GSEB Solutions Class 12 Biology Chapter 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો

Gujarat Board GSEB Textbook Solutions Class 12 Biology Chapter 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો Textbook Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 12 Biology Chapter 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો

GSEB Class 12 Biology માનવ સ્વાસ્થ્ય અને રોગો Text Book Questions and Answers

પ્રશ્ન 1.
ચેપી રોગો સામે સલામતી મેળવવા તમે લોક જાગૃતિનાં કયાં પગલાં સૂચવો છો?
ઉત્તર:

  1. ચેપી રોગો સામે સલામતી મેળવવા માટેની જાગૃતિનાં નીચે મુજબ પગલાં લઈ શકાય:
  2. શિક્ષણઃ લોકોને આવા ચેપી રોગો વિશેનું જ્ઞાન આપવું જોઈએ જેથી તે પોતાનું રક્ષણ કરી શકે.
  3. રસીકરણ ચેપી રોગો માટેની રસીઓ યોગ્ય સમયે લેવી જોઈએ.
  4. સ્વચ્છતા સ્વચ્છતા અને જાહેર સ્વચ્છતા એ આવા રોગોને ફેલાવતા અટકાવે છે.
  5. વાહકોનો નાશ : રોગવાહકો અને તેમનાં પ્રજનનસ્થળોનું નિયંત્રણ અને તેમનો નાશ આવશ્યક છે. આ હેતુ સિદ્ધ કરવા માટે રહેણાંક વિસ્તારમાં અને તેની આસપાસ પાણી જમા ન થવા દેવું જોઈએ.

પ્રશ્ન 2.
ચેપી રોગોનું નિયંત્રણ કરવા માટે આપણને જીવવિજ્ઞાનનો અભ્યાસ કેવી રીતે મદદરૂપ થાય છે?
ઉત્તર:
જીવવિજ્ઞાનના અભ્યાસથી આપણે રોગોના વિવિધ પાસાઓ જાણી શકીએ છીએ. જેમ કે, રોગ થવાનું કારણ, તેનાં લક્ષણો, તેનો ફેલાવો શરીર પર તેની અસર અને તેમનું નિયંત્રણ.

પ્રશ્ન 3.
નીચે આપેલા પ્રત્યેક રોગોનો ફેલાવો કેવી રીતે થાય છે?
(a) અમીબીઆસિસ
(b) મેલેરિયા
(c) એસ્કેરિઆસિસ
(d) ન્યુમોનિયા
ઉત્તર:
(a) અમીબીઆસિસઃ ઘરમાખીઓ આ રોગની યાંત્રિક વાહકો છે, જે ચેપગ્રસ્ત મળમાંના પરોપજીવીને ખોરાક તેમજ તેની અન્ય પેદાશો સુધી વહન કરી તેને દૂષિત કરે છે.

(b) મેલેરિયાઃ પ્લાઝમોડિયમ એ મેલેરિયા થવા માટે જવાબદાર છે. તે એનોફિલિસ મચ્છર દ્વારા ફેલાય છે.

(c) એસ્કેરિઆસિસઃ આ રોગનો ફેલાવો દૂષિત પાણી, શાકભાજી, ફળ વગેરેના સેવનથી થાય છે.

(d) ન્યુમોનિયા આ રોગનો ફેલાવો રોગિષ્ઠ વ્યક્તિ દ્વારા ખાંસી કે છીંક દ્વારા મુક્ત કરવામાં આવેલાં બિંદુકો શ્વાસ દ્વારા અંદર લેવાથી કે રોગિષ્ઠ વ્યક્તિના ગ્લાસ તેમજ વાસણોને વાપરવાથી થાય છે.

GSEB Solutions Class 12 Biology Chapter 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો

પ્રશ્ન 4.
પાણીથી ઉદ્ભવતા રોગોનો ફેલાવો અટકાવવા તમે શું પગલાં લેશો?
ઉત્તર:

  1. શુદ્ધ પાણી પીવું.
  2. ચોક્કસ સમયાંતરે પાણીની ટાંકીને સાફ કરવી.

પ્રશ્ન 5.
DNAની રસીઓના નિર્માણમાં “યોગ્ય જનીન’નો અર્થ શું છે? તેની ચર્ચાતમારાશિક્ષક સાથે કરો.
ઉત્તર:
યોગ્ય જનીન એ DNAનો ચોક્કસ ટુકડો છે જેને યજમાનમાં કોઈ ચોક્કસ પ્રોટીનના નિર્માણ માટે રૂપાંતરિત કરવામાં આવે અને જેનાથી રોગકારકસજીવોને મારી શકાય.

પ્રશ્ન 6.
પ્રાથમિક અને દ્વિતીય લસિકાઅંગોનાં નામ આપો.
ઉત્તર:

  1. પ્રાથમિકલસિકા અંગો અસ્થિમજ્જા અને થાયમસ
  2. દ્વિતીય લસિકા અંગો : બરોળ, લસિકા ગાંઠ, શ્લેષ્મ સંકલિત લસિકા પેશી.

પ્રશ્ન 7.
નીચે કેટલાંક ટૂંકાં નામ આપેલ છે કે જે આ પ્રકરણમાં ઉપયોગમાં લેવાયેલાં છે. પ્રત્યેકનું પૂર્ણનામ આપોઃ
(a) MALT
(b) CMI
(c) AIDS
(d) NACO
(e) HIV
ઉત્તર:
(a) MALT શ્લેષ્મ સંકલિત લસિકાપેશી
(b) CMI: કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા
(c) AIDs એક્વાયર્ડ ઇમ્યુનોડેફિસિયન્સી સિન્ડ્રોમ
(d) NACO નેશનલ એઇસ કન્ટ્રોલ ઑર્ગેનાઈઝેશન
(e) HIV :હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાઇરસ

પ્રશ્ન 8.
નીચે આપેલના તફાવત / ભેદ આપો અને પ્રત્યેકનાં ઉદાહરણો જણાવો.
(a) જન્મજાતપ્રતિકારકતા અને ઉપાર્જિત પ્રતિકારકતા
(b) સક્રિયપ્રતિકારકતા અને નિકિયપ્રતિકારકતા
ઉત્તર:
(a)

જન્મજાતપ્રતિકારકતા ઉપાર્જિતપ્રતિકારકતા
(1) જન્મજાત પ્રતિકારકતા બિનચોક્કસ હોય છે. (1) ઉપાર્જિત પ્રતિકારકતા ચોક્કસ હોય છે.
(2) તે જન્મ સમયથી જ હાજર હોય છે. (2) તે કોઈ ચોક્કસ રોગકારકનાજવાબ માટે મેળવેલ હોયછે.
(3) વિવિધ પ્રકારના અવરોધો કે અંતરાયો સર્જાય છે. (3) ઍન્ટિબૉડીનીસ્મરણ શક્તિનો સમાવેશ થાય છે.
(4) દા.ત., ત્વચા એ એક અવરોધ તરીકે વર્તે છે. (4) દા.ત., રસીકરણ પછી ઍન્ટિબૉડીનો જવાબ

(b)

સક્રિયપ્રતિકારકતા નિષ્ક્રિય પ્રતિકારકતા
(1) સક્રિય પ્રતિકારકતા ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે , ઍન્ટિજનસામે યજમાનનાદેહમાં ઍન્ટિબૉડીનું સર્જન થાય. (1) નિષ્ક્રિય પ્રતિકારકતા દરમિયાન શરીરમાં તૈયાર ઍન્ટિબૉડીને દાખલ કરવામાં આવે છે.
(2) સક્રિય પ્રતિકારકતા ધીમી હોય છે. (2) નિષ્ક્રિય પ્રતિકારકતાઝડપી હોય છે.
(3) તેની કોઈ આડઅસર જોવા મળતી નથી. (3) અમુકવખતે આડઅસર જોવા મળે છે.
(4) દા.ત., પોલિયો માટે રસીકરણ (4) દા.ત., ટિટેનસ ઍન્ટિટોક્સિન દ્વારા આપવામાં આવતી રોગપ્રતિકારકતા

GSEB Solutions Class 12 Biology Chapter 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો

પ્રશ્ન 9.
એન્ટિબોડી અણુનીનામનિર્દેશિત આકૃતિદોરો.
ઉત્તર:

  • ઉપાર્જિત રોગપ્રતિકારકતા વિશિષ્ટ છે તે સ્મૃતિ આધારિત છે.
  • આનો અર્થ એ થાય છે કે જ્યારે આપણું શરીર પહેલીવાર કોઈ રોગકારકના સંપર્કમાં આવે છે ત્યારે પહેલો પ્રતિચાર આપે છે. જેને નિમ્નતીવ્રતાનો પ્રાથમિક પ્રતિચાર કહે છે.
  • ત્યાર બાદ તે જ રોગકારકનો સામનો થાય ત્યારે ઉચ્ચ તીવ્રતાનો દ્વિતીય કે સ્મૃતિ આધારિત અનિયમિત પ્રતિચાર આપે છે. જેનો અર્થ એ થાય કે આપણા શરીરને પ્રથમ હુમલાની સ્મૃતિ છે.
  • પ્રાથમિક અને દ્વિતીય પ્રતિચાર આપણા રુધિરમાં હાજર રહેલા બે પ્રકારના લસિકાકોષો દ્વારા થાય છે : B – લસિકા કોષો, T-લસિકા કોષો.
  • રોગકારકોના પ્રતિચાર સમયે B – કોષો આપણા રુધિરમાં પ્રોટીનનું સૈન્ય સર્જે છે. જેથી તે રોગકારકો સામે લડી શકે. આ પ્રોટીન સૈન્યને પ્રતિદ્રવ્ય (એન્ટિબૉડી) કહેવાય છે.
  • T-કોષો ઍન્ટિબૉડી સર્જતા નથી. પરંતુ B-કોષોને ઍન્ટિબૉડીના નિર્માણમાં સહાય કરે છે.
  • પ્રત્યેક ઍન્ટિબૉડીની આણ્વિક રચનામાં ચાર પોલિપેપ્ટાઇડ શૃંખલાઓ આવેલ છે – બે નાની હળવી શૃંખલાઓ અને બે ભારે શૃંખલાઓ માટે તેનેH2L2 સ્વરૂપે દર્શાવાય છે.
  • આપણા શરીરમાં વિવિધ પ્રકારના ઍન્ટિબૉડી સર્જાય છે- IgA, IgM, IgE, IgGવગેરે.
  • ઍન્ટિબૉડી રુધિરમાં જોવા મળે છે, માટે તેમને તરલ પ્રતિકારકતા પ્રતિચાર કહેવાય છે. જે ઉપાર્જિત પ્રતિકારકતાના બે પ્રકારોમાંનો એક છે.

GSEB Solutions Class 12 Biology Chapter 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો 1

  • ઍન્ટિબૉડી અણુની સંરચના ઍન્ટિબૉડી મધ્યસ્થી તેનો બીજો પ્રકાર કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા (cellmediated immunity-CMI) છે.
  • T-લસિકા કોષો CMIનું માધ્યમ બને છે.
  • જ્યારે હૃદય, આંખ, યકૃત, મૂત્રપિંડ જેવાં અંગો સંતોષજનક રૂપમાં કામ કરવાનું બંધ કરે છે ત્યારે એકમાત્ર ઉપચાર પ્રત્યારોપણ હોય છે, જેથી રોગી સામાન્ય જીવન જીવી શકે ત્યારે યોગ્ય દાતાની શોધ શરૂ થઈ જાય છે.
  • કોઈ પણ સ્રોત – પશુ, અન્ય પ્રાઇમેટ કોઈ પણ મનુષ્યજાતિના અંગનું આરોપણ થઈ શકતું નથી. કારણ કે તરત કે પછી દર્દીનું શરીરને અંગને નકારશે.
  • કોઈ પણ આરોપણ/પ્રત્યારોપણ પહેલાં પેશીની સંગતતા અને રુધિર સંગતતા અતિઆવશ્યક હોય છે અને તે પછી પણ રોગીને પોતાના જીવનપર્યત પ્રતિકાર-અવરોધકોને લેવા પડે છે.
  • શરીર “સ્વજાત’ અને ‘પરજાત’નો ભેદ પારખવા સક્ષમ છે અને કોષી – મધ્યસ્થી કરે તેવી પ્રતિકારકતા પ્રત્યારોપિત અંગનો અસ્વીકાર કરવા માટે જવાબદાર છે.

વિશેષ જાણકારી (More Information):

  • ઍન્ટિબૉડીને ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ પણ કહેવાય છે. તેને ટૂંકમાં Igપણ કહે છે.
  • શરીરમાં વિવિધ પ્રકારના B-કોષો આવેલા હોય છે.
  • કોઈપણ ઍન્ટિજન જ્યારે શરીરના પ્રવાહીમાં પ્રવેશે ત્યારે કેટલાકB-કોષો તેના સંપર્કમાં આવે છે.
  • B-કોષોનું કોષરસપડતે ઍન્ટિજન પ્રત્યે સંવેદી બને છે. સંવેદિત B-કોષો તેના જેવા જ અસંખB- કોષોનું સર્જન કરે છે.
  • કેટલાકB-કોષ પ્લાઝમા કોષોમાં વિકાસ પામે છે અને ઍન્ટિજન સામેચોક્કસઍન્ટિબૉડી સર્જે છે.
  • કેટલાકB-કોષ ઓછા દરે વિભાજન પામી ક્લોન સાતત્ય જાળવે છે, આવા કોષોને સ્મૃતિકોષો કહે છે.
  • તે કોષો દ્વારા ઍન્ટિબૉડી ઍન્ટિજન સાથે જોડાઈને ઍન્ટિજન – ઍન્ટિબૉડી સંકુલ રચે છે. જેમાં મુખ્ય ત્રણ ઘટનાનો સમાવેશ થાય છે:
  • એગ્લેટિનેશન ઍન્ટિબૉડી બેક્ટરિયા, વાઇરસ અને અન્ય પરજાત દ્રવ્યો વગેરે ઍન્ટિજનના સંપર્કમાં આવતા તેની સાથે સંકળાઈને તેને બિનહાનિકારક, અદ્રાવ્ય પદાર્થમાં અવક્ષેપિત કરે છે તેને એગ્લેટિનેશન કહે છે.
  • ઓસોનાઇઝેશનઃ ખાસ પ્રકારના ઇમ્યુનોગ્લોબ્યુલિનના અણુઓ ઍન્ટિજનની સપાટી પર છવાઈ જઈને આવરણ રચે છે. ભક્ષકકોષો આવાઅણુઓને ઓળખી તેનું ભક્ષણ કરીને નાશ કરે છે. આ ક્રિયાને સોનાઇઝેશન કહે છે.
  • નિષ્ક્રિયકરણ ઍન્ટિબૉડી બૅક્ટરિયા, વાઇરસ વગેરે દ્વારા ઉત્પન્ન થતા વિષદ્રવ્યોને બિનઅસરકારક બનાવી તેમનો નાશ કરે છે.
  • આ ઘટનાને નિષ્ક્રિયકરણ કહે છે.

પ્રશ્ન 10.
હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાઇરસનો ફેલાવો કયાં વિવિધ પરિપથો દ્વારા થાય છે?
ઉત્તર:

  1. ચેપી વ્યક્તિ સાથેના જાતીય સંબંધથી
  2. દૂષિત રુધિર અને તેની નીપજોના ઉપયોગથી.
  3. ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાયેલ સીરિજ કે સોયનો ઉપયોગ નશાકારકો દ્વારા કરવાથી.
  4. રોગિષ્ઠ માતા, ગર્ભસ્થ શિશુને જરાયુ દ્વારા સંક્રમિત કરવાથી.

પ્રશ્ન 11.
ચેપગ્રસ્ત વ્યક્તિના રોગપ્રતિકારક તંત્રની ઊણપ સર્જતો એઇટ્સ વાઇરસકઈ ક્રિયાવિધિદ્વારા પ્રદર્શિત થાય છે?
ઉત્તર:

  • એઇટ્સ (AIDS)નું પૂર્ણ નામ ઍક્વાયર્ડ ઇમ્યુનો ડેફિસિયન્સી સિન્ડ્રોમ (Acquired Immuno Deficiency Syndrome) છે. જેનો અર્થ થાય છે પ્રતિકારક તંત્રની ઊણપથી થતો રોગ, જે વ્યક્તિના જીવનકાળ દરમિયાન ઉપાર્જિત થાય છે. જે દર્શાવે છે કે તે જન્મજાત રોગ નથી.

GSEB Solutions Class 12 Biology Chapter 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો 2

  • સિન્ડ્રોમ એટલે લક્ષણોનો સમૂહ છે. આ રોગ સૌપ્રથમ 1981માં નોંધાયો હતો અને છેલ્લાં 25 વર્ષોમાં તે આખા વિશ્વમાં ફેલાયો છે, તેનાથી 25 મિલિયનથી પણ વધુ લોકો મૃત્યુ પામ્યા છે.
  • એઇટ્સ, હ્યુમન ઇમ્યુનો ડેફિસિયન્સી વાઇરસ (Human Immuno Deficiency Virus – HIV)થી થાય છે. તે રિટ્રોવાઇરસ સમૂહનો વાઇરસ છે, જે આવરણથી રક્ષિત RNAજનીન દ્રવ્ય ધરાવે છે.
  • એઈડ્રેસ ફેલાવા માટેનાં કારણો:
    1. ચેપી વ્યક્તિ સાથેના જાતીય સંબંધથી
    2. દૂષિત રુધિર અને તેની નીપજોના ઉપયોગથી
    3. ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાયેલ સીરિજને કે સોયનો ઉપયોગ નશાકારકો દ્વારા કરવાથી
    4. રોગિષ્ઠ માતા ગર્ભસ્થ શિશુને જરાયુ દ્વારા સંક્રમિત કરવાથી.
  • HIV/AIDS માત્ર સ્પર્શ કે ભૌતિક સંપર્કથી ફેલાતો નથી, તે માત્ર દેહપ્રવાહી દ્વારા ફેલાય છે.
  • આથી આ પણ મહત્ત્વનું છે કે, શારીરિક તેમજ મનોવૈજ્ઞાનિક સ્વસ્થતા માટે HIV/AIDS ગ્રસ્ત વ્યક્તિને પરિવાર કે સમાજથી અલગ ન કરવી.
  • ચેપ લાગવો અને એઇસનાં લક્ષણો પ્રદર્શિત થાય તેની વચ્ચે હંમેશાં અંતરાલ હોય છે. આ અવધિથોડાક મહિનાથી લઈને કેટલાંક વર્ષો (સામાન્યતઃ 5થી 10 વર્ષ સુધીનો હોય છે.
  • વાઇરસનીયજમાનકોષમાં ક્રિયાવિધિ વ્યક્તિના શરીરમાં પ્રવેશ્યા પછી આ વાઇરસ મેક્રોફેજમાં પ્રવેશે છે.
  • જ્યાં વાઇરસનું RNAજનીન દ્રવ્ય રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સચકની મદદથી વાઇરલDNAમાં સ્વયંજનન પામે છે.
  • આ વાઇરલ DNA યજમાન કોષના DNA માં દાખલ થાય છે અને યજમાન કોષમાંથી સીધા જવાઇરસના અણુઓ પેદા કરે છે.
  • આમ, મેક્રોફેઝવાઇરસ સર્જવાનું શરૂ કરે છે. આ રીતે તે HIVના કારખાના તરીકે વર્તે છે.
  • આદરમિયાન, HIV મદદકર્તાT-લસિકા કોષો (TH)માં પ્રવેશે છે અને સ્વયંજનન પામીવાઇરસની સંતતિઓ સર્જે છે.
  • આ રીતે નવા સર્જાયેલા વાઇરસરુધિરમાં મુક્ત થાય છે જે અન્ય મદદકર્તાT-લસિકા કોષો પર હુમલો કરે છે.
  • આવું વારંવાર થવાથી ચેપી વ્યક્તિના શરીરમાં મદદકર્તાT-લસિકાકોષોની સંખ્યા ઘટે છે.
  • આ સમય દરમિયાન વ્યક્તિને લાંબા સમય સુધી તાવ, ઝાડા અને વજન ઘટે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
  • મદદકર્તા T-લસિકા કોષોની સંખ્યા ઘટવાને કારણે વ્યક્તિ બૅક્ટરિયા ખાસ કરીને માઇક્રોબૅક્ટરિયમ, વાઇરસ, ફૂગતેમજ ટેક્સો પ્લાઝમા જેવા પરોપજીવીઓના ચેપનો શિકાર બને છે.
  • રોગીની પ્રતિકારકતા એટલી ઘટી જાય છે કે તે આવા ચેપથી પોતાનું રક્ષણ કરવા અસમર્થ બને છે.
  • એઇસનું નિદાન: AIDS ના નિદાન માટે વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતી કસોટી એલિઝા (enzyme linked immuno sorbent assay – ELISA) .
  • ઍન્ટિરિટ્રોવાઇરસ ઔષધો દ્વારા AIDSનો ઉપચાર આંશિકરીતે થઈ શકે છે.
  • આ દવાઓ રોગીના સંભવિત મૃત્યુને ટાળી શકે છે, પરંતુ રોકી શકતી નથી, જે અનિવાર્ય છે.
  • એઇસને અટકાવવાના ઉપાયો: એઇગ્સને મટાડી શકાતો નથી, સાવધાની જ શ્રેષ્ઠવિકલ્પ છે.
  • આ ઉપરાંત, HIVનો ચેપ ઘણીવાર સભાન વર્તન પદ્ધતિ (conscious behaviours pattern)થી ફેલાય છે, નહિ કે ન્યુમોનિયા કે ટાઈફૉઈડ જેવા રોગોની જેમ અજાણતા.
  • રુધિરાધાન, નવજાત શિશુ (માતામાંથી) વગેરેમાં ચેપનબળી કે ઓછી દેખરેખ રાખવાથી થઈ શકે છે.
  • એકમાત્ર બહાનું અવગણના પણ હોઈ શકે છે અને માટે સાચે જ કીધું છે કે “અવગણનાને કારણે નમરો.”
  • આપણા દેશમાં રાષ્ટ્રીય એઇસનિયંત્રણ સંસ્થાન-નેશનલ એઇસ કન્ટ્રોલ ઑર્ગેનાઇઝેશન (NACO) અને અન્ય બિનસરકારી સંસ્થાઓ-નોન ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન્સ (NGOs) પણ લોકોને એઇડ્મની જાગૃતિ આપવા કાર્યરત છે.
  • WHOપણ HIV નાચેપનો ફેલાવો અટકાવવા માટે સંખ્યાબંધ કાર્યક્રમો યોજે છે.
  • બ્લડબેંન્કના રુધિરને HIV મુક્ત કરવું, સાર્વજનિક તેમજ ખાનગી હોસ્પિટલ અને દવાખાનામાં ડિસ્પોઝેબલસોયઅને સીરિજનો ઉપયોગ થાય તેવી વ્યવસ્થા કરવી, નિરોધનું મફત વિતરણ, નશાકારક પદાર્થોના દુરુપયોગ પર નિયંત્રણ, સુરક્ષિત યૌન સંબંધની હિમાયત કરવી, HIV સંભવિત વસાહતમાં સમયાંતરે નિયમિત ચેકઅપ કરાવવું વગેરે જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે.
  • HIVનો ચેપ હોવો કે એઇડ્યું હોવો એ કોઈ એવી વાત નથી કે જેને છુપાવવી જોઈએ. કારણ કે જો તેને છુપાવી રાખવામાં આવે તો તે અન્ય વ્યક્તિઓમાં પણ ફેલાઈ શકે છે.
  • સમાજમાં HIV/AIDS પ્રસ્ત વ્યક્તિઓને મદદ અને સહાનુભૂતિની જરૂર હોય છે, તેમજ તેમને અપરાધી દૃષ્ટિથી જોવા ન જોઈએ.
  • જયાં સુધી સમાજ તેને એક એવી સમસ્યા સ્વરૂપે નહિ જુએ કે જેનું સમાધાન સામૂહિક રીતે થઈ શકે છે, ત્યાં સુધી રોગનો વ્યાપક સ્વરૂપે ફેલાવો અનેકગણો થવાની સંભાવના છે.
  • આ એક એવી વ્યાધિ છે જેનો ફેલાવો સમાજ અને ચિકિત્સકવર્ગના સહિયારા પ્રયાસથી રોકી શકાય છે.

GSEB Solutions Class 12 Biology Chapter 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો

પ્રશ્ન 12.
કેન્સર કોષસામાન્યકોષથી કઈ રીતે ભિન્નતાદશવિછે?
ઉત્તર:

કેન્સરગ્રસ્તકોષ સામાન્યકોષ
(1) કૅન્સરગ્રસ્ત કોષ અનિયંત્રિત રીતે વિભાજન પામે છે. (1) સામાન્ય કોષો નિયંત્રિત રીતે વૃદ્ધિ પામે છે.
(2) તેમનો આકાર અનિયમિત હોય છે. (2) તેમનો આકાર નિયમિત હોય છે.
(3) તેમનું કોષકેન્દ્રમોટુઅને ઘાટું હોય છે. (3) તેમનું કોષકેન્દ્રયોગ્ય પ્રમાણમાં હોય છે.
(4) તેઓ વિભાજિત થાય છે પરંતુ વિભેદીકરણ પામતા નથી. (4) સામાન્ય કોષો વિભાજન થઈ વિભેદીકરણ પામેછે.

પ્રશ્ન 13.
રોગવ્યાપ્તિશું છે? વર્ણવો.
ઉત્તર:
(a) અમીબીઆસિસઃ ઘરમાખીઓ આ રોગની યાંત્રિક વાહકો છે, જે ચેપગ્રસ્ત મળમાંના પરોપજીવીને ખોરાક તેમજ તેની અન્ય પેદાશો સુધી વહન કરી તેને દૂષિત કરે છે.

(b) મેલેરિયાઃ પ્લાઝમોડિયમ એ મેલેરિયા થવા માટે જવાબદાર છે. તે એનોફિલિસ મચ્છર દ્વારા ફેલાય છે.

(c) એસ્કેરિઆસિસઃ આ રોગનો ફેલાવો દૂષિત પાણી, શાકભાજી, ફળ વગેરેના સેવનથી થાય છે.

(d) ન્યુમોનિયા આ રોગનો ફેલાવો રોગિષ્ઠ વ્યક્તિ દ્વારા ખાંસી કે છીંક દ્વારા મુક્ત કરવામાં આવેલાં બિંદુકો શ્વાસ દ્વારા અંદર લેવાથી કે રોગિષ્ઠ વ્યક્તિના ગ્લાસ તેમજ વાસણોને વાપરવાથી થાય છે.

પ્રશ્ન 14.
આલ્કોહોલ, નશાકારક પદાર્થો દ્વારા થતી હાનિકારક અસરોની સૂચિબનાવો.
ઉત્તર:

  • નશાકારક પદાર્થો અને આલ્કોહોલના સેવનથી તાત્કાલિક પ્રતિકૂળ અસરો વ્યક્તિમાં અવિચારી વર્તણૂક, વિધ્વંસ કે જંગલીપણું અને હિંસાના સ્વરૂપમાં પ્રગટ થાય છે.
  • નશાકારક પદાર્થોની વધુ માત્રાથી શ્વસનતંત્રની નિષ્ફળતા, હૃદયની નિષ્ફળતા અથવા મગજમાં રક્તસ્રાવને કારણે વ્યક્તિ કોમા અને મૃત્યુતરફ ધકેલાય છે. – નશાકારક પદાર્થોનું સંયોજન કે આલ્કોહૉલ સાથે તેમનું સેવન તેની વધુ માત્રા છે અને તે મૃત્યુ પણ પ્રેરે છે.
  • યુવાનોમાં ડ્રગ્સ અને આલ્કોહૉલની કુટેવનાં ચેતવણીભર્યા સામાન્ય લક્ષણોમાં શૈક્ષણિક કાર્યસિદ્ધિ પર માઠી અસર, કારણ વગર શાળા કે કૉલેજમાં ગેરહાજરી, વ્યક્તિગત સ્વચ્છતાની રુચિનો અભાવ, વિડ્રોઅલ, એકલતા, માનસિક તણાવ, થાક, આક્રમકતા અને બળવાખોરી, પરિવાર અને મિત્રો સાથે બગડતા સંબંધો, શોખમાં રસ ન પડવો, સૂવા અને ખાવાની આદતોમાં ફેરફાર થવો, વજન અને ભૂખમાં વધઘટ.
  • નશાકારક પદાર્થો/આલ્કોહૉલના સેવનથી દુરોગામી અસરો પણ હોઈ શકે છે. જો બંધાણીને નશાકારક પદાર્થો, આલ્કોહૉલ ખરીદવા પૈસા ન મળે તો ચોરી કરવા પ્રેરાય છે.
  • તેની પ્રતિકૂળ અસરો માત્રડ્રગ્સ/આલ્કોહૉલના સેવન કરવાવાળા વ્યક્તિ સુધી સીમિત હોતી નથી.
  • ક્યારેક ડ્રગ્સ કે આલ્કોહોલનો બંધાણી પોતાના પરિવાર કે અન્ય મિત્ર માટે પણ માનસિક અને આર્થિક સંકટનું કારણ બની શકે છે. જે બંધાણી ડ્રગ્સને અંતઃશિરા દ્વારા (નીડલ કે સીરિંજની મદદથી સીધું શિરામાં ઇજેક્શન) લે, તો તેને એઇડ્યું અને હિપેટાઇટીસ – B (ઝેરી કમળો) થવાની શક્યતા રહે છે.
  • આ રોગ માટેના વિષાણુ ચેપી સોય કેસરિંજ દ્વારા એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાયછે.
  • એઇડ્યું અને હિપેટાઇટીસ – Bબંનેનું સંક્રમણ તીવ્ર હોય છે અને અંતે તે ઘાતક હોય છે. બંનેનો ફેલાવો જાતીય સંબંધ કે સંક્રમિત રુધિર દ્વારા થાય છે.
  • તરુણાવસ્થામાં આલ્કોહોલના સેવનથી લાંબા ગાળાની અસરો જોવા મળે છે. જેથી પુખ્તાવસ્થામાં તેના વધુ સેવનથી આદત પડી જાય છે.
  • ડ્રગ્સ અને આલ્કોહૉલના તીવ્ર ઉપયોગથી ચેતાતંત્ર અને યકૃત (cirrhosis – વધુ પડતા વ્યસનથી થતો યકૃતનો રોગ)ને હાનિ
  • પહોંચે છે.
    સગર્ભાવસ્થા દરમિયાન ડ્રગ્સ અને આલ્કોહોલનું સેવન ગર્ભસ્થ શિશુમાં પણ વિપરીત અસરો પ્રેરે છે.
  • ડ્રગ્સના અન્ય દુરુપયોગમાં કેટલાક ખેલાડીઓ પોતે વધુ સારુ પ્રદર્શન કરી શકે તે માટે તેનો ઉપયોગ કરે છે.
  • રમતવીરો માદક પીડાહારક દવાઓ, એનાબોલિક સ્ટેરોઇલ્સ, ડાયયુરેટિક (મૂત્રવર્ધક) દવાઓ અને કેટલાક અંતઃસ્ત્રાવોનો ઉપયોગ, માંસલ શક્તિનું પ્રમાણ વધારવા અને આક્રમકતાને વધારવા કરે છે, જેથી તેમનું ખેલ પ્રદર્શન શક્તિશાળી બને.
  • મહિલાઓમાં એનાબોલિક સ્ટેરોઇડના ઉપયોગથી નરજાતિનાં લક્ષણો, આક્રમકતામાં વધારો, મિજાજમાં ઉતાર-ચઢાવ, માનસિક તણાવ, અનિયમિત માસિકચક્ર, ચહેરા અને શરીર પર રુવાંટીનીવૃદ્ધિ, ભગ્ન શિશ્નિકામાં વધારો, અવાજ ઘેરો બનવો વગેરે જેવી આડઅસરો જોવા મળે છે.
  • જ્યારે પુરુષમાં ખીલ થવા, આક્રમકતામાં વધારો, મિજાજમાં ચઢાવ-ઉતાર, માનસિક તણાવ, શુક્રપિંડના કદમાં ઘટાડો, શુક્રકોષોના ઉત્પાદનમાં ઘટાડો, મૂત્રપિંડ અને યકૃતની કાર્યદક્ષતામાં ઘટાડો, છાતીનો ભાગ વધવો, અપરિપક્વતાએ ટાલિયાપણું, પ્રોસ્ટેટ ગ્રંથિ મોટી બનવી વગેરે લક્ષણો જોવા મળે છે.
  • આ અસરો લાંબા સમયના સેવનથી પ્રભાવી બને છે. તરુણાવસ્થાની છોકરીઓ અને છોકરાઓમાં ચહેરા અને દેહ પર તીવ્ર ખીલ અને લાંબા અસ્થિઓનાં વૃદ્ધિકેન્દ્રો અપરિપક્વતાએ બંધ થઈ જવાને કારણે વૃદ્ધિ કુંઠિત થાય છે.

પ્રશ્ન 15.
શું તમે વિચારી શકો છો કે મિત્રો આલ્કોહોલ|ડ્રગ્સનું સેવન કરતા હોય? જો હા હોય તો તેને / તેણીને તેના સેવનથી કેવી રીતે રક્ષિત કરી શકશો?
ઉત્તર:
હા. મિત્રો આલ્કોહોલ કે ડ્રગ્સનું સેવન કરતાં હોઈ શકે. તેમને તેના સેવનથી દૂર કરવા નીચેના ઉપાયો કરવા જોઈએ:

  1. સમવયસ્કોના બિનજરૂરી દબાણથી દૂર રહેવું.
  2. વ્યાવસાયિક અને આરોગ્યવિષયકની સલાહલેવી.
  3. સારી આદતોની ટેવ પાડવી
  4. તબીબી સહાય મેળવવી.

પ્રશ્ન 16.
એક વખત કોઈ વ્યક્તિ આલ્કોહોલ અથવા ડ્રગ્સ લેવાની શરૂઆત કરે છે પછી આ કુટેવ છોડવી કેમ અઘરી છે ? તેની ચર્ચા તમારા શિક્ષક સાથે કરો.
ઉત્તર:

  • કિશોરાવસ્થાનો અર્થ “એક સમયગાળો” અને “એક પ્રક્રિયા બને છે, જે દરમિયાન એક બાળક પોતાની વર્તણૂક અને માન્યતા અનુસાર સમાજમાં જાતે પ્રભાવીપણે સહભાગી બની શકવા પરિપક્વ બને છે.
  • વ્યક્તિની ઉંમરના 12થી 18વર્ષ વચ્ચેના સમયને તરુણાવસ્થા કહે છે. બીજા શબ્દોમાં તરુણાવસ્થા એ બાળપણ અને પુખ્તાવસ્થાને જોડનારસેતુ છે.
  • તરુણાવસ્થાની સાથે ઘણા જૈવિક અને વર્તણૂકીય ફેરફારો જોવા મળે છે. આમ, તરુણાવસ્થા એ વ્યક્તિનો માનસિક અને મનોવૈજ્ઞાનિકવિકાસનો ઘણો સંવેદનશીલ તબક્કો છે.
  • જિજ્ઞાસા, સાહસ અને ઉત્તેજના પ્રત્યે આકર્ષણ તથા પ્રયોગ કરવાની ઇચ્છા વગેરે આવાં સામાન્ય કારણો છે જે કિશોરોને નશાકારક પદાર્થો તેમજ આલ્કોહૉલના સેવન માટે મજબૂર કરે છે.
  • બાળકની પ્રાકૃતિક જિજ્ઞાસા આવા પ્રયોગ માટે તેને પ્રેરિત કરે છે.
  • નશાકારક પદાર્થો અને આલ્કોહોલના પ્રભાવને ફાયદાના રૂપમાં જોવાથી સમસ્યા વધુ જટિલ બની જાય છે. પછી તરુણો સમસ્યાથી નાસી છૂટવા તેનો ઉપયોગ કરવા લાગે છે.
  • કેટલાક તરુણો ભણતરમાં અને પરીક્ષામાં ઉત્કૃષ્ટતા ન બતાવી શકતા તણાવ અને દબાણ હેઠળ કેફી પદાર્થ અને દારૂ પીવાનું શરૂ કરે છે.
  • યુવાનોમાં એવી માન્યતા પણ છે કે ધૂમ્રપાન કરવું, નશાકારક પદાર્થો કે આલ્કોહૉલનો ઉપયોગ કરવો એ વ્યક્તિ માટે ધીરગંભીરતાને પ્રગતિશીલતાનું પ્રતીક છે. આ બધી આદતો જસેવન કરવા માટેનું મુખ્ય કારણ છે.
  • ટેલિવિઝન, ચલચિત્રો, સમાચારપત્રો, ઇન્ટરનેટજેવાં માધ્યમો પણ તેને વેગ આપે છે.
  • કિશોરોમાં નશાકારક પદાર્થો અને આલ્કોહોલની કુટેવનાં અન્ય કારણોમાં કુટુંબકીય અસ્થિરતા કે એકબીજાને સહારો આપવાનો અભાવ તથા સમવયસ્કોના દબાણના અભાવનો પણ સમાવેશ થાય છે.
  • ઇલાજ કરતાં અટકાવવધુ સારો છે. “preventionis better than cure” આ કહેવત અહીંસાચી ઠરે છે.
  • આ પણ એટલું જ સત્ય છે કે ધૂમ્રપાન, ડ્રગ્સ તેમજ આલ્કોહોલના સેવનની આદત પડવાની સંભાવના નાની વયે, મોટા ભાગે તરુણાવસ્થા દરમિયાન વધુ હોય છે.
  • માટે આવી પરિસ્થિતિઓને પારખવી સૌથી શ્રેષ્ઠ છે કે જે તરુણોને આલ્કોહૉલ કે ડ્રગ્સના સેવન તરફ ધકેલે છે, જેથી સમયસર તેના ઉપાય વિશે વિચારી શકાય.
  • આ સંદર્ભે શિક્ષક અને માતા-પિતાની વિશિષ્ટ જવાબદારી બને છે. બાળકનો એવો ઉછેર કે જેમાં પાલનપોષણ ઉચ્ચસ્તરીય હોય ત્યાં આવા આલ્કોહૉલ ડ્રગ્સનો ભય ઓછો થઈ જાય છે.
  • નીચે જણાવેલ કેટલાક ઉપાયો તરુણીમાં આલ્કોહૉલ અને ડ્રગ્સના ઉપયોગને અટકાવવા અને નિયંત્રણ માટે ઉપયોગી બની રહે છે.
  • (i) સમવયસ્કોના બિનજરૂરી દબાણથી દૂર રહેવું દરેક છોકરા છોકરીની પોતાની પસંદ અને વ્યક્તિત્વ હોય છે. તેનો આદર કરવો જોઈએ અને તેને પ્રોત્સાહિત કરવું જોઈએ.
  • બાળકને તેની ઇચ્છા વિરુદ્ધ અઘટિત પાલન કરવા કોઈ સીમા બાંધવી જોઈએ નહિ. પછી ભલે તે ભણવા માટે, ખેલકૂદ માટે કે કોઈ અન્ય પ્રવૃત્તિ માટે હોય.
  • (ii) શિક્ષણ અને પરામર્શન: સમસ્યાઓ અને તનાવનો સામનો કરવો અને નિરાશા કે અસફળતા મળવી એ જીવનનો જ એક ભાગ છે એવું સમજાવી તેનું શિક્ષણ અને પરામર્શન તેમને આપવું જોઈએ.
  • એ પણ એટલું જ યોગ્ય છે કે બાળકની શક્તિને રમતગમત, વાંચન, સંગીત, યોગ અને અન્ય ઇતર પ્રવૃત્તિ વગેરે દિશામાં વાળવી જોઈએ.
  • (iii) માતાપિતા તેમજ સમવયસ્કોની મદદ લેવીઃ માતાપિતા તેમજ સમવયસ્કો પાસેથી તરત મદદ લેવી જોઈએ. જેથી તેઓ યોગ્ય માર્ગદર્શન આપી શકે. ગાઢ અને વિશ્વાસુ મિત્રોની સલાહ લેવી જોઈએ.
  • યુવાનોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે તેમને યોગ્ય સલાહ આપવાથી ચિંતા અને અપરાધ ભાવનાની અભિવ્યક્તિ કરવામાં તેમને મદદ મળશે.
  • (iv) ભયજનક સંકેતો તરફ દૃષ્ટિ : સજાગ માતાપિતા અને શિક્ષકોએ ઉપર્યુક્ત ભયજનક સંકેતોને ઓળખી, તેની ચર્ચા કરવી જોઈએ.
  • કોઈ વ્યક્તિ ડ્રગ્સ કે આલ્કોહૉલનું સેવન કરતા માલૂમ પડે તો કોઈ પણ ખચકાટવિના તેના માતાપિતા અને શિક્ષકના ધ્યાન પર આ બાબત લાવવી જોઈએ. – ત્યાર બાદ બીમારીને ઓળખવા તથા તેની પાછળ છુપાયેલાં કારણો શોધવા માટે યોગ્ય ઉપાયો કરવા જોઈએ જેથી યોગ્ય સારવારનો આરંભ કરવામાં સહાયતા મળશે.
  • (v) વ્યાવસાયિક અને આરોગ્યવિષયક સલાહ લેવી જે વ્યક્તિ દુર્ભાગ્યે ડ્રગ્સ/આલ્કોહૉલના કુપ્રયોગરૂપી સેવનમાં ફસાઈ ગઈ છે, એની મદદ માટે ઉચ્ચ લાયકાત ધરાવતા મનોવૈજ્ઞાનિક અને મનોચિકિત્સકની ઉપલબ્ધતા અને વ્યસન છોડાવવા માટે તેમજ તેમના પુનરુત્થાન કાર્યક્રમો દ્વારા યોગ્ય સહાયતા મળે છે.
  • આ પ્રકારની મદદ મળવાથી અસરગ્રસ્ત વ્યક્તિ તેના પૂરતા પ્રયત્નો અને દઢ મનોબળથી તેનું આ તંદુરસ્ત જીવન જીવી શકે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો

પ્રશ્ન 17.
તમારા દૃષ્ટિકોણે યુવાનો શા માટે આલ્કોહોલ અથવા ડ્રગ્સ લેવા પ્રેરિત થાય છે અને તેને કઈ રીતે રોકી શકાય?
ઉત્તર:

  • કિશોરાવસ્થાનો અર્થ “એક સમયગાળો” અને “એક પ્રક્રિયા બને છે, જે દરમિયાન એક બાળક પોતાની વર્તણૂક અને માન્યતા અનુસાર સમાજમાં જાતે પ્રભાવીપણે સહભાગી બની શકવા પરિપક્વ બને છે.
  • વ્યક્તિની ઉંમરના 12થી 18વર્ષ વચ્ચેના સમયને તરુણાવસ્થા કહે છે. બીજા શબ્દોમાં તરુણાવસ્થા એ બાળપણ અને પુખ્તાવસ્થાને જોડનારસેતુ છે.
  • તરુણાવસ્થાની સાથે ઘણા જૈવિક અને વર્તણૂકીય ફેરફારો જોવા મળે છે. આમ, તરુણાવસ્થા એ વ્યક્તિનો માનસિક અને મનોવૈજ્ઞાનિકવિકાસનો ઘણો સંવેદનશીલ તબક્કો છે.
  • જિજ્ઞાસા, સાહસ અને ઉત્તેજના પ્રત્યે આકર્ષણ તથા પ્રયોગ કરવાની ઇચ્છા વગેરે આવાં સામાન્ય કારણો છે જે કિશોરોને નશાકારક પદાર્થો તેમજ આલ્કોહૉલના સેવન માટે મજબૂર કરે છે.
  • બાળકની પ્રાકૃતિક જિજ્ઞાસા આવા પ્રયોગ માટે તેને પ્રેરિત કરે છે.
  • નશાકારક પદાર્થો અને આલ્કોહોલના પ્રભાવને ફાયદાના રૂપમાં જોવાથી સમસ્યા વધુ જટિલ બની જાય છે. પછી તરુણો સમસ્યાથી નાસી છૂટવા તેનો ઉપયોગ કરવા લાગે છે.
  • કેટલાક તરુણો ભણતરમાં અને પરીક્ષામાં ઉત્કૃષ્ટતા ન બતાવી શકતા તણાવ અને દબાણ હેઠળ કેફી પદાર્થ અને દારૂ પીવાનું શરૂ કરે છે.
  • યુવાનોમાં એવી માન્યતા પણ છે કે ધૂમ્રપાન કરવું, નશાકારક પદાર્થો કે આલ્કોહૉલનો ઉપયોગ કરવો એ વ્યક્તિ માટે ધીરગંભીરતાને પ્રગતિશીલતાનું પ્રતીક છે. આ બધી આદતો જસેવન કરવા માટેનું મુખ્ય કારણ છે.
  • ટેલિવિઝન, ચલચિત્રો, સમાચારપત્રો, ઇન્ટરનેટજેવાં માધ્યમો પણ તેને વેગ આપે છે.
  • કિશોરોમાં નશાકારક પદાર્થો અને આલ્કોહોલની કુટેવનાં અન્ય કારણોમાં કુટુંબકીય અસ્થિરતા કે એકબીજાને સહારો આપવાનો અભાવ તથા સમવયસ્કોના દબાણના અભાવનો પણ સમાવેશ થાય છે.
  • ઇલાજ કરતાં અટકાવવધુ સારો છે. “preventionis better than cure” આ કહેવત અહીંસાચી ઠરે છે.
  • આ પણ એટલું જ સત્ય છે કે ધૂમ્રપાન, ડ્રગ્સ તેમજ આલ્કોહોલના સેવનની આદત પડવાની સંભાવના નાની વયે, મોટા ભાગે તરુણાવસ્થા દરમિયાન વધુ હોય છે.
  • માટે આવી પરિસ્થિતિઓને પારખવી સૌથી શ્રેષ્ઠ છે કે જે તરુણોને આલ્કોહૉલ કે ડ્રગ્સના સેવન તરફ ધકેલે છે, જેથી સમયસર તેના ઉપાય વિશે વિચારી શકાય.
  • આ સંદર્ભે શિક્ષક અને માતા-પિતાની વિશિષ્ટ જવાબદારી બને છે. બાળકનો એવો ઉછેર કે જેમાં પાલનપોષણ ઉચ્ચસ્તરીય હોય ત્યાં આવા આલ્કોહૉલ ડ્રગ્સનો ભય ઓછો થઈ જાય છે.
  • નીચે જણાવેલ કેટલાક ઉપાયો તરુણીમાં આલ્કોહૉલ અને ડ્રગ્સના ઉપયોગને અટકાવવા અને નિયંત્રણ માટે ઉપયોગી બની રહે છે.
  • (i) સમવયસ્કોના બિનજરૂરી દબાણથી દૂર રહેવું દરેક છોકરા છોકરીની પોતાની પસંદ અને વ્યક્તિત્વ હોય છે. તેનો આદર કરવો જોઈએ અને તેને પ્રોત્સાહિત કરવું જોઈએ.
  • બાળકને તેની ઇચ્છા વિરુદ્ધ અઘટિત પાલન કરવા કોઈ સીમા બાંધવી જોઈએ નહિ. પછી ભલે તે ભણવા માટે, ખેલકૂદ માટે કે કોઈ અન્ય પ્રવૃત્તિ માટે હોય.
  • (ii) શિક્ષણ અને પરામર્શન: સમસ્યાઓ અને તનાવનો સામનો કરવો અને નિરાશા કે અસફળતા મળવી એ જીવનનો જ એક ભાગ છે એવું સમજાવી તેનું શિક્ષણ અને પરામર્શન તેમને આપવું જોઈએ.
  • એ પણ એટલું જ યોગ્ય છે કે બાળકની શક્તિને રમતગમત, વાંચન, સંગીત, યોગ અને અન્ય ઇતર પ્રવૃત્તિ વગેરે દિશામાં વાળવી જોઈએ.
  • (iii) માતાપિતા તેમજ સમવયસ્કોની મદદ લેવીઃ માતાપિતા તેમજ સમવયસ્કો પાસેથી તરત મદદ લેવી જોઈએ. જેથી તેઓ યોગ્ય માર્ગદર્શન આપી શકે. ગાઢ અને વિશ્વાસુ મિત્રોની સલાહ લેવી જોઈએ.
  • યુવાનોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે તેમને યોગ્ય સલાહ આપવાથી ચિંતા અને અપરાધ ભાવનાની અભિવ્યક્તિ કરવામાં તેમને મદદ મળશે.
  • (iv) ભયજનક સંકેતો તરફ દૃષ્ટિ : સજાગ માતાપિતા અને શિક્ષકોએ ઉપર્યુક્ત ભયજનક સંકેતોને ઓળખી, તેની ચર્ચા કરવી જોઈએ.
  • કોઈ વ્યક્તિ ડ્રગ્સ કે આલ્કોહૉલનું સેવન કરતા માલૂમ પડે તો કોઈ પણ ખચકાટવિના તેના માતાપિતા અને શિક્ષકના ધ્યાન પર આ બાબત લાવવી જોઈએ. – ત્યાર બાદ બીમારીને ઓળખવા તથા તેની પાછળ છુપાયેલાં કારણો શોધવા માટે યોગ્ય ઉપાયો કરવા જોઈએ જેથી યોગ્ય સારવારનો આરંભ કરવામાં સહાયતા મળશે.
  • (v) વ્યાવસાયિક અને આરોગ્યવિષયક સલાહ લેવી જે વ્યક્તિ દુર્ભાગ્યે ડ્રગ્સ/આલ્કોહૉલના કુપ્રયોગરૂપી સેવનમાં ફસાઈ ગઈ છે, એની મદદ માટે ઉચ્ચ લાયકાત ધરાવતા મનોવૈજ્ઞાનિક અને મનોચિકિત્સકની ઉપલબ્ધતા અને વ્યસન છોડાવવા માટે તેમજ તેમના પુનરુત્થાન કાર્યક્રમો દ્વારા યોગ્ય સહાયતા મળે છે.
  • આ પ્રકારની મદદ મળવાથી અસરગ્રસ્ત વ્યક્તિ તેના પૂરતા પ્રયત્નો અને દઢ મનોબળથી તેનું આ તંદુરસ્ત જીવન જીવી શકે છે.

GSEB Class 12 Biology માનવ સ્વાસ્થ્ય અને રોગો NCERT Exemplar Questions and Answers

બહુવિકલ્પ પ્રશ્નો (MCQs)

પ્રશ્ન 1.
સ્વાથ્ય’ શબ્દને ઘણી રીતે સમજાવી શકાય. તંદુરસ્તીની વધુ ચોક્કસ વ્યાખ્યાનીચે પૈકીકઈ છે?
(A) તંદુરસ્તી એટલે શરીર અને મગજની સંતુલિત સ્થિતિ દર્શાવે છે.
(B) તંદુરસ્તી એટલે હસતાં ચહેરાનું પરાવર્તન છે.
(C) તંદુરસ્તી એટલે ભૌતિક, માનસિક અને સામાજિક સ્વસ્થતાની સંપૂર્ણ સ્થિતિ દર્શાવે છે.
(D) તંદુરસ્તી એટલે આર્થિક સદ્ધરતાનું સૂચક.
જવાબ
(C) તંદુરસ્તી એટલે ભૌતિક, માનસિક અને સામાજિક સ્વસ્થતાની સંપૂર્ણ સ્થિતિ દર્શાવે છે.
સ્વાસ્થ શબ્દનો અર્થ માત્ર રોગની અનઉપસ્થિતિ કે શારીરિક સ્વસ્થતા નથી. સ્વાથ્ય એટલે સંપૂર્ણ રીતે ભૌતિક, માનસિક અને સામાજિક સ્વસ્થતાની સ્થિતિ. જ્યારે વ્યક્તિ નીરોગી હોય છે ત્યારે તે ખુશ હોય છે અને કામ પર વધુ કાર્યક્ષમ હોય છે. જે ઉત્પાદકતામાં વધારો કરે છે અને આર્થિક સમૃદ્ધિ લાવે છે.

પ્રશ્ન 2.
વનસ્પતિઓ અને પ્રાણીઓમાં રોગપ્રેરતા સજીવોને શું કહે છે?
(A) રોગકારકો
(B) વાહકો
(C) કટકો
(D) કૃમિઓ
જવાબ
(A) રોગકારકો
બૅક્ટરિયા, વાઇરસ, ફૂગ, પ્રજીવો વગેરે વનસ્પતિઓ અને પ્રાણીઓમાં રોગ થવા માટે જવાબદાર છે. આવા રોગ માટે જવાબદાર સજીવોને રોગકારકો કહે છે. જ્યારે વાહકો એ રોગનો ફેલાવો કરે છે જે કીટકો અથવા કૃમિઓ હોઈ શકે છે.

પ્રશ્ન 3.
ટાઇફોઈડના નિદાન માટે ઉપયોગમાં લેવાતી ક્લિનિકલ કસોટીને શું કહે છે?
(A) ELISA
(B) ESR
(C) PCR
(D) વિડાલ (Widal)
જવાબ
(D) વિડાલ(Widal)
ટાઇફૉઈડના નિદાન માટે વિડાલ કસોટીનો ઉપયોગ થાય છે. એલિઝા કસોટી AIDS ની સારવાર માટે ઉપયોગમાં લેવાય છે. PCR એ સજીવની જનીન શૃંખલાને ઓળખવામાં ઉપયોગી છે. ESR એ એક પ્રકારની રૂધિર ચકાસવા માટેની કસોટી છે.

પ્રશ્ન 4.
રોગોને મોટે ભાગે ચેપી રોગો અને બિનચેપી રોગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. નીચે આપેલ યાદીમાંથી ચેપગ્રસ્ત રોગોને ઓળખો:
(i) કેન્સર
(i) ઇન્ફલુએન્ઝા
(ii) એલર્જી
(iv) શીળા (small pox)
(A) i અને ii
(B) ii અને iii
(C) iii અને iv
(D) ii અને iv
જવાબ
(D) ii અનેv

  • ઇન્ફલુએન્ઝા એ સામાન્ય રીતે લૂ તરીકે ઓળખાતો ચેપી રોગ છે જે ઇન્ફલુએન્ઝા વાઇરસને લીધે થાય છે.
  • શીતળા એ ગંભીર ચેપી રોગ છે જેમાં ચહેરા, હાથ અને પગ પર ફોલ્લીઓ જોવા મળે છે. જે વેરિઓલા વાઇરસ દ્વારા થાય છે. રોગીની : છીંક, લાળ અને દૂષિત શરીર પ્રવાહી દ્વારા ફેલાય છે.
  • કૅન્સર એ અનિયંત્રિત રીતે વિભાજન પામતા અને વિભેદીકરણ ન પામતા કોષોનો સમૂહ છે જે બિનચેપી રોગ છે.
  • ઍલર્જી એ પર્યાવરણમાં હાજર રહેલા કેટલાક પ્રતિજન પ્રત્યે શરીરના : પ્રતિકાર તંત્ર દ્વારા અપાતા વધુ પડતો પ્રતિચાર છે. જે બિનચેપી છે.

પ્રશ્ન 5.
જ્યારે માદા એનાફિલિસ મચ્છર માનવને કરડે છે, ત્યારે ; સ્પોરોઝોઇટ્સને કારણે ચેપ લાગે છે. આ સ્પોરોઝોઇટ્સ શામાં સર્જાય છે?
(A) માનવના યકૃતમાં
(B) મચ્છરના RBCsમાં
(C) મચ્છરની લાળગ્રંથિમાં
(D) મચ્છરના આંતરડામાં
જવાબ
(C) મચ્છરની લાળગ્રંથિમાં
જ્યારે માદા એનાફિલિસ મચ્છર કોઈ ચેપી વ્યક્તિને કરડે છે ત્યારે તે : પરોપજીવી માદા મચ્છરના પેટમાં વિકાસ અને ગુણન પામે છે અને લાળગ્રંથિઓમાં સંગ્રહ પામે છે અને ત્યારબાદ સ્પોરોઝોઇટસર્જે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો

પ્રશ્ન 6.
ચિકનગુનિયા રોગકોના દ્વારા વહન પામે છે?
(A) ઘરમાખીઓ
(B) એડિસ મચ્છર
(C) વંદા
(D) માદા એનાફિલિસ
જવાબ
(B) એડિસ મચ્છર
એડીસ મચ્છર એ ચિકનગુનિયાનો ફેલાવો કરતા વાહક છે. ઘરમાખી એ કૉલેરાનો ફેલાવો કરે છે. વંદો કમળાનો ફેલાવો કરે છે અને માદા એનોફિલિસ એ મેલેરિયાનો ફેલાવો કરતાવાહક છે.

પ્રશ્ન 7.
દર્દીમાં લક્ષણોનાં અવલોકન દ્વારા ઘણા રોગોનું નિદાન થાય છે. નીચે આપેલકયું જૂથન્યુમોનિયાનાં લક્ષણો ધરાવે છે?
(A) શ્વસનમાં મુશ્કેલી થવી, તાવ આવવો, ઠંડી લાગે, કફ થવો, માથું દુ:ખવું.
(B) કબજિયાત, ઉદરપ્રદેશમાં દુઃખાવો, સ્નાયુઓ જકડાઈ જવાં, રુધિર ગંઠાઈ જવું.
(C) નાસિકામાર્ગ બંધ થવો અને સ્રાવ થવો, કફ થાય, કબજિયાત, માથું દુઃખે.
(D) તીવ્ર તાવ આવે, અશક્તિ જણાય, જઠરમાં દુઃખાવો રહે, ભૂખ ન લાગવી અને કબજિયાત રહે
જવાબ
(A) શ્વસનમાં મુશ્કેલી થવી, તાવ આવવો, ઠંડી લાગે, કફ થવો, માથું દુઃખવું.

પ્રશ્ન 8.
કયાં જનીનોને કારણે કેન્સર થાય છે?
(A) બંધારણીય જનીનો
(B) અભિવ્યક્ત થતાં જનીનો
(C) ઓન્કોજીન્સ (કેન્સરપ્રેરક જનીનો)
(D) નિયામકી જનીનો
જવાબ
(C) ઓન્કોજીન્સ (કેન્સર પ્રેરક જનીનો)
સામાન્ય કોષોમાં કોષીય ઓન્કોજિન્સ અથવા પ્રોટો-ઓન્કોજિન્સ આવેલા હોય છે. કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં સક્રિય થાય છે ત્યારે સામાન્ય કોષોને તે કૅન્સગ્રસ્ત કોષોમાં ફેરવે છે.

પ્રશ્ન 9.
મેલિગ્નન્ટ ગાંઠોમાં કોષો ફેલાવો પામે, ઝડપી વૃદ્ધિ પામે અને શરીરના અન્ય ભાગોમાં પ્રસરીનવીગાંઠોનું નિર્માણ કરે છે: રોગની આ અવસ્થાને શું કહે છે?
(A) મેટાજિનેસિસ
(B) મેટાસ્ટેસિસ (રોગવ્યાપ્તિ)
(C) ટેરાટોજિનેસિસ
(D) માઇટોસિસ
જવાબ
(B) મેટાસ્ટેસિસ (રોગવ્યાપ્તિ)

પ્રશ્ન 10.
મનોચિકિત્સક દ્વારા જ્યારે દેખીતી રીતે તંદુરસ્ત દેખાતી વ્યક્તિનું નિદાન અસ્વસ્થ વ્યક્તિ તરીકે થાય છે, તો તેના માટેનું કારણ શું છે?
(A) દર્દી તેના કાર્ય માટે સક્ષમ નથી.
(B) દર્દી આર્થિક રીતે સદ્ધર હોતો નથી.
(C) દર્દીની વર્તણૂક અને સામાજિક દષ્ટિએ સામાન્ય દેખાતો નથી.
(D) તે રમતોમાં રસ લેતો નથી.
જવાબ
(C) દર્દીની વર્તણૂક અને સામાજિક દૃષ્ટિએ સામાન્ય દેખાતો નથી.’

પ્રશ્ન 11.
નીચે આપેલ પૈકી કયાં કારણો સંધિવા માટેનાં છે? સાચો વિકલ્પ પસંદ કરો.
(i) સ્વજાત કોષો અને રોગકારકો કે પરજાત અણુઓમાં ભેદ પારખવાની ક્ષમતા વધે છે.
(ii) સ્વજાતકોષો શરીર પર આક્રમણ કરે છે.
(iii) શરીરમાં વધુ એન્ટિબોડી ઉત્પન્ન થાય છે.
(iv) રવજાત કોષો અને રોગકારકો કે વિદેશી અણુઓમાં ભેદ પારખવાની ક્ષમતા ગુમાવે છે.
(A) i અને ii
(B) ii અને iv
(C) iii અને iv
(D) i અને iii
જવાબ
(B) ii અને iv
કેટલીક વખત શરીર પોતાના જ કોષો પર હુમલો કરે છે જેના પરિણામે શરીરને નુકસાન થાય છે. જેને સ્વપ્રતિરક્ષા રોગ કહે છે. ક્યારેક કોષો તેમની સ્વજાત અને પરજાત અણુઓ વચ્ચેનો ભેદ પારખવાની ક્ષમતા ગુમાવે છે જેને લીધે શરીરને નુકસાન થાય.

GSEB Solutions Class 12 Biology Chapter 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો

પ્રશ્ન 12.
HIV દ્વારા AIDS થાય છે. નીચે આપેલ પૈકી કયું એક HIVના વહન માટે જવાબદાર નથી?
(A) ચેપગ્રસ્ત રુધિરાધાન
(B) ચેપયુક્ત સોયના ઉપયોગથી
(C) રોગકારક વ્યક્તિઓ સાથે હસ્તધૂનન કરવું.
(D) રોગકારક વ્યક્તિઓ સાથેનો લેગિંક સંબંધ
જવાબ
(C) રોગકારક વ્યક્તિઓ સાથે હસ્તધૂનન કરવું.

  • – એઇડ્ઝના ફેલાવા માટેનાં કારણો આ મુજબ છેઃ
    1. ચેપી વ્યક્તિ સાથેના જાતીય સંબંધથી
    2. દૂષિત રુધિર અને તેની નીપજોના ઉપયોગથી
    3. ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાયેલ સીરિંજ કે સોયનો ઉપયોગ નશાકારકો દ્વારા કરવાથી
    4. રોગિષ્ઠ માતાના ગર્ભસ્થ શિશુને જરાયુદ્વારા સંક્રમિત કરવાથી
  • AIDS માત્ર સ્પર્શ કે ભૌતિકસંપર્કથી ફેલાતો નથી, તે માત્ર દેહપ્રવાહી દ્વારા ફેલાય છે. રોગિષ્ઠ વ્યક્તિ સાથે હાથ મિલાવવાથી AIDS નો ફેલાવો થતો નથી.

પ્રશ્ન 13.
નશાકારક પદાર્થ‘એક’ શેમાંથી મેળવાય છે?
(A) પાપાવર સોમનીફેરમનું ક્ષીર (દુગ્ધ)
(B) કેનાલિસ સટાઇવાનાં પર્ણો
(C) ધતૂરાનાં પુષ્પો
(D) ઇરિશ્રોઝાયલમ કોકાનાં ફળોમાંથી
જવાબ
(A) પાપાવર સોમનીફેરમનું ક્ષીર (દુગ્ધ)
હેરોઇન જેને મેક કહે છે તે રાસાયણિક રીતે ડાયએસિટાઇલ મોર્ફિન છે જે સફેદ, વાસન, કડવું, સ્ફટિકમય સંયોજન છે. તે પાપાવર સોમનીફેરમ વનસ્પતિના ક્ષીરમાંથી મેળવવામાં આવે છે.

પ્રશ્ન 14.
વાઇરસના ચેપગ્રસ્ત કોષ દ્વારા ઉત્પન્ન થતું દ્રવ્ય કે જે બીજાકોષોને ચેપગ્રસ્તતા સામે રક્ષણ આપે છે. તેદ્રવ્ય કયું છે?
(A) સેરોટોનિન
(B) કોલોસ્ટ્રમ
(C) ઇન્ટરફેરોન
(D) હિસ્ટેમાઇન
જવાબ
(C) ઇન્ટરફેરોન
કોષરસીય અંતરાયમાં ઇન્ટરફેરોનનો સમાવેશ થાય છે. આ એવું પ્રોટીન છે જે વાઇરસગ્રસ્ત કોષો દ્વારા સ્રાવ થાય છે અને અન્ય બિનચેપી કોષોને વાઇરસના ચેપથી રક્ષિત કરે છે.

પ્રશ્ન 15.
દનો જીવ બચાવવા માટે કરેલપેશી/અંગોનું પ્રત્યારોપણ ઘણી વાર દર્દી દ્વારા આવી પેશી/અંગોને નકારી કાઢવામાં આવવાથી નિષ્ફળ જાય છે. કયા પ્રકારની રોગ પ્રતિકારકતા આ પ્રતિચાર માટે જવાબદાર છે?
(A) સ્વ પ્રતિકારકતા પ્રતિચાર
(B) તરલ પ્રતિકારકતા પ્રતિચાર
(C) દેહધાર્મિક પ્રતિકારકતા પ્રતિચાર
(D) કોષીય પ્રતિકારકતા પ્રતિચાર
જવાબ
(D) કોષીય પ્રતિકારકતાપ્રતિચાર
કોઈ પણ સ્રોત – પશુ, અન્ય પ્રાઇમેટ કોઈ પણ મનુષ્ય જાતિના અંગનું પ્રત્યારોપણ બીજી વ્યક્તિમાં થઈ શકતું નથી. કારણ કે, તરત કે પછી દર્દીનું શરીર તે અંગને નકારશે. કોઈ પણ પ્રત્યારોપણ પહેલા પેશીની સંગતતા અને રુધિર સંગતતા અતિઆવશ્યક હોય છે. શરીર સ્વજાત અને પરજાતનો ભેદ પારખવા સક્ષમ છે અને કોષીય મધ્યસ્થી કરે તેવી પ્રતિકારકતા કરવા માટે જવાબદાર છે.

પ્રશ્ન 16.
નવજાત શિશને કેટલાક રોગો સામે રક્ષણ પૂરું પાડવા, કોલોસ્ટ્રમમાં હાજર એન્ટિબોડી…
(A) IgGપ્રકાર
(B) IgAપ્રકાર
(C) IgDપ્રકાર
(D) IgEપ્રકાર
જવાબ
(B) IgAપ્રકાર

  • દુગ્ધગ્નવણના પ્રારંભિક દિવસોમાં માતાના સ્તનમાંથી સ્રવતું પીળાશ પડતું પ્રવાહી કોલોસ્ટ્રોમમાં ઍન્ટિબૉડી IgA વિપુલ માત્રામાં હોય છે. જે શિશુને રક્ષિત કરે છે.
  • IgG એ કુલ Ig ના 80 ટકા પ્રમાણ ધરાવે છે જે સીરમમાં જોવા મળે છે. IgA કુલ Ig ના 15-20 ટકા પ્રમાણ ધરાવે છે જે લાળરસ અને અશ્રુમાં જોવા મળે છે. IgD અને IgE કુલ ઍન્ટિબૉડી ના 2-3 ટકા હોય છે જે મોટા ભાગના કોષોમાં અને સીરમ (લોહી ગંઠાય ત્યારે છૂટું પડતું પ્રવાહી)માં જોવા મળે છે.

પ્રશ્ન 17.
તમાકુના સેવનથી એડ્રિનાલિન અને નોરએડ્રિનાલિનના સ્રાવને પ્રેરવા માટે જવાબદાર ઘટકકયો છે?
(A) નિકોટીન
(B) ટેનિક ઍસિડ
(C) ક્યુરામીન
(D) કેટેચીન
જવાબ
(A) નિકોટીન
નિકોટીન દ્વારા એડ્રિનલ ગ્રંથિને ઉત્તેજના મળતા તે એડ્રિનાલિન અને નોરએપ્રિનાલિનને રુધિરમાં મુક્ત કરે છે. ટેનિક ઍસિડ એ એક પ્રકારનો પોલીફિનોલ છે. યુરામન દર્દશામક છે જ્યારે કેટેકાઇન ઍન્ટિઑક્સિડન્ટ છે.

GSEB Solutions Class 12 Biology Chapter 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો

પ્રશ્ન 18.
સાપના ઝેરની સામે અપાતા એન્ટિ વેનમ (વિષવિરોધક દ્રવ્ય) શું ધરાવે છે?
(A) એન્ટિજન
(B) ઍન્ટિજન ઍન્ટિબૉડી સંકુલો
(C) ઍન્ટિબૉડીઝ
(D) ઉન્સેચકો
જવાબ
(C) ઍન્ટિબોડીઝ

પ્રશ્ન 19.
નીચે આપેલા પૈકીકઈ એક લસિકાપેશીનથી?
(A) બરોળ
(B) કાકડા
(C) સ્વાદુપિંડ
(D) થાયમસ
જવાબ
(C) સ્વાદુપિંડ

પ્રશ્ન 20.
નીચે આપેલ પૈકી કઈ એક ગ્રંથિ જન્મસમયે મોટા કદની હોય છે, પરંતુ વય વધતા તેનું કદ ઘટતું જાય છે?
(A) પિનિયલ
(B) પિટ્યુટરી
(C) થાયમસ
(D) થાઇરૉઇડ
જવાબ
(C) થાયમસ

થાયમસ એ હૃદયની નજીક અને છાતીના અસ્થિની નીચે છે ગોઠવાયેલ છે. થાયમસ ગ્રંથિનું કદ જન્મસમયે મોટું હોય છે પરંતુ ઉંમર ! વધવાની સાથે તે નાની થતી જાય છે અને કિશોરાવસ્થાએ તે ખૂબ નાના કદની બને છે. જ્યારે પિનિયલ, પિટ્યુટરી ગ્રંથિ અને થાઇરોઇડ ગ્રંથિના કદમાં કોઈ જ ફેરફાર થતો નથી.

પ્રશ્ન 21.
હિમોઝોઇન એટલે શું છે? .
(A) હિમોગ્લોબિનની એક પદ્ધતિ
(B) સ્ટ્રેપ્ટોકોક્સથી અસરગ્રસ્ત કોષોમાંથી મુક્ત થતું વિષ
(C) પ્લાઝમોડિયમથી અસરગ્રસ્ત કોષોમાંથી મુક્ત થતું વિષ
(D) હિમોફિલસથી અસરગ્રસ્ત કોષોમાંથી મુક્ત થતું વિષ
જવાબ
(C) પ્લાઝમોડિયમથી અસરગ્રસ્ત કોષોમાંથી મુક્ત થતું વિષ
હિમોઝોઇન એ એક વિષ છે જે પ્લાઝમોડિયમની જાતિ દ્વારા મુક્ત : થાય છે. જેને અનુસરીને દર3 થી 4 દિવસે ઠંડી લાગે છે અને વધુ તાવ પ્રેરાય છે.

પ્રશ્ન 22.
નીચે આપેલા પૈકી એક દાદર માટેનો સજીવનથી?
(A) માઈક્રોસ્પોરમ
(B) ટ્રાયકોફાયટોન
(C) એપિડફાયટોન
(D) મેક્રોસ્પોરમ
જવાબ
(D) મેક્રોસ્પોરમ
માઈક્રોસ્પોરમ, ટ્રાયકોફાયટોન અને એપિડફાયટોન જેવા સજીવ દાદર માટે જવાબદાર છે જયારે મેક્રોસ્પોરમ એ આર્થિક રીતે મહત્ત્વ ધરાવતી વનસ્પતિઓમાં રોગપ્રેરે છે.

પ્રશ્ન 23.
સિકલસેલ એનીમિયાથયેલ વ્યક્તિને ………………………….
(A) મેલેરિયા થવાની વધુ સંભાવના
(B) ટાઈફૉઈડ થવાની વધુ સંભાવના
(C) મેલેરિયા થવાની ઓછી સંભાવના
(D) ટાઈફૉઈડ થવાની ઓછી સંભાવના
જવાબ
(C) મેલેરિયા થવાની ઓછી સંભાવના
સિકલ-સેલ એનીમિયા એ મેલેરિયા સાથે સંબંધિત છે. સિકલ-સેલ એનીમિયાથી પિડાતી વ્યક્તિ મેલેરિયા સામે પ્રતિરોધક હોય છે. સિકલસેલ એનીમિયા દરમિયાન રક્તકણના આકાર બદલાઈ જાય છે જેથી પ્લાઝમોડિયમ તેની અસર દર્શાવી શકતું નથી.

GSEB Solutions Class 12 Biology Chapter 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો

અતિ ટૂંકજવાબી પ્રશ્નો (VSQs)

પ્રશ્ન 1.
કેટલાક રોગકારકો તેની પેશી/અંગો માટે વિશિષ્ટતા ધરાવે છે.” આવિધાનની યથાર્થતા માટે યોગ્યઉદાહરણ આપો.
ઉત્તર:
અમુક રોગકારકો ચોક્કસ પેશી/અંગમાં જ જોવા મળે છે અને તેઓ યજમાનના અંતઃ પર્યાવરણ અનુસાર પોતાનું જીવન અનુકૂલિત કરે છે. ઉદાહરણ તરીકે જે રોગકારક આંત્રમાર્ગમાં પ્રવેશે છે. તેઓની જઠરના નિમ્ન pHમાં જીવંત રહેવાની અને ભિન્ન પાચક ઉન્સેચકોનો પ્રતિરોધ કરવાની ક્ષમતા હોવી જોઈએ.

પ્રશ્ન 2.
એક વ્યક્તિનું પ્રતિકારતંત્ર નબળું છે. ELISA કસોટીમાં તે વ્યક્તિ રોગકારક માટે પૉઝિટિવછે.
(a) દર્દીને રોગમાંથી પસાર થાય છે, તેનું નામ આપો.
(b) તેના માટે જવાબદાર સજીવકયો છે?
(c) રોગકારક દ્વારા શરીરનાકયાકોષો અસરગ્રસ્ત બને છે?
ઉત્તર:
કોઈ વ્યક્તિનું પ્રતિકારકતંત્ર નબળું છે. એલિઝા કસોટી દરમિયાન તે રોગકારક પ્રત્યે હકારાત્મકતા દર્શાવે છે.
(a) દર્દી AIDS થી પીડાય છે
(b) AIDS એ હ્યુમન ડેફિસિયન્સી વાઇરસથી થતો રોગ છે.
(c) રોગકારકો મેક્રોફેઝ અને ટી-લસિકા કોષો પર હુમલો કરે છે.

પ્રશ્ન 3.
B- કોષો અનેT- કોષો ક્યાં સર્જાય છે? તેઓ એકબીજાથી ભિન્ન કઈ રીતે છે?
ઉત્તર:
B-લસિકા કોષો અને T- લસિકા કોષો બંને અસ્થિમજ્જામાં ઉત્પન્ન થાય છે.

B – લસિકાકોષ T – લસિકાકોષ
(1) B-લસિકા કોષો અસ્થિમજ્જામાં પરિપક્વ થાય છે. (1) T-લસિકા કોષો થાયમસ ગ્રંથિમાં પરિપકવ થાય છે.
(2) તે એન્ટિજનસામે ઍન્ટિબૉડીનું નિર્માણ કરે છે. (2) તે સીધા જઍન્ટિજન સામે લડે છે અથવા B-લસિકા કોષોને એન્ટિબૉડી ઉત્પન્ન કરવા પ્રેરે છે.
(3) તેઓ અંગ પ્રત્યારોપણ દરમિયાન પ્રતિક્રિયા દર્શાવતા નથી. (3) તેઓ અંગ પ્રત્યારોપણ દરમિયાન પ્રતિક્રિયા  દર્શાવે છે.
(4) તેઓ તરલ પ્રતિકારકતા પ્રતિચાર દર્શાવે છે. (4) તેઓ કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા દર્શાવે છે.

પ્રશ્ન 4.
નીચે રોગકારક અને તેના દ્વારા થતા રોગ માટેની જોડ આપેલ છે. આમાંથી કઈ જોડ સંગતનથી અને શા માટે?
(a) વાઇરસ – સામાન્ય શરદી
(b) સાભોનેલા – ટાઇફોઈડ
(c) માઇક્રોસ્પોરમ – હાથીપગો(ફિલારીઆસિસ)
(d) પ્લાઝમોડિયમ – મેલેરિયા
ઉત્તર:

  • (c) માઇક્રોસ્પોરમ-હાથીપગો (ફિલારીઆસિસ)
  • વૃકેરેરિયા ફિલારીઅલ કૃમિ છે. જેઓ પશ્ચઉપાંગોની લસિકાવાહિનીઓમાં ધીમે-ધીમે દીર્ઘકાલીન સોજો સર્જી વર્ષો સુધી તેઓ યજમાનમાં રહે છે. જેથી આ રોગને હાથીપગો કેફિલારીઆસિસ કહે છે.
  • જ્યારે માઇક્રોસ્પોરમ, ટ્રાયકોફાયટોન અને એપિડફાયટોન જેવી ફૂગ મનુષ્યમાં દાદર માટે જવાબદાર છે.

પ્રશ્ન 5.
એક વ્યક્તિના શરીરમાંથી થાયમસ ગ્રંથિને દૂર કરવામાં આવે, તો પ્રતિકારકતંત્રમાં શું થશે?
ઉત્તર:
જો થાયમસ ગ્રંથિ વ્યક્તિના શરીરમાંથી દૂર થઈ જાય તો પ્રતિકારક તંત્ર નબળું પડે છે અને વ્યક્તિનું શરીર ચેપી રોગ પ્રત્યે વધુ પ્રભાવિત થાય છે.

પ્રશ્ન 6.
ખોરાકની સાથે માનવના પાચનમાર્ગમાં ઘણા સૂક્ષ્મ રોગકારકો પ્રવેશે છે. આવા રોગકારકો સામે શરીરને રક્ષિત કરવાના અંતરાયો કયા છે ? આ કિસ્સામાં તમે કયા પ્રકારની પ્રતિકારકતાનું અવલોકનકરો છો?
ઉત્તર:

  • ખોરાકની સાથે ઘણાબધા સૂક્ષ્મ રોગકારકો મનુષ્યના પાચનમાર્ગ સુધી પહોચે છે:
  • આવા રોગકારકો સામે રક્ષણ મેળવવા માટે નીચે પ્રમાણેના અંતરાયો જોવા મળે છે :
    1. જઠરાંત્રીય માર્ગના અસ્તરમાં આવેલ અધિચ્છદ પેશીનું ક્ષેખાવરણ શરીરમાં પ્રવેશતા જીવાણુઓને અટકાવવામાં મદદ કરે છે.
    2. મુખમાંની લાળ અને જઠરમાંથી સ્રવતો જઠરરસનો હાઇડ્રોક્લોરિક ઍસિડએ સૂક્ષ્મજીવોની વૃદ્ધિને અવરોધે છે.
  • આવા કિસ્સામાં જન્મજાત પ્રતિકારકતા જોવા મળે છે. તે જન્મથી જ જોવા મળે છે અને પિતૃપેઢી દ્વારા આનુવંશિક રીતે મળે છે. આ પ્રતિકારકતા સમગ્ર જીવન સુધી જોવા મળે છે.

પ્રશ્ન 7.
નવજાત શિશુ માટે માતાના દૂધને શા માટે સૌથી યોગ્ય ખોરાક તરીકે ગણવામાં આવે છે?
ઉત્તર:
દુષ્પગ્નવણના પ્રારંભિક દિવસોમાં માતાના સ્તનમાંથી સ્રવતું પીળાશ પડતું પ્રવાહી કોલોસ્ટ્રોમમાં ઍન્ટિબૉડી IgA વિપુલ માત્રામાં હોય છે જે શિશુને રક્ષિત કરે છે તેથી નવજાત શિશુ માટે માતાનું દૂધ યોગ્ય ખોરાક છે.

GSEB Solutions Class 12 Biology Chapter 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો

પ્રશ્ન 8.
ઇન્ટરફેરોન્સ એટલે શું? ઇન્ટરફેરોન્સ નવા કોષોમાં ચેપ કઈ રીતે ઘટાડે છે?
ઉત્તર:
વાઇરસ ચેપ દરમિયાન આપણું શરીર ઇન્ટરફેરોન તરીકે ઓળખાતા ગ્લાયકોપ્રોટીન ઉત્પન્ન કરે છે. આવા પ્રકારના અવરોધને કોષરસીય અંતરાય કહે છે. ઇન્ટરફેરોન અન્ય બિનચેપી કોષોને વાઇરસના ચેપથી રક્ષિત કરે છે.

પ્રશ્ન 9.
આકૃતિમાં એન્ટિબોડી અણુની સંરચના દશવિલી છે. તેમાં A, B, અનેdભાગોનાં નામ આપો.
GSEB Solutions Class 12 Biology Chapter 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો 3
ઉત્તર:
(A) ઍન્ટિજન બાઇન્ડિંગ સાઇટ (B) હળવી શૃંખલા (C) ભારે શૃંખલા.

પ્રશ્ન 10.
જો એક બંધાણી વ્યક્તિને નિયમિત રીતે નશાકારક પદાર્થ કે આલ્કોહોલ તેને પ્રાપ્ત ન થાય, તો તે કેટલાંક વિડ્રોઅલ લક્ષણો (વિનાશક) ધરાવે છે. આવાં કોઈ પણ ચાર વિડ્રોઅલ લક્ષણો જણાવો.
ઉત્તર:
વિડ્રોઅલ લક્ષણો નીચે પ્રમાણે છે :

  1. બેચેની
  2. કંપારી
  3. ઉબકા
  4. પરસેવો.

પ્રશ્ન 11.
આબોહવાના પરિવર્તન દરમિયાન શા માટે એક વ્યક્તિને સલાહ આપવામાં આવે છે કે તેણે બંધ, ટોળાયુક્ત અને વાતાનુકૂલિત જગ્યા જેમકેસિનેમાહોલમાં જવાનું ટાળવું. ચર્ચા.
ઉત્તર:
હવામાન બદલાતી વખતે બંધ, ટોળાયુક્ત અને વાતાનુકૂલિત કરેલા સ્થળોએ જવાનું ટાળવું જોઈએ. કારણ કે, બદલાતી ઋતુ એવો સમય છે જ્યારે ચેપી કારકો વધુ સક્રિય હોય છે અને ભેજવાળા વાતાવરણમાં રોગકારકો ઝડપથી વૃદ્ધિ પામે છે. જયારે વ્યક્તિનું શરીર આ નવા વાતાવરણ સાથે અનુકૂલન સાધવામાં વ્યસ્ત હોય છે તેથી રોગકારકો સરળતાથી ચેપ લગાડી શકે છે.

પ્રશ્ન 12.
માનવવસ્તીમાંથી નુકસાનકારક સિકલ-સેલ એનીમિયા માટેનો વૈકલ્પિક કારક છે, તેને દૂર કરી શકતો નથી. આવા અસરગ્રસ્ત લોકો કેટલાક અન્ય ફાયદાપણ પ્રાપ્તકરે છે. તેની ચર્ચાકરો.
ઉત્તર:

  • સિકલસેલ એનીમિયા નુકસાનકારક હોવા છતાં માનવવસ્તીમાં જોવા મળે છે. કારણ કે, આવી વિકૃતિ અમુક પરિસ્થિતિમાં ફાયદાકારક પણ હોયછે.
  • વિકૃત Hb5 પ્રકારનું હિમોગ્લોબિન ઉષ્ણકટિબંધીય આફ્રિકામાં ઉચ્ચ આવર્તન પર જોવા મળે છે.
  • હિમોગ્લોબિનના બંને વિષમયુગ્મી (HBS/HbA) કારકો મેલેરિયા ચેપ સામે પ્રતિકાર દર્શાવે છે. કારણ કે શરીર પ્લાઝમોડિયમ ફેલ્સિપેરમ દ્વારા ચેપગ્રસ્ત કોષને વિનાશ માટે લક્ષ્ય રાખે છે.
  • તેનાથી વિપરીત વ્યક્તિ સમયુગ્ધકારકો (HBA/HbA) ધરાવતા હિમોગ્લોબિનને લીધે મેલેરિયાનો ચેપ જોવા મળે છે જેને લીધે બાળપણમાં ઉચ્ચ મૃત્યુદર જોવા મળે છે.
  • આમ, સિકલ-સેલ માટેના વિષમયુગ્મીકારકોને જાળવવામાં આવે છે.

પ્રશ્ન 13.
લસિકા ગાંઠો દ્વિતીય લસિકા અંગો છે. આપણા પ્રતિકારકતા પ્રતિચારમાં લસિકાગાંઠોની ભૂમિકા સમજાવો.
ઉત્તર:
લસિકા ગાંઠો એ દ્વિતીય લસિકા અંગો છે. લસિકા ગાંઠ લસિકાતંત્રમાં વિવિધ સ્થાને આવેલ નાની સખત રચના છે. લસિકા ગાંઠ લસિકા અને પેશીય જળમાં રહેલ સૂક્ષ્મજીવો કે અન્ય ઍન્ટિજનોને જકડી રાખે છે. લસિકા ગાંઠમાં પકડાયેલ ઍન્ટિજન ત્યાં રહેલ લિમ્ફોસાઇટને સક્રિય કરે છે અને આલિમ્ફોસાઇટપ્રતિકારક પ્રતિચાર આપે છે.

પ્રશ્ન 14.
શામાટે એન્ટિબોડી અણુનુંH2L2 તરીકે પ્રતિનિધિત્વદર્શાવાય છે?
ઉત્તર:
પ્રત્યેક ઍન્ટિબૉડીની રચનામાં બે નાની હળવી શૃંખલા અને બે ભારે શૃંખલાઓ આવેલી હોય છે. માટે તેને H2L2 સ્વરૂપે દર્શાવવામાં આવે છે.

પ્રશ્ન 15.
પ્રતિકારક તંત્રના અર્થમાં “મૃતિ’ શબ્દનો અર્થ શું છે?
ઉત્તર:
જયારે આપણું શરીર પહેલીવાર કોઈ રોગકારકના સંપર્કમાં આવે છે ત્યારે પહેલો પ્રતિચાર આપે છે જેને નિમ્ન તીવ્રતાનો પ્રાથમિક પ્રતિચાર કહે છે. ત્યારબાદ તે જ રોગકારકનો સામનો થાય ત્યારે ઉચ્ચ તીવ્રતાનો સ્મૃતિ આધારિત અનિયમિત પ્રતિચાર આપે છે. આમ આપણા શરીરને પ્રથમ હુમલાની સ્મૃતિ હોયછે.

GSEB Solutions Class 12 Biology Chapter 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો

પ્રશ્ન 16.
જો દર્દીને એન્ટિ રિટ્રોવાઇરલ થેરાપીની સલાહ અપાયેલ હોય, તો તે કયા રોગની ચેપગ્રસ્તતામાંથી પસાર થાય છે ? તેના રોગકારક સજીવનું નામ આપો.
ઉત્તર:
આવો દર્દી AIDS થી પીડિત હોય છે. જેના માટે HIV વાઇરસ જવાબદાર છે. તે રિટ્રોવાઇરસ સમૂહનોવાઇરસ છે.

ટૂંકજવાબી પ્રકારના પ્રશ્નો

પ્રશ્ન 1.
સક્રિયપ્રતિકારકતા અને નિક્રિયાપ્રતિકારકતાનો ભેદ આપો.
ઉત્તર:

સક્રિયપ્રતિકારકતા નિષ્ક્રિય પ્રતિકારકતા
(1) સક્રિય પ્રતિકારકતા ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે , ઍન્ટિજનસામે યજમાનનાદેહમાં ઍન્ટિબૉડીનું સર્જન થાય. (1) નિષ્ક્રિય પ્રતિકારકતા દરમિયાન શરીરમાં તૈયાર ઍન્ટિબૉડીને દાખલ કરવામાં આવે છે.
(2) સક્રિય પ્રતિકારકતા ધીમી હોય છે. (2) નિષ્ક્રિય પ્રતિકારકતાઝડપી હોય છે.
(3) તેની કોઈ આડઅસર જોવા મળતી નથી. (3) અમુકવખતે આડઅસર જોવા મળે છે.
(4) દા.ત., પોલિયો માટે રસીકરણ (4) દા.ત., ટિટેનસ ઍન્ટિટોક્સિન દ્વારા આપવામાં આવતી રોગપ્રતિકારકતા

પ્રશ્ન 2.
સૌમ્ય અને અસૌમ્યગાંઠનો ભેદ આપો.
ઉત્તર:

સાધ્ય ગાંઠ અસાધ્ય ગાંઠ
(1) આ ગાંઠ પોતાના મૂળ સ્થાને સીમિત રહે છે અને શરીરના અન્ય ભાગોમાં ફેલાતી નથી. (1) આ ગાંઠના કોષો શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે અને નવી ગાંઠોના સર્જનને પ્રેરે છે.
(2) ચોક્કસ કદ પ્રાપ્ત થયા પછી તેની વૃદ્ધિ અટકે છે. (2) તેની વૃદ્ધિ સતત ચાલુ રહે છે.
(3) તે શરીરમાં ઓછી જીવલેણ છે. (3) તે ખૂબ જ ભયજનક અને જીવલેણ છે.
(4) સાધ્ય ગાંઠનું નિદાન અસાધ્ય ગાંઠની સરખામણીમાં સરળ છે. (4) અસાધ્ય ગાંઠનું નિદાન ખૂબ જ કઠિન છે.

પ્રશ્ન 3.
શું તમે નિશ્ચિત કરી શકો છો કે, પ્રત્યક્ષ ધૂમ્રપાન કરતાં પરોક્ષ ધૂમ્રપાન વધુભયજનક છે? શા માટે?
ઉત્તર:

  1. પરોક્ષ ધૂમ્રપાન એ પણ સ્વાથ્ય માટે હાનિકારક છે. કારણ કે તે વ્યક્તિઓને ધૂમ્રપાનની સમાન હાનિકારક અસર માટે જોખમમાં નાખે છે.
  2. પરોક્ષ ધૂમ્રપાનનો અર્થ છે કે કોઈ એક જગ્યાએ કોઈ વ્યક્તિ ધૂમ્રપાન કરે છે અને આસપાસની હવામાં તે ધુમાડો ફેલાવે છે.
  3. આવો ધુમાડો એ વાયુકોષ્ઠો માટે હવાની જગ્યાને અવરોધે છે અને શ્લેષ્મના ગ્નાવને પ્રેરે છે. જેને લીધે ઉધરસ અને કફ થાય છે. જો આવી પરિસ્થિતિ વધુ સમય સુધી રહે તો એમ્ફિસેમા, શ્વસનમાર્ગ સંબંધિત ચેપ અને ફેફસાનું કેન્સર થઈ શકે છે.

પ્રશ્ન 4.
” સારવાર કરતાં અગમચેતીવધુ સારી.” ચર્ચાકરો.
ઉત્તર:
સારવાર કરતાં અગમચેતી વધુ સારી છે. કારણ કે, અમુક રોગો એ શરીરમાં પેશી કે અંગોને મોટું નુકસાન પહોંચાડે છે અને વિવિધ નકારાત્મક અસરો પેદા કરે છે. જેવી કે,

  1. જે – તે અંગેની કાર્ય કરવાની ક્ષમતા ઘટાડે છે.
  2. કાયમી ક્ષતિગ્રસ્ત અસર દર્શાવે છે.
  3. નકારાત્મકમાનસિક અને શારીરિક અસર
  4. નાણાકીય બોજ. આમ, સારવાર કરતાં અગમચેતી એ વધુ સારી છે.

પ્રશ્ન 5.
સૂક્ષ્મ જીવોના ચેપને નિયંત્રણ કરવા માટે વપરાતા કોઈ પણ ત્રણ માપદંડોની સમજૂતી આપો.
ઉત્તર:
(i) વ્યક્તિગત તેમજ જનસમુદાય સ્વચ્છતા જાળવવી. જેમાં,
(a) પીવા માટે શુદ્ધ પાણી અને ખોરાક વગેરેનો સમાવેશ થાય છે.
(b) ખાળકૂવા, ટાંકી વગેરેની સમયાંતરે સફાઈ
(c) નકામા તેમજ ઉત્સર્ગ પદાર્થોનો યોગ્ય નિકાલ.

(ii) રોગવાહકોના પ્રજનન સ્થળનું નિયંત્રણ. જેમાં,
(a) રહેણાંક વિસ્તારમાં અને તેની આસપાસ પાણીને જમા ન થવા દેવું.
(b) ઘરમાં વપરાતા કુલરની નિયમિત સફાઈ.

(ii) યોગ્ય રસીકરણ

પ્રશ્ન 6.
રિટ્રોવાઇરસનું રેપ્લિકેશન દર્શાવતી આકૃતિનું રેખાંકન આપેલ છે. અવલોકન કરી નીચેના પ્રશ્નોના જવાબ આપોઃ
(a) નીચે આપેલચાર્ટમાં (1) અને (2) જણાવો.
GSEB Solutions Class 12 Biology Chapter 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો 4
(b) શામાટે આવાઇરસને રિટ્રોવાઇરસ કહે છે?
(c) જ્યારે વાઇરસ સ્વયંજનન પામી મુક્ત થાય છે ત્યારે શું ચેપગ્રસ્ત કોષ જીવિત રહી શકે છે?
ઉત્તર:
(a) 1 : વાઇરલ DNA રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝની મદદથી ઉત્પન્ન થાયછે.
2 : નવું વાઇરલ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝની મદદથી ઉત્પન્ન થાય છે.

(b) આ વાઇરસને રિટ્રોવાઇરસ કહે છે. કારણ કે, તે પ્રસ્થાપિત
પ્રણાલી (સેન્ટ્રલ ડોગ્ગા)ને અનુસરતી નથી. (DNA → RNA → પ્રોટીન).
તેનું જનીન દ્રવ્ય RNA જે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝની મદદથી DNA બનાવે છે.

(c) હા, યજમાન કોષ વાઇરસના સ્વયંજનન અને મુક્ત થવા સુધી જીવિત રહે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો

પ્રશ્ન 7.
ઘણા ચેપગ્રસ્ત રોગોનું નિયંત્રણ કરવા અને ફેલાતા અટકાવવા માટે વ્યક્તિગત અને લોકોની સ્વાથ્ય સંભાળ લેવી આવશ્યક છે.” આવિધાનની યથાર્થતાયોગ્યઉદહારણો દ્વારા વર્ણવો.
ઉત્તર:
જે રોગ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં સરળતાથી ફેલાય છે, તેને ચેપી રોગ કહે છે. આવા રોગોના અટકાવ અને નિયંત્રણ માટે વ્યક્તિગત તેમજ જનસમુદાય સ્વચ્છતા જાળવવી જરૂરી છે. આ માટે, અમુકમાપદંડ નીચે પ્રમાણે છે:

  1. શિક્ષણ વ્યક્તિઓમાં યોગ્ય શિક્ષણ અનિવાર્ય છે જેથી તે આવા રોગો સામે પોતાને બચાવી શકે.
  2. એકલતા ચેપી વ્યક્તિને એકલતામાં રાખવું અનિવાર્ય છે જેથી ચેપનો ફેલાવો ઓછો થઈ શકે.
  3. રસીકરણ ચેપને દૂર કરવા યોગ્ય સમયે રસીકરણ જરૂરી છે.
  4. સ્વચ્છતા : ઘરના કે શહેરના કચરાનો યોગ્ય નિકાલ ખૂબ જ જરૂરી છે.
  5. વાહકોનું નિયંત્રણ રોગવાહકો અને તેમના પ્રજનન સ્થળોનું નિયંત્રણ અને તેમનો નાશ આવશ્યક છે.

પ્રશ્ન 8.
નીચે આપેલા કોષ્ટકમાં કેટલાક રોગો, તેમના રોગપ્રેરકો અને ચિહ્નો આપેલ છે.
GSEB Solutions Class 12 Biology Chapter 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો 5
GSEB Solutions Class 12 Biology Chapter 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો 6
ઉત્તર:
(a) આંતરિક રક્તસ્રાવ, સ્નાયુમય દુઃખાવો, તાવ, એનીમિયા, આંત્રમાર્ગમાં અવરોધ.
(b) દાદર
(c) સાલ્મોનેલા ટાઇફી
(d) તાવ, ઠંડી, કફ અને માથું દુઃખવું, તીવ્ર સ્થિતિમાં હોઠ અને આંગળીઓનાનખભૂખરાથી વાદળી થઈ જવા.
(e) સામાન્ય શરદી
(f) વૃકેરેરિયા

પ્રશ્ન 9.
નીચે એકનશાકારક પદાર્થની રેખાંકિતરચનાદશવેિલી છે?
(a) આનશાકારક પદાર્થકયાં જૂથનું પ્રતિનિધિત્વકરે છે?
(b) આનશાકારક પદાર્થોના ઉપયોગની પદ્ધતિઓ શું છે?
(c) આ નશાકારક પદાર્થના ઉપયોગથી શરીરનું કયું અંગ અસરગ્રસ્ત બને છે? તેનું નામ આપો.
GSEB Solutions Class 12 Biology Chapter 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો 7
ઉત્તર:

  1. આપેલ નશાકારક પદાર્થ, કેનાલિનોઇન્ટ્સ જૂથનું પ્રતિનિધિત્વ કરે છે.
  2. આ નશાકારક પદાર્થને અંતઃ શ્વસન અને મુખ અંતઃગ્રહણ દ્વારા લેવામાં આવે છે.
  3. આ નશાકારક પદાર્થથી, દૃય અને પરિવહનતંત્રને અસર થાય છે.

પ્રશ્ન 10.
CT અને MRIનું પૂર્ણ નામ આપો. તેઓ કેવી રીતે એકબીજાથી ભિન્ન છે? તેઓનો ઉપયોગક્યાં થાય છે?
ઉત્તર:

  • CT: કમ્યુટેડટોમોગ્રાફી. તેમાં X-કિરણોનો ઉપયોગ કરી કોઈ એક અવયવની આંતરિક રચનાનું ત્રિપરિમાણિક ચિત્ર પ્રાપ્ત કરવામાં આવે છે.
  • MRI મૅગ્નેટિક રેઝોનન્સ ઇમેજીન જેમાં તીવ્ર ચુંબકીય ક્ષેત્ર અને બિનઆયોનિક કિરણો વપરાય છે જેનાથી જીવંત પેશીમાં થતા પેથોલૉજિકલ અને દેહધાર્મિક ફેરફારો જાણી શકાય.
  • CT અને MRIબંનેનો ઉપયોગ શરીરના આંતરિક અંગોની ચકાસણી માટે થાય છે.

પ્રશ્ન 11.
વનસ્પતિઓના ઘણા દ્વિતીયક ચયાપચયો ઔષધીય લક્ષણો ધરાવે છે. તેમના દુરપયોગથી કેટલીક સમસ્યાઓ સર્જાય છે આ વિધાનની યથાર્થતા ઉદાહરણ સાથે સમજાવો.
ઉત્તર:
બાર્બીટ્યુરેટ, એમ્ફિટેમાઈન્સ, બેન્ઝોડાયએઝેપાઇન, લાઇસર્ગિક ઍસિડ ડાઇઇથેલેમાઇડ (CSD) અને તેના જેવા અન્ય ડ્રગ્સ હતાશા અને અનિદ્રા જેવી મગજની બીમારીથી પીડાતા રોગીઓની સહાયતા માટે સામાન્ય રીતે ઔષધ સ્વરૂપે તેઓનો ઉપયોગ કરવામાં આવે છે. મોર્ફિન એ અસરકારક શાંતિદાયક કે દર્દશામક ઔષધ અને જેમને શસ્ત્રક્રિયા થઈ છે તેવા દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે.

જયારે આ ઔષધો ચિકિત્સાના ઉપયોગ સિવાય અન્ય ઉદ્દેશ્યથી લેવામાં આવે છે ત્યારે વ્યક્તિના શારીરિક, દેહધાર્મિક કે માનસિક કાર્યોમાં ગરબડકે વિક્ષેપ સર્જાય છે અને ધીમે ધીમે મૃત્યુતરફ ધકેલાય છે.

GSEB Solutions Class 12 Biology Chapter 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો

પ્રશ્ન 12.
કેનાલિનોઇડ્ઝના ઉપયોગ પર શામાટે પ્રતિબંધ મુકાયો છે?
ઉત્તર:
કેનાલિનોઇસના ઉપયોગ પર પ્રતિબંધ કરેલ છે. કારણ કે, કેનાલિનોઇસમાંથી પ્રાપ્ત થતી દવાઓની અસર ખૂબ જ ઘાતક હોય છે તેમજ શરીરના દ્ધ પરિવહનતંત્રમાં તે ખામી પહોંચાડે છે. કેટલાક રમતવીરો પણ કેનાલિનોઇનો દુરુપયોગ કરતા થયા છે.

પ્રશ્ન 13.
દ્વિતીયક ચયાપચય એટલે શું?
ઉત્તર:
આ એવા પદાર્થો છે કે જે સજીવોની ચયાપચયિક ક્રિયાઓને અંતે ‘ ઉત્પન્ન થાય છે જેની જે-તે સજીવને સંપૂર્ણપણે કે ફરજિયાતપણે જરૂરિયાત હોતી નથી.

પ્રશ્ન 14.
નશાકારક પદાર્થો (ડ્રગ્સ) અને આલ્કોહોલ ટૂંકા ગાળામાં વધારે : અને લાંબાગાળા’ની ઇજા પહોંચાડે છે. આ વિધાનની ચર્ચા કરો.
ઉત્તર:

  • આલ્કોહૉલ અને નશાકારક પદાર્થો સ્વાથ્ય માટે ખૂબ જ હાનિકારક છે. જ્યારે વ્યક્તિને તેની જરૂર હોતી નથી ત્યારે તેનો ઉપયોગ સ્વયં : વિનાશને પ્રેરે છે તેમજ તેનો બંધાણી બને છે.
  • નશાકારક પદાર્થો અને આલ્કોહૉલની ટૂંકા ગાળાની અસરો : :
    1. તણાવશામક
    2. ઓછી સંવેદનાનો પ્રતિચાર
    3. શાંતિ દાયક :
    4. મગજની ક્રિયાવિધિમાં ભંગ
    5. દેહધાર્મિક કાર્યોમાં વિક્ષેપ.
  • નશાકારક પદાર્થો અને આલ્કોહૉલની લાંબા ગાળાની અસરો :
    1. મગજનો વિકાસ અવરોધાય
    2. યકૃતને નુકસાન પહોંચે છે.
    3. મગજના કોષો મૃત થવા લાગે છે.
    4. શુક્રકોષના ઉત્પાદનમાં ઘટાડો થાય.
    5. રુધિર દબાણ વધે જેથી દય સંબંધિત રોગ થાય. :
    6. જઠર અને આંત્રમાર્ગની પેશીઓને નુકસાન થાય.
    7. આયર્ન : અને વિટામિન – Bનું પ્રમાણ ઘટે છે જેથી એનીમિયા થાય છે.
    8. મૃત્યુ.

પ્રશ્ન 15.
મરડો, ટાઇફોઈડ, કોલેરા વગેરે જેવા રોગો સામાન્ય રીતે વધુ ગીચયુક્ત વસ્તીમાં વધુ માત્રામાં શામાટે થાય છે?
ઉત્તર:
મરડો, કૉલેરા, ટાઈફૉઈડ વધુ ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં અતિ : સામાન્ય જોવા મળે છે. કારણ કે, આ રોગ ચેપી છે જે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં વિવિધ વાહકો દ્વારા સરળતાથી ફેલાય છે.

પ્રશ્ન 16.
કઈ વનસ્પતિમાંથી કેનાલિનોઇસ મેળવાય છે ? કોઈ પણ બે કેનાલિનોઇડ્ઝનાં નામ આપો. આ પદાર્થોના સેવનથી શરીરના કયા ભાગો ઉપર અસર થાય છે?
ઉત્તર:
કેનાલિનોઇડ્યું એ કેનાબિસ સટાઈવાવનસ્પતિના પુષ્પવિન્યાસમાંથી મેળવવામાં આવે છે. ચરસ, ગાંજો, મેરીઝુઆના અને હસીસ એ કેનાલિનોઇસનાં ઉદાહરણો છે. આ પદાર્થથી શરીરના હૃદય પરિવહન તંત્રને અસર થાય છે.

પ્રશ્ન 17.
ભારતનાં મોટાં શહેરોમાં ઘણાં બાળકો એલર્જી/અસ્થમાંથી પીડાય છે. આ સમસ્યાના મુખ્ય કારણો શું છે? એલર્જીનાં કેટલાંક લક્ષણો આપો.
ઉત્તર:
ભારતના મુખ્ય શહેરોની જીવનશૈલી એ રોગપ્રતિકારકતા અને ઍલર્જી પ્રત્યે તેમને વધુ સંવેદનશીલ બનાવે છે. વાતાવરણનું વધુ પ્રદૂષણ બાળકોમાં ઍલર્જીના પ્રમાણને વધારે છે. ઍલર્જીમાં છીંક, આંખમાંથી પાણી નીકળવું, નાકમાંથી પ્રવાહી પડવું અને શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવાં લક્ષણોનો સમાવેશ થાય છે.

GSEB Solutions Class 12 Biology Chapter 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો

પ્રશ્ન 18.
રસીકરણનો પાયાનો સિદ્ધાંત શો છે? સૂક્ષ્મજીવોની ચેપગ્રસ્તતાને રસીઓ કેવી રીતે અવરોધે છે ? હિપેટાઇટીસ-Bની રસી જેમાંથી નિર્માણ પામેલ છે તે સૂક્ષ્મજીવનું નામ આપો.
ઉત્તર:
રસીકરણનો સિદ્ધાંત પ્રતિકારક તંત્રની સ્મૃતિના ગુણ પર આધારિત છે. રસીકરણમાં રોગપ્રતિકારક પ્રોટીન કે નિષ્ક્રિય રસી તૈયાર કરી શરીરમાં દાખલ કરાય છે. આ ઍન્ટિજન વિરુદ્ધ શરીરમાં ઉત્પન્ન થતા એન્ટિબૉડી વાસ્તવિક ચેપ દરમિયાન રોગકારકોની અસર નાબૂદ કરે છે. આ રસી પણ સ્મૃતિ આધારિત-અને -કોષો સર્જે છે. જે રોગકારકોને ઝડપથી ઓળખી, વિપુલ માત્રામાં એન્ટિબૉડીનું સર્જન કરી હુમલાખોર ઍન્ટિજનને હરાવી દે છે. હિપેટાઇટીસ-B ની રસી યીસ્ટમાંથી નિર્માણ પામેલ છે.

પ્રશ્ન 19.
કેન્સર એટલે શું છે? સામાન્ય કોષો કરતાં કેન્સરકોષો કેવી રીતે ભિન્ન છે ? સામાન્ય કોષો કેવી રીતે કેન્સરગ્રસ્ત પ્રકૃતિમાં ફેરવાય છે?
ઉત્તર:
કૅન્સર એ અનિયંત્રિત રીતે વિભાજન પામતા અને વિભેદીકરણ ન પામતા કોષોનો સમૂહ છે. સામાન્ય કોષોમાં કોષીય ઓન્કોજિન્સ આવેલા હોય છે. કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં સક્રિય થાય છે ત્યારે સામાન્ય કોષોને તે કૅન્સરગ્રસ્ત કોષોમાં ફેરવે છે.

કેન્સરગ્રસ્તકોષ સામાન્યકોષ
(1) કૅન્સરગ્રસ્ત કોષ અનિયંત્રિત રીતે વિભાજન પામે છે. (1) સામાન્ય કોષો નિયંત્રિત રીતે વૃદ્ધિ પામે છે.
(2) તેમનો આકાર અનિયમિત હોય છે. (2) તેમનો આકાર નિયમિત હોય છે.
(3) તેમનું કોષકેન્દ્રમોટુઅને ઘાટું હોય છે. (3) તેમનું કોષકેન્દ્રયોગ્ય પ્રમાણમાં હોય છે.
(4) તેઓ વિભાજિત થાય છે પરંતુ વિભેદીકરણ પામતા નથી. (4) સામાન્ય કોષો વિભાજન થઈ વિભેદીકરણ પામેછે.

પ્રશ્ન 20.
હવામાં રહેલાં કેટલાંક દ્રવ્યો પ્રત્યે, એક વ્યક્તિ અતિ સંવેદનશીલતા અનુભવે છે. આ પરિસ્થિતિને ઓળખો. આ પ્રક્રિયાઓ માટે જવાબદાર કોષોનાં નામ આપો. આ પ્રક્રિયાઓથી દૂર રહેવા માટે તેણે કયાં પગલાં લેવાં જોઈએ?
ઉત્તર:
જો કોઈ વ્યક્તિ હવામાં રહેલા પદાર્થો પ્રત્યે અતિસંવેદનશીલ પ્રતિક્રિયાઓ દર્શાવતો હોય તો તે ઍલર્જી હોઈ શકે. ઍલર્જી માટે માસ્ટકોષોમાંથી સ્રવતા હિસ્ટેમાઈન અને સેરોટોનીન રસાયણ જવાબદાર છે. આવી પરિસ્થિતિમાં ઍલર્જીક પદાથોથી દૂર રહેવું જોઈએ.

પ્રશ્ન 21.
સમાન જોડિયાં બાળકોમાં અંગ પ્રત્યારોપણ એક ફાયદાકારક પ્રવૃત્તિ છે. શામાટે?
ઉત્તર:
સમાન જોડિયાં બાળકોમાં અંગ પ્રત્યારોપણ એક ફાયદાકારક પ્રવૃત્તિ છે. કારણ કે, અંગના સપાટીય રેખક સમાન હોવાથી અંગ ગ્રહણ કરનાર વ્યક્તિનું પ્રતિકારક તંત્ર તેને પરજાત તરીકે ઓળખી શકશે નહીં અને તેની સામે પ્રતિક્રિયા દર્શાવશે નહીં. જો સપાટીય રેખક અલગ હશે તો પ્રતિકારક તંત્ર તેને ઓળખી જે-તે અંગ કે પેશીને સ્વીકારશે નહીં.

પ્રશ્ન 22.
જીવનશૈલીને અનુલક્ષીને થતા રોગો કયા છે? તેઓ કેવી રીતે થાય છે? આવા કોઈ પણ બેરોગોનાં નામ આપો.
ઉત્તર:
જીવનશૈલીને અનુલક્ષીને થતા રોગો એ ખોરાકની આદત, કામ કરવાની જગ્યા કે હાનિકારક વિકિરણો, કસરતનો અભાવ અને માનસિક તણાવ વગેરેથી થાય છે. દા.ત., કૅન્સર, હૃદયરોગો વગેરે.

પ્રશ્ન 23.
જો બે રોગકારક વાઇરસોમાંથી એક DNA અને બીજો RNA ધરાવે, તો કયોઝડપથી વિકૃતિ પામેછે? અને શા માટે?
ઉત્તર:

  1. RNAએ DNAકરતાં ઝડપી વિકૃતિ પામે છે.
  2. DNA એ વધુ સ્થાયી છે તેમજ તેની પાસે સારી સમારકામ ક્ષમતા છે જે બેઝ જોડીઓમાં થયેલા ફેરફારોને જલદીથી સુધારે છે.

દીર્ઘજવાબી પ્રશ્નો

પ્રશ્ન 1.
મેલેરિયલ પરોપજીવીના જીવનચક્રને રેખાંકિત કરો.
ઉત્તર:
GSEB Solutions Class 12 Biology Chapter 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો 8

પ્રશ્ન 2.
શહેરી વિસ્તારમાં રહેતાં લોકોની જીવનશૈલી અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતાં લોકોની જીવનશૈલીની તુલના કરો અને તેઓના સ્વાથ્યપર જીવનશૈલીની કઈ રીતે અસર કરે છે તે ટૂંકમાં વર્ણવો.
ઉત્તર:
લોકો વિચારે છે કે શહેરનું જીવન એ ગ્રામ્ય વિસ્તાર કરતા સારું હોય છે. પરંતુ ગ્રામ્ય વિસ્તાર અને શહેરની જીવનશૈલીને ઘણા ફાયદાઓ અને ગેરફાયદાઓ જોવા મળે છે.

શહેરી જીવનના ફાયદાઓઃ શહેરમાં ઘણી બધી સુવિધાઓ હોવાથી શહેરીજીવન વધુ આરામદાયક હોય છે. શહેરમાં લોકોને પ્રગતિ કરવા માટે તેમજ પૈસા કમાવવાની વધુ તકો હોય છે.

શહેરમાં રહેતા બાળકોને સારું ભણતર મળી રહે છે. જ્યારે વ્યક્તિ બીમાર પડે છે ત્યારે ઇલાજ માટે સારી સરકારી અને ખાનગી હૉસ્પિટલો જોવા મળે છે. મનોરંજન માટે શહેરમાં અને આસપાસ મોટા શૉપિંગ કૉપ્લેક્ષ, બેંકો, ઑફિસ, સિનેમા, ક્લબ વગેરે હોય છે. શહેરમાં પરિવહન સુવિધા વધુ સારી હોય છે. આમ શહેરમાં જીવન વધુ આરામદાયક હોય છે.

શહેરીજીવનના ગેરફાયદાઓઃ શહેરમાં વસવાટનો ખર્ચ ખૂબ જ ઊંચો હોય છે. શુદ્ધ પાણી અને હવા હોતી નથી. પર્યાવરણ ધૂળ, ધુમાડા, કચરા અને ફેક્ટરીઓમાંથી નીકળતા વાયુઓથી દૂષિત હોય છે. શહેરમાં ભ્રષ્ટાચાર વધુ હોય છે તેથી ગુનાઓનું પ્રમાણ પણ વધે છે. શહેર હંમેશ વ્યસ્ત અને ઘોંઘાટવાળું જોવા મળે છે. આમ, શહેરમાં સારું સ્વાથ્ય ટકાવી રાખવું અઘરું છે.

ગ્રામ્ય જીવનના ફાયદા: ગામના લોકો એકતા અને શાંતિમાં જીવે છે. ગ્રામવાસીઓ માટે પૈસાની આવક પ્રમાણમાં ઓછી હોય છે તેથી તેઓ એકબીજા સાથે સ્પર્ધા કરતા નથી. વસ્તીમાં ગામવાસીઓ પાસે મિત્રોની સંખ્યા વધારે હોય છે.

ગ્રામવાસીઓ હંમેશાં તેમની સંસ્કૃતિના રક્ષણ માટે પ્રયત્નો કરે છે. ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણ સુંદર અને પ્રદૂષણ મુક્ત હોય છે. ગ્રામ્ય વિસ્તારમાં ઘોંઘાટ જોવા મળતો નથી. તેમજ વાહનો ઓછા જોવા મળે છે જેથી રસ્તાઓ વાહન ચલાવવા માટે ભયમુક્ત હોય છે. તેઓ ચોખ્ખા અને તાજા શાકભાજી – ફળો પ્રાપ્ત કરે છે.

ગ્રામ્ય જીવનના ગેરફાયદા : ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોએ ઘણીબધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેમ કે સારા ભણતરનો અભાવ, સારી હૉસ્પિટલો, પરિવહન સુવિધા, સંદેશા વ્યવહારની સુવિધા વગેરે. કસરતનો અભાવ, માનસિક તાણ વગેરે જેવા કારણોને લીધે વિવિધ રોગો, કેન્સર, હૃદય સંબંધિત રોગો થાય છે.

GSEB Solutions Class 12 Biology Chapter 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો

પ્રશ્ન 3.
શા માટે કેટલાક કિશોર નશાકારક પદાર્થો (ડ્રગ્સ) લેવાની શરૂઆત કરે છે? આસ્થિતિથી કેવી રીતે દૂર રહી શકાય?
ઉત્તર:

  1. વિવિધ કારણોસર કિશોરો નશાકારક પદાર્થો લેવાનું શરૂ કરે છે.
  2. બાળકની પ્રાકૃતિક જિજ્ઞાસા આવા પ્રયોગ માટે તેને પ્રેરિત કરે છે.
  3. સમસ્યાથી નાસી છૂટવા માટે.
  4. નશાકારક પદાર્થોને ફાયદાના રૂપમાં જોવાથી.
  5. કુટુંબકીય અસ્થિરતા કે એકબીજાને સહારો આપવાનો અભાવ.
  6. ભણતર અને પરીક્ષામાં ઉત્કૃષ્ટતા ન બતાવી શકતા તણાવ અને ‘દબાણને લીધે.
  7. આ પ્રવૃત્તિને અટકાવવા નીચે પ્રમાણેના ઉપાયો કરવા જોઈએ:
  8. બાળકને તેની ઇચ્છા વિરુદ્ધ અઘટિત પાલન કરવા કોઈ સીમા બાંધવી જોઈએ નહીં. તેમજ તેમની પર દબાણ રાખવું જોઈએ નહીં.
  9. બાળકની શક્તિને રમતગમત, વાંચન, સંગીત, યોગ જેવી દિશામાં વાળવી જોઈએ.
  10. માતા-પિતા તેમજ સમવયસ્કો પાસેથી મદદ લેવી જોઈએ.
  11. માતાપિતાએ ભયજનક સંકેતોને ઓળખી તેની ચર્ચા કરવી જોઈએ તેમજ યોગ્ય સારવાર અપાવી જોઈએ.
  12. જો કોઈ વ્યક્તિ દુર્ભાગ્યે નશાકારક પદાર્થોના સેવનમાં ફસાઈ ગઈ હોય તો તેના માટે ઉચ્ચ લાયકાત ધરાવતા મનોવૈજ્ઞાનિક અને મનોચિકિત્સકની ઉપલબ્ધતા અને વ્યસન છોડાવવા માટે તેમજ તેમના પુનરુત્થાન માટે કાર્યક્રમો યોજવા જોઈએ.

પ્રશ્ન 4.
તમારા વિસ્તારમાં જો કોઈ વ્યક્તિ આલ્કોહોલ (દારૂ)ની બંધાણી છે, તો તે વ્યક્તિની વર્તણૂકમાં કયા પ્રકારનાં પરિવર્તનો તમે અવલોકિત કરો છો? આ સમસ્યાના સમાધાન માટે તમારાં સૂચનો જણાવો.
ઉત્તર:

  • આલ્કોહૉલની કુટેવના ચેતવણીભર્યા સામાન્ય લક્ષણોમાં શૈક્ષણિક કાર્યસિદ્ધિ પર માઠી અસર, કારણ વગર શાળા કે કૉલેજમાં ગેરહાજરી, વ્યક્તિગત સ્વચ્છતાની રુચિનો અભાવ, વિડ્રોઅલ, એકલતા, માનસિક તણાવ, થાક, આક્રમકતા, સૂવા અને ખાવાની આદતોમાં ફેરફાર વગેરે જેવાં લક્ષણો જોવા મળે.
  • આ કુટેવથી દૂર રહેવા નીચે પ્રમાણેનાં પગલાં લેવા જોઈએ.
  • ઇલાજ કરતાં અટકાવવધુ સારો છે. “preventionis better than cure” આ કહેવત અહીંસાચી ઠરે છે.
  • આ પણ એટલું જ સત્ય છે કે ધૂમ્રપાન, ડ્રગ્સ તેમજ આલ્કોહોલના સેવનની આદત પડવાની સંભાવના નાની વયે, મોટા ભાગે તરુણાવસ્થા દરમિયાન વધુ હોય છે.
  • માટે આવી પરિસ્થિતિઓને પારખવી સૌથી શ્રેષ્ઠ છે કે જે તરુણોને આલ્કોહૉલ કે ડ્રગ્સના સેવન તરફ ધકેલે છે, જેથી સમયસર તેના ઉપાય વિશે વિચારી શકાય.
  • આ સંદર્ભે શિક્ષક અને માતા-પિતાની વિશિષ્ટ જવાબદારી બને છે. બાળકનો એવો ઉછેર કે જેમાં પાલનપોષણ ઉચ્ચસ્તરીય હોય ત્યાં આવા આલ્કોહૉલ ડ્રગ્સનો ભય ઓછો થઈ જાય છે.
  • નીચે જણાવેલ કેટલાક ઉપાયો તરુણીમાં આલ્કોહૉલ અને ડ્રગ્સના ઉપયોગને અટકાવવા અને નિયંત્રણ માટે ઉપયોગી બની રહે છે.
  • (i) સમવયસ્કોના બિનજરૂરી દબાણથી દૂર રહેવું દરેક છોકરા છોકરીની પોતાની પસંદ અને વ્યક્તિત્વ હોય છે. તેનો આદર કરવો જોઈએ અને તેને પ્રોત્સાહિત કરવું જોઈએ.
  • બાળકને તેની ઇચ્છા વિરુદ્ધ અઘટિત પાલન કરવા કોઈ સીમા બાંધવી જોઈએ નહિ. પછી ભલે તે ભણવા માટે, ખેલકૂદ માટે કે કોઈ અન્ય પ્રવૃત્તિ માટે હોય.
  • (ii) શિક્ષણ અને પરામર્શન: સમસ્યાઓ અને તનાવનો સામનો કરવો અને નિરાશા કે અસફળતા મળવી એ જીવનનો જ એક ભાગ છે એવું સમજાવી તેનું શિક્ષણ અને પરામર્શન તેમને આપવું જોઈએ.
  • એ પણ એટલું જ યોગ્ય છે કે બાળકની શક્તિને રમતગમત, વાંચન, સંગીત, યોગ અને અન્ય ઇતર પ્રવૃત્તિ વગેરે દિશામાં વાળવી જોઈએ.
  • (iii) માતાપિતા તેમજ સમવયસ્કોની મદદ લેવીઃ માતાપિતા તેમજ સમવયસ્કો પાસેથી તરત મદદ લેવી જોઈએ. જેથી તેઓ યોગ્ય માર્ગદર્શન આપી શકે. ગાઢ અને વિશ્વાસુ મિત્રોની સલાહ લેવી જોઈએ.
  • યુવાનોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે તેમને યોગ્ય સલાહ આપવાથી ચિંતા અને અપરાધ ભાવનાની અભિવ્યક્તિ કરવામાં તેમને મદદ મળશે.
  • (iv) ભયજનક સંકેતો તરફ દૃષ્ટિ : સજાગ માતાપિતા અને શિક્ષકોએ ઉપર્યુક્ત ભયજનક સંકેતોને ઓળખી, તેની ચર્ચા કરવી જોઈએ.
  • કોઈ વ્યક્તિ ડ્રગ્સ કે આલ્કોહૉલનું સેવન કરતા માલૂમ પડે તો કોઈ પણ ખચકાટવિના તેના માતાપિતા અને શિક્ષકના ધ્યાન પર આ બાબત લાવવી જોઈએ. – ત્યાર બાદ બીમારીને ઓળખવા તથા તેની પાછળ છુપાયેલાં કારણો શોધવા માટે યોગ્ય ઉપાયો કરવા જોઈએ જેથી યોગ્ય સારવારનો આરંભ કરવામાં સહાયતા મળશે.
  • (v) વ્યાવસાયિક અને આરોગ્યવિષયક સલાહ લેવી જે વ્યક્તિ દુર્ભાગ્યે ડ્રગ્સ/આલ્કોહૉલના કુપ્રયોગરૂપી સેવનમાં ફસાઈ ગઈ છે, એની મદદ માટે ઉચ્ચ લાયકાત ધરાવતા મનોવૈજ્ઞાનિક અને મનોચિકિત્સકની ઉપલબ્ધતા અને વ્યસન છોડાવવા માટે તેમજ તેમના પુનરુત્થાન કાર્યક્રમો દ્વારા યોગ્ય સહાયતા મળે છે.
  • આ પ્રકારની મદદ મળવાથી અસરગ્રસ્ત વ્યક્તિ તેના પૂરતા પ્રયત્નો અને દઢ મનોબળથી તેનું આ તંદુરસ્ત જીવન જીવી શકે છે.

પ્રશ્ન 5.
કેન્સરના નિદાનની પદ્ધતિઓ કઈ છે? કેન્સરની સારવાર માટેની સામાન્ય વપરાશમાં આવતી પદ્ધતિ વર્ણવો.
ઉત્તર:

  • કૅન્સર ભયંકર રોગમાંનો એક છે, કે જેનાથી વિશ્વમાં મોટે ભાગે મૃત્યુ થાય છે.
  • ભારતમાં દસ લાખથી પણ વધુ લોકો કેન્સરથી પીડાય છે અને વર્ષે તેમાંના ઘણાં લોકો તેનાથી મૃત્યુ પામે છે.
  • કેન્સર થવાની પ્રક્રિયા અથવા સામાન્ય કોષોનું કૅન્સર કોષોમાં રૂપાંતર, તેની સારવાર તથા તેનું નિયંત્રણ એ જીવવિજ્ઞાન અને મેડિકલ ક્ષેત્રે ગહન સંશોધનનો વિષય છે.
  • આપણા શરીરમાં, કોષીય વૃદ્ધિ અને વિભેદીકરણની પ્રક્રિયા ઉચ્ચ કક્ષાએ નિયમિત અને નિયંત્રિત હોય છે.
  • કેન્સર કોષોમાં નિયંત્રણની આ પ્રક્રિયા તૂટી જાય છે. સામાન્ય કોષો સંપર્કનિષેધના ગુણધર્મદર્શાવે છે.
  • આ સંપર્ક નિષેધના ગુણને કારણે બીજી પેશીઓ સાથેનો તેમનો સંપર્ક તેમની અનિયંત્રિત વૃદ્ધિને અવરોધે છે. કેન્સર ગ્રસ્ત કોષો આ ગુણ ગુમાવે છે. તેથી કૅન્સર કોષો સતત કોષવિભાજન પામી, કોષોનો સમૂહ સર્જે છે જેને ગાંઠ કહે છે.
  • આવી ગાંઠબે પ્રકારની હોયછે: સાધ્ય અને અસાધ્ય ગાંઠ.
  • સાધ્ય ગાંઠ પોતાના મૂળ સ્થાને સીમિત રહે છે અને તે શરીરના અન્ય ભાગોમાં ફેલાતી નથી તથા તેમના દ્વારા થોડુંક જ નુકસાન થાય છે.
  • અસાધ્ય ગાંઠ એ પ્રસર્જિત કોષોનો સમૂહ છે જેને નિઓપ્લાસ્ટિક ગાંઠ કે ગાંઠ કોષો કહે છે, જે ખૂબ જ ઝડપથી વૃદ્ધિ પામી આસપાસના કોષો પર હુમલો કરી તેમને હાનિ પહોંચાડે છે.
  • આ કોષો ખૂબ જ ઝડપથી વિભાજન પામતા હોવાથી આવશ્યક પોષક દ્રવ્યો માટે સામાન્ય કોષો સાથે સ્પર્ધા કરી તેમને ભૂખ્યામારી નાખે છે (સામાન્ય કોષોને આવશ્યક પોષક તત્ત્વોથી વંચિત રાખે છે).
  • આવી ગાંઠમાંથી છૂટા પડેલા કોષો રુધિર દ્વારા દૂરસ્થ સ્થાને પહોંચી ત્યાં નવી ગાંઠ બનાવવાની શરૂ કરે છે.
  • અસાધ્ય ગાંઠનો આ રોગવ્યાપ્તિ (metastasis)નો ગુણધર્મખૂબ જ ભયજનક છે.
  • કેન્સર થવાનાં કારણોઃ સામાન્ય કોષોને કૅન્સરગ્રસ્ત નિઓપ્લાસ્ટિક કોષોમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયા ભૌતિક, રાસાયણિક અથવા જૈવિક કારકો દ્વારા થાય છે. – કેન્સર ફેલાવતા કારકોને કૅન્સરજન્સ કહે છે.
  • X- કિરણો અને ગામા કિરણો જેવાં આયનિક કિરણો અને UV જેવા બિનઆયનિક કિરણો DNA ને ઇજા કરે છે. તેમજ તેમને નિઓપ્લાસ્ટિકમાં ફેરવે છે.
  • તમાકુના ધુમાડામાં રહેલ રાસાયણિક કૅન્સરજન પદાર્થો ફેફસામાં કૅન્સર થવા માટે મુખ્ય રીતે જવાબદાર છે.
  • કૅન્સર પ્રેરતા વાઇરસને ઓન્કોજેનિક વાઇરસ કહે છે અને તેમના જનીનને વાઇરલ ઓન્કોજિન્સ કહેવાય છે.
  • આ ઉપરાંત, સામાન્ય કોષોમાં કોષીય ઓન્કોજિન્સ અથવા પ્રોટોઓન્કોજિન્સ આવેલા હોય છે જે ચોક્કસ પરિસ્થિતિમાં સક્રિય થાય છે અને સામાન્ય કોષોને કૅન્સરગ્રસ્ત કોષોમાં ફેરવે છે.

પેટપ્રશ્નઃ કેન્સરની ચકાસણી અને નિદાન તેમજ તેની સારવાર સમજાવો.
ઉત્તર:

  • કેન્સરની ચકાસણી અને નિદાન કેન્સર સમયસર વહેલાં ઓળખાઈ જાય તે ખૂબ જરૂરી છે કારણ કે તેમ થવાથી કેટલાક કિસ્સાઓમાં આ રોગનો સફળતાપૂર્વક ઉપચાર શક્ય બન્યો છે.
  • કૅન્સરની ચકાસણી પેશીના બાયોપ્સી અને હિસ્ટોપેથોલોજિકલ અભ્યાસને આધારે થઈ શકે છે, જ્યારે લ્યુકેમિયા રુધિરનું કેન્સર) જેવા કિસ્સાઓમાં રુધિર અને અસ્થિમજ્જામાં વધતા જતા કોષોની માત્રાને ધ્યાનમાં લેવામાં આવે છે.
  • બાયોપ્સીમાં સંભવિત પેશીનો એક ટુકડો લઈ, તેનો પાતળો છેદ અભિરંજિત કરી પેથોલોજિસ્ટ દ્વારા સૂક્ષ્મદર્શક યંત્રમાં અભ્યાસ કરવામાં આવે છે.
  • શરીરનાં આંતરિક અંગોના કૅન્સરની ચકાસણી માટે રેડિયોગ્રાફી (X-કિરણોનો ઉપયોગ), CT (computed tomography) અને MRI(magnetic resonance imaging) જેવી તકનીકનો ઉપયોગ કરવામાં આવે છે.
  • કમ્યુટેડ ટોમોગ્રાફી x-કિરણોનો ઉપયોગ કરી કોઈ એક અવયવની આંતરિક રચનાનું ત્રિપરિમાણિક ચિત્ર પ્રાપ્ત કરવામાં આવે છે.
  • MRI માં તીવ્ર ચુંબકીય ક્ષેત્ર અને બિનઆયોનિક કિરણો વપરાય છે, જેનાથી જીવંત પેશીમાં થતા પેથોલૉજિકલ અને દેહધાર્મિક ફેરફારો જાણી શકાય છે.
  • કેટલાક નિશ્ચિત કૅન્સરના પરીક્ષણ માટે કૅન્સર નિર્દિષ્ટ પ્રતિજનસામે ઍન્ટિબૉડીનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
  • આનુવંશિક રીતે થવાની સંભાવના હોય તેવા ચોક્કસ કૅન્સરના નિદાન માટે આણ્વિય જીવવિજ્ઞાનની તકનીકીનો ઉપયોગ કરી જનીનોનું પરીક્ષણ કરવામાં આવે છે.
  • આ જનીનોની ઓળખ, કે જે વ્યક્તિને નિશ્ચિત કૅન્સર સામે પૂર્વવત્ (predispose) કરી શકે છે અને કેન્સરને અટકાવવામાં ઉપયોગી થઈ શકે છે.
  • એવી વ્યક્તિઓ જેમને કેટલાક કૅન્સરજનની હાજરીથી સંવેદનશીલ થવાની સંભાવના છે તેવી વ્યક્તિઓને તેમનાથી દૂર જ રહેવું સલાહભર્યું છે (દા.ત., તમાકુના ધુમાડાથી થતું ફેફસાંનું કેન્સર).
  • કેન્સરની સારવાર કૅન્સરની સારવાર માટે સામાન્યતઃ શસ્ત્રક્રિયા, વિકિરણ સારવાર અને પ્રતિકારકતા સારવારનો ઉપયોગ કરવામાં આવે છે.
  • વિકિરણ સારવારમાં ગાંઠને ઘાતકરૂપે વિકિરણની સારવાર આપવામાં આવે છે, પરંતુ તેની આસપાસના સામાન્ય કોષોને ઇજા ન થાય તેની કાળજી રાખવામાં આવે છે.
  • કેટલાક રસાયણ ચિકિત્સક ઔષધોનો ઉપયોગ કૅન્સરગ્રસ્ત કોષોને નાશ કરવા માટે કરવામાં આવે છે. આમાંના કેટલાક ચોક્કસ ગાંઠમાટે નિશ્ચિત હોય છે.
  • મોટા ભાગની દવાઓની આડઅસર હોય છે. જેવી કે વાળ ઊતરવા, એનીમિયા વગેરે.
  • મોટે ભાગે કૅન્સરમાં શસ્ત્રક્રિયા વિકિરણ અને રસાયણની સંયુક્ત સારવાર આપવામાં આવે છે.
  • ગાંઠના કોષો પ્રતિકારક તંત્ર દ્વારા ઓળખ અને નાશથી બચી જાયછે. માટે જ દર્દીઓને જૈવિક પ્રતિચાર રૂપાંતરકો કહેવાતા પદાર્થો જેવા કે જી-ઇન્ટરફેરોન આપવામાં આવે છે જેથી તેમનું પ્રતિકાર તંત્ર સક્રિય થાય છે અને આવી ગાંઠનો નાશ કરવામાં મદદરૂપ બને છે.

GSEB Solutions Class 12 Biology Chapter 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો

પ્રશ્ન 6.
નશાકારક પદાર્થો (ડ્રગ્સ) જેવા કે, LSD, બાર્બીટ્યુરેટ્સ, એમ્ફર્ટમાઇન્સ વગેરે. માનસિક બીમારીવાળા દર્દીઓમાં દવા તરીકે ઉપયોગમાં લેવાય છે. જોકે વધારે માત્રામાં અને વારંવાર લેવામાં આવવાથી આ દવાઓ હાનિકારક બને છે. દર્દીઓમાં આવા ડ્રગ્સની મુખ્ય અસરો જણાવો.
ઉત્તર:

  • આવી દવાઓના દુરુપયોગથી વિવિધ હાનિકારક અસરો થાય છે જે નીચે પ્રમાણે છે:
    1. ચિંતા, ઉબકા, પરસેવો, ચક્કર માનસિક નિયંત્રણ ગુમાવવું.
    2. અવિચારી વર્તન, ભંગાણ અને હિંસા
    3. વજનમાં વધઘટ, વ્યક્તિગત સ્વચ્છતામાં નિરસ
    4. મિત્રો સાથે બગાડતા સંબંધો, શોખમાં રસ ન પડવો, ખાવાની આદતોમાં ફેરફાર.
  • વિડ્રોઅલ સિન્ડ્રોમઃ નશાકારક પદાર્થોના વધુ પડતા પ્રમાણને લીધે મૃત્યુ પણ થઈ શકે છે.

પ્રશ્ન 7.
ભારતમાં સરકારશ્રી દ્વારા પલ્સ પોલિયો પ્રોગ્રામ શું છે ? OPV એટલે શું છે ? શા માટે ભારતમાં હજુ સુધી પોલિયોને નાબૂદ કરી શકાયો નથી?
ઉત્તર:
પલ્સ પોલિયો પ્રોગ્રામ ભારત સરકાર દ્વારા 1995-96માં શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં પાંચ વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બાળકને મુખથી રસી આપવી. પોલિયો માટેનો આ પ્રોજેક્ટપોલિયો સામે લડવા રાજય સરકાર, NGOs, વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ ભાગ લીધો છે.

OPV એ ઓરલ પોલિયો વેક્સિન છે. OPV એ જીવંત રસી છે જે વાઇરસને નષ્ટ કરી દે છે. તેમાં સીરિંજ કે ઇજેક્શનની જરૂર રહેતી નથી. તેની પ્રતિકારકતા લાંબા ગાળાની હોય છે. OPV નો એક ડોઝ એ પોલિયોના ત્રણેય વાઇરસને નિષ્ક્રિય બનાવે છે. આ રસી વાઇરસના જનીનદ્રવ્યને વિકૃત બનાવે છે જેથી વાઇરસ તેની અસર દર્શાવી શકતો નથી.

ભારત હજી સુધી પોલિયોને નાબૂદ કરી રહ્યું છે. પોલિયોનો છેલ્લો કિસ્સો એ પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં 13 જાન્યુઆરી 2011માં નોંધાયો હતો.

આ વર્ષના થોડા સમય પહેલા જ WHO એ ભારતને પોલિયો ધરાવતા દેશોની યાદીમાંથી મુક્ત કર્યું હતું.

30 જુલાઈ 2013માં નવી મુંબઈમાંથી નવ વર્ષના બાળકને પોલિયો જોવા મળ્યો હતો. તેનો ઇલાજ બી.જે. વાડીઆ હૉસ્પિટલમાં કરવામાં આવ્યો હતો.

પ્રશ્ન 8.
પુનઃસંયોજિત DNA રસીકરણ એટલે શું છે? આવી રસીઓનાં બે ઉદાહરણો આપો. તેના ફાયદાઓની ચર્ચાકરો.
ઉત્તર:

  • પુનઃસંયોજિત DNA રસી એ પુનઃસંયોજિત ટેક્નોલૉજી દ્વારા બનાવવામાં આવેલ છે. જેમાં જીવાણુ કે યીસ્ટમાં રોગકારકની ઍન્ટિજેનિક પોલિપેપ્ટાઇડ શૃંખલા સંશ્લેષિત કરવામાં આવે છે. આ રીતે રસીનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવે છે.
  • દા.ત.,
    1. હિપેટાઇટીસ-Bની રસી યીસ્ટમાંથી બનાવવામાં આવી છે.
    2. બર્ડફલૂDNAસી
  • ફાયદાઓઃ પુનઃ સંયોજિત રસી એ અન્ય રસીઓની સરખામણીમાં ખૂબ જ ફાયદાકારક હોય છે. તે ક્યારેય ઝેરી કેવિકૃત પામતી નથી.
  • આ રસી ખૂબ જ શુદ્ધ, ચોક્કસ અને પ્રતિકારક તંત્રને મજબૂત બનાવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *