GSEB Class 6 Science Important Questions Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન

Gujarat Board GSEB Class 6 Science Important Questions Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન Important Questions and Answers.

GSEB Class 6 Science Important Questions Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન

વિશેષ પ્રસ્નોત્તર

(A) હેતુલક્ષી પ્રશ્નો:

1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો :

પ્રશ્ન 1.
પર્વતો પર કઈ વનસ્પતિ ઊગે છે?
A. ઓક, પાઈન, દેવદાર
B. પીપળો, ખજૂરી, બાવળ
C. નારિયેળી, બાવળ, સીસમ
D. તાડ, લીમડો, ખાખરો
ઉત્તરઃ
A. ઓક, પાઈન, દેવદાર

પ્રશ્ન 2.
દરિયાકિનારે કઈ વનસ્પતિ વધુ જોવા મળે છે?
A. સીસમ
B. નીલગિરિ
C. નારિયેળી
D. ખજૂરી
ઉત્તરઃ
C. નારિયેળી

GSEB Class 6 Science Important Questions Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન

પ્રશ્ન 3.
કોને રણનું વાહન કહેવામાં આવે છે?
A. યાક
B. ઊંટ
C. હાથી
D. કાંગારું
ઉત્તરઃ
B. ઊંટ

પ્રશ્ન 4.
નીચેના પૈકી કયું દરિયાઈ પ્રાણી છે?
A. દેડકો
B. ગોકળગાય
C. કરચલો
D. બગલો
ઉત્તરઃ
C. કરચલો

પ્રશ્ન 5.
નીચેના પૈકી કયું દરિયાઈ પ્રાણી નથી?
A. ઓક્ટોપસ
B. માછલી
C. વહેલ
D. ગોકળગાય
ઉત્તરઃ
D. ગોકળગાય

GSEB Class 6 Science Important Questions Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન

પ્રશ્ન 6.
કર્યું પ્રાણી પાણીમાં તેમજ જમીન પર રહી શકે છે?
A. દેડકો
B. માછલી
C. ઑક્ટોપસ
D. જેલીફિશ
ઉત્તરઃ
A. દેડકો

પ્રશ્ન 7.
નીચેના પૈકી નિવાસસ્થાનનો જૈવ ઘટક કયો છે?
A. પાણી
B. ખડક
C. તાપમાન
D. વનસ્પતિ
ઉત્તરઃ
D. વનસ્પતિ

પ્રશ્ન 8.
નીચેના પૈકી નિવાસસ્થાનનો અજૈવ ઘટક કયો છે?
A. વનસ્પતિ
B. પ્રાણીઓ
C. સૂક્ષ્મ જીવો
D. સૂર્યપ્રકાશ
ઉત્તરઃ
D. સૂર્યપ્રકાશ

GSEB Class 6 Science Important Questions Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન

પ્રશ્ન 9.
ઊંટના રણપ્રદેશમાં રહી શકે તે માટેના અનુકૂલનો નીચે આપેલાં છે. આ પૈકી કર્યું અનુકૂલન પાણીની અછત સામે પહોંચી વળવા વિશેનું નથી?
A. ઊંટ બહુ જ ઓછા મૂત્રનો ત્યાગ કરે છે.
B. તેને પરસેવો વળતો નથી.
C. તેનો મળ સૂકો હોય છે.
D. તેને રેતીની ગરમીથી બચવા લાંબા પગ હોય છે.
ઉત્તરઃ
D. તેને રેતીની ગરમીથી બચવા લાંબા પગ હોય છે.

પ્રશ્ન 10.
કયા જળચર પ્રાણીનું શરીર બોટ આકારનું નથી?
A. ઑક્ટોપસ
B. માછલી
C. વહેલ
D. ડૉલ્ફિન
ઉત્તરઃ
A. ઑક્ટોપસ

પ્રશ્ન 11.
કયા જળચર પ્રાણીને શ્વસન માટે ઝાલર હોતાં નથી?
A. માછલી
B. ટેડપોલ
C. વહેલ
D. આપેલ પૈકી એકેય નહિ
ઉત્તરઃ
C. વહેલ

પ્રશ્ન 12.
નીચેના પૈકી કયું જળચર પ્રાણી છે?
A. દેડકો
B. ડૉલ્ફિન
C. સાલામાન્ડર
D. યાક
ઉત્તરઃ
B. ડૉલ્ફિન

GSEB Class 6 Science Important Questions Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન

પ્રશ્ન 13.
નીચેના પૈકી કોનો સમાવેશ ભૂ-નિવાસસ્થાનમાં થતો નથી?
A. રણપ્રદેશ
B. પર્વતીય પ્રદેશ
C. જંગલો
D. તળાવ
ઉત્તરઃ
D. તળાવ

પ્રશ્ન 14.
બર્ફિલો દીપડો એ ક્યા પ્રદેશનું પ્રાણી છે?
A. રણ
B. પર્વતીય
C. જંગલ
D. ઘાસના મેદાન
ઉત્તરઃ
B. પર્વતીય

પ્રશ્ન 15.
કયું પ્રાણી પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે?
A. હરણ
B. સિંહ
C. યાક
D. સસલું
ઉત્તરઃ
C. યાક

પ્રશ્ન 16.
નીચેના પૈકી કયું સજીવ છે?
A. વાદળ
B. લજામણીનો છોડ
C. વિમાન
D. આગગાડી
ઉત્તરઃ
B. લજામણીનો છોડ

GSEB Class 6 Science Important Questions Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન

પ્રશ્ન 17.
કઈ વનસ્પતિનાં ફૂલો માત્ર રાત્રે જ ખીલે છે?
A. ગુલાબનાં
B. લજામણીનાં
C. સૂર્યમુખીનાં
D. પોયણાનાં
ઉત્તરઃ
D. પોયણાનાં

