Gujarat Board GSEB Solutions Class 6 Maths Chapter 8 દશાંશ સંખ્યાઓ Ex 8.6 Textbook Exercise Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 6 Maths Chapter 8 દશાંશ સંખ્યાઓ Ex 8.6
પ્રશ્ન 1.
બાદબાકી કરોઃ
(a) 20.75 રૂપિયામાંથી 18.25 રૂપિયા
(b) 250 મીટરમાંથી 202.54 મીટર
(c) 8.40 રૂપિયામાંથી 5.36 રૂપિયા
(d) 5.206 કિમીમાંથી 2.051 કિમી
(e) 2.107 કિલોમાંથી 0.314 કિલો
જવાબ:
(a) 20.75 રૂપિયામાંથી 18.25 રૂપિયા
આમ, 20.75 રૂપિયા – 18.25 રૂપિયા = 2.50 રૂપિયા
(b) 250 મીટરમાંથી 202.54 મીટર
આમ, 250 મીટર – 202.54 મીટર = 47.46 મીટર
(c) 8.40 રૂપિયામાંથી 5.36 રૂપિયા
આમ, 8.40 રૂપિયા – 5.36 રૂપિયા = 3.04 રૂપિયા
(d) 5.206 કિમીમાંથી 2.051 કિમી
આમ, 5.206 કિમી – 2.051 કિમી = 3.155 કિમી
(e) 2.107 કિલોમાંથી 0.314 કિલો
આમ, 2.107 કિલો – 0.314 કિલો = 1.793 કિલો
પ્રશ્ન 2.
કિંમત શોધો :
(a) 9.756 – 6.28
જવાબ:
અહીં, 6.28 = 6.280 લઈશું.
(b) 21.05 – 15.27
જવાબ:
(c) 18.5 – 6.79
જવાબ:
અહીં, 18.5 = 18.50 લઈશું.
(d) 11.6 – 9.847
જવાબ:
અહીં, 11.6 = 11.600 લઈશું.
પ્રશ્ન 3.
રાજુએ 35.65 રૂપિયાનું પુસ્તક ખરીદું. તેણે દુકાનદારને 50 રૂપિયા આપ્યા, તો દુકાનદાર પાસેથી રાજુએ કેટલા રૂપિયા પાછા મેળવ્યા?
જવાબ:
રાજુની ખરીદી
50 રૂપિયા દુકાનદારને આપ્યા
35.65 રૂપિયા પુસ્તકના થયા
દુકાનદાર પાછા આપશે
= 50 રૂપિયા – 35.65 રૂપિયા
= 14.35
50 = 50.00 લઈશું.
દુકાનદાર પાસેથી રાજુને 14.35 રૂપિયા પાછા મળશે.
પ્રશ્ન 4.
રાની પાસે 18.50 રૂપિયા હતા. તેણે 11.75 રૂપિયાનો એક આઇસક્રીમ ખરીદ્યો, તો તેની પાસે હવે કેટલા રૂપિયા રહ્યા?
જવાબ:
18.50 રૂપિયા રાની પાસે હતા
11.75 રૂપિયાનો આઈસક્રીમ ખરીદ્યો
રાની પાસે બચશે –
18.50 રૂપિયા – 11.75 રૂપિયા
= 6.75 રૂપિયા
હવે, રાની પાસે 6.75 રૂપિયા બાકી રહ્યા.
પ્રશ્ન 5.
ટીના પાસે 20 મીટર 5 સેમી લાંબું કાપડ હતું. તેણે પડદા બનાવવા માટે 4 મીટર 50 સેમી લંબાઈનું કાપડ તેમાંથી કાપ્યું, તો તેની પાસે કેટલું કાપડ બાકી રહ્યું?
જવાબ:
ટીના પાસેનું કુલ કાપડ = 20 મીટર 5 સેમી = 20.05 મીટર
ટીનાએ પડદા માટે કાપેલું કાપડ = 4 મીટર 50 સેમી = 4.50 મીટર
આપણે જાણીએ છીએ કે 1 મીટર = 100 સેમી તેથી, 1 સેમી = \(\frac{1}{100}\) મીટર
ટીના પાસે બાકી રહેલું કાપડ
= 20 મીટર 5 સેમી – 4 મીટર 50 સેમી
= 20.75 મીટર – 4.50 મીટર
= 15.55 મીટર
ટીના પાસે 15.55 મીટર કાપડ બાકી રહ્યું.
પ્રશ્ન 6.
નમિતા દરરોજ 20 કિમી 50 મીટરની મુસાફરી કરે છે. તેમાંથી તે 10 કિમી 200 મીટર અંતર બસ દ્વારા અને બાકી રહેલ અંતર રિક્ષા દ્વારા મુસાફરી કરે છે, તો તે રિક્ષા દ્વારા કેટલું અંતર કાપે છે?
જવાબ:
નમિતાએ કરેલી કુલ મુસાફરી
= 20 કિમી 50 મીટર તેણે બસ દ્વારા કરેલી મુસાફરી
= 10 કિમી 200 મીટર
બાકીની મુસાફરી રિક્ષા દ્વારા કરી છે.
∴ રિક્ષા દ્વારા મુસાફરી 2 છે.¢5 0
= 20 કિમી 50 મીટર – 10 કિમી 200 મીટર
= 20.050 કિમી – 10.200 કિમી 0 9.8 5 0
= 9.850 કિમી
આમ, નમિતા રિક્ષા દ્વારા 9.850 કિમી અંતર કાપે છે.
પ્રશ્ન 7.
આકાશે 10 કિગ્રાની શાકભાજી ખરીદી. તેમાંથી તેણે 3 કિગ્રા 500 ગ્રામ ડુંગળી, 2 કિગ્રા 75 ગ્રામ ટામેટાં અને બાકીના બટાકા ખરીદ્યાં, તો ખરીદેલા બટાકાનું વજન કેટલું થશે?
જવાબ:
આકાશે ખરીદેલી કુલ શાકભાજીનું વજન = 10 કિગ્રા
તેમાંની ડુંગળીનું વજન = 3 કિગ્રા 500 ગ્રામ
અને ટામેટાંનું વજન = 2 કિગ્રા 75 ગ્રામ
હવે, ડુંગળી અને ટામેટાંનું કુલ વજન
= 3 કિગ્રા 500 ગ્રામ + 2 કિગ્રા 75 ગ્રામ
= 3.500 કિગ્રા + 2.075 કિગ્રા
= 5.575 કિગ્રા
હવે, ખરીદેલ કુલ શાકભાજી(10 કિગ્રા)માં ડુંગળી અને ટામેટાંનું વજન 5.575 કિગ્રા છે.
∴ આકાશે ખરીદેલ બટાકાનું વજન
= 10 કિગ્રા – 5.575 કિગ્રા
= 4.425 કિગ્રા
આમ, આકાશે ખરીદેલ બટાકાનું વજન 4.425 કિગ્રા થશે.