Gujarat Board GSEB Textbook Solutions Class 11 Maths Chapter 15 આંકડાશાસ્ત્ર Miscellaneous Exercise Textbook Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 11 Maths Chapter 15 આંકડાશાસ્ત્ર Miscellaneous Exercise
પ્રશ્ન 1.
આઠ અવલોકનોના મધ્યક અને વિચરણ અનુક્રમે 9 અને 9.25 છે, જો આમાંથી છ અવલોકનો 6, 7, 10, 12, 12 અને 13 હોય, તો બાકીનાં બે અવલોકનો શોધો.
ઉત્તરઃ
અહીં, n = 8, x̄ = 9, વિચરણ (σ2) = 9.25 તથા છ અવલોકનો 6, 7, 10, 12, 12, 13 આપેલા છે.
ધારો કે, બાકીનાં બે અવલોકનો x1 અને x2 છે.
∴ 90.25 × 8 = 642 + x12 + x22
∴ 722 = 642 + x12 + x22
∴ x12 + x22 = 80 ……..(2)
હવે, (x1 + x2)2 = x12 + x22 + 2x1x2
∴ (12)2 = 80 + 2x1x2 [ (1) અને (2) પરથી]
∴ 144 – 80 = 2x1x2 …… (2)
∴ 2x1x2 = 64
∴ x1x2 = 32 …… (3)
હવે, (x1 – x2)2 = x12 + x22 −2x1x2
= 80 – 2 × 32 [ (2) અને (3) પરથી]
= 16
∴ x1 – x2 = ± 4
∴ x1 – x2 = 4 ………..(4)
અથવા x1 − x2 = – 4 ……….(5)
(1) અને (4)નો સરવાળો કરતાં,
2x1 = 16 ∴ x1 = 8
∴ (1) પરથી, 8 + x2 = 12 ∴ x2 = 4
(1) અને (5)નો સરવાળો કરતાં,
2x1 = 8 ∴ x1 = 4
∴ (1) પરથી, 4 + x2 = 12 ∴ x2 = 8
∴ x1 = 8, x2 = 4 અથવા x1 = 4, x2 = 8
તેથી બાકીનાં બે અવલોકનો 4 અને 8 છે.
પ્રશ્ન 2.
સાત અવલોકનોના મધ્યક તથા વિચરણ અનુક્રમે 8 અને 16 છે. જો આમાંથી પાંચ અવલોકનો 2, 4, 10, 12, 14 હોય, તો બાકીનાં બે અવલોકનો શોધો.
ઉત્તરઃ
દાખલા નંબર (1) મુજબ.
જવાબ : 6 અને 8
પ્રશ્ન 3.
6 અવલોકનોના મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે 8 અને 4 છે. જો પ્રત્યેક અવલોકનને 3 વડે ગુણવામાં આવે, તો પરિણામી અવલોકનોના મધ્યક અને પ્રમાણિત વિચલન શોધો.
ઉત્તરઃ
અહીં, પ્રમાણિત વિચલન = 4 આપેલ છે.
n = 6, x̄ = 8
ધારો કે, છ અવલોકનો x1, x2, x3, x4, x5, x6
હવે, દરેક અવલોકનોને 3 વડે ગુણતાં મળતાં નવાં અવલોકનો 3x1, 3x2, 3x3, 3x4, 3x5, 3x6 થશે.
પ્રશ્ન 4.
જો n અવલોકનો x1, x2, ……………….. , xnના મધ્યક x̄ અને વિચરણ σ2 હોય, તો સાબિત કરો કે, અવલોકનો ax1, ax2, ax3, ……………….., axn ના મધ્યક અને વિચરણ અનુક્રમે ax̄ અને a2σ2 છે, (a ≠ 0).
ઉત્તરઃ
પ્રશ્ન 5.
20 અવલોકનોના મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે 10 અને 2 છે, પુનઃતપાસ કરતાં માલૂમ પડ્યું કે અવલોકન 8 ખોટું છે. નીચે આપેલ પ્રત્યેક કિસ્સામાં સાચો મધ્યક અને સાચું પ્રમાણિત વિચલન શોધો :
(1) ખોટા અવલોકનને દૂર કરવામાં આવે.
(2) તેને બદલે 12 મૂકવામાં આવે.
ઉત્તરઃ
અહીં, n = 20, x̄ = 10, પ્રમાણિત વિચલન = 2 આપેલ છે.
x̄ = \(\frac{\sum x_i}{20}\)
∴ 10 = \(\frac{\sum x_i}{20}\)
∴ Σxi = 200 ……….(1)
∴ Σxi2 = 2080 ………………(2)
(1) સાચો Σxi = Σxi – ખોટું અવલોકન
જ્યાં, ખોટું અવલોકન = 8
= 200 – 8 [∵ (1) પરથી]
= 192
સાચો Σxi = Σxi2 – (ખોટું અવલોકન)2
= 2080 – (8)2
= 2080 – 64
= 2016
હવે, ખોટા અવલોકનને બાદ કરતાં,
∴ સાચો n = 20 – 1 = 19
તેથી સાચો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે 10.1 અને 2.02 છે.
(2) સાચી કિંમત = 12, ખોટી કિંમત = 8
∴ સાચો Σxi = Σxi – (ખોટી કિંમત) + (સાચી કિંમત)
= 200 – 8 + 12 [∵ (1) પરથી]
= 204
સાચો Σxi2 = Σxi2 – (ખોટી કિંમત)2 + (સાચી કિંમત)2
= 2080 – (8)2 + (12)2 [∵ (2) પરથી]
= 2080 – 64 + 144
= 2080 + 80
= 2160
તેથી સાચો મધ્યક અને સાચું પ્રમાણિત વિચલન અનુક્રમે 10.2 અને 1.98 છે.
પ્રશ્ન 6.
એક ધોરણના 50 વિદ્યાર્થીઓ દ્વારા ત્રણ વિષયો ગણિત, ભૌતિક- શાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં મેળવેલા ગુણનો મધ્યક અને પ્રમાણિત વિચલન નીચે મુજબ છેઃ
કયા વિષયમાં સૌથી વધુ વિચરણ અને કયા વિષયમાં સૌથી ઓછું વિચરણ છે?
ઉત્તરઃ
આપણે ત્રણેય વિષયના ચલનાંક શોધીશું.
તેથી રસાયણશાસ્ત્રનો ચલનાંક સૌથી વધુ અને ગણિતનો ચલનાંક સૌથી ઓછો છે.
પ્રશ્ન 7.
100 અવલોકનોના સમૂહનો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે 20 અને 3 છે. પછીથી જાણ થાય છે કે ત્રણ અવલોકનો 21, 21 અને 18 ખોટાં હતાં. આ ખોટાં અવલોકનોને દૂર કરવામાં આવે, તો મધ્યક અને પ્રમાણિત વિચલન શોધો.
ઉત્તરઃ
અહીં, n = 100, x̄ = 20, પ્રમાણિત વિચલન = 3 આપેલ છે. ખોટાં અવલોકનો : 21, 21, 18
∴ Σxi2 = 40900 …………(2)
સાચો Σxi = Σxi − (ખોટાં અવલોકનો)
= 2000 – (21 + 21 + 18) [∵ (1) પરથી]
= 2000 – 60
= 1940
સાચો Σxi2 = Σxi2 – (ખોટાં અવલોકનોના વર્ગોનો સરવાળો)
= 40900 – [(21)2 + (21)2 + (18)2]
= 40900 – (441 + 441 + 324)
= 40900 – 1206
= 39694
ખોટાં અવલોકનો દૂર કર્યા બાદ
સાચો n = 100 – 3 = 97
તેથી ખોટાં અવલોકનો દૂર કર્યા બાદ મળતો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે 20 અને 3.036 છે.