GSEB Solutions Class 6 Social Science Chapter 6 મૌર્યયુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક

   

Gujarat Board GSEB Textbook Solutions Class 6 Social Science Chapter 6 મૌર્યયુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક Textbook Exercise and Answers.

મૌર્યયુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક Class 6 GSEB Solutions Social Science Chapter 6

GSEB Class 6 Social Science મૌર્યયુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક Textbook Questions and Answers

1. નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો:

પ્રશ્ન 1.
ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના કયા ગુરુના માર્ગદર્શને ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો?
A. ગુરુ દ્રોણના
B. ગુરુ સાંદીપનિના
C. ગુરુ ચાણક્યના
D. ગુરુ વિશ્વામિત્રના
ઉત્તર:
C. ગુરુ ચાણક્યના

પ્રશ્ન 2.
ચાણક્ય દ્વારા લખાયેલા ક્યા ગ્રંથમાંથી તે સમયની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળી રહે છે?
A. નીતિશાસ્ત્ર
B. સમાજશાસ્ત્ર
C. મુદ્રારાક્ષસ
D. અર્થશાસ્ત્ર
ઉત્તર:
D. અર્થશાસ્ત્ર

પ્રશ્ન 3.
બિંદુસારે અશોકની કયા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી?
A. અવંતિ
B. તક્ષશિલા
C. પાટલિપુત્ર
D. ઉજ્જૈન
ઉત્તર:
A. અવંતિ

GSEB Solutions Class 6 Social Science Chapter 6 મૌર્યયુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક

પ્રશ્ન 4.
અશોકે સંઘમિત્રાને બૌદ્ધધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યાં હતાં?
A. સિરિયા
B. સિલોન
C. મ્યાનમાર
D. ઇજિપ્ત
ઉત્તર:
B. સિલોન

પ્રશ્ન 5.
અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા કઈ હતી?
A. ઈરાની
B. પાલિ
C. પ્રાકૃત
D. બ્રાહ્મી
ઉત્તર:
C. પ્રાકૃત

2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો:

પ્રશ્ન 1.
સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું?
ઉત્તરઃ
સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય વાયવ્ય સરહદે કંદહાર અને પેશાવર, ઉત્તરમાં નેપાલ, દક્ષિણે મૈસૂર (હાલનું કર્ણાટક), પશ્ચિમે ગુજરાત-સૌરાષ્ટ્ર અને પૂર્વમાં મગધ તેમજ કલિંગ (હાલનું ઓડિશા) સુધી ફેલાયેલું હતું.

પ્રશ્ન 2.
સેલ્યુક્સ નિક્તર સાથેના યુદ્ધ બાદ ક્યાં પરિણામો આવ્યાં?
ઉત્તરઃ
સેલ્યુકસ નિકેતર સાથેના યુદ્ધ બાદ ચંદ્રગુપ્તને વિજય મળતાં ચાર પ્રદેશો મળ્યા. ચંદ્રગુપ્તની બહાદુરી જોઈને સેલ્યુકસ નિકેતરે પોતાની પુત્રી હેલેનાને તેની સાથે પરણાવી. સેલ્યુકસે પોતાનો રાજદૂત ચંદ્રગુપ્તના દરબારમાં મોકલ્યો. આમ, સેલ્યુકસ સાથે યુદ્ધ બાદ ભારત અને ગ્રીક વચ્ચે રાજદ્વારી સંબંધો વિકસ્યા.

પ્રશ્ન 3.
મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું?
ઉત્તરઃ
મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર ત્રણ વિભાગો(અંગો)માં વહેંચવામાં આવ્યું હતું.

GSEB Solutions Class 6 Social Science Chapter 6 મૌર્યયુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક

પ્રશ્ન 4.
અશોકે ગૌતમ બુદ્ધના કયા કયા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો?
ઉત્તરઃ
અશોકે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા વગેરે સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો હતો.

પ્રશ્ન 5.
રાષ્ટ્રીય તરીકે નિમાયેલ અધિકારીનાં કાર્યો જણાવો.
ઉત્તર:
રાષ્ટ્રીય તરીકે નિમાયેલ અધિકારીનાં કાર્યો આ મુજબ છે:

  1. સમગ્ર પ્રાંતમાં શાંતિ-વ્યવસ્થાની જાળવણી કરવી.
  2. કરવેરા ઉઘરાવવા.
  3. રાજાના આદેશોનું પાલન કરાવવું.
  4. પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટ(કેન્દ્ર)ને સતત વાકેફ કરતા રહેવું.

3. નીચે આપેલા વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:

1. મૅગેસ્થનિસ દ્વારા ઇન્ડિકા અને કલ્હણ દ્વારા મુદ્રારાક્ષસની રચના કરવામાં આવી હતી.
ઉત્તર:
ખોટું

2. ધમ્મ મહામાત્રનું કાર્ય જૈનધર્મનો પ્રચાર કરી પ્રજાનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું હતું.
ઉત્તર:
ખોટું

૩. ચંદ્રગુપ્ત પોતાનો અંતિમ સમય શ્રવણ બેલગોડામાં વિતાવ્યો હતો.
ઉત્તર:
ખરું

GSEB Solutions Class 6 Social Science Chapter 6 મૌર્યયુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક

4. બિંદુસારના સમયમાં મગધ મૌર્ય સામ્રાજ્યમાંથી સ્વતંત્ર થઈ ગયું.
ઉત્તર:
ખોટું

5. અશોકે ઉપગુપ્તના આદેશને અનુસરીને બૌદ્ધધર્મ અંગીકાર કર્યો.
ઉત્તર:
ખરું

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *