Gujarat Board GSEB Solutions Class 6 Maths Chapter 9 માહિતીનું નિયમન Ex 9.1 Textbook Exercise Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 6 Maths Chapter 9 માહિતીનું નિયમન Ex 9.1
પ્રશ્ન 1.
ગણિતની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે :
આવૃત્તિ-ચિનનો ઉપયોગ કરીને આ ગુણ કોષ્ટકમાં ગોઠવોઃ
(a) કેટલા વિદ્યાર્થીઓએ 7 કે 7થી વધુ ગુણ મેળવ્યા હશે?
(b) 4થી ઓછા ગુણ કેટલા વિદ્યાર્થીઓએ મેળવ્યા હશે?
જવાબઃ
ઉપરના ગુણ કોષ્ટક પરથી નીચે પ્રમાણે આવૃત્તિ-વિતરણ કોષ્ટક બનશે :
ઉપરના આવૃત્તિ-વિતરણ કોષ્ટક પરથી જણાય છે કે –
(a) 7 કે 7થી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ = 5 + 4 + 3 = 12
(b) 4થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ = 3 + 3 + 2 = 8
પ્રશ્ન 2.
શ્રેણી – 6ના 30 વિદ્યાર્થીઓની મીઠાઈની પસંદગી નીચે પ્રમાણે દર્શાવેલ છે :
લાડુ, બરફી, લાડુ, જલેબી, લાડુ, રસગુલ્લા, જલેબી, લાડુ, બરફી, રસગુલ્લા, લાડુ, જલેબી, જલેબી, રસગુલ્લા, લાડુ, રસગુલ્લા, જલેબી, લાડુ, રસગુલ્લા, લાડુ, લાડુ, બરફી, રસગુલ્લા, રસગુલ્લા, જલેબી, રસગુલ્લા, લાડુ, રસગુલ્લા, જલેબી, લાડુ
(a) આવૃત્તિ-ચિનનો ઉપયોગ કરીને મીઠાઈ કોષ્ટકમાં ગોઠવો.
(b) કઈ મીઠાઈ વિદ્યાર્થીઓને સૌથી વધુ પસંદ છે?
જવાબઃ
ઉપર આપેલી માહિતી પરથી આવૃત્તિ-વિતરણ કોષ્ટક નીચે પ્રમાણે બનશે :
(a)
(b) આવૃત્તિ-વિતરણ કોષ્ટકમાંથી જણાય છે કે લાડુની પસંદગી કરનાર સૌથી વધુ વિદ્યાર્થીઓ (આવા 11 વિદ્યાર્થી) છે.
∴ મોટા ભાગના વિદ્યાર્થીઓની પસંદગી લાડુ છે.
પ્રશ્ન 3.
કૅથરીન 40 વખત પાસો ફેકે છે અને દરેક વખતે તેના પર દેખાતો અંક નોંધે છે, જે નીચે દર્શાવેલ છે :
આવૃત્તિ-ચિહ્નનો ઉપયોગ કરી, આપેલી માહિતીનું કોષ્ટક બનાવો અને દેખાતા અંક શોધો.
(a) સૌથી નાનો (ઓછો દેખાતો) અંક કેટલી વખત
(b) સૌથી મોટો (વધુ દેખાતો) અંક કેટલી વખત
(c) સરખી વખત દેખાયા હોય તેવા અંક શોધો.
જવાબ:
આગળની માહિતી પરથી આવૃત્તિ-વિતરણ કોષ્ટક નીચે પ્રમાણે બને :
આવૃત્તિ-વિતરણ કોષ્ટક પરથી જણાય છે કે –
(a) અંક 4 એ સૌથી ઓછો દેખાયો છે. (4 વખત)
(b) અંક 5 એ સૌથી વધુ દેખાયો છે. (11 વખત)
(c) અંક 1 અને અંક 6 એ સરખી વખત દેખાયા છે. (7 વખત)
પ્રશ્ન 4.
નીચે પાંચ ગામમાં રહેલાં ટ્રેક્ટરની સંખ્યા દર્શાવતો ચિત્ર આલેખ આપેલ છેઃ
આ ચિત્ર આલેખનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના જવાબ આપોઃ
- કયા ગામમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે?
- કયા ગામમાં સૌથી વધારે સંખ્યામાં ટ્રેક્ટર છે?
- B ગામની સરખામણીમાં C ગામમાં કેટલાં વધારે ટ્રેક્ટર છે?
- આ પાંચ ગામમાં કુલ કેટલા ટ્રેક્ટર છે?
જવાબ:
ચિત્ર આલેખ પરથી સ્પષ્ટ છે કે
- ગામ Dમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે. (જુઓ 3 ટ્રેક્ટર)
- ગામ Cમાં સૌથી વધારે સંખ્યામાં ટ્રેક્ટર છે. (જુઓ 8 ટ્રેક્ટર)
- ગામ Cમાં 8 ટ્રેક્ટર છે અને ગામ Bમાં 5 ટ્રેક્ટર છે.
∴ ગામ Cમાં ગામ B કરતાં વધારે ટ્રેક્ટર = 8- 5 = 3 - આ પાંચ ગામમાં કુલ ટ્રેક્ટરની સંખ્યા
= 6 + 5 + 8 + 3 + 6 = 28
પ્રશ્ન 5.
સહશિક્ષણ આપતી એક મિડલ સ્કૂલ(મધ્યમ શાળા)ની દરેક શ્રેણીમાં છોકરીઓની સંખ્યા આપેલ ચિત્ર આલેખમાં ચિત્રિત કરેલ છે :
આ ચિત્ર આલેખનું અવલોકન કરી, નીચેના પ્રશ્નોના જવાબ આપોઃ
(a) કઈ શ્રેણીમાં સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ હશે?
(b) શું શ્રેણી VIમાં શ્રેણી V કરતાં છોકરીઓની સંખ્યા ઓછી છે?
(c) શ્રેણી VIIમાં છોકરીઓની સંખ્યા કેટલી હશે?
જવાબ:
નોંધઃ ચિત્ર આલેખમાં છોકરીનું એક ચિત્ર = 4 છોકરીઓ, છોકરીનું અડધું ચિત્ર = 2 છોકરીઓ છે.
ઉપરના આવૃત્તિ-વિતરણ કોષ્ટક પરથી જણાય છે કે –
(a) શ્રેણી VIIIમાં સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ છે. (6 છોકરીઓ)
(b) ના, શ્રેણી VIમાં શ્રેણી / કરતાં છોકરીઓની સંખ્યા ઓછી નથી.
(શ્રેણી VIમાં 16 છોકરીઓ છે અને શ્રેણી Vમાં 10 છોકરીઓ છે.)
(c) શ્રેણી VIIમાં છોકરીઓની સંખ્યા 12 છે.
પ્રશ્ન 6.
અઠવાડિયાના જુદા જુદા દિવસે બલ્બનું થયેલું વેચાણ નીચે દર્શાવેલ છે:
આપેલા ચિત્ર આલેખ પરથી આપણે કઈ બાબતો જાણી શકીએ?
જવાબ:
ઉપર આપેલા ચિત્ર આલેખ પરથી અઠવાડિયાના જુદા જુદા દિવસે કેટલા બલ્બનું વેચાણ થયું છે, તે જાણી શકાય છે.
* ચિત્ર આલેખ વાંચી નીચેના પ્રશ્નોના જવાબ લખો :
(a) શુક્રવારે કેટલા બલ્બ વેચવામાં આવ્યા?
(b) કયા દિવસે સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા?
(c) કયા દિવસે સરખી સંખ્યામાં બલ્બ વેચવામાં આવ્યા?
(d) કયા કયા દિવસે સૌથી ઓછા બલ્બ વેચાયા?
(e) એક બૉક્સમાં 9 બલ્બ હોય, તો તે અઠવાડિયા દરમિયાન કેટલાં બૉક્સની જરૂર પડે?
જવાબ:
નોંધઃ ચિત્ર આલેખમાં બલ્બનું એક ચિત્ર = 2 બલ્બ છે.
(a) શુક્રવારે 14 બલ્બ વેચવામાં આવ્યા. (જુઓ : 14 બલ્બ)
(b) રવિવારે સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા. (જુઓ : 18 બલ્બ)
(c) બુધવારે અને શનિવારે સરખી સંખ્યામાં બલ્બ વેચવામાં આવ્યા. (જુઓ : 8 બલ્બ)
(d) બુધવારે અને શનિવારે સૌથી ઓછા બલ્બ વેચાયા. (જુઓ : 8 બલ્બ)
(e) આખા અઠવાડિયા દરમિયાન કુલ 86 બલ્બનું વેચાણ થયું છે.
એક બૉક્સમાં 9 બલ્બ સમાય છે.
∴ જરૂરી બૉક્સ = 86 – 9 એટલે કે 10 બૉક્સ જોઈશે.
પ્રશ્ન 7.
એક ગામમાં ફળોના છ વેપારીઓએ નીચે પ્રમાણે ફળોની પેટીઓ ખાસ ઋતુમાં વેચી:
આપેલ ચિત્ર આલેખનું અવલોકન કરી, નીચેના પ્રશ્નોના જવાબ આપોઃ
(a) કયા વેપારીએ સૌથી વધુ સંખ્યામાં પેટીઓ વેચી?
(b) અનવર દ્વારા ફળોની કેટલી પેટીઓ વેચવામાં આવી?
(c) 600થી વધારે પેટીઓ વેચનાર વેપારીઓને હવે પછીની ઋતુમાં વખાર ખરીદવાનું આયોજન છે. તમે તેમનું નામ આપી શકશો?
જવાબ:
નોંધ: ચિત્ર આલેખમાં ફળની પેટીનું એક ચિત્ર = 100 ફળની પેટીઓ છે
અને અડધું ચિત્ર = 50 ફળની પેટીઓ.
ઉપરના આવૃત્તિ-વિતરણ કોષ્ટક પરથી સ્પષ્ટ છે કે –
(a) માર્ટિને સૌથી વધુ ફળની પેટીઓ વેચી છે. (જુઓ 9\(\frac{1}{2}\) ચિત્ર = 950 પેટી)
(b) અનવરે 700 ફળની પેટીઓ વેચી છે. (જુઓ : 7 × 100 = 700 પેટી)
(c) અનવરે, માર્ટિને અને રણજિતસિંઘે 600થી વધુ ફળની પેટીઓ વેચી છે.
∴ અનવરે, માર્ટિને અને રણજિતસિંઘે પછીની ઋતુમાં વખાર ખરીદવાનું આયોજન કરવું પડે.