પ્રશ્ન 18.
આસોપાલવનું વૃક્ષ નીચેનામાંથી કઈ લાક્ષણિક્તા ધરાવતું નથી?
A. શ્વસન
B. પ્રચલન
C. પ્રજનન
D. વૃદ્ધિ
ઉત્તરઃ
B. પ્રચલન

2. ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.
નિવાસસ્થાનના જેવા ઘટકો ………………….. અને ………………… છે.
ઉત્તરઃ
વનસ્પતિ, પ્રાણીઓ

પ્રશ્ન 2.
ભૂમિ એ નિવાસસ્થાનનો ……………………. ઘટક છે.
ઉત્તરઃ
અજૈવિક

GSEB Class 6 Science Important Questions Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન

પ્રશ્ન 3.
જંગલો, રણપ્રદેશ, પર્વતીય પ્રદેશ વગેરે એક પ્રકારના …………………….. નિવાસસ્થાન છે.
ઉત્તરઃ
ભૂ:

પ્રશ્ન 4.
માછલી ……………………….. દ્વારા શ્વસન કરે છે.
ઉત્તરઃ
ચૂઈ

પ્રશ્ન 5.
માછલી ……………………….. અને ……………………… ની મદદથી સમતોલન જાળવે છે અને ગતિની દિશા બદલી શકે છે.
ઉત્તરઃ
મીનપક્ષ, પૂંછડી

પ્રશ્ન 6.
વહેલ ……………………….. દ્વારા શ્વસન કરે છે.
ઉત્તરઃ
નસકોરાં

GSEB Class 6 Science Important Questions Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન

પ્રશ્ન 7.
હવા, પાણી અને જમીન એ નિવાસસ્થાનના …………………….. ઘટકો છે.
ઉત્તરઃ
અજૈવિક

પ્રશ્ન 8.
જે પ્રાણીઓ પાણીમાં વસવાટ કરે છે, તેને ……………………… પ્રાણીઓ કહે છે.
ઉત્તરઃ
જળચર

પ્રશ્ન 9.
…………………….. વિસ્તારમાં ઊગતા વૃક્ષો શંકુ આકારના અને તેના પણ સોયાકાર હોય છે.
ઉત્તરઃ
પર્વતીય

પ્રશ્ન 10.
…………………… ના છોડની ડાળીને અડકતાં તેના પણ બિડાઈ જાય છે.
ઉત્તરઃ
લજામણી

3. નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
ફાફડાશોર કયા પ્રદેશમાં ઊગતી વનસ્પતિ છે?
ઉત્તરઃ
રણપ્રદેશ

GSEB Class 6 Science Important Questions Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન

પ્રશ્ન 2.
ઊંચી ટેકરી કે પર્વતો પર જોવા મળતાં બે પ્રાણીઓનાં નામ આપો.
ઉત્તરઃ
યાક, બકરી

પ્રશ્ન 3.
ઓક અને દેવદારના વૃક્ષો કયા પ્રદેશમાં ઊગતી વનસ્પતિ છે?
ઉત્તરઃ
પર્વતીય પ્રદેશમાં

પ્રશ્ન 4.
માછલી શ્વસન માટે ઑક્સિજન ક્યાંથી લે છે?
ઉત્તરઃ
પાણીમાં ઓગળેલો ઑક્સિજન

પ્રશ્ન 5.
માછલીનું શ્વસન અંગ કયું છે?
ઉત્તરઃ
ચૂઈ (ઝાલર)

GSEB Class 6 Science Important Questions Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન

પ્રશ્ન 6.
કઈ વનસ્પતિમાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા પ્રકાંડ દ્વારા થાય છે?
ઉત્તરઃ
થોર

પ્રશ્ન 7.
બગીચામાં ઉગાડેલી મેંદી પ્રજનનની કઈ રીત વડે ઉગાડેલી હોય છે?
ઉત્તરઃ
કલમ દ્વારા

પ્રશ્ન 8.
અળસિયાનું શ્વસન અંગ કયું છે?
ઉત્તરઃ
ચામડી

પ્રશ્ન 9.
વનસ્પતિનું શ્વસન અંગ કયું છે?
ઉત્તરઃ
પર્ણો

GSEB Class 6 Science Important Questions Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન

પ્રશ્ન 10.
વનસ્પતિમાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા તેના કયા અંગમાં થાય છે?
ઉત્તરઃ
પણમાં

4. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?

પ્રશ્ન 1.
થોર રણપ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 2.
ઊંટ ઘણા દિવસ સુધી પાણી વગર રહી શકે છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 3.
માછલી મીનપક્ષ વડે શ્વસનક્રિયા કરે છે.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 6 Science Important Questions Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન

પ્રશ્ન 4.
સજીવો માટે હવા, પાણી, સૂર્યપ્રકાશ, ગરમી જેવા અજૈવ ઘટકો ખૂબ મહત્ત્વના છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 5.
જે પ્રાણીઓ બદલાવ સાથે અનુકૂલન સાધી શકતાં નથી તે મૃત્યુ પામે છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 6.
રણપ્રદેશમાં વસતાં બધાં જ પ્રાણીઓને એકસમાન અનુકૂલનો હોય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 7.
ઉંદર અને સાપ દરવાસી પ્રાણીઓ છે.
ઉત્તરઃ
ખરું

GSEB Class 6 Science Important Questions Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન

પ્રશ્ન 8.
રણપ્રદેશમાં ઊગતી વનસ્પતિ ગરમીથી બચવા બાષ્પોત્સર્જન દ્વારા વધુ પ્રમાણમાં પાણીનો નિકાલ કરે છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 9.
વનસ્પતિ શ્વસનક્રિયામાં ઑક્સિજન વાયુ લે છે અને કાર્બન ડાયોક્સાઈડ મુક્ત કરે છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 10.
લીલી વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઈડ વાયુનો ઉપયોગ કરે છે અને ઑક્સિજન વાયુ મુક્ત કરે છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 11.
ફાફડા થોરનું પ્રકાંડ પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરે છે.
ઉત્તરઃ
ખરું

GSEB Class 6 Science Important Questions Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન

પ્રશ્ન 12.
પર્વતો પર ઊગતી વનસ્પતિને ખૂબ નાનાં પણ હોય છે અથવા પર્ણોનું કંટકમાં રૂપાંતર થયેલું હોય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 13.
વહેલ પાણીમાંનો ઑક્સિજન શ્વાસમાં લે છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 14.
વાદળાં સજીવ છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 15.
કાર ચાલે છે તથા પેટ્રોલનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તેથી કાર સજીવ છે.
ઉત્તરઃ
ખોટું

5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
પાઈનનું વૃક્ષ સામાન્ય રીતે કયા પ્રદેશમાં જોવા મળે?
ઉત્તરઃ
પાઈનનું વૃક્ષ પર્વતીય વિસ્તારમાં જોવા મળે.

GSEB Class 6 Science Important Questions Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન

પ્રશ્ન 2.
રણમાં ઉંદર અને સાપ ગરમીથી બચવા શું કરે છે?
ઉત્તરઃ
રણમાં ઉંદર અને સાપ ગરમીથી બચવા માટે રેતીમાં ખૂબ ઊંડે દર બનાવીને રહે છે.

પ્રશ્ન 3.
પર્વતીય વિસ્તારમાં કેવાં વૃક્ષો જોવા મળે છે?
ઉત્તરઃ
પર્વતીય વિસ્તારમાં વૃક્ષો શંકુ આકારના, તેની ડાળીઓ ઢળતી અને પાંદડાં સોયાકાર હોય તેવાં જોવા મળે છે.

પ્રશ્ન 4.
હિમ ચિત્તા(સ્નો લેપડી)ને બરફ પર ચાલતી વખતે ઠંડીથી રક્ષણ મેળવવા કેવી રચના હોય છે?
ઉત્તરઃ
હિમ ચિત્તા(સ્નો લેપ)ને બરફ પર ચાલતી વખતે ઠંડીથી રક્ષણ મળે તે માટે શરીર, પગ અને પંજા પર ગાઢ રુવાંટી હોય છે.

પ્રશ્ન 5.
જલીય વનસ્પતિનાં પ્રકાંડ કેવા હોય છે?
ઉત્તર:
જલીય વનસ્પતિનાં પ્રકાંડ લાંબાં, પોલાં અને હલકા હોય છે તથા પાણીની સપાટી સુધી વિકસિત હોય છે.

GSEB Class 6 Science Important Questions Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન

પ્રશ્ન 6.
વનસ્પતિ શ્વસનક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરે છે અને કયો વાયુ મુક્ત કરે છે?
ઉત્તરઃ
વનસ્પતિ શ્વસનક્રિયામાં ઑક્સિજન વાયુનો ઉપયોગ કરે છે અને કાર્બન ડાયૉક્સાઈડ વાયુ બહાર કાઢે છે.

પ્રશ્ન 7.
વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરે છે અને કયો વાયુ મુક્ત કરે છે?
ઉત્તર:
વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયૉક્સાઈડ વાયુનો ઉપયોગ કરે છે અને ઑક્સિજન વાયુ મુક્ત કરે છે.

પ્રશ્ન 8.
રણની વનસ્પતિનાં પર્ણો કેવા હોય છે?
ઉત્તરઃ
રણની વનસ્પતિનાં પર્ણો નાનાં હોય છે, ઓછાં હોય છે અને પાણીની અછત વખતે પર્ણોનું કાંટામાં રૂપાંતર થાય છે.

પ્રશ્ન 9.
દેડકો પાણીમાં તરી શકે તે માટે પગની રચના કેવી હોય છે?
ઉત્તરઃ
દેડકાના પગની આંગળીઓ વચ્ચે ચામડી જોડાયેલી હોય છે, જે દેડકાને પાણીમાં તરવા માટે મદદરૂપ થાય છે.

GSEB Class 6 Science Important Questions Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન

પ્રશ્ન 10.
સજીવો પોતાની જાતિનું અસ્તિત્વ હજારો વર્ષો સુધી કઈ રીતે ટકાવી રાખી શકે છે?
ઉત્તરઃ
સજીવો પોતાના જેવા જ સજીવોની ઉત્પત્તિ દ્વારા પોતાની જાતિનું અસ્તિત્વ હજારો વર્ષો સુધી ટકાવી રાખી શકે છે.

પ્રશ્ન 6.
વ્યાખ્યા આપો?

  1. અનુકૂલન
  2. ઉત્તેજના
  3. ઉત્સર્જન
  4. પ્રજનન

ઉત્તરઃ

  1. અનુકૂલનઃ ચોક્કસ પ્રકારના નિવાસસ્થાનને લીધે વનસ્પતિ કે પ્રાણીઓમાં રહેલી ચોક્કસ આદતો (ટેવો) કે લક્ષણોની હાજરી તેમના વિસ્તારમાં કુદરતી રીતે જીવવામાં મદદરૂપ થાય છે, તેને અનુકૂલન કહે છે.
  2. ઉત્તેજના: આપણી આસપાસના એવા બદલાવ જે આપણને તેમના તરફ પ્રતિચાર આપવા પ્રેરે છે તેને ઉત્તેજના કહે છે.
  3. ઉત્સર્જનઃ સજીવો દ્વારા શરીરમાં ઉત્પન્ન થતા નકામા અને હાનિકારક પદાર્થોને શરીરમાંથી દૂર કરવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે.
  4. પ્રજનનઃ સજીવો તેમના જેવો જ સજીવ ઉત્પન્ન કરે છે, તેને પ્રજનન કહે છે.

(B) ટૂંકજવાબી પ્રશ્નો:

1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
નિવાસસ્થાનના પ્રકાર જણાવો.
ઉત્તરઃ
નિવાસસ્થાનના મુખ્ય બે પ્રકાર છે:

  1. ભૂમીય (સ્થળજ) નિવાસસ્થાન
  2. જલીય નિવાસસ્થાન

ભૂમીય (સ્થળજ) નિવાસસ્થાનના પ્રકારોઃ

  1. જંગલો
  2. ઘાસનાં મેદાનો
  3. રણપ્રદેશ
  4. દરિયાકાંઠાના વિસ્તાર
  5. પર્વતીય વિસ્તાર

જલીય નિવાસસ્થાનના પ્રકારો:

  1. તળાવ
  2. સરોવર
  3. નદી
  4. સમુદ્ર
  5. કળણ (દલદલ)

GSEB Class 6 Science Important Questions Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન

પ્રશ્ન 2.
પર્વતીય વિસ્તારમાં રહેતાં પ્રાણીઓ અને વનસ્પતિઓનાં નામ જણાવો.
ઉત્તરઃ
પર્વતીય વિસ્તારમાં રહેતાં પ્રાણીઓ : હિમ ચિત્તો, યાક, પર્વતીય બકરી, સફેદ રીંછ.
પર્વતીય વિસ્તારમાં ઊગતી વનસ્પતિઓ : ઓક, પાઇન, દેવદાર.

પ્રશ્ન 3.
રણપ્રદેશમાં રહેતાં પ્રાણીઓ અને વનસ્પતિઓનાં નામ જણાવો.
ઉત્તરઃ
રણપ્રદેશમાં રહેતા પ્રાણીઓઃ ઊંટ, કાંગારુ રેટ (રણનું ઉંદર), સાપ, કસ્તુરી મૃગ વગેરે.
રણપ્રદેશની ઊગતી વનસ્પતિઓઃ થોર, સરુ, આકડો, બાવળ.

પ્રશ્ન 4.
વહેલ અને ડૉલ્ફિન કેવી રીતે શ્વસન કરે છે?
ઉત્તરઃ
વહેલ અને ડૉલ્ફિનને ચૂઈ હોતી નથી. તેઓ નસકોરાં કે શ્વસનછિદ્રો જે તેમના માથાના ઉપરના ભાગે ગોઠવાયેલા હોય છે. તેઓ જ્યારે પાણીની સપાટીની નજીક તરતાં હોય ત્યારે તેના દ્વારા હવા અંદર લે છે. તેઓ લાંબા સમય સુધી શ્વાસ લીધા વગર પાણીની અંદર રહી શકે છે. શ્વાસ લેવા તેઓ સમયાંતરે સપાટીની બહાર માથું કાઢે છે.

GSEB Class 6 Science Important Questions Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન

પ્રશ્ન 5.
પર્વતીય વિસ્તારમાં રહેતાં પ્રાણીઓનાં અનુકૂલનો જણાવો.
ઉત્તર:
પર્વતીય વિસ્તારમાં રહેતાં પ્રાણીઓનાં અનુકૂલનો નીચે મુજબ છેઃ

  1. ઠંડીથી રક્ષણ મેળવવા માટે તેમની ચામડી જાડી અને રુવાંટી ધરાવે છે. ઉદાહરણ તરીકે યાકને લાંબા વાળ હોય છે, જેથી તેનું શરીર ગરમ રહે છે.
  2. હિમ ચિત્તાના શરીર, પગ અને પંજા પર ગાઢ રુવાંટી હોય છે, જે તેને બરફ પર ચાલતી વખતે ઠંડીથી બચાવે છે.
  3. પર્વતીય બકરીઓ મજબૂત ખરીઓ ધરાવે છે, જેથી ખડકાળ ઢાળ પર દોડી શકાય.

પ્રશ્ન 6.
સિંહનાં શિકારી પ્રાણી તરીકેનાં અનુકૂલનો જણાવો.
ઉત્તરઃ
સિંહનાં શિકારી પ્રાણી તરીકેનાં અનુકૂલનો નીચે મુજબ છેઃ

  1. તે જંગલમાં કે ઘાસના મેદાનમાં રહેતું સશક્ત પ્રાણી છે, જે હરણ જેવા પ્રાણીનો શિકાર કરી શકે છે.
  2. તેનો આછો ભૂખરો રંગ ઘાસના મેદાનમાં છુપાવા માટે મદદરૂપ થાય છે અને ભક્ષ્યની નજરથી બચીને તેના પર અચાનક હુમલો કરી શકે છે.
  3. તેના ચહેરાની આગળ તરફ રહેલી આંખો તેને શિકારના ચોક્કસ સ્થાન વિશે ખ્યાલ આપે છે.
  4. તેની દોડવાની ઝડપ શિકારને પકડવામાં મદદ કરે છે.

પ્રશ્ન 7.
ઘાસના મેદાનમાં રહેતાં હરણનાં અનુકૂલનો જણાવો.
ઉત્તરઃ
ઘાસનાં મેદાનમાં રહેતા હરણનાં અનુકૂલનો નીચે મુજબ છેઃ

  1. ઘાસના મેદાનની વનસ્પતિના મજબૂત પ્રકાંડને ચાવવા માટે તેને મજબૂત દાંત હોય છે.
  2. તેનો વાઘ અને સિંહ જેવા પ્રાણીઓ દ્વારા શિકાર ન થાય અને તેમનાંથી બચાવ થાય તે માટે શિકારી પ્રાણીના સામાન્ય હલનચલનને સાંભળી શકે તે માટે તેના કાન લાંબા હોય છે.
  3. તેના માથાની બાજુ પર રહેલી આંખો તેને ખતરાની જાણ માટે દરેક દિશામાં જોવા માટે મદદરૂપ થાય છે.
  4. હરણની ઝડપ તેને શિકારી પ્રાણીથી દૂર ભાગવામાં મદદરૂપ થાય છે.

GSEB Class 6 Science Important Questions Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન

પ્રશ્ન 8.
સજીવોનાં લક્ષણો જણાવો.
ઉત્તરઃ
સજીવોનાં લક્ષણો નીચે મુજબ છેઃ

  1. તેઓને ખોરાકની જરૂર હોય છે.
  2. તે વૃદ્ધિ પામે છે, એટલે કે તે જન્મે છે, મોટા થાય છે અને છેવટે મૃત્યુ પામે છે.
  3. તે શ્વસન કરે છે.
  4. તે ઉત્તેજનાને પ્રતિચાર આપે છે.
  5. તે હલનચલન કરે છે.
  6. તે ઉત્સર્જન કરે છે.
  7. તે પ્રજનન કરે છે.

પ્રશ્ન 9.
વનસ્પતિ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે તે દર્શાવતા ઉદાહરણો આપો.
ઉત્તરઃ
વનસ્પતિ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે તે દર્શાવતા ઉદાહરણો નીચે મુજબ છેઃ

  1. લજામણીના છોડની ડાળીને અડકતાં તેનાં પણ બિડાઈ જાય છે.
  2. સૂર્યમુખીના છોડના પુષ્પ સૂર્યની તરફ રહે છે અને સૂર્યાસ્ત થતાં પુષ્પ નમી જાય છે.
  3. પોયણાનાં અને રાતરાણીનાં પુષ્પો માત્ર રાત્રે જ ખીલે છે.

GSEB Class 6 Science Important Questions Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન

પ્રશ્ન 10.
આકાશમાં ખસતું વાદળ સજીવ છે કે નિર્જીવ? શા માટે?
ઉત્તરઃ
આકાશમાં ખસતું વાદળ નિર્જીવ છે. તેનાં કારણો નીચે મુજબ છેઃ

  1. વાદળ પવનના બળથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. વાદળ પોતાની જાતે ખસતું નથી. તેથી આ સજીવનું પ્રચલનનું લક્ષણ નથી.
  2. વાદળ સજીવનાં અન્ય લક્ષણો પણ ધરાવતું નથી. જેમ કે, વાદળ ખોરાક લેતું નથી, શ્વસન કરતું નથી, વાદળ વૃદ્ધિ પામી યુવાન બનતું નથી કે પ્રજનન કરી બીજું વાદળ ઉત્પન્ન કરતું નથી.

પ્રશ્ન 11.
બારમાસીનો છોડ સજીવ છે તેમ શા પરથી કહી શકાય?
ઉત્તરઃ

  1. બારમાસીનો છોડ વ્યસન કરે છે. તે પણમાં આવેલાં છિદ્રો દ્વારા હવામાંનો ઑક્સિજન વાયુ લે છે અને કાર્બન ડાયૉક્સાઈડ વાયુ બહાર કાઢે છે.
  2. તે જમીનમાંથી ખનીજ દ્રવ્યો અને પાણી ખોરાક તરીકે લે છે.
  3. તેનો નાનો છોડ વૃદ્ધિ પામી મોટો છોડ બને છે.
  4. બારમાસીના છોડનાં બીજ વાવવાથી બારમાસીનો નવો છોડ ઊગે છે.
    ઉપરનાં વિધાનો પરથી બારમાસીનો છોડ સજીવ છે એમ કહી શકાય.

GSEB Class 6 Science Important Questions Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન

પ્રશ્ન 12.
આગગાડી નિર્જીવ છે કે સજીવ છે? આમ કહેવા માટેનાં તમારાં – કારણો આપો.
ઉત્તરઃ
આગગાડી નિર્જીવ છે. આ માટેનાં કારણો આ મુજબ છે :

  1. આગગાડી એક સ્થાનેથી બીજે સ્થાને જાય છે, પરંતુ તે કોલસા, ડીઝલ કે વિદ્યુતઊર્જાના ઉપયોગથી ચાલે છે. તે પોતાની મેળે હલનચલન કરતી નથી.
  2. આગગાડી સમય જતાં સજીવોની જેમ વૃદ્ધિ પામી કદમાં મોટી થતી નથી.
  3. આગગાડી પોતાની મેળે કોલસાનો ખોરાક તરીકે ઉપયોગ કરતી નથી.
  4. આગગાડી નવી આગગાડીને જન્મ આપી શકતી નથી. તેથી આગગાડી ચાલતી હોવા છતાં તે નિર્જીવ છે એમ કહેવાય.

2. વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો:

પ્રશ્ન 1.
ઊંટ રણનું વહાણ કહેવાય છે.
ઉત્તરઃ

  1. ઊંટ રણપ્રદેશમાં વસવાટ માટેનાં અનુકૂલનો ધરાવે છે.
  2. તેના પગના તળિયાનો ભાગ ગાદી જેવો હોય છે. આથી તેના પગ રણની રેતીમાં ખૂપી જતા નથી તેમજ ગરમ રેતીમાં ચાલવામાં અનુકૂળ રહે છે.
  3. તે લાંબા સમય સુધી ખોરાક અને પાણી વિના ચલાવી શકે છે.
  4. તે લાંબા સમયે અલ્પ માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે. આવાં અનુકૂલનો ધરાવતું ઊંટ રણપ્રદેશમાં મુસાફરી માટે સક્ષમ છે. તેથી ઊંટ રણનું વહાણ કહેવાય છે.

પ્રશ્ન 2.
થોર રણપ્રદેશમાં ઊગી શકે છે.
ઉત્તરઃ

  1. થોરનાં પર્ણો નાનાં અને ઓછાં હોય છે. પાણીની અછતના સમયે પણનું કંટકમાં રૂપાંતર થાય છે, જેથી બાષ્પોત્સર્જન દ્વારા ઓછું પાણી ગુમાવાય છે.
  2. પ્રકાંડની શાખાઓ જાડી અને લીલી હોય છે, જેના દ્વારા તે પ્રકાશસંશ્લેષણ કરે છે.
  3. તેના માંસલ અને દળદાર પ્રકાંડમાં ખોરાક અને પાણીનો સંગ્રહ થાય છે. આમ, થોર ખૂબ જ ઓછી પાણીની જરૂરિયાતથી રણપ્રદેશમાં અનુકૂલન સાધી જીવિત રહી શકે છે. તેથી થોર રણપ્રદેશમાં ઊગી શકે છે.

GSEB Class 6 Science Important Questions Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન

પ્રશ્ન 3.
આંબાનું વૃક્ષ એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકતું નથી, છતાં તે સજીવ કહેવાય છે.
ઉત્તરઃ
આંબાનું વૃક્ષ એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકતું નથી. પરંતુ તે સજીવનાં અન્ય લક્ષણો જેવા કે શ્વસન કરવું, ખોરાક લેવો, સંવેદના અનુભવવી, વૃદ્ધિ પામવી, પ્રજનન કરવું એ લક્ષણો ધરાવે છે. આથી આંબાનું વૃક્ષ સજીવ કહેવાય છે.

પ્રશ્ન 4.
વિમાન આકાશમાં ઊડે છે અને ખોરાક તરીકે પેટ્રોલ પીએ છે, છતાં વિમાન નિર્જીવ કહેવાય છે.
ઉત્તરઃ
વિમાન આકાશમાં પોતાની જાતે ઊડતું નથી, પરંતુ વિમાનચાલક દ્વારા તેને આકાશમાં ઊડાડવામાં આવે છે. તે પોતાની જાતે ખોરાક તરીકે પેટ્રોલ પીતું નથી, પરંતુ તેમાં પેટ્રોલ ભરવામાં આવે છે. આને સજીવનાં લક્ષણો ન ગણાય. વળી વિમાન શ્વસન કરતું નથી, વૃદ્ધિ પામતું નથી કે પ્રજનન કરતું નથી. તેથી વિમાન નિર્જીવ કહેવાય છે.

3. તફાવત આપો?

પ્રશ્ન 1.
વનસ્પતિ અને પ્રાણી
ઉત્તરઃ

વનસ્પતિ પ્રાણી
1. તે એક સ્થળેથી બીજે સ્થળે જઈ શકતી નથી. 1. તે એક સ્થળેથી બીજે સ્થળે જઈ શકે છે.
2. તે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ-સંશ્લેષણ કરે છે. 2. તે પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરતું નથી.

GSEB Class 6 Science Important Questions Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન

પ્રશ્ન 2.
શ્વસન અને પ્રકાશસંશ્લેષણ
ઉત્તરઃ

શ્વસન પ્રકાશસંશ્લેષણ
1. આ ક્રિયા વનસ્પતિઓમાં અને પ્રાણીઓમાં બંનેમાં થતી હોય છે. 1. આ ક્રિયા ફક્ત લીલી વનસ્પતિઓમાં સૂર્યપ્રકાશની હાજરીમાં જ થાય છે.
2. આ ક્રિયામાં ઑક્સિજન વાયુનો ઉપયોગ થાય છે અને કાર્બન ડાયૉક્સાઈડ વાયુ મુક્ત થાય છે. 2. આ ક્રિયામાં કાર્બન ડાયૉક્સાઇડ વાયુનો ઉપયોગ થાય છે અને ઑક્સિજન વાયુ મુક્ત થાય છે.

પ્રશ્ન 3.
રણમાં ઊગતી વનસ્પતિ અને પાણીમાં ઊગતી વનસ્પતિ
ઉત્તરઃ

રણમાં ઊગતી વનસ્પતિ પાણીમાં ઊગતી વનસ્પતિ
1. તેમને નાનાં અને ઓછાં પણ હોય છે. 1. તેમનાં પણ મોટાં અને પોલા પર્ણદંડવાળા હોય છે.
2. તેમનાં મૂળ પાણી મેળવવા ખૂબ ઊંડે સુધી ફેલાયેલા હોય છે. 2. તેમનાં મૂળ માટીમાં ચોટેલા હોય છે. કેટલીક વનસ્પતિના મૂળ પાણીમાં તરતાં હોય છે.

પ્રશ્ન 4.
સજીવ અને નિર્જીવ
ઉત્તરઃ

સજીવ નિર્જીવ
1. તે ખોરાક લે છે. 1. તે ખોરાક લેતું નથી.
2. તે શ્વસન કરે છે. 2. તે શ્વસન કરતું નથી.
3. તે હલનચલન કે પ્રચલન કરે છે. 3. તે હલનચલન કે પ્રચલન કરતું નથી.
4. તે વૃદ્ધિ અને વિકાસ પામે છે. 4. તે વૃદ્ધિ અને વિકાસ પામતું નથી.
5. તે ઉત્તેજનાને પ્રતિચાર આપે છે. 5. તે ઉત્તેજનાને પ્રતિચાર આપતું નથી.
6. તે પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરી શકે છે. 6. તે પોતાના જેવી બીજી વસ્તુ ઉત્પન્ન કરી શકતું નથી.

GSEB Class 6 Science Important Questions Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન

પ્રશ્ન 4.
નીચેનાનું સજીવ અને નિર્જીવમાં વર્ગીકરણ કરોઃ
ખડક, બિલાડી, તુલસીનો છોડ, બસ, પતંગિયું, સાઈકલ, રેડિયો, ઊંઘતો કૂતરો, કબૂતર, ટેલિફોન, સિંહ, અંકુરણ પામેલું વાલનું બીજ, માખી, પતંગ, અળસિયું, સ્કૂટર.
ઉત્તરઃ
સજીવ: બિલાડી, તુલસીનો છોડ, પતંગિયું, ઊંઘતો કૂતરો, કબૂતર, સિંહ, અંકુરણ પામેલું વાલનું બીજ, માખી, અળસિયું..
નિર્જીવ: ખડક, બસ, સાઈકલ, રેડિયો, ટેલિફોન, પતંગ, સ્કૂટર.

5. જોડકાં જોડો:

પ્રશ્ન 1.

વિભાગ ‘A’ વિભાગ ‘B’
(1) રણપ્રદેશ (a) કરચલા, શંખ
(2) પર્વતીય વિસ્તાર (b) વાઘ, ચિત્તો
(3) દરિયાકિનારો (c) બકરી, યાક
(4) ઘાસનાં મેદાનો (d) ઊંટ, કાંગારુ

ઉત્તરઃ
(1) → (d), (2) → (c), (3) → (a), (4) → (b).

પ્રશ્ન 2.

વિભાગ ‘A’ વિભાગ ‘B’
(1) ભૂ-નિવાસસ્થાન (a) સરોવર
(2) જલીય નિવાસસ્થાન (b) તાપમાન
(3) જૈવ ઘટકો (c) રણપ્રદેશ
(4) અજૈવ ઘટકો (d) અજૈવ ઘટકો

ઉત્તરઃ
(1) → (c), (2) → (a), (3) → (d), (4) → (b).

GSEB Class 6 Science Important Questions Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન

પ્રશ્ન 3.

વિભાગ ‘A’ (સજીવ) વિભાગ ‘B’ (શ્વસન અંગ) 
(1) માછલી (a) પર્ણ
(2) અળસિયું (b) ઝાલર
(3) વનસ્પતિ (c) મૂળ
(4) વહેલ (d) ચામડી
(e) નસકોરાં

ઉત્તરઃ
(1) → (b), (2) → (d), (3) → (a), (4) → (e).

(C) વિસ્તૃત પ્રશ્નો:

1. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
ઊંટના રણવાસી પ્રાણી તરીકેનાં અનુકૂલનો જણાવો.
ઉત્તરઃ
ઊંટના રણવાસી પ્રાણી તરીકેનાં અનુકૂલનો નીચે મુજબ છેઃ
GSEB Class 6 Science Important Questions Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન 1

  1. ઊંટના પગ લાંબા અને પગનાં તળિયાં પહોળાં હોય છે, જે તેના શરીરને રણની રેતીની ગરમીથી બચાવે છે. વળી તેના પગના તળિયે ગાદી હોય છે, જેથી તે રેતી પર સરળતાથી ચાલી શકે છે.
  2. તેને પરસેવો થતો નથી. તે ખૂબ જ ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરે પગના તળિયાનો છે. તેનો મળ સૂકો હોય છે. આમ, તે શરીરમાંથી ઓછું પાણી ગુમાવે છે.
  3. તે પાણી તેમજ ખોરાક વિના લાંબો સમય ચલાવી શકે છે.
  4. ખોરાક ન મળે ત્યારે જરૂર પડ્યે તેની ખૂંધમાં સંગ્રહાયેલી ચરબીનો ઉપયોગ કરી પોષણ મેળવે છે. આ કારણે ઊંટ લાંબો સમય ભૂખ્યું રહે તો તેની ખંધનું કદ ઘટે છે.)

GSEB Class 6 Science Important Questions Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન

પ્રશ્ન 2.
માછલીનાં જળચર પ્રાણી તરીકેનાં અનુકૂલનો જણાવો.
ઉત્તર:
માછલીનાં જળચર પ્રાણી તરીકેનાં અનુકૂલનો નીચે પ્રમાણે છે:

  1. માછલીના શરીરનો આકાર બંને છેડા તરફ સાંકડો અને વચ્ચેથી પહોળો હોય છે. આવા હોડી જેવા આકારને ધારારેખીય (સુરેખિત) આકાર કહે છે. આવા આકારને લીધે માછલીને પાણીમાં તરતી વખતે ગતિનો અવરોધ ઓછો થાય છે અને સરળતાથી પાણીમાં તરી શકે છે.
    GSEB Class 6 Science Important Questions Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન 2
  2. તેના શરીર પર ચીકણાં ભીંગડાં હોય છે, જેને લીધે પાણીથી રક્ષણ મળે છે.
  3. તે પાણીમાં ઓગળેલો ઑક્સિજન ગ્રહણ કરી શકે તે માટે તેને ચૂઈ (ઝાલર) શ્વસન અંગ તરીકે હોય છે.
  4. તેને તરવા માટે, દિશા બદલવા તથા પાણીમાં સંતુલન જાળવવા માટે ચપટાં મીનપક્ષો અને પૂંછડી હોય છે.

પ્રશ્ન 3.
રણપ્રદેશમાં ઊગતી વનસ્પતિઓનાં અનુકૂલનો જણાવો.
ઉત્તરઃ
રણપ્રદેશમાં ઊગતી વનસ્પતિઓનાં અનુકૂલનો નીચે પ્રમાણે છે :

  1. તેમનું મૂળતંત્ર સુવિકસિત હોય છે અને જમીનમાં ઊંડે સુધી વિસ્તરેલું છે, જેથી ઊંડેથી પાણી શોષી શકે છે.
  2. પ્રકાંડ અને પર્ણોનો વિસ્તાર ઓછો હોય છે. શાખાઓ જાડી અને પ્રકાંડ શુષ્ક અને ખરબચડું હોય છે, જેથી પાણીનો બચાવ થાય છે.
  3. પણે નાનાં અને ઓછાં હોય છે, જેથી બાષ્પોત્સર્જન દ્વારા ઓછું પાણી ગુમાવાય.
  4. પાણીની અછત હોય તેવા દિવસોમાં પણ ખરી પડે છે અથવા પણનું કિંટકમાં રૂપાંતર કરે છે, જેથી બાષ્પોત્સર્જનનો દર ઘટે છે.
  5. કેટલીક વનસ્પતિઓનાં પ્રકાંડ જાડાં, દળદાર, મીણયુક્ત સ્તરથી આવરિત અને લીલાં હોય છે, જેમાં ખોરાક અને પાણીનો સંગ્રહ થાય છે. લીલું પ્રકાંડ પ્રકાશસંશ્લેષણનું કાર્ય કરે છે.
    GSEB Class 6 Science Important Questions Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન 3

GSEB Class 6 Science Important Questions Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન

પ્રશ્ન 4.
જલીય વનસ્પતિનાં અનુકૂલનો જણાવો.
ઉત્તર:
જલીય વનસ્પતિનાં અનુકૂલનો નીચે મુજબ છે :

  1. જલીય વનસ્પતિઓનું મૂળતંત્ર અલ્પવિકસિત હોય છે. મૂળ કદમાં નાનાં હોય છે અને તેમનું કાર્ય વનસ્પતિને એક સ્થળે જકડી રાખવાનું છે.
  2. વનસ્પતિના પ્રકાંડ લાંબા, પોલાં અને હલકાં હોય છે. આથી પ્રકાંડ પાણીની સપાટી સુધી વિકસિત થાય છે.
  3. વનસ્પતિનાં પર્ણ અને ફૂલો પાણીની સપાટી ઉપર તરતાં હોય છે.
  4. કેટલીક જલીય વનસ્પતિઓ પાણીમાં સંપૂર્ણ ડૂબેલી હોય છે. આવી વનસ્પતિના તમામ ભાગ પાણીની અંદર વિકસે છે.
  5. કેટલીક વનસ્પતિનાં પર્ણો સાંકડાં અને પાતળી પટ્ટી જેવાં હોય છે. તે વહેતા પાણીમાં વળી શકે છે.
  6. કેટલીક ડૂબેલી રહેતી વનસ્પતિઓમાં પણ એટલાં વિભાજિત હોય છે કે પાણી તેને કાંઈ જ નુકસાન પહોંચાડ્યા વગર તેમાંથી વહન પામતું હોય છે.
    GSEB Class 6 Science Important Questions Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન 4

HOTS પ્રકારના પ્રસ્નોત્તર

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે GSEB Class 6 Science Important Questions Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન 5 માં લખો

પ્રશ્ન 1.
નીચેનામાંથી ઉભયજીવી પ્રાણી કયું છે?
A. સાપ
B. કેમેલિયોન
C. દેડકો
D. ઉંદર
ઉત્તર:
C. દેડકો

GSEB Class 6 Science Important Questions Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન

પ્રશ્ન 2.
માછલી કયા અંગ દ્વારા પાણીમાં ઓગળેલો ઑક્સિજન મેળવે છે?
A. મીનપક્ષ
B. ચૂઈ
C. મુખ
D. ફેફસાં
ઉત્તર:
B. ચૂઈ

પ્રશ્ન 3.
બાજુની આકૃતિમાં દર્શાવેલ વનસ્પતિ કયા વિસ્તારમાં ઊગે છે?
GSEB Class 6 Science Important Questions Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન 6
A. રણપ્રદેશ
B. પર્વતીય વિસ્તાર
C. દરિયાકિનારે
D. ઘાસનાં મેદાનો
ઉત્તર:
B. પર્વતીય વિસ્તાર

પ્રશ્ન 4.
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?
A. સિંહના આગળના પગને લાંબા પંજા હોય છે.
B. વહેલ અને ડૉલ્ફિનને શ્વસન માટે ચૂઈ હોતી નથી.
C. ઑક્ટોપસ ધારારેખીય રચનાવાળું શરીર ધરાવતું નથી.
D. પર્વત પર ઊગતી વનસ્પતિને ઓછાં અને નાનાં પર્ણ હોય છે.
ઉત્તર:
D. પર્વત પર ઊગતી વનસ્પતિને ઓછાં અને નાનાં પર્ણ હોય છે.

GSEB Class 6 Science Important Questions Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન

પ્રશ્ન 5.
વનસ્પતિ દ્વારા ઉત્તેજનાને અપાતો પ્રતિચાર નીચેનામાંથી કયો સાચો નથી?
A. કેટલીક વનસ્પતિનાં પુષ્પ માત્ર રાત્રે જ ખીલે છે.
B. લજામણીના પુષ્પને અડકતાં પુષ્પ બિડાઈ જાય છે.
C. સૂર્યમુખીનું પુષ્પ સૂર્ય તરફ રહે છે.
D. મેંદીના છોડની કલમ વાવવાથી છોડ ઊગે છે.
ઉત્તર:
B. લજામણીના પુષ્પને અડકતાં પુષ્પ બિડાઈ જાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *