Gujarat Board GSEB Solutions Class 6 Maths Chapter 5 પાયાના આકારોની સમજૂતી InText Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 6 Maths Chapter 5 પાયાના આકારોની સમજૂતી InText Questions
પ્રયત્ન કરો [પાન નંબર 91]
પ્રશ્ન 1.
અડધા પરિભ્રમણ દ્વારા રચાતા ખૂણાને શું કહે છે?
જવાબ:
જુઓ 1 પરિભ્રમણ = 360°, \(\frac{1}{2}\) પરિભ્રમણ = 180° અને
\(\frac{1}{4}\) પરિભ્રમણ = 90°
આમ, ઘડિયાળના કાંટાના અડધા પરિભ્રમણમાં બનતો ખૂણો એ સરળ કોણ છે. સરળ કોણ એ બે કાટખૂણા જેટલો હોય છે,
∴ અડધા પરિભ્રમણ દ્વારા રચાતા ખૂણાને સરળ કોણ કહે છે.
પ્રશ્ન 2.
ચોથા ભાગના પરિભ્રમણથી રચાતા ખૂણાને શું કહે છે?
જવાબ:
આપણે જાણીએ છીએ કે 1 પરિભ્રમણ = 4 કાટખૂણા
∴ \(\frac{1}{4}\) પરિભ્રમણ = 4 × \(\frac{1}{4}\) = 1 કાટખૂણો
∴ ચોથા ભાગના પરિભ્રમણથી રચાતા ખૂણાને કાટખૂણો કહે છે.
પ્રશ્ન ૩.
ઘડિયાળનો \(\frac{1}{4}\), \(\frac{1}{2}\) અને \(\frac{3}{4}\) આંટો દર્શાવે તેવી પાંચ આકૃતિઓ દોરો.
જવાબ:
માગ્યા મુજબની દરેકની પાંચ આકૃતિઓ નીચે પ્રમાણે છે: ઘડિયાળમાં કાંટાનો \(\frac{1}{4}\) આંટોઃ
પ્રયત્ન કરો: [પાન નંબર 93]
પ્રશ્ન 1.
ઘડિયાળનો કાંટો 12થી શરૂ કરી 5 પર જાય છે. શું ઘડિયાળના આ કાંટાનો આંટો એક કાટખૂણા કરતાં વધારે છે?
જવાબ:
હા, ઘડિયાળનો કાંટો 12થી શરૂ કરી 5 પર જાય છે, તો કાંટાનો આંટો એક કાટખૂણા કરતાં વધારે છે.
પ્રશ્ન 2.
ઘડિયાળનો કાંટો 5થી શરૂ કરી 7 પર ખસે ત્યારે તે કેટલો ખૂણો બનાવશે? શું તે ખૂણો 1 કાટખૂણા કરતાં વધુ હશે?
જવાબ:
ઘડિયાળમાં ક્રમિક બે અંકો વચ્ચેના ખૂણાનું માપ = 30°
∴ ઘડિયાળનો કાંટો 5થી શરૂ કરી 7 પર ખસે ત્યારે તે 30° × 2 = 60°નો ખૂણો બનાવશે.
ના, આ ખૂણો કાટખૂણા કરતાં વધારે નથી. કારણ કે, કાટખૂણો 90°નો હોય.
પ્રશ્ન 3.
નીચેનો સમય દર્શાવતી ઘડિયાળ દોરી RA ટેસ્ટર વડે ખૂણો ચકાસોઃ
(a) 12થી શરૂ કરી 2 પર ખસે છે.
(b) 6થી શરૂ કરી 7 પર ખસે છે.
(c) 4થી શરૂ કરી 8 પર ખસે છે.
(d) 2થી શરૂ કરી 5 પર ખસે છે.
જવાબ:
(a) 12થી શરૂ કરી 2 પર ખસે છે.
કલાક કાંટાને 12 ઉપરથી 2 ઉપર જવાની આકૃતિ Sto” અહીં બતાવી છે. RA ટેસ્ટર દ્વારા માપન કરતાં તેનું માપ એક કાટખૂણા કરતાં ઓછું છે.
(b) 6થી શરૂ કરી 7 પર ખસે છે.
કલાક કાંટાને 6 ઉપરથી 7 ઉપર જવાની આકૃતિ Flo અહીં બતાવી છે. RA ટેસ્ટર દ્વારા માપન કરતાં તેનું માપ એક કાટખૂણા કરતાં ઓછું છે.
(c) 4થી શરૂ કરી 8 પર ખસે છે.
કલાક કાંટાને 4 ઉપરથી 8 ઉપર જવાની આકૃતિ Ko અહીં બતાવી છે. RA ટેસ્ટર દ્વારા માપન કરતાં તેનું માપ એક કાટખૂણા કરતાં વધારે છે.
(d) 2થી શરૂ કરી 5 પર ખસે છે.
કલાક કાંટાને 2 ઉપરથી 5 ઉપર જવાની આકૃતિ 60″ અહીં બતાવી છે. RA ટેસ્ટર દ્વારા માપન કરતાં તેનું માપ એક કાટખૂણા જેટલું જ છે.
4. આપેલી પ્રવૃત્તિ તમારી જાતે કરો.
HOTS પ્રકારના પ્રસ્નોત્તર
નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે માં લખો
પ્રશ્ન 1.
ઘડિયાળના કાંટાનું અડધું પરિભ્રમણ એટલે ………. કાટખૂણા.
A. 1
B. 2
C. \(\frac{1}{2}\)
D. \(\frac{1}{2}\)
જવાબઃ
B. 2
પ્રશ્ન 2.
ઘડિયાળના બે કાંટા વચ્ચે બે વાગ્યે ………. ખૂણો બને.
A. લઘુકોણ
B. કાટખૂણો
C. સરળકોણ
D. પ્રતિબિંબકોણ
જવાબઃ
A. લઘુકોણ
પ્રશ્ન 3.
પશ્ચિમ દિશા અને ઉત્તર દિશા વચ્ચે ……… ખૂણો બને છે.
A. લઘુકોણ
B. કાટખૂણો
C. સરળકોણ
D. પ્રતિબિંબકોણ
જવાબઃ
B. કાટખૂણો
પ્રશ્ન 4.
……. માપનો ખૂણો સરળ કોણ છે.
A. 30°
B. 90°
C. 180°
D. 200°
જવાબઃ
C. 180°
પ્રશ્ન 5.
જે ત્રિકોણમાં કોઈ પણ બે બાજુઓનાં માપ સરખાં ન હોય, તે ત્રિકોણને ………. ત્રિકોણ કહેવાય.
A. સમબાજુ
B. સમદ્વિબાજુ
C. કાટકોણ
D. વિષમબાજુ
જવાબઃ
D. વિષમબાજુ
પ્રશ્ન 6.
………. દીવાસળીના ઉપયોગથી ત્રિકોણ ન બને.
A. 6
B. 5
C. 4
D. 3
જવાબઃ
C. 4