GSEB Solutions Class 6 Social Science Chapter 13 ભારત: ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ

Gujarat Board GSEB Textbook Solutions Class 6 Social Science Chapter 13 ભારત: ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ Textbook Exercise, and Answers.

ભારત: ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ Class 6 GSEB Solutions Social Science Chapter 13

GSEB Class 6 Social Science ભારત: ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ Textbook Questions and Answers

1. બંધબેસતાં જોડકાં જોડો :

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) એકશિંગી (1) ઓડિશાનો સમુદ્રકિનારો ભારતીય ગેંડા
(2) જળપ્લાવિત ક્ષેત્ર (2) સમુદ્રના કાચબા
(3) અસમ (3) યાયાવર પક્ષીઓ
(4) કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણનાં સૂકાં ક્ષેત્રો

ઉત્તર:
(1) એકશિંગી ભારતીય ગેંડા – અસમ
(2) સમુદ્રના કાચબા – ઓડિશાનો સમુદ્રકિનારો
(3) યાયાવર પક્ષીઓ – જળપ્લાવિત ક્ષેત્ર

2. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:

પ્રશ્ન 1.
સિંહ ગીર ઉપરાંત નળ સરોવરમાં જોવા મળે છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 2.
પૂર્વ કિનારાની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 3.
કાવેરી નદીએ સુંદરવન નામનો મુખત્રિકોણ પ્રદેશ બનાવ્યો છે.
ઉત્તર:
ખોટું

GSEB Solutions Class 6 Social Science Chapter 13 ભારત: ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ

3. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:

પ્રશ્ન 1.
હિમાલયની દક્ષિણે આવેલ મેદાન કઈ કઈ નદીઓએ બનાવ્યું છે?
ઉત્તર:
હિમાલયની દક્ષિણે આવેલ મેદાન ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર અને તેની શાખા નદીઓએ બનાવ્યું છે.

પ્રશ્ન 2.
ગુજરાતમાં યાયાવર પક્ષીઓ ક્યાં ક્યાં આવે છે?
ઉત્તર:
ગુજરાતમાં યાયાવર પક્ષીઓ નળ સરોવર, ખીજડીયા, થોળ, છારીઢંઢ (કચ્છ) વગેરે સ્થળોએ આવે છે.

4. નીચેના પ્રશ્નોના ઉત્તર ત્રણ-ચાર વાક્યોમાં આપો:

પ્રશ્ન 1.
મૅન્ગવ જંગલો (ભરતીનાં જંગલો) વિશે તમે શું જાણો છો?
ઉત્તર:
મૅગ્નેવ જંગલો (ભરતીનાં જંગલો) (Mangrove Forest) સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે. ભારતમાં તે પશ્ચિમ બંગાળ, ગુજરાત તથા અંદમાન અને નિકોબાર ટાપુઓના દરિયાકિનારે આવેલાં છે. ગંગાના મુખત્રિકોણ પ્રદેશમાં આવેલું ‘સુંદરવન’ ભરતીનું જંગલ છે. અહીં સુંદરી નામનાં વૃક્ષો થાય છે. ગુજરાતના સમુદ્રકિનારે દલદલીય વિસ્તારમાં નાના પાયા પર ભરતીનાં જંગલો આવેલાં છે. અહીં ચેર નામનાં વૃક્ષો થાય છે. સ્થાનિક લોકો તેનાં લાકડાંનો બળતણ તરીકે ઉપયોગ કરે છે.

પ્રશ્ન 2.
પર્વતીય જંગલ વિશે માહિતી આપો.
ઉત્તર:
પર્વતીય જંગલ (Montane Forest) એટલે પર્વતો પરનાં જંગલો. આ જંગલોનાં વૃક્ષો પર્વતો પર જુદી જુદી ઊંચાઈએ, વિવિધ પ્રકારનાં અને વિશિષ્ટ આકાર ધરાવતાં હોય છે. સમુદ્રસપાટીથી આશરે 1500 મીટરથી 2500 મીટર સુધી ઊગતી વનસ્પતિ શંકુ આકારની અને લાંબાં તથા અણીદાર પાંદડાંવાળી હોય છે. તેથી અહીંની વનસ્પતિ “શંકુદ્રુમ વનસ્પતિ’ તરીકે ઓળખાય છે. ચીડ, દેવદાર અને પાઈન અહીંનાં મુખ્ય વૃક્ષો છે.

5. નીચેના શબ્દોની સમજૂતી આપો :

પ્રશ્ન 1.
યાયાવર પક્ષીઓ
ઉત્તર:
યાયાવર પક્ષીઓ એટલે ભટકતાં પક્ષીઓ. શિયાળા દરમિયાન આપણા દેશનાં જળાશયો અને જળપ્લાવિત ક્ષેત્રોમાં દૂર દૂર આવેલા ઠંડા પ્રદેશોમાંથી વિદેશી પક્ષીઓ આવે છે. તે શિયાળો પૂરો થતાં પોતાના વતનમાં પાછાં જાય છે. આ પક્ષીઓ યાયાવર પક્ષીઓ’ તરીકે ઓળખાય છે. તેમને પ્રવાસી પક્ષીઓ પણ કહે છે.

પ્રશ્ન 2.
પાનખર ઋતુ
ઉત્તર:
જે ઋતુમાં વનસ્પતિનાં પાંદડાં ખરી જાય તેને પાનખર ઋતુ કહેવાય. આપણે ત્યાં મહા અને ફાગણ માસ દરમિયાન વનસ્પતિ પોતાનાં બધાં પાંદડાં ખેરવી નાખે છે. તેથી આ સમયને કે પાનખર તુ કહેવામાં આવે છે. ઉષ્ણ કટિબંધીય જંગલોનાં વૃક્ષો પાનખર ઋતુમાં પોતાનાં બધાં પાંદડાં ખેરવી નાખે છે. તેથી આ જંગલો “ખરાઉ જંગલો ‘ કહેવાય છે. આ જંગલોમાં સાગ, સાલ, વાંસ, મહુડો, લીમડો ‘ વગેરે વૃક્ષો જોવા મળે છે.

GSEB Solutions Class 6 Social Science Chapter 13 ભારત: ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ

6. ટૂંક નોંધ લખોઃ

પ્રશ્ન 1.
જંગલોના પ્રકાર અથવા ભારતનાં જંગલોના પ્રકાર જણાવો.
ઉત્તરઃ
મુખ્યત્વે આબોહવા અને વરસાદની વિવિધતાના આધારે ભારતમાં જંગલોના પાંચ પ્રકાર રચાયા છે :
1. ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલોઃ ભારતમાં આ જંગલો વાર્ષિક 200 સેમી કરતાં વધુ વરસાદવાળા પ્રદેશોમાં આવેલાં છે. આ જંગલોનાં વૃક્ષો ગાઢ અને ઘટાદાર હોવાથી અહીં સૂર્યનાં કિરણો જમીન સુધી પહોંચી શકતાં નથી. આ જંગલોનાં વૃક્ષોમાં એકસાથે પાનખર આવતી નથી. તેથી તે બારે માસ લીલાં રહે છે. ભારતમાં તે પશ્ચિમ ઘાટના કિનારા તરફના ઢોળાવોમાં પટ્ટીરૂપે, અંદમાન અને નિકોબાર ટાપુઓમાં તથા ઉત્તર-પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં આવેલાં છે. મૅહોગની, અબનૂસ, રોઝવુડ, નેતર, રબર વગેરે અહીંનાં મુખ્ય વૃક્ષો છે.

2. ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલોઃ આ જંગલો ઓછાં ઘટાદાર હોય છે. તેનાં વૃક્ષો પાનખર ઋતુમાં પોતાનાં બધાં પાંદડાં ખેરવી નાખે છે. તેથી તે ‘પાનખર’ કે ખરાઉ જંગલો કહેવાય છે. આ જંગલોનાં વૃક્ષો મોસમ પ્રમાણે પાન ખેરવતાં હોવાથી
GSEB Solutions Class 6 Social Science Chapter 13 ભારત ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ 1
તેને ‘મોસમી જંગલો’ પણ કહે છે. ભારતમાં આ પ્રકારનાં જંગલો :ઘણા વિસ્તારોમાં આવેલાં છે. સાગ, સાલ, વાંસ, સીસમ, મહુડો, : લીમડો વગેરે અહીંનાં મુખ્ય વૃક્ષો છે.

3. સૂકાં અને ઝાંખરાંવાળાં જંગલોઃ આ જંગલો (70 સેમીથી) ઓછા વરસાદ મેળવતા પ્રદેશોમાં જોવા મળે છે. તે કાંટાળાં હોય છે. ભારતમાં તે રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ ઘાટનો પૂર્વીય ઢાળ અને ગુજરાતમાં આવેલાં છે. થોર, ખેર, ખીજડો, બાવળ, બોરડી વગેરે અહીંની મુખ્ય વનસ્પતિ છે.

4. પર્વતીય જંગલોઃ ઉત્તર માટે જુઓ સ્વાધ્યાય પર્વતીય જંગલ (Montane Forest) એટલે પર્વતો પરનાં જંગલો. આ જંગલોનાં વૃક્ષો પર્વતો પર જુદી જુદી ઊંચાઈએ, વિવિધ પ્રકારનાં અને વિશિષ્ટ આકાર ધરાવતાં હોય છે. સમુદ્રસપાટીથી આશરે 1500 મીટરથી 2500 મીટર સુધી ઊગતી વનસ્પતિ શંકુ આકારની અને લાંબાં તથા અણીદાર પાંદડાંવાળી હોય છે. તેથી અહીંની વનસ્પતિ “શંકુદ્રુમ વનસ્પતિ’ તરીકે ઓળખાય છે. ચીડ, દેવદાર અને પાઈન અહીંનાં મુખ્ય વૃક્ષો છે.

5. ભરતીનાં જંગલો (મૅન્ગવ):
મૅગ્નેવ જંગલો (ભરતીનાં જંગલો) (Mangrove Forest) સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે. ભારતમાં તે પશ્ચિમ બંગાળ, ગુજરાત તથા અંદમાન અને નિકોબાર ટાપુઓના દરિયાકિનારે આવેલાં છે. ગંગાના મુખત્રિકોણ પ્રદેશમાં આવેલું ‘સુંદરવન’ ભરતીનું જંગલ છે. અહીં સુંદરી નામનાં વૃક્ષો થાય છે. ગુજરાતના સમુદ્રકિનારે દલદલીય વિસ્તારમાં નાના પાયા પર ભરતીનાં જંગલો આવેલાં છે. અહીં ચેર નામનાં વૃક્ષો થાય છે. સ્થાનિક લોકો તેનાં લાકડાંનો બળતણ તરીકે ઉપયોગ કરે છે.

પ્રશ્ન 2.
ભારતની આબોહવા અને ઋતુઓ
ઉત્તર:
ભારતની આબોહવામાં સ્પષ્ટ ઋતુભેદ અનુભવાય છે. ભારતમાં નીચે મુજબની ચાર ઋતુઓ પ્રવર્તે છે:
GSEB Solutions Class 6 Social Science Chapter 13 ભારત ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ 2
(1) શિયાળો winter):
ઉત્તર:
ભારતમાં શિયાળાની ઋતુ ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિનાઓ સુધી હોય છે. આ સમયે ભારતમાં સૂર્યનાં કિરણો ત્રાંસા પડતાં હોવાથી તાપમાન નીચું રહે છે. હિમાલયમાં શિયાળામાં કેટલીક વાર ભારે હિમવર્ષા થાય છે. તે વખતે ત્યાંની ઠંડી અને ભારે હવા ઉત્તરના મેદાનમાં ધસી આવે છે. તેની અસરથી ઉત્તર ભારતમાં તેમજ રાજસ્થાન અને ગુજરાતમાં પણ ઠંડીનું મોજું. ફરી વળે છે. પરિણામે તાપમાન એકાએક નીચું ઊતરી જાય છે. શિયાળામાં ગુજરાતના ઉત્તરના વિસ્તારોમાં રાજ્યના બીજા વિસ્તારો કરતાં વધુ ઠંડી અનુભવાય છે. શિયાળામાં દિવસો ટૂંકા હોય છે, જ્યારે રાત્રિઓ લાંબી હોય છે.

(2) ઉનાળો (Summer):
ઉત્તર:
ભારતમાં ઉનાળાની ઋતુ માર્ચથી મે સુધી હોય છે. આ સમયે ભારતમાં સૂર્યનાં કિરણો સીધાં પડતાં હોવાથી તાપમાન વધારે પ્રમાણમાં રહે છે. સમુદ્રકિનારાના પ્રદેશોમાં ગરમીનું પ્રમાણ દેશના ખંડીય ભાગો કરતાં ઓછું રહે છે. ભારતમાં મોટા ભાગના પ્રદેશોમાં ઉનાળો એકંદરે ગરમ અને સૂકો હોય છે. બપોરે વાતા ખૂબ ગરમ પવનને લૂ’ કહે છે. ઉનાળાની ઋતુ દરમિયાન ગુજરાતના ઉત્તર ભાગમાં અને રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં ખૂબ વધારે ગરમી પડે છે. આ ઋતુ દરમિયાન દિવસો શિયાળાની સરખામણીમાં લાંબા હોય છે.

(3) ચોમાસું (Monsoon):
ઉત્તર:
ભારતમાં ચોમાસાની ઋતુ જૂનથી સપ્ટેમ્બર માસ સુધી હોય છે. ખેતીપ્રધાન ભારત માટે ચોમાસું સૌથી મહત્ત્વની ઋતુ છે. ભારતમાં મોટા ભાગની ખેતી વરસાદ પર આધારિત હોવાથી આ ઋતુ ખેતી માટે ખૂબ અગત્યની ગણાય છે.
નર્સત્ય (દક્ષિણ-પશ્ચિમ) દિશામાંથી વાતા પવનો સમુદ્ર પરથી આવતા હોવાથી તે ભેજવાળા હોય છે. આ પવનો દેશમાં વરસાદ લાવે છે. આ પવનોનો એક ફાંટો અરબ સાગર પરથી આગળ વધી કેરલ, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય ભારત સુધી પહોંચે છે. ભેજવાળા પવનોનો બીજો ફાંટો બંગાળાના ઉપસાગર (બંગાળાની ખાડી), અંદમાન અને નિકોબાર ટાપુઓ અને પૂર્વ ભારત થઈ ગંગાના મેદાનમાં પ્રવેશે છે. આ બંને ફાંટા આગળ જતાં એકબીજાને મળી પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને પૂર્વ રાજસ્થાન સુધી જઈને વરસાદ આપે છે. ભેજવાળા પવનોના માર્ગમાં જ્યાં પર્વતો આવે છે ત્યાં વધુ વરસાદ પડે છે. ગુજરાતમાં ભેજવાળા પવનોના માર્ગમાં મોટા પર્વતો આવતા ન હોવાથી વરસાદનું પ્રમાણ ઓછું રહે છે.

GSEB Solutions Class 6 Social Science Chapter 13 ભારત: ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ

(4) પાછા ફરતા મોસમી પવનોની ઋતુઃ
ઉત્તર:
ભારતમાં પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ઑક્ટોબરનવેમ્બરના સમયગાળામાં હોય છે. આ ઋતુ દરમિયાન પવનો ઈશાન દિશામાંથી (ઉત્તર-પૂર્વ દિશામાંથી) જમીન તરફ વાય છે. તેથી તે સૂકા હોય છે. પરિણામે તે વરસાદ આપતા નથી. આ ઋતુ દરમિયાન આકાશ વાદળાં વિનાનું સ્વચ્છ હોય છે.
પાછા ફરતા મોસમી પવનો બંગાળના ઉપસાગર (બંગાળાની ખાડી) પરથી પસાર થતાં ભેજવાળા બને છે. તેથી તે ભારતના પૂર્વ કિનારે આંધ્ર પ્રદેશ અને તમિલનાડુના કિનારે સારો વરસાદ આપે છે. આ ઋતુ તમિલનાડુની મુખ્ય વર્ષાઋતુ ગણાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *