GSEB Solutions Class 6 Science Chapter 8 શરીરનું હલનચલન

Gujarat Board GSEB Solutions Class 6 Science Chapter 8 શરીરનું હલનચલન Textbook Questions and Answers, Textbook Activities Pdf.

શરીરનું હલનચલન Class 6 GSEB Solutions Science Chapter 8

GSEB Class 6 Science શરીરનું હલનચલન Textbook Questions and Answers

પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર

1. ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.
અસ્થિઓના સાંધા શરીરને …………………. માં મદદ કરે છે.
ઉત્તરઃ
હલનચલન

પ્રશ્ન 2.
અસ્થિઓ અને કાસ્થિ સંયુક્ત રીતે શરીરનું …………………… બનાવે છે.
ઉત્તરઃ
કંકાલ

GSEB Solutions Class 6 Science Chapter 8 શરીરનું હલનચલન

પ્રશ્ન 3.
કોણીનાં હાડકાં ……………………… સાંધા વડે જોડાયેલ હોય છે.
ઉત્તરઃ
મિજાગરા

પ્રશ્ન 4.
ગતિ કરતી વખતે …………………….. ના સંકોચનથી હાડકાં ખેંચાય છે.
ઉત્તરઃ
સ્નાયુ

2. નીચેના વિધાનોની આગળ સાચાં [T] અને ખોટાં [F] લખો:

પ્રશ્ન 1.
બધાં પ્રાણીઓની ગતિ અને ચાલ એકસમાન હોય છે.
ઉત્તરઃ
F

પ્રશ્ન 2.
કાસ્થિ એ અસ્થિની સાપેક્ષમાં કઠણ હોય છે.
ઉત્તરઃ
F

GSEB Solutions Class 6 Science Chapter 8 શરીરનું હલનચલન

પ્રશ્ન 3.
આંગળીઓનાં હાડકાંમાં સાંધા હોતા નથી.
ઉત્તરઃ
F

પ્રશ્ન 4.
અગ્ર બાહુમાં બે અસ્થિ હોય છે.
ઉત્તરઃ
T

પ્રશ્ન 5.
વંદામાં બાહ્ય કંકાલ જોવા મળે છે.
ઉત્તરઃ
T

પ્રશ્ન 3.
કૉલમ “માં આપેલ શબ્દોને કૉલમ ‘I’માં આપેલા એક અથવા વધારે વિધાન સાથે જોડોઃ
GSEB Solutions Class 6 Science Chapter 8 શરીરનું હલનચલન 1
ઉત્તર:

કૉલમ ‘I’ કૉલમ ‘II’
(1) ઉપલું જડબું એક અચલ સાંધો છે.
(2) માછલી તેનું શરીર ધારારેખીય હોય છે.
(3) પાંસળીઓ હૃદયનું રક્ષણ કરે છે.
(4) ગોકળગાય બાહ્ય કંકાલ હોય છે.
અત્યંત ધીમી ગતિથી ચાલે છે.
(5) વંદો બાહ્ય કંકાલ હોય છે.
હવામાં ઊડી શકે છે.
શરીર પર પાંખો હોય છે.

4. નીચેના પ્રશ્નોના ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
ખલ-દસ્તા સાંધો એટલે શું?
ઉત્તરઃ
જે સાંધામાં એક હાડકાનો દડા જેવો ગોળ ભાગ બીજા હાડકાના પોલાણવાળા ભાગમાં ગોઠવાયેલ હોય છે, જેનાથી સાંધા આગળ બધી જ દિશાઓમાં હલનચલન થઈ શકે તે સાંધાને ખલ-દસ્તા સાંધો કહે છે. ખભા આગળના બે હાડકાંના જોડાણમાં ખલ-દસ્તા સાંધો છે.

GSEB Solutions Class 6 Science Chapter 8 શરીરનું હલનચલન

પ્રશ્ન 2.
ખોપરીનું કયું અસ્થિ ગતિ (હલનચલન) કરે છે?
ઉત્તરઃ
ખોપરીનું નીચલા જડબાનું અસ્થિ ગતિ (હલનચલન) કરે છે.

પ્રશ્ન 3.
આપણી કોણી પાછળની તરફ કેમ વળી શકતી નથી?
ઉત્તરઃ
આપણી કોણી પાછળની તરફ વળી શકતી નથી. કારણ કે, કોણીનું હાડકું મિજાગરા સાંધાથી જોડાયેલું છે, જે ફક્ત આગળની દિશામાં જ વળી શકે છે.

GSEB Class 6 Science શરીરનું હલનચલન Textbook Activities

પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ

પ્રવૃત્તિ 1:

હાડકાંના સાંધાની અગત્ય સમજવી.
સાધન-સામગ્રી: ફૂટપટ્ટી, મજબૂત દોરો.
GSEB Solutions Class 6 Science Chapter 8 શરીરનું હલનચલન 2
પદ્ધતિઃ

  1. એક લાંબી ફૂટપટ્ટી લો.
  2. આ ફૂટપટ્ટીને તમારા હાથ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની સ્થિતિમાં રાખો, જેનાથી તમારી કોણી ફૂટપટ્ટીની મધ્યમાં રહે.
  3. તમારા મિત્રને ફૂટપટ્ટી તથા હાથને એક સાથે બાંધવાનું કહો.
  4. હવે તમારી કોણીને વાળવાનો પ્રયત્ન કરો. શું તમે તેને વાળી શકો છો?

અવલોકન:
કોણી વાળી શકાતી નથી.

નિર્ણયઃ
સાંધા વિના સળંગ હાડકાં વડે અંગોને વાળી શકાય નહિ. અંગોને વાળવા સાંધા અગત્યના છે.

GSEB Solutions Class 6 Science Chapter 8 શરીરનું હલનચલન

પ્રવૃત્તિ 2:

નમૂનો બનાવી ખલદસ્તા સાંધાની રચના અને કાર્ય સમજવાં.
સાધન-સામગ્રી: કાગળની પટ્ટી, પ્લાસ્ટિકનો જૂનો દડો.
GSEB Solutions Class 6 Science Chapter 8 શરીરનું હલનચલન 3
GSEB Solutions Class 6 Science Chapter 8 શરીરનું હલનચલન 4
પદ્ધતિઃ

  1. કાગળની એક પટ્ટીને એક વેલણ આકારમાં (નળાકાર) વાળો.
  2. પ્લાસ્ટિકના એક જૂના દડામાં કાણું પાડીને તેમાં વાળેલ કાગળના નળાકારને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવો.
  3. દડાને એક નાની વાટકીમાં રાખીને ચારેય બાજુ ફેરવવાનો પ્રયત્ન કરો. શું દડો વાટકીમાં ચારેય બાજુ મુક્ત રીતે ફરે છે? શું કાગળનું વેલણ પણ ફરે છે?

સમજૂતીઃ
કલ્પના કરો કે કાગળનું વેલણ તમારો પગ છે તથા દડો તેનો એક છેડો છે. વાટકી નિતંબના ભાગ સમાન છે, જેનાથી તમારો પગ જોડાયેલો છે. એક હાડકાનો દડા જેવો ગોળ ભાગ બીજા હાડકાનાં વાટકી જેવા ખાડામાં ખૂંપેલો હોય છે. [આકૃતિ (b)] આ પ્રકારના સાંધા બધી જ દિશાઓમાં હલનચલન પ્રદાન કરે છે.

GSEB Solutions Class 6 Science Chapter 8 શરીરનું હલનચલન

પ્રવૃત્તિ 3:

નમૂનો બનાવી મિજાગરા સાંધાની રચના અને કાર્ય સમજવાં.
સાધન-સામગ્રીઃ બે કાર્ડબોર્ડ, પેન્સિલ.
પદ્ધતિઃ

  1. એક કાર્ડબોર્ડનો નળાકાર બનાવો. (જુઓ આકૃતિ)
  2. કાર્ડબોર્ડના નળાકારની મધ્યમાં છિદ્ર બનાવી તેમાં એક પેન્સિલ દાખલ કરો.
    GSEB Solutions Class 6 Science Chapter 8 શરીરનું હલનચલન 5
  3. કાર્ડબોર્ડનો બીજો ટુકડો લઈને એવી રીતે વાળો કે તે અર્ધ નળાકાર બને.
  4. અર્ધ નળાકાર ઉપર પૂર્ણ નળાકાર મૂકો જેથી પૂર્ણ નળાકારને સરળતાથી ફેરવી શકાય. (જુઓ આકૃતિ)
  5. પેન્સિલ નાખેલ નળાકારને ફેરવવાનો પ્રયાસ કરો. તે કેવા પ્રકારની ગતિ કરે છે?
    GSEB Solutions Class 6 Science Chapter 8 શરીરનું હલનચલન 6

આ ગતિ મિજાગરાવાળા બારણાની ગતિ જેવી છે. આ નમૂના પરથી સમજી શકાય છે કે ઘૂંટણ અને કોણી આગળના મિજાગરા સાંધા આગળ હાડકાંનું હલનચલન એક જ દિશામાં થઈ શકે છે.

પ્રવૃત્તિ 4:

પાંસળી પિંજર(છાતીના પિંજર)ની રચના જાણવી.
પદ્ધતિઃ

  1. ઊંડો શ્વાસ લઈને તેને કેટલાક સમય સુધી રોકી રાખો.
  2. તમારા છાતીના તથા પીઠનાં હાડકાંઓને હળવેથી દબાવીને તમારાં હાડકાંનો અનુભવ કરો.
  3. પાંસળીઓની સંખ્યા ગણવા પ્રયત્ન કરો.
    પાંસળી પિંજરની આકૃતિ : 8.5; નવનીત પાનું 159 જોઈ છાતીના અસ્થિઓની સંખ્યાની સરખામણી કરો.

નિર્ણય: પાંસળી પિંજરમાં છાતીનું એક હાડકું અને પાંસળીઓની સંખ્યા 24 એમ કુલ 25 હાડકાં (અસ્થિઓ) છે.

GSEB Solutions Class 6 Science Chapter 8 શરીરનું હલનચલન

પ્રવૃત્તિ 5:

અળસિયાની ગતિનું નિરીક્ષણ કરવું.
પદ્ધતિઃ

  1. જમીન પર ચાલતા કોઈ અળસિયાની ગતિનું અવલોકન કરો.
  2. તેને પકડીને ફિલ્ટર પેપર મૂકો અને તેની ગતિનું અવલોકન કરો.
  3. તે પછી અળસિયાને કાચની પટ્ટી પર મૂકી તેની ગતિનું અવલોકન કરો. [જુઓ આકૃતિ 8.4; નવનીત પાનું 158]

અવલોકનઃ
અળસિયું કાચ જેવી લીસી સપાટી પર ચાલી શકતું નથી. તે માટીમાં ચાલી શકે છે. તેને હાડકાં હોતાં નથી. તેના ચલવામાં શરીર પરના વલયો, સ્નાયુઓ અને વજકેશ મદદ કરે છે.

પ્રવૃત્તિ 6:

ગોકળગાયની ગતિનું નિરીક્ષણ કરવું.
પદ્ધતિઃ

  1. ગોકળગાયને કાચની પ્લેટ પર મૂકીને તેની ગતિનું નિરીક્ષણ કરો.
  2. જ્યારે તે ચાલવાની શરૂઆત કરે ત્યારે કાચની પ્લેટને ઉપર ઉઠાવી તેની નીચેથી તેની ગતિનું નિરીક્ષણ કરો.
  3. હવે સાવધાનીપૂર્વક કાચની પ્લેટને નમાવો અને પગની તરંગિત ગતિનું નિરીક્ષણ કરો. [જુઓ આકૃતિ 8.1; નવનીત પાનું 154]

અવલોકનઃ
ગોકળગાયની એક માંસલ જાડી સંરચના દેખાય છે તે પગ છે. તેની મદદથી તે ગતિ કરે છે.

GSEB Solutions Class 6 Science Chapter 8 શરીરનું હલનચલન

પ્રવૃત્તિ 7:

વંદાની ગતિમાં સહાયરૂપ થતા શરીરના ભાગોનું અવલોકન કરવું.
પદ્ધતિઃ વંદાના શરીરનું અને તેની ગતિનું અવલોકન કરો.

અવલોકનઃ

  1. વંદાને ત્રણ જોડ પગ છે, જે તેને ચાલવામાં સહાયરૂપ થાય છે.
  2. વંદાને બે જોડ પાંખો હોય છે, જે તેને ઊડવામાં મદદ કરે છે.
  3. વંદાને ચલનપાદની નજીક આવેલા વિશિષ્ટ સ્નાયુઓ અને પગના અગ્ર ભાગની રચના ભીંતની સપાટી પર પકડ રાખી દીવાલ પર ચાલવામાં મદદરૂપ થાય છે. [જુઓ આકૃતિ 8.2; નવનીત પાનું 154].

પ્રવૃત્તિ 8:

માછલીના શરીરની ધારારેખીય રચના તેને પાણીમાં તરવામાં મદદરૂપ બને છે તે સમજવું.
સાધન-સામગ્રીઃ કાગળ, પાણી ભરેલું પહોળું પાત્ર.
પદ્ધતિઃ

  1. એક કાગળની હોડી બનાવો.
  2. પહોળા પાત્રમાં ભરેલા પાણી પર હોડી મૂકો.
  3. હોડીના અણીવાળા છેડાથી તેને ધક્કો મારો. શું થાય છે તે જુઓ.
  4. હવે હોડીને પહોળી બાજુએથી ધક્કો મારો. શું થાય છે તે [જુઓ. (જુઓ આકૃતિ 8.3; નવનીત પાનું 154]

અવલોકન:
હોડીના અણીવાળા છેડાથી ધક્કો મારતા તે સરળતાથી આગળ વધે છે.

GSEB Solutions Class 6 Science Chapter 8 શરીરનું હલનચલન

નિર્ણયઃ
માછલીનું શરીર હોડીના આકાર જેવું ધારારેખીય છે. તેથી માછલી પાણી પર સરળતાથી તરી શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *