GSEB Solutions Class 6 Maths Chapter 2 પૂર્ણ સંખ્યાઓ Ex 2.1

Gujarat Board GSEB Solutions Class 6 Maths Chapter 2 પૂર્ણ સંખ્યાઓ Ex 2.1 Textbook Exercise Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 6 Maths Chapter 2 પૂર્ણ સંખ્યાઓ Ex 2.1

પ્રશ્ન 1.
10,999ના પછી તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓ લખો.
10,999ના પછી તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓ નીચે પ્રમાણે છે :
10,999 + 1 = 11,000; 11,000 + 1 = 11,001;
11,001 + 1 = 11,002
જવાબ:
11,000; 11,001; 11,002

પ્રશ્ન 2.
10,001ના પહેલાં તરત આવતી ત્રણ પૂર્ણ સંખ્યાઓ લખો.
10,001ના પહેલાં તરત આવતી ત્રણ પૂર્ણ સંખ્યાઓ નીચે પ્રમાણે છે :
10,001 – 1 = 10,000; 10,000 – 1 = 9999; 9999 – 1 = 9998
જવાબઃ
10,000; 9999; 9998

GSEB Solutions Class 6 Maths Chapter 2 પૂર્ણ સંખ્યાઓ Ex 2.1

પ્રશ્ન 3.
સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે?
સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 (શૂન્ય) છે.
જવાબ:
0

પ્રશ્ન 4.
સંખ્યાઓ 32 અને 53ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ જણાવો.
32 અને 53ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ નીચે પ્રમાણે છે:
33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51 અને 52
આમ, 32 અને 53 વચ્ચે કુલ 20 પૂર્ણ સંખ્યાઓ છે.
ટૂંકી રીતઃ 32 અને 53ના વચ્ચે આવતી કુલ પૂર્ણ સંખ્યાઓ
= (53 – 32) – 1 = 21 – 1 = 20
જવાબ:
20
નોંધઃ 32 અને 53ની વચ્ચેની સંખ્યાઓ એટલે 32 અને 53 એ બે સંખ્યાઓ ધ્યાનમાં ન લેવાય.

પ્રશ્ન 5.
નીચે આપેલી સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યા જણાવોઃ
(a) 24,40,701
(b) 1,00,199
(c) 10,99,999
(d) 23,45,670
જવાબ:
તરત પછીની સંખ્યા મેળવવા માટે આપેલી સંખ્યામાં 1 ઉમેરવો પડે.
(a) 24,40,701ના પછી તરત આવતી સંખ્યા = 24,40,701 + 1
= 24,40,702

(b) 1,00, 199ના પછી તરત આવતી સંખ્યા = 1,00,199 + 1
= 1,00,200

(c) 10,99,999ના પછી તરત આવતી સંખ્યા = 10,99,999 + 1
= 11,00,000

(d) 23,45,670ના પછી તરત આવતી સંખ્યા = 23,45,670 + 1
= 23,45,671

પ્રશ્ન 6.
નીચે આપેલી સંખ્યાઓની તરત પહેલાંની સંખ્યા જણાવોઃ
(a) 94
(b) 10,000
(c) 2,08,090
(d) 76,54,321
જવાબ:
તરત પહેલાની સંખ્યા મેળવવા માટે આપેલી સંખ્યામાંથી 1 બાદ કરવો પડે.
(a) 94ની તરત પહેલાંની સંખ્યા = 94 – 1 = 93
(b) 10,000ની તરત પહેલાંની સંખ્યા = 10,000 – 1 = 9999
(c) 2,08,090ની તરત પહેલાંની સંખ્યા = 2,08,090 – 1 = 2,08,089
(d) 76,54,321ની તરત પહેલાંની સંખ્યા = 76,54,321 – 1 = 76,54,320

GSEB Solutions Class 6 Maths Chapter 2 પૂર્ણ સંખ્યાઓ Ex 2.1

પ્રશ્ન 7.
નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યારેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો તથા તેમની વચ્ચે કયા ચિહ્નનો (< , >) ઉપયોગ થશે તે પણ જણાવોઃ
(a) 530, 503
(b) 370, 307
(c) 98,765; 56789
(d) 98,30,415; 1,00,23,001
જવાબ:
(a) 530, 503
સંખ્યારેખા ઉપર 503 એ 530ની ડાબી બાજુએ છે.
કારણ: 530 એ 503 કરતાં મોટી સંખ્યા છે. ∴ 530 > 503

(b) 370, 307
સંખ્યારેખા ઉપર 307 એ 370ની ડાબી બાજુએ છે.
કારણ: 370 એ 307 કરતાં મોટી સંખ્યા છે. ∴ 370 > 307

(c) 98,765; 56789
સંખ્યારેખા ઉપર 56,789 એ 98,765ની ડાબી બાજુએ છે.
કારણ : 98,765 એ 56,789 કરતાં મોટી સંખ્યા છે.
∴ 98,765 > 56,789

(d) 98,30,415; 1,00,23,001
સંખ્યારેખા ઉપર 98,30,415 એ 1,00,23,001ની ડાબી બાજુએ છે. કારણ 98,30,415 એ 1,00,23,001 કરતાં નાની સંખ્યા છે.
∴ 98,30,415 < 1,00,23,001

પ્રશ્ન 8.
નીચે આપેલાં વાક્યોમાંથી કયું વાક્ય ખરું (✓) અને કયું વાક્ય ખોટું (✗) છે, તે જણાવો:

(a) શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે.
જવાબઃ
ખોટું, કારણ કે શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા નથી. શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે.

(b) 400 એ સંખ્યા 399ના પહેલાં આવતી સંખ્યા છે.
જવાબઃ
ખોટું, કારણ કે 399ની તરતની પહેલાંની સંખ્યા = 399 – 1 = 398

(c) શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે.
જવાબ:
ખરું, કારણ કે પૂર્ણ સંખ્યાઓ 0થી શરૂ થાય છે.

(d) 600 એ સંખ્યા 599ના પછી આવતી સંખ્યા છે.
જવાબ:
ખરું, કારણ કે 599ની તરત પછીની સંખ્યા = 599 + 1 = 600

(e) દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે.
જવાબઃ
ખરું

(f) દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે.
જવાબ:
ખોટું, કારણ કે પૂર્ણ સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યા નથી.

(g) બે અંકોની પૂર્ણ સંખ્યાની પહેલાં આવતી સંખ્યા એક અંકની ન હોઈ શકે.
જવાબ:
ખોટું, કારણ કે 10 એ બે અંકોની પૂર્ણ સંખ્યા છે. તેની તરત પહેલાંની
સંખ્યા = 10 – 1 = 9 એ એક અંકની સંખ્યા છે.

GSEB Solutions Class 6 Maths Chapter 2 પૂર્ણ સંખ્યાઓ Ex 2.1

(h) 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે.
જવાબઃ
ખોટું, કારણ કે 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે.

(i) પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી.
જવાબ:
ખરું, કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ 1થી જ શરૂ થાય છે.

( j) પૂર્ણ સંખ્યા તેની પાસે તેની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી.
જવાબ:
ખોટું, પૂર્ણ સંખ્યા 1ની પાસે તેની પહેલાં આવતી સંખ્યા 0 છે.

(k) પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12ના વચ્ચે આવે છે.
જવાબ:
ખોટું, કારણ કે 13 એ 11 અને 12 કરતાં મોટી સંખ્યા છે. મોટી સંખ્યા એ વચ્ચેની સંખ્યા ન હોઈ શકે.

(l) પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલાં આવતી કોઈ સંખ્યા નથી.
જવાબ:
ખરું, કારણ કે પૂર્ણ સંખ્યાઓ 0થી શરૂ થાય છે.

(m) બે અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશાં બે અંકની જ હોય છે.
જવાબઃ
ખોટું, કારણ કે બે અંકોની સંખ્યા 99ની તરત પછીની સંખ્યા = 99 + 1 = 100, જે ત્રણ અંકોની છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *