GSEB Class 7 Maths Notes Chapter 3 માહિતીનું નિયમન

This GSEB Class 7 Maths Notes Chapter 3 માહિતીનું નિયમન covers all the important topics and concepts as mentioned in the chapter.

માહિતીનું નિયમન Class 7 GSEB Notes

→ પ્રાપ્તાંક એ માહિતીનું એક માપ છે.

→ અવલોકનોને માહિતી કહેવાય. માહિતી બે પ્રકારની હોય છે. સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી.

→ જે માહિતીનાં અવલોકનો સંખ્યામાં દર્શાવી શકાય તેને સંખ્યાત્મક માહિતી કહેવાય. જે માહિતીનાં અવલોકનો ગુણધર્મ દ્વારા દર્શાવી શકાય તેને ગુણાત્મક માહિતી કહેવાય.

→ માહિતીને સંખ્યા અનુસાર કે ગુણધર્મ અનુસાર જુદા જુદા વર્ગોમાં વહેંચવાની ક્રિયાને વર્ગીકરણ કહેવાય.

→ આપેલી માહિતીનાં મૂલ્યો એક અથવા એકથી વધુ વખત આવતાં હોય, તો તે મૂલ્ય દર્શાવતી સંખ્યાને આવૃત્તિ કહેવાય.

→ સંખ્યાત્મક માહિતીનાં ચલનાં મૂલ્યો અને તેને અનુરૂપ આવૃત્તિ દર્શાવતી ગોઠવણને આવૃત્તિ-વિતરણ કહેવાય. આ કોષ્ટકને આવૃત્તિ કોષ્ટક કહેવાય.

→ માહિતીનાં અવલોકનોના સરવાળાને અવલોકનોની સંખ્યા વડે ભાગતાં મળતી સંખ્યાને અંકગણિતીય સરાસરી (અથવા મધ્યક) કહેવાય.

→ આપેલા પ્રાપ્તાંકોને ચડતા કે ઊતરતા ક્રમમાં ગોઠવતાં બરાબર વચ્ચે રહેલા પ્રાપ્તાંકને મધ્યસ્થ કહેવાય.

GSEB Class 7 Maths Notes Chapter 3 માહિતીનું નિયમન

→ આપેલા પ્રાપ્તાંકોમાં વારંવાર પુનરાવર્તન થતો પ્રાપ્તાંક બહુલક કહેવાય. માહિતીમાં એકથી વધુ બહુલક હોઈ શકે.

→ લંબ આલેખ એ આંકડાકીય માહિતીનું ચિત્રાત્મક રૂપ છે.

→ દ્વિ-લંબ આલેખ એ સરખામણી સ્પષ્ટ કરતું ચિત્રાત્મક રૂપ છે.

→ પરિસ્થિતિ કે ઘટના ત્રણ પ્રકારે હોય: ચોક્કસ બનતી ઘટના – અશક્ય ઘટના બને અથવા ન પણ બને તેવી ઘટના.

→ સંભાવના હંમેશાં 0 અને 1ની વચ્ચે હોય.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *