Loading [MathJax]/extensions/tex2jax.js

GSEB Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા

Gujarat Board GSEB Textbook Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા Textbook Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા

GSEB Class 11 Biology સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા Text Book Questions and Answers

પ્રશ્ન 1.
મૂળના રૂપાંતરણોનો અર્થ શું કરશો? નીચે આપેલ વનસ્પતિઓમાં મૂળના રૂપાંતરણોનો પ્રકાર કયો છે ?
(a) વડ વૃક્ષ
(b) સલગમ
(c) મેગ્નેવ વૃક્ષો
ઉત્તર:
મૂળના રૂપાંતરણ : કેટલીક વનસ્પતિઓમાં મૂળ તેમનો આકાર તથા રચના બદલે છે અને પાણી તેમજ દ્રવ્યોના શોષણ સિવાયના કાર્યો માટે રૂપાંતરિત થાય છે, જે મૂળના રૂપાંતરણ તરીકે ઓળખાય છે.

મૂળના રૂપાંતરણનો પ્રકાર :
(a) વડ વૃક્ષ : યાંત્રિક આધાર માટેનું મૂળનું રૂપાંતરણ – ‘સ્તંભ મૂળ’ (prop root).
(b) સલગમ: ખોરાકસંગ્રહ માટેનું મૂળનું રૂપાંતરણ – ‘ખોરાકસંગ્રહી સોટીમૂળ’.
(c) મેગ્નેવ વૃક્ષો : શ્વસન માટેનું મૂળનું રૂપાંતરણ – ‘શ્વસનમૂળ’.

પ્રશ્ન 2.
બાહ્ય લક્ષણોને આધારે નીચેના વાક્યોને ન્યાય આપો.
(i) વનસ્પતિઓના ભૂગર્ભીય ભાગો હંમેશાં મૂળ નથી. |
(ii) પુષ્પ એ રૂપાંતરિત પ્રરોહ છે.
ઉત્તર:
(i) વનસ્પતિઓના ભૂગર્ભીય ભાગો હંમેશાં મૂળ નથી.

  • બટાટા, આદુ, હળદર, અળવી વગેરેના ભૂગર્ભીય પ્રકાંડ તેમના ખોરાકસંગ્રહ માટે રૂપાંતરિત થાય છે.
  • આદુ, હળદર વગેરેમાં ભૂમિગત પ્રકાંડ જમીનની અંદર, સપાટીને સમાંતર વૃદ્ધિ પામે છે. તે ખોરાકનો સંગ્રહ કરી માંસલ બને છે.
  • તેના ભૂમિગત પ્રકાંડ પર ગાંઠો, આંતરગાંઠો, અગ્રકલિકા, કલકલિકા, શલ્કીપણ અને અસ્થાનિક મૂળ જોવા મળે છે. આ બધા જ લક્ષણો સામાન્ય પ્રકાંડના લક્ષણો છે. આવા રૂપાંતરને રાઈઝોમ અથવા ગાંઠામૂળી કહે છે. આમ, આદુ મૂળ નથી, પરંતુ પ્રકાંડ છે.
  • તેથી, કહી શકાય કે વનસ્પતિઓના ભૂગર્ભીય ભાગો હંમેશાં મૂળ નથી.

(ii) પુષ્પ એ રૂપાંતરિત પ્રરોહ છે.

  • પ્રરોહનો અગ્રીય વર્ધનશીલપ્રદેશ એ પુષ્પીય વર્ધનશીલ ભાગમાં પરિણમે છે.
  • આંતરગાંઠ વિસ્તરણ (elongation – લંબાતી) પામતી નથી અને અક્ષ સંકુચિત બને છે.
  • સંકુચિત અક્ષની ટોચના ભાગે (અગ્રભાગે) ક્રમિક ગાંઠ પરથી પણના બદલે પાર્ષીય રીતે પુષ્પીય બહિરૂભેદો (appen dages
  • ઉપાંગો)ના વિવિધ પ્રકારો ઉદ્ભવે છે.
  • જ્યારે પ્રરોહાગ્ર (shoot tip) પુષ્પમાં પરિણમે ત્યારે હંમેશાં તે એકાકી હોય છે.
  • આમ, કહી શકાય કે પુષ્પ એ રૂપાંતરિત પ્રરોહ છે.

GSEB Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા

પ્રશ્ન 3.
પક્ષવત્ સંયુક્તપર્ણને પંજાકાર સંયુક્તપર્ણથી કેવી રીતે અલગ કરશો?
ઉત્તર:
પક્ષવત્ સંયુક્તપર્ણ (પીછાકાર સંયુક્તપણ)માં સામાન્ય ધરી (અક્ષ) પર ઘણી સંખ્યામાં પર્ણિકાઓ આવેલી હોય છે. મધ્યશિરાની બંને બાજુઓ (પાર્શ્વ બાજુઓ) પર પર્ણિકાઓ આવેલી હોય છે. પત્રાક્ષ શાખિત કે અશાખિત હોય છે.

પંજાકાર સંયુક્તપર્ણ માં પર્ણિકાઓ એક જ સામાન્ય બિંદુ (પર્ણદંડની ટોચના ભાગે જ)થી જોડાયેલી હોય છે. પર્ણદંડની ટોચ ઉપર એક, બે કે તેથી વધુ સંખ્યામાં પર્ણિકાઓ હોય છે.

પ્રશ્ન 4.
વિવિધ પ્રકારના પર્ણવિન્યાસની યોગ્ય ઉદાહરણો સાથે સમજૂતી આપો.
ઉત્તર:
(1) વ્યાખ્યા : પ્રકાંડ કે તેની શાખાઓ પર પર્ણોની ગોઠવણીને પર્ણવિન્યાસ કહે છે.

(2) પ્રકાર : પર્ણવિન્યાસ સામાન્ય રીતે ત્રણ પ્રકારના હોય છે :
(a) એકાંતરિક (Alternate) પર્ણવિન્યાસ
(b) સન્મુખ (Opposite) પર્ણવિન્યાસ
(c) ભ્રમિરૂપ (ચક્રાકાર – Whorled) પર્ણવિન્યાસ

(3) એકાંતરિક પર્ણવિન્યાસ :

  • આ પર્ણવિન્યાસમાં એક ગાંઠ પરથી એકાંતરિક રીતે એક જ પર્ણ વિકસે છે.
  • દા.ત., જાસૂદ, રાઈ અને સૂર્યમુખી.

GSEB Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા 1

(4) સન્મુખ પર્ણવિન્યાસ :

  • આ પર્ણવિન્યાસમાં એકબીજાની સામસામે એક ગાંઠ પરથી પર્ણની જોડ (બે પર્ણો) વિકસે છે.
  • દા.ત., આંકડો (colotropis) અને જામફળ (guava).

GSEB Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા 2

(5) ભ્રમિરૂપ પર્ણવિન્યાસ :\

  • આ પર્ણવિન્યાસમાં એક ગાંઠ પરથી બે કરતાં વધારે પણ ચક્રાકાર રીતે વિકસે છે.
  • દા.ત., સપ્તપર્ણી (alstonia),

GSEB Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા 3

પ્રશ્ન 5.
નીચે આપેલા શબ્દો વ્યાખ્યાયિત કરો.
(a) કલિકાન્તરવિન્યાસ
(b) જરાયુવિન્યાસ
(c) નિયમિત પુષ્પ
(d) અનિયમિત પુષ્પ
(e) ઉચ્ચસ્થ બીજાશય
(f) પરિજાયી પુષ્પ
(g) દલલગ્ન પુંકેસરો.

(a) કલિકાન્તરવિન્યાસઃ પુષ્પની કલિકા અવસ્થા દરમિયાન પુષ્પીય પત્રો જેવા કે વજપત્રો અને દલપત્રોની ગોઠવણીને કલિકાન્તર વિન્યાસ કહે છે.

(b) જરાયુવિન્યાસ : બીજાશયની અંદર અંડકોની ગોઠવણીને જરાયુવિન્યાસ કહે છે.

(c) નિયમિત પુષ્પ : જો પુષ્પકેન્દ્રમાંથી પસાર થતી કોઈપણ ત્રિજ્યામાં બે સરખા અરીય ભાગોમાં વિભાજિત થઈ શકે તો તેને નિયમિત પુષ્પ (actinomorphic) કહેવાય છે.

(d) અનિયમિત પુષ્પઃ જો પુષ્પ માત્ર એક જ ચોક્કસ લંબ ધરીએથી બે સરખા ભાગોમાં વિભાજિત થઈ શકે તો તેને અનિયમિત પુષ્પ (Zygomorphic) કહેવાય છે.

(e) ઉચ્ચસ્થ બીજાશય અધોજાયી પુષ્પમાં સ્ત્રીકેસર ઉચ્ચસ્થાને સ્થાન પામેલું છે, જ્યારે બીજા ભાગો તેની નીચે રહેલા છે. આવા પુષ્પમાં બીજાશય ઉચ્ચસ્થ (superior) તરીકે ઓળખાય છે.

(f) પરિજાયી પુષ્પ : જે પુષ્પમાં સ્ત્રીકેસર મધ્યમાન સ્થાને અને પુષ્પના બીજા ભાગો પણ પુષ્પાસન પર એ જ સ્તરે સ્થાન પામેલા હોય તો તેને પરિજાયી પુષ્પ કહે છે.

(g) દલલગ્ન પુંકેસરો : જે પુષ્પના પુંકેસર દલપત્રો સાથે જોડાયેલ હોય ત્યારે તેને દલલગ્ન (epipetalous) પુંકેસરો તરીકે ઓળખાય છે.

GSEB Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા

પ્રશ્ન 6.
નીચેના શબ્દો વચ્ચેનો તફાવત આપો :
(a) અપરિમિત અને પરિમિત પુષ્પવિન્યાસ
(b) તંતુમય મૂળ અને અસ્થાનિક મૂળ
(c) મુક્તસ્ત્રીકેસરી અને યુક્તસ્ત્રીકેસરી બીજાશય
ઉત્તર:
(a) અપરિમિત અને પરિમિત પુષ્પવિન્યાસ :

અપરિમિત પુષ્પવિન્યાસ પરિમિત પુષ્પવિન્યાસ
તેમાં મુખ્ય અક્ષ સતત વિકાસ પામે છે. તેમાં મુખ્ય અક્ષ પુષ્પમાં રૂપાંતર પામે છે.
તેમાં વૃદ્ધિ અમર્યાદિત છે. તેમાં વૃદ્ધિ મર્યાદિત છે.
તેમાં અક્ષ પર અગ્રાભિવર્ધી ક્રમમાં પાર્ષીય પુષ્પો ઉદ્દભવે છે. તેમાં પુષ્પો તલાભિસારી ક્રમમાં ઉદ્દભવે છે.

(b) તંતુમય મૂળ અને અસ્થાનિક મૂળ :

તંતુમય મૂળ અસ્થાનિક મૂળ
એકદળી વનસ્પતિઓમાં પ્રાથ-મિક મૂળ અલ્પજીવી (short lived) હોય છે અને તેને બદલે તે જગ્યાએ બીજા ઘણા મૂળ ઉદૂભ વે છે. ઘાસ (તૃણ), મોન્સ્ટરા અને વડવૃક્ષ જેવી કેટલીક વનસ્પતિ ઓમાં ભૃણમૂળ સિવાયના ભાગોમાંથી મૂળ વિકાસ પામે છે.
આ મૂળ પ્રકાંડના તલભાગેથી ઉત્પન્ન થાય છે અને તંતુમય મૂળતંત્ર નિર્માણ કરે છે, જે ઘઉં, જેવી વનસ્પતિમાં જોવા મળેછે. તેમને આગંતુક કે અસ્થાનિક મૂળ કહે છે.

(c) મુક્તસ્ત્રીકેસરી અને યુક્તસ્ત્રીકેસરી :

મુક્તસ્ત્રીકેસરી યુક્તસ્ત્રીકેસરી
જયારે એક કરતાં વધુ સ્ત્રીકેસરો હાજર હોય અને તેઓ મુક્ત હોય તો તેને મુક્તસ્ત્રીકેસરી (apocarpus) કહે છે. જ્યારે એક કરતાં વધુ સ્ત્રીકેસરો હાજર હોય અને તેઓ જોડા-યેલા હોય તો તેને યુક્તસ્ત્રીકેસરી (syncarpus) કહે છે.
ઉદા. કમળ અને ગુલાબ. ઉદા. રાઈ અને ટામેટાં.

પ્રશ્ન 7.
નીચેનાની નામનિર્દેશનવાળી આકૃતિ દોરો.
(i) ચણા બીજ
(ii) મકાઈના બીજનો vs. (અનુલંબ છેદ).
ઉત્તર:
(i) ચણા બીજ :
GSEB Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા 4

(ii) મકાઈ બીજ :
GSEB Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા 5

GSEB Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા

પ્રશ્ન 8.
યોગ્ય ઉદાહરણો સહિત પ્રકાંડના રૂપાંતરણો વર્ણવો.
ઉત્તર:
(1) પ્રકાંડ હંમેશાં લાક્ષણિક રીતે અપેક્ષિત હોય તેવા સામાન્ય લાગતા જ કાર્યો કરતા નથી. તેઓ જુદા જુદા કાર્યો માટે પણ રૂપાંતરિત થાય છે.

(2) ખોરાકસંગ્રહ માટેના પ્રકાંડના રૂપાંતર (ખોરાકસંગ્રહી પ્રકાંડ) :

  • બટાટા (potato), આદુ (ginger), હળદર (turmeric), જમીનકંદ (zaminkand), અળવી (colocasia) વગેરેના ભૂગર્ભીય પ્રકાંડ તેમના ખોરાકસંગ્રહ માટે રૂપાંતરિત થાય છે.
  • તેઓ વૃદ્ધિ પામવા માટેની પ્રતિકૂળ પરિસ્થિતિમાં વૃદ્ધિ પામવા મદદકર્તા અંગ તરીકે પણ ભાગ ભજવે છે.

(3) આરોહણ માટેના પ્રકાંડના રૂપાંતર :

  • પ્રકાંડસૂત્રો (tendrils) કે જે કક્ષકલિકાઓમાંથી વિકાસ પામે છે. તેઓ પાતળા તથા કુંતલાકાર રીતે અમળાયેલ હોય છે અને આરોહણમાં મદદ કરે છે.
  • દા.ત., તુંબરો (gourds), કાકડી (cucumber), કોળું (pumpkins), તડબૂચ (watermelon) અને દ્રાક્ષનો વેલો (grapevines).

GSEB Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા 6
GSEB Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા 7

(4) રક્ષણ માટેના પ્રકાંડના રૂપાંતર :

  • પ્રકાંડની કક્ષકલિકા ક્યારેક કાઠીય, સીધી અને તીક્ષ્ણ પ્રકાંડકંટકોમાં રૂપાંતરિત થઈ શકે છે.
  • આવા પ્રકાંડકંટકો (શૂળો) લીંબુ (citrus) અને બોગનવેલ (bougainvilia) જેવી ઘણી વનસ્પતિઓમાં જોવા મળે છે.
  • તેઓ ચરતા પ્રાણીઓથી વનસ્પતિઓને રક્ષણ આપે છે.

(5) પ્રકાશસંશ્લેષણ માટેના પ્રકાંડના રૂપાંતર :

  • શુષ્ક પ્રદેશની કેટલીક વનસ્પતિઓમાં પ્રકાંડ તીક્ષ્ણ (ઉદા. ફાફડાકોર – opuntia) કે માંસલ નળાકાર (ઉદા. યુફોરર્બીયા – euphorbia) રચનાઓમાં રૂપાંતરિત થાય છે.
  • તેઓ હરિતદ્રવ્ય ધરાવે છે અને પ્રકાશસંશ્લેષણ કરવા સક્ષમ છે.

GSEB Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા 8
(6) વાનસ્પતિક પ્રજનન માટેનાં પ્રકાંડના રૂપાંતરણ :

  • ઘાસ અને સ્ટ્રોબેરી (strawberry) વગેરે જેવી કેટલીક વનસ્પતિઓના ભૂગર્ભીય પ્રકાંડ નવા નિકેતો/ભાગો (niches) તરફ પ્રસરણ પામે છે અને જ્યારે જૂના ભાગો નાશ (મૃત્યુ) પામે ત્યારે નવા ભાગોનું નિર્માણ થાય છે.
  • ફૂદીનો (mint) અને જૂઈ (jasmine) જેવી વનસ્પતિઓમાં મુખ્ય ધરી(અક્ષ)ના તલભાગમાંથી ઉપર તરફ પાતળી પાશ્ર્વય શાખા વિકસે છે અને હવાઈ રીતે વિકાસ પામ્યા બાદ થોડાક સમય માટે કમાન (arch) આકારે નીચે તરફ વળી જમીનના સંપર્કમાં આવે છે.
  • જળશૃંખલા (pistia) અને જળકુંભી (eichhornia) જેવી જલીય વનસ્પતિઓમાં ટૂંકી આંતરગાંઠો સહિત પાર્શ્વ શાખા તથા ગુલાબવત પર્ણો ધરાવતી દરેક ગાંઠ અને મૂળનો ગુચ્છ જોવા મળે છે.
  • કેળા (banana), અનાનસ (pineapple) અને ગુલદાઉદી (crysanthemum)માં મુખ્ય પ્રકાંડના તલપ્રદેશ અને ભૂગર્ભીય ભાગમાંથી પાશ્ર્વય શાખાઓ ઉદ્ભવી, જમીનની નીચે આડો વિકાસ પામી ત્યારબાદ ત્રાંસા ઉપર તરફ બહાર આવી પર્ણપ્રરોહ (leafyshoots – પર્ણપ્રાંકુરો)માં વિકસે છે.

પ્રશ્ન 9.
ફેબેસી અને સોલેનેસી કુળનું એક પુષ્પ લઈ અને તેનું અર્ધ-પ્રવિધિય વર્ણન કરો. તેમનો અભ્યાસ કર્યા બાદ તેમની પુષ્પાકૃતિ પણ દોરો.
ઉત્તર:
ફેબસી કુળના પુષ્પનું વર્ણન
પુષ્પ : દ્વિલિંગી, અનિયમિત.
વજચક્ર : વજપત્રો પાંચ, યુક્તવજપત્રી (જોડાયેલા), આચ્છાદિત કલિકાન્તરવિન્યાસ.
દલચક્ર : દલપત્રો પાંચ, મુક્ત દલપત્રી (મુક્ત), પતંગિયાકાર, પશ્ચ ભાગે ધ્વજક, બે પાર્ષીય પક્ષકો, બે અગ્ર ભાગે જોડાઈને નૌતલ. (પુંકેસર અને સ્ત્રીકેસરને ઢાંકતા), પિચ્છફલકીય (પતંગિયાકાર). કલિકાન્તરવિન્યાસ.
પુંકેસરચક્ર : 10ની સંખ્યામાં, દ્વિગુચ્છી, બે ચક્રોમાં.
સ્ત્રીકેસરચક્ર : બીજાશય ઉચ્ચસ્થ, એકસ્ત્રીકેસરીય, એકકોટરીય, કોટરમાં ઘણા અંડકો ધરાવે, પરાગવાહિની એક.
GSEB Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા 9

સોલેનેસી કુળના પુષ્પનું વર્ણન
પુષ્પ : દ્વિલિંગી, નિયમિત.
વજચક્ર : વજપત્રો પાંચ, યુક્ત વજપત્રી, ચિરલગ્ન (persistent), ધારાસ્પર્શી કલિકાન્તરવિન્યાસ.
દલચક્ર : દલપત્રો પાંચ, યુક્ત દલપત્રી, ધારાસ્પર્શી કલિકાન્તરવિન્યાસ.
પુંકેસરચક્ર : 5ની સંખ્યામાં, દલલગ્ન પુંકેસરો (પુંકેસરો સાથે જોડાયેલા).
સ્ત્રીકેસરચક્ર : દ્વિત્રીકેસરીય, યુક્તસ્ત્રીકેસરી, બીજાશય ઉચ્ચસ્થ, દ્વિકોટરીય, જરાય ઉપસેલો, કોટરમાં ઘણા અંડકો હાજર.
GSEB Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા 10

GSEB Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા

પ્રશ્ન 10.
સપુષ્પી વનસ્પતિઓમાં જોવા મળતા વિવિધ પ્રકારના જરાયવિન્યાસ વર્ણવો.
ઉત્તર:
જરાયવિન્યાસ (Placentation) :
(1) વ્યાખ્યા : બીજાશયની અંદર અંડકોની ગોઠવણી જરાયુવિન્યાસ તરીકે ઓળખાય છે.

(2) જરાયુવિન્યાસના પ્રકાર :
(a) ધારાવર્તી (Marginal)
(b) અક્ષવર્તી (Axile)
(c) ચર્મવર્તી (Parietal)
(d) તલસ્સ (Basal)
(e) કેન્દ્રસ્થ અને મુક્ત કેન્દ્રસ્થ (Central or free central)
GSEB Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા 11
(3) ધારાવર્તી જરાયુવિન્યાસ :

  • તેમાં બીજાશયની વક્ષ સેવની (suture) એ જરાય નિર્માણ પામે છે અને આ ધાર પર બે હરોળમાં અંડકો ઉદ્ભ વે છે.
  • દા.ત., વટાણા.

(4) અક્ષવર્તી જરાયુવિન્યાસ :

  • જયારે જરાયુ અશવર્તી હોય અને અંડકો જરાયુથી બહુકોટરીય બીજાશયમાં જોડાયેલા હોય તે જરાયુવિન્યાસને અક્ષવર્તી કહે છે,
  • દા.ત., સૂદ, ટામેટા અને લીંબુ.

(5) ચર્મવર્તી જરાયુવિન્યાસ :

  • આ જરાયુવિન્યાસમાં અંડકો બીજાશયની અંદરની દીવાલ પરથી કે તેના પરિવર્તી ભાગ પરથી વિકાસ પામે છે,
  • બીજાશય એકકોટરીય છે, પરંતુ કૂટું પટ (false septun)ના નિમણિને કારણે દ્રિકોટરીય બને છે.
  • દા,ત, રાઈ અને દારૂડી (Argermone).

(6) મુક્ત કેન્દ્રસ્થ :

  • જયારે અંડકો કેન્દ્રસ્થ ધરી (અ) પર ઉદ્ભવે અને પડદો ગેરહાજર હોય તેવા જરાયુવિન્યાસને મુક્ત કેન્દ્રસ્થ કહે છે.
  • દા.ત., ડાયેન્થસ (dianthus) અને પ્રિમરોઝ (primrose),

(7) તલસ્થ જરાયુવિન્યાસ :

  • આ જરાયુવિન્યાસમાં બીજાશયના તલભાગેથી જરાયુ વિકાસ પામે છે અને એક જ અંડક તેની સાથે જોડાયેલ હોય છે.
  • દા.ત., સૂર્યમુખી અને ગલગોટા (marigold).

પ્રશ્ન 11.
પુષ્પ શું છે ? લાક્ષણિક વનસ્પતિ પુષ્પના ભાગોનું વર્ણન કરો.
ઉત્તર:
(1) પુષ્પઃ તે લિંગી પ્રજનના વિશિષ્ટ કાર્ય માટે રૂપાંતરિત પ્રરોહ છે.
(2) લાક્ષણિક પુષ્પ : જે પુષ્પ સામાન્ય રીતે ચારેય પુષ્પીય ચક્રો જેવા કે વજચક્ર, દલચક્ર, પુંકેસરચક્ર અને સ્ત્રીકેસરચક્ર ધરાવે તો તે પુષ્પને લાક્ષણિક પુષ્પ કહેવાય છે.
(3) લાક્ષણિક વનસ્પતિ પુષ્પના ભાગો :
(a) વજચક્ર (Calyx)
(b) દલચક્ર (Corolla)
(c) પુંકેસરચક્ર (Androecium)
(d) સ્ત્રીકેસરચક્ર (Gynoecium)

(a) વજચક્ર :

  • તે પુષ્પનું સૌથી બહારનું ચક્ર છે.
  • વજચક્રના સભ્યો (એકમો)ને વજપત્રો કહે છે.
  • સામાન્ય રીતે, વજપત્રો લીલા રંગના અને પર્ણ જેવા દેખાય છે.
  • તે કલિકા અવસ્થામાં પુષ્પનું રક્ષણ કરે છે.

(b) દલચક્ર :

  • દલચક્ર એ દલપત્રોના એકમો ભેગા થઈ બનેલું છે.
  • દલપત્રો સામાન્યતઃ પરાગનયન માટે કીટકોને આકર્ષવા તેજસ્વી કે આકર્ષક રંગના હોય છે.
  • વનસ્પતિઓમાં દલચક્રના આકાર અને રંગની ખૂબ જ વિવિધતા છે.
  • દલચક્ર એ નલિકાકાર, ઘંટાકાર, ગળણી આકાર કે ચક્રાકાર હોઈ શકે છે.

(c) પુંકેસરચક્ર :

  • પુંકેસરચક્ર એ પુંકેસરોના એકમો ભેગા થઈને બનેલું છે.
  • દરેક પુંકેસર કે જે નરપ્રજનન અંગ છે.
  • દરેક પુંકેસર વૃત કે તંતુ અને પરાગાશય ધરાવે છે.
  • દરેક પુંકેસર સામાન્યતઃ દ્વિખંડીય છે અને દરેક ખંડ બે કોટર કે પરાગકોથળી ધરાવે છે.
  • પરાગરજ પરાગકોથળીમાં ઉદ્દભવે છે.
  • વંધ્ય હોય તેવા પુંકેસરને વંધ્યપુંકેસર કહે છે.

(d) સ્ત્રીકેસરચક્ર :

  • સ્ત્રીકેસર એ પુષ્પનો માદા પ્રજનનતંત્રનો ભાગ છે અને એક કે વધુ સ્ત્રીકેસરોનો બનેલો છે.
  • સ્ત્રીકેસર, પરાગાસન, પરાગવાહિની અને બીજાશય એમ ત્રણ ભાગો ધરાવે છે.
  • બીજાશય તલભાગે આવેલ વિસ્તૃત ભાગ છે.
  • દરેક બીજાશય એક કે વધારે અંડકો ધરાવે છે. અંડકો સપાટ, ગાદી જેવા જરાયુથી જોડાયેલા છે.
  • બીજાશયની ઉપર નલિકા જેવો ભાગ લંબાયેલો છે, તે પરાગવાહિની છે.
  • આ પરાગવાહિની બીજાશયને પરાગાસન સાથે જોડે છે.
  • પરાગાસન સામાન્યતઃ પરાગવાહિનીની ટોચ પર છે, તે પરાગરજ માટેની ગ્રાહી સપાટી છે.

GSEB Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા

પ્રશ્ન 12.
પર્ણના વિવિધ રૂપાંતરણો વનસ્પતિને કેવી રીતે મદદરૂપ છે?
ઉત્તર:
(1) પર્ણો ઘણીવાર પ્રકાશસંશ્લેષણ કરતાં અન્ય કાર્યો રજૂ કરવા માટે રૂપાંતરિત થાય છે.

(2) આરોહણ : પણ આરોહણ માટે સૂત્રો (tendrils)માં રૂપાંતરિત થાય છે. દા.ત., વટાણા (pea).
GSEB Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા 12
(3) રક્ષણ : પણે રક્ષણ માટે કંટકોમાં રૂપાંતરિત થાય છે. દા.ત., થોર (cacti).
GSEB Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા 13
GSEB Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા 14
(4) પ્રકાશસંશ્લેષણ : કેટલીક વનસ્પતિઓમાં પર્ણો નાનાં અને અલ્પજીવી છે. આ વનસ્પતિઓમાં પર્ણદંડ લીલો અને ખોરાકસંગ્રહ માટે વિસ્તરીત બને છે. દા.ત., ઑસ્ટ્રેલિયન બાવળ (Australian acacia).

(5) કીટભક્ષણ : અર્કઝવર (pitcher plant) અને મક્ષીપાશ (venus-fly trap) જેવી કીટકભક્ષી (insectivorous) વનસ્પતિઓમાં પણ પર્ણો રૂપાંતરિત થયેલા છે.

પ્રશ્ન 13.
પુષ્પવિન્યાસ શબ્દ વ્યાખ્યાયિત કરો. સપુષ્પી વનસ્પતિઓમાં પુષ્પવિન્યાસના વિવિધ પ્રકારો માટેનો આધાર વર્ણવો.
ઉત્તર:

  • પુખ એ રૂપાંતરિત કરી છે કે જયાં પ્રરોહનો અગીય વર્ષનશીલ પ્રદેશ એ પુષ્પીય વર્ષનશીલ ભાગમાં પરિણમે છે.
  • આંતરગાંઠ વિસ્તરણ (elongation – લંબાતી) પામતી નથી અને અા સંકુચિત બને છે,
  • સંકુચિત અક્ષની ટોચના ભાગે (અગ્રભાગે) ક્રમિક ગાંઠ પરથી પના બદલે પાર્ષીય રીતે પુષ્પીય બહિરૂદ્દભેદી (appendages – ઉપાંગો)ના વિવિધ પ્રકારો ઉદ્ભવે છે.
  • જ્યારે પ્રરોહાગ (shoot tip) પુષ્પમાં પરિણમે ત્યારે હંમેશાં તે એકાકી હોય છે
  • પુષ્પવિન્યાસ : પુષ્પીય અક્ષ પર પુષ્પોની ગોઠવણીને પુષ્પવિન્યાસ કહે છે.
  • પુષ્પવિન્યાસના પ્રકાર : ટોચનો ભાગ પુષ્પમાં પરિણમે કે સતત વિકાસ પામતો રહે તેના આધારે પુષ્પવિન્યાસ બે મુખ્ય પ્રકારોમાં વ્યાખ્યાયિત થાય છે :
    (a) અપરિમિત (Racernose) પુષ્પવિન્યાસ.
    (b) પરિમિત (Cynose) પુષ્પવિન્યાસ,
  • અપરિમિત પુષ્પવિન્યાસ : આ પુષ્પવિન્યાસમાં મુખ્ય અક્ષ (axis – ધરી) સતત વિકાસ પામતી રહી અનુક્રમિત માભિવર્ધી ક્રમમાં પાર્ષીય રીતે પુષ્પો ઉદ્ભવે છે.

GSEB Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા 15

  • પરિમિત પુષ્પવિન્યાસ આ પુષ્પવિન્યાસમાં મુખ્ય અક્ષ પુષ્પમાં સમાપ્ત થાય છે. આથી તેની વૃદ્ધિ મર્યાદિત છે, પુષ્પો તલાભિસારી (basipelal) ક્રમમાં ઉદ્દભવે છે.

GSEB Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા 16
GSEB Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા 17
GSEB Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા 18

પ્રશ્ન 14.
પુષ્પસૂત્ર લખોઃ વજપત્રોના પાંચ એકમો, દલપત્રોના પાંચ એકમો,
પાંચ મુક્ત પુંકેસરો અને ઉચ્ચસ્થ બીજાશય તથા અક્ષવર્તી જરાયુવિન્યાસ સાથે બે યુક્ત સ્ત્રીકેસરો સહિત નિયમિત પુષ્પ, દ્વિલિંગી પુષ્પ, અધોજાયી પુષ્પ.
ઉત્તર:
પુષ્પસૂત્ર : GSEB Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા 19

GSEB Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા

પ્રશ્ન 15.
પુષ્પાસન પર તેમના સ્થાનની સાપેક્ષે પુષ્પીય સભ્યોની ગોઠવણી વર્ણવો.
ઉત્તર:

પુષ્પાસન પર બીજાશયની સાપેક્ષે વજચક્ર, દલચક્ર અને પુંકેસરચક્રના સ્થાનને આધારે પુખનું અધોજાયી (hypogynous), પરિજાયી (perigynous) અને ઉપરજાયી (epigynous) તરીકે વર્ણન કરવામાં આવે છે.

GSEB Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા 20
(1) અધોજાયી પુષ્પ (Hypogynous) :

  • આ પુખમાં સ્ત્રીકેસર ઉચ્ચ સ્થાને સ્થાન પામેલું છે, જયારે બીજા ભાગો તેની નીચે રહેલા છે.
  • આવા પુષ્પમાં બીજાશય ઉચ્ચસ્થ (superior) કહેવાય છે.
  • દા.ત., રાઈ (mustard), જાસૂદ (china rose), રીંગણ (brinjal).

(2) પરિજાયી પુષ્પ (Perigynous) :

  • આ પુષ્પમાં સ્ત્રીકેસર મધ્યમાન સ્થાને અને પુષ્પના બીજા ભાગો પણ પુષ્પાસન પર એ જ સ્તરે સ્થાન પામેલા હોય છે.
  • આવા પુષ્પમાં બીજાશય અર્ધ અધઃસ્થ (half-inferior) કહેવાય છે.
  • દા.ત., જાસજર (plum), ગુલાબ (rose), આલુનું વૃક્ષ (peach).

(3) ઉપરજાયી પુષ્પ (Epigynous) :

  • આ પુખમાં પુખાસન ઉપર તરફ વિકાસ પામેલું, સંપૂર્ણ રીતે બીજાશયને આવૃત્ત કરતું અને તેની સાથે જોડાયેલું છે.
  • અન્ય ભાગો બીજાશયની ઉપરના ભાગે વિકાસ પામેલા હોય છે.
  • આથી, આવા પુષ્પમાં બીજાશય અધઃસ્થ (inferior) કહેવાય છે.
  • દા.ત., જામફળ (guava), કાકડી (cucumber), સૂર્યમુખીના કિરણપુષ્પકો (florets of – sunflower).

GSEB Class 11 Biology સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા NCERT Exemplar Questions and Answers

વૈકલ્પિક પ્રશ્નો (MCQ)

પ્રશ્ન 1.
મૂળના ઊભા છેદમાં જોવા મળતા પ્રદેશોને યોગ્ય ક્રમમાં દર્શાવતો સાચો વિકલ્પ પસંદ કરો.
(A) મૂળરોમ પ્રદેશ
(B) વર્ધી પ્રદેશ
(C) મૂળટોપ પ્રદેશ
(D) પરિપક્વન પ્રદેશ
(E) વિસ્તરણ પ્રદેશ
(A) C, D, E, A, D
(B) A, B, C, D, E
(C) D, E, A, C, B
(D) E, B, C, B, A
ઉત્તર:
(A) C, B, E, A, D

પ્રશ્ન 2.
પુષ્પવિન્યાસ કે જેમાં પુષ્પો અગ્રાભિવર્ધી ક્રમમાં પાર્શ્વ બાજુ ઉદ્ભવે છે, જેમાં સૌથી કુમળી કલિકાનું સ્થાન શું હશે ?
(A) નજીકની તરફ નિકટવર્તી)
(B) દૂરની તરફ (દૂરસ્થ)
(C) આંતરવિષ્ટ
(D) ગમે ત્યાં
ઉત્તર:
(B) દૂરની તરફ (દૂરસ્થ)

પ્રશ્ન 3.
ચણા અને વટાણા જેવી વનસ્પતિના પરિપક્વ બીજમાં ભૂણપોષનો અભાવ હોય છે, કારણ કે…
(A) આ આવૃત બીજધારી વનસ્પતિઓ નથી.
(B) તેમાં બેવડું ફલન થતું નથી.
(C) તેમાં ભૂણપોષનું નિર્માણ થતું નથી.
(D) બીજવિકાસ દરમિયાન, વિકાસ પામતા લૂણ દ્વારા ભૃણપોષ વપરાઈ જાય છે.
ઉત્તર:
(D) બીજવિકાસ દરમિયાન, વિકાસ પામતા લૂણ દ્વારા ભૃણપોષ વપરાઈ જાય છે.

પ્રશ્ન 4.
જે મૂળનો વિકાસ શ્રુણમૂળ સિવાયના અન્ય કોઈ વાનસ્પતિક અંગોમાંથી થતો હોય તો તે મૂળને શું કહે છે ?
(A) સોટી મૂળ
(B) તંતુ મૂળ
(C) અસ્થાનિક મૂળ
(D) ચંડિકા મૂળ
ઉત્તર:
(C) અસ્થાનિક મૂળ

પ્રશ્ન 5.
શિરાવિન્યાસ કોની ગોઠવણી દર્શાવે છે ?
(A) પુષ્પીય અંગોની
(B) પુષ્પવિન્યાસમાં પુષ્પોની
(C) પર્ણફલકમાં શિરાઓ અને શિરિકાઓની
(D) ઉપરોક્ત બધા જ
ઉત્તર:
(C) પર્ણફલકમાં શિરાઓ અને શિરિકાઓની

GSEB Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા

પ્રશ્ન 6.
ભૃણપોષ કે જે આવૃત બીજધારીમાં બેવડાં ફલનથી ઉદ્ભવે છે, તેનો કયા બીજમાં અભાવ હોય છે ?
(A) ચણા
(B) ઓર્કિડ
(C) મકાઈ
(D) એરંડો
ઉત્તર:
(B) ઓર્કિડ

પ્રશ્ન 7.
દરરોજ ઉપયોગી કઠોળ કયા કુળ સાથે સંબંધિત છે ?
(A) સોલેનેસી
(B) ફેબેસી
(C) લીલીએસી
(D) પોએસી
ઉત્તર:
(B) ફેબેસી

પ્રશ્ન 8.
વિકાસ પામતા બીજની સાથે જોડાયેલ જરાયુ નજીક ……………………..
(A) બાહ્ય બીજાવરણ
(B) બીજકેન્દ્ર
(C) બીજછિદ્ર
(D) નાભિ (અંડકતલ – chalaza)
ઉત્તર:
(D) નાભિ (અંડકતલ – chalaza)

પ્રશ્ન 9.
નીચેનામાંથી કઈ વનસ્પતિ વાદળી ગળીના અર્ક તરીકે વપરાય છે?
(A) ટ્રાયડ્રોલિયમ
(B) ઇન્ડિગોફેરા
(C) લ્યુપિન
(D) કેશિયા
ઉત્તર:
(B) ઇન્ડિગોફેરા

પ્રશ્ન 10.
યોગ્ય કૉલમ જોડી, સાચો વિકલ્પ પસંદ કરો.

કૉલમ – A કૉલમ – B
(A) સમિતાયાસ્તર (i) ફલન વગર
(B) પાર્થેનોકાર્પિક ફળ (અપરાગિત ફળ) (ii) પોષણ
(C) અંડક (iii) બેવડું ફલન
(D) ભૃણપોષ (iv) બીજ

(A) A – i, B – ii, C – iii, D – iv
(B) A – ii, B – i, C – iv, D – iii
(C) A – iv, B – ii, C – i, D – iii
(D) A – ii, B – iw, C – i, D – iii
ઉત્તર:
(B)

કૉલમ – A કૉલમ – B
(A) સમિતાયાસ્તર (ii) પોષણ
(B) પાર્થેનોકાર્પિક ફળ (અપરાગિત ફળ) (i) ફલન વગર
(C) અંડક (iv) બીજ
(D) ભૃણપોષ (iii) બેવડું ફલન

અત્યંત ટૂંકજવાબી પ્રશ્નો (VSQ)

પ્રશ્ન 1.
મૂળ શ્વસન માટે જમીનમાં રહેલ હવામાંથી ઑક્સિજન મેળવે છે. ઑક્સિજનના અભાવ અથવા અછતની પરિસ્થિતિમાં મૂળનો વિકાસ ધીમો પડે છે અથવા સંપૂર્ણ બંધ થાય છે. દરિયા પાસેના ખાડી પ્રદેશમાં જળતરબોળ અને ખારા પાણીવાળા પ્રદેશમાં વસતી વનસ્પતિ મૂળની
વૃદ્ધિ માટે ઑક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે શું કરે છે ?
ઉત્તર:
આ મેન્ગવ વનસ્પતિ (તિવાર, રાઈઝોફોરા) શ્વસનમૂળનું નિર્માણ કરે છે.

GSEB Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા

પ્રશ્ન 2.
પુષ્પીય સૂત્ર લખો કે જે પુષ્પ દ્વિલિંગી; નિયમિત; પાંચ વજ૫ત્રો, વ્યાવૃત કલિકાન્તરવિન્યાસ; પાંચ દલપત્રો, ધારાસ્પર્શી કલિકાન્તરવિન્યાસ; 6 પુંકેસરો; યુક્ત, ત્રિસ્ત્રીકેસરી, ઉચ્ચસ્થ, ત્રિકોટરીય બીજાશય, અક્ષવર્તી જરાયુવિન્યાસ ધરાવે છે.
ઉત્તર:
પુષ્પીય સૂત્ર : GSEB Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા 21

પ્રશ્ન 3.
ફાફડાકોરનું પ્રકાંડ એ પર્ણનું કાર્ય કરવા માટે ચપટી લીલા રંગની રચનામાં (પર્ણસદેશ પ્રકાંડ) રૂપાંતરિત થાય છે. (ઉદા. પ્રકાશસંશ્લેષણ). પ્રકાશસંશ્લેષણના કાર્ય માટે વનસ્પતિના ભાગોના રૂપાંતરણ દર્શાવતા અન્ય ઉદાહરણ આપો.
ઉત્તર:
(1) કલક : પર્ણસદેશ પ્રકાંડ.
(પ્રકાંડ હરિતકણયુક્ત લીલા અને ઘણું ખરું ચપટાં બને છે.)

(2) ઓસ્ટ્રેલિયન બાવળ : દાંડીપત્ર.
(તેમાં પર્ણદંડ લીલો, પહોળો અને ચપટો બની ખોરાક બનાવે છે, તેને દાંડીપત્ર કહે છે.)

(3) વટાણા : પર્ણસદશ ઉપપર્ણ.
(તેમાં ઉપપર્ણો પર્ણપત્ર જેવા થઈ ખોરાક બનાવે છે.)

(4) ગળો : પરિપાચી મૂળ.
(પ્રકાંડ પરથી હવામાં લટકતા, લાંબી, લીલી દોરીઓ જેવા પાતળા, લીસા પરિપાચી મૂળ ઉદ્દભવે જે પ્રકાશસંશ્લેષણ કરે છે.)

પ્રશ્ન 4.
પશ્ચિમ બંગાળમાં સુંદરવન જેવા કાદવકીચડવાળા વિસ્તારમાં
વનસ્પતિઓ વિશિષ્ટ પ્રકારના મૂળ ધરાવે છે તેને શું કહે છે ?
ઉત્તર:

  1. મારા આ વિસ્તારમાં ઊગતી વનસ્પતિઓ એન્ડ્રુઝ તરીકે ઓળખાય છે.
  2. તે પોચા, લાંબા, અસંખ્ય હવાદાર છિદ્રોવાળા હવાઈમૂળ ધરાવે છે, જેને શ્વસન મૂળ તરીકે ઓળખાય છે.

પ્રશ્ન 5.
જલશૃંખલા (પીટીઆ) અને જળકુંભી (આઈકોર્નિયા) જેવી જલજ વનસ્પતિના પર્ણો અને મૂળ કોની નજીક જોવા મળે છે ?
ઉત્તર:
જલશૃંખલા (પીસ્ટીઆ) અને જળકુંભી (આઈકોર્નિયા) જેવી જલજ વનસ્પતિના પણ અને મૂળ ગાંઠ નજીક જોવા મળે છે.

પ્રશ્ન 6.
જાલાકાર અને સમાંતર શિરાવિન્યાસ અનુક્રમે કોનું લક્ષણ છે ?
ઉત્તર:

  1. જાલાકાર શિરાવિન્યાસ : દ્વિદળી પર્ણનું લક્ષણ.
  2. સમાંતર શિરાવિન્યાસ : એકદળી પર્ણનું લક્ષણ.

પ્રશ્ન 7.
આદુ અને ડુંગળીનો ક્યો ભાગ ખાદ્ય છે ?
ઉત્તર:

  1. આદુનો ખાદ્ય ભાગ : ભૂગર્ભીય પ્રકાંડ.
  2. ડુંગળીનો ખાદ્ય ભાગ : માંસલ પર્ણ.

GSEB Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા

પ્રશ્ન 8.
ઉપરજાયી પુષ્પમાં બીજાશયનું સ્થાન કોની નીચે છે ?
ઉત્તર:

  1. ઉપરજાયી પુષ્પમાં પુષ્પાસન બીજાશયને ઘેરી લે છે. બીજાશય અધઃસ્થ છે. અન્ય ચક્રો બીજાશય કરતાં ઉપરની બાજુએ ગોઠવાય છે.
  2. બીજાશય અન્ય ચક્રોની નીચે ગોઠવાયેલ છે.

પ્રશ્ન 9.
ફેબેસી કુળના પુષ્પસૂત્રમાં બાકી રહેલ પુષ્પીય ભાગ જણાવો.
GSEB Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા 22
ઉત્તર:
પુષ્પસૂત્ર : GSEB Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા 23

પ્રશ્ન 10.
નીચેની વનસ્પતિના ખોરાકસંગ્રહ માટેના રૂપાંતરિત ભાગ જણાવો.
ઉત્તર:
(a) ગાજર – સોટીમૂળ (શંકુમૂળ)
(b) અળવી (કોલોકેસિયા) – ભૂગર્ભીય પ્રકાંડ (વજકંદ)
(c) શક્કરિયું – અસ્થાનિક તંતુમૂળ (સરળ સાકંદમૂળ)
(d) શતાવરી – અસ્થાનિક તંતુમૂળ (ગુચ્છાદાર સાકંદમૂળ)
(e) મૂળો – સોટીમૂળ (ત્રાકમૂળ)
(f) બટાટા – ભૂગર્ભીય પ્રકાંડ (ગ્રંથિલ)
(g) ડહાલિયા – અસ્થાનિક તંતુમૂળ (ગુચ્છાદાર સાકંદમૂળ)
(h) હળદર – ભૂગર્ભીય પ્રકાંડ (ગાંઠામૂળી – (રાઈઝોમ))
(i) ગ્લેડીઓલસ – ભૂગર્ભીય પ્રકાંડ (વજકંદ)
(j) આદુ – ભૂગર્ભીય પ્રકાંડ (ગાંઠામૂળી – (રાઈઝોમ))
(k) પોર્ટુલાકા (portulaca) – અસ્થાનિક તંતુમૂળ (મણકામૂળ)

ટૂંકજવાબી પ્રશ્નો (SQ)

પ્રશ્ન 1.
શ્રુણમૂળ સિવાયના આવૃત બીજધારી વનસ્પતિના જુદા જુદા ભાગોમાંથી વિકાસ પામતા મૂળના બે ઉદાહરણ આપો.
ઉત્તર:

  1. મકાઈના અવલંબન મૂળ
  2. વડની વડવાઈ
  3. ગળોના પરિપાચી મૂળ

પ્રશ્ન 2.
સ્થળજ વનસ્પતિના મૂળનું મુખ્ય કાર્ય સ્થાપન અને પાણી તેમજ વિવિધ ક્ષારોનું શોષણ કરવાનું છે. જલજ વનસ્પતિના મૂળ શું કાર્ય કરે છે? જલજ અને સ્થળજ વનસ્પતિના મૂળ કઈ રીતે જુદા છે?
ઉત્તર:
જલજ વનસ્પતિને પાણીના શોષણની કોઈ મુશ્કેલી હોતી નથી પરિણામે, તેના મૂળનું પ્રાથમિક મુખ્ય કાર્ય સ્થાપનનું હોય છે.

પ્રશ્ન 3.
શિરાવિન્યાસની ગોઠવણી દર્શાવતી લાક્ષણિક એકદળી અને દ્વિદળી પર્ણની આકૃતિ દોરો.
ઉત્તર:
GSEB Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા 24

પ્રશ્ન 4.
લાક્ષણિક આવૃત બીજધારી પુષ્પ ચાર પુષ્પીય ભાગો ધરાવે છે. આ ચારેય પુષ્પીય ભાગોના નામ તેમની ક્રમાનુસાર થયેલી ગોઠવણી મુજબ જણાવો.
ઉત્તર:
લાક્ષણિક પુષ્પના ચાર પુષ્પીય ભાગો :

  1. વજચક્ર
  2. દલચક્ર
  3. પુંકેસરચક્ર
  4. સ્ત્રીકેસરચક્ર

GSEB Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા

પ્રશ્ન 5.
નીચે થોડી જાણીતી વનસ્પતિના પુષ્પસૂત્ર આપેલા છે. આ પુષ્પસૂત્રના આધારે પુષ્પીય આકૃતિ દોરો.
ઉત્તર:
GSEB Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા 25

પ્રશ્ન 6.
દ્વિદળી પર્ણમાં જાલાકાર શિરાવિન્યાસ અને એકદળી પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે. દ્વિદળી અને એકદળી વનસ્પતિમાં આ સંદર્ભે જોવા મળતો અપવાદ જણાવો.
ઉત્તર:

  1. કેલોફાયલમ દ્વિદળી વનસ્પતિ છે, પરંતુ સમાંતર શિરાવિન્યાસ ધરાવે છે.
  2. સ્માઈલેક્સ એકદળી વનસ્પતિ છે, પરંતુ જાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે.

પ્રશ્ન 7.
તમે કેટલીક કીટાહારી વનસ્પતિ વિશે સાંભળ્યું હશે કે જે કીટકોનું ભક્ષણ કરે છે. કળશપર્ણ અથવા અર્કઝવર એવી કેટલીક વનસ્પતિઓના ઉદાહરણ છે કે જે મુખ્યત્વે છીછરા પાણીમાં કે કાદવકીચડવાળી જમીનમાં ઊગે છે. અર્કઝવરમાં વનસ્પતિનો કયો ભાગ રૂપાંતરિત થાય છે ? બીજી લીલી વનસ્પતિઓની જેમ પ્રકાશસંશ્લેષણ કરી શકતી હોવા છતાં કીટાહારી વનસ્પતિનો રૂપાંતરિત ભાગ ખોરાક માટે કેવી રીતે મદદરૂપ થાય છે ?
ઉત્તર:
અર્કઝવરમાં પર્ણ ફુગ્ગામાં ફેરવાય છે, જ્યારે કળશપર્ણમાં પર્ણ કળશમાં રૂપાંતર પામે છે. આ વિશિષ્ટ રચનાઓ કીટભક્ષણ માટે ઉપયોગી છે.

પ્રશ્ન 8.
કેરી અને નાળિયેર અષ્ટિલા ફળ છે. કેરીમાં રસાળ મધ્ય ફલાવરણ ખાદ્ય છે. નાળિયેરમાં ખાદ્ય ભાગ કયો છે ? નાળિયેરનું રેસામય દૂધ શું દર્શાવે છે ?
ઉત્તર:
નાળિયેરમાં ખાદ્ય ભાગ ભૃણપોષ છે. નાળિયેરનું રેસામય દૂધ પ્રવાહી સ્વરૂપે તૈલી ભૂણપોષ દર્શાવે છે.

પ્રશ્ન 9.
મુક્તકેન્દ્રસ્થ અને અક્ષવર્તી જરાયુવિન્યાસને તમે કેવી રીતે અલગ તારવી શકશો ?
ઉત્તર:
GSEB Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા 26

પ્રશ્ન 10.
સૂત્રમય રચના નીચેની વનસ્પતિઓમાં જોવા મળે છે, પ્રકાંડસૂત્ર છે કે પર્ણસૂત્ર તે ઓળખો.
ઉત્તર:
(a) કાકડી – પ્રકાંડસૂત્ર
(b) વટાણા – પર્ણસૂત્ર/પર્ણિકાસૂત્ર
(c) કોળું – પ્રકાંડસૂત્ર
(4) દ્રાક્ષ – પ્રકાંડસૂત્ર
(e) તડબૂચ – પ્રકાંડસૂત્ર

પ્રશ્ન 11.
શા માટે મકાઈના દાણાને સામાન્ય રીતે ફળ કહે છે, બીજ નહિ?
ઉત્તર:
મકાઈ ધાન્યફળ છે. તેમાં ફલાવરણ અને બીજાવરણ એકબીજાથી જોડાઈને સંયુક્ત કવચ રચે છે. ફળમાં એક જ બીજ હોય છે.

GSEB Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા

પ્રશ્ન 12.
દ્રાક્ષની સૂત્રમય રચના અને કોળાની સૂત્રમય રચના રચનાદેશ અંગો છે, પરંતુ દ્રાક્ષની સૂત્રમય રચના અને વટાણાની સૂત્રમય રચના કાર્યસદેશ અંગો છે. ઉપરોક્ત વિધાન સમજાવો.
ઉત્તર:
દ્રાક્ષની સૂત્રમય રચના અને કોળાની સૂત્રમય રચના ઉદ્ભવની દૃષ્ટિએ સમાન છે, જ્યારે દ્રાક્ષની સૂત્રમય રચના અને વટાણાની સૂત્રમય રચના કાર્યની દૃષ્ટિએ સમાન છે, પરંતુ તેમના ઉદ્ભવ ભિન્ન છે.

પ્રશ્ન 13.
“આદુની ગાંઠામૂળી અન્ય વનસ્પતિના મૂળની જેમ ભૂગર્ભીય છે, પરંતુ આદુ એ મૂળ નથી પણ પ્રકાંડ છે.” સમજાવો.
ઉત્તર:

  1. આદુ ભૂગર્ભીય અને પૃઇવલ બાજુએ ચપટું પ્રકાંડ છે.
  2. આદુમાં ભૂમિગત પ્રકાંડ જમીનની અંદર, સપાટીને સમાંતર વૃદ્ધિ પામે છે. તે ખોરાકનો સંગ્રહ કરી માંસલ બને છે.
  3. તેમાં ભૂમિગત પ્રકાંડ પર ગાંઠો, આંતરગાંઠો, અગ્રકલિકા, કલકલિકા, શલ્કીપણું અને અસ્થાનિક મૂળ જોવા મળે છે. આ બધા જ લક્ષણો સામાન્ય પ્રકાંડના લક્ષણો છે. આવા રૂપાંતરને રાઈઝોમ કે ગાંઠામૂળી કહે છે.
  4. તેથી કહી શકાય કે આદુ મૂળ નથી, પ્રકાંડ છે તેમજ આદુનો ખોરાકસંગ્રહી ભાગ રૂપાંતરિત ભૂગર્ભીય ગાંઠામૂળી પ્રકારનું પ્રકાંડછે.

પ્રશ્ન 14.
આપેલ શબ્દો વચ્ચેનો ભેદ જણાવો.
(a) નિપત્ર અને નિપત્રિકા :
ઉત્તર:

નિપત્ર નિપત્રિકા
નિપત્ર પુષ્પવિન્યાસ અક્ષ પર આવેલ નાના પર્ણ જેવી રચના છે કે જેની કક્ષમાંથી પુષ્પની ઉત્પત્તિ થાય છે. નિપત્રિકા પુષ્પદંડ પર રહેલ નાના પર્ણ જેવી રચના છે.
પુષ્પીય કલિકાઓ નિપત્રો દ્વારા રક્ષાયેલી હોય છે. તે દ્વિતીયક નિપત્ર તરીકે પણ ઓળખાય છે.

(b) પર્ણતલગ્રંથિ (પીનાધાર) અને પર્ણદંડ :
ઉત્તર:

પર્ણતલગ્રંથિ પર્ણદંડ
શિમ્બી કુળની વનસ્પતિમાં પર્ણતલ મોટા, જાડા, માંસલ અને ગાદી જેવા હોય છે, જે પર્ણતલગ્રંથિ તરીકે ઓળખાય છે. પર્ણતલ અને પર્ણપત્રને સાંકળતા દંડ જેવા ભાગને પર્ણદંડક કહે છે.

(c) પુષ્પદંડ અને પુષ્પવિન્યાસદંડ (પુષ્પવિન્યાસ અક્ષ) :
ઉત્તર:

પુષ્પદંડ પુષ્પવિન્યાસ અક્ષ
પુષ્પને ધારણ કરતી ધરી પુષ્પદંડ તરીકે ઓળખાય છે. (પુષ્પાક્ષનો નીચેનો દંડ જેવો ભાગ પુષ્પદંડ કહેવાય છે.) પુષ્પોને ધારણ કરતી ધરી કે અક્ષ પુષ્પવિન્યાસ અક્ષ કહે છે.

(d) શૂકી અને માંસલશ્કી પુષ્પવિન્યાસ :
ઉત્તર:

ચૂકી પુષ્પવિન્યાસ માંસલશ્કી પુષ્પવિન્યાસ
પુષ્પવિન્યાસ અક્ષ સામાન્ય રીતે લંબાયેલો હોય છે, પરંતુ અક્ષ ઉપર અદંડી પુષ્પો ગોઠવાયેલા હોય છે તેને શૂકી પુષ્પવિન્યાસ કહે છે. પુષ્પવિન્યાસ અક્ષ માંસલ અને દળદાર હોય છે. તેના તલભાગે એકલિંગી અદંડી પુષ્પો ગોઠવાયેલા હોય છે. પુષ્પ વિન્યાસ અક્ષ વિશાળ પસંદેશ નિપત્રથી રક્ષાયેલો હોય છે. તેને માસંલચૂકી પુષ્પવિન્યાસ કહે છે.

(e) પુંકેસર અને વંધ્ય પુંકેસર :
ઉત્તર:

પુંકેસર વંધ્ય પુંકેસર
પુંકેસર પરાગરજ ઉત્પન્ન કરતું નરપ્રજનન અંગ છે. જે પુંકેસર પરાગરજ ઉત્પન્ન કરતા નથી એટલે કે વંધ્ય છે તેવા પુંકેસરને વંધ્ય પુંકેસર તરીકે ઓળખાય છે.

(f) પરાગરજ અને પરાગકોથળી :
ઉત્તર:

પરાગરજ પરાગકોથળી
આવૃત બીજધારી પુષ્પના લઘુબીજાણુ પરાગરજ તરીકે ઓળખાય છે. પુષ્પના પુંકેસરના પરાગાશયમાં અસંખ્ય પરાગરજ પરાગ કોથળીમાં ઉદ્દભવે છે.

GSEB Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા

દીર્ઘજવાબી પ્રશ્નો (LQ)

પ્રશ્ન 1.
સ્ત્રીકેસરચક્રના લક્ષણને આધારે ફેબેસી, સોલેનેસી અને લીલીએસી કુળ વચ્ચે તફાવત આપો. ઉપરના કુળની કોઈ એક વનસ્પતિની આર્થિક અગત્યતા જણાવો.
ઉત્તર:

ફેબેસી કુળ સોલેનેસી કુળ લીલીએસી કુળ
• એકસ્ત્રીકેસરીય સ્ત્રીકેસરચક્ર

• એકકોટરીય જેમાં અનેક અંડકો

• પરાગવાહિની એક જે કેપીટેટ (મુંડક) પરાગાસન ધરાવે

• ધારાવર્તી જરાયુવિન્યાસ

• દ્વિસ્ત્રીકેસરી યુક્ત સ્ત્રીકેસરચક્ર

• દરેક કોટરમાં ઘણા અંડકો

• અક્ષવર્તી જરાયુવિન્યાસ

• ત્રિસ્ત્રીકેસરી યુક્ત સ્ત્રીકેસરચક્ર

• ત્રિકોટરીય, કોટરમાં ઘણા અંડકો

•  અક્ષવર્તી જરાયુવિન્યાસ

આર્થિક અગત્યતા ધરાવતી વનસ્પતિ :

  1. ફેબેસી કુળ : ખાદ્યતેલ તરીકે ઉપયોગી વનસ્પતિ – સોયાબીન
  2. સોલેનેસી કુળ: ઔષધીય તરીકે ઉપયોગી વનસ્પતિ – અશ્વગંધા
  3. લીલીએસી કુળ: સુશોભન માટે ઉપયોગી વનસ્પતિ – ટ્યૂલિપ

પ્રશ્ન 2.
ખોરાકસંગ્રહ, આરોહણ અને રક્ષણ માટેના પ્રકાંડના રૂપાંતરણ વર્ણવો.
ઉત્તર:
(a) ખોરાકસંગ્રહ માટેના પ્રકાંડના રૂપાંતર :

(1) ગાંઠામૂળી : આદુમાં ભૂમિગત પ્રકાંડ જમીનની અંદર, સપાટીને સમાંતર વૃદ્ધિ પામે છે. તે ખોરાકનો સંગ્રહ કરી માંસલ બને છે. તેની ઉપર ગાંઠો, આંતરગાંઠો, શલ્કીપણ અને અસ્થાનિક મૂળ જોવા મળે છે. આવા રૂપાંતરને રાઈઝોમ અથવા ગાંઠામૂળી કહે છે. હળદરમાં પણ આવું જ જોવા મળે છે.

(2) ગ્રંથિલઃ બટાટામાં ભૂમિગત પ્રકાંડ પર આવેલા શલ્કીપર્ણોની કક્ષમાંથી ઉદ્ભવતી શાખાઓના ટોચના ભાગે ખોરાકનો સંગ્રહ કરી ગોળ કે અંડાકાર રચના કરે છે તેને ગ્રંથિલ કહે છે. (બટાટાની સપાટી પર ખાડાઓ હોય છે તેને ‘આંખ’ કહે છે. તેમાં કલિકા હોય છે. આંખ વડે વાનસ્પતિક પ્રજનન થાય છે.).
GSEB Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા 27

(3)વજકંદ : સૂરણમાં વજ્રકંદ જોવા મળે છે. તે ગાંઠામૂળીનું સંબંધિત સ્વરૂપ છે. તે એક જ આંતરગાંઠની બનેલી ખોરાકસંગ્રહી રચનાછે.

(b) આરોહણ માટેના પ્રકાંડના રૂપાંતર:

  1. કૃષ્ણકમળ, કોળું, કારેલાં વગેરે કક્ષકલિકાઓ પાતળા, લાંબા સૂત્રો જેવી રચનાઓમાં વિકાસ પામે છે, તેમને પ્રકાંડસૂત્ર કહે છે.
  2. તે આધારની આસપાસ વીંટળાઈને વનસ્પતિને આરોહણમાં સહાયક બને છે.

GSEB Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા 28

(c) રક્ષણ માટેના પ્રકાંડના રૂપાંતર :

  1. પ્રકાંડકંટક : કેટલીક વનસ્પતિમાં પ્રકાંડની અગ્રકલિકા કે કક્ષકલિકા તીક્ષ્ણ, સખત રચનામાં વિકસે છે તેને પ્રકાંડકંટક કહે છે. તે રક્ષણ કરવાનું કાર્ય કરે છે.
  2. કરમદી : તેમાં અગ્રકલિકા દ્વિશાખી, પર્ણવિહીન પ્રકાંડકંટકમાં રૂપાંતરિત થાય છે.
  3. મેંદી અને દાડમ : તેમાં કક્ષકલિલ પ્રકાંડકંટકમાં રૂપાંતર પામે છે. તેના પર ક્યારેક પર્ણ અને પુષ્પ પણ ઉત્પન્ન થાય છે.
  4. ગુલાબ : તેમાં પ્રકાંડની સપાટી પર તીક્ષ્ણ રચનાઓ સર્જાય છે, તેને છાલશૂળ કહે છે. તે પ્રકાંડનું રૂપાંતર નથી, પરંતુ સપાટી પરના બહિરૂભેદ છે.

GSEB Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા 29

પ્રશ્ન 3.
ભૂસ્તારી, ભૂસ્તારીકા અને રાઈઝોમ વિવિધ પ્રકારના પ્રકાંડના રૂપાંતરણ છે. પ્રકાંડના આ રૂપાંતરણ એકબીજાથી કઈ રીતે અલગ પડેછે ?
ઉત્તર:
(1) ભૂસ્તારી : વાનસ્પતિક પ્રજનન માટેના પ્રકાંડના રૂપાંતર ઃ ઘાસ, અબૂટી અને બ્રાહ્મી જેવી વનસ્પતિમાં કક્ષકલિકામાંથી પાતળી, લાંબી આંતરગાંઠ ધરાવતી અને જમીનને સમાંતર વિકસતી શાખાઓ ઉત્પન્ન થાય છે તેને ભૂસ્તારી કહે છે. તેની જમીનના સંપર્કમાં રહેલી ગાંઠ પરથી નવા છોડ ઉત્પન્ન થાય છે.
GSEB Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા 30

(2) ભૂસ્તરીકા : વાનસ્પતિક પ્રજનન માટેના પ્રકાંડના રૂપાંતર : જલશૃંખલા અને જળકુંભી (આઈકોર્નિયા) જેવી જલજ વનસ્પતિમાં કક્ષકલિકામાંથી ટૂંકી, જાડી, સમક્ષિતિજ શાખાઓ વિકસે છે. તેની ગાંઠ પરથી પણ નવા છોડ ઉત્પન્ન થાય છે. આવી શાખા ભૂસ્તરીકા કહેવાય છે.
GSEB Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા 31

(3) રાઇઝોમ (ગાંઠામૂળી) : ખોરાકસંગ્રહ માટેના પ્રકાંડના રૂપાંતર :
આદું અને હળદર જેવી વનસ્પતિમાં ભૂમિગત પ્રકાંડનું ખોરાકસંગ્રહી રૂપાંતર જોવા મળે છે. આદું અને હળદરમાં ભૂમિગત પ્રકાંડ જમીનની અંદર આવેલું છે, જે સપાટીને સમાંતર વૃદ્ધિ પામે છે. તે ખોરાકનો સંગ્રહ કરી માંસલ બને છે. તેની ઉપર ગાંઠો, આંતરગાંઠો, શલ્કીપણ અને અસ્થાનિક મૂળ જોવા મળે છે. આવા રૂપાંતરને રાઈઝોમ કે ગાંઠામૂળી કહે છે.
GSEB Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા 32

GSEB Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા

પ્રશ્ન 4.
પુષ્પની કલિકા અવસ્થા દરમિયાન વજપત્રો કે દલપત્રોની ગોઠવણીને કલિકાન્તરવિન્યાસ કહે છે. લાક્ષણિક પંચાવયવી પુષ્પ માટેની વિવિધ પ્રકારના કલિકાન્તરવિન્યાસની આકૃતિ દોરો.
ઉત્તર:
કલિકાન્તરવિન્યાસના પ્રકાર :

  1. ધારાસ્પર્શી
  2. વ્યાવૃત
  3. આચ્છાદિત
  4. ક્વીનકુંશિયલ
  5. પતંગિયાકાર.

GSEB Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા 33

પ્રશ્ન 5.
બીજાશયમાં અંડકોની ગોઠવણીને જરાયુવિન્યાસ કહે છે. પુષ્પના આડા છેદમાં કે ઊભા છેદમાં જોવા મળતા જુદા જુદા પ્રકારના જરાયુવિન્યાસના નામ જણાવી આકૃતિઓ દોરો.
ઉત્તર:
જરાયુવિન્યાસના પ્રકાર :

  1. ધારાવર્તી
  2. અક્ષવર્તી
  3. ચર્મવર્તી
  4. મુક્તકેન્દ્રસ્થ
  5. તલસ્થ
  6. બહિસ્ય.

GSEB Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા 34

પ્રશ્ન 6.
સમજાવો : ‘સૂર્યમુખી પુષ્પ નથી.’
ઉત્તર:
સૂર્યમુખી એસ્ટરેસી (કમ્પોઝિટી) કુળની વનસ્પતિ છે.

  • તે સ્તબક પુષ્પવિન્યાસ ધરાવે છે.
  • આ પુષ્પવિન્યાસમાં પુષ્પવિન્યાસ અક્ષ ચપટો અને બિંબ જેવો બને છે, તેને પુષ્પાધાર કહે છે.
  • નાના અને સદંડી પુષ્પો કેન્દ્રાભિસારી પ્રકારે ગોઠવાયેલા હોય છે.
    (a) કિરણ પુષ્પકઃ કિનારી તરફ ગોઠવાયેલા પુષ્પોને કિરણ પુષ્પક કહે છે. તે રંગીન, આકર્ષક અને વિંધ્ય હોય છે. નર કે માદા પ્રજનન અંગો ધરાવતા નથી. તેની પુષ્પમણી જીવાકાર હોય છે. તે કીટક આકર્ષણનું કાર્ય કરે છે.
    (b) બિંબ પુષ્પક : કેન્દ્ર તરફ ગોઠવાયેલા પુષ્પોને બિંબ પુષ્પક કહે છે. પરિઘ સિવાયના આખા પુષ્પાધાર ઉપર બિંબ પુષ્પકો કેન્દ્રાભિસારી ક્રમમાં ગોઠવાયેલા હોય છે. પ્રત્યેક પુષ્પ એક નાના સફેદ નિપત્રની કક્ષમાંથી ઉદ્ભવે છે. તેની પુષ્પમણિ નલિકાકાર હોય છે. આ પુષ્પક નર અને માદા પ્રજનન અંગો ધરાવે છે.
  • આ પુષ્પવિન્યાસ એક કે વધારે નિચક્રથી ઘેરાયેલા હોય છે.

પ્રશ્ન 7.
ઉપરિભૂમિક અને અધોભૂમિક બીજાંકુરણ વચ્ચેનો તફાવત જણાવો. બીજાંકુરણની પ્રક્રિયા દરમિયાન બીજપત્રો અને સૂણપોષનો શું ફાળો છે?
ઉત્તર:

ઉપરિભ્રમિક બીજાંકુરણ અધોભૂમિક બીજાંકુરણ
(1) વાલ જેવા અલૂણપોષી બીજમાં જોવા મળે છે. (1) મકાઈના ભૂણપોષી દાણામાં જોવા મળે છે.
(2) જે અંકુરણ દરમિયાન બીજપત્રો અને અધરાક્ષ જમીન બહાર આવતા હોય તે અંકુરણને ઉપરીભૂમિક બીજાંકુરણ કહેછે. (2) જે અંકુરણ દરમિયાન બીજપત્ર (વરૂથિકા) અને અધરાક્ષ જમીનમાં જ રહેતા હોય તે અંકુરણને અધોભૂમિક બીજાંકુરણ કહે છે.
(3) અંકુરણ દરમિયાન બીજપત્રો ભૂણાગ્રને પોષણ આપે છે. (3) અંકુરણ દરમિયાન ભૂણપોષ ભૃણાગ્રને પોષણ આપે છે.
(4) ભૃણાગ્રના સીધા સંપર્કમાં બીજપત્રો હોવાથી શોષણ માટે ચૂષકમૂળ જેવી રચનાઓ જોવા મળતી નથી. (4) વરૂથિકા ચૂષકમૂળ તરીકે વર્તે છે. વરૂથિકા ભૃણપોષમાંથી ખોરાકનું શોષણ કરીને ભૂણાગ્રને આપે છે.
(5) અંકુરણ દરમિયાન બીજાવરણ નરમ પડે છે. (5) અંકુરણ દરમિયાન સંયુક્ત કવચ બીજાવરણ જેટલું નરમ બનતું નથી.
(6) બીજછિદ્ર આગળથી બીજાવરણ ફાટે છે અને ભૃણમૂળ બહાર નીકળે છે. (6) ભૃણમૂળચોલ અને ગર્ભને તોડીને ભૃણમૂળ બહાર નીકળે છે.
(7) ધૂણમૂળની વૃદ્ધિ અપરિમિત છે. (7) ભૂણમૂળની વૃદ્ધિ પરિમિત છે.
(8) ભૃણમૂળમાંથી મુખ્ય મૂળ ઉત્પન્ન થાય છે. (8) ભૃણમૂળમાંથી મુખ્ય મૂળ ઉત્પન્ન થતું નથી.
(9) ભૃણમૂળમાંથી સોટીમય મૂળતંત્ર બને છે. (9) તંતુમય અસાધારણ મૂળતંત્ર બને છે.
(10) ભૃણમૂળના મુખ્ય મૂળ ઉપર ઉપમૂળો ઉત્પન્ન થાય છે. (10) અધરાક્ષમાંથી તંતુમય મૂળો ઉત્પન્ન થાય છે.
(11) કમાનાકાર અધરાક્ષ સ્પષ્ટ દેખાય છે. (11) અધરાક્ષ ટૂંકી અને અસ્પષ્ટ.
(12) બીજપત્રોંથી ભૂણાગ્ર રક્ષાયેલ. (12) ધૂણાવ્રચોલથી ભૂણાગ્ર રક્ષાયેલ.
(13) બીજપત્રો ખૂલતા ભૃણાગ્ર સ્પષ્ટ દેખાય છે. (13) બૂણાગ્ર ચોલ તૂટતાં ભૃણાગ્ર સ્પષ્ટ દેખાય છે.
(14) પ્રથમ પલ્લવપણ ખુલ્લા, લીલા અને જાલાકાર શિરાવિન્યાસ ધરાવે. (14) પ્રથમ પલ્લવપણ વલીત, લીલાં અને સમાંતર શિરાવિન્યાસ ધરાવે.
(15) અંકુરણ દરમિયાન બીજાવરણ જમીનમાં રહી જાય છે. (15) અંકુરણ દરમિયાન સંયુક્ત કવચ મકાઈના દાણા સાથે જ નાશ પામે છે.
(16) ઉપરાક્ષ સ્પષ્ટ.
GSEB Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા 35
(16) ઉપરાક્ષ અસ્પષ્ટ.
GSEB Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા 36

GSEB Solutions Class 11 Biology Chapter 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકારવિદ્યા

પ્રશ્ન 8.
કેટલાક બીજ વનસ્પતિમાંથી વિકિરણ પામ્યા બાદ તરત જ અંકુરણ પામે છે, જ્યારે કેટલાક બીજ અંકુરણ પામતા પહેલાં સુષુપ્તાવસ્થા ધરાવે છે. બીજની સુષુપ્તાવસ્થા માટેના કારણો અને બીજની સુષુપ્તતાના નિવારણ માટેની પદ્ધતિઓ જણાવો.
ઉત્તર:
બીજની સુષુપ્તતાઃ બીજને અંકુરણ પામવા માટેની સામાન્ય અનુકૂળ પર્યાવરણીય પરિસ્થિતિ હોય તો પણ બીજાંકુરણ ન થવાની સ્થિતિને બીજની સુષુપ્તતા કહે છે.

બીજની સુષુપ્તતા માટેના કારણો :

  1. અલ્પવિકસિત ભૂણે.
  2. પાણી માટે અપ્રવેશશીલ બીજાવરણો.
  3. યાંત્રિક રીતે મજબૂત અને કઠણ બીજાવરણો, જેમાંથી અંકુરણ ન થઈ શકે.
  4. દેહધાર્મિક દૃષ્ટિએ અપરિપક્વ ભૂણ.
  5. કેટલાક અંકુરણ અવરોધ રસાયણોની હાજરી. તેમાં એબિસિક ઍસિડ (ABA) મુખ્ય છે. અંતઃસ્ત્રાવોમાં સામાન્યતઃ જીબરે લિન્સની સુષુપ્ત બીજમાં ગેરહાજરી હોય છે. આ સમયે ABA સક્રિય હોય છે. તે જનીનોના પ્રત્યાંકનને અવરોધે છે. આ કારણસર યોગ્ય ઉત્સુચકનું નિર્માણ થતું નથી.

બીજની સુષુપ્તતાનું નિવારણ :

  • જ્યારે બીજમાં જીબરેલિનનું સર્જન થાય અને તેનું પ્રમાણ ABAના સંકેન્દ્રણ કરતા વધે ત્યારે ABAની અસર નાબૂદ થાય છે અને ભૂણ સક્રિય બને છે.
  • બીજમાં અંકુરણ પ્રેરવા માટે સુષુપ્તતા દૂર થવી જરૂરી છે.
  • આ નિવારણ કૃત્રિમ રીતે પ્રેરી શકાય છે.
  • તેમાંથી કેટલીક પદ્ધતિ નીચે મુજબ છે :
    1. બીજને કાચપેપર વડે હળવેથી ઘસવાથી તેના બીજાવરણ પ્રવેશશીલ બને છે અને અંકુરણ પ્રેરાય છે.
    2. આવી જ પ્રક્રિયા રસાયણો દ્વારા પણ પ્રેરી શકાય છે.
    3. O2 યુક્ત પર્યાવરણમાં ભીના બીજને નિશ્ચિત સમય માટે ઊંચું કે નીચું તાપમાન પૂરું પાડવાથી સુષુપ્તતા દૂર થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *