Gujarat Board GSEB Textbook Solutions Class 11 Maths Chapter 11 શાંકવો 11.2 Textbook Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 11 Maths Chapter 11 શાંકવો 11.2
નીચેના પ્રશ્નક્રમાંક 1થી 6 માટે નાભિના યામ, પરવલયના અક્ષનું સમીકરણ, નિયામિકાનું સમીકરણ અને નાભિલંબની લંબાઈ શોધો :
પ્રશ્ન 1.
y2 = 12x
ઉત્તરઃ
અહીં, પરવલયનું સમીકરણ y2 = 12x છે, જેને y2 = 4ax સાથે સરખાવતાં,
40 = 12 ∴ a = 3
∴ નાભિના યામ (a, 0) = (3, 0) છે.
અક્ષનું સમીકરણ u = 0 અર્થાત્ X-અક્ષ છે.
નિયામિકાનું સમીકરણ x + a = 0 અર્થાત્ x + 3 = 0 અર્થાત્ x = −3 છે.
નાભિલંબની લંબાઈ 40 = 12 છે.
પ્રશ્ન 2.
x2 = 6y
ઉત્તરઃ
અહીં, પરવલયનું સમીકરણ x2 = 6y છે, જેને x2 = 4ay સાથે સરખાવતાં,
4a = 6
∴ a = \(\frac{3}{2}\)
∴ નાભિના યામ (0, a) = (o, \(\frac{3}{2}\)) છે.
અક્ષનું સમીકરણ x = 0 અર્થાત્ Y-અક્ષ છે.
નિયામિકાનું સમીકરણ y + a = 0 અર્થાત્ y + \(\frac{3}{2}\) = 0
અર્થાત્ Y = –\(\frac{3}{2}\) છે.
નાભિલંબની લંબાઈ 4a = 6 છે.
પ્રશ્ન 3.
y2 =- 8x
ઉત્તરઃ
અહીં, પરવલયનું સમીકરણ y2 = 8x છે, જેને y2 = -4ax સાથે સરખાવતાં,
4a = 8 ∴ a = 2
∴ નાભિના યામ (−a, 0) = (− 2, 0) છે.
અક્ષનું સમીકરણ y = 0 અર્થાત્ X-અક્ષ છે.
નિયામિકાનું સમીકરણ x – a = 0 અર્થાત્ x − 2 = 0 અર્થાત્ x = 2 છે.
નાભિલંબની લંબાઈ 4a = 8 છે.
પ્રશ્ન 4.
x2 = – 16y
ઉત્તરઃ
અહીં, પરવલયનું સમીકરણ x2 = -16y છે, જેને x2 = -4ay સાથે સરખાવતાં,
4a = 16 ∴ a = 4
∴ નાભિના યામ (0, − a) = (0, – 4) છે.
અક્ષનું સમીકરણ x = 0 અર્થાત્ Y-અક્ષ છે.
નિયામિકાનું સમીકરણ y − a = 0 અર્થાત્ y − 4 = 0 અર્થાત્ y = 4 છે.
નાભિલંબની લંબાઈ 4a = 16 છે.
પ્રશ્ન 5.
y2 = 10x
ઉત્તરઃ
અહીં, પરવલયનું સમીકરણ y2 = 10x છે, જેને y2 = 4ax સાથે સરખાવતાં,
4a = 10 ∴ a = \(\frac{5}{2}\)
∴ નાભિના યામ (a, 0) = (\(\frac{5}{2}\), o) છે. ૦)
અક્ષનું સમીકરણ y = 0 અર્થાત્ X-અક્ષ છે.
નિયામિકાનું સમીકરણ x + a = 0 અર્થાત્ x + \(\frac{5}{2}\) = 0
અર્થાત્ x = – \(\frac{5}{2}\) છે.
નાભિલંબની લંબાઈ 4a = 10 છે.
પ્રશ્ન 6.
x2 = − 9y
ઉત્તરઃ
અહીં, પરવલયનું સમીકરણ x2 = – 9y છે, જેને x2 = – 4ay સાથે સરખાવતાં,
4a = 9 ∴ a = \(\frac{9}{4}\)
∴ નાભિના યામ (0, − a) = (o, \(\frac{-9}{4}\)) છે.
અક્ષનું સમીકરણ x = 0 અર્થાત્ Y-અક્ષ છે.
નિયામિકાનું સમીકરણ y −a = 0 અર્થાત્ y – \(\frac{9}{4}\) = 0
અર્થાત્ y = \(\frac{9}{4}\) છે. !
નાભિલંબની લંબાઈ 4a = 9 છે.
નીચેના પ્રશ્નક્રમાંક 7થી 12માં આપેલી શરતો પ્રમાણે પરવલયનું સમીકરણ મેળવો :
પ્રશ્ન 7.
નાભિ (6, 0); નિયામિકા x = – 6
ઉત્તરઃ
અહીં, નિયામિકાનું સમીકરણ x = – 6 છે, જે Y-અક્ષને સમાંતર છે.
ધારો કે, પરવલયનું સમીકરણ, y2 = 4ax ……..(1)
∴ તેની નાભિ (a, 0) = (6, 0) આપેલ છે.
∴ a = 6, જે સમીકરણ (1)માં મૂકતાં,
પરવલયનું સમીકરણ y2 = 24x થશે.
પ્રશ્ન 8.
નાભિ (0, −3); નિયામિકા y = 3
ઉત્તરઃ
અહીં, નિયામિકાનું સમીકરણ y = 3 છે,
જે X-અક્ષને સમાંતર છે.
ધારો કે, ૫૨વલયનું સમીકરણ x2 = – 4au
∴ તેની નાભિ (0, – a) = (0, − 3) આપેલ છે.
∴ a = 3 જે સમીકરણ (1)માં મૂકતાં,
પરવલયનું સમીકરણ x2 = – 12y થશે.
પ્રશ્ન 9.
શિરોબિંદુ (0, 0); નાભિ (3, 0)
ઉત્તરઃ
અહીં, શિરોબિંદુ (0, 0) અને નાભિ (3, 0) છે.
ધારો કે, પરવલયનું સમીકરણ
y2 = 4ax ……(1)
∴ તેની નાભિ (a, 0) = (3, 0) આપેલ છે.
∴ a = 3 જે સમીકરણ (1)માં મૂકતાં, પરવલયનું સમીકરણ પુ = 12x થશે.
પ્રશ્ન 10.
શિરોબિંદુ (0, 0); નાભિ (– 2, 0)
ઉત્તરઃ
અહીં, શિરોબિંદુ (0, 0) અને નાભિ (–2, 0) છે.
ધારો કે, પરવલયનું સમીકરણ
y2 = 4ax ……(1)
∴ તેની નાભિ (−a, 0) = (– 2, 0) આપેલ છે.
∴ a = 2 જે સમીકરણ (1)માં મૂકતાં,
પરવલયનું સમીકરણ y2 = – 8x થશે.
પ્રશ્ન 11.
શિરોબિંદુ (0, 0), (2, 3)માંથી પસાર થતાં અને X-અક્ષ જેનો અક્ષ હોય.
ઉત્તરઃ
અહીં, પરવલયનું શિરોબિંદુ (0, 0) અને તેનો અક્ષ એ X-અક્ષ છે. ધારો કે, પરવલયનું સમીકરણ
y2 = 4ax
આ પરવલય બિંદુ (2, 3)માંથી પસાર થાય છે.
∴ (3)2 = 4a (2)
∴ 9 = 8a
∴ a = \(\frac{9}{8}\) સમીકરણ (1)માં મૂકતાં,
પરવલયનું સમીકરણ y2 = \(\frac{9}{2}\)x
∴ 2y2 = 9x
પ્રશ્ન 12.
શિરોબિંદુ (0, 0), (5, 2)માંથી પસાર થતાં અને -અક્ષ પ્રત્યે સંમિત.
ઉત્તરઃ
અહીં, પરવલયનું શિરોબિંદુ (0, 0) છે અને તે Y-અક્ષ પ્રત્યે સંમિત છે.
∴ તેનો અક્ષ એ Y-અક્ષ છે.
ધારો કે, પરવલયનું સમીકરણ
x2 = 4ay
આ પરવલય (5, 2)માંથી પસાર થાય છે.
∴ (5)2 = 4a (2)
∴ 25 = 8a
∴ a = \(\frac{25}{8}\) જે સમીકરણ (1)માં મૂકતાં,
∴ પરવલયનું સમીકરણ x2 = \(\frac{25}{2}\)y
2x2 = 25y