GSEB Solutions Class 6 Science Chapter 14 પાણી

   

Gujarat Board GSEB Solutions Class 6 Science Chapter 14 પાણી Textbook Questions and Answers, Textbook Activities Pdf.

પાણી Class 6 GSEB Solutions Science Chapter 14

GSEB Class 6 Science પાણી Textbook Questions and Answers

પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રસ્નોત્તર

1. ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.
પાણીનું વરાળમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને ……………………………. કહે છે.
ઉત્તરઃ
બાષ્પીભવન

પ્રશ્ન 2.
પાણીની વરાળનું પાણીમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને ……………………….. કહે છે.
ઉત્તરઃ
ઘનીભવન

GSEB Solutions Class 6 Science Chapter 14 પાણી

પ્રશ્ન 3.
એક વર્ષ કે વધારે સમય સુધી વરસાદ ન પડે તો તે વિસ્તારમાં ………………………. પડે છે.
ઉત્તરઃ
દુષ્કાળ

પ્રશ્ન 4.
વધારે વરસાદથી ……………………… આવે છે.
ઉત્તરઃ
પૂર

2. નીચે આપેલું પ્રત્યેક વિધાન શું તે બાષ્પીભવન અથવા ઘનીભવનના કારણે છે?

પ્રશ્ન 1.
ઠંડા પાણીથી ભરેલા ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપાનું દેખાવું.
ઉત્તરઃ
ઘનીભવન

પ્રશ્ન 2.
ભીનાં કપડાં પર ઈસ્ત્રી ફેરવવાથી વરાળ નીકળવી.
ઉત્તરઃ
બાષ્પીભવન

GSEB Solutions Class 6 Science Chapter 14 પાણી

પ્રશ્ન 3.
શિયાળામાં સવારે ધુમ્મસનું દેખાવું.
ઉત્તરઃ
ઘનીભવન

પ્રશ્ન 4.
ભીનાં કપડાંથી લૂછવામાં આવેલું બ્લેક બોર્ડ થોડા સમયમાં સુકાઈ જાય છે.
ઉત્તરઃ
બાષ્પીભવન

પ્રશ્ન 5.
ગરમ સળિયા પર પાણી છાંટવાથી વરાળ ઉત્પન્ન થવી.
ઉત્તરઃ
બાષ્પીભવન

GSEB Solutions Class 6 Science Chapter 14 પાણી

પ્રશ્ન 3.
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
(1) હવામાં પાણીની વરાળ માત્ર ચોમાસામાં જ હાજર હોય છે.
(2) પાણી મહાસાગરો, નદીઓ તથા સરોવરોમાંથી બાષ્પીભવન પામે છે. પરંતુ જમીન પરથી બાષ્પીભવન પામતું નથી.
(3) પાણીનું તેની બાષ્પમાં રૂપાંતરણ થવું તે બાષ્પીભવન તરીકે ઓળખાય છે.
(4) પાણીનું બાષ્પીભવન માત્ર સૂર્યપ્રકાશમાં જ થાય છે.
(5) હવાની ઉપરની તરફ જ્યાં વધુ ઠંડક હોય છે, ત્યાં પાણીની વરાળ ઘનીભવન થઈને નાની નાની જલકણિકાઓ બનાવે છે.
ઉત્તરઃ
વિધાન (3) અને (5) સાચાં છે.

પ્રશ્ન 4.
માની લો કે, તમે તમારા સ્કૂલના યુનિફૉર્મને વરસાદની ઋતુમાં ઝડપી સૂકવવા માંગો છો, તો શું તેને સગડીની નજીક અથવા હીટરની નજીક ફેલાવવાથી આ કાર્યમાં સહાયતા મળશે?
ઉત્તરઃ
હા, સ્કૂલના યુનિફૉર્મને ઝડપથી સૂકવવા માટે સગડીની નજીક કે હીટરની નજીક ફેલાવવાથી ગરમીને લીધે બાષ્પીભવનની ક્રિયા ઝડપી થાય છે. બાષ્પીભવન ઝડપથી થતાં ભીના યુનિફૉર્મમાંથી પાણી ઝડપથી ઊડી જાય છે. પરિણામે યુનિફૉર્મ થોડી વારમાં સુકાઈ જાય છે. તેથી વરસાદની ઋતુમાં યુનિફૉર્મ ઝડપી સૂકવવા તેને સગડીની નજીક અથવા હીટરની નજીક ફેલાવવો જોઈએ.

પ્રશ્ન 5.
એક પાણીની ઠંડી બૉટલ રેફ્રિજરેટરમાંથી બહાર કાઢો. કેટલાક સમય પછી તમે તેની આજુબાજુ પાણીનાં ગોળ ગોળ ટીપાં જોશો. કેમ?
ઉત્તરઃ
રેફ્રિજરેટરમાંથી બહાર કાઢેલી પાણીની બૉટલ ખૂબ ઠંડી હોય છે. બૉટલની આજુબાજુની હવા ઠંડી બૉટલને સ્પર્શતાં હવામાંનો ભેજ ઠંડો પડી ઘનીભવન પામી પાણીનાં નાનાં નાનાં ટીપાં રૂપે બાઝે છે. આથી બૉટલની આજુબાજુ બહારની સપાટી પર પાણીનાં ગોળ ગોળ ટીપાં દેખાય છે.

GSEB Solutions Class 6 Science Chapter 14 પાણી

પ્રશ્ન 6.
ચશમાંના લેન્સ સાફ કરવા માટે લોકો તેના ઉપર ફૂંક મારે છે, તો લેન્સ પલળી જાય છે. લેન્સ કેમ પલળી જાય છે? સમજાવો.
ઉત્તરઃ
ફૂંક (ઉચ્છવાસ) દ્વારા બહાર કાઢેલી હવામાં પાણીની બાષ્પ હોય છે.. ચશ્માંના લેન્સ પર ફૂંક મારવાથી પાણીની બાષ્પ તેને અડકતાં ઠંડી પડે છે અને તેનું ઘનીભવન થઈ પાણીનાં સૂક્ષ્મ બિંદુઓમાં ફેરવાય છે. ચશ્માંના લેન્સ પર જામેલાં આ પાણીનાં બિંદુઓને લીધે ચશ્માંનો લેન્સ પલળી જાય છે. (આ ભીના થયેલ લેન્સને સરળતાથી સાફ કરી સ્વચ્છ બનાવાય છે.)

પ્રશ્ન 7.
વાદળ કેવી રીતે બને છે?
ઉત્તરઃ
સૂર્યની ગરમીને કારણે દરિયાના પાણીનું અને અન્ય જળાશયોના પાણીનું સતત બાષ્પમાં રૂપાંતર થયા કરે છે. પાણીની બાષ્પ હલકી હોવાથી આકાશમાં ઊંચે ચઢે છે. જેમ જેમ બાષ્પ ઉપર જાય છે તેમ તે ઠંડી પડતી જાય છે. પર્યાપ્ત ઊંચાઈએ બાષ્પ એટલી ઠંડી થઈ જાય છે કે તે ઘનીભવન પામી પાણીનાં નાનાં નાનાં ટીપાં (જળકણિકાઓ) બને છે. આ નાની જળકણિકાઓ હવામાં તરે છે, જે વાદળ સ્વરૂપે આપણને આકાશમાં દેખાય છે.

GSEB Solutions Class 6 Science Chapter 14 પાણી

પ્રશ્ન 8.
દુષ્કાળ ક્યારે પડે છે?
ઉત્તર:
જ્યારે કોઈ વિસ્તારમાં લાંબા સમય સુધી વરસાદ પડે નહિ કે ખૂબ જ ઓછો વરસાદ પડે તો ખેતરમાં પાક ઊગી શકે નહિ અને તેથી અનાજ અને પાણીની અછત વરતાય. આને તે વિસ્તારમાં દુષ્કાળ પડ્યો કહેવાય.

GSEB Class 6 Science પાણી Textbook Activities

‘પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ’

પ્રવૃત્તિ 1:

એક દિવસમાં કોઈ પરિવાર દ્વારા ઉપયોગમાં લીધેલા પાણીના જથ્થાનું અનુમાન કરવું.
સાધન-સામગ્રીઃ લિટરનું માપિયું
પદ્ધતિઃ

  1. એક દિવસની તમામ ક્રિયાવિધિની યાદી બનાવો, કે જેમાં તમે પાણીનો ઉપયોગ કરો છો.
  2. આખા દિવસમાં તેમના કુટુંબના બધા સભ્યોએ દરેક ક્રિયામાં ઉપયોગમાં લીધેલા પાણીનો જથ્થો માપો. (લિટરમાં)

નીચેના કોષ્ટકમાં તેની નોંધ કરો.
કોષ્ટક 14.1: કોઈ પરિવાર દ્વારા એક દિવસમાં ઉપયોગ કરવામાં આવતા પાણીના જથ્થાનું અનુમાન
GSEB Solutions Class 6 Science Chapter 14 પાણી 1

અવલોકનઃ
આ પરિવારમાં 1 દિવસમાં ઉપયોગમાં લીધેલ પાણી = 475 લિટર

નિર્ણય:
આપણા પરિવારમાં ઘરવપરાશ માટે ઘણું બધું પાણી વાપરીએ છીએ.

GSEB Solutions Class 6 Science Chapter 14 પાણી

પ્રવૃત્તિ 2:

બાષ્પીભવનની ક્રિયા સૂર્યના તાપમાં તેમજ છાયડામાં એમ બંને જગ્યાએ થાય છે તે દર્શાવવું.
સાધન-સામગ્રીઃ બે થાળી, બૉટલનું ઢાંકણ (માપવા માટે), પાણી.
પદ્ધતિઃ

  1. બે એકસરખી થાળી લો.
  2. એક થાળીને સૂર્યપ્રકાશના તાપમાં તથા બીજી થાળીને છાંયડામાં રાખો.
  3. હવે આ બંને થાળીમાં સરખી માત્રામાં પાણી ભરો. (પાણીને માપવા માટે તમે કોઈ બૉટલના ઢાંકણનો ઉપયોગ કરી શકો છો.) ધ્યાન રાખો કે પાણી છલકાય નહિ. 15 મિનિટ પછી બંને થાળીનું અવલોકન કરો. શું પાણી ઓછું થતું જણાય છે? કઈ થાળીનું પાણી ઝડપથી ઓછું થાય છે?

અવલોકનઃ
સૂર્યના તાપમાં રાખેલી થાળીના પાણીમાં વધારે ઘટાડો થાય છે, જ્યારે છાંયડામાં રાખેલી થાળીના પાણીમાં બહુ ઓછો ઘટાડો થાય છે.

નિર્ણયઃ
સૂર્યના તાપમાં અને છાંયડામાં બંને જગ્યાએ બાષ્પીભવનની ક્રિયા થાય છે. સૂર્યના તાપમાં બાષ્પીભવન ઝડપથી થાય છે.

પ્રવૃત્તિ 3:

ઘનીભવનની ક્રિયા સમજવી.
સાધન-સામગ્રીઃ કાચનો ગ્લાસ, પાણી, બરફ.
GSEB Solutions Class 6 Science Chapter 14 પાણી 2
પદ્ધતિઃ

  1. કાચનો સ્વચ્છ ગ્લાસ લો.
  2. તેમાં અડધે સુધી પાણી ભરો.
  3. પાણીમાં બરફના થોડા ટુકડા નાખો.
  4. બે મિનિટ પછી કાચના ગ્લાસની બહારની સપાટી તપાસો.

GSEB Solutions Class 6 Science Chapter 14 પાણી

અવલોકનઃ
કાચના ગ્લાસની બહારની સપાટી પર પાણીનાં ટીપાં બાઝે છે.

નિર્ણયઃ
હવામાં પાણીની બાષ્પ રહેલી છે. તે ઠંડી પડતાં પાણીમાં રૂપાંતર પામે છે. આ ક્રિયાને ઘનીભવન કહે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *