B. પ્લાયવુડ
C. મીણ
D. કેરોસીન
ઉત્તરઃ
D. કેરોસીન

GSEB Solutions Class 7 Science Chapter 17 જંગલો : આપણી જીવાદોરી

પ્રશ્ન 12.
નીચે આપેલામાંથી કયું વિધાન સાચું નથી?
A. જંગલો જમીન ધોવાણની પ્રક્રિયાને અટકાવે છે.
B. વનસ્પતિ અને પ્રાણીઓ જંગલમાં એકબીજા પર આધારિત નથી.
C. જંગલો વાતાવરણ અને જળચક્ર પર અસર કરે છે.
D. જમીન જંગલોની વૃદ્ધિ અને પુનઃસર્જન માટે મદદ કરે છે.
ઉત્તર:
B. વનસ્પતિ અને પ્રાણીઓ જંગલમાં એકબીજા પર આધારિત નથી.

પ્રશ્ન 13.
સૂક્ષ્મ જીવો મૃત વનસ્પતિ પર પ્રક્રિયા કરે છે તે …………
A. રેતી
B. ફૂગ (મશરૂમ)
C. કળણ
D. લાકડું
ઉત્તર:
B. ફૂગ (મશરૂમ).

GSEB Class 7 Science જંગલો : આપણી જીવાદોરી Textbook Activities

પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ

પ્રવૃત્તિ 1:
જે વસ્તુઓ જંગલમાંથી મળેલ સામગ્રીમાંથી બનેલી હોય તેની યાદી બનાવવી.
સાધન-સામગ્રી: ઘરની વસ્તુઓ.
પદ્ધતિઃ

  1. તમારા ઘરની વિવિધ વસ્તુઓનું અવલોકન કરો.
  2. તેમાંથી જે વસ્તુ જંગલમાંથી મળેલ સામગ્રીમાંથી બનેલી હોય તેની યાદી બનાવો.
  3. વનસ્પતિમાંથી આપણને મળતી પેદાશોના આધારે નીચેનું કોષ્ટક 17.1 ભરવાનો પ્રયત્ન કરો.

કોષ્ટક 17.1: વનસ્પતિ અને તેની પેદાશો

GSEB Solutions Class 7 Science Chapter 17 જંગલો આપણી જીવાદોરી 1
નિર્ણયઃ આપણા ઘરમાં વપરાતી ઘણી વસ્તુઓ જંગલમાંથી મળેલ સામગ્રીમાંથી

GSEB Solutions Class 7 Science Chapter 17 જંગલો : આપણી જીવાદોરી

પ્રવૃત્તિ 2:
જંગલમાંથી મળતી વનસ્પતિઓને ઓળખવી.
પદ્ધતિઃ

  1. તમારા નજીકમાં આવેલ જંગલની કે બાગની મુલાકાત લો.
  2. વૃક્ષોનું અવલોકન કરો અને તેને ઓળખવાનો પ્રયત્ન કરો. તમે કોઈ વડીલ કે જાણકારની સલાહ લઈ શકો છો.
  3. તમે નિહાળેલાં વૃક્ષોનાં લક્ષણોની યાદી બનાવો.
  4. તેમાં તેની ઊંચાઈ, પર્ણનો આકાર, મુગટ (છાજ) વિશે લખો.
  5. કેટલીક વનસ્પતિઓના મુગટના આકાર પણ દોરો.

GSEB Solutions Class 8 Science Chapter 17 જંગલો આપણી જીવાદોરી 2
[આકૃતિ: કેટલાક પ્રકારના મુગટ(છાજ)ના આકારો]
[નોંધઃ વિદ્યાર્થીએ જે વૃક્ષો જોયાં હોય અને યાદી બનાવી હોય તે વિશે જરૂરી માહિતી લખવી તથા આકૃતિ દોરવી.]

પ્રવૃત્તિ 3:
સડતી વસ્તુઓ અને તેને કારણે ખાડાની અંદરની બાજુ હૂંફાળી અને ભેજવાળી હોય છે.
પદ્ધતિઃ

  1. એક ખાડો ખોદો.
  2. તેમાં શાકભાજીનો કચરો અને પર્ણ નાખો.
  3. તેને માટીથી આવરિત કરો. થોડું પાણી ઉમેરો.
  4. ત્રણ દિવસ પછી, માટીનું ઉપરનું સ્તર દૂર કરો. શું ખાડામાં અંદરની બાજુએ ગરમાવો અનુભવાય છે?

અવલોકનઃ સડતી વસ્તુઓ અને તેની જગ્યાએ ગરમાવો (હૂંફ) અને ભેજ જોવા મળે છે.
નિર્ણયઃ સડતી વસ્તુઓ અને તેને કારણે ખાડાની અંદરની બાજુ હૂંફાળી અને ભેજવાળી હોય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *