GSEB Solutions Class 12 Biology Chapter 4 પ્રાજનनिક स्वास्थ्य

Gujarat Board GSEB Textbook Solutions Class 12 Biology Chapter 4 પ્રાજનनिક स्वास्थ्य Textbook Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 12 Biology Chapter 4 પ્રાજનनिક स्वास्थ्य

GSEB Class 12 Biology પ્રાજનनिક स्वास्थ्य Text Book Questions and Answers

પ્રશ્ન 1.
સમાજમાં પ્રાજનનિક-સ્વાથ્યના મહત્ત્વના સંદર્ભમાં તમે શું વિચારો છો?
ઉત્તર:

  1. સમાજમાં વસતી પ્રત્યેક વ્યક્તિઓ શારીરિક અને ક્રિયાત્મક રીતે પ્રજનન અંગો ધરાવે છે. જ્યારે પ્રાજનનિક સ્વાથ્ય શબ્દનો ઉપયોગ કરીએ છીએ ત્યારે તેનો અર્થ સ્વસ્થ પ્રજનન અંગો તેમજ સામાન્ય કાર્યો તેમ કરી શકાય છે.
  2. આને વિશાળ પરિપેક્ષ્યમાં જોતા તેમાં વર્તણૂક, ભાવાત્મક અને સામાજિક પાસાંઓનો પણ સમાવેશ થાય છે.
  3. વિશ્વ સ્વાથ્ય સંઘ (WHO)ના ઉપક્રમે પ્રાજનનિક સ્વાથ્ય એટલે પ્રજનન સંબંધિત શારીરિક, ભાવાત્મક, વર્તનાત્મક અને સામાજિક સંપૂર્ણ સુખાકારી.
  4. આમ, શારીરિક અને ક્રિયાત્મક રીતે સામાન્ય પ્રજનન અંગો ધરાવતી વ્યક્તિઓ વચ્ચે જોવા મળતી સામાન્ય લાગણીસભર અને વર્તણૂકલક્ષી આંતરક્રિયાઓને પ્રાજનનિક સ્વાસ્થ (reproductive health) કહે છે.

પ્રશ્ન 2.
વર્તમાન સમયમાં ખાસ ધ્યાન આપવાની જરૂર હોય તેવા પ્રાજનનિકાશ્મનાં પાસાંઓ સૂચવો.
ઉત્તર:

  • પ્રાજનનિક સ્વાથ્ય પ્રાપ્ત કરવા મજબૂત માળખાકીય સુવિધાઓ, વ્યાવસાયિક કુશળતા અને સાધન-સામગ્રીની જરૂરિયાત છે.
  • લોકોને જાતીય સંબંધિત સમસ્યાઓ જેવી કે અફળદ્રુપતા (infertility), ગર્ભધારણ, પ્રસૂતિ, STDs, ગર્ભપાત, ગર્ભનિરોધક (contraception), ઋતુસ્ત્રાવ સંબંધિત સમસ્યાઓ વગેરે માટે તબીબી સલાહ, સંભાળ પ્રાપ્ત કરાવવી જરૂરી છે.
  • લોકોને સંભાળ અને સહાય પ્રાપ્ત કરાવવા સમયાંતરે સારી તકનીકી અને નવી વ્યુહરચનાના અમલીકરણની જરૂરિયાત છે.
  • સ્ત્રી ભૃણહત્યા રોકવા કાયદાકીય પ્રતિબંધ, લિંગ પરીક્ષણ કરવા ઉલ્લજળ કસોટી (એગ્નિઓસેન્ટેસીસ) પર વૈધાનિક પ્રતિબંધ, બાળરોગપ્રતિરક્ષા (રોગપ્રતિકારક રસી દ્વારા) વગેરે મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોનું પણ આયોજન કરાયેલછે.
  • એગ્નિઓસેન્ટેસીસ પદ્ધતિમાં વિકસતા ભૂણ ફરતે રહેલ ઉલ્વીય પ્રવાહમાંથી થોડી માત્રામાં ગર્ભકોષો અને દ્રાવ્ય પદાર્થોના પૃથક્કરણ માટે લેવામાં આવે છે. > આ પ્રવાહીનો ઉપયોગ જનીનિક અનિયમિતતાઓ, ડાઉન્સ-સિન્ડ્રોમ, સિકલ-સેલ એનીમિયા, હિમોફિલિયા જેવા જનીનિક રોગોની જાણકારી માટે કરાય છે.

GSEB Solutions Class 12 Biology Chapter 4 પ્રાજનनिક स्वास्थ्य

પ્રશ્ન 3.
શું શાળાઓમાં જાતીય શિક્ષણ જરૂરી છે? શા માટે?
ઉત્તર:
હા. તે જાતીયતા (sex) વિશે બાળકોને યોગ્ય માહિતી પૂરી પાડશે. આનું શિક્ષણ બાળકોને પૌરાણિક માન્યતાઓ અને જાતીયતાને લગતી ગેરસમજથી દૂર રાખશે.

પ્રશ્ન 4.
શું તમે સહમત છો આપણા દેશમાં છેલ્લા 50 વર્ષોમાં પ્રજનનસ્વાથ્યમાં સુધારો થયો છે? જો હા, તો કેટલાંક સુધારા થયેલ ક્ષેત્રો જણાવો.
ઉત્તર:
હા, કુટુંબ નિયોજન અને પ્રાજનનિક અને બાળ સ્વાથ્ય સંભાળ (RCH) કાર્યક્રમો સફળતાપૂર્વક શરૂ કરાયા છે. હવે પ્રમાણમાં વધુ વ્યક્તિઓ નાના કુટુંબના ફાયદાઓથી અવગત થયા છે અને બે બાળકો બસ’ના સિદ્ધાંતને સ્વીકારી રહ્યા છે. આવા સુધારા પામેલાં ક્ષેત્રોમાં મોટા પાયે બાળ-રસીકરણ, કૉન્ટ્રાસેપ્ટિસનો વધતો ઉપયોગ, કુટુંબ નિયોજન વગેરેનો સમાવેશ કરાય છે.

પ્રશ્ન 5.
વસ્તી-વિસ્ફોટનાં સૂચિત કારણો કયાં છે?
ઉત્તર:

  1. મૃત્યુદરમાં ઘટાડો, માતા અને બાળકના મૃત્યુદરમાં ઘટાડો.
  2. પ્રાજનનિક વય જૂથની વ્યક્તિઓમાં વધારો
  3. રોગ નિયંત્રણ
  4. સુવિધાજનક જાહેર સ્વાથ્ય સંભાળ અને યોગ્ય તબીબી સુવિધાઓ.

પ્રશ્ન 6.
ગર્ભનિરોધકોનો ઉપયોગશું ન્યાયી(યોગ્ય) છે? કારણો આપો.
ઉત્તર:
હા, તેનો ઉપયોગ ન્યાયસંગત છે. ભારતમાં વસ્તીનો વધારો ખૂબ ઝડપથી થઈ રહ્યો છે. આ સમસ્યાનો ઉકેલ નાનું કુટુંબ છે, જેના માટે કૉન્ટ્રાસેપ્ટિવયોગ્ય વિકલ્પ તરીકે જોવા મળે છે.

પ્રશ્ન 7.
જનનપિંડોનું દૂર કરવું એ ગર્ભનિરોધકનો વિકલ્પનથી. શા માટે ?
ઉત્તર:

  • તેનું કારણ છે કે આદર્શ કૉન્ટ્રાસેપ્ટિવ
    1. વપરાશકર્તાને અનુકૂળ
    2. કોઈ અથવા નહિવત્ આડઅસર
    3. વપરાશકર્તાના જાતીય આવેગ ઇચ્છા અને જાતીય ક્રિયાને અવરોધકના હોવાં જોઈએ.
  • જયારે જનનપિંડોને દૂર કરવામાં આવે તો પ્રજનન તંત્રના મૂળભૂત કાર્યો જેવાં કે અંતઃ સ્રાવોનો સ્રાવ, જન્યુકોષોનું નિર્માણ શક્ય બનતું નથી.

પ્રશ્ન 8.
જાતિ-પરીક્ષણ માટે એપ્નિઓસેટેસીસ આપણા દેશમાં પ્રતિબંધિત છે. શું આ પ્રતિબંધ જરૂરી છે? ટિપ્પણી કરો.
ઉત્તર:
હા. આ પદ્ધતિનો દુરઉપયોગસ્ત્રી-ભૂણ હત્યા માટે થાય છે.

GSEB Solutions Class 12 Biology Chapter 4 પ્રાજનनिક स्वास्थ्य

પ્રશ્ન 9.
વંધ્ય દંપતીઓને સંતાનપ્રાપ્તિના હેતુમાં મદદકર્તા કેટલીક સહાયક પ્રજનન પદ્ધતિઓ સૂચવો.
ઉત્તર:

  1. ટેસ્ટટ્યૂબ બાળક
  2. GIFT (ગેમેટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર)
  3. ICSI (ઇન્ટ્રા સાયટોપ્લાઝમિડ સ્પર્મ ઇજેક્શન)
  4. AI (આર્ટિફિશિયલ ઇનસેમીનેશન) કૃત્રિમ વીર્યદાન.

પ્રશ્ન 10.
કોઈ વ્યક્તિએ જાતીય સંક્રમિત રોગોના સંપર્કથી બચવા માટે કયા ઉપાયો અપનાવવા જોઈએ?
ઉત્તર:

  • STIs સ્વસ્થ સમાજ માટે મોટો ખતરો છે.
  • આવા રોગોની શરૂઆતની અવસ્થામાં નિવારણ તથા નિદાન અને સારવાર કરાવવી જરૂરી છે.
  • 15 થી 24 વર્ષની વયજૂથની વ્યક્તિઓમાં STI નું પ્રમાણ વધુ જોવા મળ્યું છે.
  • તેને અટકાવવાના ઉપાયો નીચે પ્રમાણે છે :
    1. ચેપ લાગ્યા પછી ઇલાજ કરવો તેના કરતા તેનો અટકાવ કરવો શ્રેષ્ઠ છે.
    2. અજાણ્યા સાથી (partner) સાથે જાતીય સમાગમ ટાળવો.
    3. સમાગમ દરમિયાન નિરોધનો ઉપયોગ કરવો
    4. ક્ષોભજનક શંકાના કિસ્સામાં પ્રારંભિકનિદાન અને ચેપની માહિતી મળે તો સંપૂર્ણ સારવાર માટે યોગ્ય ડૉક્ટર પાસે જવું.

પ્રશ્ન 11.
આપેલવિધાનો સાચાં/ખોટાં સમજાવોઃ
(a) ગર્ભપાત સ્વયંભૂ પણ થઈ શકે છે.(સાચું/ખોટું)
(b) વંધ્યતાને જીવી શકે તેવું (સક્ષમ) બાળક પેદા કરવા માટેની અસમર્થતા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને હંમેશાં ચીસાથીમાં અસાધારણતા/ખામીઓને કારણે છે. (સાચું/ખોટું)
(c) સંપૂર્ણ દૂધમ્રવણ કુદરતી ગર્ભનિરોધક પદ્ધતિમાં મદદકર્તા છે. (સાચું/ખોટું)
(d) લોકોના પ્રજનન-સ્વાથ્ય સુધારવા હેતુ પ્રજનન સંબંધિત પાસાંઓની બાબતમાં જાગૃતતા પેદા કરવી એ એક અસરકારક ઉપાય છે. (સાચુJખોટું)
ઉત્તર:
(a) ખોટું : ગર્ભપાત ઘણાં કારણોસર થઈ શકે. મોટા ભાગે તે પ્રેરિત હોય છે.
(b) ખોટું વંધ્યતા નર કે માદા સાથીદારની ખામીને કારણે હોઈ શકે છે.
(c) સાચું
(d) સાચું

પ્રશ્ન 12.
નીચેનાં વિધાનોને સાચાં કરોઃ
(a) ગર્ભનિરોધકની વાઢકાપ પદ્ધતિઓ જનનકોષોના નિર્માણને રોકે છે.
(b) બધા જ જાતીય સંક્રમિતરોગો સંપૂર્ણ રીતે મટી શકે તેવા છે.
(c) ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓમાં મોં દ્વારા લેવાતી પિલ્સ એ ખૂબ પ્રચલિત ગર્ભનિરોધક છે.
(d) E.T. પદ્ધતિઓમાં, ધૂણને હંમેશાં ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે.
ઉત્તર:
(a) કૉન્ટ્રાસેપ્શનની સર્જીકલ પદ્ધતિ જન્યુનિર્માણને અવરોધતી નથી, તે જન્યુઓનું વહન પ્રજનન માર્ગમાં અવરોધે છે તેથી ગર્ભ સ્થાપિત થતો નથી.

(b) લગભગ બધાની સારવાર થાય છે, ફક્ત AIDSની સારવાર શક્ય નથી ગણાતી.

(c) ગ્રામ્ય વિસ્તારોમાં ઓછી જાગૃતતાને કારણે ગ્રામ્ય સ્ત્રીઓમાં મોં વાટે લેવાતી ગોળીઓ બહુ જાણીતી નથી.

(d) 8 ગર્ભકોષો ધરાવતા ગર્ભનું આ તબક્કે આ પદ્ધતિથી વહન થાય છે. તેને ZIFT (ઝાયગોટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર) કહે છે. કેટલીક વાર 8 કોષથી મોટો ભૂણ ગર્ભાશયમાં સ્થાપિત થાય છે તેને IUT (ઇન્ટ્રાયુટેરિન ટ્રાન્સફર) કહે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 4 પ્રાજનनिક स्वास्थ्य

GSEB Class 12 Biology પ્રાજનनिક स्वास्थ्य NCERT Exemplar Questions and Answers

બહુવિકલ્પ પ્રશ્નો (MCQs) 

પ્રશ્ન 1.
અંડકોષમાં સીધા જ શુક્રકોષને દાખલ કરવાની પદ્ધતિને પ્રાજનનીયટેક્નોલોજીમાં કયા નામે ઓળખાય છે?
(A) GIFT
(B) ZIFT
(C) ICSI
(D) ET
જવાબ
(C) ICSI
(A) GIFT (ગેમેટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર – અંડવાહિનીમાં જન્યુઓને દાખલ કરવાની પદ્ધતિ) : આ પદ્ધતિમાં કોઈ સ્ત્રી અંડકોષ ઉત્પન્ન કરી શકતી નથી. તેની અંડવાહિનીમાં દાતા પાસેથી મેળવેલ અંડકોષને ટ્રાન્સફર કરવામાં આવે છે. પરંતુ તે સ્ત્રીએ ફલન અને આગળના વિકાસ માટેયોગ્ય પર્યાવરણ પૂરું પાડવાનું રહે છે.

(B) LIFT (ઝાયગોટ ઇન્સ્ટાફેલોપિયન ટ્રાન્સફર -ફલિતાંડનું એક બીજી અંડવાહિનીમાં ટ્રાન્સફર કરવાની પદ્ધતિ) : આ પદ્ધતિમાં શરૂઆતના આઠ (8) ગર્ભકોષ્ઠી ખંડો સુધીના ભૂણને સીધે સીધો અંડવાહિનીમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

(C) ICSI (ઇન્ટ્રા સાયટોપ્લાસ્મિક સ્પર્મ ઇજેક્શન)ઃ આ એક વિશિષ્ટ પદ્ધતિ છે, કે જેમાં પ્રયોગશાળામાં પોષક માધ્યમમાં રાખેલ અંડકોષમાં શુક્રકોષને ઇજેક્ટ કરી ગર્ભ બનાવવામાં આવે છે.

(D) ET (એમ્બિયો ટ્રાન્સફર – ધૂણનું ટ્રાન્સફર)ઃ આ પદ્ધતિમાં વિટ્રોમાં ફલન કરાવવામાં આવે અને તૈયાર થયેલ ફલિતાંડને, ફલનન
પામી શકતી માદાના ગર્ભાશયમાં સ્થળાંતર કરાવવામાં આવે છે.

પ્રશ્ન 2.
IMR માં વધારો અને MMRમાં ઘટાડો વસ્તીમાં થાયતો…
(A) વૃદ્ધિદરમાં ઝડપી વધારાનું કારણ બને છે.
(B) તેને પરિણામે વૃદ્ધિદરમાં ઘટાડો થાય છે.
(C) તેના વૃદ્ધિદરમાં નોંધપાત્ર પરિવર્તન આવતું નથી.
(D) તેને પરિણામે વસ્તી વિસ્ફોટથાય.
જવાબ
(C) તેનાવૃદ્ધિદરમાં નોંધપાત્ર પરિવર્તન આવતું નથી.
IMR અને MMRબંને વૃદ્ધિ દરમાં વ્યસ્ત રીતે અસર કરે છે. એટલે કે IMRના દરમાં ઘટાડો તેમજ MMRના વૃદ્ધિમાં ઊંચો દર જોવા મળે છે. જો IMRનો દર વધેલ હોય તો વૃદ્ધિ દરમાં ઝડપી વધારો દર્શાવે છે. આથી ઉપરોક્ત સ્થિતિમાં જો IMR વધેલ હોય અને MMR ઘટેલ હોય તો, તે વૃદ્ધિના દરમાં નોંધપાત્ર ફેરફાર દર્શાવે છે.

પ્રશ્ન 3.
દુગ્ધસવણ કરતી માતાને સામાન્યતઃ ગર્ભાધાનની શક્યતાઓ રહેતી નથી. કારણકે,
(A) ગોનેડોટ્રોપિન્સના નિગ્રાહકીપણાને લીધે.
(B) ગોનેડોટ્રોપિન્સના વધુ સ્રાવને લીધે.
(C) જન્યુઓના વહન નિગ્રાહકી બનતાં
(D) ફલનની ક્રિયા નિગ્રાહકી બનતાં
જવાબ
(A) ગોનેડોટ્રોપિન્સનાનિગ્રાહકીપણાને લીધે.

  • સ્તનપાન કુદરતી જન્મ નિયંત્રણની પદ્ધતિઓ પૈકીની એક છે. તે કેટલાંક પ્રજનનના અંતઃસ્ત્રાવોના ઉત્પાદન ઉપર સંતતિનું વધુ ઉત્પાદન ઘટાડીને અસર દર્શાવે છે. ગોનેડોટ્રોપીન રિલીઝિંગ હોર્મોન (GTH) અને ફોલિફલ સ્ટિમ્યુલેટીંગ હોર્મોન (FSH)ના ઉત્પાદન અટકાવીને દર્શાવે છે.
  • આ અંતઃસ્ત્રાવોનો સ્રાવ અંડકોષપાતની પ્રક્રિયા દર્શાવે છે. સ્તનપાન, પ્રૉલેક્ટિનના વધારાના દરને તે વધારે છે. આ અંતઃસ્રાવ પણ અંડકોષપાત અટકાવે છે. આથી સ્ત્રી અંડકોષપાત દર્શાવે છે. ત્યાં તેણી સ્તનપાન કરાવતી હોય ત્યારે તેણીની પ્રજનનની ઇચ્છા ઓછી હોય છે.

પ્રશ્ન 4.
સામાન્ય રીતે વંધ્યીકરણની ટેકનિકસ એક પૂર્ણપણે ગર્ભનિરોધક છે જે ઓછામાં ઓછી આડઅસર ધરાવે છે. પરંતુ આ પદ્ધતિદંપતીઓ માટે છેલ્લો વિકલ્પ છે કારણકે,
(i) તે મોટે ભાગે અપ્રતિવર્તી છે.
(ii) જાતીયતામાં ઘટાડોદશવિછે એવી ગેરસમજ પ્રવર્તે છે.
(iii) તે એક શસ્ત્રક્રીયપદ્ધતિ છે.
(iv) યોગ્ય સાનુકૂળતાને અભાવે દેશના ઘણા ભાગોમાં તે દર્શાવાતી નથી.
સાચો વિકલ્પ પસંદ કરો.
(A) (i) અને (iii)
(B) (ii) અને (iii)
(C) (ii) અને (iv)
(D) (i), (ii), (iii) અને (iv)
જવાબ
(A) (i) અને (iiI)
શસ્ત્રક્રિયાની પદ્ધતિઓ કે વંધ્યીકરણની પદ્ધતિઓ સામાન્ય નર કે માદા ભાગીદાર દ્વારા વધુ પ્રસૂતિ અટકાવવા માટેના છેલ્લા ઉપાય તરીકે સ્વીકારવામાં આવે છે. આ પદ્ધતિ જન્યુઓના વહનના માર્ગને બંધ કરે છે અને તે દ્વારા મૈથુનક્રિયા અટકાવે છે.

નરમાં તેને પુરુષ નસબંધી જ્યારે માદામાં તેને સ્ત્રી નસબંધી કહેવામાં આવે છે. આ શસ્ત્રક્રિયા દ્વારા થતી કાયમી વંધ્યીકરણની પદ્ધતિ છે.

પ્રશ્ન 5.
આપણા દેશમાં પ્રાજનનિક સ્વસ્થ સમાજ માટેનું રાષ્ટ્રીય સ્તરે અભિયાનકઈ સાલમાં સ્થપાયેલ છે?
(A) 1950માં
(B) 1960માં
(C) 1980માં
(D) 1990માં
જવાબ
(A) 1950માં

  • ભારત એ વિશ્વનો પ્રથમ દેશ છે, જેણે સમગ્રગ્રાહી પ્રાજનનિક સ્વાથ્યને એક સામાજિક ધ્યેય તરીકે પ્રાપ્ત કરવા માટે રાષ્ટ્રીય સ્તરે કાર્યક્રમના અમલીકરણનો પ્રથમ આરંભ કર્યો. આ કાર્યક્રમોને કુટુંબ નિયોજન કહે છે. જેનો પ્રારંભ 1951 (1952)માં થયો અને છેલ્લા દાયકાઓમાં તેની સમયાંતરે સમીક્ષા કરવામાં આવતી રહી.
  • લોકોમાં વિવિધ પ્રજનન સંબંધિત બાબતોએ જાગૃતતા લાવવી અને સવલતો પૂરી પાડવી અને સમાજમાં પ્રાજનનિક સ્વાથ્ય ઊભું કરવામાં મદદ કરવી એ પ્રાજનનિક સ્વાચ્ય સમાજની પ્રધાન જવાબદારીઓ છે.

GSEB Solutions Class 12 Biology Chapter 4 પ્રાજનनिક स्वास्थ्य

પ્રશ્ન 6.
તાત્કાલિક ગર્ભનિરોધકનો ઉપયોગક્યારે અસરકારક બને છે?
(A) સંભોગના 72 કલાકમાં
(B) અંડપતનના 72 કલાકમાં
(C) માસિકસ્રાવના 72 કલાકમાં
(D) ગર્ભસ્થાપનના 72 કલાકમાં
જવાબ
(A) સંભોગના 72 કલાકમાં
બળાત્કાર કે કેટલીક વખત અસુરક્ષિત મૈથુનક્રિયા દ્વારા શક્ય ગર્ભધારણ અટકાવવા માટે તાત્કાલિક ગર્ભનિરોધક તરીકે ઘણી જ અસરકારક અસર માટે મૈથુનના 72 કલાકની અંદર પ્રોજેસ્ટોજેન અને ઇસ્ટ્રોજન સંયુક્ત રીતે અથવા પ્રોજેસ્ટોજેનનો ઊંચો ડોઝ (પ્રમાણ) ઉપયોગમાં લેવામાં આવે છે.

પ્રશ્ન 7.
નીચે આપેલાં વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરો:
(A) સામાન્ય રીતે IUDs નો ઉપયોગ કરનાર જાતે તેને દાખલ કરી શકે છે.
(B) ગર્ભાશયમાં IUDs ઘનભક્ષણ (phagocytosis)ની પ્રક્રિયા વધારે છે.
(C) IUDs જન્યુજનનની ક્રિયાને નિગ્રાહકી બનાવે છે.
(D) IUDs એક વખત દાખલ કરાય ત્યાર બાદ તેની ફેરબદલી કરવાની જરૂર નથી.
જવાબ
(B) ગર્ભાશયમાં IUDs ઘનભક્ષણ (phagocytosis)ની પ્રક્રિયા વધારે છે.
બિન-દાક્તરી IUDs ગર્ભાશયમાં શુક્રકોષોનું બૅક્ટરિયા દ્વારા થતું ફેગોસાયટોસીસ વધારે છે. IUDsમાંથી કૉપરના મુક્ત થતાં આયનો શુક્રકોષની ચલિતતાને દબાવે છે તેમજ શુક્રકોષની ફળદ્રુપતાને દબાવી દે છે. અંતઃસ્ત્રાવોને મુક્ત કરતાં IUDs ગર્ભાશયને સ્થાપન માટે બિનયોગ્ય બનાવે છે અને શુક્રકોષોથી ગ્રીવાને પ્રતિકૂળ બનાવે છે. ઉદાહરણ પ્રોજેસ્ટાસર્ટ, LNG-20.

ગર્ભાશયના આંતરિક સાધનો (IUDs)ને અસરકારક અને પ્રખ્યાત ગર્ભનિરોધક પદ્ધતિ તરીકે વાપરવામાં આવે છે. દાક્તરો અથવા સફળ દાયણો (નસ) દ્વારા યોનિમાર્ગ મારફતે આ સાધનોને ગર્ભાશયમાં મૂકવામાં આવે છે.

હાલમાં મળતાં IUDs બિન-દાક્તરી (ઉદા. લીપેનલૂપ); કૉપર મુક્ત કરતાં IUDs (CuT, Cu7, મલ્ટિલોડ 375) અને અંતઃસ્ત્રાવો મુક્ત કરતાં IUDs (પ્રોજેસ્ટાસટLNG-20).

IUDs જન્યુકોષજનન (ઓઓજીનેસીસ)ને અટકાવતાં નથી, અંડકોષજનન અંડપિંડમાં થાય છે, જ્યારે IUDsને યોનિમાર્ગમારફતે ગર્ભાશયમાં ડૉક્ટર કે કોઈ નિષ્ણાત વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવે છે.

પ્રશ્ન 8.
MTPને અનુલક્ષીને નીચે વિધાનો આપેલાં છે. તેમાં સાચાં વિધાનો માટેનો યોગ્યસાચો વિકલ્પ પસંદ કરો:
(i) સામાન્ય રીતે પ્રથમ ટ્રાયમેસ્ટર (1 to 12 weeks) દરમિયાન MTPS ની સલાહ અપાય છે.
(ii) MTPsનો ઉપયોગગર્ભનિરોધક પદ્ધતિ તરીકે થાય છે.
(ii) MTPs હંમેશાં શસ્ત્રક્રિયા છે. (iv) MTPs માટે ગુણવત્તાસભર તજજ્ઞ મેડિકલ વ્યક્તિની જરૂરિયાત ધરાવે છે.
(A) (ii) અને (ii)
(B) (i) અને (iii)
(C) (i) અને (iv)
(D) (i) અને (ii)
જવાબ
(C) (i) અને (iv)

  • પ્રેરિત ગર્ભપાતને પ્રથમ ત્રિમાસિક દરમિયાન એટલે કે ગર્ભધારણના 12 અઠવાડિયા સુધી સલામત ગણવામાં આવે છે. બીજા ત્રિમાસિકના ગર્ભપાતને વધુ જોખમી ગણવામાં આવે છે.
  • પ્રેરિત ગર્ભપાત કાયમ માટે શસ્ત્રક્રિયા દ્વારા થતું નથી. ગર્ભપાત માટે કેટલીક ગોળીઓ વાપરવામાં આવે છે. તેઓનું કાર્ય ઋતુસ્ત્રાવ પ્રેરવાનો હોય છે કે જેના દ્વારા ફલિતાંડનું સ્થાપન થયેલ છે અથવા સ્થાપન પામેલ ગર્ભને દૂર કરે છે.
  • ભારતમાં મોટા ભાગના પ્રેરિત ગર્ભપાત ગેરકાયદેસર રીતે દાયણો દ્વારા કરાવવામાં આવે છે. આ સુરક્ષિત નથી અને માતાના મૃત્યુમાં પરિણમે છે. આથી પ્રેરિત ગર્ભપાત ફક્ત નોંધાયેલ દાક્તરોની હાજરીમાં કરાવવા જોઈએ.

પ્રશ્ન 9.
નીચે આપેલા જાતીય સંક્રમિત રોગોમાંથી એક રોગ ઓળખો કે જે ખાસ કરીને જાતીય અંગોને અસર કરી શકતો નથી.
(A) સિફિલિસ
(B) AIDS
(C) ગોનોરિયા
(D) જનનાંગીય મસા
જવાબ
(B) AIDS
સિફિલિસ, ગોનોરિયા અને જનનાંગીય હર્પિસ જાતીય સંક્રમિત રોગો (STD) ટ્રેપોનેમાં પેલીડિયમ, નેસેરીયા ગોનોરિયા અને હ્યુમન પેપીલોમા વાઇરસ દ્વારા થાય છે. આ પૅથોજેન્સ પ્રજનનાંગોને સીધેસીધાં અસર કરે છે અને નુકસાન કરે છે અને પ્રવાહીનો સ્રાવ, દુઃખાવો તેમજ જનનાંગોમાં સોજો આવે છે.

એઇડ્રસ (એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિસિયન્સી સિન્ડ્રોમ) એ માનવીમાં HIV વાઇરસ દ્વારા ઉદ્ભવતાં લક્ષણોના સમૂહ દ્વારા માનવીમાં જોવા મળે છે. તંદુરસ્ત વ્યક્તિ સાથે અસરકર્તા દ્વારા થતાં લિંગી સંબંધો દ્વારા ફેલાય છે. HIV વાઇરસ સીધેસીધાં લિંગી પ્રજનનાંગોને અસર કરતા નથી, પરંતુ અસરકર્તા વ્યક્તિના શરીરમાં લક્ષણોના બીજા સમૂહ (સેટ) ઉત્પન્ન કરે છે.

પ્રશ્ન 10.
નિરોધ એક અગત્યનું સૌથી વધુ પ્રખ્યાત ગર્ભનિરોધક. સાધન છે, કારણકે તેનીચેમાંથી એક કારણ ધરાવે છે.
(A) તે એક અસરકારકવીર્યસ્મલનનો અંતરાય છે.
(B) તેઓ સમાગમમાં ખલેલ ઉત્પન્ન કરતાં નથી.
(C) તે STDSના જોખમને ઘટાડવામાં મદદરૂપ થાય છે.
(D) ઉપર્યુક્ત તમામ
જવાબ
(D) ઉપર્યુક્ત તમામ
નિરોધ અવરોધકો છે કે જે પાતળા રબર કે રબરના પડના બનેલાં છે. તેઓ નરમાં શિશ્નને ઢાંકવા માટે તેમજ માદામાં યોનિમાર્ગ અને ગ્રીવાને ઢાંકવામાં વપરાય છે.

નિરોધને એક વખત વાપરીને ફેંકી દેવાના હોય છે. નિરોધ એઇટ્સ અને જાતીય સંક્રમિત (STDs) રોગો સામે રક્ષણ આપે છે. નિરોધને નિયમિત રીતે વાપરવા જોઈએ અને મૈથુનક્રિયા કરતાં પહેલાં પહેરવાં જોઈએ અન્યથા શુક્રકોષ સહિતનું પ્રવાહી યોનિમાર્ગમાં રહી જાય. તેઓ કોઇટલ ઍક્ટમાં કોઈદરમિયાનગીરી કરતાં નથી.

GSEB Solutions Class 12 Biology Chapter 4 પ્રાજનनिક स्वास्थ्य

પ્રશ્ન 11.
ZIFT પદ્ધતિને અનુલક્ષીને સાચું વિધાન પસંદ કરો.
(A) દાતા સ્ત્રીમાંથી અંડકોષ પ્રાપ્ત કરી, તેને ફલિતાંડ નિર્માણ માટેની સાનુકૂળતા ફેલોપિયન-નલિકામાં દાખલ કરાવવામાં આવે છે.
(B) દાતા સ્ત્રીમાંથી ફલિતાંડ પ્રાપ્ત કરીને તેને ફેલોપિયન નલિકામાં દાખલ કરાય છે.
(C) દાતા સ્ત્રીમાંથી ફલિતાંડ પ્રાપ્ત કરીને તેને ગર્ભાશયમાં દાખલ કરાય છે.
(D) દાતા સ્ત્રીમાંથી અંડકોષ મેળવીને ગર્ભાશયમાં વહન કરાવાય છે.
જવાબ
(B) દાતા સ્ત્રીમાંથી ફલિતાંડ પ્રાપ્ત કરીને તેને ફેલોપિયન નલિકામાં દાખલ કરાય છે.

  • માદા દાતા પાસેથી મેળવાયેલ ફલિતાંડ કે 8 ગર્ભકોષ્ઠી ખંડોવાળા પૂર્વભૂણને ફેલોપિયન નળી (અંડવાહિની)માં સ્થાનાંતર (ટ્રાન્સફર) કરવામાં આવે છે. આ પ્રક્રિયાને ઝાયગોટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર (ZIFT) કહેવામાં આવે છે.
  • 8 ગર્ભકોષ્ઠી ખંડો કરતાં વધારે ગર્ભકોઠીખંડો ધરાવતાં ભૂણને ગર્ભાશયમાં સ્થાનાંતર (ટ્રાન્સફર) કરવામાં આવે ત્યારે થતી પ્રક્રિયાને ઇન્ટ્રાયુટેરાઇન ટ્રાન્સફર (ICT) કહે છે.
  • જ્યારે માદા દાતા પાસેથી અંડકોષ પ્રાપ્ત કરી, અંડકોષ ઉત્પન્ન ન કરી શકતી માદાની અંડવાહિની (ફેલોપિયન ટ્યૂબ)માં સ્થાનાંતર કરવામાં આવે છે તે પ્રક્રિયાને ગેમેટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર (GIFT) કહેવામાં આવે છે.

પ્રશ્ન 12.
ગર્ભ અવરોધન માટેની એક સાચી શસ્ત્રપદ્ધતિકઈ છે?
(A) ઓરીક્ટોમી
(B) હીસ્ટેરેક્ટોમી
(C) વેસેક્ટોમી
(D) કેસ્ટ્રેશન
જવાબ
(C) વેસેક્ટોમી
શસ્ત્રક્રિયા પદ્ધતિને વંધ્યીકરણ પદ્ધતિ કે જે આખરી અને કાયમી પદ્ધતિ છે કે જે દ્વારા જનનકોષના વહનને અટકાવે છે અને તે દ્વારા ગર્ભધારણ અટકાવે છે. નરમાં તેને પુરુષ નસબંધી કે વાસેક્ટોમી કહે છે, જ્યારે સ્ત્રીમાં તેને સ્ત્રી નસબંધી કે ટ્યુબેક્ટોમી કહે છે.
GSEB Solutions Class 12 Biology Chapter 4 પ્રાજનनिક स्वास्थ्य 1

પ્રશ્ન 13.
સ્ત્રીઓ દ્વારા ઉપયોગમાં લેવાતાં ગર્ભનિરોધક સાધનોમાં પટલનો સમાવેશ થાય છે. નીચે આપેલ વિધાનોમાંથી સાચાં વિધાનો માટે યોગ્ય સાચો વિકલ્પ પસંદ કરોઃ
(i) તેઓને ગર્ભાશયમાં દાખલ કરાય છે.
(ii) તેઓને ગ્રીવા પ્રદેશને ઢાંકવા માટે મુકાય છે.
(iii) તેઓ શુક્રકોષના પ્રવેશ માટે ભૌતિક અંતરાય છે.
(iv) તેઓ શુક્રકોષનાશકકારકોતરીકે કાર્ય કરે છે.
(A) (i) અને (ii)
(B) (i) અને (iii)
(C) (ii) અને (iii)
(D) (iii) અને (iv)
જવાબ
(C) (ii) અને (iii)

  • આંતરપટલ, ગ્રીવા ટોપી અને વોલ્ટસ (શંકુ આકારની) ટોપી એ રબરના બનેલાં અવરોધકો છે કે જેઓને મૈથુનક્રિયા દરમિયાન માદાના પ્રજનનમાર્ગમાં ગ્રીવાના પ્રદેશને ઢાંકવા માટે દાખલ કરવામાં આવે છે. તેઓ ગ્રીવા દ્વારા શુક્રકોષોના પ્રવેશને અટકાવે છે.
  • ઉપર જણાવેલ અવરોધકો સાથે શુક્રકોષનાશક એજન્ટ તરીકે કાર્ય કરતાં પદાર્થો તરીકે ક્રીમ, જેલી અને ફોમ્સ વાપરવામાં આવે છે કે જે કે અવરોધકોની અવરોધક શક્તિને વધારે છે.

અતિ ટૂંકજવાબી પ્રશ્નો (vsQs)

પ્રશ્ન 1.
“પ્રાજનનિક સ્વાથ્યને માત્ર પ્રાજનનિક કાર્યો સંબંધિત સ્વાથ્ય તરીકે ગણાય છે તેની ચર્ચા કરો.
ઉત્તર:

  1. વિશ્વ સ્વાસ્થ સંસ્થા (WHO)ના સંદર્ભે, પ્રાજનનિક સ્વાથ્ય એટલે કે પ્રજનનના બધા પાસા જેવા કે શારીરિક, લાગણીપ્રધાન, વર્તણૂક સંબંધિત સામાજિક પાસાઓ.
  2. આથી સમાજની વ્યક્તિઓ પ્રજનનની દૃષ્ટિએ શારીરિક અને ક્રિયાત્મક બાબતે સામાન્ય પ્રજનન અંગો અને સામાન્ય લાગણી અને વર્તણૂકની પારસ્પરિક અસરો તેઓની વચ્ચે ધરાવે છે તેને પ્રાજનનિક સ્વાથ્ય કહેછે.

પ્રશ્ન 2.
લોકોના પ્રાજનનિક સ્વાથ્ય સંબંધિત સુધારો કરવા માટે સરકારના પ્રાજનનિક અને બાળ સ્વાથ્ય સંબંધિત કાર્યક્રમ વિશે ચર્ચા કરો.
ઉત્તર:
ભારત એ વિશ્વનો પ્રથમ દેશ છે જેણે સમગ્રગ્રાહી પ્રાજનનિક સ્વાથ્યને એક સામાજિક ધ્યેય તરીકે પ્રાપ્ત કરવા માટેના રાષ્ટ્રીય સ્તરે કાર્યક્રમના અલગીકરણનો પ્રારંભ કર્યો.

આ કાર્યક્રમોને કુટુંબનિયોજન કહે છે. જેનો પ્રારંભ 1951માં થયો અને છેલ્લા દાયકાઓમાં તેની સમયાંતરે સમીક્ષા કરવામાં આવતી રહી. સુધારેલા કાર્યક્રમોમાં વધુ પ્રજનન સંબંધિત ક્ષેત્રોને સાંકળીને વર્તમાન સમયે કાર્યરત કરવામાં આવ્યા તેને “પ્રાજનનિક અને બાળ સ્વાથ્ય સંભાળ (RCH) (Reproductive and Child Health Care Programmes) કાર્યક્રમ”ના પ્રચલિત નામે ઓળખવામાં આવે છે.

લોકોમાં વિવિધ પ્રજનન સંબંધિત બાબતોએ જાગૃતતા લાવવી અને સવલતો પૂરી પાડવી અને સમાજમાં પ્રાજનનિક સ્વાથ્ય ઊભું કરવા મદદ કરવી તે આ કાર્યક્રમોની પ્રધાન જવાબદારીઓ છે.

પ્રશ્ન 3.
ભારતમાં હાલમાં વસ્તી-વૃદ્ધિદર એક એલાર્મ સમાન છે. તે ઘટાડવા માટેના ઉપાયોની ચર્ચા કરો.
ઉત્તર:

  • હાલમાં ભારતમાં વસ્તીવધારાનો દર ઍલાર્મ સમાન છે. જે તે વિસ્તારમાં વધુ સારી પ્રગતિ થવાને બદલે, ચેતવણી સમાન વધુ વૃદ્ધિદર આપણી પાયાની જરૂરિયાતો જેવી કે ખોરાક, રહેઠાણ અને કપડાની અછત તરફ દોરી જાય છે.
  • આ સમસ્યાને દૂર કરવા નીચે પ્રમાણેના કેટલાંક અગત્યના ઉપાયો કરવા જોઈએ:
    1. લગ્ન કરવા યોગ્ય માદાની ઉંમર વધારીને 18 વર્ષ અને નાની ઉંમર વધારીને 21 વર્ષની કરવી જોઈએ.
    2. નાનાં કુટુંબો માટે જન્મ નિયંત્રણના સાધનોના વપરાશ માટે પ્રેરવા જોઈએ.
    3. નાના કુટુંબો ધરાવતા યુગલોને પ્રોત્સાહક ઇનામો આપવા જોઈએ.
    4. લોકોને અનિયંત્રિત વસ્તીવધારાના ગેરફાયદા વિશે શિક્ષિત કરવા જોઈએ.

GSEB Solutions Class 12 Biology Chapter 4 પ્રાજનनिક स्वास्थ्य

પ્રશ્ન 4.
STDsને સ્વઉપાર્જિત રોગોતરીકે ગણવામાં આવે છે’ ચર્ચા કરો.
ઉત્તર:

  • રોગો કે ચેપ જાતીય સમાગમ દ્વારા થયેલ હોય તેને જાતીય સંક્રમિત રોગો કે ગુપ્ત રોગો (VD) કે પ્રજનન માર્ગના ચેપ (RTI) કહે છે.
  • બધા લોકો આ બધા ચેપથી માહિતગાર હોવા છતાં, તેઓના આ સંબંધો વધુ પ્રમાણમાં 15 થી 24 વર્ષની ઉંમરની વ્યક્તિઓમાં જોવા મળે છે. જાતીય સંક્રમિત રોગો (STD)ને જાતે આમંત્રિત કરેલ રોગો તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે નીચેના હેતુમાંથી કોઈ એક દ્વારા આ ચેપમાંથી મુક્ત રહી શકાય છે.
    1. અજાણ્યા સાથી કે ઘણા સાથીઓ સાથેનો જાતીય સંબંધ ટાળવો.
    2. મૈથુનક્રિયા વખતે નિરોધ વાપરવા જોઈએ.
    3. ક્ષોભજનક લાગતાં કિસ્સામાં ડૉક્ટરનો સંપર્ક કરી અને જો રોગનું નિદાન થાય તો તેની સારવાર કરાવવી.

પ્રશ્ન 5.
‘શાળાકીય સ્તરે પ્રજનન સંબંધિત મુદ્દાઓની જાણકારીની સમજૂતી આપવી જરૂરી છે’વિધાનની યથાર્થતા જણાવો.
ઉત્તર:
શાળાકીય સ્તરે પ્રજનન સંબંધિત મુદ્દાઓની જાણકારીની સમજૂતી આપવી જરૂરી છે :

  1. શાળામાં જાતીય શિક્ષણ વિષયક માહિતી આપવી જોઈએ કે જેથી ખોટી માન્યતાઓ અને પ્રજનન સંબંધિત ખોટા ખ્યાલોથી બાળકો દૂર રહે.
  2. પ્રજનન અંગો, તે સંબંધિત ફેરફારો, સલામત અને આરોગ્યપ્રદ જાતીય ટેવો, જાતીય સંક્રમિત રોગો (STDs) વગેરેની યોગ્ય માહિતી આપવી જોઈએ.
  3. અનિયંત્રિત વસ્તીવૃદ્ધિને કારણે સર્જાતી સમસ્યાઓ : સામાજિક અનિષ્ટો, સામાજિક દૂષણો જેવાં કે જાતીય શોષણ અને જાતિ સંબંધિત ગુનાઓ વગેરે.
  4. લોકોને જન્મદર નિયંત્રણના વિકલ્પો, ગર્ભવતી સ્ત્રીની સાવચેતી, બાળકના જન્મ બાદ માતા અને બાળકની સાવચેતી, સ્તનપાનની અગત્યતા, નર અને માદા બાળકને સમાન તક વગેરેથી શિક્ષિત કરવા.

પ્રશ્ન 6.
“સહાયક પ્રજનન પદ્ધતિ” (ART) પ્રોગ્રામનો પ્રાથમિક હેતુ જણાવો.
ઉત્તર:
સહાયક પ્રજનન ટેક્નોલૉજી (ART) કાર્યક્રમો એ કેટલીક વિશિષ્ટ પદ્ધતિઓ સાથે સંકળાયેલ છે. સહાયક પ્રજનન ટેક્નોલૉજીનો પ્રાથમિક હેતુ નિઃસંતાન દંપતીઓને બાળક પ્રાપ્તિમાં સહાયક કેટલીક વિશિષ્ટ પદ્ધતિઓ જેવી કે ઝાયગોટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર | (ZIFT); IUT; ગેમેટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર (GIFT); ICSI, Aવિગેરે કે જ્યાં સુધારણાની સારવાર શક્ય નથી.

પ્રશ્ન 7.
ગર્ભનિરોધકતા તરીકે પ્રોજેસ્ટેરોન-ઇસ્ટ્રોજનના સંયુક્તકીકરણની અગત્ય શું છે?
ઉત્તર:

  1. પ્રૉજેસ્ટોરોન અથવા પ્રોજેસ્ટોરન – ઇસ્ટ્રોજનના સંયુક્ત સંયોજન ગર્ભ અવરોધક તરીકે અગત્યનો ભાગ ભજવે છે. તેઓને ગોળીઓ કે પિલ્સ તરીકે વાપરવામાં આવે છે. તે અંડકોષપાતને અને ગર્ભધારણને અટકાવે છે.
  2. સ્ત્રીઓ દ્વારા તેઓને ઇજેક્શન તરીકે અથવા ચામડીની નીચે મૂકવામાં આવે છે. તેઓની ક્રિયાશીલતા ગોળી જેવી જ હોય છે, પરંતુ ક્રિયાશીલતાનો સમય લાંબો રહે છે.

પ્રશ્ન 8.
પ્રેરિત ગર્ભપાત (MTP) માટે સખત પરિસ્થિતિઓ કરવામાં આવેલ છે. તેમાટેનાં બેકારણો આપો.
ઉત્તર:

  1. દાક્તરી ગર્ભનિકાલ કે પ્રેરિત ગર્ભપાત (MTP)માં સખત ધારાધોરણ નીચેના બે કારણોને લીધે જાળવવામાં આવે છે:
  2. (a) ન જોઈતી ગર્ભાવસ્થાથી છૂટકારો મેળવવા
    (b) જ્યારે ગંભીર ખોડખાંપણ કે ન સુધરી શકે તેવા રોગોથી ગર્ભ પીડાતો હોય અથવા જ્યારે સતત ગર્ભાવસ્થા કે જે માતા અને ગર્ભ બંનેને જીવલેણ કે હાનિકારક હોય ત્યારે તે જરૂરી બને છે.

પ્રશ્ન 9.
પુરુષ કે જેનાં શુક્રપિંડોવૃષણકોથળીમાં ઊતરવામાં નિષ્ફળ જાય, તો અફળદ્રુપતાસર્જાય છે. શા માટે?
ઉત્તર:
શુક્રપિંડ તાપમાનથી વધુ સંવેદનશીલ હોય છે. જો તેઓ તરુણાવસ્થા પહેલાં વૃષણકોથળીમાં નીચે ઊતરે નહીં તો તેઓમાં શુક્રકોષો બનવાનું બંધ થાય છે જેથી નરમાં વંધ્યતા જોવા મળે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 4 પ્રાજનनिક स्वास्थ्य

પ્રશ્ન 10.
લેન્ટેશન એમેનોરિયા એક ગર્ભનિરોધક પદ્ધતિ માટેના બે ફાયદા જણાવો.
ઉત્તર:
લેક્ટશન ઍમનોરિયા ગર્ભનિરોધક પદ્ધતિના બે ફાયદાઓ નીચે આપેલ છે:

  1. માતા સંપૂર્ણ રીતે બાળકને સ્તનપાન કરાવે છે ત્યાં સુધી ગર્ભધારણની શક્યતાઓ લગભગ નહિવત્ હોય છે.
  2. માતાએ કોઈ ગોળી કે સાધનોની જન્મદર નિયંત્રણ માટે વાપરવાની જરૂર રહેતી નથી. તેથી તેની આડઅસરો નહિવત્ હોય છે.

ટંકજવાબી પ્રકારના પ્રશ્નો

પ્રશ્ન 1.
ભારતમાં પ્રાજનનિક સ્વાધ્યની ગુણવત્તા સુધારવા માટેના અગત્યના મુદ્દાઓને તમે સૂચવો.
ઉત્તર:
ભારતમાં પ્રાજનનિક સ્વાથ્ય સુધારવા માટે નીચે આપેલાં પગલાં જરૂરી બને છે :

  1. મજબૂત આંતરિક સવલતો, વ્યાવસાયિક નિષ્ણાતોની હાજરી પ્રાજનનિક સ્વાથ્યના કાર્યક્રમને સફળ બનાવવા જરૂરી છે.
  2. લોકોને જન્મ નિયંત્રણ પદ્ધતિઓ, ગર્ભધારણ કરતી સ્ત્રીઓની સાવચેતી અને સંભાળ, સ્તનપાનની અગત્યતા; સંરક્ષિત અને સ્વચ્છ લિંગી પ્રજનન અને જાતીય સંક્રમિત રોગો (STD) સામે રક્ષણ અંગેની માહિતી આપવામાં આવે છે.
  3. શાળાઓમાં જાતીય શિક્ષણ દ્વારા તરુણોને સાચી માહિતી પૂરી પાડવામાં આવે છે.
  4. શ્રાવ્ય – દૃશ્ય માધ્યમો અને સમાચારપત્રોના માધ્યમ દ્વારા વ્યક્તિઓમાં પ્રાજનનિક સ્વાથ્યને લગતી જાગૃતિ પેદા કરવા વિવિધ પગલાંઓ લેવામાં આવે છે.
  5. વસ્તી વૃદ્ધિને કારણે સર્જાતી સમસ્યાઓ, સામાજિક અનિષ્ટો જેવાં કે જાતીય શોષણ, જાતિ સંબંધિત ગુનાઓ વગેરેને અટકાવવા અંગેની જાગૃતિ.
  6. જાતિ પરીક્ષણ (એમ્નિઓસેન્ટેસીસ) માટે કાયદાકીય રીતે પ્રતિબંધ મૂકવામાં આવે છે કે જેથી માદાના ગર્ભનું અને ગર્ભપાતનું કાયદેસર પરીક્ષણ થઈ શકે.

પ્રશ્ન 2.
GIFT પદ્ધતિમાં સ્ત્રીના જન્યુઓને ફેલોપિયન નલિકામાં દાખલ કરવામાં આવે છે. શું જન્યુઓ ગર્ભાશય સુધી વહન પામતા સમાન પરિણામ આવે છે? સમજાવો.
ઉત્તર:

  • ગેમેટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર (GIFT) પદ્ધતિમાં માદા પ્રજનનકોષ (અંડકોષ)ને અંડવાહિનીમાં સ્થળાંતરણ કરાવવામાં આવે છે. પ્રજનનકોષોને ગર્ભાશયમાં સ્થળાંતરણ કરી શકાતા નથી. કારણ કે ગર્ભાશયનું વાતાવરણ અનુકૂળ હોતું નથી કે જેથી પ્રજનન કોષોને રક્ષિત કરી શકાતા નથી.
  • જો તેઓને ગર્ભાશયમાં સીધેસીધાં સ્થળાંતરણ કરવામાં આવે તો તેઓ નાશ પામે છે અથવા ફેગોસાઇટ્સ દ્વારા નાશ પામે છે અને જીવંત ફલિતાંડ ઉત્પન્ન થઈ શકશે નહીં.

પ્રશ્ન 3.
નોન-મેડિકેટેડપદ્ધતિઓ કરતાં કોપર આયનો મુક્તકરતાં IUDs વધારે ક્ષમતાપૂર્ણ છે. શા માટે ?
ઉત્તર:
GSEB Solutions Class 12 Biology Chapter 4 પ્રાજનनिક स्वास्थ्य 2

  • માદાના ગર્ભાશયમાં બહારનો ઘટક દાખલ કરવાથી ગર્ભઅવરોધકતા મેળવી શકાય છે. આને ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ IUDs કહે છે.
  • આ IUDs ના બે પ્રકાર છેઃ (a) બિનઔષધીય IUDs (ઉદા. લિપસ લૂપ, કૉપર મુક્ત કરતું IUDs (CuT, Cu7, મલ્ટિ લોડ 375) (b) અંતઃસ્ત્રાવ મુક્ત કરતા IUDs (પ્રોજેસ્ટાસર્ટ, LNG-20) પ્રાપ્ય છે.
  • IUDs ગર્ભાશયની અંદર શુક્રકોષોના ભક્ષણ (phagocytosis)માં વધારો કરે છે અને મુક્ત થતા Cu આયન શુક્રકોષોની ગતિશીલતા (ચલિતતા) અને ફલન ક્ષમતાને અવરોધે છે. આ ઉપરાંત અંતઃસ્ત્રાવ મુક્ત કરતા IUDs ગર્ભાશયને ગર્ભધારણ માટે અયોગ્ય બનાવે છે, ગ્રીવાને શુક્રકોષો માટે પ્રતિકૂળ કરે છે.
  • IUDs જે સ્ત્રીઓ ગર્ભધારણમાં વિલંબ કે બાળકો વચ્ચે સમયગાળો કોપર-T (CuT) ઇચ્છે છે તેમના માટે આદર્શ ગર્ભનિરોધક છે.

પ્રશ્ન 4.
ભારતમાં વસ્તી-વિસ્ફોટમાં ભાગ લેતાં શક્ય પરિબળો કયાં છે?
ઉત્તર:
ભારતમાં વસ્તીવિસ્ફોટ માટે જવાબદાર પરિબળો (કારણો) નીચે મુજબ છે :

  1. અજ્ઞાનતા અને સંપૂર્ણ જાગૃતિનો અભાવ ખાસ કરીને ગામડાના વિસ્તારોમાં વસ્તી વિસ્ફોટ માટે જવાબદાર છે.
  2. ગરીબાઈ અને અજ્ઞાનતા
  3. માદા બાળક માટે સામાજિક કલંક અને નર બાળક માટેની આશા. (ઇચ્છા)
  4. મૃત્યુદરમાં ઘટાડો.
  5. માતા અને બાળકના મૃત્યુદરમાં ઘટાડો
  6. પ્રજનનવયજૂથ ધરાવતા લોકોની સંખ્યામાં વધારો.

પ્રશ્ન 5.
IVF અને ET વિશે ટૂંકમાં સમજાવો અને તે કઈ પરિસ્થિતિમાં સલાહપૂર્ણ છે. તે જણાવો.
ઉત્તર:
IVF – ઇન વિટ્રો ફર્ટિલાઈઝેશનઃ IVF (શરીરની બહાર શરીર જેવી સ્થિતિમાં ફલન), ભૂણ સ્થળાંતરણ (ET) ને લગતી પદ્ધતિ છે.

  • આ પદ્ધતિ પ્રચલિત રીતે ટેસ્ટટ્યૂબ બેબી કાર્યક્રમ તરીકે ઓળખાય છે.
  • આમાં પત્ની (દાતા)ના અંડકોષને, પતિ/દાતા (પુરુષ)ના શુક્રકોષથી પ્રયોગશાળાની સીમ્યુલેટેડ સ્થિતિમાં ફલન કરાવાય છે. ફલિતાંડકે પ્રારંભિક ભૂણ (8કોષીય (blastomere))ને અંડવાહિનીમાં તબદીલ કરાય છે.
  • આને ઝાયગોટ ઇન્સ્ટાફેલોપિયન ટ્રાન્સફર-ZIFT પણ કહે છે.
  • 8 કોષથી વધુ ગર્ભકોઠી કોષો ધરાવતો ભૂણ હોય તો આગળનો વિકાસ પૂર્ણ કરવા તેને ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરાય છે. આને આંતર ગર્ભાશય સ્થાનાંતર (ICT) કહે છે. તે ઇન વિવો (In vivo) ફલન (સ્ત્રીના શરીરમાં જ જનનકોષોનું સંયોજન)થી બનતા ભૂણને પણ સ્થાનાંતરણ માટે ઉપયોગમાં લેવાય છે.

GSEB Solutions Class 12 Biology Chapter 4 પ્રાજનनिક स्वास्थ्य

પ્રશ્ન 6.
કૃત્રિમ પદ્ધતિઓ કરતાં નૈસર્ગિક ગર્ભનિરોધક પદ્ધતિઓ કઈ બાબતે ફાયદાકારક છે. તે જણાવો.
ઉત્તર:
આ પદ્ધતિમાં કોઈ દવાઓ કે સાધનોનો ઉપયોગ થતો નથી. આથી કોઈ આડઅસર જોવા મળતી નથી. નોંધ : આ પદ્ધતિઓની નિષ્ફળ જવાની તકો પણ ઘણી ઊંચી રહેલ છે.

પ્રશ્ન 7.
કઈપરિસ્થિતિઓમાં પ્રેરિત ગર્ભપાતસલાહભરેલું છે?
ઉત્તર:

  • પગર્ભધારણના પૂર્ણ સમય પહેલાં ઇરાદાપૂર્વક અથવા સ્વૈચ્છિક ગર્ભપાતને દાક્તરી ગર્ભપાત (MTP) અથવા પ્રેરિત ગર્ભપાત કહે છે.
  • ગર્ભધારણના પહેલા બાર અઠવાડિયા એટલે કે ત્રણ મહિના દરમિયાન કરવામાં આવેલ MTP વધુ સુરક્ષિત મનાય છે. બીજા ત્રણ મહિનામાં જો ગર્ભપાત કરાવાય તો તે ઘાતક બને છે.
  • નીચે આપેલ બાબતો માટે પ્રેરિત ગર્ભપાત કરાવી શકાય : (i) સતત ગર્ભાધાનથી સર્જાતું ગર્ભવતી સ્ત્રીના જીવનનું જોખમ કે તેણીના શારીરિક કે માનસિક સ્વાથ્યને થતી ગંભીર ઇજા માટે (ii) જન્મનાર બાળક નોંધપાત્ર જોખમી હોય, તે શારીરિક કે માનસિક અનિયમિતતાના કારણે વિકલાંગ થવાની શક્યતા હોય.
  • MTP સામાન્ય રીતે અસુરક્ષિત સમાગમ અથવા સમાગમ દરમિયાન ઉપયોગમાં લેવાયેલા ગર્ભનિરોધની નિષ્ફળતા કે બળાત્કારને કારણે અનૈચ્છિક ગર્ભધારણથી છૂટકારો મેળવવા થાય છે.

પ્રશ્ન 8.
આદર્શ ગર્ભનિરોધક સાધન માટેનાં આવશ્યક જરૂરી લક્ષણો વિશે જણાવો.
ઉત્તર:

  1. આદર્શ ગર્ભનિરોધક ઉપયોગ કરનારનાં હિતોનું રક્ષણ કરવાવાળું હોવું જોઈએ.
  2. સહેલાઈથી પ્રાપ્ય હોવું જોઈએ.
  3. પ્રતિવર્તી સાથે ઓછામાં ઓછી આડઅસર ધરાવતું હોવું જોઈએ.
  4. ઉપયોગ કરનારની કામેચ્છા/ઉત્તેજના સંવનનમાં અવરોધરૂપ ના હોવું જોઈએ.

પ્રશ્ન 9.
બધા જ પ્રાજનનીય માર્ગના ચેપ (RTIS) STDs ને પ્રેરે છે, પરંતુ બધા STDs એ RTIs ને પ્રેરતાં નથી. ઉદાહરણ સાથે યથાર્થતા જણાવો.
ઉત્તર:
સામાન્ય જાતીય સંક્રમિત રોગો હિપેટાઇટીસ -B અને AIDS જાતીય અંગોમાં થતા રોગો નથી. જોકે તેઓના ફેલાવવા માટે જાતીય સંપર્ક જવાબદાર છે. > બીજા અન્ય રોગો જેવાં કે ગોનોરિયા; સિફિલસ; જનનાંગીય હર્પિસ; હિપેટાઇટીસ-બીનો ફેલાવો જાતીય સંપર્ક દ્વારા થાય છે. પ્રજનન માર્ગના ચેપ હોય છે. તેથી તેઓ STDs અને RTIછે જ્યારે AIDS અને હિપેટાઇટીસ-B STDs છે, RTI નથી.

GSEB Solutions Class 12 Biology Chapter 4 પ્રાજનनिક स्वास्थ्य

દીર્ણજવાબી પ્રશ્નો

પ્રશ્ન 1.
અફળદ્રુપતા દર્શાવતાં દંપતીઓ માટે કઈ સહાયક પ્રજનન પદ્ધતિ મદદરૂપ બની શકે છે? કોઈ પણ ત્રણ ટેનિક્સવર્ણવો.
ઉત્તર:

  • કેટલીકવિશિષ્ટ પદ્ધતિઓ કે જેને સહાયક પ્રજનન પદ્ધતિઓ (ART) કહે છે. તેના દ્વારા દંપતીઓ સંતાન પ્રાપ્તિ કરી શકે છે.
  • (i) IVF – ઇન વિટ્રો ફર્ટિલાઈઝેશનઃ IVF (શરીરની બહાર શરીર જેવી સ્થિતિમાં ફલન), ભૂણ સ્થળાંતરણ (ET) ને લગતી પદ્ધતિ છે.
  • આ પદ્ધતિ પ્રચલિત રીતે ટેસ્ટટ્યૂબ બેબી કાર્યક્રમ તરીકે ઓળખાય છે.
  • આમાં પત્ની (દાતા)ના અંડકોષને, પતિ/દાતા (પુરુષ)ના શુક્રકોષથી પ્રયોગશાળાની સીમ્યુલેટેડ સ્થિતિમાં ફલન કરાવાય છે. ફલિતાંડકે પ્રારંભિક ભૂણ (8કોષીય (blastomere))ને અંડવાહિનીમાં તબદીલ કરાય છે.
  • આને ઝાયગોટ ઇન્સ્ટાફેલોપિયન ટ્રાન્સફર-ZIFT પણ કહે છે.
  • 8 કોષથી વધુ ગર્ભકોઠી કોષો ધરાવતો ભૂણ હોય તો આગળનો વિકાસ પૂર્ણ કરવા તેને ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરાય છે. આને આંતર ગર્ભાશય સ્થાનાંતર (ICT) કહે છે. તે ઇન વિવો (In vivo) ફલન (સ્ત્રીના શરીરમાં જ જનનકોષોનું સંયોજન)થી બનતા ભૂણને પણ સ્થાનાંતરણ માટે ઉપયોગમાં લેવાય છે.
  • (ii) GIFT: જે સ્ત્રીઓ અંડકોષો ઉત્પન્ન કરી શકતી નથી, પણ તે ફલન અને આગળના વિકાસ માટેનું યોગ્ય પર્યાવરણ પૂરું પાડી શકે છે તેમના માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે.
  • મારા આ પદ્ધતિમાં દાતામાંથી અંડકોષ લઈ એ સ્ત્રીની અંડવાહિનીમાં સ્થાનાંતરિત (GIFT – ગેમેટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર) કરાય છે.
  • (iii) AI: પ્રયોગશાળામાં ભૂણ બનાવવાની વિશિષ્ટ પદ્ધતિ આંતરકોષરસીય શુક્રકોષ નિક્ષેપણ (ICSI – ઇન્ટ્રા સાયટોપ્લાઝમિક સ્પર્મ ઇજેક્શન) છે. જેમાં શુક્રકોષને સીધેસીધો અંડકોષમાં દાખલ કરવામાં આવે છે.
  • વંધ્યતા કે અફળદ્રુપતા તેની પુરુષ સાથી સ્ત્રીમાં વીર્ય દાખલ કરવા સક્ષમ ના હોવાને કારણે અથવા અલનમાં શુક્રકોષની સંખ્યા ખૂબ ઓછી હોવાને કારણે હોય છે. તેને કૃત્રિમ વીર્યદાન (AI-આર્ટિફિશીયલ ઈનસેમીનેશન) દ્વારા સુધારી શકાય છે.
  • આમાં વીર્યને પતિ/દાતામાંથી એકત્રિત કરી સ્ત્રીના યોનિમાર્ગ કે ગર્ભાશયમાં દાખલ કરાય છે (IUI – ઇન્ટ્રા યુટીરાઇન ઇનસેમીનેશન).
  • આ બધા વિકલ્પોનિષ્ણાત તબીબો અને ચોકસાઈપૂર્વકના સંચાલનથી શક્ય બની શકે છે.
  • આમાં, અંતિમ ઉપાય બાળકને દત્તક લઈ સંતાન પ્રાપ્તિ કરવી તે પણ શ્રેષ્ઠ ઉપાય છે.

પ્રશ્ન 2.
અંતઃસ્ત્રાવી ગર્ભનિરોધકોની ક્રિયાવિધિ અને તેઓના ફાયદા અને ગેરફાયદાઓની ચર્ચાકરો.
ઉત્તર:

  • હાલમાં મળતા આંતર ગર્ભાશયના ઉપાયો IUDs) આ પ્રમાણે છે :
    (a) બિનઔષધીય IUDs (ઉદા: Lippes Loop)
    (b) કૉપરનો સ્રાવ કરતાં IUDs (ઉદા. CuT, Cu-7, મલ્ટિલોડ 375)
    (c) અંતઃસ્ત્રાવ મુક્ત કરતાં IUDs (ઉદા., પ્રોજેસ્ટાસર્ટ, LNG-20).
  • અંતઃસ્ત્રાવી અવરોધકોની પ્રક્રિયાના પ્રકારો : અંતઃસ્ત્રાવ મુક્ત કરતાં IUDs ગર્ભસ્થાપન માટે ગર્ભાશયને બિન અનુકૂળ બનાવે છે અને યોનિમાર્ગશુક્રકોષોને પ્રતિકૂળ બને છે.
  • પ્રોજેસ્ટોજેનને ઇજેક્શન સ્વરૂપે વાપરી શકાય છે અને તેનો ધીમે ધીમે સ્રાવ પ્રેરે છે. અંડકોષપાત અટકાવે છે.
  • અંતઃસ્ત્રાવી અવરોધકોના લાભ : પ્રૉજેસ્ટોજેનનું નિયમન અથવા પ્રોજેસ્ટોજેન – ઇસ્ટ્રોજન સમૂહમાં અથવા IUDs મૂક્યાના 72 કલાકમાં, તાત્કાલિક ગર્ભઅવરોધક તરીકે અસરકારક જોવા મળે છે. તેનાથી બળાત્કાર અથવા અસુરક્ષિત મૈથુન ક્રિયાને કારણે થતાં ગર્ભાધાનને રોકી શકાય છે.
  • અંતઃસ્ત્રાવી ગર્ભઅવરોધકોના ગેરલાભ :
    1. આંતર ગર્ભાશયના ઉપાયો (IUDs)ને સ્ત્રીઓના આદર્શ ગર્ભઅવરોધકો તરીકે કહેવામાં આવે છે, પરંતુ તેઓ ગંભીર રીતે આડઅસરો (સાઇડ ઇફેક્ટ) દર્શાવે છે.
    2. તે ઍલર્જિક અસરો દર્શાવે છે.
    3. જો તેઓને અવ્યવસ્થિત રીતે મૂકવામાં આવે તો પેશીઓને નુકસાન કરે છે તેમજ રુધિરસ્ત્રાવ થાય છે.
    4. અંતઃસ્ત્રાવી ગર્ભઅવરોધકો (IUDs) સામાન્ય અંતઃસ્ત્રાવી પ્રમાણને નુકસાન પહોંચાડે છે. પછીથી જો ગર્ભધારણ ઇચ્છવામાં આવે તો પણ તે થતું નથી.
    5. કૃત્રિમ રીતે તેમના અંતઃસ્ત્રાવો, શરીરની સામાન્ય અંતઃસ્ત્રાવી પ્રક્રિયાઓને ખોરવે છે.

પ્રશ્ન 3.
STDs ની પ્રાજનનિક સ્વાથ્યને અસર પહોંચાડે છે. આવા કોઈ પણ બે રોગો વર્ણવો અને અવરોધનનાં માપનો વિશે સૂચન કરો.
ઉત્તર:
જે ચેપ અથવા રોગો જાતીય સમાગમ દ્વારા સંક્રમિત થતા હોય તેને સામૂહિક રીતે જાતીય સંક્રમિત ચેપ (ST) અથવા સમાગમને લગતા રોગો (venereal diseases-VD) અથવા પ્રજનનમાર્ગના ચેપ (reproductive tract infection-RTI) કહે છે. ગોનોરિયા, સિફિલિસ, જનનાંગીય હર્પિસ, ક્લેમાડિયાસિસ, જનનાંગીય મસા, ટ્રાયકોમોનિઆસિસ, હિપેટાઈટીસ-બી અને અલબત્ત, તાજેતરનાં વર્ષોમાં સૌથી વધુ ચર્ચિત HIVચેપ જAIDSમાં પરિણામે છે. આ બધા કેટલાક સામાન્ય STIs છે. આમાંનો HIVનો ચેપ સૌથી ખતરનાક છે.

કેટલાંકચેપો જેવા કે હિપેટાઇટીસ-બી અને HIV સંક્રમિત વ્યક્તિ માટે વપરાયેલ ઇન્વેક્શનની સોય, વાઢકાપનાં સાધનો વગેરેની અદલાબદલીથી પણ ફેલાય છે. રુધિરાધાન અથવા ચેપી માતાથી તેના ગર્ભસ્થ શિશુમાં પણ સંચારિત થાય છે. હિપેટાઇટીસ-બી. જનનાંગીય હર્પિસ અને HIV ચેપ સિવાયના અન્ય રોગોનું તે જો વહેલા નિદાન થાય અને યોગ્ય સારવાર મળે તો તે સંપૂર્ણપણે સાધ્ય છે. આ રોગોના શરૂઆતનાં ચિહનો ખૂબ જ ગૌણ હોય છે જેવા કે જનનાંગીય વિસ્તારમાં ખંજવાળ, પ્રવાહીસ્રાવ, સામાન્ય દુઃખાવો, સોજો વગેરે છે.

ઘણીવાર સંક્રમિત સ્ત્રીઓમાં આ રોગોનાં ચિહ્નો દેખાતાં નથી અને તેથી તે લાંબા સમય સુધી અનિદાનીત રહે છે. ચેપની શરૂઆતની અવસ્થામાં ચિહ્નોનું ન દેખાવવું અથવા ઓછાં લક્ષણો દેખાવવા અને STIsથી જોડાયેલ સામાજિક કલંકનો ડર, સંક્રમિત વ્યક્તિને સમયસર નિદાન અને ઉચિત ઉપચારથી રોકે છે. આ આગળ જતાં સમસ્યામાં વધારો કરે છે, જેમાં નિતંબની બળતરાના રોગો (pelvic inflammatory diseases-PID), ગર્ભપાત, મૃત બાળકનો જન્મ, ગર્ભાશયની બહારઅંડવાહિની ગર્ભધારણ, અફળદ્રુપતા અથવા પ્રજનનમાર્ગનું કૅન્સર થઈ શકે છે.

  • STIs સ્વસ્થ સમાજ માટે મોટો ખતરો છે.
  • આવા રોગોની શરૂઆતની અવસ્થામાં નિવારણ તથા નિદાન અને સારવાર કરાવવી જરૂરી છે.
  • 15 થી 24 વર્ષની વયજૂથની વ્યક્તિઓમાં STIનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે.
  • તેને અટકાવવાના ઉપાયો નીચે પ્રમાણે છે :
    1. ચેપ લાગ્યા પછી ઇલાજ કરવો તેના કરતા તેનો અટકાવ કરવો શ્રેષ્ઠ છે.
    2. અજાણ્યા સાથી (partner) સાથે જાતીય સમાગમ ટાળવો.
    3. સમાગમ દરમિયાન નિરોધનો ઉપયોગ કરવો
    4. ક્ષોભજનક શંકાના કિસ્સામાં પ્રારંભિકનિદાન અને ચેપની માહિતી મળે તો સંપૂર્ણ સારવાર માટે યોગ્ય ડૉક્ટર પાસે જવું.

પ્રશ્ન 4.
શું આપણા દેશમાં એમ્નિઓસેન્ટસીસ પર પ્રતિબંધ તમારી દષ્ટિએ યોગ્ય છે? તેનાં કારણો આપો.
ઉત્તર:
હા, એમ્નિઓસેન્ટસીસ ઉપર પ્રતિબંધ મુકવો જરૂરી છે. કારણ કે હાલના સમયમાં એમ્નિઓસેન્ટેસીસનો દુરુપયોગ થાય છે. ગર્ભની જાતિ નક્કી કરવા માટે વપરાય છે કે જે દ્વારા ઘણાં કિસ્સાઓમાં માદા ભૃણહત્યાને દોરે છે. તે એટલો ગંભીર બન્યો છે કે તેના દ્વારા નર અને માદાનો ગુણોત્તર ખોરવાઈ ગયો છે, જે સમાજમાં નકારાત્મક અભિગમ દર્શાવે છે.

આ કસોટીનો ખરેખર ઉપયોગ જનીનિક ખોડખાંપણ કે ગર્ભની ચયાપચયની ખામીઓ, તેના રંગસૂત્રના DNAના પરીક્ષણ માટે થાય છે. આવા કિસ્સાઓમાં તે મટી શકે તેવું હોય તો ગર્ભપાત કરવા માટેનો નિર્ણય લઈ શકાય છે.

GSEB Solutions Class 12 Biology Chapter 4 પ્રાજનनिક स्वास्थ्य

પ્રશ્ન 5.
શાળાએ જતાં બાળકોને જાતીય શિક્ષણ આપવા માટેનાં પાંચ કારણો વિશે વર્ણવો.
ઉત્તર:
શાળાએ જતાં બાળકોને જાતીય શિક્ષણ આપવા માટેનાં કારણો નીચે મુજબ છેઃ

  • શાળા કક્ષાએ 12 વર્ષ કે તેથી વધારે ઉંમરવાળા બાળકોને પ્રજનનતંત્ર, પ્રક્રિયાઓની તાલીમ અને સુરક્ષિત અને જવાબદાર જાતીય અંગેની અગત્યતા જણાવવી જોઈએ.
  • જાતીયતા સંબંધિત મુદાઓ અને પ્રશ્નો જેવાં કે તરુણાવસ્થાના ફેરફારો, ઋતુચક્ર, ઋતુચક્રના પ્રશ્નો, ન જો ઈતી પ્રસૂતિ, અસુરક્ષિત ગર્ભપાત, પ્રજનનમાર્ગના ચેપ દ્વારા જાતીય સંક્રમિત રોગો (STD) અને કેન્સર
  • તેઓને તેમની ઉંમર પ્રમાણે તેઓના શરીરમાં થતાં ફેરફારો અને વ્યક્તિગત સ્વચ્છતા; તંદુરસ્ત ટેવો વિષયક જણાવવું જોઈએ.
  • વિદ્યાર્થીઓને આવા શૈક્ષણિક કાર્યના ભાગ બનાવવા જોઈએ કે જેથી તેઓ ખચકાટ ન અનુભવે અને તેઓમાં આત્મવિશ્વાસ વધે અને તેઓના શિક્ષક કે વાલીઓ સાથે કોઈ પ્રશ્નો માટે ચર્ચા કરી શકે.
  • પ્રજનન અંગો પ્રત્યે ચર્ચા દ્વારા જાગૃત બને. સુરક્ષિત અને સ્વચ્છ લિંગી ક્રિયાઓ માટે અગત્યનો ભાગ ભજવે છે જેથી લોકો પ્રાજનિક રીતે તંદુરસ્ત બની

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *