Gujarat Board GSEB Solutions Class 6 Maths Chapter 6 પૂર્ણાંક સંખ્યાઓ InText Questions InText Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 6 Maths Chapter 6 પૂર્ણાંક સંખ્યાઓ InText Questions InText Questions
પ્રયત્ન કરો: [પાન નંબર 116].
નીચે આપેલાં સ્થાનોમાં યોગ્ય નિશાની કરોઃ
(a) દરિયાની સપાટીથી 100 મી નીચે
(b) 0°Cથી 25°C ઉપરનું તાપમાન
(c) 0°Cથી 15°C નીચું તાપમાન
જવાબ:
(a) દરિયાની સપાટીથી 100 મી નીચે → – 100 મી
(b) 0°Cથી 25 °C ઉપરનું તાપમાન → + 25 °C
(c) 0°Cથી 15 °C નીચું તાપમાન → – 15 °C
પ્રયત્ન કરો [પાન નંબર 118]
પ્રશ્ન 1.
સંખ્યારેખા પર 3, 7, -4, 8, -1 અને -૩ બતાવો.
જવાબ:
પ્રશ્ન 2.
ઉપર્યુક્ત ઉદાહરણને ધ્યાનમાં રાખીને > અને < ચિહ્નોનો ઉપયોગ કરી – ખાલી જગ્યા પૂરોઃ
નોંધ : ધ્યાનમાં રાખો કે 5 > 3 પરંતુ (-5) < (3) તે જ રીતે 12 > 8 પરંતુ (-12) < (-8)]
જવાબ:
પ્રયત્ન કરો [પાન નંબર 119]
* નીચે આપેલી સંખ્યાને > અથવા <નો ઉપયોગ કરી સરખામણી કરોઃ
ઉપર્યુક્ત પ્રશ્નોથી રોહિણી નીચે આપેલાં તારણો ઉપર પહોંચે છે:
(a) દરેક ધન પૂર્ણાક દરેક ઋણ પૂર્ણાક કરતાં મોટા છે.
(b) શૂન્ય દરેક ધન પૂર્ણાકો કરતાં નાનો છે.
(c) શૂન્ય એ ઋણ પૂર્ણાકો કરતાં મોટો છે.
(d) શૂન્ય એ ઋણ પૂર્ણક કે ધન પૂર્ણાંક નથી.
(e) શૂન્યની જમણી બાજુ જેમ દૂર જઈએ તેમ સંખ્યા મોટી થાય છે.
(f) શૂન્યની ડાબી બાજુ જેમ દૂર જઈએ તેમ સંખ્યા નાની થાય છે. શું તમે તેની સાથે સહમત છો?
જવાબ:
> અથવા < નો ઉપયોગ કરીને નીચે પ્રમાણે દર્શાવી શકાય :
હા, રોહિણીનાં તમામ તારણ સાચાં છે. અમે તેનાં તારણો સાથે સહમત છીએ.
પ્રયત્ન કરો [પાન નંબર 125]
* નીચેના સરવાળાનો જવાબ શોધોઃ
(a) (–11) + (-12)
(b) (+10) + (+4)
(c) (-32) + (-25) (d) (+23) + (+40)
જવાબ:
(a) (- 11) + (- 12) (- 11) + (- 12) = – 11 – 12 = – (11 + 12) = – 23
(b) (+ 10) + (+ 4) (+ 10) + + 4) = + 10 + 4 = + (10 + 4) = + (14) = 14
(c) (–32) + (-25) (-32) + (-25) = -32 – 25 = – (32 + 25). = – (57) = – 57
(d) (+23) + (+40) (+23) + (+40) = + 23 + 40 = + (23 + 40) = + (63) = 63
• પ્રયત્ન કરો [પાન નંબર 125]
નીચેના ઉકેલ શોધો:
(a) -70 + (+8).
(b) (-9) + (+13).
(c) (+7) + (-10).
(d) (+12) + (-7)
જવાબઃ
અહીં, યાદ રાખીશું કે બે વિરોધી સંખ્યાઓનો સરવાળો હંમેશાં શૂન્ય થાય છે. આથી, આવી બે સંખ્યાઓને પરસ્પર વિરોધી કહે છે. (a) (-7) + (+ 8) = (-7) + (+ 7) + (+ 1) [∵ 8 = 7 + 1] = 0 + 1 [∵ (-7) + (+ 7) = 0] = 1
(b) (– 9) + (+ 13) = (-9) + (+ 9) + (+ 4) [∵ 13 = 9 + 4] = 0 + (+4) [∵ (-9) + (+9) = 0]
(c) (+7) + (-10) = (+ 7) + (-7) + (-3) [∵ (-10) = (-7) + (-3)] = 0 + (-3) [∵ (+ 7) + (-7) = 0]. = -3
(d) (+ 12) + (-7). = (+ 5) + (+ 7) + (-7) [∵ 12 = 5 + 7] = (+5) + 0 [∵ (+7) + (-7) = 0] = 5
પ્રયત્ન કરો [પાન નંબર 127]
પ્રશ્ન 1.
સંખ્યારેખાનો ઉપયોગ કરીને નીચેના સરવાળાઓનો ઉકેલ શોધોઃ
(a) (-2) + 6 (b) (- 6) + 2 આવા, બીજા બે પ્રશ્નો બનાવો અને સંખ્યારેખાનો ઉપયોગ કરીને ઉકેલ શોધો.
જવાબ:
(a) (-2) + 6
પહેલાં સંખ્યારેખા ઉપર તેની ડાબી બાજુ 2 પગલાં (દરેક 1 એકમનું પગલું) ચાલતાં –2 ઉપર પહોંચીશું. તે પછી –2ની જમણી બાજુ 6 પગલાં (દરેક 1 એકમનું પગલું) ચાલતાં 4 ઉપર પહોંચાશે. આમ, (-2) + 6 = + 4
(b) (-6) + 2
પહેલાં સંખ્યારેખા ઉપર તેની ડાબી બાજુ 6 પગલાં (દરેક 1 એકમનું પગલું) ચાલતાં – 6 ઉપર પહોંચીશું. તે પછી – 6ની જમણી બાજુ 2 પગલાં (દરેક 1 એકમનું પગલું) ચાલતાં – 4 ઉપર પહોંચાશે. આમ, (-6) + 2 =– 4 આવા અન્ય બે પ્રશ્નો નીચે મુજબ છે :
(1) (-4) + 5
(2) 6 + (-1)
પ્રશ્ન 2.
સંખ્યારેખાનો ઉપયોગ કર્યા વગર નીચેનાનો ઉકેલ શોધોઃ
(a) (+7) + (-11)
(b) (-13) + (+ 10)
(c) (-7) + (+ 9)
(d) (+ 10) + (- 5)
આવા પાંચ પ્રશ્નો પૂછી અને તેમનો ઉકેલ શોધો.
જવાબ:
(a) (+ 7) + (- 11) (+ 7) + (-11) = (+ 7) + (-7) + (-4) = 0 + (-4) [∵ (+ 7) + (-7) = 0), = – 4
(b) (–13) + (+ 10) (- 13) + (+ 10) = (- 10) + (3) + (+ 10) = (- 10) + + 10) + (-3) = 0 + (-3) [∵ (- 10) + (+ 10) = 0) = -3
(c) (-7) + (+ 9) (-7) + (+ 9) = (-7) + (+ 7) + (+ 2) = 0 + (+ 2) [∵ (-7) + + 70 = 0]. = 2
(d) (+ 10) + (- 5) (+ 10) + (- 5) = (+ 5) + (+ 5) + (-5). = (+ 5) + (- 5) + (+ 5) = 0 + (+ 5) [∵ (+5) + (-5) = 0] = 5
ઉપર મુજબના બીજા પાંચ પ્રશ્નોઃ
પ્રશ્ન 1.
(+ 9) + (-2).
જવાબ:
7
પ્રશ્ન 2.
(-8) + (+ 12)
જવાબ:
4
પ્રશ્ન 3.
(- 5) + (+8).
જવાબ:
3
પ્રશ્ન 4.
(+ 12) + (-6).
જવાબ:
6
પ્રશ્ન 5.
(+ 10) + (- 14) (5)
જવાબ:
– 4
HOTs પ્રકારના પ્રશ્નોત્તર
નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે માં લખો
પ્રશ્ન 1.
સંખ્યારેખા ઉપર – 5ની ડાબી બાજુએ ………. છે.
A. – 8
B. 8
C. 5
D. -2
જવાબઃ
A. – 8
પ્રશ્ન 2.
3માં – 3 ઉમેરતાં ………. મળે.
A. – 6
B. 0
C. 6
D. -3
જવાબઃ
B. 0
પ્રશ્ન 3.
3 અને –2 વચ્ચે ………. પૂર્ણાકો છે.
A. 3
B. 2
C. 4
D. 5
જવાબઃ
C. 4
પ્રશ્ન 4.
– 6 + (-4) = ……….
A. (-2)
B. 10
C. 2
D. (-10)
જવાબઃ
D. (- 10)
પ્રશ્ન 5.
0 > ……..
A. 2
B. 5
C. 10
D. (-2)
જવાબઃ
D. (-2)
પ્રશ્ન 6.
8 – (-2) = ……
A. 6
B. (-6)
C. 10
D. (- 10)
જવાબઃ
C. 10