GSEB Solutions Class 6 Maths Chapter 12 ગુણોત્તર અને પ્રમાણ Ex 12.3

Gujarat Board GSEB Solutions Class 6 Maths Chapter 12 ગુણોત્તર અને પ્રમાણ Ex 12.3 Textbook Exercise Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 6 Maths Chapter 12 ગુણોત્તર અને પ્રમાણ Ex 12.3

પ્રશ્ન 1.
7 મીટર કાપડની કિંમત ₹ 294 છે, તો 5 મીટર કાપડની કિંમત કેટલી હશે?
જવાબ:
7 મીટર કાપડની કિંમત = ₹ 294
∴ 1 મીટર કાપડની કિંમત = ₹ (\(\frac{294}{7}\))
= ₹ 42.
∴ 5 મીટર કાપડની કિંમત = ₹ (42 × 5) = ₹ 210
5 મીટર કાપડની કિંમત ₹ 210 હશે.

GSEB Solutions Class 6 Maths Chapter 12 ગુણોત્તર અને પ્રમાણ Ex 12.3

પ્રશ્ન 2.
એકતા 10 દિવસમાં ₹ 1500 કમાય છે, તે 30 દિવસમાં કેટલા રૂપિયા કમાશે?
જવાબ:
એક્તાની 10 દિવસની કમાણી = ₹ 1500
∴ એકતાની 1 દિવસની કમાણી = ₹ (\(\frac{1500}{10}\))
= ₹ 150
∴ એક્તાની 30 દિવસની કમાણી = ₹ (150 × 30) = ₹ 4500
એકતા 30 દિવસમાં ₹ 4500 કમાશે.

પ્રશ્ન 3.
છેલ્લા ૩ દિવસમાં 276 મિમી વરસાદ પડ્યો, તો આખા અઠવાડિયા દરમિયાન (7 દિવસમાં) કેટલો વરસાદ પડ્યો હશે? (વરસાદ એકસરખા દરે પડે છે, તેમ ધારો.)
જવાબ:
3 દિવસમાં પડેલો કુલ વરસાદ = 276 મિમી .
∴ 1 દિવસમાં પડેલો વરસાદ = (\(\frac{276}{3}\)) મિમી
= 92 મિમી
∴ 7 દિવસમાં પડેલો વરસાદ = (92 × 7) = 644 મિમી
આમ, 7 દિવસમાં 644 મિમી વરસાદ પડ્યો હશે.

GSEB Solutions Class 6 Maths Chapter 12 ગુણોત્તર અને પ્રમાણ Ex 12.3

પ્રશ્ન 4.
5 કિગ્રા ઘઉંની કિંમત 30.50 છે.
(a) 8 કિગ્રા ઘઉંની કિંમત કેટલી થશે?
(b) ₹ 61 માં કેટલા કિલોગ્રામ ઘઉં મળશે?
જવાબ:
5 કિગ્રા ઘઉંની કિંમત = ₹ 30.50 .
∴ 1 કિગ્રા ઘઉંની કિંમત = ₹ (\(\frac{3050}{100} \times \frac{1}{5}\))
= ₹ 6.10
(a) 8 કિગ્રા ઘઉંની કિંમત = ₹ (6.10 × 8) = ₹ 48.80
(b) ₹ 6.10માં મળતા ઘઉં = 1 કિગ્રા
∴ ₹ 61 માં મળતા ઘઉં = \(\frac{61}{6.10}\) કિગ્રા
= \(\frac{61 \times 100}{610}\) કિગ્રા = 10 કિગ્રા

પ્રશ્ન 5.
છેલ્લા 30 દિવસમાં તાપમાનમાં 15 અંશ સેલ્સિયસનો ઘટાડો થયો. જો તાપમાનના ઘટાડાનો દર એકસરખો રહ્યો હોય, તો 10 દિવસ પછી કેટલા અંશ તાપમાનમાં ઘટાડો થયો હશે?
જવાબ:
30 દિવસમાં થયેલ તાપમાનમાં ઘટાડો = 15 અંશ
∴ 1 દિવસમાં થયેલ તાપમાનમાં ઘટાડો = (\(\frac{15}{30}\)) અંશ
= \(\frac{1}{2}\) અંશ
∴ 10 દિવસમાં થયેલ તાપમાનમાં ઘટાડો = 10 × \(\frac{1}{2}\) અંશ = 5 અંશ
10 દિવસ પછી તાપમાનમાં 5 અંશ ઘટાડો થયો હશે.

GSEB Solutions Class 6 Maths Chapter 12 ગુણોત્તર અને પ્રમાણ Ex 12.3

પ્રશ્ન 6.
રીના ૩ મહિનાનું ભાડું 7500 ચૂકવે છે. જો દર મહિને ભાડું સરખું રહેતું હોય, તો આખા વર્ષ દરમિયાન તે કેટલું ભાડું ચૂકવશે?
જવાબ:
3 મહિનાનું ભાડું = ₹ 7500
∴ 1 મહિનાનું ભાડું = ₹ (\(\frac{7500}{3}\)) = ₹ 2500
∴ આખા વર્ષનું એટલે કે 12 મહિનાનું ભાડું = ₹ (2500 × 12)
= ₹ 30,000
આમ, રીના આખા વર્ષ દરમિયાન ₹ 30,000 ભાડું ચૂકવશે.

પ્રશ્ન 7.
જો 4 ડઝન કેળાંની કિંમત ₹ 60 હોય, તો ₹ 12.50માં કેટલાં કેળાં ખરીદી શકાશે?
જવાબ:
1 ડઝન = 12 નંગ
∴ 4 ડઝન = 12 × 4 નંગ = 48 નંગ
48 કેળાંની કિંમત = ₹ 60
∴ 1 કેળાની કિંમત = ₹ (\(\frac{60}{48}\))
= ₹ (\(\frac{60 \div 12}{48 \div 12}\)) [∵ 60 અને 48નો ગુ.સા.અ. 12].
= ₹ \(\frac{5}{4}\)
∴ ₹ \(\frac{5}{4}\)માં મળતું કેળું = 1
∴ ₹ 12.50માં મળતાં કેળાં = (12.50 × \(\frac{4}{5}\))
= \(\frac{1250}{100}\) × \(\frac{4}{5}\) = 10
આમ, ₹ 12.50માં 10 કેળાં ખરીદી શકાય.

GSEB Solutions Class 6 Maths Chapter 12 ગુણોત્તર અને પ્રમાણ Ex 12.3

પ્રશ્ન 8.
72 ચોપડીઓનું વજન 9 કિગ્રા હોય, તો તેવી 40 ચોપડીઓનું વજન કેટલું થાય?
જવાબ:
72 ચોપડીઓનું વજન = 9 કિગ્રા
∴ 1 ચોપડીનું વજન = (\(\frac{9}{72}\)) કિગ્રા
= \(\frac{1}{8}\) કિગ્રા
∴ 40 ચોપડીઓનું વજન = (40 × \(\frac{1}{8}\)) કિગ્રા
= 5 કિગ્રા
40 ચોપડીઓનું વજન 5 કિગ્રા થાય.

પ્રશ્ન 9.
એક ટ્રકને 594 કિમી અંતર કાપવા માટે 108 લિટર ડીઝલની જરૂર પડે છે, તો 1650 કિમી અંતર કાપવા માટે તેને કેટલા લિટર ડીઝલની જરૂર પડશે?
જવાબ:
594 કિમી અંતર કાપવા જરૂરી ડીઝલ = 108 લિટર
∴ 1 કિમી અંતર કાપવા જરૂરી ડીઝલ = (\(\frac{108}{594}\)) લિટર
= (\(\frac{108 \div 54}{594 \div 54}\)) લિટર [∵ 108 અને 594નો ગુ.સા.અ. 54],
= \(\frac{2}{11}\) લિટર
∴ 1650 કિમી અંતર કાપવા જરૂરી ડીઝલ = (1650 × \(\frac{2}{11}\)) લિટર
= (150 × 2) લિટર
= 300 લિટર
1650 કિમી અંતર કાપવા 300 લિટર ડીઝલની જરૂર પડશે.

GSEB Solutions Class 6 Maths Chapter 12 ગુણોત્તર અને પ્રમાણ Ex 12.3

પ્રશ્ન 10.
રાજુ ₹ 150માં 10 પેન ખરીદે છે અને મનીષ 7 પેન ₹ 84માં ખરીદે છે. તમે કહી શકશો કે કોણે પેન સસ્તામાં ખરીદી?
જવાબ:
રાજુની ખરીદીઃ
10 પેનની કિંમત = ₹ 150
∴ 1 પેનની કિંમત = ₹ (\(\frac{150}{10}\)) = ₹ 15
મનીષની ખરીદી
7 પેનની કિંમત = ₹ 84
∴ 1 પેનની કિંમત = ₹ (\(\frac{84}{7}\)) = ₹ 12
હવે, ₹ 12 < ₹ 15 આમ, મનીષે પેનની ખરીદી સસ્તા ભાવે કરી છે.

પ્રશ્ન 11.
અનિષે 42 રન 6 ઓવરમાં અને અનુપે 63 રન 7 ઓવરમાં બનાવ્યા, તો દર ઓવરે કોણે વધુ રન બનાવ્યા?
જવાબ:
અનિષ માટે :
6 ઓવરમાં કરેલા રન = 42
∴ 1 ઓવરમાં કરેલા રન = \(\frac{42}{6}\) = 7
અનુપ માટે:
7 ઓવરમાં કરેલા રન = 63
∴ 1 ઓવરમાં કરેલા રન = \(\frac{63}{7}\) = 9
હવે, 9 > 7
આમ, અનુપે ઓવરદીઠ વધુ રન કર્યા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *