Computer Class 12 GSEB Solutions Chapter 4 ઇ-કૉમર્સનો પરિચય

Students frequently turn to Computer Class 12 GSEB Solutions and GSEB Computer Textbook Solutions Class 12 Chapter 4 ઇ-કૉમર્સનો પરિચય for practice and self-assessment.

GSEB Computer Textbook Solutions Class 12 Chapter 4 ઇ-કૉમર્સનો પરિચય

પ્રશ્ન 1.
ઇ-કૉમર્સને વ્યાખ્યાયિત કરો. ઇ-કૉમર્સના વિનિયોગની યાદી બનાવો.
ઉત્તરઃ
ઇ-કૉમર્સ એટલે શું? (What is E-commerce?)

  • હાલ આપણે માહિતીના યુગમાં જીવી રહ્યા છીએ. રેડિયો, ટેલિવિઝન, વર્તમાનપત્ર અને ઇન્ટરનેટ જેવા સ્રોત પરથી આપણે ઘણી બધી માહિતી મેળવી શકીએ છીએ.
  • ઇન્ટરનેટ અને મોબાઇલ સાધનોએ માહિતીનો ઉપયોગ કરવાની આપણી રીતો બદલી નાખી છે. લોકોએ દિવસના લગભગ દરેક કલાકે ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે.
  • આજકાલ ઇન્ટરનેટે વ્યવસાયના સંચાલનની પદ્ધતિમાં ક્રાંતિકારી ફેરફારો કર્યા છે. બિલની ચુકવણી, બૅન્કને લગતાં કાર્યો અને ખરીદી જેવા વિવિધ હેતુઓ માટે લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરતા થયા છે.
  • ઉત્પાદનનું માર્કેટિંગ અને વેચાણ, સૂચિપત્રો દર્શાવવા, શૅની લે-વેચ અને ગ્રાહક સેવા જેવી પ્રવૃત્તિઓ માટે વ્યવસાયિક સંસ્થાઓ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, જેને ઇ-કૉમર્સ તરીકે ઓળખવામાં આવે છે.
  • ઇન્ટરનેટ જેવા ઇલેક્ટ્રૉનિક માધ્યમનો ઉપયોગ કરી ઉત્પાદનનું ખરીદ-વેચાણ, સેવા અને માહિતી પૂરી પાડવાના કાર્યને ઇ-કૉમર્સ કહે છે.
  • ઇ-કૉમર્સ એ સંસ્થાઓ, વેપારીઓ અને ગ્રાહકોને તેમના ખર્ચમાં રાહત આપી માલ અને સેવાની ગુણવત્તા વધારવામાં સહાયભૂત થના૨ી આધુનિક પદ્ધતિ છે.
  • ઇ-કૉમર્સે આખા વિશ્વને એક વૈશ્વિક સ્થાન બનાવી દીધું છે, જ્યાંથી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સ્થળેથી કંઈ પણ ખરીદી શકે છે.

ઇ-કૉમર્સના વિનિયોગ (Applications of E-commerce)

  • આજકાલ જે વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં ઇ-કૉમર્સનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે, તેમાં માલનું માર્કેટિંગ અને વેચાણ, માલની હરાજી તથા બૅન્કિંગ અને વીમા જેવી નાણાકીય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
  • ઇ-કૉમર્સના વિવિધ વિનિયોગની યાદી નીચે દર્શાવ્યા પ્રમાણે છે :
    1. ઇન્ટરનેટ પર પુસ્તકની દુકાન
    2. ઇલેક્ટ્રૉનિક વર્તમાનપત્ર
    3. ઑનલાઇન હરાજી
    4. માર્કેટિંગ અને વેચાણ
    5. ઑનલાઇન બિલિંગ
    6. માહિતી સેવાઓ
    7. સહાય સેવાઓ
    8. નેટ બૅન્કિંગ
  • ચાલો હવે આપણે તે દરેક વિશે વિસ્તૃત ચર્ચા કરીએ.

પ્રશ્ન 2.
ઑનલાઇન હરાજી એટલે શું?
ઉત્તરઃ
ઑનલાઇન હરાજી (Online Auctions) હરાજી એટલે શું?

  • હરાજી ખરીદ-વેચાણની એવી પ્રક્રિયા છે, જે ગ્રાહકને ઉત્પાદનની બોલી બોલવાની તક આપી, ઉચ્ચ બોલી બોલનારને વસ્તુ ખરીદવાની સુવિધા પ્રદાન કરે છે.
  • પરંપરાગત હરાજીમાં મર્યાદિત લોકો ભાગ લે છે. હવે, હરાજીની આ પ્રક્રિયાને ઇ-કૉમર્સ તનિકની મદદથી અમલમાં મૂકી શકાય છે, જે લોકોને ઇન્ટરનેટ પર બોલી બોલવાની સુવિધા આપે છે. તેને ઑનલાઇન હરાજી (Online Auction) તરીકે ઓળખવામાં આવે છે.
  • માલની જીવંત હરાજી પૂરી પાડતી ઘણી વેબ સાઇટ ઉપલબ્ધ છે. આ વેબ સાઇટ વેચનાર અને બોલી લગાવનાર બંનેને આધાર પૂરો પાડે છે. જ્યારે તમે આ પ્રકારની સાઇટ પર વસ્તુ મૂકો છો ત્યારે તમે ‘વેચનાર’ છો. આ જ સમયે તમે અન્ય વેચનાર દ્વારા સાઇટ પર મૂકેલા ઉત્પાદનને ખરીદવા માટેની બોલી લગાવી શકો છો, તો હવે તમે ‘બોલી લગાવનાર છો.’
  • હરાજીની ઑનલાઇન સાઇટ માટે નીચે મુજબનાં પગલાં અનુસરવા જરૂરી છે :
    1. વસ્તુ વેચવા કે ખરીદવા પ્રથમ સાઇટ પર નોંધણી કરાવવી.
    2. વેચેલી કે બોલી લગાવેલી વસ્તુનું સંધાન (Track) મેળવવું.
    3. સ્વીકૃત બોલીને શોધવી.
    4. વેચનાર તથા બોલી લગાવનારના પ્રતિસાદનો ડેટાબેઝ બનાવવો.
    5. બોલી બોલનારને ચુકવણીના વિવિધ વિકલ્પ પૂરા પાડવા.
  • ઑનલાઇન હરાજી દ્વારા વિક્રેતા તેના ઉત્પાદન માટે શ્રેષ્ઠ કિંમત મેળવી શકે છે તથા બોલી બોલનાર પોતાની પસંદગીનું ઉત્પાદન ઓછા સમયમાં મેળવી શકે છે.
  • આકૃતિ માં ઑનલાઇન હરાજીની સાઇટ www.ebay.inનું હોમ પેજ દર્શાવેલ છે.

Computer Class 12 GSEB Solutions Chapter 4 ઇ-કૉમર્સનો પરિચય 1

  • ઑનલાઇન હરાજી માટેની કેટલીક પ્રચલિત વેબ સાઇટની યાદી નીચે આપવામાં આવી છે :
    1. www.ebay.in
    2. www.onlineauction.com
    3. www.mybids.com
    4. www.ubid.com

ગ્રાહકથી ગ્રાહક (Consumer to Consumer – C2C)
Computer Class 12 GSEB Solutions Chapter 4 ઇ-કૉમર્સનો પરિચય 2

  • ગ્રાહકો વચ્ચે થતી ઇ-કૉમર્સની પ્રવૃત્તિના વ્યવહારોને ‘ગ્રાહકથી ગ્રાહક’ (C2C) પ્રતિકૃતિનો સંદર્ભ આપવામાં આવે છે.
  • કોઈ પણ ત્રાહિત પક્ષની સંડોવણી વગર ઑનલાઇન હરાજી અને જાહેરાત દ્વારા તે ગ્રાહકોને પરસ્પર સોદા કરવાની સુવિધા પૂરી પાડે છે.
  • C2C વેબ સાઇટ પર ઇન્ટરનેટનો ઉપયોગકર્તા વેચનાર કે ખરીદનાર બની શકે છે.
  • C2C પ્રતિકૃતિનું ઉત્તમ ઉદાહરણ હરાજીની સાઇટ છે.

Computer Class 12 GSEB Solutions Chapter 4 ઇ-કૉમર્સનો પરિચય

પ્રશ્ન 3.
ઇલેક્ટ્રૉનિક વર્તમાનપત્ર એટલે શું? આ પ્રકારની વેબ સાઇટની વિશેષતાઓની યાદી બનાવો.
ઉત્તરઃ
ઇલેક્ટ્રૉનિક વર્તમાનપત્ર (Electronic Newspaper)

  • ઇન્ટરનેટ પર ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ વર્તમાનપત્રને ઇલેક્ટ્રૉનિક વર્તમાનપત્ર કે ઇ-ન્યૂઝપેપર તરીકે ઓળખવામાં આવે છે.
  • ઇ-ન્યૂઝપેપર એ મુદ્રિત વર્તમાનપત્ર કે ટેલિવિઝન અને રેડિયો દ્વારા પ્રસારિત કરવામાં આવતા સમાચારો કરતાં વધુ લાભદાયી છે, કારણ કે વિશ્વસ્તરે થતી ઘટનાઓના તત્કાલ સમાચાર તે આપી શકે છે.
  • ઇ-ન્યૂઝપેપરની મદદથી સમાચાર પ્રસારિત કરવાથી મુદ્રણ-પ્રક્રિયામાંથી મુક્તિ મેળવી શકાય છે, જે કિંમત ઘટાડવામાં મદદરૂપ થાય છે.
  • આજકાલ મોટા ભાગનાં પ્રતિષ્ઠિત વર્તમાનપત્રો વાચકોને ઇ-ન્યૂઝપેપર પૂરાં પાડે છે. આકૃતિ માં ધ વૉશિંગ્ટન પોસ્ટના ઇ-વર્તમાનપત્રનું હોમ પેજ દર્શાવ્યું છે.

Computer Class 12 GSEB Solutions Chapter 4 ઇ-કૉમર્સનો પરિચય 3

પ્રશ્ન 4.
પુસ્તકોની ઑનલાઇન દુકાનોની યાદી બનાવો અને કોઈ પણ એકની વિશેષતાઓ વિશે ચર્ચા કરો.
ઉત્તરઃ
ઇન્ટરનેટ પર પુસ્તકની દુકાન (Internet Bookshops)

  • ઇન્ટરનેટ પર પુસ્તકની દુકાન એ ઇન્ટરનેટ પર ઇ-કૉમર્સનો સૌપ્રથમ વિનિયોગ હતો.
  • ગ્રાહકો ઇન્ટરનેટ પર પુસ્તકો ખરીદવાનું પસંદ કરે છે, તેનાં મુખ્ય કારણો નીચે મુજબ છે :
    1. પુસ્તકને ભૌતિક રીતે તપાસવાની જરૂર પડતી નથી.
    2. ઇન્ટરનેટ પર પુસ્તકનું સરળતાથી વર્ણન કરી શકાય છે.
    3. પુસ્તકોને ગ્રાહકો સુધી ક્ષતિ રહિત કે અલ્પક્ષતિ સહિત સરળતાપૂર્વક પહોંચાડી શકાય છે.
  • ઑનલાઇન પુસ્તક-વિક્રેતાને પુસ્તકોનું વર્ગીકરણ યાદી, મુખપૃષ્ઠનાં ચિત્ર, પુસ્તકનું વર્ણન, પાનાંની કુલ સંખ્યા, પુસ્તકની કિંમત, વળતર અને ગ્રાહકોનો પ્રતિભાવ દર્શાવવા સારી વેબ સાઇટની જરૂર પડે છે.
  • ઑનલાઇન પુસ્તકોની દુકાનોમાંથી પ્રથમ એવી www.amazon.comનું વેબ પેજ આકૃતિ માં દર્શાવ્યું છે.
  • પુસ્તકોની વિશાળ ઑનલાઇન દુકાન ધરાવતી કેટલીક વેબ સાઇટની યાદી નીચે મુજબ છે :
    1. www.amazon.com
    2. shopping.indiatimes.com
    3. www.buybooksindia.com
    4. www.bookshopsofindia.com

Computer Class 12 GSEB Solutions Chapter 4 ઇ-કૉમર્સનો પરિચય 4

પ્રશ્ન 5.
નેટ બૅન્કિંગ એટલે શું? ઑનલાઇન બૅન્કિંગ માટેની કેટલીક વેબ સાઇટનાં નામ આપો.
ઉત્તરઃ
નેટ બૅન્કિંગ (Net Banking)

  • આધુનિક યુગમાં નેટ બૅન્કિંગ ઘણું પ્રચલિત થઈ રહ્યું છે.
  • ઇન્ટરનેટ દ્વારા બૅન્કના વ્યવહારોનો અમલ કરવાની પ્રક્રિયાને ઑનલાઇન બૅન્કિંગ કહે છે.
  • આજે મોટા ભાગની પ્રતિષ્ઠિત બૅન્કો પોતાના ગ્રાહકને ઑનલાઇન બૅન્કિંગની સુવિધા પૂરી પાડે છે.
  • ઑનલાઇન બૅન્કિંગની મદદથી ગ્રાહકોને નીચે જણાવેલ સેવાઓ પૂરી પાડવામાં આવે છે :
    1. કોઈ પણ સમયે ખાતાની સિલકની જાણકારી.
    2. એક ખાતામાંથી અન્ય ખાતામાં રકમની લેવડદેવડ.
    3. કોઈ પણ આવક કે જાવક માટેના પત્રક.
    4. નાણાકીય વ્યવહારની સ્થિતિ વિશે જાણકારી.
    5. બૅન્કમાં ગયા વગર ટેલિફોન, ઇલેક્ટ્રિસિટી અને અન્ય બિલની ચુકવણી.
  • આકૃતિ માં સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાનું હોમ પેજ દર્શાવેલ છે.

Computer Class 12 GSEB Solutions Chapter 4 ઇ-કૉમર્સનો પરિચય 5

  • ગ્રાહકને ઑનલાઇન સેવાઓ માટે પાસવર્ડ આપવામાં આવે છે, જેના દ્વારા કમ્પ્યૂટર કે મોબાઇલની મદદથી તે બૅન્કની સાઇટ પર લૉગ-ઇન કરી બૅન્ક સાથેની તમામ પ્રવૃત્તિઓ કરી શકે છે.
  • ઑનલાઇન બૅન્કિંગની સેવા પૂરી પાડતી કેટલીક પ્રચલિત બૅન્કોની વેબ સાઇટ નીચે દર્શાવેલ છે :
    1. www.centralbankofindia.com
    2. www.bankofbaroda.co.in
    3. www.iob.in
    4. www.onlinesbi.com
    5. www.denabank.co.in

Computer Class 12 GSEB Solutions Chapter 4 ઇ-કૉમર્સનો પરિચય

પ્રશ્ન 6.
પરંપરાગત વ્યવસાય અને ઇ-કૉમર્સ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો.
ઉત્તરઃ
પરંપરાગત વ્યવસાય વિરુદ્ધ ઇ-કૉમર્સ (Traditional Commerce Vs E-commerce)

  • પરંપરાગત વ્યવસાયની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે :
    1. સીમિત ભૌગોલિક વિસ્તારમાં જ સ્પર્ધા,
    2. જે ઉત્પાદનોને ગ્રાહક સ્પર્શ કરીને, સૂંઘીને કે તપાસીને લેવા ઇચ્છતો હોય, તેનું વેચાણ સરળ દા. ત., નાશવંત ખાદ્ય પદાર્થો, કિંમતી ઘરેણાં, ઉચ્ચ બનાવટના કપડાં વગેરે.
    3. નિશ્ચિત સમયગાળા દરમિયાન અથવા વ્યવસાયના કલાકો દરમિયાન વ્યાપાર કરવામાં આવે છે.
    4. હરીફો સમક્ષ માહિતી વહેંચવી પડતી નથી.
    5. વેચાણ-અધિકાર, વેચાણ-વહીવટકાર અને તેવી અન્ય વ્યક્તિઓની નિમણૂક.
    6. જગ્યાનું ભાડું, માલની ખરીદી, જાહેરાત, માલ- યાદી, માલ મોકલવાની વ્યવસ્થા વગેરે.
  • ઇ-કૉમર્સની કેટલીક લાક્ષણિકતાઓ નીચે મુજબ છે :
    1. ઉત્પાદનની જાહેરાત ઇલેક્ટ્રૉનિક સંસાધનો દ્વારા થાય છે.
    2. ઉત્પાદનની સૂચિ અને ઉપલબ્ધ યોજનાઓ વિશે ગ્રાહકને જાણકારી આપી શકાય છે.
    3. ચુકવણીની ઇ-પેમેન્ટ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે. ઉપરાંત માલ મેળવતી વખતે ચુકવણીની પદ્ધતિનો વિકલ્પ પણ ઉપલબ્ધ હોય છે.
    4. ગ્રાહકને થોડા દિવસમાં માલ પહોંચાડવામાં આવે છે.
    5. વ્યવહારનો સરેરાશ ખર્ચ ઘટે છે.
    6. સંપૂર્ણ વ્યવહાર પૂરો કરવા માટેનો સમય ઘટે છે.

પ્રશ્ન 7.
ઇ-કૉમર્સના ફાયદા જણાવો.
ઉત્તરઃ
ઇ-કૉમર્સના ફાયદા (Advantages of E-commerce)

  • આજે એવી સફળ સંસ્થા શોધવી મુશ્કેલ છે, જે પોતાની પ્રવૃત્તિઓ માટે કમ્પ્યૂટરનો ઉપયોગ કરતી ન હોય.
  • ઇ-કૉમર્સ ગ્રાહકોને સસ્તા ભાવે માલની ઉપલબ્ધતા, વિશાળ પસંદગી અને સમયના બચાવ જેવા અનેક લાભ પૂરા પાડે છે.
  • વધુ ઝડપી બ્રોડબૅન્ડ સેવાઓ અને નવા વિનિયોગોની ઉપલબ્ધતાથી આવનારાં વર્ષોમાં ઇ-કૉમર્સના વેચાણમાં વધારો થશે.
  • ઇ-કૉમર્સના મુખ્ય ફાયદા નીચે જણાવ્યા મુજબ છે :

પ્રશ્ન 8.
નીચે આપેલ ઇ-કૉમર્સની વ્યવસાય પ્રતિકૃતિઓ વિશે માહિતી આપો. દરેકનાં ઉદાહરણ આપો.
1. વ્યવસાયીથી ગ્રાહક (Business to Consumer – B2C)
2. વ્યવસાયીથી વ્યવસાયી (Business to Business – B2B)
3. ગ્રાહકથી ગ્રાહક (Consumer to Consumer – C2C)
4. ગ્રાહકથી વ્યવસાયી (Consumer to Business – C2B)
5. સરકારથી વ્યવસાયી (Government to Business – G2B)
ઉત્તરઃ
વ્યવસાયીથી ગ્રાહક (Business to Consumer – B2C)
Computer Class 12 GSEB Solutions Chapter 4 ઇ-કૉમર્સનો પરિચય 6

  • ઇન્ટરનેટ દ્વારા વેબ સાઇટના ઉપયોગથી જે વ્યવસાયિકો કે સંસ્થાઓ ગ્રાહકોને તેમનાં ઉત્પાદનો કે સેવાઓનું વેચાણ કરે છે. તેમના માટે ‘વ્યવસાયીથી ગ્રાહક’ (B2C) પ્રતિકૃતિનો સંદર્ભ આપી શકાય.
  • અહીં ખરીદનાર એક સ્વતંત્ર ગ્રાહક છે.
  • ઇન્ટરનેટ પર આ પ્રતિકૃતિ સૌથી વધુ જોવા મળે છે.
  • આકૃતિ માં flipkart વેબ સાઇટનું હોમ પેજ દર્શાવ્યું છે.

Computer Class 12 GSEB Solutions Chapter 4 ઇ-કૉમર્સનો પરિચય 7
આકૃતિ માં દર્શાવ્યા મુજબ વિન્ડોની ઉપરની બાજુ ઉત્પાદનોને વર્ગીકૃત સ્વરૂપે દર્શાવવામાં આવે છે. તેમાંથી તમે તમારી ઇચ્છા મુજબનો વર્ગ પસંદ કરો. આકૃતિ માં દર્શાવ્યા મુજબ અહીં BOOKS & MEDIA વર્ગ પસંદ કરવામાં આવ્યો છે તે તમામ eBooksને સૂચિ (Category) દ્વારા પ્રદર્શિત કરે છે.
Computer Class 12 GSEB Solutions Chapter 4 ઇ-કૉમર્સનો પરિચય 8

  • જ્યારે કોઈ પણ ઇ-બુક પર ક્લિક કરવામાં આવે છે ત્યારે આકૃતિ માં દર્શાવ્યા મુજબ લેખકનું નામ, કિંમત, વાચકોના રેટિંગ, પુસ્તકના પ્રતિભાવ, પ્રકાશકનું નામ અને ISBN અંક અંગેની વિગતો રજૂ કરવામાં આવે છે.
  • વિન્ડોના સૌથી ઉપરના ભાગમાં આપેલ સર્ચ-ટૂલનો ઉપયોગ કરી વિવિધ વર્ગોમાંથી નિશ્ચિત પુસ્તકને શોધી શકાય છે.

Computer Class 12 GSEB Solutions Chapter 4 ઇ-કૉમર્સનો પરિચય 9

Computer Class 12 GSEB Solutions Chapter 4 ઇ-કૉમર્સનો પરિચય

  • ‘BUY NOW’ બટન પર ક્લિક કરવાથી તેને આકૃતિ માં દર્શાવ્યા મુજબ શૉપિંગ કાર્ટમાં ઉમેરવામાં આવશે.

Computer Class 12 GSEB Solutions Chapter 4 ઇ-કૉમર્સનો પરિચય 10

  • અનેક વર્ગોમાંથી તમારી પસંદગીની ગમે તેટલી વસ્તુઓ પસંદ કરી શૉપિંગ કાર્ટમાં ઉમેરી શકાય છે.
  • ઑર્ડરની પુષ્ટિ કરવા માટે આકૃતિ માં દર્શાવ્યા મુજબ ‘PLACE ORDER’ બટન પર ક્લિક કરો. આમ કરવાથી ગ્રાહકને અંતિમ સ્ક્રીન પર લઈ જવામાં આવશે.
  • અહીં જો લૉગ-ઇન કરેલ નહીં હોય, તો તે માટે પૂછવામાં આવશે. જ્યાં બિલિંગ માટેનું સરનામું, ઑર્ડરનો સારાંશ અને ચુકવણીનો વિકલ્પ પૂરો પાડવામાં આવશે.
  • એક વાર તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી ખરીદ- ઑર્ડર તૈયાર કરવામાં આવે છે અને ગ્રાહકે આપેલ સરનામા પર ઇ-બુક મોકલી આપવામાં આવે છે.
    નોંધ : હાલમાં ‘માલ મેળવ્યા બાદ ચુકવણી’નો વિકલ્પ પણ પૂરો પાડવામાં આવે છે, જેના દ્વારા ગ્રાહક ખરીદેલું ઉત્પાદન પોતાના સરનામે મેળવ્યા બાદ ચુકવણી કરે છે.

વ્યવસાયીથી વ્યવસાયી (Business to Business – B2B)
Computer Class 12 GSEB Solutions Chapter 4 ઇ-કૉમર્સનો પરિચય 11

  • જુદા જુદા વ્યવસાયીઓ વચ્ચે થતી ઇ-કૉમર્સની પ્રવૃત્તિઓને ‘વ્યવસાયીથી વ્યવસાયી’ (B2B) પ્રતિકૃતિનો સંદર્ભ આપવામાં આવે છે.
  • B2Bમાં વેચનાર અને ખરીદનાર બંને વ્યવસાયી છે. તે પુરવઠાકાર (Supplier), વિતરક (Distributer) કે અન્ય મધ્યસ્થી (Agent) સાથે ઇ-સંબંધની સ્થાપના કરે છે.

ગ્રાહકથી ગ્રાહક (Consumer to Consumer – C2C)
Computer Class 12 GSEB Solutions Chapter 4 ઇ-કૉમર્સનો પરિચય 2

  • ગ્રાહકો વચ્ચે થતી ઇ-કૉમર્સની પ્રવૃત્તિના વ્યવહારોને ‘ગ્રાહકથી ગ્રાહક’ (C2C) પ્રતિકૃતિનો સંદર્ભ આપવામાં આવે છે.
  • કોઈ પણ ત્રાહિત પક્ષની સંડોવણી વગર ઑનલાઇન હરાજી અને જાહેરાત દ્વારા તે ગ્રાહકોને પરસ્પર સોદા કરવાની સુવિધા પૂરી પાડે છે.
  • C2C વેબ સાઇટ પર ઇન્ટરનેટનો ઉપયોગકર્તા વેચનાર કે ખરીદનાર બની શકે છે.
  • C2C પ્રતિકૃતિનું ઉત્તમ ઉદાહરણ હરાજીની સાઇટ છે.

ગ્રાહકથી વ્યવસાયી (Consumer to Business – C2B)
Computer Class 12 GSEB Solutions Chapter 4 ઇ-કૉમર્સનો પરિચય 12

  • જ્યારે ગ્રાહક દ્વારા ઉત્પાદન કે સેવાની કિંમત નક્કી કરવામાં આવે, ત્યારે ગ્રાહકથી વ્યવસાયી પ્રતિકૃતિ એટલે કે “અવળી હરાજી’’ને સમાવતી પદ્ધતિ છે.
  • આ પ્રકારના ઇ-કૉમર્સમાં ગ્રાહકને પરવડી શકે તે રીતે અથવા નિશ્ચિત ઉત્પાદન કે સેવા માટે તેઓ ચૂકવવા ઇચ્છતા
    હોય તે કિંમતથી વ્યાપક શ્રેણીમાં ઉત્પાદન અને સેવાની પસંદગી મળે છે.
  • સંસ્થાઓ ગ્રાહકને ઉત્પાદન કે સેવા આપવા માટે બોલી લગાવે છે.
  • અહીં ગ્રાહક દ્વારા ચુકવણી નક્કી કરવામાં આવે છે અને સંસ્થા નક્કી કરે છે કે તે સ્વીકારવું કે નહીં.

સરકારથી વ્યવસાયી (Government to Business – G2B)
Computer Class 12 GSEB Solutions Chapter 4 ઇ-કૉમર્સનો પરિચય 13

  • સરકારી વેબ સાઇટના વિશાળ નેટવર્કનો ઉપયોગ કરી સરકાર દ્વારા વ્યવસાયી સંસ્થાઓને પૂરી પાડવામાં આવતી સેવાઓ અને માહિતીને ‘સરકારથી વ્યવસાયી'(G2B)ના સંદર્ભે જોવામાં આવે છે.
  • www.incometaxindia.gov.inમાં કરવેરાને લગતા તમામ નિયમો વિવિધ ફૉર્મ અને કરવેરાના ઑનલાઇન રિટર્ન ભરવા માટેની સુવિધા આપવામાં આવે છે.

Computer Class 12 GSEB Solutions Chapter 4 ઇ-કૉમર્સનો પરિચય

Computer Class 12 GSEB Notes Chapter 4 ઇ-કૉમર્સનો પરિચય

ઇ-કૉમર્સના વિનિયોગ (Applications of E-commerce)

માર્કેટિંગ અને વેચાણ (Marketing and Selling)

  • હાલમાં ઘણી સંસ્થાઓ તેમના ઉત્પાદનના પ્રચાર અને સેવાના વ્યવસાયનું સંચાલન વેબ સાઇટ દ્વારા કરે છે.
  • માર્કેટિંગ માટે તેઓ તેમના ઉત્પાદનની સૂચિ, ઉત્પાદનનું સંક્ષિપ્ત વિવરણ અને વિશેષતાઓ દર્શાવે છે.
  • ગ્રાહક સૂચિ જોઈને પોતાની પસંદગીના ઉત્પાદનને શૉપિંગ કાર્ટ(Shopping Cart)માં ઉમેરે છે.
  • આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગ્રાહક દ્વારા ખરીદવામાં આવેલાં તમામ ઉત્પાદનોનું શૉપિંગ કાર્ટમાંથી બિલ બનાવવામાં આવે છે.
  • ગ્રાહક ઑનલાઇન શૉપિંગ કાર્ટમાં ઉત્પાદન ઉમેરી શકે છે, પસંદ કરેલ ઉત્પાદનને જોઈ શકે છે, તેમાં જરૂરી ફેરફારો કરી શકે છે અને અંતે ચેકઆઉટ સમયે ઉત્પાદનનો ઑર્ડર આપી શકે છે.
  • હવાઈ કે રેલવે-ટિકિટ હવે સરળતાથી ઑનલાઇન ખરીદી શકાય છે. દા. ત., ભારતીય રેલવેની વેબ સાઇટ www.irctc.co.in વિવિધ ટ્રેન અંગેની માહિતી પૂરી પાડે છે તથા ટિકિટની ઑનલાઇન નોંધણી અને ચુકવણી પણ થઈ શકે છે. ટિકિટની નોંધણી થઈ ગયા બાદ તેની ઇ-કૉપી ગ્રાહકના ઇ-મેઇલ પર તથા તેના મોબાઇલમાં SMS દ્વારા મોકલવામાં આવે છે.
  • રેલવે-ટિકિટની ઑનલાઇન નોંધણી માટેની સાઇટ www.irctc.co.in આકૃતિ માં દર્શાવી છે.

Computer Class 12 GSEB Solutions Chapter 4 ઇ-કૉમર્સનો પરિચય 14

  • માર્કેટિંગ અને વેચાણ માટેની કેટલીક અન્ય પ્રચલિત સાઇટની યાદી નીચે મુજબ છે :
    1. www.homeshop18.com
    2. www.flipkart.com
    3. www.myntra.com
    4. www.makemytrip.com

ઑનલાઇન બિલિંગ (Online Billing)

  • ઑનલાઇન બિલિંગમાં સંસ્થાઓ પોતાના બિલ ઇ-મેઇલ દ્વારા મોકલે છે.
  • બિલ મેળવ્યા બાદ ગ્રાહક સંસ્થાની વેબ સાઇટનો ઉપયોગ કરી ક્રેડિટ કાર્ડ કે નેટ બૅન્કિંગની સુવિધાનો ઉપયોગ કરી ઑનલાઇન ચુકવણી કરી શકે છે.
  • જે સંસ્થાઓ ખૂબ મોટી સંખ્યામાં ગ્રાહકોને બિલ મોકલતી હોય, તે આ સુવિધાનો ઉપયોગ કરી શકે છે.

માહિતી સેવાઓ (Information Services)

  • ઘણી સંસ્થાઓ પોતાના કર્મચારીઓ કે સભ્યોને અદ્યતન માહિતી પૂરી પાડવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.
  • શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ પરીક્ષાના પરિણામ, પ્રવેશફૉર્મ, પરીક્ષાનો કાર્યક્રમ, બેઠક-વ્યવસ્થા અને અન્ય અગત્યની સૂચનાઓ ઇન્ટરનેટ દ્વારા પૂરી પાડે છે.

સહાય સેવાઓ (Support Services)

  • છેલ્લા દાયકામાં થયેલા વિશાળ તકનિકી ફેરફારોને કારણે સહાય સેવાઓનું મહત્ત્વ વધ્યું છે.
  • ઉત્પાદનના વેચાણ પછી સંસ્થા ગ્રાહકોને ઑનલાઇન સહાય પૂરી પાડે છે. દા. ત., ઇલેક્ટ્રૉનિક ઉત્પાદનનું વેચાણ કરતી સંસ્થા તેના ગ્રાહકને ફરિયાદની ઑનલાઇન નોંધણી કરવાની સુવિધા પૂરી પાડે છે, ગ્રાહકો ઑનલાઇન મૂકેલી ફરિયાદની સ્થિતિ પણ જાણી શકે છે.

ભારતમાં ઇ-કૉમર્સ (E-commerce in India)

  • અન્ય દેશોની તુલનામાં ભારતમાં ઇ-કૉમર્સનો પ્રવેશ અપેક્ષાકૃત મોડો થયો હોવા છતાં, તેમાં નવા પ્રવેશોની વિપુલ સંખ્યાને કારણે હવે તેનો અભૂતપૂર્વ ગતિથી વિકાસ થઈ રહ્યો છે.
  • flipkart, eBay India, snapdeal, amazone india, myntra, domino, payTM Jabong અને તેના જેવી અનેક ઑનલાઇન દુકાનો ભારતમાં પ્રચલિત બની રહી છે.
  • ઉત્પાદન અને સેવાની વિવિધતા ઇન્ટરનેટ પરની ઑનલાઇન ખરીદીને આકર્ષક અને અનુકૂળ બનાવે છે. ઇન્ટરનેટ ભારતના ગ્રામ્ય વિસ્તારમાં પણ પહોંચી ચૂક્યું હોવાથી ત્યાંના લોકોની જીવન-પદ્ધતિ, વપરાશની ગુણવત્તા અને જથ્થો તથા વિચારધારામાં આમૂલ પરિવર્તન આવ્યું છે.
  • ભારતમાં ઇ-કૉમર્સની વૃદ્ધિમાં ઘણાં પિરબળો ભાગ ભજવે છે. તેમાંનાં કેટલાંક મુખ્ય પરિબળો નીચે આપ્યાં છેઃ
    1. ઇન્ટરનેટનું જોડાણ, બ્રોડબૅન્ડ અને ત્રીજી પેઢીની સેવાઓ, લૅપટૉપ, સ્માર્ટ ફોન, ટૅબ્લેટ અને ડોંગલ જેવી તનિકી સરળતામાં થયેલી વૃદ્ધિ. વધારો.
    2. મોબાઇલ સાધનોના ઉપયોગમાં થયેલ
    3. વધુ વ્યાપક ઉત્પાદનોના વિસ્તારની ઉપલબ્ધતા.
    4. પરંપરાગત ખરીદી માટે વ્યસ્ત જીવન, વાહન- વ્યવહારની ગીચતા અને સમયનો અભાવ.
    5. મધ્યસ્થીઓ દ્વારા ચલાવવામાં આવતા છૂટક વેચાણમાં થતા માલ-સંગ્રહ અને સ્થાયી મિલકતમાં ઘટાડો થવાથી પરંપરાગત પદ્ધતિ કરતાં ઓછી કિંમતે વેચાણ.
    6. ઑનલાઇન વર્ગીકૃત સાઇટના ઉપયોગમાં થયેલા વધારાને કારણે વધુ ને વધુ ગ્રાહકો દ્વારા જૂના માલનું ખરીદ-વેચાણ.
    7. eBay, flipkart, snapdealને તેના જેવી અનેક સાઇટ સાથે ઑનલાઇન માર્કેટ-જગ્યાનો થયેલો વિકાસ.
  • ઉદ્યોગ-નિષ્ણાતો ભારતમાં ઇ-કૉમર્સ ઉદ્યોગના સંભવિત ભવિષ્ય માટે ઘણા આશાવાદી છે. તેમાં ઘણા પડકારોનો સામનો કરવાનો છે, પરંતુ સુનિયોજિત અને પૂર્વનિશ્ચિત યોજનાઓ દ્વારા ભારતમાં ઇ-કૉમર્સ સરળતાપૂર્વક વિકાસ સાધશે તેમ માનવામાં આવે છે.

Computer Class 12 GSEB Solutions Chapter 4 ઇ-કૉમર્સનો પરિચય

ઇ-કૉમર્સના ફાયદા (Advantages of E-commerce)
અવિરત સમય (24 × 7) માટેની વ્યાપાર-વ્યવસ્થા (Conduct Business 24 × 7)

  • ઇ-કૉમર્સની મદદથી કોઈ પણ સમયે અને સ્થળે વ્યવસાય કરી શકાય છે.
  • દિવસમાં કોઈ પણ સમયે ગ્રાહક ઉત્પાદન ખરીદી શકે છે અને કોઈ પણ સમયે ઑર્ડર પણ સ્વીકારવામાં આવે છે.

ઓછો ખર્ચ (Lower Cost)

  • ઇન્ટરનેટના વ્યવસાયિક ઉપયોગથી માર્કેટિંગ, વહેંચણી, ફોન, ટપાલ, છાપકામ અને તેના જેવી અનેક પ્રવૃત્તિઓમાં થતો ખર્ચ ઘટે છે.
  • સ્થાનિક વ્યવસાયમાં કરાતા મૂડીરોકાણની તુલનામાં ઇ-કૉમર્સનું મૂડીરોકાણ ઓછું હોય છે.
  • ઉત્પાદનના વેચાણ માટે વિતરકો કે અન્ય મધ્યસ્થીઓની ગેરહાજરીથી ગ્રાહકોને ઓછા ખર્ચે ઉત્પાદનની વિશાળ શ્રેણી મેળવવાનો લાભ મળે છે.

સરહદ કે ભૌગોલિક મર્યાદાનો અભાવ (No Boundries or Geographical Limitations)
સ્થાનિક દુકાનની સીમા નિશ્ચિત ક્ષેત્ર સુધી વિસ્તરેલી હોય છે. જ્યારે ઇ-કૉમર્સની મદદથી વ્યવસાયને તત્કાલ અસંખ્ય ગ્રાહકો સુધી પહોંચાડી શકાય છે.

ઉન્નત અને વધુ સારી ગ્રાહક સેવા (Improved and Better Customer Service)

  • ગ્રાહક સાથે પ્રત્યક્ષ સંવાદ શક્ય હોવાને કારણે ઉત્પાદનની કિંમત, જથ્થા, વિશેષતાઓ અને અન્ય પ્રશ્નોનો ઉકેલ સરળતાથી મેળવી શકાય છે, જે વધુ સારી ગ્રાહક સેવા પૂરી પાડે છે.
  • ઑનલાઇન ગ્રાહક સેવાને ગ્રાહક વધુ પસંદ કરે છે. ઇ-કૉમર્સ વધુ સારી અને ત્વરિત ગ્રાહક સેવા પૂરી પાડે છે.
  • વ્યાપારી તેના નવા ઉત્પાદનની જાણ ગ્રાહકને ઇ-મેઇલ દ્વારા કરી શકે છે અને ઉત્પાદનસંબંધી મુશ્કેલીઓનું નિવારણ પણ લાવી શકે છે.

જૂથકાર્ય (Teamwork)

  • ઇ-કૉમર્સની મદદથી એક કરતાં વધુ સંસ્થાઓ સાથે મળી કાર્ય કરી શકે છે.
  • દા. ત., ઇ-મેઇલ, જેની મદદથી લોકો માહિતીનો વિનિમય કરે છે. તેના દ્વારા વિતરકો, વ્યાપારીઓ, ધંધાકીય ભાગીદારો અને ગ્રાહકો સાથેના સંસ્થાના સંવાદની પદ્ધતિમાં સુધારો થયો છે.

પરિવહનના સમય અને ખર્ચમાં ઘટાડો (Eliminate Travel Time and Cost)
ઇચ્છિત દુકાન સુધી પહોંચવા માટે ગ્રાહકે લાંબું અંતર કાપવાનું રહેતું નથી. ઇ-કૉમર્સની મદદથી આ દુકાનની મુલાકાત માઉસની કેટલીક ક્લિક કરવાથી લઈ શકાય છે.

ઝડપ (Speed)

  • પરંપરાગત પદ્ધતિઓની તુલનામાં ઇ-કૉમર્સ વ્યવસાય ઘણો ઝડપી છે.
  • ઑનલાઇન વ્યવહારોને કારણે સંચારમાં થતો સમયનો વ્યય નાબૂદ થાય છે.
  • વ્યવસાયિક સંસ્થાઓ વિતરકને ખરીદીના ઑર્ડર ઑન- લાઇન બનાવીને મોકલી શકે છે, જે સમયનો વ્યય અટકાવે છે. વિતરકો તત્કાલ ઑર્ડર મેળવી તેના પર કાર્ય શરૂ કરી શકે છે. આથી ઑર્ડર મોકલવાનો સમય પણ બચે છે.
  • ઇ-કૉમર્સ સમાજને નીચે જણાવેલ લાભ પૂરા પાડે છે :
    1. ઘર, કાર્યાલય કે કોઈ પણ સ્થળેથી ખરીદી.
    2. ઉત્પાદનની ખરીદી માટે પિરવહન ઓછું થતું હોવાથી યાતાયાત અને પ્રદૂષણમાં ઘટાડો.
    3. આરોગ્યલક્ષી સેવાઓ.
    4. ડિસ્ટન્સ લર્નિંગ અને અભ્યાસ.

Computer Class 12 GSEB Solutions Chapter 4 ઇ-કૉમર્સનો પરિચય

ઇ-કૉમર્સની મર્યાદાઓ (Limitations of E-commerce)
જેમ ઇ-કૉમર્સના ફાયદા છે તેમ કેટલીક મર્યાદાઓ અને ગેરલાભ પણ છે. ઇ-કૉમર્સની કેટલીક મર્યાદાઓ નીચે દર્શાવ્યા મુજબ છે :

પરિવર્તનનો પ્રતિકાર (Resistance to Change)

  • વ્યવસાયિક સંસ્થાઓને પરંપરાગત વ્યવસાયમાંથી ઇ-કૉમર્સ વ્યવસાય તરફ અભિમુખ થવું પડે છે, જેમાં તેમને ઘણો પ્રતિકાર સહન કરવો પડે છે.
  • લોકોને પણ વ્યવસાયના કાગળ રહિત અને પ્રત્યક્ષ ન હોય તેવા વ્યવહારોની આદત પાડવી પડે છે.

પ્રારંભિક ખર્ચ (Initial Cost)

  • ઇ-કૉમર્સની નવી તનિક માટે નોંધપાત્ર પ્રારંભિક મૂડીરોકાણ જરૂરી છે, જે સંસ્થાની મૂળભૂત વ્યવસાયિક પદ્ધતિઓ બદલી નાખે છે.
  • હાર્ડવેર અને સૉફ્ટવેરની તનિકોમાં મૂડીરોકાણ જરૂરી બને છે.
  • ઇ-કૉમર્સની મદદથી કરવામાં આવતા વ્યવસાયને સમજવા માટે કર્મચારીઓને તાલીમની પણ જરૂર પડે છે.

સુરક્ષા (Security)

  • ઇ-કૉમર્સમાં મૂળભૂત રીતે ધ્યાન પર લેવા જેવી બાબત સુરક્ષાની છે.
  • સંસ્થા કે વ્યક્તિની સંબંધિત માહિતીનું જ્યારે ઇન્ટરનેટ પર પ્રસારણ થતું હોય, ત્યારે અનધિકૃત ઉપયોગથી તેમનું રક્ષણ કરવું જરૂરી બને છે.
  • ઇન્ટરનેટ વૈશ્વિક ઉપયોગ પૂરો પાડે છે, પરંતુ સંસ્થાઓ દૂષિત (Malicious) ઉપયોગ કે અકસ્માતે થતા દુરુપયોગ સામે પોતાની માહિતીને સુરક્ષા પૂરી પાડવી જોઈએ.

ગોપનીયતા (Privacy)

  • ઇ-કૉમર્સમાં ગ્રાહકની ગોપનીયતા એ ઘણો ગંભીર મુદ્દો છે. દુરુપયોગ થવાના ભયને કારણે ગ્રાહક પોતાની અંગત માહિતી ઇન્ટરનેટ પર દર્શાવતા અચકાય છે.
  • કેટલીક સંસ્થાઓ અન્ય માર્કેટિંગ સંસ્થાઓને તેમના ડેટા બેઝની માહિતી વેચે છે, જેનો દુરુપયોગ કરી ગ્રાહકને બિનજરૂરી મેઇલ (Spam) મોકલવામાં આવે છે.
  • હેકર પણ ઇન્ટરનેટ પરથી માહિતીને આંતરીને તેનો દુરુપયોગ કરી શકે છે. ક્રેડિટ કાર્ડની છેતરપિંડી ગ્રાહકને આર્થિક નુકસાન પહોંચાડે છે.
  • આમ હેકર, વાઇરસ, વિગતોનું સ્થાનાંતરણ અને વ્યવહારના જોખમો સામે ઇ-કૉમર્સને સુરક્ષા પૂરી પાડવી જરૂરી બને છે.

વિશ્વાસનો અભાવ (Lack of Trust)

  • ઇ-કૉમર્સમાં કેટલીક વાર ઉત્પાદન ન પહોંચાડવાની છેતરપિંડી, ઉત્પાદન અંગેની ભ્રામક રજૂઆત, ચુકવણીની સુરક્ષાનો અભાવ વગેરે કારણોસર ગ્રાહકોમાં ઇ-કૉમર્સ પ્રત્યે વિશ્વાસનો અભાવ જોવા મળે છે.
  • ઑનલાઇન ખરીદીમાં ક્ષતિગ્રસ્ત માલને પરત કરવાનું મુશ્કેલ બને છે. પરત કરેલ માલનો વાહનખર્ચ કોણ ભોગવશે? વેપારી કિંમત પરત કરશે કે નહીં? જેવા પ્રશ્નો અહીં ઉદ્ભવતા હોય છે.

ઉત્પાદનોને પહોંચાડવાનો સમય (Time for Delivery of Products)

  • સ્થાનિક દુકાનમાં આપણે ઉત્પાદનની ખરીદી કરી તેને સાથે લઈ જઈ શકીએ છીએ. જ્યારે ઇ-કૉમર્સમાં ખરીદેલ વસ્તુ સ્થાનિક રીતે ઉપલબ્ધ હોતી નથી. આથી વસ્તુ ઉત્પાદન)ને મોકલવાનો સમય લાગશે અને ખર્ચ થશે.
  • ફળ, શાકભાજી અને અન્ય નાશવંત ઉત્પાદનો ઑન- લાઇન ખરીદવા માટે પસંદ કરવામાં આવતાં નથી.
  • ઉપરાંત ઇન્ટરનેટના જોડાણમાં થતો અવરોધ ઇ-કૉમર્સ વ્યવસાય માટે જોખમી બની શકે છે.

Computer Class 12 GSEB Solutions Chapter 4 ઇ-કૉમર્સનો પરિચય

ઇ-કૉમર્સની વ્યવસાયિક પ્રતિકૃતિઓ (E-commerce Business Models)

  • ઇ-કૉમર્સમાં સમાવિષ્ટ પક્ષ અને તેના દ્વારા પૂરી પાડવામાં આવતી પ્રવૃત્તિઓ તથા સેવાઓને આધારે ઇ-કૉમર્સની વ્યવસાયિક પ્રતિકૃતિઓ વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
  • ઇ-કૉમર્સની સૌથી વધુ પ્રચલિત પ્રતિકૃતિઓની યાદી નીચે મુજબ છે :
    1. વ્યવસાયીથી ગ્રાહક (Business to Consumer – B2C)
    2. વ્યવસાયીથી વ્યવસાયી (Business to Business – B2B)
    3. ગ્રાહકથી ગ્રાહક (Consumer to Consumer – C2C)
    4. ગ્રાહકથી વ્યવસાયી (Consumer to Business – C2B)
    5. સરકારથી વ્યવસાયી (Government to Business – G2B)
    6. સરકારથી નાગરિક (Government to Citizen – G2C)
    7. સરકારથી સરકાર (Government to Government – G2G)
      ચાલો, હવે આપણે આ દરેક પ્રતિકૃતિનો વિસ્તૃત અભ્યાસ કરીએ.

સરકારથી નાગરિક (Government to Citizen – G2C)
Computer Class 12 GSEB Solutions Chapter 4 ઇ-કૉમર્સનો પરિચય 15

  • સરકારથી નાગરિક (G2C) પણ ઇ-ગવર્નન્સનો એક ભાગ છે. આ વ્યવસાયી પ્રતિકૃતિનો હેતુ સ્વતંત્ર નાગરિકને સારી અને અસરકારક સેવાઓ પૂરી પાડવાનો છે.
  • ગુજરાત સરકારે GSWAN(Gujarat State Wide Area Network)નામનું પોતાનું નેટવર્ક વિકસિત કર્યું છે, જે www.gswan.gov.in પર ઑનલાઇન ઉપલબ્ધ છે. આકૃતિ GSWANનું હોમ પેજ દર્શાવે છે.

Computer Class 12 GSEB Solutions Chapter 4 ઇ-કૉમર્સનો પરિચય 16

સરકારથી સરકાર (Government to Government – G2G)
Computer Class 12 GSEB Solutions Chapter 4 ઇ-કૉમર્સનો પરિચય 17
એક સરકારી સંસ્થા, એજન્સી કે વિભાગ અન્ય સરકારી સંસ્થા, એજન્સી કે વિભાગ સાથે વાણિજ્ય રહિત (non- commercial) સંદેશાવ્યવહાર કરે, તો તેને સરકારથી સરકાર (G2G) તરીકે ઓળખવામાં આવે છે.
નોંધ : ઇ-કૉમર્સની વિવિધ પ્રતિકૃતિઓમાં B2C અને B2B વિપુલ પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવતી પ્રતિકૃતિઓ છે. B2B પ્રતિકૃતિમાં ગ્રાહક એક સંસ્થા છે, જ્યારે B2C પ્રતિકૃતિમાં ગ્રાહક એક સ્વતંત્ર વ્યક્તિ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *