GSEB Solutions Class 6 Science Chapter 7 વનસ્પતિની જાણકારી મેળવીએ

Gujarat Board GSEB Solutions Class 6 Science Chapter 7 વનસ્પતિની જાણકારી મેળવીએ Textbook Questions and Answers, Textbook Activities Pdf.

વનસ્પતિની જાણકારી મેળવીએ Class 6 GSEB Solutions Science Chapter 7

GSEB Class 6 Science વનસ્પતિની જાણકારી મેળવીએ Textbook Questions and Answers

પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર

પ્રશ્ન 1.
નીચેનાં વાક્યોને સુધારીને તમારી નોંધપોથીમાં ફરીથી લખોઃ

પ્રશ્ન 1.
પ્રકાંડ જમીનમાંથી પાણી અને ખનીજ ક્ષારોનું શોષણ કરે છે.
ઉત્તરઃ
મૂળ જમીનમાંથી પાણી અને ખનીજ ક્ષારોનું શોષણ કરે છે.

પ્રશ્ન 2.
પર્ણો વનસ્પતિને ટટ્ટાર રાખે છે.
ઉત્તરઃ
પ્રકાંડ વનસ્પતિને ટટ્ટાર રાખે છે.

GSEB Solutions Class 6 Science Chapter 7 વનસ્પતિની જાણકારી મેળવીએ

પ્રશ્ન 3.
મૂળ પાણીનું વહન પર્ષો સુધી કરે છે.
ઉત્તરઃ
પ્રકાંડ પાણીનું વહન પર્ષો સુધી કરે છે.

પ્રશ્ન 4.
પુષ્પમાં પુંકેસર અને દલપત્રોની સંખ્યા હંમેશાં સમાન હોય છે.
ઉત્તરઃ
પુષ્પમાં પુંકેસર અને દલપત્રોની સંખ્યા હંમેશાં સમાન હોતી નથી.

પ્રશ્ન 5.
જો પુષ્પનાં વજપત્રો જોડાયેલાં હોય, તો તેનાં દલપત્રો પણ જોડાયેલાં જ હોય છે.
ઉત્તરઃ
જો પુષ્પનાં વજપત્રો જોડાયેલાં હોય, તો તેનાં દલપત્રો જોડાયેલાં હોય કે ન પણ હોય.

પ્રશ્ન 6.
જો પુષ્પનાં દલપત્રો જોડાયેલાં હોય, તો તેનું સ્ત્રીકેસર દલપત્ર સાથે જોડાયેલું હોય છે.
ઉત્તરઃ
જો પુષ્પનાં દલપત્રો જોડાયેલાં હોય, તો તેનું સ્ત્રીકેસર દલપત્ર સાથે જોડાયેલું હોય અથવા ન પણ હોય.

પ્રશ્ન 2.
આકૃતિ દોરો
(1) પર્ણ
(2) સોટીમૂળ
(૩) પુષ્પ
ઉત્તર:
(1) પર્ણ
GSEB Solutions Class 6 Science Chapter 7 વનસ્પતિની જાણકારી મેળવીએ 1
(2) સોટીમૂળ
GSEB Solutions Class 6 Science Chapter 7 વનસ્પતિની જાણકારી મેળવીએ 2
(3) પુષ્પ
GSEB Solutions Class 6 Science Chapter 7 વનસ્પતિની જાણકારી મેળવીએ 3
(આકૃતિ 7.1 (1) પર્ણ (2) સોટીમૂળ (3) પુષ્પ ]

પ્રશ્ન 3.
શું તમે તમારા ઘરમાં કે અડોશપડોશમાં એવી વનસ્પતિ શોધી શકો કે જેનું પ્રકાંડ લાંબું પણ નબળું હોય? તેનું નામ લખો. તમે તેને કયા જૂથમાં વર્ગીકૃત કરશો?
ઉત્તર:
પ્રકાંડ લાંબું અને નબળું હોય તેવી વનસ્પતિ મની પ્લાન્ટ છે. પર તેને વેલા’ પ્રકારની વનસ્પતિમાં વર્ગીકૃત કરાય.

પ્રશ્ન 4.
વનસ્પતિમાં પ્રકાંડનું કાર્ય શું છે?
ઉત્તરઃ
પ્રકાંડનું કાર્ય પ્રકાંડનું કાર્ય મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનીજ ક્ષારોનું પ્રકાંડની શાખાઓ અને પ તરફ વહન કરવાનું છે.

GSEB Solutions Class 6 Science Chapter 7 વનસ્પતિની જાણકારી મેળવીએ

પ્રશ્ન 5.
નીચેનામાં કયાં પર્ણો જાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે? ઘઉં, તુલસી, મકાઈ, ઘાસ, કોથમીર, જાસૂદ.
ઉત્તરઃ
પર્ણોમાં જાલાકાર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિઓઃ તુલસી, કોથમીર અને જાસૂદ.

પ્રશ્ન 6.
જો કોઈ વનસ્પતિ તંતુમૂળ ધરાવતી હોય, તો તેનાં પર્ણોનો શિરાવિન્યાસ કે સામાન્ય રીતે કેવા પ્રકારનો હોઈ શકે?
ઉત્તરઃ
જો કોઈ વનસ્પતિ તંતુમૂળ ધરાવતી હોય, તો તેનાં પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ હોય.

પ્રશ્ન 7.
જો કોઈ વનસ્પતિનાં પ જાલાકાર શિરાવિન્યાસ ધરાવે, તો તેનાં મૂળ કયા પ્રકારના હશે?
ઉત્તર:
જો કોઈ વનસ્પતિનાં પર્ણો જાલાકાર શિરાવિન્યાસ ધરાવે, તો તેનાં મૂળ સોટીમૂળ હોય.

પ્રશ્ન 8.
કોઈ પર્ણની કાગળ પર લીધેલ છાપને જ જોઈને શું એ વનસ્પતિનાં મૂળ તંતુમૂળ છે કે સોટીમૂળ એ કહેવું શક્ય છે?
ઉત્તર:
હા. કોઈ પર્ણની કાગળ પર લીધેલ છાપ જોતાં તે વનસ્પતિનાં પર્ણોમાં – સમાંતર શિરાવિન્યાસ હોય, તો તેનાં મૂળ તંતુમૂળ હોય અને પર્ણોમાં જાલાકાર શિરાવિન્યાસ હોય, તો તેનાં મૂળ સોટીમૂળ હોય તેમ કહી શકાય.

પ્રશ્ન 9.
પુષ્યના ભાગોનાં નામ લખો.
ઉત્તરઃ
પુષ્પના ભાગોનાં નામઃ

  1. વજપત્ર
  2. દલપત્ર
  3. પુંકેસર
  4. સ્ત્રીકેસર.

પ્રશ્ન 10.
નીચેનામાંથી કઈ વનસ્પતિમાં તમે પુષ્પો જોયાં છે?
ઘાસ, મકાઈ, ઘઉં, મરચાં, ટમેટું, તુલસી, પીપળો, સીસમ, વડ, આંબો, જાંબુ જામફળ, ધડમ, પપૈયું કેળ, લીબુ શેરડી, બટય અને મગફળી.
ઉત્તરઃ
આપેલી બધી જ વનસ્પતિને પુષ્પો હોય છે.

GSEB Solutions Class 6 Science Chapter 7 વનસ્પતિની જાણકારી મેળવીએ

પ્રશ્ન 11.
વનસ્પતિનો જે ભાગ ખોરાક બનાવે છે તેનું નામ આપો. આ પ્રક્રિયાનું નામ જણાવો.
ઉત્તરઃ
વનસ્પતિનાં પર્ણો ખોરાક બનાવે છે. વનસ્પતિની ખોરાક બનાવવાની પ્રક્રિયાને પ્રકાશસંશ્લેષણ કહે છે.

પ્રશ્ન 12.
પુષ્પના કયા ભાગમાં તમને બીજાશય જોવા મળશે?
ઉત્તરઃ
પુષ્પના સ્ત્રીકેસર ભાગમાં નીચે બીજાશય જોવા મળે છે.

પ્રશ્ન 13.
જોડાયેલાં તથા છૂટાં વજપત્ર હોય, તેવાં બે પુષ્પોનાં નામ આપો.
ઉત્તરઃ
જોડાયેલાં વજપત્રવાળાં પુષ્પો

  1. ધતૂરો
  2. જાસૂદ

છૂયં વજપત્રવાળાં પુષ્પો

  1. ગુલાબ
  2. રાઈ

GSEB Class 6 Science વનસ્પતિની જાણકારી મેળવીએ Textbook Activities

‘પાઠયપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ

પ્રવૃત્તિ 1:
વનસ્પતિના જુદા જુદા પ્રકાર વિશે અભ્યાસ કરવો.

પદ્ધતિઃ

  1. જુદી જુદી વનસ્પતિઓનાં પ્રકાંડ અને ડાળીઓને નજીકથી જુઓ.
  2. વનસ્પતિઓની ઊંચાઈને તમારી ઊંચાઈ સાથે સરખાવો.
  3. તેમના પ્રકાંડને અડકો. તેને હળવેથી વાળવા પ્રયત્ન કરો.
  4. પ્રકાંડની શાખાઓ ક્યાંથી ઊગે છે તે જુઓ.

તમારા અવલોકનને આધારે કોષ્ટક 7.1માં વિગતો ભરો.
કોષ્ટક 7.1: વનસ્પતિના પ્રકારો
GSEB Solutions Class 6 Science Chapter 7 વનસ્પતિની જાણકારી મેળવીએ 4
નિર્ણયઃ વનસ્પતિઓને છોડ, ક્ષુપ અને વૃક્ષ એમ ત્રણ પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે.

પ્રવૃત્તિ 2.
પ્રકાંડ પાણીનું વહન કરે છે તે સમજવું.
સોટીમૂળઃ તેમાં એક મુખ્ય જાડું મૂળ અને તેના પર ઉપમૂળ જોવા મળે છે તેને સોટીમૂળ કહે છે. ઉપમૂળને પાર્થમૂળ કહે છે.
દ્વિદળી વનસ્પતિ જેવી કે તુવેર, મગ, વાલ, વટાણા તથા આંબો, લીમડો, વડ, પીપળો વગેરેમાં સોટીમૂળ હોય છે.
GSEB Solutions Class 6 Science Chapter 7 વનસ્પતિની જાણકારી મેળવીએ 15

પ્રવૃત્તિ ૩:
પર્ણની છાપ લેવી.
સાધન-સામગ્રી : પર્ણ, કાગળ, પેન્સિલ.

પદ્ધતિઃ

  1. વનસ્પતિનું કોઈ એક પર્ણ લો.
  2. તેને ટેબલ પર મૂકી તેના પર સફેદ કાગળ મૂકો.
    GSEB Solutions Class 6 Science Chapter 7 વનસ્પતિની જાણકારી મેળવીએ 5
  3. પર્ણ અને કાગળને બરાબર પકડી રાખો.
  4. પેન્સિલની અણીને બાજુએથી પકડી, કાગળના જે ભાગ નીચે પર્ણ છે ત્યાં ઘસો. છાપ મળી? શું તે છાપ પર્ણની રેખાઓ જેવી જ છે? તમારું અવલોકન નોંધો.

અવલોકનઃ કાગળ પર પર્ણની રેખાઓવાળી છાપ મળે છે.

પ્રવૃત્તિ 4:
વનસ્પતિનાં પર્ણોમાં થતી બાષ્પોત્સર્જનની ક્રિયા દર્શાવવી.
ઉત્તર:
તંતુમૂળઃ તેમાં મુખ્ય મૂળ હોતું નથી. પરંતુ એક જગ્યાએથી ઘણાં બધાં પાતળાં તંતુઓ જેવા મૂળ ઉદ્ભવેલાં હોય છે તેને તંતુમૂળ કહે છે. એકદળી વનસ્પતિ જેવી કે ઘઉં, બાજરી, ડાંગર, મકાઈ તથા શેરડી, વાંસ, નાળિયેરી વગેરેમાં તંતુમૂળ જોવા મળે છે.
GSEB Solutions Class 6 Science Chapter 7 વનસ્પતિની જાણકારી મેળવીએ 16

પ્રવૃત્તિ 5:
છોડના પર્ણમાં સ્ટાર્સની હાજરી તપાસવી.
સાધન-સામગ્રી : પર્ણ, બીકર, પાણી, સ્પિરિટ, ટેસ્ટટ્યૂબ, આયોડિનનું દ્રાવણ, બન્સન બર્નર.
GSEB Solutions Class 6 Science Chapter 7 વનસ્પતિની જાણકારી મેળવીએ 6

પદ્ધતિઃ

  1. છોડનું પર્ણ તોડી તેને ટેસ્ટટ્યુબમાં મૂકો.
  2. પર્ણ ઢંકાઈ જાય ત્યાં સુધી સ્પિરિટ ઉમેરો.
  3. ટેસ્ટટ્યૂબને પાણી ભરેલા બીઝરમાં મૂકો.
  4. પર્ણનો બધો લીલો રંગ નીકળીને ટેસ્ટબમાં આવી જાય ત્યાં સુધી બીકરને ગરમ કરો.
  5. પર્ણને બહાર કાઢી પાણી વડે ધુઓ.
  6. પર્ણને પ્લેટ પર મૂકી તેના પર આયોડિનના દ્રાવણનાં થોડાં ટીપાં નાખો.
    પર્ણ પર થતી આયોડિનના દ્રાવણની શી અસર થાય છે તે નોંધો.

અવલોકન : આયોડિનના દ્રાવણનો રંગ બદલાઈને ભૂરો-કાળો થાય છે.
નિર્ણય : છોડના પર્ણમાં સ્ટાર્સની હાજરી હોય છે.

પ્રવૃત્તિ 6:
છોડના તંદુરસ્ત વિકાસ માટે મૂળ જરૂરી છે તે દર્શાવવું.
સાધન-સામગ્રી: બે કૂંડાં (માટી ભરેલાં), બે છોડ, ખૂરપી, બ્લેડ, પાણી.
પદ્ધતિઃ

  1. એક જ પ્રકારના બે છોડને ખુલ્લા મેદાનમાંથી પસંદ કરીને તેને મૂળ સાથે ખોદીને બહાર કાઢો.
    GSEB Solutions Class 6 Science Chapter 7 વનસ્પતિની જાણકારી મેળવીએ 7
    [આકૃતિઃ છોડના વિકાસ માટે મૂળ જરૂરી છે.]
  2. કૂંડા Aની માટીમાં બેમાંથી એક છોડને મૂળ સાથે વાવો.
  3. કુંડા Bની માટીમાં બીજા છોડને મૂળ કાપીને વાવો.
  4. નિયમિત રીતે બને છોડને પાણી આપો. એક અઠવાડિયા બાદ બંને છોડનું અવલોકન કરો.

અવલોકન : મૂળવાળા છોડનો વિકાસ સારી રીતે થયેલો છે, જ્યારે મૂળ વગરનો છોડ અવિકસિત છે.
નિર્ણય : છોડના તંદુરસ્ત વિકાસ માટે મૂળ જરૂરી છે.

GSEB Solutions Class 6 Science Chapter 7 વનસ્પતિની જાણકારી મેળવીએ

પ્રવૃત્તિ 7:
મૂળ વનસ્પતિને જમીનમાં મજબૂતાઈથી પકડી રાખે છે તે દર્શાવવું.
સાધન-સામગ્રી: ચણા, મકાઈ, રૂ, બે વાટકી, પાણી.

પદ્ધતિઃ

  1. બે વાટકી લો.
  2. બંનેમાં ભીનું રૂ મૂકો.
    GSEB Solutions Class 6 Science Chapter 7 વનસ્પતિની જાણકારી મેળવીએ 8
    [આકૃતિ : રૂ પર ઉછરેલાં બાળછોડ]
  3. એક વાટકીમાં ચણાના 3 – 4 દાણા અને બીજી વાટકીમાં તેટલા જ મકાઈના દાણા મૂકો.
  4. જ્યાં સુધી ફણગાવેલાં બીજનો વિકાસ થઈને બાળછોડ થઈ જાય ત્યાં સુધી દરરોજ પાણી છાંટીને રૂને ભીનું રાખો.
  5. એક અઠવાડિયા બાદ બંને બાળછોડને રૂથી અલગ કરવા પ્રયત્ન કરો. શું મૂળને રૂથી સહેલાઈથી દૂર કરી શકાય છે?

અવલોકન: છોડના મૂળને રૂથી સહેલાઈથી દૂર કરી શકાતા નથી.
નિર્ણયઃ મૂળ વનસ્પતિને જમીનમાં મજબૂતાઈથી પકડી રાખે છે.

પ્રવૃત્તિ 8:
ચણાના છોડના મૂળ અને મકાઈના છોડના મૂળ અલગ અલગ હોય છે તે દર્શાવવું.
સાધન-સામગ્રી: પ્રવૃત્તિ 7માં રૂમાંથી બહાર કાઢેલા ચણાના છોડના મૂળ અને મકાઈના છોડના મૂળ.

પદ્ધતિઃ

  1. પ્રવૃત્તિ 7માં રૂમાંથી બહાર કાઢેલા ચણાના બાળછોડના મૂળનું બારીકાઈથી નિરીક્ષણ કરો.
  2. પછી રૂમાંથી બહાર કાઢેલા મકાઈના બાળછોડના મૂળ જુઓ. બંનેમાંના મૂળ જુદા લાગે છે?

અવલોકનઃ ચણાના છોડના મૂળ અને મકાઈના છોડના મૂળ અલગ જણાય છે.
નિર્ણયઃ ચણાના છોડના મૂળ અને મકાઈના છોડના મૂળ અલગ અલગ છે. આમ, મૂળ બે પ્રકારના છે.

પ્રવૃત્તિ 9:
છોડના પર્ણનો શિરાવિન્યાસ અને તેના મૂળના પ્રકાર વચ્ચે ચોક્કસ સંબંધ છે તે દર્શાવવું.
સાધન-સામગ્રી : જુદા જુદા પ્રકારના જંગલી વનસ્પતિના છોડ.

પદ્ધતિઃ

  1. જ્યાં જુદા જુદા પ્રકારની જંગલી વનસ્પતિના છોડ ઊગતા હોય તેવા ખુલ્લા મેદાનમાં જાઓ.
    GSEB Solutions Class 6 Science Chapter 7 વનસ્પતિની જાણકારી મેળવીએ 9
    [આકૃતિ: મૂળના પ્રકાર]
  2. તેમાંથી થોડીક વનસ્પતિ ખોદીને કાઢો.
  3. પાણીથી તેનાં મૂળ ધોઈને તેનું અવલોકન કરો.
  4. તમે ખોદેલા છોડનાં મૂળ આકૃતિ (a) અથવા આકૃતિ (b)નાં જેવાં હશે.
  5. હવે આકૃતિ (a) જેવા મૂળ ધરાવતાં છોડના પર્ણનો શિરાવિન્યાસ કયા પ્રકારનો છે તે જુઓ.
  6. આકૃતિ (b) જેવા મૂળ ધરાવતાં છોડના પર્ણનો શિરાવિન્યાસ કયા પ્રકારનો છે તે જુઓ.

તમારાં અવલોકનો કોષ્ટક 7.2માં નોંધો.
કોષ્ટક 7.2: મૂળના પ્રકાર અને પર્ણના શિરાવિન્યાસના પ્રકાર
GSEB Solutions Class 6 Science Chapter 7 વનસ્પતિની જાણકારી મેળવીએ 10
અવલોકનઃ

  1. જે છોડને સોટીમૂળ છે તેના પર્ણમાં જાલાકાર શિરાવિન્યાસ છે.
  2. જે છોડને તંતુમૂળ છે તેના પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ છે.

નિર્ણય : છોડના પર્ણનો શિરાવિન્યાસ અને તેના મૂળના પ્રકાર વચ્ચે ચોક્કસ પ્રકારનો સંબંધ છે.

GSEB Solutions Class 6 Science Chapter 7 વનસ્પતિની જાણકારી મેળવીએ

પ્રવૃત્તિ 10:
પુષ્પના મુખ્ય ભાગોનો અભ્યાસ કરવો.
સાધન-સામગ્રી: ગુલાબ, જાસૂદ, સરસવ અને રીંગણનાં પુષ્પો, બ્લેડ, બિલોરી કાચ.

પદ્ધતિઃ

  1. ખિલેલા પુષ્પના મુખ્ય ભાગને નિહાળો. તે પુષ્પના દલપત્ર છે. વિવિધ પુષ્પને વિવિધ રંગનાં દલપત્ર હોય છે.
    GSEB Solutions Class 6 Science Chapter 7 વનસ્પતિની જાણકારી મેળવીએ 11
    [આકૃતિ (a) વજપત્ર અને દલપત્ર]
  2. બંધ કળી તથા પુષ્પના નીચેના ભાગે આવેલ લીલા રંગનો પર્ણ જેવો ભાગ દેખાય છે તે વજપત્ર છે.
  3. તમે લીધેલાં પુષ્પોમાં વજપત્ર અને દલપત્ર પુંકેસરકેટલાં છે? શું તેઓ એક બીજા સાથે જોડાયેલાં છે?GSEB Solutions Class 6 Science Chapter 7 વનસ્પતિની જાણકારી મેળવીએ 12
    [આકૃતિ (b) પુંકેસર અને સ્ત્રીકેસર]
    દલપત્ર અને વજપત્રના રંગ કેવા છે?
    તમારાં અવલોકનો કોષ્ટક 7.3માં નોંધો.
  4. દલપત્રોને કાપીને પુષ્પના અંદરના ભાગોને જુઓ.
  5. પુષ્પના અંદરના વચ્ચેના ભાગમાં આવેલ સ્ત્રીકેસરને જુઓ. તે ઉપરથી પોલી નળી જેવો અને નીચેથી ફૂલેલો ભાગ છે.
  6. તેની આજુબાજુ પુંકેસર છે તે જુઓ. તે પાતળા તંતુ જેવો અને ઉપર ગાદી જેવો ભાગ છે.
  7. પુષ્પના ભાગો દર્શાવતી આકૃતિ (a) અને (b)નો અભ્યાસ કરી તમારાં પુષ્પોનાં વજપત્ર, દલપત્ર, પુંકેસર અને સ્ત્રીકેસરને ઓળખો અને સરખામણી કરી ખાત્રી કરો.

કોષ્ટક 7.3: પુષ્પોનું અવલોકન
GSEB Solutions Class 6 Science Chapter 7 વનસ્પતિની જાણકારી મેળવીએ 13
નિર્ણય: પુષ્યના મુખ્ય ભાગો વજપત્ર, દલપત્ર, પુંકેસર અને સ્ત્રીકેસર છે. દરેક પુષ્પમાં તેમની સંખ્યા જુદી જુદી હોય છે.

પ્રવૃત્તિ 11:
પુષ્પમાં સ્ત્રીકેસરના બીજાશયની રચનાનો અભ્યાસ કરવો.
સાધન-સામગ્રી: બે જુદાં જુદાં પુષ્પો, બહિર્ગોળ લેન્સ, પાણી, બ્લેડ.

પદ્ધતિઃ

  1. પુષ્પમાં સ્ત્રીકેસરનો એકદમ નીચેનો ફૂલેલો ભાગ છે, તે બીજાશય છે તે જુઓ.
    GSEB Solutions Class 6 Science Chapter 7 વનસ્પતિની જાણકારી મેળવીએ 14
    (a) ઊભો છેદ (b) આડો છેદ
    (આકૃતિ: બીજાશયની અંતઃરચના]
  2. બે જુદાં જુદાં પુષ્પના બીજાશય લો.
  3. એક પુષ્પના બીજાશયનો ઊભો છેદ અને બીજા પુષ્પના બીજાશયનો આડો છેદ લો. [જુઓ બાજુની આકૃતિ (a) અને (b)]
  4. તે સુકાઈ ન જાય તે માટે બીજાશયના કાપેલ ભાગ ઉપર પાણીનું ટીપું મૂકો.
  5. બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી બીજાશયના અંદરના ભાગની રચના જુઓ.
    બીજાશયમાં મણકા જેવી રચના દેખાય છે તે અંડક (બીજાંડ) છે. તે દાણાદાર જેવો દેખાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *