Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ

Students frequently turn to Computer Class 11 GSEB Solutions and GSEB Computer Textbook Solutions Class 11 Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ for practice and self-assessment.

GSEB Computer Textbook Solutions Class 11 Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ

પ્રશ્ન 1.
માસ્કિંગ એટલે શું?
ઉત્તરઃ
માસ્કિંગ એ એક એવી લાક્ષણિકતા છે, જેના દ્વારા લેયરના કોઈ પણ ભાગને છુપાવી શકાય તેમજ પુનઃ દર્શાવી પણ શકાય છે.

  • મૂળભૂત રીતે આપણે જે આકાર માસ્ક તરીકે વાપરીએ છીએ; તે એક બારીનું કામ આપે છે. જેના વડે તેની નીચેના ઑબ્જેક્ટને જોઈ શકાય છે.
  • વૈકલ્પિક રીતે માર્કિંગનો તેની નીચેના ઑબ્જેક્ટને છુપાવવા માટે થીગડા તરીકે ઉપયોગ કરી શકાય છે.

પ્રશ્ન 2.
‘Timed swap’ વિકલ્પનો ઉપયોગ સમજાવો.
ઉત્તરઃ
સીન્કિંગમાં ઍનિમેશન અથવા સ્લાઇડ શો બનાવતી વખતે Blend Methodની પ્રૉપર્ટી સેટ કર્યા બાદ Amount પ્રાચલની ગોઠવણી કરવી પડે છે. Blend Method બધા જ સ્તર માટે એકસાથે નક્કી કરી શકાય છે પરંતુ Amount પ્રાચલ બધા જ સ્તર માટે એકસાથે નક્કી કરી શકાતા નથી. દરેક સ્તરની Amount પ્રૉપર્ટી અલગ અલગ નક્કી કરવી પડે છે. અહીં Amount પ્રૉપર્ટીને બદલીને Timed Swap વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે ત્યારે Amount પ્રૉપર્ટીમાં નવાં પેટા-પ્રાચલો ‘Before’, After’, Time’ અને ‘Length’ ઉમેરાશે.

Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ

પ્રશ્ન 3.
ઍક્શન સ્ક્રિપ્ટ શું છે? આપણને તે શા માટે જરૂરી છે?
ઉત્તર:
ઍનિમેશનમાં અમુક સમયે વપરાશકર્તાની પસંદ પ્રમાણે આગળ વધવાનું હોય છે. કેટલાક સમયે વપરાશકર્તા ઍનિમેશનનો અમુક ચોક્કસ ભાગ કુદાવવા (સ્વિપ કરવા) ઇચ્છે અને આગળ જવા ઇચ્છે. ક્રિયા-પ્રતિક્રિયા માટે ઍનિમેશન સૉફ્ટવેરમાં વપરાતા આ પ્રકારનાં પગલાંને ઍક્શન સ્ક્રિપ્ટ (Action Script) કહેવામાં આવે છે.

ઍનિમેશન પ્રોગ્રામમાં લચીલાપણું સાનુકૂળતા (flexibility) ઉમેરવા માટે ઍક્શન સ્ક્રિપ્ટ ઉમેરવી જરૂરી છે.

Computer Class 11 GSEB Notes Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ

ઇમેજ ઉમેરવી (Inserting Image)

  • જ્યારે કોઈ પણ રજૂઆત કે ઍનિમેશનમાં ચિત્રોનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે તે રજૂઆતને ગ્રહણ કરવાની ગુણવત્તામાં ઘણો સુધારો થાય છે.
  • આપણા ઍનિમેશનને વિશિષ્ટ દેખાવ આપવા માટે આપણે સીન્ફિગમાં ચિત્રો ઉમેરી શકીએ છીએ.
  • સીન્ફિગમાં ચિત્ર ઉમેરવા File → Import વિકલ્પ અથવા CTRL + i કીનો ઉપયોગ કરી શકાય. (CTRL + i ઇમેજને આયાત કરવા માટેની શૉર્ટકટ કી છે.)
  • આયાત કરેલ ઇમેજના ખૂણા પર આવેલા લીલા બિંદુથી તેનું કદ બદલી શકાય છે.
  • જ્યારે ઇમેજનું કદ બદલવામાં આવે છે, ત્યારે તે ઇમેજને બેડોળ બનાવે છે. આ બનવાનું કારણ છે કે, આપણે સાપેક્ષ ગુણોત્તર (Aspect ratio) જાળવી રાખ્યો નથી.
  • જો આપણે ઇમેજનું કદ બદલવા ઇચ્છતા હોય અને તેનો સાપેક્ષ ગુણોત્તર જાળવી રાખવા માગતા હોઈએ, તો લેયરને પ્રાવૃત્ત (Encapsulate) કરવું જરૂરી છે.
  • ઇમેજ લેયર ઉપર નવું સ્કેલ લેયર ઉમેરવા માટેનો કમાન્ડ Image Layer → Right Click → New Layer → Transform→ Scale છે.
  • ઇમેજને ફેરવવા ઇચ્છતા હો, તો સ્કેલ લેયર ઉ૫૨ એક નવું રોટેટ લેયર ઉમેરવું પડે. આ માટેનો કમાન્ડ Scale Layer → Right Click → New Layer → Transform → Rotate છે.
    રોટેશન ડક વાદળી રંગનું હોય છે.

પ્રયોગ 1
હેતુ : સીન્કિંગમાં ઇમેજને કૅનવાસ ઉપર આયાત કરી તેની સાઇઝ બદલવી તથા રોટેટ કરવી (કદ બદલીને ગોળ ફેરવવી).

પગલાં :
પગલું 1 : સીન્કિંગ ચાલુ કરી નવી ફાઈલ બનાવો.

પગલું 2 : File → Import અથવા CTRL + i વિકલ્પનો ઉપયોગ કરવાથી આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે તમે જેમાંથી ઇમેજ આયાત કરવા ઇચ્છો છો તે ફોલ્ડર્સ બતાવતું એક ડાયલૉગ બૉક્સ ખૂલશે.
Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ 1

પગલું 3 : હવે તમે જે ઇમેજ આયાત કરવા માગો છો તે પસંદ કરો અને Open કી દબાવો. આથી કૅનવાસ ઉપર ઇમેજ આયાત થશે. આકૃતિ માં કૅનવાસ ઉપર આયાત કરેલી ઇમેજને દર્શાવેલ છે.
Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ 2
પગલું 4 : હવે આયાત કરેલ ઇમેજનું કદ બદલવા લેયર્સ પૅનલમાંથી ઇમેજ લેયર પસંદ કરો. આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે ઇમેજ ઉપર તમે બે લીલાં બિંદુ જોઈ શકશો. ઇમેજનું કદ બદલવા માટે હવે આ બિંદુઓનો ઉપયોગ કરો.
Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ 3
આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે જ્યારે લીલાં બિંદુઓને ખસેડવામાં આવે ત્યારે ઇમેજનું બદલાયેલું મળે છે.
Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ 4

Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ

પગલું 5 : ઇમેજ લેયર ઉપર રાઇટ ક્લિક કરો અને પછી Encapsulate પસંદ કરો. આથી ઇનલાઇન કૅનવાસ લેયર ઉમેરાશે. [નોંધ ઃ જ્યારે ઇમેજનું કદ બદલવામાં આવે છે, ત્યારે તે ઇમેજને બેડોળ બનાવે છે. આ બનવાનું કારણ એ છે કે, આપણે સાપેક્ષ ગુણોત્તર (Aspect ratio) જાળવી રાખ્યો નથી. જો આપણે ઇમેજનું કદ બદલવા ઇચ્છતા હોય અને તેનો સાપેક્ષ ગુણોત્તર જાળવી રાખવા માગતા હોઈએ, તો લેયરને પ્રાવૃત્ત (Encapsulate) કરવું જરૂરી બની જાય છે.] હવે નાના ત્રિકોણનો ઉપયોગ કરીને પ્રાવૃત્ત લેયરને ખોલો. આથી આકૃતિ (a) તથા (b)માં દર્શાવ્યા પ્રમાણે ઇનલાઇન કૅનવાસમાં તમે ઇમેજ લેયર જોઈ શકશો.
Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ 5
પગલું 6 : હવે આપણે ઇમેજ લેયર ઉપર નવું સ્કેલ લેયર ઉમેરવું પડશે. આ માટે નીચે પ્રમાણે કમાન્ડ આપો ઃ
Image Layer → Right Click → New Layer → Transform → Scale
આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે તમે ઇમેજ લેયર ઉપર સ્કેલ લેયરને ઉમેરાયેલું જોઈ શકશો.
Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ 6
પગલું 7 : હવે સ્કેલ લેયર પસંદ કરો. આકૃતિ (a) તથા (b)માં દર્શાવ્યા પ્રમાણે પ્રાચલોની મૅનલમાં Amountને 0 માંથી – 1માં બદલો.
Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ 7
આથી આકૃતિ 5.8માં દર્શાવ્યા પ્રમાણે તમે કૅનવાસમાં ઇમેજનું કદ બદલાતું જોઈ શકશો.
Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ 8
પગલું 8 : હવે જો તમે ઇમેજને ફેરવવા ઇચ્છતા હો, તો સ્કેલ લેયર ઉપર એક નવું રોટેટ લેયર ઉમેરો. આ માટે નીચે પ્રમાણે કમાન્ડ આપો :
Scale Layer → Right Click → New Layer → Transform → Rotate
આથી આકૃતિ 5.9માં દર્શાવ્યા પ્રમાણે તમે સ્કેલ લેયર અને ઇમેજ લેયરની ઉપર રોટેટ લેયર ઉમેરાયેલું જોઈ શકશો.
Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ 9
રોટેશન ડક(જે વાદળી રંગનું હોય છે)નો ઉપયોગ કરીને તમે ઇમેજને ઇચ્છા પ્રમાણે ફેરવી શકો છો. (જુઓ આકૃતિ)
Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ 10

Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ

માસ્કિંગ (Masking)

  • માસ્કિંગ એ એક એવી લાક્ષણિકતા છે, જેના દ્વારા લેયરના કોઈ પણ ભાગને છુપાવી શકાય તેમજ પુનઃ દર્શાવી પણ શકાય છે.
  • મૂળભૂત રીતે આપણે જે આકાર માસ્ક તરીકે વાપરીએ છીએ; તે એક બારીનું કામ આપે છે, જેના વડે તેની નીચેના ઑબ્જેક્ટને જોઈ શકાય છે.
  • વૈકલ્પિક રીતે, માર્કિંગનો તેની નીચેના ઑબ્જેક્ટને છુપાવવા માટે થીગડા તરીકે ઉપયોગ કરી શકાય છે.

માસ્કિંગનો ઉપયોગ કરી વાદળનું હલનચલન (To move the cloud using Masking)

પ્રયોગ 2
હેતુ : સીન્ફિગમાં માસ્કિંગનો ઉપયોગ કરી બારીમાંથી વાદળનું હલનચલન દર્શાવવું.
પગલાં :
પગલું 1 : સીન્ફિગ ચાલુ કરી નવી ફાઈલ બનાવો.
.
પગલું 2 : હવે, CTRL + i અથવા File → Import દ્વારા કૅનવાસ ઉપર ઇમેજ આયાત કરો. આપણી જરૂરિયાત પ્રમાણે તેનું કદ બદલો. આકૃતિ માં આયાત કરેલી ઇમેજ દર્શાવેલી છે.
Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ 11
પગલું 3 : આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે બીલાઇન ટૂલ (BLine tool) ઑબ્જેક્ટનો ઉપયોગ કરીને કૅનવાસની ડાબી બાજુએ એક વાદળ (Cloud) દોરો. તમે ઇમેજ લેયરની ઉ૫૨ BLine લેયર જોઈ શકશો.
Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ 12
પગલું 4 : હવે Animate_edit વિકલ્પ ચાલુ કરો, જેથી કૅનવાસની ચારે બાજુ લાલ રંગની બૉર્ડર (border) દેખાશે.

પગલું 5 : હવે આપણે કૅનવાસ ઉપર વાદળને ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતું એક નાનું ઍનિમેશન બનાવીશું.
ટાઇમલાઇનમાં of જગ્યા ૫૨ રેકૉર્ડ કરવા માટે વાદળને થોડું ખસેડો.
હવે . ટાઇમલાઇન ઉપર 5s માર્ક ઉપર ક્લિક કરો અને વાદળને જમણી બાજુ ડ્રગ કરો (ખેંચીને ખસેડો). આકૃતિ (a) અને (b)માં 0f અને 5s જગ્યા પરની ઍનિમેશનની સ્થિતિ અનુક્રમે દર્શાવેલી છે.
Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ 13
Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ 14
પગલું 6 : હવે Animate edit મોડ બંધ કરો અને ઍનિમેશન જોવા માટે પ્લે બટન દબાવો. તમે ઇમેજની ઉપર વાદળનું હલનચલન જોઈ શકશો. કારણ કે, ઇમેજ લેયરની ઉપર ક્લાઉડ લેયર (NewBLine005 લેયર) છે.

પગલું 7 : તમે આકૃતિ (a)માં ઇમેજ લેયરની ઉપર ક્લાઉડ લેયર (NewBLine005 લેયર) જોઈ શકો છો. હવે લેયર પૅનલમાં ઍનિમેશન બદલવા માટે આકૃતિ (b)માં દર્શાવ્યા પ્રમાણે ક્લાઉડ લેયરને ઇમેજ લેયરની નીચે ડ્રગ કરો. ઍનિમેશન જોવા માટે પ્લે બટન ક્લિક કરો.
તમે ઍનિમેશનમાં તફાવત જોઈ શકશો કે હવે ઇમેજની પાછળ વાદળનું હલનચલન થઈ રહ્યું છે.
Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ 15

Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ

પગલું 8 : સૌપ્રથમ આપણે કૅનવાસની બંને બાજુએ વાદળને છુપાવવા માટે માસ્ક આકાર બનાવવો પડશે. માસ્ક આકાર બનાવવા BLine ટૂલનો ઉપયોગ કરો.

  • BLine ટૂલ પસંદ કરી તેમાંથી Tool વિકલ્પમાંથી ‘Create Region BLine* પસંદ કરો.
  • આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે લંબચોરસ આકાર દોરો.
    નોંધ : બીલાઇન પૂરું કરવા માટે છેલ્લા બિંદુ ઉપર રાઇટ ક્લિક કરો અને “Loop BLine વિકલ્પ પસંદ કરો.

Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ 16
પગલું 9 : હવે જે ભાગ છુપાવવો હોય તેના ઉપર માસ્ક આકાર ગોઠવો. અહીં ક્લાઉડ લેયર ઉપર માસ્ક આકાર ગોઠવવો પડે.

  • અહીં આપણે ફક્ત ક્લાઉડ લેયર જ છુપાવવા ઇચ્છતા હોવાથી ક્લાઉડ લેયર અને માસ્ક આકારને પ્રાવૃત્ત (Encapsulate) કરો.
  • આકૃતિ (a) માં પ્રાવૃત્ત લેયર Inline Canvas’ બતાવેલ છે તથા આકૃતિ (b)માં Inline Canvasની માહિતી દર્શાવેલ છે.
    નોંધ : આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે લેયરનાં નામ બદલો.

Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ 17

પગલું 10 : હવે લેયર્સ પૅનલમાંથી માસ્ક લેયર પસંદ કરો. અને પ્રાચલ પૅનલમાં (પેરામીટર પૅનલમાં) ‘Blend Method બદલીને Alpha Over‘ સેટ કરો.
આકૃતિ માં ‘Blend Method” બદલી ‘Alpha Over‘દર્શાવેલ છે.
Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ 18
પગલું 11 : હવે ઍનિમેશન પ્લે કરો અને તમે જોઈ શકશો કે, હવે કૅનવાસની ડાબી બાજુએ વાદળ દેખાશે નહિ.

પગલું 12 : હવે કૅનવાસની જમણી બાજુ પણ આ જ રીતે બીલાઇન ટૂલના ઉપયોગ વડે એક લંબચોરસ માસ્ક આકાર દોરો. આકૃતિ માં કૅનવાસની જમણી બાજુએ માસ્ક આકાર દર્શાવેલ છે.
Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ 19

પગલું 13 : આ લેયરનું નામ બદલીને mask 2 રાખો અને આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે માસ્ક લેયરની ઉપરના પ્રાવૃત્ત (Encapsulated) લેયરમાં mask 2 લેયરનો ડ્રગ કરીને રાખો.
Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ 20
પગલું 14 : હવે લેયર ઑનલમાંથી mask 2 લેયર પસંદ કરો અને પ્રાચલોની મૅનલમાંથી ‘Blend Method· બદલીને ‘Alpha Over સેટ કરો.

પગલું 15 : હવે ઍનિમેશન પ્લે કરો. તમે વાદળને ચિત્રમાંથી પસાર થતું જોશો. હવે ફાઈલને સેવ અને રેન્ડર કરો. આકૃતિ માં પ્રિવ્યૂ જોઈ શકાય છે.
Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ 21

Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ

ઑબ્જેક્ટને પુનઃ દર્શાવવા માસ્કિંગનો ઉપયોગ (To reveal the object using Masking)
પ્રયોગ 3
હેતુ : સીન્ફિગમાં ઇમેજમાં સૂર્યને પુનઃ દર્શાવવા માટે માસ્કિંગનો ઉપયોગ કરવો.
પગલાં :
પગલું 1 : સીન્જિંગ ચાલુ કરી નવી ફાઈલ બનાવો.

પગલું 2 : હવે, CTRL + i અથવા File → Import કમાન્ડ દ્વારા કૅનવાસ ઉપર ઇમેજ આયાત કરો. આકૃતિ માં આયાત કરેલી ઇમેજ દર્શાવેલ છે.
Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ 22
પગલું 3 : હવે વર્તુળ દોરવા માટે Circle ટૂલ પસંદ કરો અને પૅલેટમાંથી નારંગી રંગ ભરો. આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે વર્તુળ દોરો અને તે લેયરનું નામ બદલીને ‘Sun’ રાખો.
Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ 23
પગલું 4 : હવે, BLine ટૂલ વડે એક માસ્ક આકાર દોરો. અહીં એવો માસ્ક આકાર દોરો કે જે સૂર્યના અમુક ભાગને ખુલ્લો રાખે. આકૃતિ માં તે દર્શાવેલ છે.
Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ 24
આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે આ લેયરને ‘mask’ નામ આપો.
Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ 25
પગલું 5 : હવે માસ્ક લેયર પસંદ કરો અને આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે પ્રાચલ પૅનલમાંથી ‘Ivert’ વિકલ્પ પસંદ કરો.
Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ 26
આકૃતિ માં ‘Invert’ વિકલ્પ પસંદ કર્યા પછી કૅનવાસ ઉપરની અસર દર્શાવેલી છે.
Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ 27
પગલું 6 : હવે આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે ‘Blend Method” બદલીને Alpha Over’ કરો, જેથી આકૃતિ પ્રમાણે કૅનવાસ દેખાશે.
Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ 28
Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ 29

Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ

પગલું 7 : આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે Mask તથા Sun લેયરને પ્રાવૃત્ત (Encapsulate) કરો કે જેથી Maskની અસર ઇમેજ ઉપર નહીં પણ ફક્ત Sun લેયર ઉપર જ જોઈ શકાય.
Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ 30
પગલું 8: ફાઈલને સેવ અને રેન્ડર કરો. આકૃતિ મં પ્રિવ્યૂ દર્શાવેલ છે.
Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ 31

સીન્ફિગ દ્વારા સ્લાઇડ શોની રચના (To Create Slide Show using Synfig)

  • ધારો કે તમે ‘ગુજરાત ટૂરિઝમ’ ઉપર એક સ્લાઇડ શોની રચના કરવા ઇચ્છો છો, જેમાં તમે ગુજરાતની ઝલક આપવા માગો છો.
  • આ ઝલક આપવા માટે તમારે એક પછી એક ચિત્ર પ્રદર્શિત કરવા પડશે.
  • એક સમયે ફક્ત એક જ ચિત્ર દેખાડવા ઇચ્છતા હોવાથી તે દરેક ચિત્ર જુદા જુદા લેયર ઉપર મૂકવા જોઈએ.
  • ચિત્ર બતાવવાનું સંચાલન કરવા માટે આપણે દરેક લેયર માટે ‘blend method’ અને ‘amount’ પ્રાચલોનો (પેરામીટરનો) ઉપયોગ કરીશું.
  • બ્લેન્ડ મેથડમાં amoutની કિંમત 1 લેયરને પૂરેપૂરું દૃશ્યમાન સૂચવે છે, જ્યારે amountની કિંમત 0 (શૂન્ય) લેયરને પૂરેપૂરું પારદર્શક સૂચવે છે.

પ્રયોગ 4
હેતુ : સીન્ફિગ દ્વારા ગુજરાતની ઝલક દર્શાવતા સ્લાઇડ શોની રચના કરવી.
પગલાં :
પગલું 1 : સીન્ફિગ ચાલુ કરી એક નવી ફાઈલ બનાવો.

પગલું 2 : હવે CTRL + i અથવા File → Import કમાન્ડ દ્વારા કૅનવાસ ઉપર ઇમેજ આયાત કરો.
[નોંધ : જો તમારી પાસે ગુજરાતની ઝલક સંબંધિત ચિત્ર ન હોય, તો ઇન્ટરનેટ ઉપરથી ઇમેજ ડાઉનલોડ કરો.]
આપણે ગુજરાતની ઝલક દર્શાવતા છ ચિત્રોના સ્લાઇડ શોની રચના કરવી છે. તેથી દરેક ચિત્ર અલગ અલગ લેયર ઉપર આયાત કરેલ છે, જે આકૃતિ (a) થી (f)માં દર્શાવેલ છે.
Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ 32
Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ 33
Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ 34
Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ 35
Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ 36
Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ 37

Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ

પગલું 3 : આકૃતિ (a)માં દર્શાવ્યા પ્રમાણે શિફ્ટ કી દબાવીને લેયર્સ પૅનલની બધી ઇમેજને પસંદ કરો. આકૃતિ (b)માં દર્શાવ્યા પ્રમાણે પ્રાચલ(પેરામીટર)ની વૅનલમાં જઈને બધી ઇમેજીસ માટે Blend Methodને બદલીને Straight’ કરો.
Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ 38
Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ 39
પગલું 4 : હવે આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે સૌથી ઉપરના gujarat_map લેયરને પસંદ કરો અને પ્રાચલ (પેરામીટર) પૅનલમાં Amount પ્રાચલ પસંદ કરી રાઇટ ક્લિક કરો.

  • રાઇટ ક્લિક કરવાથી કન્ટેક્સ્ટ મેનૂ (Context menu) ખૂલશે. અહીં Convert→Timed Swap વિકલ્પ પસંદ કરો. [નોંધ ઃ “Convert’ સૂચવે છે કે પ્રાચલ જુદી જુદી રીતે આપોઆપ નિયંત્રિત રહે છે. દરેક પ્રાચલને કન્વર્ટ કરી શકાય છે.]

Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ 40

  • આકૃતિ માં Amount પ્રૉપર્ટીમાં Timed Swap દર્શાવેલ છે.

Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ 41

  • આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે Amount પ્રૉપર્ટીમાં નવાં પેટા-પ્રાચલો ઉમેરાશે.
  • ‘Before’, ‘After’, Time’ અને ‘Length’ આ વિકલ્પો ચિત્રની દૃશ્યતા સૂચવે છે.

Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ 42
પગલું 5 : હવે પ્રાચલ ‘Before’ને 1.0 અને ‘After’ને 0.0થી સેટ કરો. [નોંધ ઃ પ્રાચલ ‘Before’ને 1.0 સેટ કર્યું તે સૂચવે છે કે પ્રાચલ ‘Time’માં સૂચવેલા સમય પહેલા લેયર દશ્યમાન હશે અને પ્રાચલ ‘After’ને 0.0 સેટ કર્યું તે સૂચવે છે કે ‘Time’માં સૂચવેલા સમય પછી લેયર અદશ્ય થશે.]
જો તમે દરેક વચ્ચે 1 સેકન્ડ સંક્રમિત સમય (Transition time) સાથે દરેક ચિત્ર 5 સેકન્ડ માટે પ્રદર્શિત કરવા માગો છો, તો પ્રાચલ ‘Length’ને ‘1s’થી અને પ્રાચલ ‘Time’ને ‘5s’થી બદલો. આથી 5 સેકન્ડ પછી ઇમેજ દેખાતી બંધ થઈ જશે. આકૃતિ માં પ્રાચલ Amountમાં સેટ કરેલી કિંમતો દર્શાવી છે.
Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ 43
પગલું 6 : હવે આગળનું ઇમેજ લેયર પસંદ કરો આપણે અગાઉના લેયરમાં કર્યું હતું, તે જ પ્રમાણે ટાઇમની અદલાબદલી કરો.
પ્રાચલ ‘Before’ને 1.0થી, After’ને 0.0થી, Lenght’ને 1sથી તથા Time’ને 10sથી સેટ કરો.
નોંધ : ઇમેજ 10 s પછી દેખાતી બંધ થશે.

પગલું 7 : આ જ રીતે પછીના બધા ઇમેજ લેયર્સ time’ અનુક્રમે 15s, 20s, 25s, 30sથી બદલાશે. આકૃતિ (a)થી (e)માં આ બધા ઇમેજ લેયર સેટિંગ્સ બતાવ્યા છે.
Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ 44
Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ 45
Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ 46
Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ 47
Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ 48

Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ

પગલું 8 : હવે આ પ્રમાણે કમાન્ડ આપો ઃ Caret → Edit → Properties. ટાઇમ ટૅબને પસંદ કરીને અંત સમયને છેલ્લી ઇમેજ લેયરની Time કિંમત બરાબર સેટ કરો. અહીં 30s આકૃતિ માં અંત સમયના સેટિંગ દર્શાવ્યા છે.
[નોંધ : જો અંતમાં બૅન્ક સ્ક્રીન જોઈએ, તો અંત સમય 30s કરતાં થોડો વધારે સેટ કરો.
Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ 49
પગલું 9 : ફાઈલને સેવ અને રેન્ડર કરો. આકૃતિ માં પ્રિવ્યૂ દર્શાવેલ છે.
Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ 50
નોંધ : જો તમારે સ્લાઇડ શોમાં પશ્ચાદ્ભૂમિ (Background) બતાવવી હોય, તો બધા ઇમેજ લેયર્સને પ્રાવૃત્ત (Encapsulate) કરો. અને પશ્ચાદ્ભૂમિ(background)ને સૌથી નીચેના લેયર તરીકે રાખો.

ક્રિયા-પ્રતિક્રિયા (Interactivity)

  • ઍનિમેશનમાં અમુક સમયે વપરાશકર્તાની પસંદ પ્રમાણે આગળ વધવાનું હોય છે. કેટલાક સમયે વપરાશકર્તા ઍનિમેશનનો અમુક ચોક્કસ ભાગ કુદાવવા (સ્કિપ કરવા) ઇચ્છે અને આગળ જવા ઇચ્છે. ક્રિયા-પ્રતિક્રિયા માટે ઍનિમેશન સૉફ્ટવેરમાં વપરાતા આ પ્રકારનાં પગલાંને ઍક્શન સ્ક્રિપ્ટ (Action script) કહેવામાં આવે છે.
  • ઍનિમેશન પ્રોગ્રામમાં લચીલાપણું / સાનુકૂળતા (Flexibility) ઉમેરવા માટે ઍક્શન સ્ક્રિપ્ટ ઉમેરવામાં આવે છે.
  • હાલની તારીખમાં, ઍનિમેશન સૉફ્ટવેરમાં સીન્ફિગ સ્ટુડિયો ઍક્શન સ્ક્રિપ્ટને સીધો ટેકો આપતા નથી, પણ આપણા ઍનિમેશનમાં આપણે જાવા સ્ક્રિપ્ટ અથવા જાવાનો ઉપયોગ કરી શકીએ છીએ.
    ઉદાહરણ : ધારો કે જ્યારે વપરાશકર્તા ચિત્ર ઉપર માઉસ લઈ જાય ત્યારે જ તમે ઍનિમેશન પ્લે કરવા ઇચ્છો છો.
  • આ કાર્ય કરવા સૌપ્રથમ આપણે બે ઇમેજ લઈશું.
  • આમાંની એક ઇમેજ સ્થિર છે. (અહીં static-ball.gif) બીજી ઇમેજ ઍનિમેટેડ ચિત્ર છે. (અહીં animated-ball.gif)
    નોંધ : ઍનિમેટેડ ચિત્ર સીન્ફિગમાં gif, jpeg કે bmp જેવાં ફૉર્મેટમાં રેન્ડર્ડ ફાઈલ છે.
  • હવે નીચે પ્રમાણેનાં પગલાં અનુસરો :

(1) Geditમાં નવી ફાઈલ બનાવો અને તેમાં નીચે જણાવેલ કોડ લખો :

<html>
<head>
<title> Rollover with a Mouse
Event </title>
<script type = "text/javascript">
if (document.images)
{
var imagel = new image( );
image1.src = "static-ball.gif";
var image2 = new image ( );
image2.src = "animated-ball.gif";
}
</script>
</head>
<body>
<ahref="#" OnMouseOver
"document.myimage.src = image2.src
OnMouseOut = "document.myimage.
src = image1.src">
<img name= "myimage" src = "static-ball.gif"/>
</a>
</body>
</html>

(2) ફાઈલને અનુલંબન .html સાથે સંગ્રહ કરો.
(3) આઉટપુટ જોવા માટે ફાઈલને વેબ બ્રાઉઝરમાં ખોલો.
આ રીતે, જાવા સ્ક્રિપ્ટનો ઉપયોગ કરીને ઍનિમેશનમાં ક્રિયા-પ્રતિક્રિયાનો સમાવેશ કરી શકાય છે.

Computer Class 11 GSEB Solutions Chapter 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ

ફાઈલ્સની સુવાહ્યતા (Portability of Files)

  • કોઈ ચોક્કસ ઍનિમેશન સૉફ્ટવેરના ઉપયોગથી બનાવેલ ઍનિમેશન ફાઈલને આગળ કાર્યક્ષમ ઉપયોગ માટે એડોબ ફ્લેશ ફાઈલ્સ(SWF ફાઈલ્સ)માં રૂપાંતરિત કરી શકાય છે.
  • SWFTOOLS એક ઓપનસોર્સ સૉફ્ટવેર ટૂલ છે, જે અનેકવિધ પ્રકારના ફાઈલ ફૉર્મેટનું SWF ફાઈલ્સમાં રૂપાંતર કરે છે.
  • SWF એ એડોબ ફ્લેશ ફાઈલ ફૉર્મેટ છે, જે વેક્ટર ગ્રાફિક્સ ઍનિમેશનમાં વપરાય છે.
  • SWFTOOLS એ SWF ફાઈલ્સ વાંચવા માટે; તેમને જોડવા માટે અને ઇમેજીસ, સાઉન્ડ અને વીડિયો ફાઈલ્સ જેવી અન્ય માહિતીમાંથી ફાઈલ બનાવવા માટેના પ્રોગ્રામ્સનો સમાવેશ કરે છે.
  • કોષ્ટકમાં કેટલાક પ્રોગ્રામ્સની યાદી છે, જે SWF ફૉર્મેટમાં ફાઈલ્સ રૂપાંતર કરે છે.

કોષ્ટક : SWFTOOLSમાં ઉપલબ્ધ પ્રોગ્રામ્સની યાદી

Programmes Description
GIF2SWF Converts gif files into swf files
PNG2SWF Converts png files into swf files
JPEG2SWF Converts jpeg files into swf files
PDF2SWF Converts pdf files into swf files
WAY2SWF Converts way audio files into swf files
AV12SWF Converts avi animation files into swf files
FONT2SWF Converts Font files to swf files
SWEFxtract Extracts images, sounds and movie clips from swf files

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *